22 જુલાઈ.2025 ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક પીડીએફ જુવો (ગુજરાત રાજ્ય માહિતી ખાતાના સમાચારો) janfariyadnews youtube channel links જૂવો.

22 Ng pdf-1 (1)

MONSOON FEST PR 21072025 (4)

[7/21, 9:13 AM] Dilip Gajjar.Mahiti.Press: *‘સ્વામિત્વ’ યોજનામાં મિલકત ધારકોને સનદ હવે વિનામૂલ્યે અપાશે*

*:: રૂ. 200 ફી ચૂકવવી નહીં પડે ::*
———–
*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો રાજ્યના ગ્રામીણ વિસ્તારના મિલકત ધારકો માટે સંવેદનાસ્પર્શી નિર્ણય*
———–
*મિલકત ધારકોને સનદ મેળવવાના નાણાંકીય ભારણથી મુક્તિ મળશે – અંદાજે 25 લાખ લોકોને લાભ થશે*
———–
સ્વામિત્વ યોજના અંતર્ગત રાજ્યના ગ્રામ્ય વિસ્તારોના મિલકત ધારકોને તેમના રહેણાંકની મિલકતના હક્ક દર્શાવતી ‘સનદ’ વિના મૂલ્યે અપાશે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ગ્રામીણ વિસ્તારોના મિલકત ધારકો ઉપર સનદ લેવા માટે જે નાણાંકીય ભારણ પડતું હતું તે દૂર કરવાના સંવેદના સ્પર્શી અભિગમથી આ નિર્ણય કર્યો છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં ભારત સરકારના પંચાયતી રાજ, વિભાગ દ્વારા ગ્રામીણ વિસ્તારોના મિલકત ધારકોને પ્રોપર્ટી કાર્ડ આપવાના આશયથી આ સ્વામિત્વ યોજના શરૂ કરવામાં આવી છે.

આ ‘સર્વે ઓફ વિલેજીસ એન્ડ મેપિંગ વિથ ઇમ્પ્રોવાઈઝ્ડ ટેકનોલોજી ઇન વિલેજ એરીયા(સ્વામિત્વ)’ અન્વયે ડ્રોન ટેકનોલોજી દ્વારા ગ્રામીણ વિસ્તારોના આબાદી એરિયાની મિલકતોનો ડ્રોન સર્વે કરીને ગ્રામ્ય પ્રજાને પ્રોપર્ટી કાર્ડ પૂરા પાડવામાં આવે છે. આવા પ્રોપર્ટી કાર્ડની પ્રથમ નકલ મિલકત ધારકોને વિના મૂલ્ય આપવામાં આવે છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જમીન મહેસુલ અધિનિયમ 1879ની જોગવાઈ મુજબ મિલકત ધારક પાસેથી રૂ. 200ની સર્વે ફી લઈને આપવામાં આવતી સનદ હવે ગ્રામીણ મિલકત ધારકોને નિઃશુલ્ક આપવાનો નિર્ણય કર્યો છે.

તેમના આ નિર્ણયને પરિણામે હવે રાજ્યમાં ‘સ્વામિત્વ’ યોજના અંતર્ગત ગ્રામીણ વિસ્તારોના મિલકત ધારકોને પ્રોપર્ટી કાર્ડની નકલ ઉપરાંત તેમના રહેણાંકની મિલકતના હક્ક દર્શાવતી ‘સનદ’ પણ વિના મૂલ્યે મળશે.

રાજ્યમાં આવી અંદાજે 25 લાખ ગ્રામીણ મિલકત સનદ વિતરણ માટે આશરે 50 કરોડ રૂપિયાનું ભારણ રાજ્ય સરકાર લેશે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રામીણ વિસ્તારોના નાના, ગરીબ અને મધ્યમ વર્ગીય મિલકત ધારકોને સનદ મેળવવા માટે રૂ. 200ની ફીમાંથી મુક્તિ આપવાના આ સંવેદના સ્પર્શી અભિગમથી ગ્રામીણ નાગરિકોને તેમની મિલકતના હક્ક દર્શાવતી સનદ મેળવવામાં સરળતા કરીને ઈઝ ઓફ લિવિંગ સાકાર કર્યું છે.

વડા પ્રધાન શ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ શરૂ કરાવેલી સ્વામિત્વ યોજનાનો હેતુ ડ્રોન ટેકનોલોજી દ્વારા ગ્રામ્ય વિસ્તારના આબાદી એરીયાની મિલક્તોના ડ્રોન સર્વે કરી ગ્રામ્ય પ્રજાને પ્રોપર્ટી કાર્ડ પૂરા પાડવાનો છે.
આ પ્રોપર્ટી કાર્ડ દ્વારા ગ્રામીણ નાગરિકોને તેમની મિલકતો પર કાયદેસર અધિકાર મળે છે, અને તેઓને નાણાંકીય રીતે સશક્ત બનાવે છે.

પ્રોપર્ટીકાર્ડ થકી ગ્રામ્ય વિસ્તારના વિકાસમાં વધુ વેગ જોવા મળશે, ગ્રામ વિકાસના આયોજન માટે સચોટ જમીન રેકર્ડ તૈયાર થશે, કરની ચોક્કસ વસૂલાત થશે અને મિલકત સંબંધી વિવાદ અને કાયદાકીય કેસો ઘટશે.
———–
[7/21, 10:51 AM] Dilip Gajjar.Mahiti.Press: *ગુજરાતની કેરીએ સ્થાનિક બજારોની સીમાઓ વટાવીને આંતરરાષ્ટ્રીય બજારોમાં ધૂમ મચાવી*
*****************
*રાજ્યમાંથી વર્ષ ૨૦૨૪-૨૫માં ૮૫૬ મેટ્રિક ટન કેરીની નિકાસ કરાઈ; ગત પાંચ વર્ષમાં કુલ ૩,૦૦૦ મેટ્રિક ટનથી વધુ કેરીની નિકાસ*
*****************
*ગુજરાતમાં ફળ-ફૂલ પાકના કુલ વાવેતર વિસ્તારના ૩૭ ટકા વિસ્તારમાં (૧.૭૭ લાખ હેક્ટર) માત્ર કેરીની ખેતી: કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ*
*****************
*બાવળા ગુજરાત એગ્રો રેડિયેશન પ્રોસેસિંગ ફેસિલિટી દ્વારા આ વર્ષે ૨૨૪ મે.ટન કેસર કેરીનું ઇરેડીયેશન કરીને નિકાસ કરાઈ*
*****************
ભારતને વિશ્વનો સૌથી મોટો કેરી ઉત્પાદક દેશ બનાવવામાં ગુજરાતનું યોગદાન હંમેશા નોંધપાત્ર રહ્યું છે. આજે ગુજરાતની કેરી, ખાસ કરીને તેની અનોખી સુગંધ અને સ્વાદ માટે જાણીતી કેસર કેરી માત્ર સ્થાનિક બજારો જ નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ધૂમ મચાવી રહી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતે કેરીની નિકાસમાં નવા કીર્તિમાનો સ્થાપિત કર્યા છે, જે રાજ્ય સરકારના દૂરંદેશી પ્રયાસોનું પરિણામ છે.

ગુજરાતના કેરી ઉત્પાદક ખેડૂતો દ્વારા રાજ્ય સરકારના પ્રોત્સાહનથી વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન કુલ ૮૫૬ મેટ્રિક ટનથી વધુ કેરીની નિકાસ કરવામાં આવી છે. એટલું જ નહીં, વર્ષ ૨૦૧૯-૨૦ થી ૨૦૨૪-૨૫ સુધીના ગત પાંચ વર્ષના ગાળામાં રાજ્યમાંથી કુલ ૩,૦૦૦ મેટ્રિક ટનથી વધુ કેરીની અમેરિકા અને દક્ષિણ આફ્રિકા સહિતના વિવિધ દેશોમાં નિકાસ કરવામાં આવી છે. જેના પરથી અંદાજ લગાવી શકાય કે, ગુજરાતની કેરીની વૈશ્વિક સ્તરે બોલબાલા અને માંગ સતત વધી રહી છે.

આ સંદર્ભે કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતની કેસર કેરીની લોકચાહના સતત વધી રહી છે. કેરીની વૈશ્વિક માંગને પહોંચી વળવા ગુજરાતમાં કેરી-આંબાની ખેતીને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર દ્વારા વિવિધ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યા છે.

જેના પરિણામ સ્વરૂપે આજે ગુજરાતમાં બાગાયતી ફળ-ફૂલ પાકના કુલ ૪.૭૧ લાખ હેક્ટરથી વધુ વાવેતર વિસ્તાર પૈકી ૧.૭૭ લાખ હેક્ટરથી વધુ વિસ્તાર એટલે કે, ૩૭ ટકા વિસ્તારમાં માત્ર કેરીની ખેતી કરવામાં આવી રહી છે. રાજ્યમાં અનુકૂળ આબોહવા અને જમીનની વિવિધતાના પરિણામે કેસર કેરી ઉપરાંત હાફુસ, રાજાપુરી, તોતાપુરી અને સોનપરી જેવી વિવિધ કેરીની જાતો ઉગાડવામાં આવે છે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

કૃષિ મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં કેરી માટેના આંબાનું સૌથી વધુ વાવેતર વલસાડ, નવસારી, ગીર-સોમનાથ, કચ્છ અને સુરત જિલ્લામાં થાય છે. વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન ગુજરાતના વલસાડ જિલ્લામાં સૌથી વધુ ૩૮,૦૦૦ હેક્ટર, નવસારી જિલ્લામાં ૩૪,૮૦૦ હેક્ટર, ગીર સોમનાથ જિલ્લામાં ૧૮,૪૦૦ હેક્ટર, કચ્છ જિલ્લામાં ૧૨,૦૦૦ હેક્ટર તેમજ સુરત જિલ્લામાં ૧૦,૨૦૦ હેક્ટરથી વધુ વિસ્તારમાં કેરીનું વાવેતર કરવામાં આવ્યું હતું.

ગુજરાતની તલાલા ગીરની કેસર કેરી સમગ્ર વિશ્વમાં સૌથી વધુ પ્રખ્યાત છે, જેની ગુણવત્તાના કારણે કેસર કેરીને GI ટેગ એટલે કે, જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન ટેગ પણ પ્રાપ્ત થયો છે. ગીર ઉપરાંત, કચ્છમાં પણ કેસર કેરીની ખેતીનું પ્રમાણ વધ્યું છે, તેમ પણ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

*બાવળા ઈરેડિયેશન યુનિટ દ્વારા ગત પાંચ વર્ષમાં ૮૦૫ મેટ્રિક ટન કેરીનું ઈરેડિયેશન-નિકાસ કરાઈ*
અમદાવાદ નજીક બાવળા ખાતે રાજ્ય સરકારે સ્થાપેલી ગુજરાત એગ્રો રેડિયેશન પ્રોસેસિંગ ફેસિલિટી યુનિટ દ્વારા આ વર્ષે આશરે ૨૨૪ મેટ્રિક ટન કેસર કેરીનું ઇરેડીયેશન કરીને તેની વિદેશમાં નિકાસ કરવામાં આવી છે. બાવળા ખાતે સ્થિત આ ગામા રેડિયેશન યુનિટ ગુજરાતનું સૌપ્રથમ અને દેશનું ચોથું USDA-APHIS સર્ટીફાઇડ ઈ-રેડિયેશન યુનિટ છે. છેલ્લા પાંચ વર્ષમાં આ યુનિટ ખાતેથી આશરે ૮૦૫ મેટ્રિક ટન કેરીનું ઈરેડિયેશન કરીને તેની નિકાસ કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ કેરી જેવા ફળોનો નિકાસ કરવા માટે ગુજરાતના ખેડૂતોએ મુંબઈ જઈ ફળોનું ગામા ઇ-રેડિયેશન કરાવવું પડતું હતું. જેના પરિણામે ફળોનો બગાડ અને પરિવહન ખર્ચમાં વધારો થતો હતો. રાજ્ય સરકાર દ્વારા આ યુનિટ કાર્યરત થવાથી ખેડૂતો અમદાવાદ-બાવળા ખાતે જ ફળોનું ગામા ઇ-રેડિયેશન કરાવે છે અને તેનો નિકાસ કરીને તેમના ફળનો ઉત્તમ ભાવ મેળવી રહ્યા છે.

કૃષિ વિભાગ હેઠળના ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિ. દ્વારા અમદાવાદ જિલ્લામાં કેરીની નિકાસ માટે જરૂરી એવા ગામા ઇરેડિયેશન યુનિટ, ઇન્ટીગ્રેટેડ પેક હાઉસ અને પેરીશેબલ એર કાર્ગો કોમ્લેક્ષ સહિતની ત્રણેય મુખ્ય માળખાકીય સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. એમાં પણ USDA-APHISની મંજૂરી મળવાના કારણે હવે આ ત્રણેય સુવિધાઓનાં સંયોજિત ઉપયોગથી કેરી અને દાડમની ગુણવત્તાની જાણવણી, બગાડનો અટકાવ તથા પરિવહન ખર્ચમાં પણ ઘટાડો થતા ખેડૂતોને તેનો મહત્તમ લાભ મળવાનો શરુ થયો છે.
******************
નિતિન રથવી
[7/21, 12:51 PM] Dilip Gajjar.Mahiti.Press: * *રાજ્યના માછીમારોને તા. ૨૪ જુલાઈ સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ*

*છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના પાંચ તાલુકામાં ૩.૫ ઇંચ સુધી વરસાદ વરસ્યો*

* *ગુજરાતમાં ચાલુ વર્ષે મોસમનો કુલ સરેરાશ ૫૩ ટકાથી વધુ વરસાદ નોંધાયો*

* *કોઈપણ કટોકટીને પહોંચી વળવા NDRFની ૧૨ અને SDRFની ૨૦ ટુકડીઓ વિવિધ જિલ્લામાં ખડેપગે*

**********

ગુજરાતમાં અત્યાર સુધીમાં ચાલુ વર્ષે મોસમનો કુલ સરેરાશ વરસાદ ૫૩.૩૯ ટકા નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છ રીઝીયનમાં ૬૩.૩૫ ટકા ત્યારબાદ દક્ષિણ ગુજરાત રીઝીયનમાં ૫૬.૩૨ ટકા, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં ૫૨ ટકાથી વધુ અને પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૫૦.૦૬ ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.

ચોમાસા દરમિયાન રાજ્યના ૧૪૧ તાલુકામાં ૨૫૧થી ૫૦૦ મિમિ સુધી, ૫૫ તાલુકામાં ૫૦૧થી ૧૦૦૦ મિમિ તેમજ ૧૮ તાલુકામાં ૧૦૦૦ મિમિથી વધુ એટલે કે ૪૦ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત છેલ્લા ૨૪ કલાકમાં જૂનાગઢ જિલ્લાના માંગરોળ અને જોડિયા સાડા ત્રણ ઇંચથી વધુ, જૂનાગઢ શહેર, જૂનાગઢ તાલુકામાં અઢી ઇંચ કરતા વધુ વરસાદ અને વાપી તાલુકામાં બે ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે તેમજ હવામાન વિભાગ દ્વારા જણાવ્યા મુજબ રાજ્યમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ આજે હળવાથી મધ્યમ વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે.

ચોમાસાની કોઇપણ સંભવિત કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા માટે આગોતરા આયોજનના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા NDRFની ૧૨ ટુકડીઓ અને SDRFની ૨૦ ટુકડીઓ વિવિધ જિલ્લાઓમાં ડીપ્લોય કરવામાં આવી છે. જ્યારે NDRFની વધુ ૩ ટુકડીઓને રીઝર્વ રાખવામાં આવી છે. આ ઉપરાંત SDRFની ૨૦ ટીમ સિવાય ૧૩ ટીમને હેડ ક્વાર્ટર ખાતે રીઝર્વ મુકવામાં આવી છે. રાજ્યના માછીમારોને પણ આગામી તા. ૨૨ જુલાઈ સુધી દરિયો ન ખેડવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે.

આ ચોમાસાની સીઝન દરમિયાન ભારે પવન સાથે વરસેલા વરસાદમાં રાજ્યના કુલ ૧૪,૫૧૫ ગામોમાં વીજ પુરવઠો પ્રભાવિત થયો હતો. આ તમામ ગામોમાં યુદ્ધના ધોરણે વીજ પુરવઠો પૂર્વવત કરી દેવામાં આવ્યો છે. આ સાથે જ, પ્રભાવિત થયેલા વિવિધ ફીડર, વીજપોલ અને ટ્રાન્સફોર્મર સેન્ટરને પણ તાત્કાલિક ધોરણે પૂર્વવત કરવામાં આવ્યા છે તેમ સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરની યાદીમાં જણાવાયું છે.

– પ્રિન્સ ચાવલા

**********
[7/21, 5:24 PM] Dilip Gajjar.Mahiti.Press: પ્રેસ રીલીઝ
રાજભવન, ગાંધીનગર
તા.21/07/2025

*વિશ્વની તમામ ભયાનક સમસ્યાઓ અને સંઘર્ષોનું અસરકારક સમાધાન વેદોમાં છે : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી*
————–
*મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની 200મી જન્મજયંતિ અને આર્ય સમાજની 150મી વર્ષગાંઠ નિમિત્તે આર્ય પ્રતિનિધિસભા જમ્મુ-કાશ્મીર દ્વારા જમ્મુમાં વિશેષ સમારોહનું આયોજન*
——————

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું છે કે, આજે વિશ્વ આતંકવાદ, સંઘર્ષ અને યુદ્ધની આગમાં સળગી રહ્યું છે, આખું વિશ્વ બારુદના ઢગ પર બેઠું છે. વિશ્વની આ તમામ ભયાનક સમસ્યાઓનો અસરકારક ઉકેલ વેદોમાં છે.

જમ્મુની શેર-એ-કાશ્મીર યુનિવર્સિટીના બાબા જીત્તો ઓડિટોરિયમમાં આર્ય સમાજના સ્થાપક મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની 200મી જન્મજયંતિ અને આર્ય સમાજની 150મી વર્ષગાંઠ નિમિત્તે જમ્મુ અને કાશ્મીરની આર્ય પ્રતિનિધિ સભા દ્વારા ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં બોલતાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, આપણા બધા માટે ગર્વની વાત છે કે, છેલ્લા બે વર્ષથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશભરમાં આર્ય સમાજ સંબંધિત કાર્યક્રમોની શ્રેણી શરૂ થઈ છે. રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ, કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ, સંરક્ષણમંત્રી શ્રી રાજનાથ સિંહ સહિત અનેક મહાનુભાવોએ આ કાર્યક્રમોમાં ભાગ લીધો છે. આ કાર્યક્રમો આર્ય પ્રતિનિધિ સભાઓ અને સર્વદેશી પ્રતિનિધિ સભાઓ દ્વારા આયોજિત કરવામાં આવી રહ્યા છે, જે વૈદિક માર્ગને અનુસરનારાઓમાં નવી ઉર્જાનો સંચાર કરી રહ્યા છે.

તેમણે કહ્યું કે, જ્યારે સ્વામી દયાનંદ સરસ્વતીજીનો જન્મ થયો ત્યારે દેશની વસ્તી લગભગ 33 કરોડ હતી. તે સમયે તેમણે એકલા હાથે રૂઢિચુસ્તતા, અંધશ્રદ્ધા, આડંબર અને પાખંડ સામે ચળવળ શરૂ કરી હતી. તે સમયે વેદ પર ધૂળ જામેલી હતી, જેને સ્વામી દયાનંદજીએ દૂર કરી અને માનવતાને ફરીથી વેદોનો પરિચય કરાવ્યો. તેમના કાર્યના પરિણામે, ગુરુદત્ત વિદ્યાર્થી, સ્વામી શ્રદ્ધાનંદ, પંડિત લેખરામ જેવા તેજસ્વી વૈચારિક યોદ્ધાઓની નવી પેઢી પેદા થઈ હતી.

રાજ્યપાલશ્રીએ કહ્યું કે, આજે દુનિયામાં એવી વિચારસરણી વધી રહી છે કે ફક્ત આપણો અભિપ્રાય જ સાચો છે, બાકીના બધા ખોટા છે. આ સંકુચિત માનસિકતા વૈશ્વિક સંઘર્ષોનું મૂળ બની ગઈ છે. વેદ કોઈ ચોક્કસ લોકો માટે નહીં, પરંતુ સમગ્ર માનવજાતના કલ્યાણ માટે છે અને આ વેદોનો પરિચય કરાવનાર મહાપુરુષ મહર્ષિ દયાનંદ હતા.

રાજ્યપાલશ્રીએ ચિંતા વ્યક્ત કરી કે, આજે વેદોનું જ્ઞાન છે, પરંતુ આપણે તેને આપણી આસપાસ અને દુનિયામાં ફેલાવી શકતા નથી. જો આ જ્ઞાન આપણી સાથે સમાપ્ત થઈ જશે, તો તે આવનારી પેઢીઓ સુધી કેવી રીતે પહોંચશે? આ જ્ઞાન ત્યારે જ અર્થપૂર્ણ છે જ્યારે તેને વહેંચવામાં આવે.

રાજ્યપાલશ્રીએ તેમના સંબોધનની શરૂઆત પ્રખ્યાત વૈદિક મંત્ર – “ઓમ… અસતો મા સદ્ગમય, તમસો મા જ્યોતિર્ગમય, મૃત્યુયોર્મા અમૃતમ્ ગમય” – થી કરી અને કહ્યું કે, આ વૈદિક સંદેશ આજના મુશ્કેલ સમયમાં પણ સમગ્ર માનવતા માટે ખૂબ જ સુસંગત છે.

તેમણે કહ્યું કે, વર્ષ ૧૯૦૦ થી સ્વતંત્રતા સુધીનો સમયગાળો આર્ય સમાજ માટે સુવર્ણ યુગ હતો. ઉત્તર ભારતમાં વૈદિક વિચારધારાનો ફેલાવો એટલો વ્યાપક હતો કે ભાગ્યે જ કોઈ ઘર તેનાથી અળગું રહ્યું. સ્વતંત્રતા સંગ્રામના તમામ મુખ્ય સેનાનીઓ કોઈને કોઈ રીતે સ્વામી દયાનંદ અને આર્ય સમાજથી પ્રેરિત હતા. સ્વતંત્રતા પછી પણ, દેશના કલ્યાણ માટે કામ કરતા સમાજ સુધારકો પર આર્ય સમાજનો પ્રભાવ સ્પષ્ટપણે દેખાતો હતો.

તેમણે દુઃખ વ્યક્ત કર્યું કે, સમાજમાં અંધશ્રદ્ધા, કુરિવાજો, અવૈજ્ઞાનિક માન્યતાઓ અને પાખંડ ફરીથી માથું ઉંચુ કરી રહ્યા છે. આવા સમયે, આપણી જવાબદારી અનેકગણી વધી જાય છે.

રાજ્યપાલશ્રીએ મહાત્મા હંસરાજ, લાલા લજપત રાય અને ડી.એ.વી. સંસ્થાઓ જેવા સમાજ સુધારકોની ભૂમિકાનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, તેઓએ નવી પેઢીને શિક્ષિત કરવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું. રાજ્યપાલશ્રીએ સ્વામી શ્રદ્ધાનંદની પ્રેરણાદાયી વાર્તા પણ સંભળાવી હતી, જેમણે સત્યાર્થ પ્રકાશ વાંચ્યા પછી વૈદિક ગુરુકુળોની પુનઃસ્થાપનાનું કાર્ય હાથ ધર્યું હતું.

તેમણે જણાવ્યું કે, સ્વામી શ્રદ્ધાનંદે હરિદ્વારમાં ગંગા નદીના કિનારે પ્રકૃતિના સાનિધ્યમાં ગુરુકુળ કાંગડીની સ્થાપના કરી હતી, પરંતુ તે સમયે કોઈ પોતાના બાળકોને ત્યાં મોકલવાની હિંમત કરતું નહોતું. પછી તેમણે પોતાના પુત્રોને જ પોતાના શિષ્યો બનાવીને ગુરુકુળ શરૂ કર્યું હતું.

તેમણે કહ્યું કે, સ્વામી દયાનંદે પોતાના જીવનમાં અપમાન, ટીકા બધું જ સહન કર્યું, પરંતુ ક્યારેય પોતાના ધ્યેયથી ભટક્યા નહીં અને આર્ય સમાજની સ્થાપના કરી. આજે આર્ય સમાજના અનુયાયીઓએ વેદોના માર્ગને આગળ વધારવા અને સમાજને વૈદિક પ્રકાશથી પ્રકાશિત કરવો જરૂરી છે.

શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, આર્ય વીર દળ અને આર્ય વીરાંગના દળ જેવા સંગઠનો જ આર્ય સમાજના પુનરુત્થાનનો માર્ગ મોકળો કરી શકે છે.

આ પ્રસંગે શેર-એ-કાશ્મીર યુનિવર્સિટી, જમ્મુના વૈજ્ઞાનિક ડૉ. વિવેક મનોહર આર્ય ને પ્રાકૃતિક કૃષિ, જમીન વિજ્ઞાન, આબોહવા પરિવર્તન અને કુદરતી સંસાધન વ્યવસ્થાપનના ક્ષેત્રમાં તેમના નોંધપાત્ર યોગદાન બદલ રાજ્યપાલશ્રી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમ આર્ય પ્રતિનિધિ સભા, જમ્મુ અને કાશ્મીરના પ્રમુખ નરેન્દ્ર ત્રેહનના નેતૃત્વમાં આયોજિત કરાયો હતો. આર્ય પ્રતિનિધિ સભા, દિલ્હીના મહામંત્રી વિનય આર્ય, જમ્મુ અને કાશ્મીરના મહામંત્રી રાજીવ સેઠી, ખજાનચી યોગેશ ગુપ્તા, રણવિજય શાસ્ત્રી, મુકેશ શાસ્ત્રી, ચૈનલાલ શાસ્ત્રી, ડૉ. સત્યપ્રિયા, ડૉ. પ્રિયંકા, કુલદીપ ગુપ્તા અને સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ અરુણ કુમાર ગુપ્તાની પણ સક્રિય ભાગીદારી રહી હતી.
——————————————————————————–

ગુજરાત રાજ્ય ગાંધીનગર જિલ્લા માહિતી ખાતાના સમાચારો 

[7/21, 2:13 PM] Neha Talaviya.Mahiti: *મેદસ્વિતા અને ફૂડ એપ્લિકેશન…આશીર્વાદ કે અભિશાપ?*

માહિતી કચેરી અરવલ્લી
21 જુલાઈ 2025

આજના ડિજિટલ યુગમાં ફૂડ એપ્લિકેશન્સે જીવનને એટલું સરળ બનાવ્યું છે કે એક ટેપથી પિઝા, બર્ગર કે બિરયાની ઘરે પહોંચી જાય! પરંતુ આ સગવડ મેદસ્વિતાને નોતરું આપતી હોય તેમ લાગે છે. ઓફિસમાં બેઠાડું જીવન જીવતા કે ઘરે રહેતા ‘આજે કઈંક બહારથી મંગાવી લઈએ’..તેવા મૂડમાં ખોવાયેલા લોકો માટે આ એપ્સ આશીર્વાદ છે કે અભિશાપ? આ પાસાઓને થોડા હાસ્ય અને ગંભીરતા સાથે આપણે સમજીએ….

ફૂડ એપ્લિકેશન્સની સૌથી મોટી ખાસિયત એ છે કે તે તમારી ક્રેવિંગને ઝડપથી પૂરી કરે છે. રાત્રે 11 વાગે ચોકલેટ લાવા કેકની ઈચ્છા થઈ? બસ, એપ ખોલો, ઓર્ડર કરો, અને 30 મિનિટમાં તમે સ્વર્ગનો આનંદ માણી રહ્યા છો! પરંતુ આ સગવડની બીજી બાજુ એ છે કે આ એપ્સ તમારા ઘરના સભ્યો કરતાં પણ વધુ ચિંતા કરે છે! “આજે બિરયાની ખાઈ લો”, “50% ડિસ્કાઉન્ટ પર બર્ગર ઓર્ડર કરો” આવા મેસેજો દિવસમાં દસ વાર આવે, અને તમારી ક્રેવિંગ એકાએક જાગી જાય….!એક વખત ઓર્ડર કરો તો એપનું અલ્ગોરિધમ તમને એટલું સમજવા લાગે છે કે તમારી મમ્મી પણ શરમાઈ જાય..!

જો ગંભીર રીતે જોવા જઈએ તો, આ એપ્સ મેદસ્વિતાનું એક મોટું કારણ બની રહી છે. ફાસ્ટ ફૂડ, જેમાં ચરબી, ખાંડ અને કેલરીનું પ્રમાણ વદ્વારે હોય છે, તે એક ક્લિકના અබરે ઉપલબ્ધ છે. ઓફિસમાં કલાકો સુધી બેસી રહેતા લોકો અથવા ઘરે શારીરિક પ્રવૃત્તિ ન કરતા લોકો માટે આ ખોરાક શરીરમાં કેલરીનો ઢગલો ઉમેરે છે. ઉપરથી, ડિસ્કાઉન્ટની લાલચ અને આકર્ષક જાહેરાતો લોકોને વધુ ખાવા માટે પ્રેરે છે. એક અભ્યાસ મુજબ, ભારતમાં શહેરી વિસ્તારોમાં ફૂડ એપ્સના વધતા ઉપયોગ સાથે મેદસ્વિતાનું પ્રમાણ પણ વધ્યું છે.

પરંતુ જોવા જઈએ તો શું આ એપ્સ ખરેખર દોષી છે? ના, તે ફક્ત એક સાધન છે. જો તમે “સલાડ ઓર્ડર કરો” ને બદલે “ચીઝ બર્ગર” પસંદ કરો છો, તો દોષ કોનો? આ એપ્સ આશીર્વાદ પણ હોઈ શકે છે જો તમે તેનો ઉપયોગ સમજદારીથી કરો. ઘણી એપ્સ હવે હેલ્ધી વિકલ્પો, જેમ કે લો-કેલરી ભોજન કે ઓર્ગેનિક ખોરાક, ઓફર કરે છે. ઉપરાંત, તમારી ક્રેવિંગને કાબૂમાં રાખવા નોટિફિકેશન બંધ કરી શકાય છે. ..હા, તે “અનસબ્સ્ક્રાઈબ” બટન ખરેખર કામ કરે છે!

ફૂડ એપ્લિકેશન્સ એક તરફ સગવડ આપે છે, પરંતુ તેનો વધુ પડતો ઉપયોગ મેદસ્વિતા અને આરોગ્ય સમસ્યાઓને નોતરે છે. સંતુલિત આહાર, નિયમિત વ્યાયામ અને સ્વ-નિયંત્રણ દ્વારા આ એપ્સને આશીર્વાદ બનાવી શકાય છે. નહીં તો, આજે બર્ગર, કાલે પિઝા, અને પરસો… મેદસ્વિતાનું કારણ..!
*******
રેશ્મા નિનામા
માહિતી કચેરી અરવલ્લી
[7/21, 2:30 PM] Neha Talaviya.Mahiti: *કપાસમાં ચૂસિયા જીવાતોના સંકલિત વ્યવસ્થાપન અંગે વાવણી બાદ લેવાના પગલાં*
……..

શેઢાપાળા ઉપર નિંદામણો ખાસ કરીને ગાડર/ કાંકસી/જંગલી ભીંડા/કોંગ્રેસ ઘાસ/ જંગલી જાસૂદ વિગેરે પ્રકારના નિંદામણોનો છોડ ઉખાડીને નાશ કરવો.

મોલોમશી તથા તડતડીયાનાં જૈવિક નિયંત્રણ માટે પરભક્ષી લીલી પોપટી (ક્રાયસોપા) ની ર થી ૩ દિવસની ઇયળો હેકટરે ૧૦,૦૦૦ ની સંખ્યામાં ૧૫ દિવસના ગાળે બે વખત છોડવી.

લીમડાનાં મીંજનું પત્રનું દ્રાવણ અથવા એઝાડીરેકટીન જેવી બિનરાસાયણિક તત્વ ધરાવતી ૧૫૦૦, ૩૦૦૦ કે ૧૦,૦૦૦ પીપીએમ અનુક્રમે ૫ લી, ૨.૫ લી કે ૭૫૦ મીલી પ્રતિ હેકટરે ઉપયોગ કરવો.

મોલો મશી, સફેદમાખીનીમોજણી અને નિયંત્રણ માટે પીળા ચીકણાં પિંજરનો ઉપયોગ કરવો.

રાતા ચૂસિયાં અને રૂપલાંના નિયંત્રણ માટે કેરોસીનવાળા પાણીમાં અર્ધ ખુલેલા કે આખા ખુલેલા જીંડવાઓ ખંખેરી રૂપલાં ભેગા કરી નાશ કરવો અથવા છોડ હલાવી અને બે છેડેથી દોરડું પકડી હારમાં ઝડપથી ચાલવાથી આ રૂપલાઓને નીચે પાડી નાશ કરવો.

પ્રાકૃતિક કૃષિમાં ચૂસિયા જીવાતોના નિયંત્રણ માટે ૨૦૦ લિટર નિમાસ્ત્ર (પાણી ભેળવ્યા વિના) એક એકર મુજબ છાંટવું. બ્રહ્માસ્ત્ર, દશપર્ણી અર્ક જેવી બિનરસાયણિક જંતુનાશકો ૬ થી ૮ લીટર માત્રામાં ૨૦૦ લિટર પાણીમાં ભેળવી એક એકર મુજબ છંટકાવ કરવો.

ચૂસિયા જીવાતોના જૈવિક નિયંત્રણ માટે સુક્ષ્મ જૈવિક નિયંત્રકો જેવા કે, વર્ટીસીલીયમ લેકાની અથવા બુવેરીયા બાસીયાના ૫૦ ગ્રામ ૧૦ લીટર પાણીમાં પાકની શરૂઆતની અવસ્થાએ વાતાવરણમાં ભેજ હોય ત્યારે છંટકાવ કરવો.

સફેદમાખીના ઉપદ્રવની શરૂઆત જણાયેથી તેના નિયંત્રણ માટે એઝાડીરેકટીન ૧૫૦૦ પીપીએમ ૫૦ મીલી ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

ટી મોસ્કીટો બગથી થયેલ નુક્શાનનો ભાગ તોડીને નાશ કરવો તથા ખેતરની અંદર છાંયડો ન પડે તેની કાળજી રાખવી. જીવાતની શરૂઆત જણાય તે વખતે એઝાડીરેકટીન ૧૫૦૦ પીપીએમ ૫૦ મીલી અથવા બીવેરીયા બેસીયાના નામની ફૂગનો પાઉડર ૪૦ ગ્રામ ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

કપાસના પાકમાં સ્થાનિક જીવાતો (એન્ડેમિક પેસ્ટ)નો વધુ ઉપદ્રવ જણાયેથી આપના કાર્યક્ષેત્રને લગત કૃષિ યુનિવર્સીટી દ્વારા ભલામણ કરેલ રાસાયણિક જંતુનાશક દવાઓનો જરૂરીયાત તેમજ ભલામણ મુજબ ઉપયોગ કરવો.વધુમાં, જંતુનાશક દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે તે પાક માટે, આપવામાં આવેલ ડોઝ અને જે તે રોગ/ જીવાત માટેનીદવા છે તે ભલામણ મુજબ સંકલિત જીવાત વ્યવસ્થાપનના ભાગરૂપે જણાવવામાં આવે છે. તબક્કાવાર અનુસરવા

આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક /વિસ્તરણ અધિકારી/ ખેતી અધિકારી/ તાલુકા અમલીકરણ અધિકારી/ મદદનીશ ખેતી નિયામક/ જિલ્લા ખેતીવાડી કરવો. અધિકારી/ નાયબ ખેતી નિયામક (વિસ્તરણ)/ નાયબ ખેતી નિયામક (તાલીમ) નો સંપર્ક કરવો.

આ માહિતી સોર્સ: મુખ્ય કપાસ સંશોધન કેન્દ્ર, નવસારી કૃષિ યુનિવર્સીટી, જમીનજન્ય રોગ-જીવાતોનું સંકલિત નિયંત્રણ માહિતી પુસ્તિકાઅનેપ્રાકૃતિક કૃષિ માહિતી પુસ્તિકાને આધારિત છે.

******************†*******
[7/21, 2:33 PM] Neha Talaviya.Mahiti: *જીલ્લા રોજગાર વિનિમય કચેરી, ગાંધીનગર દ્વારા તા.૨૫/૦૭/૨૦૨૫ નાં રોજ મ્યુનીસીપલ કોમ્યુનીટી હોલ, સેક્ટર-૭, ગાંધીનગર ખાતે રોજગાર ભરતીમેળો યોજાશે*
……
જીલ્લા રોજગાર વિનિમય કચેરી, ગાંધીનગર દ્વારા રોજગારવાંચ્છુ ઉમેદવારોના લાભાર્થે તા.૨૫/૦૭/૨૦૨૫નાં રોજ સવારે ૧૦:૦૦ કલાકે મ્યુનીસીપલ કોમ્યુનીટી હોલ, સૌરાષ્ટ્ર પટેલ વાડીની બાજુમાં, પોલીસ સ્ટેશન સામે, સેક્ટર-૭, ગાંધીનગર ખાતે રોજગાર ભરતીમેળો તેમજ સ્વરોજગાર શિબિરનું આયોજન કરવામાં આવેલ છે. આ રોજગાર ભરતીમેળામાં ગાંધીનગર જીલ્લાના નોકરીદાતાઓ દ્વારા કુશળ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવશે. જેમાં ૧૮ થી ૩૫ વર્ષની ઉંમરના ધો.૧૦ પાસ, ધો.૧૨ પાસ, ડિપ્લોમા, આઈ.ટી.આઈ. તમામ ટ્રેડ, કોઈ પણ સ્નાતક કક્ષાનાં ઊત્તીર્ણ થયેલ લાયકાત ધરાવતા ફક્ત શારીરિક સશક્ત ઉમેદવારો लाग લઇ શકશે. ઇચ્છુક ઉમેદવાર અનુબંધમ પોર્ટલ www.anubandham.gujarat.gov.in ઉપર રજીસ્ટ્રેશન કરી શકે છે. આ રોજગાર ભરતી મેળાનું અનુબંધમ જોબફેર આઇ.ડી JF984985326 છે. ભરતીમેળામાં અસલ પ્રમાણપત્રોની ઝેરોક્ષ નકલો અને બાયોડેટા સાથે લાવવાના રહેશે. આ ભરતીમેળામાં રોજગાર કચેરીમાં નામ નોંધણી કરાવેલ અને નોંધણી વગરના માત્ર ગાંધીનગર જીલ્લાનાં જ રોજગારવાંચ્છુ ઉમેદવારો ભાગ લઇ શકશે, તેમજ રોજગાર કચેરીમાં નોંધણી કરાવવા ઇચ્છુક ઉમેદવારો પોતાના અસલ શૈક્ષણિક પ્રમાણપત્રો, એલ.સી, લાગુ પડતી જાતિ અંગેનુ પ્રમાણપત્ર અને પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ સાથે રૂબરૂ હાજર રહેવું,એમ જીલ્લા રોજગા અધિકારી દ્વારા જણાવાયું છે.

********************†*
[7/21, 2:37 PM] Neha Talaviya.Mahiti: *નેશનલ મિશન ફોર નેચરલ ફાર્મિંગ(NMNF)-ભારત સરકારનું પ્રાકૃતિક કૃષિને વેગ આપવાનું મિશન અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં શિબિર યોજાઈ*
‌…..
નેશનલ મિશન ફોર નેચરલ ફાર્મિંગ(NMNF)-ભારત સરકારનું પ્રાકૃતિક કૃષિને વેગ આપવાનું મિશન સમગ્ર ભારત દેશમાં પુરજોશ માં ચાલી રહ્યું છે. જેમાં આર્ટ ઓફ લિવિંગની
શ્રી શ્રી ઇન્સ્ટિટ્યૂટ ઓફ એગ્રિકલચરલ સાયન્સિસ એન્ડ ટેક્નોલોજી ટ્રસ્ટ(બેંગ્લોર) કે જે રિજિયોનલ કાઉન્સિલ તરીકે કામ કરે છે.તે અંતર્ગત પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોને આ નેશનલ મિશન સાથે જોડવા માટે ગાંધીનગરના મુ.શિંહોલી મોટી પ્રાતેનમા પ્રાકૃતિક કૃષિ ફાર્મ
(મોડેલ ફાર્મ) શ્રી નરેન્દ્ર મંડીર નેશનલ મિશન ફોર નેચરલ ફાર્મિંગ(NMNF)-ભારત સરકારનું પ્રાકૃતિક કૃષિને વેગ આપવાનું મિશન સમગ્ર ભારત દેશમાં પુરજોશ માં ચાલી રહ્યું છે. જેમાં આર્ટ ઓફ લિવિંગ ની
શ્રી શ્રી ઇન્સ્ટિટ્યૂટ ઓફ એગ્રિકલચરલ સાયન્સિસ એન્ડ ટેક્નોલોજી ટ્રસ્ટ(બેંગ્લોર) કે જે રિજિયોનલ કાઉન્સિલ તરીકે કામ કરે છે.
તે અંતર્ગત પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોને આ નેશનલ મિશન સાથે જોડવા માટે ગાંધીનગરના શ્રી નરેન્દ્ર મંડીરના શિંહોલી મોટી ખાતે આવેલા
પ્રાતેનમા પ્રાકૃતિક કૃષિ ફાર્મ
(મોડેલ ફાર્મ) ખાતે બહોળી સંખ્યામાં ખેડૂતોને આમંત્રિત કરવામાં આવ્યા હતા.
જેમાં ભારત સરકારના આરસીઓએનેફ (RCONF ) ના રિજિયોનલ ડાયરેક્ટર શ્રી અજયસિંહ રાજપૂત ની ઉપસ્થિતિ માં બહોળા પ્રમાણ માં ખેડૂતો એ નેશનલ મિશન ફોર નેચરલ ફાર્મિંગ માં નોંધણી કરાવી હતી.આર્ટ ઓફ લિવિંગ ની સંસ્થા તરફથી પ્રોજેક્ટ કોઓર્ડીનેટર શ્રી ચિંતન ભાઈ વ્યાસ પણ હાજર હતા. ગાંધીનગર જિલ્લાના આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટર પરાગભાઈ કેવડિયા અને પ્રાતેનમા પ્રાકૃતિક ફાર્મ ના પ્રગતિશીલ અને ધરતીપુત્ર એવોર્ડ વિજેતા ખેડૂત શ્રી નરેન્દ્રભાઈ મંડીર કે જેઓ હંમેશા પ્રાકૃતિક અને પરંપરાગત કૃષિ માટે સતત કાર્યશીલ છે. તેમણે સમગ્ર કાર્યક્રમ નું આયોજન કર્યું હતું.
ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી ની આર્ટ ઓફ લિવિંગ ની સંસ્થા SSIAST દ્વારા સમગ્ર ગુજરાત માંથી મોટા પ્રમાણ માં ખેડૂતો ને પ્રાકૃતિક કૃષિ તરફ વાળવા માટે કેટલાય વર્ષોથી અથાગ પ્રયત્ત્નો ચાલી રહ્યા છે.
તેમાં જયારે ખેડૂત મિત્રોની સાથે સરકારી સંસ્થા અને નિશ્વાર્થ ભાવે સેવા કરતી આવી સંસ્થાઓ જોડાય ત્યારે સચોટ પરિણામ જરૂર થી મળે છે અને અન્નદાતા સુખીભવ: નો મંત્ર સાર્થક થાય છે.

અહીંયા કોઈપણ સમાચારો ફોટાઓ અને વિડિયો માત્ર જનજાગૃતિના ભાગરૂપે પ્રસિદ્ધ કરવામાં આવે છે તેમ છતાં કોઈને પણ વાંધાજનક લાગે તો તંત્રી નો સંપર્ક કરીને કરાવી શકે છે. તંત્રી