6 NG pdf-3 7 NG pdf-3 (1) 8 NG PDF-3
9 NG pdf (3)(ગુજરાત રાજ્ય માહિતી ખાતાના સમાચારો)
[11/6, 4:21 PM] Dilip Gajjar.Mahiti.Press: *પાટણમાં પ્રથમ અંગદાન*
………
*અંગદાનની ઝૂંબેશમાં પાટણના ધારપુરનું પ્રથમ પ્રેરણાદાયી પગથિયું*
————————&
*ધારપુરના શ્રી દિપકભાઈ ભવાનભાઈ પરમારને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા*
————————&
*દિપકભાઈ પરમાર દ્વારા લીવર અને કોર્નિયાનું દાન કરવામાં આવ્યું:ત્રણ લોકોને નવજીવન મળ્યું*
————————&
*લીવર ધારપુરથી અમદાવાદ સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ (IKD) સુધી સુયોગ્ય રીતે પહોંચાડવામાં આવ્યું*
————————&
માહિતી બ્યુરો, પાટણ
તા.૦૬/૧૧/૨૦૨૫
સમાચાર સંખ્યા: ૭૬૬/૦૭
ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાક વર્ષોથી અંગદાન અંગે જનજાગૃતિ અને પ્રેરણાદાયી ઝૂંબેશ ચાલી રહી છે.
*તે અંતર્ગત આજ રોજ, તા. 6 નવેમ્બર 2025ના રોજ, પાટણની જી.એમ.ઇ.આર.એસ. હોસ્પિટલ, ધારપુર તરફથી સૌપ્રથમ અંગદાન થવાથી માનવતાની એક અનોખી અને ભાવનાત્મક ઘટના સર્જાઈ છે.*
ધારપુરના શ્રી દિપકભાઈ ભવાનભાઈ પરમાર (ઉંમર 55 વર્ષ) ને તારીખ 6 નવેમ્બર ના રોજ બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા. આવા દુઃખદ સમયમાં પણ તેમના પરિવારજનો દ્વારા માનવતાના ઉત્તમ આદર્શરૂપે જરૂરીયાતમંદોને નવું જીવન આપી શકે તે માટે અંગદાન કરવાનો ઉમદા નિર્ણય લેવામાં આવ્યો હતો.
શ્રી દિપકભાઈ પરમાર દ્વારા લીવર અને કોર્નિયાનું દાન કરવામાં આવ્યું હતું, જેના પરિણામે ત્રણ લોકોને નવજીવન મળ્યું છે. આ પ્રક્રિયા દરમિયાન ધારપુર હોસ્પિટલના મેડિસીન વિભાગ, એનેસ્થેશિયા વિભાગ, સર્જરી વિભાગ, નર્સિંગ સ્ટાફ, આર.એમ.ઓ., મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ મેડમ તથા ડીન સાહેબના સંકલિત અને સમર્પિત પ્રયત્નોથી આ માનવતાભર્યું કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું.
હોસ્પિટલ દ્વારા તાત્કાલિક ગ્રીન કોરિડોર તૈયાર કરવામાં આવ્યો હતો અને દાનમાં મળેલ લીવર ધારપુરથી અમદાવાદ સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ (IKD) સુધી સુયોગ્ય રીતે પહોંચાડવામાં આવ્યું હતું.
IKD કિડની હોસ્પિટલની નિષ્ણાત ટીમ દ્વારા આ અંગદાનની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી.
શ્રી દિપકભાઈ પરમારના આ પરોપકારી અને પ્રેરણાદાયી નિર્ણયથી સમાજમાં માનવતા અને સહાનુભૂતિની નવી લહેર પ્રસરી છે. તેમના પરિવારજનોનો આ ઉમદા નિર્ણય અન્ય અનેક પરિવારોને પણ અંગદાન માટે પ્રોત્સાહિત કરશે.
મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ શ્રી પારુલ શર્માએ જણાવ્યું કે “આજનો દિવસ ધારપુર હોસ્પિટલ માટે ગૌરવનો દિવસ છે. ધારપુર હોસ્પિટલમાં સૌ પ્રથમ અંગદાન સફળતાપૂર્વક થયું છે. ધારપુરના ૫૫ વર્ષીય દીપકભાઈ પરમારના અંગદાનથી માનવતા અને કરુણાનું અનોખું ઉદાહરણ સમક્ષ આવ્યું છે. એમના પરિવારજનોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. તેમજ ગુજરાત સરકાર, આરોગ્ય મંત્રીશ્રી, પ્રમુખ સચિવશ્રી, સી.ઈ.ઓ.શ્રી અને આઈ.કે.ડી.ના સહયોગ માટે હ્રદયપૂર્વક આભાર.”
……
[11/6, 4:21 PM] Dilip Gajjar.Mahiti.Press: https://x.com/HealthDeptGuj/status/1986381922126446957?t=E9fL0-ygDMLNVbVsWo3d0Q&s=08
[11/6, 4:45 PM] Dilip Gajjar.Mahiti.Press: *કચ્છના સરહદી ગામડાઓ અને ખમીરવંતા ગ્રામજનોએ દેશના સીમાડાઓને સુરક્ષિત રાખ્યા છે : નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી*
૦૦૦૦
*શિક્ષણ, આરોગ્ય, સામાજિક આર્થિક પરિસ્થિતિ, માળખાકીય સુવિધાઓ સહિતના વિવિધ ૪૦ જેટલા મુદ્દાઓ પર ગ્રામજનો સાથે ઉંડાણપૂર્વક ચર્ચા કરીને તેનો ડિટેઇલ રિપોર્ટ તૈયાર કરવામાં આવશે*
….
*કચ્છના પ્રથમ સરહદી ગામ પુનરાજપરની મુલાકાત લઈને ગ્રામજનો સાથે સંવાદ સાધતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી*
૦૦૦૦
*”ભારત માતા કી જય”ના નારાઓ સાથે લખપતના પુનરાજપર ખાતે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીનું ઉલ્લાસભેર સ્વાગત*
૦૦૦૦
*પુનરાજપર ગામની રહેણીકરણી, રીતિરિવાજો અને સામાજિક આર્થિક પરિસ્થિતિથી અવગત થયા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી*
૦૦૦૦૦
ભારત પાકિસ્તાન સરહદી ગામોની સીમાવર્તી સમીક્ષા અને સામાજિક આર્થિક સ્થિતિ તેમજ રહેણીકરણીથી અવગત થવા માટે કચ્છ પધારેલા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ લખપત તાલુકાના પુનરાજપુર ગામની મુલાકાત લઈને ગ્રામજનોને સંબોધન કર્યું હતું. નાયબ મુખ્યમંત્રીશ્રીએ ગામના સરપંચશ્રી, વડીલો, યુવાનો સાથે સંવાદ કરીને ગામની સુખ સુવિધાઓ તેમજ સામાજિક-આર્થિક પરિસ્થિતિનો ખ્યાલ મેળવ્યો હતો.
કચ્છના લખપત તાલુકાના પુનરાજપર ગામે ગ્રામજનોને સંબોધન કરતાં નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, રાજ્યના ૩૦ IPS ઉચ્ચ અધિકારીઓ પણ તેમની સાથે અલગ અલગ સરહદી ગામડાઓની મુલાકાત લઈ રહ્યા છે. આ ગામડાઓની મુલાકાત દરમિયાન શિક્ષણ, આરોગ્ય, સામાજિક આર્થિક પરિસ્થિતિ, માળખાકીય સુવિધાઓ સહિતના વિવિધ ૪૦ જેટલા મુદ્દાઓ પર ગ્રામજનો સાથે ઉંડાણપૂર્વક ચર્ચા કરીને તેનો ડિટેઇલ રિપોર્ટ તૈયાર કરવામાં આવશે.
પુનરાજપર ગામને દેશનું પ્રથમ ગામ અને ગુજરાતનું પ્રવેશદ્વાર ગણાવીને નાયબ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, સરહદી ગામ પુનરાજપરનો ભવ્ય ઈતિહાસ રહ્યો છે. પુનરાજપર ગામની ધરતી એ દેશભક્તોની ધરતી છે. ગામની વસતી ભલે ઓછી હોય પણ દુશ્મન સામે લડવાની શક્તિ અપાર છે.
નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આપણા સરહદી ગામડાઓની સુવિધાઓ જોઈને ઈર્ષ્યા આવે એવી વ્યવસ્થાઓ સરકારે ઊભી કરી છે. વિકાસની દ્રષ્ટિએ સરહદ પાર પાકિસ્તાનના ગામડાઓ અને ભારત તરફના ગામડાઓમાં જમીન આસમાનનો ફરક દેખાઈ આવે છે.
કચ્છના ગામડાઓમાં વિકાસ થયો એ માટેના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના પ્રયાસોને બિરદાવીને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આજે સરહદી ગામડાઓમાં પાણી, વીજળી, આરોગ્ય જેવી તમામ જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ બની છે.
સરહદી વિસ્તારના ગામડાઓના નાગરિકોને સજાગ રહેવાનો સંદેશ આપતાં નાયબ મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, દુશ્મનોના પગલાંઓ ઓળખી જવાની ક્ષમતા અહીંના ગામડાઓના દરેક લોકોમાં અનેક વર્ષોથી છે. દુશ્મન પારખવાની ક્ષમતાને પેઢી દર પેઢી વારસારૂપે આપીને રાષ્ટ્રીય સુરક્ષા મજબૂત બનાવવા શ્રી સંઘવીએ અનુરોધ કર્યો હતો.
કચ્છના ગામડાઓને સરહદના રક્ષકો ગણાવીને નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, નાયબ મુખ્યમંત્રીશ્રીએ કચ્છના પુનરાજપર ગામના નાગરિકોની દેશભક્તિને વંદન કરીને જણાવ્યું હતું કે, કચ્છના આ ગામડાઓ અને અહીંના ખમીરવંતા બહાદુર ગ્રામજનોએ દેશના સીમાડાઓને સુરક્ષિત રાખ્યા છે. અસામાજિક પ્રવૃત્તિઓની પોલીસને જાણ કરવા તેમજ દેશ વિરોધી ગતિવિધિઓ અંગે સરકારના આંખ કાન બનવા નાયબ મુખ્યમંત્રીશ્રીએ ગ્રામજનોને અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે અબડાસા ધારાસભ્ય શ્રી પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના વિઝનથી કચ્છના વિકાસ અંગે નાયબ મુખ્યમંત્રીશ્રીને અવગત કરાવીને સરહદી ગામડાંઓની ચિંતા કરવા બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી. સરહદી ગામોમાંથી મહત્તમ યુવાનો દેશની સેનામાં જોડાય એવો અનુરોધ ધારાસભ્યશ્રીએ કર્યો હતો.
પુનરાજપર ગામ ખાતે પધારેલા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીનું “ભારત માતા કી જય”ના નારાઓ સાથે કચ્છી સંસ્કૃતિ મુજબ કચ્છીપાઘ પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું. વધુમાં પુનરાજપર ગામમાં ગ્રામજનો સાથે ભોજન લઈને ગામની સામાજિક આર્થિક પરિસ્થિતિનો ખ્યાલ મેળવ્યો હતો. નાયબ મુખ્યમંત્રીશ્રીએ વડીલો, નાગરિકો સાથે સંવાદ કરીને કોઈપણ સમસ્યા હોય તો દિલ ખોલીને વાત કરવા તેમજ સરકાર દ્વારા તેનો ચોક્કસ ઉકેલ લાવવામાં આવશે તેવો વિશ્વાસ અપાવ્યો હતો.
આ પ્રસંગે અબડાસા ધારાસભ્યશ્રી પ્રદ્યુમ્નસિંહ જાડેજા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના પ્રમુખ તેમજ સદસ્યશ્રીઓ, અગ્રણીશ્રી ધવલભાઈ આચાર્ય, રેન્જ આઇજીશ્રી ચિરાગ કોરડીયા, કચ્છ કલેક્ટરશ્રી આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમ સહિતના અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦
[11/6, 5:33 PM] Dilip Gajjar.Mahiti.Press: *રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી સાથે કેબિનેટ મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડિયાની રાજભવન ખાતે શુભેચ્છા મુલાકાત*
*વન અને પર્યાવરણ તેમજ ક્લાઈમેટ ચેન્જ જેવા વિષયો પર ચર્ચા અને માર્ગદર્શન*
*06 નવેમ્બર 2025*
ગાંધીનગર રાજભવન ખાતે માન. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ, વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગના કેબિનેટ મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ શુભેચ્છા મુલાકાત લીધી હતી. રાજ્યાપાલશ્રીએ મંત્રીશ્રીનું સ્વાગત તેમજ સાલ ઓઢાડી સમ્માન કર્યુ હતું.
રાજ્યપાલશ્રીએ આ મુલાકાત દરમ્યાન જણાવ્યું કે, માન. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સમગ્ર દેશમાં એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણના કાર્યક્રમો થઈ રહ્યા છે. આવા અભિયાનોથી પ્રકૃતિનું જતન અને સંવર્ધન થઈ રહ્યુ છે જે આવનારી પેઢી માટે અંત્યત જરૂરી છે.
મંત્રીશ્રીએ વન અને પર્યાવરણ વિભાગ હેઠળની વિવિધ યોજનાઓ તેમજ આગામી સમયમાં ગુજરાતનું ગ્રીન કવર વધુને વધુ વિસ્તરે તેવા આયોજનો અને નવા અભિગમો વિશે માહિતી આપી હતી. રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક કૃષિ દ્વારા થતા ફાયદાઓ ગણાવી જમીન, જળ અને પર્યાવરણના સંરક્ષણના પ્રયાસોને વધુને વધુ પ્રોત્સાહન આપવા પર ભાર મુક્યો હતો.
——–
[11/6, 5:37 PM] Dilip Gajjar.Mahiti.Press: https://x.com/sanghaviharsh/status/1986401869040849388?t=PPKTolT6uDq_sqoV-QOBmQ&s=19
[11/6, 6:04 PM] Dilip Gajjar.Mahiti.Press: https://x.com/sanghaviharsh/status/1986410863201538217?t=HhCDRTvSnwNr2xSLRSB0yg&s=19
[11/6, 6:09 PM] Dilip Gajjar.Mahiti.Press: *નિમંત્રણ*
*કાર્યક્રમ*:
ભારતના રાષ્ટ્રગીત “વંદે માતરમ્”ના ૧૫૦ વર્ષની રાજ્ય કક્ષાની ઉજવણી
*મહાનુભાવ*:
માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત રાજ્ય મંત્રી મંડળના સભ્યો
*તારીખ :*૭-૧૧-૨૦૨૫, શુક્રવાર*
*સમયઃ* *સવારે ૯.૦૦ કલાકે*
*સ્થળ :*ગુજરાત વિધાનસભા પરિસર*
આ કાર્યક્રમના કવરેજ માટે મિડીયાના મિત્રોને ઉપસ્થિત રહેવા નિમંત્રણ છે.
આભાર સહ,
*ન્યૂઝ અને મીડિયા રીલેશન શાખા*,
*માહિતી નિયામકશ્રીની કચેરી, ગાંધીનગર*
[11/6, 6:16 PM] Dilip Gajjar.Mahiti.Press: *રાષ્ટ્રીય કેન્સર જાગૃતતા દિવસ -૨૦૨૫*
**************
*કેન્સરની સર્જરી બાદ દર્દીઓને જરૂરી કીમોથેરાપી સારવાર મળી રહે તે માટે રાજ્યના તમામ જિલ્લાઓમાં કુલ ૩૫-ડે કેર કીમોથેરાપી સેન્ટર્સ કાર્યરત*
************
*બે લાખથી વધુ સેસન દ્વારા ૭૮ હજારથી વધુ દર્દીઓએ વિનામૂલ્યે કીમોથેરાપી સારવારનો લીધો લાભ*
***************
*ચાલુ વર્ષ ૨૦૨૫-૨૬માં વધુ નવા ૭ ડે કેર કીમોથેરાપી સેન્ટર શરૂ કરવામાં આવશે*
****************
એક સમય હતો જ્યારે સામાન્ય બિમારીમાં પણ માણસ હિંમત હારી જતો. એ અરસામાં હૃદય, કિડની, ફેફસાં અને મગજની બિમારીઓનો ભોગ બનેલા દર્દીઓનો મૃત્યુ આંક પણ ઘણો વધારે હતો. એમાંય જો કેન્સર જેવી બિમારીનું નામ પડે એટલે દર્દી સહિત આખું કુટુંબ આશા છોડી દેતો હતો. લોકો સમજતા કે કેન્સર એટલે કેન્સલ. કેન્સરની બીમારી પછી એની સારવારમાં ઉપયોગ થતી કિમોથેરાપીએ પણ ઘણી ખર્ચાળ હતી જેના કારણે સામાન્ય દર્દી તેની સારવાર કરાવી શકતો ન હતો.
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે તા.૧૧ ઓક્ટોબર ૨૦૨૨ના રોજ આરોગ્ય તથા તબીબી સેવાઓને છેવાડાનાં મનુષ્ય સુધી પહોંચાડવા માટે કેટલીક સેવાઓનો શુભારંભ કરવામાં આવ્યો હતો. ગુજરાતના છેવાડાના નાગરિકને કોઈ પણ ગંભીર રોગ સામે તબીબી સેવાઓનું રક્ષણ મળી રહે તે પ્રકારનું સતત આયોજન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાની આગેવાનીમાં થઇ રહ્યું છે.
ગુજરાત સહિત દેશભરમાં દર વર્ષે ૭ નવેમ્બરે ‘રાષ્ટ્રીય કેન્સર જાગૃતતા દિવસ’ ઉજવવામાં આવે છે. કેન્સરને હરાવવાના ઉદેશય સાથે રાજ્ય સરકાર દ્વારા અત્યારસુધીમાં તમામ જિલ્લાઓમાં કુલ-૩૫ ડે કેર કીમોથેરાપી સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. ચાલુ વર્ષ ૨૦૨૫-૨૬માં નવા ૭ નવા ડે કેર કીમોથેરાપી સેન્ટર શરૂ કરવાની મંજૂરી પણ આપવામાં આવી છે. આ સેવાઓ શરૂ કરવાનો ઉદ્દેશ માત્ર રાજ્યના અંતરિયાળ વિસ્તારના કેન્સરના દર્દીઓને અમદાવાદ, જામનગર, વડોદરા, રાજકોટ જેવા સ્થળોની સરકારી હોસ્પિટલો ખાતે કીમોથેરાપીની સારવાર માટે આવવા-જવાનો ખર્ચ અને સમય બચાવવાનો છે. છેલ્લા ત્રણ વર્ષ એટલે કે, વર્ષ ૨૦૨૨-૨૩થી વર્ષ ૨૦૨૪-૨૫ બે લાખથી વધુ સેસન દ્વારા કુલ ૭૮ હજારથી વધુ દર્દીઓએ વિનામૂલ્યે કીમોથેરાપી સારવારનો લીધો છે.
આ સેવાઓ માટે રાજ્ય સરકાર દ્વારા સિવિલ હોસ્પિટલ-અમદાવાદ ખાતેના ગુજરાત કેન્સર રીસર્ચ ઇન્સ્ટીટ્યુટ(GCRI) સાથે કરાર કરવામાં આવ્યો છે. GCRI દ્વારા રાજ્યના ચાર સેટેલાઇટ સેન્ટર જેવા કે, અમદાવાદ, સિદ્ધપુર, રાજકોટ અને ભાવનગર ખાતેથી નજીકની જિલ્લાની હોસ્પિટલોના ડે કેર કીમોથેરાપી સેન્ટરમાં જરૂરી સારવાર આપવામાં આવી રહી છે. આ સેટેલાઇટ સેન્ટર્સ ખાતેથી સંલગ્ન જિલ્લાઓના કેન્સરના દર્દીઓને જરૂર જણાયે ટેલી કન્સલ્ટંસી સેવાઓ તથા જરૂરી દવાઓ અંગેની સેવાઓ પણ પુરી પાડવામાં આવે છે. તબીબી સેવાઓ પૈકી ‘ડે કેર કીમોથેરાપી સેન્ટર’ દ્વારા અપાતી સારવાર એ એક કેન્સરની પ્રથમ સારવાર લીધા પછી કીમોથેરાપીને લગતી સારવાર છે. જે સારવાર દર્દીઓને પોતાના નિવાસ નજીકની જિલ્લા હોસ્પિટલ ખાતેથી સરળતાથી મળી રહે છે.
કેન્સરના રોગની નાગરિકોમાં જનજાગૃતિ આવે અને ઓરલ, બ્રેસ્ટ અને સર્વાઇકલ કેન્સરના ગંભીર સ્થિતિના કેસોમાંથી દર્દીઓ બહાર આવે તે માટે રાજ્ય સરકારે “કોમન કેન્સર સ્ક્રીનીંગ પ્રોજેક્ટ” શરૂ કર્યો છે.આ પ્રોજેકટ અંતર્ગત પ્રથમ તબક્કામાં સૌ પ્રથમ સાબરકાંઠા જિલ્લામાં સેવા સંલગ્ન તાલુકા હેલ્થ ઓફિસર, મેડીકલ ઓફિસર, કોમ્યુનિટી હેલ્થ ઓફિસર જેવી સંલગ્ન કેડરને તાલિમ આપવામાં આવી છે. સાબરકાંઠા જિલ્લામાં સારા પ્રતિસાદ બાદ સમગ્ર રાજ્યમાં આ પ્રોજેક્ટને અભિયાન તરીકે શરૂ કરવા ગત તા.૦૭ ઓક્ટોબર ૨૦૨૫નાં રોજથી રાજ્ય સરકાર તથા ધ ગુજરાત કેન્સર રીસર્ચ ઇન્સ્ટીટ્યુટ(GCRI) એમ બન્નેનાં સમજૂતી કરાર પણ કરવામાં આવ્યા છે.
વધુમાં આ પ્રોજેક્ટને સમગ્ર રાજ્યમાં જાહેર આરોગ્ય સેવાઓ સાથે સંકળાયેલ વિવિધ કેડરના જિલ્લાઓમાં તાલિમ યોજવાની કામગીરી અને ત્યારબાદ આ પ્રોજેક્ટ અંતર્ગત રાજ્યમાં મોઢાનું કેન્સર, સ્તન કેન્સર અને ગર્ભાષયનાં મુખનું કેન્સરની તપાસ કરવા અંગેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે તેમ સ્ટેટ એન.સી.ડી.સેલ, ગાંધીનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
– પ્રિન્સ ચાવલા
***************
[11/6, 6:29 PM] Dilip Gajjar.Mahiti.Press: https://x.com/sanghaviharsh/status/1986416133399060694?t=KvtVMUC3H8tclSS4xruaGw&s=19
[11/6, 7:06 PM] Dilip Gajjar.Mahiti.Press: https://x.com/sanghaviharsh/status/1986424911230083214?t=oLleuu3D3QyzLAWvv_HJOA&s=19
[11/6, 7:39 PM] Dilip Gajjar.Mahiti.Press: *ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ, જનજાતીય ગૌરવ વર્ષની ઉજવણી*
———
*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ શુક્રવારે અંબાજીથી ‘જનજાતીય ગૌરવ યાત્રા’નો શુભારંભ કરાવશે.*
———
*14 આદિજાતિ જિલ્લાઓ સહિત રાજ્યભરમાં જનજાગૃતિ અને આદિજાતિ ગૌરવના સંદેશ સાથે જનજાતીય ગૌરવ યાત્રાનું રાજ્ય સરકારનું આયોજન*
———
*7 થી 13 નવેમ્બર સુધી અંબાજીથી એકતાનગર અને ઉમરગામથી એકતાનગર રૂટ પર યાત્રા પ્રસ્થાન કરશે*
———
*રૂટ પરના ગામોમાં રથયાત્રાના માધ્યમથી આરોગ્ય તપાસ કેમ્પ, સેવાસેતુ, સામૂહિક સ્વચ્છતા સફાઈ, સહિતના સેવાલક્ષી કાર્યક્રમો જનભાગીદારીથી યોજાશે*
———
*અંબાજીમાં મુખ્યમંત્રી શ્રી દ્વારા યાત્રાના પ્રારંભે વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સહિત રાજ્યમંત્રીશ્રીઓ ઉપસ્થિતિ રહેશે*
———
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ 7 નવેમ્બરે આદ્યશક્તિધામ અંબાજીથી “જનજાતીય ગૌરવ યાત્રા”નો શુભારંભ કરાવશે.
આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આ વર્ષે થઈ રહી છે. આજની પેઢી સ્વાતંત્ર્ય સંગ્રામમાં બિરસા મુંડાની આગેવાનીમાં આદિજાતિઓના ઐતિહાસિક યોગદાનને જાણે-સમજે અને તેમાંથી રાષ્ટ્રનિર્માણની પ્રેરણા મેળવે તેવા ઉદ્દેશ્ય સાથે વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં આ વર્ષ “જનજાતીય ગૌરવ વર્ષ” તરીકે ઉજવાઈ રહ્યું છે.
ગુજરાતમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં ‘જનજાતીય ગૌરવ વર્ષ ઉત્સવ’ અંતર્ગત યોજાઈ રહેલી જનજાતીય ગૌરવ યાત્રાના અંબાજીથી પ્રારંભ અવસરે વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સહિત રાજ્યમંત્રી સર્વશ્રી પી. સી. બરંડા, શ્રી કમલેશભાઈ પટેલ, શ્રી પ્રવિણભાઈ માળી તથા શ્રી સ્વરુપજી ઠાકોર આ ઉપસ્થિતિ રહેશે.
આ યાત્રા ઉત્તર ગુજરાતના આદિજાતિ વિસ્તાર અંબાજી અને દક્ષિણ ગુજરાતમાં મહારાષ્ટ્રની સરહદે આવેલા ઉમરગામથી, એમ બે સ્થળોએથી 7 થી 13 નવેમ્બર સુધી યોજાશે. આ દરમિયાન 14 આદિજાતિ જિલ્લાઓ સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં જનજાગૃતિ અને આદિજાતિ ગૌરવના સંદેશને આ યાત્રા જન જન સુધી પ્રસરાવશે.
યાત્રા દરમિયાન જનજાતીય ગૌરવ રથ જે ગામોમાં જશે ત્યાં લોકો દ્વારા સ્વાગત કરાશે તેમજ રાત્રિરોકાણના સ્થળોએ ભગવાન બિરસા મુંડાના જીવન-કવનના નાટક, નિદર્શન અને કેન્દ્ર-રાજ્ય સરકારની યોજનાકીય માહિતી પણ લોકોને અપાશે.
એટલું જ નહિ, રથયાત્રાના માધ્યમથી આરોગ્ય તપાસ કેમ્પ, સેવાસેતુ, સામૂહિક સ્વચ્છતા સફાઈ સહિતના અનેક સેવાલક્ષી કાર્યક્રમો જનભાગીદારીથી યાત્રાના રૂટ પરના ગામોમાં યોજાશે. બાળકો, યુવાઓ અને સમગ્ર સમાજ ભગવાન બિરસા મુંડાના જીવન-કવનથી પરિચિત થાય તેવા કાર્યક્રમો પણ આ યાત્રા દરમિયાન થવાના છે.
આ ઉપરાંત, ભગવાન બિરસા મુંડાનાં રાષ્ટ્રનિર્માણ માટેના યોગદાન અંગે ચિત્ર અને વક્તૃત્વ સ્પર્ધા, નાટક-ભવાઈ તથા તેમના જીવન પરના વ્યાખ્યાનો, ફિલ્મ નિદર્શન પણ રાજ્ય સરકારના વિભાગો દ્વારા યોજાવાના છે.
14 આદિજાતિ સિવાયના 20 જિલ્લાઓમાં પણ 13 થી 15 નવેમ્બર દરમિયાન જનજાતિય ગૌરવ વર્ષની ઉજવણીના વિવિધ કાર્યક્રમ થવાના છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિ નિમિતે 15મી નવેમ્બરે જનજાતિ ગૌરવ દિવસની રાષ્ટ્ર કક્ષાની ઉજવણી ડેડિયાપાડામાં દેવમોગરા માતાજીના સાનિધ્યમાં થશે.
રાજ્ય સરકારે વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનો લક્ષ્યાંક પાર પાડવા અંતરિયાળ અને છેવાડાના ગામોના પ્રત્યેક આદિજાતિ બાંધવો વિકાસની રાહમાં અગ્રેસર રહેવાની નેમ રાખી છે. આ માટે આદિજાતિઓને વિકાસની મુખ્ય ધારામાં લાવીને રાષ્ટ્રનિર્માણમાં તેમને જોડવામાં આ જનજાતીય ગૌરવ રથયાત્રા મહત્વની બનશે એવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કર્યો છે.
વડાપ્રધાનશ્રીએ આપેલા ‘વિકાસ ભી, વિરાસત ભી’ના મંત્રને સાકાર કરતી આ રથયાત્રાથી જનજાતિય ગૌરવ વર્ષની ઉજવણીને ભવ્ય બનાવવા તેમજ ભગવાન બિરસા મુંડાએ આપેલા ‘આપણો દેશ, આપણું રાજ’ના સૂત્રને આત્મનિર્ભર ભારત, વિકસિત ભારતના નિર્માણથી ચરિતાર્થ કરવાનું પણ મુખ્યમંત્રીશ્રીએ આહવાન કર્યુ છે.
———
[11/6, 8:22 PM] Dilip Gajjar.Mahiti.Press: https://x.com/sanghaviharsh/status/1986443744913273202?t=lNgFJcP2spjHi7oosa2YnA&s=19
[11/6, 9:20 PM] Dilip Gajjar.Mahiti.Press: *માંગ હશે તો પુરવઠો આપમેળે ઉભો થશે; સૌને સ્વાસ્થ્યપ્રદ આહાર માટે પ્રાકૃતિક ઉત્પાદનો જ ખરીદવા રાજયપાલશ્રીની અપીલ*
****
*અમદાવાદ ખાતે આયોજિત ‘ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી’ માર્ગદર્શન શિબિરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રોત્સાહક ઉપસ્થિતિ*
****
*રસાયણમુક્ત પ્રાકૃતિક ખેતી આજના સમયની માંગ, જેનો મૂળ આધાર ગૌ માતા: ધારાસભ્ય શ્રી કંચનબેન રાદડિયા*
***
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ અમદાવાદમાં કૃષ્ણનગર ખાતે આયોજિત ‘ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી’ માર્ગદર્શન શિબિરમાં પ્રાકૃતિક ખેતી, ગૌસંવર્ધન અને આરોગ્ય સંબંધિત ગંભીર મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરી હતી. રાજયપાલશ્રીએ ધરતીની હાલત, રાસાયણિક ખેતીના દુષ્પ્રભાવો અને પ્રાકૃતિક ખેતીના ફાયદા જણાવ્યા હતા.
રાજ્યપાલશ્રીએ કહ્યું હતું કે, રાસાયણિક ખાતર-પેસ્ટિસાઇડના અતિઉપયોગથી જમીનનો ઓર્ગેનિક કાર્બન ઘટી ગયો છે. રાસાયણિક ખેતીને કારણે નુકસાન માત્ર જમીન પૂરતું મર્યાદિત નથી. પરંતુ, તે ખોરાકમાં ‘ધીમા ઝેર’ની જેમ જઈ રહ્યું છે, જે માનવ સ્વાસ્થ્ય પર ગંભીર અસર કરે છે. તાજેતરમાં 105 માતાઓના દૂધ પર થયેલા સંશોધન અનુસાર હવે બાળકો માટે માતાનું દૂધ પણ સલામત નથી રહ્યું.
દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી માત્ર મનુષ્યના સ્વાસ્થ્ય માટે જ નહીં, પરંતુ પર્યાવરણ માટે પણ હિતકારક છે. ગુજરાતની કૃષિ વિશ્વવિદ્યાલયોએ ત્રણ વર્ષના સંશોધનો દ્વારા સાબિત કર્યું છે કે, પ્રાકૃતિક ખેતીમાં પ્રથમ વર્ષથી જ પેદાવાર સમાન આવે છે અને ત્યારબાદ વધતી જાય છે.
રાજયપાલશ્રીએ હરિયાણામાં કુરૂક્ષેત્રના ગુરૂકુલ પ્રાકૃતિક કૃષિ ફાર્મનું દ્રષ્ટાંત આપીને જણાવ્યું કે, કેવી રીતે પ્રાકૃતિક કૃષિથી અળસિયાઓ અને સૂક્ષ્મજીવો ઉત્પાદન વધારવામાં અને વરસાદી પાણીનો જમીનમાં ઉતારીને નેચરલ વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમનું કામ કરે છે. જેના લીધે વધુ વરસાદ પડવાના સમયે પણ પાકને નુકશાન થતું નથી.
રાજ્યપાલશ્રીએ કહ્યું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશનની શરૂઆત થતાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા માટે પ્રોત્સાહન મળ્યું છે. ગુજરાત સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમો યોજી તથા સહાય આપીને પ્રાકૃતિક કૃષિનો મોટાપાયે પ્રચાર કરવામાં આવી રહ્યો છે.
“સેક્સડ-સૉર્ટેડ સીમેન” ટેક્નોલોજીનો ઉલ્લેખ કરીને રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ખેડૂતો અને પશુપાલકોને ઉચ્ચ ગુણવત્તાયુક્ત સેક્સડ-સૉર્ટેડ સીમેન નજીવા દરે ઉપલબ્ધ કરાવવામાં આવે છે. જેના વડે દુધાળા પશુઓની પ્રજાતિમાં સુધારો આવશે, દૂધ ઉત્પાદન વધશે અને મોટા પ્રમાણમાં માદા જન્મશે.
રાજ્યપાલશ્રીએ ઉમેર્યું કે રાજ્ય સરકારના પ્રયત્નથી રાજ્યભરમાં પ્રાકૃતિક ખેતીથી ઉત્પન્ન થતી જણસના વેચાણ માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે. વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે તે આજના સમયની માંગ છે.
રાજ્યપાલશ્રીએ સૌને અપીલ કરી કે, માંગ હશે તો પુરવઠો આપમેળે ઉભો થશે” માટે સૌએ સ્વાસ્થ્યપ્રદ આહાર માટે પ્રાકૃતિક ઉત્પાદનો જ લેવા જોઈએ.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી કંચનબેન રાદડિયાએ જણાવ્યું હતું કે, રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી રાજ્યના બંધારણીય વડાની સાથે-સાથે પ્રાકૃતિક ખેતીના પ્રણેતા છે. તેમણે પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે અથાક પ્રયત્નો કર્યા છે. જેના કારણે આ ક્ષેત્રે વિકાસને વેગ મળ્યો છે. તેમના અમૂલ્ય માર્ગદર્શને ખેડૂતોના જીવનમાં ક્રાંતિનું સર્જન કર્યું છે તેમ તેમણે ઉમેર્યું હતું.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, રસાયણમુક્ત પ્રાકૃતિક ખેતી આજના સમયની માંગ છે, જેનો મૂળ આધાર ગૌ માતા છે. પ્રાકૃતિક ખેતીથી આત્મનિર્ભર ભારતમાં સહભાગી બની શકાય અને લોકોની આરોગ્ય સુખાકારીમાં વધારો કરી શકાય છે.
આ કાર્યક્રમમાં અમદાવાદ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી પ્રતિભાબહેન જૈન, ઇફકોના ચેરમેનશ્રી દિલીપભાઈ સંઘાણી, સાંસદશ્રી હસમુખભાઈ પટેલ, ધારાસભ્યશ્રી પાયલબહેન કુકરાણી, ધારાસભ્યશ્રી દિનેશભાઈ કુશવાહ, પૂર્વ ગૃહ મંત્રી શ્રી ગોરધનભાઈ ઝડફીયા તથા સ્થાનિક કોર્પોરેટરો, સભ્યો તથા મોટી સંખ્યમાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
*****
[11/6, 11:17 PM] Dilip Gajjar.Mahiti.Press: *કચ્છના કપુરાશીમાં નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની ‘ખાટલા સભા’: સરહદી ગામોના રાષ્ટ્રપ્રેમને બિરદાવ્યો*
*કપુરાશીમાં ખાટલા સભા, રાત્રિ રોકાણ અને ગ્રામજનો સાથેનો સંવાદ મારા માટે એક મહત્વપૂર્ણ અવસર: નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી*
*કપુરાશી સહિત કચ્છના અનેક ગામોએ ‘સરહદના સંત્રી’ની ભૂમિકા અદા કરી છે*
*સરહદી વિસ્તારોમાં અનેક દબાણો પર બુલડોઝર ફેરવ્યા છે, હજુ સરકારી જમીન પર જો કોઈ ધાર્મિક દબાણ કરશે તો તેના પર બુલડોઝર ફરશે: નાયબ મુખ્યમંત્રીશ્રીની ચેતવણી*
…..
રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી ભારત-પાકિસ્તાન સરહદી ગામોની સીમાવર્તી સમીક્ષા, સામાજિક-આર્થિક સ્થિતિ અને રહેણીકરણી સહિતની વિવિધ બાબતોથી અવગત થવા તેમજ “સરકાર આપને દ્વાર”ના ધ્યેયમંત્રને ચરિતાર્થ કરવા માટે કચ્છની મુલાકાતે છે. આ મુલાકાત દરમિયાન તેઓ કચ્છના લખપત તાલુકાના કપુરાશી ગામ ખાતે કપૂરાશી અને કોરિયાણી ગ્રામજનો સાથે સંવાદ કરીને ‘ખાટલા બેઠક’માં સહભાગી થયા હતા.
કપુરાશી ગામમાં યોજાયેલી આ ખાટલા સભાને સંબોધતા નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનને કારણે કચ્છ જિલ્લાના આંતરરાષ્ટ્રીય સરહદ પરના આ ગામડાઓ લાભાન્વિત બન્યા છે. તેમણે નોંધ્યું હતું કે કલ્યાણકારી યોજનાઓના અમલથી કચ્છમાં પરિસ્થિતિ બદલાઈ છે અને લોકોના જીવનમાં આર્થિક-સામાજિક પરિવર્તન આવ્યું છે.
શ્રી સંઘવીએ ઉમેર્યું હતું કે, સરહદી ગામોનો વિકાસ કેવી રીતે કરી શકાય તે ઉદ્દેશ્ય સાથે ૩૦થી વધુ સીનિયર પોલીસ અધિકારીઓ સરહદી ગામોમાં સભા સંવાદ યોજીને નાગરિકોની સમસ્યાઓથી અવગત થયા છે. તેમણે કપુરાશીમાં રાત્રી સભા, રોકાણ અને ગ્રામજનો સાથેના સંવાદને એક મહત્વપૂર્ણ અવસર ગણાવ્યો હતો.
નાયબ મુખ્યમંત્રીશ્રીએ સરહદી ગામોના નાગરિકોના રાષ્ટ્રપ્રેમને બિરદાવતા કહ્યું કે, સરહદ પારથી થતી ઘૂસણખોરી અટકાવવામાં ગ્રામજનોના સાવચેત વલણના કારણે સમયાંતરે મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. તેમણે કહ્યું કે કપુરાશી સહિત કચ્છના અનેક ગામોએ ‘સરહદના સંત્રી’ની ભૂમિકા અદા કરી છે.
શ્રી સંઘવીએ ગ્રામજનોને અનુરોધ કર્યો કે તેઓ સીમાપારથી થતી ઘૂસણખોરી અને સરકારી જમીન પરના દબાણો સહિતની બાબતોની જાણકારી પ્રશાસન સુધી પહોંચાડે. કારણ કે ગામ સજાગ રહે તો ડ્રગ્સનું દુષણ, અસામાજિક પ્રવૃત્તિઓ, સરકારી જમીન પર ધાર્મિક દબાણ જેવી અનેક પ્રવૃત્તિઓને અટકાવી શકાય છે.
કપુરાશી ગામ ખાતે નાયબ મુખ્યમંત્રીશ્રીનું ઢોલ-શરણાઈ સાથે સ્વાગત કરાયું હતું અને ગ્રામજનોએ તેમને કચ્છી પાઘ પહેરાવીને આવકાર આપ્યો હતો. શ્રી સંઘવીએ ગામના વડીલો અને યુવાનો સાથે મુક્તમને સંવાદ કરીને ગામના પ્રશ્નો, સામાજિક-આર્થિક અને ભૌગોલિક પરિસ્થિતિનો ખ્યાલ મેળવ્યો હતો. તેમણે કહ્યું કે, “કપૂરાસીમાં આ સાચા દેશભક્તો સાથે આવીને ગર્વની લાગણી અનુભવું છું.”
તેમણે સ્પષ્ટપણે ચેતવણી આપી હતી કે સરકારી જગ્યા પર કોઈ પણ સ્થળે ધાર્મિક કે અન્ય દબાણ હશે, તો તેના પર બુલડોઝર ફરશે.
આ પ્રસંગે સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, અબડાસા ધારાસભ્યશ્રી પ્રદ્યુમ્નસિંહ જાડેજા, વરિષ્ઠ અધિકારીઓ જેવા કે ગુજરાત સીઆઈડી ક્રાઈમના ડીજી શ્રી કે.એલ. રાવ, કચ્છ બોર્ડર રેન્જ આઇજીશ્રી ચિરાગ કોરડીયા, કચ્છ કલેક્ટરશ્રી આનંદ પટેલ, તેમજ અન્ય પદાધિકારીશ્રીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
….
[11/7, 6:45 AM] Dilip Gajjar.Mahiti.Press: *નિમંત્રણ*
*કાર્યક્રમ*:
ભારતના રાષ્ટ્રગીત “વંદે માતરમ્”ના ૧૫૦ વર્ષની રાજ્ય કક્ષાની ઉજવણી
*મહાનુભાવ*:
માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત રાજ્ય મંત્રી મંડળના સભ્યો
*તારીખ :*૭-૧૧-૨૦૨૫, શુક્રવાર*
*સમયઃ* *સવારે ૯.૦૦ કલાકે*
*સ્થળ :*ગુજરાત વિધાનસભા પરિસર*
આ કાર્યક્રમના કવરેજ માટે મિડીયાના મિત્રોને ઉપસ્થિત રહેવા નિમંત્રણ છે.
આભાર સહ,
*ન્યૂઝ અને મીડિયા રીલેશન શાખા*,
*માહિતી નિયામકશ્રીની કચેરી, ગાંધીનગર*
[11/7, 8:58 AM] Dilip Gajjar.Mahiti.Press: 🩺 પ્રેસ નોટ : “ગેરરીતિ સામે શૂન્ય સહનશીલતા : માનવતા વિરુદ્ધ વર્તન કરનાર સામે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા એક્શન મોડમાં”
તારીખ : ૦૭ નવેમ્બર, ૨૦૨૫
—
“પી.એમ.જે.એ.વાય.-મા” યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી હોસ્પિટલો સામે રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાની કડક કાર્યવાહી
*
મોડી રાત સુધી આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા સ્વયં સંકળાયા, આરોગ્ય સચિવ અને વિભાગને તાત્કાલિક નિર્દેશ આપતા ૪ હોસ્પિટલ સામે પગલા
*
રાજ્ય સરકારની લોકહિતકારી “પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના – મા” અંતર્ગત ગરીબ અને મધ્યમવર્ગીય નાગરિકોને ગુણવત્તાસભર નિ:શુલ્ક સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે આરોગ્ય વિભાગ સતત સજાગ છે. :- આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા
*
ભવિષ્યમાં પણ જો કોઈ હોસ્પિટલ માનવ સેવા જેવી પવિત્ર જવાબદારીને અવગણીને ગેરરીતિ કે માનવતા વિરોધી વર્તન કરશે, તો રાજ્ય સરકાર દ્વારા વધુ કડક પગલાં લેવામાં આવશે.
:- આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા
—
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન હેઠળ અને આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાના સુચન મુજબ, સરકારી યોજનામાં ગેરરીતિ આચરતી હોસ્પિટલો સામે રાજ્ય સ્તરે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આકસ્મિક નિરીક્ષણ દરમ્યાન યોજનાની માર્ગદર્શિકાનું પાલન ન થતું હોવાનું જણાતાં ૪ ખાનગી હોસ્પિટલમાંથી ૨ હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી છે, જ્યારે અન્ય ૨ હોસ્પિટલને કારણદર્શક નોટિસ પાઠવામાં આવી છે.
🏥 હોસ્પિટલવાઈઝ કાર્યવાહીનો વિગતવાર અહેવાલ
૧. દીપ ચિલ્ડ્રન હોસ્પિટલ અને નીઓનેટલ કેર, ગોધરા, પંચમહાલ (HOSP24T130518)
➡️ સ્થિતિ: સસ્પેન્ડ
▪️PICU અને NICU માટે જરૂરી માપદંડોની પૂર્તતા નહોતી
▪️એક્સપાયર્ડ દવાઓ મળી
▪️MBBS ડોકટર હાજર નહોતા
▪️લાભાર્થીઓને યોજનાકીય માહિતી આપતું કિઓસ્ક સ્થાપિત નહોતું
▪️ઇન્ફેક્શન કંટ્રોલ માર્ગદર્શિકાનું પાલન નહોતું
—
૨. કાશીમા હોસ્પિટલ, ભરુચ (HOSP24T170981)
➡️ સ્થિતિ: સસ્પેન્ડ
▪️PICU અને NICU માટેની માપદંડ પૂરા નહોતા
▪️ઇન્ફેક્શન કંટ્રોલ માર્ગદર્શિકાનું પાલન નહોતું
▪️લાભાર્થીઓને યોજનાકીય માહિતી આપતું કિઓસ્ક સ્થાપિત નહોતું
▪️નર્સિંગ સ્ટાફ કવોલીફાઈડ નહોતાં
▪️બપોરના ૧૨ વાગ્યા સુધી તબીબી અધિકારી હાજર નહોતા
▪️BU પરમીશન અને ફાયર NOC ઉપલબ્ધ નહોતાં
—
૩. મા ચિલ્ડ્રન અને જનરલ હોસ્પિટલ, કાલોલ, પંચમહાલ (HOSP24T132829)
➡️ સ્થિતિ: કારણદર્શક નોટિસ આપવામાં આવેલ
▪️લાભાર્થીઓને યોજનાકીય માહિતી આપતું કિઓસ્ક સ્થાપિત નહોતું
—
૪. મા ચિલ્ડ્રન અને નીઓનેટલ કેર, દેવગઢ બારિયા, દાહોદ (HOSP24T148571)
➡️ સ્થિતિ: કારણદર્શક નોટિસ આપવામાં આવેલ
▪️NICU માં એક્સપાયર્ડ દવાઓ મળી
▪️હોસ્પિટલ દ્વારા CCTV ફૂટેજ આપવા ઈનકાર કર્યો
▪️લાભાર્થીઓને યોજનાકીય માહિતી આપતું કિઓસ્ક સ્થાપિત નહોતું
આ બાબતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ મોડી રાત્રે નિવેદન આપતા જણાવ્યું કે “રાજ્ય સરકાર આરોગ્ય સેવાઓને વધુ સુચારૂ, પારદર્શક અને લોકહિતકારી બનાવવા સતત પ્રયત્નશીલ છે. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આરોગ્ય ક્ષેત્રે માનવતાને પ્રથમ સ્થાન આપવાનો સંકલ્પ છેપી.એમ.જે.એ.વાય.-મા યોજના એ ગરીબ અને જરૂરિયાતમંદ નાગરિકો માટે આશીર્વાદ સમાન છે, તેથી કોઈપણ પ્રકારની ગેરરીતિ કે માનવતા વિરોધી બેદરકારી સહન કરવામાં નહીં આવે.
વધુમાં આરોગ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે – “ભવિષ્યમાં પણ સરકારી યોજનામાં માનવ સેવા વિરુદ્ધ વર્તન કરનાર હોસ્પિટલ સામે રાજ્ય સરકાર કડકથી કડક પગલાં લેતી રહેશે.”
***
[11/7, 9:45 AM] Dilip Gajjar.Mahiti.Press: *કચ્છની સરહદ રાષ્ટ્ર ગીત “વંદે માતરમ્”થી ગુંજી ઉઠી*
*રાષ્ટ્ર ગીતના ૧૫૦ વર્ષ પૂર્ણ થતાં નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ સરહદી ગામ મોટી છેરમાં જવાનો સાથે રાષ્ટ્રગીતનું સમૂહગાન કર્યું*
૦૦૦૦
*નાયબ મુખ્યમંત્રીશ્રીએ જવાનો સાથે સ્વદેશી અપનાવવા શપથ લીધા*
….
*સ્વતંત્ર સંગ્રામમાં રાષ્ટ્રગીત “વંદે માતરમ્”ની મહત્વની ભૂમિકા રહી હતી*
૦૦૦૦
“વંદે માતરમ્” ગીતના ૧૫૦ વર્ષ પૂર્ણ થતાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ કચ્છના લખપત તાલુકાના મોટી છેર ગામની બોર્ડર આઉટ પોસ્ટ ખાતે જવાનો સાથે રાષ્ટ્રગીતનું સમૂહગાન કર્યું હતું. નાયબ મુખ્યમંત્રીશ્રીએ જવાનો સહિત ઉપસ્થિત અધિકારીઓ અને કર્મચારીઓ સાથે શપથ લઈને “સ્વદેશી અપનાવવા” આહવાન કર્યું હતું.
આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વંદે માતરમ્ રાષ્ટ્ર ગીતમાં દેશની એકતાના દર્શન થાય છે. સ્વતંત્ર સંગ્રામમાં આઝાદીની ચળવળ સમયે દેશને એકજૂટ રાખવામાં રાષ્ટ્ર ગીતે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ રાષ્ટ્ર ગીત દેશભક્તિ, ત્યાગ અને સમર્પણની ભાવના જગાડે છે. દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી રાષ્ટ્ર ગીતના ૧૫૦ વર્ષ નિમિત્તે કાશ્મીરથી કન્યાકુમારી સુધી રાષ્ટ્રવ્યાપી ઉજવણી કરીને આ અવસરને મનાવવામાં આવી રહ્યો છે. સીમાઓથી લઈને સમુદ્ર તટ સુધી રાષ્ટ્ર ગીતનું સમૂહગાન કરવામાં આવી રહ્યું છે.
આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ BSF જવાનો સાથે તેમની વચ્ચે જઈને સંવાદ સાથે ચાય પે ચર્ચા કરી હતી.
આ પ્રસંગે અગ્રણી શ્રી દેવજીભાઈ વરચંદ, રેન્જ આઇજીશ્રી ચિરાગ કોરડીયા અને વિરેન્દ્રસિંહ યાદવ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમ, ૧૭૬ બીએસએફ બટાલિયનના કમાન્ડન્ટશ્રી યોગેશ કુમાર સહિત અધિકારીશ્રી, પદાધિકારીશ્રીઓ, પોલીસ જવાનો અને બીએસએફ જવાનો ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦
[11/7, 9:59 AM] Dilip Gajjar.Mahiti.Press: Watch Live | Date 07-11-25 | Time 10:00 AM
LIVE: રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ્’ને 150 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે સમૂહગાન.
CM joins group singing of Vande Matarm at Gujarat Vidhan Sabha
YouTube :- https://youtu.be/6P3F3D4amOg
YouTube :- https://youtu.be/nuFvaPl5Qv0
FB :- https://www.facebook.com/share/v/1B41UQ9732/
FB :- https://www.facebook.com/share/v/17TU2oqZLX/
Twitter :- https://x.com/i/broadcasts/1rmxPvrMmvgGN
Twitter :- https://x.com/i/broadcasts/1ZkKzZqjVZeKv
CMO Gujarat Website :- https://cmogujarat.gov.in/en/watch-live
[11/7, 12:00 PM] Dilip Gajjar.Mahiti.Press: https://photos.app.goo.gl/KkVU3Z6sm1Ywf7XU7
[11/7, 12:09 PM] Dilip Gajjar.Mahiti.Press: *વંદે માતરમ @ ૧૫૦*
*વંદે માતરમ ગાનના ૧૫૦ વર્ષ પૂર્ણ થવા અવસરની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ઉજવણી*
*વિધાનસભા પરિસરમાં વંદે માતરમનું સામૂહિક ગાન – સ્વદેશી અપનાવવા સામૂહિક શપથ લેવાયા*
————-
*વંદે માતરમ” ભારતનાં આત્માનો નાદ અને દરેક ભારતીયના હૃદયમાં અનંત ઉર્જા, શ્રદ્ધા અને સંકલ્પ જગાવતા રાષ્ટ્રપ્રેમનો પવિત્ર ધ્વનિ છેઃ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ*
————-
*:: મુખ્યમંત્રીશ્રી ::*
* વંદે માતરમ ગીતમાં જે મા ભારતીની કલ્પના કરવામાં આવી છે, તે મુજબ સુજલામ-સુફલામ સહિતની દરેક વાતને સાકાર કરવા માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ પગલાં લીધાં છે.
* રાષ્ટ્રીય ગીત વંદે માતરમ પ્રેરણા ગીત છે અને સ્વતંત્રતાના સંગ્રામથી લઈ આજ દિવસ સુધી સૌના હૃદયમાં એક આગવું સ્થાન ધરાવે છે.
————-
*વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, રાજ્યમંત્રી શ્રી કાંતિભાઈ અમૃતિયાની પ્રેરક ઉપસ્થિતિ*
————-
*રાજ્યભરમાં વિવિધ સ્થળોએ મંત્રીશ્રીઓ-પદાધિકારીઓની ઉપસ્થિતિમાં સૌએ વંદે માતરમનું સામૂહિક ગાન, સ્વદેશી અપનાવવા સામૂહિક શપથ લીધા*
————-
વંદે માતરમ ગાનના ૧૫૦ વર્ષ પૂર્ણ થવા અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં વિધાનસભા પરિસરમાં વંદે માતરમ ગાનનું અને સ્વદેશી અપનાવવાના સંકલ્પનું સામૂહિક પઠન વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, રાજ્યમંત્રી શ્રી કાંતિભાઈ અમૃતિયાની પ્રેરક ઉપસ્થિતિ કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે વંદે માતરમ ગાનનો મહિમામંડિત કરતા હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વંદે માતરમ ગાનને વિકાસનો રાજમાર્ગ, સંકલ્પિત રાષ્ટ્ર જીવનનો મહામાર્ગ અને આપણી આઝાદીનો ધબકાર ગણાવ્યો છે.
૧૮૭૫માં લખાયેલા આપણા વંદે માતરમ ગાનના ૧૫૦ વર્ષ ૭મી નવેમ્બરે પૂર્ણ થયા છે તેની રાષ્ટ્રવ્યાપી ઉજવણી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં થઈ રહી છે. ૧૪૦ કરોડ ભારતવાસીઓમાં આ ઉજવણીથી રાષ્ટ્ર પ્રથમનો ભાવ ઉજાગર થયો છે.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી વંદે માતરમ ગીતના શબ્દો ‘ત્વમ હી પ્રાણા શરીરે’ એટલે કે પ્રત્યેક શ્વાસે માં ભારતી માટે સમર્પિત રહિને એક આદર્શ જીવન જીવવાનું ઉદાહરણ સમગ્ર દેશવાસીઓને આપી રહ્યાં છે. વડાપ્રધાનશ્રીએ વંદે માતરમને ભારતની આન, બાન અને શાન ગણાવી છે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, વંદે માતરમ ગીતમાં માં ભારતીની જે કલ્પના કરવામાં આવી છે, તે સુજલામ-સુફલામ સાથેની દરેક વાતને સાકાર કરવા માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ તમામ પગલાં લીધાં છે. તેમણે ગુજરાતમાં શરૂ કરાવેલી પંચામૃત શક્તિ, કન્યા કેળવણી, ગરીબ-વંચિતોનું કલ્યાણના પગલા કે સૌના વિકાસ અને સુખ-સમૃદ્ધિની ભાવના પણ વંદે માતરમમાં જ રહેલી છે.
તેમણે કહ્યું કે, આ ગીત બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયજી દ્વારા આનંદમઠ નવલકથામાં પહેલીવાર પ્રકાશિત થયું હતું અને પહેલીવાર જ્યારે રવિન્દ્રનાથ ટાગોરે આ ગીત ગાયું ત્યારે જ દેશના નાગરિકોને એક અદભુત રોમાંચક અનુભવ થયો હતો. વંદે માતરમ” માત્ર એક ગીત નથી, એ તો ભારતનાં આત્માનો નાદ અને દરેક ભારતીયના હૃદયમાં અનંત ઉર્જા, શ્રદ્ધા અને સંકલ્પ જગાવતા રાષ્ટ્રપ્રેમની પવિત્ર ધ્વનિ છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે, વંદે માતરમ એવો ક્રાંતિમંત્ર છે કે જેને બોલતા જ સૌ ભારતીયોના હૃદયનાં તાર રણઝણી ઉઠે છે અને માતૃભૂમિ પ્રત્યે વંદનનો ભાવ સમર્પણમાં પરિવર્તિત થાય છે. વંદે માતરમ એ રાષ્ટ્રીય ગીત તો છે જ પરંતુ પ્રેરણા ગીત પણ છે જેણે સ્વતંત્રતાના સંગ્રામથી લઈ આજ દિવસ સુધી સૌના હૃદયમાં એક આગવું સ્થાન બનાવ્યું છે.
તેમણે વંદે માતરમ ગાનની રચના અંગેનો કિસ્સો વર્ણવતા કહ્યું કે, વંદે માતરમના રચયિતા શ્રી બંકિમચંદ્રની નાનકડી દીકરીએ તેમને પૂછ્યું કે તમે જે માતૃભૂમિની સ્તૂતિ કરો છો તે કેવી છે તેની વિશે કહો. ત્યારે તેના જવાબમાં તેમણે વંદે માતરમ ગાનની રચના કરીને કહ્યું કે, આ હરિયાળી, ફળદ્રુપ, સૌને પોષણ આપનારી, નીલવર્ણી ખેતરો ધરાવતી, સુખદાયિની ભારતભૂમિ નદીઓ સરોવરોથી વ્યાપ્ત છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે ૧૯૫૦માં “વંદે માતરમ”ને રાષ્ટ્રગીતનો દરજ્જો આપ્યો. આજે પણ જ્યારે વંદેમાતરમ ગવાય કે તેને સાંભળીએ ત્યારે માતૃભક્તિ અને માં ભારતીની આરાધનાનો ભાવ ઊભો થાય છે.
વડાપ્રધાનશ્રીના પ્રયાસોથી ફરી એકવાર આ વંદે માતરમ ગીતના શબ્દોને જીવવાની પ્રેરણા મળી છે ત્યારે આ અવસરે સૌ નાગરિકજનો સ્વદેશીને બળ આપતા આત્મનિર્ભર ભારત બનાવવાની દિશામાં આગળ વધે તેવો મુખ્યમંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ સ્વદેશીને વંદે માતરમ ગીત સાથે સીધો સંબંધ હોવાનો વિશેષ ઉલ્લેખ કરતા કહ્યું કે, ૧૯૦૬માં ગુજરાતમાં અમદાવાદ ખાતે સ્વદેશી ચીજવસ્તુઓનું પ્રદર્શન યોજાયું ત્યારે ગુજરાતની ધરતી પર સૌપ્રથમ વાર “વંદે માતરમ” ગાવામાં આવ્યું હતું. સ્વદેશી વસ્તુઓથી માતૃભૂમિનાં વિકાસ સાથેનું સંધાન ગુજરાતની આ પાવન ભૂમિ પર એ સમયે રચાયું હતું.
વંદે માતરમ ગાન પછી સ્વદેશી અપનાવવાના સામુહિક શપથ લેવામાં આવ્યા હતા. આ શપથમાં સ્વદેશીને રોજિંદા જીવનનો ભાગ બનાવવા અને સ્વદેશી ચીજો રોજબરોજના જીવનમાં અપનાવવા માટે આહવાન કરવામાં આવેલું છે.
વંદે માતરમ ગાનના ૧૫૦ વર્ષ પૂર્ણ થવાના આ ગૌરવમય અવસરની ઉજવણી રાજ્યમાં જિલ્લા મથકો, નગરો ગામોમાં પણ મંત્રીશ્રીઓ અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં જનભાગીદારીથી કરવામાં આવી હતી.
વંદે માતરમના સામુહિક ગાન અને સ્વદેશીની શપથગ્રહણ અવસરે, ગાંધીનગરના ધારસભ્ય શ્રીમતિ રીટાબેન પટેલ, મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસ, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય સલાહકાર ડૉ. હસમુખ અઢિયા, અધિક મુખ્ય સચિવ શ્રી એસ. જે. હૈદર, શ્રી અંજુ શર્મા, પ્રિન્સિપાલ સેક્રેટરી શ્રી અશ્વિની કુમાર તેમજ રાજ્યના વરિષ્ઠ સચિવો તથા સચિવાલયના અધિકારી-કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.
—————
[11/7, 12:56 PM] Dilip Gajjar.Mahiti.Press: *ભારત પર્વ–૨૦૨૫, સ્ટેચ્યૂ ઓફ યુનિટી, એકતા નગરઃ “એક ભારત શ્રેષ્ઠ ભારત”*
——–
*વેસ્ટ મટિરિયલમાંથી સંગીતના પ્રતિરૂપ વાદ્યો બનાવી આત્મનિર્ભર બન્યા કલાકાર રાહુલ શ્રીવાસ*
——–
*ભારત પર્વ–૨૦૨૫ દરમિયાન એકતા નગર ખાતે મધ્યપ્રદેશની લોકકળાનું પ્રતિનિધિત્વ કરતા રાહુલ શ્રીવાસ સંગીતના ૪૦ પ્રકારના પ્રતિરૂપ વાદ્યો રજૂ કરી રહ્યા છેઃ*
——–
*ભારત પર્વ–૨૦૨૫માં મધ્યપ્રદેશના રાહુલ શ્રીવાસની સુરીલી સર્જનયાત્રાઃ વેસ્ટ મટિરિયલથી બનેલા પ્રતિરૂપ વાદ્યો બન્યા આકર્ષણનું કેન્દ્ર*
——–
*સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે એકતા નગર ખાતે યોજાયેલ ‘ભારત પર્વ–૨૦૨૫’માં રાહુલ શ્રીવાસની અનોખી કળા દેશની સાંસ્કૃતિક એકતાનો સંદેશ આપે છેઃ*
——–
*વોકલ ફોર લોકલની તાલે રાહુલ શ્રીવાસનું સર્જનઃ વેસ્ટ મટિરિયલમાંથી બનેલા વાદ્યો આત્મનિર્ભર ભારતનો જીવંત સ્વર બની ઊઠ્યા*
——–
*મારી કળાને ભારત પર્વમાં મંચ આપીને સરકારએ આત્મનિર્ભર કલાકારોને નવી ઓળખ આપીઃ રાહુલ શ્રીવાસ*
——–
*ગાંધીનગર,૭ સપ્ટેમ્બર ૨૦૨૫ઃ* વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ના પરિસરમાં આ દિવસોમાં ભારતની અનેકતામાં એકતાની ઝલક જોવા મળી રહી છે. સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે ભારત સરકાર અને ગુજરાત સરકારના સહયોગથી ૧ થી ૧૫ નવેમ્બર, ૨૦૨૫ દરમિયાન એકતા નગર ખાતે ભવ્ય ‘ભારત પર્વ’નું આયોજન થયું છે. દેશના વિવિધ રાજ્યોની લોકકળા, સંગીત અને સંસ્કૃતિ અહીં એક સાથે પ્રદર્શિત થઈ રહી છે.
આ ઉત્સવમાં મધ્યપ્રદેશના ભોપાલની અરેરા કોલોનીના રહેવાસી વાદ્યયંત્ર પ્રતિરૂપ કલાકાર રાહુલ શ્રીવાસ પણ પોતાની અનોખી કળાથી સૌનું ધ્યાન ખેંચી રહ્યા છે. તેઓ ફર્નિચરના વેસ્ટ મટિરિયલમાંથી ટબલા, ઢોલક, હાર્મોનિયમ, સિતાર, વીણા, વાજિંત્રોમાં બીન, મોરલી, જલતરંગ, મૃદંગ, ખંજરી, ડફ, શંખ, ઝાલર, કિરતાલ, સારંગી, શરણાઈ, સૂરમંડળ, બંસી જેવા આશરે ૪૦ પ્રકારના નાના સંગીત વાદ્યોના પ્રતિરૂપ બનાવી રહ્યા છે. આ પ્રતિરૂપ વાદ્યો માત્ર આકર્ષક દેખાવ જ નહીં, પરંતુ “વોકલ ફોર લોકલ”ની ભાવનાનું જીવંત ઉદાહરણ પણ છે.
સંગીતપ્રેમી પરિવારમાં જન્મેલા રાહુલ શ્રીવાસે મધ્યપ્રદેશની પ્રયાગ યુનિવર્સિટીમાંથી સંગીતમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે. શરૂઆતમાં તેઓ સંગીત કાર્યક્રમોમાં ભાગ લેતા હતા, પરંતુ મોંઘા વાદ્યો ખરીદવાની અસમર્થતાને કારણે તેમણે નવી દિશામાં વિચાર શરૂ કર્યો.
રાહુલભાઈ કહે છે, “વાદ્યોની કિંમતો વધારે હોવાથી ખરીદી મુશ્કેલ હતી, એટલે ફર્નિચરના વેસ્ટ મટિરિયલમાંથી નાના પ્રતિરૂપ વાદ્યો બનાવવાનું શરૂ કર્યું. લોકોને એ વાદ્યો ખૂબ પસંદ આવ્યા અને ધીમે ધીમે તેની માંગ વધી.”
આ રીતે હાથથી બનાવેલા વાદ્યોના વેચાણથી તેમણે પોતાની આજીવિકા ઉભી કરી. આજથી દાયકાઓ પહેલાં શરૂ થયેલો આ નાનો પ્રયાસ આજે તેમની આત્મનિર્ભરતા અને સર્જનાત્મકતાનું પ્રતિક બની ગયો છે.
……
*૨૦ મહિલાઓને રોજગાર આપતા રાહુલ શ્રીવાસનું ઉદાહરણાત્મક કાર્યઃ*
હાલમાં રાહુલ શ્રીવાસ પોતાના પરિવારના સહયોગથી આશરે ૨૦ જેટલી મહિલાઓને નાના પ્રતિરૂપ વાદ્ય બનાવવાની કામગીરી શિખવી રોજગાર આપી રહ્યા છે. તેઓ મહિને રૂ.૩૦,૦૦૦ જેટલી આવક મેળવે છે અને તેમની સાથે જોડાયેલી મહિલાઓને દરરોજ રૂ.૩૦૦ જેટલી રોજગારી આપે છે.તેઓ કહે છે કે, “હું આત્મનિર્ભર બન્યો છું, પણ મારી સાથે જોડાયેલી મહિલાઓને પણ આત્મનિર્ભર બનાવી શક્યો છું, એજ સાચો સંતોષ છે.”
…..
*ભારત પર્વમાં મધ્યપ્રદેશની કળાનું પ્રતિનિધિત્વઃ*
એકતા નગર ખાતે ભારત પર્વની ઉજવણી દરમિયાન મધ્યપ્રદેશ પ્રવાસન વિભાગના સંકલન થકી રાજ્ય સરકાર દ્વારા રાહુલ શ્રીવાસને ખાસ સ્ટોલ ફાળવવામાં આવ્યો છે, જ્યાં તેઓ પોતાના વાદ્યોનું પ્રદર્શન અને વેચાણ કરી રહ્યા છે.તેમણે જણાવ્યું કે,“લોકો તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ગુજરાત સરકારના આયોજનથી અમારા જેવા નાના ઉદ્યોગકારોને મોટું મંચ મળ્યું છે, જે બદલ હું હૃદયથી આભારી છું.”
તેમના સ્ટોલ પર દેશના વિવિધ રાજ્યોના પ્રવાસીઓ ઉત્સાહપૂર્વક આવે છે. નાના કદના વાદ્યોનું આકર્ષણ સૌને મોહિત કરી દે છે.
…..
*વોકલ ફોર લોકલ સ્વર અને સ્વાવલંબનની પ્રેરણા:*
રાહુલ શ્રીવાસની કળા માત્ર વ્યવસાય નહીં, પરંતુ આત્મનિર્ભર ભારતના સપનાનું પ્રતિબિંબ છે. વેસ્ટ મટિરિયલમાંથી કલાત્મક અને ઉપયોગી વાદ્યો બનાવવાની તેમની રીત ‘વોકલ ફોર લોકલ’ અને ‘મેક ઈન ઈન્ડિયા’ના સંદેશને જીવંત કરે છે.
એકતા નગરના આ ભારત પર્વ–૨૦૨૫ દરમિયાન રાહુલભાઈ જેવા કલાકારો ભારતની ધરતી પર રહેલી હસ્તકલા, લોકસંગીત અને આત્મનિર્ભરતાની ભાવનાને ઉજાગર કરી રહ્યા છે.
……….
*(ખાસ લેખઃમેહુલ વાંઝવાલા)*
-૦૦૦-
[11/7, 2:10 PM] Dilip Gajjar.Mahiti.Press: *ગુજરાતમાં રાસાયણિક ખેતીના કારણે કેન્સર થવાનો ખતરો વધ્યો છે: રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત*
*****
*પ્રાકૃતિક કૃષિ અપનાવી પ્રકૃતિ અને ઈષ્ટ દેવની ખરા અર્થમાં પૂજા કરવા રાજયપાલશ્રી દેવવ્રતજીનું આહ્વાન*
*****
*સાવલીના વાંકાનેર ગામમાં પ્રકૃતિના શરણે પ્રાકૃતિક કૃષિ અંગે ખેડૂતો સાથે પરિસંવાદ કરતા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી*
*****
*દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવી પ્રકૃતિ તરફ પ્રયાણ કરવા રાજ્યપાલશ્રીએ હાંકલ કરી*
*****
*પ્રાકૃતિક કૃષિ સૂક્ષ્મ જીવાણુઓની ખેતી છે, તેમ કહી રાજ્યપાલશ્રીએ વડોદરા જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના પાંચ આયામોને વૈજ્ઞાનિક ઢબે સમજાવ્યા*
*****
*વડોદરા જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા સંકલ્પબદ્ધ કરતા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી*
*****
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ખેડૂતોને સંબોધતા સ્પષ્ટ જણાવ્યું હતું કે, રાસાયણિક ખેતી એ માત્ર જમીનને બંજર બનાવતી નથી, પરંતુ માનવ જીવનમાં કેન્સર અને અન્ય ગંભીર રોગોનો ભયંકર વિસ્ફોટ પેદા કર્યો છે. તેમણે ખેડૂતોને ખાતરી આપી હતી કે દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી (નેચરલ ફાર્મિંગ) અપનાવવાથી ઉત્પાદન ઘટતું નથી, પરંતુ વધે છે, અને તે પર્યાવરણ તેમજ સ્વાસ્થ્ય માટે સંજીવની સમાન છે.
વડોદરા જિલ્લાના વાંકાનેર ખાતે યોજાયેલા પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક ખેતી અંગે ગુજરાતમાં થઈ રહેલા ૯ લાખ જેટલા સફળ પ્રયાસોની નોંધ લીધી હતી અને ખેડૂતોને ડર્યા વગર આ માર્ગ અપનાવવા અનુરોધ કર્યો હતો.
રાજ્યપાલશ્રીએ ગુજરાતના ખેડૂત સમુદાય સાથે સીધો અને સઘન સંવાદ સ્થાપિત કરવાની નવી પહેલની જાહેરાત કરી. તેમણે જણાવ્યું કે પાંચ વર્ષમાં દરેક જિલ્લાની મુલાકાત લીધા બાદ, હવે બીજો તબક્કો શરૂ થયો છે, જેમાં ગુજરાતના પ્રત્યેક તાલુકા સુધી પહોંચી ખેતરોમાં સીધો સંવાદ સ્થાપિત કરવામાં આવી રહ્યો છે. તેમણે નિયમ બનાવ્યો છે કે જે ગામમાં તેઓ જશે, ત્યાં પંચાયત ભવન અથવા શાળામાં આખી રાત ગુજારશે અને ગામના લોકો સાથે રાત્રિ સભા યોજશે. આ સાથે જ, તેઓ ગામના અનુસૂચિત જાતિના પરિવારો સાથે બેસીને ભોજન લેશે, અને બીજા દિવસે સવારે ગૌ માતાનું દૂધ દોહવાનું કાર્ય પણ પોતે કરશે, જેથી ખેડૂતોને ખાતરી થાય કે તેઓ પોતે પણ એક ખેડૂત છે.
પોતાના ઉદ્દબોધનમાં, રાજ્યપાલશ્રીએ પોતે ખેડૂત હોવાનો દાખલો આપ્યો હતો અને જણાવ્યું હતું કે તેઓ હરિયાણાના કુરુક્ષેત્ર સ્થિત ગુરુકુળનું સંચાલન કરે છે, જ્યાં ૨૦૦ એકર જમીન અને ૪૦૦ ગૌ માતાઓ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે તેઓ છેલ્લા નવ વર્ષથી બિલકુલ શુદ્ધ પ્રાકૃતિક ખેતી કરે છે અને જમીનમાં એક ટીપું પણ યુરિયા, ડીએપી કે જંતુનાશકનો ઉપયોગ કરતા નથી. તેમણે ઉમેર્યું કે જેમણે પ્રાકૃતિક ખેતી શરૂ કરી છે, તેમનું ઉત્પાદન ઓછું થવાને બદલે હવે વધી ગયું છે, જે આ પદ્ધતિની સફળતાનો જીવંત પુરાવો છે.
રાજ્યપાલશ્રીએ રાસાયણિક ખેતીના ગંભીર પરિણામો તરફ ધ્યાન દોરતા જણાવ્યું કે જે ખેડૂતો રાસાયણિક ખેતી કરી રહ્યા છે, તેમની જમીન બંજર બની ચૂકી છે. કૃષિ વૈજ્ઞાનિકો અનુસાર, જે જમીનનો ઓર્ગેનિક કાર્બન (OC) ૦.૫ થી નીચે હોય, તે બંજર ગણાય છે, અને ગુજરાતમાં રાસાયણિક ખેતી કરતા મોટાભાગના લોકોના ખેતરોનો ઓર્ગેનિક કાર્બન ૦.૫ થી નીચે આવી ગયો છે (૦.૨, ૦.૩, ૦.૪ જેટલો). આ જમીનમાંથી જબરદસ્તી પેદાવાર લેવા માટે ખેડૂતોને દર વર્ષે યુરિયા, ડીએપી અને અન્ય રાસાયણિક ખાતરોની માત્રા વધારવી પડે છે.
તેમણે ચેતવણી આપી હતી કે યુરિયા, ડીએપી અને જંતુનાશકોએ ધરતીની ગુણવત્તા વધારનારા અને ખેડૂતના મિત્ર ગણાતા સૂક્ષ્મ જીવાણુઓ, અળસિયા અને મિત્ર કીટકોનો નાશ કર્યો છે. રાસાયણિક દવાઓ એટલી ઝેરી છે કે તે સાપ જેવા જીવને પણ મારી નાખે છે, તો પછી ધરતીને ઉપજાવ બનાવતા સૂક્ષ્મ જીવો કેવી રીતે બચી શકે? રાસાયણિક ખેતીને કારણે યુએનઓ (UNO)ના રિપોર્ટ મુજબ, વિશ્વભરમાં ધરતી માતાનું ઉત્પાદન ૧૦% જેટલું ઘટી ગયું છે, અને જો આ પદ્ધતિ ચાલુ રહેશે તો ઉત્પાદન વધુ ઘટશે.
રાજ્યપાલશ્રીએ ૭ નવેમ્બરને રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ તરીકે ઉલ્લેખ કરીને, ગુજરાતમાં કેન્સરના ભયાનક વધારા અંગે આંકડા રજૂ કર્યા. ગુજરાત પ્રદેશ કેન્સર સોસાયટીના અધ્યક્ષ તરીકે તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં દરરોજ ૭૯૦ નવા કેન્સરના દર્દીઓ સામે આવી રહ્યા છે. તેમણે માહિતી આપી કે ૨૦૨૦માં ગુજરાતમાં ૭૦,૦૦૦ કેન્સરના દર્દીઓ હતા, જે પાંચ વર્ષમાં વધીને પ્રતિ વર્ષ દોઢ લાખ નવા દર્દીઓ થઈ ગયા છે, એટલે કે કેન્સરના દર્દીઓ બમણા થઈ ગયા છે.
આરોગ્ય સંકટની ગંભીરતા દર્શાવતા, તેમણે જણાવ્યું કે પીએમ જન આયુષ્માન યોજના હેઠળ જ છેલ્લા એક વર્ષમાં ૨.૮૮ લાખ કેન્સરના દર્દીઓની સારવાર કરવામાં આવી હતી. તેમણે ખેડૂતોને વિનંતી કરી કે તેઓ એવી ખેતી ન કરે જે લોકોનું જીવન લે છે, જેમ કે તમાકુની ખેતી, જે કેન્સર જેવા જીવલેણ રોગો પેદા કરે છે. તેમણે ચેતવણી આપી કે યુએનઓનો આંકડો દર્શાવે છે કે જો ભારતમાં રાસાયણિક ખેતી અને વર્તમાન જીવનશૈલી ચાલુ રહેશે, તો આગામી ૭-૮ વર્ષમાં કેન્સરનો ભયંકર વિસ્ફોટ થશે.
રાજ્યપાલશ્રીએ ખેડૂતોની એ ભ્રાંતિને દૂર કરી કે પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન ઓછું થાય છે. તેમણે સ્પષ્ટતા કરી કે જો ખેડૂતો જૈવિક ખેતી (ઓર્ગેનિક ખેતી) કરશે તો કદાચ ઉત્પાદન ઓછું થઈ શકે છે, પરંતુ પ્રાકૃતિક ખેતી કરવાથી ઉત્પાદન ઓછું થતું નથી, પરંતુ ઊલટું વધે છે. તેમણે પ્રાકૃતિક ખેતી કરનારા ખેડૂતોના હાથ ઊંચા કરાવીને સભામાં જ સાબિત કર્યું હતું કે તેમના ખેતરોની માટીનું ઓર્ગેનિક કાર્બન (OC) ૧ અથવા તેનાથી ઉપર છે અને તેમની જમીન જંગલની ભૂમિ જેવી બની ગઈ છે.
તેમણે પ્રાકૃતિક ખેતીનો એક મોટો ફાયદો જણાવતા કહ્યું કે જે ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે છે, તેમને બેમોસમી વરસાદને કારણે રાસાયણિક ખેતી કરનારાઓ કરતાં ઘણું ઓછું નુકસાન થાય છે. આનું કારણ એ છે કે પ્રાકૃતિક ખેતીમાં અળસિયાની આખી સેના જમીનમાં છિદ્રો (પોર્સ) બનાવે છે, જેના કારણે ધરતી માતા પાણીને પોતાના પેટમાં સમાવી લેવાની તાકાત વધારી દે છે. જ્યારે રાસાયણિક ખેતીથી બંજર થયેલી જમીન પાણી શોષી શકતી નથી, પરિણામે પાણી ખેતરોમાં ભરાઈ રહે છે અને પાક બરબાદ થઈ જાય છે.
રાજ્યપાલશ્રીએ બેમોસમી વરસાદ અને પર્યાવરણના દૂષણ માટે રાસાયણિક ખેતીના મોટા યોગદાન પર ભાર મૂક્યો. તેમણે સમજાવ્યું કે જ્યારે ખેતરોમાં યુરિયા અને ડીએપીનો છંટકાવ કરવામાં આવે છે, ત્યારે તેમાં રહેલું નાઇટ્રોજન વાતાવરણના ઓક્સિજનના સંપર્કમાં આવતા નાઇટ્રસ ઓક્સાઇડ નામનો વાયુ પેદા થાય છે. આ નાઇટ્રસ ઓક્સાઇડ વાયુ પર્યાવરણ માટે કાર્બન ડાયોક્સાઇડ કરતાં ૩૧૨ ગણો વધારે ખતરનાક છે અને તે વાતાવરણને દૂષિત કરીને બેમોસમી વરસાદ જેવી આફતોમાં મોટો ફાળો આપે છે.
તેમણે કૃત્રિમ બીજ દાન સહિતની પશુપાલન અને કૃષિ કલ્યાણની યોજનાઓનો લાભ લેવા માટે અપીલ કરી હતી.
વાંકાનેર પીએમ શ્રી પ્રાથમિક શાળા પટાંગણમાં રાજ્યપાલશ્રીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.
સ્વાગત પ્રવચનમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી મમતા હીરપરાએ જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ અંગે થઈ રહેલી કાર્યવાહીની રૂપરેખા આપી હતી.
‘પ્રાકૃતિક કૃષિ…પ્રકૃતિના શરણે પરિસંવાદ’ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી ગાયત્રીબેન મહીડા, અગ્રણી શ્રી રસિકભાઈ પ્રજાપતિ, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સુશીલ અગ્રવાલ, જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી પરીખ, આત્મા વિભાગના નિયામકશ્રી, પ્રોજેક્ટ ડિરેક્ટરશ્રી, આત્મા વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ, કૃષિ વિભાગનો સ્ટાફ, જિલ્લા વહીવટી તંત્રનો સ્ટાફ, માસ્ટર ટ્રેનર્સ, કૃષિ સખીઓ તેમજ મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
*૰૰૰૰૰*
[11/7, 2:32 PM] Dilip Gajjar.Mahiti.Press: *ગુજરાતની લિફ્ટ પાઇપલાઇન ટેક્નિકથી આદિવાસી વિસ્તારોમાં ખેતીનું ચિત્ર બદલાયું, 1 લાખ 39 હજાર એકરથી વધુ ખેતરો સુધી પહોંચી સિંચાઈ સુવિધા*
***
• _લિફ્ટ પાઇપલાઇન ટેક્નિક માટે છેલ્લા 7 વર્ષમાં ₹5,115 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો_
• _આદિવાસી ગામડાઓમાં 1,39,510 એકર જમીન સુધી પહોંચી સિંચાઈ સુવિધા_
• _વનબંધુ કલ્યાણ યોજના અને 2.0 બની આદિવાસી ખેડૂતો માટે વરદાન_
***
*ગાંધીનગર, 7 નવેમ્બર 2025:* ગુજરાતના આદિજાતિ વિસ્તારોમાં ખેડૂતોને સશક્ત બનાવવાના લક્ષ્ય સાથે રાજ્ય સરકારે લિફ્ટ પાઇપલાઇન ટેક્નિકનો ઉપયોગ કરીને આ વિસ્તારોમાં મોટા પાયે સિંચાઈની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં સફળતા મેળવી છે. રાજ્ય સરકારે છેલ્લા 7 વર્ષમાં ₹5115 કરોડનો જંગી ખર્ચ કરીને આદિવાસી વિસ્તારમાં 1,39,510 એકરથી વધુ ખેતીની જમીનને સિંચાઈ પૂરી પાડી છે.
ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે લિફ્ટ પાઇપલાઇન ટેક્નિક માટે માત્ર ત્રણ વર્ષ (2023, 2024 અને 2025)માં ₹2212 કરોડથી વધુનો ખર્ચ કર્યો છે. તો 2019, 2020, 2021 અને 2022માં રાજ્ય સરકારે આદિવાસી વિસ્તારોમાં સિંચાઈ સુવિધાઓને વધુ સારી બનાવવા માટે ₹2903 કરોડથી વધુનો ખર્ચ કર્યો છે.
આદિવાસી વિસ્તારોમાં ઇરિગેશન કવર સતત વધી રહ્યું છે ત્યારે રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી શ્રી ઇશ્વરસિંહ પટેલે આ અંગે જણાવ્યું કે, *“ખેતી અને ખેડૂતોની સમૃદ્ધિ એ અમારી મુખ્ય પ્રાથમિકતાઓ પૈકીની એક છે. આપણા માર્ગદર્શક અને દૂરંદેશી નેતા શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે વનબંધુ કલ્યાણ યોજના શરૂ કરી હતી. આ યોજના અંતર્ગત લિફ્ટ પાઈપલાઈન ટેક્નિકનો ઉપયોગ કરીને, અમે રાજ્યના 6 આદિવાસી જિલ્લાના 708 ગામોના ખેડૂતોને બારમાસી સિંચાઈની સુવિધા પૂરી પાડવામાં સફળ થયા છીએ. હવે અમે વનબંધુ કલ્યાણ યોજના 2.0 હેઠળ રાજ્યના બાકીના આદિવાસી વિસ્તારોને પણ સંપૂર્ણ સિંચાઈયુક્ત બનાવવા માટે ઘણા પ્રોજેક્ટ્સ હાથ ધરી રહ્યા છીએ, જેમાં ₹3,779 કરોડનો ખર્ચ કરીને આદિવાસી વિસ્તારોના લગભગ 1,44,164 એકરથી વધુ ખેતીની જમીનને સિંચાઈ સુવિધા પ્રદાન કરવામાં આવશે. આ પરિયોજનાઓ અમે આવનારા સમયમાં પૂર્ણ કરીશું.”*
*વનબંધુ કલ્યાણ યોજના બની આદિવાસી ખેડૂતો માટે વરદાન*
ગુજરાત સરકારની વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત લાગુ કરવામાં આવેલી લિફ્ટ પાઇપલાઇન ટેક્નિક આદિવાસી વિસ્તારો માટે વરદાન સાબિત થઈ છે. આ પ્રોજેક્ટ લાગુ કરવામાં આવ્યો એ પહેલાં આ વિસ્તારોમાં સિંચાઈ અને ખેડૂતોની સ્થિતિ બહુ ચિંતાજનક હતી. હવે આ વિસ્તારના ખેડૂતો બારમાસી સિંચાઈ સુવિધાઓનો ઉપયોગ કરીને આખું વર્ષ પાક લઈ રહ્યા છે અને તેનાથી તેમની આવક, જીવનશૈલી અને જીવનની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો થયો છે. આ જ રીતે બાકીના આદિવાસી વિસ્તારોને આધુનિક ટેક્નોલૉજીથી યુક્ત સિંચાઈ સુવિધા પહોંચાડવા માટે રાજ્ય સરકાર દ્વારા વનબંધુ કલ્યાણ યોજના 2.0 લાગુ કરવામાં આવી છે અને તેના અંતર્ગત ઘણાં પ્રોજેક્ટ્સ હાલ કાર્યરત છે.”
*જાણો શું છે લિફ્ટ પાઇપલાઇન ટેક્નિક અને તેના ફાયદા*
લિફ્ટ પાઈપલાઈન ટેક્નિકનો ઉપયોગ એવા વિસ્તારોમાં થાય છે જ્યાં પાણીનું સ્તર ખેતરના સ્તરથી નીચે હોય છે. આ ટેક્નિક ખાસ કરીને પહાડી વિસ્તારો, સૂકા વિસ્તારો અને જ્યાં પાણીની અછત હોય તેવા વિસ્તારોમાં ઉપયોગી છે. આ એક આધુનિક સિંચાઈ પ્રણાલી છે જેમાં પાઈપો દ્વારા પાણી પમ્પ કરવામાં આવે છે અને ઊંચું જમીન સ્તર ધરાવતા ખેતરોમાં પહોંચાડવામાં આવે છે. આ ટેક્નિકથી સિંચાઈમાં પાણીનો ન્યૂનતમ વ્યય થાય છે, કારણ કે પાણી સીધું ખેતરો સુધી પહોંચે છે. આ ઉપરાંત, પરંપરાગત સિંચાઈ પદ્ધતિઓની સરખામણીમાં લિફ્ટ પાઇપલાઇન ટેક્નિક ઓછો શ્રમ માગે છે અને નિયમિત અને પર્યાપ્ત પાણીનો પુરવઠો મળવાને કારણે પાકના ઉત્પાદનમાં પણ વધારો થાય છે.
*X-X-X*
[11/7, 3:25 PM] Dilip Gajjar.Mahiti.Press: *ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતી – જન જાતિય ગૌરવ વર્ષની ઉજવણી*
————–
*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અંબાજીથી એકતા નગર સુધી યોજનારી જનજાતિય ગૌરવ યાત્રાને પ્રસ્થાન કરાવ્યું*
————–
*વિધાનસભા અધ્યક્ષશ્રી – રાજ્ય મંત્રી મંડળના મંત્રીશ્રીઓની પ્રેરક ઉપસ્થિતિ*
————–
*તારીખ 7 થી 13 નવેમ્બર સુધી અંબાજીથી એકતાનગર અને ઉમરગામથી એકતાનગર સુધી કુલ 1,378 કિ.મી.ની જનજાતિય ગૌરવ યાત્રાનું વિશેષ આયોજન*
————–
*રાષ્ટ્રનિર્માણમાં જનજાતિય સમાજના ગૌરવપૂર્ણ યોગદાનને જન-જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે રાજ્યના ગામોમાં યાત્રા ભ્રમણ કરશે*
————–
*આઝાદીની લડતમાં અગ્રેસર રહેલા આદિવાસી બાંધવોને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ અમૃતકાળાના ભારતની વિકાસયાત્રામાં ભાગીદાર બનાવ્યા છે: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ*
————–
_*::મુખ્યમંત્રીશ્રી::*_
* જેને કોઈના પૂછે તેને મોદીજી પૂજે છે.
* સ્વાતંત્ર્ય વીર ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતીને જનજાતિય ગૌરવ દિવસ તરીકે ઉજવવાની નવતર પરંપરા વડાપ્રધાનશ્રીએ શરૂ કરાવી છે.
————–
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ભગવાન બિરસા મુંડાની દોઢસોમી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે યોજાઇ રહેલી જનજાતિય ગૌરવ યાત્રાનો પ્રારંભ કરાવતા સ્પષ્ટ પણે જણાવ્યું કે, જેને કોઈ ન પૂછે તેને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ પૂજે છે.
તેમણે કહ્યું કે, આઝાદીની લડતમાં ભગવાન બિરસા મુંડાના નેતૃત્વમાં અગ્રેસર રહેલા આદિવાસીઓને વડાપ્રધાનશ્રીએ અમૃતકાળના ભારતની આ વિકાસયાત્રામાં ભાગીદાર બનાવ્યા છે. એટલું જ નહીં, સ્વાતંત્ર્ય વીર ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતીને જનજાતિય ગૌરવ દિવસ તરીકે ઉજવવાની નવી પરંપરા પણ તેમણે 2011થી ઊભી કરી છે.
આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આ વર્ષે થઈ રહી છે. સ્વાતંત્ર્ય સંગ્રામમાં બિરસા મુંડાની આગેવાનીમાં આદિજાતિઓના ઐતિહાસિક યોગદાનને આજની પેઢી જાણે અને તેમાંથી રાષ્ટ્રનિર્માણની પ્રેરણા મેળવે તેવા ઉદ્દેશ્ય સાથે વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં આ વર્ષ “જનજાતીય ગૌરવ વર્ષ” તરીકે ઉજવાઈ રહ્યું છે.
ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતિ ઉજવણી નિમિત્તે તા.૧ થી ૧૫મી નવેમ્બર, ૨૦૨૫ દરમિયાન ‘જનજાતીય ગૌરવ વર્ષ મહોત્સવ’ની ઉજવણી અન્વયે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા તા.૭ થી ૧૩ નવેમ્બર સુધી રાજ્યના આદિજાતિ વિસ્તારોમાં જનજાતિય ગૌરવ રથ યાત્રા કરશે જેમાં રૂટ નં-૧ ઉમરગામથી એકતાનગર સુધી ૬૬૫ કિમી અને અંબાજીથી એકતાનગર સુધી ૭૧૩ કિમી એમ કુલ ૧,૩૭૮ કિ.મી.માં આદિજાતિ વિસ્તારને આવરી લેતી ‘જનજાતિય ગૌરવ રથ યાત્રા’નું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
યાત્રા દરમિયાન જનજાતીય ગૌરવ રથ જે ગામોમાં જશે ત્યાં લોકો દ્વારા સ્વાગત કરાશે તેમજ રાત્રિરોકાણના સ્થળોએ ભગવાન બિરસા મુંડાના જીવન-કવનના નાટક, નિદર્શન અને કેન્દ્ર-રાજ્ય સરકારની યોજનાકીય માહિતી પણ લોકોને અપાશે.
યાત્રાના માધ્યમથી આરોગ્ય તપાસ કેમ્પ, સેવાસેતુ, સામૂહિક સ્વચ્છતા સફાઈ સહિતના અનેક સેવાલક્ષી કાર્યક્રમો જનભાગીદારીથી યાત્રાના રૂટ પરના ગામોમાં યોજાશે. બાળકો, યુવાઓ અને સમગ્ર સમાજ ભગવાન બિરસા મુંડાના જીવન-કવનથી પરિચિત થાય તેવા કાર્યક્રમો પણ આ યાત્રા દરમિયાન થવાના છે.
આ ઉપરાંત, ભગવાન બિરસા મુંડાનાં રાષ્ટ્રનિર્માણ માટેના યોગદાન અંગે ચિત્ર અને વક્તૃત્વ સ્પર્ધા, નાટક-ભવાઈ તથા તેમના જીવન પરના વ્યાખ્યાનો, ફિલ્મ નિદર્શન પણ રાજ્ય સરકારના વિભાગો દ્વારા યોજાવાના છે. 14 આદિજાતિ સિવાયના 20 જિલ્લાઓમાં પણ 13 થી 15 નવેમ્બર દરમિયાન જનજાતિય ગૌરવ વર્ષની ઉજવણીના વિવિધ કાર્યક્રમ થવાના છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અંબાજીધામથી આ ગૌરવ યાત્રાને પ્રસ્થાન કરાવતાં એમ પણ કહ્યુ કે, વડાપ્રધાનશ્રીએ તેમના કાર્યકાળમાં આદિવાસીઓના સર્વાંગી વિકાસને પ્રાથમિકતા આપતા અનેકો કલ્યાણ કાર્યક્રમો સાકાર કર્યા છે. તેમણે ગુજરાતમાં આદિજાતિઓના સામાજિક-આર્થિક ઉત્કર્ષ માટે શરૂ કરાવેલી વનબંધુ કલ્યાણ યોજના રાજ્ય સરકારે 1 લાખ કરોડના પ્રાવધાન સાથે 2025 સુધી લંબાવી છે તેમ પણ મુખ્યમંત્રી શ્રી ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ પી.એમ. જનમન અભિયાનમાં રાજ્યના આદિમ જૂથોને પ્રધાનમંત્રી આવાસ યોજનાના આવાસો, આદિમ જૂથ વસાહતોમાં મોબાઇલ નેટવર્ક ઉપલબ્ધ કરાવવા 21 મોબાઇલ ટાવર્સ અને ફોર-જી સેવાઓ મળી છે તેની પણ ભૂમિકા આપી હતી.
તેમણે આદિકર્મયોગી અભિયાન અન્વયે રાજ્યના 1 લાખ 40 હજારથી વધુ લોકોએ આદિવાસી ગામ વિઝન 2030 તૈયાર કરવામાં સહભાગી થઈને આદિજાતિ ગામોના સર્વાંગી વિકાસનો વિલેજ એક્શન પ્લાન તૈયાર કર્યો છે તેની સરાહના કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ આપેલા વિકસિત ભારત @ 2047માં આ દિવાસીઓના ઉત્થાન અને યોગદાન બેસીને મહત્વપૂર્ણ ગણાવ્યા હતા આ માટે વોકલ ફોર લોકલ દ્વારા વધુ ને વધુ સ્વદેશી વસ્તુઓને અપનાવવા અને સ્થાનિક આદિવાસી હસ્તકલા, કારીગરી, ખાન-પાનને પ્રોત્સાહન આપીને જનજાતિય ગૌરવને ઉજાગર કરવા પણ તેમણે આહવાન કર્યું હતું.
આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, ભગવાન બિરસા મુંડાજી આદિવાસી સમાજના પ્રેરણાસ્રોત અને આદર્શ વ્યક્તિત્વ રહ્યા છે. તેમણે પોતાના જીવન દ્વારા ધર્મ, સંસ્કૃતિ અને આદિવાસી ઓળખને જાળવી રાખવા અવિરત પ્રયત્નો કર્યા હતા. સમાજમાં રહેલા કુરિવાજો અને અંધશ્રદ્ધાને દૂર કરવા માટે તેમણે જનજાગૃતિ ફેલાવી હતી.
અધ્યક્ષશ્રીએ જણાવ્યું કે, ભગવાન બિરસા મુંડાએ શિક્ષણના પ્રસાર માટે વિશેષ મહત્વ આપ્યું હતું અને વ્યસનમુક્તિ માટે અભિયાન ચલાવીને સમાજ સુધારાનું કાર્ય કર્યું હતું. તેમણે આશ્રમની સ્થાપના કરીને સમાજને એક નવી દિશા આપી હતી, જે આજની યુવા પેઢી માટે પ્રેરણા આપે છે. ભગવાન બિરસા મુંડાએ અનેક મુશ્કેલીઓ વચ્ચે પણ અગ્રેજ સરકારની દમન નીતિઓ સામે અવાજ ઉઠાવ્યો હતો. તેમના સંઘર્ષમય જીવનમાંથી આપણે રાષ્ટ્રીય એકતા, આત્મસન્માન અને ન્યાય માટે લડવાની પ્રેરણા મેળવી શકીએ છીએ. ભગવાન બિરસા મુંડાનું યોગદાન ભારતના ઈતિહાસમાં અમર રહેશે.
આદિજાતિ વિકાસ, અન્ન – નાગરિક પુરવઠા રાજ્યમંત્રી શ્રી પૂનમચંદ બરંડાએ જણાવ્યું હતું કે, ભગવાન બિરસા મુંડાજીનું જીવન સંઘર્ષ, સેવા અને સમર્પણનું રહ્યું છે. તેમણે આદિવાસી સમાજને આત્મવિશ્વાસ અને એકતાનું બળ આપ્યું હતું. આજે રાજ્ય સરકાર આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે આદિજાતિ વિસ્તારમાં શિક્ષણ, આરોગ્ય અને રોજગારની તકો વધારવા સતત પ્રયાસરત છે.
જનજાતીય ગૌરવ યાત્રાના પ્રારંભ અવસરે રાજ્ય મંત્રીશ્રી પ્રવીણભાઈ માળી, શ્રી સ્વરૂપજી ઠાકોર, શ્રી કમલેશભાઈ પટેલ, શ્રી રમેશભાઈ કટારા, અગ્રણી શ્રી રત્નાકરજી, રાજ્યસભાના સાંસદશ્રી બાબુભાઈ દેસાઈ, શ્રીમતી રમીલાબેન બારા, ધારાસભ્યશ્રી અનિકેતભાઇ ઠાકર, આદિજાતિ અગ્ર સચિવશ્રી શામીના હુસેન, પૂર્વમંત્રીશ્રી કુબેરભાઈ ડિંડોર, શ્રી હરિભાઈ ચૌધરી, જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એમ.જે.દવે, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી પ્રશાંત સુમ્બે સહિત અધિકારીશ્રીઓ, મહાનુભાવો અને બહોળી સંખ્યામાં આદિવાસી સમાજના આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા.
———–
[11/7, 3:34 PM] Dilip Gajjar.Mahiti.Press: https://drive.google.com/drive/folders/154EF3TTZK0F3IBaH-tWkwU6Rfbb5ALbY?usp=sharing
[11/7, 3:40 PM] Dilip Gajjar.Mahiti.Press: *એકતાનગર, કેવડિયા ખાતે ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે*
—–
*રાષ્ટ્રીય પરિસંવાદ, આદિવાસી સાંસ્કૃતિક કાર્યક્રમો, પરંપરાગત હસ્તકલા-કૃતિનું પ્રદર્શન, પુસ્તક વિમોચન સહિતના કાર્યક્રમોનું આયોજન*
—–
ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે જનજાતિય ગૌરવ વર્ષ તથા ભારત પર્વની ઉજવણીના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા તા.૧થી ૧૫ નવેમ્બર, ૨૦૨૫ દરમિયાન એકતાનગર, કેવડિયા ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં પરંપરાગત પૂજા અર્ચના, ભગવાન બિરસા મુંડાના જીવન અને યોગદાન વિશે એક દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદ, પ્રદર્શન, વેચાણ, જીવંત નિદર્શન, ભવ્ય આદિવાસી સાંસ્કૃતિક કાર્યક્રમો, જનજાતિય ગૌરવ રથયાત્રા, પુસ્તક વિમોચન તેમજ આદિજાતિ સમુદાયના વિકાસની યોજનાઓનો શુભારંભ તથા વિકાસ કાર્યોના લોકાર્પણ જેવા વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે.
જનજાતિય ગૌરવ વર્ષની ઉજવણીના ભાગરૂપે એકતાનગર ખાતે આદિવાસી દેવ-દેવીઓની તથા ભગવાન બિરસા મુંડાની પૂજા અર્ચનાથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આ પ્રસંગે ભગવાન બિરસા મુંડાના જીવન અને યોગદાન વિશે એક દિવસીય રાષ્ટ્રીય કક્ષાના પરિસંવાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અધ્યાપકો, વિદ્યાર્થીઓ અને વિવિધ રાજ્યોના વિષય તજજ્ઞોની ઉપસ્થિતિમાં ભગવાન બિરસા મુંડાના જીવન કાર્ય આધારિત વ્યાખ્યાનો તથા સંશોધન પત્રોની રજૂઆત તેમજ વિચારવિમર્શ કરવામાં આવ્યા હતા.
જનજાતિય ગૌરવ વર્ષ તથા ભારત પર્વની ઉજવણી નિમિત્તે વિશાળ એકતાનગર થીમ પેવેલિયનનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં તા.૧થી ૧૫ નવેમ્બર-૨૦૨૫ દરમિયાન ભગવાન બિરસા મુંડાના જીવનચરિત્ર અને સંઘર્ષગાથાના પ્રદર્શનના માધ્યમથી તેમના અમૂલ્ય યોગદાનને વિવિધ રાજ્યોના પ્રવાસીઓને અવગત કરાવવામાં આવી રહ્યા છે. આ કાર્યક્રમ અન્વયે ૧૫ દિવસ દરમિયાન પરંપરાગત પીઠોરા ચિત્રકલા અને વારલી ચિત્રકલા સહિતની સમગ્ર દેશની જનજાતિઓની કલા સંસ્કૃતિનું પ્રદર્શન, આદિવાસી પરંપરાગત હસ્તકલા-કૃતિનું પ્રદર્શન, આદિવાસી પરંપરાગત ખાદ્યબનાવટોનું પ્રદર્શન, વેચાણ તથા જીવંત નિદર્શન કરવામાં આવી રહ્યું છે.
સમગ્ર દેશમાં વસવાટ કરતા આદિવાસી સમુદાયોનો વૈવિધ્યસભર સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વારસો જગવિખ્યાત છે. આ પર્વ નિમિત્તે આદિવાસીઓના સામાજિક-સાંસ્કૃતિક વૈવિધ્યસભર વારસાને ઉજાગર કરવા દરરોજ સાંજે ભવ્ય આદિવાસી સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જ્યાં ગુજરાત સહિત અન્ય રાજ્યોના પ્રખ્યાત આદિવાસી નૃત્યો પ્રદર્શિત કરવામાં આવે છે, તેમજ પરંપરાગત આદિજાતિ પોશાક અને પરંપરાગત નૃત્ય સંગીતના વાદ્યોનું નિદર્શન કરવામાં આવે છે.
આદિવાસીઓની વર્ષો જૂની પારંપરિક વનૌષધિય ચિકિત્સાપ્રણાલી વિખ્યાત છે. જનજાતિય ગૌરવ વર્ષ અને ભારત પર્વ નિમિત્તે આદિજાતિ વૈદ્ય-ભગતો દ્વારા પરંપરાગત આદિવાસી ચિકિત્સાપ્રણાલીનું જીવંત નિદર્શન પણ કરવામાં આવી રહ્યું છે. ભગવાન બિરસા મુંડાના જીવન અને સંઘર્ષ યાત્રાને અનુલક્ષીને એકતાનગર ખાતે એક વિશેષ નાટકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આદિવાસી મહાનાયક ક્રાંતિકારી લડવૈયા ભગવાન બિરસા મુંડાના સમગ્ર જીવનના વિવિધ પાસાઓને આવરીને તેમની રાષ્ટ્રીય ચળવળ, જીવન યશગાથા તેમજ દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં આદિવાસીઓના ગૌરવપૂર્ણ યોગદાનના ઈતિહાસને પ્રતિકાત્મક રૂપે નાટકના માધ્યમથી પ્રદર્શિત કરવામાં આવશે.
ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિ ઉત્સવને સમગ્ર આદિવાસી વિસ્તારમાં જન-જન સુધી પહોંચાડવા અને તેમાં નાગરિકોની સહભાગીદારી બની રહે તે હેતુસર અંબાજીથી એકતાનગર અને ઉમરગામ, વલસાડથી એકતાનગર સુધી બે રૂટમાં જનજાતિય ગૌરવ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આજે તા. ૭ નવેમ્બરના રોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા અંબાજી ખાતેથી તથા આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ દ્વારા ઉમરગામ, વલસાડથી લીલી ઝંડી આપીને રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
વધુમાં, ભગવાન બિરસા મુંડાના જન્મ દિવસ તા. ૧૫ નવેમ્બર, ૨૦૨૫ના રોજ વિશાળ જનસમૂહ તથા ગરિમામય મહાનુભાવોની ઉપસ્થિતિમાં જનજાતિય ગૌરવ દિવસની ઉજવણીના વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ભગવાન બિરસા મુંડાના જીવનચરિત્ર વર્ણવતા પુસ્તકનું મહાનુભાવોના હસ્તે વિમોચન કરવામાં આવશે. આ ઉપરાંત કાર્યક્રમમાં આદિજાતિ સમુદાયના વિકાસ યોજનાઓના શુભારંભ તથા વિકાસ કાર્યોના લોકાર્પણ પણ કરવામાં આવશે.
—–
જીગર બારોટ
[11/7, 3:53 PM] Dilip Gajjar.Mahiti.Press: https://drive.google.com/drive/folders/154EF3TTZK0F3IBaH-tWkwU6Rfbb5ALbY?usp=sharing
[11/7, 3:53 PM] Dilip Gajjar.Mahiti.Press: https://drive.google.com/drive/folders/1U3oboL_S97JNslg3vmFls8pzPXfQAU_3?usp=sharing
[11/7, 3:53 PM] Dilip Gajjar.Mahiti.Press: *આદ્યશક્તિ માઁ અંબાના દર્શન કરતાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ*
—
*મુખ્યમંત્રીશ્રીએ માઁ અંબાનું પૂજન-અર્ચન કરી રાજ્યની શાંતિ, સમૃદ્ધિ અને સુખાકારી માટે પ્રાર્થના કરી*
—
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આદ્ય શકિત ધામ અંબાજી ખાતે જગતજનની માઁ અંબાના દર્શન કરીને રાજ્યની શાંતિ, સમૃદ્ધિ અને સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.
મુખ્યમંત્રીશ્રી ભગવાન બિરસા મુંડાજીની 150 મી જન્મ જયંતિ અંતગર્ત ઉજવાઈ રહેલી જનજાતિય
ગૌરવ યાત્રા નો આરંભ કરાવવા અંબાજી પહોંચ્યા હતા અને યાત્રા પૂર્વે તેમણે અંબાજી મંદિર ખાતે ભાવપૂર્વક પૂજન-અર્ચન કર્યા હતા.
વિધાન સભા અધ્યક્ષ શ્રી શંકર ભાઇ ચૌધરી અને રાજ્ય મંત્રી શ્રી પ્રવીણ ભાઈ માળી તથા અગ્રણીઓ અને અધિકારીઓ પણ આ અવસરે જોડાયા હતા.
[11/7, 5:20 PM] Dilip Gajjar.Mahiti.Press: *ગુજરાતમાં ચાલી રહેલા SIR ની સમીક્ષા કરતાં ભારતના ચૂંટણી પંચના નિયામકશ્રી અને સચિવશ્રી*
………………..
*ગાંધીનગર ખાતે રાજ્યભરના જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીઓ અને મ્યુનિસિપલ કમિશનરશ્રીઓને SIR પ્રક્રિયા વધુ સુગમ બનાવવા માર્ગદર્શન*
………………………
*તા.૨૭ ઓક્ટોબર ૨૦૨૫ની સ્થિતિએ ગુજરાતમાં ૫,૦૮,૪૩,૪૩૬ મતદારો, ૧,૦૧,૦૪,૫૮૪ ગણતરી ફોર્મ મતદારો સુધી પહોંચાડી દેવામાં આવ્યા*
………………………
ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ગત તા. ૨૭ ઓક્ટોબર ૨૦૨૫થી રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલી SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન) પ્રક્રિયાની સમીક્ષા કરવા ભારતના ચૂંટણી પંચના નિયામક સુશ્રી શુભ્રા સક્સેના અને સચિવ શ્રી બિનોદ કુમારે ગાંધીનગર ખાતેથી બેઠક યોજી હતી.
આ બેઠકમાં SIR પ્રક્રિયાની પ્રગતિની વિગતો આપતાં મુખ્ય નિર્વાચન અધિકારી શ્રી હારિત શુક્લાએ જણાવ્યું હતું કે, તા.૨૭ ઓક્ટોબર ૨૦૨૫ની સ્થિતિએ ગુજરાતમાં ૫,૦૮,૪૩,૪૩૬ મતદારો નોંધાયેલા હતા, જે તમામને એન્યુમરેશન ફોર્મ એટલે કે ગણતરી પત્રકો પ્રિન્ટ કરીને આપવામાં આવશે. અત્યાર સુધીમાં ૫,૦૩,૮૩,૦૨૨ મતદારોના ગણતરી ફોર્મ પ્રિન્ટ કરી દેવામાં આવ્યા છે, બાકી રહેલા ફોર્મ્સના પ્રિન્ટીંગનું કામ હાલ પ્રગતિમાં છે. પ્રિન્ટ થયેલા ગણતરી ફોર્મ પૈકી ૧,૦૧,૦૪,૫૮૪ ફોર્મ મતદારો સુધી પહોંચાડી દેવામાં આવ્યા છે, જ્યારે બાકીના મતદારો સુધી આ ફોર્મ્સ સત્વરે પહોંચાડી દેવામાં આવશે.
ગાંધીનગર ખાતે રાજ્યના તમામ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીઓ અને મ્યુનિસિપલ કમિશનરશ્રીઓને ભારતના ચૂંટણી પંચના નિયામક સુશ્રી શુભ્રા સક્સેના અને સચિવ શ્રી બિનોદ કુમાર દ્વારા મતદાન નોંધણી અધિકારીઓ અને બુથ લેવલ ઓફિસર કઈ રીતે SIR દરમિયાન તમામ મતદારો સુધી પહોંચી શકે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ મતદારોને ગણતરી ફોર્મ ભરવામાં કઈ રીતે સહાયકતા કરી શકાય તે અંગેનું માર્ગદર્શન આપવા સાથે મતદારોને ગણતરી ફોર્મ ભરવામાં કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે રીતે કાર્યવાહી હાથ ધરવા સૂચનાઓ આપવામાં આવી હતી.
ભારતના ચૂંટણી પંચ દ્વારા રાજ્યની 08 મહાનગરપાલિકાઓના મ્યુનિસિપલ કમિશનરશ્રીઓને સ્પેશિયલ એડિશનલ ડિસ્ટ્રિક્ટ ઇલેક્શન ઓફિસર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ તમામ મ્યુનિસિપલ કમિશનરશ્રીઓ દ્વારા તેમના તાબા હેઠળના સ્ટાફને પણ મતદારોની મદદ માટે મૂકવામાં આવશે.
વધુમાં, ભારતના ચૂંટણી પંચના ઉચ્ચ અધિકારીશ્રીઓની ટીમ દ્વારા ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના મતદાર નોંધણી અધિકારી તેમજ બુથ લેવલ ઑફિસર્સ દ્વારા SIR અંતર્ગત કરવામાં આવી રહેલી કામગીરીની સમીક્ષા પણ કરી હતી.
આ બેઠકમાં અધિક મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી એ.બી. પટેલ સહિત મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીની કચેરીના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
………………………
[11/7, 6:25 PM] Dilip Gajjar.Mahiti.Press: *we transfer video link:* *HON. CM’S BYTE ON AGRI. PACKAGE*
https://we.tl/t-OQAZk2qNQh
[11/7, 6:25 PM] Dilip Gajjar.Mahiti.Press: https://x.com/Bhupendrapbjp/status/1986778263721820511?t=UhtXMiM4zlwxGZPCD0wrPw&s=08
[11/7, 6:38 PM] Dilip Gajjar.Mahiti.Press: *મિડીયા બ્રીફીંગ : અત્યારે જ*.
માન.મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કમોસમી વરસાદ સંદર્ભે જાહેર કરેલા રાહત પેકેજની વિગતો આપવા રાજયના કૃષિ મંત્રીશ્રી જીતુભાઈ વાધાણી આજે મિડીયાના મિત્રોને મળશે.આ મિડીયા બ્રીફીગમાં આપને ઉપસ્થિત રહેવા નિમંત્રણ છે
*તારીખઃ* ૭-૧૧-૨૦૨૫,શુક્રવાર
*સમયઃ* સાંજે ૭.૩૦ કલાકે
*સ્થળઃ*નર્મદા હૉલ, સ્વર્ણિમ સંકુલ-૧ ગાંધીનગર
આભાર સહ,
*ન્યૂઝ અને મીડિયા રીલેશન શાખા*,
*માહિતી નિયામકશ્રીની કચેરી, ગાંધીનગર*
********
[11/7, 7:55 PM] Dilip Gajjar.Mahiti.Press: *કમોસમી વરસાદથી ખેતી પાકોને થયેલા વ્યાપક નુકસાનમાંથી ધરતીપુત્રોને પુન: બેઠા કરવા રાજ્ય સરકારની સંપૂર્ણ સંવેદના*
————–
*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અસરગ્રસ્ત ખેડૂતોની સહાયતા માટે અત્યાર સુધીનું સૌથી મોટું આશરે 10 હજાર કરોડનું ઐતિહાસિક સહાય પેકેજ જાહેર કર્યુ*
————-
*પિયત અને બિનપિયત પાકો માટે એકસમાન ધોરણે સહાય આપવાનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો ઐતિહાસિક નિર્ણય*
————-
*તાજેતરના કમોસમી વરસાદથી સર્જાયેલી અસાધારણ સ્થિતિમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની રાજ્ય સરકાર ખેડૂતોની વિપદાની વેળાએ માતબર સહાય પેકેજથી પડખે ઊભી રહી*
————–
* *33 જિલ્લાના 251 તાલુકાના 16,500થી વધુ ગામોના ખેડૂતોને થયેલા પાક નુકસાનનો સર્વે 5100 ટીમોએ હાથ ધર્યો*
————–
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરના કમોસમી વરસાદ અને વાતાવરણના બદલાવને કારણે સર્જાયેલ અસાધારણ સ્થિતિમાં ખેતી પાકોને થયેલા નુકસાનમાંથી ખેડૂતોને ઝડપભેર બેઠા કરવા માટે અત્યાર સુધીનું સૌથી મોટું આશરે 10 હજાર કરોડ રૂપિયાનું ઐતિહાસિક સહાય પેકેજ જાહેર કર્યું છે.
રાજ્ય સરકારે ધરતીપુત્રો પર આવી પડતી કુદરતી આફતોની હરેક વિપદામાં તેમની પડખે સંપૂર્ણ સહાનુભૂતિ સાથે ઉભા રહીને ખેતી પાકોના નુકસાન સામે ઉદારતમ સહાય પેકેજ વખતો વખત આપેલા છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂતોના હિતો માટે જે અનેકવિધ કલ્યાણકારી પગલાઓ લીધા છે તેને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ કિસાન હિતકારી અભિગમથી સતત આગળ ધપાવી રહ્યા છે.
આ વર્ષે તાજેતરમાં થયેલા કમોસમી વ્યાપક વરસાદથી ખેડૂતોના ઉભા પાકને કાપણી સમયે જ મહત્તમ આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોને આ નુકસાનમાંથી બનતી ત્વરાએ બેઠા કરવાનો સંવેદનશીલ અભિગમ ઉદારતમ સહાયથી અપનાવ્યો છે.
રાજ્યમાં અત્યાર સુધી અપાયેલા રાહત સહાય પેકેજના ઇતિહાસમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પિયત અને બિનપિયત પાકોને એકસમાન પાક નુકસાન વળતર આપવાનો મહત્વપૂર્ણ સંવેદનશીલ નિર્ણય કર્યો છે.
રાજ્યના ખેડૂતોને તાજેતરના કામોસમી વરસાદથી થયેલા પાક નુકસાન સામે આ નિર્ણયના અનુસંધાને 22 હજાર રૂપિયા પ્રતિ હેક્ટર, હેક્ટર દીઠ બે હેક્ટરની મર્યાદામાં સહાય રાજ્ય સરકાર આપશે.
ખેતી પાકોને જે વ્યાપક નુકસાનનો માર સહન કરવાનો વારો આવ્યો છે તેમાંથી ખેડૂતોને ઝડપભેર ઉગારવા આ રાહત સહાય પેકેજ અંતર્ગત આશરે કુલ રૂ. 10 હજાર કરોડની સહાય રકમ રાજ્ય સરકાર ચૂકવશે.
મુખ્યમંત્રીશ્રી આ કુદરતી આપદામાં સતત ખેડૂતોની ચિંતા કરીને તેમની પડખે ઊભા રહ્યા છે. એટલું જ નહિ, તેમણે કમોસમી વરસાદની તારાજીનો ભોગ બનેલા 251 તાલુકાના 16,500થી વધુ ગામોના ખેડૂતોને થયેલા નુકસાનનો સર્વે ૩ દિવસમાં પૂર્ણ કરવા માટે 5 હજારથી વધુ ટીમોને દિવસ રાત કાર્યરત કરવાના દિશાનિર્દેશો ઉચ્ચસ્તરીય બેઠકમાં આપેલા હતા.
આ દિશાનિર્દેશોને પગલે કૃષિ વિભાગ અને સંબંધિત વિભાગો તથા જિલ્લા વહીવટી તંત્રોએ સતત ખડેપગે 24X7 કામ કરીને પાક નુકસાનીનો સર્વે/પંચ રોજકામ હાથ ધર્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ રાજ્ય મંત્રીમંડળના મંત્રીશ્રીઓને વરસાદી અસરગ્રસ્ત વિસ્તારોની જાત માહિતી મેળવવા સંબંધિત જિલ્લાઓની મુલાકાત માટે પણ સૂચનાઓ આપી હતી.
આ સૂચનાઓના પગલે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સુરત જિલ્લામાં, કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી ભાવનગરમાં, આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ તાપીમાં, વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડીયા તથા સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા જૂનાગઢ અને ગીર સોમનાથમાં તેમજ રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાએ અમરેલી જિલ્લાની પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી અને સ્થળ પરના નુકસાન અહેવાલની વિગતો મુખ્યમંત્રીશ્રીને પૂરી પાડી હતી.
મુખ્યમંત્રીશ્રી પોતે પણ ગીર-સોમનાથ અને જુનાગઢ જિલ્લાના અસરગ્રસ્ત ગામોમાં પહોંચ્યા હતા અને ધરતીપુત્રોની વીતક પૂરી સંવેદનશીલતા સાથે સાંભળીને તેમને હૂંફ-સધિયારો આપ્યા હતા.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ સમગ્ર વિગતોની વિસ્તૃત સમીક્ષા અને ચર્ચા-વિચારણા રાજ્યના મંત્રીશ્રીઓ સર્વશ્રી જીતુભાઈ વાઘાણી, ઋષિકેશભાઈ પટેલ, કુંવરજીભાઈ બાવળીયા, અર્જુનભાઈ મોઢવાડિયા તથા રમણભાઈ સોલંકી સાથે બેઠક યોજીને કરી હતી. નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી અને નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ વિડીયો કોન્ફરન્સથી આ બેઠકમાં જોડાયા હતા.
મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં રાજ્ય સરકારે વ્યાપક નુકસાનનો ભોગ બનેલા ધરતીપુત્રોની વ્હારે આવીને રાજ્યના ઇતિહાસમાં અત્યાર સુધીનું સૌથી મોટું આશરે 10 હજાર કરોડનું માતબર સહાય પેકેજ આપવાનો આ નિર્ણય કર્યો છે.
આ ઉચ્ચસ્તરીય બેઠકમાં મુખ્ય સચિવશ્રી એમ. કે. દાસ, કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. અંજુ શર્મા, નાણાં વિભાગના અગ્ર સચિવ શ્રી ટી. નટરાજન, મુખ્યમંત્રીશ્રીના અધિક અગ્ર સચિવ શ્રીમતિ અવંતિકા સિંઘ, નાણા સચિવ શ્રીમતી આરતી કંવર, મુખ્યમંત્રીશ્રીના સચિવશ્રી ડૉ. વિક્રાંત પાંડે ઉપસ્થિત રહ્યા હતા.
મહેસૂલ અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતિ રવિ વિડિયો કોન્ફરન્સથી સહભાગી થયા હતા.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે જાહેર કરેલું આ ઉદારતમ સહાય પેકેજ અસરગ્રસ્ત ખેડૂતોને આર્થિક નુકસાનમાંથી ઝડપભેર બેઠા થઈને પૂર્વવત થવામાં મદદરૂપ નીવડશે.
——————————————————————————————
[11/5, 2:43 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *ગુરુ નાનક જયંતિ નિમિત્તે પોરમાં ગુરૂ ગ્રંથ સાહિબના દર્શન પૂજન કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ*
…………
*ગુરુ ગ્રંથ સાહિબની પૂજા-અર્ચના કરીને મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના નાગરિકોની સુખ-સમૃદ્ધિ, શાંતિ અને વિકાસ માટે અરદાસ લગાવી*
…………
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સંત શ્રી ગુરુ નાનકજીની ૫૫૬મી જયંતિના પાવન પર્વે ગાંધીનગર જિલ્લાના પોર સ્થિત ગુરુદ્વારા શીખ પરિવારો આયોજિત સત્સંગ કીર્તન અને પૂજામાં ભાવ પૂર્વક સહભાગી થયા હતા.
મુખ્યમંત્રીશ્રીએ ગુરૂદ્વારા ખાતે ગુરૂ ગ્રંથ સાહિબના દર્શન કર્યા હતા તેમજ પૂજા-અર્ચના કરીને રાજ્યના સૌ નાગરિકોની સુખ-સમૃદ્ધિ, શાંતિ અને વિકાસ માટે અરદાસ લગાવી હતી.
આ પ્રસંગે ગુરૂદ્વારાના મુખ્ય સેવક ગુરૂપ્રીતસિંહ ધિલ્લોન તથા પરમજીતકૌર છાબડાએ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલનું ખેસ તથા સુવર્ણ મંદિરની પ્રતિકૃતિ અર્પણ કરીને સ્વાગત કર્યું હતું.
મુખ્યમંત્રીશ્રી તથા મહાનુભાવોએ ગુરુદ્વારા ખાતે લંગરમાં પ્રસાદ વિતરણની સેવા પણ કરી હતી.
ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના મંત્રી શ્રી ઋષિકેશ પટેલ, મેયર શ્રીમતી મીરાબેન પટેલ, ધારાસભ્ય શ્રી રીટાબેન પટેલ તથા શ્રી અલ્પેશજી ઠાકોર પણ ગુરૂદ્વારા ખાતે દર્શનાર્થે ઉપસ્થિત રહ્યા હતા.
………
[11/5, 2:43 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: https://drive.google.com/drive/folders/1ndTKqSyCFCvntdgmWOyKlsY7twG-8W35
[11/6, 12:45 PM] Neha Talaviya.Mahiti: Dear Sir/Madam,
Greetings from NIFT, Gandhinagar.
We are pleased to invite you and your media house to cover an inspiring and motivational session titled “Operation Sindoor – A Story of Courage, Compassion and Commitment”, to be addressed by Major General Gaurav Bagga, General Officer Commanding, 11 Infantry Division (Golden Katar Division), Ahmedabad.
The session will focus on leadership, resilience, and service to the nation, offering students and participants a unique opportunity to engage with the values and spirit of the Indian Army.
📅 Date: 7th November 2025 (Friday)
🕓 Time: 4:00 PM
📍 Venue: NIFT Gandhinagar Campus
👔 Dress Code: Formal / Institutional Uniform
We would be honoured by your presence and coverage of this special event, which celebrates courage and commitment while inspiring the youth towards nation-building.
Please confirm your participation at your earliest convenience for security and seating arrangements. For confirmation and further details, please contact: Sanjeev Jain – 9974290011
[11/6, 2:31 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *સૂર્ય નમસ્કાર દ્વારા મેદસ્વિતામુકિત*
૦૦૦૦૦૦૦૦
*સૂર્ય નમસ્કારનો એક રાઉન્ડ સરેરાશ લગભગ ૧૩.૯ કેલરી બાળે છે*
૦૦૦૦૦૦૦૦
*૩૦ મિનિટમાં ૪૦૦થી વધુ કેલરી બર્ન, જીમ વગર મસલ ટોન અપ, તણાવ ઘટાડતા શક્તિશાળી આસનોનો સમૂહ એટલે સૂર્ય નમસ્કાર*
૦૦૦૦૦૦૦૦
આલેખન -ડો.દિવ્યા ત્રિવેદી
ભારતીય સંસ્કૃતિમાં યોગએ જીવનશૈલી સંતુલનમાં ખૂબ મોટી ભૂમિકા ભજવે છે. વિભિન્ન યોગાસન શરીરના વિભિન્ન અંગને સ્વસ્થ રાખવાનું કાર્ય કરે છે. જેમાં સૂર્ય નમસ્કાર માત્ર એક યોગાસન નથી, પરંતુ તે ૧૨ શક્તિશાળી આસનોનો સમૂહ છે જે શરીર અને મન બંને માટે સંપૂર્ણ કસરત પૂરી પાડે છે. જો તમે વજન ઘટાડવા અને ચરબી ઓછી કરવા માટે એક અસરકારક અને સંતુલિત રીત શોધી રહ્યા છો, તો સૂર્ય નમસ્કાર એક ઉત્તમ વિકલ્પ છે. નિયમિત અભ્યાસથી આ પ્રાચીન યોગ ક્રમ તમારી મેદસ્વિતા મુક્તિની યાત્રાને વેગ આપી શકે છે.
*સૂર્ય નમસ્કાર વજન ઘટાડવામાં કેવી રીતે મદદરૂપ છે?*
સૂર્ય નમસ્કાર વજન ઘટાડવામાં અને શરીરની ચરબી ઓછી કરવામાં નીચે મુજબની રીતે મદદ કરે છે:
*૧. કેલરી બર્ન અને મેટાબોલિઝમમાં વધારો*
કેલરી બર્નિંગ: સૂર્ય નમસ્કારના ગતિશીલ આસનો અને સતત ગતિ (Dynamic Flow) હૃદયના ધબકારા વધારે છે, જે તેને એક પ્રકારનો કાર્ડિયો વર્કઆઉટ બનાવે છે. નિષ્ણાંતોના મતે, સૂર્ય નમસ્કારનો એક રાઉન્ડ (એક સેટ) સરેરાશ લગભગ ૧૩.૯ કેલરી બાળે છે. ઝડપી ગતિએ ૧૨ થી ૨૪ રાઉન્ડ કરવાથી ૩૦ મિનિટમાં ૪૦૦ થી વધુ કેલરી બર્ન થઈ શકે છે.
મેટાબોલિઝમ બુસ્ટ: આ આસનોના ક્રમથી તમારા શરીરનું ચયાપચય (Metabolism) ઝડપી બને છે. પરિણામે, કસરત સમાપ્ત થયા પછી પણ તમારું શરીર વધુ કાર્યક્ષમ રીતે કેલરી બાળવાનું ચાલુ રાખે છે, જે મેદ મુક્તિ માટે મહત્ત્વપૂર્ણ છે.
*૨. સ્નાયુઓને ટોન કરે છે*
સૂર્ય નમસ્કારના ૧૨ આસનોમાં સ્ટ્રેચિંગ (ખેંચાણ) અને સ્ટ્રેન્થનિંગ (મજબૂતી) બંનેનો સમાવેશ થાય છે. આનાથી હાથ, પગ, ખભા, પીઠ અને પેટના કોર મસલ્સ સહિત શરીરના લગભગ તમામ મુખ્ય સ્નાયુઓને ટોન મળે છે અને તે મજબૂત બને છે. આમ, વર્તમાન સમયમાં પ્રવર્તતી સામાન્ય માન્યતા કે જીમ વગર મસલ ટોન અપ ન થાય તેને સૂર્ય નમસ્કાર તદ્દન ખોટી સાબિત કરે છે.
સ્નાયુ સમૂહ વધવાથી તમારો બેઝલ મેટાબોલિક રેટ (BMR) વધે છે, એટલે કે આરામની સ્થિતિમાં પણ તમારું શરીર વધુ કેલરીનો ઉપયોગ કરે છે, જે સ્થૂળતા ઘટાડવામાં મદદ કરે છે.
*૩. તણાવમાં ઘટાડો અને હોર્મોનલ સંતુલન*
સૂર્ય નમસ્કારમાં શારીરિક ગતિ સાથે શ્વાસનું સંકલન કરવામાં આવે છે, જે મનને શાંત કરે છે અને તણાવ ઘટાડે છે.
ઓછો તણાવ એટલે કોર્ટિસોલ (Cortisol) હોર્મોનનું સ્તર નિયંત્રણમાં રહે છે. કોર્ટિસોલનું ઊંચું સ્તર પેટની આસપાસ ચરબી જમા કરવા માટે જવાબદાર ગણાય છે. તણાવમુક્ત રહેવાથી ભાવનાત્મક રીતે ખાનપાનની આદત પર પણ કાબૂ મેળવી શકાય છે.
*૪. પાચનતંત્રમાં સુધારો*
આ આસનોના ક્રમમાં પેટના ભાગ પર દબાણ અને ખેંચાણ થાય છે, જે આંતરિક અવયવોની માલિશ કરે છે.
નિયમિત અભ્યાસથી પાચનતંત્ર સુધરે છે, પોષક તત્ત્વોનું શોષણ સારી રીતે થાય છે અને શરીરમાંથી ઝેરી તત્ત્વો (Toxins) દૂર થાય છે, જે સ્વસ્થતા જાળવવા માટે આવશ્યક છે.
*મેદસ્વિતા મુક્તિ માટે સૂર્ય નમસ્કાર કેવી રીતે કરવા?*
સૂર્ય નમસ્કારનો મહત્તમ લાભ લેવા માટે સવારે ખાલી પેટ સૂર્યોદય સમયે કરવાં જોઈએ. જેમાં ધીમી ગતિ લચીલાપણું અને ટોનિંગ માટે સારી રહે છે, પરંતુ વજન ઘટાડવા માટે ઝડપી ગતિએ (થોડો શ્વાસ ચડે તે રીતે) કરવાથી વધુ ફાયદો મળી રહેશે.
શરૂઆત ૫ થી ૬ રાઉન્ડથી કરો. ધીમે ધીમે વધારીને ૧૨ થી ૨૪ રાઉન્ડ (સેટ) સુધી પહોંચવાનો પ્રયાસ કરવો. દરેક આસનમાં શ્વાસ લેવા અને છોડવાની ક્રિયા પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરો. અન્ય કોઈ પણ કસરતની જેમ, સૂર્ય નમસ્કારનો અભ્યાસ પણ રોજ કરવો જરૂરી છે.
સૂર્ય નમસ્કારના ૧ સેટમાં ૧૨ આસનો ૧. પ્રણામાસન (પ્રાર્થના મુદ્રા) ૨. હસ્ત ઉત્તાનાસન ૩. પાદહસ્તાસન ૪. અશ્વ સંચાલનાસન ૫. દંડાસન ૬. અષ્ટાંગ નમસ્કાર ૭. ભુજંગાસન ૮. પર્વતાસન ૯. અશ્વ સંચાલનાસન (બીજા પગથી) ૧૦. પાદહસ્તાસન ૧૧. હસ્ત ઉત્તાનાસન ૧૨. પ્રણામાસન કરવામાં આવે છે.
સૂર્ય નમસ્કારના અનેક ફાયદાઓ છે. તેમ છતાં શિખાઉ લોકો માટે ખાસ સલાહ છે કે, જો તમને હૃદયની બીમારી, હાઈ બ્લડ પ્રેશર, કે સાંધામાં તીવ્ર દુખાવો હોય તો સૂર્ય નમસ્કાર શરૂ કરતા પહેલા ડૉક્ટરની સલાહ લેવી. શરૂઆતમાં આસનોની સાચી મુદ્રા શીખવા પર ભાર આપો, પછી જ ગતિ વધારો.
સૂર્ય નમસ્કારએ માત્ર મેદસ્વિતા મુક્તિની કસરત જ નથી, પણ તંદુરસ્ત અને ઊર્જાવાન જીવનશૈલી અપનાવવાનું એક અસરકારક પગલું છે જેનો દૈનિક જીવનમાં ઉપયોગ તમામ અંગોની તંદુરસ્ત જાળવવામાં પણ મદદરૂપ બને છે.
૦૦૦૦૦૦૦૦૦
[11/6, 4:50 PM] Neha Talaviya.Mahiti: *રાષ્ટ્રગીત“વંદે માતરમ્ @૧૫૦” વર્ષની ઉજવણી*
……
*રાષ્ટ્રગીત વંદે માતરમને ૧૫૦ વર્ષ પૂર્ણ થયાના સંદર્ભે ૭ નવેમ્બરે રાષ્ટ્ર વ્યાપી ઉજવણીનું આયોજન*
……
*તા. ૭ થી ૨૬ નવેમ્બર સુધી રાષ્ટ્રી ગૌરવ ગીત“વંદે માતરમ્” ના સન્માનમાં સમુહગાન, સ્વદેશીની શપથ, વિવિધ સ્પર્ધા, સેમીનાર, મેરાથોન સહિતનું આયોજન થશે*
……
કવિ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા રચિત ગીત વંદે માતરમે્ ભારતના આઝાદીની લડત સમયે નાગરિકોમાં રાષ્ટ્રપ્રેમ અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યેની અડગ આસ્થા સ્થાપિત કરવા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ૧૯૫૦માં ભારત સરકારે આ ગીતને રાષ્ટ્રીય ગીત તરીકે માન્યતા આપી હતી. આ ગીતને પ્રસિદ્ધ થયાને ૧૫૦ વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે ત્યારે તા.૭ નવેમ્બરના તેની રાષ્ટ્રવ્યાપી ઉજવણી થનાર છે. ઉપરાંત રાજયકક્ષાએ ૭ થી ૨૬ નવેમ્બર સુધી રાષ્ટ્ર ગીતના સન્માનમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાશે.
આ ઉજવણીના અનુસંધાને તા.૭ થી ૨૬ નવેમ્બર સુધી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, મહાનગરપાલિકા, નગરપાલિકા, પોલીસ વડાની કચેરી, જિલ્લાના મુખ્ય મથકના જાહેર સ્થળો, સરકારી કચેરીઓ ખાતે સમૂહ ગાન તથા સ્વદેશીની શપથ લેવામાં આવશે. ઉપરાંત શાળા, કોલેજો ખાતે સેમીનાર, વકતૃત્વ સ્પર્ધા, ચર્ચાસત્ર, યુવા મેરાથોનનું આયોજન કરાશે.
ઉલ્લેખનીય છે કે, “વંદે માતરમ્” એ માત્ર એક રાષ્ટ્રગીત નહીં પરંતુ ભારત માતાની આરાધના સમાન એક અદ્વિતીય પ્રાર્થના તથા રાષ્ટ્રના હૃદયનો ધબકાર છે. આ ગીતના કવિ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે પોતાના સાહિત્ય દ્વારા જે રાષ્ટ્રપ્રેમ, આધ્યાત્મિકતા અને સાંસ્કૃતિક ગૌરવનો સંદેશ આપ્યો છે.
[11/6, 5:15 PM] Neha Talaviya.Mahiti: *શ્રી સરદાર પટેલના જીવનમાંથી પ્રેરણા લઈ વિકસિત ભારત’ના સંકલ્પ સાથે યુવાનો રાષ્ટ્રસેવામાં જોડાય તે હેતુથીવિધાનસભા બેઠક દીઠ પદયાત્રાનું આયોજન*
.…….
*પદયાત્રા કાર્યક્રમનો રાજ્યવ્યાપી શુભારંભ ૯ નવેમ્બર ૨૦૨૫ના રોજ જુનાગઢથી થશે*
…..
*રાજ્યના તમામ જિલ્લાઓમાં તા.૧૦ નવેમ્બર થી ૧૮ નવેમ્બર દરમિયાન વિધાનસભા દીઠ પદયાત્રાનું આયોજન*
…..
અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતી ઉજવવાનું ભારત સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ છે.વર્તમાન પેઢીમાં સરદાર વલ્લભભાઈ પટેલના વિચારોનું સ્થાપન થાય, તેમના કાર્યોથી અવગત થાય તથા તેમના જીવનમાંથી પ્રેરણા લઈ વિકસિત ભારત’ના સંકલ્પ સાથે રાષ્ટ્રસેવામાં જોડાય તે હેતુથી રાજ્યની દરેક વિધાનસભા બેઠક દીઠ એક પદયાત્રાનું આયોજન કરવામાં આવનાર છે. વિધાનસભા દીઠ યોજવાની પદયાત્રા કાર્યક્રમનો રાજ્યવ્યાપી શુભારંભ‘જુનાગઢ મુક્તિ દિવસ’ ૯ નવેમ્બર ૨૦૨૫ના રોજ ૮૬-જુનાગઢ વિધાનસભાથી થશે, તથા ત્યારબાદ રાજ્યના તમામ જિલ્લામાં તા.૧૦ નવેમ્બર ૨૦૨૫ થી ૧૮ નવેમ્બર, ૨૦૨૫ દરમિયાન વિધાનસભા દીઠ પદયાત્રાનું આયોજન કરવામાં આવશે.
આ પદયાત્રાઓના આયોજન તથા સુચારુ સંચાલન માટે વિવિધ કમિટીઓની રચના પણ કરવામાં આવી છે, જેમાં ૧.’યુનિટી માર્ચ’ પદયાત્રા જિલ્લા આયોજન કમિટી, ૨.વિધાનસભા સ્તર પદયાત્રા આયોજન કમિટી,૩.પદયાત્રાનું આયોજન,૪.પદયાત્રા પૂર્વેના કાર્યક્રમો, ૫.જિલ્લામાં યોજવાની પદયાત્રાઓના રૂટ પર બ્રાન્ડીંગ માટે ધ્યાનમાં રાખવાની બાબતો,૬.જિલ્લામાં યોજવાની પદયાત્રાઓના રૂટ પર સુશોભન માટે ધ્યાનમાં રાખવાની બાબતોના કામ અંગે વિવિધ કમિટીની રચના કરવામાં આવી છે.
…..
*નેહા તલાવિયા*
[11/6, 5:21 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ગાંધીનગર દ્વારા ૮ નવેમ્બરના રોજ સરગાસણ ખાતે રોજગાર ભરતીમેળો તેમજ સ્વરોજગાર શિબિર યોજાશે*
૦૦૦૦૦૦૦૦
ગાંધીનગર તા.૬ નવેમ્બર –
જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ગાંધીનગર દ્વારા રોજગારવાંચ્છુ ઉમેદવારોના લાભાર્થે તા.૦૮/૧૧/૨૦૨૫નાં રોજ સવારે ૧૧:૦૦ કલાકે પટેલ જ્વેલર્સ, એમ્બ્રેસ ધ વિન્ડ (સાઈટ), સરગાસણ ક્રોસ રોડ, સરગાસણ, ગાંધીનગર ખાતે રોજગાર ભરતીમેળો તેમજ સ્વરોજગાર શિબિર યોજાશે.
આ રોજગાર ભરતીમેળામાં પટેલ જ્વેલર્સ દ્વારા કુશળ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવશે. જેમાં ૧૮ થી ૩૫ વર્ષની ઉંમરના ધો. ૧૨ પાસ તથા કોઈ પણ સ્નાતક કક્ષાનાં ઉત્તીર્ણ થયેલ લાયકાત ધરાવતા ફક્ત શારીરિક સશક્ત ઉમેદવારો ભાગ લઇ શકશે. ઇચ્છુક ઉમેદવાર અનુબંધમ પોર્ટલ https://anubandham.gujarat.gov.in ઉપર રજીસ્ટ્રેશન કરી શકે છે. આ રોજગાર ભરતી મેળાનું અનુબંધમ જોબફેર આઇ.ડી JF148956337 છે. ભરતીમેળામાં અસલ પ્રમાણપત્રોની ઝેરોક્ષ નકલો અને બાયોડેટા સાથે લાવવાના રહેશે. આ ભરતીમેળામાં રોજગાર કચેરીમાં નામ નોંધણી કરાવેલ અને નોંધણી વગરના માત્ર ગાંધીનગર જિલ્લાનાં જ રોજગારવાંચ્છુ ઉમેદવારો ભાગ લઇ શકશે, એમ જિલ્લા રોજગાર અધિકારીની યાદી દ્વારા જણાવાયું છે.
૦૦૦૦૦૦૦
દિવ્યા ત્રિવેદી
[11/7, 11:52 AM] Neha Talaviya.Mahiti: *ગાંધીનગર જિલ્લા પંચાયત ખાતે કૃષિ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં વહીવટી તંત્રના અધિકારી કર્મચારીઓએ રાષ્ટ્રગીત વંદે માતરમના મૂળ સ્વરૂપનું સમૂહગાન કર્યું*
…..
*મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ ઉપસ્થિતોને સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવા તથા અન્યને આ બાબતે પ્રોત્સાહિત કરવા શપથ લેવડાવ્યા*
…..
*ગાંધીનગર જિલ્લા પંચાયત ખાતે જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા રાષ્ટ્ર ગીત વંદે માતરમના મૂળ સ્વરૂપનું સમૂહગાન કરવામાં આવ્યું હતું અને સ્વદેશીના શપથ લીધા હતા*
……………..
*”સૌને ગૌરવ થાય તેવા ભાવ સાથે લખાયેલા આ ગીતમાં, શોર્ય અને મા ભારતી માટેની લાગણી ભારોભાર જોવા મળે છે, જેને સાંભળતા જ આજે પણ રોમ રોમમાં દેશભક્તિની ભાવના જાગૃત થાય, તેવા શબ્દોથી આ ગીતની રચના થઈ છે” -કૃષિ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી*
……………………
*“આત્મનિર્ભર ભારત અને સ્વદેશી અભ્યાનના જે શપથ આજે આપણે ગ્રહણ કર્યા છે, તેને અનુસરી સ્વદેશી જ અપનાવવાની આગ્રહ ભરી વિનંતી કરુ છુ” -કૃષિ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી*
……………………
*જિલ્લા પંચાયત પ્રમુખશ્રી શિલ્પાબેન પટેલ,જિલ્લા વિકાસ અધિકારીશ્રી બી.જે પટેલ સહિત સર્વે અધિકારીઓ તથા કર્મચારીઓ જોડાયા*
……………
આપણા રાષ્ટ્ર ગીત વંદે માતરમ લખાયાને ૧૫૦ વર્ષ પૂર્ણ થતા સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં લોકોમાં રાષ્ટ્રગીત અને દેશ માટે ગર્વની ભાવના જાગે તથા જન માનસમાં તેની બહોળી પ્રસિદ્ધિ થાય તેવા હેતુથી રાષ્ટ્રગીતના સન્માનમાં વિવિધ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ગાંધીનગર જિલ્લામાં પણ વંદે માતરમ@૧૫૦ અન્વયે વિવિધ આયોજનો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે આજે જિલ્લામાં જિલ્લા સેવાસદન, જિલ્લા પંચાયત, નગરપાલિકાઓ, પોલીસ અધિક્ષકની કચેરી સહિત વિવિધ સરકારી કચેરીઓમાં રાષ્ટ્ર ગીત વંદે માતરમના મૂળ સ્વરૂપનું સમૂહ ગાન કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જિલ્લા પંચાયત સમિતિ ખંડ ખાતે કૃષિ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં આયોજિત કાર્યક્રમ અંતર્ગત વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. ઉપસ્થિત સૌએ આ પ્રસંગે સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવા તથા અન્યને આ બાબતે પ્રોત્સાહિત કરવા શપથ લીધા હતા.
આ પ્રસંગે મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ ઉપસ્થિત સૌને પ્રાસંગિક સંબોધન કરતા જણાવ્યું હતું કે, વંદે માતરમના ગીતને આજે 150 વર્ષ પૂર્ણ થયા છે, જેની વિશેષ ઉજવણી માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વમાં, કરોડો દેશવાસીઓ જોડાયા છે.
દેશની માટીને વંદન કરતાં, દેશ પ્રેમની પ્રેરણા આપનાર આ ગીત 7 નવેમ્બર 1875 માં બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા લખાયું હતું.અને આ ગીત રાષ્ટ્રીયતાના મંત્ર સ્વરૂપે ગુંજી ઉઠ્યું હતું, આપણા સૌને ગૌરવ થાય તેવા ભાવ સાથે લખાયેલા આ ગીતમાં શોર્ય અને મા ભારતી માટેની લાગણી ભારોભાર જોવા મળે છે જેને સાંભળતા જ આજે પણ રોમ રોમમાં દેશભક્તિની ભાવના જાગૃત થાય, તેવા શબ્દોથી આ ગીતની રચના થઈ છે. જે તે સમયે લોકોને આઝાદી માટે ખૂબ જ યાતના ભોગવવી પડી, ત્યારે આ ગીતો લોકોને એક જૂથ કરવા સાથે નવો જોશ આપ્યો હતો, અને એ જ ભાવ સાથે આપણે પ્રેમ ભાવ અને એકતાની ભાવનાથી આજે વંદે માતરમ ગીતનો સમૂહ ગાન કર્યું છે.
આ સાથે જ મંત્રીશ્રીએ ‘આત્માનિર્ભર ભારત’ અને ‘સ્વદેશી અભિયાન’ અંતર્ગત શપથ ગ્રહણ કરાવતા જણાવ્યું હતું કે, “આત્મનિર્ભર ભારત અને સ્વદેશી અભ્યાનના જે શપથ આજે આપણે ગ્રહણ કર્યા છે, તેને અનુસરી સ્વદેશી જ અપનાવવાની આગ્રહ ભરી વિનંતી કરુ છુ.” અંતે તેમણે ઉપસ્થિત સૌને પરિવારના સદસ્ય સાથે વંદે મતરમ મૂળ ભાષામાં ગાતા, પરિવારના સભ્યો અને બાળકોને પણ ‘વંદે માતરમ’ના મૂળ ભાવ સાથે જોડવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી શિલ્પાબેન પટેલ,જિલ્લા વિકાસ અધિકારીશ્રી બી.જે પટેલ સહિત જિલ્લા પંચાયતના સર્વે અધિકારીઓ તથા કર્મચારીઓ જોડાયા હતા
……
*નેહા તલાવિયા*
[11/7, 11:52 AM] Neha Talaviya.Mahiti: https://drive.google.com/drive/folders/17q8PYdMjGaqQIXFwYEBIgWTFecIyqPGP?usp=sharing
[11/7, 11:52 AM] Neha Talaviya.Mahiti: https://drive.google.com/drive/folders/1C7c88_U7K-33dqwxK3b5-p_2ycNkLN1h?usp=sharing
[11/7, 1:30 PM] Neha Talaviya.Mahiti: *ગાંધીનગર જિલ્લા કલેકટર કચેરી ખાતે વન પર્યાવરણ મંત્રીશ્રી અર્જુન મોઢવાડિયાની અધ્યક્ષતામાં રાષ્ટ્રગીત નું સમૂહગાન અને સ્વદેશીની શપથ લેવામાં આવી*
……
*ભારત એ એક ધરતીનો ટુકડો નથી, પણ એક મહાન જીવઆત્મા કે દેવી શક્તિ છે,આ વંદેમાતરમ ગીત સાથે સ્વદેશી પણાની રાષ્ટ્રભાવના પણ જોડાયેલી છે – મંત્રીશ્રી અર્જુન મોઢવાડિયા*
……………..
*સ્વદેશી અભિયાનએ પરાવલંબન માંથી મુક્તિ તરફ જવાની લડાઈ છે – મંત્રીશ્રી અર્જુન મોઢવાડિયા*
………………………………
*આપણે જે કામ કરીએ તે ઉત્તમ દેશભક્તિ બની રહે તે રીતે કરીએ, ખેડૂત ખેતી કરે ,શિક્ષક સારી રીતે ભણાવે, કર્મચારી -અધિકારી નિષ્ઠાપૂર્વક ફરજ નિભાવે તે સાચી રાષ્ટ્ર ભક્તિ છે, અને તેજ ભારત માતા પ્રત્યે આદરભાવ ગણાશે – મંત્રીશ્રી અર્જુન મોઢવાડિયા*
……………………..
ભારતનું રાષ્ટ્રગીત “વંદે માતરમ” આપણાં રાષ્ટ્રીય ગૌરવ, એકતા અને સ્વાભિમાનનું પ્રતિક છે. બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે લખેલું આ ગીત ભારતનાં સ્વાતંત્ર્ય આંદોલનથી લઈને આજ સુધી પ્રેરણાનું અખૂટ સ્ત્રોત રહ્યું છે. આ ગીતને રચાયા પછીનાં ૧૫૦ વર્ષ પૂર્ણ થવાનાં અવસરે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ દેશવ્યાપી સ્તરે “વંદે માતરમ@150” ઉજવણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ દેશભક્તિના મહાપર્વ “વંદે માતરમ@150” અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં પણ રાષ્ટ્રગીત “વંદે માતરમ”ના આ ઐતિહાસિક પ્રસંગની ઉજવણીનું જિલ્લા કલેક્ટર કચેરી ખાતે, સવારે ૦૯.૩૦ વાગ્યે વન અને પર્યાવરણ મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડિયાની અધ્યક્ષતામાં આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆતમાં અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓએ રાષ્ટ્રગીત “વંદે માતરમના મૂળ સ્વરૂપનું સમૂહગાન એકસ્વરે ગાઈને કરી હતી.જેનાથી સમગ્ર ખંડનું વાતાવરણ દેશભક્તિની ભાવનાથી તરબોળ બન્યું હતું.
આ અવસરે મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, વંદે માતરમ ગીત લખાયું એને 150 વર્ષ પૂરા થયા છે. બંગાળના મહાન કવિ બંકિમ ચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા આનંદ મઠ પુસ્તકમાં આ ગીત લખાયું છે.તેમ જણાવતા મંત્રીશ્રીએ આ પુસ્તક અને ગીતનો ઇતિહાસ પણ જણાવ્યો હતો.
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, આ ગીત દ્વારા એ વ્યક્ત કરવામાં આવ્યું છે કે, ભારત એ એક ધરતીનો ટુકડો નથી, પણ આત્મા છે, દેવી શક્તિ છે, ભારતમાં વિવિધતા છે, ભાષા, પહેરવેશ, રિવાજો બધું પ્રદેશે પ્રદેશે બદલાય છે, જેના કારણે જ આપણા દેશમાં એક કહેવત છે કે, બાર ગાઉએ બોલી બદલાય. અને આટલી વિવિધતા હોવા છતાં આપણો દેશ એક છે. વંદે માતરમ ગીતમાં જે ભાવના વ્યક્ત કરી છે, તે દરેક નાગરિકે જીવનમાં ઉતારી છે. અને આ ગીત સાથે સ્વદેશી પણાની રાષ્ટ્રભાવના પણ જોડાયેલી છે. આ ગીત દેશની આત્મા છે. વીર ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ વંદે માતરમ ના આ નારા સાથે જ શહીદ થયા હતા. ક્રાંતિકારીઓના મુખે આ ગીતનાં શબ્દોએ અંગ્રેજોની ગુલામીમાંથી મુક્તિ માટે વંદે માતરમનો નારો આપ્યો હતો. ત્યારથી આ ગીત લોકોના હૃદય સાથે જોડાયેલું છે.
વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધીજીએ આઝાદીની ચળવળ વખતે સ્વદેશીનો નારો આપ્યો એ જરૂરિયાત હતી. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ જ્યારે વંદે માતરમ ગીત ની 150 મી જયંતી ઉજવવાનું નક્કી કર્યું છે,તેમા સ્વદેશી મુવમેન્ટનો પણ સમાવેશ થાય છે.જે પરાવલંબન માંથી મુક્તિ તરફ જવાની પણ લડાઈ છે.
આ અવસરે તેમણે એમ પણ ઉમેર્યું હતું કે,આપણે જે કામ કરીએ તે ઉત્તમ દેશભક્તિ બની રહે, તે રીતે કરીએ, ખેડૂત ખેતી કરે ,શિક્ષક સારી રીતે ભણાવે, કર્મચારી -અધિકારી નિષ્ઠાપૂર્વક ફરજ નિભાવે તો જ સાચી રાષ્ટ્ર ભક્તિ છે, અને તેજ ભારત માતા પ્રત્યે આદરભાવ ગણાશે.
વડાપ્રધાનશ્રીની આગેવાનીમાં અનેક પ્રકારની યોજનાઓ નારીને સશક્ત બનાવવાની ભાવના સાકાર કરી રહી છે,તેમ જણાવતાં મંત્રીશ્રીએ ઉમેર્યુ હતુ કે, એક સમયે એવો હતો કે દીકરી મોટી હોય ત્યારે, દીકરીને બજાર જવું હોય તો ભાઈને સાથે લઈ જશે, આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈની પહેલથી પોલીસ અધિકારીઓ તરીકે પણ મહિલાઓ ફરજ બજાવે છે, લશ્કરમાં મહિલા ઓફિસરો દેશના દુશ્મનોને હંફાવી રહી છે.જે બદલાતા ભારતની સુંદર તસ્વીર છે.
સાથે સ્વદેશી વસ્તુઓ ખરીદવાનો આગ્રહ કરતા જણાવ્યું હતું કે, સ્વદેશી અપનાવીએ પ્રદેશમાં થતા ઉત્પાદનો ખરીદીએ અને લોકોને પ્રેરિત કરીએ, તથા માતૃભૂમિ પ્રતિ સમર્પણની ભાવના સાકાર કરીએ, અને ભારત વિશ્વગુરુ બને, વિકસિત ભારત બને એવા શુભ ભાવ સંકલ્પ સાથે દેશ હિત કાર્યોમાં હંમેશા જોડાયેલા રહેવા પણ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
આ પ્રસંગે પૂર્વ ધારાસભ્યશ્રી અશોકભાઈ પટેળ, ગાંધીનગરના મેયર શ્રી મીરાબેન પટેલ, કલેકટરશ્રી ગાંધીનગર મેહુલ કે. દવે, કમિશનર શ્રી જે. એન વાઘેલા, અધિક નિવાસી કલેકટર શ્રી નિશા શર્મા સહિત સંકલનના તમામ અધિકારીશ્રીઓ અને કલેક્ટર કચેરીના કર્મચારીઓએ વંદેમાતરમના સમુહ ગાન ઉપરાંત “સ્વદેશી શપથ” ગ્રહણ કરી દેશનાં ઉત્પાદનોનાં ઉપયોગ, આત્મનિર્ભર ભારતનાં સપના અને સ્વદેશી ચળવળને આગળ વધારવાનો સંકલ્પ કર્યો હતો.
…………………….
*નેહા તલાવિયા*
[11/7, 1:30 PM] Neha Talaviya.Mahiti: https://drive.google.com/drive/folders/16fFjs5u9rHmYsymFAE7VmSEolGYCTprI?usp=sharing
[11/7, 1:40 PM] Neha Talaviya.Mahiti: https://drive.google.com/drive/folders/1HeCaV0KwEwv_ULUNeGtZYDvGY-iR61dH?usp=sharing
[11/7, 1:41 PM] Neha Talaviya.Mahiti: *ભારતના રાષ્ટ્રગીત વંદે માતરમને ૧૫૦ વર્ષ પૂર્ણ થતાં જિલ્લા માહિતી કચેરી ગાંધીનગરના સભ્યોએ રાષ્ટ્રગીતનું સમુહગાન કર્યું*
…..
ભારતનું રાષ્ટ્ર ગીત ‘’વંદે માતરમ’’ એ પ્રત્યેક ભારતીયનું ગૌરવ છે. દેશની આન, બાન અને શાન સમાન છે અને દેશની ઓળખ છે. ત્યારે સમગ્ર રાજ્યમાં ‘’વંદે માતરમ @ ૧૫૦’’ કાર્યક્રમ નિમિતે અનેકવિધ કાર્યક્રમો યોજાશે.
ઉલ્લેખનીય છે કે, દેશભક્તિની આ અનોખી ઉજવણી પ્રસંગે ગાંધીનગર જિલ્લા માહિતી કચેરી ખાતે નાયબ માહિતી નિયામકશ્રી પારુલ મણિયાર સહિત સર્વે કર્મયોગીઓએ દેશની એકતા અખંડિતતા જાળવી રાખવા અને દેશના વિકાસમાં યોગદાન આપવા માટે સ્વદેશી અપનાવવા શપથ ગ્રહણ કર્યા હતા.
…..
*નેહા તલાવિયા*
[11/7, 4:16 PM] Neha Talaviya.Mahiti: *અગત્યનું*
જે પણ પત્રકાર મિત્રોએ “ફીટ ઇન્ડિયા ફિટ મીડિયા” અંતર્ગત હેલ્થ ચેકઅપ કરાવ્યું હતું, તેમના રિપોર્ટ આવી ગયા છે.તો કાલે સાંજે ૦૬ વાગ્યા સુધીમાં જિલ્લા માહિતી કચેરી, ગાંધીનગર ખાતેથી રિપોર્ટ મેળવી લેવા વિનંતી છે.
[11/7, 5:25 PM] Neha Talaviya.Mahiti: *ગુજરાતમાં ચાલી રહેલા SIR ની સમીક્ષા કરતાં ભારતના ચૂંટણી પંચના નિયામકશ્રી અને સચિવશ્રી*
………………..
*ગાંધીનગર ખાતે રાજ્યભરના જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીઓ અને મ્યુનિસિપલ કમિશનરશ્રીઓને SIR પ્રક્રિયા વધુ સુગમ બનાવવા માર્ગદર્શન*
………………………
*તા.૨૭ ઓક્ટોબર ૨૦૨૫ની સ્થિતિએ ગુજરાતમાં ૫,૦૮,૪૩,૪૩૬ મતદારો, ૧,૦૧,૦૪,૫૮૪ ગણતરી ફોર્મ મતદારો સુધી પહોંચાડી દેવામાં આવ્યા*
………………………
ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ગત તા. ૨૭ ઓક્ટોબર ૨૦૨૫થી રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલી SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન) પ્રક્રિયાની સમીક્ષા કરવા ભારતના ચૂંટણી પંચના નિયામક સુશ્રી શુભ્રા સક્સેના અને સચિવ શ્રી બિનોદ કુમારે ગાંધીનગર ખાતેથી બેઠક યોજી હતી.
આ બેઠકમાં SIR પ્રક્રિયાની પ્રગતિની વિગતો આપતાં મુખ્ય નિર્વાચન અધિકારી શ્રી હારિત શુક્લાએ જણાવ્યું હતું કે, તા.૨૭ ઓક્ટોબર ૨૦૨૫ની સ્થિતિએ ગુજરાતમાં ૫,૦૮,૪૩,૪૩૬ મતદારો નોંધાયેલા હતા, જે તમામને એન્યુમરેશન ફોર્મ એટલે કે ગણતરી પત્રકો પ્રિન્ટ કરીને આપવામાં આવશે. અત્યાર સુધીમાં ૫,૦૩,૮૩,૦૨૨ મતદારોના ગણતરી ફોર્મ પ્રિન્ટ કરી દેવામાં આવ્યા છે, બાકી રહેલા ફોર્મ્સના પ્રિન્ટીંગનું કામ હાલ પ્રગતિમાં છે. પ્રિન્ટ થયેલા ગણતરી ફોર્મ પૈકી ૧,૦૧,૦૪,૫૮૪ ફોર્મ મતદારો સુધી પહોંચાડી દેવામાં આવ્યા છે, જ્યારે બાકીના મતદારો સુધી આ ફોર્મ્સ સત્વરે પહોંચાડી દેવામાં આવશે.
ગાંધીનગર ખાતે રાજ્યના તમામ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીઓ અને મ્યુનિસિપલ કમિશનરશ્રીઓને ભારતના ચૂંટણી પંચના નિયામક સુશ્રી શુભ્રા સક્સેના અને સચિવ શ્રી બિનોદ કુમાર દ્વારા મતદાન નોંધણી અધિકારીઓ અને બુથ લેવલ ઓફિસર કઈ રીતે SIR દરમિયાન તમામ મતદારો સુધી પહોંચી શકે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ મતદારોને ગણતરી ફોર્મ ભરવામાં કઈ રીતે સહાયકતા કરી શકાય તે અંગેનું માર્ગદર્શન આપવા સાથે મતદારોને ગણતરી ફોર્મ ભરવામાં કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે રીતે કાર્યવાહી હાથ ધરવા સૂચનાઓ આપવામાં આવી હતી.
ભારતના ચૂંટણી પંચ દ્વારા રાજ્યની 08 મહાનગરપાલિકાઓના મ્યુનિસિપલ કમિશનરશ્રીઓને સ્પેશિયલ એડિશનલ ડિસ્ટ્રિક્ટ ઇલેક્શન ઓફિસર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ તમામ મ્યુનિસિપલ કમિશનરશ્રીઓ દ્વારા તેમના તાબા હેઠળના સ્ટાફને પણ મતદારોની મદદ માટે મૂકવામાં આવશે.
વધુમાં, ભારતના ચૂંટણી પંચના ઉચ્ચ અધિકારીશ્રીઓની ટીમ દ્વારા ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના મતદાર નોંધણી અધિકારી તેમજ બુથ લેવલ ઑફિસર્સ દ્વારા SIR અંતર્ગત કરવામાં આવી રહેલી કામગીરીની સમીક્ષા પણ કરી હતી.
આ બેઠકમાં અધિક મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી એ.બી. પટેલ સહિત મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીની કચેરીના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
………………………
[11/7, 5:37 PM] Neha Talaviya.Mahiti: *ગાંધીનગર જિલ્લા માહિતી કચેરી ફોટોગ્રાફર અને વિડીયોગ્રાફરને માહિતી ખાતાના ભાવપત્રક પ્રમાણે કામગીરી કરવા માટે આવકારે છે*
…..
ગાંધીનગર જિલ્લા માહિતી કચેરી ફોટોગ્રાફર અને વિડીયોગ્રાફરની એજન્સીને માહિતી ખાતાના ભાવપત્રક પ્રમાણે કામગીરી કરવા માટે આવકારે છે. જે ફોટોગ્રાફર અને વિડિયોગ્રાફર માહિતી ખાતાની કામગીરી કરવા ઈચ્છુક હોય તેમણે તા.૧૫/૧૧/૨૦૨૫ સુધીમાં સાદા કાગળ ઉપર સુવાચ્ય અક્ષરે, નાયબ માહિતી નિયામકની કચેરી, સી-વિંગ બીજા માળે, સહયોગ સંકુલ, ગાંધીનગર ખાતે અરજી કરવા વિનંતી છે.
આપની આસપાસ બનતી ઘટનાઓના સમાચાર ફોટાઓ અને વિડિયો અમોને અમારા અખબારમાં તેમજ ચેનલમાં જનજાગૃતિના ભાગરૂપે પ્રસિદ્ધ કરવા માટે અમને whatsapp નંબર 6353019026 દ્વારા મોકલી આપો
