કાયદાના રક્ષકો જ કાયદા તોડે .. ! ત્યારે કોને કહેવા જવું .. ? ‘વાડ જ ચિભડાં ગળતી હોય’ તેવી ચોંકાવનારી ઘટના : ચિક્કાર દારૂ પીધેલા નશામાં ધૂત પોલીસ કર્મચારીએ અકસ્માત સર્જયો , સાયકલ લઈને જતી યુવતીને હવામાં ફંગોળી , મેડિકલ ચેકઅપ માટે સિવિલ હોસ્પિટલ લઇ જવાયો , યુવતીના ભાઈએ કડક કાર્યવાહીની માંગ કરી ,
– ગાડીમાંથી પાણી ભરેલું નાનું કેન , ખાલી ગ્લાસ અને વેફર-દાળિયા સહિતનું બાઇટિંગ પણ મળી આવ્યું
– પોલીસ કર્મચારીએ નશામાં ધૂત બનીને અકસ્માત સર્જતા પોલીસની આબરૂ છિન્નભિન્ન
– કાર ચલાવનાર પોલીસ કર્મચારી નશામાં ધૂત હોવાનો આક્ષેપ સાથે કડક કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરાઈ
– પોલીસે અટકાયત કરી ડ્રિંક એન્ડ ડ્રાઈવ અને સાપરાધ મનુષ્યવધના પ્રયાસની કલમો અંતર્ગત ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી
રાકેશ પંચાલ , હિંમતનગર , રવિવાર
રાજ્યભરમાં હાલમાં બહુચર્ચિત તથ્ય કાંડ બાદ ગૃહ વિભાગ સહિત રાજ્યભરની પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે. રાજ્યના પોલીસ વડાએ સમગ્ર રાજ્યમાં એક મહિના માટે વાહન ચેકીંગના આદેશ આપ્યા છે. આદેશ બાદ પોલીસે સ્પેશિયલ ડ્રાઈવમાં ઓવરસ્પીડ, ડ્રન્ક એન્ડ ડ્રાઈવ, રેસ તેમજ સ્ટન્ટ કરતા અનેક સંખ્યાબંધ નબીરાઓને ઝડપી લીધા છે, જ્યારે ટ્રાફિકના અન્ય નિયમોના ભંગ બદલ ઢગલાબંધ કેસો પણ કરવામાં આવ્યા છે. આ સાથે લાખો રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે ત્યારે હવે વાયરલેસ વિભાગમાં ફરજ બજાવતા નશામાં ધૂત એક પોલીસ કર્મચારીએ પોતાની કાર પુરઝડપે ચલાવીને સાયકલ લઈને જતી યુવતી ને અડફેટે લીધી હોવાની ચોકવનારી ઘટના ઉજાગર થવા પામી છે હાલ પોલીસી આરોપીને લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે વધુમાં કાર ચલાવનાર પોલીસ કર્મચારી નશામાં ધૂત હોવાનો આક્ષેપ સાથે યુવતીના ભાઈએ કડક કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી છે
કાર ચલાવનાર પોલીસ કર્મચારી નશામાં ધૂત હોવાનો આક્ષેપ લગાવી યુવતીના ભાઈએ કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે
સુત્રો દ્વારા પ્રાપ્ત થતી માહિતી અનુસાર રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નજીક નશામાં ધૂત પોલીસકર્મીએ અકસ્માત સર્જ્યો હોવાની ચોકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. મળતી માહિતી મુજબ ભુજ પોલીસના વાયરલેસ વિભાગમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી લક્ષ્મીનારાયણ વ્યાસે પૂરપાટ ઝડપે કાર ચલાવી સાઇકલ પર જતી એક યુવતીને અડફેટે લેતા સાઇકલનો બુકડો બોલી ગયો હતો. સદનસીબે યુવતીને સામાન્ય ઇજા પહોંચી હતી. કાર ચલાવનાર પોલીસ કર્મચારી નશામાં ધૂત હોવાનો આક્ષેપ લગાવી યુવતીના ભાઈએ કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. જેને લઈને હાલ પોલીસે આરોપીને સકંજામાં લઈ વધુ તપાસ હાથ ધરી છે.
– પોલીસે કારની તલાશી લેતાં આગળની સીટની બાજુમાં પાણી ભરેલું નાનું કેન તેમજ પાછળની સીટ પરથી ખાલી ગ્લાસ અને વેફર-દાળિયા સહિતનું બાઇટિંગ પણ મળી આવ્યું
પ્રાપ્ત વિગત મુજબ અકસ્માત બાદ ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને પોલીસને જાણ કરાતાં યુનિવર્સિટી પોલીસ મથકનો સ્ટાફ ધસી આવ્યો હતો અને ચિક્કાર દારૂ પીધેલા પોલીસકર્મી લક્ષ્મીનારાયણ વ્યાસની અટકાયત કરીને તેને પોલીસ મથક લઇ જવાયો હતો. પોલીસે કારની તલાશી લેતાં આગળની સીટની બાજુમાં પાણી ભરેલું નાનું કેન તેમજ પાછળની સીટ પરથી ખાલી ગ્લાસ અને વેફર-દાળિયા સહિતનું બાઇટિંગ પણ મળી આવ્યું હતું. આરોપીને રાત્રે મેડિકલ ચેકઅપ માટે સિવિલ હોસ્પિટલ લઇ જવાયો હતો.
– પોલીસ કર્મચારીએ નશામાં ધૂત બનીને અકસ્માત સર્જતા પોલીસની આબરૂ છિન્નભિન્ન
રાજ્યમાં દારૂ બંધીને લઈને સતત ચર્ચાઓનો દૌર ચાલી રહ્યો છે. પોલીસ તંત્ર ઉપર અનેક સવાલો ઉઠી રહ્યા છે. આ દરમિયાન આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ઇસુદાન ગઢવીએ સરકાર પર સવાલો ઉઠાવતા કહ્યું હતું કે, ગુજરાતમાં દિવસેને દિવસે નબીરાઓ દારૂ પીને અકસ્માત કરતા હોય તેવા કેસો વધી રહ્યા છે. ત્યારે કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી જેના શિરે છે એવા પોલીસ વિભાગના એક પોલીસ કર્મચારીએ નશામાં ધૂત બનીને અકસ્માત સર્જતા પોલીસની આબરૂ છિન્નભિન્ન થવા પામી છે .(અહેવાલ : ગૂજરાત નેટવર્ક)રાકેશ પંચાલ.હિંમતનગર
************************
નોધ: અહીં કોઈપણ જાતના રાગ દ્વેષ વિના સમાચારો પ્રાપ્ત થાય એટલે પ્રસિદ્ધ કરવામાં આવે છે તેમ છતાં કોઈને પણ વાંધાજનક સમાચાર લાગે તો તંત્રી નું ધ્યાન દોરીને એવા સમાચાર અહીંથી દૂર કરાવી શકાય છે. તંત્રી