21 સપ્ટેમ્બર 2025 ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક,જન ફરિયાદ દેશ વિદેશ સાપ્તાહિક પીડીએફ જુવો (ગુજરાત રાજ્ય માહિતી ખાતાના સમાચારો)janfariyadnews youtube channel links જૂવો

 

jan fariyad final

21 NG pdf (2)

(ગુજરાત રાજ્ય માહિતી ખાતાના સમાચારો)

[9/19, 4:55 PM] Dilip Gajjar.Mahiti.Press: *વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં 20 સપ્ટેમ્બરના રોજ ભાવનગર ખાતે યોજાશે ‘સમુદ્ર સે સમૃદ્ધિ’ કાર્યક્રમ*
***
*વડાપ્રધાનશ્રી ગુજરાતને ભારત સરકાર અને ગુજરાત સરકાર હેઠળના વિવિધ વિભાગોના ₹26 હજાર કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ આપશે*
***
*ભારત સરકારના પોર્ટ્સ, શિપિંગ અને વોટરવેઝ મંત્રાલય હેઠળ ₹66 હજાર કરોડથી વધુના મેરિટાઇમ-શિપ બિલ્ડીંગ MoUsનું વડાપ્રધાનશ્રી લોકાર્પણ કરશે*
***
*UNWTO દ્વારા ‘બેસ્ટ ટુરિઝમ વિલેજ’ તરીકે પ્રતિષ્ઠિત કચ્છના ધોરડો ગામનું થયું 100% સોલરાઇઝેશન*
***
*વડોદરાની ગુજરાત રિફાઇનરી ખાતે ₹5894 કરોડના ખર્ચે નિર્મિત ઇન્ડિયન ઓઇલના એક્રેલિક/ઓક્સો-આલ્કોહોલ પ્રોજેક્ટનું અને ₹4700 કરોડના ખર્ચે છારા બંદર પર નિર્મિત HPLNG LNG રિગેસિફિકેશન ટર્મિનલનું લોકાર્પણ*
***
*ગાંધીનગર, 19 સપ્ટેમ્બર, 2025:* વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આગામી 20 સપ્ટેમ્બર, 2025ના રોજ ભાવનગર ખાતે આયોજિત ‘સમુદ્ર સે સમૃદ્ધિ’ કાર્યક્રમની અધ્યક્ષતા કરશે. દેશની વિકાસયાત્રાને સમુદ્રથી સમૃદ્ધિની દિશામાં લઇ જવા માટે વડાપ્રધાનશ્રી આ કાર્યક્રમ દરમિયાન ભારત સરકારના પોર્ટ્સ, શિપિંગ અને વોટરવેઝ મંત્રાલય હેઠળ ₹66,025 કરોડના MoUsનું રિમોટ બટન દબાવીને લોકાર્પણ કરશે, જેમાં બંદરો અને શિપિંગ સંબંધિત 21 એમઓયુનો સમાવેશ થાય છે. આ સાથે જ, વડાપ્રધાનશ્રી પોર્ટ્સ, શિપિંગ અને વોટરવેઝ મંત્રાલય હેઠળ દેશના પ્રમુખ બંદરોના વિકાસ માટે ₹7870 કરોડના વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.

વધુમાં, વડાપ્રધાનશ્રી ગુજરાતની જનતાને પણ અનેક કાર્યોની ભેટ આપશે. તેઓ ભારત સરકાર અને ગુજરાત સરકારના વિવિધ વિભાગો હેઠળ રાજ્યની જનતા માટે ₹26,354 કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરશે. આમ, કુલ મળીને વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી ભાવનગર ખાતેથી ₹1 લાખ કરોડથી વધુની કિંમતના વિકાસકાર્યોની ભારતની જનતાને ભેટ આપશે. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ભારત સરકારના પોર્ટ્સ, શિપિંગ અને વોટરવેઝ કેન્દ્રીય મંત્રી શ્રી સર્વાનંદ સોનોવાલ પણ ઉપસ્થિત રહેશે.

ઉલ્લેખનીય છે કે, ભાવનગર ખાતેના કાર્યક્રમમાં વડાપ્રધાનશ્રી ગુજરાત સરકારના વિવિધ વિભાગો હેઠળ ₹2500 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવા જઇ રહ્યા છે. આ વિભાગોમાં એનર્જી અને પેટ્રોકેમિકલ્સ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, માર્ગ અને મકાન વિભાગ, શહેરી વિકાસ વિભાગ, જળ સંસાધન અને પાણી પુરવઠા વિભાગ તેમજ મત્સ્યોદ્યોગ (કૃષિ વિભાગ) વિભાગનો સમાવેશ થાય છે.

*ગુજરાતને મળશે ₹26 હજાર કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ*

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આગામી 20 સપ્ટેમ્બરે ભાવનગર ખાતે યોજાનારા કાર્યક્રમમાં ગુજરાતની જનતાને ₹26,354 કરોડના વિવિધ વિકાસકાર્યોની ભેટ આપવા જઇ રહ્યા છે, જેમાં ભારત સરકારના વિવિધ મંત્રાલયો હેઠળના ₹23,830 કરોડના તેમજ ગુજરાત સરકારના વિવિધ વિભાગો હેઠળના ₹2524 કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે.

ભારત સરકારના મંત્રાલયો હેઠળના કેટલાક મહત્વપૂર્ણ વિકાસકાર્યોમાં પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય હેઠળ ₹4700 કરોડના ખર્ચે છારા બંદર પર નિર્મિત HPLNG LNG રિગેસિફિકેશન ટર્મિનલનું અને ₹5894 કરોડના ખર્ચે વડોદરાની ગુજરાત રિફાઇનરી ખાતે નિર્મિત ઇન્ડિયન ઓઇલના એક્રેલિક/ઓક્સો-આલ્કોહોલ પ્રોજેક્ટનું લોકાર્પણ તેમજ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી મંત્રાલય હેઠળ ₹1500 કરોડના ખર્ચે સુરેન્દ્રનગરમાં નિર્મિત 280 મેગાવોટ સોલાર પ્રોજેક્ટનું અને ₹1660 કરોડના ખર્ચે ગુજરાતના અમરેલી, અમદાવાદ, બનાસકાંઠા, ભાવનગર, જામનગર, જૂનાગઢ, કચ્છ, મહેસાણા, પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, અરવલ્લી, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર-સોમનાથ અને બોટાદ એમ 17 જિલ્લાઓમાં પીએમ કુસુમ યોજના અંતર્ગત 475 મેગાવોટના લગભગ 172 ડિસેન્ટ્રલાઇઝ્ડ સોલાર પાવર પ્લાન્ટ્સના લોકાર્પણનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, તેઓ કોલસા મંત્રાલય હેઠળ કરોડોના ખર્ચે તૈયાર થનારા વિવિધ વિંડ અને સોલાર પાવર પ્રોજેક્ટ્સ તેમજ રોડ, ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલય હેઠળ વિવિધ રોડ-રસ્તાઓના પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત પણ કરશે.

*કચ્છના ધોરડો ગામનું થયું 100% સોલરાઇઝેશન*

યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન (UNWTO) દ્વારા ‘બેસ્ટ ટુરિઝમ વિલેજ’ તરીકે પ્રતિષ્ઠિત કચ્છના ધોરડો ગામનું 100% સોલરાઇઝેશન કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી સૂર્યઘર મુફ્ત બીજલી યોજના હેઠળ ધોરડો ગામના 100% રહેણાંક હેતુના વીજજોડાણોનું સોલરાઇઝેશન થયું છે, જેનાથી સોલાર રૂફટોપની રાજ્યની ક્ષમતામાં વધારો થશે તથા ધોરડોના રહેણાંક ઘરો પોતાની વીજળી ઉત્પન્ન કરવા માટે સક્ષમ બનશે. વડાપ્રધાનશ્રી 20 સપ્ટેમ્બર, 2025ના રોજ ભાવનગરના કાર્યક્રમમાં સૌર ઊર્જા સંચાલિત ધોરડો ગામનું લોકાર્પણ કરશે.

*ગુજરાત સરકારના વિવિધ વિભાગો હેઠળ ₹2500 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત*

વડાપ્રધાનશ્રી ‘સમુદ્ર સે સમૃદ્ધિ’ કાર્યક્રમ દરમિયાન ગુજરાત સરકારના વિવિધ વિભાગો હેઠળના ₹2524 કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ વિકાસકાર્યો નીચે મુજબ છે:
• *ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ અંતર્ગત,*
o ₹270 કરોડના ખર્ચે ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના બડેલી ગામમાં સરકારી પડતર જમીન પર 45 મેગાવોટ સોલાર પીવી પ્રોજેક્ટનું લોકાર્પણ
o ₹303 કરોડના ખર્ચે રાજ્યના ચાર જિલ્લાઓ ભાવનગર, બોટાદ, અમરેલી અને સુરેન્દ્રનગરમાં હયાત વીજ લાઈનના વીજ વાયરને બદલીને મીડિયમ વોલ્ટેજ કવર્ડ કંડક્ટર્સ (MVCC) લગાવવા માટેના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત
• *આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અંતર્ગત,*
o ₹583.90 કરોડના ખર્ચે ભાવનગરની સર તખતસિંહજી હોસ્પિટલ માટે ટીચિંગ હોસ્પિટલ અને એમસીએચ બ્લોકના બાંધકામ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત
o ₹525.10 કરોડના ખર્ચે જામનગરની ગુરૂ ગોબિંદસિંહ ગવર્મેન્ટ હોસ્પિટલ માટે ઓપીડી, એમસીએચ અને સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ બિલ્ડિંગના બાંધકામ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત
• *માર્ગ અને મકાન વિભાગ અંતર્ગત* ₹440.7 કરોડના ખર્ચના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરશે, જેમાં કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તાર માટે વિવિધ રોડ-રસ્તાઓની પહોળાઈ વધારવી, રસ્તાઓનું મજબૂતીકરણ કરવું, જેતપુર બાયપાસ મિસિંગ લિંક રોડ પર રેલવે ઓવરબ્રિજનું બાંધકામ વગેરેનો સમાવેશ
• *શહેરી વિકાસ વિભાગના* ₹267.16 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત, જેમાં,
o ભાવનગર ખાતે કુંભારવાડામાં 45 MLD ક્ષમતાવાળા નવા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું નિર્માણ અને કુંભારવાડાથી દસનાલા સુધીનો ચાર-લેન પેવર રોડ અને વરતેજ ગામ ખાતે ભૂગર્ભ ગટર પ્રોજેક્ટ જેવા કાર્યોનું ખાતમુહૂર્ત
o જામનગર ખાતે એલસી નંબર 188 (હાપા) ખાતે રેલ્વે ઓવર બ્રિજ, ખંભાળિયા રોડ પર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ (ફેઝ-1) તેમજ પુનઃસ્થાપન કરવામાં આવેલ ભુજિયા કોઠાનું લોકાર્પણ
• *જળ સંપત્તિ વિભાગ* હેઠળ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ચાંચ ગામ ખાતે ₹56 કરોડના ખર્ચે ‘ચાંચ એન્ટી-સી ઇરોઝન’ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત
• *પાણી પુરવઠા વિભાગ* અંતર્ગત ₹38.27 કરોડના ખર્ચે જૂનાગઢ-વંથલી સુધારણા જૂથ પાણી પુરવઠા યોજનાનું લોકાર્પણ
• *કૃષિ વિભાગ હેઠળના મત્સ્યોદ્યોગ વિભાગ* અંતર્ગત ₹39.46 કરોડના ખર્ચે ગીર-સોમનાથ જિલ્લાના ધામળેજ ખાતે તૈયાર થનારા ફિશ લેન્ડિંગ સેન્ટરનું ખાતમુહૂર્ત

*X-X-X*
[9/19, 6:06 PM] Dilip Gajjar.Mahiti.Press: *પશ્ચિમ ક્ષેત્રની પાવર યુટિલિટીઝ માટે એકતા નગર ખાતે 19 સપ્ટેમ્બર, 2025ના રોજ સાઇબર સિક્યુરિટી જાગૃતિ વર્કશોપનું આયોજન*

રાજપીપલા, શુક્રવાર:- વીજ મંત્રાલય, ભારત સરકાર હેઠળની સાઇબર સિક્યુરિટી ઇન્સિડન્ટ રિસ્પોન્સ ટીમ – પાવર (CSIRT-Power) દ્વારા ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ (GSECL)ના સહયોગથી એકતા નગર સ્થિત ટેન્ટ સિટી-2 ખાતે સાઇબર સિક્યુરિટી જાગૃતિ વર્કશોપ સફળતાપૂર્વક યોજાયો.

આ વર્કશોપમાં કેન્દ્રીય સરકાર, રાજ્યની પાવર યુટિલિટીઝ તેમજ ખાનગી ક્ષેત્રની પાવર યુટિલિટીઝ ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ગોવા અને દમણ-દીવ તથા દાદરા-નગર હવેલી સંઘપ્રદેશોમાંથી 200 થી વધુ પ્રતિનિધિશ્રીઓએ ભાગ લીધો.

શ્રી અમિત અરોરા, IAS, મુખ્ય વહીવટદાર અને સીઈઓ, સ્ટેચ્યુ ઑફ યુનિટી (SoU) તથા શ્રી અગ્નીશ્વર વ્યાસ, IFS, ડેપ્યુટી કન્ઝર્વેટર ઑફ ફોરેસ્ટ, કેવડિયાએ મુખ્ય અતિથિ તરીકે કાર્યક્રમની શોભા વધારી. અન્ય પ્રતિષ્ઠિત મહાનુભાવો જેમ કે શ્રી એલ.કે.એસ. રાઠોડ (ડિરેક્ટર, સાઇબર સિક્યુરિટી, CSIRT-Power), શ્રી શૈલેશકુમાર ગુપ્તા (એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, SECI), શ્રી મહેશ મહેંદલે (એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, WRLDC), શ્રી ટી. શ્રીનિવાસ (સીઆઈએસઓ અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, ગ્રીડ-ઈન્ડિયા) અને શ્રી ડી.એચ. વસાવા (એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, GSECL) ઉપસ્થિત રહ્યા હતાં.

શ્રી અમિત અરોરાએ કેવડિયામાં ઉપસ્થિત સૌને આવકાર્યા અને તેમને એકતા નગર અને આસપાસના આકર્ષક સ્થળોની મુલાકાત લેવાનું આમંત્રણ આપ્યું. તેમણે વીજ મંત્રાલય, CSIRT-Power અને GSECLને આ વર્કશોપનું આયોજન કરવા બદલ આભાર માન્યો અને અદ્યતન ટેક્નોલોજી તથા વધતા સાયબર ખતરા વિષે ચર્ચા કરી હતી.

આ પ્રસંગે શ્રી અગ્નીશ્વર વ્યાસે ઉલ્લેખ કર્યો કે પાવર સેક્ટર અન્ય ક્ષેત્રોને સશક્ત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે અને વધતા સાઇબર ખતરાઓને જોતા પાવર સેક્ટરમાં સાઇબર સુરક્ષાનું મહત્વ વધતું જાય છે.

શ્રી સોમેશ બંદોપાધ્યાય, મેનેજિંગ ડિરેક્ટર, GSECL એ વર્ચ્યુઅલ રીતે જોડાઈને સૌનું સ્વાગત કર્યું અને સાઇબર સિક્યુરિટીના મહત્વ વિષે ચર્ચા કરી હતી.

શ્રી એલ.કે.એસ. રાઠોડે આ પ્રસંગે જણાવ્યું કે CSIRT-Power 24×7 માળખા હેઠળ પાવર સેક્ટરમાં સાઇબર સુરક્ષા માટે કાર્યરત છે અને મંત્રાલયે સાઇબર સુરક્ષાને મજબૂત બનાવવા અનેક પગલાં લીધાં છે. તેમણે આ અભિયાનને પ્રોત્સાહન આપવા બદલ કેન્દ્રીય વીજ મંત્રી શ્રી મનોહરલાલ ખટ્ટર, સચિવ (પાવર) શ્રી પંકજ અગ્રવાલ, CEA અધ્યક્ષ શ્રી ઘનશ્યામ પ્રસાદ અને CISO-MoP શ્રી આર.પી. પ્રધાનનો આ તબક્કે આભાર માન્યો હતો.

GSECLના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી ડી.એચ. વસાવાએ જણાવ્યું હતું કે GSECL, ગુજરાત રાજ્યની એક પ્રગતિશીલ સંસ્થા છે, જે ભવિષ્યમાં ઉભા થતા સાયબર સિક્યુરિટી ખતરાઓને ઘટાડવા માટે સતત પગલાં લઈ રહી છે. તેમણે ઉમેર્યું કે કંપની હંમેશા ભવિષ્યના પડકારો, ખાસ કરીને સાયબર હુમલાઓ જેવા ખતરાઓનો સામનો કરવા માટે તૈયાર રહે છે. શ્રી ટી. શ્રીનિવાસ (ગ્રીડ-ઈન્ડિયા)એ સુરક્ષિત ગ્રીડ ઓપરેશનના મહત્વ વિષે વાત કરી હતી.

શ્રી મહેશ મહેંદલે (WRLDC)એ પશ્ચિમ ક્ષેત્રમાં લેવાતા પ્રયત્નોની માહિતી આપી અને જણાવ્યું કે પશ્ચિમ રાજ્યોએ સાઇબર સુરક્ષાને મજબૂત બનાવવા પ્રોત્સાહિત પગલાં લીધા છે.

SECI ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી શૈલેષ કુમાર ગુપ્તાએ ભારતીય પાવર સેક્ટર પરના કોઈપણ નિકટવર્તી ખતરાનો સામનો કરવા માટે પાવર સેક્ટરના વ્યાવસાયિકો સક્ષમ બને તે માટે ક્ષમતા નિર્માણના પગલાં લેવા બદલ ઉર્જા મંત્રાલયનો આભાર માન્યો. તેમણે ગ્રીડ સાથે નવીનીકરણીય ક્ષમતાને સંકલિત કરવા અને સાયબર સુરક્ષા માટે SECI દ્વારા લેવામાં આવતા પ્રયાસો પર ભાર મૂક્યો હતો.

શ્રી ચંદ્રકાંત પેંડોરે (GUVNL)એ સંસ્થાની સાઇબર સુરક્ષા માળખાની વિગત આપી જેમાં 24×7 મોનિટરિંગ, ફાયરવોલ, એન્ટી-મેલવેર સિસ્ટમ તથા નિયમિત સુરક્ષા અપડેટ્સનો સમાવેશ થાય છે.

વર્કશોપ દરમિયાન ભાગ લેનારોએ સાઇબર સુરક્ષા પર શોર્ટ ફિલ્મ જોઈ, CSIRT-Power, CERT-In અને NCIIPC દ્વારા તકનીકી પ્રેઝેન્ટેશનો સાંભળ્યા તથા ક્વિઝ અને ચર્ચાઓમાં ભાગ લીધો.

કાર્યક્રમનું સંચાલન શ્રી આશિષ ગોયલ (CSIRT-Power), શ્રી પ્રતીક શ્રીવાસ્તવ (CSIRT-Power), શ્રી વિજય ડોડીયા (GSECL) અને તેઓની ટીમે કર્યું.

શ્રી આશિષ કુમાર લોહિયા (CSIRT-Power)એ આભાર વ્યક્ત કરીને વર્કશોપનું સમાપન કર્યું હતુંં.

0000
[9/19, 8:39 PM] Dilip Gajjar.Mahiti.Press: *”સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન” અંતર્ગત ત્રણ દિવસમાં રાજ્યમાં કુલ ૩૦ હજારથી વધુ સ્વાસ્થ્ય ચકાસણી કેમ્પ યોજાયા*
………….
*રાજ્યમાં આ અભિયાન હેઠળ ત્રણ દિવસમાં ૧૫ લાખથી વધુ નાગરિકોએ વિવિધ આરોગ્ય સેવાઓનો લાભ મેળવ્યો*
………
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના હસ્તે શરૂ થયેલ સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન હેઠળ ગુજરાત રાજ્યમાં ત્રણ દિવસમાં કુલ ૩૦,૨૧૯ થી વધુ સ્વાસ્થ ચકાસણી કેમ્પ યોજાયા હતા.

જેમાં તા. ૧૯ ના રોજ ૧૦૦૫૧ કેમ્પનું રાજ્યવ્યાપી આયોજન કરાયું હતું.

રાજ્યની સબ સેન્ટરથી લઈ મેડિકલ કોલેજમાં આ વિવિધ કેમ્પોનું આયોજન થયું હતું.

રાજ્યમાં આ અભિયાન હેઠળ ત્રણ દિવસમાં ૧૫,૩૭,૪૫૬ નાગરિકોએ વિવિધ આરોગ્ય સેવાઓનો લાભ મેળવ્યો.

આ અભિયાન અંતર્ગત ૫,૩૬,૧૮૩ જેટલા લેબટેસ્ટ અને ૨૩,૬૨૫ જેટલા એક્સ-રે કરવામાં આવ્યા.
આ ચકાસણી બાદ ૯૬૩૨ જેટલા નાગરિકોનું સ્ક્રિનિંગ કર્યા બાદની સારવાર અર્થે રિફર કરવામાં આવ્યા છે.

આ અભિયાન હેઠળ ત્રણ દિવસમાં ૭.૩૫ લાખ નાગરિકોનું હાયપરટેન્શન , ૬.૯૩ લાખ નાગરિકોનું ડાયાબિટીસ અને ૪.૪૯ લાખ વ્યક્તિઓના ઓરલ , બ્રેસ્ટ અને સર્વાઇકલ કેન્સરની તપાસ કરવામાં આવી ‌ છે.

૧.૯૧ લાખ લોકોની ટી.બીની બીમારીનું પણ સ્ક્રીનીંગ કરાયું છે.

આ અભિયાન અંતર્ગત ૪૨ હજાર થી વધુ આયુષ્માન કાર્ડ પણ ઇસ્યુ કરવામાં આવ્યા .

 

ગુજરાત રાજ્ય સરકાર, રાષ્ટ્રીય આરોગ્ય મિશન, સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન (SNSPA) ના નેજા હેઠળ, રાજ્યભરમાં આરોગ્ય શિબિરોના સંગઠન દ્વારા સુલભ અને ઉચ્ચ-ગુણવત્તાવાળી આરોગ્યસંભાળ સેવાઓ પૂરી પાડવા માટે તેની અતૂટ પ્રતિબદ્ધતા ચાલુ રાખે છે. ચાલુ પહેલના ભાગ રૂપે, સામાન્ય આરોગ્ય તપાસ, વિશિષ્ટ તબીબી સેવાઓ અને ડાયગ્નોસ્ટિક રેફરલ્સ પર કેન્દ્રિત આરોગ્ય શિબિરો યોજવામાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે.
…………….
[9/19, 9:06 PM] Dilip Gajjar.Mahiti.Press: *કેન્દ્રીય મંત્રીશ્રીઓની ઉપસ્થિતિમાં ભારતીય સામુદ્રિક ક્ષેત્રના વિકાસને નવી દિશા આપતા 27 MOU સંપન્ન*
——–

*ભાવનગરની ભૂમિ પરથી દેશના મેરિટાઇમ ક્ષેત્રના સર્વાંગી વિકાસના નવા અધ્યાયનો શુભારંભ*
——-
*ભારત મેરિટાઈમનું સુપર પાવર બનશે-કેન્દ્રીય મંત્રી શ્રી સર્વાનંદ સોનોવાલ*
——-
*જેણે સમુદ્ર પર શાસન કર્યું, તેણે દુનિયા પર શાસન કર્યું -કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઇ માંડવીયા*
——-

ભાવનગર તા.19 સપ્ટેમ્બર, ભારત વૈશ્વિક ક્ષેત્રે આજે અગ્રીમ હરોળમાં બિરાજી રહ્યું છે, તેનું કારણ ભારતે તમામ ક્ષેત્રોમાં સાધેલો વિકાસ છે, આવું જ એક ક્ષેત્ર છે સામુદ્રિક ક્ષેત્ર, કે જેમાં એક સમયે ભારતનો ડંકો વાગતો હતો. ભારત હવે સામુદ્રિક ક્ષેત્રે ક્રાંતિકારી પગલાં દ્વારા ફરીથી આ ક્ષેત્રે પોતાનું આધિપત્ય હાંસલ કરવા માટે પ્રયત્નશીલ બન્યું છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આવતીકાલે ભાવનગરની ધરતી પરથી અનેક વિકાસ કાર્યો દેશને સમર્પિત કરવાના છે, ત્યારે સામુદ્રિક ક્ષેત્રે વિકાસની ગતિ તેજ કરવા માટે શીપ બિલ્ડીંગ, પોર્ટ યાર્ડ અને મેરિટાઈમ ક્ષેત્રનો વિકાસ કરવા માટે વિવિધ હિતધારકો વચ્ચે 27 પ્રકારના MOU આજે કેન્દ્રીય મંત્રીશ્રીઓની ઉપસ્થિતિમાં સંપન્ન થયા હતાં.

આ પ્રસંગે પોર્ટ, શિપિંગ અને વોટરવેઝના કેન્દ્રીય મંત્રી શ્રી સર્વાનંદ સોનોવાલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં યોગ્ય કાર્યક્રમ, યોગ્ય દિશા અને યોગ્ય દર્શનને લીધે આજે સમગ્ર દેશ જાગૃત થઈ વિકાસની દિશામાં અગ્રેસર બન્યો છે.

ભારતે સામુદ્રિક શક્તિ, સંપદા અને સામર્થ્યને ઓળખી વૈશ્વિક પડકારોનો સામનો કરી સાગર માલા જેવા કાર્યક્રમો દ્વારા સામુદ્રિક ક્ષેત્રમાં પોર્ટ, લોજિસ્ટિક સહિતના વિવિધ ક્ષેત્રોમાં વૈશ્વિક માપદંડો હાંસલ કર્યા છે.મલ્ટી મોડલ કનેક્ટિવિટી, ઈન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ સાથેના લક્ષ્ય અને પારદર્શક નીતિ થકી દેશની ગતિ તેજ બની રહી છે તેની ભૂમિકા તેમણે આપી હતી.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આજે જે પણ MOU થયા છે તેના સહભાગીઓ નિશ્ચિત રહે, આ તમામ MOU વાસ્તવમાં સાકાર થવાના છે. સ્વદેશી, આત્મનિર્ભર બનવા માટે ‘અમે પણ કોઈથી કમ નથી’ ના મંત્ર સાથે સૌ આગળ વધી રહ્યા છીએ.

મેરિટાઈમ વિઝન 2030, ઇન્ડિયા વિઝન 2030 ના વિઝનને સાકાર કરી ભારત વિશ્વના 10 શીપ બનાવતા દેશોમાં ચોક્કસ નામ નોંધાવશે. આ માટે સહકારના મંત્ર સાથે સૌએ સાથે મળીને કાર્ય કરવું પડશે તેવી વિભાવના તેમણે વ્યક્ત કરી હતી.

ભારતે તેની શક્તિ બતાવીને સ્વાશ્રયી બની આયાતકાર નહીં પરંતુ નિકાસકાર દેશ બનશે. આ ઉપરાંત, 21મી સદી ભારતની બની રહેવાની છે તેઓ વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

ભારત મેરિટાઇમનું સુપર પાવર બની રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા તેમણે જણાવ્યું હતું કે, સામુદ્રિક ક્ષેત્રે આગામી સમયમાં પણ અનેકાનેક પગલાંઓ દ્વારા ભવ્ય ભારતના ઇતિહાસને પુનઃજીવંત કરાશે.

કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ આજે ભાવનગર ખાતે યોજાયેલા ‘સમુદ્ર સે સમૃદ્ધિ’ કાર્યક્રમમાં ભારતના દરિયાઈ ક્ષેત્રના ભવ્ય ભૂતકાળ અને ઉજ્જવળ ભવિષ્ય પર ભાર મૂકતાં જણાવ્યું કે આજે થયેલા 27 મહત્વપૂર્ણ MoU શીપ બ્રેકિંગ, શીપયાર્ડ, શિપ રિપેર સહિત સમગ્ર વહાણવટા ક્ષેત્રમાં ક્રાંતિકારી પરિવર્તન લાવશે.

​શ્રી માંડવીયાએ ઐતિહાસિક સંદર્ભ ટાંકતા જણાવ્યું હતું કે, જેણે સમુદ્ર પર શાસન કર્યું, તેણે દુનિયા પર શાસન કર્યું છે. તેમણે ભારતના પૌરાણિક સામ્રાજ્યોનો ઉલ્લેખ કર્યો હતો જે તેમના વિદેશ વેપાર માટે જાણીતા હતા. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત અને ભારતના બંદરોના નામ આજે પણ વિદેશની સ્ટ્રીટમાં જોવા મળે છે ,જે આપણા દરિયાઈ વારસાનો ગૌરવપૂર્ણ પુરાવો છે.​તેમણે ઉમેર્યું કે ભારત એકમાત્ર એવો દેશ છે જેના નામ પરથી હિંદ મહાસાગર ઓળખાય છે, જે આપણી મેરિટાઇમ શક્તિનું અનોખું પ્રતિક છે.

તેઓએ વધુમાં ઉમેર્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ આ ક્ષેત્રે અભૂતપૂર્વ પ્રગતિ થઈ રહી છે. પોર્ટ, શિપયાર્ડ, કોસ્ટલ હાઇવે અને રેલવે નેટવર્કના સર્વાંગી વિકાસથી આ ક્ષેત્ર દેશના આર્થિક વિકાસને નવી ગતિ આપી રહ્યું છે.

તેમણે જણાવ્યું કે સરકાર ટેક્સ માળખામાં સતત સુધારો કરીને ટેક્સ ઘટાડી રહી છે, ત્યારે આ ઉદ્યોગ સતત વિકાસની રાહ પર આગળ વધી દેશના અર્થતંત્રને મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે.

​શ્રી માંડવીયાએ તેમના સંબોધનના અંતે જણાવ્યું હતું કે આજે થયેલા આ સમજૂતિ કરારો માત્ર કાગળ પરના કરારો નથી, પરંતુ ભારતના દરિયાઈ ક્ષેત્રે થઈ રહેલા બદલાવ અને પ્રગતિનું જીવંત પ્રતિક છે.

પોર્ટ, શિપીંગ અને વોટરવેઝનાં કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રી શાંતનું ઠાકુરે જણાવ્યું હતું કે, છેલ્લા ઘણાં વર્ષોથી સામુદ્રિક ક્ષેત્રનો નોંધપાત્ર વિકાસ થયો છે. આ ક્ષેત્રનાં વિકાસ સાથે ભારતે સમગ્ર વિશ્વને જોડ્યું છે. આજે સહી થનારા MOU મેરિટાઈમ ક્ષેત્રની આપણી ભાગીદારીને નવી ઊંચાઈ પર લઈ જશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમૃતકાળમાં નીતિ નિર્ધારણ સાથે ઉદ્યોગ અને સરકાર એકસાથે મળીને સામુદ્રિક ક્ષેત્રનો વિકાસ કરતાં શિપીંગનો ઇતિહાસ બદલાઈ રહ્યો છે.

ભૂતકાળમાં વહાણ નિર્માણ એ ભારતની શાન હતો. પછી આપણે તેનાથી દૂર થયા હતા. પરંતુ, આજે આ ક્ષેત્રના વિકાસ સાથે શીપ બિલ્ડીંગ દ્વારા ચીન કરતાં વધુ આગળ વધી શકાશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

કેન્દ્રીય અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાએ આ તકે જણાવ્યું કે, વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ભારત દેશ આજે બદલાઈ રહ્યો છે. આવતીકાલે તેમના કરકમલોથી અનેક વિકાસકાર્યો લોકાર્પિત થવાના છે તે ભાવનગર અને ગુજરાત માટે ગૌરવનો અવસર બની રહેવાનો છે.ભાવનગરના રતનપરમાં શીપ બિલ્ડીંગ માટે આજે MOU થયાં છે ત્યારે ભાવનગરમાં અનેક રોજગારીનાં અવસર પ્રાપ્ત થવાનાં છે તેમ તેમણે ગૌરવભેર જણાવ્યું હતું.

આ પ્રસંગે સામાજિક ન્યાય અને અધિકારીતા અને જિલ્લાના પ્રભારી મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું કે, ભારતના સામુદ્રિક ક્ષેત્રને આધુનિક, સમાવેશી અને વૈશ્વિક કક્ષાનું બનાવવાની દિશાની શરૂઆત ભાવનગર ખાતેથી થઈ છે. આ ઐતિહાસિક 27 જેટલા MoU વિકાસની નવી દિશા ખોલનારા બની રહેશે.

આ સાથે ભારત સામુદ્રિક ક્ષેત્રમાં વૈશ્વિક વ્યાપાર દ્વારા રોજગારી સર્જન અને રાષ્ટ્રીય વિકાસની કડીમાં મહત્વપૂર્ણ બની રહેશે, તેવો પણ આશાવાદ વ્યક્ત કર્યો હતો.

તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત દરિયાઈ વેપાર દ્વારા વિકસિત ભારતના વિઝનને સાકાર કરવા પ્રતિબદ્ધ છે. ગુજરાત સરકારે સામુદ્રિક ક્ષેત્રે નવા બદલાવ લાવીને વિકાસની નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરી છે. આ ઉપરાંત, ગુજરાત રાજ્યમાં શિપ બિલ્ડીંગ અને નવાચારમાં પણ અગ્રેસર બની રહ્યું છે.

તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સામુદ્રિક ક્ષેત્રે પર્યાવરણ રક્ષણની નેમ સાથે વૈશ્વિક નેતૃત્વ પ્રસ્થાપિત કરવા દેશ સાહસિક રીતે આગળ વધી રહ્યો છે, તેમ જણાવતાં અંતમાં તેમણે MoU પર હસ્તાક્ષર કરનાર તમામ સહભાગીઓને અભિનંદન પાઠવ્યા હતાં.

સ્વાગત પ્રવચન કરતા પોર્ટ, શિપિંગ, અને વોટરવેઝ વિભાગના સચિવ શ્રી ટી.કે.રામચંદ્રને જણાવ્યું હતું કે, ભારતીય સામુદ્રિક ક્ષેત્રે ભારે વિકાસની સંભાવનાઓ છે અને ગુજરાત સરકાર દ્વારા આ ક્ષેત્રે લેવાનાર તમામ પગલાઓમાં સંપૂર્ણ સહયોગ મળી રહ્યો છે.ગુજરાતના લોથલ ખાતે બની રહેલા નેશનલ હેરિટેજ મેરિટાઇમ કોમ્પલેક્ષના નિર્માણમાં પણ ગુજરાત સરકાર સક્રિય રસ લઈ સહયોગ આપ્યો છે તે બદલ તેઓએ આભારની લાગણી વ્યક્ત કરી હતી.

આ તકે પોર્ટ, શિપિંગ અને વોટરવેઝ મંત્રાલયના સંયુક્ત સચિવ શ્રી વેંકટપતિ એસ. દ્વારા આભાર વિધિ કરાઈ હતી.

આ પ્રસંગે મેયર શ્રી ભરતભાઈ બારડ, ધારાસભ્ય સર્વશ્રી જીતુભાઈ વાઘાણી, ગૌતમભાઈ ચૌહાણ, સેજલબેન પંડ્યા, દિનદયાળ પોર્ટ ઓથોરિટીના ચેરમેન શ્રી સુશીલકુમાર, બંદર અને પોર્ટ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી શ્રી આર.સી. મીના, સંયુક્ત સચિવ સર્વશ્રી આર. લક્ષ્મણ, સંદીપ ગુપ્તા, ગુજરાત મેરિટાઇમ બોર્ડના સીઈઓ રાજકુમાર બેનીવાલ, જનરલ મેનેજર શ્રી કલ્પેશ વિઠલાણી સહિત દેશભરના મેરિટાઇમ ક્ષેત્ર સાથે સંકળાયેલા હિતધારકો, સહભાગીઓ, પોર્ટ, શિપિંગ અને વોટરવેઝ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
0000000
[9/20, 11:20 AM] Dilip Gajjar.Mahiti.Press: *Watch Live*

*Date* *20-09-25* | *Time* *10:45* *AM*

*માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ગરિમામય ઉપસ્થિતિમાં ભાવનગર ખાતે ‘સમુદ્ર સે સમૃદ્ધિ’ કાર્યક્રમ. #SamudraSeSamriddhi*

*‘Samudra Se Samriddhi’ program in the august presence of Hon’ble PM Shri Narendra Modi at Bhavnagar. #SamudraSeSamriddhi*

*YouTube  :-* https://www.youtube.com/watch?v=Jh8ghMFBG48

*YouTube  :-* https://www.youtube.com/watch?v=Ce9DGkXarZ8

*FB        :-* https://www.facebook.com/share/v/1Co6RDQFHz/

*FB        :-* https://www.facebook.com/share/v/1742dnVyfJ/

*Twitter   :-* https://x.com/CMOGuj/status/1969271546985529849

*Twitter   :-* https://x.com/Bhupendrapbjp/status/1969271547144913099

*CMO Gujarat Website*  :- https://cmogujarat.gov.in/en/watch-live
[9/20, 11:46 AM] Dilip Gajjar.Mahiti.Press: *રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ બનાસકાંઠાના મુક્તેશ્વર જળાશયની મુલાકાત લઈને નિરીક્ષણ કર્યું*
___________
(માહિતી બ્યુરો, પાલનપુર)

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ આજરોજ બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકા ખાતે આવેલ મુક્તેશ્વર ડેમની મુલાકાત લીધી હતી.

આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ જળાશયનું નિરીક્ષણ કરી તેની હાલની સ્થિતિ અંગે વિસ્તૃત માહિતી મેળવી હતી. તેમણે અધિકારીશ્રીઓ પાસેથી પાણીની ઉપલબ્ધતા, સિંચાઈ તથા પીવાના પાણી માટેના ઉપયોગ વિશે વિગતવાર માહિતી મેળવી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

મુક્તેશ્વર જળાશય એ વડગામ તાલુકાની સૌથી મોટી જળાશય યોજના છે. આ જળાશય યોજના થકી બનાસકાંઠા અને મહેસાણા તાલુકાના ૩૧ થી વધુ ગામોને સિંચાઈનો લાભ આપવામાં આવે છે. સરસ્વતી નદી પર આવેલું આ જળાશય ચાલુ વર્ષે સાર્વત્રિક વરસાદ નોંધાતા સંપૂર્ણ વરસાદી પાણીથી ભરાયું છે.

આ પ્રસંગે પાલનપુર ધારાસભ્યશ્રી અનિકેતભાઈ ઠાકર, જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એમ.જે.દવે, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી પ્રશાંત સુમ્બે, મહેસાણાના જિલ્લા કલેકટરશ્રી એસ. કે. પ્રજાપતિ, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમાંશુ સોલંકી, નિવાસી અધિક કલેક્ટરશ્રી જશવંત કે. જેગોડા સહિત ડેમના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
***
[9/20, 1:01 PM] Dilip Gajjar.Mahiti.Press: *રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ સતલાસણા તાલુકાના જસપુરિયા ગામે પ્રાથમિક શાળામાં રાત્રિ રોકાણ કર્યું*
**************
*રાજ્યપાલશ્રીએ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકો સાથે સહજ સંવાદ કરી શિક્ષણનું મહત્ત્વ સમજાવ્યું*
*************
*શાળાના વિદ્યાર્થીઓએ રાજ્યપાલ શ્રી સાથે સંવાદ કરવાનો આનંદ વ્યક્ત કરી રાજ્યપાલશ્રીને હળની ભેટ આપી*
*************
*મહેસાણા, ૨૦ સપ્ટેમ્બર ૨૦૨૫, શનિવાર*
મહેસાણા જિલ્લાની બે દિવસીય મુલાકાત દરમિયાન રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ સતલાસણા તાલુકાના જસપુરિયા ગામે રાત્રિ સભા બાદ પ્રાથમિક શાળામાં રાત્રિ રોકાણ કર્યું હતું.

આજે સવારે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકો સાથે સહજ સંવાદ કરી રાજ્યપાલશ્રીએ બાળકોને શિક્ષણનું મહત્ત્વ સમજાવી ઉચ્ચ અભ્યાસ કરીને જશપુરીયા ગામનું અને દેશનું નામ રોશન કરવા શુભેચ્છાઓ પાઠવી હતી. આ તકે શાળાના વિદ્યાર્થીઓએ રાજ્યપાલ શ્રી સાથે સંવાદ કરવાનો આનંદ વ્યક્ત કરી રાજ્યપાલશ્રીને હળની ભેટ આપી હતી.

આ મુલાકાત વેળાએ જિલ્લા કલેક્ટર શ્રી એસ.કે. પ્રજાપતિ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડૉ હસરત જૈસમીન, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમાંશુ સોલંકી, નિવાસી અધિક કલેક્ટર શ્રી જશવંત કે. જેગોડા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
********
[9/20, 1:41 PM] Dilip Gajjar.Mahiti.Press: https://drive.google.com/drive/folders/1FeFhKfDGv6oRI6XaEVFC-H9tefKdjiGD?usp=drive_link
[9/20, 1:41 PM] Dilip Gajjar.Mahiti.Press: Photo Link from PMO for PM sir visit @ Bhavnagar સમુદ્ર સે સમૃદ્ધિ કાર્યક્રમ અને રોડ શો 👆
[9/20, 3:15 PM] Dilip Gajjar.Mahiti.Press: *ભારતીય ધ્વજ સંહિતા અને ‘રાષ્ટ્રીય ગૌરવ અપમાન નિવારણ અધિનિયમ અંતર્ગત નાગરિકોએ રાષ્ટ્રધ્વજના સન્માન અંગે વધુ ચૂસ્ત પાલન કરવાનું રહેશે*
**********
રાષ્ટ્રધ્વજ આપણા દેશના નાગરિકોની આશાઓ તેમજ આકાંક્ષાઓનું પ્રતિનિધિત્વ કરે છે. દેશના નાગરિકોએ રાષ્ટ્રધ્વજને સન્માન આપવું જોઇએ. નાગરિકોએ રાષ્ટ્રધ્વજ માટે એક સાર્વભૌમિક લાગણી તથા વફાદારી રાખવી જોઈએ. રાષ્ટ્રધ્વજના પ્રદર્શન પર લાગુ થતાં કાયદાઓ, પ્રથાઓ તેમજ પરંપરાઓ અંગે પ્રજાની સાથે-સાથે કેન્દ્ર – રાજ્ય સરકારના સંગઠનો-એજન્સીઓમાં પણ વધુ જાગૃતિ આવે તે માટે માર્ગદર્શિકા જાહેર કરીને ગૃહ મંત્રાલય દ્વારા વિશેષ અભિયાન હાથ ધરાયું છે.

આ અભિયાન અંતર્ગત રાષ્ટ્રીય ગૌરવ અપમાન નિવારણ અધિનિયમ-૧૯૭૧ તેમજ ભારતીય ધ્વજ સંહિતા-૨૦૦૨ જેમાં વર્ષ ૨૦૨૧ તથા ૨૦૨૨માં કરાયેલા સુધારા મુજબ રાષ્ટ્રીય ધ્વજના પ્રયોગ-ધ્વજારોહણ-પ્રદર્શનને નિયંત્રિત કરવામાં આવ્યા છે. ભારતીય ધ્વજ સંહિતા-૨૦૦૨ના સુધારા ગૃહ મંત્રાલયની વેબસાઇટ www.mha.gov.in પર ઉપલબ્ધ છે.

આ સુધારા અનુસાર દેશવાસીઓ દ્વારા કાગળના બનાવેલા રાષ્ટ્રીય ધ્વજને મહત્વના રાષ્ટ્રીય, સાંસ્કૃતિક તેમજ રમત-ગમતના પ્રસંગોએ હાથમાં લઈ ફરકાવી શકાય છે. દેશના નાગરિકોને જણાવવાનું છે કે, રાષ્ટ્રીય, સાંસ્કૃતિક તેમજ રમત-ગમતના પ્રસંગોએ પ્રજા દ્વારા પ્રયોગ કરાયેલ કાગળના બનેલા રાષ્ટ્રીય ધ્વજને સમારંભ પૂર્ણ થયા બાદ જાહેર જગ્યાએ અથવા જમીન પર ના ફેંકવા જોઈએ. આ પ્રકારના ધ્વજનો તેમની મર્યાદાને અનુરૂપ સન્માન સાથે એકાંતમાં નાશ કરવા યાદીમાં જણાવાયું છે.

– પ્રિન્સ ચાવલા
**********
[9/20, 3:50 PM] Dilip Gajjar.Mahiti.Press: ભાવનગરમાં “સમુદ્ર સે સમૃધ્ધિ” કાર્યક્રમ
——
રૂ.૩૩,૬૦૦ કરોડથી વધુનાં વિકાસ કામોનાં ખાતમૂહુર્ત – લોકાર્પણ અને વિવિધ પ્રોજેક્સનું રાષ્ટ્રાર્પણ કરતાં વડાપ્રધાનશ્રી
૦૦૦૦૦૦
”ચિપ થી શિપ” સુધીના નિર્માણ દ્વારા આત્મનિર્ભરતા કેળવી ભારતની સમૃધ્ધિનું દ્વાર ખોલવાની પ્રતિબધ્ધતા વ્યક્ત કરતા વડાપ્રધાનશ્રી
૦૦૦૦૦૦
-: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી
– સો દુ:ખોની એક જ દવા તે આત્મનિર્ભર ભારત: બીજા દેશો પર નિર્ભરતા એ આપણો સાચો શત્રુ
– વિકસિત ભારતનો રસ્તો આત્મનિર્ભર ભારત થી પસાર થાય છે
– ભારતની સામુદ્રિક વિરાસત-ધરોહર ને ભવિષ્યની પેઢી સુધી પહોંચાડી દુનિયાને ભારતનું સામર્થ્ય બતાવવું છે
– સામુદ્રિક ઉદ્યોગ તમામ ઉદ્યોગોની જનની છે
– ભારતની સામુદ્રિક વ્યાપારની હિસ્સેદારી ત્રણ ગણી વધારવી છે
૦૦૦૦૦૦
-: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ :-
– બદલાયેલા વૈશ્વિક પરિમાણો, આધુનિક વેપારની તકો અને અદ્યતન ટેકનોલોજીનો સમન્વય કરી વડાપ્રધાનશ્રીએ ભારતીય સામુદ્રિક વિરાસતને પુનઃજીવંત કરી
– અભિનવ પોર્ટ અને શિપ બિલ્ડિંગ પોલિસી જેવી મહત્વપૂર્ણ યોજનાઓને લીધે આજે ગુજરાત દેશનું 39% કાર્ગો હેન્ડલિંગ કરતું રાજ્ય બન્યું
– વડાપ્રધાનશ્રીની દૂરંદેશીતાના પરિણામે ચારણકા સોલાર પાર્કથી શરૂ થયેલું રિન્યૂએબલ એનર્જી ક્ષેત્ર આજે વિશ્વના સૌથી મોટા કચ્છ રિન્યૂએબલ એનર્જી પાર્ક સુધી વિસ્તર્યું
૦૦૦૦૦૦
ભારતના મરિન સેક્ટર માટે ભાવનગર ખાતેનો આજનો કાર્યક્રમ ઐતિહાસિક – કેન્દ્રિય શિપિંગ મંત્રી શ્રી સર્બાનંદ સોનોવાલ
૦૦૦૦૦૦
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભાવનગર ખાતે યોજાયેલા “સમુદ્ર સે સમૃધ્ધિ” કાર્યક્રમમાં રૂ.૩૩,૬૦૦ કરોડથી વધુનાં ખાતમૂહુર્ત અને વિવિધ પ્રોજેક્સનું રાષ્ટ્રાર્પણ કર્યુ હતું. વડાપ્રધાનશ્રીએ ગઇકાલે થયેલા એમ.ઓ.યુ. માટે પોર્ટ અને મરિન ક્ષેત્રનાં વ્યવસાયીઓનો પણ આભાર પ્રગટ કર્યો હતો.

વડાપ્રધાનશ્રીએ આ કાર્યક્રમમાં સ્પષ્ટ રીતે જણાવ્યું હતું કે, “ચિપ થી શિપ” સુધીના નિર્માણ દ્વારા આત્મનિર્ભરતા કેળવી ભારતની સમૃધ્ધિનો દ્વાર ખોલવો છે. આજે ભાવનગર સમુદ્ર થી સમૃધ્ધિ તરફ જવાનું કેન્દ્ર બન્યું છે.

વડાપ્રધાનશ્રીએ જણાવ્યું હતું કે, ૨૦૪૭ માં વિકસિત ભારતના સંકલ્પમાં આત્મનિર્ભરતા મુખ્ય છે. તેની વિભાવના પર ભાર મુક્તા જણાવ્યું કે, સો દુ:ખોની એક જ દવા છે તે છે આત્મનિર્ભરતા. ભારતનો દરિયાકિનારો સમૃધ્ધિના દ્વાર ખોલનાર બની રહેવાનો છે. ભારત સરકાર સામુદ્રિક વિરાસતના ભારતના પૂરાતન ગૌરવને ફરીથી હાંસલ કરવા માટે મરિન ક્ષેત્રની અનેક નીતિઓમાં પરિવર્તન લાવી રહી છે.

વડાપ્રધાનશ્રીએ વધુમાં જણાવ્યું કે, ભારતનું કોઇ દૂશ્મન નથી. દૂશ્મન હોય તો તે બીજા દેશ પરની નિર્ભરતા છે. જેટલી વિદેશી નિર્ભરતા એટલી દેશની વિફળતા. વિશ્વમાં શાંતિ, સ્થિરતા અને સમૃધ્ધિ માટે ભારતે આત્મનિર્ભર બનવું જ પડશે. આપણે ૧૪૦ કરોડ દેશવાસીઓનું ભવિષ્ય બીજા પર છોડી ન શકીએ. બીજા પરની નિર્ભરતા એ ભારતની સ્વમાનતા પર ઘા સમાન છે. ત્યારે આપણે વિશ્વ બંધુત્વની ભાવનાથી “આત્મનિર્ભર ભારત” ના મંત્ર દ્વારા તેને સાકાર કરવો છે.

આ સંદર્ભમાં વડાપ્રધાનશ્રીએ જણાવ્યું કે, આ મંત્રને સાકાર કરવા માટે સમગ્ર દેશવાસીઓએ એક ભારત – શ્રેષ્ઠ ભારતના ધ્યેય સાથે કાર્ય કરવું પડશે. ગુજરાતના વેપારીઓ પણ તેમની દુકાન પર “ગર્વથી કહો, આ સ્વદેશી છે” ના સ્ટિકર લગાવી આત્મનિર્ભર ભારતની આહલેખને વધુ મજબૂત બનાવે.

તેમણે વધુમાં જણાવ્યું કે, પોર્ટ લેઇડ ઉદ્યોગને ગતિ આપવા માટે તેમજ ક્રૂઝ ટુરિઝમને વધારવા માટે મુંબઇ ઇન્ટરનેશનલ ક્રૂઝ સ્ટેશનનું લોકાર્પણ થયું છે. ગુજરાતમાં પણ અનેક પોર્ટ વિકાસના કાર્યો ગતિ-પ્રગતિમાં છે. ગુજરાતમાં પણ અલંગ સાથે અનેક જગ્યાએ શિપ બિલ્ડીંગ અને રિ-સાયક્લિંગના કાર્યો વિકસિત થઇ રહ્યાં છે.

આત્મનિર્ભરતા કેળવવા માટે આપણે પડકારોનો સામનો કરવો પડશે. દુનિયા સામે ટટ્ટાર ઉભું રહેવું પડશે. ભારતમાં સામર્થ્યની કોઇ કમી નથી. આઝાદી બાદ કોંગ્રેસે લાઇસન્સ અને ક્વોટા રાજમાં દેશનાં મેરિટાઇમની ઇકોસિસ્ટમને ઠપ્પ કરી નાંખી હતી. ભૂતકાળમાં વિદેશી જહાજોને ભાડે રાખવા એ આપણી મજબૂરી બની ગઇ હતી. માત્ર ૫ ટકા જ ધંધો રહી ગયો હતો. દર વર્ષે ભારત ૭૫ બિલિયન (૬ લાખ કરોડ) વિદેશી શિપિંગ કંપનીઓને ભાડા પેટે ચૂકવતું હતું. આ સ્થિતિને આપણે સ્વદેશી જહાજોનું નિર્માણ કરી બદલવી છે. તાજેતરમાં, ભારત આઇ.એન.એસ. વિક્રાંત સહિત ૪૦ સ્વદેશી જહાજોનું નિર્માણ કર્યુ છે, જેમા હાઇ ક્વોલિટી સ્ટીલ સહિતની સામગ્રી ભારતની બનાવટની વાપરવામાં આવી છે. જે આત્મનિર્ભર ભારતનું સૌથી મોટું ઉદાહરણ છે.

વર્તમાન સરકારે સામુદ્રિક વેપારને નવી દિશા આપવા અનેક કાયદામાં બદલાવ કર્યો છે. મેરિટાઇમ ક્ષેત્રમાં રિફોર્મ કરી ૫ કાયદા નવા અવતારમાં રજૂ કર્યા છે. તેનાથી પોર્ટ ક્ષેત્રમાં મોટો બદલાવ આવશે. ભારત સદીઓથી મોટા જહાજો બનાવવાનો વારસો ધરાવતું હતું. આ ઇતિહાસને પુન:જીવિત કરવો છે. મોટા જહાજોને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો દરજ્જો આપવામાં આવ્યો છે. જેથી શિપ બિલ્ડર્સ ને બેન્કમાંથી સરળતાથી લોન મળશે અને વ્યાજમાં પણ રાહત થશે. આનાથી ભારતની શિપિંગ કંપનીઓ પર પડતો બોજો ઓછો થશે.

વડાપ્રધાનશ્રીએ તાજેતરમાં તેમના જન્મદિવસના અવસરે દેશ અને દુનિયાભરમાંથી મળેલા પ્રેમ અને આશીર્વાદનો ઋણસ્વિકાર કરી તમામ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. વિશ્વકર્મા જ્યંતિથી ગાંધી જ્યંતિ સુધી દેશભરમાં યોજાય રહેલા સેવા પખવાડીયા અંતર્ગત ગુજરાતે છેલ્લા બે – ત્રણ દિવસમાં જ એક લાખ યુનિટ લોહી એકત્ર કર્યું છે. ૩૦,૦૦૦ સ્થળોએ મહિલા સ્વાસ્થ્ય સહિત આરોગ્યલક્ષી કેમ્પ થયા છે તે અંગે પણ આનંદની લાગણી વ્યક્ત કરી હતી.

તાજેતરમાં જ કેન્દ્ર સરકાર દ્વારા જી.એસ.ટી. સ્લેબ માં કરેલા ઘટાડાને કારણે આગામી દિવાળીમાં બજાર રોનક વધવાની છે. મહારાજા કૃષ્ણકુમારસિંહજીનું સ્મરણ કરી તેમણે નવરાત્રીના આવી રહેલા પાવન પર્વ પ્રસંગે સૌ નાગરિકોને શુભકામનાઓ પાઠવી હતી.

શીપ બિલ્ડીંગ માટે દેશભરમાં વ્યાપક કામગીરી કરવામાં આવી રહી છે તેમ જણાવી વડાપ્રધાનશ્રીએ શીપ બિલ્ડીંગને અન્ય ઉદ્યોગની પણ જનની ગણાવી હતી. અનેક ઉદ્યોગોને શીપ ઇન્ડસ્ટ્રીઝથી ફાયદો થાય છે. દરેક રોજગાર સપ્લાય ચેનમાં શીપ બિલ્ડીંગનું ખૂબ મહત્વ છે અને મોટી રોજગારી પેદા કરનારું ક્ષેત્ર છે.

સાગરમાલા જેવા ઉપક્રમોને પરિણામે સમુદ્રી રસ્તાથી વિશ્વભરમાં વેપાર વધી રહ્યો છે. હયાત વેપારને ત્રણ ગણો કરવાનું આયોજન છે. આ ક્ષેત્રે ભારત આજે દુનિયાના ટોપ ત્રણ દેશોમાં આવી ગયો છે. તેની વિગતો આપતા વડાપ્રધાનશ્રીએ જણાવ્યું હતું કે, શિપિંગ માટે ૧૦૦ રોજગાર ઉભા થાય છે, તો તેની સાથે જોડાયેલા ઉદ્યોગમાં ૬૦૦ રોજગાર ઉભા થાય છે. તે સામુદ્રિક ક્ષેત્રની મલ્ટિપ્લાયર ઇફેક્ટ છે. ભારતમાં નિપૂણ રોજગારીના સર્જન માટે આઇ.ટી.આઇ., મેરિટાઇમ યુનિવર્સિટી થી લઇને નેવી અને એન.સી.સી. સુધી નવી વ્યવસ્થા ઉભી કરી છે. ૧૧ વર્ષમાં પોર્ટ કેપેસિટી ડબલ કરી છે. શીપ ટર્નઆઉટ ટાઇમ એક દિવસથી ઓછો થયો છે. કેરળમાં ડિપ વોટર કન્ટેઇનર ટ્રાન્સશિપમેન્ટ પોર્ટ શરૂ થયું છે. ૭૫,૦૦૦ કરોડના ખર્ચે મહારાષ્ટ્રમાં પોર્ટ બની રહ્યું છે. દેશમાં નાવિકોની સંખ્યા એક દશકમાં ૧.૨૫ લાખથી વધીને ૩ લાખ થઇ છે. તેના દ્વારા ભારતનો સામુદ્રિક હિસ્સેદારીમાં ત્રણ ગણો વધારો કરવો છે તેમની ભૂમિકા તેમણે આપી હતી.

ભારત અદભૂત સામૃદ્રિક વારસો ધરાવે છે. લોથલ તેનું મોટું ઉદાહરણ છે. લોથલમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીની જેમ વિશ્વનું સૌથી મોટું મેરિટાઇમ મ્યુઝિયમ બની રહ્યું છે. તે ભારતની સામુદ્રિક વિરાસત – ધરોહરને ભવિષ્યની પેઢી સુધી ભારતના સામર્થ્યને દર્શાવવાનું માધ્યમ બની રહેશે તેમ તેમણે વધુમાં ઉમેર્યુ હતું.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ભાવનગર ખાતે આયોજિત કાર્યક્રમમાં રાજ્યમાં એક જ દિવસમાં રૂ.33,600 કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ આપવા બદલ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, જ્યારે ગુજરાત અલગ રાજ્ય બન્યું ત્યારે લોકોના મનમાં અપૂરતા સંસાધનો સાથે આ રાજ્ય કઈ રીતે આગળ વધશે તે અંગે શંકા હતી, પરંતુ 2001 થી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ રાજ્યની ધૂરા સંભાળી ત્યારથી ગુજરાતે ન માત્ર વિકાસની રાહે હરણફાળ ભરી છે, પરંતુ સમગ્ર દેશનું રોલ મોડલ પણ બન્યું છે.

મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સમય સાથે કદમ મિલાવી આગવી કૂનેહથી રાજ્યના દરિયાકિનારાઓને વિકસિત કરવાનું કાર્ય આરંભ્યુ છે. 21મી સદીના બદલાયેલા વૈશ્વિક પરિમાણો, આધુનિક વેપારની તકો અને અદ્યતન ટેકનોલોજીનો સમન્વય કરી તેમણે દરિયાઈ સંસ્કૃતિને જીવંત કરવાનું વિઝન આપ્યું છે, જેનો સીધો લાભ ગુજરાતને મળ્યો છે.

આ પ્રયાસોને કારણે બંદરોની નજીકમાં નવા ઉદ્યોગોનું નિર્માણ થયું છે. આયાત-નિકાસની સુવિધાઓ વધી છે. ખાનગી રોકાણ પણ આકર્ષાયું છે. અભિનવ પોર્ટ નીતિ અને શિપ બિલ્ડિંગ જેવી નીતિઓને લીધે આજે ગુજરાત દેશનું 39% કાર્ગો હેન્ડલિંગ કરતું રાજ્ય બન્યું છે. દરિયાઈ સુરક્ષાની સાથે સાથે શિપ બિલ્ડિંગ અને શિપ રિ-સાયકલિંગ જેવાં ક્ષેત્રો પણ વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ વિકસિત થયા છે. આજે રાજ્યમાં એલ.એન.જી. તથા કન્ટેનર ટર્મિનલ કાર્યરત થયા છે અને રોડ, રેલ તથા લોજિસ્ટિક કનેક્ટિવિટી પણ સુધરી છે.

પર્યાવરણના રક્ષણ અને સંતુલિત વિકાસના ઉદ્દેશ્ય સાથે વડાપ્રધાનશ્રીએ પરંપરાગત ઉર્જાને પ્રાધાન્ય આપ્યું છે. જેના પરિણામે ચારણકા સોલાર પાર્કથી શરૂ થયેલી આ શરૂઆત આજે દેશના સૌથી મોટા કચ્છ રિન્યૂએબલ એનર્જી પાર્ક સુધી વિસ્તરી છે. ગુજરાત આજે 60% થી વધુ રિન્યૂએબલ એનર્જીનું ઉત્પાદન કરે છે. પવન ઉર્જા તથા રૂફટોપ સોલારમાં ગુજરાત દેશમાં પ્રથમ ક્રમાંકે છે. આ ઉપરાંત, ખેડૂતો માટેની વિવિધ યોજનાઓ કૃષિ ક્ષેત્રે પણ ક્રાંતિ લાવી રહી છે.

મુખ્યમંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, રણોત્સવને કારણે વિશ્વભરમાં ખ્યાતિ મેળવનાર ધોરડોમાં આજે 100% રહેણાંક વીજ જોડાણોનું સોલરાઈઝેશન થઈ રહ્યું છે. આજે લોકાર્પિત થનારા વિકાસ કાર્યો થકી ગુજરાત ‘ઈઝ ઓફ લિવિંગ’નું કેન્દ્ર બનવાની સાથે નવા ભારતના નિર્માણમાં દિશાસૂચક બની રહ્યું છે.

અંતમાં, મુખ્યમંત્રીશ્રીએ આગામી નવરાત્રી અને દિવાળી જેવા તહેવારોમાં સ્વદેશી ઉત્પાદનો અપનાવીને વડાપ્રધાનશ્રીના ‘લોકલ ફોર વોકલ’ના મંત્રને સાચા અર્થમાં ચરિતાર્થ કરવા લોકોને આહવાન કર્યું હતું.

કેન્દ્રીય શિપિંગ, પોર્ટ અને વોટરવેઝ મંત્રી શ્રી સર્બાનંદ સોનોવાલે સ્વાગત પ્રવચનમાં ગુજરાતની પાવન ભૂમિને વંદન કરી જણાવ્યું કે, ગુજરાતની ભૂમિએ મહાન સપૂતો આપ્યાં છે. તેમણે ‘સમુદ્ર સે સમૃદ્ધિ’ કાર્યક્રમ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં આપણા દેશનો દરેક ખૂણો જળ આધારિત પરિવહનથી જોડાઈ રહ્યો છે. વડાપ્રધાનશ્રીના “સૌનો સાથ, સૌનો વિકાસ”નાં મંત્ર સાથે આપણે આગળ વધી રહ્યાં છીએ. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ભારત વિશ્વની મોટી અર્થ વ્યવસ્થા બની ચૂકી છે. રિફોર્મ, ટ્રાન્સફરથી શિપિંગ ક્ષેત્રમાં અદભૂત પરિવર્તન આવ્યું છે. આજે મેરિટાઈમ ક્ષેત્રમાં રોકાણની તકો વધી છે. “વિકાસ ભી, વિરાસત ભી” ની નેમ સાથે આપણે આગળ વધવું છે.

આ પ્રસંગે શ્રમ અને રોજગારના કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવિયા, પોર્ટ, શિપિંગ અને વોટરવેઝના કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રી શાંતનુ ઠાકુર, અન્ન અને નાગરિક પુરવઠાના કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયા, નાણા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલ, કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા, મત્યોદ્યોગ રાજ્યમંત્રી શ્રી પરષોત્તમભાઈ સોલંકી, ધારાસભ સર્વશ્રી સેજલબેન પંડ્યા, જીતુભાઈ વાઘાણી, શંભુપ્રસાદ ટૂંડિયા, શિવાભાઈ ગોહિલ, ભીખાભાઈ બારૈયા, ગૌતમભાઈ ચૌહાણ, ડો.પ્રદ્યુમન વાજા સહિતના સૌરાષ્ટ્રના ધારાસભ્યશ્રીઓ, મેયર શ્રી ભરતભાઈ બારડ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી રૈયાબેન મીયાણી, પૂર્વ સાંસદ શ્રી રાજેન્દ્રસિંહ રાણા, જિલ્લાના અગ્રણીઓ સર્વશ્રી દિગ્વીજયસિંહ ગોહિલ, કુમારભાઇ શાહ, રાજુભાઇ રાબડીયા, રાજીવભાઇ પંડ્યા, પદાધિકારીઓ-અધિકારીઓ, રાજ્યભરમાંથી આવેલા નાગરિકો તથા ભાવનગરની જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી.
૦૦૦૦૦૦
[9/20, 4:07 PM] Dilip Gajjar.Mahiti.Press: *પ્રાકૃતિક કૃષિ પ્રકૃતિના શરણે પરિસંવાદ*
**********
*રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ સતલાસણા તાલુકાના જશપુરીયા ખાતે ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિ અંગે સંવાદ કર્યો*
**********

*લોકોને આરોગ્ય પ્રદ આહાર મળે તે માટે પ્રાકૃતિક કૃષિ અપનાવીએ*
*- રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી*
**************
*મહેસાણા જિલ્લાના તમામ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવતા થાય તે દિશામાં કાર્ય કરવાની હિમાયત કરતાં રાજ્યપાલશ્રી*
************
*કૃષિ પરિસંવાદ અગાઉ રાજ્યપાલશ્રીએ ‘સ્વસ્થ નારી, સશક્ત પરિવાર’ અંતર્ગત સર્વરોગ નિદાન કેમ્પની મુલાકાત લીધી*
************
*મહેસાણા, ૨૦ સપ્ટેમ્બર ૨૦૨૫, શનિવાર*

મહેસાણા જિલ્લાની મુલાકાતે પધારેલા રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ સતલાસણા તાલુકાના જશપુરીયા ખાતે આયોજિત ‘પ્રાકૃતિક કૃષિ પ્રકૃતિના શરણે પરિસંવાદ’ કાર્યક્રમમાં ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો.

આ પ્રસંગે રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, ભારતમાં કૃષિ માત્ર એક વ્યવસાય નહીં, પણ સંસ્કૃતિ અને જીવનશૈલીનું અભિન્ન અંગ છે. વર્ષો સુધી આપણે પરંપરાગત ખેતી પદ્ધતિઓ અપનાવી છે, જે કોઈ પણ પ્રકારના રાસાયણીક ખાતર કે દવા વગર કરવામાં આવતી હતી. પરંતુ છેલ્લા કેટલાક દાયકાઓમાં રાસાયણિક ખાતરો અને ઝેરી કીટનાશકોના વધતા ઉપયોગના પરિણામે જમીનની ઉપજશક્તિ ઘટી છે, પાણીના સ્ત્રોતો પ્રદૂષિત થયા છે અને માનવીના આરોગ્ય પર પણ ભયાનક અસર પડી છે. આવા સમયમાં “પ્રાકૃતિક ખેતી” એ માત્ર જ વિકલ્પ નહીં, પરંતુ આવશ્યકતા બની ગઈ છે.

આજે વિશ્વ સામે જળવાયુ પરીવર્તનની મોટી સમસ્યા પેદા થઇ છે. પર્યાવરણ પર વિપરીત પરિસ્થિતિને કારણે જીવ સૃષ્ટિ પર તેના ખરાબ પરિણામો જોવા મળ્યા છે. પ્રાકૃતિક ખેતી અપનાવવાથી જમીનમાં સેન્દ્રીય કાર્બનનું પ્રમાણ વધે છે, જેના પરીણામે જમીનની ભેજ સંગ્રહ ક્ષમતા, ફળદ્રુપતા અને ઉત્પાદન ક્ષમતામાં વધારો થાય છે. માત્ર એક દેશી ગાયના ગોબર અને ગૌમૂત્રથી ૩૦ એકર સુધીની જમીનમાં પ્રાકૃતિક ખેતી થઈ શકે છે. નહીવત ઉત્પાદન ખર્ચ અને વધારે ભાવ મળતા ખેડૂતોને આર્થિક ફાયદો થાય છે. જેના થકી ખેડૂતો આત્મનિર્ભર બને છે.

રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક ખેતી અંગે પોતાના અનુભવો જણાવતા કહ્યું હતું કે, કુરુક્ષેત્રમાં ૧૮૦ એકર જમીનમાં પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી, જેમાં પ્રતિ વર્ષ પ્રાકૃતિક ખેતીનું ઉત્પાદન વધતું રહ્યું. સાથે જ પ્રાકૃતિક ખેતીના કારણે જમીનની ગુણવત્તા સુધરી છે.

વધુમાં તેમણે જણાવ્યું કે, રાસાયણિક ખેતીએ જમીનને ઝેરયુક્ત બનાવી દીધી છે ત્યારે પ્રાકૃતિક કૃષિના માધ્યમથી જમીનને ઝેર મુક્ત બનાવી લોકોને આરોગ્ય પ્રદ આહાર મળે તે માટે ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવવી જોઈએ.

રાજ્યપાલશ્રીએ પશુપાલન અંગે વાત કરતા કહ્યું કે, હાલના સમયે ટેકનોલોજીનો ઉપયોગ કરીને પશુપાલન કરવું જોઈએ. પોતાના ગુરુકુળમાં થતી પશુપાલન પ્રવૃત્તિઓનું ઉદાહરણ આપીને વધુ દૂધ આપતી ઓલાદોનો ઉછેર કરીને પશુપાલન કરવા ખેડૂતોને પ્રેરિત કર્યા હતા.

પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અગાઉ રાજ્યપાલશ્રીએ ‘સ્વસ્થ નારી, સશક્ત પરિવાર’ અંતર્ગત સર્વરોગ નિદાન કેમ્પ અને જશપુરીયા ગામના ખેડૂત શામજીભાઈ ચૌધરીના પ્રાકૃતિક કૃષિ ફાર્મની મુલાકાત લીધી હતી. રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના પ્રાકૃતિક ખેત પેદાશોના સ્ટોલની મુલાકાત લઇ ખેડૂતો સાથે સંવાદ સાધ્યો હતો.

આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી એસ.કે. પ્રજાપતિ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડૉ હસરત જૈસમીન, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમાંશુ સોલંકી, નિવાસી અધિક કલેક્ટર શ્રી જશવંત કે. જેગોડા, ખેતી નિયામક શ્રી કે.એસ.પટેલ, ગામના સરપંચ શ્રી રાજેન્દ્ર ચૌધરી વિવિધ અમલીકરણ અધિકારીશ્રીઓ, માસ્ટર ટ્રેનર ખેડૂતો, કૃષિ સખી બહેનો, મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યાં હતાં.
***********
[9/20, 6:19 PM] Dilip Gajjar.Mahiti.Press: *Watch Live*

*Date* *20-09-25* | *Time* *06:00* *PM*

*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં ઇન્ડિયન સોસાયટી ઓફ એનેસ્થેસિઓલોજીસ્ટ્સ (ગુજરાત બ્રાંચ) દ્વારા અમદાવાદ ખાતે આયોજિત ‘ISACON 2025’ કાર્યક્રમ.*

*CM attends ‘ISACON 2025’ of Indian Society of Anaesthesiologists (Gujarat Branch) at Ahmedabad*

*YouTube  :-* https://www.youtube.com/watch?v=0oOhEpTX7S8

*YouTube  :-* https://www.youtube.com/watch?v=66Q3fHJWhjs

*FB        :-* https://www.facebook.com/share/v/1CUCEiN6Mp/

*FB        :-* https://www.facebook.com/share/v/16covSv6qd/

*Twitter   :-* https://x.com/CMOGuj/status/1969382646078980605

*Twitter   :-* https://x.com/Bhupendrapbjp/status/1969382647614095540

*CMO Gujarat Website*  :- https://cmogujarat.gov.in/en/watch-live
[9/20, 7:13 PM] Dilip Gajjar.Mahiti.Press: *મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ ખાતે Indian Society of Anaesthesiologistની વાર્ષિક કોન્ફરન્સ ISACON Gujarat 2025માં સહભાગી થયા*
******
*’Technology Enhanced Anaesthesia Care’ની થીમ સાથે ત્રિ-દિવસીય કોન્ફરન્સનું આયોજન*
******
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતે Indian Society of Anaesthesiologistની વાર્ષિક કોન્ફરન્સ ISACON Gujarat 2025નો શુભારંભ કરાવતાં જણાવ્યું હતું કે, આરોગ્યની સવલત છેવાડાના માનવીને મળી રહે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે.

આયુષ્યમાન ભારત કાર્ડ નાગરિકો માટે આશીર્વાદ બની છે. આ યોજનાથી નાગરિકોને આરોગ્યની સવલત મળી રહે છે જેનાથી નાગરિકો સુખમય જીવન જીવી રહ્યા છે તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું

મુખ્યમંત્રીશ્રીએ મેડિકલ ક્ષેત્રમાં નવીન ટેકનોલોજીથી જીવ બચાવવાનું કામ થઈ રહ્યું છે જે પ્રશંસનીય છે તેમ જણાવી ઉપસ્થિત ડોક્ટરોને આરોગ્યની સેવાઓ વધું સુદ્રઢ બનાવવા માટે અને રાજયના નાગરિકોને કઈ રીતે લાભ મળે તે પ્રકારના ડોક્ટરોનાં સૂચનો આવકાર્યા છે,તેમ ઉપસ્થિત ડોક્ટરોને જણાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે આ ત્રિ-દિવસીય સંમેલનમાં તકનીકો આધારિત એનેસ્થેસિયા કાળજીની થીમમાં અદ્યતન મોનિટરિંગ સિસ્ટમ્સ, રિયલ ટાઈમ એનેસ્થેસિયાનું મોનિટરિંગ, (AI) અને ઓટોમેશન,ઓપરેશન દરમિયાન જટિલતાઓનું AI આધારિત પૂર્વાનુમાન, પેશન્ટ સેફ્ટી માટે નવી તકનીક સહિત વિવિધ વિષયો પર ચર્ચા અને ગોષ્ઠિ થનાર છે

આ પ્રસંગે આઈ.એમ.એ.ના ડૉ અનિલ નાયક, આઈ.એસ.એ. ગુજરાત સ્ટેટ બ્રાન્ચના પ્રમુખ ડૉ દીપક મિસ્ત્રી, ડૉ અતુલ ગાંધી સહિત મેડિકલ ક્ષેત્રના નિષ્ણાતો તેમજ તબીબો ઉપસ્થિત રહ્યા હતા.
******
[9/20, 7:31 PM] Dilip Gajjar.Mahiti.Press: *Watch Live*

*Date* *20-09-25* | *Time* *07:00* *PM*

*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ગુજરાતી ચલચિત્ર પારિતોષિક વિતરણ સમારોહ.*
*સ્થળ : પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોલ, અમદાવાદ*

*CM attends ‘Gujarati Film Awards’ ceremony at Ahmedabad*

*YouTube  :-* https://www.youtube.com/watch?v=18XzRBzl0aU

*YouTube  :-* https://www.youtube.com/watch?v=tTOhqPkQ2vY

*FB        :-* https://www.facebook.com/CMOGuj/videos/828273039605556

*FB        :-* https://www.facebook.com/ibhupendrapatel/videos/798874849395079

*Twitter   :-* https://x.com/CMOGuj/status/1969395897059721435

*Twitter   :-* https://x.com/Bhupendrapbjp/status/1969395896145346790

*CMO Gujarat Website*  :- https://cmogujarat.gov.in/en/watch-live
[9/20, 9:38 PM] Dilip Gajjar.Mahiti.Press: *મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં ગુજરાતી ચલચિત્ર પારિતોષિક વિતરણ સમારોહ સંપન્ન*
**
*વર્ષ ૨૦૨૩માં રજૂ થયેલાં ગુજરાતી ચલચિત્રોના શ્રેષ્ઠ કલાકાર – કસબીઓને રાજ્ય સરકાર દ્વારા પારિતોષિક એનાયત કરાયા*
**
*સાંસ્કૃ તિક પ્રવૃત્તિઓ વિભાગના મંત્રી શ્રી મુળુભાઇ બેરાની પ્રોત્સાહક ઉપસ્થિતિ*
**
*માહિતી અને પ્રસારણ વિભાગ, માહિતી નિયામકની કચેરી અને કલર્સ ગુજરાતી સિનેમાના સંયુક્ત ઉપક્રમે ગુજરાતી ચલચિત્ર પારિતોષિક વિતરણ સમારોહ-૨૦૨૫નું અમદાવાદમાં આયોજન*
**
_*-:મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ:-*_
* વડાપ્રધાનશ્રીના દિશાદર્શનમાં વિકાસનું રોલ મોડલ બનેલું ગુજરાત ફિલ્મ ઉદ્યોગનું પણ હબ બની રહ્યું છે
* ગુજરાત હવે એન્ટરટેઈનમેન્ટ ઈન્વેસ્ટમેન્ટ માટે ફેવરીટ ડેસ્ટીનેશન અને કોન્સર્ટ ઈકોનોમીનું મોટું સેન્ટર.
* ગુજરાતીઓ વિશ્વભરમાં જ્યાં પણ વસ્યા છે ત્યાં તે પ્રદેશના થઈને રહ્યા છે અને ગુજરાતી ભાષાને તેમણે જાળવી રાખીને માતૃભાષાનું ગૌરવ કર્યુ છે.
* વડાપ્રધાનશ્રીએ કરેલા આત્મનિર્ભર ભારત- સ્વદેશી અપનાવવાના આહવાનને રાજ્યના ગામ કે નાના શહેરમાં થતું ફિલ્મનું શુટીંગ સ્થાનિક નાની-મોટી વસ્તુઓના ખરીદ-વેચાણ દ્વારા સાકાર કરે છે.
**
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કલા એ સરકાર આશ્રિત નહિ પરંતુ સરકાર પુરસ્કૃત હોય એવી વિકસાવેલી પરંપરાને પગલે રાજ્ય સરકાર ગુજરાતી ફિલ્મના કલાકાર કસબીઓનું આ ગૌરવ સન્માન કરીને ટેલેન્ટને પણ પ્રોત્સાહિત કરે છે.

રાજ્ય સરકાર દ્વારા યોજાયેલા આ ગુજરાતી ચલચિત્ર પારિતોષિક વિતરણ સમારોહમાં વિવિધ કેટેગરીના ૪૩ જેટલા એવોર્ડ્સ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને વન પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરા, અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, ધારાસભ્ય શ્રી અમિત ઠાકર, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન શ્રી દેવાંગ દાણી, ડેપ્યુટી મેયર જતીનભાઈ પટેલ અને શહેર પ્રમુખ શ્રી પ્રેરક શાહની વિશેષ ઉપસ્થિતિમાં અર્પણ કર્યા હતાં.

મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે કહ્યું કે, ગુજરાતમાં વડાપ્રધાનશ્રીના દિશાદર્શનમાં જે સર્વાંગી વિકાસ થયો છે તેના પરિણામે અન્ય ઈન્ડસ્ટ્રીઝ સાથે ફિલ્મ ઈન્ડસ્ટ્રી પણ ગુજરાતના સ્ટ્રેટેજિક લોકેશન તરફ આકર્ષિત થઈ છે અને વિકાસનું રોલ મોડલ બનેલું ગુજરાત ફિલ્મ ઉદ્યોગનું પણ હબ બની રહ્યું છે.

મુખ્યમંત્રીશ્રીએ આ સંદર્ભમાં કહ્યું કે, એફ.ડી.આઈ. અને બિઝનેસ ઈન્વેસ્ટમેન્ટ સાથે હવે ગુજરાત એન્ટરટેઈનમેન્ટ ઈન્વેસ્ટમેન્ટ માટે ફેવરીટ ડેસ્ટીનેશન બન્યું છે. તેમણે ઉમેર્યુ કે, ભારત વિશ્વની ત્રીજી મોટી આર્થિક મહાસત્તા બનવા તરફ આગળ વધ્યું છે તેમાં ફિલ્મ અને કલા જગતના સ્ટાર્ટઅપ્સનું પણ મહત્વનું યોગદાન છે.

તેમણે ગુજરાતી ફિલ્મોના બદલાતા કલેવર, માતૃભાષા પ્રત્યે લોકોનો વધતો જતો લગાવ અને ઉત્સાહ તથા સામાજિક વિષયોને સ્પર્શતી ફિલ્મના યુગને પરિણામે ગુજરાતી ફિલ્મો આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં પણ દેશ અને રાજ્યનું પ્રતિનિધિત્વ કરતી થઈ છે તેનો પણ વિશેષ ઉલ્લેખ કર્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ગુજરાતીઓ વિશ્વભરમાં જ્યાં પણ વસ્યા છે ત્યાં તે પ્રદેશના થઈને રહ્યા છે અને ગુજરાતી ભાષાને ત્યાં પણ તેમણે જાળવી રાખીને માતૃભાષાનું ગૌરવ કર્યુ છે.

ગુજરાતને આંગણે આ વર્ષે સતત બીજી વાર ફિલ્મ ફેર અવોર્ડનું આયોજન આગામી દિવસોમાં થવાનું છે તેની ભૂમિકા આપતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, જે પ્રકારે મનોરંજન માટે પ્લેટફોર્મ્સ વધતા જાય છે તે જોતા આ તો માત્ર શરૂઆત છે આવનારા દિવસોમાં ફિલ્મો અને મનોરંજન ક્ષેત્ર માટે મોટી ક્ષિતિજો ખુલવાની છે.

તેમણે ઉમેર્યુ કે, ઐતિહાસિક, પ્રાકૃતિક અને સાંસ્કૃતિક સ્થળો, સ્ટેચ્યૂ ઓફ યુનિટી, કચ્છનું સફેદ રણ અને વર્લ્ડ હેરીટેજ સાઈટ રાણકી વાવ જેવા આકર્ષણોને ફિલ્મના માધ્યમથી વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરવાનું પ્લેટફોર્મ ગુજરાતે પુરું પાડ્યું છે. ફિલ્મો ભાષા અને પ્રાંતના સિમાડા વટાવીને દેશના ખૂણે-ખૂણે પહોંચી લોકોના દિલને સ્પર્શે છે અને વડાપ્રધાનશ્રીએ આપેલી એક ભારત, શ્રેષ્ઠ ભારતની સંકલ્પના સાકાર કરે છે.

આત્મનિર્ભર ભારત માટે સ્વદેશીને પ્રોત્સાહન આપવાના વડાપ્રધાનશ્રીના આહવાનને ફિલ્મ ઉદ્યોગ સારી રીતે પાર પાડી શકે તેમ જણાવતાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, કોઈ ગામ કે નાના શહેરમાં થતું ફિલ્મનું શુટીંગ ત્યાંની સ્થાનિક ઘણી બધી નાની-મોટી વસ્તુઓના ખરીદ-વેચાણ દ્વારા વોકલ ફોર લોકલનો ધ્યેય ચરિતાર્થ કરી સ્થાનિક અર્થતંત્રને પણ વેગ આપે છે. તેમણે કલા જગત સાથે જોડાયેલા સૌ કલાકાર કસબીઓને તેમના સોશિયલ મિડિયા હેન્ડલ્સ પરથી લોકોને સ્વદેશી વસ્તુઓ અપનાવવા માટેની અપીલ કરવાની પણ પ્રેરણા આપી હતી.

મુખ્યમંત્રીશ્રીના હસ્તે ઓપરેશન સિંદૂરને સાંકળી લેતી વિષય વસ્તુઓ સાથેના ગરબા પણ લોન્ચ કરવામાં આવ્યા હતા. આ ગરબામાં પોતાનો સૂર આપનાર જાણીતા લોકગાયક શ્રી કીર્તિદાન ગઢવી પણ આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીના તથા માહિતી અને પ્રસારણ વિભાગના અધિક અગ્રસચિવ શ્રીમતિ અવંતિકા સિંઘે સ્વાગત પ્રવચન કરતા ચલચિત્ર પારિતોષિક વિતરણની વિવિધ કેટેગરીમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા સૌને અભિનંદન પાઠવ્યા હતા.

તેમણે જણાવ્યું કે વર્ષ ૧૯૩૨માં ફિલ્મ ‘નરસિંહ મહેતા’થી શરૂ થયેલી ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની આ મનોરંજક સફર અનેકવિધ ઉતાર ચડાવોથી ભરેલી રહી છે. અનેક આરોહ અવરોહથી ભરેલી નવ દાયકાની આ સફરમાં આ ગુજરાતી સિનેમાએ સંઘર્ષનો સમય પણ જોયો અને સુવર્ણકાળ પણ જોયો છે.

ગુજરાતી પ્રજાની સર્જનાત્મકતા, સાહસ અને ખમીરના કારણે ગુજરાતી સિનેમા ગામડાની સીમથી શરૂ કરીને વિશ્વના મંચ સુધી પહોંચી છે. ફિલ્મો સામાજિક મૂલ્યો, પરંપરાઓ અને સંસ્કૃતિને જનમાનસ સુધી પહોંચાડે છે, એટલે જ ફિલ્મોને સમાજનો અરીસો કહેવાય છે. ગુજરાતી ફિલ્મો થકી આપણી વિરાસત અને વિકાસ વિશ્વ સુધી પહોંચશે એમ તેમણે ઉમેર્યું હતું.

માહિતી નિયામક શ્રી કિશોર બચાણી, અધિક માહિતી નિયામક શ્રી અરવિંદ પટેલ સહિતના માહિતી અધિકારીઓ, સ્થાનિક કાઉન્સિલરશ્રીઓ, સામાજિક અને રાજકીય અગ્રણીઓ તથા ગુજરાતી ફિલ્મજગતના જાણીતા નિર્માતાઓ, દિગ્દર્શકો, અભિનેતાઓ સહિત મોટી સંખ્યામાં કલાકારો ઉપસ્થિત રહ્યા હતા.
———-
[9/20, 9:38 PM] Dilip Gajjar.Mahiti.Press: https://drive.google.com/drive/folders/1WdnYgdu95MKP-6yQl_mPks_aIZ4Y8uT7?usp=sharing

*****************************

[9/19, 2:50 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દહેગામ અને રૂપાલ ખાતે “સ્વસ્થ નારી સશકત પરિવાર”અભિયાન અંતર્ગત આરોગ્ય કેમ્પ યોજવામાં આવ્યા*
******************
*દહેગામની ૬૦ અને રૂપાલની ૧૫ સગર્ભાઓની નિષ્ણાંત દ્વારા તપાસ: ડાયાબિટીસ, બ્લડપ્રેશર અને કેન્સરનું સ્ક્રિનિંગ કરાયું*
*********
ગાંધીનગર તા. ૧૯ સપ્ટેમ્બર-પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દહેગામ અને રૂપાલ ખાતે “સ્વસ્થ નારી સશક્ત પરિવાર” અભિયાન અંતર્ગત કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખુશી હોસ્પિટલ દહેગામના સ્ત્રીરોગ નિષ્ણાંત દ્વારા ૬૦ અને રેવાબાઈ હોસ્પિટલ સરઢવના સ્ત્રીરોગ નિષ્ણાંત દ્વારા ૧૫ સગર્ભાઓની તપાસ કરવામાં આવી હતી.

આરોગ્ય શિબિરમાં સ્ત્રીરોગ નિષ્ણાંત ડોકટર દ્વારા સગર્ભા, ધાત્રી માતાઓ અને કિશોરીઓને સ્વાસ્થ્યને લગતું, તથા અન્ય લોકોને વ્યસન મુક્તિ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કેમ્પમાં લાભાર્થીઓનું ડાયાબિટીસ, બ્લડપ્રેશર અને કેન્સરનું સ્ક્રિનિંગ કરી, સગર્ભા સ્ત્રીઓના બ્લડ ગૃપ, વજન વગેરે રિપોર્ટ કરી જરૂરી દવાઓ આપવામાં આવી હતી. દહેગામ સામૂહિક આરોગ્ય કેન્દ્રના હોમિયોપેથીક ડોક્ટર દ્વારા હોમિયોપેથીક દવાઓનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.
******* અશ્વિન ઘટાડ
[9/19, 3:06 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *હિન્દી દલિત સાહિત્ય અકાદમી દ્વારા ભારતીય જ્ઞાન પરંપરા અને હિન્દી ઇતિહાસ વિષય પર રાષ્ટ્રીય સંગોષ્ઠી કાર્યક્રમ યોજાયો*
………………

*ત્રણ સત્રમાં હિન્દી ભાષામાં ભક્તિ કાળ, રામાયણ સાહિત્યમાં જ્ઞાન પરંપરા અને નિર્ગુણ કવિઓ વિષે વિસ્તૃત ચર્ચા કરાઈ*
………………

ગુજરાત સાહિત્ય અકાદમી, હિન્દી દલિત સાહિત્ય અકાદમી અને ચૌધરી કોલેજ ઓફ એજ્યુકેશનના સંયુક્ત ઉપક્રમે તા.૧૮ સપ્ટેમ્બર ના રોજ “ભારતીય જ્ઞાન પરંપરા મે હિન્દી સાહિત્ય”વિષય પર રાષ્ટ્રીય સંગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય જ્ઞાન પરંપરાએ ભારતીય સંસ્કૃતિની ઓળખાણ છે. નવી શિક્ષા નીતિ ૨૦૨૦ અનુસાર યુવા પેઢીમાં માનવીય મૂલ્યનું સ્થાપન થાય, ડિજિટલ સોશિયલ મીડિયાના અતિક્રમણ થી મુક્ત રહી રાષ્ટ્ર નિર્માણ અને વિકાસમાં યોગદાન આપવા સશક્ત બને એવા ઉદેશ્ય સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
સંગોષ્ઠીના પ્રથમ સત્ર ભારતીય જ્ઞાન પરંપરાના અધ્યક્ષ તરીકે ડો. વૈષ્ણવ હતા ,પાર્વતી ગોસાઈ (વિદ્યાનગર) અને ડૉ. જયંતિભાઈ ચૌધરીએ રામાયણ સાહિત્યમાં જ્ઞાન પરંપરા ના ઉદાહરણો રજૂ કર્યા ડૉ. કે. વૈષ્ણવે અધ્યક્ષીય ભાષણ આપ્યું.

હિન્દી સાહિત્યમાં ધ્યાન પરંપરાના વિષય પર વિવેકાનંદ આર્ટસ કોલેજના આચાર્યશ્રી ડો. મમતા શર્માની અધ્યક્ષતામાં વક્તા તરીકે સંત કબીર એવોર્ડ વિજેતા શ્રી બાલકદાસ તથા ચૌધરી કોલેજ ઓફ એજ્યુકેશનના આચાર્ય દિનેશભાઈ ચૌધરીએ કબીર વાણી બ્રહ્માંડ વિષે વાત કરી હતી. દિનેશભાઈએ હિન્દી સાહિત્યમાં ભક્તિકાળના આગમન અને નિર્ગુણ ભક્તિના કવિઓ વિષે વિસ્તૃત ચર્ચા કરી હતી.

ત્રીજા સત્રમાં ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદના હિન્દી વિભાગના અધ્યક્ષ ડો જશવંતભાઈ પંડ્યાના માર્ગદર્શન હેઠળ વક્તા પ્રોફેસર સુનિલકુમાર બારીઆ, કચ્છી ભાષાના મહેશ્વરી સમાજના ડો. માધવે ભારતીય જ્ઞાન પરંપરા અંગે છણાવટ કરી હતી.
આ પ્રસંગે હિન્દી દિવસ નિમિત્તે યોજવામાં આવેલ નિબંધ સ્પર્ધાના ત્રણ વિજેતા સ્પર્ધકોને રોકડ તથા ભાગ લેનારોને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર અપાયા તથા અંતે રાષ્ટ્રગાન સાથે સેમિનારનું સમાપન કરવામાં આવ્યું હતું.

સંગોષ્ઠિના અધ્યક્ષ શ્રી એસ.એચ ચૌધરી, શ્રી ડો શંકરસિંહજી રાણા, વક્તા ડોક્ટર સુનિલકુમાર, સાહિત્ય અકાદમીના પ્રતિનિધિ રિધ્ધીબા ઝણકાટ, શ્રી રણછોડભાઈ ચૌધરી, બાબુભાઈ ચૌધરી, ચૌધરી કોલેજ ઓફ એજ્યુકેશનના પ્રિન્સિપાલ ડોક્ટર દિનેશભાઈ પટેલ, સંત શ્રી બાલકદાસ, શ્રી કાનજીભાઈ મહેશ્વરી, ડો મમતા શર્મા, ડો જશવંતભાઈ પંડ્યા, ડો સુનિલ બારીયા, ડો આર એચ વણકર, ડો ધનંજય ચૌહાણ, હિન્દી દલિત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ડો નરસિંહદાસ વણકર, ઉપાધ્યક્ષ ડો કલ્યાણ વૈષ્ણવ, બી.એડ કોલેજની તાલીમાર્થીઓ, ચૌધરી કોલેજ કેમ્પસની ભગીની સંસ્થાઓના આચાર્યશ્રીઓ, ગુજરાતની વિવિધ કોલેજના હિન્દીના અધ્યાપક મિત્રો, અનેક વક્તાઓએ આ વિષય સંદર્ભે પોતાના વિચારો રજૂ કર્યા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો કલ્યાણ વૈષ્ણવે કર્યું તેમજ કાર્યક્રમમાં કબીર એવોર્ડ વિજેતા અને દાસી જીવણ એવોર્ડ વિજેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦૦
વંદન સોલંકી
[9/19, 3:45 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *મેરા યુવા ભારત ગાંધીનગર અને શ્રી ગાયત્રી વિદ્યામંદિર,લીહોડા દ્વારા વડાપ્રધાન શ્રી મોદીના જન્મદિનની વિકાસ દિવસ તરીકે ઉજવણી કરાઈ*
૦૦૦૦૦૦૦૦
ગાંધીનગર તા. ૧૯ સપ્ટેમ્બર-, ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલયના મેરા યુવા ભારત – ગાંધીનગર તથા શ્રી ગાયત્રી વિદ્યામંદિર લિહોડાના સંયુક્ત ઉપક્રમે તા.૧૭ સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે વિદ્યાર્થીઓ માટે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરી વિકાસ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
જેમાં મેરા યુવા ભારત ગાંધીનગરના શ્રી દિપભાઈ પટેલે વિદ્યાર્થીઓને કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવતી વિકાસલક્ષી યોજનાઓની જાણકારી આપી હતી. કાર્યક્રમમાં કૌશિકાબેન પટેલના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓની ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિજેતા વિદ્યાર્થીઓને અધ્યક્ષ શ્રી ભુમિકાબેન પટેલના હસ્તે ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ચિત્ર સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ભેટ આપવામાં આવી તેમજ કાર્યક્રમના અંતે શાળામાં આમંત્રિત મહેમાનોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
૦૦૦૦૦૦૦
દિવ્યા ત્રિવેદી
[9/19, 5:27 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *માર્ગ મકાન વિભાગ (પંચાયત) દ્વારા દહેગામ તાલુકાના હરસોલી-કડાદરા-ઝાંક રસ્તાને પહોળો અને વધુ મજબૂત બનાવવામાં આવશે*
૦૦૦૦૦૦૦
*અંદાજે રૂ.૯.૫૦ કરોડના ખર્ચે થશે ૭ કિ.મી. લાંબા રોડનું નવિનીકરણ: ક્રોસ ડ્રેનેજ તથા સ્લેબ કલ્વર્ટ માટે ડાયવર્ઝનની કામગીરી પ્રગતિમાં*
૦૦૦૦૦૦૦
ગાંધીનગર તા.૧૯ સપ્ટેમ્બર- રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા ચોમાસાના વિરામ બાદ જિલ્લામાં વરસાદમાં ધોવાણ થઈ ચૂકેલા રસ્તાઓને ફરી સુદ્રઢ બનાવવાનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. જ્યાં અંતર્ગત ગાંધીનગર જિલ્લાના માર્ગ મકાન વિભાગ (પંચાયત) દ્વારા રસ્તાઓના નવીનીકરણનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
વિભાગ દ્વારા દહેગામ તાલુકાના હરસોલી-કડાદરા- ઝાંક રસ્તાને પહોળો અને વધુ મજબૂત બનાવવામાં આવશે. તે માટે હાલમાં રસ્તાને પહોળો કરવાની કામગીરી ચાલુ છે. આ સાથે જ ૭ કિલોમીટર લંબાઇ ધરાવતા આ રસ્તામાં આવતા ત્રણ ક્રોસ ડ્રેનેજનું કામ પણ હાલમાં પ્રગતિ હેઠળ છે.
મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત આ રસ્તાને ૭ મીટર પહોળો કરવામાં આવશે, સાથે જ વરસાદી પાણી ભરાવાને લીધે કાયમી તૂટી જતા રસ્તાના ૧૨૫૦ મીટર જેટલા ભાગને સી.સી.રોડ બનાવી વધુ મજબૂત કરવામાં આવશે. અંદાજે ૯.૫૦ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનાર આ રોડમાં ૧.૫૦ કરોડના ખર્ચે નવો સ્લેબ કલ્વર્ટ પણ બનાવવામાં આવશે જેના માટે હાલ ડાયવર્ઝનનું કામ હાથ ધરાયું છે.
આ રોડના નવીનીકરણ અને સુદ્રઢીકરણથી હરસોલી, કડાદરા અને ઝાંખ ગામના લોકોને આવાગમન અને પરિવહન માટે સુગમતા રહેશે. ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યાથી મુક્તિ મળશે તેમજ નજીકના અન્ય ગ્રામ વિસ્તારો સુધી પહોંચવા વધુ ઝડપી પરિવહન કરી શકાશે.
૦૦૦૦૦૦૦૦
*દિવ્યા ત્રિવેદી*
[9/19, 5:30 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *આત્મા પ્રોજેક્ટ ગાંધીનગર દ્વારા દેહગામ ખાતે ખેડૂત વૈજ્ઞાનિક ગોષ્ઠિ કાર્યક્રમ યોજાયો: ૯૦ થી વધુ પ્રગતિશીલ ખેડૂતો બન્યા સહભાગી*
૦૦૦૦૦૦૦
*પ્રાકૃતિક ખેતીમાં રોગ અને જીવાત વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું, ખેડૂતોએ સ્વચ્છતા શપથ ગ્રહણ કર્યા*
૦૦૦૦૦૦૦૦
ગાંધીનગર તા. ૧૮ સપ્ટેમ્બર-આત્મા પ્રોજેક્ટ ગાંધીનગર દ્વારા પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી પરાગભાઈ કેવડીયાના માર્ગદર્શન હેઠળ ફળ સંશોધન કેન્દ્ર દહેગામ ખાતે ખેડૂત વૈજ્ઞાનિક ગોષ્ઠિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં દહેગામ અને ગાંધીનગર તાલુકાના ૯૦ થી વધુ પ્રગતિશીલ ખેડૂતોએ ભાગ લીધો હતો.
આ કાર્યક્રમમાં પ્રાકૃતિક ખેતીમાં રોગ અને જીવાત વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તથા પ્રાકૃતિક કૃષિ થકી ગામડાથી લઈ દેશ સુધી દરેક પરિવાર સ્વસ્થ અને સુરક્ષિત રહે તે માટે ઉપસ્થિત ખેડૂત મિત્રોને પ્રાકૃતિક ખેતી કરવા અને પ્રકૃતિ તરફ પાછા વળવા માટે આહવાન કરવામાં આવ્યું હતું.
આત્મા પ્રોજેક્ટ દ્વારા “સ્વચ્છતા હી સેવા” અભિયાન અંતર્ગત દરેક ખેડૂત મિત્રોને સ્વચ્છતા જાળવવા અને તેનું પાલન કરવા માટે અપીલ કરવામાં આવી હતી. ઉપસ્થિત સર્વેએ સ્વચ્છતા શપથ ગ્રહણ કરી સ્વચ્છ ભારતના નિર્માણમાં સહયોગી બનવા સંકલ્પ કર્યો હતો.
ખેડૂત વૈજ્ઞાનિક ગોષ્ઠિ પ્રસંગે આત્મા પ્રોજેક્ટ ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી સહદેવસિંહ ચાવડા, આસિસ્ટન્ટ ટેકનોલોજી મેનેજર શ્રી અશ્વિનભાઈ પટેલ, શ્રી ખુશાલસિંહ વિહોલ, પશુપાલન વિભાગના નિવૃત્ત ડો.મનહરભાઈ પટેલ, જીજીઆરસી તરફથી ચિરાગભાઈ પટેલ તથા ફળ સંશોધન કેન્દ્રના ડો.શિલ્પાબેન રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦૦
*દિવ્યા ત્રિવેદી*
[9/19, 6:01 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *”સ્વસ્થ નારી સશક્ત પરિવાર” અભિયાન અન્વયે ગાંધીનગર જિલ્લામાં કુલ ૧૭૫ કેમ્પ યોજવામાં આવ્યા*
૦૦૦૦૦૦૦
*જિલ્લાના કુલ ૧૪,૫૦૬ લાભાર્થીઓએ કેમ્પનો મેળવ્યો લાભ:૨૬ લોકોએ રકતદાન, ૧૮ લોકોએ નિક્ષય મિત્ર તરીકે જોડાઈ સમાજસેવામાં પ્રદાન આપ્યું*
૦૦૦૦૦૦૦
ગાંધીનગર તા. ૧૯ સપ્ટેમ્બર- સમગ્ર રાજ્યમાં “સ્વસ્થ નારી સશક્ત પરિવાર” અભિયાન દ્વારા મહિલાઓના સ્વાસ્થ્યને કેન્દ્રિત તથા અન્ય સ્વાસ્થ્યલક્ષી સેવાઓ ગામડે-ગામડે કેમ્પના માધ્યમથી પહોંચાડવામાં આવી રહી છે. આ અભિયાન અન્વયે આજે ત્રીજા દિવસે ગાંધીનગર જિલ્લામાં કુલ ૧૭૫ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૭ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે,૭ સામૂહિક આરોગ્ય કેન્દ્ર, ૫ શહેરી આરોગ્ય કેન્દ્ર, પ અર્બન આયુષ્માન આરોગ્ય મંદિર અને ૧૪૧ આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે કેમ્પ યોજાયા હતા જેનો કુલ ૧૪ હજાર ૫૦૬ લાભાર્થીઓએ લાભ મેળવ્યો હતો.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી તેમજ અધિક જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કેમ્પોમાં અલગ-અલગ બીમારી માટે તપાસ અને સારવાર આપવામાં આવી હતી. સાથે જ કેમ્પમાં ૨૬ લોકોએ રક્તદાન કર્યું તેમજ નવા ૧૮ નિક્ષય મિત્રોએ નોંધણી કરાવી સમાજસેવામાં પ્રદાન આપ્યું હતું. ૪૯૨ લાભાર્થીને પી.એમ.જે.વાય.કાર્ડ આપવામાં આવ્યા અને ૯૧૫ સગર્ભા માતાની નિ:શુલ્ક લેબોરેટરી તપાસ પણ કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, “સ્વસ્થ નારી સશકત પરિવાર” અભિયાન અંતર્ગત તા. ૦૨ ઓકટોબર સુધી આરોગ્ય કેમ્પ યોજી રસીકરણ, આરોગ્ય તપાસ, ટી.બી. સ્ક્રીનીંગ, આયુષ્માન કાર્ડ વગેરે સેવાઓ આપવામાં આવશે.
૦૦૦૦૦૦૦૦
*દિવ્યા ત્રિવેદી*
[9/20, 12:13 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા તા.૨૩ સપ્ટેમ્બરે ગાંધીનગરના કોસમોસ મેનપાવર પ્રા.લી. ખાતે રોજગાર ભરતીમેળો યોજાશે*
૦૦૦૦૦૦૦૦
ગાંધીનગર તા. ૨૦ સપ્ટેમ્બર- જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ગાંધીનગર દ્વારા રોજગારવાંચ્છુ ઉમેદવારોના લાભાર્થે તા.૨૩/૦૯/૨૦૨૫નાં રોજ સવારે ૧૦ કલાકે કોસમોસ મેનપાવર પ્રા. લી., બી-૧૮૩/૧૮૪, જી.આઈ.ડી.સી.. સેક્ટર-૨૫, ગાંધીનગર ખાતે રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ રોજગાર ભરતીમેળામાં કોસમોસ મેનપાવર પ્રા.લી. ગાંધીનગર દ્વારા કુશળ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવશે. જેમાં ૧૮ થી ૩૫ વર્ષની ઉમરના ધો.૧૦ પાસ, ધો.૧૨ પાસ, ડિપ્લોમા, આઈ.ટી.આઈ. તમામ ટ્રેડના કોઈ પણ સ્નાતક કક્ષાનાં ઉત્તીર્ણ થયેલ ફક્ત શારીરિક સશક્ત ઉમેદવારો ભાગ લઈ શકશે. ઇચ્છુક ઉમેદવાર અનુબંધમ પોર્ટલ https://anubandham.gujarat.gov.in ઉપર રજીસ્ટ્રેશન કરી શકશે. આ રોજગાર ભરતી મેળાનું અનુબંધમ જોબફેર આઈ.ડી JF573584034 છે.
ભરતીમેળામાં અસલ પ્રમાણપત્રોની ઝેરોક્ષ નકલો અને બાયોડેટા સાથે લાવવાના રહેશે. આ ભરતીમેળામાં રોજગાર કચેરીમાં નામ નોંધણી કરાવેલ અને નોંધણી વગરના માત્ર ગાંધીનગર જિલ્લાનાં જ રોજગારવાંચ્છુ ઉમેદવારો ભાગ લઈ શકશે, એમ જિલ્લા રોજગાર અધિકારીની યાદી દ્વારા જણાવાયું છે.
૦૦૦૦૦૦૦૦
દિવ્યા ત્રિવેદી
[9/20, 3:37 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *ગાંધીનગર જિલ્લામાં કલેકટરશ્રી મેહુલ કે.દવેની અધ્યક્ષતામાં મળી સપ્ટેમ્બર માસની જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક*
૦૦૦૦૦૦૦
*જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં ગાંધીનગર જીલ્લાના નાગરીકોની સુખાકારી અને સુવિધા માટે ચર્ચા કરવામાં આવી*
૦૦૦૦૦૦૦
*વહીવટી કામગીરીને ઝડપી , પારદર્શક અને પરિણામ સભર બનાવવા નાગરિકોની સુવિધા અને સુખાકારીના મુખ્ય ધ્યેય સાથે ટીમવર્કની ભાવના અને જનસેવાના સંકલ્પ થકી કાર્ય કરવા અધિકારીઓને અનુરોધ – કલેક્ટરશ્રી મેહુલ કે.દવે*
૦૦૦૦૦૦
ગાંધીનગર તા. ૨૦ સપ્ટેમ્બર- ગાંધીનગર જિલ્લા કલેકટર કચેરી ખાતે કલેક્ટરશ્રી મેહુલ કે.દવેના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળી હતી.
સંકલન બેઠકમાં રજૂ કરવામાં આવેલા વીજળી, રોડ રસ્તા, આવાસ,બસ સુવિધા તથા નેશનલ હાઈવે ઓથોરિટીને લગતા વિકાસકામો અંગેના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત બેઠક અંતર્ગત નિવૃત્ત થતા કર્મચારીઓના પેન્શન, સરકારી લેણાં, કર્મચારીઓને મળતા લાભ, લોક અરજીના નિકાલ અંગે પણ ચર્ચા કરવામાં આવી.
લોકોની અરજીઓના યોગ્ય નિકાલ થાય અને વહીવટી કામગીરીને ઝડપી , પારદર્શક અને પરિણામ સભર બનાવવા પણ કલેકટર શ્રી ગાંધીનગર દ્વારા ઉપસ્થિત અધિકારીઓને સૂચન આપતા જણાવાયું હતું કે, જનતાના પ્રશ્નો અને તેના સોલ્યુશન વચ્ચે અધિકારી મધ્યસ્થ માધ્યમ છે, નાગરિકોની સુવિધા અને સુખાકારી એ આપણો મુખ્ય ધ્યેય હોવો જોઈએ. સાથે જ કલેક્ટરશ્રીએ ટીમવર્કની ભાવના અને જનસેવાના સંકલ્પ સાથે કાર્ય કરવા અધિકારીઓને અનુરોધ કર્યો હતો.
આ બેઠકમાં માણસા ધારાસભ્યશ્રી જે.એસ. પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી બી.જે પટેલ, નિવાસી અધિક કલેક્ટરશ્રી નિશા શર્મા, પાર્થ કોટડીયા સહિત જિલ્લા સંકલન સમિતિના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
૦૦૦૦૦૦૦૦
દિવ્યા ત્રિવેદી
[9/20, 3:39 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *માર્ગ મકાન વિભાગ (પંચાયત) દ્વારા અંદાજે રૂ.૧૦.૪૫ કરોડના ખર્ચે કોલવડા-સોનીપુર-રૂપાલ-આમજા રસ્તાને પહોળો અને વધુ મજબૂત બનાવવામાં આવશે*
૦૦૦૦૦૦૦
*જિલ્લામાં તમામ રોડની મરામત હાથ ધરાઈ, નવીનીકરણ અને પેચવર્ક કાર્ય પૂરજોશમાં*
૦૦૦૦૦૦૦
ગાંધીનગર તા.૨૦ સપ્ટેમ્બર- રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા ચોમાસાના વિરામ બાદ જિલ્લામાં વરસાદમાં ધોવાણ થઈ ચૂકેલા રસ્તાઓને ફરી સુદ્રઢ બનાવવાનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે.ગાંધીનગર જિલ્લાના માર્ગ મકાન વિભાગ (પંચાયત) દ્વારા માર્ગો પર પેચ વર્ક સાથે જ માર્ગોના નવીનીકરણની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે.
વિભાગ દ્વારા જિલ્લાના કોલવડા- સોનીપુર- રૂપાલ-આમજાના રસ્તાને પહોળો અને વધુ મજબૂત બનાવવામાં આવશે. તે માટે હાલમાં રસ્તાને પહોળો કરવાની કામગીરી ચાલુ છે. જેમાં રસ્તાને હાલની ૩.૭૫ મીટરની પહોળાઈ થી વધારે ૫.૫૦ મીટર સુધી પહોળો કરવામાં આવશે. અંદાજિત ૧૦.૪૫ કરોડના ખર્ચે ૧૦ કિ.મી. લાંબા આ રોડનું નવીનીકરણ કરવામાં આવશે.
આ સાથે જ વિભાગ દ્વારા જિલ્લાના તમામ રસ્તાઓની મરામતની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે.જે અન્વયે સાદરા એપ્રોચ રોડ – સાદરા પ્રવેશ માર્ગ પર પેચ વર્ક કરવામાં આવ્યું હતું. આ રોડ મોતીપુરા, જાખોરા,રાજપુરા જેવા કુલ છ ગામોને મુખ્ય બજાર સાથે જોડતો અગત્યનો રોડ છે. ચોમાસામાં થયેલ નુકસાન બાદ હાલ વરસાદના વિરામે વિભાગ દ્વારા રસ્તાઓને સુદ્રઢ બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે.
ગા રસ્તાઓના નવીનીકરણ અને પેચ વર્કથી ગ્રામ્ય લોકોને આવાગમન અને પરિવહન માટે સુગમતા રહેશે તેમજ નજીકના અન્ય ગ્રામ વિસ્તારો સુધી પહોંચવા વધુ ઝડપી પરિવહન કરી શકાશે.
૦૦૦૦૦૦૦૦
*દિવ્યા ત્રિવેદી*
[9/20, 3:40 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *જિલ્લા પંચાયત ખાતે ૨૩ સપ્ટેમ્બરના રોજ ધનવંતરી યજ્ઞનું આયોજન કરાયું*
૦૦૦૦૦૦૦૦
*યજ્ઞમાં આહુતિ, આયુર્વેદ પ્રદર્શન તથા પ્રકૃતિ પરીક્ષણ કેમ્પનો લાભ લેવા ગાંધીનગરવાસીઓને અનુરોધ*
૦૦૦૦૦૦૦૦
ગાંધીનગર તા. ૨૦ સપ્ટેમ્બર- જિલ્લા પંચાયત ગાંધીનગરની આયુર્વેદ શાખા દ્વારા તા. ૨૩ સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ નિમિત્તે “આયુર્વેદ ફોર પીપલ એન્ડ પ્લાનેટ” થીમ અંતર્ગત “ધનવંતરી યજ્ઞ” નું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા પંચાયતના પ્રાંગણમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી તથા આરોગ્ય સમિતિના ચેરમેનશ્રીના યજમાન પદે ધનવંતરી યજ્ઞ કરવામાં આવશે.
આ સાથે જ આયુર્વેદ પ્રદર્શન તથા પ્રકૃતિ પરીક્ષણ કેમ્પ યોજાશે, જેમાં દિનચર્યા, ઋતુ ચર્યા, ઘર આંગણાની વનસ્પતિઓના ઔષધીય ઉપયોગો, રસોડાના ઔષધોના ઉપયોગો તથા આયુર્વેદના સિદ્ધાંતો વિશે રસપ્રદ માહિતી પ્રદર્શિત કરવામાં આવશે. પ્રકૃતિ પરીક્ષણ એટલે કે શરીરની તાસીર અંગે સવારે ૧૦:૦૦ થી સાંજે ૪:૦૦ વાગ્યા સુધીમાં વૈદ્ય દ્વારા પ્રકૃતિને (તાસીર)જાણી તે મુજબના આહારવિહાર અને દિનચર્યા અંગે માર્ગદર્શન આપવામાં આવશે.
આ દસમાં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ નિમિત્તે તા.૨૩/૦૯/૨૦૨૫ના સવારે ૧૦:૦૦ થી ૧:૩૦ વાગ્યા સુધીમાં ધનવંતરી યજ્ઞમાં આહુતિ આપવા તેમજ પ્રકૃતિ પરીક્ષણ સેવાનો લાભ લેવા જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રી ભાવનાબેન પટેલની યાદી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
૦૦૦૦૦૦૦૦૦
*દિવ્યા ત્રિવેદી*
[9/20, 4:11 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *કલેકટર શ્રી મેહુલ દવેના અધ્યક્ષ સ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઈ*
૦૦૦૦૦૦૦૦
*માણસા તાલુકાના ૬ સહિત નવા ૭ ગામોને નવીન બોર,પંપિંગ મશીનરી માટે મંજૂરી*
૦૦૦૦૦૦૦૦
ગાંધીનગર તા. ૨૦ સપ્ટેમ્બર-કલેકટર શ્રી મેહુલ દવેના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરી ખાતે જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં માણસા, કલોલ અને દેહગામ તાલુકાના જુદા જુદા ગામો માટે પીવાના પાણી માટે કરવાના થતા નવિન બોર અને પંપીંગ મશીનરી, એસેસરીઝ, વિજળીકરણ તથા સંલગ્ન કામો વિષે ચર્ચા કરવામાં આવી હતી.
જાહેર આરોગ્ય યાંત્રિક પેટા વિભાગ, ગાંધીનગર દ્વારા જરૂરી સર્વેક્ષણ કરાવી જે ગામમાં નવિન બોર અને પંપીગ મશીનરી, એસેસરીઝ, વિજળીકરણના કામોની જરૂરીયાત અંગે તપાસ કરવામાં આવી હતી. જેમાં નવા ૭ ગામો માણસા તાલુકાના લોદરા(જૂની ભાગોળ), લોદરા(એસ.સી.એસ.પી), વેડા, બાલવા, બદપુરા, ઈશ્વરપુરા તથા કલોલ તાલુકાના ઉનાલી ગામને બોર માટે મંજૂરી આપવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી બી.જે પટેલ, નિવાસી અધિક કલેક્ટરશ્રી નિશા શર્મા, પાર્થ કોટડીયા, વાસ્મોના અધિકારીશ્રી સહિત સંલગ્ન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
૦૦૦૦૦૦૦
*દિવ્યા ત્રિવેદી*
[9/20, 4:26 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *સ્વચ્છતા અભિયાન અંતર્ગત દહેગામ તાલુકાના કડાદરા ગામે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ માટે ઈ-રીક્ષા તથા કમ્પોસ્ટ પીટનું લોકાર્પણ કરાયું*
૦૦૦૦૦૦૦૦
ગાંધીનગર તા. ૨૦ સપ્ટેમ્બર- વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિનથી સમગ્ર રાષ્ટ્રમાં સ્વચ્છોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત આજરોજ દહેગામ તાલુકાના કડાદરા ગામે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
સ્વચ્છતા અભિયાન દરમિયાન ગ્રામ પંચાયત દ્વારા ગામમાં ઘન કચરાના કલેક્શન માટે ઇ-રીક્ષાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. સાથે જ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ માટે કમ્પોસ્ટ પિટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ઘન કચરાના નિકાલ સાથે જ સેન્દ્રીય ખાતરના નિર્માણમાં આ કમ્પોસ્ટ પીટ મદદરૂપ બનશે. ગ્રામ વિસ્તારમાં સ્વચ્છતા જાળવવામાં અગ્રેસર બનવા કડાદરા ગ્રામ પંચાયત દ્વારા આ સરાહનીય પગલું લેવામાં આવ્યું છે, જેને ગ્રામજનોએ આવકાર્યું હતું.
૦૦૦૦૦૦૦૦૦૦
દિવ્યા ત્રિવેદી
[9/20, 4:44 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *પોષણ માહ અંતર્ગત માણસા તાલુકાના ઈટાદરા ઘટક ખાતે વિશેષ ઉજવણી કરવામાં આવી*
૦૦૦૦૦૦૦૦
*પોષણ સપથ, સગર્ભા, ધાત્રી માતાઓને અને કિશોરીઓને પોષણયુકત આહારની સમજ આપી, આરોગ્ય તપાસ કરાઈ*
૦૦૦૦૦૦૦૦
ગાંધીનગર તા. ૨૦ સપ્ટેમ્બર- ગુજરાત સરકાર દ્વારા તા. ૧૭ સપ્ટેમ્બર થી ૧૬ ઓક્ટોબર દરમિયાન ‘‘પોષણ માસ’’ની ઉજવણી કરવામાં આવી રહી છે. ચાલુ વર્ષે આઠમા પોષણ માસની ઉજવણી સમગ્ર ભારતમાં થઈ રહી છે, જેના ભાગરૂપે માણસા તાલુકાના ઈટાદરા ઘટક ખાતે આંગણવાડી કેંદ્રોમાં પોષણ માસની ઉજવણી આઈ.સી.ડી.એસ વિભાગ દ્રારા કરવામાં આવી રહી છે.
પોષણ માહ અંતર્ગત આઈ.સી.ડી.એસ. વિભાગના ઈટાદરા ઘટક દ્વારા પોષણ સપથ, સગર્ભા, ધાત્રી માતાઓને અને કિશોરીઓને પોષણ યુકત આહારની સમજ, ટી.એચ.આર માંથી બનતી જુદી જુદી વાનગીઓની સમજ આપી ઉજવણી વગેરે જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે જ આંગણવાડી ખાતે મહિલાઓના આરોગ્યની તપાસ કરવામાં આવી હતી.
પોષણ યુક્ત આહારથી બાળકો તથા મહિલાઓ અને કિશોરીઓ તંદુરસ્ત રહે અને સુપોષિત ભારત- સાક્ષર ભારત- સશક્ત ભારતના સૂત્રને સાચા અર્થમાં સાર્થક કરી શકાય તે માટે પોષણ માસ દરમિયાન વિવિધ કાર્યક્રમ દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે.
૦૦૦૦૦૦૦
*દિવ્યા ત્રિવેદી*
[9/20, 5:46 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *”સ્વસ્થ નારી સશક્ત પરિવાર” અભિયાન અન્વયે ગાંધીનગર જિલ્લામાં આજે ૧૬૦ સહિત ૪ દિવસમાં ૬૭૮ આરોગ્ય કેમ્પ યોજવામાં આવ્યા*
૦૦૦૦૦૦૦
*અંદાજિત ૫૮૩૨૦ લાભાર્થીઓએ કેમ્પોનો મેળવ્યો લાભ: આદર્શ નાગરિક તરીકે ઉત્કૃષ્ટ ઉદાહરણરૂપ ૪૫ લોકો રકતદાન, ૮૯ લોકો નિક્ષય મિત્ર તરીકે જોડાયા*
૦૦૦૦૦૦૦
ગાંધીનગર તા. ૨૦ સપ્ટેમ્બર- સમગ્ર રાજ્યમાં “સ્વસ્થ નારી સશક્ત પરિવાર” અભિયાન દ્વારા મહિલાઓના સ્વાસ્થ્યને કેન્દ્રિત તથા અન્ય સ્વાસ્થ્યલક્ષી સેવાઓ ગામડે-ગામડે કેમ્પના માધ્યમથી પહોંચાડવામાં આવી રહી છે. આ અભિયાન અન્વયે આજે ગાંધીનગર જિલ્લામાં કુલ ૧૬૦ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૨૧ સ્પેશ્યાલિસ્ટ કેમ્પ સાથે ૧૩૯ સ્ક્રીનીંગ કેમ્પ યોજાયા હતા, જેનો કુલ ૮ હજાર ૬૬૫ લાભાર્થીઓએ લાભ મેળવ્યો હતો.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી તેમજ અધિક જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ હાલ સુધીમાં કુલ ૬૭૮ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો અંદાજીત ૫૮,૩૨૦થી વધુ લોકોએ લાભ મેળવ્યો હતો. આજના કેમ્પમાં ૪૩૭૮ પુરુષોએ તેમજ ૪૨૮૭ મહિલાઓએ લાભ લીધો હતો. જેમાં ડાયાબિટીસ, બ્લડપ્રેશર, મુખ, સ્તન અને ગર્ભાશયના મુખના કેન્સરની તપાસ, સગર્ભા માતાનું રસીકરણ, બાળકોનું રસીકરણ તેમજ ટીબી માટે સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું.
આજના કેમ્પમાં પણ નવા નિક્ષય મિત્રની નોંધણી કરવામાં આવી હતી, હાલ સુધીમાં કુલ મળીને ૮૯ નિક્ષયમિત્ર નોંધાયા છે જેમના દ્વારા ટી.બી.લાભાર્થીઓને નિક્ષય પોષણ સહાયક કીટ આપવામાં આવી હતી. કેમ્પમાં ૧૮ લાભાર્થી દ્વારા રકતદાન કરવામાં આવ્યું હતું. જે સાથે દિન સુધીના કેમ્પમાં કુલ ૪૫ લાભાર્થીઓએ રકતદાન કરી આદર્શ નાગરિક તરીકેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, “સ્વસ્થ નારી સશકત પરિવાર” અભિયાન અંતર્ગત તા. ૦૨ ઓકટોબર સુધી આરોગ્ય કેમ્પ યોજી રસીકરણ, આરોગ્ય તપાસ, ટી.બી. સ્ક્રીનીંગ, આયુષ્માન કાર્ડ વગેરે સેવાઓ આપવામાં આવશે.
૦૦૦૦૦૦૦૦
*દિવ્યા ત્રિવેદી*
[9/20, 6:39 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *પ્રવાસન અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ મંત્રી શ્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષ સ્થાને પ્રવીણ ગઢવી શબ્દાંજલી વિશેષાંક વિમોચન કાર્યક્રમ યોજાયો*
૦૦૦૦૦૦૦૦૦
*મૃત્યુ બાદ પણ લોકો યાદ કરે એ જ ઉત્તમ જીવન, સ્વર્ગીય પ્રવીણભાઈ ગઢવીએ સાહિત્ય અને વહીવટી કુશળતાનો ઉત્તમ સમન્વય*
*- મંત્રી શ્રી મૂળુભાઈ બેરા*
૦૦૦૦૦૦૦૦૦૦
ગાંધીનગર તા. ૨૦ સપ્ટેમ્બર-, વન-પર્યાવરણ, પ્રવાસન અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના મંત્રી શ્રી મુળુભાઇ બેરાના અધ્યક્ષ સ્થાને સમર્થ સાહિત્યકાર અને સંવેદનશીલ સનદી અધિકારી: પ્રવીણ ગઢવી શબ્દાંજલિ વિશેષાંક વિમોચન કાર્યક્રમ યોજાયો હતો.
વિમોચન પ્રસંગે મંત્રી શ્રી મુળુભાઇ બેરાએ જણાવ્યું હતું કે, માણસ કેટલો જીવ્યો એ મહત્વનું નહીં, પણ કેવું જીવ્યુંએ મહત્વનું છે. મૃત્યુ બાદ પણ લોકો યાદ કરે એ જ ઉત્તમ જીવન કહી શકાય. સ્વર્ગીય પ્રવીણભાઈ ગઢવીએ સાહિત્ય અને વહીવટી કુશળતાનો ઉત્તમ સમન્વય હતા. વહીવટી ક્ષેત્રે તેમની પ્રામાણિકતા અને કાર્યકુશળતા ખૂબ ઉત્કૃષ્ટ હતી, સાથે જ તેમના વિચારોની ઊંડાઈ અને પ્રતિભાએ તેમના સાહિત્યમાં જોઈ શકાય છે.
તેમણે ઉમેર્યું હતું કે, આજના પ્રસંગે પ્રવીણભાઈના ઉત્કૃષ્ટ ગુણો અને સાહિત્યને હંમેશા યાદ રાખવાનો અવસર છે. તેમણે સ્વર્ગીય સનદી અધિકારી શ્રી પ્રવીણભાઈ ગઢવીના પરિવારને તથા સમાજને પુસ્તક સંકલન અને વિમોચન બદલ અભિનંદન પાઠવ્યા હતા.
મંત્રીશ્રીએ સ્વર્ગીય પ્રવીણભાઈ ગઢવી સાથેના તેમના ૨૦૦૩ થી ૨૦૦૭ દરમિયાનના કાર્યકાળને યાદ કરી સંસ્મરણો વાગોળ્યા હતા. મંત્રી શ્રી સહિત તમામ મહાનુભાવોએ “અંધારાની ફોજો સામે દીવડે દીધો પડકાર”, પ્રવીણ ગઢવી શબ્દાંજલી વિશેષાંકનું વિમોચન કર્યું હતું.
આ પ્રસંગે પૂર્વ મંત્રી શ્રી પરબતભાઈ પટેલ, નિવૃત આઈ.એ.એસ સર્વ શ્રી વસંતભાઈ ગઢવી, શ્રી અનીશભાઈ માંકડ, સર્જકો મનીષી જાની, હરીશ મંગલમ, ડંકેશ ઓઝા,ડો.અંબાલાલ રોહડીયા તથા સમગ્ર ગઢવી પરિવાર અને શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર આયોજન ગીતા પ્રવીણ ગઢવી, આસવ પ્રવીણ ગઢવી, અખિલ ગુજરાત ચારણ ગઢવી સમાજ ટ્રસ્ટ ગાંધીનગર, અખિલ ભારતીય ચારણ ગઢવી મહાસભા ગુજરાત એકમ અને ચરજ નેટવર્ક દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું.
૦૦૦૦૦૦૦૦
*દિવ્યા ત્રિવેદી*

*****************************

આપની આસપાસ બનતી ઘટનાઓના સમાચાર વિડિયો અને ફોટાઓ અમોને અમારા અખબારી આલમ અને ચેનલમાં પ્રસિદ્ધ કરવા માટે અમારા whatsapp નંબર 6353019026 ઉપર માહિતી મોકલી આપો.

અહીંયા કોઈપણ સમાચાર વિડિયો અને ફોટાઓ માત્ર જન જાગૃતિના ભાગરૂપે પ્રસિદ્ધ કરવામાં આવે છે તેમ છતાં કોઈને વાંધાજનક લાગે તો તંત્રી નો સંપર્ક કરીને ખરાઈ કરી શકે છે