ઓપન લેટર
પ્રતિ શ્રી મુખ્યમંત્રી, ગુજરાત સરકાર
RTO કમિશ્નર
જય ભારત સાથ જણાવવા નું કે આપ ના રાજ્ય ગુજરાત માં નવા ડ્રાયવિંગ ના લર્નર્સ લાયસન્સ માટે અરજી કર્યા પછી ૩-૩ મહિના સુધી અપોઈન્ટમેન્ટ મળતી નથી અને જો મળે તો કદાચ અપોઈન્ટમેન્ટ ના નિર્ધારિત સમય માં અન્ય કારણોસર જો ટેસ્ટ માટે ના પહોંચાય તો ફરી થી ૩-૩ મહિના ના વેઇટિંગ પછી પણ અપોઈન્ટમેન્ટ નથી મળતી. સાહેબ જો સરકાર શ્રી વાહન ધારકો પાસે થી દંડ ઉઘરાવવા ના ટાર્ગેટ નક્કી કરતી હોય અને ફક્ત અને ફક્ત દંડ ની રકમ ની કમાણી માં જ રસ હોય તો યાદ રાખજો ૨૦૨૨ દૂર નથી. હજારો કરોડ ના દંડ ઉઘરાવ્યા પછી પણ ફક્ત એક ડ્રાયવિંગ ટેસ્ટ માટે ૩ – ૩ મહિના સુધી એક ટેસ્ટ ની અપોઈન્ટમેન્ટ ના મળી સકતી હોય તો આપ શ્રી એ ક્યાં તો વ્યવસ્થા સુધારવા ની જરૂર છે અથવા તો રાજીનામુ આપી અને લાયક લોકો ને સરકાર ચલાવવા આપવી જોઈએ. આપ શ્રી દ્વારા મૉટે ઉપાડે જાહેરાતો કરવા માં આવે છે કે જાહેર જનતા ના સુવધા ના ઉપક્રમે અમો એ ITI માં લર્નર્સ લાયસન્સ માટે વ્યવસ્થા ચાલુ કરેલ છે તો સાહેબ તમારા દીકરા/દીકરી નું એક વાર લાયસન્સ માટે અરજી કરી ને અખતરો કરી જુવો કે કેટલી વિસે અપોઈન્ટમેન્ટ મળે છે. સરકાર શ્રી દ્વારા ૧૯૧ કરોડ નું વિમાન ફક્ત મુખ્યમંત્રી માટે ખરીદવામાં આવે અને ગુજરાત ની જનતા એક લાયસન્સ માટે ૩-૩ મહિના રાહ જુવે તો આ વિરોધાભાસી વલણ માટે કોને જવાબદાર ગણીશું – સરકાર ને? જનતા ને ? કે પછી સરકારી બાબુ ઓ ને ?
સરકાર શ્રી ને એટલી જ અરજ કે RTO લાયસન્સ પ્રક્રિયા ની વ્યવસ્થા સુધારે અને જાહેર જનતા ને હેરાન ગતિ થી મુક્તિ આપે.
જય જય ગરવી ગુજરાત
એક ગુજરાતી