*મુંબઈ* પોલીસે એક હાઈ પ્રોફાઈલ સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ સેક્સ રેકેટ એક થ્રી સ્ટાર હોટલમાંથી ચલાવવામાં આવતું હતું. પોલીસે દરોડા પાડીને એક 29 વર્ષની મહિલા દલાલ પ્રિયા શર્મા અને 3 અન્ય યુવતીઓને પકડી છે. પોલીસના જણાવ્યાં મુજબ જે ત્રણ યુવતીઓ પકડાઈ છે તેમાંથી એક સગીર છે. આ યુવતીઓ સીરિયલોમાં કામ કરે છે.
પોલીસે ગુરુવારે સાંજે અંધેરી ઈસ્ટની એક હોટલમાં દરોડા પાડ્યા હતાં. પોલીસના જણાવ્યાં મુજબ પ્રિયા શર્મા નામની આ દલાલ મહિલા ટુર્સ અને ટ્રાવેલ્સનો બિઝનેસ કરે છે અને તેની આડમાં મોટી મોટી હોટલોમાં દેહ વ્યાપાર માટે છોકરીઓને મોકલવાના આરોપમાં તેની ધરપકડ કરાઈ છે. પોલીસના ખબરીઓ ગ્રાહક બનીને પહોંચ્યા હતાં. ગ્રાહકોના રૂપમાં પોલીસે મોકલેલા ખબરીઓ ત્યાં દલાલ અને બાકીની 3 યુવતીઓને મળ્યા હતાં. ત્યારબાદ પોલીસે દરોડા પાડ્યા અને ત્રણેય મહિલાઓને છોડાવી.
પોલીસે આઈપીસીની અલગ અલગ ધારાઓ હેઠળ કેસ દાખલ કરીને મહિલા દલાલની ધરપકડ કરી છે. મહિલાએ પકડાયેલી યુવતીઓને દેહ વ્યાપારમાં ધકેલી હતી. બચાવવામાં આવેલી યુવતીઓમાંથી એક યુવતી સાવધાન ઈન્ડિયા ટીવી ક્રાઈમ શોમાં કામ કરે છે. અન્ય એક મહિલા કલાકાર મરાઠી ફિલ્મો અને સીરિયલ્સમાં કામ કરે છે.
ઈન્સ્પેક્ટર રેવલેએ જણાવ્યું કે સગીર યુવતી એક વેબ સિરીઝમાં કામ કરી ચૂકી છે