9/10 થી 12/10/2025 ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક , જન ફરિયાદ સાપ્તાહિક(ગુજરાત રાજ્ય માહિતી ખાતાના સમાચારો)janfariyadnews youtube channel links જૂવો.

10 NG pdf-2 11 NG pdf-3 12 NG PDF-2 (1) 12 jan pdf

News Of Gandhinagar Diwali Advt. Letter

Janfariyad Diwali Advt. Letter

ગુજરાત રાજ્ય માહિતી ખાતાના સમાચાર 

[10/9, 6:46 PM] Dilip Gajjar.Mahiti.Press: *વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ(VGRC) – ઉત્તર ગુજરાત*
***
*’ન્યુક્લિયર એનર્જીની ઉપયોગિતા’ પર CEO રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ યોજાઈ*
**
*ઊર્જા સુરક્ષા અને ‘વિકસિત ભારત’ના ૧૦૦ GW ન્યુક્લિયર લક્ષ્યાંક પર મંથન કરવામાં આવ્યું*
**
પ્રાદેશિક વિકાસને વૈશ્વિક રોકાણ સાથે જોડવાના ઉદ્દેશ્ય સાથે મહેસાણાની ગણપત યુનિવર્સિટી ખાતે આયોજિત બે દિવસીય વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC)ના પ્રથમ દિવસે ઊર્જા સુરક્ષાના મહત્ત્વપૂર્ણ વિષય પર “Brainstorming on Harnessing Nuclear Energy” વિષય પર ઉચ્ચ સ્તરીય CEO રાઉન્ડ ટેબલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.

ન્યુક્લિયર એનર્જીના ક્ષેત્રમાં ભારત સરકારના ‘વિકસિત ભારત’ના મહત્ત્વાકાંક્ષી ૧૦૦ GWના લક્ષ્યાંકને હાંસલ કરવા અને તેમાં ગુજરાતના યોગદાનને વધારવા માટેની વ્યૂહરચના પર આ સત્રમાં સઘન વિચાર-વિમર્શ થયો હતો.

આ મહત્ત્વપૂર્ણ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સનું સંચાલન શ્રી શુવા રાહા(CEEW) અને ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિ. (NPCIL)ના સીએમડી શ્રી બી.સી. પાઠક દ્વારા કરવામાં આવ્યું હતું.

આ સત્રમાં શ્રી અજિત કુમાર મોહંતી (સેક્રેટરી DAE & ચેરમેન, AERC), શ્રી પંકજ અગ્રવાલ (સેક્રેટરી), કાકરાપાર NPCIL ના ડાયરેક્ટર શ્રી એસ.કે. માલવિયા, શ્રી ઘનશ્યામ પ્રસાદ (ચેરપર્સન, CEA), શ્રી ગુરદીપ સિંહ (સીએમડી, NTPC), ડૉ. એલેક્સ વોલ્ગિન (Ros-Atom, રશિયા), શ્રી અનિલ વી પરાબ (Whole-Time Director & Sr. Executive VP, L&T), શ્રી કુપ્પુ સદાશિવ મૂર્તિ (સીએમડી, BHEL), શ્રી વિવેક શર્મા (અદાણી પાવર), શ્રી નીરજ અગ્રવાલ (પ્રેસિડેન્ટ-ન્યુક્લિયર પાવર, JSW), ડૉ. ઓમકાર જાની (પ્રેસિડેન્ટ & સીઈઓ, રિલાયન્સ ન્યૂ એનર્જી), શ્રી આશુતોષ અરોરા (પ્રેસિડેન્ટ & સીઈઓ, Prodigy Clean Energy Ltd.) સહિત વિવિધ અગ્રણી સંસ્થાના પ્રતિનિધિઓ સહભાગી થયા હતા.

ન્યુક્લિયર એનર્જીની ક્ષમતા વધારવા માટે સરકારી અને ખાનગી ક્ષેત્ર વચ્ચેના સહયોગને મજબૂત બનાવવા અને વર્ષ ૨૦૪૭ સુધીમાં ગુજરાતનું ૧૮ GW ન્યુક્લિયર પાવરનું લક્ષ્યાંક પૂર્ણ કરવા માટેની યોજનાઓ પર ચર્ચા થઈ, જેમાં ખુશાલપુરા ખાતે ૪૨૦૦ મેગાવોટના પ્લાન્ટનું આયોજન પણ સામેલ છે.
સ્મોલ મોડ્યુલર રિએક્ટર્સ (SMRs) જેવી અદ્યતન તકનીકો અપનાવીને પ્રોજેક્ટ્સને ઝડપી બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. રોકાણની તૈયારીને મજબૂત કરવા માટે સિવિલ લાયેબિલિટી ફોર ન્યુક્લિયર ડેમેજ એક્ટ સહિતના નિયમનકારી માળખામાં જરૂરી સુધારા દ્વારા ખાનગી ક્ષેત્રની ભાગીદારી વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
ભારતના પ્રથમ પૂર્ણ સ્વદેશી ૭૦૦ મેગાવોટ PHWR યુનિટ KAPS-3ની સફળ કામગીરીને બિરદાવીને સ્વદેશી ટેક્નોલોજી પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાનું આહ્વાન કરવામાં આવ્યું હતું.
આ CEO રાઉન્ડ ટેબલની સફળતાએ દર્શાવે છે કે ગુજરાત માત્ર અક્ષય ઊર્જા જ નહીં, પણ ન્યુક્લિયર એનર્જી જેવા વ્યૂહાત્મક ક્ષેત્રોમાં પણ રાષ્ટ્રીય લક્ષ્યોને સાકાર કરવા માટે એક મહત્ત્વપૂર્ણ કેન્દ્ર બનવા તૈયાર છે.

***
[10/9, 6:47 PM] Dilip Gajjar.Mahiti.Press: *વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ(VGRC) – ઉત્તર ગુજરાત*
**
*’ઓફશોર એન્ડ ઓનશોર વિન્ડ: અનલોકિંગ ધ અનટેપ્ડ પોટેન્શિયલ’ પર પેનલ ડિસ્કશન યોજાઈ*
**
*ગુજરાતના પવન ઊર્જાનાં વિશાળ ક્ષેત્રો ઉજાગર કરવા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી*
**
વિકસિત ગુજરાતના સંકલ્પને વેગ આપવા અને રાજ્યને ગ્રીન એનર્જી ઇકોસિસ્ટમનું કેન્દ્ર બનાવવાના ઉદ્દેશ્ય સાથે મહેસાણાની ગણપત યુનિવર્સિટી ખાતે આયોજિત બે દિવસીય વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC)ના પ્રથમ દિવસે “Onshore & Offshore Wind: Unlocking the Untapped Potential” શીર્ષક હેઠળ એક મહત્ત્વપૂર્ણ પેનલ ડિસ્કશનનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ ચર્ચામાં ગુજરાતના દરિયાકાંઠા અને જમીન એમ બંને વિસ્તારોમાં રહેલી પવન ઊર્જાની અખૂટ સંભાવનાઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.
સ્વાગત પ્રવચનથી ચર્ચા સત્રની શરૂઆત બાદ ‘ઓફશોર વિન્ડ’ પરની AV ફિલ્મ રજૂ કરવામાં આવી હતી.

આ મહત્ત્વપૂર્ણ ચર્ચા સત્રનું સંચાલન ડો. હંસ-પીટર (ઇગોર) વાલ્ડલ (કો-ઓનર & મેનેજિંગ ડાયરેક્ટર, ઓવરસ્પીડ GmbH & Co. KG) અને શ્રી શ્રીજિથ મેનન (વાઇસ પ્રેસિડેન્ટ & હેડ – ગ્રીન બિઝનેસ, Aban Power Ltd.) દ્વારા કરવામાં આવ્યું હતું.

પેનલ ડિસ્ક્સનમાં પવન ઊર્જાના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોએ ભાગ લીધો હતો. સહભાગીઓમાં શ્રી જેસ્પર બેડીયા જેન્સેન (હેડ ઓફ સેક્રેટરીએટ, સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર ઓફશોર વિન્ડ એન્ડ રિન્યુએબલ એનર્જી), શ્રી ફિલિપ જોસેફ ટ્રેમર (પ્રોજેક્ટ મેનેજર, જર્મન ઓફશોર વિન્ડ એનર્જી ફાઉન્ડેશન), ડો. રાજેશ કટિયાર (ડાયરેક્ટર જનરલ, નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ વિન્ડ એનર્જી), શ્રી આદિત્ય પ્યાસી (સીઈઓ, IWTMA) અને શ્રી એસ.બી. પાટીલ (ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર, KP Green Energy Limited) સહિતના મહાનુભાવોનો સમાવેશ થતો હતો.

પેનલ ડિસ્કશનમાં ગુજરાતને પવન ઊર્જા ક્ષેત્રે વૈશ્વિકસ્તરે અગ્રેસર બનાવવા માટે જરૂરી નીતિઓ, તકનીકી આદાનપ્રદાન અને ખાનગી રોકાણ આકર્ષવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો. ત્યાર બાદ પ્રશ્નોત્તર સત્રમાં ઓફશોર એન્ડ ઓનશોર વિન્ડ એનર્જી અંગે ઉપસ્થિત શ્રોતાઓએ પોતાના સવાલો અને અભિપ્રાયો અંગે નિષ્ણાતો પાસેથી માર્ગદર્શન મેળવ્યું હતું. આ ચર્ચાસત્રના સફળ આયોજન દ્વારા ગુજરાત સરકારે સ્વચ્છ ઊર્જા અને વિકસિત ગુજરાતના લક્ષ્યોને પૂર્ણ કરવા માટેની પ્રતિબદ્ધતાને દોહરાવી હતી.

***
[10/9, 6:48 PM] Dilip Gajjar.Mahiti.Press: *INVITATION*
 
A special presentation of “Mera Desh Pehle” show casing the untold story of Hon’ble Prime Minister Shri Narendra Modi and his vision of Nation First created by writer, lyricist, and storyteller Manoj Muntashir Shukla

Experience an inspiring journey of India’s progress — presented for the first time in Gujarat at GIFT City.
 
 
Date: Friday, October 10, 2025
Time: 06:00 PM onwards
Venue: GIFT City, Gandhinagar

Contact :
Nitinsinh Rajput
Contact: (+91) 8128964121
 
Mandaar Vaishnav
Contact: (+91) 9687646600
*********
 
[10/9, 7:00 PM] Dilip Gajjar.Mahiti.Press: *વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ(VGRC)-ઉત્તર ગુજરાત*
***
*વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ- નોર્થ ગુજરાત અંતર્ગત ગણપત યુનિવર્સિટી ખેરવા ખાતે “ગ્રીન સ્ટાર્ટઅપ ફાયર સાઇડ ચેટ” સેમિનારનું આયોજન*
*****
*રિન્યૂએબલ એનર્જી, સર્ક્યુલર ઇકોનોમી અને ટકાઉ પરિવહન ક્ષેત્રે સ્ટાર્ટઅપ્સ માટે અદમ્ય તકો ઉપલબ્ધ*
*****
*ગુજરાત રાજ્ય નવિન વિચારો માટે અનુકૂળ નીતિગત માહોલ ધરાવે છે*

વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ- નોર્થ ગુજરાત અંતર્ગત મહેસાણા જિલ્લાની ગણપત યુનિવર્સિટી ખેરવા ખાતે “ગ્રીન સ્ટાર્ટઅપ ફાયર સાઇડ ચેટ” નામે વિશિષ્ટ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યમાં ઉર્જા ક્ષેત્રે ઉદ્દભવતી નવી તકો, ગ્રીન એનર્જી અને રિન્યૂએબલ એનર્જી ક્ષેત્રે સ્ટાર્ટ અપ્સની ભૂમિકા તેમજ ઉદ્યોગ સાહસિકતા દ્વારા રોજગારી અને આર્થિક વૃદ્ધિ કેવી રીતે શક્ય બને તે અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી.

આ કાર્યક્રમનું સંચાલન પ્રોફ. અનિલ કે. ગુપ્તા (IIM અમદાવાદ) દ્વારા કરવામાં આવ્યું હતું.
આ ફાયર સાઇડ ચર્ચામાં અવિનાશ પુણેકર (CEO, iCreate), સ્વાતી મૈની (Director & Founder, Maini Renewables Pvt. Ltd.), સાગર દુબાલ (Founder, Autobits Labs Pvt. Ltd.), અર્ચના થોસર (Director, Green Maneuver Industries LLP) અને પ્રણવ દેસાઈ (Co-Founder, Recosolution) પેનલિસ્ટ તરીકે જોડાયા હતા.

ચર્ચા દરમિયાન પેનલિસ્ટોએ જણાવ્યું કે ગુજરાત રાજ્ય નવિન વિચારો માટે અનુકૂળ નીતિગત માહોલ ધરાવે છે અને ખાસ કરીને રિન્યૂએબલ એનર્જી, સર્ક્યુલર ઇકોનોમી અને ટકાઉ પરિવહન ક્ષેત્રે સ્ટાર્ટઅપ્સ માટે અદમ્ય તકો ઉપલબ્ધ છે. રાજ્યની ઉદ્યોગસાહસિક ભાવનાને ધ્યાને લઈને યુવાનોને ‘ગ્રીન ઇનોવેશન’ તરફ આગળ વધવા માટે પ્રોત્સાહન આપવામાં આવવું જોઈએ.

ચર્ચા સત્ર દરમિયાન ઉદ્યોગસાહસિકો, રોકાણકારો, સ્ટાર્ટઅપ્સ, ઇનોવેટર્સ અને નીતિ નિર્માતાઓએ ગ્રીન સ્ટાર્ટઅપ્સ કેવી રીતે પર્યાવરણ પરિવર્તન સામે અસરકારક પગલાં લઈ શકે અને દેશના વિકાસમાં યોગદાન આપી શકે તે અંગે પોતાના વિચાર રજૂ કર્યા હતા.

આ કાર્યક્રમમાં ૧૦૦ થી વધુ યુવાનોએ સક્રિય ભાગ લીધો હતો અને રાજ્યના વિકસતા ગ્રીન ઇકોસિસ્ટમ વિશે સીધી સમજ મેળવી હતી.

આ સેમિનાર દ્વારા આગામી સમયમાં ગુજરાતમાં સ્ટાર્ટઅપ્સને નવી દિશા, ગ્રીન બિઝનેસના વિસ્તરણની તક અને ટકાઉ વિકાસ તરફ આગળ વધવા માટે પ્રેરણા મળશે.
૦૦૦૦૦૦૦
[10/9, 7:01 PM] Dilip Gajjar.Mahiti.Press: *નિમંત્રણ*

વર્ષ-૨૦૨૫ એ ભારતના લોહ પુરુષ અને રાષ્ટ્રીય એકતાના પ્રતીક સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જયંતિનું વર્ષ છે. આ પ્રસંગે, રાજ્ય કક્ષાના મંત્રી શ્રી હર્ષ સંઘવી *”સરદાર@૧૫૦ યુનિટી માર્ચ”* પર એક પ્રેસ કોન્ફરન્સ કરશે. આ અભિયાન સરદાર પટેલની જયંતિને સમર્પિત છે અને સમગ્ર રાજ્યમાં તેનું આયોજન કરવામાં આવશે.

પ્રેસ કોન્ફરન્સમાં, મંત્રી શ્રી હર્ષ સંઘવી આ અભિયાનના વિઝન, કાર્યક્રમની રૂપરેખા અને લોકોની ભાગીદારીની તકો વિશે વિસ્તૃત માહિતી આપશે.

📍 સ્થળ: તાપી હોલ, સ્વર્ણિમ સંકુલ ૧, નવા સચિવાલય
📅 તારીખ: ૧૦/૧૦/૨૦૨૫
⏰ સમય: બપોરે ૧:૦૦ કલાકે

*સૌ મીડિયાના પ્રતિનિધિશ્રીઓને કવરેજ માટે ઉપસ્થિત રહેવા નિમંત્રણ છે.*

*આભાર સહ,*
*ન્યૂઝ અને મીડિયા રીલેશન શાખા*,
*માહિતી નિયામકની કચેરી, ગાંધીનગર*
[10/9, 7:01 PM] Dilip Gajjar.Mahiti.Press: *પ્રથમ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ – ઉત્તર ગુજરાત મહેસાણા*
***
*મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વિવિધ મહાનુભાવોની શ્રેણીબદ્ધ વન ટુ વન બેઠક*
***
*વિયેતનામના રાજદૂત શ્રીયુત ન્યુગેન થાન્હ હૈનેની મુખ્યમંત્રી સાથે ફળદાયી બેઠક*
***
*ગુજરાતી પ્રવાસીઓ માટે વિયેતનામ પ્રવાસનું મોટું કેન્દ્ર – સરેરાશ ૧ લાખ ગુજરાતી પ્રવાસીઓ દર વર્ષે વિયેતનામ પ્રવાસે જાય છે*
***
*ગુજરાત સાથે ટેકનોલોજી ટ્રાન્સફર – ઇનોવેશન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ – ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને એનર્જી સેક્ટરમાં સહયોગ અંગે પરામર્શ*
***
વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સની પ્રથમ કડી ઉત્તર ગુજરાતના મહેસાણાની ગણપત યુનિવર્સિટીના પરિસરમાં યોજાઇ રહી છે.

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં પ્રારંભ થયેલી આ કોન્ફરન્સના પ્રથમ દિવસે મુખ્યમંત્રીશ્રીની સાથે વિવિધ દેશોના રાજદૂતો, અગ્રણીઓની વન ટુ વન બેઠક યોજાઇ હતી.

આ બેઠકની શૃંખલામાં વિયેતનામના રાજદૂત શ્રીયુત ન્યુગેન થાન્હ હૈને એ મુખ્યમંત્રી શ્રી સાથે બેઠક યોજીને ગુજરાત વિયેતનામ વચ્ચે આપસી સહકારના ક્ષેત્રોમાં સહભાગિતા અંગે વિચાર વિમર્શ કર્યો હતો.

તેમણે ખાસ કરીને ટેકનોલોજી ટ્રાન્સફર ઇનોવેશન, એઆઈ,અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન તથા એનર્જી સેક્ટરમાં સહયોગ માટે ઉત્કૃષ્ટતા દર્શાવી હતી.

મુખ્યમંત્રીશ્રી સાથેની વાતચીતમાં વિયેતનામ રાજદૂતે કહ્યું કે, ગુજરાતમાંથી દર વર્ષે અંદાજે એક લાખ લોકો વિયેતનામના પ્રવાસે જાય છે. વિયેતનામ ગુજરાત પાસેથી કપાસ અને સિંગની આયાત કરે છે .
તેમણે વિયેતનામમાં ગુજરાતના ઉદ્યોગોને રોકાણ માટે આમંત્રણ પાઠવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે પણ વિયેતનામ જેવા રાષ્ટ્રની વાઇબ્રન્ટ રિજનલ કોન્ફરન્સમાં ઉપસ્થિતિને આવકારીને તેમને રાજ્ય સરકારના યોગ્ય સહયોગની ખાતરી આપી હતી.

આ વન ટુ વન બેઠકમાં મુખ્ય સચિવ શ્રી પંકજ જોષી, મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી એમ.કે દાસ, ઊર્જાના અધિક મુખ્ય સચિવ શ્રી હૈદર, ઉદ્યોગ અગ્ર સચિવ શ્રીમતી મમતા વર્મા, મુખ્યમંત્રીશ્રીના અધિક અગ્ર સચિવ શ્રીમતી અવંતિકા સિંધ, સચિવ શ્રી ડોક્ટર વિક્રાંત પાંડે પણ જોડાયા હતા.
***
[10/9, 7:08 PM] Dilip Gajjar.Mahiti.Press: *વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ(VGRC) – ઉત્તર ગુજરાત*
__________
*’ક્રિટિકલ મિનરલ્સ : નવા ઉભરતા ક્ષેત્રમાં અવસરો’ વિષય પર પરિસંવાદ યોજાયો*

*મુખ્યમંત્રીશ્રીની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં રૂ. ૨૩૭ કરોડ ૬૭ લાખથી વધુની રકમનો ચેક એનાયત કરાયો*
__________
*ગુજરાતમાં ક્રિટિકલ મિનરલ્સના સંશોધન અને રોકાણની નવી દિશા: ઊર્જા અને ઉદ્યોગ માટે જરૂરી ‘ક્રિટિકલ મિનરલ્સ’ પર નિષ્ણાતો દ્વારા ગહન ચર્ચા*
__________

વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સના પ્રથમ શૃંખલાનો પ્રારંભ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે મહેસાણાની ગણપત યુનિવર્સિટી ખાતેથી પ્રારંભ કરાવ્યો છે.

૯ અને ૧૦ ઓકટોબર દરમિયાન ચાલનાર આ કોન્ફરન્સના પ્રથમ દિવસે ગણપત યુનિવર્સિટી ખાતે ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન ‘ક્રિટિકલ મિનરલ્સ : નવા ઉભરતા ક્ષેત્રમાં અવસરો’ વિષય પર પરિસંવાદ યોજાયો હતો.
આ પરિસંવાદમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિ પ્રોત્સાહક બની રહી હતી. આ પ્રસંગે GMDCના મેનેજિંગ ડિરેક્ટર શ્રી રૂપવંતસિંઘ દ્વારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રૂ. ૨૩૭ કરોડ ૬૭ લાખથી વધુની રકમનો ચેક એનાયત કરાયો હતો.

પરિસંવાદની શરૂઆતમાં GMDCના MD શ્રી રૂપવંતસિંઘે ગુજરાતનો મિનરલ ક્ષેત્રમાં વિકાસ અને મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશનના વિઝન અંગે વિસ્તૃત માહિતી આપી હતી.

ક્રિટિકલ મિનરલ્સની સમજણ, આધાર અને સ્ટ્રેટેજિક પરિપ્રેક્ષ્ય વિષય પર શ્રી એલિસ્ટર નીલ અને શ્રી ભાસ્કર રક્ષિતે પ્રેઝન્ટેશન રજૂ કરીને પ્રકાશ પાડ્યો હતો. જેમાં વૈશ્વિક સ્તરે ક્રિટિકલ મિનરલ્સ માટે ભારતના વિકલ્પ, સપ્લાય ચેઇન્સ, વિકાસની સમીક્ષા, ભારત અને ગુજરાત માટેની તકો વગેરે બાબતે સવિસ્તૃત માહિતી આપી હતી. આ સાથે કર્નીના પાર્ટનર શ્રી નિશાંત નિશ્ચલ, લિથિયમ રિસાયકલિંગ કંપનીના ચીફ બિઝનેસ ઓફિસરશ્રી, મહિન્દ્રા લિમિટેડના ડાયરેક્ટરશ્રી સહિતનાઓએ ક્રિટિકલ મિનરલ્સ વિષય પર પેનલ ચર્ચા કરી હતી.

ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન ખનન અને ઊર્જાને વધુ શુદ્ધ, હરિત અને ટકાઉ બનાવવા સતત પ્રયત્નશીલ છે. GMDCએ ઇન્ટરનેશનલ સેન્ટર ઑફ એક્સલન્સ ઇન માઇનિંગ સેફ્ટી એન્ડ ઑટોમેશનની સ્થાપના કરી છે, જે નવીન તકનીકો પર કામ કરી રહ્યું છે. આ સંસ્થા સરકાર, ઉદ્યોગ અને શૈક્ષણિક ક્ષેત્રમાં કૌશલ્ય, ભાગીદારી અને માળખાકીય સુવિધાઓનું નિર્માણ કરે છે.

ભારતનું વિકસતું એરોસ્પેસ ક્ષેત્ર ટાઇટેનિયમ એલોય અને રેર અર્થ મેગ્નેટ્સ પર નિર્ભરતા રાખે છે જે વિમાનના એન્જિન અને એવિઓનિક્સ (Avionics) માટે જરૂરી છે. જ્યારે રક્ષણ ક્ષેત્રમાં રડાર, સોનાર અને મિસાઇલ માર્ગદર્શન સિસ્ટમ્સ માટે રેર અર્થ એલિમેન્ટ્સ જરૂરી બને છે. ગુજરાત ગ્રીન વ્હીકલ પોલિસી ૨૦૨૫ અંતર્ગત ઇવી અપનાવવાના અને ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોત્સાહન માટે સબસિડીનો લાભ આપી રહ્યું છે.

ગુજરાતની ખનિજ નીતિ અન્વેષણ, એક્સપ્લોઇટેશન અને મિનરલ આધારિત ઉદ્યોગોમાં રોકાણ આકર્ષવા પર કેન્દ્રિત છે, જે ટકાઉ વિકાસ અને સ્થાનિક રોજગારી પર ભાર આપી રહ્યું છે. GMDCએ ક્રિટિકલ મિનરલ્સ સેગમેન્ટમાં કુલ ₹4,500 કરોડના પ્રોજેક્ટ્સની યોજના બનાવેલી છે, જે રાજ્યની વૈશ્વિક સપ્લાય ચેઇનમાં ભૂમિકા વધારશે.

*ક્રિટિકલ મિનરલ્સ શું છે?*

ક્રિટિકલ મિનરલ્સ એવા અગત્યના ખનિજો છે, જે સ્વચ્છ ઊર્જા, ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્ર માટે આવશ્યક છે, પરંતુ તેમના પુરવઠામાં વિક્ષેપ થવાનો ખતરો રહે છે. વૈશ્વિક સ્તરે લિથિયમ, કોબોલ્ટ, નિકલ અને રેર અર્થ્સ જેવા ખનિજો લો-કાર્બન અર્થતંત્રના આધારસ્તંભ છે. તેથી, વિશ્વના ઘણા દેશો આ ખનિજો સુધી સતત પહોંચ સુનિશ્ચિત કરવા માટે વ્યૂહરચનાઓ બનાવી રહ્યા છે.

ઊર્જા પરિવર્તન માટે જરૂરી ખનિજોમાં લિથિયમ, કોબોલ્ટ અને નિકલ બેટરીઓ માટે, રેર અર્થ્સ ઇલેક્ટ્રિક વાહનોના મોટર અને પવનચક્કીઓ માટે, કોપર વીજળીના ગ્રીડ માટે અને સિલિકોન તથા ગેલિયમ સોલાર પેનલ્સ અને સેમિકન્ડક્ટર્સ માટે મહત્ત્વપૂર્ણ છે. આ બધા મિનરલ્સ ભારતના સ્વચ્છ ઊર્જા પરિવર્તન અને રક્ષણ આધુનિકીકરણના મુખ્ય આધારસ્તંભ તરીકે કાર્ય કરે છે.
***
[10/9, 7:19 PM] Dilip Gajjar.Mahiti.Press: *પ્રથમ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ – ઉત્તર ગુજરાત મહેસાણા*
***
*મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વિવિધ મહાનુભાવોની શ્રેણીબદ્ધ વન ટુ વન બેઠક*
***
*વિયેતનામના રાજદૂત શ્રીયુત ન્યુગેન થાન્હ હૈનેની મુખ્યમંત્રી સાથે ફળદાયી બેઠક*
***
*ગુજરાતી પ્રવાસીઓ માટે વિયેતનામ પ્રવાસનું મોટું કેન્દ્ર – સરેરાશ ૧ લાખ ગુજરાતી પ્રવાસીઓ દર વર્ષે વિયેતનામ પ્રવાસે જાય છે*
***
*ગુજરાત સાથે ટેકનોલોજી ટ્રાન્સફર – ઇનોવેશન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ – ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને એનર્જી સેક્ટરમાં સહયોગ અંગે પરામર્શ*
***
વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સની પ્રથમ કડી ઉત્તર ગુજરાતના મહેસાણાની ગણપત યુનિવર્સિટીના પરિસરમાં યોજાઇ રહી છે.

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં પ્રારંભ થયેલી આ કોન્ફરન્સના પ્રથમ દિવસે મુખ્યમંત્રીશ્રીની સાથે વિવિધ દેશોના રાજદૂતો, અગ્રણીઓની વન ટુ વન બેઠક યોજાઇ હતી.

આ બેઠકની શૃંખલામાં વિયેતનામના રાજદૂત શ્રીયુત ન્યુગેન થાન્હ હૈને એ મુખ્યમંત્રી શ્રી સાથે બેઠક યોજીને ગુજરાત વિયેતનામ વચ્ચે આપસી સહકારના ક્ષેત્રોમાં સહભાગિતા અંગે વિચાર વિમર્શ કર્યો હતો.

તેમણે ખાસ કરીને ટેકનોલોજી ટ્રાન્સફર ઇનોવેશન, એઆઈ,અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન તથા એનર્જી સેક્ટરમાં સહયોગ માટે ઉત્કૃષ્ટતા દર્શાવી હતી.

મુખ્યમંત્રીશ્રી સાથેની વાતચીતમાં વિયેતનામ રાજદૂતે કહ્યું કે, ગુજરાતમાંથી દર વર્ષે અંદાજે એક લાખ લોકો વિયેતનામના પ્રવાસે જાય છે. વિયેતનામ ગુજરાત પાસેથી કપાસ અને સિંગની આયાત કરે છે .
તેમણે વિયેતનામમાં ગુજરાતના ઉદ્યોગોને રોકાણ માટે આમંત્રણ પાઠવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે પણ વિયેતનામ જેવા રાષ્ટ્રની વાઇબ્રન્ટ રિજનલ કોન્ફરન્સમાં ઉપસ્થિતિને આવકારીને તેમને રાજ્ય સરકારના યોગ્ય સહયોગની ખાતરી આપી હતી.

આ વન ટુ વન બેઠકમાં મુખ્ય સચિવ શ્રી પંકજ જોષી, મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી એમ.કે દાસ, ઊર્જાના અધિક મુખ્ય સચિવ શ્રી હૈદર, ઉદ્યોગ અગ્ર સચિવ શ્રીમતી મમતા વર્મા, મુખ્યમંત્રીશ્રીના અધિક અગ્ર સચિવ શ્રીમતી અવંતિકા સિંધ, સચિવ શ્રી ડોક્ટર વિક્રાંત પાંડે પણ જોડાયા હતા.
***
[10/9, 7:19 PM] Dilip Gajjar.Mahiti.Press: *મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ન્યૂઝીલેન્ડના રાજદૂત શ્રીયુત પેટ્રિક જોન રાટાની વન ટુ વન બેઠક સંપન્ન*
***
*વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સના અભિનવ પ્રયોગની પ્રશંસા કરી*
***
*ગુજરાત – ન્યૂઝીલેન્ડ એગ્રીકલ્ચર અને ડેરી સેક્ટરમાં સહયોગથી આગળ વધી શકે તેમ છે :- મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ*
***
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મહેસાણાના ખેરવાની ગણપત યુનિવર્સિટી પરિસરમાં યોજાઇ રહેલી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સના પ્રથમ દિવસે ન્યૂઝીલેન્ડના રાજદૂત શ્રીયુત પેટ્રિક જોન રાટાએ મુખ્યમંત્રીશ્રી સાથે વન ટુ વન બેઠક યોજી હતી.

તેમણે રીજનલ ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટના અભિનવ વિચાર સાથે ગુજરાતે VGRCની પહેલ કરી તેની પ્રશંસા કરી હતી.

શ્રીયુત પેટ્રિક જોન રાટાએ તેમની અગાઉની ગુજરાત મુલાકાત દરમિયાન એગ્રીકલ્ચર ડેરી અને કો- ઓપરેટીવ સેક્ટરમાં જે પરસ્પર સહયોગ સંભાવનાના ક્ષેત્રોની વાતચીત થઈ હતી તેની પ્રગતિનો ઉલ્લેખ કર્યો હતો.

તેમણે NDDB અને અમૂલ તથા રાજ્યની એગ્રીકલ્ચર યુનિવર્સિટી સાથે મળીને સહકારિતાની ગતિવિધિઓ સુદ્રઢ કરવાની ઉજ્જવળ સંભાવનાઓની ચર્ચા – વિચારણા કરી હતી.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પણ એકવાકલ્ચર અને ટેકનોલોજી શેરિંગના માધ્યમથી પ્રતિ એકર ખેતી પાક વૃદ્ધિ માટે ન્યૂઝીલેન્ડની તજજ્ઞતાનો લાભ ગુજરાત લઈ શકે તેની સંભાવનાઓ ચકાસવા પ્રેરક સૂચન કર્યું હતું.

આ વન ટુ વન બેઠકમાં મુખ્ય સચિવ શ્રી પંકજ જોષી, મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી એમ.કે દાસ, કૃષિ સહકારના અધિક મુખ્ય સચિવ શ્રીમતી અંજુ શર્મા, ઊર્જાના અધિક મુખ્ય સચિવ શ્રી હૈદર, ઉદ્યોગ અગ્ર સચિવ શ્રીમતી મમતા વર્મા, મુખ્યમંત્રીશ્રીના અધિક અગ્ર સચિવ શ્રીમતી અવંતિકા સિંધ, સચિવ શ્રી ડોક્ટર વિક્રાંત પાંડે પણ જોડાયા હતા.
***
[10/9, 7:19 PM] Dilip Gajjar.Mahiti.Press: *વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ(VGRC) – ઉત્તર ગુજરાત*
__________
*’ક્રિટિકલ મિનરલ્સ : નવા ઉભરતા ક્ષેત્રમાં અવસરો’ વિષય પર પરિસંવાદ યોજાયો*

*મુખ્યમંત્રીશ્રીની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં રૂ. ૨૩૭ કરોડ ૬૭ લાખથી વધુની રકમનો ચેક એનાયત કરાયો*
__________
*ગુજરાતમાં ક્રિટિકલ મિનરલ્સના સંશોધન અને રોકાણની નવી દિશા: ઊર્જા અને ઉદ્યોગ માટે જરૂરી ‘ક્રિટિકલ મિનરલ્સ’ પર નિષ્ણાતો દ્વારા ગહન ચર્ચા*
__________

વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સના પ્રથમ શૃંખલાનો પ્રારંભ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે મહેસાણાની ગણપત યુનિવર્સિટી ખાતેથી પ્રારંભ કરાવ્યો છે.

૯ અને ૧૦ ઓકટોબર દરમિયાન ચાલનાર આ કોન્ફરન્સના પ્રથમ દિવસે ગણપત યુનિવર્સિટી ખાતે ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન ‘ક્રિટિકલ મિનરલ્સ : નવા ઉભરતા ક્ષેત્રમાં અવસરો’ વિષય પર પરિસંવાદ યોજાયો હતો.
આ પરિસંવાદમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિ પ્રોત્સાહક બની રહી હતી. આ પ્રસંગે GMDCના મેનેજિંગ ડિરેક્ટર શ્રી રૂપવંતસિંઘ દ્વારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રૂ. ૨૩૭ કરોડ ૬૭ લાખથી વધુની રકમનો ચેક એનાયત કરાયો હતો.

પરિસંવાદની શરૂઆતમાં GMDCના MD શ્રી રૂપવંતસિંઘે ગુજરાતનો મિનરલ ક્ષેત્રમાં વિકાસ અને મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશનના વિઝન અંગે વિસ્તૃત માહિતી આપી હતી.

ક્રિટિકલ મિનરલ્સની સમજણ, આધાર અને સ્ટ્રેટેજિક પરિપ્રેક્ષ્ય વિષય પર શ્રી એલિસ્ટર નીલ અને શ્રી ભાસ્કર રક્ષિતે પ્રેઝન્ટેશન રજૂ કરીને પ્રકાશ પાડ્યો હતો. જેમાં વૈશ્વિક સ્તરે ક્રિટિકલ મિનરલ્સ માટે ભારતના વિકલ્પ, સપ્લાય ચેઇન્સ, વિકાસની સમીક્ષા, ભારત અને ગુજરાત માટેની તકો વગેરે બાબતે સવિસ્તૃત માહિતી આપી હતી. આ સાથે કર્નીના પાર્ટનર શ્રી નિશાંત નિશ્ચલ, લિથિયમ રિસાયકલિંગ કંપનીના ચીફ બિઝનેસ ઓફિસરશ્રી, મહિન્દ્રા લિમિટેડના ડાયરેક્ટરશ્રી સહિતનાઓએ ક્રિટિકલ મિનરલ્સ વિષય પર પેનલ ચર્ચા કરી હતી.

ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન ખનન અને ઊર્જાને વધુ શુદ્ધ, હરિત અને ટકાઉ બનાવવા સતત પ્રયત્નશીલ છે. GMDCએ ઇન્ટરનેશનલ સેન્ટર ઑફ એક્સલન્સ ઇન માઇનિંગ સેફ્ટી એન્ડ ઑટોમેશનની સ્થાપના કરી છે, જે નવીન તકનીકો પર કામ કરી રહ્યું છે. આ સંસ્થા સરકાર, ઉદ્યોગ અને શૈક્ષણિક ક્ષેત્રમાં કૌશલ્ય, ભાગીદારી અને માળખાકીય સુવિધાઓનું નિર્માણ કરે છે.

ભારતનું વિકસતું એરોસ્પેસ ક્ષેત્ર ટાઇટેનિયમ એલોય અને રેર અર્થ મેગ્નેટ્સ પર નિર્ભરતા રાખે છે જે વિમાનના એન્જિન અને એવિઓનિક્સ (Avionics) માટે જરૂરી છે. જ્યારે રક્ષણ ક્ષેત્રમાં રડાર, સોનાર અને મિસાઇલ માર્ગદર્શન સિસ્ટમ્સ માટે રેર અર્થ એલિમેન્ટ્સ જરૂરી બને છે. ગુજરાત ગ્રીન વ્હીકલ પોલિસી ૨૦૨૫ અંતર્ગત ઇવી અપનાવવાના અને ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોત્સાહન માટે સબસિડીનો લાભ આપી રહ્યું છે.

ગુજરાતની ખનિજ નીતિ અન્વેષણ, એક્સપ્લોઇટેશન અને મિનરલ આધારિત ઉદ્યોગોમાં રોકાણ આકર્ષવા પર કેન્દ્રિત છે, જે ટકાઉ વિકાસ અને સ્થાનિક રોજગારી પર ભાર આપી રહ્યું છે. GMDCએ ક્રિટિકલ મિનરલ્સ સેગમેન્ટમાં કુલ ₹4,500 કરોડના પ્રોજેક્ટ્સની યોજના બનાવેલી છે, જે રાજ્યની વૈશ્વિક સપ્લાય ચેઇનમાં ભૂમિકા વધારશે.

*ક્રિટિકલ મિનરલ્સ શું છે?*

ક્રિટિકલ મિનરલ્સ એવા અગત્યના ખનિજો છે, જે સ્વચ્છ ઊર્જા, ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્ર માટે આવશ્યક છે, પરંતુ તેમના પુરવઠામાં વિક્ષેપ થવાનો ખતરો રહે છે. વૈશ્વિક સ્તરે લિથિયમ, કોબોલ્ટ, નિકલ અને રેર અર્થ્સ જેવા ખનિજો લો-કાર્બન અર્થતંત્રના આધારસ્તંભ છે. તેથી, વિશ્વના ઘણા દેશો આ ખનિજો સુધી સતત પહોંચ સુનિશ્ચિત કરવા માટે વ્યૂહરચનાઓ બનાવી રહ્યા છે.

ઊર્જા પરિવર્તન માટે જરૂરી ખનિજોમાં લિથિયમ, કોબોલ્ટ અને નિકલ બેટરીઓ માટે, રેર અર્થ્સ ઇલેક્ટ્રિક વાહનોના મોટર અને પવનચક્કીઓ માટે, કોપર વીજળીના ગ્રીડ માટે અને સિલિકોન તથા ગેલિયમ સોલાર પેનલ્સ અને સેમિકન્ડક્ટર્સ માટે મહત્ત્વપૂર્ણ છે. આ બધા મિનરલ્સ ભારતના સ્વચ્છ ઊર્જા પરિવર્તન અને રક્ષણ આધુનિકીકરણના મુખ્ય આધારસ્તંભ તરીકે કાર્ય કરે છે.
***
[10/9, 7:25 PM] Dilip Gajjar.Mahiti.Press: *વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ(VGRC) – ઉત્તર ગુજરાત*
***
*’વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ-નોર્થ’ના ભાગરૂપે ‘ઇગ્નાઇટિંગ યંગ માઇન્ડ્સ: પાવર એન્ડ એનર્જી ક્વિઝ’નું સફળ આયોજન*
…….
ગુજરાત સરકારના એનર્જી અને પેટ્રોકેમિકલ્સ વિભાગ દ્વારા એસોચેમ (ASSOCHAM), FICCI, CII, અને GCCI જેવા અગ્રણી ઉદ્યોગ સંગઠનોના સહયોગથી ગણપત યુનિવર્સિટી, ખેરવા ખાતે આયોજિત ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ – નોર્થ’ (VGRC-North) ના ભાગરૂપે યુવા શક્તિને પ્રોત્સાહિત કરવા માટે ‘ઇગ્નાઇટિંગ યંગ માઇન્ડ્સ: પાવર એન્ડ એનર્જી ક્વિઝ’નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.

આ ઉદ્યોગ-કેન્દ્રિત ક્વિઝમાં ગુજરાતભરની વિવિધ યુનિવર્સિટીઓ અને કૉલેજોના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આ ક્વિઝનો મુખ્ય ઉદ્દેશ્ય યુવા પેઢીમાં પાવર, ઊર્જા, અને ગ્રીન એનર્જી ક્ષેત્રે જ્ઞાન, જાગૃતિ અને રસ વધારવાનો હતો, જે ગુજરાત અને રાષ્ટ્રના ઉર્જા સુરક્ષા અને ટકાઉ વિકાસના લક્ષ્યો પ્રાપ્ત કરવા માટે મહત્ત્વપૂર્ણ છે.

‘ઇગ્નાઇટિંગ યંગ માઇન્ડ્સ: પાવર એન્ડ એનર્જી ક્વિઝ’ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ બૌદ્ધિક ક્ષમતા અને ઊર્જા ક્ષેત્રના વ્યાપક જ્ઞાનનું પ્રદર્શન કર્યું હતું. આ કાર્યક્રમ VGRC-North કોન્ફરન્સના મુખ્ય વિષયો પૈકીના એક, ગ્રીન એનર્જી (Green Energy), સાથે સંકળાયેલો હતો અને વિદ્યાર્થીઓને ઊર્જાના પરંપરાગત અને બિન-પરંપરાગત સ્ત્રોતો વિશે ઊંડાણપૂર્વક વિચારવા માટે પ્રેરિત કર્યા હતા.

આ પ્રકારના મંચો દ્વારા રાજ્ય સરકાર ઉદ્યોગની જરૂરિયાતોને અનુરૂપ ભવિષ્યના કુશળ અને જ્ઞાની વર્કફોર્સને તૈયાર કરી રહી છે.

વિજેતા ટીમોને મહાનુભાવોના હસ્તે પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવી હતી.

વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ ઉત્તર ગુજરાતના ડેરી અને ફૂડ પ્રોસેસિંગ, કૃષિ, ઓટો ઘટકો અને ગ્રીન એનર્જી જેવા મુખ્ય ક્ષેત્રોની ક્ષમતા દર્શાવવા માટેનું એક મુખ્ય પ્લેટફોર્મ છે.

ક્વિઝ જેવા કાર્યક્રમોથી સ્પષ્ટ થાય છે કે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ માત્ર મૂડીરોકાણ પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે જ્ઞાન, કૌશલ્ય વિકાસ અને શૈક્ષણિક સંવાદને પણ એટલું જ મહત્ત્વ આપે છે.
……
[10/9, 7:30 PM] Dilip Gajjar.Mahiti.Press: *વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ(VGRC) – ઉત્તર ગુજરાત*
__________
*’ક્રિટિકલ મિનરલ્સ : નવા ઉભરતા ક્ષેત્રમાં અવસરો’ વિષય પર પરિસંવાદ યોજાયો*

*મુખ્યમંત્રીશ્રીની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં રૂ. ૨૩૭ કરોડ ૬૭ લાખથી વધુની રકમનો ચેક એનાયત કરાયો*
__________
*ગુજરાતમાં ક્રિટિકલ મિનરલ્સના સંશોધન અને રોકાણની નવી દિશા: ઊર્જા અને ઉદ્યોગ માટે જરૂરી ‘ક્રિટિકલ મિનરલ્સ’ પર નિષ્ણાતો દ્વારા ગહન ચર્ચા*
__________

વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સના પ્રથમ શૃંખલાનો પ્રારંભ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે મહેસાણાની ગણપત યુનિવર્સિટી ખાતેથી પ્રારંભ કરાવ્યો છે.

૯ અને ૧૦ ઓકટોબર દરમિયાન ચાલનાર આ કોન્ફરન્સના પ્રથમ દિવસે ગણપત યુનિવર્સિટી ખાતે ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન ‘ક્રિટિકલ મિનરલ્સ : નવા ઉભરતા ક્ષેત્રમાં અવસરો’ વિષય પર પરિસંવાદ યોજાયો હતો.
આ પરિસંવાદમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિ પ્રોત્સાહક બની રહી હતી. આ પ્રસંગે GMDCના મેનેજિંગ ડિરેક્ટર શ્રી રૂપવંતસિંઘ દ્વારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રૂ. ૨૩૭ કરોડ ૬૭ લાખથી વધુની રકમનો ચેક એનાયત કરાયો હતો.

પરિસંવાદની શરૂઆતમાં GMDCના MD શ્રી રૂપવંતસિંઘે ગુજરાતનો મિનરલ ક્ષેત્રમાં વિકાસ અને મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશનના વિઝન અંગે વિસ્તૃત માહિતી આપી હતી.

ક્રિટિકલ મિનરલ્સની સમજણ, આધાર અને સ્ટ્રેટેજિક પરિપ્રેક્ષ્ય વિષય પર શ્રી એલિસ્ટર નીલ અને શ્રી ભાસ્કર રક્ષિતે પ્રેઝન્ટેશન રજૂ કરીને પ્રકાશ પાડ્યો હતો. જેમાં વૈશ્વિક સ્તરે ક્રિટિકલ મિનરલ્સ માટે ભારતના વિકલ્પ, સપ્લાય ચેઇન્સ, વિકાસની સમીક્ષા, ભારત અને ગુજરાત માટેની તકો વગેરે બાબતે સવિસ્તૃત માહિતી આપી હતી. આ સાથે કર્નીના પાર્ટનર શ્રી નિશાંત નિશ્ચલ, લિથિયમ રિસાયકલિંગ કંપનીના ચીફ બિઝનેસ ઓફિસરશ્રી, મહિન્દ્રા લિમિટેડના ડાયરેક્ટરશ્રી સહિતનાઓએ ક્રિટિકલ મિનરલ્સ વિષય પર પેનલ ચર્ચા કરી હતી.

ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન ખનન અને ઊર્જાને વધુ શુદ્ધ, હરિત અને ટકાઉ બનાવવા સતત પ્રયત્નશીલ છે. GMDCએ ઇન્ટરનેશનલ સેન્ટર ઑફ એક્સલન્સ ઇન માઇનિંગ સેફ્ટી એન્ડ ઑટોમેશનની સ્થાપના કરી છે, જે નવીન તકનીકો પર કામ કરી રહ્યું છે. આ સંસ્થા સરકાર, ઉદ્યોગ અને શૈક્ષણિક ક્ષેત્રમાં કૌશલ્ય, ભાગીદારી અને માળખાકીય સુવિધાઓનું નિર્માણ કરે છે.

ભારતનું વિકસતું એરોસ્પેસ ક્ષેત્ર ટાઇટેનિયમ એલોય અને રેર અર્થ મેગ્નેટ્સ પર નિર્ભરતા રાખે છે જે વિમાનના એન્જિન અને એવિઓનિક્સ (Avionics) માટે જરૂરી છે. જ્યારે રક્ષણ ક્ષેત્રમાં રડાર, સોનાર અને મિસાઇલ માર્ગદર્શન સિસ્ટમ્સ માટે રેર અર્થ એલિમેન્ટ્સ જરૂરી બને છે. ગુજરાત ગ્રીન વ્હીકલ પોલિસી ૨૦૨૫ અંતર્ગત ઇવી અપનાવવાના અને ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોત્સાહન માટે સબસિડીનો લાભ આપી રહ્યું છે.

ગુજરાતની ખનિજ નીતિ અન્વેષણ, એક્સપ્લોઇટેશન અને મિનરલ આધારિત ઉદ્યોગોમાં રોકાણ આકર્ષવા પર કેન્દ્રિત છે, જે ટકાઉ વિકાસ અને સ્થાનિક રોજગારી પર ભાર આપી રહ્યું છે. GMDCએ ક્રિટિકલ મિનરલ્સ સેગમેન્ટમાં કુલ ₹4,500 કરોડના પ્રોજેક્ટ્સની યોજના બનાવેલી છે, જે રાજ્યની વૈશ્વિક સપ્લાય ચેઇનમાં ભૂમિકા વધારશે.

*ક્રિટિકલ મિનરલ્સ શું છે?*

ક્રિટિકલ મિનરલ્સ એવા અગત્યના ખનિજો છે, જે સ્વચ્છ ઊર્જા, ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્ર માટે આવશ્યક છે, પરંતુ તેમના પુરવઠામાં વિક્ષેપ થવાનો ખતરો રહે છે. વૈશ્વિક સ્તરે લિથિયમ, કોબોલ્ટ, નિકલ અને રેર અર્થ્સ જેવા ખનિજો લો-કાર્બન અર્થતંત્રના આધારસ્તંભ છે. તેથી, વિશ્વના ઘણા દેશો આ ખનિજો સુધી સતત પહોંચ સુનિશ્ચિત કરવા માટે વ્યૂહરચનાઓ બનાવી રહ્યા છે.

ઊર્જા પરિવર્તન માટે જરૂરી ખનિજોમાં લિથિયમ, કોબોલ્ટ અને નિકલ બેટરીઓ માટે, રેર અર્થ્સ ઇલેક્ટ્રિક વાહનોના મોટર અને પવનચક્કીઓ માટે, કોપર વીજળીના ગ્રીડ માટે અને સિલિકોન તથા ગેલિયમ સોલાર પેનલ્સ અને સેમિકન્ડક્ટર્સ માટે મહત્ત્વપૂર્ણ છે. આ બધા મિનરલ્સ ભારતના સ્વચ્છ ઊર્જા પરિવર્તન અને રક્ષણ આધુનિકીકરણના મુખ્ય આધારસ્તંભ તરીકે કાર્ય કરે છે.
***
[10/9, 7:30 PM] Dilip Gajjar.Mahiti.Press: *વર્લ્ડ બેંકના સાઉથ એશિયા રિજનના વાઈસ પ્રેસિડેન્ટ શ્રીયુત જોહાનિસ ઝુટની મુખ્યમંત્રીશ્રી ની સાથે વન ટુ વન બેઠક*
***
*મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ સાથે વર્લ્ડ બેંકના સાઉથ એશિયાના વાઈસ પ્રેસિડન્ટ શ્રીયુત જોહાનિસ ઝુટની વન ટુ વન બેઠક ગણપત યુનિવર્સિટી પરિસરમાં યોજાઇ હતી*
***
વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સની ઉત્તર ગુજરાતની આવૃત્તિ મહેસાણાના ખેરવા ખાતે આજથી બે દિવસ માટે યોજાઇ રહી છે.

આ VGRCના પ્રથમ દિવસે વન ટુ વન બેઠક ઉપક્રમમાં વર્લ્ડ બેંકના સાઉથ એશિયા ના વાઈસ પ્રેસિડેન્ટ શ્રીયુત જોહાનિસ ઝુટ અને પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રી શ્રીની સાથે બેઠક યોજી હતી.

તેમણે ગુજરાતના વેપારીઓ – ઉદ્યોગ સાહસિકોને ગ્લોબલ વેલ્યુ ચેનમાં જોડવા માટે વર્લ્ડ બેન્કની ઉત્સુકતા દર્શાવી હતી.

તેમણે ગુજરાતીઓની વેપાર કુશળતા અને બજાર વ્યવસાયની ક્ષમતાઓની પ્રશંસા પણ કરી હતી.

મુખ્યમંત્રી શ્રી સાથેની વાતચીતમાં તેમણે કાર્બન ક્રેડિટ લિંક ફાઇનાન્સ પ્રોડક્ટ દ્વારા સસ્ટેનેબલ ફાઇનાન્સિંગની નવી દિશા ખુલી શકે તેમ છે એમ જણાવ્યું હતું.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે VGRCના પ્રદર્શનમાં વર્લ્ડ બેંકના સ્ટોલમાં તેમણે જે રાજ્યો – રાષ્ટ્રોને એગ્રીકલ્ચર સેક્ટર માટે ફાઇનાન્સિંગ કરેલ છે તેની બેસ્ટ પ્રેક્ટિસિસ દર્શાવી છે તેની પ્રશંસા કરી હતી.

તેમણે આવી બેસ્ટ પ્રેક્ટિસિસનું શેરિંગ ગુજરાત સાથે થઈ શકે તે માટે અનુરોધ કર્યો હતો.
એડ ટેક જેવા ઉભરતા ક્ષેત્રોમાં જે વિકાસ સંભાવનાઓ છે તેને વર્લ્ડ બેન્કના સહયોગ થી રાજ્યમાં કઈ રીતે ઉપયોગમાં લઈ શકાય તે અંગે પણ ચર્ચા કરી હતી.

આ વન ટુ વન બેઠકમાં મુખ્ય સચિવ શ્રી પંકજ જોષી, મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી એમ.કે દાસ, કૃષિ સહકારના અધિક મુખ્ય સચિવ શ્રીમતી અંજુ શર્મા, ઊર્જાના અધિક મુખ્ય સચિવ શ્રી હૈદર, ઉદ્યોગ અગ્ર સચિવ શ્રીમતી મમતા વર્મા, મુખ્યમંત્રીશ્રીના અધિક અગ્ર સચિવ શ્રીમતી અવંતિકા સિંધ, સચિવ શ્રી ડોક્ટર વિક્રાંત પાંડે પણ જોડાયા હતા.
***
[10/9, 8:17 PM] Dilip Gajjar.Mahiti.Press: *વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) ઉત્તર ગુજરાત*

*કુટિર અને ગ્રામોદ્યોગ વિભાગ દ્વારા કુશળ કારીગરો માટે ઇ-કોમર્સ અને ડિજિટલ વિષય પર અસરકારક સેમિનાર યોજાયો*

*ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થાન, અમદાવાદના સહયોગથી ‘A seminar on Digital Gateway for Artisans and Empowerment through E-commerce Onboarding’ વિષય પર સેમિનાર*

_________
મહેસાણા ખાતે આજથી બે દિવસીય ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ – ઉત્તર ગુજરાત’ નું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ સહિતના મંત્રીશ્રીઓ, ઉદ્યોગપતિઓ અને દેશ-વિદેશના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ’ નો પ્રારંભ કરાયો હતો.

વાઇબ્રન્ટ કોન્ફરન્સના ભાગરૂપે બે દિવસ દરમિયાન વિવિધ વિષયો પર સેમિનારનું આયોજન કરાયું છે. જેમાં કુટિર અને ગ્રામોદ્યોગ વિભાગ દ્વારા પણ હસ્તકલા, હાથશાળ, માટીના કુશળ કારીગરો માટે ઇ-કોમર્સ અને ડિજિટલ વિષય પર સેમિનાર યોજાયો હતો.

ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થાન, અમદાવાદના સહયોગથી ‘A seminar on Digital Gateway for Artisans and Empowerment through E-commerce Onboarding’ વિષય પર સેમિનાર યોજાયો હતો.

આ સેમિનારમાં કારીગરોને ઇ-કોમર્સ દ્વારા સશક્તિકરણ, GeM પોર્ટલ થકી સરકારી ધંધામાં પ્રવેશ, ડિજિટલ અને સોશિયલ મીડિયા માર્કેટિંગ પર વિવિધ ક્ષેત્રોના નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન અને સમજ આપવામાં આવી હતી.

વધુમાં, હકારાત્મક ચર્ચાના ભાગરૂપે આ સેમિનારમાં વિભાગના મહાનુભાવો અને નિષ્ણાંતો દ્વારા ઉપસ્થિત કારીગરો સાથે સંવાદ સાધવામાં આવ્યો હતો અને કારીગરોના પ્રશ્નો જાણી તેને નિયત સમયમાં ઉકેલવાની ખાતરી પણ આપી હતી.

આ સેમિનારમાં કુટિર અને ગ્રામોદ્યોગ વિભાગના સચિવ અને કમિશનર શ્રી આર્દ્રા અગ્રવાલે સમગ્ર સેમિનાર વિશે વિસ્તૃત માહિતી આપી હતી અને વિભાગ દ્વારા કરવામાં આવતી કામગીરી વિશે ચિતાર આપ્યો હતો.

આ સેમિનારમાં કુટિર અને ગ્રામોદ્યોગ વિભાગના અધિક કમિશનર શ્રી હેતલ પટેલ, ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થાન, અમદાવાદના ડૉ. સત્ય રંજન આચાર્ય, શ્રી પાર્થ ખન્ના, શ્રી બ્રિજેશ દવે, જીઓ માર્ટના પ્રોગ્રામ હેડ શ્રી જીમીત પટેલ, GeMના શ્રી નિમેશ પંચાલ અને મોટી સંખ્યામાં કારીગરો ઉપસ્થિત રહ્યા હતા.
[10/9, 8:17 PM] Dilip Gajjar.Mahiti.Press: *વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) – ઉત્તર ગુજરાત*

*બાગાયત વિભાગ દ્વારા બટાટાના ઉત્પાદન અને માર્કેટ વિષય પર સેમિનાર યોજાયો*

*નેધરલેન્ડમાં બટાટાની સફળ ખેતી પર અનુભવો અને સમજ અપાઈ*

મહેસાણા જિલ્લાની ગણપત યુનિવર્સીટી, ખેરવા ખાતે આયોજિત ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં વિવિધ સેમિનારનું આયોજન કરાયું છે.

જેના ભાગરૂપે બાગાયત વિભાગ દ્વારા બટાટાના ઉત્પાદન અને માર્કેટ વિષય પર સેમિનાર યોજાયો હતો. આ સેમિનારમાં નેધરલેન્ડમાં થઈ રહેલ બટાટાની સફળ ખેતી પર પણ હકારાત્મક ચર્ચા કરવામાં આવી હતી.

આ સેમિનારમાં સમય સાથે બદલાતી આધુનિક કૃષિનો ઉપયોગ બટાટાના ઉત્પાદન અને તેની નિકાસ પર પણ કેવી રીતે કરી શકાય તે મુદ્દા પર ચર્ચા કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

બાગાયત વિભાગના ડાયટેક્ટર શ્રી એચ. એમ. ચાવડાએ રાજ્યમાં થઈ રહેલ બટાટાની ખેતી વિશે વિસ્તૃત માહિતી આપી હતી. વધુમાં તેમણે જણાવ્યું કે, પ્રગતિશીલ ખેડૂતો પોતાના ખેતરોમાં ગુણવત્તાયુક્ત બટાટાના બીજનું ઉત્પાદન કરવા સીડ પ્લોટ તકનીક અપનાવી રહ્યા છે. આ પદ્ધતિથી ખેતીનો ખર્ચ પણ ઘટે છે અને બટાટાની ખેતી વધુ નફાકારક બને છે.

રાજ્યમાં થઈ રહેલ બટાટાની ખેતી વિશે વાત કરતા તેમણે કહ્યું કે, 1.56 લાખ હેક્ટરથી વધુ જમીન પર બટાટાની ખેતી થાય છે. બટાટાની ખેતીમાં બનાસકાંઠા જિલ્લો સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાને છે અને ત્યારબાદ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લો છે.

આ સેમિનારમાં ઇન્ટરનેશનલ પોટેટો સેન્ટરના ડાયરેક્ટર જનરલ શ્રી સિમોન હેક દ્વારા નેધરલેન્ડમાં થઈ રહેલ બટાટાની ખેતી વિષય પર ચર્ચા કરી હતી અને આગામી દિવસોમાં કેવી રીતે બટાટાની ખેતી વધુ સારી રીતે કરી શકાય તે બાબતે પણ સમજ આપી હતી. તેમણે કહ્યું કે, આજનો સેમિનાર બટાટાના ક્ષેત્રમાં નવીનતા, ટકાઉપણું અને મૂલ્યવર્ધન ખેતી માટે નવી તકો શોધવામાં મદદ કરશે.

આ સેમિનારમાં મહિન્દ્રા HZPCના સીઇઓ શ્રી દવિન્દર સિંહ, સિદ્ધિવિનાયક એગ્રીના ડાયરેક્ટર શ્રી હેમંત ગૌર તથા બાગાયત વિભાગ સાથે સંકળાયેલા લોકો ઉપસ્થિત રહ્યા હતા.
[10/9, 9:27 PM] Dilip Gajjar.Mahiti.Press: કાર્યકમમાં પધારનાર તમામ પત્રકારમિત્રોએ પોતાની સંસ્થાનું ઓળખ કાર્ડ સાથે અવશ્ય રાખવું…
[10/10, 7:25 AM] Dilip Gajjar.Mahiti.Press: *નિમંત્રણ*

વર્ષ-૨૦૨૫ એ ભારતના લોહ પુરુષ અને રાષ્ટ્રીય એકતાના પ્રતીક સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જયંતિનું વર્ષ છે. આ પ્રસંગે, રાજ્ય કક્ષાના મંત્રી શ્રી હર્ષ સંઘવી *”સરદાર@૧૫૦ યુનિટી માર્ચ”* પર એક પ્રેસ કોન્ફરન્સ કરશે. આ અભિયાન સરદાર પટેલની જયંતિને સમર્પિત છે અને સમગ્ર રાજ્યમાં તેનું આયોજન કરવામાં આવશે.

પ્રેસ કોન્ફરન્સમાં, મંત્રી શ્રી હર્ષ સંઘવી આ અભિયાનના વિઝન, કાર્યક્રમની રૂપરેખા અને લોકોની ભાગીદારીની તકો વિશે વિસ્તૃત માહિતી આપશે.

📍 સ્થળ: તાપી હોલ, સ્વર્ણિમ સંકુલ ૧, નવા સચિવાલય
📅 તારીખ: ૧૦/૧૦/૨૦૨૫
⏰ સમય: બપોરે ૧:૦૦ કલાકે

*સૌ મીડિયાના પ્રતિનિધિશ્રીઓને કવરેજ માટે ઉપસ્થિત રહેવા નિમંત્રણ છે.*

*આભાર સહ,*
*ન્યૂઝ અને મીડિયા રીલેશન શાખા*,
*માહિતી નિયામકની કચેરી, ગાંધીનગર*
[10/10, 7:25 AM] Dilip Gajjar.Mahiti.Press: *INVITATION*
 
A special presentation of “Mera Desh Pehle” show casing the untold story of Hon’ble Prime Minister Shri Narendra Modi and his vision of Nation First created by writer, lyricist, and storyteller Manoj Muntashir Shukla

Experience an inspiring journey of India’s progress — presented for the first time in Gujarat at GIFT City.
 
 
Date: Friday, October 10, 2025
Time: 06:00 PM onwards
Venue: GIFT City, Gandhinagar

Contact :
Nitinsinh Rajput
Contact: (+91) 8128964121
 
Mandaar Vaishnav
Contact: (+91) 9687646600
*********

*આ કાર્યકમમાં પધારનાર તમામ પત્રકારમિત્રોએ પોતાની સંસ્થાનું ઓળખ કાર્ડ સાથે અવશ્ય રાખવું*
[10/10, 11:31 AM] Dilip Gajjar.Mahiti.Press: *વિકાસ સપ્તાહ: ગુજરાતનાં વિકાસમાં MSME એકમોનો સિંહફાળો*
—–
*ગુજરાતને દેશનું આર્થિક ગ્રોથ એન્જિન બનાવવામાં સૂક્ષ્મ,લઘુ અને મધ્યમ ઉદ્યોગો-MSMEની ભૂમિકા પાયારૂપ*
—–
*રાજ્યમાં ૨૭ લાખથી વધુ MSME એકમો કાર્યરત*
—–
શ્રી નરેન્દ્રભાઈ મોદીના મુખ્યમંત્રી તરીકેના પરિવર્તનકારી કાર્યકાળથી લઈને વડાપ્રધાન તરીકેના દૂરંદેશી નેતૃત્વ સુધી, ગુજરાત અભૂતપૂર્વ વિકાસનું સાક્ષી બન્યું છે. છેલ્લા ૨૪ વર્ષમાં ગુજરાતે વિવિધ ક્ષેત્રોમાં હરણફાળ ભરીને આજે એક અગ્રેસર રાજ્ય તરીકેની ઓળખ બનાવી છે. ગુજરાતે વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે, જેમાં સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો-MSME ક્ષેત્રે થયેલી કામગીરી નોંધનીય છે.

આજે MSME એકમોને ગુજરાતના વિકાસનું એન્જિન માનવામાં આવે છે. રાજ્યમાં હાલ ૨૭ લાખથી વધુ MSME એકમો કાર્યરત છે, જે રાજ્યની ઔદ્યોગિક પ્રગતિમાં મોટો હિસ્સો ધરાવે છે. આ એકમો દ્વારા લાખો યુવાનોને રોજગારી પૂરી પાડી રોજગારીનું સર્જન કરવામાં આવી રહ્યું છે. MSME વિકાસમાં ગુજરાત દેશના અગ્રણી રાજ્યોમાંનું એક છે.

રાજ્ય સરકારની ઉદાર ઉદ્યોગ નીતિના અસરકારક અમલીકરણના પરિણામે ગુજરાત ઔદ્યોગિક વિકાસમાં અગ્રેસર રાજ્ય તરીકે પ્રસ્થાપિત થયું છે. ગુજરાત સરકાર MSME એકમો માટે વિવિધ સહાય યોજનાઓ અંતર્ગત વર્ષ ૨૦૨૨-૨૩થી ૨૦૨૪-૨૫ સુધીમાં કુલ ૮૦ હજારથી વધુ ક્લેઈમ અરજીઓ થકી રૂ. ૪,૧૦૦ કરોડ કરતાં વધુની સહાય આપી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત@૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવામાં સિંહફાળો આપી રહી છે. આ ઉપરાંત રાજ્યમાં ‘ઉદ્યમ રજિસ્ટ્રેશન સર્ટીફિકેટ’ની પ્રક્રિયા અંતર્ગત ૨૭ લાખથી વધુ ઉદ્યમ સાહસિકોની નોંધણી કરવામાં આવી છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અને ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતના નેતૃત્વમાં રાજ્ય સરકાર MSME માટે અનેક માળખાકીય સુવિધાઓ પૂરી પાડી રહી છે. જે અંતર્ગત રાજ્યમાં ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ-GIDC દ્વારા ૨૦૦થી વધુ ઔદ્યોગિક વસાહતો કાર્યરત છે, જ્યાં MSME એકમોને પ્લોટ, માળખાગત સુવિધાઓ અને સબસિડી પૂરી પાડવામાં આવે છે. MSME એકમોને પ્રોત્સાહન આપવા અને રોકાણને શહેરોની બહાર લઈ જવા માટે “વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક સંમેલનો”નું પણ આયોજન કરવામાં આવે છે. આ ઉપરાંત ગુજરાતે MSME ક્ષેત્રમાં નવીનતા લાવવા માટે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને પણ ખૂબ મોટો વેગ આપ્યો છે.

રાજ્ય સરકારે કેટલીક MSME ફ્રેન્ડલી નીતિઓ પણ બનાવી છે, જેમ કે ‘આત્મનિર્ભર ગુજરાત સ્કીમ ફોર આસિસ્ટન્સ ટુ MSME ‘ જેવી ખાસ ઔદ્યોગિક નીતિ, વિવિધ મંજૂરીઓ ઝડપથી મળી રહે તે માટે સિંગલ વિન્ડો ક્લિયરન્સ, સબ-કમિટીઓ અને કોન્ક્લેવનું આયોજન, સપ્લાય ચેઈન લિન્કેજ, ગુણવત્તા સુધારણા અંતર્ગત ‘ઝીરો ડિફેક્ટ ઝીરો ઇફેક્ટ’ ZED પ્રમાણપત્ર, ઔદ્યોગિક નીતિઓ અને આત્મનિર્ભર યોજના હેઠળ વ્યાજ સહાય, કેપિટલ સહાય અને CGTMSE (કોલેટરલ-ફ્રી લોન) સહાય જેવી નાણાકીય મદદ પૂરી પાડવામાં આવે છે. ગુણવત્તા સુધારણા યોજના અંતર્ગત ZED સર્ટિફીકેટ આપવામાં ગુજરાત પ્રથમ સ્થાને છે તથા અત્યારસુધીમાં કુલ ૭૩,૪૬૫ ZED પ્રમાણપત્ર આપવામાં આવ્યા છે. CGTMSE યોજના અંતર્ગત એક લાખથી વધારે લોન અરજીઓને કુલ રૂ. ૧૯ હજાર કરોડથી વધારેની કોલેટરલ ફ્રી લોન આપવામાં આવી છે.

વધુમાં, અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ભરૂચ, જામનગર, ભાવનગર અને વલસાડ જેવા શહેરો બહુ-ઉત્પાદન MSME ક્લસ્ટર તરીકે વિકાસ પામ્યા છે, જ્યાં નાના એકમો એકસાથે કામ કરીને વૈશ્વિક સ્તરે સ્પર્ધા કરવા સક્ષમ બને છે. આ ઉપરાંત રાજ્યમાં વિલંબિત ચુકવણી માટેના કેસોના ઝડપથી નિકાલ કરવા માટે ૬ Regional MSEFC કાઉન્સિલની સ્થાપના પણ કરવામાં આવી છે.

ગુજરાત ઓટોમોબાઇલ, કેમિકલ, ફાર્માસ્યુટિકલ અને ટેક્સટાઇલ જેવા ક્ષેત્રોમાં મેન્યુફેક્ચરિંગ હબ બન્યું છે. આ ઉપરાંત રાજ્યે નવા ઉભરતા ક્ષેત્રો જેવા કે, સેમિકન્ડક્ટર નીતિ, ગ્રીન હાઇડ્રોજન, રિન્યુએબલ એનર્જી, ઇલેક્ટ્રિક વાહનો (EV) અને ફિનટેક જેવા ભવિષ્યના ક્ષેત્રોમાં મોટા પાયે રોકાણ આકર્ષિત કર્યું છે. વધુમાં, ગાંધીનગરમાં ગિફ્ટ સિટીને વૈશ્વિક નાણાકીય અને ટેકનોલોજી હબ તરીકે વિકસાવવાની સિદ્ધિ પણ મળી છે. આ ઉપરાંત ગુજરાતને “નીતિ-આધારિત” (Policy-Driven) રાજ્ય તરીકે સ્થાન સ્થાપિત કર્યું છે, જ્યાં રોકાણકારો માટે વ્યાપારિક સરળતામાં (Ease of Doing Business) વધારો થયો છે.

ગુજરાતને દેશની આર્થિક મહાસત્તા બનાવવાના માટે રોકાણકારોને આકર્ષવાના ઉદ્દેશ્ય સાથે તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ “વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ”ની પરિકલ્પના કરી હતી. કોર્પોરેટ લીડર્સ, વિવિધ ક્ષેત્રોના રોકાણકારો, થોટ લીડર્સ, પોલિસી અને ઓપિનિયન મેકર્સને એક મંચ પર લાવવા માટે ગુજરાતમાં પ્રથમવાર વર્ષ ૨૦૦૩માં “વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ”નું આયોજન કરવામાં આવ્યું હતું. ‘વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-VGGS એ વર્ષ ૨૦૦૩માં શરૂ થયા પછી ગુજરાતના આર્થિક વિકાસનું મુખ્ય માધ્યમ બની છે. છેલ્લા બે દાયકામાં એટલે કે વર્ષ ૨૦૦૩થી ૨૦૨૫ સુધી, આ સમિટે રોકાણ, રોજગારી અને ઔદ્યોગિક સિદ્ધિઓમાં નોંધપાત્ર વધારો કર્યો છે.
—–
જીગર બારોટ
[10/10, 12:07 PM] Dilip Gajjar.Mahiti.Press: *ગુજરાતના નાગરિકોની પરિવહન સેવા-સુવિધામાં થયો વધારો*
*****************
*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે નાગરિકોની સેવામાં નવીન ૨૦૧ એસ.ટી. બસોને લીલી ઝંડી આપી ગાંધીનગરથી પ્રસ્થાન કરાવ્યું*

*વાહન વ્યવહાર રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિ*
*****************
*નવી બસોમાં ૧૩૬ સુપર એક્સપ્રેસ, ૬૦ સેમી લક્ઝરી અને ૫ મીડી બસોનો સમાવેશ*
*****************
*દિવાળીના તહેવારમાં સુદ્રઢ યાતાયાત સુવિધા સુનિશ્ચિત કરવા ૪,૨૦૦ એક્સ્ટ્રા બસ સંચાલનનો પ્રારંભ*
*****************
*એસ.ટી.નિગમ પ્રતિદિન ૮,૦૦૦થી વધુ બસોના સંચાલન થકી ૨૭ લાખથી વધુ મુસાફરોને યાતાયાત સેવાઓ પૂરી પાડે છે*
*****************
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના દરેક નાગરિકને ઉચ્ચ ગુણવત્તાની, સમયસર અને સુરક્ષિત પરિવહન સેવા પહોંચાડવા માટે સતત નવીન ટેકનોલોજી, માળખાગત સુવિધાઓ અને બસોના આધુનિકીકરણ માટે વાહન વ્યવહાર વિભાગનું દિશાદર્શન કર્યું છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને વાહન વ્યવહાર રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ નાગરિકો માટે બસ સેવાઓને વધુ સુવિધાસભર બનાવવાના હેતુથી ગાંધીનગર ખાતેથી એસ.ટી. નિગમની નવી ૨૦૧ બસોને લીલી ઝંડી ફરકાવીને વિવિધ રૂટ માટે પ્રસ્થાન કરાવ્યું હતું. જેમાં ૧૩૬ સુપર એક્સપ્રેસ, ૬૦ સેમી લક્ઝરી અને ૫ મીડી બસોનો સમાવેશ થાય છે.

ગાંધીનગર ખાતે યોજાયેલા બસોના લોકાર્પણ સમારોહમાં મુખ્યમંત્રીશ્રી અને વાહન વ્યવહાર રાજ્ય મંત્રીશ્રીએ
બસનું વિધિવત રીતે લોકાર્પણ કરીને બસના ડ્રાઇવર-કંડક્ટરોનું અભિવાદન કર્યું હતું.

આ ઉપરાંત મુખ્યમંત્રીશ્રીએ દિવાળીના તહેવારોમાં રાજ્યનો દરેક નાગરિક પોતાના પરિવાર સાથે તહેવાર ઉજવી શકે તે માટે દિવાળી નિમિત્તે એકસ્ટ્રા ૪,૨૦૦ બસોના સંચાલનનો પણ પ્રારંભ કરાવ્યો હતો.

તાજેતરમાં જ ગુજરાત એસ. ટી. નિગમ દ્વારા ભાદરવી પૂનમ દરમિયાન અંબાજીના મેળા માટે ૨૮,૦૦૦થી વધુ, પવાગઢ આસો નવરાત્રિ માટે ૨૨,૦૦૦થી વધુ અને જન્માષ્ટમીના તહેવારો દરમિયાન ૭,૦૦૦થી વધુ ટ્રિપ્સનું સંચાલન કરીને નાગરિકોને ઉત્તમ પરિવહન સેવાનો પરિચય કરાવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત એસ.ટી.નિગમ દૈનિક ૮,૦૦૦થી વધુ બસો દ્વારા પ્રતિદિન ૩૩ લાખ કિલોમીટરનું સંચાલન કરીને રાજ્યના ૨૭ લાખથી વધુ મુસાફરોને તેમના ગંતવ્યસ્થાને પહોંચાડે છે.

આ લોકાર્પણ સમારોહમાં ગાંધીનગરના મેયર શ્રીમતિ મીરાબેન પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ શિલ્પાબેન પટેલ તથા ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય શ્રીમતિ રીટાબેન પટેલ, ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય શ્રી અલ્પેશભાઈ ઠાકોર અને માણસાના ધારાસભ્યશ્રી જયંતિભાઈ પટેલ ઉપરાંત વાહન વ્યવહાર વિભાગ અને એસ. ટી. નિગમના અધિકારી અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
***************
[10/10, 12:07 PM] Dilip Gajjar.Mahiti.Press: 10-10-2025 PHOTO :https://photos.app.goo.gl/xqA5jY3wDKAD6ikZ7
[10/10, 1:03 PM] Dilip Gajjar.Mahiti.Press: *વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ(VGRC)- ઉત્તર ગુજરાત*
***
*મહેસાણાની ગણપત યુનિવર્સિટી ખાતે આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC)ના બીજા દિવસે પ્રાદેશિક MSME કોન્ક્લેવ યોજાઇ*
***
*‘MSMEs સમૃદ્ધ થશે, તો ગુજરાત સમૃદ્ધ થશે, અને ગુજરાત સમૃદ્ધ થશે તો વિકસિત ભારતનું વિઝન પણ સાકાર થશે’ – શ્રી સંદીપ સાગલે, MSME કમિશનર*
****
*કોન્ક્લેવ દરમિયાન ‘ક્લસ્ટરોથી સ્પર્ધાત્મકતા સુધી: વૈશ્વિક વ્યાપાર માટે MSMEsને સક્ષમ બનાવવા’ માટે પેનલ ચર્ચા યોજાઈ*
*
મહેસાણાની ગણપત યુનિવર્સિટી ખાતે આયોજિત બે દિવસીય વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) માં બીજા દિવસે એટલે કે 10 ઓક્ટોબર, 2025ના રોજ પ્રાદેશિક MSME કોન્ક્લેવ યોજાઈ હતી. ‘ઉદ્યમ ઉત્કર્ષ: મજબૂત MSMEs, સશક્ત ભારત’ (Udyam Utkarsh: Strengthening MSMEs, Strengthening Bharat)ના મુખ્ય થીમ સાથે આ કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગુજરાત સરકારના MSME કમિશનર શ્રી સંદીપ સાગલે દ્વારા પ્રાદેશિક MSME કોન્ક્લેવની શરૂઆત કરવામાં આવી હતી. આ કોન્ક્લેવમાં કમિશનરશ્રી સંદીપ સાગલેએ જણાવ્યું કે, બે દાયકા પહેલા ભારતના વડાપ્રધાનશ્રી અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની પરિકલ્પના આપી હતી અને વર્ષ 2003માં આ સમિટની શરૂઆત કરી હતી. આજે આ સમિટના લાભો ગુજરાતના પ્રાદેશિક સ્તર સુધી પહોંચાડવા માટે સમગ્ર ગુજરાતમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સીસનું આયોજન કરવામાં આવ્યું છે, જે વિકસિત ભારત @2047ના વિઝનને સાકાર કરશે.

ગુજરાતના MSMEs વિશે વાત કરતા શ્રી સંદીપ સાગલેએ જણાવ્યું કે, ગુજરાતના MSMEs આકરી મહેનત અને સ્થિતિસ્થાપકતા પ્રદર્શિત કરે છે. આ MSMEs લાખો લોકોને રોજગાર આપે છે, ગુજરાતના ઔદ્યોગિક આઉટપુટ અને જીડીપીમાં યોગદાન આપે છે અને તેના થકી ભારતની જીડીપીમાં યોગદાન આપે છે. તેમણે કહ્યું કે, આજે જ્યારે આપણે વિકસિત ભારતની દિશામાં આગળ વધી રહ્યા છીએ, ત્યારે આપણે ફોકસ કરવું પડશે. અનિશ્ચિતતાઓથી ભરેલા આ વિશ્વમાં આપણા MSMEs ફક્ત સર્વાઇવ જ ન કરે પરંતુ વિકાસ પણ કરે અને સમૃદ્ધ બને. MSMEsને મજબૂત બનાવવા માટે તેમણે – 1) કસ્ટમર ફોકસ, 2) ગ્લોબલ ઇન્ટિગ્રેશન, 3) ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને 4) રેઝિલિયન્સ અને ઇનોવેશન એમ ચાર મુખ્ય બાબતો પર ફોકસ કરવાની વાત કરી હતી.

તેમણે સમાપન કરતા જણાવ્યું કે, ગુજરાતે હંમેશાં ભારતના ઔદ્યોગિક વિકાસનું નેતૃત્વ કર્યું છે, તે પણ ફક્ત પોતાના કદના આધારે નહીં પણ સંપૂર્ણ સ્પિરિટ સાથે, અને આપણા MSMEs આ સ્પિરિટને આગળ ધપાવી રહ્યા છે. આપણે આપણા MSMEsને મજબૂત બનાવીએ, કારણકે MSMEs સમૃદ્ધ થશે, તો ગુજરાત સમૃદ્ધ થશે, અને ગુજરાત સમૃદ્ધ થશે તો વિકસિત ભારતનું વિઝન પણ સાકાર થશે.

ત્યારબાદ વાધવાણી ફાઉન્ડેશનના સ્થાપક શ્રી મિતુલ પટેલે ‘ગુજરાતના MSMEs ની વિકાસ ક્ષમતાઓને ઉજાગર કરવી’ (અનલોકિંગ ધ ગ્રોથ પોટેન્શિયલ ઑફ ગુજરાત્સ MSMEs) વિષય પર પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. તેમણે જણાવ્યું કે, વાધવાણી ફાઉન્ડેશનનું વિઝન વિકસિત ભારત સાથે સુસંગત છે. તેમણે પોતાના પ્રેઝન્ટેશનમાં MSMEsના મહત્ત્વ વિશે અને તે કેવી રીતે ગુજરાત અને ભારતના અર્થતંત્રમાં વધારો કરશે તેના વિશેનું વિઝન રજૂ કર્યું હતું. સાથે જ, તેમણે ઉત્તર ગુજરાત માટેના વર્ચ્યુઅલ બિઝનેસ ગ્રોથ એક્સીલરેટર વિશે પણ સમજણ આપી હતી.

તે પછી ‘ક્લસ્ટરોથી સ્પર્ધાત્મકતા સુધી: વૈશ્વિક વ્યાપાર માટે MSMEsને સક્ષમ બનાવવા’ (ફ્રોમ ક્લસ્ટર્સ ટુ કોમ્પિટિટિવનેસ: એનેબ્લિંગ MSMEs ફોર ગ્લોબલ ટ્રેડ) વિષય પર પેનલ ચર્ચા યોજાઈ હતી. આ પેનલ ચર્ચાઓમાં નાના ઉદ્યોગોને નિકાસ વૈવિધ્યકરણ, મુક્ત વેપાર કરારોનો અસરકારક ઉપયોગ, ટેરિફ વ્યવસ્થાઓની સમજણ અને વેપાર અનિશ્ચિતતાઓ સામે સ્થિતિસ્થાપકતાના નિર્માણ થકી વૈશ્વિક મૂલ્યશૃંખલાઓમાં એકીકૃત થવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

પેનલ ચર્ચામાં ભારતમાં રશિયાના જીઆર અને ફાઇનાન્સ સેક્ટર તેમજ વેપાર પ્રતિનિધિત્વના વડા સુશ્રી ઝ્લાટા અંતુશેવા, DICCIના સ્થાપક/ચેરમેન ડૉ. મિલિંદ કાંબલે, ઇન્ડિયન એક્ઝિમ ફિનસર્વના એમડી અને સીઇઓ સુશ્રી હીરવા મમતોરા, મંત્ર એગ્રી સોલ્યુશન્સ પ્રા.લિ.ના સીઇઓ શ્રી જયદીપ ભાટિયા, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝીસના ડાયરેક્ટર જનરલ ડૉ. આશુતોષ મુર્કુટે અને Sberbank ઇન્ડિયાના ડાયરેક્ટર શ્રી શંખો ગુપ્તાએ ભાગ લીધો હતો. પેનલ ચર્ચાના મોડરેટરની ભૂમિકા DGFT અમદાવાદના જોઇન્ટ DGFT ડૉ. રાહુલ સિંઘે નિભાવી હતી.

આ પેનલ ચર્ચામાં નિયમનકારી માળખાને સમજીને, સપ્લાય ચેઇન પડકારોને સંબોધીને, ટેરિફ અને નીતિગત ફેરફારો સામે સ્થિતિસ્થાપકતા બનાવીને અને આંતરરાષ્ટ્રીય ગુણવત્તા અને ટકાઉપણાના ધોરણો સાથે સંરેખિત કરીને MSMEs ને તેમના વૈશ્વિક ફૂટપ્રિન્ટ્સને વિસ્તૃત કરવા માટે જ્ઞાન અને વ્યૂહરચનાઓથી સજ્જ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. આ પેનલ ચર્ચાએ MSMEs માટે બજાર સુલભતા, નિકાસ વૈવિધ્યકરણ અને વૈશ્વિક જોડાણો અંગે પ્રેક્ટિકલ આંતર્દષ્ટિ પ્રદાન કરી, જે MSMEsને ક્લસ્ટરોથી આગળ વધવા, વૈશ્વિક સ્પર્ધાત્મકતા પ્રદાન કરવા અને વિકસિત ભારત @2047ના વિઝનમાં યોગદાન આપવા માટે સક્ષમ બનાવશે.

કાર્યક્રમના અંતે વેસ્ટર્ન રેલવેના શ્રી વિહાર ઠાકર, ઓએનજીસી મહેસાણાના શ્રી રવિ જૈન, મારૂતિ સુઝુકી-ગુજરાત પ્લાન્ટના શ્રી મંદાર ગાડગિલ અને ટાટા અગ્રતાસના શ્રી આનંદ સોડા દ્વારા વેન્ડર ડેવલપમેન્ટ પ્રોગ્રામ યોજાયો હતો, જેનો ઉદ્દેશ્ય ઉદ્યોગ જોડાણોને મજબૂત બનાવવાનો અને સ્થાનિક ઉદ્યોગ વિકાસને પ્રોત્સાહન આપવાનો છે.

ઉલ્લેખનીય છે કે, ‘હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’ ના મંત્ર સાથે મહેસાણાની ગણપત યુનિવર્સિટી, ખેરવા ખાતે 9 અને 10 ઓક્ટોબર, 2025ના રોજ બે દિવસીય વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) – ઉત્તર ગુજરાતનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર ગુજરાતમાં યોજાનારી ચાર VGRC શ્રૃંખલાની આ પ્રથમ કોન્ફરન્સ છે, જેનો ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગઇકાલે શુભારંભ કરાવ્યો હતો. આ રિજનલ કોન્ફરન્સીસ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની સફળતા અને વારસાના આધાર પર આયોજિત કરવામાં આવી છે. આ રિજનલ કોન્ફરન્સીસ રાજ્યની પ્રાદેશિક ક્ષમતાઓને પ્રદર્શિત કરશે, જમીની સ્તરના વિકાસનો ઉપયોગ કરશે, અને વિકસિત ભારત @2047 અને વિકસિત ગુજરાત @2047ના વ્યાપક દ્રષ્ટિકોણ સાથે સુસંગત થશે.
૦૦૦૦૦૦૦
[10/10, 1:32 PM] Dilip Gajjar.Mahiti.Press: *વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ(VGRC) – ઉત્તર ગુજરાત*
**
*ઉદ્યોગમંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં ‘ક્વોલિટી એક્સેલન્સ – જર્ની ટુવર્ડ્સ વિકસિત ગુજરાત, વિકસિત ભારત’ વિષય પર સેમિનાર યોજાયો*
***
*દેશના આયાત નિકાસ તફાવતને ઓછો કરવા સૌએ સંકલ્પબદ્ધ થવું જોઈએ:- ઉદ્યોગમંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત*
***
*સેમિનારમાં ક્વોલિટી કાઉન્સિલ ઈન્ડિયા અને સેન્ટર ફોર એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ વચ્ચે સ્કીલ ડેવલપમેન્ટ માટે એમઓયુ એક્સચેન્જ કરવામાં આવ્યા*
**
મહેસાણાના ખેરવામાં ગણપત યુનિવર્સિટી ખાતે યોજાઈ રહેલી વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ(VGRC)ના બીજા દિવસે ઉદ્યોગમંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા ‘ક્વોલિટી એક્સેલન્સ – જર્ની ટુવર્ડ્સ વિકસિત ગુજરાત, વિકસિત ભારત’ વિષય પર સેમિનાર યોજાયો હતો.

સેમિનારમાં વિવિધ ગુણવતા સંસ્થાઓના નિષ્ણાતોએ વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના નિર્માણમાં ગુણવત્તા યુક્ત ઉત્પાદનો, ગુણવત્તા માનકો, ગ્રાહક જાગૃતિ અને વિવિધ સંસ્થાઓની કામગીરી અંગે વિગતવાર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આ સેમિનાર ઉદ્યોગમંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે રાજ્યમાં આ વર્ષે યોજાયેલી ગુણવત્તા યાત્રાના ઉપક્રમને બિરદાવ્યો હતો. મંત્રીશ્રીએ પ્રોડક્ટ ક્વોલિટીમાં વેલ્યુ એડિશનની જરૂરિયાત વિશે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે આજે દરેક ક્ષેત્રમાં ઉચ્ચ ગુણવત્તા ધરાવતા ઉત્પાદનો પર ગ્રાહકો ભરોસો કરે છે અને ઉચ્ચ ગુણવત્તા બદલ તેની કિંમત આપવા તૈયારી પણ દર્શાવે છે. મંત્રીશ્રીએ આ તકે દેશના આયાત નિકાસ તફાવતને ઓછો કરવા સૌને સંકલ્પબદ્ધ થવા તથા પોતાનાથી શક્ય બને તેટલું યોગદાન આપવા ઉપસ્થિત ઉદ્યોગકારો અને વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો હતો.

ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા(QCI)ના શ્રી જગત પટેલે જણાવ્યું હતું કે ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની વિવિધ સંસ્થાઓ કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા કામ કરે છે. આ વર્ષે ગુણવત્તા યાત્રા દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં ગુણવત્તા પ્રત્યે સભાનતા કેળવીને લોકોને અને ઉદ્યોગોને ગુણવત્તા પ્રત્યે જાગૃત કરેલા. Z સર્ટિફિકેશનમાં આજે ગુજરાત દેશમાં પ્રથમ નંબરે છે એમ તેમણે ઉમેર્યું હતું.

ભારતીય માનક બ્યુરો(BIS), અમદાવાદના સંયુક્ત નિદેશક શ્રી ઈશાન ત્રિવેદીએ આ સેમિનારમાં ક્વોલિટી પ્રોડક્ટ સર્ટિફિકેશન વિશે વાત કરતા વિવિધ ગુણવત્તા માનકો અને તેના સર્ટિફિકેશન વિશે વિગતવાર માહિતી પૂરી પાડી હતી. તેમણે હોલમાર્ક, એગ્માર્ક, આઈએસઆઈ સહિતના ગુણવત્તા માનકો, ઉત્પાદનોના સર્ટિફિકેશનના ફાયદાઓ અને ભારતીય માનક બ્યુરો(BIS)ની કામગીરી અંગે પ્રકાશ પાડ્યો હતો.

એફએસએસઆઈ(FSSAI) મુંબઈના જોઇન્ટ ડાયરેક્ટર ર્ડા.રાજકુમારે ભારતીય ખાદ્ય ઉત્પાદન ઈન્ડસ્ટ્રીઝમાં ગુણવત્તાના પરિમાણો, ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ ૨૦૦૬, ખાદ્ય પદાર્થોની ગુણવત્તા ચકાસણી, FSSAI સર્ટિફિકેશન અને FSSAI સુધી ફરિયાદ કેવી રીતે પહોંચાડવી સહિતની બાબતો પર વિગતવાર માર્ગદર્શન પૂરું પાડ્યું હતુ.

સ્પાઇસીસ બોર્ડ કંડલાના વૈજ્ઞાનિક શ્રી સુધીશ પી. દ્વારા લોકલ પ્રોડક્ટ્સમાં ગુણવત્તા પરિમાણો વિશે માર્ગદર્શન પૂરું પાડવામાં હતું. તેમણે સ્પાઇસીસ બોર્ડ ઇન્ડિયાની કામગીરી અને તેની ગુજરાતમાં આવેલી સંસ્થાઓ તથા તેમની કામગીરી વિશે માહિતી પૂરી પાડી હતી.

એક્સપોર્ટ ઇન્સ્પેક્શન એજન્સીના આસિસ્ટન્ટ ડાયરેક્ટર શ્રી અનુપસિંગ સેંગરે ઉત્પાદનો અને ઉત્પાદન પ્રક્રિયાઓ અંગેના રેગ્યુલેશન, ઇન્સ્પેક્શન, ટેસ્ટિંગ અને સર્ટિફિકેશન સહિતની બાબતો અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આ સેમિનારમાં નિષ્ણાતોએ ઉપસ્થિતોએ રજૂ કરેલા ગુણવત્તા સંસ્થાઓ, ગુણવત્તા સંબંધિત કામગીરી અને અન્ય ગુણવત્તા માનકો અંગેના પ્રશ્નો અને તેમની મૂંઝવણો પ્રત્યે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

સેમિનારમાં ક્વોલિટી કાઉન્સિલ ઈન્ડિયા અને સેન્ટર ફોર એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ વચ્ચે સ્કીલ ડેવલપમેન્ટ માટે એમઓયુ પણ એક્સચેન્જ કરવામાં આવ્યા હતા.

ઉદ્યોગ વિભાગના અગ્રસચિવ શ્રીમતી મમતા વર્મા પણ આ સેમિનારમાં ઉપસ્થિત રહ્યા હતા.
***
[10/10, 1:32 PM] Dilip Gajjar.Mahiti.Press: *વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ(VGRC)- ઉત્તર ગુજરાત*
***
*ગુજરાતને દેશનું એડવેન્ચર ટુરિઝમ હબ બનાવવા TCGL દ્વારા ગણપત યુનિવર્સિટી ખેરવા ખાતે સેમિનાર યોજાયો*
*****
વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) – ના બીજા દિવસે આજે મહેસાણાની ગણપત યુનિવર્સિટી, ખેરવા ખાતે ગુજરાતને દેશનું એડવેન્ચર ટુરિઝમ હબ બનાવવા TCGL દ્વારા ગણપત યુનિવર્સિટી ખેરવા ખાતે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ગુજરાતમાં ટુરીઝમ ક્ષેત્રની ઓપર્ચ્યુનિટી અને તેના વિકાસ વિશે માહિતી આપવામાં આવી હતી.

આ સેમિનારમાં ટુરિઝમનું મહત્ત્વ અને ગુજરાતના આકર્ષણો વિશે વાત કરતા કેન્દ્રીય ટુરિઝમ મંત્રાલયના એડિશનલ સેક્રેટરી અને ડાયરેક્ટર જનરલ શ્રી સુમન બિલ્લાએ રાષ્ટ્રીય સ્તરે એડવેન્ચર ટુરિઝમ અને સુરક્ષા કાયદાઓ વિશે વાત કરતા જણાવ્યું કે, ગુજરાતમાં એડવેન્ચર ટુરિઝમને વેગ આપવા માટે કેન્દ્ર સરકાર વિશેષ માર્ગદર્શન આપી રહી છે. આ ક્ષેત્રે સુરક્ષા અને ગુણવત્તાને પ્રાથમિકતા આપીને ગુજરાતને વૈશ્વિક ટુરિઝમ હબ તરીકે સ્થાપિત કરવું જરૂરી છે. તેમણે ગુજરાતનો પ્રાચીન સાંસ્કૃતિ વારસો અને વૈવિધ્યમય ભૂપ્રદેશને એડવેન્ચર ટુરિઝમ સાથે જોડવા પર ભાર મુક્યો હતો.

નીતિ આયોગના પ્રોગ્રામ ડાયરેક્ટર અને પ્રિન્સિપલ ઇકોનોમિક એડવાઇઝર શ્રીમતી અન્ના રોયે જણાવ્યું કે, ગુજરાતમાં ટુરિઝમ ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા માટે ગુજરાત આવતા ટુરિસ્ટોને વધુ સારી સુવિધા ઉપલબ્ધ કરાવવી જરૂરી છે. તેમણે કહ્યું કે, સુરત અને ભુવનેશ્વર જેવા શહેરોમાં બિઝનેસ ટુરિઝમને પ્રોત્સાહન આપવા માટે મહત્ત્વના પ્રપોઝલ તૈયાર કરવામાં આવ્યા છે. ટુરિઝમ ક્ષેત્રના વિકાસ માટે ટ્રાન્સપોર્ટ, કનેક્ટિવિટી અને લોંગ ટર્મ ડેવલપમેન્ટ ખૂબ જ મહત્ત્વના છે. વધુમાં, ઇકો-ટુરિઝમને પ્રોત્સાહન આપવા માટે વિશેષ પગલાંઓ લેવામાં આવી રહ્યા છે, જેમાં પર્યાવરણને અનુરૂપ ટુરિઝમ વિકાસ પર વિશેષ ભાર મૂકાયો છે.

આ સેમિનારમાં ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડ (TCGL)ના કમિશનર અને એમ.ડી. શ્રી પ્રભવ જોશીએ સ્વાગત પ્રવચનમાં ગુજરાતના ટુરિઝમ ઇનિશિયેટિવ્સ અને ઇન્વેસ્ટમેન્ટ ઓપર્ચ્યુનિટીઝ વિશે વાત કરતાં કહ્યું કે, ‘ગુજરાતની પોટેન્શિયલને એડવેન્ચર ટુરિઝમ માટે વાપરીને આપણે આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને આકર્ષી શકીએ છીએ’ એ માટે વિવિધ પ્રોજેક્ટ્સ અને મૂવી પ્રેઝન્ટેશન દ્વારા રાજ્યની તાકાત દર્શાવી છે.’ તેમણે TCGL ના માધ્યમથી લેવામાં આવી રહેલા ટુરીઝમ વિકાસના પગલાંઓ અને MoU એક્સચેન્જ વિશે પણ માહિતી આપી હતી.

આ સેમિનારમાં ગુજરાતમાં ટુરિઝમ ક્ષેત્રે લેવામાં આવી રહેલા મહત્ત્વના પગલાંઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી. જેમાં બેટર કનેક્ટિવિટી, ઇકો-ફ્રેન્ડલી ડેવલપમેન્ટ અને બિઝનેસ ટુરિઝમને વેગ આપવા પર ભાર મૂકાયો હતો. આ સેમિનારમાં B2B મીટિંગ્સ, ટ્રેડ શો અને કલ્ચરલ ઇવેન્ટ્સનું પણ આયોજન કરવામાં આવ્યું હતુ. આ કોન્ફરન્સ દ્વારા ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ઔદ્યોગિક અને ટુરિઝમ વિકાસને વેગ આપવાનું લક્ષ્ય છે, જે વિકસિત ભારત @૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવામાં મદદરૂપ થશે.
*******
[10/10, 1:39 PM] Dilip Gajjar.Mahiti.Press: *Watch Live*

*Date* *10-10-25* | *Time* *01:00* *PM*

*LIVE: ઉત્તર ગુજરાત માટેની વાઈબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સનો સમાપન સમારોહ.*
*સ્થળ: ખેરવા, મહેસાણા*
*#VGRCMehsana*
*#VGRC2025*
*#VikasSaptah2025*

*Closing ceremony of Vibrant Gujarat Regional Conference – North Gujarat at Kherva, Mehsana*
*#VGRCMehsana*
*#VGRC2025*
*#VikasSaptah2025*

*YouTube  :-* https://www.youtube.com/watch?v=EN1uXl8g5DU

*YouTube  :-* https://www.youtube.com/watch?v=B9cmqk5lkZ4

*FB        :-* https://www.facebook.com/share/v/1M4CafziFf/

*FB        :-* https://www.facebook.com/share/v/1Cm699HJM6/

*Twitter   :-* https://x.com/CMOGuj/status/1976555093957935392

*Twitter   :-* https://x.com/Bhupendrapbjp/status/1976555093316247607

*CMO Gujarat Website*  :- https://cmogujarat.gov.in/en/watch-live

*PLEASE LIKE SHARE AND SUBSCRIBE*
[10/10, 1:40 PM] Dilip Gajjar.Mahiti.Press: *વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ(VGRC)- ઉત્તર ગુજરાત*
***
*ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઇઝેશન્સ (FIEO) દ્વારા નિકાસ અને વિદેશ વેપાર નીતિઓ પર સેમિનાર યોજાયો*
*****

વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) – ઉત્તર ગુજરાતના બીજા દિવસે આજે ગણપત યુનિવર્સિટી, ખેરવા ખાતે ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઇઝેશન્સ (FIEO) દ્વારા નિકાસ અને વિદેશ વેપાર નીતિઓ પર વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં ઉત્તર ગુજરાતના ઉદ્યોગપતિઓ, વિદ્યાર્થીઓ અને વેપારીઓએ વ્યાપક ઉપસ્થિતિ દર્શાવી હતી. જેમાં FIEOના એડિશનલ ડાયરેક્ટર જનરલ શ્રી સુવિધ શાહ ઉપસ્થિતિ રહ્યા હતા. આ સેમિનારમાં ભારતની વિદેશ વેપાર નીતિ (ફોરેન ટ્રેડ પોલીસી) પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. જેમાં ભારત અને વિદેશી દેશો વચ્ચેના ઇમ્પોર્ટ-એક્સપોર્ટ મિકેનિઝમ, ટ્રેડ પોલીસી, સ્વદેશી ઉત્પાદન, એક્સપોર્ટ પ્રોત્સાહન, મેન્યુફેક્ચરિંગ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), બેન્કિંગ, ECGC (એક્સપોર્ટ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન) તથા FIEO જેવા મહત્ત્વના મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

શ્રી સુવિધ શાહે જણાવ્યું કે, ભારત સરકારની નવી વેપાર નીતિઓ દ્વારા નિકાસકારોને વૈશ્વિક બજારમાં વધુ સ્પર્ધાશીલ બનાવવા માટે વિશેષ પગલાંઓ લેવામાં આવી રહ્યા છે. આ માટે AI અને ડિજિટલ ટૂલ્સનો ઉપયોગ કરીને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રને મજબૂત કરવું જરૂરી છે. ગુજરાત સરકારે વાઇબ્રન્ટ સમિટમાં ઘર આંગણે બાયર- સેલર મીટિંગ્સને પ્રોત્સાહન આપીને વેપારીઓને આંતરરાષ્ટ્રીય બાયર્સ સુધી પહોંચવાની સરળતા પૂરી પાડી છે. શ્રી શાહે વધુમાં જણાવ્યું કે, આજે બાયર શોધવું ઘણું સરળ બની ગયું છે કારણ કે FIEO અને ગુજરાત સરકારના પ્લેટફોર્મ દ્વારા B2B મીટિંગ્સ અને રિવર્સ બાયર- સેલર મીટ્સ દ્વારા વેપારીઓને વૈશ્વિક તકો મળી રહી છે.

આ સેમિનારમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓને વેપાર અને નિકાસ ક્ષેત્રના અન્ય ક્ષેત્રોનું મહત્વ સમજાવવામાં આવ્યું હતુ, જેમાં ગુજરાત સરકાર અને ભારત સરકાર દ્વારા નવયુવાનોને પ્રોત્સાહન આપવા માટે વિવિધ યોજનાઓ અને તાલીમ કાર્યક્રમોની માહિતી આપવામાં આવી હતી. સેમિનારમાં ઉપસ્થિત ઉદ્યોગપતિઓએ પોતાને મુંઝવતા પ્રશ્નો રજૂ કરી વેપાર નીતિઓ અને નિકાસ પ્રોત્સાહન પર વધુ સ્પષ્ટતા મેળવી હતી. જેમાં ઉત્તર ગુજરાતના કૃષિ, ડેરી અને ફૂડ પ્રોસેસિંગ જેવા ક્ષેત્રોને વૈશ્વિક બજાર સુધી પહોંચાડવા પર ભાર મૂકાયો હતો.
*****
[10/10, 1:45 PM] Dilip Gajjar.Mahiti.Press: *વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ(VGRC) – ઉત્તર ગુજરાત*
****
*વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ અંતર્ગત “ગ્રાસરૂટ થી ગ્લોબલ સુધી- સ્ટાર્ટઅપ” સેમિનાર યોજાયો*
***
*ખેતી અને ઉદ્યોગ ક્ષેત્રમાં એઆઈ અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશનની ભૂમિકા પર નિષ્ણાતોનો ફોકસ*
***
વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સના બીજા દિવસે મહેસાણાની ગણપત યુનિવર્સિટી, ખેરવા ખાતે “ગ્રાસરૂટ થી ગ્લોબલ સુધી- સ્ટાર્ટઅપ” વિષયક સેમિનારનું આયોજન ઈન્ડસ્ટ્રી કમિશનરેટ દ્વારા કરવામાં આવ્યું હતુ.

આ સેમિનારનો મુખ્ય હેતુ યુવાઓ અને નવા ઉદ્યોગકારોમાં ઉદ્યોગસર્જનની ભાવના પ્રસરાવવાનો તથા ગ્રામ્ય સ્તરથી નવિન વિચારોને વૈશ્વિક સ્તરે પહોંચાડવા માટેનું માળખું વિકસાવવાનો હતો.

આ સેમિનારનામાં એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટ,(ન્યુ દિલ્હી)ના ચીફ એઆઈ ઓફિસરશ્રી પારિતોષ આનંદે જણાવ્યું હતું કે, ભારત ખેતી પ્રધાન દેશ છે. ખેતીમાં નવિન ટેક્નોલોજી અને સંશોધનો જરૂરી છે. એગ્રીટેક ક્ષેત્ર હવે ખેતીના રૂપાંતરણમાં અગત્યની ભૂમિકા ભજવી રહ્યું છે, જેમાં ખેડૂતોની ડિજિટલ પ્રોફાઈલ, પાક આધારિત ડેટા અને સ્માર્ટ એગ્રો સોલ્યુશન્સ પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. કૃષિ મંત્રાલય દ્વારા રચાયેલી એઆઈ એડવાઈઝરી કાઉન્સિલ ખેતીને વધુ સ્માર્ટ અને વૈજ્ઞાનિક બનાવવા માટે AI રોડમૅપ તૈયાર કરી રહી છે. ખેડૂતોને ખેતીલક્ષી માહિતી, હવામાન પૂર્વાનુમાન, પાકના નુકસાનનું મૂલ્યાંકન અને માર્કેટ ટ્રેન્ડ જેવી માહિતી ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા સરળતાથી ઉપલબ્ધ થાય તે દિશામાં પ્રયત્નો થઈ રહ્યા છે. ઇન્ડિયા એઆઈ સ્ટાર્ટઅપ ઇનોવેશન પ્રોગ્રામ ઉદ્યોગકારોને પોતાના વિચારો રજૂ કરી કૃષિ ક્ષેત્રમાં ટેક્નોલોજી આધારિત ઉકેલ આપવા માટે ઉત્તમ પ્લેટફોર્મ પૂરું પાડે છે. તે સાથે, ‘ઈ-મિત્રા’ એપ્લિકેશન ખેડૂતોને સ્થાનિક ભાષામાં ખેતી સંબંધિત માર્ગદર્શન અને તકનીકી સહાય પૂરી પાડતી નવીન પહેલ છે.

આ સેમિનારમાં ગ્રોક લર્નિંગ પ્રાઇવેટ લિમિટેડ સીઈઓ શ્રી નીતિન કોમાવરે જણાવ્યું હતું કે આજના સમયમાં ઉદ્યોગોનું ડિજિટલ ટ્રાન્સફોર્મેશન ઝડપથી થઈ રહ્યું છે, જેના કારણે વિશ્વભરમાં ઉદ્યોગોમાં રોકાણમાં વધારો જોવા મળે છે. તેમણે ઉમેર્યું કે એજેન્ટિક એઆઈ ટેક્નોલોજીનું વ્યાપક પ્રસારણ થઈ રહ્યું છે, જે ઉદ્યોગોને વધુ કાર્યક્ષમ બનાવી રહી છે. ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને એઆઈના વધતા ઉપયોગથી કેટલાક પરંપરાગત રોજગાર ખતમ થઈ રહ્યા છે, પરંતુ સાથે સાથે નવી, ઇન્ડસ્ટ્રી સ્કિલ્સની જરૂરિયાતવાળી નોકરીઓ પણ સર્જાઈ રહી છે.

આ સેમિનારમાં વિવિધ વિષયના વક્તાઓ, ઉદ્યોગ વિભાગના અમલીકરણ અધિકારીઓ, વિવિધ કંપનીના પ્રતિનિધિશ્રીઓ, સ્થાનિક કોલેજોના વિદ્યાર્થીઓ અને રિસર્ચર્સ, ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦
[10/10, 2:00 PM] Dilip Gajjar.Mahiti.Press: *વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ(VGRC) – ઉત્તર ગુજરાત*
****
*વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ અંતર્ગત કૃષિ વિભાગ દ્વારા નેક્સ્ટજેન ચોખા: વિયેટનામની સૂઝ સાથે વૈશ્વિક નવીનતાઓ વિષય પર સેમિનાર યોજાયો*
***
વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સના બીજા દિવસે મહેસાણાની ગણપત યુનિવર્સિટી, ખેરવા ખાતે કૃષિ વિભાગ દ્વારા નેક્સ્ટજેન ચોખા: વિયેટનામની સૂઝ સાથે વૈશ્વિક નવીનતાઓ વિષય પર સેમિનાર યોજાયો હતો.

આ સેમિનારનો હેતુ વિયેતનામના અદ્યતન રાઇસ પ્રોડક્શન મોડલ્સ અને ટેક્નોલોજીકલ ઇનોવેશન્સનો અભ્યાસ કરી ગુજરાતના ખેડુતોને વધુ ઉત્પાદનક્ષમ, ટકાઉ અને નિકાસયોગ્ય ખેતી તરફ દોરી જવાનો હતો. વિશ્વ બેંકના પ્લેનેટ વિભાગના દક્ષિણ એશિયાના પ્રાદેશિક પ્રેક્ટિસ ડિરેક્ટર શ્રી દિના ઉમાલી-ડીનિંગેરે ઉદ્દબોદન કર્યું હતુ.

આ સેમિનારમાં IRRI દક્ષિણ એશિયા પ્રાદેશિક કેન્દ્રના ડિરેક્ટરશ્રી ર્ડા. સુધાંશુ સિંહે ચોખાની નવી અને પોષક જાતિઓ, ગામડાઓમાં પ્રચલિત કાલાનમક અને ચોખાઓ જેવી પરંપરાગત જાતિઓનો ઉપયોગ, ડાયાબિટીસના દર્દીઓ માટે આરોગ્યપ્રદ ચોખા- આધારિત ખાદ્યપદાર્થોની રચના અને મહિલાઓના સહકારી જૂથને આધાર આપતા ઉદ્યોગ- સંસ્થાઓ માટેના પ્રયાસો અંગે માહિતી આપી હતી. તેમણે કાલાનમક, ચોખાના ઉત્પાદન અને માર્કેટિંગ દ્વારા ટેક્નોલોજીની જાળવણી અને વ્યાવસાયિક વિકાસના મહત્ત્વ પર પણ ભાર મૂક્યો હતો.

આ સેમિનારમાં સંયુક્ત કૃષિ નિયામક નીતિન શુક્લા, સાયન્સ ફોર સસ્ટેનેબિલિટી એન્ડ રિજનરેટિવ એગ્રીકલ્ચર, બાયર ક્રોપ સાયન્સના ર્ડા. એસ. પી. કામથ, સવાન્નાહ સીડ્સના સીઈઓ અને એમ.ડી. અજય રાણા, વિયેતનામના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને પ્રોગ્રામ લીડર ડૉ. ન્યુયેન વાન હંગ, કૃષિ ક્ષેત્રના નિષ્ણાતો, ખેડૂત પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦
[10/10, 2:12 PM] Dilip Gajjar.Mahiti.Press: *વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ(VGRC) – ઉત્તર ગુજરાત*
****
*ગુજરાત બની રહ્યું છે ગ્રીન ઈન્ડસ્ટ્રી હબ: ગ્રીન ઊર્જા આધારિત ઉદ્યોગ વિકાસ માટે DGVCL દ્વારા થીમેટિક સેશન યોજાયું*
****
*સેશનમાં ગ્રીન ફીડર્સ, ડેટા સેન્ટર્સ અને સેમીકન્ડક્ટર્સ માટે ઊર્જા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર નિષ્ણાતોની ચર્ચા*

વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ–૨૦૨૫ અંતર્ગત ગણપત યુનિવર્સિટી, ખેરવા (મહેસાણા) ખાતે ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના માર્ગદર્શન હેઠળ દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ (DGVCL) દ્વારા “આવનાર પેઢીના ઉદ્યોગોને ગુણવત્તાસભર વીજળીની ઉપલબ્ધતા: ગ્રીન ફિડર્સ, ગ્રીન મેન્યુફેક્ચરર, ગ્રીન ટેક્સટાઈલ, ગ્રીન ડેટા સેન્ટર્સ અને સેમીકન્ડક્ટર્સ” વિષય પર થીમેટિક સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સેશનમાં વિવિધ ક્ષેત્ર અને ઉદ્યોગોના પ્રતિનિધિઓ તથા નિષ્ણાતોએ ભાગ લીધો હતો. કાર્યક્રમમાં મુખ્ય સ્પીકર તરીકે શ્રી સી.પી. તિવારી, હેડ-બિઝનેસ ડેવલપમેન્ટ, ટાટા પાવર, શ્રી એસ.કે.નેગી, COO, કેપીઆઈ ગ્રીન પ્રા. લિ., શ્રી દિનેશ યાદવ, CEO, અરવિંદ લિ., શ્રી અમિત બર્વે, CEO, રેઝોન સોલર પ્રા. લિ., શ્રી તન્મય દૌરી, હેડ-બિઝનેસ, RE Surge Data Center તથા શ્રી સુધીર નાયક, ડાયરેક્ટર, N ક્યૂબ સેમિકોન ઉપસ્થિત રહ્યા હતા.

સેશનના નોલેજ પાર્ટનર તરીકે WRI India જોડાયેલ, અને શ્રી અભિજિત શર્મા, પ્રોગ્રામ મેનેજર, WRI India એ સેશનને મોડરેટ કર્યું હતું. ચર્ચા દરમિયાન ગ્રીન એનર્જી આધારિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઊર્જા કાર્યક્ષમતા, સ્થાયિત ઉદ્યોગ વિકાસ, તેમજ રાજ્ય સરકારની ગ્રીન ઊર્જા નીતિઓમાં સુધારાત્મક સૂચનો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

સ્પીકરશ્રીઓએ ઉલ્લેખ કર્યો કે, ઉદ્યોગોને ગુણવત્તાસભર વીજળીની સતત ઉપલબ્ધતા જ ગ્રીન ઈકોનોમીના વિકાસ માટેના પાયાના સ્તંભ સમાન છે. રાજ્ય સરકારના ઊર્જા ક્ષેત્રના પગલાંઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસના પ્રયાસો ગુજરાતને “ગ્રીન ઈન્ડસ્ટ્રી હબ” તરીકે સ્થાપિત કરવા માટે મજબૂત પાયા પૂરાં પાડે છે.

કાર્યક્રમના અંતે શ્રી યોગેશ ચૌધરી, મેનેજિંગ ડિરેક્ટર– DGVCL દ્વારા આભાર વિધિ વ્યક્ત કરાઈ હતી. તેમણે તમામ સ્પીકરશ્રીઓ તથા ઉપસ્થિત મહાનુભાવોનો કાર્યક્રમને સફળ બનાવવા માટે આભાર વ્યક્ત કર્યો હતો.

આ કાર્યક્રમ દ્વારા ઉદ્યોગ ક્ષેત્ર માટે ઊર્જા ક્ષેત્રના નવીન દિશા-નિર્દેશ, તકનીકી અને ગ્રીન ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે સહકારના નવા માર્ગો ખુલ્યા છે.
[10/10, 2:22 PM] Dilip Gajjar.Mahiti.Press: *વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ(VGRC) – ઉત્તર ગુજરાત*
***
*નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને ઉત્તર ગુજરાતના આર્થિક વિસ્તાર માટે તૈયાર કરવામાં આવેલા આર્થિક માસ્ટર પ્લાન અંગે સેમિનાર યોજાયો*
***
*ઉત્તર ગુજરાતમાં સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બનશે, નવા રોકાણકારો આવશે અને લોકોનું જીવન ધોરણ પણ સુધરશે:- નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ*
***
ઉત્તર ગુજરાતના મહેસાણાની ખેરવા ખાતે ગણપત યુનિવર્સિટીના પરિસરમાં આયોજિત ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ’ના બીજા દિવસે રાજ્યના નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને ઉત્તર ગુજરાતના આર્થિક વિસ્તાર માટે તૈયાર કરવામાં આવેલા આર્થિક માસ્ટર પ્લાન અંગે સેમિનાર તેમજ પેનલ ડિસ્કશન આયોજન કરવામાં આવ્યું હતુ.

આ પ્રસંગે નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, આ માસ્ટર પ્લાન ગુજરાતના ૩૩ જિલ્લામાં સંતુલિત પ્રાદેશિક વિકાસ દ્વારા રાજ્યની અર્થવ્યવસ્થાને વર્તમાન ૨૮૦ બિલિયન ડૉલર (નાણાકીય વર્ષ ૨૦૨૩) ના કદથી વધારીને ૩.૫ ટ્રિલિયન ડૉલરથી વધુ સુધી પહોંચાડવાના મહત્ત્વકાંક્ષી લક્ષ્યને સિદ્ધ કરવાનો રોડમેપ છે, જેમાં ઉત્તર ગુજરાતની પણ મહત્ત્વની ભૂમિકા રહેવાની છે.

તેમણે વધુમાં ઉમેર્યું કે, આ માસ્ટર પ્લાન થકી ઉત્તર ગુજરાતમાં સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બનશે, નવા રોકાણકારો આવશે અને લોકોનું જીવન ધોરણ પણ સુધરશે. એટલું જ નહીં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું વર્ષ ૨૦૪૭માં વિકસિત ભારત બનાવવાનું જે સ્વપ્ન જોયું છે, એમાં આ માસ્ટર પ્લાન ખુબ ઉપયોગી સાબિત થશે.

GRITના એક્ઝિક્યુટિવ કમિટી ચેરમેન તેમજ સીઈઓ શ્રીમતી એસ. અપર્ણાએ કહ્યું કે, ગુજરાતના ઐતિહાસિક અને આર્થિક દ્રષ્ટિકોણથી મહત્ત્વના છ મુખ્ય આર્થિક પ્રદેશો માટે માસ્ટર પ્લાન તૈયાર કરાયા છે. આ પ્રદેશોમાં ઉત્તર ગુજરાત, કચ્છ, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, કોસ્ટલ સૌરાષ્ટ્ર અને સુરતનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રીશ્રીના હસ્તે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સના પ્રથમ દિવસે રાજ્યના છ મુખ્ય આર્થિક પ્રદેશો માટે તૈયાર કરાયેલા પ્રાદેશિક આર્થિક માસ્ટર પ્લાન (રિજનલ ઇકોનોમિક માસ્ટર પ્લાન) નું અનાવરણ કરવામાં આવ્યું હતુ.

ઉત્તર ગુજરાતના આર્થિક વિકાસ માટે તૈયાર કરવામાં આવેલા માસ્ટર પ્લાન્ટ અંગે વાત કરતા તેમણે કહ્યું કે, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, ગુજરાતને આવરી લઈને તૈયાર કરવામાં આવેલો આ માસ્ટર પ્લાનમાં અંદાજિત રૂપિયા ૨૩ થી ૨૪ લાખ કરોડનું મૂડીરોકાણ કરવામાં આવશે. આ રોકાણમાં રૂપિયા સવા પાંચ લાખ કરોડનું રાજ્ય સરકાર તરફથી મૂડીરોકાણ કરવામાં આવશે, જ્યારે અન્ય મૂડીરોકાણ ખાનગી કંપનીઓ, સંસ્થાઓ તેમજ ઇન્ડસ્ટ્રીયલમાંથી લાવવામાં આવશે. ઉત્તર ગુજરાતમાં આ પ્લાન થકી ૧૨ મિલિયન નવી રોજગારીની તકો પણ ઊભી થશે.

આમ, આ પ્લાન થકી ઉત્તર ગુજરાતના આર્થિક પ્રગતિને વેગ મળશે. આ ઉપરાંત મૂડી રોકાણ માટેના અનેક અવસરો પ્રાપ્ત થશે, રોજગારીની તકો ઊભી થશે અને ક્વોલિટી લાઈફ પણ સુધરશે એમ તેમણે જણાવ્યું હતું.

આ અવસરે નીતિ આયોગના પ્રિન્સિપલ ઇકોનોમી એડવાઈઝર શ્રીમતી અન્ના રોયે ઉત્તર ગુજરાતના આર્થિક વિકાસને લઈને તૈયાર કરવામાં આવેલા માસ્ટર પ્લાનની સહારાના કરી હતી તેમજ રાજ્ય સરકાર તેમજ GRITના કાર્યોની પ્રશંસા કરીને અભિનંદન પણ પાઠવ્યા હતા.

આ પ્રસંગે સેક્રેટરી પ્લાનિંગ શ્રીમતી આગ્રા અગ્રવાલ તેમજ GRITના શ્રીમતી શ્રુતિ ચરણ, ઉદ્યોગપતિઓ તેમજ રોકાણકારો ઉપસ્થિત રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, આર્થિક વૃદ્ધિનો લાભ યુવાનોને મળે તે સુનિશ્ચિત કરવા માટે, દરેક પ્રદેશમાં ઉદ્યોગના સહયોગથી રિજનલ સ્કિલિંગ સેન્ટર્સ અને સેન્ટર્સ ઓફ એક્સેલન્સ (ગ્રીન સ્કિલ્સ, બ્લુ ઇકોનોમી, લોજિસ્ટિક્સ, AI એકેડેમી વગેરે) સ્થાપિત કરાશે. આ યોજનાઓ અને આર્થિક પ્રવૃત્તિઓ દ્વારા રાજ્યના યુવાનો માટે અંદાજિત ૨૮૦ લાખ નવા રોજગારીના અવસરો ઉપલબ્ધ થશે. આમ, આ પ્રાદેશિક માસ્ટર પ્લાન્સ દરેક ક્ષેત્રની સ્થાનિક ઉત્પાદન ક્ષમતાઓને અનુરૂપ, ફ્યુચરિસ્ટિક સેક્ટરને લક્ષ્ય બનાવશે.
૦૦૦૦૦
[10/10, 2:33 PM] Dilip Gajjar.Mahiti.Press: *વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) – ઉત્તર ગુજરાત*
***
*ટેક્નોલોજી અને નવીનતા દ્વારા ડેરી સંપત્તિનું સશક્તિકરણ વિષય પર કૃષિ વિભાગનો સેમિનાર યોજાયો*
*****
*ગુજરાતનું ડેરી મોડલ સમગ્ર દેશ માટે રોલ મોડલ: સહકાર, ઇનોવેશન અને મહિલાઓની ભાગીદારીથી ડેરી ઉદ્યોગમાં નવો યુગ:- સચિવશ્રી સંદીપ કુમાર*
****
*ગુજરાત ભારતનું ડેરી પાવરહાઉસ: સહકારી મોડલ અને તેની યાત્રા પર GCMMFના MDશ્રી જયેન મહેતાનું વક્તવ્ય*

મહેસાણા જિલ્લાની ગણપત યુનિવર્સીટી, ખેરવા ખાતે આયોજિત ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સના બીજા દિવસે કૃષિ વિભાગ દ્વારા ટેક્નોલોજી, ટકાઉ ઇકોસિસ્ટમ અને ઉદ્યોગ સાહસિક નવીનતા દ્વારા ડેરી સંપત્તિનું સશક્તિકરણ વિષય પર સેમિનારનું આયોજન કરાયું હતું.

આ પ્રસંગે રાજ્યના સહકાર અને પશુપાલન સચિવ શ્રી સંદીપ કુમારે જણાવ્યું કે, વડાપ્રધાનશ્રીના ૨૦૪૭ના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે ઇનોવેશન, સ્થિરતા અને ઉદ્યોગ સાહસિકતા પર ખાસ ભાર મૂકવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં ડેરી ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે સરકારશ્રી દ્વારા અનેક યોજનાઓ અમલી બનાવી છે. દૂધ ઉત્પાદન ગ્રોસ વેલ્યુ એડિશન વધારવા માટે દેશમાં ગુજરાતની ભાગીદારી સૌથી વધારે મહત્ત્વની છે. ગુજરાતનું ડેરી મોડલ આજે સમગ્ર દેશમાં રોલ મોડલ બન્યું છે. સહકાર વિભાગ દ્વારા ગ્રામ્ય લેવલે સહકારિતા અંગે વધુ ધ્યાન કેન્દ્રિત કરાયું છે.

સચિવશ્રી સંદીપકુમારે જણાવ્યું કે, દેશ આજે અમૂલ કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશનના મોડેલને પણ અપનાવી રહ્યો છે. આવનાર પાંચ વર્ષમાં રાજ્યના ગ્રામિણ ક્ષેત્રોમાં ૨ લાખથી પણ વધુ પેક્સ ઊભા કરાશે. ગુજરાતના પશુપાલનમાં મહિલાઓની ભાગીદારી સૌથી વધુ છે ત્યારે ઘરઆંગણે વિવિધ પ્રોડક્ટનું વેલ્યુ એડીશન કરીને મહિલાઓના સશક્તિકરણ માટે કામ કરવું જોઈએ. આજે બનાસ ડેરી સાથે સંકળાયેલ પશુપાલક મહિલાઓ વાર્ષિક ૧ કરોડથી વધુનું ટર્ન ઓવર કરીને આત્મનિર્ભર બની છે. તેમણે ક્લાયમેન્ટ ચેન્જ સાથે ઋતુઓના બદલાવ વખતે પશુઓ અને દૂધ પર પડતી અસરોને કેવી રીતે નિવારી શકાય છે તેના વિશે વાત કરી હતી.

આણંદ GCMMFના મેનેજિંગ ડિરેક્ટર શ્રી જયેન મહેતાએ ગુજરાત- ભારતનું ડેરી પાવરહાઉસ: સહકારી મોડલ અને તેની યાત્રા વિષય પર વાત કરતા જણાવ્યું કે, વર્ષ ૨૦૨૫ ને ઇન્ટરનેશનલ સહકારી વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે ત્યારે સૌકોઈ સાથે મળીને સહકારિતાને મજબૂત બનાવીએ. તેમણે અમૂલ વિશે વાત કરતા કહ્યું કે, વર્ષ ૧૯૪૬માં આણંદ ખાતે ફક્ત રોજનું ૨૫૦ લીટર દૂધ પ્રાપ્ત થતું હતું જ્યારે આજે ૩૫૦ લાખ લીટર દૂધ સુધી પહોંચી શક્યા છીએ. આજે ગુજરાતના ડેરી ઉદ્યોગનું વાર્ષિક ટર્નઓવર ૯૦ હજાર કરોડ સુધી પહોંચ્યું છે. આજે અમૂલ વિવિધ પ્રોડક્ટના ૨૪ બિલિયન જેટલાં પેકેટ વૈશ્વિક બજારમાં મૂકે છે. આ તમામ વ્યવસાયો થકી ખેડૂતો અને પશુપાલકોને ફાયદો મળી રહ્યો છે. તેમણે પ્રોડક્શન, પ્રોસેસિંગ અને માર્કેટિંગ પર વિશેષ ભાર મૂકવા જણાવ્યું હતું. આજે વૈશ્વિક બજારમાં ભારતના ડેરી ઉદ્યોગનો ૨૫ ટકા હિસ્સો છે ત્યારે આગામી સમયમાં વિશ્વના દરેક ડાઇનિંગ ટેબલ પર ભારતની પ્રોડક્ટ હોય તે મુજબ સૌકોઈ સાથે મળીને કામ કરવું જોઇએ.

ઉદ્યોગ સાહસિકતા અને શિક્ષણ વિભાગ અમદાવાદના ડિરેક્ટર શ્રી સત્યરંજન આચાર્યએ મહિલાઓ અને યુવાનોમાં ડેરી વેલ્યુ ચેઇન અને ઉદ્યોગ સાહસિકતા વિષય પર વક્તવ્ય આપ્યું હતું. આ પ્રસંગે બનાસ ડેરીના એ.જી.એમ ર્ડા. પી.આર.વાઘેલાએ બનાસ ડેરીની સફળતા વિશે વાત કરી હતી. તેમણે ટ્રેનિંગ, યોજનાઓ, મહિલાઓની ભાગીદારી, બનાસ ડેરીના મોલ અને વ્યવસાયો વિશે સવિસ્તાર માહિતી આપી હતી.

NDDB આણંદના એનિમલ ન્યુટ્રીશન ગ્રુપના વૈજ્ઞાનિક શ્રી ભૂપેન્દ્ર ટી. ફોન્ડબા દ્વારા ક્લાઈમેટ રેઝિલિઅન્ટ ડેરી ફાર્મિંગ, પાણીની અછત અને ગરમીનો સામના કરવા વિષય પર વક્તવ્ય આપ્યું હતું. સરહદ ડેરી, કચ્છના આસિસ્ટન્ટ મેનેજર શ્રી જય ચૌધરીએ કેમલ મિલ્ક પર પ્રેઝન્ટેશન આપીને માહિતી આપી હતી. આ સેમિનારમાં ઉદ્યોગકારો, પશુપાલકો અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦
[10/10, 3:12 PM] Dilip Gajjar.Mahiti.Press: *કચ્છના ખડીર વિસ્તારમાં નર્મદાનું પાણી આપવાનો નિર્ણય :*
*રૂ. ૪૫૧ કરોડથી વધુના ખર્ચે આ યોજનાને સૈદ્ધાંતિક મંજૂરી આપતા*
*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ :- જળ સંપત્તિ મંત્રી શ્રી કુંવરજી બાવળિયા*
…………………………..
*આ વિસ્તારના ૧૯૪ તળાવ-૦૬ નાની સિંચાઈ યોજનાઓમાં*
*પાણી પહોંચવાથી ઐતિહાસિક ધોળાવીરા સહિત ૧૦ ગામોની ૫,૪૯૨ હેક્ટર જમીન નવ પલ્લીત થશે*
………………………….
કચ્છના ખડીર વિસ્તારમાં મા નર્મદાના પુરના વધારાના પાણી વિતરણના આયોજન થકી નાના-મોટા તળાવ અને નાની સિંચાઈ યોજનાઓ પાઇપલાઈન દ્વારા ભરવામાં આવશે. જેના માટે રૂ. ૪૫૧.૬૭ કરોડના કામોને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી આપીને આ વિસ્તારના નાગરિકો-ખેડૂતો તેમજ પશુધનના હિતમાં રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે તેમ, જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું.

મંત્રી શ્રી કુંવરજીભાઈએ વધુ વિગતો આપતા કહ્યું હતું કે, કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના ખડીર વિસ્તાર માટે પાણીની સમસ્યાના નિવારણ અને ભૂગર્ભ જળનો વ૫રાશ ઘટાડી ભૂગર્ભ જળ સપાટી ઉંચી લાવવા માટે નર્મદાના પૂરના વધારાના પાણીને પાઇપલાઇન દ્વારા પહોચાડવા માટેના આ નિર્ણય કરવામાં આવ્યો છે. આ યોજના દ્વારા કચ્છ બ્રાંચ કેનાલમાંથી સુવઈ ડેમમાં પાણી ભરી તેમાંથી પમ્પીંગ સ્ટેશન મારફતે પાણી ઉપાડી, ભચાઉ તાલુકાના ખડીર વિસ્તારમાં આવેલા ૧૯૪ તળાવો અને ૬ નાની સિંચાઈ યોજનાઓમાં પાઈપલાઈન મારફતે પાણીથી ભરવામાં આવશે. આ યોજનામાં કુલ ૨૨.૦ MCM પાણીની જરૂરીયાત રહેશે તેમ, મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

મંત્રીશ્રીએ કહ્યું હતું કે, આ યોજના હેઠળ ખડીર વિસ્તારમાં આવેલા ઐતિહાસિક અને યુનેસ્કોના વારસાની યાદીમાં સામેલ એવા ધોળાવીરા ઉપરાંત અમરાપર, બાંભણકા, બાપુઆરી, ગઢડા, ગણેશપર, જનાણ, કલ્યાણપુર, ખારોડા અને રતનપર એમ કુલ ૧૦ ગામોનો સમાવેશ થાય છે. આ યોજના અમલી બનવાથી ખરીફ અને રવિ સિઝનમાં આશરે ૫,૪૯૨ હેકટર વિસ્તારને સિંચાઈનો લાભ મળવાથી જમીન નવ પલ્લીત થશે. આ સિવાય ભૂગર્ભ જળસ્તરમાં સુધારો, પશુધનને પીવાનું પાણી મળી રહેશે તથા અછતની પરિસ્થિતિમાં થતા સ્થળાંતરણમાં ઘટાડો થશે. રાજ્યના અન્ય વિસ્તારની જેમ મા નર્મદાનું પાણી આ વિસ્તારમાં સામાજિક અને આર્થિક બદલાવ-વિકાસમાં મોટી ભૂમિકા ભજવશે તેવો મંત્રી શ્રી કુંવરજીભાઈએ વિશ્વાસ વ્યક્ત કરીને આ વિસ્તારના નાગરીકોને શુભેચ્છાઓ પાઠવી હતી.
જનક દેસાઈ …………………….
[10/10, 3:33 PM] Dilip Gajjar.Mahiti.Press: *વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) – ઉત્તર ગુજરાત*
**
*અર્થતંત્રનું ડી-કાર્બોનાઈઝેશન: સોલાર એનર્જીનો ઉપયોગ – કાર્બન ક્રેડિટનો લાભ વિષય પર સેમિનાર યોજાયો*
**
*સોલાર પેનલ સ્થાપનથી વીજળી ખર્ચમાં અને કાર્બન ક્રેડિટ દ્વારા નાણાકીય લાભ પણ મેળવી શકાય છે*
**
વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સના – ઉત્તર ગુજરાતના દ્વિતીય અને અંતિમ ચરણમાં “અર્થતંત્રનું ડી-કાર્બોનાઈઝેશન: સોલાર એનર્જીનો ઉપયોગ – કાર્બન ક્રેડિટનો લાભ” વિષય પર મહેસાણા જિલ્લાની ગણપત યુનિવરર્સિટી, ખેરવા ખાતે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ સેમિનારમાં ઉદ્યોગજગત, શૈક્ષણિક સંસ્થાઓ તથા પર્યાવરણ ક્ષેત્રના નિષ્ણાતો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો મુખ્ય હેતુ પર્યાવરણમાં વધતા કાર્બન ઉત્સર્જનને ઘટાડવા માટે નવી અને પુનઃપ્રાપ્ય ઊર્જાના સ્ત્રોતો, ખાસ કરીને સોલાર એનર્જીના ઉપયોગ અંગે જાગૃતિ ફેલાવવાનો હતો. આ સેમિનારમાં નિષ્ણાતો દ્વારા પ્રેઝન્ટેશન રજૂ કરી માહિતી પૂરી પાડવામાં આવી હતી.

આ સેમિનારમાં ઉપસ્થિત નિષ્ણાતોએ જણાવ્યું કે, ભારત આગામી દાયકાઓમાં “નેટ ઝીરો કાર્બન” લક્ષ્ય હાંસલ કરવા માટે પ્રતિબદ્ધ છે. આ દિશામાં સૌરઊર્જાનો વ્યાપક ઉપયોગ કરીને ઉદ્યોગો અને સંસ્થાઓ તેમના કાર્બન ફૂટપ્રિન્ટમાં ઘટાડો કરી શકે છે. સોલાર પેનલ સ્થાપનથી વીજળી ખર્ચમાં બચત તો થાય જ છે, સાથે કાર્બન ક્રેડિટ દ્વારા વધારાનો નાણાકીય લાભ પણ મેળવી શકાય છે.

આજે ભારત અને ગુજરાતમાં કાર્બન ક્રેડિટના માધ્યમથી, જે સંસ્થાઓ પોતાના કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરે છે, તેઓ આ ક્રેડિટ્સને વૈશ્વિક બજારમાં વેચી નાણાકીય પ્રોત્સાહન મેળવી શકે છે. નિષ્ણાતોએ ઉદ્યોગો માટે કાર્બન એકાઉન્ટિંગ, પ્રમાણપત્ર પ્રક્રિયા અને આંતરરાષ્ટ્રીય કાર્બન બજારની તકો અંગે વિગતવાર માહિતી આપી હતી.

નિષ્ણાતોએ જણાવ્યું કે, ભારતના સોલાર ઉર્જા ક્ષેત્રમાં અપરિમિત સંભાવનાઓ છે અને નાના- મોટા તમામ ઉદ્યોગો માટે સ્વચ્છ ઊર્જાને અપનાવવાનો સમય આવી ગયો છે. સરકારી યોજનાઓ અને પ્રોત્સાહન નીતિઓના યોગ્ય ઉપયોગથી રાજ્ય તથા રાષ્ટ્રના ટકાઉ વિકાસમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપી શકાય છે અને ભવિષ્યમાં કાર્બન નેટ ઝીટોનાં લક્ષ લક્ષ્યાંકને પ્રાપ્ત કરી શકાશે.

આ સેમિનારના અંતે પ્રશ્નોત્તરી સત્ર યોજાયું હતું, જેમાં ઉપસ્થિત પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં ભાગ લેનારોએ સ્વચ્છ ઊર્જા અપનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

આ સેમિનારમાં ર્ડા. અમન મલિક CEEW, ર્ડા. મીનલ પાઠક એસોસીએટ પ્રોફેસર અમદાવાદ યુનિવર્સિટી, શ્રી દર્શના સિંઘ રિસર્ચ એનાલિસિસ્ટ CEEW, ર્ડા. ગોપાલ સારંગી, હેડ TERI, શ્રી સમ્રાટ સેન ગુપ્તા PROCLIME, શ્રી અસીતવા સેન, હેડ CRIA, એડવાઇટ કંપનીના હેડ શ્રી અવંતિકા ગુપ્તા તથા ઉદ્યોગસાહસિકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
[10/10, 3:44 PM] Dilip Gajjar.Mahiti.Press: *રાષ્ટ્રીય એકતાના શિલ્પી એવા સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપવા સમગ્ર રાજ્યમાં ‘સરદાર@૧૫૦ યુનિટી માર્ચ’ યોજાશે: ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી*
—–
*ગુજરાતના યુવાનો અને નાગરિકોને સરદાર સાહેબના જીવન, કવન અને અખંડ ભારતના નિર્માણમાં તેમના યોગદાનથી પરિચિત કરાવવા અને તેમના આદર્શોને જન-જન સુધી પહોંચાડવા યુનિટી માર્ચનું આયોજન*
—–
*પદયાત્રા દરમિયાન રસ્તાઓ પર “લઘુ ભારત”નું દ્રશ્ય સર્જાશે, જ્યાં સ્થાનિક સંસ્કૃતિનું ગૌરવ પ્રદર્શિત થશે, જે “એક ભારત શ્રેષ્ઠ ભારત”ની ભાવનાને સાકાર કરશે: ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી*
—–
*તા. ૧ નવેમ્બરથી તા. ૧૦ નવેમ્બર, ૨૦૨૫ સુધી જિલ્લા સ્તરીય પદયાત્રા અને તા. ૨૬ નવેમ્બરથી તા. ૬ ડિસેમ્બર, ૨૦૨૫ સુધી રાષ્ટ્રીય પદયાત્રા યોજાશે*
—–
ભારતના લોહ પુરુષ અને રાષ્ટ્રીય એકતાના પ્રતીક, સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે “સરદાર@૧૫૦, યુનિટી માર્ચ”નું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે કેન્દ્રીય મંત્રી શ્રી ડો. મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં અને ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી અને ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં રાજ્યના ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે આજે ગાંધીનગર ખાતે બેઠક મળી હતી.

આ બેઠક બાદ ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ પત્રકાર પરિષદમાં વિગતો આપતા જણાવ્યું હતું કે, ગુજરાતના યુવાનો અને નાગરિકોને સરદાર સાહેબના જીવન, કવન અને અખંડ ભારતના નિર્માણમાં તેમના યોગદાનથી પરિચિત કરાવવાનો તથા તેમના આદર્શોને જન-જન સુધી પહોંચાડવાના હેતુસર “સરદાર@૧૫૦, યુનિટી માર્ચ”નું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત તા. ૧ નવેમ્બરથી તા. ૧૦ નવેમ્બર, ૨૦૨૫ સુધી જિલ્લા સ્તરીય પદયાત્રા અને તા. ૨૬ નવેમ્બરથી તા. ૬ ડિસેમ્બર, ૨૦૨૫ સુધી રાષ્ટ્રીય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

તેમણે કહ્યું હતું કે, સરદાર પટેલે ૫૬૨થી વધુ રજવાડાઓનું ભારતમાં વિલીનીકરણ કરીને “અખંડ ભારત”નું નિર્માણ કર્યું હતું. તેમના આ અપ્રતિમ યોગદાનને સાચી શ્રદ્ધાંજલિ આપવાનો સંકલ્પ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન જ કર્યો હતો. એ જ સંકલ્પની સિદ્ધિનું પ્રતિક છે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા – ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દ્રઢ નિશ્ચયને કારણે આજે કેવડિયા ખાતે આવેલી આ પ્રતિમા માત્ર ગુજરાતનું જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વ માટે રાષ્ટ્રીય એકતા અને ગૌરવનું પ્રતિક બની છે. આ ‘યુનિટી માર્ચ’ એ જ શ્રદ્ધાંજલિની પરંપરાને આગળ વધારતું એક અભિયાન છે, જે યુવાનો દ્વારા, યુવાનો માટે આયોજિત અભિયાન થશે, તેમ ગૃહ રાજ્ય મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

‘સરદાર@૧૫૦ યુનિટી માર્ચ’ની રૂપરેખા વિશે શ્રી સંઘવીએ જણાવ્યું હતું કે, તા. ૬ ઓક્ટોબરના રોજ કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવિયાએ ડિજિટલી આ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. જે અંતર્ગત MY Bharat પોર્ટલ પર ૧૫ થી ૨૯ વર્ષના યુવાનો માટે સોશિયલ મીડિયા રીલ સ્પર્ધા, નિબંધ લેખન અને ‘સરદાર@૧૫૦ યંગ લીડર્સ પ્રોગ્રામ ક્વિઝ’ જેવી ઓનલાઈન પ્રવૃત્તિઓ શરૂ થઈ ચૂકી છે. આ સ્પર્ધાના ૧૫૦ વિજેતાઓને રાષ્ટ્રીય પદયાત્રામાં જોડાવવાની તક મળશે. આ માત્ર સ્પર્ધાઓ નથી, પરંતુ સરદારના વિચારોને દરેક વ્યક્તિ સુધી પહોંચાડવાનું એક માધ્યમ છે.

વધુ વિગતો આપતા મંત્રીશ્રીએ જણાવ્યું કે, તા. ૧ નવેમ્બરથી તા. ૧૦ નવેમ્બર, ૨૦૨૫ સુધી જિલ્લા સ્તરીય પદયાત્રાનું આયોજન કરવામાં આવશે. જે અંતર્ગત દરરોજ ૮થી ૧૦ કિલોમીટર સુધીની સતત ત્રણ દિવસીય પદયાત્રાઓ યોજાશે, જેનું નેતૃત્વ રાજ્યના મંત્રીશ્રીઓ, સાંસદશ્રીઓ અને ધારાસભ્યશ્રીઓ કરશે. આ માત્ર પદયાત્રા નહીં, પરંતુ જન-જાગરણનો મહાયજ્ઞ હશે. જેમ સરદાર પટેલે રજવાડાઓને જોડીને એક ભારતનું નિર્માણ કર્યું હતું, તેમ આ પદયાત્રાઓ લોકોના દિલોને જોડવાનું કામ કરશે.

મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, તા. ૨૬ નવેમ્બરથી તા. ૬ ડિસેમ્બર, ૨૦૨૫ દરમિયાન રાષ્ટ્રીય સ્તરની પદયાત્રા યોજાશે. સરદાર પટેલની જન્મભૂમિ કરમસદથી શરૂ કરીને એકતાના પ્રતીક ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’, કેવડિયા સુધી ૧૫૨ કિલોમીટરની ઐતિહાસિક પદયાત્રા યોજાશે. આ રાષ્ટ્રીય પદયાત્રામાં વડાપ્રધાનશ્રી, કેન્દ્રીય મંત્રીશ્રીઓ, વિવિધ રાજ્યોના રાજ્યપાલશ્રીઓ, મુખ્યમંત્રીશ્રીઓ, ખેલાડીઓ, કલાકારો, પદ્મશ્રી, એવોર્ડ સન્માનિત મહાનુભાવો સહિત વિશિષ્ટ વ્યક્તિઓને જોડાવા માટે નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ યાત્રામાં ‘યંગ લીડર્સ પ્રોગ્રામ’માંથી પસંદ થયેલા ૧૫૦ ઉત્કૃષ્ટ યુવા લીડર્સ અને દેશના દરેક જિલ્લામાંથી પસંદ થયેલા પ્રતિનિધિઓ ભાગ લેશે.

‘સરદાર@૧૫૦ યુનિટી માર્ચ’ વિશે વધુ વિગતો આપતા ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણીએ કહ્યું હતું કે, આ સમગ્ર બે મહિનાની ઉજવણી અને અભિયાનનું મુખ્ય આકર્ષણ પદયાત્રા રહેશે. ગુજરાતના દરેક જિલ્લામાં આયોજિત પદયાત્રાના ચોક્કસ રૂટ અને તારીખો જિલ્લા સ્તરે આગામી બેઠકોમાં નક્કી કરવામાં આવશે અને તેની જાણકારી ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

તેમણે ઉમેર્યું કે, આ દરેક પદયાત્રા ૮ થી ૧૦ કિલોમીટરની હશે અને તેમાં શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, NCC, NSSના કેડેટ્સ, સામાજિક સંસ્થાઓ, યુવા મંડળો અને સામાન્ય નાગરિકો જોડાશે. પદયાત્રા દરમિયાન યોગ શિબિર, સ્વાસ્થ્ય તપાસ કેમ્પ, સરદાર સાહેબના જીવન પર વ્યાખ્યાન, ચિત્રકામ સ્પર્ધા અને ‘નશા-મુક્ત ભારત’ જેવા સંકલ્પ લેવડાવવામાં આવશે. આ પદયાત્રા દરમિયાન રસ્તાઓ પર “લઘુ ભારત”નું દ્રશ્ય સર્જાશે, જ્યાં સ્થાનિક સંસ્કૃતિનું ગૌરવ પ્રદર્શિત થશે, જે “એક ભારત શ્રેષ્ઠ ભારત”ની ભાવનાને સાકાર કરશે.

ધારાસભ્ય શ્રી વાઘાણીએ જણાવ્યું હતું કે, આ પદયાત્રા આપણને યાદ અપાવશે કે સ્વતંત્રતાનો સંઘર્ષ આત્મનિર્ભરતાના સંકલ્પથી જ જીતાયો હતો. આ યાત્રા દ્વારા યુવાનોમાં “વોકલ ફોર લોકલ” અને “આત્મનિર્ભર ભારત”ના સંકલ્પને વધુ મજબૂત બનાવવામાં આવશે. સરદાર પટેલે અલગ અલગ રજવાડાઓને જોડીને નકશા પર ભારતને એક કર્યું હતું. આમ શ્રી વાઘાણીએ ‘હું પોતે સરદાર છું’, એવા ભાવ સાથે સૌ નાગરિકોને આ ‘યુનિટી માર્ચ’માં જોડાવવા માટે આહ્વાન કર્યું હતું.
—–
[10/10, 3:55 PM] Dilip Gajjar.Mahiti.Press: *વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ(VGRC)-ઉત્તર ગુજરાત*
……
*ઉર્જા અને પેટ્રોકેમિકલ મંત્રી શ્રી કનુભાઇ દેસાઈની ઉપસ્થિતિમાં ‘મિશન 500 GW પર ઉર્જા ‌વાર્તા અને નેટ ઝીરો તરફ ગતિ’ વિષયક સેમિનાર યોજાયો*
…….
*2030 સુધીમાં મિશન 500 GW ઉર્જા અંતર્ગત નેટ ઝીરો તરફ આગળ વધતા કેટલાક મહત્વના પગલાં લેવા સાથે ગુજરાત અને ભારત તૈયારીઓ અંગે ઉંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી*

વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ અંતર્ગત ઉર્જા અને પેટ્રોકેમિકલ મંત્રી શ્રી કનુભાઇ દેસાઈની ઉપસ્થિતિમાં ‘મિશન 500 GW પર ઉર્જા ‌વાર્તા અને નેટ ઝીરો તરફ ગતિ’ વિષયક સેમિનાર યોજાયો હતો. જેમાં 2030 સુધીમાં મિશન 500 GW થકી ભારતે કાર્બન ઉત્સર્જન ઘટાડવા અને ગ્રાહકો માટે વીજળીનો ખર્ચ ઘટાડવા માટે મહત્ત્વની ચર્ચાઓ કરવામાં આવી હતી‌.

જે અંતર્ગત થયેલી ચર્ચામાં થર્મલ જનરેશન કંપનીઓને ઓપન બિડ દ્વારા ડેવલપર્સ દ્વારા પોતાની જાતે નવીકરણીય ઊર્જા ઉત્પાદન ક્ષમતા સ્થાપિત કરવાની અને ગ્રાહકોને તે સપ્લાય કરવાની સુધારેલી માર્ગદર્શિકા અંગે, તથા અશ્મિભૂત ઇંધણના વપરાશને બંધ કરતા તેને બદલે નવીકરણીય ઊર્જા દ્વારા ઓછા ખર્ચે થર્મલ ઊર્જાથી થતા ફાયદા ખરીદદારોને મળતા, નવીકરણીય ઊર્જા DISCOM (Distribution Company) થર્મલ ઊર્જા સાથે સંતુલિત થશે. 2030 સુધીમાં 500 GW નોન-ફોસિલ ઇંધણ ક્ષમતાના લક્ષ્યને પ્રાપ્ત કરવા તરફ આ એક ખૂબ જ મહત્વપૂર્ણ પગલું સાબિત થવા સાથે 2047માં વિકસિત ભારતના પાયામાં પણ આ મિશનની મહત્વની ભૂમિકા રહેશે.

કેન્દ્ર સરકારના આ પગલાથી ઊર્જા સંક્રમણ ઝડપી બનશે અને તે વપરાશકર્તા અને વિતરણ કંપનીઓ બંને માટે ફાયદાકારક રહેશે. આ મહત્ત્વપૂર્ણ પેનલચર્ચામાં અધ્યક્ષશ્રી, CEA- ઘનશ્યામ પ્રસાદ, ભૂતપૂર્વ અધ્યક્ષ, સીઈઆરસીશ્રી પી. કે. પૂજારી, નોર્વેના ભૂતપૂર્વ પર્યાવરણ મંત્રીશ્રી એરિક સોલહેમ, જી.ટી.યુના વાઈસ ચાન્સેલરશ્રી ર્ડા. રાજુલ ગજ્જર, ભૂતપૂર્વ ચેરમેનશ્રી GERC આનંદ કુમાર, સીએમડી, ઝોડિયાક એનર્જી લિમિટેડ, અધ્યક્ષ, ઊર્જા સમિતિ, શ્રી કુંજ શાહ સહભાગી બન્યા હતા‌.
૦૦૦૦૦૦૦
[10/10, 4:01 PM] Dilip Gajjar.Mahiti.Press: *વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ(VGRC)-ઉત્તર ગુજરાત*
*****
*મહેસાણાની ગણપત યુનિવર્સિટી ખાતે પ્રવાસન વિભાગનું પ્રદર્શન – ‘ઉત્તર ગુજરાતની ધરોહર’ આકર્ષણનું કેન્દ્ર બન્યું*
***
*ઉત્તર ગુજરાતનાં પ્રવાસન સ્થળોની પ્રતિકૃતિઓ અને વર્ચ્યુઅલ રિયાલિટી(VR) બેઇઝ્ડ અનુભવોએ મુલાકાતીઓને ઘેલું લગાડ્યું*
****
*તા.૧૩ ઑક્ટોબર સુધી આ પ્રદર્શનનો લાભ લઈ શકાશે*
**

મહેસાણાની ગણપત યુનિવર્સિટી ખાતે આયોજિત ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટ’ની પ્રથમ કડી અંતર્ગત ગુજરાત પ્રવાસન વિભાગનું ઉત્તર ગુજરાતના સાંસ્કૃતિક વારસાની સમૃદ્ધ ધરોહર અને કુદરતી સૌંદર્યને રજૂ કરતું વિશેષ પેવેલિયન મુલાકાતીઓમાં ચર્ચા અને આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

આ પેવેલિયનમાં ઉત્તર ગુજરાતની ભવ્ય ધાર્મિક અને સાંસ્કૃતિક વિરાસતો- જેવી કે, અંબાજી મંદિર, મોઢેરા સૂર્યમંદિર, વડનગર કીર્તિતોરણ, રાણી કી વાવ, પાટણનાં પટોળા, વડનગર પુરાતત્ત્વ મ્યુઝિયમ, જેસોર સ્લોથ-રીંછ અભયારણ્ય, હાટકેશ્વર મંદિર ઉપરાંત, ગીરનું વનજીવન અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવાં લોકપ્રિય સ્થળોનું જીવંત પ્રદર્શન કરવામાં આવ્યું છે.

આ પ્રદર્શનમાં મુલાકાતીઓને ગુજરાતના ભવ્ય ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાની વાસ્તવિક અનુભૂતિ અપાવવા માટે અહીં વિશેષ VR ઝોન (Virtual Reality Zone) પણ તૈયાર કરવામાં આવ્યો છે, જ્યાં પ્રવાસીઓ ગુજરાતના લોકપ્રિય સ્થળોની વર્ચ્યુઅલ સફર કરી શકે છે.

રાજ્યનાં વિવિધ પ્રવાસન સ્થળોની વિગતવાર માહિતી માટે બ્રોશર, બુકલેટ, ડેસ્ટિનેશન મેપ્સ, થીમ આધારિત પ્રવાસન ગાઇડ્સ, સંસ્કૃતિ અને ઉત્સવો પર આધારિત પુસ્તિકાઓ પણ ઇન્ફોર્મેશન ડેસ્ક દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

આ પેવિલિયનમાં વિવિધ વિભાગોમાં ગુજરાતના ઐતિહાસિક વારસા, મંદિરોનાં શિલ્પ અને સ્થાપત્યકળા, હસ્તકળાઓ, લોકકળાઓ, કુદરતી સૌંદર્ય અને વન્યજીવનને રજૂ કરતી ડિસ્પ્લે પેનલ્સ દ્વારા રાજ્યના પ્રવાસન વૈવિધ્યને જીવંત કરવામાં આવ્યું છે. તા.૧૩ ઑક્ટોબર સુધી આ પ્રદર્શનનો લાભ લઈ શકાશે.

ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા રાજ્યના પ્રવાસન ઉદ્યોગને વધુ વેગ આપવા અને ‘એક્સપ્લોર ઍન્ડ એક્સપિરિયન્સ ગુજરાતના સંદેશને વધુ વ્યાપક બનાવવાના ઉદ્દેશથી આ સમગ્ર પેવેલિયનમાં ટેક્નોલોજીના ઉપયોગ સાથે પરંપરાગત વારસો અને આધુનિક ગુજરાતનો અનુભવ એક સાથે મળી રહ્યાનો આનંદ મુલાકાતીઓના ચહેરા પર સ્પષ્ટ જોઈ શકાય છે.
૦૦૦૦૦
[10/10, 4:12 PM] Dilip Gajjar.Mahiti.Press: https://drive.google.com/drive/folders/1kfAMJhNrohQ0M6kznZ81LnvOwD_60l4B?usp=sharing
[10/10, 4:12 PM] Dilip Gajjar.Mahiti.Press: *આ લિંકમાં VGRC ના આજના તમામ ફોટો અપડેટ કરવામાં આવશે*
[10/10, 4:12 PM] Dilip Gajjar.Mahiti.Press: https://drive.google.com/drive/folders/1kfAMJhNrohQ0M6kznZ81LnvOwD_60l4B?usp=sharing
[10/10, 4:23 PM] Dilip Gajjar.Mahiti.Press: 10-10-2025 PRESS CONFERANCE -HON’BLE MINISTER SHRI HARSHBHAI SANGHAVI
https://photos.app.goo.gl/N98mtnHMZSmDAjbA8
[10/10, 4:25 PM] Dilip Gajjar.Mahiti.Press: *વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ(VGRC)-ઉત્તર ગુજરાત*
‌‌……
*મહેસાણાની ગણપત યુનિવર્સિટી ખાતે ગુજરાત ગ્રીન હાઇડ્રોજન માટે આદર્શ હબ વિષયક ચર્ચા સત્ર યોજાયું*
……..
*શુદ્ધ હાઇડ્રોજન ઉત્પાદનને પ્રોત્સાહન આપી ગુજરાતને વૈશ્વિક હાઇડ્રોજન હબ તરીકે મજબૂત બનાવવા પેનલ દ્વારા ચર્ચા કરાઇ*
…….
વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ(VGRC) અંતર્ગત મહેસાણાની ગણપત યુનિવર્સિટી ખાતે ગુજરાત ગ્રીન હાઇડ્રોજન માટે આદર્શ હબ વિષયક ચર્ચાસત્ર યોજાયું હતુ. નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન અંતર્ગત ગુજરાતે 2023 સુધીમાં 3 MMTPA ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદનનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે. આ પેનલ ચર્ચામાં ઈલેક્ટ્રોલાઇઝર મેન્યુફેક્ચરિંગ, ક્લસ્ટર વિકાસ અને નિકાસ તકો તેમજ નાના તેમજ લઘુ ઉદ્યોગ (MSME)ને શુદ્ધ હાઇડ્રોજન ઉત્પાદનને પ્રોત્સાહન આપીને ગુજરાતને વૈશ્વિક હાઇડ્રોજન હબ તરીકે મજબૂત બનાવવા પર ચર્ચા કરવામાં આવી હતી.

ગ્રીન હાઇડ્રોજન મિશન દ્વારા, ભારત હાઇડ્રોજન ટેકનોલોજીમાં નવીનતા અને ઉત્પાદન માટે વૈશ્વિક કેન્દ્ર તરીકે ઉભરી આવશે. જેમાં ગુજરાત ગ્રીન હાઈડ્રોજન માટે હબ બની રહેશે. આ મુદ્દે પેનલ ચર્ચામાં નવીન વિચારો, તકો અને ભવિષ્યની‌ તૈયારીઓ‌ અંગે સવિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.

પેનલ ચર્ચાના ‌અંતે પેનલમાં ઉપસ્થિત તજજ્ઞો દ્વારા એક મતે વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો કે, ગુજરાત ઉદ્યોગસાહસિકતા અને નવીનતાની ભૂમિ હોવા સાથે ભારતના વિકાસનું ગ્રોથ એન્જિન છે. અરવલ્લીની તળેટીથી લઈને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા સુધી ગુજરાત હંમેશા દ્રષ્ટિકોણમાં હિંમતવાન, કાર્યમાં નિર્ણાયક રહ્યું છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ તે ઊર્જા અને ઔદ્યોગિક વિકાસમાં રાષ્ટ્રીય સ્તરે ઉભરી આવ્યું છે. રાજ્યએ પહેલાથી જ 39 GW થી વધુ નવીકરણીય ક્ષમતા સ્થાપિત કરી છે અને દેશભરમાં સ્વચ્છ ઊર્જા પહોંચાડવા માટે મોટા પાયે નવીકરણીય ઊર્જા, ગ્રીન હાઇડ્રોજન ઇકોસિસ્ટમ્સ, પમ્પ્ડ સ્ટોરેજ અને અદ્યતન ટ્રાન્સમિશન નેટવર્ક દ્વારા તેની આગામી છલાંગ માટે તૈયારી કરી રહ્યું છે ત્યારે આ સાહસિક પગલાં ભારતની ઊર્જા સુરક્ષાના મુખ્ય મથક તરીકે અને ભવિષ્ય માટે તૈયાર ઊર્જા ઇકોસિસ્ટમ દ્વારા સંચાલિત, નેટ-ઝીરો તરફ રાષ્ટ્રના સંક્રમણના ચાલક તરીકે ગુજરાતની ભૂમિકાને મજબૂત બનાવશે.
આ મહત્ત્વપૂર્ણ પેનલ ચર્ચામાં પ્રશાંત ચૌબે, શાલિન શેઠ, હેમંત મારિયા, કપિલ મહેશ્વરી, Eva verstrelen, દલજીત સિંહ કોહલી સહભાગી બન્યા હતા.
૦૦૦૦૦૦૦
[10/10, 4:33 PM] Dilip Gajjar.Mahiti.Press: *વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ(VGRC) – ઉત્તર ગુજરાત*
****
*મહેસાણામાં ‘રીજનલ એસ્પીરેશન્સ, ગ્લોબલ એમ્બિશન્સ’ની થીમ સાથે યોજાયેલ બે દિવસીય કોન્ફરન્સનું સફળતાપૂર્વક સમાપન*

– ૨૯,૦૦૦થી વધુ સહભાગીઓ નોંધાયા
– ૭૦થી વધુ દેશોની સહભાગિતા સાથે ૪૪૦થી વધુ આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ સહભાગી થયા
– ૧૬૦થી વધુ B2B (બિઝનેસ ટુ બિઝનેસ) અને ૧૦૦થી વધુ B2G (બિઝનેસ ટુ ગવર્નમેન્ટ) બેઠકો યોજાઈ
– ૪૧૦થી વધુ પ્રદર્શકોએ ભાગ લીધો, જેમાં ૧૭૦થી વધુ MSME અને સ્ટાર્ટઅપ્સની સક્રિય ભાગીદારી
– ૧૨૧૨ જેટલા એમઓયુ થયા. આ એમઓયુ થકી અંદાજિત ૩ લાખ ૨૪ હજાર કરોડનું રોકાણ ઉત્તર ગુજરાતમાં આવનારા દિવસોમાં આવશે
*****
*બે દિવસીય રિજનલ કોન્ફરન્સ ઉત્તર ગુજરાતમાં ઉદ્યોગ, રોકાણ અને રોજગારીની નવી તકો ઉભી કરશે :- ઉદ્યોગમંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત*
*****
ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’ના વિઝનને સાકાર કરવાના ઉદ્દેશ્ય સાથે મહેસાણાની ગણપત યુનિવર્સિટી ખાતે યોજાયેલા બે દિવસીય વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ(ઉત્તર ગુજરાત)નું સફળતાપૂર્વક સમાપન થયું હતું.

‘રિજિયોનલ એસ્પિરેશન્સ, ગ્લોબલ એમ્બિશન્સ’ની થીમ પર યોજાયેલ આ બે દિવસીય કોન્ફરન્સ ઉત્તર ગુજરાતમાં ઉદ્યોગ, રોકાણ અને રોજગારીની નવી તકો ઉભી કરશે. આ ઉપરાંત, આ રિજનલ કોન્ફરન્સ ઈનોવેશન, સસ્ટેનેબિલિટી અને સર્વસમાવેશક વિકાસ માટેના રોલ મોડેલ તરીકે રાજ્યને સ્થાપિત કરવામાં નોંધપાત્ર સાબિત થઈ છે.

ઉદ્યોગમંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, ઉત્તર ગુજરાતના મહેસાણા ખાતે આયોજિત પ્રથમ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સની સફળતા અંગે વાત કરતા ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, આ રિજનલ વાઇબ્રન્ટ કોન્ફરન્સમાં અંદાજિત ૩૦ હજાર જેટલા લોકોએ ભાગ લીધો હતો અને ૭૨ જેટલા દેશોના લોકો આ સમિટમાં જોડાયા હતા.

તેમને વધુમાં ઉમેર્યું કે, આ રિજનલ કોન્ફરન્સ દરમિયાન ૧૨૧૨ જેટલા એમઓયુ થયા છે. આ એમઓયુ થકી અંદાજિત ૩ લાખ ૨૪ હજાર કરોડનું રોકાણ ઉત્તર ગુજરાતમાં આવનારા દિવસોમાં થવાનું છે.

ઉદ્યોગ મંત્રીશ્રીએ કહ્યું હતું કે, વિવિધ દેશોના ઉદ્યોગકારો અને સંગઠનો આ વાઇબ્રન્ટ સમિટમાં ભાગ લેવા આવ્યા હતા, તેઓની સાથે ગુજરાતના ઉત્પાદનોની નિકાસ અંગે બેઠકો પણ થઈ હતી અને અને આ બેઠકો થકી પણ ₹૫૦૦ કરોડનો વેપાર થયાનો અંદાજ છે.

આ કોન્ફરન્સ ઉત્તર ગુજરાત માટે નવી તકો લઈને આવ્યું છે અને રોકાણ તથા ઇનોવેશનના કેન્દ્ર તરીકે રાજ્યના સ્થાનને મજબૂત કરશે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

*વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ(VGRC) – ઉત્તર ગુજરાત- આંકડાઓ અને સિદ્ધિઓ*

*નોંધણી અને ભાગીદારી: ૨૯,૦૦૦થી વધુ લોકોએ (રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય) રજીસ્ટ્રેશન કરાવ્યું.
*વૈશ્વિક સહભાગિતા: ૭૦થી વધુ દેશોની સહભાગિતા સાથે ૪૪૦થી વધુ આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓએ (કંપનીઓ અને વ્યક્તિઓ) હાજરી આપી હતી.
*રાજદ્વારીઓની ઉપસ્થિતિ :- જાપાન, વિયેતનામ, ન્યૂઝીલેન્ડ, રવાન્ડા, ગયાના, યુક્રેન સહિતના દેશોના રાજદ્વારીઓ (એમ્બેસેડર્સ અને હાઈ કમિશનર્સ)ની વિશેષ ઉપસ્થિતિ રહી.
*બિઝનેસ મીટીંગ્સ :- સંમેલન દરમિયાન ૧૬૦થી વધુ B2B (બિઝનેસ ટુ બિઝનેસ) અને ૧૦૦થી વધુ B2G (બિઝનેસ ટુ ગવર્નમેન્ટ) બેઠકોનું આયોજન થયું હતું.
*પાર્ટનર સંસ્થાઓ: વર્લ્ડ બેંક, JETRO, US-ઇન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોરમ અને ઇન્ડો કેનેડિયન બિઝનેસ ચેમ્બર જેવી મોટી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સક્રિય પાર્ટનર તરીકે જોડાઈ હતી.

*પ્રદર્શન, નોલેજ સેશન્સ અને મુખ્ય રોકાણ*

– *એક્ઝિબિશન* – ૧૮,૦૦૦ ચો. મીટર વિસ્તારમાં ફેલાયેલા પ્રદર્શનનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્રીય મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવની ઉપસ્થિતિમાં થયું હતું. પ્રદર્શનની થીમ ‘વોકલ ફોર લોકલ’ અને ‘હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’ પર આધારિત હતી.

– *પ્રદર્શકો* – ૪૧૦થી વધુ પ્રદર્શકોએ ભાગ લીધો, જેમાં ૧૭૦થી વધુ MSME અને સ્ટાર્ટઅપ્સની સક્રિય ભાગીદારી નોંધાઈ.

– *બાયર-સેલર મીટ* – ૩૪ વિદેશી ખરીદદારો સાથે રિવર્સ બાયર-સેલર મીટનું આયોજન કરાયું, જેણે MSME અને સ્ટાર્ટઅપ્સ માટે નિકાસના દ્વાર ખોલ્યા.

– *નોલેજ સેશન્સ* – બે દિવસમાં કુલ ૪૬થી વધુ મુખ્ય સત્રો યોજાયા, જેમાં ૨ રાઉન્ડટેબલ કોન્ફરન્સીસ, ૧૩ પેનલ ડિસ્કશન અને ૩૧ સેમિનારનો સમાવેશ થાય છે.

– વિવિધ સત્રોમાં ગ્રીન એનર્જી અને ક્લાઇમેટ ફાઇનાન્સ, ઇ કોમર્સ ડિજિટલ પ્લેટફોર્મ, એડવેન્ચર ટુરિઝમ અને એક્સપોર્ટ પ્રમોશન, સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ, એગ્રી-ટેક અને નેચરલ ફાર્મિંગ, ડેરી ટેક્નોલોજી, એનર્જી, ટેક્નોલોજી ટ્રાન્સફર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સહકાર, ક્રિટિકલ મિનરલ્સ, સ્કીલ ડેવલપમેન્ટ, રોજગાર નિર્માણ, રિન્યુએબલ એનર્જી, ન્યુક્લિયર એનર્જી, ગ્રીન હાઇડ્રોજન અને સ્કિલિંગ ફોર ગ્રીન ઇકોનોમી જેવા વિષયો પર ઊંડાણપૂર્વક ચર્ચાઓ થઈ.

– *મહત્ત્વપૂર્ણ રોકાણ* – રિજનલ કોન્ફરન્સ દરમિયાન અક્ષય ઊર્જા, ગ્રીન હાઇડ્રોજન અને અદ્યતન ઉત્પાદન ક્ષેત્રોમાં વિવિધ સમજૂતી કરારો (MoUs) અને વ્યૂહાત્મક ભાગીદારીઓ થઈ.

*******
[10/10, 4:39 PM] Dilip Gajjar.Mahiti.Press: _*::પ્રથમ વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું શાનદાર સમાપન::*_
———–
*દ્વિ-દિવસીય કોન્ફરન્સમાં વિવિધ સેક્ટર્સમાં રોકાણો માટેના 1212 MOUથી અંદાજે 3.24 લાખ કરોડના રોકાણો ઉત્તર ગુજરાતમાં ભવિષ્યમાં આવવાથી પ્રાદેશિક વિકાસને નવી ગતિ મળશે: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ*
————
*નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ અને ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતની પ્રેરક ઉપસ્થિતિ*
…….
_*મુખ્યમંત્રીશ્રી*_
* લોકોને સરકાર સાથે જોડીને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘સ્વચ્છતાથી સેમીકંન્ડક્ટર’ સુધીના દરેક ક્ષેત્રોમાં વિકાસની ઉંચાઈઓ સર કરી છે.
*લોકોની સહભાગીતાથી દરેક ગામ – દરેક પ્રદેશ સુધી વિકાસ તેમના સુધી પહોંચાડવાનું વડાપ્રધાનશ્રીનું વિઝન વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સથી પાર પડશે
*પ્રથમ વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સની સફળતાનું સંપૂર્ણ શ્રેય વડાપ્રધાનશ્રીના સતત માર્ગદર્શન – પાર્ટનર કંટ્રીઝ્ના સહયોગ અને દેશ-વિદેશના ડેલિગેટ્સ તથા ટિમ ગુજરાતના કર્મયોગીઓને ફાળે જાય છે.
* પ્રથમ રિજનલ કોન્ફરન્સની સફળતા “વોકલ ફોર લોકલ” અને “ગામથી ગ્લોબલ”ની દિશામાં અવિરત આગળ વધવાનો વિશ્વાસ દ્રઢ બનાવે છે.
————
*’ચાર્ટિંગ અ પાથ ટુવર્ડઝ વિકસિત ગુજરાત @૨૦૪૭‘ પુસ્તકનું વિમોચન*
*પ્રતિષ્ઠિત હાથશાળ અને હસ્તકલા એવોર્ડ તેમજ MSME વુમન એવોર્ડ એનાયત કરાયા*
———-
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ લોકોને સરકાર સાથે જોડીને ‘સ્વચ્છતાથી સેમિકન્ડક્ટર’ સુધીના દરેક ક્ષેત્રોમાં વિકાસની ઊંચાઈઓ સર કરી છે.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, વિકાસ ફક્ત નગરો કે મોટા શહેરો સુધી જ ન રહે અને દરેક ગામ, દરેક પ્રદેશના લોકો તેના સહભાગી થાય અને વિકાસ તેમના સુધી પણ પહોંચે તેવા વડાપ્રધાનશ્રીના વિઝનથી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું રાજ્યમાં આયોજન થયું છે.

મુખ્યમંત્રીશ્રી મહેસાણા જિલ્લાના ખેરવાની ગણપત યુનિવર્સિટી પરિસરમાં યોજાયેલી ઉત્તર ગુજરાત પ્રદેશની દ્વિ-દિવસિય વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સના સમાપન અવસરે અધ્યક્ષીય સંબોધન કરી રહ્યા હતા.

તેમણે “વેલ બિગન ઇઝ હાફ ડન” ઉક્તિનો ઉલ્લેખ કરતાં ઉમેર્યું કે, વડાપ્રધાનશ્રીએ ગ્લોબલ વિલેજ અને વોકલ ફોર લોકલનો જે વિચાર આપ્યો તેને પ્રથમ રિજનલ કોન્ફરન્સની આ સફળતાએ બળ આપ્યું છે.

મુખ્યમંત્રીશ્રીએ ઉત્તર ગુજરાતની આ રિજનલ કોન્ફરન્સની ફલશ્રુતિ આપતા જણાવ્યું કે, બે દિવસમાં 21 ક્ષેત્રોમાં રોકાણ માટેના 1212 એમ.ઓ.યુ. દ્વારા સંભવિત 3.24 લાખ કરોડના રોકાણો ઉત્તર ગુજરાતમાં આવનારા સમયમાં આવશે અને પ્રદેશના વિકાસને નવી ગતિ મળશે.

તેમણે આ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સની આવી અપ્રતિમ સફળતાનો સંપૂર્ણ શ્રેય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના સતત માર્ગદર્શનને આપ્યો હતો. એટલું જ નહીં પાર્ટનર કન્ટ્રીઝ, કોન્ફરન્સમાં જોડાયેલા દેશ-વિદેશના ડેલિગેટ્સ તથા કેન્દ્ર સરકારના મંત્રીઓ અને ટીમ ગુજરાતના કર્મયોગીઓને પણ તેમણે આ સફળતાના હક્કદાર ગણાવ્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ એમ પણ કહ્યું કે, વડાપ્રધાનશ્રીના દિશાદર્શનમાં અત્યાર સુધીમાં 10 વાઇબ્રન્ટ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ સફળતાથી પાર પાડીને દરેક સમિટ નવી ઉર્જા, નવા રોજગાર અવસર અને નવા રોકાણો આપણને મળ્યા છે. હવે પ્રાદેશિક વાઇબ્રન્ટ કોન્ફરન્સનો પ્રયોગ વધુ વિસ્તૃત અને પ્રાસંગિક બન્યો છે. ઉત્તર ગુજરાતની આ પ્રથમ રિજનલ કોન્ફરન્સની સફળતા દર્શાવે છે કે રાજ્યમાં વિકાસ ‘ગામથી ગ્લોબલ’ની દિશામાં અવિરત આગળ વધી રહ્યો છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ 2003માં વાઇબ્રન્ટ સમિટના વિચારને તત્કાલીન સમયે પડકારો વચ્ચે સાકાર કરીને વાઇબ્રન્ટ સમિટને ઉત્તરોત્તર સિદ્ધિઓ અપાવી તેની પણ વિસ્તૃત છણાવટ કરી હતી.

તેમણે આ દ્વિ દિવસિય કોન્ફરન્સમાં યોજાયેલા ચર્ચા સત્રો, સેમિનાર્સ, પ્રેઝન્ટેશન અને એમ.ઓ.યુ. રિજનલ ડેવલપમેન્ટનો નવો અધ્યાય રચાશે તેવો દૃઢ વિશ્વાસ દર્શાવ્યો હતો અને આગામી સમયમાં યોજાનારી અન્ય પ્રદેશોની રિજનલ કોન્ફરન્સમાં પણ લોકોની સક્રિયતાની અપેક્ષા વ્યક્ત કરી હતી.

આ કાર્યક્રમમાં નાણાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, “વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ૨૦૦૩માં વાઇબ્રન્ટ સમિટ યોજીને જે દૂરંદેશી દાખવી હતી, તે ફળીભૂત થઈ છે. તેમના આ મોડેલથી પ્રેરાઈને આજે અન્ય રાજ્યો પણ આવી ઇવેન્ટ્સનું આયોજન કરી રહ્યા છે. કોરોનાકાળના પડકારો છતાં વાઇબ્રન્ટની યાત્રા અવિરત રહી છે. હવે ગુજરાતના ચાર રિજિયન પૈકી નોર્થ ગુજરાતથી રિજનલ વાઇબ્રન્ટનો પ્રારંભ થયો છે. મને ખાતરી છે કે નોર્થ ગુજરાત સમગ્ર રાજ્યનું શ્રેષ્ઠ રિજિયન બની રહેશે.”

આ પ્રસંગે ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે કહ્યું કે, “રાજ્યના દરેક ક્ષેત્રને વિકાસમાં સહભાગી બનાવવાના ઉમદા ઉદ્દેશ સાથે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનો પ્રારંભ થયો છે. આ પ્રથમ કડીમાં બે દિવસ સુધી લઘુ, મધ્યમ અને મેગા ઉદ્યોગગૃહો તેમજ સ્ટેકહોલ્ડર્સ સાથે ગુણવત્તા, સ્કિલ ડેવલપમેન્ટ જેવા વિષયો પર વિસ્તૃત ચર્ચાઓ અને MOU થયા છે.”

શ્રી રાજપૂતે ઉમેર્યું કે, “વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દેશના નાનામાં નાના માણસની ચિંતા કરે છે. યુદ્ધ, ટેરિફ અને ઔદ્યોગિક સ્પર્ધાના સમયમાં પણ GST રિફોર્મ અને ₹૧૨ લાખ સુધીની આવક પર ઇન્કમટેક્સમાં છૂટ જેવા નિર્ણયો દ્વારા તેઓ ‘વિકસિત ભારત @૨૦૪૭’ના નિર્માણ માટે દેશને પ્રોત્સાહિત કરી રહ્યા છે. ગુજરાતમાં પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના મક્કમ નેતૃત્વ હેઠળ સિંગલ વિન્ડો સિસ્ટમ અને ઉદ્યોગલક્ષી નીતિઓના પરિણામે ‘ઈઝ ઑફ ડુઈંગ બિઝનેસ’નું શ્રેષ્ઠ વાતાવરણ નિર્માણ થયું છે.

ઉદ્યોગ અને ખાણ વિભાગના અગ્ર સચિવ શ્રીમતી મમતા વર્માએ જણાવ્યું કે, “રિજનલ વાઇબ્રન્ટ સમિટ રાજ્યના સમાન અને સંતુલિત વિકાસની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. આ કોન્ફરન્સથી પ્રાદેશિક સ્તરે ઉદ્યોગો વચ્ચે પરસ્પર ભાગીદારી, નેટવર્કિંગ અને વિચારોનું આદાન-પ્રદાન શક્ય બન્યું છે, જેનાથી ઉદ્યોગ અને રોજગારના નવા ક્ષેત્રોને ઉભરવાની તક મળશે.”

ઉદ્યોગ કમિશનર શ્રી પી. સ્વરૂપે બે દિવસીય કોન્ફરન્સની સફળતાનો ચિતાર આપતાં જણાવ્યું કે, “આ સમિટમાં ૩૪ જેટલી વિદેશી કંપનીઓએ ભાગ લીધો છે. ૧૭૦થી વધુ સ્ટાર્ટઅપ્સ પણ જોડાયા છે. નાના અને મોટા તમામ પ્રકારના ઉદ્યોગપતિઓ સહભાગી બન્યા છે. ૮૦થી વધુ દેશોની ભાગીદારી સાથે આ સમિટ વૈશ્વિક બની છે. કૃષિ સેમિનારમાં જાપાન, વિયેતનામ, દક્ષિણ કોરિયા અને નેધરલેન્ડ જેવા દેશોએ ભાગીદારી નોંધાવી છે. દેશ-વિદેશના મળીને કુલ ૨૯,૦૦૦ જેટલા રજિસ્ટ્રેશન થયા હતા, જેમાં ૪૪૦થી વધુ આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ સહભાગી થયા હતા.”

મહેન્દ્રા એગ્રીના CEO શ્રી અશોક શર્મા તથા વેલસ્પન ગ્રુપના CEO શ્રી કપિલ મહેશ્વરીએ રિજનલ વાઇબ્રન્ટ કોન્ફરન્સના આયોજનને બિરદાવતા ગુજરાતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઔદ્યોગિક વિકાસ માટેની ઇકોસિસ્ટમની પ્રશંસા કરી હતી. તેમણે ખાસ કરીને પોટેટો ફૂડ પ્રોસેસિંગ અને રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં ગુજરાતની પ્રગતિ અંગે હકારાત્મક પ્રતિભાવો આપ્યા હતા.

આ પ્રસંગે મુખ્ય સચિવશ્રી પંકજ જોષી, અધિક મુખ્ય સચિવશ્રી એમ.કે.દાસ, કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી અંજુ શર્મા, ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી એસ.જે.હૈદર, ગણપત યુનિવર્સીટીના પ્રમુખ ગણપતભાઇ પટેલ, મહિન્દ્રાના સીઇઓ શ્રી દેવીન્દર સિંઘ સહિત ઉદ્યોગ જગતના અગ્રણીઓ, શૈક્ષણિક સંસ્થાના પ્રતિનિધિઓ અને ઔધોગિક એસોશિયેશનના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા
———
[10/10, 5:01 PM] Dilip Gajjar.Mahiti.Press: *વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) – ઉત્તર ગુજરાત*
………
*ટેકનોલોજી, નવીનતા અને વૈશ્વિક ભાગીદારીથી કૃષિ સંપત્તિના નિર્માણ પર નિષ્ણાતોનું મંથન*
……..
*ગુજરાત સરકાર એગ્રી-ટેકને પ્રોત્સાહન આપવા કટિબદ્ધ: ડૉ. અંજુ શર્મા*
……..

વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સના ભાગરૂપે આજે ઉત્તર ગુજરાતના મહેસાણાની ગણપત યુનિવર્સિટી ખાતે “ટુવર્ડ્સ એગ્રી વેલ્થ: ટ્રાન્સફોર્મિંગ એગ્રીકલ્ચર થ્રુ ટેકનોલોજી, ઇનોવેશન એન્ડ ગ્લોબલ પાર્ટનરશિપ્સ” વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતુ.

આ સેમિનારનો મુખ્ય ઉદ્દેશ કૃષિ ક્ષેત્રમાં ટેકનોલોજી, નવીનતા અને વૈશ્વિક ભાગીદારીનો સમન્વય કરીને ખેડૂતોની આવક બમણી કરવા અને કૃષિ સંપત્તિનું નિર્માણ કરવા માટેના રોડમેપ પર ચર્ચા કરવાનો હતો.

આ કાર્યક્રમમાં સરકારના ઉચ્ચ અધિકારીઓ, કૃષિ નિષ્ણાતો, ઉદ્યોગ જગતના અગ્રણીઓ અને પ્રગતિશીલ ખેડૂતોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી ડૉ. અંજુ શર્માએ સ્વાગત પ્રવચન કર્યું હતું. તેમણે જણાવ્યું કે, “ગુજરાત સરકાર રાજ્યમાં એગ્રી-ટેક સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવા અને નવીનતમ ટેકનોલોજીનો લાભ છેવાડાના ખેડૂતો સુધી પહોંચાડવા માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છે. સરકારે આ દિશામાં અનેકવિધ પહેલો કરી છે, જેના પરિણામે આજે ગુજરાત કૃષિ ક્ષેત્રે દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે.”

ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના અધિક સચિવ શ્રી પ્રમોદ કુમાર મહેરડાએ ભારત સરકારના વિઝન પર પ્રકાશ પાડ્યો. તેમણે જણાવ્યું કે, “કેન્દ્ર સરકારે સપ્ટેમ્બર ૨૦૨૪માં ડિજિટલ એગ્રીકલ્ચર મિશનને મંજૂરી આપી છે, જેનો મુખ્ય ઉદ્દેશ ‘એગ્રી સ્ટેક’ તરીકે ઓળખાતું ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર (DPI) બનાવવાનો છે. આ પહેલ હેઠળ, દેશના ૧૪ રાજ્યોમાં ૭.૨૫ કરોડ ખેડૂતોના આઈડી બનાવવામાં આવ્યા છે અને ૫૫૬ જિલ્લામાં ડિજિટલ ક્રોપ સર્વે (DCS) સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. આનાથી ખેડૂતોને પાક-સંબંધિત સચોટ માહિતી અને સરકારી યોજનાઓનો સીધો લાભ મળશે.”

શ્રી પરમેશ શાહે જણાવ્યું કે, “કૃષિ ક્ષેત્ર માટે ફાઉન્ડેશનલ DPI એ ગેમ-ચેન્જર સાબિત થશે.” તેમણે DPI ના મુખ્ય ઉપયોગો સમજાવ્યા, જેમાં ખેડૂતોની ડિજિટલ પ્રોફાઇલ, ડિજિટલ એગ્રી-ફાઇનાન્સ, ટ્રેસેબિલિટી (ઉત્પાદનની ઓળખ), માર્કેટ ડિસ્કવરી અને AI-આધારિત સલાહકાર સેવાઓનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે, “આ ટેકનોલોજી ખેડૂતોને સરળતાથી ધિરાણ, બજાર અને આબોહવા આધારિત સચોટ સલાહ ઉપલબ્ધ કરાવશે, જે તેમની આવકમાં નોંધપાત્ર વધારો કરશે.”

શ્રી ડેન એલુફ અને સુશ્રી દીપિકા પ્રસાદે ખેતરોમાં ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના ઉપયોગ પર ભાર મૂક્યો હતો.

સુશ્રી દીપિકા પ્રસાદે સરકાર અને ખાનગી ક્ષેત્રને સાથે મળીને કામ કરવા અને ખેડૂતો માટે વાતચીત કરી શકે તેવા ‘એજેન્ટિક AI’ દ્વારા નાગરિક સેવાઓ સરળ બનાવવા માટે આહ્વાન કર્યું હતું. તેમણે ભારતમાં વધી રહેલી એગ્રી-ટેક કંપનીઓની ભૂમિકાને પણ બિરદાવી હતી.

આ ઉપરાંત, શ્રી દવિન્દર સિંહ દોસાંઝે પાક સંવર્ધન (Crop Breeding) ના ભવિષ્ય અને તેમાં ટેકનોલોજીની ભૂમિકા પર પોતાનું વક્તવ્ય આપ્યું હતું, જ્યારે શ્રી મિહિર દકવાલાએ પણ વિશેષ સંબોધન કર્યું હતું.

કાર્યક્રમના અંતમાં, શ્રી વિનાયક ઘટાટેએ સમગ્ર સત્રનો સારાંશ રજૂ કર્યો હતો અને શ્રી આર. પી. રાજપૂતે આભાર વિધિ કરી હતી.

આ સેમિનાર કૃષિ ક્ષેત્રના ભવિષ્ય માટે ટેકનોલોજી અને સહિયારા પ્રયાસો કેટલા મહત્વપૂર્ણ છે તે દર્શાવવામાં અત્યંત સફળ રહ્યો હતો.
૦૦૦૦૦૦
[10/10, 5:01 PM] Dilip Gajjar.Mahiti.Press: *વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ(VGRC)-ઉત્તર ગુજરાત*
**
*મહેસાણાની ગણપત યુનિવર્સિટી ખાતે સેમિનાર ‘રિન્યુએબલ એનર્જી એકીકરણ માટે બેટરી સ્ટોરેજ સોલ્યુશનનું મહત્વ’ વિષય પર સેમિનાર યોજાયો*
**
*ઉર્જા સંગ્રહ, ટેકનોલોજીના પડકારો અને કોર એન્જિનિયરિંગની તકો જેવા વિવિધ વિષયો ઉપર નિષ્ણાતો દ્વારા ચર્ચા કરવામાં આવી*
***

મહેસાણા જિલ્લાની ગણપત યુનિવર્સિટી ખાતે આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં ‘રિન્યુએબલ એનર્જી: સ્ટોરેજ સોલ્યુશનની મહત્વપૂર્ણ ભૂમિકા’ વિષય પર સેમિનાર યોજાયો હતો.

ઉર્જા સંગ્રહ, ઝડપી ટેકનોલોજી, અને કોર એન્જિનિયરિંગ વિષય સાથે સૌર અને પવન જેવી નવીનીકરણીય ઉર્જા સ્રોતોનો વ્યાપ વધતાં ગ્રીડની સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે ઉર્જા સંગ્રહ એ સમયની જરૂરિયાત છે તેવો સૂર સેમીનારમાં વ્યકત થયો હતો.

ટૂંકા અને લાંબા ગાળાના સ્ટોરેજ સોલ્યુશન્સ વિષય પર ચર્ચા કરાઇ હતી.ઉપસ્થિત વક્તાઓ દ્વારા, ટેકનોલોજીકલ પરિવર્તનની ઝડપી ગતિ અને બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ્સ (BESS) માટે જરૂરી કૌશલ્ય સમૂહ, રિસર્ચ અને ડેવલપમેન્ટ સાથે બેટરી અને સેલની ક્ષમતામાં થયેલા વિસ્ફોટક સુધારા પર વિગતે ચર્ચા કરાઇ હતી.

આ સેમીનારમાંવક્તાઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ઇલેક્ટ્રોનિક્સ અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ સહિતની કોર એન્જિનિયરિંગ શાખાઓ માટે વૈશ્વિક સ્તરે ઉર્જા સંક્રમણ તેમની સૌથી મોટી ભૂમિકા ભજવવાનો યોગ્ય સમય છે. ઉર્જા ક્ષેત્રમાં આ કૌશલ્યોની વૈશ્વિક માંગ એટલી ઊંચી છે કે જે કોઈ આ ક્ષેત્રમાં વિશેષતા વિકસાવવા માટે રોકાણને મોટો અવકાશ છે જેવી ઉર્જા સંલગ્ન બાબતો પર વિસ્તારથી ચર્ચા કરવા આ મંચ છે તેમ ચર્ચા કરાઇ હતી.

આ સેમિનારમાં સુશ્રી રાશી ગુપ્તા, સુશ્રી શુભ્રા ઠાકોર, શ્રી આનંદ અનુપમ, શ્રી અરુણકુમાર, શ્રી નરેશ ચંદક અને અન્ય આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યાં હતાં.
****
[10/10, 5:19 PM] Dilip Gajjar.Mahiti.Press: ગિફ્ટ સિટીના કાર્યક્રમમાં મીડિયાના મિત્રોએ VIP પાર્કિંગમાં (બ્લુ પાર્કિંગમાં) પોતાનું વાહન પાર્ક કરવાનું રહેશે.

પાર્કિંગથી એન્ટ્રી પોઈન્ટ સુધી ઇલેક્ટ્રિક વાહન અને બસની વ્યવસ્થા રહેશે.

કાર્યક્રમના સ્થળે મીડિયાના મિત્રોએ VIP (બ્લુ) ગેટથી સંસ્થાનું કાર્ડ બતાવીને એન્ટ્રી મેળવવાની રહેશે.

પાર્કિંગનું લોકેશન: https://maps.app.goo.gl/UsFKbaWY9Me4XARUA
[10/10, 10:15 PM] Dilip Gajjar.Mahiti.Press: *વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના રાષ્ટ્ર પ્રથમના ભાવને ઉજાગર કરતી અનોખી પ્રસ્તુતિ “મેરા દેશ પહેલે” ગુજરાતમાં સૌપ્રથમવાર ગિફ્ટ સિટીમાં 10 ઓક્ટોબરે યોજાઈ
*****
મુખ્યમંત્રીશ્રી સહિત મંત્રીમંડળના સભ્યો, સમાજ જીવનના અગ્રણીઓ, વરિષ્ઠ ઉદ્યોગકારો અને વિશાળ સંખ્યામાં નાગરિકો એ આ મંચન માણ્યું
*******
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વમાં આકાર લઈ રહેલા નવા ભારતના રૂપાંતરણની એક અનોખી કહાની “મેરા દેશ પહેલે”નો ગુજરાતમાં સૌપ્રથમ શો તા. 10 ઓક્ટોબર 2025 ગિફ્ટ સિટી ગાંધીનગર ખાતે યોજાયો હતો.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીમંડળના સભ્યો, સમાજ જીવનના અગ્રણીઓ, વરિષ્ઠ ઉદ્યોગકારો અને વિશાળ સંખ્યામાં નાગરિકો એ મંચન માણ્યું હતું.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ હંમેશા રાષ્ટ્રહિત સર્વોપરી રાખીને પોતાનું જીવન રાષ્ટ્રને સમર્પિત કરેલું છે. તેમના સમગ્ર જીવનની અનેક ઘટનાઓ-પ્રસંગો દેશવાસીઓમાં દેશ પ્રેમ સમર્પણ અને રાષ્ટ્રપ્રથમના ભાવ માટે પ્રેરણાદાયી બન્યા છે. “મેરા દેશ પહેલે” શ્રી નરેન્દ્રભાઈ મોદીની એ અદ્વિતિય સફરને મેગા શો દ્વારા જીવંત કરે છે.

‘મેરા દેશ પહેલે’ના દેશના અન્ય રાજ્યોમાં સફળ અને પ્રશંસનીય મંચન બાદ ગુજરાતમાં પ્રથમવાર ગિફ્ટ સિટી પરિસરમાં આ શો વિનામૂલ્ય પ્રવેશથી યોજાવામાં આવ્યો હતો.

પ્રસિદ્ધ સર્જક શ્રી મનોજ મુંતશિર નિર્મિત “મેરા દેશ પહેલે”નું મંચન નિહાળવા માટે આમંત્રિતો સહિત ઑનલાઈન રજીસ્ટ્રેશન દ્વારા પ્રવેશ મેળવેલા નાગરિકો એ આ પ્રસ્તુતિ માણી હતી.
*******
[10/11, 11:25 AM] Dilip Gajjar.Mahiti.Press: *Watch Live*

*Date* *11-10-25* | *Time* *11:00* *AM*

*LIVE: વિકાસ સપ્તાહ 2025 અંતર્ગત માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામયી ઉપસ્થિતિમાં રાજકોટ ખાતે પંચાયત વિભાગનો ‘વિકસિત ગામ – વિકસિત ગુજરાત’ કાર્યક્રમ.*

*CM attends Viksit Gam – Viksit Gujarat program organized at Rajkot as a part of Vikas Saptah 2025*

*YouTube*  :- https://www.youtube.com/watch?v=TXM0RS9dZUA

*YouTube*  :- https://www.youtube.com/watch?v=g-0-vWZ-ocE

*FB*       :- https://www.facebook.com/share/v/1AuJczxs7f/

*FB*       :- https://www.facebook.com/share/v/1ZVEf6iZ3A/

*Twitter*  :- https://x.com/CMOGuj/status/1976887864412750178

*Twitter*  :- https://x.com/Bhupendrapbjp/status/1976887865184555419

*CMO Gujarat Website*  :- https://cmogujarat.gov.in/en/watch-live

*PLEASE LIKE SHARE AND SUBSCRIBE*
[10/11, 11:30 AM] Dilip Gajjar.Mahiti.Press: _વિકાસ સપ્તાહ_
*પંચાયતી રાજ દિવસ: ‘સમરસથી સમૃદ્ધ’ થઈ રહી છે ગુજરાતની પંચાયત, 24 વર્ષોમાં 15,500 પંચાયતો સમરસ બની, ₹351 કરોડની વધારાની ગ્રાન્ટ મળી*
***
• *તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 29 ઓક્ટોબર, 2001થી ગુજરાતમાં લાગુ થઈ હતી સમરસ ગ્રામ યોજના*
• *રાજ્યમાં અત્યારસુધીમાં 828 મહિલા સમરસ પંચાયતો પણ બની છે, જેમને વધુ આર્થિક સહાય આપવામાં આવે છે*
• *વિકાસ સપ્તાહ દરમિયાન રાજ્યના 34 જિલ્લાઓની ગ્રામપંચાયતોમાં થશે 918 કાર્યક્રમો*
• *ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા સખીમંડળો અને વિવિધ કેટેગરીમાં જિલ્લાઓને સન્માનિત કરવામાં આવશે, સ્થાનિક ઉત્પાદનોનું પણ પ્રદર્શન કરવામાં આવશે*
***
*ગાંધીનગર, 11 ઓક્ટોબર, 2025:* 7 ઓક્ટોબર, 2001ના રોજ શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લઇને વહીવટ થકી જનસેવાની પ્રેરણાદાયક યાત્રાની શરૂઆત કરી હતી, જે આ વર્ષે 24 વર્ષોનો ગૌરવપૂર્ણ પડાવ પૂરો કરી રહી છે. આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર 7 થી 15 ઓક્ટોબર સુધી ‘વિકાસ સપ્તાહ’ની ઉજવણી કરી રહી છે, જેમાં 11 ઓક્ટોબર એટલે કે આજનો દિવસ પંચાયતી રાજ વ્યવસ્થા અને ગ્રામીણ સ્તરે સહભાગિતાને સમર્પિત હશે.

*શું છે ગુજરાતનું સમરસ ગ્રામ યોજના મોડલ અને શા માટે છે વિશિષ્ટ?*

ઉલ્લેખનીય છે કે, શ્રી નરેન્દ્ર મોદીના ગુજરાતના મુખ્યમંત્રી બનવાના થોડાક જ દિવસોમાં 29 ઓક્ટોબર, 2001ના રોજ ગુજરાતમાં સમરસ ગ્રામ યોજના લાગુ કરવામાં આવી હતી, જેણે ગુજરાતની ગ્રામીણ તેમજ પંચાયત વ્યવસ્થાની કાયાપલટ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. ગુજરાતની ‘સમરસ ગ્રામ યોજના’ ગ્રામીણ લોકતંત્રનું સફળ મોડલ છે, જેમાં ગામના તમામ વૉર્ડના સભ્યો અને સરપંચ સર્વસંમતિથી બિનહરીફ ચૂંટાય છે. આ ચૂંટણીમાં સમય અને સંસાધનોની બચત થાય છે અને વિકાસકાર્યો પણ ઝડપથી આગળ વધે છે. આવી બિનહરીફ ચૂંટાયેલી પંચાયતોને સમરસ ગ્રામપંચાયતો કહેવામાં આવે છે, અને જો પંચાયતની તમામ સભ્યો મહિલાઓ હોય તો તેને મહિલા સમરસ ગ્રામ પંચાયત કહે છે.

સમરસ ગામોને રાજ્ય સરકાર તરફથી વિકાસકાર્યો માટે સામાન્ય રકમની ફાળવણી ઉપરાંત વધારાની નાણાકીય સહાય આપવામાં આવે છે, જેથી કરીને તેમના ગામમાં માળખાગત સુવિધાઓ વધુ સારી વિકસિત થઈ શકે. છેલ્લા 24 વર્ષોમાં રાજ્ય સરકારે સમરસ પંચાયતોને ₹351.20 કરોડની વધારાની ગ્રાન્ટ આપી છે, જેમાં તાજેતરમાં જ દોઢગણો વધારો પણ કર્યો છે.

*2001થી અત્યારસુધીમાં 15,553 ગ્રામપંચાયતો ‘સમરસ’ બની, 828 મહિલા સમરસ પંચાયતો*

પંચાયત વિભાગના એડિશનલ ડેવલપમેન્ટ કમિશનર અને વિકાસ સપ્તાહ હેઠળ પંચાયત વિભાગ દિવસ માટે રાજ્યના નોડલ અધિકારી ડૉ. ગૌરવ દહિયાએ જણાવ્યું કે, “તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલા સમરસ ગ્રામ યોજનાથી ગુજરાતના ગ્રામીણ વિકાસ અને પંચાયત વ્યવસ્થામાં આમૂલ પરિવર્તન આવ્યું છે. આ યોજના આજે રાજ્યમાં અત્યંત લોકપ્રિય છે, કારણકે તેનાથી ગ્રામપંચાયતોને વિકાસકાર્યો માટે સામાન્ય ફાળવણીઓ ઉપરાંત વધારાની રકમ મળે છે. અત્યારસુધીમાં 15,553 ગ્રામપંચાયતો સમરસ બની છે, જેમાંથી 828 મહિલા સમરસ ગ્રામપંચાયતો છે.”

*વિકાસ સપ્તાહ દરમિયાન રાજ્યના 34 જિલ્લાઓની ગ્રામપંચાયતોમાં થશે 918 કાર્યક્રમ*

આ વિકાસ સપ્તાહમાં પંચાયત વિભાગના 24 વર્ષોના કામોના ઉત્સવના સંદર્ભમાં ડૉ. ગૌરવ દહિયાએ કેટલીક મહત્વપૂર્ણ માહિતી આપતા જણાવ્યું કે, “વિકાસ સપ્તાહ હેઠળ આજે એટલે કે 11 ઓક્ટોબરના રોજ રાજ્ય સરકાર દ્વારા વિકાસરથના વિશેષ આયોજન થકી ત્રણ મુખ્ય ગામોમાં કાર્યક્રમ થશે, જેનો ઉદ્દેશ ગ્રામ્ય જીવનમાં બદલાવ લાવવાનો અને યોજનાઓના લાભ સીધા ગ્રામજનો સુધી પહોંચાડવાનો છે. આ ઉપરાંત, રાજ્યના 34 જિલ્લાઓમાં પણ 9 દિવસો સુધી વિશિષ્ટ કાર્યક્રમોનું આયોજન થશે, જેમાં ત્રણ તબક્કાઓમાં કુલ 918 કાર્યક્રમો થશે. તેમાં વિવિધ વિભાગોના લાભાર્થીઓને યોજનાઓનો લાભ આપવામાં આવશે તેમજ વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે.”

*વિવિધ શ્રેણીમાં ઉત્કૃષ્ટ કાર્યો માટે સખી મંડળો અને જિલ્લાઓ થશે સન્માનિત, વિવિધ સ્થાનિક ઉત્પાદનોનું પ્રદર્શન પણ થશે*

પંચાયત વિભાગના એડિશનલ ડેવલપમેન્ટ કમિશનર ડૉ. ગૌરવ દહિયાના જણાવ્યા અનુસાર, આજે ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લિમિટેડ (GLPC) દ્વારા સખી મંડળોના ઉત્કૃષ્ટ કાર્યોને સન્માનિત કરવા માટે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે, જેમાં રાજકોટના 2, અમરેલીના, મોરબી અને જૂનાગઢના એક-એક સખી મંડળોને પુરસ્કાર આપવામાં આવશે. આ નિમિત્તે ગુજરાતભરના વિવિધ સખી મંડળોના ઉત્પાદનો અને કાર્યોનું પ્રદર્શન કરતા સ્ટોલ પણ લગાવવામાં આવશે.

આ ઉપરાંત, સ્વચ્છતા હી સેવા અભિયાનમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનારા જિલ્લાઓનું પણ સન્માન કરવામાં આવશે, જેમાં આદિવાસી જિલ્લામાં ડાંગ, બિન-આદિવાસી જિલ્લામાં અમદાવાદ, શ્રેષ્ઠ તાલુકામાં ખેડા, શ્રેષ્ઠ ગ્રામ પંચાયતમાં નવસારી, શ્રેષ્ઠ ગામમાં ભરૂચ, શ્રેષ્ઠ શાળામાં રાજકોટ, શ્રેષ્ઠ સખી મંડળમાં સાબરકાંઠા અને શ્રેષ્ઠ જાહેર શૌચાલયમાં ભાવનગરને પુરસ્કાર આપવામાં આવશે.

*X-X-X*
[10/11, 11:33 AM] +91 81289 64121: *વિકાસ સપ્તાહ: મહિલા સશક્તિકરણના આભને આંબતી ગુજરાતની ડ્રોન દીદી*
******************************
*ગુજરાતની ૫૮ ડ્રોન દીદીએ ૧૮,૦૦૦ એકરથી વધુ જમીનમાં ડ્રોનથી દવાનો છંટકાવ કરીને રૂ. ૫૫ લાખથી વધુની આવક મેળવી*
******************************
*આગામી એક વર્ષમાં રાજ્યની વધુ ૧૦૨૪ મહિલાઓને ડ્રોન પાયલટની તાલીમ અને ડ્રોન ખરીદીમાં સહાય આપીને “ડ્રોન દીદી” બનાવાશે*
******************************
ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ સંભાળ્યો ત્યારથી જ શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગ્રામ્ય સ્તરે મહિલાઓના આર્થિક અને સામાજિક સશક્તિકરણ પર વિશેષ ધ્યાન આપ્યું હતું. તેમણે ગ્રામીણ મહિલાઓને માત્ર લાભાર્થી નહીં, પણ રાજ્યના વિકાસમાં સક્રિય આર્થિક ભાગીદાર બનાવવાની નીતિ અપનાવી હતી. વડાપ્રધાન બન્યા પછી, શ્રી નરેન્દ્ર મોદીએ આ પ્રયાસોને રાષ્ટ્રીય સ્તરે વિસ્તાર્યા અને ખાસ કરીને ગ્રામ્ય મહિલાઓના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન લાવવાના પ્રયત્નો કર્યા છે.

મહિલાઓને આત્મનિર્ભર બનાવવા મુદ્રા યોજના, લખપતિ દીદી અને નમો ડ્રોન દીદી જેવી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. ગુજરાતમાં નમો ડ્રોન દીદી આજે માત્ર એક સરકારી યોજના નહીં, પરંતુ ગ્રામ્ય વિસ્તારની મહિલાઓને પ્રગતિના નવા આકાશમાં ઉડવાની તક આપતું એક મંચ બની છે. જેના થકી રાજ્યની મહિલાઓના આર્થિક સમુદ્ધિનો માર્ગ મોકળો થયો છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ દરેક ક્ષેત્રે અગ્રેસર રહેતું ગુજરાત રાજ્ય “નમો ડ્રોન દીદી યોજના”ની અમલવારીમાં પણ અગ્રીમ હરોળના રાજ્ય પૈકીનું એક છે. ગુજરાતમાં અત્યારે સખી મંડળો સાથે જોડાયેલી ગ્રામ્ય વિસ્તારની ૫૮ મહિલાઓએ ડ્રોન દીદી બનીને પોતાની આવકનો નવો સ્ત્રોત ઉભો કર્યો છે. ગુજરાતની આ ૫૮ ડ્રોન દીદીઓએ રાજ્યના ૭,૦૦૦થી વધુ ખેડૂતોની ૧૮,૦૦૦ એકર જેટલી જમીનમાં ડ્રોન દ્વારા દવાનો છંટકાવ કરીને રૂ. ૫૫ લાખથી વધુની આવક મેળવી છે.

અત્રે નોંધનીય છે કે, ગુજરાતમાં નમો ડ્રોન દીદી યોજનાના પ્રારંભિક તબક્કે વર્ષ ૨૦૨૩-૨૪માં કેટલીક ફર્ટીલાઇઝર કંપનીઓ દ્રારા પોતના CSR ફંડમાંથી સખી મંડળની આ મહિલાઓને ડ્રોન પૂરા પાડવામાં આવ્યા હતા. જેમાં IFFCO દ્વારા ૧૮, GNFC દ્વારા ૨૦ અને GSFC દ્વારા ૨૦ એમ કુલ મળી ૫૮ ડ્રોન તથા ૫૮ મહિલાઓને ડ્રોન તાલીમ પૂરી પાડવામાં આવી હતી.

આગામી એક વર્ષમાં ગુજરાતના સખી મંડળની વધુ ૧,૦૨૪ બહેનોને ડ્રોન પાયલટની તાલીમ અને ડ્રોન ખરીદીમાં સહાય આપીને રાજ્ય સરકાર દ્વારા દરેક તાલુકામાં એક “ડ્રોન દીદી” કાર્યરત કરવાનો નિર્ધાર કર્યો છે. રાજ્યમાં નવી ૧,૦૨૪ ડ્રોન દીદી કાર્યરત થતા ખેડૂતોનો ખેતી ખર્ચ, સમય અને રસાયણિક દવાઓનો અંધાધૂંધ ઉપયોગ ઘટશે તેમજ સખી મંડળની બહેનો માટે રોજગારીની તકોમાં પણ વધારો થશે.

*યોજના હેઠળ મળવાપાત્ર સહાય*
નમો ડ્રોન દીદી યોજના અંતર્ગત સ્વ-સહાય જૂથ સાથે જોડાયેલી ગ્રામ્ય વિસ્તારની બહેનોને ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન ( DGCA )ની માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી ૧૫ દિવસની ડ્રોન પાઇલટની ઘનિષ્ટ તાલીમ ઉપરાંત ડ્રોનની ખરીદીમાં ૮૦ ટકા સબસીડી સહાય તેમજ બાકીની ૨૦ ટકા લોનની રકમ ઉપર ૩ ટકા વ્યાજ સહાય આપવામાં આવે છે. એડવાન્સ ટેક્નોલોજીના સુયોગ્ય ઉપયોગથી આજે ડ્રોન દીદી કૃષિ ક્ષેત્રને નવી દિશાઓ આપી રહી છે.

*ડ્રોન દીદી બનવા માટેની લાયકાત*
સ્વ-સહાય જૂથ અથવા ક્લસ્ટર લેવલ ફેડરેશન સાથે જોડાયેલી કોઇપણ ગ્રામ્ય વિસ્તારની મહિલા ડ્રોન દીદી બની શકે છે. મહિલાની ઉંમર ૧૮ વર્ષ કે તેથી વધુ અને ૫૦ વર્ષથી ઓછી હોવી જોઈએ. મહિલાએ ધોરણ-૧૦ સુધીનો અભ્યાસ કરેલો હોવો જોઈએ. લાયકાત ધરાવતી મહિલાઓની રાજ્ય સરકાર દ્વારા પસંદગી કરવામાં આવશે અને DGCA માન્યતા પ્રાપ્ત ડ્રોન પાઇલટ તાલીમ સંસ્થામાંથી ડ્રોન પાઇલટની તાલીમ આપવામાં આવશે. તાલીમ બાદ DGCA પાસેથી રિમોટ પાઇલટ તરીકેનું લાયસન્સ પણ મેળવવાનું રહેશે.

મહિલાઓને આવકના નવા સ્ત્રોત ઉપલબ્ધ કરાવીને તેમને આત્મનિર્ભર બનાવવા, ખેતીને વધુ કાર્યક્ષમ અને ઉત્પાદક બનાવવા તથા પાકની ગુણવત્તા વધારીને ખેડૂતોની આવક વધારવા માટે વડાપ્રધાનશ્રીએ મહત્વકાંક્ષી નમો ડ્રોન દીદી યોજના અમલમાં મૂકી છે. આ યોજના દ્વારા મહિલાઓ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને સમાજમાં પોતાનું આગવું સ્થાન બનાવી શકશે અને કૃષિ ક્ષેત્રે નવી ક્રાંતિ લાવી શકશે.
****************************
નિતિન રથવી
[10/11, 11:44 AM] Dilip Gajjar.Mahiti.Press: *વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના રાષ્ટ્ર પ્રથમના ભાવને ઉજાગર કરતી અનોખી પ્રસ્તુતિ “મેરા દેશ પહેલે” ગુજરાતમાં સૌપ્રથમવાર ગિફ્ટ સિટીમાં 10 ઓક્ટોબરે યોજાઈ
*****
મુખ્યમંત્રીશ્રી સહિત મંત્રીમંડળના સભ્યો, સમાજ જીવનના અગ્રણીઓ, વરિષ્ઠ ઉદ્યોગકારો અને વિશાળ સંખ્યામાં નાગરિકો એ આ મંચન માણ્યું
*******
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વમાં આકાર લઈ રહેલા નવા ભારતના રૂપાંતરણની એક અનોખી કહાની “મેરા દેશ પહેલે”નો ગુજરાતમાં સૌપ્રથમ શો તા. 10 ઓક્ટોબર 2025 ગિફ્ટ સિટી ગાંધીનગર ખાતે યોજાયો હતો.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ, ભારતીય જનતા પક્ષના પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વકર્મા સહિત મંત્રીમંડળના સભ્યો, સમાજ જીવનના અગ્રણીઓ, વરિષ્ઠ ઉદ્યોગકારો અને વિશાળ સંખ્યામાં નાગરિકો એ મંચન માણ્યું હતું.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ હંમેશા રાષ્ટ્રહિત સર્વોપરી રાખીને પોતાનું જીવન રાષ્ટ્રને સમર્પિત કરેલું છે. તેમના સમગ્ર જીવનની અનેક ઘટનાઓ-પ્રસંગો દેશવાસીઓમાં દેશ પ્રેમ સમર્પણ અને રાષ્ટ્રપ્રથમના ભાવ માટે પ્રેરણાદાયી બન્યા છે. “મેરા દેશ પહેલે” શ્રી નરેન્દ્રભાઈ મોદીની એ અદ્વિતિય સફરને મેગા શો દ્વારા જીવંત કરે છે.

‘મેરા દેશ પહેલે’ના દેશના અન્ય રાજ્યોમાં સફળ અને પ્રશંસનીય મંચન બાદ ગુજરાતમાં પ્રથમવાર ગિફ્ટ સિટી પરિસરમાં આ શો વિનામૂલ્ય પ્રવેશથી યોજાવામાં આવ્યો હતો.

પ્રસિદ્ધ સર્જક શ્રી મનોજ મુંતશિર નિર્મિત “મેરા દેશ પહેલે”નું મંચન નિહાળવા માટે આમંત્રિતો સહિત ઑનલાઈન રજીસ્ટ્રેશન દ્વારા પ્રવેશ મેળવેલા નાગરિકો એ આ પ્રસ્તુતિ માણી હતી.
*******
[10/11, 12:35 PM] Dilip Gajjar.Mahiti.Press: *રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂએ ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા*
*****
*દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવતા રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂ*
******
રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂ આજરોજ દ્વારકા ખાતે પધાર્યા હતા. રાષ્ટ્રપતિશ્રીએ દ્વારકા ખાતે ભગવાન દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝૂકાવી દર્શન કર્યા હતાં.

રાષ્ટ્રપતિશ્રીએ ભગવાન દ્વારકાધીશને ભારતના નાગરિકોની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટેની હૃદયપૂર્વક પ્રાર્થના કરી હતી.

રાષ્ટ્રપતિશ્રીએ ભક્તિભાવથી શાસ્ત્રોકત વિધિપૂર્વક પાદુકાપૂજન કરી ધન્યતા અનુભવી હતી.

દ્વારકાધીશ મંદિર ખાતે પ્રવાસન મંત્રી શ્રી મૂળુભાઈ બેરા, જિલ્લા કેલકટર શ્રી રાજેશ તન્ના, રેન્જ આઇજી શ્રી અશોકકુમાર યાદવ, પોલીસ અધિક્ષક શ્રી જયરાજસિંહ વાળા, પ્રાંત અધિકારી શ્રી અમોલ આવતે, વહીવટદાર તથા નાયબ કલેકટર શ્રી હિમાંશુ ચૌહાણએ રાષ્ટ્રપતિશ્રીને ઉપરણું, દ્વારકા મંદિરની પ્રતિકૃતિ, ફુલ અને તુલસીમાંથી નિર્મિત અનુગ્રહમ અગરબતી, ગોલ્ડ પ્લેટેડ દ્વારકાધીશનું સ્વરૂપ તથા પ્રસાદ આપી સ્વાગત કર્યું હતું.

રાષ્ટ્રપતિશ્રી સાથે તેમના દીકરી શ્રી ઈતિશ્રી મુર્મૂ અને મહાનુભાવો જોડાયાં હતાં.
૦૦૦ ૦૦૦ ૦૦૦
[10/11, 12:36 PM] Dilip Gajjar.Mahiti.Press: *દ્વારકા હેલિપેડ ખાતે રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂનું ઉષ્માભર્યું સ્વાગત*
******
રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂ તેમના ગુજરાતના ત્રિદિવસીય પ્રવાસના તૃતીય દિવસે ભગવાન દ્વારકાધીશની પાવન ભૂમિ દ્વારકા ખાતે આવી પહોંચતા દ્વારકા હેલિપેડ ખાતે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

હેલિપેડ ખાતે પ્રવાસન મંત્રી શ્રી મૂળુભાઈ બેરા, કલેક્ટર શ્રી રાજેશ તન્ના, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયરાજસિંહ વાળાએ રાષ્ટ્રપતિશ્રીને પુષ્પગુચ્છ આપી આવકાર્યા હતાં.
૦૦૦ ૦૦૦ ૦૦૦
[10/11, 4:59 PM] Dilip Gajjar.Mahiti.Press: *વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના રાષ્ટ્રપ્રથમના ભાવને ઉજાગર કરતી ‘મેરા દેશ પહલે’ની પ્રસ્તુતિએ ગુજરાતમાં જગાવી નવા ભારતની ભાવના*
———-
*મનોજ મુંતશિર લિખિત-નિર્મિત ‘મેરા દેશ પહલે’ – ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ શ્રી નરેન્દ્ર મોદીનો ગુજરાતમાં પ્રથમ પ્રયોગ નિહાળવા યુવાશક્તિ ગિફ્ટ સિટીમાં ઉમટી પડી*
———-
*પ્રસિદ્ધ ફિલ્મ અભિનેતા અક્ષય કુમાર સહિત 200થી વધુ કલાકારોએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની જીવન યાત્રાના અનેક પહેલુંઓ વર્ણવતી રોમાંચક મ્યુઝિકલ ગાથા પ્રસ્તુત કરી*
———-
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આકાર લઇ રહેલા નવા ભારતના રૂપાંતરણની રોમાંચક કહાની ‘મેરા દેશ પહલે’નો ગુજરાતમાં સૌપ્રથમ ભવ્ય શો શુક્રવારે ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં યોજાયો હતો.

શ્રી નરેન્દ્રભાઈ મોદીની જન્મભૂમિ વડનગર જ્યાંથી તેમની પ્રેરણાદાયી જીવનયાત્રા શરૂ થઈ અને હવે દેશના વડાપ્રધાન તરીકે તેમણે ભારતને વિશ્વ ગૌરવ અપાવ્યું ત્યાં સુધીની સમગ્ર રોમાંચક સફર તથા રાષ્ટ્રને સમર્પિત તેમના જીવનની વણકહી બાજુઓની પ્રસ્તુતિ માત્ર સાંસ્કૃતિક પ્રસ્તુતિ જ નહિ, રાષ્ટ્રીય જનચેતનાના આંદોલનને પ્રેક્ષકોની નજર સમક્ષ તાદૃશ કરનારી બની રહી હતી.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વકર્મા, રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ ઉદ્યોગ વ્યાપાર જગતના અગ્રણીઓ સર્વશ્રી પંકજ પટેલ, પ્રણવ અદાણી, ટોરેન્ટ પરિવાર, એસોચેમના શ્રી ચિંતન ઠાકર સહિત અનેક ગણમાન્ય અગ્રણીઓ, ઉદ્યોગ-વ્યાપારકારો અને મુખ્ય સચિવ શ્રી પંકજ જોશી સહિતના વરિષ્ઠ સચિવો અને ઉચ્ચ અધિકારીઓએ આ મંચન માણ્યું હતું.

શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વડનગરની શાળાના સાહસિક વિદ્યાર્થી તરીકે શરૂ થયેલી સફર સોમનાથ-અયોધ્યા રથયાત્રા, કાશ્મીર સુધીની એકતાયાત્રા અને અલગાવવાદીઓની ધમકીનો પડકાર ઝિલી લઈને શ્રીનગરના લાલચોકમાં તિરંગો લહેરાવવા તેમજ વડાપ્રધાનશ્રી તરીકે દેશની સેનાને તેમણે આપેલા માર્ગદર્શનથી ઓપરેશન સિંદૂરની શૌર્યગાથા, રામ મંદિર નિર્માણનો સંકલ્પ સાકાર થવા સહિતના સમગ્ર ઘટનાક્રમનું દ્રશ્ય-શ્રાવ્ય અને સંગીતમય મંચન સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.

લેખક, નિર્માતા અને પ્રસ્તુતકર્તા મનોજ મુંતશિરના રસાળ અને સચોટ સંચાલન સાથે પ્રસિદ્ધ ફિલ્મ અભિનેતા અક્ષય કુમાર સહિત 200થી વધુ કલાકારોએ ગિફ્ટ સિટી પરિસરને રાષ્ટ્રભક્તિમય બનાવી દીધું હતું.

વિશાળ સંખ્યામાં આ શૉને નિહાળવા ઉમટી પડેલી યુવાશક્તિ અને સમાજ જીવનના અગ્રણીઓની ઉપસ્થિતિએ પુરવાર કર્યુ છે કે, ‘મેરા દેશ પહલે’ એ માત્ર કોઈ સામાન્ય શૉ નહિં, પરંતુ નવી પેઢીની વિચારધારાનું પ્રતીક બની ગયો છે.

‘મેરા દેશ પહલે’ – ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ શ્રી નરેન્દ્ર મોદીની દેશભરમાં થઈ રહેલી આ પ્રસ્તુતિ એ વાતનું પ્રમાણ છે કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ‘નેશન ફર્સ્ટ’ની ભાવના હવે ઐતિહાસિક સાંસ્કૃતિક આંદોલન બની ગઈ છે તેમાં વડાપ્રધાનશ્રીની વતનભૂમિ ગુજરાતના યુવાઓ સહિત સૌ કોઈ ઉત્સાહથી જોડાઈ રહ્યાં છે
——
[10/11, 5:09 PM] Dilip Gajjar.Mahiti.Press: *Watch Live*

*Date* *11-10-25* | *Time* *05:00* *PM*

*LIVE: માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીની ગરિમામયી ઉપસ્થિતિમાં ગુજરાત વિદ્યાપીઠનો 71મો પદવીદાન સમારોહ.*

*71st Convocation Ceremony of Gujarat Vidyapith in the august presence of Hon’ble President of India*

*YouTube*  :- https://www.youtube.com/watch?v=eib-xcOYs-o

*YouTube*  :- https://www.youtube.com/watch?v=Lrsx9laiOUg

*FB*       :- https://www.facebook.com/CMOGuj/videos/1758371481485828

*FB*       :- https://www.facebook.com/ibhupendrapatel/videos/1216156427205284

*Twitter*  :- https://x.com/CMOGuj/status/1976972597738062136

*Twitter*  :- https://x.com/Bhupendrapbjp/status/1976972554037526808

*CMO Gujarat Website*  :- https://cmogujarat.gov.in/en/watch-live

*PLEASE LIKE SHARE AND SUBSCRIBE*
[10/11, 5:23 PM] Dilip Gajjar.Mahiti.Press: *વિકાસ સપ્તાહ અંતર્ગત*

*વિકાસ રથના માધ્યમથી રાજ્યભરમાં કુલ રૂ. ૨૨૫.૪૮ કરોડથી વધુના ૪,૩૪૧ જેટલા કામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત સંપન્ન*
—–
*ગામડે-ગામડે ફરીને રથના માધ્યમથી વિવિધ યોજનાના ૧૩ હજારથી વધુ લાભાર્થીઓને રૂ. ૧૯.૮૬ કરોડની સહાય અપાઈ*
—–
*રાજ્યના કુલ ૮૧ હજાર કરતાં વધુ નાગરિકોએ ભારતના વિકાસની પ્રતિજ્ઞા લીધી*
—–
ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલમાં દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સક્ષમ નેતૃત્વ હેઠળ રાજ્યની વિકાસ યાત્રાના ૨૪ સફળ વર્ષોની ઉજવણી નિમિત્તે તા. ૦૭ થી ૧૫ ઓક્ટોબર, ૨૦૨૫ દરમિયાન સમગ્ર રાજ્યમાં ‘વિકાસ સપ્તાહ’ની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીના ભાગરૂપે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાતની વિકાસ ગાથાને જન-જન સુધી પહોંચાડવા પંચાયત-ગ્રામ વિકાસ વિભાગ દ્વારા માહિતી અને પ્રસારણ વિભાગના સહયોગથી દરેક જિલ્લા દીઠ એક ‘વિકાસ રથ’નું આયોજન કરવામાં આવ્યું છે.

રાજ્ય સરકાર દ્વારા તા. ૦૭ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ વિવિધ જિલ્લામાં ૩૪ વિકાસ રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. જે અંતર્ગત તા. ૧૦ ઓકટોબર, ૨૦૨૫ના રોજ સવારે ૧૧:૦૦ કલાક સુધીમાં વિકાસ રથના માધ્યમથી રાજ્યભરમાં રૂ. ૧૧૯.૩૭ કરોડથી વધુના ૨,૧૮૬ કામોના લોકાર્પણ તેમજ રૂ. ૧૦૬.૧૧ કરોડથી વધુના ૨,૧૫૫ કામોના ખાતમુહૂર્ત એમ મળી કુલ રૂ. ૨૨૫.૪૮ કરોડથી વધુના ૪,૩૪૧ જેટલા કામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત સંપન્ન કરવામાં આવ્યા છે. આ ઉપરાંત વિકાસ રથના માધ્યમથી જ વિવિધ યોજનાના ૧૩,૧૨૦ જેટલા લાભાર્થીઓને કુલ રૂ. ૧૯.૮૬ કરોડની સહાય વિતરણ પણ કરવામાં આવી હતી.

વધુમાં, આ વિકાસ રથ સાથે ૧૧૩ જેટલા રાજ્ય મંત્રી મંડળના સભ્યો, સાંસદશ્રી અને ધારાસભ્યશ્રીઓ સહિત ૩,૪૪૮થી વધુ સ્થાનિક પદાધિકારીશ્રી-અધિકારીશ્રીઓ તેમજ ૮૧ હજાર કરતાં વધુ નાગરીકો જોડાયા હતા તેમજ વિકાસ રથ સાથે જોડાયેલા સર્વેએ “ભારતના વિકાસની પ્રતિજ્ઞા” પણ લીધી હતી.

અત્રે નોંધનીય છે કે, વિકાસ સપ્તાહ દરમિયાન ગુજરાતના ગામડે-ગામડે ફરીને આ વિકાસ રથ ગ્રામ્ય વિસ્તારમાં વિવિધ યોજનાના લાભાર્થીઓને તેમના ઘર આંગણે જ સહાય પહોંચાડી રહ્યા છે. આ ઉપરાંત વિકાસ રથ દ્વારા નાગરિકોને ગુજરાત સરકારની લોકકલ્યાણકારી યોજનાઓ અને વિકાસલક્ષી કાર્યોની માહિતી અને માર્ગદર્શન પણ આપવામાં આવી રહ્યું છે. આ રથના માધ્યમથી રાજ્યના નાગરિકો ગુજરાતના સર્વગ્રાહી વિકાસની સાફલ્ય ગાથાથી પરિચિત થઇ રહ્યા છે. ગુજરાત સરકારની આ વિકાસ યાત્રામાં રાજ્યના યુવાનો, મહિલાઓ, ખેડૂતો સહિત તમામ વર્ગોને જોડવામાં આવી રહ્યો છે, જેથી “વિકસિત ભારત@૨૦૪૭”ના સંકલ્પને સાકાર કરવામાં દરેક નાગરિક પોતાનું મહત્તમ યોગદાન આપી શકે.
—–
જીગર બારોટ
[10/11, 5:38 PM] Dilip Gajjar.Mahiti.Press: કેન્દ્રીય રાજ્યમંત્રી અને ભાવનગરના સાંસદ શ્રીમતી નિમુબેન બાંભણીયા પંજાબના પ્રવાસે લુધિયાણામાં પૂરગ્રસ્ત ગામોની મુલાકાત લીધી.

મોદી સરકાર દરેક કદમ ઉપર પંજાબના દરેક અસરગ્રસ્ત પરિવાર સાથે ઉભી છે: નિમુબેન બાંભણિયા
લુધિયાણા, 11 ઓક્ટોબર, 2025

કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયા પંજાબના પૂરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કરવા માટે બે દિવસની સત્તાવાર મુલાકાતે છે. આજે, તેમણે રાહત અને પુનર્વસન કાર્યની સમીક્ષા કરવા માટે પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી. તેમણે જિલ્લાના તલવંડી કલાન, બોંકર ડોગરા, ગોર્સિયન હકમારે, લોપોન અને ગિલ વિસ્તારોની મુલાકાત લીધી.
તેમની મુલાકાતના પહેલા દિવસે, માનનીય મંત્રીએ પંજાબના લોક કલ્યાણ માટે આલમગીરની મુલાકાત લીધી. તેમણે ગુરુદ્વારા શ્રી માંજી સાહિબમાં પૂજા કરી. ઉલ્લેખનીય છે કે મંત્રીએ પૂર રાહત કાર્યની પ્રગતિની સમીક્ષા કરી અને ઘરો, ખેતરો અને પશુધનની સલામતી અંગે માહિતી પૂરી પાડી. તેમણે નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે જરૂરી સૂચનાઓ આપી. તેમણે જિલ્લા વહીવટીતંત્રને તેમનું સારું કાર્ય ચાલુ રાખવા અને પૂરગ્રસ્ત લોકોને મદદ કરવા પ્રોત્સાહિત કર્યા. તેમણે પરિવારોને વળતરનું સમયસર વિતરણ સુનિશ્ચિત કરવા માટે દરેક શક્ય પ્રયાસ કરવા અપીલ કરી.

આ ઉપરાંત, માનનીય મંત્રીએ અસરગ્રસ્ત પરિવારો, ખેડૂતો, મહિલા ઓ સાથે મુલાકાત કરી. તેમણે તેમની સમસ્યાઓ સાંભળી અને તેમને રાહત પગલાં ચાલુ રાખવાની ખાતરી આપી.

મંત્રીએ સ્થાનિક પંચાયત સભ્યો અને અન્ય અધિકારીઓ સહિત જિલ્લા અધિકારીઓ સાથે વાતચીત કરીને ચાલુ પુનર્વસન કાર્યની પણ સમીક્ષા કરી. તેમણે જરૂરિયાતમંદ પરિવારોને રાશનનું વિતરણ પણ કર્યું.

અસરગ્રસ્ત ખેડૂતો અને પરિવારો સાથે વાતચીત કરતી વખતે, તેમણે તેમને જણાવ્યું કે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી સ્વયં પંજાબની મુલાકાતે આવ્યા હતા. 9 સપ્ટેમ્બરના રોજ, તેમણે આપત્તિનું મૂલ્યાંકન કરવા માટે પંજાબનું હવાઈ સર્વેક્ષણ કર્યું અને અસરગ્રસ્ત લોકો માટે ₹1,600 કરોડ જાહેર કર્યા. તેમણે કેન્દ્રીય મંત્રીઓને પંજાબના લોકોની પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા પણ નિર્દેશ આપ્યો છે. કેન્દ્ર સરકાર પંજાબના દરેક પરિવાર સાથે ઊભી છે.શક્ય તેટલી ઝડપથી અસરગ્રસ્ત પરિવારો સુધી તમામ શક્ય સહાય પહોંચે. કેન્દ્ર સરકાર દરેક પગલા પર અસરગ્રસ્ત પરિવારો સાથે ઉભી છે. મોદીના નેતૃત્વમાં, કેન્દ્ર સરકાર આ સંકટની ઘડીમાં પંજાબના લોકોની સાથે ઉભી છે અને પુનર્વસન અને પુનર્નિર્માણ કાર્યને ઝડપી બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
માનનીય ગૃહમંત્રી અમિત શાહે પંજાબની પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. ગૃહમંત્રીના નિર્દેશો હેઠળ, કેન્દ્રીય ટીમે પંજાબમાં સર્વેક્ષણ કાર્ય પૂર્ણ કર્યું છે. કૃષિમંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણે પંજાબના ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ પ્રદાન કરી છે. ભંડોળનો 21મો હપ્તો જારી કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે પંજાબના આશરે 11 લાખ ખેડૂતોના ખાતામાં ભંડોળ ટ્રાન્સફર કર્યું છે, જેનાથી તેમને તાત્કાલિક રાહત મળી છે. ખાદ્ય વિભાગ સાથે પણ પરિસ્થિતિની સમીક્ષા કરી છે અને લોકોને પૂરતું રાશન મળે તે સુનિશ્ચિત કરવાની વ્યવસ્થા કરી છે.

તેમણે કહ્યું કે પંજાબની ભૂમિ હંમેશા શૌર્યનું પ્રતીક રહી છે. સંકટના આ સમયમાં, સ્વૈચ્છિક સંસ્થાઓ અને વ્યક્તિઓએ સાથે મળીને કામ કર્યું છે. મંત્રીએ આશા વ્યક્ત કરી કે ટૂંક સમયમાં પંજાબની આ પવિત્ર ભૂમિ ફરી એકવાર હરિયાળીથી ભરાઈ જશે અને દરેક વ્યક્તિ સામાન્ય જીવનમાં પાછા ફરશે.

આ મુલાકાત દરમિયાન માનનીય મંત્રી સાથે જિલ્લા વહીવટીતંત્રના વરિષ્ઠ અધિકારીઓ અને અન્ય મહાનુભાવો હતા. ત્યારબાદ મંત્રીશ્રીએ લોપોનમાં દરબાર સંપ્રદાયની મુલાકાત લીધી.
ઉલ્લેખનીય છે કે મંત્રીશ્રી આવતીકાલે પૂરગ્રસ્ત ગામો સસરાલી કોલોની, રૂડ બાન અને બૂથગઢની મુલાકાત લેશે.
***
[10/11, 6:29 PM] Dilip Gajjar.Mahiti.Press: *રાજ્યની ગ્રામ પંચાયતોને ઓક્ટ્રોય વળતરના વધારાના અનુદાનરૂપે રૂ. 576 કરોડની રકમ ચૂકવણીનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ*
———-
*મુખ્યમંત્રીશ્રીએ વિકાસ સપ્તાહ અંતર્ગત ‘વિકસિત ગામ, વિકસિત ગુજરાત’ કાર્યક્રમમાં ‘સ્વચ્છતા હી સેવા’ અન્વયે શ્રેષ્ઠતા માટેના સન્માન અને સ્વ-સહાય જૂથોનું અભિવાદન કર્યું*
———-
*:: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ::*
* સમરસ ગ્રામ પંચાયતોને પ્રોત્સાહક ગ્રાન્ટ આપવાના વડાપ્રધાનશ્રીના અભિગમથી સમરસતા અને ગ્રામીણ વિકાસને વેગ મળ્યો છે
* ગ્રામ પંચાયતોને સશક્ત-સમૃદ્ધ ગુજરાતનો આધાર બનાવીને વિકાસમાં સહભાગી કરવાની વડાપ્રધાનશ્રી નેમ સાકાર થઈ
———-
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની ગ્રામ પંચાયતોને ઓક્ટ્રોય વળતરના વધારાના અનુદાનરૂપે રૂ. 576 કરોડની રકમ ચૂકવણીનો પ્રારંભ રાજકોટથી કરાવ્યો હતો.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 7 ઓક્ટોબર, 2001થી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સફળ દાયિત્વ સંભાળીને આજે વડાપ્રધાન તરીકે દેશને આપેલા સુશાસન અને વિકાસની ઉજવણી પ્રતિવર્ષ ગુજરાતમાં વિકાસ સપ્તાહ તરીકે તા. 7 થી 15 ઓક્ટોબર દરમિયાન કરવામાં આવે છે.

આ વર્ષના વિકાસ સપ્તાહના પાંચમા દિવસે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં રાજકોટ ખાતે રાજ્યકક્ષાનો ‘વિકસિત ગામ, વિકસિત ગુજરાત’ કાર્યક્રમ યોજાયો હતો

આ કાર્યક્રમમાં તેમણે રાજ્યની ગ્રામ પંચાયતોની ઓક્ટ્રોય વળતરના વધારાના અનુદાન રકમની ચુકવણીની પ્રતીકરૂપે શરૂઆત ઉપરાંત ‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરનારી પંચાયત સહિતની આઠ જેટલી સરકારી સંસ્થાઓનું સન્માન અને ચાર સ્વ-સહાય જૂથોનું અભિવાદન કર્યું હતું.

આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસને વેગ આપવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યમાં ઓક્ટ્રોય નાબૂદી કરી હતી. ઓક્ટ્રોયની આવકના અભાવે ગામોનો વિકાસ અટકે નહીં, વિકાસ કામો સતત ચાલતા રહે તે માટે છેલ્લા એક દાયકામાં રાજ્યની ગ્રામ પંચાયતોને ઓક્ટ્રોય નાબૂદીના વળતર પેટે વધારાના અનુદાન તરીકે રૂ. 576 કરોડથી વધુનું અનુદાન આપ્યું છે. એટલું જ નહિ, ગામડાઓમાં રોડ, વીજળી, પાણી જેવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે વડાપ્રધાનશ્રીએ નાણાપંચની ગ્રાન્ટમાં પણ ઉત્તરોત્તર વધારો કર્યો છે.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, સમરસ પંચાયતોને પ્રોત્સાહક ગ્રાન્ટ આપવાના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નિર્ણયથી ગ્રામ પંચાયતોના વિકાસને વેગ મળ્યો છે અને આ વર્ષે તો રાજ્યમાં 761 ગ્રામ પંચાયતો સમરસ થઈ છે. પંચાયતના શાસનમાં યુવાનોની ભાગીદારી વધી રહી છે અને આ વર્ષે 42 ટકા સરપંચો 21થી 40 વર્ષના છે. પીએચ.ડી. થયેલા અનેક યુવાનો પણ સરપંચ બનીને ગામનું નેતૃત્વ કરી રહ્યા છે.

મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સક્ષમ પંચાયતોને સશક્ત, સમૃદ્ધ ગુજરાતનો આધાર બનાવી છે. સમરસ ગ્રામ, તીર્થગ્રામ, ઈ-ગ્રામ વિશ્વગ્રામ, જ્યોતિગ્રામ, પાવન ગામ એવા ગ્રામવિકાસના અનેકવિધ સફળ આયામો આપ્યા છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં વિકાસ કામોની સકારાત્મક માનસિકતા અને કાર્ય સંસ્કૃતિ અંગે મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, એક સમયે કોર્પોરેશનમાં રૂ. 10 હજારના કામની મંજૂરી માટે પણ લાંબો સમય લાગતો હતો. પરંતુ આજે રૂપિયા એક કરોડ સુધીનાં કામ તો કોર્પોરેટરો પણ કરાવી શકે છે.

ગ્રામીણ વિકાસ અને મહિલાઓના સશક્તિકરણનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે, સખીમંડળોને દરેક પ્રકારની મદદ કરવા રાજ્ય સરકાર હંમેશા તત્પર હોય છે. ડ્રોન દીદી યોજનાથી મહિલાઓ આર્થિક રીતે સક્ષમ બની રહી છે.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સુશાસનની સિલ્વર જ્યુબિલી થવા જઈ રહી છે. શ્રી નરેન્દ્રભાઈ મોદીની રાજકીય યાત્રામાં રાજકોટના યોગદાનને મહત્વનું ગણાવતા તેમણે કહ્યું હતું કે, રાજકોટની પ્રજાએ મૂકેલો ભરોસો આજે દેશના 140 કરોડ નાગરિકોનો જનવિશ્વાસ બન્યો છે.

વિકસિત ભારતનો સંકલ્પ સાકાર કરવા માટે છેવાડાનો માનવી વિકાસના મુખ્ય પ્રવાહમાં આવે તે માટે સરકારી યોજનાઓના નિર્માણમાં નાનામાં નાના માણસને કેન્દ્રમાં રાખવાની ચિંતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કરે છે તેમ પણ તેમણે જણાવ્યું હતું.

આત્મનિર્ભર ભારત માટે શ્રી નરેન્દ્રભાઈએ દેશવાસીઓમાં જગાવેલા વિશ્વાસનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, મન કી બાતમાં રમકડાઓની આયાત ઘટાડવા અંગે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કરેલા આહવાન પછી દેશમાં ચિત્ર બદલાયું અને આજે ભારતમાં બનેલાં રમકડાં 143 દેશમાં નિકાસ થાય છે. વાઈબ્રન્ટ સમિટથી છેવાડાના વિસ્તારમાં ધંધા-રોજગાર વધે તેવી શ્રી નરેન્દ્રભાઈએ આપેલી પ્રેરણાને અનુસરતાં હવે ગુજરાતમાં રિજનલ વાયબ્રન્ટ સમિટ યોજવામાં આવી રહી છે.

ભારતને આત્મનિર્ભર અને વિકસિત અર્થવ્યવસ્થા બનાવવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પને સાકાર કરવા આપણે સ્વદેશીને અપનાવીએ, સ્વદેશી વસ્તુઓ જ વેચીએ, ખરીદીએ અને તેનો ઉપયોગ કરીએ તેવું આહવાન મુખ્યમંત્રીશ્રીએ કર્યું હતું.

આ વેળાએ સાંસદ શ્રી પરશોત્તમભાઈ રૂપાલાએ જણાવ્યું હતું કે, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોના કારણે આજે સરકારી વહીવટમાં ગામડું કેન્દ્રમાં આવ્યું અને ગોકુળગ્રામ, નિર્મળ ગામ અને સમરસ ગામ જેવા અભિગમથી ગ્રામીણ વિકાસને વેગ મળ્યો. સરપંચો ગામની પ્રગતિ પર ગર્વ કરતા થયા. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના શાસનમાં ગામડાંઓની નોંધપાત્ર પ્રગતિને લીધે અનેક ગામોને ‘વિકસિત ગામ’નો દરજ્જો મળ્યો છે. વડાપ્રધાનશ્રીના નિર્ણયના કારણે 14મા નાણાપંચથી ગ્રામ પંચાયતોને આવશ્યક અધિકાર, વ્યવસ્થા અને સત્તા આપવાનું શક્ય બન્યું છે. વિકાસ સપ્તાહની ઉજવણીના માધ્યમથી ગુજરાત સરકારની વણથંભી વિકાસયાત્રા ગામડે-ગામડે જઈ ગામડાંઓના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપી રહી છે.

આ અવસરે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પ્રવીણાબહેન રંગાણીએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના અગ્રસચિવ શ્રી મિલિન્દ તોરવણેએ સ્વાગત પ્રવચન કર્યું જ્યારે પંચાયત વિભાગના અધિક વિકાસ કમિશનર ડૉ. ગૌરવ દહિયાએ આભારવિધિ કરી હતી.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટ શહેર-જિલ્લાનાં આશરે રૂ. 194 કરોડના વિકાસકાર્યોના ઈ-ખાતમુહૂર્ત કરીને ‘દિવાળી ભેટ’ આપી હતી. સ્વદેશી વસ્તુઓને પ્રોત્સાહન આપવા સખી મંડળો દ્વારા નિર્મિત અનોખી વસ્તુઓ, પટોળા, માટીના વાસણો, હેન્ડીક્રાફટ, મોતીકામ જેવી વિવિધ વસ્તુઓના પ્રદર્શન કમ વેચાણ સ્ટોલ્સ પણ રાખવામાં આવ્યા હતા. તેમજ ડ્રોન દીદીની નવી ટેકનોલોજીની ઉડાન સાથે કાર્યકુશળતાનું પ્રદર્શન યોજાયું હતું.

આ કાર્યક્રમમાં મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, ધારાસભ્યો શ્રી ડો. દર્શિતાબેન શાહ, શ્રી ઉદયભાઈ કાનગડ, શ્રી રમેશભાઈ ટીલાળા, શ્રી ડો. મહેન્દ્રભાઈ પાડલીયા, શ્રી જયેશભાઈ રાદડીયા, શ્રી દુર્લભજીભાઈ દેથરીયા, મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી વિક્રાંત પાંડે, ખાસ ફરજ પરના અધિકારી શ્રી ધીરજ પારેખ, રાજકોટ મ્યુનિસિપલ કમિશનર શ્રી તુષાર સુમેરા, રાજકોટ જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. ઓમ પ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનંદુ સુરેશ ગોવિંદ, પ્રાદેશિક નગરપાલિકા કમિશનર શ્રી મહેશભાઈ જાની, પી.જી.વી.સી.એલ. એમ.ડી. શ્રી સુધીર પટેલ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રી રાજુભાઈ ડાંગર, ડેપ્યુટી મેયર શ્રી નરેન્દ્રસિંહ જાડેજા, મહાનગરપાલિકા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી જયમીનભાઈ ઠાકર, પંચાયત સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી પી. જી. કયાડા, પૂર્વ સાંસદ શ્રી મોહનભાઈ કુંડારીયા, અગ્રણીઓ શ્રી ભરતભાઈ બોઘરા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
———-
[10/11, 7:56 PM] Dilip Gajjar.Mahiti.Press: રાષ્ટ્રપતિ મહોદયા દ્રૌપદી મુર્મુની અધ્યક્ષતામાં ગુજરાત વિદ્યાપીઠનો ૭૧મો દીક્ષાંત સમારોહ સંપન્ન
……..
વિદ્યાર્થીઓ ગાંધીજીના આદર્શોને આત્મસાત કરી આત્મનિર્ભર ભારતના સંવાહક બને: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ
……..
આપણે સૌ સ્વદેશી અપનાવીને રાષ્ટ્ર માટે સમર્પિત ભાવથી કાર્ય કરીએ : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી
……..
ગાંધી મૂલ્યો અને સ્વદેશીના સંવાહક બની યુવાશક્તિ ‘આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત’નું નિર્માણ કરશે: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
……….
સૌપ્રથમ વખત ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા અભ્યાસની સાથે સાથે સામાજિક પ્રવૃતિના આધારે વિદ્યાર્થિઓને સુવર્ણ ચંદ્રકથી સન્માનિત કરાયા
……..
રાષ્ટ્રપતિશ્રીના હસ્તે ૭ વિદ્યાશાખાઓના ૧૮ વિભાગોના ૭૧૩ જેટલા વિદ્યાર્થીઓએ પદવી એનાયત કરાઈ
………

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ સ્થાપેલી ગુજરાત વિદ્યાપીઠનો ૭૧મો દીક્ષાંત સમારોહ રાષ્ટ્રપતિ મહોદયા દ્રૌપદી મુર્મુની અધ્યક્ષતામાં વિદ્યાપીઠ પરિસરમાં યોજાયો હતો.

વિદ્યાપીઠના કુલાધિપતિ અને ગુજરાત તેમજ મહારાષ્ટ્રના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે સ્નાતકોને પદવી એનાયત કરવાની ઘોષણા કરી હતી. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. રાષ્ટ્રપતિશ્રીના દ્વારા ૭ વિદ્યાશાખાઓના ૧૮ વિભાગોના ૭૧૩ જેટલા વિદ્યાર્થીઓએ પદવી એનાયત કરાઈ હતી.

સૌપ્રથમ વખત ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા અભ્યાસની સાથે સાથે સામાજિક પ્રવૃતિના આધારે વિદ્યાર્થિઓને સુવર્ણ ચંદ્રકથી સન્માનિત કરાયા હતા.

રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ ગુજરાત વિદ્યાપીઠના ઐતિહાસિક પરિસરમાં વિદ્યાર્થીઓને સંબોધિત કરતાં જણાવ્યું કે, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના મુખ્ય કાર્યસ્થળ એવી આ પવિત્ર ભૂમિ પર આવીને તેમને અત્યંત આનંદની અનુભૂતિ થઈ રહી છે. તેમણે આ સ્વાધીનતા સંગ્રામના આદર્શોની ભૂમિ પરથી બાપુની પાવન સ્મૃતિને આદરપૂર્વક નમન કર્યા હતા.

રાષ્ટ્રપતિશ્રીએ વિદ્યાપીઠના ગૌરવશાળી ઇતિહાસને યાદ કરતાં જણાવ્યું કે, વર્ષ ૧૯૨૦માં બ્રિટિશ સરકાર વિરુદ્ધના અસહકાર આંદોલન દરમિયાન ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરવામાં આવી હતી. તે સમયે દેશવાસીઓને બ્રિટિશ હસ્તકની શાળાઓ અને કૉલેજોનો ત્યાગ કરી રાષ્ટ્રીય શિક્ષણ સંસ્થાઓની સ્થાપના કરવા માટે આહ્વાન કરાયું હતું. આ આહ્વાનને પગલે દેશવાસીઓના સંસાધનોથી નિર્માણ પામેલી આ વિદ્યાપીઠ, રાષ્ટ્રનિર્માણ અને આત્મનિર્ભરતાના જીવંત આદર્શોનું ૧૦૫ વર્ષ જૂનું ઐતિહાસિક પ્રતીક છે.

તેમણે ઉમેર્યું કે, ઓક્ટોબર ૧૯૨૦માં સ્થાપનાથી લઈને જાન્યુઆરી ૧૯૪૮ સુધી સ્વયં મહાત્મા ગાંધીજી આ સંસ્થાના કુલાધિપતિ (ચાન્સેલર) રહ્યા હતા. તેમના પછી સરદાર વલ્લભભાઈ પટેલ, ડૉ. રાજેન્દ્ર પ્રસાદ અને શ્રી મોરારજી દેસાઈ જેવા મહાપુરુષોએ કુલાધિપતિ તરીકે વિદ્યાપીઠને માર્ગદર્શન આપ્યું. રાષ્ટ્રપતિશ્રીએ ભારપૂર્વક કહ્યું કે, દેશમાં ભાગ્યે જ કોઈ એવી સંસ્થા હશે જેને ૭૫ વર્ષ સુધી આવી મહાન વિભૂતિઓનું માર્ગદર્શન મળ્યું હોય, અને આ જ કારણે દેશવાસીઓને વિદ્યાપીઠ પાસેથી વિશેષ અપેક્ષાઓ હોવી સ્વાભાવિક છે.

રાષ્ટ્રપતિશ્રીએ ઐતિહાસિક દાંડી યાત્રા પૂર્વેના એક દીક્ષાંત સમારોહને યાદ કરતાં કહ્યું કે, ગાંધીજીએ તે સમયે વિદ્યાર્થીઓને દેશના સ્વરાજ આંદોલનમાં અગ્રેસર રહેવા આહ્વાન કર્યું હતું. આ દર્શાવે છે કે બાપુ વિદ્યાપીઠના વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય અભિયાનમાં અગ્રણી તરીકે જોતા હતા. તેમણે વિદ્યાર્થીઓ દ્વારા ૫૦,૦૦૦ ગ્રામ્ય વિચરણ કરીને કરવામાં આવેલી સમાજ સેવાની પ્રવૃત્તિની પ્રશંસા કરી હતી.

ગુજરાતની સ્વરોજગાર અને ઉદ્યમશીલતાની સંસ્કૃતિનો ઉલ્લેખ કરતાં રાષ્ટ્રપતિશ્રીએ કહ્યું કે, દેશ-વિદેશમાં ગુજરાતીઓએ પોતાની આગવી ઓળખ ઊભી કરી છે.

તેમણે વિદ્યાર્થીઓને આત્મનિર્ભરતાની આ સંસ્કૃતિના સંવાહક બની તેને સમગ્ર દેશમાં પ્રોત્સાહિત કરવા અનુરોધ કર્યો હતો.

તેમણે કહ્યું, “સ્વદેશીના રાષ્ટ્રવ્યાપી અભિયાનમાં તમારે સક્રિય ભૂમિકા ભજવવાની છે. ‘રાષ્ટ્ર સર્વોપરી’ની ભાવના સાથે સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાનું છે.”
શિક્ષણનો સાચો અર્થ અને સામાજિક દાયિત્વ

ગાંધીજીના વિચારોને ટાંકીને રાષ્ટ્રપતિશ્રીએ કહ્યું કે, આશાનું કિરણ બહાર નહીં, પરંતુ આપણા હૃદયની અંદર શોધવાનું છે. તેમણે વિદ્યાપીઠના સૂત્ર ‘सा विद्या या विमुक्तये’ નો અર્થ સમજાવતા કહ્યું કે, જે વિદ્યા મુક્તિ અપાવે તે જ સાચી વિદ્યા છે. માત્ર આજીવિકા માટે વિદ્યા ગ્રહણ કરવી ઉચિત નથી, કારણ કે વિદ્યા તો આજીવન ચાલનારી પ્રક્રિયા છે. તેમણે વિદ્યાર્થીઓને સમાજ અને રાષ્ટ્રની પ્રગતિને ધ્યાનમાં રાખીને જીવન જીવવા અને સમાજ સેવા દ્વારા દેશનું ઋણ ચૂકવવા માટે પ્રેરણા આપી.

તેમણે ‘સર્વોદય’ના સિદ્ધાંતને અનુસરીને સમાજના વંચિત વર્ગોના હિતમાં કામ કરવા અને પર્યાવરણ અનુકૂળ વિકાસ માટે પ્રયાસ કરવા જણાવ્યું.

રાષ્ટ્રપતિશ્રીએ એ વાત પર ખુશી વ્યક્ત કરી કે વિદ્યાપીઠમાંથી સ્નાતક થનાર દીકરીઓની સંખ્યા દીકરાઓ કરતાં વધુ છે. તેમણે કહ્યું કે દીકરીઓને શિક્ષણમાં સમાન તકો અને જરૂર પડ્યે વિશેષ સુવિધાઓ મળવી જોઈએ. તેમણે નવી શિક્ષણ નીતિની પ્રશંસા કરતાં કહ્યું કે, આ નીતિએ સ્થાનિક ભાષાઓ, ભારતીય જ્ઞાન પરંપરા, ચારિત્ર નિર્માણ અને નૈતિક મૂલ્યોને શિક્ષણના મૂળમાં સ્થાન આપ્યું છે.
અંતમાં, તેમણે સૌ વિદ્યાર્થીઓને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી.

વિદ્યાર્થીઓએ સતત અધ્યયન કરતા રહેવું જોઈએ, તેનાથી જ્ઞાન સમૃદ્ધ બને છે : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી

આ પ્રસંગે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, પૂજ્ય બાપુએ ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના માત્ર શિક્ષણ માટે જ નહોતી કરી, પરંતુ રાષ્ટ્રને ગુલામીની માનસિકતામાંથી મુક્ત કરવાનો તેમનો ઉદ્દેશ હતો. તેમણે સત્ય, અહિંસા અને ભારતીય મૂલ્યોને આધારે સ્વતંત્રતાનો માર્ગ દર્શાવ્યો હતો.

રાજ્યપાલશ્રીએ વધુમાં જણાવ્યું કે, દીક્ષાંત સમારંભ દરેક સંસ્થાન માટે અત્યંત મહત્વનો પ્રસંગ છે. આજે તમે બધા જે પદવી પ્રાપ્ત કરી છે તે માત્ર તમારા માટે નહિ પરંતુ સમાજ અને રાષ્ટ્ર માટે જવાબદારીનો આરંભ છે.

તેમણે ભારતીય પરંપરામાં ગુરુ દ્વારા શિષ્યને આપવામાં આવતા અંતિમ ઉપદેશનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, સત્યનું આચરણ કરવું, ધર્મ એટલે કે કર્તવ્યનું પાલન કરવું અને સતત અધ્યયન કરતા રહેવું એ જ વિદ્યાર્થીઓનું મુખ્ય ધ્યેય હોવું જોઈએ. સતત અભ્યાસથી જ જ્ઞાન સમૃદ્ધ બને છે.

રાજ્યપાલશ્રીએ વિદ્યાર્થીઓને તેમણે મેળવેલા જ્ઞાનને પોતાના સુધી મર્યાદિત ન રાખવાની સલાહ આપતા કહ્યું કે, જેમ વાદળો સમુદ્રના ખારા પાણીમાંથી સારું પાણી ખેંચી, તેને જરૂરિયાતમંદો માટે વરસાવે છે તેમ તમારે પણ તમારું જ્ઞાન રાષ્ટ્રની સેવા માટે સમર્પિત કરવું જોઈએ.

પૂજ્ય બાપુના સ્વાવલંબન અને સ્વદેશી આધારિત રાષ્ટ્ર નિર્માણના વિચારનો ઉલ્લેખ કરતાં રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આત્મનિર્ભર અને વિકસિત ભારતની દિશામાં દેશને આગળ લઈ જઈ રહ્યા છે. જો આપણે સૌ સ્વદેશી અપનાવીને રાષ્ટ્ર માટે સમર્પિત ભાવથી કાર્ય કરીશું તો પૂજ્ય બાપુના સપનાઓનું ભારત બનાવી શકીશું.

રાજ્યપાલશ્રીએ પદવી મેળવનાર વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી અને કહ્યું કે, વિદ્યાર્થીઓ તેમના પરિવાર, સમાજ અને રાષ્ટ્ર માટે જવાબદારીપૂર્વક કાર્ય કરે અને જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા મેળવે.

ગુજરાત વિદ્યાપીઠના ૭૧મા દીક્ષાંત સમારોહમાં પદવીધારક વિદ્યાર્થીઓને સંબોધિત કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ જ્યારે અમૃતકાળમાં આઝાદીની શતાબ્દી તરફ ગતિ કરી રહ્યો છે, ત્યારે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત આ સંસ્થામાંથી દીક્ષાંતનો અવસર ગૌરવમય છે.

તેમણે ઉમેર્યું કે, પરમ સન્માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીના હસ્તે પદવી પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય મળવું એ વિદ્યાર્થીઓ માટે એક ઐતિહાસિક ક્ષણ છે.

મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત વિદ્યાપીઠના વારસાને યાદ કરતાં કહ્યું કે, મહાત્મા ગાંધીજીએ ૧૯૨૦માં યુવાશક્તિને સત્ય, અહિંસા અને આત્મનિર્ભર ભારતના શાશ્વત વિચારો સાથે રાષ્ટ્ર નિર્માણ માટે પ્રેરિત કરવા આ વિદ્યાપીઠની સ્થાપના કરી હતી. આઝાદી માટે બ્રિટિશ સરકાર સામેની અસહકારની ચળવળનો પાયો રહેલી આ વિદ્યાપીઠનો આજનો પદવીદાન સમારોહ, વિકસિત અને આત્મનિર્ભર સ્વદેશી ભારતના સંવાહક યુવાઓના સમાજમાં પદાર્પણનો અવસર બન્યો છે.

દીક્ષાંત સમારોહની પ્રાચીન ભારતીય પરંપરાનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, પ્રાચીન કાળમાં ગુરુકુળમાં શિક્ષણ પૂર્ણ થયા બાદ ઋષિકુમારોને સમાજ અને રાષ્ટ્ર માટે શિક્ષણનો ઉપયોગ કરવાનો ઉપદેશ અપાતો હતો. ભગવાન શ્રી રામ, શ્રી કૃષ્ણ અને પાંડવો પણ ગુરુકુળમાં શિક્ષિત-દીક્ષિત થયા હતા.

તેમણે જણાવ્યું કે, આજે એ જ ગુરુકુળ પરંપરાનું સ્થાન આધુનિક વિશ્વવિદ્યાલયોએ લીધું છે અને ગુજરાત વિદ્યાપીઠ મૂલ્યનિષ્ઠ તેમજ સમયાનુકૂલ શિક્ષણ આપતી આગવી સંસ્થા તરીકે ઉભરી આવી છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘વિકસિત ભારત’ના વિઝન પર પ્રકાશ પાડતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, શ્રી મોદી સાહેબે સુરાજ એટલે કે ગુડ ગવર્નન્સનો મંત્ર આપ્યો છે. તેમણે જાતે હાથમાં ઝાડુ લઈને સ્વચ્છતાને એક જન આંદોલન બનાવ્યું છે. ‘ખાદી ફોર નેશન, ખાદી ફોર ફેશન’ના આહ્વાન દ્વારા સ્વદેશીને પ્રોત્સાહન આપ્યું છે, જેના પરિણામે છેલ્લા ૧૧ વર્ષમાં ખાદીના વેચાણમાં ૪૪૭ ટકાનો અભૂતપૂર્વ વધારો થયો છે.

તેમણે ઉમેર્યું કે, વિદ્યાપીઠ એક સદીથી વધુ સમયથી ગાંધીજીના સત્ય, અહિંસા અને શ્રમના મૂલ્યોને જીવંત રાખવામાં સફળ રહી છે. આ જ મૂલ્યોને આગળ વધારતા વડાપ્રધાનશ્રી પણ યુવાનોમાં ‘રાષ્ટ્ર પ્રથમ’ની ભાવનાનું સિંચન કરી રહ્યા છે. શ્રી નરેન્દ્રભાઈએ ગરીબ, યુવા, અન્નદાતા કિસાન અને નારી શક્તિ (GYAN)ને વિકસિત ભારતના ચાર મુખ્ય સ્તંભ ગણાવ્યા છે, જેમાં યુવા શક્તિને વિશેષ મહત્વ આપ્યું છે. છેલ્લા એક દશકમાં સ્કીલ, શિક્ષણ અને સ્ટાર્ટઅપ જેવા ઇનિશિયેટિવ દ્વારા યુવાનોને સશક્ત બનાવવામાં આવ્યા છે અને નવી શિક્ષણ નીતિ દ્વારા યુવાઓના ઇનોવેશનને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવા માટે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

પદવીધારક વિદ્યાર્થીઓને પ્રેરણા આપતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, “વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ અન્ય કરતાં ખાસ છે કારણ કે તમે શિક્ષણની સાથે સ્વ-અનુશાસન, શ્રમનું ગૌરવ અને સ્વદેશી જેવા મૂલ્યો આત્મસાત કર્યાં છે.” તેમણે બદલાતા વૈશ્વિક પરિદ્રશ્યમાં આત્મનિર્ભરતા અને સ્વદેશીની વધતી મહત્તા પર ભાર મૂક્યો અને વડાપ્રધાનશ્રી દ્વારા શરૂ કરાયેલા ‘હર ઘર સ્વદેશી-ઘર ઘર સ્વદેશી’ અભિયાનના સંવાહક બની સમાજમાં જાગૃતતા લાવવા આહ્વાન કર્યું.

મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, શ્રી નરેન્દ્રભાઈ મોદીના મતે દરેક વસ્તુનો વિકલ્પ હોઈ શકે છે, પરંતુ સ્કીલ, ઇનોવેશન અને મહેનતનો કોઈ વિકલ્પ નથી અને આ ત્રણેય શક્તિઓ દેશના નવયુવાનોમાં રહેલી છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ જ તાકાતથી આપણે ‘આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત’નું નિર્માણ કરી શકીશું.

અંતમાં, તેમણે સૌ પદવી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી.

આ અવસરે સ્નાતક થયેલા વિદ્યાર્થીઓએ દીક્ષાંત પ્રતિજ્ઞા લીધી હતી.

કુલપતિ શ્રી હર્ષદ પટેલે સ્વાગત પ્રવચન કર્યું હતું. તેમણે જણાવ્યું કે, ગુજરાત વિદ્યાપીઠે નવી શિક્ષા નીતિને શિક્ષણ અને વ્યવહાર બંનેમાં અપનાવી છે. વિદ્યાપીઠ દ્વારા સમાજમાં સ્વદેશી અને આત્મનિર્ભરતાની ભાવનાને સુદ્રઢ બનાવવા અમલમાં મુકાયેલા વિવિધ પ્રકલ્પો અને પહેલાની તેમણે વાત કરી હતી. વિદ્યાપીઠમાંથી સ્નાતક થયેલા વિદ્યાર્થીઓ સદભાવ, સેવા અને સ્વાવલંબનના વિચારોને ચરિતાર્થ કરશે તેવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો.

આ અવસરે ગુજરાત વિદ્યાપીઠના પ્રધ્યાપકો, શિક્ષણવિદ એવા મહાનુભાવો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
……..
[10/12, 9:33 AM] Dilip Gajjar.Mahiti.Press: *વિકાસ સપ્તાહ ૨૦૨૫*

*ગતિ, પ્રગતિ અને જનસુવિધાની ગાથા: ગુજરાત મેટ્રો રેલ*

*અમદાવાદમાં દૈનિક સરેરાશ ૩૫ હજાર મુસાફરોથી શરૂ થયેલી સંખ્યા આજે વધીને ૧.૫ લાખ સુધી પહોંચી*

*અત્યાર સુધીમાં મેટ્રોમાં અંદાજે ૧૦ કરોડથી વધુ નાગરીકોએ મુસાફરી કરી*

*****************
આજનું ગુજરાત માત્ર ઔદ્યોગિક વિકાસ માટે જ નહીં,પણ અદ્યતન માળખાગત સુવિધાઓ માટે પણ દેશભરમાં મોડેલ તરીકે ઊભરી રહ્યું છે. ગુજરાત મેટ્રો રેલ પ્રોજેક્ટ ગુજરાતની પ્રગતિની જીવંત સાબિતી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સબળ નેતૃત્વમાં આ પ્રોજેક્ટ અમદાવાદ, ગાંધીનગર અને સુરત જેવા મહાનગરોમાં લાખો નાગરિકોના રોજીંદા જીવનને વધુ સરળ બનાવે છે.

સમયની સાથે કદમ મિલાવતું ગુજરાત, વિકસિત ભારતના સંકલ્પનું સાકાર સ્વરૂપ બનીને ઊભરી રહ્યું છે. ગુજરાત હવે માત્ર ઔદ્યોગિક વિકાસ માટે જ નહીં, પરંતુ અદ્યતન માળખાગત સુવિધાઓ માટે પણ દેશભરમાં મોડેલ તરીકે ઓળખાય છે. આ પ્રગતિની જીવંત સાબિતી છે – ગુજરાત મેટ્રો રેલ પ્રોજેક્ટ.

અમદાવાદ મેટ્રોની સફર વર્ષ ૨૦૨૫માં નવા આયામો સર કરી રહી છે. શરૂઆતમાં જ્યાં દિવસના સરેરાશ ૩૫ હજાર મુસાફરો મુસાફરી કરતા હતા, તે આંકડો આજે વધીને ૧.૫ લાખ સુધી પહોંચ્યો છે. અત્યાર સુધીમાં મેટ્રોમાં કુલ ૧૦.૩૮ કરોડ નાગરીકોએ મુસાફરી કરી છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનએ ૯૯.૮૪ ટકા સમયસર સેવા આપીને મુસાફરોનો વિશ્વાસ જીત્યો છે.

ગુજરાતના શહેરો હવે ટ્રાફિક નહીં પરંતુ ટ્રાન્ઝિટની નવી ઓળખ સાથે આગળ વધી રહ્યા છે. અમદાવાદ અને ગાંધીનગરની વચ્ચે દોડતી મેટ્રો ટ્રેન હવે માત્ર મુસાફરીનું સાધન નથી, પરંતુ રાજ્યના આધુનિક પરિવહન સ્વપ્નને સાકાર કરતી એક મજબૂત કડી બની છે.

અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો નવેમ્બર ૨૦૧૪માં મંજૂર થયો હતો. માર્ચ ૨૦૧૯માં વસ્ત્રાલ ગામથી એપેરલ પાર્ક સુધી ૬.૫ કિમીનો પ્રથમ ભાગ શરૂ થતાં અમદાવાદના નગરજનોને નવી સફરની શરૂઆત મળી. વર્ષ ૨૦૨૨માં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ૩૨ કિમીની લાઈનનું લોકાર્પણ થતાં મેટ્રો અમદાવાદ શહેરના ઉત્તર-દક્ષિણ અને પૂર્વ-પશ્ચિમ ભાગને જોડતી લાઈન શરૂ થઈ હતી.

બીજા તબક્કામાં ગુજરાતના પાટનગર ગાંધીનગર અને આર્થિક પાટનગર અમદાવાદને જોડતો કુલ ૨૮.૨ કિમીનો રૂટ તૈયાર કરવામાં આવ્યો છે. મોટેરાથી સેક્ટર-૧ અને GIFT City સુધીનો ભાગ સપ્ટેમ્બર ૨૦૨૪માં શરૂ થયો જ્યારે સચિવાલય સુધીનો ભાગ એપ્રિલ ૨૦૨૫માં ખુલ્લો મુકાયો છે. ટૂંક સમયમાં અમદાવાદથી મહાત્મા મંદિર સુધીનો રૂટ સંપૂર્ણ કાર્યરત થતાં કુલ ૬૮ કિ.મી.ના રૂટ પરના ૫૪ સ્ટેશનોને મેટ્રો રેલ સુવિધા મળશે.

મોટેરાથી સચિવાલય સુધી દોડતી મેટ્રો માત્ર અંતર નથી ઘટાડી રહી તે બે નગરોના વિકાસને એક જ ધારા સાથે જોડે છે. વિદ્યાર્થીઓથી લઈને ઓફિસના કર્મચારીઓ સુધી, હવે દરેક માટે આ સફર ઝડપી, સુરક્ષિત અને આરામદાયક બની છે.

ગુજરાતના શહેરો આજે આધુનિક પરિવહનના નવા યુગમાં પ્રવેશી રહ્યા છે. અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે દોડતી મેટ્રો ટ્રેન હવે માત્ર સફરનું સાધન નથી, પરંતુ ગુજરાતના ગતિશીલ વિકાસનું પ્રતિક બની ગઈ છે.

મેટ્રોનું ભાડું માત્ર ₹૦૫ થી ₹૪૦ સુધીનું રાખવામાં આવ્યું છે. દૈનિક મુસાફર માટે પ્રતિ કિલોમીટર સરેરાશ રૂ. ૧ ના ભાડે સફર કરાવતી મેટ્રો સામાન્ય માણસ માટે ખરેખર બજેટ-ફ્રેન્ડલી મુસાફરી બની ગઈ છે.

મેટ્રો સ્ટેશનો માત્ર મુસાફરીના સ્થળ નથી એ ગુજરાતની સંસ્કૃતિ અને વારસાનું જીવંત પ્રદર્શન છે. દિવાલો પરના ચિત્રો, આર્ટ ઇન્સ્ટોલેશન અને કલા-સજાવટ મુસાફરીને વધુ આનંદદાયક બનાવે છે. દરેક સ્ટેશન એક “મિની આર્ટ ગેલેરી”ની અનુભૂતિ આપે છે.

દિવ્યાંગજન માટે ખાસ રેમ્પ, લિફ્ટ, ટૅક્ટાઇલ ફ્લોરિંગ અને આરામદાયક મુસાફરીની વ્યવસ્થા કરીને મેટ્રો સમાવેશી વિકાસનું પ્રતિક બની છે.

મુસાફરોની સુરક્ષા માટે મેટ્રો ટ્રેનોમાં કમ્યુનીકેશન બેઝ્ડ ટ્રેન કન્ટ્રલ (CBTC) સિસ્ટમ, ફાયર અલાર્મ, સર્વેલન્સ કેમેરા અને ટનલ વેન્ટિલેશન જેવી અદ્યતન તકનીકો તૈયાર કરાઈ છે.

ગુજરાતની આ ગતિ અહીં અટકતી નથી. ડાયમંડ સિટી સુરતના ભવિષ્યને નવી દિશા આપવા માટે ૪૦.૩૫ કિમી લાંબી મેટ્રો લાઇનનું નિર્માણ થઈ રહ્યું છે.

“વહાલું ગુજરાત” હવે “દોડતું ગુજરાત” બની રહ્યું છે. ગુજરાત મેટ્રો રેલ પ્રોજેક્ટ એ માત્ર એક પરિવહન યોજના નથી, પરંતુ ભારતની બે સરકારોના સહયોગ, આર્થિક સંકલ્પ અને ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલ એક પ્રગતિશીલ માસ્ટરપ્લાન છે. મેટ્રો ફક્ત રેલ માર્ગ નહીં, પણ રાજ્યના પ્રગતિના માર્ગની નવી દિશા છે જ્યાં દરેક સ્ટેશન એક નવા વિકાસનું પ્રતિક છે.

*************************
ઋચા રાવલ

****************************

[10/8, 7:28 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *ડભોડા ગામે વિકાસ સપ્તાહની ઉજવણી નિમિત્તે કાર્યક્રમ યોજાયો*
૦૦૦૦૦૦૦
*ભારત વિકાસ પ્રતિજ્ઞા” લઈ રાષ્ટ્રના સર્વાંગી વિકાસમાં યોગદાન આપવા ગ્રામજનોએ સંકલ્પ કર્યો*
૦૦૦૦૦૦૦
ગાંધીનગર તા. ૦૮ ઓક્ટોબર-
ડભોડા ગામે સરપંચશ્રી આનંદીબેન ભૂપતસિંહ પરમારની અધ્યક્ષતામાં તા.૦૭/૧૦/૨૦૨૫ના રોજ વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ અવસરે ગામના સર્વાંગી વિકાસ માટે વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં આશરે ૨૨૦થી વધુ લોકો જોડાયા હતા. ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ગામના વિકાસ માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી તેમજ ગામજનોને સક્રિય સહભાગિતા માટે આહ્વાન કરાયું હતું. સૌએ “ભારત વિકાસ પ્રતિજ્ઞા” લઈ રાષ્ટ્રના સર્વાંગી વિકાસમાં યોગદાન આપવા સંકલ્પ કર્યો હતો.
કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સદસ્યશ્રી મીનાબેન લલિતસિંહ ઠાકોર, તાલુકા પંચાયત સદસ્યશ્રી ક્રિષ્નાબેન ભરતસિંહ સોલંકી, તાલુકા પંચાયત સદસ્યશ્રી સવિતાબેન મહોબતસિંહ સોલંકી અને અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦
*દિવ્યા ત્રિવેદી*
[10/9, 6:36 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *_વિકાસ સપ્તાહ ૨૦૨૫_*
*પ્રાંત અધિકારીશ્રીની મયંક પટેલની અધ્યક્ષતામાં કલોલ તાલુકા ખાતે સંકલન અને કૃષિમહોત્સવ અંગે બેઠક યોજાઈ*
*********************
ગાંધીનગર તા. ૦૯ ઓક્ટોબર-,
વિકાસ સપ્તાહ ૨૦૨૫ના અવસર પર કલોલ તાલુકા કચેરી ખાતે આજે પ્રાંત અધિકારીશ્રી મયંક પટેલના અધ્યક્ષસ્થાને તાલુકા સંકલન બેઠક તથા કૃષિમહોત્સવ સંબંધિત મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.બેઠકમાં આવનારા રવિ કૃષિમહોત્સવના સફળ આયોજન માટેની તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
પ્રાંત અધિકારીશ્રીએ તાલુકા સ્તરે યોજાનાર કૃષિમહોત્સવમાં વધુમાં વધુ ખેડૂતોને જોડવા અને સરકારની કૃષિ સંબંધિત યોજનાઓનો લાભ ખેડૂતો સુધી પહોંચાડવા માટે અધિકારીઓને સૂચના આપી હતી. તેમણે જણાવ્યું કે, કૃષિમહોત્સવ દ્વારા ખેડૂતોને નવી તકનીક, પ્રાકૃતિક ખેતી અને ઉત્પાદનક્ષમતા વધારવા માટે માર્ગદર્શન આપવામાં આવશે.
પ્રાંત અધિકારીશ્રીએ જણાવ્યું કે, વિકાસ સપ્તાહ દરમ્યાન તાલુકામાં વિવિધ વિભાગોની યોજનાઓનો સીધો લાભ સામાન્ય નાગરિકો સુધી પહોંચાડવા માટે સતત પ્રયત્ન થઈ રહ્યા છે.
કૃષિ અધિકારીશ્રીએ જણાવ્યું કે કૃષિમહોત્સવ ખેડૂતો માટે નવી ખેતી પદ્ધતિઓ અને સરકારની સહાય યોજનાઓ વિશે માહિતી મેળવવાનો ઉત્તમ અવસર બની રહેશે. તેમણે ખેડૂતોને કૃષિમહોત્સવમાં સક્રિય રીતે ભાગ લેવા માટે અપીલ કરી હતી.
આ કાર્યક્રમમાં તાલુકાના વિવિધ વિભાગોના અધિકારીઓ, કૃષિ વિભાગના અધિકારીઓ તેમજ સંબંધિત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦
*અશ્વિન ઘટાડ*
[10/9, 6:40 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *સેવા , સુશાસન અને ગરીબ કલ્યાણના ધ્યેય સાથે ગાંધીનગર જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉજવણીનો ત્રીજો દિવસ :*

*”રાષ્ટ્ર પ્રથમ” ધ્યેય સાથે ગાંધીનગર જિલ્લા આરોગ્ય સોસાયટીના મેડિકલ ઓફિસરોએ ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધી*
———————————-
*ગુજરાત અને ભારતની તંદુરસ્ત આવતીકાલ માટે માતા- બાળ મૃત્યુદર ઘટાડવા ડોક્ટરોનો મક્કમ નિર્ધાર*
—————————————
ગાંધીનગર તા. ૦૯ ઓક્ટોબર-
વિકસિત ભારતનો અમૃત કાળ એટલે સેવા,સુશાસન અને ગરીબ કલ્યાણના , વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના 24 વર્ષ.7 ઓક્ટોબર થી 15 ઓક્ટોબર,૨૦૨૫ સુધી ગુજરાત ભરમાં વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે.
વિકાસ સપ્તાહના ભાગરૂપે આજે ત્રીજા દિવસે કલેકટર કચેરી ખાતે, ઇન્ચાર્જ ડીડીઓ શ્રીમતી વેગડાનાં અધ્યક્ષતામાં, ગાંધીનગર જિલ્લા આરોગ્ય સોસાયટી હેઠળના નેશનલ હેલ્થ મિશન, આરસીએચ અને ડીપીએમયુની રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમોની સપ્ટેમ્બર -૨૫ની ભૌતિક સિદ્ધિઓની સમીક્ષા તથા નાણાકીય ખર્ચને બહાલી આપવા ગવર્નિંગ બોડીની બેઠક મળી હતી. આ બેઠકમાં ઉપસ્થિત રહેલા ડોક્ટરો, અધિકારીઓ-કર્મચારીઓએ ભારત વિકાસની પ્રતિજ્ઞા લીધી હતી. ડોક્ટરોએ માતા – બાળ મૃત્યુદર ઘટે અને ભારતની આવતીકાલ તંદુરસ્ત બને તે માટેના ઘનિષ્ઠ પ્રયત્નો આદર્યા છે.
આ બેઠકમાં માતા -બાળ મૃત્યુ દર અને વિવિધ આરોગ્ય પ્રોગ્રામોની સમીક્ષા કરવામાં આવી હતી. સાથે સાથે ગરીબો અને મધ્યમ વર્ગ માટે સૌથી મહત્ત્વના એવા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની ગ્રીવન્સ રીડ્રેસલની બેઠક અને સંચારી રોગચાળાની બેઠક પણ યોજાઈ હતી.
આ બેઠકમાં જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉ.વૈષ્ણવ, ગાંધીનગર જીએમઇઆરએસના મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ, જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી, જિલ્લા આઇસીડીએસ અધિકારી શ્રી, જિલ્લા લેપ્રસી ઓફિસર શ્રી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી, ગાંધીનગર જિલ્લાના પ્રાથમિક અને સામૂહિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર્સ અને અધિક્ષકશ્રી ઓ, તાલુકા આરોગ્ય અધિકારીશ્રીઓ, દહેગામ , માણસા તથા કલોલ નગરપાલિકાના ચીફ ઓફિસરો, ફિમેલ હેલ્થ વર્કર અને મરણ પામેલી માતાઓના સગા ઉપસ્થિત રહ્યા હતા.
***************
*પારુલ*
[10/9, 6:47 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *કલોલ ગામે પ્રાંત અધિકારીશ્રીના અધ્યક્ષસ્થાને ગ્રામ વિકાસ આયોજનની બેઠક યોજાઇ*
૦૦૦૦૦૦૦૦
ગાંધીનગર તા. ૦૯ ઓક્ટોબર-
કલોલ ખાતે પ્રાંત અધિકારીશ્રી મયંક પટેલની અધ્યક્ષતામાં ગ્રામ વિકાસ આયોજન અંતર્ગત બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં ગામના વિકાસના અનુસંધાનમાં જરૂરી માર્ગદર્શન સહ ચર્ચા કરવામાં આવી હતી.
બેઠકમાં જોડાયેલા સર્વે મહાનુભાવો દ્વારા ગામના વિકાસ માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી તેમજ ગામમાં તમામ ક્ષેત્રમાં યોજનાકીય લાભો લોકો સુધી પહોંચે તેના ચર્ચા કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં તલાટીશ્રીઓ, મંત્રીશ્રીઓ તથા તાલુકાના જુદાજુદા અધિકારીશ્રી, કચેરીના અધિકારીશ્રીઓ, કચેરીના કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦
*વંદન સોલંકી*
[10/9, 7:21 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *જિંડવા અને કડજોદરા ગામે વિકાસ સપ્તાહની ઉજવણી નિમિત્તે કાર્યક્રમ યોજાયો*
૦૦૦૦૦૦
ગાંધીનગર તા. ૦૯ ઓક્ટોબર-
જિંડવા અને કડજોદરા ગામે સરપંચશ્રીની અધ્યક્ષતામાં વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં તાલુકા સદસ્યશ્રી તથા ઉપસરપંચશ્રી અને અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ અવસરે ગામના સર્વાંગી વિકાસ માટે કુલ રૂ. ૨૯ લાખના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરવામાં આવ્યું. કાર્યક્રમમાં આશરે ૧૦૦થી વધુ લોકોની ઉપસ્થિત રહ્યા હતા.
મહાનુભાવો દ્વારા ગામના વિકાસ માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી તેમજ ગામજનોને સક્રિય સહભાગિતા માટે આહ્વાન કરાયું હતું. સૌએ “ભારત વિકાસ પ્રતિજ્ઞા” લઈ રાષ્ટ્રના સર્વાંગી વિકાસમાં યોગદાન આપવા સંકલ્પ કરવામાં આવ્યો હતો.
૦૦૦૦૦૦૦
*દિવ્યા ત્રિવેદી*
[10/10, 2:20 PM] Neha Talaviya.Mahiti: * ગાંધીનગર જિલ્લાના લીંબડીયા ગામ ખાતે મુખ્યમંત્રીશ્રીની ગરિમામય ઉપસ્થિતિમાં ગ્રામસભા યોજાઈ*
————————————-
*સ્વદેશી અપનાવીએ, તો જ આત્મનિર્ભર બનીએ, અને આત્મનિર્ભર બનીએ તો જ વિકસિત ભારત બને- મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ*
——————————–
બુધવાર, તા. 8 ઓક્ટોબર 2025
————
વિકાસ સપ્તાહની ઉજવણીના આજના બીજા દિવસના અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, ગાંધીનગર તાલુકાના લીંબડીયા- ગામ ખાતે યોજાયેલી રાત્રી ગામ સભામાં સહભાગી બન્યા હતા.
મુખ્યમંત્રી શ્રી પટેલ તમામ ગ્રામજનોને સ્ટેજ પરથી ઉતરીને ઉમળકાભેર મળ્યા હતા અને અને સૌની સાથે સંવાદ કર્યો હતો.
મુખ્યમંત્રી શ્રી એ બધી ઔપચારિકતા તોડીને ,ગ્રામજનો સાથે સીધો સંવાદ કરતા ખુલ્લા દિલે કહ્યું હતું કે ,તમારે જે રજૂઆતો કરવી હોય એ શાંતિથી કરો. તમારા પ્રશ્નને લખીને સત્વરે તેનો નિકાલ કરવાનો પ્રયત્ન કરીશું.
આ વેળાએ ગ્રામજનોએ રસ્તા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, વીજળી, હાઈવે પરના સાઈન બોર્ડ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ , લીંબડીયા ગામનો પિનકોડ બદલવા અંગેના પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા.
આ પ્રશ્નોના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ખૂબ હળવી અને રમુજી શૈલીમાં પ્રત્યુત્તરો આપ્યા હતા.
કરાઈ કેનાલ પર રસ્તો બનાવવાના પ્રત્યુતરમાં મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, રસ્તો બનાવી દઈશું, પરંતુ કેનાલ પરનો રસ્તો પબ્લિક ઉપયોગ માટે હોતો નથી.
મુખ્યમંત્રીશ્રીએ આત્મ નિર્ભર ભારત અને વિકસિત ભારત માટે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના પ્રાકૃતિક ખેતી, વોકલ ફોર લોકલ,હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી , કેચ ધ રેઇન, સ્વચ્છતા જેવા સંકલ્પને સાકાર કરવા અને અપનાવવા અપીલ કરી હતી.
તેમણે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ એ રાહ પર વડાપ્રધાનશ્રી આગળ વધી રહ્યા છે, એમ જણાવી ઉમેર્યું કે, સ્વદેશી અપનાવીએ, તો જ આત્મનિર્ભર બનીએ, અને આત્મનિર્ભર બનીએ તો જ વિકસિત ભારત બને, આથી સૌ સાથે મળીને આગળ વધીએ અને સ્વદેશી અપનાવીએ.
વિકાસ સપ્તાહ અંતર્ગત ગુજરાત સરકાર જનવિશ્વાસ, સેવા અને સમર્પણના 24 વર્ષની ઉજવણી કરી રહી છે. હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશીના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના સંકલ્પને ગામે ગામ પહોંચાડી રહી છે.
વિકાસ રથ જ્યારે લીંબડીયા ગામે પહોંચ્યો ત્યારે ગ્રામજનોએ સરકારી યોજનાઓની માહિતી મેળવવામાં ઘણો રસ દાખવ્યો હતો.
મુખ્યમંત્રી શ્રી લીંબડીયા ગામે પહોંચ્યા ત્યારે બેન્ડવાજા અને ગુલાબના ફૂલોની પાંદડીઓથી તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ગામના અગ્રણીઓએ મુખ્યમંત્રીશ્રીને સ્મૃતિ ચિન્હ આપી અભિવાદન કર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીના હસ્તે લીંબડીયા ગામના પ્રવેશદ્વારનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તેમણે પોસ્ટ વિભાગની સુકન્યા સમૃદ્ધિ યોજનાના લાભો નાની બાળકીઓને અર્પણ કર્યા હતા.
આ પ્રસંગે પ્રાકૃતિક ખેત વેચાણ કેન્દ્ર, વોકલ ફોર લોકલ , આરોગ્યલક્ષી અને પોસ્ટ ખાતાની વિવિધ યોજનાઓના સ્ટોલનું નિદર્શન મુખ્યમંત્રી શ્રી નિહાળ્યું હતું.
આ પ્રસંગે લીંબડીયા -કરાઈ ગામના સરપંચ શ્રીમતી સેજલબેન પટેલ, વિવિધ પદાધિકારીઓ, તાલુકા પંચાયત પ્રમુખશ્રી મહોબતજી ઠાકોર, અમદાવાદ પૂર્વના સંસદ સભ્ય શ્રી હસમુખભાઈ પટેલ,ધારાસભ્ય શ્રી અલ્પેશ ઠાકોર, ગાંધીનગર જિલ્લાના અગ્રણી શ્રી અનિલભાઇ પટેલ, મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી ડૉક્ટર વિક્રાંત પાંડે ,અધિક વિકાસ કમિશનર શ્રી ગૌરવ દહિયા, કલેક્ટર શ્રી મેહુલ દવે, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી શ્રી વેગડા, ગાંધીનગર જિલ્લાના સંકલનના તમામ અધિકારીઓ, આમંત્રિત મહેમાનો અને ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
*****************
પારુલ
[10/10, 2:40 PM] Neha Talaviya.Mahiti: *વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) – ઉત્તર ગુજરાત*
***
*ટેક્નોલોજી અને નવીનતા દ્વારા ડેરી સંપત્તિનું સશક્તિકરણ વિષય પર કૃષિ વિભાગનો સેમિનાર યોજાયો*
*****
*ગુજરાતનું ડેરી મોડલ સમગ્ર દેશ માટે રોલ મોડલ: સહકાર, ઇનોવેશન અને મહિલાઓની ભાગીદારીથી ડેરી ઉદ્યોગમાં નવો યુગ:- સચિવશ્રી સંદીપ કુમાર*
****
*ગુજરાત ભારતનું ડેરી પાવરહાઉસ: સહકારી મોડલ અને તેની યાત્રા પર GCMMFના MDશ્રી જયેન મહેતાનું વક્તવ્ય*

મહેસાણા જિલ્લાની ગણપત યુનિવર્સીટી, ખેરવા ખાતે આયોજિત ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સના બીજા દિવસે કૃષિ વિભાગ દ્વારા ટેક્નોલોજી, ટકાઉ ઇકોસિસ્ટમ અને ઉદ્યોગ સાહસિક નવીનતા દ્વારા ડેરી સંપત્તિનું સશક્તિકરણ વિષય પર સેમિનારનું આયોજન કરાયું હતું.

આ પ્રસંગે રાજ્યના સહકાર અને પશુપાલન સચિવ શ્રી સંદીપ કુમારે જણાવ્યું કે, વડાપ્રધાનશ્રીના ૨૦૪૭ના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે ઇનોવેશન, સ્થિરતા અને ઉદ્યોગ સાહસિકતા પર ખાસ ભાર મૂકવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં ડેરી ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે સરકારશ્રી દ્વારા અનેક યોજનાઓ અમલી બનાવી છે. દૂધ ઉત્પાદન ગ્રોસ વેલ્યુ એડિશન વધારવા માટે દેશમાં ગુજરાતની ભાગીદારી સૌથી વધારે મહત્ત્વની છે. ગુજરાતનું ડેરી મોડલ આજે સમગ્ર દેશમાં રોલ મોડલ બન્યું છે. સહકાર વિભાગ દ્વારા ગ્રામ્ય લેવલે સહકારિતા અંગે વધુ ધ્યાન કેન્દ્રિત કરાયું છે.

સચિવશ્રી સંદીપકુમારે જણાવ્યું કે, દેશ આજે અમૂલ કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશનના મોડેલને પણ અપનાવી રહ્યો છે. આવનાર પાંચ વર્ષમાં રાજ્યના ગ્રામિણ ક્ષેત્રોમાં ૨ લાખથી પણ વધુ પેક્સ ઊભા કરાશે. ગુજરાતના પશુપાલનમાં મહિલાઓની ભાગીદારી સૌથી વધુ છે ત્યારે ઘરઆંગણે વિવિધ પ્રોડક્ટનું વેલ્યુ એડીશન કરીને મહિલાઓના સશક્તિકરણ માટે કામ કરવું જોઈએ. આજે બનાસ ડેરી સાથે સંકળાયેલ પશુપાલક મહિલાઓ વાર્ષિક ૧ કરોડથી વધુનું ટર્ન ઓવર કરીને આત્મનિર્ભર બની છે. તેમણે ક્લાયમેન્ટ ચેન્જ સાથે ઋતુઓના બદલાવ વખતે પશુઓ અને દૂધ પર પડતી અસરોને કેવી રીતે નિવારી શકાય છે તેના વિશે વાત કરી હતી.

આણંદ GCMMFના મેનેજિંગ ડિરેક્ટર શ્રી જયેન મહેતાએ ગુજરાત- ભારતનું ડેરી પાવરહાઉસ: સહકારી મોડલ અને તેની યાત્રા વિષય પર વાત કરતા જણાવ્યું કે, વર્ષ ૨૦૨૫ ને ઇન્ટરનેશનલ સહકારી વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે ત્યારે સૌકોઈ સાથે મળીને સહકારિતાને મજબૂત બનાવીએ. તેમણે અમૂલ વિશે વાત કરતા કહ્યું કે, વર્ષ ૧૯૪૬માં આણંદ ખાતે ફક્ત રોજનું ૨૫૦ લીટર દૂધ પ્રાપ્ત થતું હતું જ્યારે આજે ૩૫૦ લાખ લીટર દૂધ સુધી પહોંચી શક્યા છીએ. આજે ગુજરાતના ડેરી ઉદ્યોગનું વાર્ષિક ટર્નઓવર ૯૦ હજાર કરોડ સુધી પહોંચ્યું છે. આજે અમૂલ વિવિધ પ્રોડક્ટના ૨૪ બિલિયન જેટલાં પેકેટ વૈશ્વિક બજારમાં મૂકે છે. આ તમામ વ્યવસાયો થકી ખેડૂતો અને પશુપાલકોને ફાયદો મળી રહ્યો છે. તેમણે પ્રોડક્શન, પ્રોસેસિંગ અને માર્કેટિંગ પર વિશેષ ભાર મૂકવા જણાવ્યું હતું. આજે વૈશ્વિક બજારમાં ભારતના ડેરી ઉદ્યોગનો ૨૫ ટકા હિસ્સો છે ત્યારે આગામી સમયમાં વિશ્વના દરેક ડાઇનિંગ ટેબલ પર ભારતની પ્રોડક્ટ હોય તે મુજબ સૌકોઈ સાથે મળીને કામ કરવું જોઇએ.

ઉદ્યોગ સાહસિકતા અને શિક્ષણ વિભાગ અમદાવાદના ડિરેક્ટર શ્રી સત્યરંજન આચાર્યએ મહિલાઓ અને યુવાનોમાં ડેરી વેલ્યુ ચેઇન અને ઉદ્યોગ સાહસિકતા વિષય પર વક્તવ્ય આપ્યું હતું. આ પ્રસંગે બનાસ ડેરીના એ.જી.એમ ર્ડા. પી.આર.વાઘેલાએ બનાસ ડેરીની સફળતા વિશે વાત કરી હતી. તેમણે ટ્રેનિંગ, યોજનાઓ, મહિલાઓની ભાગીદારી, બનાસ ડેરીના મોલ અને વ્યવસાયો વિશે સવિસ્તાર માહિતી આપી હતી.

NDDB આણંદના એનિમલ ન્યુટ્રીશન ગ્રુપના વૈજ્ઞાનિક શ્રી ભૂપેન્દ્ર ટી. ફોન્ડબા દ્વારા ક્લાઈમેટ રેઝિલિઅન્ટ ડેરી ફાર્મિંગ, પાણીની અછત અને ગરમીનો સામના કરવા વિષય પર વક્તવ્ય આપ્યું હતું. સરહદ ડેરી, કચ્છના આસિસ્ટન્ટ મેનેજર શ્રી જય ચૌધરીએ કેમલ મિલ્ક પર પ્રેઝન્ટેશન આપીને માહિતી આપી હતી. આ સેમિનારમાં ઉદ્યોગકારો, પશુપાલકો અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦
[10/10, 2:41 PM] Neha Talaviya.Mahiti: *વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ(VGRC) – ઉત્તર ગુજરાત*
***
*નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને ઉત્તર ગુજરાતના આર્થિક વિસ્તાર માટે તૈયાર કરવામાં આવેલા આર્થિક માસ્ટર પ્લાન અંગે સેમિનાર યોજાયો*
***
*ઉત્તર ગુજરાતમાં સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બનશે, નવા રોકાણકારો આવશે અને લોકોનું જીવન ધોરણ પણ સુધરશે:- નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ*
***
ઉત્તર ગુજરાતના મહેસાણાની ખેરવા ખાતે ગણપત યુનિવર્સિટીના પરિસરમાં આયોજિત ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ’ના બીજા દિવસે રાજ્યના નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને ઉત્તર ગુજરાતના આર્થિક વિસ્તાર માટે તૈયાર કરવામાં આવેલા આર્થિક માસ્ટર પ્લાન અંગે સેમિનાર તેમજ પેનલ ડિસ્કશન આયોજન કરવામાં આવ્યું હતુ.

આ પ્રસંગે નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, આ માસ્ટર પ્લાન ગુજરાતના ૩૩ જિલ્લામાં સંતુલિત પ્રાદેશિક વિકાસ દ્વારા રાજ્યની અર્થવ્યવસ્થાને વર્તમાન ૨૮૦ બિલિયન ડૉલર (નાણાકીય વર્ષ ૨૦૨૩) ના કદથી વધારીને ૩.૫ ટ્રિલિયન ડૉલરથી વધુ સુધી પહોંચાડવાના મહત્ત્વકાંક્ષી લક્ષ્યને સિદ્ધ કરવાનો રોડમેપ છે, જેમાં ઉત્તર ગુજરાતની પણ મહત્ત્વની ભૂમિકા રહેવાની છે.

તેમણે વધુમાં ઉમેર્યું કે, આ માસ્ટર પ્લાન થકી ઉત્તર ગુજરાતમાં સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બનશે, નવા રોકાણકારો આવશે અને લોકોનું જીવન ધોરણ પણ સુધરશે. એટલું જ નહીં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું વર્ષ ૨૦૪૭માં વિકસિત ભારત બનાવવાનું જે સ્વપ્ન જોયું છે, એમાં આ માસ્ટર પ્લાન ખુબ ઉપયોગી સાબિત થશે.

GRITના એક્ઝિક્યુટિવ કમિટી ચેરમેન તેમજ સીઈઓ શ્રીમતી એસ. અપર્ણાએ કહ્યું કે, ગુજરાતના ઐતિહાસિક અને આર્થિક દ્રષ્ટિકોણથી મહત્ત્વના છ મુખ્ય આર્થિક પ્રદેશો માટે માસ્ટર પ્લાન તૈયાર કરાયા છે. આ પ્રદેશોમાં ઉત્તર ગુજરાત, કચ્છ, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, કોસ્ટલ સૌરાષ્ટ્ર અને સુરતનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રીશ્રીના હસ્તે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સના પ્રથમ દિવસે રાજ્યના છ મુખ્ય આર્થિક પ્રદેશો માટે તૈયાર કરાયેલા પ્રાદેશિક આર્થિક માસ્ટર પ્લાન (રિજનલ ઇકોનોમિક માસ્ટર પ્લાન) નું અનાવરણ કરવામાં આવ્યું હતુ.

ઉત્તર ગુજરાતના આર્થિક વિકાસ માટે તૈયાર કરવામાં આવેલા માસ્ટર પ્લાન્ટ અંગે વાત કરતા તેમણે કહ્યું કે, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, ગુજરાતને આવરી લઈને તૈયાર કરવામાં આવેલો આ માસ્ટર પ્લાનમાં અંદાજિત રૂપિયા ૨૩ થી ૨૪ લાખ કરોડનું મૂડીરોકાણ કરવામાં આવશે. આ રોકાણમાં રૂપિયા સવા પાંચ લાખ કરોડનું રાજ્ય સરકાર તરફથી મૂડીરોકાણ કરવામાં આવશે, જ્યારે અન્ય મૂડીરોકાણ ખાનગી કંપનીઓ, સંસ્થાઓ તેમજ ઇન્ડસ્ટ્રીયલમાંથી લાવવામાં આવશે. ઉત્તર ગુજરાતમાં આ પ્લાન થકી ૧૨ મિલિયન નવી રોજગારીની તકો પણ ઊભી થશે.

આમ, આ પ્લાન થકી ઉત્તર ગુજરાતના આર્થિક પ્રગતિને વેગ મળશે. આ ઉપરાંત મૂડી રોકાણ માટેના અનેક અવસરો પ્રાપ્ત થશે, રોજગારીની તકો ઊભી થશે અને ક્વોલિટી લાઈફ પણ સુધરશે એમ તેમણે જણાવ્યું હતું.

આ અવસરે નીતિ આયોગના પ્રિન્સિપલ ઇકોનોમી એડવાઈઝર શ્રીમતી અન્ના રોયે ઉત્તર ગુજરાતના આર્થિક વિકાસને લઈને તૈયાર કરવામાં આવેલા માસ્ટર પ્લાનની સહારાના કરી હતી તેમજ રાજ્ય સરકાર તેમજ GRITના કાર્યોની પ્રશંસા કરીને અભિનંદન પણ પાઠવ્યા હતા.

આ પ્રસંગે સેક્રેટરી પ્લાનિંગ શ્રીમતી આગ્રા અગ્રવાલ તેમજ GRITના શ્રીમતી શ્રુતિ ચરણ, ઉદ્યોગપતિઓ તેમજ રોકાણકારો ઉપસ્થિત રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, આર્થિક વૃદ્ધિનો લાભ યુવાનોને મળે તે સુનિશ્ચિત કરવા માટે, દરેક પ્રદેશમાં ઉદ્યોગના સહયોગથી રિજનલ સ્કિલિંગ સેન્ટર્સ અને સેન્ટર્સ ઓફ એક્સેલન્સ (ગ્રીન સ્કિલ્સ, બ્લુ ઇકોનોમી, લોજિસ્ટિક્સ, AI એકેડેમી વગેરે) સ્થાપિત કરાશે. આ યોજનાઓ અને આર્થિક પ્રવૃત્તિઓ દ્વારા રાજ્યના યુવાનો માટે અંદાજિત ૨૮૦ લાખ નવા રોજગારીના અવસરો ઉપલબ્ધ થશે. આમ, આ પ્રાદેશિક માસ્ટર પ્લાન્સ દરેક ક્ષેત્રની સ્થાનિક ઉત્પાદન ક્ષમતાઓને અનુરૂપ, ફ્યુચરિસ્ટિક સેક્ટરને લક્ષ્ય બનાવશે.
૦૦૦૦૦
[10/11, 12:47 PM] Neha Talaviya.Mahiti: *નિમંત્રણ *
આવતીકાલે તારીખ 12 .10 .2025ના રોજ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મહુડી ખાતે આવેલા શ્રી ઘંટાકર્ણ મહાવીર જૈન મંદિર, તાલુકો માણસા, જિલ્લો ગાંધીનગરથી સવારે 9:30 વાગે, વિકાસ રથનું પ્રસ્થાન કરાવશે અને વિકાસ કામોનું લોકાર્પણ કરશે.

આ અવસરે દૈનિક અને ઇલેક્ટ્રોનિક સહિત તમામ મીડિયાના મિત્રોને કવરેજ માટે પધારવા આમંત્રણ છે.

કાર્યક્રમ પૂરો થયા બાદ જમવાની વ્યવસ્થા છે.

આભાર સહ

*જિલ્લા માહિતી કચેરી ગાંધીનગર*
[10/11, 2:14 PM] Neha Talaviya.Mahiti: *તહેવારોના સમયમાં પણ ભૂસ્તર તંત્ર દ્વારા કલેકટર શ્રી ગાંધીનગર મેહુલ કે. દવેની રાહબરી હેઠળ સતત સતર્ક રહેતા સરાહનીય કામગીરી*
‌……
*કુલ ૧૩ વાહનો મળી આશરે ૩૦ લાખનો મુદ્દામાલ જપ્ત*
….
*ખનિજના બિન-અધિકૃત ખનન કરાયેલાં વિસ્તારની માપણીની કાર્યવાહી હાથ ધરી વાહન માલિકો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી*
…..
તહેવારોના સમયમાં પણ ગાંધીનગર ભૂસ્તર તંત્ર દ્વારા કલેકટર શ્રી ગાંધીનગર મેહુલ કે. દવેની રાહબરી હેઠળ સતત સતર્ક રહેતા સરાહનીય કામગીરી કરી રહ્યું છે, ત્યારે તા.૧૦ ઓક્ટોબર ના રોજ માણસા ખાતે ગેરકાયદેસર ખનનની પ્રવૃત્તિ ચાલતી હોવાની બાતમીને આધારે રેડ પાડતા તેર
૧૩ વાહનો સહિત કુલ ૩૦ લાખનો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે.

વિગતે વાત કરવામાં આવે તો, કલેક્ટરશ્રી, ગાંધીનગર મેહુલ દવે ના દિશા નિર્દેશ અને મદદનીશ ભુસ્તરશાસ્ત્રી પ્રણવ સિંહની સુચના હેઠળ ગાંધીનગર જીલ્લાની મદદનીશ ભુસ્તરશાસ્ત્રીની કચેરી, ભુસ્તરવિજ્ઞાન અને ખનિજ ખાતાની ક્ષેત્રિય તપાસ ટીમ ને સાઠરિતી ખનીજનાં ગેરકાયદેસર ખનન/વહનની પ્રવૃત્તિ ચાલતી હોવાની મળેલ ફરીયાદ અન્વયે બાતમીના આધારે ગત તારીખ ૧૦/૧૦/૨૦૨૫ના રોજ સઘન વોચ રાખી, રોયલ્ટી ઇન્સ્પેક્ટરશ્રી તરૂણ શર્માની આગેવાનીમાં તા.૧૦/૧૦/૨૦૨૫ નાં રોજ વહેલી સવારે ગાંધીનગર જીલ્લાનાં માણસા તાલુકાના ડોડીપાળ (અનોડીયા) ગામ ખાતેથી પસાર થતી સાબરમતી નદી પટ્ટ વિસ્તારમાં આકસ્મિક રેડ કરવામાં આવેલ રેડ દરમ્યાન ટ્રેક્ટર નંબર-GJ-18-BS-8633 કે જેમાં બકેટ લગાવી ટ્રેકટરોમાં સાદી રેતી ખનીજનું લોડીંગ કામ કરવામાં આવતું હતું. તેમજ બાકીનાં કુલ ૧૨ વાહનો પૈકી ૦૩ ટ્રેક્ટરમાં સાદરિતી ખનીજ ભરેલ તથા ૦૪ ટ્રેક્ટર ખાલી તેમજ અન્ય ૦૫ ટ્રેક્ટરની ટ્રોલી ખાલી હાલતમાં સાદરિતી ખનિજના બિન-અધિકૃત ખનન/વહન કરવા સબબ આશરે ૭૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરી નિયમોનુસાર સીઝ કરી ચિલોડા ચેકપોસ્ટ, મોટી શિહોલી ગાંધીનગર ખાતે રાખવામાં આવેલ છે‌
આમ, સાદરિતી ખનીજનું બિન-અધિકૃત ખોદકામ/વહન કરવા બદલ કુલ ૧૩ વાહનો મળી આશરે ૩૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે. તેમજ સાદરિતી ખનિજના બિન-અધિકૃત ખનન કરાયેલાં વિસ્તારની માપણીની કાર્યવાહી હાથ ધરી, જે જપ્ત કરેલ ટ્રેક્ટરના માલિક વિરૂધ્ધ ગુજરાત મિનરલ (પ્રિવેન્શન ઓફ ઇલ્લીગલ માઈનીંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ) નિયમો-૨૦૧૭ ના નિયમો હેઠળ દંડકીય કાર્યવાહી હાલ ચાલુમાં છે.
…..
*નેહા તલાવિયા*
[10/11, 7:34 PM] Neha Talaviya.Mahiti: *વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના રાષ્ટ્રપ્રથમના ભાવને ઉજાગર કરતી ‘મેરા દેશ પહલે’ની પ્રસ્તુતિએ ગુજરાતમાં જગાવી નવા ભારતની ભાવના*
———-
*મનોજ મુંતશિર લિખિત-નિર્મિત ‘મેરા દેશ પહલે’ – ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ શ્રી નરેન્દ્ર મોદીનો ગુજરાતમાં પ્રથમ પ્રયોગ નિહાળવા યુવાશક્તિ ગિફ્ટ સિટીમાં ઉમટી પડી*
———-
*પ્રસિદ્ધ ફિલ્મ અભિનેતા અક્ષય કુમાર સહિત 200થી વધુ કલાકારોએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની જીવન યાત્રાના અનેક પહેલુંઓ વર્ણવતી રોમાંચક મ્યુઝિકલ ગાથા પ્રસ્તુત કરી*
———-
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આકાર લઇ રહેલા નવા ભારતના રૂપાંતરણની રોમાંચક કહાની ‘મેરા દેશ પહલે’નો ગુજરાતમાં સૌપ્રથમ ભવ્ય શો શુક્રવારે ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં યોજાયો હતો.

શ્રી નરેન્દ્રભાઈ મોદીની જન્મભૂમિ વડનગર જ્યાંથી તેમની પ્રેરણાદાયી જીવનયાત્રા શરૂ થઈ અને હવે દેશના વડાપ્રધાન તરીકે તેમણે ભારતને વિશ્વ ગૌરવ અપાવ્યું ત્યાં સુધીની સમગ્ર રોમાંચક સફર તથા રાષ્ટ્રને સમર્પિત તેમના જીવનની વણકહી બાજુઓની પ્રસ્તુતિ માત્ર સાંસ્કૃતિક પ્રસ્તુતિ જ નહિ, રાષ્ટ્રીય જનચેતનાના આંદોલનને પ્રેક્ષકોની નજર સમક્ષ તાદૃશ કરનારી બની રહી હતી.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વકર્મા, રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ ઉદ્યોગ વ્યાપાર જગતના અગ્રણીઓ સર્વશ્રી પંકજ પટેલ, પ્રણવ અદાણી, ટોરેન્ટ પરિવાર, એસોચેમના શ્રી ચિંતન ઠાકર સહિત અનેક ગણમાન્ય અગ્રણીઓ, ઉદ્યોગ-વ્યાપારકારો અને મુખ્ય સચિવ શ્રી પંકજ જોશી સહિતના વરિષ્ઠ સચિવો અને ઉચ્ચ અધિકારીઓએ આ મંચન માણ્યું હતું.

શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વડનગરની શાળાના સાહસિક વિદ્યાર્થી તરીકે શરૂ થયેલી સફર સોમનાથ-અયોધ્યા રથયાત્રા, કાશ્મીર સુધીની એકતાયાત્રા અને અલગાવવાદીઓની ધમકીનો પડકાર ઝિલી લઈને શ્રીનગરના લાલચોકમાં તિરંગો લહેરાવવા તેમજ વડાપ્રધાનશ્રી તરીકે દેશની સેનાને તેમણે આપેલા માર્ગદર્શનથી ઓપરેશન સિંદૂરની શૌર્યગાથા, રામ મંદિર નિર્માણનો સંકલ્પ સાકાર થવા સહિતના સમગ્ર ઘટનાક્રમનું દ્રશ્ય-શ્રાવ્ય અને સંગીતમય મંચન સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.

લેખક, નિર્માતા અને પ્રસ્તુતકર્તા મનોજ મુંતશિરના રસાળ અને સચોટ સંચાલન સાથે પ્રસિદ્ધ ફિલ્મ અભિનેતા અક્ષય કુમાર સહિત 200થી વધુ કલાકારોએ ગિફ્ટ સિટી પરિસરને રાષ્ટ્રભક્તિમય બનાવી દીધું હતું.

વિશાળ સંખ્યામાં આ શૉને નિહાળવા ઉમટી પડેલી યુવાશક્તિ અને સમાજ જીવનના અગ્રણીઓની ઉપસ્થિતિએ પુરવાર કર્યુ છે કે, ‘મેરા દેશ પહલે’ એ માત્ર કોઈ સામાન્ય શૉ નહિં, પરંતુ નવી પેઢીની વિચારધારાનું પ્રતીક બની ગયો છે.

‘મેરા દેશ પહલે’ – ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ શ્રી નરેન્દ્ર મોદીની દેશભરમાં થઈ રહેલી આ પ્રસ્તુતિ એ વાતનું પ્રમાણ છે કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ‘નેશન ફર્સ્ટ’ની ભાવના હવે ઐતિહાસિક સાંસ્કૃતિક આંદોલન બની ગઈ છે તેમાં વડાપ્રધાનશ્રીની વતનભૂમિ ગુજરાતના યુવાઓ સહિત સૌ કોઈ ઉત્સાહથી જોડાઈ રહ્યાં છે

[10/11, 9:44 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *કરોલી અને કડાદરા ગામે વિકાસ સપ્તાહની ઉજવણી નિમિત્તે કાર્યક્રમ યોજાયો*
૦૦૦૦૦૦૦
ગાંધીનગર તા. ૧૧ ઓક્ટોબર-
કરોલી અને કડાદરા ગામે સરપંચશ્રીની અધ્યક્ષતામાં તા.૧૦/૧૦/૨૦૨૫ના રોજ વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ અવસરે આરોગ્ય તેમજ મહિલા અને બાળ વિકાસ ક્ષેત્રે આરોગ્ય તપાસ વગેરે લાભ લોકોએ મેળવ્યો હતો, કાર્યક્રમમાં આશરે ૧૦૦થી વધુ લોકો જોડાયા હતા.
મહાનુભાવો દ્વારા ગામના વિકાસ માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી તેમજ ગામજનોને સક્રિય સહભાગિતા માટે આહ્વાન કરાયું. અંતે સૌએ “ભારત વિકાસ પ્રતિજ્ઞા” લઈ રાષ્ટ્રના સર્વાંગી વિકાસમાં યોગદાન આપવા સંકલ્પ કર્યો હતો. કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, તાલુકા કારોબારી ચેરમેન અને અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦
દિવ્યા
[10/11, 9:55 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *નાંદોલ અને હાલીસા ગામે વિકાસ સપ્તાહની ઉજવણી કરાઈ: વિકાસ રથના વધામણા*
૦૦૦૦૦૦૦૦
ગાંધીનગર તા. ૧૧ ઓક્ટોબર-
નાંદોલ અને હાલીસા ગામે આજરોજ વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. ધારાસભ્ય શ્રી બલરાજીસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં ગામના સર્વાંગી વિકાસ માટે કુલ રૂ.૫ લાખના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં આશરે ૧૫૦ થી વધુ લોકો જોડાયા હતા.
મહાનુભાવો દ્વારા ગામના વિકાસ માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી તેમજ ગામજનોને સક્રિય સહભાગિતા માટે આહ્વાન કરાયું. સૌએ “ભારત વિકાસ પ્રતિજ્ઞા” લઈ રાષ્ટ્રના સર્વાંગી વિકાસમાં યોગદાન આપવા સંકલ્પ કર્યો હતો. કાર્યક્રમમાં સરપંચશ્રી, જિલ્લા સદસ્યશ્રી, તાલુકા સદસ્યશ્રી, ઉપસરપંચશ્રી અને અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦૦
દિવ્યા

****************************

 

આપની આસપાસ બનતી ઘટનાઓના સમાચારો વિડીયો અને ફોટાઓ મને અમારા રબારી માધ્યમ તેમજ અમારી ચેનલમાં પ્રસારિત કરવા અમને whatsapp નંબર 6353019026 ઉપર મોકલી આપો.

અહીંયા કોઈપણ સમાચાર વિડિયો અને ફોટાઓ માત્ર જનજાગૃતિના ભાગરૂપે પ્રસિદ્ધ કરવામાં આવે છે તેમ છતાં કોઈને પણ વાંધાજનક લાગે તો તંત્રી નો સંપર્ક કરીને ખરાઈ કરી શકે છે.