પાલીતાણા ભીલવાસ વિસ્તાર માથી જુગાર રમતા કુલ રૂ.૧૫,૩૫૦/-ના મુદામાલ સાથે ૧૦ શકુનીઓને પકડી પાડતી પાલીતાણા ટાઉન પોલીસ.
મ્હેરબાન ભાવનગર રેન્જ આઈજી અશોકકુમાર યાદવ સાહેબ તથા જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબના માર્ગદર્શન મુજબ તથા નાયબ પો.અધિ આર.એચ.જાડેજા સાહેબની સુચના મુજબ દારૂ-જુગારની પ્રવૃતીબંધ કરવા સુચના કરેલ હોય જે અનુસંધાને પાલીતાણા ટાઉન પો.સ્ટેના પોલીસ ઇન્સ્પેટરશ્રી એન.એમ.ચૌધરી સાહેબ ની સુચનાથી ડી-સ્ટાફના માણસો પો.સ્ટે વિસ્તારમા પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન પો.હેડ.કોન્સ ભરતભાઇ ચૌહાણ ને ખાનગી બાતમી રાહે હકિકત મળેલ કે પાલીતાણા ગરાજીયા રોડ ભીલવાસ મા અમુક ઇસમો જાહેરમા ગંજીપતાના પાના વડે પૈસાની હારજીતનો જુગાર રમી રમાડે છે તેવી ખાનગી રાહે ચોક્કસ હકિકત મળતા સદર જગ્યાએ રેઇડ કરતા આરોપી (૧) મહેંદ્રભાઇ કેશુભાઇ પરમાર દે.પુ ઉવ-૨૫ રહે-તળાજા રોડ, ભીલવાસ પાલીતાણા (૨) વેલશી અરજણભાઇ પરમાર દે.પુ ઉવ-૪૫ રહે-કલકતા હાવડા બજાર (૩) ગોપાલભાઇ ગગજીભાઇ નાવડીયા દે.પુ ઉવ-૪૦ રહે-તળાજા રોડ ભીલવાસ પાલીતાણા (૪) ગોપાલભાઇ તુલશીભાઇ સોલંકી દે.પુ ઉવ-૫૦ રહે-તળાજા રોડ ભીલવાસ પાલીતાણા (૫) અશોકભાઇ કેશુભાઇ પરમાર દે.પુ ઉવ-૩૦ રહે- તળાજા રોડ ભીલવાસ પાલીતાણા વાળાઓ તથા પાંચ-૫ મહીલાઓ પાસેથી રોકડા રૂ.૧૫,૩૫૦/- તથા ગંજીપતાના પાના નંગ-૧૦૪ કી.રૂ.૦૦ મળી કુલ રૂ.૧૫,૩૫૦/- ના મુદામાલ સાથે ૫ ઇસમો તથા ૫ મહીલા આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે
આ કાર્યવાહીમા પો.ઇન્સ એન.એમ.ચૌધરી સાહેબ તથા ડી-સ્ટાફના પો.હેડ.કોન્સ ભરતભાઇ ચૌહાણ તથા પો.કોન્સ તરૂણભાઇ બારોટ તથા પો.કોન્સ. જીગ્નેશભાઇ મારૂ તથા પો.કોન્સ વીરમદેવસિંહ ગોહીલ તથા મહીલા પો.કોન્સ. કાજલબેન મકવાણા તથા મહીલા પો.કોન્સ કોમલબેન બારૈયા વિગેરે કરેલ છે.
તા-૩૧/૦૧/૨૦૨૦