*પ્રેસનોટ*
આજરોજ માનનીય મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષ સ્થાને ગાંધીનગર શહેરમાં કાર્યરત એવા બે મહત્વપૂર્ણ પ્રોજેક્ટ 24 કલાક પાણી તથા ગટર વ્યવસ્થા અંગે ઉચ્ચ લેવલની કમિટી ની મીટીંગ નું આયોજન થયું હતું. જેમાં મુખ્ય સચિવ શ્રી રાજકુમાર, શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ શ્રી અશ્વિનીકુમાર, પાણી પુરવઠા બોર્ડના અધ્યક્ષ શ્રી ધનંજય ત્રિવેદી, મકાન વિભાગના સચિવ શ્રી મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ જોશી, શ્રીમતી અવંતિકા સિંગ, ગાંધીનગરના મેયર શ્રી હિતેશભાઈ મકવાણા, ડેપ્યુટી મેયર શ્રી પ્રેમલસિહ ગોલ, કમિશનર શ્રી જે.એન. વાઘેલા હાજર રહ્યા હતા. આ મિટિંગમાં મેયર શ્રી ની રજૂઆતને ધ્યાને લઈ માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા બંને પ્રોજેક્ટ પૂર્ણ કરીને ઓ એન એમ કક્ષાએ ગાંધીનગર મહાનગરપાલિકાને સોંપવા રજૂઆતના ધ્યાને લઈને એ મુખ્યમંત્રીશ્રી દ્વારા માટે મંજૂરી આપી હતી. આ દરમિયાન ગાંધીનગર મહાનગરપાલિકાએ જરૂરી ભરતી પ્રક્રિયા હાથ ધરી મહેકમ ઊભું કરવાનું રહેશે. આમ મીટીંગના અંતે હાજર તમામ સભ્યોએ માનનીય મુખ્યમંત્રીના નિર્ણયને સંમતિ આપી સ્વીકાર્યો હતો જે બાબતે મેયરશ્રી દ્વારા મુખ્યમંત્રીશ્રી નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો.
******************************************
આજરોજ માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્ હસ્તે ગુજરાતની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને સર્વાંગી વિકાસ માટે રૂ. 1512 કરોડની રકમના ચેકનું વિતરણ તેમજ જેટિંગ કમ શકશન વિથ રિસાયકલ ફેસિલિટી અત્યાધુનિક મશીનરીનું ફ્લેગઓફ મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું. જે અંતર્ગત ગાંધીનગર મહાનગરપાલિકાને રૂ. 25 કરોડનો ચેક માન. મેયરશ્રી હિતેશભાઈ મકવાણા, ડે.મેયરશ્રી પ્રેમલસિંહ ગોલ, કમિશનરશ્રી જે.એન.વાઘેલા જીએ સ્વીકાર્યો હતો. આ અવસરે માન. મેયરશ્રી હિતેશભાઈ મકવાણા ઉપસ્થિત રહી જણાવ્યું હતું કે આ રાશીથી લોકોની પ્રાથમિક સુવિધાઓની સાથે સુખાકારીમાં વધારો થશે.
આ કાર્યક્રમમાં માન. ગૃહ રાજયમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી જી, શિક્ષણ રાજ્ય મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનસેરીયા, ધારાસભ્યશ્રીઓ, પદાધિકારીશ્રીઓ તેમજ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
******************************************
*પ્રેસનોટ*
ગાંધીનગરના વોર્ડ નં-૫ માં સમાવિષ્ટ સેકટર 30 ખાતે માન. મેયરશ્રી હિતેશભાઈ મકવાણા એ વૃક્ષારોપણ કાર્યક્રમમાં સહભાગી બની છોડનું રોપણ કર્યું હતું. આ અવસરે મેયરશ્રી એ જણાવ્યું હતું કે આવો, પ્રાકૃતિક તત્વોના સમતુલન દ્વારા આવનારી પેઢીને સ્વચ્છ અને સુંદર પર્યાવરણની વિરાસત ભેટ ધરવા માટે ન કેવળ વધુમાં વધુ વૃક્ષારોપણ કરીએ પરંતુ એનું જતન કરવા પ્રતિબધ્ધ બનીએ.
આ કાર્યક્રમમાં ગાંધીનગર ઉત્તરના ધારાસભ્યશ્રી રીટાબેન પટેલ, શહેર મહામંત્રીશ્રી કનુભાઈ દેસાઈ, કાઉન્સિલરશ્રી કિજલકુમાર પટેલ, પદમસિંહ ચૌહાણ, કૈલાસબેન સુતરિયા, વોર્ડ પ્રમુખશ્રી, કાર્યકર્તાઓ તેમજ સામાજિક- રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
******************************************
નોંધ: અહી કોઈપણ રાગદ્વેષ વિના સમાચાર/ફોટા પ્રાપ્ય થયે જન જાગૃતિ ના ભાગ રૂપે પ્રસિદ્ધિ કરવામાં આવે છે તેમ છતાં કોઈને પણ વાંધાજનક સમાચાર લાગે તો તંત્રી નું ધ્યાન દોરી તેવા સમાચાર અહીથી દુર કરી શકાશે.. તંત્રી