22 NG pdf-3 23 NG PDF-2 (1) 24-11-2025 JAN FARIYAD 24 ng PDF-2 25 NG PDF-1 (3) 26 NG pdf-4
ગુજરાત રાજ્ય માહિતી ખાતાના સમાચારો
[11/20, 7:34 PM] Dilip Gajjar.Mahiti.Press: *મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ટેક્નોલોજીના ઉપયોગથી ઓનલાઈન જન ફરિયાદ નિવારણના કાર્યક્રમ ‘સ્વાગત’માં ગાંધીનગરમાં ઉપસ્થિત રહી જન ફરિયાદોના નિવારણનું માર્ગદર્શન આપ્યુ*
———-
*ખેડૂતો સહિત લોકોની સમસ્યાઓ – રજૂઆતોની ઉંડાણપૂર્વક સમજ કેળવીને તથા સ્થળ મુલાકાત લઈને તાકિદે નિવારણ લાવવા મુખ્યમંત્રીશ્રીની અધિકારીઓને તાકિદ*
———-
*તાલુકા અને જિલ્લા સ્વાગતના નિર્ણયોના સ્થાનિક કક્ષાએ અમલિકરણ અને સઘન મોનિટરીંગ માટે જિલ્લા કલેક્ટરોને મુખ્યમંત્રીશ્રીની સૂચના*
————
*રાજ્ય સ્વાગતમાં ૭૦થી વધુ નાગરિકો પોતાની સમસ્યાની રજૂઆત માટે આવ્યા – જિલ્લા સ્વાગતની ૧૧૫૬ જેટલી રજૂઆતોની નિરાકરણ કાર્યવાહી જિલ્લા કક્ષાએ કરવામાં આવી*
————
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં યોજાયેલા નવેમ્બર માસના રાજ્ય સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણમાં આવેલી રજૂઆતો સંદર્ભમાં સંબંધિત અધિકારીઓને સ્પષ્ટપણે જણાવ્યું કે, ખેડૂતો સહિત લોકોની સમસ્યાઓ–રજૂઆતોની ઉંડાણપૂર્વક સમજ કેળવીને તથા સ્થળ મુલાકાત લઈને તેનું તાકિદે નિવારણ લાવવામાં આવે તે જરૂરી છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2003માં શરૂ કરાવેલો રાજ્ય સ્વાગત કાર્યક્રમ નાગરિકોની સમસ્યાઓને સીધી જ સરકાર સમક્ષ પહોંચાડવાની સાથે સમસ્યાના નિવારણથી લોકોના જીવનમાં હકારાત્મક બદલાવ લાવવાનું અસરકારક માધ્યમ બની રહ્યો છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નાગરિકોની સમસ્યાઓને હંમેશાં પ્રાથમિકતા આપી તેમના ત્વરિત નિવારણ માટે પ્રતિબદ્ધતા દાખવી છે તેના ઉદાહરણો નવેમ્બર માસના રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં ગુરૂવાર તા. ૨૦ નવેમ્બરે જોવા મળ્યા હતા.
આ રાજ્ય સ્વાગતમાં ૭૦થી વધુ નાગરિકો પોતાની સમસ્યાની રજૂઆત માટે આવ્યા હતા તેમાંથી ૪ જેટલા અરજદારોની રજૂઆતો મુખ્યમંત્રીશ્રીએ રૂબરૂ સાંભળી હતી. આ ઉપરાંત બાકિની રજૂઆતો મુખ્યમંત્રીશ્રી જનસંપર્ક એકમના અધિકારીઓ દ્વારા સાંભળીને સંબંધિત વિભાગો તથા જિલ્લા સ્તરના અધિકારીઓને કાર્યવાહી માટે મોકલવામાં આવી હતી.
રાજ્ય સરકાર દ્વારા યોજાયેલા નવેમ્બર માસના જિલ્લા સ્વાગતની ૧૧૫૬ જેટલી રજૂઆતોની નિરાકરણ કાર્યવાહી જિલ્લા કક્ષાએ કરવા માટે જરૂરી પગલા લેવામાં આવ્યા છે.
મુખ્યમંત્રીશ્રીએ સ્થાનિક કક્ષાએ તાલુકા અને જિલ્લા સ્વાગતની રજૂઆતો અંગે લેવાયેલા નિર્ણયનું અમલીકરણ અને સઘન મોનિટરીંગ થાય તે માટે જિલ્લા કલેક્ટરશ્રીઓને સુચના આપી હતી. એટલુ જ નહી, જે તાલુકા અને જિલ્લાઓમાં રજૂઆતોની પડતર સંખ્યા વધુ છે તેવા જિલ્લાઓમાં રજૂઆતોનો તાત્કાલિક નિકાલ કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા હતા.
પોરબંદર જિલ્લાના બે ગામના ખેડૂતોએ સુખભાદર નદી પર પુલ બનાવવાની લાંબા સમયની પડતર માંગણી અંગે મુખ્યમંત્રીશ્રી સમક્ષ રાજ્ય સ્વાગતમાં રજૂઆત કરતાં તેમણે ખેડૂતો પ્રત્યે સંવેદના દર્શાવીને આ પુલ મંજૂર કરવા અંગે ત્વરિત કાર્યવાહીની સુચના માર્ગ મકાન સચિવને આપી હતી. પોરબંદરના જ એક રજૂઆત કર્તાને તેના પ્લોટનું નિયત ક્ષેત્રફળ સાથેનું પ્રોપર્ટી કાર્ડ તાત્કાલિક મળે તે માટેની જરૂરી સુચના મુખ્યમંત્રીશ્રીએ પોરબંદર કલેક્ટરને આપી હતી.
મુખ્યમંત્રીશ્રીએ ધોલેરા તાલુકાના એક રજૂઆત કર્તાની ખેતીની જમીનમાં ધોલેરા એસ.આઈ.આરની અનામતની ક્ષતિથી સાત બારમાં થયેલી નોંધ દૂર કરવાની કાર્યવાહી સત્વરે હાથ ધરવા પણ અમદાવાદ જિલ્લા કલેક્ટરને જણાવ્યું હતું.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરના અસાધારણ કમોસમી વરસાદને પગલે ખેડૂતોને થયેલા નુકસાન અંગે રાજ્ય સરકારે જાહેર કરેલી કૃષિ પેકેજ સહાય મેળવવામાં કોઈ ખેડૂતોને મુશ્કેલી ન પડે તે માટે વિશેષ કાળજી રાખવા રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરોને દિશાનિર્દેશ આપ્યા હતા.
નવેમ્બર-૨૦૨૫ના આ રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીના અધિક અગ્ર સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ, સચિવ શ્રી ડૉ. વિક્રાંત પાંડે, ખાસ ફરજ પરના અધિકારીશ્રીઓ શ્રી ધીરજ પારેખ અને રાકેશ વ્યાસ તથા સંબંધિત વિભાગોના વરિષ્ઠ સચિવો – અધિકારીઓ જોડાયા હતા.
———–
[11/20, 7:34 PM] Dilip Gajjar.Mahiti.Press: 20-11-2025 SWAGAT ONLINE PHOTO https://photos.app.goo.gl/bMeuVxxpwPBYe9ELA
[11/21, 11:23 AM] Dilip Gajjar.Mahiti.Press: *ટેકાના ભાવે મગફળીની ખરીદી (21/11/2025)*
*ખરીદી:* 2.13 લાખ મેટ્રિક ટનથી વધુ
*મૂલ્ય:* રૂ. 1,550 કરોડ
*ખેડૂતો:* 92,800થી વધુ
*ખરીદ કેન્દ્રો:* 272
[11/21, 12:10 PM] Dilip Gajjar.Mahiti.Press: *ગુજરાતને ઇલેક્ટ્રોનિક્સ સિસ્ટમ ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગ-ESDM ક્ષેત્રે હબ બનાવાશે- સાયન્સ અને ટેકનોલોજી મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયા*
………………………….
*રાજ્યમાં ઇલેક્ટ્રોનિક્સ સપ્લાય ચેઇનમાં રોકાણ-ઇકોસિસ્ટમ વિકાસને વધુ વેગ આપવા મંત્રી શ્રી મોઢવાડિયાના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ યોજાઈ*
………………………….
*ઇલેક્ટ્રોનિક્સમાં ‘આત્મનિર્ભર ભારત’ને પ્રોત્સાહન: ગુજરાતમાં કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ સ્કીમ (ECMS) પર ઉદ્યોગ જગતના અગ્રણીઓ સાથે જોડાણ*
*નીતિથી ઉત્પાદન સુધી: ઉચ્ચ-સ્તરીય B2G બેઠકો દ્વારા ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ ઇકોસિસ્ટમના ઝડપી અમલીકરણનો સંકેત*
………………….
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતને ઇલેક્ટ્રોનિક્સ સિસ્ટમ ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગ-ESDM ક્ષેત્રે વૈશ્વિક હબ બનવવા માટે ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ સ્કીમ- ECMS પર વધુ ભાર મુકવામાં આવશે. સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય રોકાણકારોને સહયોગ આપતી વિશ્વ કક્ષાની ઉત્પાદન ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર સંપૂર્ણ પ્રતિબદ્ધ છે તેમ,સાયન્સ અને ટેકનોલોજી મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું.
ગુજરાતની ઇલેક્ટ્રોનિક્સ સપ્લાય ચેઇનમાં રોકાણ અને ઇકોસિસ્ટમ વિકાસને વધુ વેગ આપવાના ઉદ્દેશ્ય સાથે ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ સ્કીમ-ECMS પર ધ લીલા હોટલ, ગાંધીનગર ખાતે સાયન્સ અને ટેકનોલોજી મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું.
વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયાએ વધુમાં કહ્યું હતું કે, આ સંવાદ સત્રમાં ૨૫થી વધુ ECMS ઉદ્યોગ અગ્રણીઓ સહભાગી થયા છે. જેમાં મુખ્યત્વે TATA Electronics, Kaynes, CG Semi, GnBS Korea, SyrmaSGS, Epitomem Unitio, અને Mink9નો સમાવેશ થાય છે. આ પ્લેટફોર્મ ઉદ્યોગ જગતના અગ્રણીઓ, નેતાઓ અને વરિષ્ઠ બ્યુરોક્રેટ્સ વચ્ચે સીધી ચર્ચા સુનિશ્ચિત કરે છે, જે સરકારને વાસ્તવિક ઉત્પાદકતાની જરૂરિયાતો અને પડકારો પર આધારિત નીતિઓને સુધારવા અને પ્રોજેક્ટની ઝડપી અમલવારી સુનિશ્ચિત કરવા માટે મદદ કરે છે.
મંત્રીશ્રીએ વધુ વિગતો આપતાં કહ્યું હતું કે, આ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ‘આત્મનિર્ભર ભારત’ મિશન હેઠળ રાષ્ટ્રીય સ્વાવલંબન હાંસલ કરવા માટે ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ્સના મૂળભૂત મહત્ત્વનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. ECMS પર સતત ધ્યાન કેન્દ્રિત કરીને, આ સત્રમાં પેસિવ કમ્પોનન્ટ્સ અને PCBsથી લઈને અદ્યતન સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ સુધીના વિશિષ્ટ અપસ્ટ્રીમ ઉત્પાદકોને આકર્ષવા માટે ગુજરાતની વ્યૂહરચના પર ભાર મૂક્યો હતો, જેનાથી ભારતની આયાત પરની નોંધપાત્ર નિર્ભરતા ઘટાડી શકાય. આ પહેલ થકી મોટા આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા, હજારો ઉચ્ચ-કુશળ નોકરીઓનું સર્જન કરવા અને ઇલેક્ટ્રોનિક્સ સિસ્ટમ ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગ (ESDM) ક્ષેત્રમાં ગુજરાતને એક મુખ્ય ઉત્પાદન ડેસ્ટીનેશન તરીકે મજબૂત રીતે સ્થાપિત કરવામાં આવશે. આ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ દ્વારા રોકાણકારોને ગુજરાતમાં રોકાણ કરવાની તકો ઉપલબ્ધ કરવામાં આવી છે તેમ,તેમણે ઉમેર્યું હતું.
સત્રના પ્રારંભમાં ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રોનિક્સ મિશન-GSEMના મિશન ડાયરેક્ટર, શ્રીમતી નેહા કુમારી દ્વારા ‘એડવાન્ટેજ ગુજરાત’ પર એક વિગતવાર પ્રેઝન્ટેશન રજૂ કરાયું હતું. આ સેગમેન્ટે રાજ્યના મજબૂત નીતિગત વાતાવરણ, માળખાકીય સુવિધાઓની તત્પરતા અને કમ્પોનન્ટ ઉત્પાદકોને આકર્ષવા માટે ખાસ તૈયાર કરાયેલા પ્રોત્સાહનો પર પ્રકાશ પાડ્યો હતો.
સાયન્સ અને ટેકનોલોજી વિભાગના સચિવ શ્રીમતી પી. ભારતી દ્વારા વિશેષ સંબોધનમાં ગુજરાતના મહત્વાકાંક્ષી ઔદ્યોગિક લક્ષ્યો માટે વ્યૂહાત્મક સંદર્ભ નક્કી કરવામાં આવ્યો હતો.
*ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રોનિક્સ મિશન (GSEM) વિશે :*
ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રોનિક્સ મિશન (GSEM) એ ગુજરાતમાં ઇલેક્ટ્રોનિક્સ સિસ્ટમ ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગ (ESDM) માટે રોકાણ, નવીનતાને પ્રોત્સાહન આપવા અને ઇકોસિસ્ટમ વિકસાવવા માટે સમર્પિત નોડલ એજન્સી છે, જે રાજ્યના અગ્રણી વૈશ્વિક ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન હબ બનવાના વિઝનને આગળ ધપાવે છે.
જનક દેસાઈ
…………..
[11/21, 12:16 PM] Dilip Gajjar.Mahiti.Press: *મોબાઇલ હેલ્થ -મેડીકલ યુનિટ રાજ્યના નાગરિકો માટે બન્યું હરતું – ફરતું આરોગ્ય મંદિર*
*****
*રાજ્યમાં કાર્યરત ૧૩૭ મોબાઇલ હેલ્થ – મેડીકલ યુનિટની ઓ.પી.ડી સેવાનો ૧૩.૫ લાખથી વધુ નાગરિકોએ લીધો લાભ*
********
મોબાઇલ હેલ્થ અને મેડીકલ યુનિટ રાજ્યના નાગરિકો માટે હરતું – ફરતું આરોગ્ય મંદિર સાબિત થઈ રહ્યું છે.નાગરિકોને આરોગ્યલક્ષી પાયાની સુવિધાઓ મળી રહે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાના નેતૃત્વમાં રાજ્યમાં આરોગ્યની સેવા છેવાડાના માનવી સુધી પહોચી રહી છે.
રાજ્યની ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાને લઇ ગામડાઓમાં ગ્રામજનોને પ્રાથમિક તબીબી સારવાર ઘર આંગણે મળી રહે તે હેતુથી રાજ્યમાં ૧૦૨ મોબાઇલ હેલ્થ યુનિટ અને ૩૫ મોબાઈલ મેડીકલ યુનિટ એમ કુલ ૧૩૭ મોબાઇલ હેલ્થ – મેડીકલ યુનિટ સેવારત છે. જે પૈકી ૮૦ આદિજાતિ વિસ્તારમાં, ૨૩ અગરિયા વિસ્તારમાં, ૧૧ રણ વિસ્તારમાં, ,ચાર જંગલ વિસ્તારમાં અને ૧૯ સામાન્ય વિસ્તારમાં મોબાઇલ હેલ્થ – મેડીકલ યુનિટ કાર્યરત છે. સપ્ટેમ્બર – ૨૦૨૫ સુધીમાં કુલ ૧૩.૫ લાખથી વધુ નાગરિકોએ મોબાઇલ હેલ્થ – મેડીકલ યુનિટની ઓ.પી.ડી. સેવાનો લાભ લઇ ચૂક્યા છે. આ ઉપરાંત ૮ હજારથી વધુ મહિલાઓની પૂર્વ પ્રસુતિ સંભાળ,૧ હજારથી વધુ હાઇરીસ્ક માતાની ઓળખ તેમજ ૫ લાખથી વધુ નાગરિકોની લેબોરેટરીની તપાસ કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં મોબાઇલ હેલ્થ-મેડીકલ યુનિટને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રાખવામાં આવે છે તેથી આરોગ્યની સેવાઓનું સંકલન થાય અને નાગરિકોને સરળતાથી આરોગ્યલક્ષી સારવાર આપી શકાય. મોબાઇલ યુનિટ સ્થાનિક જરૂરીયાત મુજબ પીએચસી મેડીકલ ઓફિસર, ટીએચઓ અને સીડીએચઓ દ્વારા તૈયાર કરેલ એકશન પ્લાન અને ફિકસ રૂટ પ્લાન સમય અને દિવસ પ્રમાણે આરોગ્યલક્ષી સેવાઓ આપવામાં આવે છે.
– પ્રિન્સ ચાવલા
[11/21, 1:39 PM] Dilip Gajjar.Mahiti.Press: 22 નવેમ્બરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વડનગરમાં તાના-રીરી મહોત્સવનો શુભારંભ **
બે દિવસના કાર્યક્રમમાં સાંજે સુપ્રસિદ્ધ કલાકારો શાસ્ત્રીય ગાયન-વાદન અને લોકસંગીતના કાર્યક્રમો રજૂ કરશે
**
ગાંધીનગર 21 નવેમ્બર, 2025: મહેસાણા જિલ્લાના વડનગર ખાતે દર વર્ષે તાના-રીરી મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે આ મહોત્સવનો શુભારંભ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 22 નવેમ્બરે કરવામાં આવશે. આ વર્ષે સુપ્રસિદ્ધ શાસ્ત્રીય ગાયિકા સુશ્રી કલાપિની કોમકલીને તાના-રીરી સંગીત સન્માન એવોર્ડ પ્રદાન કરવામાં આવશે. 22 અને 23 નવેમ્બર સુધીના બે દિવસીય કાર્યક્રમમાં સાંજના સમયે શાસ્ત્રીય ગાયન, વાદન અને લોકસંગીતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમના બીજા દિવસે ગુજરાત સરકારના વન, પર્યાવરણ અને માર્ગ પરિવહન વિભાગના રાજ્યકક્ષાના મંત્રી શ્રી પ્રવિણ માળી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.
વડનગરની ઐતિહાસિક સંગીત પરંપરાને જીવંત રાખવા માટે વર્ષ 2003માં તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા તાના-રીરી મહોત્સવ અને તાના-રીરી સંગીત સન્માન એવોર્ડની વર્ષ 2010માં શરૂઆત કરવામાં આવી હતી. રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તક સંગીત નાટક અકાદમી દ્વારા સંગીત સમ્રાજ્ઞી તાના-રીરીની યાદમાં દર વર્ષે આ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે.
સંગીત સમારોહ
આ બે દિવસીય કાર્યક્રમાં પ્રથમ દિવસે સાંજે 6.30 વાગ્યે સુશ્રી કલાપિની કોમકલી દ્વારા શાસ્ત્રીય ગાયન, શ્રી નિલાદ્રી કુમાર દ્વારા શાસ્ત્રીય વાદન અને સુશ્રી ઇશાની દવે દ્વારા લોકસંગીતની પ્રસ્તૂતિ કરવામાં આવશે. બીજા દિવસે ડૉ. સુભદ્રા દેસાઇ દ્વારા શાસ્ત્રીય ગાયન, શ્રી નિનદ અધિકારી અને તેમની ટીમ દ્વારા શાસ્ત્રીય વાદન અને શ્રી પાર્થ ઓઝા અને તેમની ટીમ દ્વારા લોકસંગીતની પ્રસ્તૂતિ કરવામાં આવશે.
ગુજરાતના સંગીત ઇતિહાસમાં અમર થયેલું નામ ‘તાના-રીરી’
ભક્ત કવિ નરસિંહ મહેતાની દોહિત્રી શર્મિષ્ઠાની સુપુત્રીઓ તાના અને રીરીએ તેમના સંગીત પ્રત્યેના સમર્પણથી ગુજરાતના સંગીત ઇતિહાસમાં તેમનું નામ અમર કરી દીધું છે. સંગીત સમ્રાટ તાનસેને જ્યારે દીપક રાગ છેડ્યો ત્યારે તેમના શરીરમાં દાહ ઉત્પન્ન થઇ હતી જેને મલ્હાર રાગ ગાઇને તાના-રીરીએ શાંત કરી હતી. તેમની કલાના સન્માન ખાતર તેમણે આત્મબલિદાન આપ્યું હતું. આ સંગીતની કલાધારિણી બહેનોના સન્માનમાં વડનગરના તાના-રીરી સમાધિ સ્થળ ખાતે વર્ષ 2003થી દર વર્ષે તાના-રીરી શાસ્ત્રીય સંગીત મહોત્સવ યોજાય છે.
[11/21, 4:15 PM] Dilip Gajjar.Mahiti.Press: *ગુજરાતના યુવક – યુવતીઓ માટે આગામી સમયમાં ગીરનાર- જૂનાગઢ ખાતે ‘ગીરનાર આરોહણ – અવરોહણ સ્પર્ધા’ યોજાશે*
*******
*સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છુક ૧૪ થી ૩૫ વર્ષની વય ધરાવતા યુવક –યુવતીઓએ તા.૩૦ નવેમ્બર ૨૦૨૫ સુધીમાં અરજી કરવાની રહેશે*
*****
રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના ૧૪ થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતા વિદ્યાર્થી અને વિદ્યાર્થી ન હોય તેવા યુવક-યુવતીઓ માટે ‘ગીરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા” યોજવામાં આવે છે. જે અંતર્ગત રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળના કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર દ્વારા એક દિવસની “રાજ્યકક્ષા ગીરનાર આરોહણ- અવરોહણ સ્પર્ધા જાન્યુઆરી—૨૦૨૬માં ગીરનાર જૂનાગઢ ખાતે યોજવામાં આવશે તેમ, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ-ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.
યાદીમાં વધુમાં જણાવાયું છે કે, આ સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છતા યુવક-યુવતીઓ કે જેઓ તા.૩૧ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ ૧૪ થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતા હોય તેમણે પોતાના જિલ્લાની જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ખાતેથી અરજી ફાર્મ મેળવી સંપૂર્ણ વિગતો ભરીને જરૂરી આધાર-પુરાવા સાથે જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, જૂનાગઢને તા.૩૦ નવેમ્બર ૨૦૨૫ સુધીમાં મોકલી આપવાનું રહેશે.
આ ઉપરાંત વર્ષ ૨૦૨૫-૨૬માં રાજકોટ ખાતે ઓસમ પર્વત ચોટીલા, ઈડરનો ડુંગર , પાવાગઢનો ડુંગર તથા વલસાડના પારનેરા ડુંગર ખાતે આયોજિત થનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં જુનિયર/ સિનિયર વિભાગમાં ૧ થી ૧૦ ક્રમાંકે વિજેતા થયેલ યુવક/યુવતીઓએ રાજ્યકક્ષા ગીરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં ભાગ લેવાનો રહેશે નહી. તે વિજેતા સ્પર્ધકો રાષ્ટ્રીય કક્ષાની અખિલ ભારત “ગીરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં” સીધો જ પ્રવેશ મેળવી શકશે.
આ સ્પર્ધામાં ભાગ લેવા માટે સ્પર્ધકે પોતાના ખર્ચે સ્પર્ધાના સ્થળ જૂનાગઢ ખાતે આવવાનું રહેશે, સ્પર્ધા દરમ્યાન વિનામૂલ્યે નિવાસ, ભોજન તેમજ સ્પર્ધામાં ભાગ લેવા બદલ સ્પર્ધકને રાજ્ય સરકાર દ્વારા પ્રમાણપત્ર પણ આપવામાં આવશે. આયોજક જિલ્લાને મળેલ અરજીઓ પૈકી આ સ્પર્ધા માટે પસંદગી પામનાર યુવક-યુવતીઓને જિલ્લા યુવા અને સાસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, જૂનાગઢ દ્વારા ટેલીફોનિક જાણ કરવામાં આવશે. આ સિવાય કોઈપણ બાબતની જાણકારી માટે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, જૂનાગઢનો સંપર્ક કરવા યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગરની યાદીમાં વધુમાં જણાવાયું છે.
– પ્રિન્સ ચાવલા
****
[11/21, 7:13 PM] Dilip Gajjar.Mahiti.Press: *નિમંત્રણ*
*કાર્યક્રમ*: *રાજય સરકારના વિવિધ વિભાગોની ભરતીમાં પસંદ થયેલ ઉમેદવારોને નિમણૂકપત્ર એનાયત સમારોહ*
*મહાનુભાવ*:
માન.મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
માન.નાયબ મુખ્યમંત્રી
શ્રી હર્ષભાઈ સંઘવી
*તારીખ : *૨૨-૧૧-૨૦૨૫,શનિવાર*
*સમયઃ *સાંજે ૪.૦૦ કલાકે
*સ્થળ : *મહાત્મા મંદિર, ગાંધીનગર*
મીડિયાના મિત્રોએ ગેટ નંબર-૧ ખાતેથી રજિસ્ટ્રેશન કરાવીને પ્રવેશ લેવાનો રહેશે
આ કાર્યક્રમના કવરેજ માટે મીડિયાના મિત્રોને ઉપસ્થિત રહેવા નિમંત્રણ છે.
આભાર સહ,
*ન્યૂઝ અને મીડિયા રીલેશન શાખા*,
*માહિતી નિયામકશ્રીની કચેરી, ગાંધીનગર*
********
[11/21, 7:17 PM] Dilip Gajjar.Mahiti.Press: *ગાંધીનગર ખાતે ઓઈલ અને રાસાયણિક આપત્તિ વ્યવસ્થાપન માટે અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતિ રવિની અધ્યક્ષતામાં રાજ્ય સ્તરની મોકડ્રીલ સમીક્ષા બેઠક યોજાઈ*
**************
*જામનગર, દ્વારકા, કચ્છ, ભરૂચ અને સુરતના કલેક્ટરશ્રીઓએ વિડીયો કોન્ફરેન્સથી જોડાયા*
**************
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી કેન્દ્ર સરકારની રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ તથા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના સંયુક્ત ઉપક્રમે રાજ્યભરમાં ઓઈલ અને રાસાયણિક આપત્તિ વ્યવસ્થાપન માટે જિલ્લાઓમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે ગાંધીનગરમાં સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર – SEOC ખાતે અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતિ રવિની અધ્યક્ષતામાં ઓઈલ અને રાસાયણિક આપત્તિ વ્યવસ્થાપન માટે રાજ્ય સ્તરની મોકડ્રીલ સમીક્ષા બેઠક યોજાઈ હતી.
આ મોકડ્રીલની સમીક્ષાના ભાગરૂપે અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતિ રવિએ ગુજરાતના વિવિધ જિલ્લાઓ જેમાં જામનગર, દ્વારકા, કચ્છ, ભરૂચ અને સુરત સ્થિત મુખ્ય રિફાઇનરીઓ અને રાસાયણિક હબ ખાતે આયોજિત મોકડ્રીલ વિશે વિડીયો કોન્ફરેન્સના માધ્યમથી કલેક્ટરશ્રીઓથી વિગતો મેળવી હતી. આવનારા સમયમાં કોઈ પણ આપત્તિ સમયે કેવા પ્રકારની તૈયારી – પગલા ભરી શકાય તે અંગે કલેક્ટરશ્રીઓ અને ઉચ્ચ અધિકારીઓને અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતિ રવિએ માર્ગદર્શન આપ્યું હતું.
આ મોકડ્રિલનો મુખ્ય ઉદ્દેશ્ય ઓઇલ અને કેમિકલ ઉદ્યોગોમાં ભવિષ્યમાં અકસ્માત સર્જાય ત્યારે ત્વરિત પ્રતિભાવ આપવા માટેની રાજ્યની તૈયારી, વિવિધ સરકારી વિભાગો અને ખાનગી ઉદ્યોગો વચ્ચેનો સંકલન અને માનવ સંસાધન તથા સાધનોની અસરકારકતા ચકાસવાનો છે. ગુજરાત એક ઔદ્યોગિક રાજ્ય હોવાને કારણે રાજ્યમાં આવતી દરેક આપત્તિઓ માટે સજ્જ રહેવું ખૂબ જ અનિવાર્ય છે. એમાં પણ જામનગર, હજીરા, વાડીનાર અને કંડલા જેવા સ્થળોએ મુખ્ય રિફાઇનરીઓ, રાસાયણિક હબ અને મોટા ટેન્ક-સ્ટોરેજ સુવિધાઓની હાજરીને કારણે દરેક કટોકટી સામે સંપૂર્ણપણે તૈયાર રહેવું આવશ્યક છે.
આ સમીક્ષા બેઠકમાં NDMA, GSDMA, SEOC, NDRF, SDRF, વિવિધ સૈન્ય દળો ઉપરાંત વિવિધ સંલગ્ન વિભાગો, સંસ્થાઓના પ્રતિનિધિ-નોડલ અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા. આ ઉપરાંત જામનગર, દ્વારકા, કચ્છ, ભરૂચ અને સુરતના કલેક્ટરશ્રીઓએ વિડીયો કોન્ફરેન્સના માધ્યમથી મોકડ્રીલ અંગે સંપૂર્ણ માહિતી આપી હતી.
[11/22, 8:00 AM] Dilip Gajjar.Mahiti.Press: *નિમંત્રણ*
*કાર્યક્રમ*: *રાજય સરકારના વિવિધ વિભાગોની ભરતીમાં પસંદ થયેલ ઉમેદવારોને નિમણૂકપત્ર એનાયત સમારોહ*
*મહાનુભાવ*:
માન.મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
માન.નાયબ મુખ્યમંત્રી
શ્રી હર્ષભાઈ સંઘવી
*તારીખ : *૨૨-૧૧-૨૦૨૫,શનિવાર*
*સમયઃ *સાંજે ૪.૦૦ કલાકે
*સ્થળ : *મહાત્મા મંદિર, ગાંધીનગર*
મીડિયાના મિત્રોએ ગેટ નંબર-૧ ખાતેથી રજિસ્ટ્રેશન કરાવીને પ્રવેશ લેવાનો રહેશે
આ કાર્યક્રમના કવરેજ માટે મીડિયાના મિત્રોને ઉપસ્થિત રહેવા નિમંત્રણ છે.
આભાર સહ,
*ન્યૂઝ અને મીડિયા રીલેશન શાખા*,
*માહિતી નિયામકશ્રીની કચેરી, ગાંધીનગર*
********
[11/22, 9:04 AM] Dilip Gajjar.Mahiti.Press: *”લોહપુરુષના પગલે: કરમસદથી એકતાનગર સુધીનો ‘રાષ્ટ્રભક્તિનો રાજમાર્ગ’”*
*રાષ્ટ્રીય એકતાના સંદેશને જન-જનના હૃદયમાં પુનઃસ્થાપિત કરવા તા. ૨૬ નવેમ્બરથી શરુ થશે રાષ્ટ્રીય પદયાત્રા (સરદાર @ ૧૫૦ : યુનિટી માર્ચ)*
******************************
● *૧૧ દિવસ સુધી ચાલનારી આ યાત્રા આણંદ, વડોદરા અને નર્મદા જિલ્લાના ગામડાઓની ધૂળને પાવન કરતી આગળ વધશે*
● *દેશપ્રેમીઓનું ઘોડાપૂર આ યાત્રામાં જોડાઈને સરદાર સાહેબના જીવન આદર્શો અને સત્કાર્યોમાંથી નવી ઊર્જા મેળવશે*
● *યાત્રાના રસ્તામાં આવતા ગામડાઓ માં સરદાર સાહેબના જીવન-કવન પરના સાંસ્કૃતિક કાર્યક્રમો ઉપરાંત સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરાશે*
● *સરદાર ગાથા સભામાં ગામના સાચા રત્નોનું સન્માન કરીને રાષ્ટ્રનિર્માણમાં તેમના યોગદાનને બિરદાવવામાં આવશે*
● *ગાંધીજી અને સરદારના સ્વચ્છતાના આગ્રહને ધ્યાનમાં રાખીને, એક વિશેષ “કૃષ્ણ ટુકડી” કાર્યક્રમ અને રાત્રી રોકાણના સ્થળોની સાફ-સફાઈ સુનિશ્ચિત કરશે
***********
ભારતના દરેક નાગરિકમાં રાષ્ટ્રીય એકતા, સમરસતા, સહકાર, સ્વાભિમાન અને દેશપ્રેમની ભાવના વધુ પ્રજ્વલિત થાય તે માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અખંડ ભારતના શિલ્પી અને લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જયંતીની સમગ્ર દેશમાં ભવ્યાતિભવ્ય ઉજવણી કરવાની પ્રેરણ આપી છે. “આપણે સૌ ભારતીય છીએ અને ભારત આપણું છે. આપણે એક થઈને રહીશું તો જ પ્રગતિ કરી શકીશું.” —સરદાર સાહેબના રાષ્ટ્રીય એકતાના આ સંદેશને જન-જનના હૃદયમાં પુનઃસ્થાપિત કરવા માટે સમગ્ર દેશમાં “સરદાર @૧૫૦: યુનિટી માર્ચ”નું આયોજન કરવામાં આવ્યું છે.
કલ્પના કરો ૧૯૪૭ના એ ભારતની, જ્યારે આઝાદીનો સૂરજ ઉગ્યો ત્યારે દેશ ૫૬૨ જેટલા નાના-મોટા રજવાડાઓમાં વહેંચાયેલો હતો. તે સમયે, પોતાની કુનેહ અને મક્કમ મનોબળથી સરદાર વલ્લભભાઈ પટેલે આશરે ૫૬૨ જેટલા રજવાડાઓને જોડીને એક ‘અખંડ ભારત’નું નિર્માણ કર્યું હતું. જૂનાગઢ અને હૈદરાબાદ જેવા જટિલ પ્રશ્નો તેમણે જે ત્વરિત ગતિ અને મક્કમતાથી ઉકેલ્યા, તેણે સિદ્ધ કરી દીધું કે તેઓ સાચા અર્થમાં ‘લોખંડી પુરુષ’ હતા. તેમણે માત્ર ભૌગોલિક એકીકરણ જ ન કર્યું, પરંતુ દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી તરીકે ભારતીય વહીવટી સેવાનું એવું મજબૂત માળખું ઘડ્યું, જે આજે પણ ભારતીય લોકશાહીની કરોડરજ્જુ બનીને અડીખમ ઊભું છે.
સરદાર સાહેબના જીવનના આવા જ પ્રેરણાદાયી અધ્યાયોને દેશના ખૂણે-ખૂણે ગુંજતા કરવા માટે ગુજરાતમાં રાષ્ટ્રીય સ્તરની પદયાત્રા “સરદાર @ ૧૫૦: યુનિટી માર્ચ”નું આયોજન કરવામાં આવ્યું છે. જે સરદારના પ્રારંભ અને તેમના વિરાટ વ્યક્તિત્વ વચ્ચેનો સેતુ બનશે. આ રાષ્ટ્રીય પદયાત્રા તા. ૨૬ નવેમ્બર – સંવિધાન દિવસના રોજ સરદાર પટેલના વતન કરમસદની પવિત્ર ભૂમિથી શરુ થઈને તા. ૦૬ ડિસેમ્બરના રોજ નર્મદા નદીના કિનારે બિરાજમાન સરદાર પટેલની વિરાટ પ્રતિમા – સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતાનગર ખાતે પૂર્ણ થશે.
કરમસદથી એકતાનગર વચ્ચેનું આશરે ૧૫૨ કિલોમીટરનું અંતર માત્ર રસ્તો નહિ, પણ હવે રાષ્ટ્રભક્તિનો રાજમાર્ગ બનશે. ૧૧ દિવસ સુધી ચાલનારી આ યાત્રા આણંદ, વડોદરા અને નર્મદા જિલ્લાના ગામડાઓની ધૂળને પાવન કરતી આગળ વધશે. આ ઐતિહાસિક યાત્રામાં પ્રતિદિન ભારત સરકાર અને ગુજરાત સરકારના મંત્રીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, ઉચ્ચ અધિકારીશ્રીઓ સહિતના વિવિધ મહાનુભાવો અને દેશના વિવિધ રાજ્યો અને મોટાભાગના તમામ જિલ્લાઓમાં થી યુવાનો જોડાશે. પ્રત્યેક દિવસે અંદાજે ૧૫,૦૦૦થી વધુ દેશપ્રેમીઓનું ઘોડાપૂર આ યાત્રામાં જોડાઈને સરદાર સાહેબના જીવન આદર્શો અને સત્કાર્યોમાંથી નવી ઊર્જા મેળવશે.
આ યાત્રા પૂર્વે રસ્તામાં આવતા ગામડાઓમાં સરદાર સાહેબના જીવન-કવન પરના સાંસ્કૃતિક અને સામાજિક કાર્યક્રમો ઉપરાંત સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવશે. આ યાત્રાના પ્રત્યેક દિવસે બે ગામમાં – બે સરદાર ગાથા સભાનું આયોજન કરવામાં આવશે, જેમાં નામાંકિત વક્તાઓ દ્વારા સરદાર સાહેબના આદર્શો, મૂલ્યો અને સિદ્ધાંતોથી નાગરિકોને જાગૃત કરવામાં આવશે. સરદાર ગાથા સભામાં ગામના સાચા રત્નો – વયોવૃદ્ધ વડીલો, કુશળ કારીગરો, તેજસ્વી દીકરીઓ, દેશના રક્ષક સૈનિકો, પ્રગતિશીલ ખેડૂતો, સ્વાવલંબી મહિલાઓ અને શ્રેષ્ઠ ખેલાડીઓનું સન્માન કરીને રાષ્ટ્રનિર્માણમાં તેમના યોગદાનને બિરદાવવામાં આવશે. સાથે જ, સ્વદેશીના શપથ પણ લેવામાં આવશે.
ગાંધીજી અને સરદારના સ્વચ્છતાના આગ્રહને ધ્યાનમાં રાખીને, એક વિશેષ “કૃષ્ણ ટુકડી” કાર્યક્રમ સ્થળો અને રાત્રી રોકાણના સ્થળોની સફાઈ સુનિશ્ચિત કરશે, જેથી યાત્રા પાછળ માત્ર પ્રેરણાના પગલાં છોડી જાય, ગંદકી નહીં. આટલું જ નહિ, પદયાત્રાના પ્રત્યેક દિવસે એક થીમેટીક વર્કશોપ અથવા પ્રદર્શનીનું આયોજન કરવામાં આવશે. પદયાત્રાના રૂટ પર ખાદી તેમજ સરદાર સાહેબના જીવનને પ્રદર્શિત કરતા સહિતનું વેચાણ પણ કરવામાં આવશે. આ પદયાત્રામાં એક સરદાર સાહેબના જીવન આધારિત રથ તેમજ એક આત્મનિર્ભર ભારત / સ્વદેશી રથ જોડાશે.
વધુમાં આ યાત્રાનો ઉદ્દેશ્ય માત્ર વર્તમાન પેઢી સુધી સીમિત નથી. જે જિલ્લાઓમાંથી આ યાત્રા પસાર થશે, ત્યાંની શાળા-કોલેજોમાં નિબંધ, વકતૃત્વ, ચિત્ર, નાટક અને ક્વિઝ જેવી સ્પર્ધાઓ દ્વારા નવી પેઢીને સરદારના વિચારોથી અવગત કરવામાં આવશે. “સરદાર @ ૧૫૦: યુનિટી માર્ચ” માત્ર એક પદસંચાલન ન રહીને, ઇતિહાસના ગૌરવને વર્તમાનના પુરુષાર્થ સાથે જોડીને ઉજ્જવળ ભવિષ્ય તરફ લઈ જનારી એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક કડી પૂરવાર થશે. ચાલો, આ રાષ્ટ્ર યજ્ઞમાં જોડાઈએ અને એક ભારત, શ્રેષ્ઠ ભારતના શપથને પુનઃ સાકાર કરીએ.
આ પદયાત્રામાં ૧૫૦ ‘કાયમી પદયાત્રીઓ’ને પણ સ્થાન અપાશે, જેઓ શરૂઆતથી અંત સુધી ‘કાયમી પદયાત્રી’ તરીકે યાત્રામાં જોડાશે. આ પદયાત્રીઓ સંપૂર્ણ યાત્રા દરમિયાન આશ્રમજીવન મુજબ વર્તશે અને પોતાનું કામ પોતે જ કરી સ્વાવલંબનનું પાલન કરશે. આ કાયમી પદયાત્રીઓની પસંદગી ‘My Bharat’ પોર્ટલના માધ્યમથી કરવામાં આવી છે.
*નિતિન રથવી*
***********
[11/22, 11:30 AM] Dilip Gajjar.Mahiti.Press: *કચ્છ-સૌરાષ્ટ્રની વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં ઝળહળશે ગુજરાતનું સિરામિક હબ મોરબી*
***
*વિશ્વના બીજા સૌથી મોટા સિરામિક હબ મોરબીનું લક્ષ્ય હવે વૈશ્વિક બજારમાં અગ્રેસર બનવાનું, VGRCથી રોકાણ અને નિકાસની સંભાવનાઓ વધશે*
***
*વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટની પહેલથી ઉદ્યોગ ક્ષેત્રનું ચિત્ર બદલાયું*
***
*ગાંધીનગર, 22 નવેમ્બર 2025:* ગુજરાતના સૌરાષ્ટ્ર ક્ષેત્રનું મોરબી આજે સિરામિક ઉદ્યોગના વૈશ્વિક પાવરહાઉસ તરીકે ઉભરી રહ્યું છે. મોરબી વિશ્વનું બીજું સૌથી મોટું સિરામિક ઉત્પાદન હબ છે, જ્યાં 800થી વધુ સિરામિક યુનિટ વૈશ્વિક બજારોમાં નિકાસ કરે છે. ક્ષેત્રના વિકાસમાં મોરબીના સિરામિક ઉદ્યોગનો ફાળો નોંધનીય છે અને આ રીતે તે વિકસિત ગુજરાતથી વિકસિત ભારત @2047ના વિઝનમાં પણ યોગદાન આપી રહ્યું છે તેમજ વધતી વૈશ્વિક માંગને પણ પૂર્ણ કરી રહ્યું છે.
*ભારત-યુકે મુક્ત વ્યાપાર કરાર અને નિકાસ*
ભારત સિરામિક ઉત્પાદનોનો છઠ્ઠો સૌથી મોટો નિકાસકાર દેશ છે, જેમાં મોરબીનો ફાળો મુખ્ય છે. 24 જુલાઈ 2025ના રોજ ભારત-યુકે વ્યાપક આર્થિક અને વ્યાપાર કરાર (CETA) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જે ગુજરાતના ઉદ્યોગો, ખાસ કરીને મોરબી સિરામિક ક્લસ્ટર માટે મહત્વપૂર્ણ સાબિત થયો છે. આ કરાર મુખ્ય ભારતીય નિકાસ માટે શૂન્ય-ડ્યુટી અને ટેરિફ-મુક્ત ઍક્સેસ સુનિશ્ચિત કરે છે.
છેલ્લા 3-4 વર્ષમાં ભારતમાંથી યુકેમાં સિરામિક નિકાસ ત્રણ ગણી વધીને નાણાકીય વર્ષ 2024-25માં 110 મિલિયન ડોલર સુધી પહોંચી ગઈ છે, જેમાં મોરબીનો 65% ફાળો (71.6 મિલિયન ડોલર) છે. ઉલ્લેખનીય છે કે, યુકેમાં પોર્સેલિન સ્લેબ, ટાઇલ્સ અને ક્વાર્ટઝ ઉત્પાદનો જેવી પ્રીમિયમ બાંધકામ સામગ્રીની માંગ વધી રહી છે, જેને ભારત પૂરી કરી રહ્યું છે.
વધી રહેલાં શહેરીકરણ, સરકારની હાઉસિંગ યોજનાઓ અને સ્વચ્છ ભારત મિશન જેવા પરિબળોના કારણે સિરામિક ક્ષેત્રમાં વિશાળ સંભાવનાઓ રહેલી છે. મોરબીમાં વૉલ-ટાઇલ્સ, ફ્લોર-ટાઇલ્સ અને બાથરૂમ એક્સેસરીઝ સહિત સિરામિક અને સૅનિટરીવેરનું ઉત્પાદન થાય છે. ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે મોરબીને સિરામિક ટાઇલ્સ અને સૅનિટરીવેર માટે “ટાઉન ઑફ એક્સપોર્ટ એક્સેલન્સ (TEE)”નો દરજ્જો આપ્યો છે.
મોરબી સિરામિક ક્લસ્ટર મૅન્યુફેક્ચરિંગ યુનિટ (ઉત્પાદન એકમો)માં આશરે 3.5 લાખ વ્યક્તિઓને સીધી રોજગારી આપે છે અને લગભગ 10 લાખ લોકોને પરોક્ષ રોજગાર પૂરો પાડે છે. આ ઉદ્યોગે લોજિસ્ટિક્સ, પેકેજિંગ, કાચા માલનો પુરવઠો વગેરે જેવા સહાયક ઉદ્યોગોમાં પરોક્ષ અને પ્રત્યક્ષ રોજગારની તકો ઊભી કરી છે. તેનાથી સ્થાનિક લોકો અને અન્ય રાજ્યોના કામદારો માટે પણ રોજગારીનું સર્જન થયું છે.
*VGRCથી મોરબીમાં રોકાણ અને નિકાસની સંભાવનાઓ વધશે*
મોરબી સિરામિક ક્લસ્ટર એક પ્રાદેશિક ઉદ્યોગમાંથી મુખ્ય વૈશ્વિક નિકાસકાર બન્યું છે. આ પ્રગતિ થવાના કારણે ગુજરાત આજે એક પસંદગીનું રોકાણ સ્થળ બની ગયું છે અને “મેડ ઇન મોરબી” વૈશ્વિક બ્રાન્ડ બની ગઈ છે. 2003માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સૌપ્રથમ વખત યોજાયેલી વાઇબ્રન્ટ ગુજરાત સમિટથી આ ઉદ્યોગને ઘણો ફાયદો થયો છે. હવે વાઇબ્રન્ટ ગુજરાત સમિટના વિઝનને આગળ વધારતાં ગુજરાત સરકાર 8-9 જાન્યુઆરી 2026ના રોજ રાજકોટ ખાતે કચ્છ-સૌરાષ્ટ્ર પ્રદેશની રિજનલ કોન્ફરન્સનું આયોજન કરવા જઈ રહી છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ વધુમાં વધુ રોકાણ આકર્ષવાનો અને સ્થાનિક ઉદ્યોગસાહસિકોની ક્ષમતા અને પ્રતિભાને ઉજાગર કરવાનો છે. આ કોન્ફરન્સના માધ્યમથી મોરબી વિશ્વ મંચ પર ઉજાગર થશે અને સિરામિક ક્લસ્ટર વધુ મજબૂત બનશે.
***
[11/22, 5:05 PM] Dilip Gajjar.Mahiti.Press: *”લોહપુરુષના પગલે: કરમસદથી એકતાનગર સુધીનો ‘રાષ્ટ્રભક્તિનો રાજમાર્ગ’”*
*રાષ્ટ્રીય એકતાના સંદેશને જન-જનના હૃદયમાં પુનઃસ્થાપિત કરવા તા. ૨૬ નવેમ્બરથી શરુ થશે રાષ્ટ્રીય પદયાત્રા (સરદાર @ ૧૫૦ : યુનિટી માર્ચ)*
******************************
● *૧૧ દિવસ સુધી ચાલનારી આ યાત્રા આણંદ, વડોદરા અને નર્મદા જિલ્લાના ગામડાઓની ધૂળને પાવન કરતી આગળ વધશે*
● *દેશપ્રેમીઓનું ઘોડાપૂર આ યાત્રામાં જોડાઈને સરદાર સાહેબના જીવન આદર્શો અને સત્કાર્યોમાંથી નવી ઊર્જા મેળવશે*
● *યાત્રાના રસ્તામાં આવતા ગામડાઓ માં સરદાર સાહેબના જીવન-કવન પરના સાંસ્કૃતિક કાર્યક્રમો ઉપરાંત સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરાશે*
● *સરદાર ગાથા સભામાં ગામના સાચા રત્નોનું સન્માન કરીને રાષ્ટ્રનિર્માણમાં તેમના યોગદાનને બિરદાવવામાં આવશે*
● *ગાંધીજી અને સરદારના સ્વચ્છતાના આગ્રહને ધ્યાનમાં રાખીને, એક વિશેષ “કૃષ્ણ ટુકડી” કાર્યક્રમ અને રાત્રી રોકાણના સ્થળોની સાફ-સફાઈ સુનિશ્ચિત કરશે
***********
ભારતના દરેક નાગરિકમાં રાષ્ટ્રીય એકતા, સમરસતા, સહકાર, સ્વાભિમાન અને દેશપ્રેમની ભાવના વધુ પ્રજ્વલિત થાય તે માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અખંડ ભારતના શિલ્પી અને લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જયંતીની સમગ્ર દેશમાં ભવ્યાતિભવ્ય ઉજવણી કરવાની પ્રેરણ આપી છે. “આપણે સૌ ભારતીય છીએ અને ભારત આપણું છે. આપણે એક થઈને રહીશું તો જ પ્રગતિ કરી શકીશું.” —સરદાર સાહેબના રાષ્ટ્રીય એકતાના આ સંદેશને જન-જનના હૃદયમાં પુનઃસ્થાપિત કરવા માટે સમગ્ર દેશમાં “સરદાર @૧૫૦: યુનિટી માર્ચ”નું આયોજન કરવામાં આવ્યું છે.
કલ્પના કરો ૧૯૪૭ના એ ભારતની, જ્યારે આઝાદીનો સૂરજ ઉગ્યો ત્યારે દેશ ૫૬૨ જેટલા નાના-મોટા રજવાડાઓમાં વહેંચાયેલો હતો. તે સમયે, પોતાની કુનેહ અને મક્કમ મનોબળથી સરદાર વલ્લભભાઈ પટેલે આશરે ૫૬૨ જેટલા રજવાડાઓને જોડીને એક ‘અખંડ ભારત’નું નિર્માણ કર્યું હતું. જૂનાગઢ અને હૈદરાબાદ જેવા જટિલ પ્રશ્નો તેમણે જે ત્વરિત ગતિ અને મક્કમતાથી ઉકેલ્યા, તેણે સિદ્ધ કરી દીધું કે તેઓ સાચા અર્થમાં ‘લોખંડી પુરુષ’ હતા. તેમણે માત્ર ભૌગોલિક એકીકરણ જ ન કર્યું, પરંતુ દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી તરીકે ભારતીય વહીવટી સેવાનું એવું મજબૂત માળખું ઘડ્યું, જે આજે પણ ભારતીય લોકશાહીની કરોડરજ્જુ બનીને અડીખમ ઊભું છે.
સરદાર સાહેબના જીવનના આવા જ પ્રેરણાદાયી અધ્યાયોને દેશના ખૂણે-ખૂણે ગુંજતા કરવા માટે ગુજરાતમાં રાષ્ટ્રીય સ્તરની પદયાત્રા “સરદાર @ ૧૫૦: યુનિટી માર્ચ”નું આયોજન કરવામાં આવ્યું છે. જે સરદારના પ્રારંભ અને તેમના વિરાટ વ્યક્તિત્વ વચ્ચેનો સેતુ બનશે. આ રાષ્ટ્રીય પદયાત્રા તા. ૨૬ નવેમ્બર – સંવિધાન દિવસના રોજ સરદાર પટેલના વતન કરમસદની પવિત્ર ભૂમિથી શરુ થઈને તા. ૦૬ ડિસેમ્બરના રોજ નર્મદા નદીના કિનારે બિરાજમાન સરદાર પટેલની વિરાટ પ્રતિમા – સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતાનગર ખાતે પૂર્ણ થશે.
કરમસદથી એકતાનગર વચ્ચેનું આશરે ૧૫૨ કિલોમીટરનું અંતર માત્ર રસ્તો નહિ, પણ હવે રાષ્ટ્રભક્તિનો રાજમાર્ગ બનશે. ૧૧ દિવસ સુધી ચાલનારી આ યાત્રા આણંદ, વડોદરા અને નર્મદા જિલ્લાના ગામડાઓની ધૂળને પાવન કરતી આગળ વધશે. આ ઐતિહાસિક યાત્રામાં પ્રતિદિન ભારત સરકાર અને ગુજરાત સરકારના મંત્રીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, ઉચ્ચ અધિકારીશ્રીઓ સહિતના વિવિધ મહાનુભાવો અને દેશના વિવિધ રાજ્યો અને મોટાભાગના તમામ જિલ્લાઓમાં થી યુવાનો જોડાશે. પ્રત્યેક દિવસે અંદાજે ૧૫,૦૦૦થી વધુ દેશપ્રેમીઓનું ઘોડાપૂર આ યાત્રામાં જોડાઈને સરદાર સાહેબના જીવન આદર્શો અને સત્કાર્યોમાંથી નવી ઊર્જા મેળવશે.
આ યાત્રા પૂર્વે રસ્તામાં આવતા ગામડાઓમાં સરદાર સાહેબના જીવન-કવન પરના સાંસ્કૃતિક અને સામાજિક કાર્યક્રમો ઉપરાંત સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવશે. આ યાત્રાના પ્રત્યેક દિવસે બે ગામમાં – બે સરદાર ગાથા સભાનું આયોજન કરવામાં આવશે, જેમાં નામાંકિત વક્તાઓ દ્વારા સરદાર સાહેબના આદર્શો, મૂલ્યો અને સિદ્ધાંતોથી નાગરિકોને જાગૃત કરવામાં આવશે. સરદાર ગાથા સભામાં ગામના સાચા રત્નો – વયોવૃદ્ધ વડીલો, કુશળ કારીગરો, તેજસ્વી દીકરીઓ, દેશના રક્ષક સૈનિકો, પ્રગતિશીલ ખેડૂતો, સ્વાવલંબી મહિલાઓ અને શ્રેષ્ઠ ખેલાડીઓનું સન્માન કરીને રાષ્ટ્રનિર્માણમાં તેમના યોગદાનને બિરદાવવામાં આવશે. સાથે જ, સ્વદેશીના શપથ પણ લેવામાં આવશે.
ગાંધીજી અને સરદારના સ્વચ્છતાના આગ્રહને ધ્યાનમાં રાખીને, એક વિશેષ “કૃષ્ણ ટુકડી” કાર્યક્રમ સ્થળો અને રાત્રી રોકાણના સ્થળોની સફાઈ સુનિશ્ચિત કરશે, જેથી યાત્રા પાછળ માત્ર પ્રેરણાના પગલાં છોડી જાય, ગંદકી નહીં. આટલું જ નહિ, પદયાત્રાના પ્રત્યેક દિવસે એક થીમેટીક વર્કશોપ અથવા પ્રદર્શનીનું આયોજન કરવામાં આવશે. પદયાત્રાના રૂટ પર ખાદી તેમજ સરદાર સાહેબના જીવનને પ્રદર્શિત કરતા સહિતનું વેચાણ પણ કરવામાં આવશે. આ પદયાત્રામાં એક સરદાર સાહેબના જીવન આધારિત રથ તેમજ એક આત્મનિર્ભર ભારત / સ્વદેશી રથ જોડાશે.
વધુમાં આ યાત્રાનો ઉદ્દેશ્ય માત્ર વર્તમાન પેઢી સુધી સીમિત નથી. જે જિલ્લાઓમાંથી આ યાત્રા પસાર થશે, ત્યાંની શાળા-કોલેજોમાં નિબંધ, વકતૃત્વ, ચિત્ર, નાટક અને ક્વિઝ જેવી સ્પર્ધાઓ દ્વારા નવી પેઢીને સરદારના વિચારોથી અવગત કરવામાં આવશે. “સરદાર @ ૧૫૦: યુનિટી માર્ચ” માત્ર એક પદસંચાલન ન રહીને, ઇતિહાસના ગૌરવને વર્તમાનના પુરુષાર્થ સાથે જોડીને ઉજ્જવળ ભવિષ્ય તરફ લઈ જનારી એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક કડી પૂરવાર થશે. ચાલો, આ રાષ્ટ્ર યજ્ઞમાં જોડાઈએ અને એક ભારત, શ્રેષ્ઠ ભારતના શપથને પુનઃ સાકાર કરીએ.
આ પદયાત્રામાં ૧૫૦ ‘કાયમી પદયાત્રીઓ’ને પણ સ્થાન અપાશે, જેઓ શરૂઆતથી અંત સુધી ‘કાયમી પદયાત્રી’ તરીકે યાત્રામાં જોડાશે. આ પદયાત્રીઓ સંપૂર્ણ યાત્રા દરમિયાન આશ્રમજીવન મુજબ વર્તશે અને પોતાનું કામ પોતે જ કરી સ્વાવલંબનનું પાલન કરશે. આ કાયમી પદયાત્રીઓની પસંદગી ‘My Bharat’ પોર્ટલના માધ્યમથી કરવામાં આવી છે.
*નિતિન રથવી*
***********
[11/22, 6:31 PM] Dilip Gajjar.Mahiti.Press: *મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનું રાજ્ય સરકારના વિવિધ વિભાગમાં નવી નિમણૂક મેળવેલા ૪૪૦૦ થી વધુ યુવાઓને આહવાન*
——————–
*રાજ્ય સરકારમાં મળેલી નોકરીની તકને માત્ર નિમણૂક નહી પણ સામાન્ય માનવીની સેવાથી રાષ્ટ્રનિર્માણમાં યોગદાનની તક તરીકે સ્વીકારો*
—
_*મુખ્યમંત્રીશ્રી*_
* વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુડ ગવર્નન્સ માટે ટ્રાન્સપરન્સી, ડિજિટલ ટેકનોલોજીનો વઘુ ઉપયોગ અને હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ પર જે ફોકસ કર્યુ છે તેને ગુજરાતે સરકારના વિભાગોમાં પારદર્શી નિમણૂકથી સાકાર કર્યુ છે.
* રાજ્ય સરકારે કાર્યરત કરેલુ કેડર મેનેજમેન્ટ પોર્ટલ અને ૧૦ વર્ષીય ભરતી કેલેન્ડર ભવિષ્યના મેન પાવર રિક્રુટમેન્ટ આયોજન માટે મહત્વપુર્ણ બન્યુ છે.
—
*રાજ્ય સરકારના વિવિધ સંવર્ગોમાં વર્ગ – 3માં નવી નિમણૂક પામેલા ઉમેદવારોને નિમણૂક પત્ર એનાયતનો ગૌરવશાળી સમારોહ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી અને મંત્રીશ્રીઓની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં સંપન્ન.*
—
*રાજ્યના નાગરિકોની સેવા કરવા માટે મળેલી તકનો ઉપયોગ નાગરિકોની આશાઓ પરિપૂર્ણ કરવા, હકારાત્મકતાથી થાય તેની કાળજી રાખવા નાયબ મુખ્યમંત્રીશ્રીનો અનુરોધ*
—
*આ મહિનાના અંત સુધીમાં ગુજરાત પોલીસ દળમાં કુલ ૧૪,૫૦૭ નવી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા જાહેર કરવામાં આવશે: નાયબ મુખ્યમંત્રીશ્રી*
—————-
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના વિવિધ સંવર્ગોમાં વર્ગ-3માં નવી નિમણૂક મેળવી રહેલાં ૪,૪૭૩ યુવાઓને આહવાન કર્યુ કે,રાજ્ય સરકારની સેવામાં તેમને મળેલી તકને માત્ર નિમણૂક નહી પરંતુ સામાન્ય માનવીની સેવાથી રાષ્ટ્રનિર્માણમાં યોગદાનની તક તરીકે સ્વીકારે.
આ સંદર્ભમાં તેમણે કહ્યુ કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નાગરિક દેવો ભવ:નો મંત્ર સરકારમાં અપનાવ્યો છે અને લોકોને ગુડ ગવર્નન્સની સતત પ્રતિતિ કરાવી છે. નવી નિમણૂક મેળવી રહેલા યુવાઓ પણ પ્રમાણિકતા સાથે કાર્યરત રહીને, કોઈ નાના માનવીની મુશ્કેલી દૂર કરીને કે કોઈ વિધવા માતાના આંસુ લુછીને ,નિરાધારનો આધાર બનીને સંવેદનશીલ સરકારની અનુભૂતિ પોતાના વાણી વર્તન અને વ્યવહારથી કરાવે તેવી તેમની પાસેથી અપેક્ષા છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં મહાત્મા મંદિર,ગાંધીનગર ખાતે “વિકસિત ભારત, વિકસિત ગુજરાત” અંતર્ગત ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સરકારના વિભાગોમાં વિવિધ કેડરમાં પસંદગી પામેલા કુલ ૪,૪૭૩ ઉમેદવારોમાંથી પ્રતિકાત્મક રૂપે ૨૧ જેટલા ઉમેદવારોને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે કૃષિ અને પશુપાલન મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા તેમજ અન્ન નાગરિક પુરવઠા- ગ્રાહકોની બાબતોના મંત્રી શ્રી રમણભાઈ સોલંકી વિશેષ ઉપસ્થિતિ રહ્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ યુવાઓને પ્રેરણા આપતાં કહ્યુ કે, ફરજો અને કામગીરીમાં શિથિલતા નહી પરંતુ નવિનતાના અભિગમ સાથે રાષ્ટ્રહિત પ્રથમ અને રાજ્યના વિકાસથી રાષ્ટ્રના વિકાસના ભાવને સમગ્ર કેરિયરમાં પ્રાથમિકતા આપીને 2047ના વિકસિત ભારતના નિર્માણના તેઓ સંવાહક બને.
તેમણે કહ્યુ કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુડ ગવર્નન્સ માટે ટ્રાન્સપરન્સી અને ડિજિટલ ટેકનોલોજીનો વધુ ઉપયોગ તથા હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ પર જે ફોકસ કર્યુ છે તેને ગુજરાતે પારદર્શી નિમણૂકથી સાકાર કર્યુ છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારે માનવ સંસાધન માટે ટેક્નોલોજીના ઉપયોગથી કાર્યરત કરેલા 3000થી વધુ કેડરની માહિતી સાથેના કેડર મેનેજમેન્ટ પોર્ટલ અને ૧૦ વર્ષીય ભરતી કેલેન્ડરની વિગતો આપી હતી.
તેમણે કહ્યું કે આના પરિણામે ભવિષ્યના મેન પાવર રિક્રુટમેન્ટ માટેનું આયોજન સરળ બન્યું છે. રોજગાર ઈચ્છુક યુવાનોને પણ પરીક્ષાની આગોતરી માહિતી મળી રહે છે અને પુરી તૈયારી કરીને તેઓ સફળતા મેળવી શકે છે.
દેશના યુવાઓ માટે સરકારી નોકરી ઉપરાંત ખાનગી, જાહેર ક્ષેત્રોમાં “હર હાથ કો કામ, હર કામ કા સન્માન”નો ધ્યેય સાકાર કરતાં રોજગાર અવસરો વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં શરૂ થયેલા રોજગાર મેળાથી ખુલ્યાં છે તથા 3.5 કરોડ યુવાઓને રોજગાર અવસર આપવા માટે વડાપ્રધાનશ્રીના વિઝનથી પીએમ વિકસિત ભારત યોજના શરૂ થઈ છે તેમ પણ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ હતુ.
નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ નિમણૂકપત્ર મેળવનાર તમામ ઉમેદવારોનું ગુજરાત સરકાર પરિવારમાં સ્વાગત સહ અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, આજનો દિવસ ગુજરાતની યુવાશક્તિ માટે એક સુવર્ણ દિવસ છે. આજે સૌ ઉમેદવારોએ અથાક પરિશ્રમને અંતે આ સિધ્ધિ પ્રાપ્ત કરી છે, ત્યારે તેમના માતા પિતા અને પરિવારના સભ્યોના સપનાઓ પણ સાકાર થયા હશે. આ સફળતા જનસેવાની નવી શરૂઆત છે. નિમણૂક પામનાર સૌ ઉમેદવારોને રાજ્યના નાગરિકોના કામ કરવા માટે તક મળી છે. આ તકનો ઉપયોગ નાગરિકોની સેવા કરવા માટે હકારાત્મક અભિગમ સાથે થાય તેવી કાળજી રાખવા નાયબ મુખ્યમંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો.
એપ્રિલ ૨૦૨૫ થી અત્યાર સુધીમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ૧૦૧ જેટલી પરીક્ષાઓ યોજીને રેકોર્ડ બનાવ્યો છે.ઓનલાઇન, પારદર્શક અને ઝડપી ભરતી પ્રક્રિયા પૂર્ણ કરનાર ગૌણ સેવા પસંદગી મંડળની સમગ્ર ટીમને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ અભિનંદન પાઠવ્યા હતા.
શ્રી હર્ષ સંઘવીએ આ પ્રસંગે મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા રાજ્યના લાખો યુવાનો માટે આ જ મહિનાના અંત સુધીમાં ગુજરાત પોલીસ દળમાં કુલ ૧૪,૫૦૭ નવી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા જાહેર કરવામાં આવશે. જેમાં PSI અને લોકરક્ષક જેવી મુખ્ય કેડરની ૧૩,૫૯૧ જગ્યાઓ અને ટેકનિકલ કેડરની ૯૧૬ જગ્યાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, હાલમાં ગુજરાત પોલીસ દળની ચાલી રહેલી ૧૨થી વધુ જગ્યાઓ માટેની ભરતી પ્રક્રિયા પણ અંતિમ તબક્કામાં છે, જેમના નિમણૂક પત્રો પણ ટૂંક સમયમાં અપાશે.
આ પ્રસંગે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ સંદેશાના માધ્યમથી નવ નિયુક્ત ઉમેદવારને અભિનંદન આપીને ‘વિકસિત ભારત’ માટે પોતાનું મહત્તમ યોગદાન આપવા શુભેચ્છાઓ પાઠવી હતી.
મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસે સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું હતું કે, દરેક યુવાનોનું સરકારી નોકરી મેળવવાનું એક સ્વપ્ન હોય છે અને આજનો દિવસ તે સ્વપ્નને સાકાર કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ અવસર છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં ગૌણ સેવા મંડળ દ્વારા આ ભરતી પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શક રીતે કરીને તમામ તબક્કામાં આધુનિક ટેકનોલોજીનો અસરકારક ઉપયોગ કરવામાં આવ્યો છે.
મુખ્ય સચિવશ્રીએ કહ્યું હતું કે,આગામી સમયમાં આંગણવાડી તથા પોલીસ વિભાગમાં નિષ્પક્ષ અને સુવ્યવસ્થિત ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. તેમણે ઉમેદવારોને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, આપ સૌ નસીબદાર છો કે રાજ્ય સરકારની મજબૂત આર્થિક સ્થિતિના સમયગાળા દરમિયાન આપની ભરતી થઈ રહી છે.આપના કાર્યકાળમાં ભારત વિકાસની નવી દિશાઓ સર કરવા જઈ રહ્યું છે તેમાં તમે તમારું મહત્તમ યોગદાન આપશો તેવો વિશ્વાસ આ પ્રસંગે મુખ્ય સચિવશ્રીએ વ્યક્ત કર્યો હતો.
મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતી રવિએ આ પ્રસંગે ઉપસ્થિત સૌનો આભાર માનીને નવ નિયુક્ત ઉમેદવારને શુભેચ્છાઓ પાઠવી હતી.
રાજ્યભરમાંથી પસંદગી પામેલા ઉમેદવારોમાંથી સૌથી વધુ જુનિયર ક્લાર્ક વર્ગ-૩ માં ૨,૮૨૮ ઉપરાંત સબ રજિસ્ટ્રાર ગ્રેડ ૧-૨ ની મળીને કુલ ૯૨, સ્ટેમ્પ નિરીક્ષક વર્ગ-૩ની કુલ ૨૨, સિનિયર ક્લાર્ક વર્ગ-૩ની ૩૩૯, હેડ ક્લાર્ક વર્ગ-૩ની ૧૩૮, મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી વર્ગ-૩ની કુલ ૨૦, સમાજ કલ્યાણ નિરીક્ષક વર્ગ-૩ની ૧૪૪ તેમજ ગૃહપતિ,ઓફિસ આસિસ્ટન્સ, ડેપો મેનેજર, આસિસ્ટન્ટ ડેપો મેનેજર, મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી વર્ગ-૩,હિસાબનીશ વર્ગ -૩, પેટા હિસાબનીશ વર્ગ-૩ અને સર્વેયરની કુલ ૮,૮૨ આમ, કુલ-૪,૪૭૩ જગ્યાઓનો સમાવેશ થાય છે.
આ કાર્યક્રમમાં ગાંધીનગરના મેયર શ્રી મીરાબેન પટેલ, મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસ, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન શ્રી તુષાર ધોળકીયા,સામાન્ય વહીવટ વિભાગ સહિત વિવિધ વિભાગોના ઉચ્ચ સનદી અધિકારીઓ,કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા.
———-
[11/22, 6:31 PM] Dilip Gajjar.Mahiti.Press: 22-11-2025 APPOINTMENT LETTER PROGRAM PHOTO HON’BLE CM,DY.CM https://photos.app.goo.gl/aGvYGAmLpV2ndwh78
[11/22, 7:17 PM] Dilip Gajjar.Mahiti.Press: *રાજ્યના ખેડૂતો પાસેથી સોમવાર 24 નવેમ્બરથી ટેકાના ભાવે ડાંગર, બાજરી, જુવાર, મકાઈ, રાગીની સીધી ખરીદી શરૂ કરાશે*
———
*રાજ્યમાં નિયત કેન્દ્રો પરથી 31 જાન્યુઆરી, 2026 સુધી ખરીદી કરવાના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વધુ એક સંવેદનશીલ નિર્ણયની કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ કરી જાહેરાત*
———
સોમવાર તા. 24 નવેમ્બરથી રાજ્ય સરકાર ખરીફ માર્કેટિંગ સિઝન 2025-26 અંતર્ગત લઘુત્તમ ટેકાના ભાવે ડાંગર, બાજરી, જુવાર, મકાઈ તથા રાગીની ખરીદી સીધી ખેડૂતો પાસેથી કરશે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ધરતીપુત્રો પ્રત્યે સંવેદનાસ્પર્શી અભિગમ અપનાવીને રૂપિયા 10 હજાર કરોડનું ઐતિહાસિક રાહત પેકેજ તાજેતરમાં વરસાદથી થયેલા નુકસાનમાંથી ખેડૂતોને બેઠા કરવા આપેલું છે.
હવે તેમણે ખરીફ માર્કેટિંગ સિઝન 2025-26 અન્વયે બાજરી, જુવાર, મકાઈ અને રાગીની સીધી ખરીદીનો ખેડૂત અને ગરીબ કલ્યાણલક્ષી નિર્ણય કર્યો છે.
કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ રાજકોટમાં આ જાહેરાત કરતા કહ્યું કે, ડાંગર માટે પ્રતિ હેક્ટર 1500 કિલોગ્રામ ડાંગરનો જથ્થો નોંધણી થયેલા ધરતીપુત્રો પાસેથી ખરીદ કરવામાં આવશે.
તેમણે ઉમેર્યું કે, સોમવાર 24 નવેમ્બરથી આગામી 31 જાન્યુઆરી, 2026 સુધી આ ખરીદી અન્વયે ડાંગર માટે રાજ્યભરમાં 113 ખરીદ કેન્દ્રો નિર્ધારિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, બાજરી માટે 150, જુવાર માટે 50, મકાઈ માટે 82 અને રાગી માટે 19 નિયત કેન્દ્ર પરથી ખરીદી થશે.
કૃષિ મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, આ ખરીદી અન્વયે બાજરી હેક્ટરદીઠ 1848 કિલોગ્રામ, જુવાર પ્રતિ હેક્ટર 1539 કિલોગ્રામ, મકાઈ હેક્ટર દીઠ 1864 કિલો અને રાગી હેક્ટર દીઠ 903 કિલોગ્રામ પ્રમાણે ખરીદી થશે.
કેન્દ્ર સરકાર દ્વારા ક્વિન્ટલ દીઠ ખરીદીના જે લઘુતમ ટેકાના ભાવ જાહેર કરાયા છે તેમાં ડાંગર માટે ક્વિન્ટલ દીઠ 2369 અને 2389, બાજરીના 3075, જુવાર (હાઇબ્રીડ)ના 3999, જુવાર (માલદંડી)ના 4049, મકાઈના 2400 અને રાગી માટે 5186 ભાવ રહશે.
ટેકાના ભાવે વિશાળ જથ્થામાં આવી જણસીઓ ખરીદીને રાજ્યના NFSA અને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ આવરી લેવાયેલા 74 લાખ પરિવારોના 3.60 કરોડ લોકોને વિનામૂલ્યે વિતરણ અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા કરવામાં આવે છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કરેલા આ ખેડૂત અને ગરીબ હિતકારી નિર્ણય માટે અન્ન નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકીએ પણ તેમનો આભાર માન્યો છે.
—
[11/22, 8:50 PM] Dilip Gajjar.Mahiti.Press: *વડનગરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે તાનારીરી મહોત્સવનો ભવ્ય શુભારંભ કરાવ્યો*
*સંગીત કલાની સ્વદેશી વિરાસત જાળવવાનો સંકલ્પ લેવા મુખ્યમંત્રીશ્રીનું આહવાન*
*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સુપ્રસિદ્ધ ગાયિકા સુશ્રી કલાપિની કોમકલીને ‘તાનારીરી સંગીત સન્માન એવોર્ડ એનાયત કર્યો
————-
ભારતીય સંસ્કૃતિના ૨૦૦૦ વર્ષોના ઇતિહાસને જાળવીને બેઠેલા વડનગર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે તાનારીરી મહોત્સવ ૨૦૨૫નો શુભારંભ કરાવ્યો હતો.
આ મહોત્સવ રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગની ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી, ગાંધીનગર તથા જિલ્લા વહીવટી તંત્ર, મહેસાણાના સંયુક્ત ઉપક્રમે દર વર્ષે યોજવામાં આવે છે.
આજના સંગીત સમારોહના શુભારંભ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે સુપ્રસિદ્ધ શાસ્ત્રીય ગાયિકા સુશ્રી કલાપિની કોમકલીને પ્રતિષ્ઠિત તાનારીરી સંગીત સન્માન એવોર્ડ પ્રદાન કરવામાં આવ્યો હતો.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, વડનગરની ભૂમિમાં કંઈક એવું સત્વ-તત્ત્વ રહેલું છે કે અનાદિકાળથી અહીં સમર્પણ અને સેવા સાધનાની પરાકાષ્ઠા વિકસી છે. તેમણે તાનારીરીને અણમોલ સંગીત કલા વારસાનું ઉત્તમ ઉદાહરણ ગણાવતા કહ્યું કે, તેમની જેમ જ વડનગરના પનોતા પુત્ર અને વિશ્વ નેતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ રાષ્ટ્ર પ્રથમના ભાવથી કાર્યરત રહીને દેશ અને દુનિયાને સેવા સાધનાનું જીવંત ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કલા અને સ્થાપત્યની આ નગરીના ઇતિહાસને પુનઃજીવિત કરવાનો સફળ આયામ ઉપાડ્યો છે. તેમણે PM મોદીની વિરાસત સંવર્ધન નીતિઓની વિગતો આપતા કહ્યું કે વડાપ્રધાનશ્રીએ જ્યાં પ્રાથમિક શિક્ષણ લીધું, તેને પ્રેરણા સ્કૂલ તરીકે વિકસિત કરવામાં આવી છે. જ્યાં તેમણે બાળપણમાં પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી હતી, તે રેલવે સ્ટેશનને રિડેવલપ કરવામાં આવી રહ્યું છે અને મલ્ટી મોડલ હબ વિકસાવવામાં આવી રહ્યું છે.
આ ઉપરાંત, વડનગરના સમગ્ર પુરાતન વારસાને રજૂ કરતું અદ્યતન આર્કિયોલોજીકલ મ્યુઝિયમ પણ વડનગરમાં આકાર પામ્યું છે.
સ્વદેશ દર્શન યોજના અંતર્ગત વડનગરમાં થયેલા વિકાસની વાત કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આ યોજના અંતર્ગત શર્મિષ્ઠા તળાવ, તાનારીરી પાર્ક, લટેરી વાવ, અંબાજી કોઠા તળાવ અને ફોર્ટ વોલનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. જ્યારે પૌરાણિક હાટકેશ્વર મંદિરનો ઇતિહાસ લોકો જાણી શકે તે માટે લાઇટ અને સાઉન્ડ શોનું પણ આયોજન કરાયું છે.
મુખ્યમંત્રીશ્રીએ ભારતીય સંગીત વિરાસતની સમૃદ્ધિની વાત કરતા કહ્યું કે આજે રોગની સારવાર માટે પણ મ્યુઝિક થેરાપીનો ઉપયોગ થઈ રહ્યો છે. તેમણે જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આવી વિરાસતને યુગો સુધી સાચવી રાખવાનો અને સંવર્ધન કરવાનો સંકલ્પ કર્યો છે.
વર્ષ ૨૦૪૭માં વિકસિત ભારતના નિર્માણના સંકલ્પને કલા સંસ્કૃતિ સાથે જોડતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, વડાપ્રધાનશ્રીની નેમ છે કે કલા સંસ્કૃતિની સ્વદેશી વિરાસત સચવાઇ રહે અને આવનારી પેઢીને પણ આ વારસાના જતનની પ્રેરણા મળે.
તેમણે આ કલા સંસ્કૃતિના જતન સાથે સ્વદેશી અપનાવીને આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે વડનગરની આ પવિત્ર ધરતી પરથી કટિબદ્ધ થવા સૌને આહ્વાન કર્યું હતું.
સંગીત સમારોહમાં એવોર્ડ વિજેતા સુશ્રી કલાપિની કોમકલી, પ્રસિદ્ધ સિતાર વાદક શ્રી નિલાદ્રી કુમાર તથા ગાયિકા સુશ્રી ઈશાની દવેએ શાસ્ત્રીય ગાયન, શાસ્ત્રીય વાદન અને લોકગીતોની સુમધુર પ્રસ્તુતિથી વડનગરને સંગીતમય બનાવી દીધું હતું.
ભક્ત કવિ નરસિંહ મહેતાની દોહિત્રી શર્મિષ્ઠાની સુપુત્રીઓ તાના અને રીરીએ મલ્હાર રાગ ગાઇને સંગીત સમ્રાટ તાનસેનના દીપક રાગથી ઉત્પન્ન થયેલા દાહને શાંત કર્યો હતો અને તેમની કલાના સન્માન ખાતર આત્મબલિદાન આપ્યું હતું. તેની સ્મૃતિમાં તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ ૨૦૦૩માં તાના-રીરી મહોત્સવ અને વર્ષ ૨૦૧૦માં તાના-રીરી સંગીત સન્માન એવોર્ડની શરૂઆત કરવામાં આવી હતી.
તાનારીરી મહોત્સવના શુભારંભ પ્રસંગે કેબિનેટ મંત્રીઓ શ્રી જીતુભાઈ વાઘાણી અને શ્રી ઋષિકેશ પટેલ, સામાજિક અગ્રણી શ્રી સોમાભાઈ મોદી, જિલ્લા પંચાયત પ્રમુખ સુશ્રી તૃષાબેન પટેલ, ધારાસભ્યો શ્રી કે. કે. પટેલ (ઊંઝા), શ્રી સરદારભાઈ ચૌધરી (ખેરાલુ), શ્રી સુખાજી ઠાકોર (બહુચરાજી), શ્રી રાજેન્દ્ર ચાવડા(કડી), વડનગર નગરપાલિકા પ્રમુખ સુશ્રી મિતિકા શાહ, ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના અધ્યક્ષ શ્રી આલોકકુમાર પાંડે, કલેક્ટર શ્રી એસ. કે. પ્રજાપતિ, જિલ્લા વિકાસ અધિકારી ડો. હસરત જૈસમીન, ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના સભ્ય સચિવ શ્રી આઈ આર વાળા,નિવાસી અધિક કલેક્ટરશ્રી શ્રી જશવંત જેગોડા સહિત વડનગર અને મહેસાણાના અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં નગરજનોએ સુમધુર સંગીતનો આસ્વાદ માણ્યો હતો. *વડનગરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે તાનારીરી મહોત્સવનો ભવ્ય શુભારંભ કરાવ્યો*
*સંગીત કલાની સ્વદેશી વિરાસત જાળવવાનો સંકલ્પ લેવા મુખ્યમંત્રીશ્રીનું આહવાન*
*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સુપ્રસિદ્ધ ગાયિકા સુશ્રી કલાપિની કોમકલીને ‘તાનારીરી સંગીત સન્માન એવોર્ડ એનાયત કર્યો
————-
ભારતીય સંસ્કૃતિના ૨૦૦૦ વર્ષોના ઇતિહાસને જાળવીને બેઠેલા વડનગર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે તાનારીરી મહોત્સવ ૨૦૨૫નો શુભારંભ કરાવ્યો હતો.
આ મહોત્સવ રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગની ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી, ગાંધીનગર તથા જિલ્લા વહીવટી તંત્ર, મહેસાણાના સંયુક્ત ઉપક્રમે દર વર્ષે યોજવામાં આવે છે.
આજના સંગીત સમારોહના શુભારંભ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે સુપ્રસિદ્ધ શાસ્ત્રીય ગાયિકા સુશ્રી કલાપિની કોમકલીને પ્રતિષ્ઠિત તાનારીરી સંગીત સન્માન એવોર્ડ પ્રદાન કરવામાં આવ્યો હતો.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, વડનગરની ભૂમિમાં કંઈક એવું સત્વ-તત્ત્વ રહેલું છે કે અનાદિકાળથી અહીં સમર્પણ અને સેવા સાધનાની પરાકાષ્ઠા વિકસી છે. તેમણે તાનારીરીને અણમોલ સંગીત કલા વારસાનું ઉત્તમ ઉદાહરણ ગણાવતા કહ્યું કે, તેમની જેમ જ વડનગરના પનોતા પુત્ર અને વિશ્વ નેતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ રાષ્ટ્ર પ્રથમના ભાવથી કાર્યરત રહીને દેશ અને દુનિયાને સેવા સાધનાનું જીવંત ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કલા અને સ્થાપત્યની આ નગરીના ઇતિહાસને પુનઃજીવિત કરવાનો સફળ આયામ ઉપાડ્યો છે. તેમણે PM મોદીની વિરાસત સંવર્ધન નીતિઓની વિગતો આપતા કહ્યું કે વડાપ્રધાનશ્રીએ જ્યાં પ્રાથમિક શિક્ષણ લીધું, તેને પ્રેરણા સ્કૂલ તરીકે વિકસિત કરવામાં આવી છે. જ્યાં તેમણે બાળપણમાં પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી હતી, તે રેલવે સ્ટેશનને રિડેવલપ કરવામાં આવી રહ્યું છે અને મલ્ટી મોડલ હબ વિકસાવવામાં આવી રહ્યું છે.
આ ઉપરાંત, વડનગરના સમગ્ર પુરાતન વારસાને રજૂ કરતું અદ્યતન આર્કિયોલોજીકલ મ્યુઝિયમ પણ વડનગરમાં આકાર પામ્યું છે.
સ્વદેશ દર્શન યોજના અંતર્ગત વડનગરમાં થયેલા વિકાસની વાત કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આ યોજના અંતર્ગત શર્મિષ્ઠા તળાવ, તાનારીરી પાર્ક, લટેરી વાવ, અંબાજી કોઠા તળાવ અને ફોર્ટ વોલનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. જ્યારે પૌરાણિક હાટકેશ્વર મંદિરનો ઇતિહાસ લોકો જાણી શકે તે માટે લાઇટ અને સાઉન્ડ શોનું પણ આયોજન કરાયું છે.
મુખ્યમંત્રીશ્રીએ ભારતીય સંગીત વિરાસતની સમૃદ્ધિની વાત કરતા કહ્યું કે આજે રોગની સારવાર માટે પણ મ્યુઝિક થેરાપીનો ઉપયોગ થઈ રહ્યો છે. તેમણે જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આવી વિરાસતને યુગો સુધી સાચવી રાખવાનો અને સંવર્ધન કરવાનો સંકલ્પ કર્યો છે.
વર્ષ ૨૦૪૭માં વિકસિત ભારતના નિર્માણના સંકલ્પને કલા સંસ્કૃતિ સાથે જોડતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, વડાપ્રધાનશ્રીની નેમ છે કે કલા સંસ્કૃતિની સ્વદેશી વિરાસત સચવાઇ રહે અને આવનારી પેઢીને પણ આ વારસાના જતનની પ્રેરણા મળે.
તેમણે આ કલા સંસ્કૃતિના જતન સાથે સ્વદેશી અપનાવીને આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે વડનગરની આ પવિત્ર ધરતી પરથી કટિબદ્ધ થવા સૌને આહ્વાન કર્યું હતું.
સંગીત સમારોહમાં એવોર્ડ વિજેતા સુશ્રી કલાપિની કોમકલી, પ્રસિદ્ધ સિતાર વાદક શ્રી નિલાદ્રી કુમાર તથા ગાયિકા સુશ્રી ઈશાની દવેએ શાસ્ત્રીય ગાયન, શાસ્ત્રીય વાદન અને લોકગીતોની સુમધુર પ્રસ્તુતિથી વડનગરને સંગીતમય બનાવી દીધું હતું.
ભક્ત કવિ નરસિંહ મહેતાની દોહિત્રી શર્મિષ્ઠાની સુપુત્રીઓ તાના અને રીરીએ મલ્હાર રાગ ગાઇને સંગીત સમ્રાટ તાનસેનના દીપક રાગથી ઉત્પન્ન થયેલા દાહને શાંત કર્યો હતો અને તેમની કલાના સન્માન ખાતર આત્મબલિદાન આપ્યું હતું. તેની સ્મૃતિમાં તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ ૨૦૦૩માં તાના-રીરી મહોત્સવ અને વર્ષ ૨૦૧૦માં તાના-રીરી સંગીત સન્માન એવોર્ડની શરૂઆત કરવામાં આવી હતી.
તાનારીરી મહોત્સવના શુભારંભ પ્રસંગે કેબિનેટ મંત્રીઓ શ્રી જીતુભાઈ વાઘાણી અને શ્રી ઋષિકેશ પટેલ, સામાજિક અગ્રણી શ્રી સોમાભાઈ મોદી, જિલ્લા પંચાયત પ્રમુખ સુશ્રી તૃષાબેન પટેલ, ધારાસભ્યો શ્રી કે. કે. પટેલ (ઊંઝા), શ્રી સરદારભાઈ ચૌધરી (ખેરાલુ), શ્રી સુખાજી ઠાકોર (બહુચરાજી), શ્રી રાજેન્દ્ર ચાવડા(કડી), વડનગર નગરપાલિકા પ્રમુખ સુશ્રી મિતિકા શાહ, ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના અધ્યક્ષ શ્રી આલોકકુમાર પાંડે, કલેક્ટર શ્રી એસ. કે. પ્રજાપતિ, જિલ્લા વિકાસ અધિકારી ડો. હસરત જૈસમીન, ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના સભ્ય સચિવ શ્રી આઈ આર વાળા,નિવાસી અધિક કલેક્ટરશ્રી શ્રી જશવંત જેગોડા સહિત વડનગર અને મહેસાણાના અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં નગરજનોએ સુમધુર સંગીતનો આસ્વાદ માણ્યો હતો.q
[11/23, 9:12 AM] Dilip Gajjar.Mahiti.Press: *…આ વાત ધ્યાને આવતા જ મુખ્યમંત્રીએ સંવેદનશીલતા દાખવીને તુરત જ કાર્યક્રમનું સ્થળ બદલ્યું !*
*_મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો માનવતાવાદી અભિગમ_*
***
*એક દીકરીના લગ્ન પૂર્વ નિર્ધારિત સમય અને સ્થળે યોજાય તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જામનગરના કાર્યક્રમનું સ્થળ બદલ્યું.*
******
*_”આપણા કાર્યક્રમનું સ્થળ બદલો. દીકરીના પરિવારની ચિંતા એ આપણી ચિંતા.” : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ_*
******
_”લગ્નગાળાની સીઝનમાં તાત્કાલિક નવું સ્થળ શોધવું.મહેમાનોને જાણ કરવી. નવી વ્યવસ્થાઓ ઊભી કરવી. આ બધુ અમારા માટે અઘરું હતું. પણ મુખ્યમંત્રી સાહેબનો એક ફોન આવ્યો અને અમે શાંતિથી એ રાત્રે સૂઈ શક્યા.” : શ્રી બ્રિજેશ પરમાર, દીકરીના કાકા_
******
ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માનવતાવાદી અભિગમને દર્શાવતી ઘટના પ્રકાશમાં આવી છે. વાત જાણે એમ બની કે મુખ્યમંત્રીશ્રીએ જામનગરના એક પરિવારની વિનંતીને માન આપીને પોતાના પૂર્વ નિર્ધારિત કાર્યક્રમનું સ્થળ બદલી નાખ્યું, જેથી એક દીકરીના લગ્નનો પ્રસંગ ધામધૂમથી અને શાંતિપૂર્વક સંપન્ન થઈ શકે.
વાત વિગતે. તારીખ 23-11-2025 ના રોજ જામનગરના પરમાર પરિવારની દીકરી શ્રી સંજના પરમારના લગ્ન શહેરના ટાઉનહોલ ખાતે નક્કી થયા હતા. પરિવારમાં રૂડો અવસર હતો.હરખ મા’તો નહોતો, તમામ વિધિઓ અને તૈયારીઓ પૂર્ણતાના આરે હતી. ત્યાં સમાચાર મળ્યા કે, તા. 24-11-2025 ના રોજ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ જામનગર ખાતે પધારવાના છે. જામનગરના ટાઉનહોલ ખાતે મુખ્યમંત્રીશ્રીનો જાહેર કાર્યક્રમ નિર્ધારિત થયો હતો. આ કાર્યક્રમ શ્રી સંજના પરમારના લગ્નના માત્ર એક દિવસ પછી હોવાથી આસપાસના વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત અને સુરક્ષા વ્યવસ્થાઓ ગોઠવાઈ હતી. જેથી મુખ્યમંત્રીશ્રીની સુરક્ષા વ્યવસ્થામાં પગલે લગ્નવિધિમાં અવરોધ ઉભા થવાની શક્યતા ઉભી થઈ. પરિણામે, પરમાર પરિવારની ચિંતા વધી.
પરિવારે આ મુદ્દે મુખ્યમંત્રીશ્રી સુધી પોતાની વાત પહોંચાડવા પ્રયાસ કર્યો. વાત મુખ્યમંત્રીશ્રી કાર્યાલય સુધી પહોંચી.વાત સાંભળી મુખ્યમંત્રીશ્રીએ તરત કહ્યું, “આપણા કાર્યક્રમનું સ્થળ બદલો. દીકરીના પરિવારની ચિંતા એ આપણી ચિંતા.”મુખ્યમંત્રીના આદેશના પગલે કાર્યક્રમનું સ્થળ બદલાયું.
આ ઘટનાક્રમમાં અંગે વાત કરતાં શ્રી સંજના પરમારના કાકા શ્રી બ્રિજેશ પરમાર કહે છે : *મુખ્યમંત્રીશ્રીને અમારા લગ્ન પ્રસંગની જાણ થતાં જ તેમણે અમારી વાતચીત કરી અને હૈયાધારણ આપી. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, “તમે જરાપણ ચિંતા કરશો નહીં. તમારા લગ્ન ધામધૂમથી જ્યાં નિર્ધારિત હતા. ત્યાં ટાઉનહોલ ખાતે જ કરો. અમે અમારા કાર્યક્રમનું સ્થળ બદલાવીશું.” આમ, મુખ્યમંત્રીશ્રીની આ સંવેદનાથી પરમાર પરિવારની ચિંતા દૂર થઈ.*
બ્રિજેશ પરમાર મુખ્યમંત્રીશ્રીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરતા કહે છે : ” લગ્ન ગાળાની સીઝનમાં તાત્કાલિક નવું સ્થળ શોધવું.મહેમાનોને જાણ કરવી. નવી વ્યવસ્થાઓ ઊભી કરવી. આ બધુ અમારા માટે અઘરું હતું. પણ આભાર મુખ્યમંત્રીશ્રીનો, જેમણે અમારો પ્રસંગ શાંતિ અને સુખરૂપ યોજાય તે માટે તેમણે પોતાના કાર્યક્રમનું સ્થળ બદલ્યું. મુખ્યમંત્રી સાહેબનો એક ફોન આવ્યો અને અમે શાંતિથી એ રાત્રે સૂઈ શક્યા.”
આ ઘટના દર્શાવે છે કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી તો છે જ, પણ સાથે ‘ઉત્તમ માણસ’ છે.તેઓ જનતાની નાની મુશ્કેલીઓ માટે પણ તે સદા સંવેદશીલ છે.
000000
[11/23, 1:22 PM] Dilip Gajjar.Mahiti.Press: * *નવ રચિત ગાંધીધામ મહાનગરપાલિકાને એક જ દિવસમાં એક સાથે 176 કરોડના 66 વિકાસ કામોની ભેટ આપતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ*
000000
*નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનેલા ગાંધીધામ શહેરમાં આકાર લેનાર મોડેલ ફાયર સ્ટેશન, સ્માર્ટ લાઇબ્રેરી, આઇકોનિક પ્રવેશદ્વાર, બગીચા, રોડ – રસ્તા, ગટર, પાણી, સ્ટ્રોમ વોટર, સહિતના વિકાસ કામો થકી શહેરને મળશે નવી ઓળખ*
000000
*ગોપાલપુરી ગેટથી સર્વોદય ક્રિકેટ ગ્રાઉન્ડ સુધીના રોડને આઇકોનિક ગૌરવ પથ તરીકે વિકસાવાશે*
0000000
*_:: મુખ્યમંત્રીશ્રી ::_*
* ગુજરાતના મહત્વના ઔદ્યોગિક કેન્દ્ર તથા કચ્છના ઇકોનોમિક કેપિટલ ગાંધીધામને વિકાસની નવી ઊંચાઈઓ સર કરાવવાની રાજ્ય સરકારની નેમ
* વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ શહેરીકરણને પડકાર નહીં પરંતુ તક તરીકે સ્વીકારી વેલ પ્લાન્ડ સીટીઝ ડેવલપમેન્ટ માટેનો માર્ગ ચીંધ્યો
* ગુજરાતમાં હોલીસ્ટિક સીટી ડેવલપમેન્ટ માટે શહેરી વિકાસ બજેટમાં ૪૦% ના વધારા સાથે રાજ્ય સરકારની ૩૦ હજાર કરોડની ફાળવણી
* ગાંધીધામ મહાનગરપાલિકાના રૂ.176 કરોડના વિકાસકામો વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ લોકોની સુવિધા સુખાકારી માટે આપેલી ઈઝ ઓફ લિવિંગની સંકલ્પના તથા સર્વગ્રાહી વિકાસને સાર્થક કરશે
—————
નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા પછી ગાંધીધામ શહેરમાં પ્રથમવાર આવેલા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે રૂ.176 કરોડના 66 વિકાસકામોની ભેટ આપી હતી.
આ સાથે જ ઓસ્લો સર્કલ ખાતે ડૉ .બાબાસાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અર્પી તેમની પુનઃ સ્થાપિત પ્રતિમાનું અનાવરણ તથા નવનિર્મિત ફ્લાય ઓવરનું “ડો.બાબાસાહેબ આંબેડકર બ્રિજ” નામકરણ તેમજ સર્કલ ડેવલપમેન્ટ તેમજ પાર્કિંગ ફેસીલીટીના વિકાસ કામનું લોકાપર્ણ કર્યું હતું.
ગાંધીધામ ખાતે ગોપાલપુરીના સરદાર વલ્લભભાઈ પટેલ ઓડિટોરિયમ ખાતે યોજાયેલા કાર્યકમમાં 176 કરોડના વિકાસકામોનું ઈ – ખાતમુહૂર્ત કરતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે મહાનગરના નાગરિક તરીકેનું ગૌરવ મેળવવા બદલ ગાંધીધામવાસીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, ગાંધીધામ મહાનગરપાલિકા થયા પછી પહેલીવાર મારે અહીં આવવાનું થયું છે. કચ્છના ઇકોનોમિક કેપિટલની ઓળખ ધરાવતાં અને રાજ્યના મહત્વના ઔદ્યોગિક કેન્દ્ર ગાંધીધામને વિકાસની નવી ઊંચાઈઓ સર કરાવવાની વડાપ્રધાનશ્રી તથા રાજ્ય સરકારની નેમ છે.
આ નેમને આગળ વધારતા રૂ. 176 કરોડના વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે.
વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશીપમાં વિકાસનું રોલ મોડલ બનેલ ગુજરાતમાં વધતા જતા વિકાસને કારણે લોકો રોજી-રોટી માટે નગરોમાં વસતાં થયા છે ત્યારે નગરોમાં જન સુખાકારી અને પાયાની સુખ સુવિધાઓના કામોમાં ગતિ લાવવા રાજ્ય સરકાર નવી મહાનગરપાલિકાઓની રચના કરી રહી છે.
આજ વિઝન હેઠળ વિકાસની ગતિ અને વ્યાપકતા વધારવા ગાંધીધામ નગરપાલિકામાં આસપાસના 11 ગામોનો સમાવેશ કરીને નવી મહાનગરપાલિકાની રચના કરવામાં આવી છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, પહેલા ગાંધીધામ નગરપાલિકાનું વાર્ષિક બજેટ 110 કરોડ રૂપિયા હતું. પરંતુ મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા પછી તે છ ગણું એટલે 608 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે.
એટલું જ નહીં, ગાંધીધામને શહેરી વિકાસની વિવિધ યોજનામાંથી પાછલા ત્રણ વર્ષમાં 255 કરોડ રૂપિયા ફાળવ્યા છે.
મુખ્યમંત્રીશ્રીએ ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા ખાતમુહૂર્તમાં સમાવેલ કામોની સરાહના કરતા જણાવ્યું હતું કે, હોલીસ્ટિક સીટીના વિકાસને વિચારને મૂર્તિમંત કરતા આ કામો સર્વગ્રાહી વિકાસની ઝલક દર્શાવે છે. સમય અનુકૂળ તથા નગરની પ્રાથમિક જરૂરિયાતોના કામોમાં આઇકોનિક રોડ, રસ્તા, પાણી, ગટર, ગાર્ડન–તળાવ સહિત જન જનને સ્પર્શતા વિકાસકામો સાથે મહાનગર પાલિકાએ આધુનિક કામો જેવા કે ફાયર સ્ટેશન તથા મોડર્ન લાઇબ્રેરી સહિતના વિકાસ કામોનો પણ સમાવેશ કર્યો છે જે સર્વગ્રાહી વિકાસ દર્શાવે છે.
શહેરોનો વિકાસ કેવો હોય, કેટલા સ્કેલનો અને કઈ સ્પીડનો હોય તે ગુજરાતના નગરોએ દેશને બતાવ્યું છે તેવું જણાવતા
મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, પહેલા વિકાસની માત્ર વાતો થતી પરંતુ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ વિકાસની રાજનીતિથી વિકાસને ધરાતલ પર ઉતાર્યો છે. વડાપ્રધાનશ્રીએ કચ્છને ભૂકંપની આપદામાંથી બેઠું કરીને વિકાસની રાહે પૂરપાટ દોડતું કર્યું છે. વડાપ્રધાનશ્રીના વિઝન અને વિકાસ થકી વેપાર, ઉદ્યોગ, ધંધા-રોજગાર, વ્યવસાયો, શિક્ષણ, આરોગ્ય દરેકે ક્ષેત્રે ગુજરાતે વિકાસની ચરમસીમા લાંઘી છે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ શહેરીકરણને પડકાર નહીં પરંતુ તક તરીકે સ્વીકારીને વેલ પ્લાન્ડ સીટીઝ ડેવલપમેન્ટ માટેનો માર્ગ દેશને ચિંધ્યો હોવાનું જણાવી મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, વડાપ્રધાનશ્રીએ શહેરી વિકાસના વિઝનને સાકાર કરવા આયોજનબદ્ધ અને સમય અનુકૂળ શહેરી વિકાસ માટે વર્ષ 2005માં શહેરી વિકાસ વર્ષની ઉજવણી બાદ ગુજરાતની સ્થાપનાના 50 વર્ષ પૂરા થવાના અવસરે 2010માં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અમલી કરી હતી. નાના શહેરો માટે મોટી સુવિધા આપતી આ યોજનામાં રાજ્ય સરકારે પાછલા દોઢ દાયકામાં 57 હજાર કરોડથી વધુ રકમનું પ્રાવધાન કર્યુ છે.
નગરપાલિકા-મહાનગરપાલિકાઓમાં કેપેસિટી બિલ્ડીંગ અને એમ્પાવરમેન્ટનું સમયબદ્ધ આયોજન વડાપ્રધાનશ્રીએ કરાવી હોલિસ્ટિક સિટી ડેવલપમેન્ટનો સફળ પ્રયોગ આપ્યો છે. રાજ્ય સરકારે તેમના આ વિચારને અનુરૂપ ૨૦૨૫ના આ વર્ષને શહેરોના વેલ પ્લાન્ડ ડેવલપમેન્ટથી ‘અર્નિંગ વેલ, લિવિંગ વેલ’ને ચરિતાર્થ કરવા ગુજરાત શહેરી વિકાસ વર્ષ ઉજવી રહ્યું છે.
આ માટે શહેરી વિકાસના બજેટમાં ગયા વર્ષ કરતાં ૪૦% નો વધારો કરીને ૩૦ હજાર કરોડ રૂપિયા ફાળવ્યા છે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ શહેરી વિકાસને એક બેંચમાર્ક સુધી પહોંચાડ્યો હોવાનું જણાવીને મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી હવે આપણે ભવિષ્યની જરૂરીયાત પ્રમાણે શહેરોનો વિકાસ કરવો છે. તે માટે શહેરોને ગ્રોથ હબ તરીકે વિકસાવવાનું આયોજન છે.
ગુજરાતના દરેક ક્ષેત્રની તાકાતને જાણીને તેના વિકાસનો મજબૂત પાયો નાખી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વાયબ્રન્ટ સમિટ દ્વારા ગુજરાતના ઔદ્યોગિક વિકાસને વિશ્વમાં નવી દિશા અને ઉંચાઈ આપી છે. ત્યારે તેમના વિઝનને આગળ વધારવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સ્થાનિક અર્થતંત્રને વેગ મળે, સ્થાનિક ઉત્પાદન વધે અને રોજગારીનું સર્જન થાય તે માટે રાજ્ય સરકાર રીજનલ વાયબ્રન્ટ કોન્ફરન્સનું આયોજન કરી રહી છે જેના થકી વધુને વધુ રોકાણ વધશે. જાન્યુઆરીમાં રાજકોટમાં યોજાનારી સૌરાષ્ટ્ર – કચ્છની વાયબ્રન્ટ રિજનલ કોન્ફરન્સ કચ્છમાં આવતાં મોટા ઉદ્યોગોને અનુરૂપ સ્થાનિક ઉદ્યોગોના વિકાસ અને વધુને વધુ રોકાણ આકર્ષવા મહત્વપૂર્ણ બની રહેશે તેવો આશાવાદ તેમણે સેવ્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે 2047 સુધીમાં વિકસિત ભારત અને આત્મનિર્ભર ભારત બનાવવા આજથી જ શહેરોને ભવિષ્યલક્ષી બનાવવાના આયોજન પર ભાર મુકતા “સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસ” દ્વારા સસ્ટેનેબલ સિટીઝના નિર્માણમાં આગળ વધવા અને ગાંધીધામ એમાં લીડ લે તેવો અનુરોધ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, નગરપાલિકામાંથી મહાનગર મહાનગરપાલિકા બન્યા બાદ ગાંધીધામ શહેરમાં પ્રથમવાર પધારેલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનું શહેરીજનો દ્વારા એરપોર્ટથી ગોપાલપુરી સહિતના વિસ્તારોમાં ઢોલ નગારા સાથે ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીના અભિવાદનમાં ગાંધીધામ શહેરના વિવિધ સમાજના નાગરિકો જોડાઈને રાજ્ય સરકારના સર્વ સમાવેશી વિકાસની પ્રતિબદ્ધતાને આવકારી હતી.
આ પ્રસંગે ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલ રાજ્યમંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું હતું કે, વિભાજનની વેદનામાંથી ઊભું થયેલું આ ગાંધીધામ નગર આજે આર્થિક અને બંદરીય પ્રવૃત્તિનું ભારતનું મહત્વનું કેન્દ્ર બન્યું છે. સાંસ્કૃતિક, આર્થિક તેમજ સામાજિક ક્ષેત્ર વિકસિત ગાંધીધામના વિકાસને વધુ તેજ ગતિ આપવા માટે રાજ્ય સરકારે મહાનગરપાલિકાનો દરજ્જો આપતા હવે આ શહેરનો આયોજનબદ્ધ વધુ વિકાસ શક્ય બનશે. રાજ્યમંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, વડાપ્રધાનશ્રી કચ્છ પ્રત્યે વિશેષ પ્રેમ ધરાવે છે અને આ જ પ્રેમના કારણે જ તેમણે કચ્છનો સાર્વત્રિક વિકાસ કર્યો છે. અને આ જ વિઝનને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ આગળ ધપાવી રહ્યા છે. કચ્છ પ્રત્યે વિશેષ આત્મીયભાવ સાથે મુખ્યમંત્રીશ્રીએ કચ્છના વિવિધ નર્મદા,રોડ,રસ્તા તેમજ અનેક ક્ષેત્રોના પ્રશ્નોને હલ કરી કચ્છની વિશેષ ચિંતા સેવી છે.
આ કાર્યક્રમ પ્રસંગે સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જનકસિંહ જાડેજા, ધારાસભ્યશ્રી માલતીબેન મહેશ્વરી, ધારાસભ્યશ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, પૂર્વ વિધાનસભા અધ્યક્ષશ્રી ડૉ. નીમાબેન આચાર્ય, મહાનગરપાલિકા કમિશ્નર શ્રી મનીષ ગુરુવાણી, દિનદયાળ પોર્ટ ચેરમેનશ્રી સુશીલકુમાર સિંગ, આગેવાનશ્રી દેવજીભાઈ વરચંદ, શ્રી ધવલભાઈ આચાર્ય, પૂર્વ નગરપાલિકા પ્રમુખશ્રી તેજસ શેઠ સહિતના આગેવાનશ્રીઓ તથા મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
—
[11/23, 5:41 PM] Dilip Gajjar.Mahiti.Press: *સરહદી કચ્છ જિલ્લાને એક જ દિવસમાં અંદાજે ૬૮૦ કરોડથી વધુના વિકાસ કામોની ભેટ આપતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ*
*મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ભુજ ખાતેથી કચ્છના રૂ. ૫૦૩ કરોડથી વધુના કુલ ૫૫ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત તેમજ ગાંધીધામ મહાનગરપાલિકા હેઠળના ૧૭૬ કરોડ રુપિયાના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરાયું.
૦૦૦૦
*મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ* :
*કચ્છમાં ઉદ્યોગો અને પ્રવાસન વિકાસના કારણે સ્થાનિક રોજગારીની અનેક તકો ઊભી થઈ છે*
*આગામી જાન્યુઆરીમાં રાજકોટ ખાતે આયોજન થનારી સૌરાષ્ટ્ર-કચ્છ પ્રદેશની રિજિયોનલ કોન્ફરન્સથી કચ્છના ઔદ્યોગિક રોકાણને મળશે નવું બળ*
*કચ્છને ગ્રોથ હબ તરીકે વિકસાવવા રિજિયોનલ ઇકોનોમિક પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે*
*કચ્છ જિલ્લાના વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ-ખાતમૂહુર્તથી શહેરોમાં આંતરિક કનેક્ટિવીટી વધશે અને મુસાફરી સુગમ બનશે*
૦૦૦૦
માહિતી બ્યૂરો, ભુજ :
આજરોજ કચ્છના ભુજ શહેરમાં લાલન કોલેજ ગ્રાઉન્ડથી ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં રૂ. ૫૦૩ કરોડથી વધુના ૫૫ જેટલા વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમૂહુર્તનો કાર્યક્રમ યોજાયો હતો. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રૂ. ૪૯૮ કરોડના ખર્ચે ૫૨ કામનું ખાતમૂહુર્ત અને રૂ. ૫.૭૯ કરોડના ખર્ચે નવનિર્મિત ૦૩ કામોનું લોકાર્પણ થયું હતું.
કચ્છની ધરા પર પધારેલા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી કચ્છીમાડુઓના જીવનમાં આવેલા પરિવર્તન અંગે કહ્યું કે, કચ્છીમાડુઓના ખમીર અને પુરુષાર્થથી વિકાસના નવા ચમત્કારો જિલ્લામાં સર્જાયા છે. વડાપ્રધાનશ્રીના વિઝનથી કચ્છ સૌથી વધુ ઝડપથી વિકાસ સાધતો જિલ્લો બન્યો છે. વિનાશક ભૂંકપ બાદ વડાપ્રધાનશ્રીના વિકાસના વિઝનથી તેમજ કચ્છના નાગરિકોના સહકારથી આજે જિલ્લામાં ઉદ્યોગ-ધંધા, રોજગાર અને પ્રવાસનનો તેજ ગતિએ વિકાસ થયો છે.
નર્મદાની પાઈપલાઈન અને કેનાલોના નેટવર્કથી કચ્છના વિકાસની કાયાકલ્પ થઈ છે એમ જણાવીને મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, કચ્છના રણોત્સવ, સ્મૃતિવન, શ્રી શ્યામજીકૃષ્ણવર્મા મેમોરિયલએ કચ્છી સંસ્કૃતિના વિકાસ મંદિરો બન્યા છે. કચ્છ જિલ્લો આયોજનપૂર્વકના વિકાસ સાથે આગળ વધી રહ્યો છે. કેન્દ્ર તેમજ રાજ્ય સરકારે બમણી સુવિધાઓ કચ્છને ઉપલબ્ધ કરાવી છે. ગાંધીધામ મહાનગરપાલિકાના દરજ્જાથી વિકાસની ગતિને વધુ વેગ મળશે તેમ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમૂહુર્તના કામોથી કચ્છમાં માળખાકીય સુવિધાઓ વધશે એમ જણાવીને મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, ભૂજ, અંજાર, અબડાસા, માંડવી અને રાપરના વિસ્તારોને રૂ. ૫૦૩ કરોડથી વધુ રકમના કાર્યોથી વિકાસની નવી દિશા મળશે. મુખ્યમંત્રીશ્રીએ કચ્છ જિલ્લાના શહેરોને જોડતા આંતરિક રસ્તાઓના મજબૂતીકરણ અને નવીનીકરણથી પ્રવાસનને વેગ, નાગરિકોની પરિવહન સુગમ બનશે એમ જણાવ્યું હતું. નાગરિકોને જળ સંચય સહિતના કાર્યોમાં સહભાગી થવા મુખ્યમંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો.
તેઓએ જણાવ્યું કે, વિશ્વનો સૌથી મોટો હાઈબ્રિડ રિન્યૂઅલ એનર્જી પાર્ક વડાપ્રધાનશ્રીના દિશાદર્શનમાં કચ્છમાં આકાર પામી રહ્યો છે તે ગુજરાતને રિન્યૂએબલ એનર્જીનું હબ બનાવશે. વડાપ્રધાનશ્રીની દીર્ઘદ્રષ્ટિથી ધોરડો રણોત્સવના કારણે ‘ઈન્ટરનેશનલ ટૂરિઝમ ડેસ્ટિનેશન’ બન્યું છે. ધોરડોના સફેદ રણને દુનિયાના ‘બેસ્ટ ટુરિઝમ વિલેજ’ તરીકે સ્થાન મળ્યું છે. કચ્છમાં ઉદ્યોગો અને પ્રવાસન વિકાસના કારણે સ્થાનિક રોજગારીની અનેક તકો ઊભી થઈ છે.
રાજ્યના સર્વાંગી વિકાસ માટે સરકાર પ્રતિબદ્ધ છે એમ જણાવીને મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ગુજરાતના
દરેક વિસ્તારના વિકાસના સ્થાનિક પોટેન્શિયલને ધ્યાને રાખીને ઉદ્યોગોને પ્રોત્સાહન માટે વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સિસનો પ્રારંભ કરાયો છે. ગુજરાતમાં ચાર રિજનલ કોન્ફરન્સિસનું આયોજન કરાયું છે. આગામી જાન્યુઆરીમાં સૌરાષ્ટ્ર-કચ્છ પ્રદેશની રિજનલ કોન્ફરન્સ રાજકોટમાં યોજાશે અને તેના કારણે કચ્છને ઔદ્યોગિક રોકાણને નવું બળ મળશે.
વિશ્વસ્તરીય શહેરો ઊભાં કરવા માટે વર્ષ ૨૦૪૭ સુધીના આયોજન અંગે જાણકારી આપતા મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, શહેરોની નજીકના વિસ્તારોના વિકાસ માટે ગ્રોથ હબ મોડેલને લાગુ કરવામાં આવ્યું છે. કચ્છને ગ્રોથ હબ તરીકે વિકસાવવા રિજિયોનલ ઇકોનોમિક પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે.
ઓપરેશન સિંદૂર દરમિયાન કચ્છ જિલ્લાના નાગરિકોની ખુમારી બિરદાવીને મુખ્યમંત્રીશ્રીએ વહીવટીતંત્ર-નાગરિકોના સંકલનની પ્રસંશા કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ ઓપરેશન સિંદૂર દરમિયાન કચ્છીજનોના ખમીર અને દેશ માટે સર્વસ્વ અર્પણ કરવાની રાષ્ટ્ર પ્રથમની ભાવનાને અભિનંદનને પાત્ર ગણાવી હતી.
મુખ્યમંત્રીશ્રીએ અનુરોધ કર્યો કે, નાગરિકો વડાપ્રધાનશ્રીના વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર આત્મનિર્ભર રાષ્ટ્ર બનાવવાના સંકલ્પમાં સહભાગી થાય અને ‘વોકલ ફોર લોકલ’, ‘લોકલ ફોર ગ્લોબલ’ના મંત્રને જીવનમાં ઉતારીને સ્થાનિક વસ્તુઓની ખરીદી કરે. તેઓએ આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત બનાવવામાં અગ્રેસર રહેવા નાગરિકોને અપીલ કરી હતી.
ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાએ પ્રાંસગિક પ્રવચન કરતાં જણાવ્યું હતું કે, આજના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત એ દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના કચ્છ પ્રત્યેના વિશેષ પ્રેમ અને લગાવની પ્રતીતિ છે. રાજ્યમંત્રીશ્રીએ ગુજરાત સરકારના કૌશલ્યવર્ધન સાથે ગુણવત્તાયુક્તના અભિગમને બિરદાવતા જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના નિર્ણયથી જ કચ્છમાં શિક્ષકોની વિશેષ ભરતી શક્ય બની છે. કચ્છમાં શિક્ષકોની વિશેષ ભરતી પ્રક્રિયાથી અને જ્યાં નોકરી ત્યાં જ નિવૃત્તિના નિર્ણયથી છેવાડાઓના ગામડાઓ સુધી વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહેશે. રોડ રસ્તાઓ સહિત જનકલ્યાણ હેતુથી માળખાકીય સુવિધાઓના વિકાસની ગુજરાત સરકારની વણથંભી યાત્રાની રાજ્યમંત્રીશ્રીએ પ્રસંશા કરી હતી. રાજ્યમંત્રીશ્રીએ નાગરિકોને દેશના વિકાસમાં તત્પરતાથી સહભાગી બનવા અનુરોધ કર્યો હતો. કચ્છ જિલ્લાના વિકાસના કાર્યો અંગે રાજ્યમંત્રીશ્રીએ ગુજરાતના મુખ્યમંત્રીશ્રીનો આભાર માન્યો હતો.
આ પ્રસંગે કચ્છ મોરબી સાંસદશ્રી વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, ગાંધીધામ મહાનગરપાલિકાના દરજ્જાથી આ વિસ્તારમાં નવું પરિવર્તન આવશે. તેઓએ કચ્છના અનેક વિકાસકાર્યોની નોંધ લઈને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. સાંસદશ્રીએ જણાવ્યું હતું કે, ડબલ એન્જિન સરકારની કચ્છ પ્રત્યેની સતત ચિંતાના લીધે આજે કચ્છમાં પ્રવાસન, ઉદ્યોગ, પ્રવાસન અને પશુપાલન સહિતના ક્ષેત્રમાં અભૂતપૂર્વ વિકાસ થયો છે.
ભુજના ધારાસભ્યશ્રી કેશુભાઈ પટેલે વિકાસકાર્યોની ભેટ બદલ મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, સરકારે કચ્છ જિલ્લાને વિકાસના ક્ષેત્રમાં અનેક ભેટ આપીને અગ્રેસર રાખ્યો છે. કચ્છ જિલ્લાની અનેક સમસ્યાનું સરકારે સુખદ સમાધાન કર્યું છે જેથી કચ્છીમાડુઓના જીવનમાં હકારાત્મક પરિવર્તન આવ્યું છે. ધારાસભ્યશ્રીએ કચ્છના વિકાસનો શ્રૈય દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલને આપ્યો હતો. તેઓએ કચ્છમાં રોડ રસ્તાઓના વિકાસથી કચ્છમાં મુસાફરી અને પરિવહન સુગમ બનશે એમ જણાવ્યું હતું.
કચ્છ પધારેલા મુખ્યમંત્રીશ્રીનું કચ્છી સંસ્કૃતિ મુજબ કચ્છી પાઘડી અને શાલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. વિવિધ સંગઠનો, જિલ્લા વહીવટીતંત્રની ટીમ દ્વારા કચ્છ પધારેલા મુખ્યમંત્રીશ્રીનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, કચ્છ જિલ્લામાં આજરોજ વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમૂહુર્ત થવાથી આંતરિક રસ્તાઓનું નવીનીકરણ થશે. ભુજ શહેરના મહત્વના તમામ રસ્તાઓને ખાતમૂહુર્ત પ્રસંગે આવરી લેવાયા હોય શહેરના નાગરિકોને ઉત્તમ પરિવહન સુવિધા ઉપલબ્ધ થશે. મુખ્યમંત્રીશ્રીએ માર્ગ અને મકાન વિભાગ(રાજ્ય) દ્વારા રૂ. ૩૯૩.૩૯ કરોડના ૨૩ કામોનું ખાતમૂહુર્ત, વન વિભાગના રૂ. ૨.૬૦ કરોડના છારી ઢંઢ અને પડાલા મેન્ગ્રુવ લર્નિંગ સેન્ટરના વિકાસકામનું લોકાર્પણ, સિંચાઈ વિભાગ દ્વારા રૂ. ૬ કરોડથી વધુના ખર્ચે કચ્છના વિવિધ ગામના તળાવ સુધારણાના કામોનું ખાતમૂહુર્ત, શિક્ષણ વિભાગ દ્વારા કચ્છના ગુનેરી ખાતે રૂ. ૩.૧૯ કરોડના ખર્ચે નવીન માધ્યમિક શાળાનું લોકાર્પણ, જીએસઆરડીસી દ્વારા રૂ. ૪૨.૫૦ કરોડના ખર્ચે ભુજ-મુન્દ્રા રોડ અને રૂ.૧૯.૭૨ કરોડના ખર્ચે ભુજ-નખત્રાણા રોડના મજબૂતીકરણ અને રિસર્ફેસિંગના કામનું ખાતમૂહુર્ત અને માર્ગ અને મકાન પંચાયત વિભાગના રૂ. ૨૬.૫૨ કરોડના ખર્ચે વિવિધ રોડના રિસર્ફેસિંગ કામોની ભેટ કચ્છવાસીઓને આપી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જનકસિંહ જાડેજા, અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજા, અગ્રણીશ્રી દેવજીભાઈ વરચંદ, ભુજ નગરપાલિકા પ્રમુખ શ્રીમતિ રશ્મિબેન સોલંકી, ભુજ તાલુકા પંચાયત પ્રમુખશ્રી વિનોદભાઈ વરસાણી, કચ્છ કલેક્ટરશ્રી આનંદ પટેલ સહિત અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦
[11/24, 11:14 AM] Dilip Gajjar.Mahiti.Press: *જામનગરને મળ્યો સૌરાષ્ટ્રનો સૌથી લાંબો ફ્લાય ઓવર બ્રીજ*
*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જામનગર ખાતે રૂ.૨૨૬ કરોડથી વધુના ખર્ચે નિર્મિત સૌરાષ્ટ્રના સૌથી લાંબા ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કર્યું*
*સુભાષ બ્રિજથી સાત રસ્તા સર્કલ સુધીનો નવો રૂટ મળવાથી નાગનાથ જંકશન, ગ્રેઇન માર્કેટ, બેડી ગેટ જેવા વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યાનું નિવારણ થશે*
*૩,૭૫૦ મીટરની લંબાઈ ધરાવતા આ બ્રીજમાં ૧,૨૦૦ થી વધુ વાહનો માટે પાર્કિંગ, સ્પોર્ટ એક્ટિવિટી, તથા ફૂડ ઝોન જેવી સવલતોનો પણ સમાવેશ*
જામનગર તા.૨૪ નવેમ્બર, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જામનગર ખાતે રૂ. ૨૨૬.૯૯ કરોડના ખર્ચે નિર્મિત સૌરાષ્ટ્રના સૌથી લાંબા ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કર્યું હતું.સાત રસ્તા સર્કલથી સુભાષચંદ્ર બોઝની પ્રતિમા સુધીનો ફોરલેન એલીવેટેડ ફ્લાયઓવર બ્રિજની કુલ લંબાઈ ૪ એપ્રોચ સહિત ૩,૭૫૦ મીટર છે. મુખ્ય બ્રિજ ફોર લેન ૧૬.૫૦ મીટરનો છે, જ્યારે ઇન્દિરા માર્ગ તથા દ્વારકા રોડ એપ્રોચ ટુ લેન ૮.૪૦ મીટરના છે.આ ફ્લાયઓવરના કારણે જામનગરના નાગરિકોને દ્વારકા, રિલાયન્સ, નયારા, જી.એસ.એફ.સી. તરફ તેમજ રાજકોટ રોડ તરફ સરળતાથી વાહનવ્યવહારની સુવિધા મળશે. આનાથી બ્રિજ નીચેના મુખ્ય ચાર જંકશન સાત રસ્તા સર્કલ, ગુરુદ્વારા જંકશન, નર્મદા સર્કલ તથા નાગનાથ જંકશન પર થતા ટ્રાફિક જામ અને અકસ્માત જેવા બનાવોમાંથી મોટી રાહત મળશે, પરિણામે ઇંધણ અને સમયની બચત થશે.
વધુમાં, સુભાષ બ્રિજથી સાત રસ્તા સર્કલ થઈ લાલ બંગલા સર્કલ સુધીનો નવો રૂટ મળવાથી નાગનાથ જંકશન, ત્રણ દરવાજા (ગ્રેઇન માર્કેટ), બેડી ગેટ જેવા વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યાનું નિવારણ થશે. આ વિકાસકાર્યની સાથે જ બ્રિજ નીચેના અન્ડરસ્પેસને પણ નાગરિક સુવિધા માટે વિકસાવવામાં આવ્યો છે, જેમાં કુલ ૬૧ ગાળાઓમાં ૧,૨૦૦ થી વધુ વાહનોના પાર્કિંગની વ્યવસ્થા જેમાં ૮૫૦ ટુ-વ્હીલર્સ, ૨૫૦ ફોર-વ્હીલર્સ, ૧૦૦ રીક્ષા, ૧૦૦ અન્ય અને ૨૬ બસ પાર્કિંગનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, કુલ ૪ જગ્યાએ પે એન્ડ યુઝ ટોઇલેટ, ૧ લોકેશન પર શ્રમિક સુવિધા કેન્દ્ર (લેબર ચોક), ૧૦ ગાળામાં સ્પોર્ટ એક્ટિવિટી, ૪ લોકેશન પર વેઇટિંગ/સીટિંગની વ્યવસ્થા અને ૪ લોકેશન પર ફૂડ ઝોન જેવી સવલતો પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. મુખ્યમંત્રીશ્રી દ્વારા લોકાર્પિત કરાયેલો આ ફ્લાયઓવર જામનગરના નાગરિકોના જીવનમાં સરળતા અને સુગમતા લાવીને શહેરના વિકાસમાં એક નવો અધ્યાય ઉમેરશે.
આ પ્રસંગે જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, શિક્ષણ રાજ્યમંત્રી શ્રી રિવાબા જાડેજા, સાંસદ શ્રી પૂનમબેન માડમ, મેયર શ્રી વિનોદભાઈ ખીમસૂર્યા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મયબેન ગરસર, મહાનગરપાલિકાના પ્રભારી મંત્રી શ્રી પલ્લવીબેન ઠક્કર, ધારાસભ્ય સર્વ શ્રી મેઘજીભાઈ ચાવડા, દિવ્યેશભાઈ અકબરી, ડેપ્યુટી મેયર શ્રી ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી નિલેશભાઈ કગથરા, જિલ્લા કલેકટર શ્રી કેતન ઠક્કર, મ્યુનિસિપલ કમિશનર શ્રી ડી.એન.મોદી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અંકિત પન્નુ, પોલીસ અધિક્ષક શ્રી ડો.રવિ મોહન સૈની, સાશક પક્ષના નેતા શ્રી આશિષ જોશી, દંડક શ્રી કેતનભાઈ નાખવા, આગેવાન સર્વ શ્રી બીનાબેન કોઠારી, પ્રકાશભાઈ બાંભણીયા, મેરામણ ભાટુ, વિજયસિંહ જેઠવા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
000000
[11/24, 11:32 AM] Dilip Gajjar.Mahiti.Press: *શિક્ષણની સાથેસાથે વિદ્યાર્થી વિકાસલક્ષી પ્રવૃત્તિઓમાં પણ સરકારી શાળા અગ્રેસર*
———
*૯૦૦થી વધુ સિક્કા કલેક્શન બદલ ‘વર્લ્ડ વાઈડ બુક ઓફ રેકોર્ડ’માં સ્થાન, IIT પ્રેરિત ‘ક્યુરિયોસીટી કાર્નિવલ-૨૦૨૫ પ્રથમ ક્રમ તેમજ રાજ્યકક્ષાનો ‘ક્લાઈમેટ ચેન્જ એવોર્ડ-૨૦૨૫’ પ્રાપ્ત કરનાર રાજ્યની અનોખી એવી પાલજની ‘સરકારી પ્રાથમિક શાળા’*
————
શિક્ષણની સાથેસાથે વિદ્યાર્થી વિકાસલક્ષી સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં પણ રાજ્ય સરકાર સંચાલિત સરકારી પ્રાથમિક શાળાઓ હંમેશા અગ્રેસર હોય છે, જેનું ઉત્તમ ઉદાહરણ છે… ગાંધીનગર જિલ્લાની પાલજ ગામની ‘સરકારી પ્રાથમિક શાળા’……
ગુજરાતની ‘રાજધાની’ ગાંધીનગર અને સાબરમતી નદી કિનારે આવેલું ‘પાલજ’ ગામ….. ‘શિક્ષક કભી સાધારણ નહીં હોતા’ નિર્માણ ઓર પ્રલય ઉસકી ગોદ મેં પલતે હૈ’….આ ધ્યેય મંત્રને આ ગામની પ્રાથમિક શાળાએ આચાર્ય શ્રી હિતેશ પટેલ,શિક્ષક મિત્રો,વિદ્યાર્થીઓ અને ગામજનોના સહયોગથી સાર્થક કરીને રાજ્ય,રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે નવા રેકોર્ડ- સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે.
પાલજ ગામની આ ‘સરકારી પ્રાથમિક શાળા’એ વૈશ્વિક કક્ષાએ ૯૦૦થી વધુ પ્રાચીન સિક્કા કલેક્શન બદલ’વર્લ્ડ વાઈડ બુક ઓફ રેકોર્ડ’માં સ્થાન, ગાંધીનગરની પ્રતિષ્ઠિત IIT પ્રેરિત ‘ક્યુરિયોસીટી કાર્નિવલ-૨૦૨૫’માં પ્રથમ ક્રમ તેમજ ચાલુ વર્ષે રાજ્યકક્ષાનો ‘ક્લાઈમેટ ચેન્જ એવોર્ડ-૨૦૨૫’ પ્રાપ્ત કરીને રાજ્યની અનોખી અને પ્રેરણાદાયક સરકારી પ્રાથમિક શાળામાં પોતાની આગવી ઓળખ પ્રસ્થાપિત કરી છે.
*આ રહી શાળાની સિદ્ધિઓ:*
કેન્દ્ર સરકારની નેશનલ એજ્યુકેશન પોલિસી-NEP:2020′ નિપુણ ભારત’ અંતર્ગત આયોજિત IIT ગાંધીનગર ‘ક્યુરિયોસીટી કાર્નિવલ -૨૦૨૫’માં વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિ અને સ્પર્ધામાં પાલજ પ્રાથમિક શાળાએ પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો હતો.
ગાંધીનગર સ્થિત આઈઆઈટી ખાતે ગત જાન્યુઆરી માસમાં ‘ક્યુરિયોસિટી કાર્નિવલ ૨૦૨૫’નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં પ્રાચીન સિક્કા કલેકશન,સાયન્સ એક્ટિવિટી, આર્ટ એન્ડ ક્રાફ્ટ, મોડેલ પ્રેઝન્ટેશન અને વૈજ્ઞાનિક પ્રયોગો જેવી વિવિધ સ્પર્ધાઓના નિદર્શનમાં અલગ અલગ શાળાઓને ભાગ ભાગ લીધો હતો. જેમાં પાલજ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ સિક્કા અને ઐતિહાસિક નોટ- ચલણના કલેકશનમાં વિદેશી તેમજ ભારતીય ચલણના ૯૦૦ જેટલા સિક્કા અને નોટો પ્રદર્શિત કરીને નવો કીર્તિમાન સ્થાપ્યો હતો. ‘નિપુણ ભારત’ કાર્યક્રમ અંતર્ગત યોજાયેલી આ સ્પર્ધામાં જવાહર નવોદય વિદ્યાલય,પીએમ શ્રી વિદ્યાલય,કેન્દ્રીય વિદ્યાલય તેમજ અન્ય કોલેજના વિદ્યાર્થીઓ અને આઇઆઇટીના વિદ્યાર્થી સહભાગી થયા હતા,જેમાં પાલજની સરકારી પ્રાથમિક શાળાએ ‘કલેક્શન કેટેગરી’માં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. જેની વૈશ્વિક કક્ષાએ ‘વર્લ્ડવાઈડ બુક ઓફ રેકર્ડ’માં નોંધણી કરવામાં આવતા આ શાળાને વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત થયું છે.
*‘પ્લાસ્ટિક મુક્ત ગામ’થકી ક્લાઈમેન્ટ ચેન્જની અનોખી પહેલ શરૂ કરનાર સરકારી પ્રાથમિક શાળા- પાલજ*
‘કલાયમેટ ચેન્જ’ની વૈશ્વિક સમસ્યાના હકારાત્મક ઉકેલ માટે રાજ્યમાં જનભાગીદારીથી મહત્તમ વૃક્ષ ઉછેરવાની સાથે વિવિધ સ્વરૂપે ગ્રીન કવર- કવચ ઉભું કરવામાં આવ્યું છે. આ લક્ષ્યાંક સિદ્ધ કરવા વન-ક્લાઇમેટ ચેન્જ વિભાગની સાથેસાથે વિવિધ સરકારી તેમજ પર્યાવરણ પ્રેમી સંસ્થાઓ- નાગરિકો સંયુક્ત ભાગીદારીથી કાર્ય કરી રહ્યા છે.આ કાર્યને આગળ વધારવા ‘પ્લાસ્ટિક મુક્ત ગામ’ થકી ક્લાઈમેન્ટ ચેન્જની અનોખી પહેલ શરૂ કરનાર રાજ્યની પાલજ સરકારી પ્રાથમિક શાળાને તાજેતરમાં ક્લાઇમેટ ચેન્જ વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬નો રાજ્યકક્ષાનો ‘ક્લાઇમેટ ચેન્જ એવોર્ડ્સ’ એનાયત કરીને તેમની કામગીરીને બિરદાવવામાં પણ આવી હતી.
પ્લાસ્ટિક અંગે જાગૃતિ અને તેનો વપરાશ ઘટાડવાના પ્રયાસો બદલ શૈક્ષણિક સંસ્થા કેટેગરીમાં આ શાળાની કલાઈમેન્ટ ચેન્જ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી હતી.
આ પ્રોજેક્ટ અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ગામજનોના સહયોગથી પ્લાસ્ટિક રિસાયકલિંગની પહેલમાં સક્રિય ભૂમિકા ભજવી છે, જે પર્યાવરણની ટકાઉતાની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. શાળા દ્વારા દર બુધવારે વિદ્યાર્થીઓ પાસેથી પ્લાસ્ટિકનો કચરો તેમના ઘરેથી મંગાવવામાં આવતો હતો, જે IIT-ગાંધીનગર ખાતે રિસાયકલ માટે અપાતા જેના બદલામાં, વિદ્યાર્થીઓને લેખન પેડ, કચરા પેટી અને ગ્રીન બેન્ચીસ આપવામાં આવે છે.આ ઉપરાંત વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન વિધાર્થીઓ દ્વારા ગાંધીનગર મહાનગરપાલિકામાં ૨૪૫ કિલો જેટલું પ્લાસ્ટિક એકત્ર કરીને જમા કરવામાં આવ્યું છે. શાળા દ્વારા પાલજ ગામમાં પ્લાસ્ટિક પ્રદૂષણ અંગે જાગૃતિ લાવવા માટે રેલી, ચિત્ર સ્પર્ધા અને સફાઈ અભિયાનની સાથે શાળાએ કેમ્પસમાં પ્લાસ્ટિક લાવવાને લઈને કડક પ્રતિબંધ પણ લાગુ કર્યો છે. આ પ્રયાસોના ભાગરૂપે શાળાને “સ્વચ્છતા હી સેવા એવોર્ડ ૨૦૨૩–૨૪” પણ પ્રાપ્ત થયો છે.
આ કલાઈમેટ ચેન્જ એવોર્ડ બદલ પાલજ પ્રાથમિક શાળાને રૂ. ૧ લાખનું ઇનામ પણ આપવામાં આવ્યું હતું. આ ઈનામી રકમમાંથી શાળાના તમામ ૩૭૦ વિદ્યાર્થીઓને સ્ટીલના નાસ્તાના ડબ્બાનું વિતરણ કરીને ‘તેરા તુજકો અર્પણ’ની પંક્તિને સાચા અર્થમાં આ શાળાએ સાર્થક કરી છે.
આ ઉપરાંત શાળા દ્વારા ‘આંતરરાષ્ટ્રીય ગણિત ઓલમ્પિયાડ પરીક્ષા’ અને શાળામાં પડતી સમસ્યાને આધારે તેના નિરાકરણ માટે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન,ગાંધીનગરમાં એક્શન રિસર્ચ અને સંશોધન પેપર પણ રજૂ કરવામાં આવે છે.
————-
જનક દેસાઈ
[11/24, 1:41 PM] Dilip Gajjar.Mahiti.Press: *ગુજરાતના શહેરોમાં પ્લાસ્ટિક ફ્રી સ્વદેશી મેળાઓથી ‘વોકલ ફોર લોકલ’ને પ્રોત્સાહન*
****
*2025માં રાજ્યના16 શહેરોમાં આયોજિત સ્વદેશી મેળાઓમાં ₹10 કરોડથી વધુનું વેચાણ*
****
*બે મહિનાના સમયગાળામાં આ મેળાઓની 40.50 લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી*
****
*સ્વદેશી અને આત્મનિર્ભર ભારત એ વિકસિત ભારતના નિર્માણનો રાજમાર્ગ છે: વડાપ્રધાન નરેન્દ્ર મોદી*
*ગાંધીનગર, 24 નવેમ્બર, 2025:* વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે હર ઘર સ્વદેશી અભિયાનમાં ઉત્સાહપૂર્વક જોડાવા માટે દેશના તમામ નાગરિકોને આહ્વાન કર્યું છે. ગુજરાત રાજ્યમાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ આ અભિયાન સફળતાપૂર્વક ચલાવવામાં આવી રહ્યું છે. મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે ગ્રામ્ય કારીગરો, હસ્તકલાકારો અને નાના ઉદ્યોગોને ટેકો આપવા માટે અનેક નવી પહેલો હાથ ધરી છે. ‘ગુજરાત આત્મનિર્ભર યાત્રા’, ‘જી-મૈત્રી યોજના’, ‘મહિલા ઉદ્યોગ સહાય યોજના’ જેવા કાર્યક્રમો દ્વારા રાજ્યમાં સ્વદેશી ઉત્પાદનોને નવી ઉર્જા મળી રહી છે. રાજ્યમાં તાલુકા અને જિલ્લા સ્તરે ‘સ્વદેશી મેળા’, ‘વૉક ફોર સ્વદેશી’ અને ‘વોકલ ફોર લોકલ’ જેવા જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરીને આ અભિયાનને જનભાગીદારીનું સ્વરૂપ આપવામાં આવ્યું છે.
આ અભિયાનને આગળ લઇ જતા શહેરી વિકાસ વર્ષ 2025 અંતર્ગત રાજ્યના 16 શહેરોમાં સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. 10 સપ્ટેમ્બર 2025થી 31 ઓક્ટોબર 2025 દરમિયાન 16 શહેરોમાં ‘પ્લાસ્ટિક ફ્રી’ સ્વદેશી મેળાઓ યોજવામાં આવ્યા હતા જેમાં 40.50 લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી હતી અને ₹10 કરોડથી વધુનું વેચાણ કરવામાં આવ્યું છે. રાજ્યના ભાવનગર, ગાંધીનગર, જામનગર, જુનાગઢ, રાજકોટ, સુરત, વડોદરા, આણંદ, ગાંધીધામ, મહેસાણા, મોરબી, નડીયાદ, નવસારી, પોરબંદર, સુરેન્દ્રનગર અને વાપીમાં સ્વદેશી મેળાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળાઓના આયોજનમાં મહાનગરપાલિકા વિસ્તારમાં રહેતા નાગરિકો, સ્વસહાય જૂથો, સ્થાનિક કારીગરો અને ધંધાર્થીઓ સામેલ થયા હતા.
*540 સ્વસહાય જૂથોને 2707 સ્ટોલ ફાળવવામાં આવ્યા*
આ મેળાઓમાં સ્વદેશી ચીજવસ્તુઓના વેચાણને પ્રોત્સાહન આપવા માટે 540 સ્વસહાય જૂથોને 2707 સ્ટોલ ફાળવવામાં આવ્યા હતા. મેળાની મુલાકાતે આવતા લોકોના મનોરંજન માટે ગેમ શૉ, સંગીતના કાર્યક્રમો, લોક ડાયરો, પપેટ શૉ અને નાટકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. મુલાકાતીઓને સ્વદેશી ચીજવસ્તુઓના ઉપયોગ માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ડિસેમ્બર મહિનામાં અમદાવાદમાં સ્વદેશીને પ્રોત્સાહન આપતો શોપિંગ ફેસ્ટિવલ અને આગામી સમયમાં નગરપાલિકા વિસ્તારોમાં સ્વદેશી મેળાઓ આયોજિત કરવામાં આવશે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ દેશની જનતા પર પૂર્ણ વિશ્વાસ વ્યક્ત કરતા દ્રઢતાપૂર્વક જણાવ્યું છે કે, સ્વદેશી અને આત્મનિર્ભર ભારત એ વિકસિત ભારતના નિર્માણનો રાજમાર્ગ છે. આવનારા સમયમાં દેશનો પ્રત્યેક નાગરિક ‘વોકલ ફોર લોકલ’નો વાહક બનશે, દરેક નાગરિક સ્વદેશીના મંત્રને જીવી જાણશે. 2047માં જ્યારે ભારત આઝાદીના 100 વર્ષ ઊજવતું હશે ત્યારે ભારત અવશ્ય વિકસિત રાષ્ટ્ર હશે જ.
*x-x-x*
[11/24, 3:29 PM] Dilip Gajjar.Mahiti.Press: *અનુસૂચિત જનજાતિઓના કલ્યાણ માટેની સમિતિ*
*તા. ૨૬ થી ૨૯ નવેમ્બર સુધી ઉત્તર-મધ્ય ગુજરાતના અભ્યાસ પ્રવાસે*
………………….
*સમિતિ પાણી પુરવઠા વિભાગની યોજનાઓની મુલાકાત કરી અધિકારીઓ સાથે બેઠક કરશે*
…………………
ગુજરાત વિધાનસભાની અનુસૂચિત જનજાતિઓના કલ્યાણ માટેની સમિતિ તા. ૨૬ થી ૨૯ નવેમ્બર-૨૦૨૫ દરમિયાન ઉત્તર અને મધ્ય ગુજરાતના અભ્યાસ પ્રવાસે જશે. જેમાં આ સમિતિ પાણી પુરવઠા વિભાગ અંતર્ગત આવતી યોજનાઓની મુલાકાત કરીને સંબંધિત અધિકારીઓ સાથે કામગીરી અંગે સમીક્ષા બેઠક કરશે તેમ, ગુજરાત વિધાનસભા સચિવાલયની યાદીમાં જણાવાયું છે.
યાદીમાં વધુમાં જણાવ્યા અનુસાર, આ સમિતિ તા. ૨૬ અને ૨૭ના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પાણી પુરવઠા વિભાગના ક્ષેત્રિય અધિકારીઓ સાથે બેઠક કરશે. જ્યારે આ સમિતિ તા. ૨૭ના રોજ પોશીના જૂથ યોજનાના બાવળ કાઠીયા હેડવર્કસ, દેવની મોરી હેડવર્કસ તથા તા. ૨૮ના રોજ મોડાસામાં ગોઠીબ પાણી પુરવઠા યોજના, ઝાલોદ નોર્થ જૂથ પાણી પુરવઠા યોજના તેમજ મુંડાહેડા હેડવર્કસ-પાણી પુરવઠા યોજનાની મુલાકાત કરશે. પ્રવાસના અંતિમ દિવસ તા. ૨૯ નવેમ્બરના રોજ દાહોદ ખાતે હેડવર્કસની મુલાકાતે જશે. તેમ, વધુમાં જણાવાયું છે.
જનક દેસાઈ ****
[11/24, 4:24 PM] Dilip Gajjar.Mahiti.Press: *ગુજરાત પોલીસની સ્પેશ્યલ ડ્રાઇવ: ૧૦૦ કલાકમાં રાષ્ટ્રવિરોધી તત્વોનું ચેકીંગ*
*છેલ્લા ૩૦ વર્ષમાં રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા ગુનાના ૩૧,૮૩૪ આરોપીઓનું વેરીફિકેશન પૂર્ણ: રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાય*
*અન લૉ ફુલ એક્ટિવિટિઝ પ્રિવેન્શન એક્ટ, TADA, NDPS, આર્મ્સ, એક્સપ્લોઝિવ એક્ટ જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓનો ૩૦ વર્ષનો ડેટાબેઝ તપાસી આ આરોપીઓની હાલની પ્રવૃત્તિઓ અને નોકરી સહિતની વિગતોનું વેરીફીકેશન કરાયું*
*3,744 આરોપીઓએ પોતાના સરનામાં બદલી નાખ્યા, નવા સરનામા આધારે પણ ચેકીંગ કાર્યવાહી કરાશે*
*4,506 આરોપીઓ ગુજરાત રાજ્ય બહારના: બીજા તબક્કામાં રાજ્ય બહારના આરોપીઓનું ચેકિંગ કરી તેમના ડોઝિયર તૈયાર કરવા માટે પણ ખાસ SOP તૈયાર કરીને સઘન કાર્યવાહી કરવામાં આવશે: શ્રી વિકાસ સહાય*
……
ગુજરાત એટીએસ દ્વારા રાષ્ટ્રવિરોધી તત્વોને હથિયાર સહિત જીવલેણ મુદ્દામાલ સાથે પકડી પાડવાની ઘટના અને ત્યારબાદ દિલ્હીમાં થયેલા બોમ્બ બ્લાસ્ટની દુઃખદ ઘટનાને ગંભીરતાથી લઈને, રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયે રાજ્યમાં તકેદારી વધારવા માટે તાત્કાલિક એક્શન પ્લાન ઘડી જરૂરી આદેશો આપ્યા હતા.
રાજ્યની સુરક્ષાને વધુ મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે, શ્રી વિકાસ સહાયે તા. ૧૭મી નવેમ્બરે એક મહત્વની બેઠક યોજીને તમામ શહેર/જિલ્લાના પોલીસ વડાશ્રીઓને છેલ્લા ૩૦ વર્ષમાં રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓના ગુનામાં પકડાયેલા આરોપીઓનું સઘન વેરીફિકેશન કરીને ડોઝિયર તૈયાર કરવાની કામગીરી આગામી ૧૦૦ કલાકમાં પૂર્ણ કરવા તાકીદ કરી હતી.
રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયની સૂચના મુજબ, રાજ્યના તમામ પોલીસ સ્ટેશનો દ્વારા આ પરિણામલક્ષી કામગીરી સમયસર પૂર્ણ કરવામાં આવી છે. ગુજરાત પોલીસે છેલ્લા ૩૦ વર્ષના ડેટાબેઝની તપાસ કરીને કુલ ૩૧,૮૩૪ આરોપીઓનું ઘરે-ઘરે જઈને ચેકિંગ કર્યું છે.
આ વેરીફિકેશન પ્રક્રિયામાં મુખ્યત્વે રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા ગુનાઓ અન લૉ ફુલ એક્ટિવિટિઝ પ્રિવેન્શન એક્ટ (UAPA), ટેરેરિસ્ટ ડિસરપ્ટીવ એક્ટિવિટિઝ પ્રિવેન્શન એક્ટ (TADA), NDPS એક્ટ, આર્મ્સ એક્ટ, એક્સપ્લોઝિવ એક્ટ, ફેક ઇન્ડિયન કરન્સી જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. પોલીસે આ આરોપીઓની હાલની પ્રવૃત્તિઓ અને નોકરી સહિતની વિગતોની પૂછપરછ કરી છે.
શ્રી વિકાસ સહાયે જણાવ્યું કે, ચેક કરવામાં આવેલા કુલ ૩૧,૮૩૪ આરોપીઓ પૈકી ૧૧,૮૮૦ આરોપીઓ એટલે કે અંદાજિત ૩૭ ટકા આરોપીઓ મળી આવ્યા હતા, જે તમામના ડોઝિયર ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. તે ઉપરાંત 2,326 આરોપીઓ હવે હયાત નથી. 3,744 આરોપીઓએ પોતાના સરનામાં બદલી નાખ્યા છે, તેમના નવા સરનામા આધારે ત્યાં જઈને પણ ચેકીંગ કાર્યવાહી કરાશે. 4,506 આરોપીઓ ગુજરાત રાજ્ય બહારના છે.
ગુજરાત પોલીસ દ્વારા ચેકિંગનું પ્રથમ તબક્કાનું કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. શ્રી વિકાસ સહાયે જણાવ્યું હતું કે હવે બીજા તબક્કામાં રાજ્ય બહારના આરોપીઓનું ચેકિંગ કરી તેમના ડોઝિયર તૈયાર કરવા માટે પણ ખાસ SOP તૈયાર કરીને સઘન કાર્યવાહી કરવામાં આવશે, જેથી રાષ્ટ્રવિરોધી તત્વો પર કાયમી ધોરણે મજબૂત નિયંત્રણ રાખી શકાય.
…
[11/24, 4:24 PM] Dilip Gajjar.Mahiti.Press: નૂતન મેડિકલ કોલેજમાં થયેલી રેગિંગની ઘટના અંગે સરકારની કડક કાર્યવાહી
ત્રીજા વર્ષના સાત વિદ્યાર્થીઓને બે વર્ષ માટે જ્યારે બીજા વર્ષના
વિદ્યાર્થીઓને છ માસ માટે કોલેજમાંથી સસ્પેન્ડ કરાયા : તબીબી શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયા
…………………………
હોસ્ટેલ ડીનની ફરિયાદના આધારે તાત્કાલિક ધોરણે સીસીટીવી ફૂટેજ ચેક કરીને કાર્યવાહી કરાઇ
…………………………
વિસનગરની નૂતન મેડિકલ કોલેજમાં બનેલા રેગિંગના ગંભીર બનાવ અંગે તબીબી શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાએ મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે, આ મેડિકલ કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતાં સાત વિદ્યાર્થીઓ અને બીજા વર્ષના અન્ય વિદ્યાર્થીઓ સાથે મળીને પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને હેરાન કરી માનસિક ત્રાસ આપતા હતા. જેની ફરિયાદ થતાં તાત્કાલિક ધોરણે તપાસ કરીને આ ઘટનામાં સામેલ ત્રીજા વર્ષના સાત વિદ્યાર્થીઓને ૨ વર્ષ માટે તેમજ બીજા વર્ષના અન્ય વિદ્યાર્થીઓને છ માસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
તબીબી શિક્ષણ મંત્રીશ્રીએ વધુ વિગતો આપતા કહ્યું હતું કે, આ કોલેજના હોસ્ટેલ ડીનને રેગિંગની ફરિયાદ મળતા તાત્કાલિક ધોરણે સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ કરવામાં આવ્યા હતા. જેમાં ત્રીજા વર્ષના સાત વિદ્યાર્થીઓ અને અન્ય બીજા વર્ષના વિદ્યાર્થીઓએ પ્રથમ વર્ષના વિદ્યાર્થી સાથે અસામાજિક અને અનૈતિક વર્તન કર્યું હતું. જેથી તમામ કસૂરવાર વિદ્યાર્થીઓને બે વર્ષ માટે અને બાકીના વિદ્યાર્થીઓને છ મહિના માટે સસ્પેન્ડ કરી પોતાનું વર્તન સુધારવાની કડક શબ્દોમાં તાકીદ કરવામાં આવી છે.
તબીબી શિક્ષણ મંત્રીશ્રી પાનશેરિયાએ વિદ્યાર્થીઓને વિનંતી કરતાં કહ્યું હતું કે, તમે તમારા માતા-પિતાના સ્વપ્નને સાકાર કરવા માટે અભ્યાસ કરવા આવો છો, ત્યારે તમારા દ્વારા કોઇને પણ હેરાનગતિ કે દુઃખ પહોંચાડવું જોઇએ નહીં. તમારા દ્વારા કોઇને ત્રાસ આપવામાં આવે તે યોગ્ય નથી. તમને એક સન્માનિત ડોક્ટર બનવા જઇ રહ્યા છો ત્યારે માનવતા પણ તમારામાં હોવી જોઇએ તો જ તમે સાચી સેવા કરી શક્શો.
મંત્રીશ્રીએ ઉમેર્યું કે, અન્ય કોલેજોની અંદર પણ આવો બનાવ ન બનવો જોઈએ. જો રાજ્ય સરકારને એક પણ નાની એવી ફરિયાદ મળશે તો ચોક્કસ તેના પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે જેની તમારી કારકિર્દી પર પણ અસર થશે. મંત્રીશ્રીએ કહ્યું હતું કે, અન્ય વિદ્યાર્થીઓને ત્રાસ આપવાથી ઘણીવાર તો વિદ્યાર્થી આત્મહત્યા સુધીનું પગલું ભરે છે. ૧૮ થી ૨૦ વર્ષના કુમણા યુવાનોમાં વધારે વિચાર કે વધારે સહન શક્તિ હોતી નથી માટે કોઈનો લાડક વાયો છીનવાય અને તમારી કારકિર્દી પૂર્ણ ન થાય તે બાબતે તમામ વિદ્યાર્થીઓને ખૂબ કાળજી રાખવા મંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો.
………………….
જિગર બારોટ
[11/24, 5:07 PM] Dilip Gajjar.Mahiti.Press: સુધારેલી યાદી
*ગાંધીનગરની મેડિકલ કોલેજમાં થયેલી રેગિંગની ઘટના અંગે સરકારની કડક કાર્યવાહી ત્રીજા વર્ષના સાત વિદ્યાર્થીઓ ને બે વર્ષ માટે જ્યારે બીજા વર્ષના વિદ્યાર્થીઓને છ માસ માટે કોલેજમાંથી સસ્પેન્ડ કરાયા : તબીબી શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયા*
********
*હોસ્ટેલ ડીનની ફરિયાદના આધારે તાત્કાલિક ધોરણે સીસીટીવી ફૂટેજ ચેક કરીને કાર્યવાહી કરાઇ*
******
ગાંધીનગરની મેડિકલ કોલેજમાં બનેલા રેગિંગના ગંભીર બનાવ અંગે તબીબી શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાએ મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે, આ મેડિકલ કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતાં સાત વિદ્યાર્થીઓ અને બીજા વર્ષના અન્ય વિદ્યાર્થીઓ સાથે મળીને પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને હેરાન કરી માનસિક ત્રાસ આપતા હતા. જેની ફરિયાદ થતાં તાત્કાલિક ધોરણે તપાસ કરીને આ ઘટનામાં સામેલ ત્રીજા વર્ષના સાત વિદ્યાર્થીઓને ૨ વર્ષ માટે તેમજ બીજા વર્ષના અન્ય વિદ્યાર્થીઓને છ માસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
તબીબી શિક્ષણ મંત્રીશ્રીએ વધુ વિગતો આપતા કહ્યું હતું કે, આ કોલેજના હોસ્ટેલ ડીનને રેગિંગની ફરિયાદ મળતા તાત્કાલિક ધોરણે સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ કરવામાં આવ્યા હતા. જેમાં ત્રીજા વર્ષના સાત વિદ્યાર્થીઓ અને અન્ય બીજા વર્ષના વિદ્યાર્થીઓએ પ્રથમ વર્ષના વિદ્યાર્થી સાથે અસામાજિક અને અનૈતિક વર્તન કર્યું હતું. જેથી તમામ કસૂરવાર વિદ્યાર્થીઓને બે વર્ષ માટે અને બાકીના વિદ્યાર્થીઓને છ મહિના માટે સસ્પેન્ડ કરી પોતાનું વર્તન સુધારવાની કડક શબ્દોમાં તાકીદ કરવામાં આવી છે.
તબીબી શિક્ષણ મંત્રીશ્રી પાનશેરિયાએ વિદ્યાર્થીઓને વિનંતી કરતાં કહ્યું હતું કે, તમે તમારા માતા-પિતાના સ્વપ્નને સાકાર કરવા માટે અભ્યાસ કરવા આવો છો, ત્યારે તમારા દ્વારા કોઇને પણ હેરાનગતિ કે દુઃખ પહોંચાડવું જોઇએ નહીં. તમારા દ્વારા કોઇને ત્રાસ આપવામાં આવે તે યોગ્ય નથી. તમને એક સન્માનિત ડોક્ટર બનવા જઇ રહ્યા છો ત્યારે માનવતા પણ તમારામાં હોવી જોઇએ તો જ તમે સાચી સેવા કરી શક્શો.
મંત્રીશ્રીએ ઉમેર્યું કે, અન્ય કોલેજોની અંદર પણ આવો બનાવ ન બનવો જોઈએ. જો રાજ્ય સરકારને એક પણ નાની એવી ફરિયાદ મળશે તો ચોક્કસ તેના પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે જેની તમારી કારકિર્દી પર પણ અસર થશે. મંત્રીશ્રીએ કહ્યું હતું કે, અન્ય વિદ્યાર્થીઓને ત્રાસ આપવાથી ઘણીવાર તો વિદ્યાર્થી આત્મહત્યા સુધીનું પગલું ભરે છે. ૧૮ થી ૨૦ વર્ષના કુમણા યુવાનોમાં વધારે વિચાર કે વધારે સહન શક્તિ હોતી નથી માટે કોઈનો લાડક વાયો છીનવાય અને તમારી કારકિર્દી પૂર્ણ ન થાય તે બાબતે તમામ વિદ્યાર્થીઓને ખૂબ કાળજી રાખવા મંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો.
જિગર બારોટ
**********
[11/24, 6:01 PM] Dilip Gajjar.Mahiti.Press: *રાષ્ટ્રરક્ષકોનું સન્માન: સાબરકાંઠામાં સિનેમા, સ્વાસ્થ્ય અને સન્માનનો ત્રિવેણી સંગમ*
*સાબરકાંઠા વહીવટી તંત્રની અનોખી ‘વીરવંદના’: સૈનિકો અને પરિવારો માટે ‘120 બહાદુર’ ફિલ્મનું વિશેષ પ્રદર્શન અને આરોગ્ય પરીક્ષણ*
*સૈનિકોના સમર્પણનું ઋણ સ્વીકાર: પ્રશાસનનો આદરભાવ, નવીન પહેલથી મજબૂત બન્યું રાષ્ટ્રરક્ષકોનું જોડાણ*
સાબરકાંઠા, 24-11-2025
રાષ્ટ્રના વીર સૈનિકો પ્રત્યે માત્ર ફરજ નહીં પણ સંવેદના અને કૃતજ્ઞતા વ્યક્ત કરવાના ઉમદા હેતુથી સાબરકાંઠા જિલ્લા સૈનિક કલ્યાણ બોર્ડના અધ્યક્ષ અને જિલ્લા કલેક્ટર શ્રી લલિત નારાયણ સિંઘ સાંદુએ એક અત્યંત નવીન પહેલ હાથ ધરી છે. આ પહેલ અંતર્ગત, જિલ્લાના ફરજ પરના અને નિવૃત્ત સૈનિકો તથા તેમના પરિવારજનો માટે 24 નવેમ્બરના રોજ હિંમતનગર ખાતે સ્ટાર સીટી સિનેમાના સહયોગથી ‘120 બહાદુર’ ફિલ્મનું વિશેષ પ્રદર્શન અને વ્યાપક આરોગ્ય પરીક્ષણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ પ્રસંગે કલેક્ટરશ્રી લલિત નારાયણ સિંઘ સાંદુના હસ્તે કારગિલ યુદ્ધમાં શહિદ થયેલા સૈનિકના માતા અને પિતા તેમજ લેહ લદ્દાખમાં ગંભીર રીતે ઘાયલ થયેલા ધરમપાલસિંહ ઝાલાને વિશેષરૂપે સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, જિલ્લા પંચાયત, હિંમતનગરની નિષ્ણાત આરોગ્ય ટીમ દ્વારા સૈનિકો અને તેમના પરિવારજનો માટે આરોગ્ય પરીક્ષણની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.
જિલ્લા કલેક્ટર શ્રી સાંદુએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, “રાષ્ટ્રરક્ષક સૈનિકો સમાજના ગૌરવ અને પ્રેરણાસ્ત્રોત છે. તેમની શૌર્યગાથા અને ત્યાગને યાદ કરવું એ માત્ર ફરજ નથી, પરંતુ દરેક નાગરિકનું એક ઋણ છે. આ વિશિષ્ટ કાર્યક્રમથી વહીવટીતંત્ર અને સૈનિકો તેમજ તેમના પરિવારજનો વચ્ચેનો સંબંધ વધુ મજબૂત, સમ્માનજનક અને સંવેદનાત્મક બનશે.”
આ કાર્યક્રમ માત્ર સન્માન પૂરતો સીમિત ન રહેતા, સૈનિકોની શારીરિક સુખાકારી પર પણ ધ્યાન કેન્દ્રિત કરીને સન્માન અને સુરક્ષાનું એક સંકલિત પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે, જે ખરેખર અનુકરણીય છે. આ વિશેષ પ્રદર્શન દ્વારા વહીવટ તંત્રએ સૈનિકોના મનોબળને બિરદાવવાનો પ્રયાસ કર્યો છે.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદ વોરા, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પાર્થરાજસિંહ ગોહિલ, સામાજિક અગ્રણી શ્રી ગોપાલસિંહ રાઠોડ, જિલ્લા સૈનિક કલ્યાણ અને સમસ્યા નિવારણ સમિતિના સભ્યો સહીત વહીવટ તંત્રના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
*‘120 બહાદુર’ – મેજર શૈતાન સિંહ ભાટીના નેતૃત્વમાં માત્ર 120 અહીર સૈનિકોના શૌર્ય અને સમર્પણની ગાથા*
‘120 બહાદુર’ એ એક એવી સિનેમેટીક રચના છે જે આપણા દેશરક્ષકોના અદ્ભુત શૌર્ય, અજોડ દેશપ્રેમ અને સર્વોચ્ચ સમર્પણની ગાથાને ઉજાગર કરે છે. ફિલ્મની વાર્તા 18 નવેમ્બર, 1962ના રોજ રેઝાંગ લામાં લડાયેલા ભયંકર યુદ્ધની આસપાસ ફરે છે. આ યુદ્ધમાં ભારતીય સેનાની 13 કુમાઉં રેજિમેન્ટની ‘ચાર્લી કંપની’ના મેજર શૈતાન સિંહ ભાટીના નેતૃત્વમાં માત્ર 120 અહીર સૈનિકોએ લગભગ 3,000 ચીની સૈનિકોના આક્રમણનો કેવી બહાદુરીપૂર્વક સામનો કર્યો હતો તેની અદભુત ગાથા રજુ કરે છે. મેજર શૈતાન સિંહ અને તેમના સાથીઓ પાસે યુદ્ધ માટેના સંસાધનો અને શસ્ત્રોની અછત હતી અને હવામાન પણ અત્યંત પ્રતિકૂળ હતું તેમ છતાં તેમણે ઉચ્ચ કક્ષાની બહાદુરી અને પરાક્રમનું પ્રદર્શન કરી દેશની રક્ષા કરી હતી. મેજર શૈતાન સિંહને તેમના સર્વોચ્ચ બલિદાન માટે મરણોત્તર ભારતનો સર્વોચ્ચ લશ્કરી સન્માન પરમ વીર ચક્ર એનાયત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, 8 સૈનિકોને વીર ચક્ર, 4 સૈનિકોને સેના મેડલ અને એક સૈનિકને મેન્શન ઈન ડીસ્પેચથી સન્માનિત કરાયા હતા.
*****
[11/24, 6:06 PM] Dilip Gajjar.Mahiti.Press: *મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યના ૧૩માં અદ્યતન બસ પોર્ટનું મંગળવારે નવસારીમાં લોકાર્પણ કરશે*
———
*વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સામાન્ય નાગરિકોને એરપોર્ટ જેવી સુવિધાઓ સાથેના બસપોર્ટ આપવાનો આપેલો નવતર વિચાર મુખ્યમંત્રીશ્રીના દિશાદર્શનમાં સાકાર થયો*
———
*રૂ. ૮૨ કરોડના ખર્ચે ૫૦૨૫ ચોરસ મીટરમાં નવનિર્મિત અદ્યતન બસપોર્ટના લોકાર્પણમાં કેન્દ્રિય જલ શક્તિ મંત્રી શ્રી સી.આર. પાટીલ અને રાજ્ય મંત્રીમંડળના મંત્રીશ્રીઓ જોડાશે*
———
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ મંગળવાર તા. ૨૫ નવેમ્બરે નવસારીમાં રૂ. ૮૨ કરોડના ખર્ચે ૫૦૨૫ ચોરસ મીટરમાં નવનિર્મિત અદ્યતન સુવિધાઓ સાથેના બસપોર્ટનું લોકાર્પણ કરશે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સામાન્ય નાગરિકોને પણ એરપોર્ટ જેવી સુવિધાઓ સાથેના બસપોર્ટ મળે તે માટે રાજ્યના બસમથકોનો કાયાકલ્પ અદ્યતન સુવિધાઓ સાથેનું કરવાનું વિઝન આપ્યું છે.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા રાજ્યમાં નિર્માણ થતાં બસ મથકોને વડાપ્રધાનશ્રીના વિઝન અનુરૂપ સુવિધાઓ સાથે બસપોર્ટ તરીકે વિકસાવવાનો અભિગમ અપનાવીને પી.પી.પી. ધોરણે નિર્માણ પામતા આવા બસપોર્ટમાં મુસાફરોની સુગમતા માટે ડિલક્ષ વેઈટીંગ રૂમ, આર.ઓ. પાણીની વ્યવસ્થા, ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ, રીફ્રેશમેન્ટ માટે કેન્ટીન, દિવ્યાંગજનો માટે વ્હિલચેરની સુવિધા અને સી.સી.ટી.વી. કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં આવા ૧૨ બસપોર્ટનું નિર્માણ થયું છે.
એટલુ જ નહી, મોટા શહેરોના બસપોર્ટમાં મુવી થીએટર, બેન્ક્વેટ હોલ અને શોપીંગ મોલની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યના ૧૩માં બસપોર્ટનું મંગળવાર 25 મી નવેમ્બર ના સાંજે પાંચ વાગ્યે નવસારી ખાતે લોકાર્પણ કરશે તે અવસરે કેન્દ્રીય જલશક્તિમંત્રી શ્રી સી.આર. પાટીલ, રાજ્યના નાણાં અને શહેરી વિકાસ મંત્રી તથા નવસારી જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, આદિજાતી વિકાસ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ અને વાહન વ્યવહાર રાજ્ય મંત્રી શ્રી પ્રવિણભાઈ માળી તથા ધારાસભ્યશ્રીઓ અને સાંસદશ્રીઓ સહભાગી થશે.
મુખ્યમંત્રીશ્રીના દિશાદર્શનમાં સુવિધાસભર બસપોર્ટ નિર્માણને પરિણામે રાજ્યમાં પ્રવાસીઓ માટે આરામદાયક અનુભવ, વેપારીઓ માટે નવી તકો અને યુવાનો તથા બહેનોને રોજગારી અને કારકિર્દી માટે તેમજ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે
અવર જવરની અસરકારક જાહેર પરિવહન સુવિધાઓ પુરી પાડીને ગુજરાત એક મહત્વનું ટ્રાવેલ હબ બન્યું છે.
———
[11/24, 6:34 PM] Dilip Gajjar.Mahiti.Press: *ગુજરાત યુનિવર્સિટીમાં MMCJ કોર્ષની પરીક્ષામાં થયેલી ક્ષતિને વિદ્યાર્થીઓના હિતમાં તાત્કાલિક સુધારાઈ: શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા*
—–
ગુજરાત યુનિવર્સિટીમાં MMCJ કોર્ષની પરીક્ષામાં થયેલી ક્ષતિ અંગે શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ જણાવ્યું હતું કે, અમદાવાદ ખાતે આવેલી ગુજરાત યુનિવર્સિટીમાં હાલમાં માસ્ટર ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ-MMCJની પરીક્ષા ચાલી રહી છે. આજે પત્રકારત્વ કોર્સની ૫૦૨ નંબરના વિષયની પરીક્ષા હતી. પેપર સેટર દ્વારા ભૂલથી ૫૦૨ના કવરમાં ૫૦૩ નંબરનું પ્રશ્નપત્ર સીલ કરવામાં આવ્યું હતું. આજે પરીક્ષા દરમિયાન સીલ કવર તોડતા વિષય ૫૦૩નું પ્રશ્નપત્ર નીકળ્યું હતું. જેથી વર્ગ નિરીક્ષકને ભૂલ સમજાતા આ પેપર તાત્કાલિક પરીક્ષા ખંડમાં જ બદલીને ૫૦૨ નંબરનું પ્રશ્નપત્ર આપવામાં આવ્યું હતું. આ બદલ વિદ્યાર્થીઓને ૨૦ મિનિટનો વધારાનો સમય પણ આપવામાં આવ્યો હતો.
વધુમાં, શિક્ષણ મંત્રીશ્રીએ ઉમેર્યું કે, આવતીકાલે પરીક્ષા આપનારા આ ૩૫ વિદ્યાર્થીઓને ૫૦૩ નંબરના વિષયનું નવું પ્રશ્નપત્ર આપવામાં આવશે તેમજ પેપર સેટરને મેમો આપીને વધુ ખુલાસો કરવા પણ જણાવાયું છે.
—–
[11/25, 12:00 PM] Dilip Gajjar.Mahiti.Press: https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2193960
[11/25, 12:00 PM] Dilip Gajjar.Mahiti.Press: https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2193964
[11/25, 12:03 PM] Dilip Gajjar.Mahiti.Press: https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2193968
[11/25, 12:03 PM] Dilip Gajjar.Mahiti.Press: *રાજકોટમાં આગામી 8 થી 11 જાન્યુઆરી, 2026 દરમિયાન યોજાશે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ એક્ઝિબિશન (VGRE) – કચ્છ અને સૌરાષ્ટ્ર*
***
*VGRE 2026 કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં MSMEs, ઔદ્યોગિક અને ક્ષેત્રીય વિકાસને વેગ આપવા માટે સજ્જ છે*
***
*ગાંધીનગર, 25 નવેમ્બર, 2025:* ગુજરાત સરકારે કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તાર માટે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC)ની બીજી આવૃત્તિની જાહેરાત કરી છે, જે 8 થી 9 જાન્યુઆરી, 2026 દરમિયાન રાજકોટમાં યોજાશે. આ કોન્ફરન્સની સાથે જ, 8 થી 11 જાન્યુઆરી, 2026 દરમિયાન તે જ સ્થળે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ એક્ઝિબિશન (VGRE) પણ યોજાશે, જે સમગ્ર કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારના ઉદ્યોગો, MSMEs, સરકારી સંસ્થાઓ અને ઉદ્યોગસાહસિકો માટે એક ઉચ્ચ પ્લેટફોર્મ પ્રદાન કરશે.
બીજી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ સિરામિક્સ, એન્જિનિયરિંગ, બંદરો અને લોજિસ્ટિક્સ, મત્સ્ય ઉદ્યોગ, પેટ્રોકેમિકલ્સ, કૃષિ અને ફૂડ પ્રોસેસિંગ, ખનિજો સહિતના મુખ્ય વિકાસ ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરશે. વ્યૂહાત્મક ભાગીદારી, પોલિસી સપોર્ટ અને રોકાણકારોના સહયોગ દ્વારા, આ કાર્યક્રમનો ઉદ્દેશ ગુજરાતના પશ્ચિમ પટ્ટામાં સમાવિષ્ટ વિકાસ અને ટકાઉપણું સુનિશ્ચિત કરવાની સાથે ઔદ્યોગિક વિકાસને વેગ આપવાનો છે.
ઉલ્લેખનીય છે કે, ઉત્તર ગુજરાતમાં આયોજિત પ્રથમ કોન્ફરન્સને અસાધારણ સફળતા મળી હતી, જેમાં 18,000 ચોરસ મીટરથી વધુનો વિસ્તાર આવરી લેવામાં આવ્યો હતો, છ થીમેટિક પેવેલિયન બનાવવામાં આવ્યા હતા, 170થી વધુ MSMEs સહિત 410થી વધુ એક્ઝિબિટર્સે હિસ્સો લીધો હતો, અને આ કોન્ફરન્સમાં 80,000થી વધુ મુલાકાતીઓ આવ્યા હતા. આગામી સમયમાં યોજાનારી VGRCનો ઉદ્દેશ વધુ મોટો અને વધુ પ્રભાવશાળી કાર્યક્રમ આયોજિત કરવાનો છે. કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં યોજાનારી કોન્ફરન્સમાં 6 અત્યાધુનિક ડોમ સાથે 20,000 ચોરસ મીટરથી વધુના વિસ્તારને આવરી લેવામાં આવશે, જેમાં ક્ષેત્રીય પ્રદર્શન, નવીનીકરણ પ્લેટફોર્મ અને બિઝનેસ નેટવર્કિંગ તકોનો સમાવેશ થશે.
આ એક્ઝિબિશનમાં એગ્રો, ફૂડ પ્રોસેસિંગ અને ફિશરીઝ; રિન્યુએબલ એનર્જી; એન્જિનિયરિંગ; બંદરો અને લોજિસ્ટિક્સ; હાથશાળ અને હસ્તકલા; રસાયણો અને પેટ્રોકેમિકલ્સ; બેંકો અને નાણાકીય સંસ્થાઓ; અને શિક્ષણ સંસ્થાઓ સહિત ઉચ્ચ વિકાસ ક્ષેત્રોની અગ્રણી કંપનીઓ અને સંસ્થાઓ ભાગ લેશે. આ ઉપરાંત, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ, કૃષિ વિભાગ, ગુજરાત ઊર્જા વિકાસ એજન્સી, ગુજરાત ખનિજ વિકાસ નિગમ, વન વિભાગ, ગુજરાત મેરીટાઇમ બોર્ડ, શિક્ષણ વિભાગ, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, પ્રવાસન વિભાગ અને સ્ટાર્ટઅપ ઇન્ક્યુબેટર્સ જેવા અનેક મુખ્ય સરકારી વિભાગો અને એજન્સીઓ પણ આ એક્ઝિબિશનમાં ભાગ લેશે.
ક્રાફ્ટ વિલેજ અને બહોળી સંખ્યામાં MSMEs ની ભાગીદારીથી આ વિસ્તારની સમૃદ્ધ કૌશલ્ય પરંપરા અને ઉદ્યોગસાહસિકતા ઉજાગર થશે. VGRE 2026 નું મુખ્ય આકર્ષણ વેન્ડર ડેવલપમેન્ટ પ્રોગ્રામ, રિવર્સ બાયર-સેલર મીટ અને ઉદ્યમી મેળો હશે, જેનો ઉદ્દેશ્ય માર્કેટમાં નવી તકો ઊભી કરવાનો અને સ્થાનિક MSMEs, કારીગરો તેમજ હાથશાળ અને હસ્તકલા વ્યવસાયોને વૈશ્વિક ખરીદદારો સાથે જોડવામાં મદદ કરવાનો છે. મુલાકાતીઓના અનુભવને સમૃદ્ધ બનાવવા અને ભાગીદારી વધારવા માટે દૈનિક લકી ડ્રૉ પણ યોજવામાં આવશે.
કચ્છ અને સૌરાષ્ટ્રના ટોચના ઉદ્યોગપતિઓ, ઉદ્યોગસાહસિકો, કૃષિ-વ્યવસાય નિષ્ણાતો, MSMEs, શૈક્ષણિક સંસ્થાઓ, કારીગરો અને મહિલા ઉદ્યોગસાહસિકો આ પ્રદર્શનમાં જોડાય તેવી અપેક્ષા છે. તેમની ઉપસ્થિતિથી VGRE એ સહયોગ, નવીનતા અને પ્રાદેશિક આર્થિક વિકાસ માટે એક શક્તિશાળી પ્લેટફોર્મ બનશે. રાજ્યમાં સમાવેશી વિકાસ, રોકાણને પ્રોત્સાહન આપવા, MSME ને મજબૂત બનાવવા અને દરેક ક્ષેત્રમાં શ્રેષ્ઠતાને પ્રોત્સાહન આપવા માટે રાજ્યની પ્રતિબદ્ધતાને VGRE પ્રદર્શિત કરે છે.
*X-X-X*
[11/25, 1:15 PM] Dilip Gajjar.Mahiti.Press: *કેબિનેટ બ્રિફિંગ*
રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી આજે મિડીયાના મિત્રોને મળશે.આ મિડીયા બ્રિફિંગના આપને ઉપસ્થિત રહેવા નિમંત્રણ છે.
*તારીખઃ* ૨૫-૧૧-૨૦૨૫,મંગળવાર
*સમયઃ* બપોરે ૩.૩૦ કલાકે
*સ્થળઃ* નર્મદા હૉલ, સ્વર્ણિમ સંકુલ-૧, ગાંધીનગર
આભાર સહ,
*ન્યૂઝ અને મીડિયા રીલેશન શાખા*,
*માહિતી નિયામકશ્રીની કચેરી, ગાંધીનગર*
*******
[11/25, 5:15 PM] Dilip Gajjar.Mahiti.Press: *“સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ તરફ”ની થીમ સાથે રાજ્ય સરકારની ૧૨મી વાર્ષિક ચિંતન શિબિર તા. ૨૭ થી ૨૯ નવેમ્બરે વલસાડ જિલ્લાના શ્રીમદ રાજચંદ્ર આશ્રમમાં યોજાશે : પ્રવકતા મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી*
*********
• *રાજ્ય વહીવટને વધુ નાગરિક-કેન્દ્રિત બનાવી તેની અસરકારકતામાં વધારો કરવાના હેતુથી વર્ષ ૨૦૦૩થી શરૂ થયેલી આ ચિંતન શિબિરની ૧૨મી શૃંખલામાં વિવિધ ચર્ચા સત્રો થકી ગુજરાતના વિકાસનો રોડમેપ તૈયાર કરાશે*
• *મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, મંત્રી મંડળના સૌ સભ્યો સહિત ૨૪૧ ઉચ્ચ સનદી અધિકારીઓ શિબિરમાં સહ ભાગી થશે*
• *શિબિરના સમાપન સમારોહમાં વર્ષ ૨૦૨૪-૨૫ના કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓને કર્મયોગી પુરસ્કાર એનાયત કરાશે*
*****************
રાજ્ય સરકારની ૧૨મી ચિંતન શિબિર આગામી ૨૭ થી ૨૯ નવેમ્બર ૨૦૨૫ દરમિયાન વલસાડ જિલ્લાના ધરમપુર નજીકના શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે યોજાશે. “સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ તરફ”ની થીમ પર આયોજિત ચિંતન શબિરમાં રાજ્ય મંત્રીમંડળના મંત્રીશ્રીઓ, વરિષ્ઠ સચિવો અને સનદી અધિકારીઓ સહભાગી થશે તેમ પ્રવક્તા મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું.
પ્રવક્તા મંત્રીશ્રીએ ઉમેર્યુ હતું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશા નિર્દેશમાં યોજાનાર ૧૨મી ચિંતન શિબિરમાં મંત્રી મંડળના સભ્યો સહિત ૨૪૧ જેટલા આઈ.એ.એસ, આઈ.પી. એસ સહિત ઉચ્ચ સનદી અધિકારીઓ સહભાગી થશે. જેમાં વિવિધ ચર્ચા સત્રો થકી ગુજરાતના વિકાસનો રોડમેપ તૈયાર કરાશે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્ય વહીવટને વધુ નાગરિક-કેન્દ્રિત બનાવી તેની અસરકારકતામાં વધારો કરવાના હેતુથી વર્ષ ૨૦૦૩થી ચિંતન શિબિરની શરૂઆત કરી હતી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે આ પરંપરાને આગળ ધપાવતા પ્રશાસનિક સમયાનુરૂપ ટેકનોલોજી અને પારદર્શકતા સાથે સંવેદનશીલતાની નવી દિશા આપવા આ વર્ષે ૧૨મી વાર્ષિક ચિંતન શિબિરનું આયોજન કર્યું છે તેમ પ્રવક્તા મંત્રીશ્રીએ કહ્યું હતું.
તેમણે ઉમેર્યું હતું કે, આ વર્ષની ચિંતન શિબિરમાં પોષણ અને જાહેર આરોગ્ય, સેવાક્ષેત્રની વૃદ્ધિ અને વૈવિધ્યકરણ, વિકસિત ગુજરાત માટે ક્ષમતા નિર્માણ, જાહેર સલામતી, હરિત ઊર્જા અને પર્યાવરણ જેવા વિષયો પર સામૂહિક ચિંતન-મંથન કરવામાં આવશે.
ચિંતન શિબિરનો પ્રારંભ તા. ૨૭ નવેમ્બરના રોજ ઉદ્ઘાટન સત્રથી થશે તથા બાકીના બે દિવસોમાં સમગ્ર દિવસ દરમિયાન વિવિધ ચર્ચા સત્ર, જૂથ ચર્ચા, બેઠકો યોજાશે. ત્રી દિવસીય ચિંતન શિબિર દરમિયાન વિવિધ વિષયોના નિષ્ણાંત વક્તાઓના વ્યાખ્યાનો પણ યોજાશે.
આ ઉપરાંત શિબિરના સમાપન સમારોહમાં વર્ષ ૨૦૨૪-૨૫ના કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓને કર્મયોગી પુરસ્કાર એનાયત કરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું.
*************************
ઋચા રાવલ
[11/25, 5:30 PM] Dilip Gajjar.Mahiti.Press: *યુનિટી માર્ચ: કરમસદથી કેવડિયા*
*વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય સ્તરની “સરદાર @150: યુનિટી માર્ચ”નો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ પ્રારંભ કરાવશે: પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી*
********************
*ઉદ્ઘાટન સમારોહમાં ત્રિપુરાના મુખ્યમંત્રી શ્રી માણિક સાહા સહિત કેન્દ્રીય મંત્રીઓ ઉપસ્થિત રહેશે*
*યુનિટી માર્ચમાં કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવીયા પદયાત્રી તરીકે જોડાશે*
*૧૧ દિવસની યુનિટી માર્ચમાં અન્ય રાજ્યોના રાજ્યપાલશ્રી તથા મુખ્યમંત્રીશ્રીઓ સહભાગી થશે*
***************
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ વર્ષને સમર્પિત રાષ્ટ્રીય સ્તરની સરદાર @150: યુનિટી માર્ચ” નો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ કરમસદ ખાતેથી પ્રારંભ કરાવશે તેમ પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું.
પ્રવક્તા મંત્રીશ્રીએ કહ્યું હતું કે, આ રાષ્ટ્રીય પદયાત્રા આવતીકાલ તા. ૨૬ નવેમ્બર – સંવિધાન દિવસના રોજ સરદાર પટેલના વતન કરમસદની પવિત્ર ભૂમિથી શરુ થઈને તા. ૦૬ ડિસેમ્બરના રોજ નર્મદા નદીના કિનારે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતાનગર ખાતે પૂર્ણ થશે.
પ્રત્યેક દિવસે યુનિટી માર્ચમાં કેન્દ્રિય મંત્રીશ્રીઓ સહિત હજારોની સંખ્યામાં દેશપ્રેમીઓનું ઘોડાપૂર જોડાઈને સરદાર સાહેબના જીવન આદર્શો અને સત્કાર્યોમાંથી નવી ઊર્જા મેળવશે. ઉદ્ઘાટન સમારોહમાં ત્રિપુરાના મુખ્યમંત્રી શ્રી માણિક સાહા, કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા, કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયા, પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વકર્મા પણ સહભાગી બનશે તેમ પ્રવક્તા મંત્રીશ્રીએ કહ્યું હતું.
પ્રવક્તા મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આ યુનિટી માર્ચમાં કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવીયા પદયાત્રી તરીકે જોડાશે. યુનિટી માર્ચના બીજા દિવસે તમિલનાડુના રાજ્યપાલ શ્રી આર.એન.રવિ, કેન્દ્રિય મંત્રી શ્રી જીતેન્દ્ર સિંઘજી, એસ. પી.બધેલજી અને શ્રી બી.એલ.વર્માજી ઉપસ્થિત રહેશે.
પાંચમાં દિવસે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી તથા પુર્વ ઉપરાષ્ટ્રપતિ શ્રી એમ.વેંકૈયા નાયડુજી, સાતમાં દિવસે પંજાબના રાજ્યપાલ શ્રી ગુલાબચંદ કટારીયા અને ઉત્તરાખંડના મુખ્યમંત્રી શ્રી પુષ્કરસિંઘ ધામી, આઠમાં દિવસે ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને સિક્કિમના મુખ્યમંત્રી શ્રી પ્રેમસિંઘ તમાગ, દસમાં દિવસે બિહારના રાજ્યપાલ શ્રી આરીફ મહોમ્મદખાન ખાસ ઉપસ્થિત રહેશે તેમ તેમણે જણાવ્યું હતું.
આ યુનિટી માર્ચમાં અગિયારમાં દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સમાપન સમારોહમાં દેશના ઉપરાષ્ટ્રપતિ શ્રી સી.પી. રાધાક્રિષ્ણન અને ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી તથા રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ ઉપસ્થિત રહેશે.
આ યાત્રામાં કરમસદથી એકતાનગર વચ્ચેનું આશરે ૧૫૨ કિલોમીટરનું અંતર ૧૧ દિવસમાં કાપવામાં આવશે. પ્રત્યેક દિવસે અંદાજે ૧૫,૦૦૦થી વધુ દેશપ્રેમીઓનું ઘોડાપૂર આ યાત્રામાં જોડાઈને સરદાર સાહેબના જીવન આદર્શો અને સત્કાર્યોમાંથી નવી ઊર્જા મેળવશે.
આ યાત્રા પૂર્વે રસ્તામાં આવતા ગામડાઓમાં સરદાર સાહેબના જીવન-કવન પરના સાંસ્કૃતિક અને સામાજિક કાર્યક્રમો ઉપરાંત સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરાશે તેમ પ્રવક્તા મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું.
**************************
ઋચા રાવલ
[11/25, 5:31 PM] Dilip Gajjar.Mahiti.Press: રાજ્ય મંત્રીમંડળની બેઠક
*દીકરીના લગ્નને કારણે કાર્યક્રમનું સ્થળ બદલી દેવાના મુખ્યમંત્રીશ્રીના માનવતાવાદી અભિગમને મંત્રીમંડળના સૌ સભ્યોએ બિરદાવ્યો*
*મુખ્યમંત્રીશ્રીએ સરકારી કાર્યક્રમોને કારણે કોઇ સામાન્ય નાગરિક પરેશાન ન થાય તેની ખાસ ચિંતા કરવા તાકીદ કરી: પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી*
*SIRની કામગીરીમાં ચૂંટણીપંચને મદદરૂપ થવા મંત્રીશ્રીઓને આદેશ અપાયા*
*રાજ્યના વિવિધ વિભાગો અને કચેરીઓમાં સત્વરે ખાલી પડેલી જગ્યાઓ પર ભરતી કરવા સુચના અપાઈ*
*રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા બાદ આજના પવિત્ર દિવસે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ રામમંદિર શિખર પર ધર્મ ધ્વજ લહેરાવ્યો, રાજ્ય મંત્રીમંડળના સૌ સભ્યોએ અભિનંદન પાઠવ્યા*
…..
જામનગરમાં એક દિકરીના લગ્ન પ્રસંગના સ્થળ પર એક જાહેર કાર્યક્રમનું આયોજન થતા તકલીફમાં મુકાઇ ગયેલા પરિવાર માટે રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ પોતાના કાર્યક્રમનું સ્થળ તાત્કાલિક બદલી દઇ પરિવારને ચિંતામુક્ત કરી દીધા હતા. આજની કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના આ માનવતાવાદી અભિગમને મંત્રીમંડળના સૌ સભ્યોએ બિરદાવ્યો હતો.
સાથે જ મુખ્યમંત્રીશ્રીએ ખાસ સૂચના આપી હતી કે, આ પ્રકારે સરકારી કાર્યક્રમોને કારણે કોઇ સામાન્ય નાગરિક હેરાન ન થાય, તંત્ર દ્વારા તેની ખાસ ચિંતા કરવામાં આવે. એટલુ જ નહી નાગરિકોને તેમના સામાજિક કાર્યક્રમોમાં કોઈપણ અડચણ હોય તો તેમાં પણ સહાયરૂપ થવા અપીલ કરી હોવાનું પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું.
પ્રવક્તા મંત્રી શ્રી વાઘાણીએ કહ્યું કે, મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં ચાલી રહેલી SIRની કામગીરીમાં મંત્રીશ્રીઓને પોતાના તથા સોંપાયેલા પ્રભારી જિલ્લાઓમાં સ્થાનિક વહીવટી તંત્ર સાથે સંકલન કરી ચૂંટણીપંચને મદદરૂપ થવા અને આ કામગીરી ચોક્સાઇપુર્વક પૂર્ણ કરાવે તેવા આદેશો આપ્યા છે.
કર્મચારી-અધિકારીઓનુ મહેકમ પૂર્ણ કરવા અપાયેલી સુચના અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રીશ્રીએ ઉમેર્યું કે, મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના વિવિધ વિભાગો અને તમામ કચેરીઓમાં મંજૂર મહેકમ અને ભરેલા મહેકમ અંગે તાત્કાલિક સમિક્ષા કરીને ભરતી કેલેન્ડર પ્રમાણે સત્વરે આ ખાલી પડેલી જગ્યાઓ પર ભરતી કરવા સુચના આપી છે.
રામમંદિરના શિખર પર ધર્મ ધ્વજ અંગે શ્રી જીતુભાઈ વાઘાણીએ કહ્યું કે, આજે માગશર સુદ પાંચમ અને મંગળવારનો શુભ સંયોગ છે, જેને પ્રાચિન શાસ્ત્રોમાં માતા સીતાના વિવાહ દિવસ એટલે કે વિવાહ પંચમી તરીકે વર્ણવ્યો છે. રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા બાદ આજે આ પવિત્ર દિવસે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ રામમંદિર શિખર પર ધર્મ ધ્વજ લહેરાવ્યો છે. મુખ્યમંત્રીશ્રી તથા રાજ્ય મંત્રીમંડળના સૌ સભ્યોએ અભિનંદન પાઠવ્યા છે. નોંધનિય છે કે, વડાપ્રધાનશ્રીએ વર્ષ-૨૦૨૨માં ગુજરાતના શક્તિપીઠ પાવાગઢ ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં કાલિકા માતાના નવનિર્મિત મંદિરના સુવર્ણ શિખર ઉપર પણ ધ્વજારોહણ કર્યું હતુ. પાંચ શતાબ્દી બાદ પાવાગઢ મહાકાળી મા ના શિખર પર ધજા ચઢી હતી.
……..
[11/25, 6:14 PM] Dilip Gajjar.Mahiti.Press: ગુજરાત પોલીસ અકાદમી,કરાઈ, ગાંધીનગર ખાતે
*“DGP’S Commendation Disc -2024” અલંકરણ સમારોહની ઉજવણી રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયની અધ્યક્ષતામાં કરવામાં આવી*
…………………
*“આત્મસન્માન અને ગર્વથી ભયમુક્ત બની કામગીરી કરો, દરેક સંવર્ગના અધિકારી-કર્મચારી એકબીજાનું માન સન્માન જાળવીએ તો તાબા હેઠળના દરેક કર્મચારીઓ ભયમુક્ત બની કામ કરી શકશે” :શ્રી વિકાસ સહાય*
………………………..
*110 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને વિશિષ્ટ સિદ્ધિ બદલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા*
…………………….
“DGP’S Commendation Disc -2024” અલંકરણ સમારોહની ઉજવણી રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયની અધ્યક્ષતામાં, ગુજરાત પોલીસ અકાદમી કરાઈ, ગાંધીનગર ખાતે કરવામાં આવી.
ગુજરાત પોલીસની કર્તવ્યનિષ્ઠા, શૌર્ય અને સમર્પણને બિરદાવવા વર્ષ ૨૦૧૯થી શરૂ થયેલા “DGP’S Commendation Disc” એવોર્ડ સમારોહ અંતર્ગત, આજે છઠ્ઠા વર્ષે ભવ્ય ઉજવણી, ગાંધીનગર કરાઈ ખાતે ગુજરાત પોલીસ પરિવારના સભ્યો, અધિકારીઓ અને કર્મચારીઓની ઉપસ્થિતમાં કરવામાં આવી હતી.
આ સન્માન પ્રસંગે શ્રી વિકાસ સહાયે સન્માનિત થનાર તમામ ૧૧૦ પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતાં. આ સાથે જ તેમણે પોલીસ કર્મીઓની આ ઉપલબ્ધિમાં સૌથી વધુ સહયોગી તેમના પરિવારજનો હોવાનું જણાવતા, પરિવારજનોને પણ શુભેચ્છાઓ પાઠવી હતી.
શ્રી વિકાસ સહાયે જણાવ્યું હતું કે, પોલીસની જે કામગીરી છે, તેમાં તેમના પરિવારજનોનો સપોર્ટ ખૂબ મહત્વનો છે. એટલે જ આપણે ગુજરાત પોલીસ નહીં પરંતુ ‘ગુજરાત પોલીસ પરિવાર’ તરીકે સંબોધન કરીએ છીએ.
શ્રી વિકાસ સહાયે ઉમેર્યું હતું કે, “આપણા સૌની સૌથી પ્રબળ શક્તિ આપણી એકતા છે”. યુનિફોર્મ સર્વિસમાં એક ચંદ્રકનું મહત્વ અને તેનું ગર્વ એક પોલીસ કર્મચારી સારી રીતે સમજી શકે છે.
વધુમાં તેમણે મેડલ પ્રાપ્ત કરનાર તમામ અધિકારીઓ તથા કર્મચારીઓ અંગે ખાસ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયની કામગીરીની સમીક્ષા કર્યા બાદ આ એવોર્ડ માટે ચયન થનાર આ 110 ઉત્કૃષ્ટ કામગીરી કરનારા કર્મયોગીઓ આજે સન્માન પામી રહ્યા છે.
ગુજરાત પોલીસ કાયદો અને વ્યવસ્થા જાળવણી અને ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા ઉપરાંત સિટીઝન સેન્ટ્રીક કામગીરી સહિતની અનેક ફરજો એકસાથે વહન કરી રહી છે, પરંતુ આ સન્માન માટેની નીતિ મુજબ 110ની મર્યાદા હોવાથી ઘણા બધા કર્મચારીઓને કામગીરીને એવોર્ડથી સન્માનિત કરી શકાતી નથી. તેમણે આ વર્ષે સન્માન ન મેળવી શકેલા પોલીસ કર્મીઓને, નાસીપાસ ન થઈ પોતાની ઉત્કૃષ્ટ કામગીરી ચાલુ જ રાખવા પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
આ ઉપરાંત પોલીસના મનોબળની વાત કરતાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, “આપણા પોલીસ બળના કર્મચારીઓનું મનોબળ તોડવાનો પ્રયાસ કરવામાં આવે તો એક નીડર લીડર તરીકે આ વાતને સ્વીકારો નહીં. આત્મસન્માન અને ગર્વથી ભયમુક્ત બની કામગીરી કરો. દરેક સંવર્ગના અધિકારી કર્મચારી એકબીજાનું માન સન્માન જાળવીએ તો આપણા તાબા હેઠળ કાર્ય કરતા દરેક કર્મચારીઓ અધિકારીઓ ભયમુક્ત બની કામ કરી શકશે.”
આ પ્રસંગે શ્રી વિકાસ સહાયે 110 અધિકારી કર્મચારીઓ ઉપરાંત ગુજરાતના ખૂણે ખૂણે ખૂબ જ ઉત્કૃષ્ટ કામગીરી કરી રહેલા પોલીસ કર્મચારીઓને પણ બિરદાવતા ઉમેર્યું હતું કે, આપણી જે શક્તિ છે તે આપણી એકતામાં છે, એકબીજાને સાથ સહયોગ થકી કામ કરી શકીએ, આ જ મૂળ ધ્યેયથી ગુજરાત પોલીસ સુંદર કાર્ય કરી રહી છે.
આ પ્રસંગે પોલીસ મહાનિદેશક (તાલીમ) શ્રી નીરજા ગોટરુ દ્વારા શાબ્દિક સ્વાગત સંબોધન કરવામાં આવ્યું હતું. જેમાં તેમણે આ એવોર્ડ વિતરણ કાર્યક્રમ અંગે વિસ્તૃત માહિતી પણ આપી હતી.
આ પ્રસંગે સીઆઈડી ક્રાઈમ ડીજીપી શ્રી કે.એલ.એન.રાવ, અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી જી.એસ મલીક, ગુજરાત પોલીસ અકાદમી, કરાઈના ઇન્ચાર્જ આચાર્ય શ્રી પી. એલ માલ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીશ્રીઓ અને પોલીસ કર્મચારીઓ અને તેમના પરિવારના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.
……………………………………………………..
[11/21, 4:11 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *ગાંધીનગરના હેલીપેડ એકિઝબિશન સેન્ટર ખાતે EFY એક્સ્પો ગુજરાત ૨૦૨૫ને મંત્રીશ્રી અર્જુન મોઢવાડિયાએ ખુલ્લો મુકયો*
…………..
*ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ અને સેમિકન્ડક્ટર ક્ષેત્રે ભારતનું નેતૃત્વ કરતું રાજ્ય છે: સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રીશ્રી*
……………
ગાંધીનગર તા. ૨૧ નવેમ્બર-
ગાંધીનગરના હેલીપેડ એકઝીબિશન સેન્ટર ખાતે ઇએફવાય એક્સ્પો ગુજરાત ૨૦૨૫ (EFY Expo Gujarat 2025) ને આજે, ગુજરાત સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રીશ્રી અર્જુન મોઢવાડિયાએ ખુલ્લો મુક્યો હતો. આજથી બે દિવસ ચાલનારા એક્સ્પો-૨૦૨૫ને તેમણે પશ્ચિમ ભારતના ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્ર માટે ખરેખર એક ઐતિહાસિક ઘટના ગણાવી હતી.
ગુજરાત સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ, અને GSEM અને EFY ગૃપ તેમજ MEDEPCના ના સંયુક્ત ઉપક્રમે EFY એક્સ્પો ગુજરાત ૨૦૨૫નું આયોજન કરવામાં આવ્યું છે.
આ અવસરે મંત્રીશ્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, આ એક્સ્પોની થીમ, “મેકિંગ નેક્સ્ટ-જનરલ ઇલેક્ટ્રોનિક્સ: ફ્રોમ આઇડિયા ટુ ડિઝાઇન મેન્યુફેક્ચરિંગ” (“Making Next-Gen Electronics: From Idea to Design Manufacturing,”) ગુજરાતમાં અમે સક્રિયપણે પ્રોત્સાહિત કરી રહેલા નવીનતા (Innovation) અને ઔદ્યોગિક કૌશલ્યના (Industrial Prowess) ભાવને સંપૂર્ણપણે સમાવી લે છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આ ઇવેન્ટ માત્ર એક પ્રદર્શન નથી; તે ઇલેક્ટ્રોનિક્સ ઇકોસિસ્ટમની સંપૂર્ણ શ્રેણીને – એક વિચારની ચમકથી માંડીને, ઝીણવટભરી ડિઝાઇન અને પ્રોટોટાઇપિંગ દ્વારા, વિશાળ પાયા પરના ઉત્પાદન અને સફળ બજાર અમલીકરણ સુધી – પ્રદર્શિત કરવા માટેનું એક આગવું અને મુખ્ય પ્લેટફોર્મ છે. આ એ સામૂહિક દ્રષ્ટિકોણનો પુરાવો છે, જે આપણા રાજ્યને આગળ ધપાવે છે.
મંત્રીશ્રી અર્જુન મોઢવાડિયાએ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈના વિઝનથી અને મુખ્ય મંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં, ગુજરાત સેમિકન્ડક્ટરમાં માત્ર ભાગીદાર નથી, પરંતુ સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં ભારતના મહત્ત્વકાંક્ષી પ્રવાસનું સક્રિયપણે નેતૃત્વ (spearheading) કરી રહ્યું છે નોંધપાત્ર રોકાણોને અંતિમ ઓપ અપાઈ ચૂક્યો હોવાથી, આપણું રાજ્ય મેગા સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સ માટે ઝડપથી પસંદગીનું સ્થળ (preferred destination) બની રહ્યું છે. આના કારણે, ગુજરાતમાં અસંખ્ય આનુષાંગિક વ્યાવસાયિક એકમો (ancillary business units) ની સ્થાપના થઈ રહી છે, જે એક અભૂતપૂર્વ અસર પેદા કરી રહી છે. તકો અપાર છે, અને તે અહીં, હમણાં જ હાજર છે, એમ જણાવી તેમણે EFY એક્સ્પોમાં ભાગ લેનારાને એનો મહતમ લાભ લેવા અનુરોધ કર્યો હતો.
આ પ્રતિબદ્ધતાને રેખાંકિત કરવા માટે આજે યોજાઈ રહેલી “ધ સેમિકોન સમિટ” (“The Semicon Summit”) માટે હું ખાસ ઉત્સાહિત છું, એમ જણાવી તેમણે ઉમેર્યું કે, સરકાર ગુજરાતમાં ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવા માટે જરૂરી સરકારી સહાય, નીતિઓ અને અનુકૂળ વાતાવરણ પૂરું પાડવા માટે પ્રતિબદ્ધ છે.
ઉત્પાદન ઉપરાંત, ગુજરાત સરકાર જાણે છે કે સાચી શ્રેષ્ઠતા માટે જ્ઞાન અને કૌશલ્યનો મજબૂત પાયો જરૂરી છે. તેથી જ આવતીકાલે સુનિશ્ચિત “ઇલેક્ટ્રોનિક્સ એજ્યુકેશન કોંગ્રેસ” (“Electronics Education Congress”) પણ એટલું જ મહત્ત્વપૂર્ણ છે. તે આપણી શિક્ષણ સંસ્થાઓને ઉદ્યોગ-તૈયાર (industry-ready) ઇલેક્ટ્રોનિક્સ પ્રોફેશનલ્સ અને ઉદ્યોગસાહસિકો (entrepreneurs) – જે ભારતના ટેકનોલોજીકલ સામર્થ્યના ભવિષ્યના આર્કિટેક્ટ છે – વિકસાવવા માટે જરૂરી નવીનતમ ટેકનોલોજી અને કૌશલ્ય સમૂહોથી સજ્જ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે એમ પણ તેમણે ઉમેર્યું હતું.
ગુજરાત એક ઇકોસિસ્ટમનું નિર્માણ કરી રહ્યું છે. ગુજરાત સરકાર વાતાવરણ કેળવી રહી છે, જ્યાં નવીનતા વિકસે, કૌશલ્યો વિકસાવવામાં આવે અને વ્યવસાયો વિસ્તરે. આ EFY એક્સ્પો ગુજરાત ૨૦૨૫ એક નિર્ણાયક પ્લેટફોર્મ છે જે શ્રેષ્ઠ બુદ્ધિશાળી દિમાગ, સૌથી નવીન ટેકનોલોજી અને અજોડ વ્યાવસાયિક તકોને એકસાથે લાવે છે.
તેમણે ઉદ્યોગ અગ્રણીઓ, ઉભરતા ઉદ્યોગ સાહસિકો, સમર્પિત શિક્ષણવિદો અને કુશળ વ્યાવસાયિકો – ને આ બે દિવસનો સંપૂર્ણ ઉપયોગ કરવા વિનંતી કરતા જણાવ્યું હતું કે, જોડાઓ (Engage), સહયોગ કરો (collaborate), શીખો (learn), અને ઇલેક્ટ્રોનિક્સના ભવિષ્યની કલ્પના કરો, જે ભવિષ્યનું નેતૃત્વ કરવામાં ગુજરાત ગૌરવ અનુભવે છે.
GSEMના મિશન ડાયરેકટ સુશ્રી નેહાકુમારએ સેમિકન્ડકર ક્ષેત્રે અને અગ્રણી ઉધોગો માટે ગુજરાતમાં રહેલી તકો અને વિશેષતાઓ અંગે પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. આ પ્રસંગે EFY એક્સ્પો-૨૦૨૫ના વાઇસ પ્રેસિડન્ટ શ્રી અતુલ ગોયેલે સ્વાગત પ્રવચન કર્યું હતું
આ એક્સપોના ઉદ્ઘાટન સમારોહમાં ઇલેક્ટ્રોનિક્સના પ્રોફેશનલ્સ, ઉદ્યોગ સાહસિકો, શિક્ષણવિદો, કુશળ વ્યવસાયિકો અને એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
…………
*પારૂલ મણિયાર*
[11/21, 5:22 PM] Neha Talaviya.Mahiti: *મતદાર ગણતરી ફોર્મનું ૧૦૦ % ડીઝિટાઇજેશન સમયમર્યાદા પહેલાં પૂર્ણ કરવા બદલ કલેકટરશ્રી ગાંધીનગર દ્વારા BLOશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું*
……..
ભારતના ચૂંટણી પંચ તથા મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી, ગુજરાત રાજ્ય ગાંધીનગર તરફથી મળતી માહિતી મુજબ,હાલમાં ચાલી રહેલ મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત,મતદાર ગણતરી ફોર્મનું ૧૦૦ % ડીઝિટાઇજેશન સમયમર્યાદા પહેલાં પૂર્ણ કરનારા, ત્રણ બી.એલ.ઓશ્રીને જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી વ કલેકટર શ્રી ગાંધીનગર મેહુલ કે. દવે તથા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી જય પટેલ દ્વારા પ્રમાણપત્ર આપી, ઉત્તમ કામગીરી બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા.
જેમાં ૩૪-દહેગામ વિધાનસભા મતદાર વિભાગમાં સમાવિષ્ટ ભાગ નં.૨૩૭ – શિયાપુરાના BLOશ્રી ધવલકુમાર બાબુભાઈ પટેલ, ૩૫-ગાંધીનગર (દક્ષીણ) વિધાનસભા મતદાર વિભાગમાં સમાવિષ્ટ ભાગ નં.૫૭, મગોડી-૫ (રતનપુર લાટ)ના BLOશ્રી જીગ્નેશકુમાર ચીમનભાઈ પટેલ તથા ૩૭-માણસા વિધાનસભા મતદાર વિભાગમાં સમાવિષ્ટ ભાગ નં.૨૪ મોતીપુરા (વેડા) ના BLO શ્રીમતી કિંજલબેન પ્રજ્ઞેશકુમાર પટેલને જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર ગાંધીનગર તરફથી તેમની કામગીરી બિરદાવી ત્રણેય BLOને શ્રેષ્ઠતા પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું.
આ તકે કલેકટરશ્રી મેહુલ કે.દવેએ
BLOશ્રીઓની કામગીરીને બિરદાવતા જણાવ્યું હતું કે,”આપ સૌને સમય પૂર્વે કામગીરી પુર્ણ કરવા બદલ ખુબ ખુબ અભિનંદન” આ સાથે જ તેમણે BLOશ્રી પાસેથી ૧૦૦ ટકા કામગીરી, આયોજન બદ્ધ રીતે પુર્ણ કરવા પાછળ, કરેલી મહેનત અને સ્ટ્રેટેજી અંગે વિગતે માહિતી મેળવી હતી.તથા અન્ય BLOશ્રીઓને પણ આયોજન બદ્ધ રીતે કાર્ય કરવા પ્રેરણા આપવા અનુરોધ કર્યો હતો.
…….
*નેહા તલાવિયા*
[11/21, 5:30 PM] Neha Talaviya.Mahiti: https://drive.google.com/drive/folders/1Pj94z4TtMJvfLlgDQkV6l3LJoqiYw9mX?usp=sharing
[11/21, 6:38 PM] Neha Talaviya.Mahiti: The first edition of EFY Expo Gujarat was inaugurated by Shri Arjun Modhwadia, Honourable Minister, Science & Technology, Forest & Environment, Climate change as Chief Guest and Ms Neha Kumari (IAS), Gujarat State Electronics Mission (GSEM) as Guest of Honour on 21st of November, 2025 at the Helipad Exhibition Centre, Gandhinagar.
This unique electronics trade show & conference was held with the following goals:
1. Enable Gujarat’s electronics industry to adopt latest technologies, tools and techniques to lead from New Product Development till Manufacturing of Electronics
2. Attract B2B customers, suppliers and investors from all over India to understand the potential of Gujarat’s electronics industry and increase their business, and investments in the region
3. Enable industry and academia to bridge their gap and develop “industry ready” students
The organisers (EFY Group, MEDPEC and GSEM) had hoped for hosting 3,000 B2B visitors over the two days of EFY Expo @ Gujarat. However, they were blessed with presence of 2,371 B2B visitors on day 1 alone! Similar numbers are expected on the 2nd day of the show, or perhaps more as it’s a Saturday.
Quick review of the data of visitors indicated 43% R&D or technical professionals, 21% from manufacturing or supply-chain related roles, 12% academicians, 11% entrepreneurs and CXOs seeking business opportunities, and remaining were from various other segments.
The Expo had 100+ brands exhibiting electronics-industry related products and services. The exhibitors are of the following categories: (i) suppliers of electronics components, (2) suppliers of solutions for electronics manufacturing, (3) suppliers of test & measurement solutions, (4) contract manufacturers of electronics (EMS firms), and (5) automation solution providers for manufacturing firms.
In parallel, conference sessions were also held. On the first day, Semicon Summit was the main theme, along with talks from experts on how manufacturing can increase their profits by using latest technologies like IoT, 5G and AI. On the second day, the Electronics Education Congress will be getting experts from industry and academia to talk about what needs to be done to bridge the gap between them, to produce industry-ready students and entrepreneurs.
“We are truly elated by the trust and support shown in our first event by Gujarat’s government, industry and individuals. We are filled with gratitude for their encouraging response, and we hope to come back with a bigger and an even better show next year”, said Rahul Chopra, Director, Electronics For You Group.
[11/22, 7:40 PM] Neha Talaviya.Mahiti: *ભાવનગરના ખેડૂત પરિવારનીદિકરી રિંકલ માટે મુખ્યમંત્રીના હસ્તે નિમણૂક પત્ર મેળવવાની ક્ષણ બની જીવનભરનું સંભારણું*
…….
*”ભરતી પ્રક્રિયા માટે ઘણી બધી નકારાત્મક વાતો અને અફવાઓને નકારતા સરકારશ્રીના પારદર્શક અભિગમ અને ભરતી પ્રક્રિયાનું હું પોતે જ ઉદાહરણ બની ચૂકી છું”- રિંકલ યાદવ*
..….
*”ગુજરાત સરકારના એક અભિન્ન અંગ તરીકે હું ખૂબ જ નિષ્ઠા અને ખંતપૂર્વક કાર્ય કરી, પોતાની જવાબદારી નિભાવીશ એક આદર્શ કર્મચારી તરીકે છાપ ઊભી કરીશ”*
…..
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાની દીકરી રીંકલબેન પાંચાભાઇ યાદવ, જેઓને ગૃહ વિભાગમાં જુનિયર ક્લાર્ક તરીકે મુખ્યમંત્રીશ્રીના હસ્તે, નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યું છે, તેઓ આ તકે પોતાની ખુશી વ્યક્ત કરતા જણાવે છે કે, તેઓ પોતાના ઘર પરિવારમાં પ્રથમ એવી વ્યક્તિ છે, જેમણે સરકારી નોકરી મેળવી છે. વધુમાં તેઓ જણાવે છે કે,”ખૂબ મહેનત અને લગનથી ગુજરાત સરકારની કર્મચારી બનવાનો મોકો મળ્યો છે, ત્યારે હું મારી કામગીરી પૂર્ણ નિષ્ઠાથી નિભાવીશ.મને ગર્વ છે કે, સરકારમાં જોડાવાની આ અદભુત ક્ષણને યાદગાર બનાવતા, મુખ્યમંત્રીશ્રીના હસ્તે અમને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા છે.જે અમારા સૌ માટે જીવનભરનું સંભારણું બની રહેશે.”
આ સાથે જ આ ભરતી પ્રક્રિયા અંગે તેઓ ઉમેરે છે કે,”ભરતી પ્રક્રિયા માટે ઘણી બધી નકારાત્મક વાતો અને અફવાઓ સાંભળવા મળી હતી કે, ઓળખાણ અથવા પૈસા વગર સરકારી નોકરી મળવી અશક્ય છે, પરંતુ આ બધી વાતોની મગજ પર અસર ન થવા દેતા, મેં મારી મહેનત ચાલુ જ રાખી. પરિણામે સરકારશ્રી દ્વારા સંપૂર્ણ પારદર્શક અને નિષ્ઠાપૂર્વક કામગીરી દ્વારા આ ભરતી પ્રક્રિયા કરવામાં આવી છે, તેનું હું પોતે જ આજે ઉદાહરણ બની ચૂકી છું. જેણે આ તમામ નેગેટીવ વાતોનો છેદ ઉડાડી દીધો છે. એટલે જ હું વિશ્વાસથી કહું છું કે, મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં ગુજરાત સરકારના એક અભિન્ન અંગ તરીકે હું ખૂબ જ નિષ્ઠા અને ખંતપૂર્વક કાર્ય કરી, પોતાની જવાબદારી નિભાવીશ અને એક આદર્શ કર્મચારી તરીકે છાપ ઊભી કરીશ.”
….
*નેહા તલાવિયા*
[11/22, 8:05 PM] Neha Talaviya.Mahiti: *સરકારશ્રી દ્વારા પારદર્શક અને પ્રામાણિક માપદંડોથી થયેલી ભરતી પ્રક્રિયાથી સરકારનો એક ભાગ બનવાની તક મળી તે બદલ આભાર વ્યક્ત કરતાં રાજવીર સિંહ વાઘેલા*
……
*ગુજરાત સરકારના કર્મચારી તરીકેની નવી ઓળખ સાથે નવા સફરની શરૂઆત, જ્યારે ખુદ મુખ્યમંત્રી શ્રી એ તેમના હસ્તે કરાવી છે,જે યાદગાર પ્રસંગ છે- રાજવીર સિંહ વાઘેલા*
…..
*ખેડૂત પિતાના સંતાન તરીકે ગુજરાત સરકારના આટલા મોટા વિભાગના સભ્ય બનવું એ, ખૂબ ગર્વની વાત છે*
….
“સરકારશ્રી દ્વારા પારદર્શક અને પ્રામાણિક માપદંડોથી થયેલી ભરતી પ્રક્રિયા થકી,અમને સરકારનો એક ભાગ બનવાની તક મળી છે, સૌપ્રથમ તો આ પારદર્શક ભરતી પ્રક્રિયા માટે ગુજરાત સરકાર અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર.”
આ શબ્દો છે, રાજવીર સિંહ જયનારાયણસિંહ વાઘેલાના. જેઓ ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગમાં ઓફિસ આસિસ્ટન્ટ તરીકે નિમણૂક મેળવી, ખુશી વ્યક્ત કરતા જણાવે છે કે,”ખેડૂત પિતાના સંતાન તરીકે ગુજરાત સરકારના આટલા મોટા વિભાગના સભ્ય બનવું એ, ખૂબ જ આનંદ અને ગર્વની વાત છે. અહીંથી ગુજરાત સરકારના કર્મચારી તરીકે અમને નવી ઓળખ મળી છે,અને આ નવી ઓળખ સાથે નવા સફરની શરૂઆત, જ્યારે ખુદ મુખ્યમંત્રી શ્રી એ તેમના હસ્તે કરાવી છે, તેનો અમને બમણો આનંદ છે. આ સેવામાં જોડાઈ અમે પણ યથાશક્તિ જનસેવા ના કાર્યો માટે પોતાનું યોગદાન આપવા પ્રતિબંધ છીએ.”
….
*નેહા તલાવિયા*
[11/23, 1:34 PM] Neha Talaviya.Mahiti: *મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત તા.૨૩ નવેમ્બરે વાવોલ મતદાન મથકે પહોંચી રૂબરૂ કામગીરીનો અહેવાલ મેળવતાં કલેકટરશ્રી મેહુલ કે.દવે*
…….
*સ્થળ પર ઉપસ્થિત મતદારોને કલેક્ટરશ્રી દ્વારા SIR કાર્યક્રમ અંતર્ગત માહિતગાર કરી, જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું*
……
ભારતના ચૂંટણી પંચની સૂચના અન્વયે હાલમાં તા.૦૧/૦૧/૨૦૨૬ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદીનો ખાસ સઘન સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે. જે અંતર્ગત મતદારોની ગણતરી અંગે તા.૧૫, ૧૬, ૨૨ અને ૨૩ નવેમ્બર-૨૦૨૫ ના રોજ તમામ મતદાન મથકો ઉપર BLO ઉપસ્થિત રહ્યાં હતાં.
જે અનવ્યે આજે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી વ કલેકટર શ્રી ગાંધીનગર મેહુલ કે.દવે ગાંધીનગર તાલુકાના વાવોલ ગામના સરકારી પ્રાથમિક શાળા મતદાન મથકે પહોંચ્યા હતાં.જ્યાં ઉપસ્થિત મતદારોને કલેક્ટર શ્રી દ્વારા SIR કાર્યક્રમ અંતર્ગત માહિતગાર કરી, જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
……
*નેહા તલાવિયા*
[11/23, 2:44 PM] Neha Talaviya.Mahiti: *ગાંધીનગર કલેક્ટર શ્રી મેહુલ કે.દવે દ્વારા ૩૫-ગાંધીનગર દક્ષિણ વિસ્તારના પાલજ મતદાન મથકની મુલાકાત લેવામાં આવી*
…….
*બી.એલ.ઓ. દ્વારા હાલ ચાલી રહેલ SIR ની કામગીરીને બિરદાવતા કલેક્ટર શ્રી મેહુલ કે.દવે*
…….
આજ રોજ ગાંધીનગર કલેક્ટર શ્રી મેહુલ કે.દવે દ્વારા ૩૫-ગાંધીનગર દક્ષિણ વિસ્તારના પાલજ મતદાન મથકની મુલાકાત લેવામાં આવી હતી. જ્યાં હાજર તમામ બી.એલ.ઓ.ની કામગીરી બાબતે તેમણે સમીક્ષા કરવા સાથે, મતદાન મથક પર આવેલા મતદારો સાથે પણ સંવાદ કર્યો હતો.આ તકે કલેકટરશ્રી દ્વારા ઉપસ્થિતોને ગણતરી ફોર્મ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતાં. આ ઉપરાંત તમામ બી.એલ.ઓ. દ્વારા હાલ ચાલી રહેલ SIR ની કામગીરી ખુબ જ સારી રીતે કરી રહ્યા હોય, કલેક્ટરશ્રી દ્વારા તેમની કામગીરી બિરદાવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે,આજની આ મુલાકાતમાં મતદાર નોંધણી અધિકારીશ્રી યોગરાજસિંહ જાડેજા, મદદનીશ મતદાર નોંધણી અધિકારીશ્રી મલય ભુવા તથા સેકટર ઓફીસરશ્રી હાજર રહ્યા હતા.
….
*નેહા તલાવિયા*
[11/24, 12:12 PM] Neha Talaviya.Mahiti: *શિક્ષણની સાથેસાથે વિદ્યાર્થી વિકાસલક્ષી પ્રવૃત્તિઓમાં પણ સરકારી શાળા અગ્રેસર*
———
*૯૦૦થી વધુ સિક્કા કલેક્શન બદલ ‘વર્લ્ડ વાઈડ બુક ઓફ રેકોર્ડ’માં સ્થાન, IIT પ્રેરિત ‘ક્યુરિયોસીટી કાર્નિવલ-૨૦૨૫ પ્રથમ ક્રમ તેમજ રાજ્યકક્ષાનો ‘ક્લાઈમેટ ચેન્જ એવોર્ડ-૨૦૨૫’ પ્રાપ્ત કરનાર રાજ્યની અનોખી એવી પાલજની ‘સરકારી પ્રાથમિક શાળા’*
————
શિક્ષણની સાથેસાથે વિદ્યાર્થી વિકાસલક્ષી સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં પણ રાજ્ય સરકાર સંચાલિત સરકારી પ્રાથમિક શાળાઓ હંમેશા અગ્રેસર હોય છે, જેનું ઉત્તમ ઉદાહરણ છે… ગાંધીનગર જિલ્લાની પાલજ ગામની ‘સરકારી પ્રાથમિક શાળા’……
ગુજરાતની ‘રાજધાની’ ગાંધીનગર અને સાબરમતી નદી કિનારે આવેલું ‘પાલજ’ ગામ….. ‘શિક્ષક કભી સાધારણ નહીં હોતા’ નિર્માણ ઓર પ્રલય ઉસકી ગોદ મેં પલતે હૈ’….આ ધ્યેય મંત્રને આ ગામની પ્રાથમિક શાળાએ આચાર્ય શ્રી હિતેશ પટેલ,શિક્ષક મિત્રો,વિદ્યાર્થીઓ અને ગામજનોના સહયોગથી સાર્થક કરીને રાજ્ય,રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે નવા રેકોર્ડ- સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે.
પાલજ ગામની આ ‘સરકારી પ્રાથમિક શાળા’એ વૈશ્વિક કક્ષાએ ૯૦૦થી વધુ પ્રાચીન સિક્કા કલેક્શન બદલ’વર્લ્ડ વાઈડ બુક ઓફ રેકોર્ડ’માં સ્થાન, ગાંધીનગરની પ્રતિષ્ઠિત IIT પ્રેરિત ‘ક્યુરિયોસીટી કાર્નિવલ-૨૦૨૫’માં પ્રથમ ક્રમ તેમજ ચાલુ વર્ષે રાજ્યકક્ષાનો ‘ક્લાઈમેટ ચેન્જ એવોર્ડ-૨૦૨૫’ પ્રાપ્ત કરીને રાજ્યની અનોખી અને પ્રેરણાદાયક સરકારી પ્રાથમિક શાળામાં પોતાની આગવી ઓળખ પ્રસ્થાપિત કરી છે.
*આ રહી શાળાની સિદ્ધિઓ:*
કેન્દ્ર સરકારની નેશનલ એજ્યુકેશન પોલિસી-NEP:2020′ નિપુણ ભારત’ અંતર્ગત આયોજિત IIT ગાંધીનગર ‘ક્યુરિયોસીટી કાર્નિવલ -૨૦૨૫’માં વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિ અને સ્પર્ધામાં પાલજ પ્રાથમિક શાળાએ પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો હતો.
ગાંધીનગર સ્થિત આઈઆઈટી ખાતે ગત જાન્યુઆરી માસમાં ‘ક્યુરિયોસિટી કાર્નિવલ ૨૦૨૫’નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં પ્રાચીન સિક્કા કલેકશન,સાયન્સ એક્ટિવિટી, આર્ટ એન્ડ ક્રાફ્ટ, મોડેલ પ્રેઝન્ટેશન અને વૈજ્ઞાનિક પ્રયોગો જેવી વિવિધ સ્પર્ધાઓના નિદર્શનમાં અલગ અલગ શાળાઓને ભાગ ભાગ લીધો હતો. જેમાં પાલજ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ સિક્કા અને ઐતિહાસિક નોટ- ચલણના કલેકશનમાં વિદેશી તેમજ ભારતીય ચલણના ૯૦૦ જેટલા સિક્કા અને નોટો પ્રદર્શિત કરીને નવો કીર્તિમાન સ્થાપ્યો હતો. ‘નિપુણ ભારત’ કાર્યક્રમ અંતર્ગત યોજાયેલી આ સ્પર્ધામાં જવાહર નવોદય વિદ્યાલય,પીએમ શ્રી વિદ્યાલય,કેન્દ્રીય વિદ્યાલય તેમજ અન્ય કોલેજના વિદ્યાર્થીઓ અને આઇઆઇટીના વિદ્યાર્થી સહભાગી થયા હતા,જેમાં પાલજની સરકારી પ્રાથમિક શાળાએ ‘કલેક્શન કેટેગરી’માં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. જેની વૈશ્વિક કક્ષાએ ‘વર્લ્ડવાઈડ બુક ઓફ રેકર્ડ’માં નોંધણી કરવામાં આવતા આ શાળાને વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત થયું છે.
*‘પ્લાસ્ટિક મુક્ત ગામ’થકી ક્લાઈમેન્ટ ચેન્જની અનોખી પહેલ શરૂ કરનાર સરકારી પ્રાથમિક શાળા- પાલજ*
‘કલાયમેટ ચેન્જ’ની વૈશ્વિક સમસ્યાના હકારાત્મક ઉકેલ માટે રાજ્યમાં જનભાગીદારીથી મહત્તમ વૃક્ષ ઉછેરવાની સાથે વિવિધ સ્વરૂપે ગ્રીન કવર- કવચ ઉભું કરવામાં આવ્યું છે. આ લક્ષ્યાંક સિદ્ધ કરવા વન-ક્લાઇમેટ ચેન્જ વિભાગની સાથેસાથે વિવિધ સરકારી તેમજ પર્યાવરણ પ્રેમી સંસ્થાઓ- નાગરિકો સંયુક્ત ભાગીદારીથી કાર્ય કરી રહ્યા છે.આ કાર્યને આગળ વધારવા ‘પ્લાસ્ટિક મુક્ત ગામ’ થકી ક્લાઈમેન્ટ ચેન્જની અનોખી પહેલ શરૂ કરનાર રાજ્યની પાલજ સરકારી પ્રાથમિક શાળાને તાજેતરમાં ક્લાઇમેટ ચેન્જ વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬નો રાજ્યકક્ષાનો ‘ક્લાઇમેટ ચેન્જ એવોર્ડ્સ’ એનાયત કરીને તેમની કામગીરીને બિરદાવવામાં પણ આવી હતી.
પ્લાસ્ટિક અંગે જાગૃતિ અને તેનો વપરાશ ઘટાડવાના પ્રયાસો બદલ શૈક્ષણિક સંસ્થા કેટેગરીમાં આ શાળાની કલાઈમેન્ટ ચેન્જ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી હતી.
આ પ્રોજેક્ટ અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ગામજનોના સહયોગથી પ્લાસ્ટિક રિસાયકલિંગની પહેલમાં સક્રિય ભૂમિકા ભજવી છે, જે પર્યાવરણની ટકાઉતાની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. શાળા દ્વારા દર બુધવારે વિદ્યાર્થીઓ પાસેથી પ્લાસ્ટિકનો કચરો તેમના ઘરેથી મંગાવવામાં આવતો હતો, જે IIT-ગાંધીનગર ખાતે રિસાયકલ માટે અપાતા જેના બદલામાં, વિદ્યાર્થીઓને લેખન પેડ, કચરા પેટી અને ગ્રીન બેન્ચીસ આપવામાં આવે છે.આ ઉપરાંત વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન વિધાર્થીઓ દ્વારા ગાંધીનગર મહાનગરપાલિકામાં ૨૪૫ કિલો જેટલું પ્લાસ્ટિક એકત્ર કરીને જમા કરવામાં આવ્યું છે. શાળા દ્વારા પાલજ ગામમાં પ્લાસ્ટિક પ્રદૂષણ અંગે જાગૃતિ લાવવા માટે રેલી, ચિત્ર સ્પર્ધા અને સફાઈ અભિયાનની સાથે શાળાએ કેમ્પસમાં પ્લાસ્ટિક લાવવાને લઈને કડક પ્રતિબંધ પણ લાગુ કર્યો છે. આ પ્રયાસોના ભાગરૂપે શાળાને “સ્વચ્છતા હી સેવા એવોર્ડ ૨૦૨૩–૨૪” પણ પ્રાપ્ત થયો છે.
આ કલાઈમેટ ચેન્જ એવોર્ડ બદલ પાલજ પ્રાથમિક શાળાને રૂ. ૧ લાખનું ઇનામ પણ આપવામાં આવ્યું હતું. આ ઈનામી રકમમાંથી શાળાના તમામ ૩૭૦ વિદ્યાર્થીઓને સ્ટીલના નાસ્તાના ડબ્બાનું વિતરણ કરીને ‘તેરા તુજકો અર્પણ’ની પંક્તિને સાચા અર્થમાં આ શાળાએ સાર્થક કરી છે.
આ ઉપરાંત શાળા દ્વારા ‘આંતરરાષ્ટ્રીય ગણિત ઓલમ્પિયાડ પરીક્ષા’ અને શાળામાં પડતી સમસ્યાને આધારે તેના નિરાકરણ માટે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન,ગાંધીનગરમાં એક્શન રિસર્ચ અને સંશોધન પેપર પણ રજૂ કરવામાં આવે છે.
————-
જનક દેસાઈ
[11/24, 12:46 PM] Neha Talaviya.Mahiti: *મેદસ્વિતા એ કોઈ બીમારી નથી પરંતુ એ હજારો બીમારીઓને આમંત્રણ આપતું એક આમંત્રણ પત્ર ચોક્કસ છે*
………………………
*મેદસ્વિતાએ કોઈ અભિશાપ કે રોગ નથી,તમારા ખાનપાનની આદતોમાં સુધારો અને કશરત થકી તમે ચોક્કસ મેદસ્વિતા સામે લડી શકો છો- ડો.નેહલ ગજેરા*
……
*કોઈપણ મેદસ્વી વ્યક્તિએ વધારે વોકિંગ કરવું હિતાવહ નથી, વોકિંગ ખાલી તમારી કેલરી બર્ન કરે છે, તમને ભૂખ લગાડે છે,તેની બદલે હંમેશા ફેટ બર્નર અને સુગર બર્નર કસરતો કરવી જોઈએ*
…………………..
*મેદસ્વિતા હવે માત્ર દેખાવનો મુદ્દો નથી પરંતુ અવ્યવસ્થિત જીવનશૈલી થકી રોગોનું મૂળ છે*
………………..
*વધારે વજન હોવું કે ઓછું વજન હોય બંને કુપોષણ જ કહેવાય, એટલે કુપોષિત બાળકોને જેમ પૂરતા પોષણયુક્ત ખોરાકની જરૂર હોય છે એવી જ રીતે મેદસ્વી બાળકને પણ પૂરતા પોષણયુક્ત ખોરાક સાથે કસરતની જરૂર હોય છે.*
………………
*મેદસ્વિતાના મુખ્ય કારણો છે, આપણા ખોરાકમાં રહેલો પ્રોસેસ ફાસ્ટ ફૂડ, પેકિંગ ફૂડ, કોલ્ડ્રીંક આઈસ્ક્રીમ, બેકરી આઈટમ તેમજ એનિમલ પ્રોટીન સાથે સાથે મોબાઇલ અને સ્ક્રીન ટાઈમમાં થયેલો વધારો, કસરત અને શારીરિક પ્રવૃત્તિઓનો અભાવ, સતત તણાવ ઓછી ઉંઘ*
…………………………….
ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં મેદસ્વિતા એટલે કે, મોટાપાનો દર ચોંકાવનારી ગતિએ વધી રહ્યો છે.ખાસ કરીને શહેરોમાં રહેતા યુવાનો ,કર્મચારીઓ ,મહિલાઓ તેમજ સ્કૂલે જતા બાળકોમાં પણ મેદસ્વિતા ખૂબ જ ગતિથી વધી રહી છે, આમ જોવા જઈએ તો મેદસ્વિતા એ કોઈ બીમારી નથી પરંતુ એ હજારો બીમારીઓની આમંત્રણ આપતું એક આમંત્રણ પત્ર ચોક્કસ છે.
વર્તમાન જીવનશૈલી પ્રમાણે લોકો મેદસ્વિતા જ્યાં સુધી એ કોઈ ગંભીર બીમારીમાં પરિણમે નહીં, ત્યાં સુધી નજર અંદાજ કરતા જોવા મળે છે. વિશ્વ આરોગ્ય સંસ્થા મુજબ મોટાપો હવે માત્ર દેખાવનો મુદ્દો નથી પરંતુ અવ્યવસ્થિત જીવનશૈલી થકી રોગોનું મૂળ છે..
ડો.નેહલ ગજેરા છેલ્લા 20 વર્ષથી પોષણ અને પોષણ સાથે જોડાયેલી જીવન શૈલી ઉપર પ્રેક્ટિસ કરે છે.તેઓ તેમના આટલા વર્ષોના અનુભવ પછી જણાવે છે કે, જ્યારે પણ એક બાળકનો જન્મ થાય છે,ત્યારે પહેલા વજન કરવામાં આવે છે.નામ પણ પછી પાડવામાં આવે છે.જન્મ થાય એટલે તરત જ એનું વજન કરવામાં આવે છે, એટલે દરેક વ્યક્તિનું વજન ખૂબ જ અગત્યનું છે તમે પૃથ્વી પર આવો છો,ત્યારે તમે કેટલું વજન લઈને આવો છો એ વજનના આધારે તમારા આગળના જીવનશૈલી અને જીવનના સ્વાસ્થ્ય ઉપર ઘણો બધો આધાર છે….
આને થોડુંક ઉંડાણથી એટલે સમજવું પડે કારણ કે, ગર્ભસ્થ શિશુ નું વજન માતાની જીવનશૈલી ઉપર આધાર રાખે છે. ત્યારબાદ બાળકનું ભરણ પોષણ કેવી રીતે કરવામાં આવે છે,એ રીતે ધીરે ધીરે બાળકનું વજન વધે છે. આમ જોવા જઈએ તો શરીરમાં વજન એ આપણી તંદુરસ્તીનું નિશાની છે. પરંતુ વધારે વજન હોવું કે ઓછું વજન હોય બંને કુપોષણ જ કહેવાય.
ગુજરાતમાં દર પાંચમાંથી એક વ્યક્તિ મેદસ્વી હોય છે. અને આમાં પણ બાળકોમાં મેદસ્વિતાનું પ્રમાણ છેલ્લા દસ વર્ષમાં ચાર ઘણું વધ્યું છે . ગુજરાત રાજ્યની વાત કરવામાં આવે તો, વજન વધવા પાછળના ઘણા બધા કારણો જવાબદાર છે. પરંતુ એક મુખ્ય કારણ છે, આપણા બધાનું સામાજિક કારણ સારો પ્રસંગ હોય કે ખરાબ પ્રસંગ હોય ખોરાકથી જ એ પ્રસંગને માપવામાં આવે છે. કોઈની ઘરે મરણમાં ગયા હોઈએ તો પણ જમણવાર હોય, અને લગ્ન પ્રસંગે ગયા હોઈએ તો પણ જમણવાર હોય. ઘરે નાની એવી પાર્ટી હોય તો પણ હોય અને કોઈ મોટું ફંક્શન હોય તો પણ હોય દરેકની અંદર ગળપણ હોવું એ ગુજરાતીઓની રૂઢિચુસ્ત માન્યતાઓ છે. દરેક મહેમાનને ખૂબ જ આગ્રહ પૂર્વક જમાડવું એ આપણી એક આગવી લાક્ષણિકતા છે. ખાલી ગુજરાતીઓ મહેમાનોને જ નહીં પરંતુ પોતાના ઘરમાં પણ વડીલોની તેમજ બાળકોને જબરજસ્તી અને આગ્રહ પૂર્વક ખોરાક ખવડાવવાનો આગ્રહ રાખતા હોય છે. આમાં ઘણી બધી વાર શરીરનું મેટાબોલિઝમ ખોવાઈ જાય છે. શરીરની પોતાની પાચન ક્ષમતા એ દરેક વ્યક્તિની અલગ અલગ હોય છે. પરંતુ નાના બાળકે આટલું ખાવું જ જોઈએ એવો આગ્રહ તેમજ,આ નથી ખાતું તો પેકિંગ ફૂડ આપવું ,આઈસ્ક્રીમ આપવો ,ચોકલેટ આપવી, બિસ્કીટ આપવા આ બધાને સારો ખોરાક માનીને જ ખવડાવવામાં આવે છે. જ્યારે એક માં પોતે એમના બાળકોને જ્યારે ચોકલેટ બિસ્કીટ ,કેક, બેકરી આઈટમ આ બધું પોતાના હાથે ખવડાવે છે, ત્યારે માં જાણતી નથી કે પોતાના જ હાથે પોતાના બાળકને એ ઝેર ખવડાવે છે.
*માતા પિતા દ્વારા બાળકોને યોગ્ય પોષણ મળે તેવો ખોરાક અને કસરતની આદત પાડવી જરૂરી*
મા બાપ દ્વારા દરેક બાળકોને બહુ જ લાડકોડ થી ઉછેરવામાં આવે છે એટલે એમના ખાવાના ચોઈસને ખૂબ વધારે પડતું માન આપવામાં આવે છે. હંમેશા બાળકને ગળપણવાળું ,બહારનું તેમજ આરામથી મળી રહેતા પેકિંગ ફૂડ વધારે આપવામાં આવે છે. જ્યારે બાળક એક એવી પરિસ્થિતિમાં હોય છે કે, જેને એડલ્ટ કરતાં અઢી ગણા વધારે પોષક તત્વોની જરૂર હોય છે. અને અવા સમયમાં એ માત્ર ને માત્ર સ્ટાર્ચ કેલરી અને સુગરથી ભરેલો જ ખોરાક ખાય છે કે, જે ખોરાક શરીરમાં માત્ર જમા જ થાય છે, અને આગળ જતા આ બાળક મેદસ્વિતાનો શિકાર બને છે.છતાં પણ જો કોઈ બાળક મેદસ્વી દેખાય તો એને ગોલુ મોલુ કહીને વખાણ કરવામાં આવે છે.પરંતુ એ બાળકને ક્યારેય જાડો છે, વજન ઉતારું પડે આવું ટોકવામાં આવતું નથી. કારણકે બાળક તો ખોરાક ખાય એમાં રોકટોક ના હોય! એવી માન્યતા સાથે આપણે બધા બાળકને પ્રોત્સાહન આપતા હોય છે.અને એટલે જ એ બાળક નાની ઉંમરમાં જ ગંભીર બીમારીઓનો શિકાર બને છે.
આપણે ત્યાં હંમેશા બાળકના કુપોષણ વિશે વાત કરવામાં આવતી હોય છે, પરંતુ મેદસ્વિતા એ પણ એક ખરાબ પોષણની નિશાની છે. એટલે કુપોષિત બાળકોને જેમ પૂરતા પોષણયુક્ત ખોરાકની જરૂર હોય છે એવી જ રીતે મેદસ્વી બાળકને પણ પૂરતા પોષણયુક્ત ખોરાકની જરૂર હોય છે.મોટાપાને કારણે બ્લડ પ્રેશર વધી જવું ,ડાયાબિટીસ ,હૃદય રોગની બીમારીઓ ,મહિલાઓમાં પીસીઓડી ફોર્મલ ઈમ્પબેલેન્સ કોલેસ્ટ્રોલર,ધૂટણ માં દુખાવા પાચન ક્ષમતા મંદ પડવી , ડિપ્રેશન જેવી સંખ્યાબંધ બીમારીઓ ઘર કરી જાય છે.
*મેદસ્વિતાના મુખ્ય કારણો*
મેદસ્વિતાના મુખ્ય કારણો છે આપણા ખોરાકમાં રહેલો પ્રોસેસ ફાસ્ટ ફૂડ, પેકિંગ ફૂડ, કોલ્ડ્રીંક આઈસ્ક્રીમ, બેકરી આઈટમ તેમજ એનિમલ પ્રોટીન સાથે સાથે મોબાઇલ અને સ્ક્રીન ટાઈમમાં થયેલો વધારો, કસરત અને શારીરિક પ્રવૃત્તિઓનો અભાવ, સતત તણાવ ઓછી ઊંઘ અને પારિવારિક સંક્રમકો સાથે જીવતો આજની આપણી જનરેશન કે જે હંમેશા સ્પર્ધા સાથે જ જીવનમાં ભાગદોડ કરતી હોય છે.
*ચાલો જાણીએ સરળ અને સહેલી રીત જે તમને મેદસ્વિતા સામે લડવામાં મદદરૂપ થઈ શકે છે*
જીવનશૈલી અને આરોગ્ય પોષણ નિષ્ણાંત ડો. નેહલ ગજેરા તેમના અનુભવથી જણાવે છે કે,તેમણે તેમના સામાન્ય માર્ગદર્શન થકી 20 વર્ષમાં 1.5 લાખ થી પણ વધારે લોકોને મેદસ્વિતાથી લડી સ્વસ્થ જીવન માટે મદદ કરી છે .
તેઓ આ અંગે વધુમાં જણાવે છે કે,દરેક વ્યક્તિએ પોતાનું વ્યક્તિગત એનાલિસિસ કરી અને પછી જ ડાયટ પ્લાન બનાવવો જોઈએ કે, જે તમને 100% રિઝલ્ટ આપી શકે. અહીંયા એક સરળ રીત છે કે, જેનાથી દિનચર્યામાં થોડા ઘણા ફેરફારો થકી આપણે આપણા વજનને ઘટાડી શકીએ છીએ.
જેમકે,તમારા ખોરાકમાં તમારા વજનના 10% કાચા શાકભાજી એટલે કે સલાડનો ઉપયોગ કરો. ઉદાહરણરૂપે જો તમારું વજન 70 કિલો છે તો તમારે 700 ગ્રામ સલાડ તમારા ખોરાકની પ્લેટમાં હોવું જ જોઈએ. સાથે એક સમયે એક જ કાર્બોદિત પદાર્થ ખાવા જોઈએ સાથે ક્યારેય પણ પ્રોટીન વગર તમારું મિલ પ્લાન હોવું જોઈએ નહીં. 18 વર્ષથી ઉપરની વ્યક્તિ દિવસમાં બે વાર ફુલ પ્લેટ મીલ કે, જેમાં સલાડ, એક કાર્બોદિત પદાર્થ એક પ્રોટીન અને બાળકોમાં આ જ મુજબ ત્રણ વાર મિલ પ્લાન હોવા જોઈએ. તમારા ખોરાકમાં ઋતુ અનુસાર ફળો, જો શક્ય હોય તો ડ્રાયફ્રુટ, જુદા જુદા પ્રકારના બીજ હોવા જોઈએ. દરરોજ તમારા વજન ના પાંચ ટકા પાણીનો ઉપયોગ કરવો જોઈએ એટલે કે જો તમારું વજન 70 કિલો હોય તો 3.5 લિટર પાણી પીવું જોઈએ. સવારના નાસ્તામાં હંમેશા ફ્રુટ તેમજ પ્રોટીન યુક્ત ખોરાક લેવો જોઈએ. રાત્રિનું ભોજન હંમેશા હળવું અને સૂર્યાસ્ત પહેલા પૂર્ણ કરવું જોઈએ. દરરોજ 60 મિનિટ કસરત કરવી જોઈએ.
*વજન ઉતારવા માટે સૂર્ય નમસ્કાર યોગની મુદ્રાઓ તેમજ કસરતનો ઉપયોગ કરો*
તેઓ પર્સનલી ચાલવાની સલાહ નથી આપતા અને કોઈપણ મેદસ્વી વ્યક્તિએ વધારે વોકિંગ કરવું જોઈએ નહીં તેમ જણાવતા ઉમેર છે કે,વોકિંગ છે એ ખાલી તમારી કેલરી બર્ન કરે છે, તમને ભૂખ લગાડે છે, અને એવા ઘણા ઉદાહરણો તમે જોયા હશે કે, વોકિંગ કરી એક પેકેટ ખોલી અને વેફર ખાતા હોય અથવા તો ઘરે આવીને બમણો ખોરાક ખાતા હોય છે. કારણ , કેલરી બળવાથી વધુ ભૂખ લાગે છે. તો હંમેશા ફેટ બર્નર અને સુગર બર્નર કસરતો કરવી જોઈએ. આમ પણ વધુ ચાલવાથી સાંધાના ઘસારા થાય અને જે મેદસ્વી છે. એમનું ઓલરેડી વજન વધારે હોવાથી ઘુટણ ઉપર તકલીફ હોય જ છે. એટલે મેદસ્વી વ્યક્તિ ક્યારેય ચાલવું નહીં. વજન ઉતારવા માટે સૂર્ય નમસ્કાર યોગની મુદ્રાઓ તેમજ કસરતનો ઉપયોગ લેવો જોઈએ કે જે તમે રોજ કરી શકો……
આ ઉપરાંત પણ તમારા શરીરમાં કોઈપણ બીમારી છે, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, થાઈરોઈડ, પીસીઓડી હોર્મનલ ઈમ્બેલન્સ, ઔટોઈમુનેન ડિસીસીઝ અને કેન્સર જેવી કોઈપણ ગંભીર બીમારીમાં પણ તમે તમારો ખોરાક બદલીને તમારા શરીરને ફરીથી નિરોગી રાખી શકો છો. આ માટે જરૂર જણાય તો કન્સલ્ટેશન દ્વારા ડૉક્ટરનો સંપર્ક કરી,ખાન પાન અને જીવનશૈલીમાં બદલાવ લાવી તમે પણ મેદસ્વિતાને હરાવી શકો છો.
……………………………
*સૌજન્ય:ડો. નેહલ ગજેરા (જીવનશૈલી અને આરોગ્ય પોષણ નિષ્ણાંત)*
*આલેખન: નેહા તલાવિયા*
[11/24, 2:56 PM] Neha Talaviya.Mahiti: *ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના મિરજાપુર ગામના ખેડૂત, અગરસંગજી ઠાકોર માત્ર છાણિયા ખાતરના આધારે કરી રહ્યા છે, સુંદર કશ્મીરી ગુલાબની ખેતી*
……………………………..
*જિલ્લા બાગાયત અધિકારી શ્રીના માર્ગદર્શનથી શરુ થયેલી કશ્મીરી ગુલાબની ખેતી ખેડૂત અગરસંગજી ઠાકોર માટે બની કાયમી આવક*
………………………….
*સામાન્ય સિઝનમાં આ ગુલાબના છોડ ઓછામાં ઓછા 10 થી 12 કિલો જેટલા ફુલોનો ઉતાર આપે છે જ્યારે શિયાળામાં તો રોજ 25 થી 30 કિલો ફૂલ ઉતરે છે,બારેમાસ આ ફુલો આવતા હોવાથી આ ખેતી મારી રોજિંદી આવક બની ગઈ છે- ખેડૂત, અગરસંગજી ઠાકોર*
………………
*માત્ર છાણિયું ખાતર આપવાથી જમીન અને ફૂલની ગુણવત્તા સુધરી છે જેથી ત્રણ વર્ષમાં ખેતરમાં હજુ કોઈ જ પાક ફેર બદલી કરવો પડ્યો નથી- ખેડૂત, અગરસંગજી ઠાકોર*
………………………
ગાંધીનગર જિલ્લામાં બાગાયત પાકોમાં ફળોની સરખામણીએ ફૂલોની ખેતી, અને એમાં પણ ગુલાબની ખેતી કરતા ખેડૂતો ખૂબ જ ઓછા જોવા મળે છે. ત્યારે બાગાયત અધિકારી શ્રીની કચેરીના માર્ગદર્શન અને સહયોગથી, દહેગામના ખેડૂત અગરસંગજી પાછલા ત્રણ વર્ષથી સફળ રીતે કાશ્મીરી ગુલાબની ખેતી કરી રહ્યા છે.
આ અંગે અગરસંગજી ઠાકોર જણાવે છે કે, ત્રણ વર્ષ પહેલાં બાગાયત વિભાગ દ્વારા ફૂલોની ખેતી અંગે માહિતી મળી હતી. આસપાસના ખેડૂતો મોટા પ્રમાણમાં હજારીગલની ખેતી કરતા હતા. પરંતુ ત્યારે તેમને ગુલાબની ખેતી કરવાનો વિચાર આવ્યો. જેના પરિણામે ગાંધીનગર જિલ્લા બાગાયત અધિકારી શ્રી નો સંપર્ક કરી, આ અંગે તેમણે માર્ગદર્શન મેળવ્યું.જેમાં ગુલાબની ખેતીમાં જરૂરી સૂચનો, ગુલાબના પ્રકારો, ગુલાબ માટે જરૂરી વાતાવરણ અને જમીન અંગે માહિતી મેળવી. બધી જ માહિતી એકત્ર કર્યા પછી તેમણે આણંદ જિલ્લાની નર્સરી માંથી કશ્મીરી ગુલાબ ના છોડ લાવી ફૂલોની ખેતી શરૂ કરી. લગભગ 2250 જેટલા ગુલાબના છોડનું વાવેતર કર્યું.
આ છોડવા વાવ્યા પછી, તેઓ સમયાંતરે માત્ર છાણિયુ ખાતર નાંખતા રહ્યા, અને યોગ્ય રીતે પાણી છોડને આપતા રહ્યા. થોડા સમય પછી તેમની મહેનત રંગ લાવી. આખું ખેતર લાલ ગુલાબથી ભરાઈ ગયું.
આજે ત્રણ વર્ષ પછી પણ આ જ છોડ તેમને સારી આવક અપાવી રહ્યા છે. જે અંગે તેઓ જણાવે છે કે, શરૂઆતથી અત્યાર સુધીમાં દરેક સિઝનમાં આ ગુલાબના છોડ ઓછામાં ઓછા 10 થી 12 કિલો જેટલા ફુલોનો ઉતાર આપે છે. અને વળી શિયાળામાં તો રોજ 25 થી 30 કિલો ફૂલ ઉતરે છે. ઉનાળા ની ઋતુમાં છોડનું જરાક વધારે ધ્યાન રાખવાથી અને છાયા ખાતરના પોષણથી ફુલ સાવ બંધ નથી થતા આવક તો ચાલુ જ રહે છે. બારેમાસ આ ફુલો આવતા હોવાથી આ ખેતી મારી રોજિંદી આવક બની ગઈ છે.
આ ફૂલોના વેચાણ અંગે તેઓ જણાવે છે કે, તેઓ આ ફૂલો બજારમાં ન વેચતા તાજા ફૂલો ઉતારી બાંધેલા ગ્રાહક સુધી રોજ જાતે જ પહોંચાડે છે. અને ફૂલની ગુણવત્તા સારી હોવાથી ગ્રાહકોને પણ સંતોષ રહે છે. હાલ ફૂલની કિંમત સો રૂપિયા કિલો છે આમ તેમને દિવસના ઓછામાં ઓછા 1000 થી 1200 ની આવક મળી રહે છે અને તે પણ કોઈપણ ખર્ચ કર્યા વગર.
ખેડૂત અગર સમજી જણાવે છે કે આ છોડ અહીં ત્રણ ફૂટ થી ઉપર જાય એટલે, તેનું કટીંગ કરી લેવું પડે છે. જેનાથી ફ્લાવરિંગ વધે છે. અને માત્ર છાણિયું ખાતર આપવાથી જમીન અને ફૂલની ગુણવત્તા પણ સુધરી છે. જેથી ત્રણ વર્ષમાં તેમણે પોતાના ખેતરમાં હજુ કોઈ જ પાક ફેર બદલી કરવો પડ્યો નથી.
…..
*આલેખન: નેહા તલાવિયા*
[11/24, 3:18 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ઓળા આયુષ્માન આરોગ્ય પેટા કેન્દ્રને ક્વોલિટી એશ્યોરન્સ સ્ટાન્ડર્ડનું રાષ્ટ્રીય એક્રિડિટેશન એનાયત*
…………….
*ઓપીડી, માતા સંભાળ, બાળ સંભાળ, તારુણ્ય આરોગ્ય,રસીકરણ, કુટુંબ કલ્યાણ, OEEE, EMPNS એનસીડી,સંક્રમિત રોગો ની અટકાયત,તથા અન્ય એમ કુલ ૧૨ સેવાઓમાં ઓળા પ્રાપ્ત થયા ૯૪.૮૭%*
……………..
ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્ય સુવિધાઓના ક્ષેત્રે વધુ એક કેન્દ્રને પ્રમાણીકરણ પ્રાપ્ત થયું છે.
જેમાં ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ઓળા પેટા આરોગ્ય કેન્દ્રને ક્વોલિટી એશ્યોરન્સ સ્ટાન્ડર્ડનું રાષ્ટ્રીય એક્રેડિટેશન પ્રાપ્ત થયું છે.
ઓળા પેટા આરોગ્ય કેન્દ્રને રાષ્ટ્રીય કક્ષાનો ક્વોલિટી સ્ટાન્ડર્ડ અંતર્ગત ક્વોલિટી સર્ટિફિકેશન પ્રાપ્ત થતા તેને રાષ્ટ્રીય કક્ષાની ગુણવત્તા જાળવી રાખવા માટે કેન્દ્ર સરકાર તરફથી બે લાખ ૧૮ હજાર રૂપિયાની ગ્રાન્ટ ત્રણ વર્ષ માટે મળવા પાત્ર થશે.
ભારત સરકારના આરોગ્ય વિભાગની બે સભ્યોની ટીમ દ્વારા ગત તા.૭ નવેમ્બર રોજ એક દિવસ વર્ચ્યુઅલ માધ્યમથી આયુષ્માન આરોગ્ય મંદિરમાં કરવામાં આવતી કામગીરીનું અવલોકન કરવામાં આવ્યું હતું. જેમાં આરોગ્ય વિભાગની ટીમે ઓપીડી, માતા સંભાળ, બાળ સંભાળ, તારુણ્ય આરોગ્ય,રસીકરણ, કુટુંબ કલ્યાણ, OEEE, EMPNS એનસીડી,સંક્રમિત રોગો ની અટકાયત, તથા અન્ય એમ કુલ ૧૨ પ્રકારની સેવાઓના સર્વિસ પેકેજ કામગીરીનું સુક્ષ્મ નિરીક્ષણ કર્યું હતું. આ ચકાસણીના પરિણામે ઓળા કેન્દ્રને ઉત્કૃષ્ટ ગુણવત્તાલક્ષી સેવાઓ બદલ ૯૪.૮૭% ગુણ પ્રાપ્ત થયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એન.કયુ.એ.એસ.અંતર્ગત રાષ્ટ્રીય કક્ષાએ આરોગ્ય કેન્દ્રોની ગુણવત્તાલક્ષી ચકાસણી કરી તેમને વિવિધ કામગીરીમાં સ્વચ્છતા અને ગુણવત્તાલક્ષી કામગીરીના આધારે ગુણાંક આપી રાષ્ટ્રીય માન્યતા એનાયત કરવામાં આવે છે.
*વંદન સોલંકી*
[11/25, 2:37 PM] Neha Talaviya.Mahiti: *ગાંધીનગર જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી દ્વારા તા. ૬/૧૨/૨૦૨૫ના રોજ બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં રજીસ્ટ્રેશન કરાવવા બાબતે*
…………..
રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા ગાંધીનગર ખાતે પ્રેરીત તથા કમિશનરશ્રી, યુવક રોવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, આયોજીત તથા જિલ્લા યુવા વિકાસ અધિકારી, ગાંધીનગર દ્વારા સંચાલિત જિલ્લાકક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધા વર્ષ ૨૦૨૫-૨૬ નું આયોજન કરવામાં આવનાર છે. જેમાં ભાગ લેવા ઇચ્છુક ૭ થી ૧૦ વર્ષના બાળકો “અ” વિભાગ, તથા “બ” વિભાગમાં ૧૧ થી ૧૩ વર્ષના બાળકો અને ખુલ્લા વિભાગમાં ૭ થી ૧૩ વર્ષ સુધીના બાળકો ભાગ લઇ શકશે. આ સ્પર્ધામાં વતૃત્વ, નિબંધ, દોહા-છંદ-ચોપાઇ, લોકવાર્તા, રાર્જનાત્મક કારીગીરી, લગ્નગીત, લોકવાદ્ય સંગીત, એકપાત્રીય અભિયન, લોકગીત, ભજન, સમુહગીત અને લોકનૃત્ય જેવી કૃતિનો સમાવેશ થશે. ભાગ લેવા માંગતા સ્પર્ધકોએ ૬/૧૨/૨૦૨૫ સુધી જીલ્લા યુવા વિકાસ અધિકારી, જીલ્લા રમત ગમત અધિકારીની કચેરી સહયોગ સંકુલ “સી” વિંગ્સ, છઠ્ઠે માળ, પથિકાશ્રમ પાસે, ગાંધીનગર ખાતે અરજી કરવાની રહેશે. જન્મ તારીખનાં પુરાવા માટે આધાર કાર્ડ/જન્મ તારીખના દાખલાની નકલ સામેલ રાખવાની રહેશે સમય મર્યાદા બાદ આવેલ અરજી ધ્યાને લેવામાં આવશે નહિ જેની ખાસ નોધ લેવી.
*વંદન સોલંકી*
[11/25, 3:57 PM] Neha Talaviya.Mahiti: *ગાંધીનગર જિલ્લા ખેતીવાડી કચેરી દ્વારા કૃષિ રાહત પેકેજ ઓક્ટોબર 2025 અંતર્ગત લઘુતમ ટેકાના ભાવે ખરીદી બાબતે*
……………
જિલ્લા ખેતીવાડી કચેરી ગાંધીનગર દ્વારા ઓકટોબર-૨૦૨૫ માસમાં થયેલ કમોસમી વરસાદના કારણે કુલ ૩૩ જીલ્લામાં થયેલ પાક નુકસાન અંતર્ગત અસરગ્રસ્ત ખેડૂતોને મદદરૂપ થવા “કૃષિ રાહત પેકેજ ઓક્ટોબર-૨૦૨૫” જાહેર કરવામાં આવેલ છે. તેમજ ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે સરકારશ્રી દ્વારા લઘુતમ ટેકાના ભાવે મગફળી, મગ, અડદ અને સોયાબીન પાકની ખરીદી શરૂ કરવામાં આવેલ છે. ‘કૃષિ રાહત પેકેજ – ઓક્ટોબર – ૨૦૨૫’ તેમજ લઘુત્તમ ટેકાના ભાવે મગફળી, મગ, અડદ અને સોયાબીન પાકની ખરીદી સમયે કોઇ મુશ્કેલી બાબતે માર્ગદર્શન મળી રહે તે માટે કચેરી સમય દરમ્યાન “૭૦૯૬૦૬૫૫૭૪” હેલ્પલાઇન નંબરે એક કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવેલ છે.
આ અંગે વધુ જાણકારી માટે આપના વિસ્તારના ગ્રામસેવક /વિસ્તરણ અધિકારી/તલાટીશ્રી/ VCE/VLE નો સંપર્ક કરવો.
*વંદન સોલંકી*
[11/25, 5:53 PM] Neha Talaviya.Mahiti: *એચ. પી. ગેસ સરઢવ ગામ ખાતે તા.25/11/2025 ના રોજ બૉમ્બ થ્રેડ વિષય પર મોકડ્રિલ યોજાઈ*
…………..
એચ. પી. ગેસ સરઢવ ગામ ખાતે બૉમ્બ થ્રેડ વિષય પર મોકડ્રિલ નું આયોજન કરવામાં આવેલ હતું જેમાં, HPCL સરઢવ પ્લાટ ની બહાર ની બાજુ ટ્રક તરફ કોઈક અજાણ્યા વ્યક્તિ અંદર આવીને શકાસ્પદ બેગ મૂકીને નાસી જાય છે. જે તમામ બનાવ પ્લાન્ટ મેનેજરશ્રી દ્વારા કેમેરા માં જોઈ જાય છે, જે ડીઈઓસી કલેકટર કચેરીને જાણ કરવામાં આવે છે, જે ત્યાર બાદ ડીઈઓસી માંથી તમામ ઇમરજન્સી વિભાગને ફોન કરવામાં આવે છે, જેમાં પ્રથમ બીડીડીએસ ગાંધીનગર, ત્યાર બાદ એસીઓસી ગાંધીનગર બાદમાં, પોલીસ વિભાગ, ફાયર, 108, સિવિલ ડિફેન્સ, જાણ કરવાં આવે છે, જયા BDDS સહીત તમામ વિભાગ હાજર રહી રિસ્પોન્સ નું કાર્ય શરૂ કરે છે, જે દરમ્યાન એક ID સર્ચ દરમિયાન ટ્રક નંબર RJ.GC. 5318 પાસે બૉમ્બ મળી આવે છે, જે બૉમ્બને સેફ સ્થળે લઈ જઈ ને ડિસપોસ કરવામાં આવે છે, આ તમામ બનાવ દરમિયાન ડીપીઓ દ્વારા સરઢવ ગામના તલાટી શ્રી, સ્કૂલના પ્રિન્સિપાલશ્રી તથા સરપંચશ્રીને પણ જાણ કરી ને શાળાના 50 બાળકો તથા ગામના રહેવાસીઓને નજીક ના સુરક્ષા સ્થળે મોકલવામાં આવે છે.
આ સંપૂર્ણ મોકડ્રિલ દરમ્યાન ઓબઝર્વેશન & કમાન્ડિંગ ઓફિસર તરીકે ડિઝાસ્ટર મામલતદરશ્રી રાજેશ્ર એન.પરમાર તથા મામલતદારશ્રી એમ.ડી.ગોહીલ ઘટના સ્થળ પર ઉપસ્થિત રહ્યા હતા.
[11/25, 6:15 PM] Neha Talaviya.Mahiti: ગુજરાત પોલીસ અકાદમી,કરાઈ, ગાંધીનગર ખાતે
*“DGP’S Commendation Disc -2024” અલંકરણ સમારોહની ઉજવણી રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયની અધ્યક્ષતામાં કરવામાં આવી*
…………………
*“આત્મસન્માન અને ગર્વથી ભયમુક્ત બની કામગીરી કરો, દરેક સંવર્ગના અધિકારી-કર્મચારી એકબીજાનું માન સન્માન જાળવીએ તો તાબા હેઠળના દરેક કર્મચારીઓ ભયમુક્ત બની કામ કરી શકશે” :શ્રી વિકાસ સહાય*
………………………..
*110 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને વિશિષ્ટ સિદ્ધિ બદલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા*
…………………….
“DGP’S Commendation Disc -2024” અલંકરણ સમારોહની ઉજવણી રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયની અધ્યક્ષતામાં, ગુજરાત પોલીસ અકાદમી કરાઈ, ગાંધીનગર ખાતે કરવામાં આવી.
ગુજરાત પોલીસની કર્તવ્યનિષ્ઠા, શૌર્ય અને સમર્પણને બિરદાવવા વર્ષ ૨૦૧૯થી શરૂ થયેલા “DGP’S Commendation Disc” એવોર્ડ સમારોહ અંતર્ગત, આજે છઠ્ઠા વર્ષે ભવ્ય ઉજવણી, ગાંધીનગર કરાઈ ખાતે ગુજરાત પોલીસ પરિવારના સભ્યો, અધિકારીઓ અને કર્મચારીઓની ઉપસ્થિતમાં કરવામાં આવી હતી.
આ સન્માન પ્રસંગે શ્રી વિકાસ સહાયે સન્માનિત થનાર તમામ ૧૧૦ પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતાં. આ સાથે જ તેમણે પોલીસ કર્મીઓની આ ઉપલબ્ધિમાં સૌથી વધુ સહયોગી તેમના પરિવારજનો હોવાનું જણાવતા, પરિવારજનોને પણ શુભેચ્છાઓ પાઠવી હતી.
શ્રી વિકાસ સહાયે જણાવ્યું હતું કે, પોલીસની જે કામગીરી છે, તેમાં તેમના પરિવારજનોનો સપોર્ટ ખૂબ મહત્વનો છે. એટલે જ આપણે ગુજરાત પોલીસ નહીં પરંતુ ‘ગુજરાત પોલીસ પરિવાર’ તરીકે સંબોધન કરીએ છીએ.
શ્રી વિકાસ સહાયે ઉમેર્યું હતું કે, “આપણા સૌની સૌથી પ્રબળ શક્તિ આપણી એકતા છે”. યુનિફોર્મ સર્વિસમાં એક ચંદ્રકનું મહત્વ અને તેનું ગર્વ એક પોલીસ કર્મચારી સારી રીતે સમજી શકે છે.
વધુમાં તેમણે મેડલ પ્રાપ્ત કરનાર તમામ અધિકારીઓ તથા કર્મચારીઓ અંગે ખાસ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયની કામગીરીની સમીક્ષા કર્યા બાદ આ એવોર્ડ માટે ચયન થનાર આ 110 ઉત્કૃષ્ટ કામગીરી કરનારા કર્મયોગીઓ આજે સન્માન પામી રહ્યા છે.
ગુજરાત પોલીસ કાયદો અને વ્યવસ્થા જાળવણી અને ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા ઉપરાંત સિટીઝન સેન્ટ્રીક કામગીરી સહિતની અનેક ફરજો એકસાથે વહન કરી રહી છે, પરંતુ આ સન્માન માટેની નીતિ મુજબ 110ની મર્યાદા હોવાથી ઘણા બધા કર્મચારીઓને કામગીરીને એવોર્ડથી સન્માનિત કરી શકાતી નથી. તેમણે આ વર્ષે સન્માન ન મેળવી શકેલા પોલીસ કર્મીઓને, નાસીપાસ ન થઈ પોતાની ઉત્કૃષ્ટ કામગીરી ચાલુ જ રાખવા પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
આ ઉપરાંત પોલીસના મનોબળની વાત કરતાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, “આપણા પોલીસ બળના કર્મચારીઓનું મનોબળ તોડવાનો પ્રયાસ કરવામાં આવે તો એક નીડર લીડર તરીકે આ વાતને સ્વીકારો નહીં. આત્મસન્માન અને ગર્વથી ભયમુક્ત બની કામગીરી કરો. દરેક સંવર્ગના અધિકારી કર્મચારી એકબીજાનું માન સન્માન જાળવીએ તો આપણા તાબા હેઠળ કાર્ય કરતા દરેક કર્મચારીઓ અધિકારીઓ ભયમુક્ત બની કામ કરી શકશે.”
આ પ્રસંગે શ્રી વિકાસ સહાયે 110 અધિકારી કર્મચારીઓ ઉપરાંત ગુજરાતના ખૂણે ખૂણે ખૂબ જ ઉત્કૃષ્ટ કામગીરી કરી રહેલા પોલીસ કર્મચારીઓને પણ બિરદાવતા ઉમેર્યું હતું કે, આપણી જે શક્તિ છે તે આપણી એકતામાં છે, એકબીજાને સાથ સહયોગ થકી કામ કરી શકીએ, આ જ મૂળ ધ્યેયથી ગુજરાત પોલીસ સુંદર કાર્ય કરી રહી છે.
આ પ્રસંગે પોલીસ મહાનિદેશક (તાલીમ) શ્રી નીરજા ગોટરુ દ્વારા શાબ્દિક સ્વાગત સંબોધન કરવામાં આવ્યું હતું. જેમાં તેમણે આ એવોર્ડ વિતરણ કાર્યક્રમ અંગે વિસ્તૃત માહિતી પણ આપી હતી.
આ પ્રસંગે સીઆઈડી ક્રાઈમ ડીજીપી શ્રી કે.એલ.એન.રાવ, અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી જી.એસ મલીક, ગુજરાત પોલીસ અકાદમી, કરાઈના ઇન્ચાર્જ આચાર્ય શ્રી પી. એલ માલ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીશ્રીઓ અને પોલીસ કર્મચારીઓ અને તેમના પરિવારના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.
…………………
*નેહા તલાવિયા*
[11/25, 6:20 PM] Neha Talaviya.Mahiti: https://drive.google.com/drive/folders/1gVIeX92bU81P5VirNr0ifc7qDKussG5F?usp=sharing
[11/25, 7:02 PM] Neha Talaviya.Mahiti: *મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના તા.26/11/2025, બુધવારના પ્રસ્તાવિત કાર્યક્રમો*
—
*સમય -* સવારે 7:45 કલાકે
*સ્થળ –* પ્રેરણાભૂમિ, સેન્ટ્રલ વિસ્ટા, ગાંધીનગર
*કાર્યક્રમ –* સંવિધાન દિવસ નિમિત્તે બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને પુષ્પાંજલિ
👆🏻 *ઉપરોક્ત કાર્યક્રમના કવરેજ માટે તમામ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રોને હાર્દિક આમંત્રણ છે*
[11/25, 10:28 PM] Neha Talaviya.Mahiti: *28મી ઓલ ઇન્ડિયા ફોરેસ્ટ સ્પોર્ટ્સ મીટ – 2025 (AIFSM) માં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિજેતા ખેલાડીઓનો સન્માન સમારોહ ગાંધીનગર ખાતે યોજાયો*
.……
*વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયાએ વિશેષ ઉપસ્થિત રહી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો*
……
*ખેલાડીઓએ હાર અને જીતની ચિંતા કર્યા વગર હંમેશા રમતમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરતા રહેવું જોઈએ-મંત્રીશ્રી અર્જુન મોઢવાડિયા*
……..
ગુજરાત વન વિભાગ દ્વારા તા. 28મી ઓલ ઇન્ડિયા ફોરેસ્ટ સ્પોર્ટ્સ મીટ – 2025 (AIFSM) (12 થી 16 નવેમ્બર, દેહરાદૂન) માં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિજેતા ખેલાડીઓનો સન્માન સમારોહ વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે કોન્ફરન્સ હોલ,તાલીમ વિભાગ
અક્ષરધામ પાસે યોજાયો હતો.
આ કાર્યક્રમ અંતર્ગત ખેલાડીઓના ઉત્સાહમાં વધારો કરતાં મંત્રીશ્રી એ પ્રેરક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, ખેલાડીઓએ હાર અને જીતની ચિંતા કર્યા વગર હંમેશા રમતમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરતા રહેવું જોઈએ.
દેહરાદૂન ખાતે યોજાયેલ આ રાષ્ટ્રીય કક્ષાના સ્પોર્ટ્સ મીટમાં ગુજરાત વન વિભાગના ખેલાડીઓએ, ઉત્તમ પ્રતિભા દર્શાવી સુવર્ણ, રજત અને કાંસ્ય પદકો જીત્યાં હતા. તેમના આ ગૌરવમય પ્રદર્શનને અભિનંદન આપવા અને પ્રોત્સાહિત કરવા આ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ તકે ગુજરાત વન વિભાગ દ્વારા ખેલાડીઓને આગામી AIFSM માં વધુ સારું પ્રદર્શન કરે એ માટે શુભકામનાઓ પણ પાઠવવામાં આવી હતી.
આ પ્રસંગે ડૉ એ. પી. સીંગ (IFS), PCCF & HoFF, ગુજરાત વન વિભાગ, ડો., શ્રી બી.પી. પતિ, PCCF (D & M), શ્રી આર.કે. સુગુર, PCCF (સોશિયલ ફોરેસ્ટ્રી) તથા શ્રી એસ.કે. શ્રીવાસ્તવ, APCCF (રીસર્ચ એન્ડ ટ્રેનીંગ) સહિત વિવિધ જિલ્લાઓ માંથી મોટી સંખ્યામાં ખેલાડીઓ, અધિકારીઓ તથા આમંત્રિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
…..
*નેહા તલાવિયા*
**********************†*********
આપની આસપાસ બનતી ઘટનાઓના સમાચારો.વિડિઓ અને ફોટાઓ અમોને અમારા અખબાર,ચેનલ માં જન જાગૃતિ ના ભાગરૂપે પ્રસિદ્ધ કરવા વ્હોટ્સ અપ નંબર 6353019026 ઉપર મોકલી આપો.
