2 ઓગસ્ટ.2025 ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક પીડીએફ જુવો (ગુજરાત રાજ્ય માહિતી ખાતાના સમાચારો)janfariyadnews youtube channel links જૂવો

2 Ng pdf (3)

(ગુજરાત રાજ્ય માહિતી ખાતાના સમાચારો)

[8/31, 4:28 PM] Dilip Gajjar.Mahiti.Press: *ભાદરવી પૂનમ મહા મેળો ૨૦૨૫*
_________
*આવતીકાલથી અરવલ્લીની ગિરિમાળાઓ ગુંજી ઉઠશે જય અંબેના નાદથી*
__________
*”આસ્થા તમારી, વ્યવસ્થા અમારી” – સુવિધાઓ સાથે પદયાત્રીઓને આવકારવા બનાસકાંઠા તંત્ર સજ્જ*
__________
*આ ભવ્ય મેળામાં અંદાજે ૩૦ લાખથી વધારે ભક્તો જોડાશે: યાત્રિકો માટે વિનામૂલ્યે ભોજન વ્યવસ્થા*
__________
*પદયાત્રીઓ માટે ૪ સ્થળોએ વૉટરપ્રૂફ ડોમ – ૧૨૦૦ બેડ સાથે આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ*
__________
*પ્રથમવાર ૪૦૦ ડ્રોનથી અદ્ભુત ડ્રોન લાઇટ શો – ૩ અને ૪ સપ્ટેમ્બરે રાત્રે ૮:૩૦ કલાકે*
__________
*૨૮ પ્રસાદ કેન્દ્ર ખાતેથી ૩૦ લાખથી વધુ પ્રસાદ પેકેટનું વિતરણ – ૭૫૦ કારીગરો જોડાયા પ્રસાદ તૈયારીમાં*
___________
*મહામેળામાં સુરક્ષા માટે ૫૦૦૦ જવાનો – “Not Force but Facilitation” ના મંત્ર સાથે ફરજ બજાવશે જવાનો*
__________
(માહિતી બ્યુરો, પાલનપુર)

“આસ્થા તમારી વ્યવસ્થા અમારી”ના મંત્ર સાથે અંબાજી ભાદરવી પૂનમ મહા મેળામાં પદયાત્રીઓને આવકારવા બનાસકાંઠા વહીવટી તંત્ર સજ્જ છે. અંબાજી ખાતે ૧ થી ૭ સપ્ટેમ્બર ૨૦૨૫ દરમિયાન ભાદરવી પૂનમ મહામેળાની સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ કરાઈ છે. જિલ્લા કક્ષાની ૨૯ સમિતિઓ સહિત મંદિર ટ્રસ્ટ અને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સંયુક્ત ઉપક્રમે ચાલુ વર્ષે પદયાત્રીઓની સુવિધાઓમાં વધારો કરાયો છે.

અંબાજી મહા મેળામાં સાત દિવસ દરમિયાન ૩૦ લાખથી પણ વધારે યાત્રિકો આવતા હોય છે. બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એમ.જે.દવે, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી પ્રશાંત સુંબે અને અંબાજી વહીવટદારશ્રી કૌશિક મોદી દ્વારા ડિજિટલ માધ્યમ થકી દેશ અને રાજ્યના પદયાત્રી માઇભક્તોને અંબાજી પધારવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

*દર્શન માટે વિશેષ વ્યવસ્થા*

અંબાજી મહા મેળામાં તમામ દર્શનાર્થીઓને માઁ અંબેના સરળતાથી દર્શન થઈ શકે તે માટે વિશેષ વ્યવસ્થાઓ ઉભી કરાઈ છે. બસ સ્ટેન્ડથી લઈને મંદિર સુધી રેલીંગ ઊભા કરાયા છે. યાત્રાળુઓને લાઇનમાં પીવાના પાણીની સુવિધા મળશે. મંદિર દર્શન બાદ બહાર નીકળવા માટે અંબાજી શક્તિદ્વારની બાજુમાં યાત્રિક પ્લાઝા, હવન શાળાની બાજુનો ગેટ ૭ એ તથા ભેરવજી મંદિર તરફનો ગેટ નંબર ૮ રહેશે. દંડવત પ્રણામ, દિવ્યાંગ, વ્હીલ ચેર યાત્રિક, સીનીયર સીટીઝન તથા ગરબાવાળા યાત્રિકોને બસ સ્ટેન્ડથી મંદિર સુધી વચ્ચેની લાઈનમાંથી સીધા લઈ જવાની વ્યવસ્થા ઊભી કરાઈ છે. દર્શન પ્રવેશ સ્થળથી મંદિર સુધી વ્હીલ ચેર તેમજ ઈલેક્ટ્રીક વાહન -ઈ-રીક્ષાની વિશેષ સુવિધા ઉભી કરાઈ છે.

*પદયાત્રીઓ માટે નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા*

અંબાજી ખાતે આવતા યાત્રિકો માટે કુલ ચાર સ્થળોએ નિશુલ્ક ભોજનની વ્યવસ્થા કરાઈ છે. શ્રી અંબિકા ભોજનાલય અંબાજી, દિવાળી બા ગુરૂભવન દાંતા રોડ, ગબ્બર તળેટી અને વ્યંકટેશ માર્બલની બાજુમાં દાંતા રોડ ખાતે નિશુલ્ક ભોજનની વ્યવસ્થા કરાઈ છે.

*પદયાત્રીઓ માટે વિશેષ સુવિધાઓ*

મહામેળા દરમિયાન તમામ પદયાત્રીઓ રોડની ડાબી બાજુએ ચાલશે. રસ્તામાં પાણી, લીંબુ શરબત, મેડિકલ કેમ્પ, ટોયલેટ સહિતની સુવિધાઓ ઉભી કરાઈ છે. સેવા કેમ્પ થકી પણ પદયાત્રીઓને સુવિધાઓ આપવામાં આવશે. આ સાથે યાત્રિક મુખ્ય પ્રવેશ ડોમ ( એસ.ટી. સ્ટેન્ડ સંકુલ) ખાતે અને ગબ્બર તળેટી ખાતે લગેજ પગરખા કેન્દ્ર ઊભા કરાયા છે. અંબાજી થી ૬૦ કિલોમીટર અંતર સુધી સ્ટ્રીટ લાઇટની સુવિધા ઉપલબ્ધ રહેશે.

*અંબાજી પગપાળા યાત્રાળુઓ માટે વૉટરપ્રૂફ ડોમની સુવિધા*

અંબાજી મહામેળા દરમિયાન પગપાળા યાત્રાળુઓની સુવિધાને ધ્યાનમાં રાખીને આ વર્ષે ચાર અલગ-અલગ સ્થળોએ વૉટરપ્રૂફ ડોમ ઉભા કરવામાં આવ્યા છે. દાંતાથી અંબાજી આવતા માર્ગ પર પાન્છા ખોડીયાર-બ્રહ્માની માર્બલ સામે વીર મહારાજ વચ્ચેની ખુલ્લી જગ્યા, હડાદથી અંબાજી આવતા માર્ગ પર કામાક્ષી મંદિર સામેની જગ્યા, જૂની કોલેજ ખાતે આવેલ ખુલ્લી જગ્યા તથા માંગલ્ય વનની પાછળના ભાગની જગ્યા એમ કુલ ચાર સ્થળોએ આ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

આ ડોમમાં યાત્રાળુઓ માટે અંદાજે ૧૨૦૦ બેડની વ્યવસ્થા સાથે મલ્ટી પર્પઝ ડોમ, શૌચાલય, સીસીટીવી કેમેરા, મોબાઇલ ચાર્જિંગ સુવિધા, હાઉસકીપિંગ સર્વિસ, સાઈનેજિસ, ફ્લોર કાર્પેટ, ફ્લૅગ પોલ, પીવાના પાણીની વ્યવસ્થા, ઈલેક્ટ્રિફિકેશન, અગ્નિશામક સાધનો તેમજ સમાન મુકવાની સુવિધા જેવી આધુનિક વ્યવસ્થાઓ કરવામાં આવી છે.

*૩૫ સ્થળોએ પાર્કિગની વિશેષ સુવિધા*

અંબાજી ખાતે આવતા વાહનો માટે કુલ ૧ લાખ ૮૩ હજાર ૮૫૫ ચોરસ મીટર એરિયામાં કુલ ૩૫ જેટલા પાર્કિંગ ઊભા કરાયા છે જેમાં કુલ ૨૨૫૪૧ કરતા વધારે વાહનો પાર્ક કરી શકાશે. દાંતા રોડ પર ૨૩ તથા હડાદ રોડ પર ૧૨ પાર્કિંગ સ્થળો ઊભા કરાયા છે. ચાલુ વર્ષે શ્રદ્ધાળુઓ ઘરે બેઠા પાર્કિંગ બુક કરી શકે તે માટે Show my Parking એપ્લિકેશનની ઑનલાઇન સુવિધા ઉપલબ્ધ કરાઈ છે.

*પાર્કિંગ સ્થળ થી મંદિર જવા- આવવા માટે વિનામૂલ્યે બસની વ્યવસ્થા*

અંબાજી ખાતે આવતા માઇભક્તો માટે પાર્કિંગના સ્થળેથી મંદિર ખાતે જવા – આવવા માટે મંદિર ટ્રસ્ટ તરફથી વિનામૂલ્યે મીની બસ સેવા સર્વિસ આપવામાં આવશે. દાંતા રોડ પર પાંછા બસ સ્ટેશન પાસેના પાર્કિંગ થી તથા હડાદ રોડ માટે ચીખલા પાર્કિંગ પ્લોટથી દર્શનપથ સુધી મીની બસ સેવાની આવવા – જવા માટે વિનામૂલ્યે સુવિધા આપવામાં આવશે.

*૨૮ પ્રસાદ કેન્દ્રો થકી ૩૦ લાખથી વધુ પ્રસાદ પેકેટનું વિતરણ*

અંબાજી મહા મેળામાં જેટલું મહત્વ પદયાત્રા અને દર્શનનું છે એટલું જ મહત્વ માતાજીના મનભાવન પ્રસાદ મોહનથાળનું પણ હોય છે. મહામેળામાં પ્રસાદ વિતરણ માટે કુલ ૨૮ પ્રસાદ કેન્દ્રો ઊભા કરાયા છે. મેળા દરમિયાન કુલ ૧૦૦૦ થી ૧૨૦૦ ઘાણ જેટલી પ્રસાદ બનાવવામાં આવશે. ૧ ઘાણમાં કુલ ૩૨૬.૭ કિલોગ્રામ પ્રસાદ બનશે. ૭૫૦ જેટલા કારીગરો પ્રસાદ બનાવવાની કામગીરી કરશે. મેળા દરમિયાન ૩૦ લાખથી વધુ પ્રસાદના પેકેટ વિતરણ કરાશે.

*મહા મેળામાં ૫૦૦૦ જવાનો Not Force but facilitation તરીકે ફરજ બજાવશે*

અંબાજી મહા મેળાની સુરક્ષા માટે ત્રણ સ્તરના પોલીસ બંદોબસ્ત સાથે ૫૦૦૦ જવાનો સુરક્ષા સાથે Not Force but facilitation તરીકે ફરજ બજાવશે. ઘોડેસવાર પોલીસ, મહિલા “શી ટીમ” અને ખાસ મોનીટરીંગ ટીમો સાથે મેળામાં સુરક્ષા જાળવવામાં આવશે. ૩૩૨થી વધુ કેમેરા થકી સમગ્ર મેળાનું મોનીટરીંગ કરાશે. કાયદો અને વ્યવસ્થાના સુચારૂ અમલીકરણ માટે કંટ્રોલ રૂમ, વોચ ટાવર, બોડી વોર્ન અને ડ્રોન કેમેરા થકી સુરક્ષા કરાશે.

*સૌ પ્રથમવાર ૪૦૦ ડ્રોન થકી ભવ્ય ડ્રોન લાઇટ શો*

અંબાજી મહા મેળામાં સૌ પ્રથમવાર ૪૦૦ ડ્રોન દ્વારા ભવ્ય ડ્રોન લાઇટ શોનું આયોજન કરાયું છે, જેનું મુખ્ય આકર્ષણ ૩ અને ૪ સપ્ટેમ્બરના રોજ રાત્રે ૮:૩૦ કલાકે રહેશે. આકાશમાં રંગબેરંગી લાઇટોથી સજ્જ ડ્રોન દ્વારા માતાજીના મંદિરની છબિ, “જય માતાજી”નું લખાણ, ત્રિશૂળ તથા શક્તિના પ્રતિકોની અદભુત રચનાઓ થશે, જે ભક્તોને મંત્રમુગ્ધ કરી દેશે. આ અનોખા પ્રદર્શનથી અંબાજીની ગૌરવશાળી સંસ્કૃતિ, અધ્યાત્મ અને આધુનિક ટેકનોલોજીનો અનોખો સમન્વય પ્રદર્શિત કરાશે.

*સ્વચ્છતા ત્યાં પ્રભુતાના મંત્ર સાથે વિશેષ સ્વચ્છતા અભિયાન*

અંબાજી મહા મેળામાં સ્વચ્છતા ત્યાં પ્રભુતાના મંત્ર સાથે ૧૫૦૦ જેટલા સફાઈકર્મીઓ રાઉન્ડ ધ ક્લોક વિશેષ સ્વચ્છતા અભિયાનમાં જોડાયા છે. ટ્રેક્ટર દ્વારા અંબાજી સ્થિત અલગ અલગ સ્થળો ખાતેથી કચરાને એકત્રિત કરીને તેનો નિકાલ કરાશે.

*યાત્રાળુઓ માટે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ*

૧ સપ્ટેમ્બરના રોજ ગબ્બર તળેટી, અંબાજી ખાતે ગુજરાતના ખ્યાતનામ કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. સાંજે ૪ કલાક થી લઈને રાત્રિના ૧૦ કલાક સુધી ડાક ડમરૂનો નાદ, રાસ/ગરબા, લોક ડાયરો, ગણેશ વંદના, સરસ્વતિ વંદના, મહિસાસુર મદિની સ્તોત્ર, કનકધારા સ્તોત્રમ, લોકનૃત્ય, માતૃ શક્તિ પર લોક ડાયરા શકિત અંબાજી થીમ આધારિત સંગીતનો કાર્યક્રમ યોજાશે.

*અંબાજીમાં થીમ આધારિત લાઈટીંગ અને વિશેષ શણગાર*

અંબાજી ખાતે આ વર્ષે ગબ્બર રૂટ, અંબાજી મંદિર, પ્રવેશના ત્રણેય દ્વાર, ૫૧ શક્તિપીઠ સર્કલ તેમજ માર્ગ ઉપર અને આસપાસના વિસ્તારમાં વિશેષ રોશની કરાશે. માતાજીના સ્વરૂપ ઉપર આધારીત થીમ બેઝ લાઈટીંગ દ્વારા સમગ્ર વિસ્તારમાં એક સમાન અને ભવ્ય આભા ઊભી કરાઈ છે. જે યાત્રાળુઓને અનોખો અનુભવ કરાવશે. મુખ્ય મંદિરને સુંદર ફૂલોથી શણગારવામાં આવ્યું છે, જ્યારે રાત્રિના સમયે ચાચર ચોકમાં દીવાની ઝગમગતી લાઈટીંગ યાત્રાળુઓને આકર્ષિત કરશે.
***
[8/31, 4:28 PM] Dilip Gajjar.Mahiti.Press: *ભાદરવી પૂનમ મહા મેળો ૨૦૨૫*
_________
*આવતીકાલથી અરવલ્લીની ગિરિમાળાઓ ગુંજી ઉઠશે જય અંબેના નાદથી*
__________
*”આસ્થા તમારી, વ્યવસ્થા અમારી” – સુવિધાઓ સાથે પદયાત્રીઓને આવકારવા બનાસકાંઠા તંત્ર સજ્જ*
__________
*આ ભવ્ય મેળામાં અંદાજે ૩૦ લાખથી વધારે ભક્તો જોડાશે: યાત્રિકો માટે વિનામૂલ્યે ભોજન વ્યવસ્થા*
__________
*પદયાત્રીઓ માટે ૪ સ્થળોએ વૉટરપ્રૂફ ડોમ – ૧૨૦૦ બેડ સાથે આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ*
__________
*પ્રથમવાર ૪૦૦ ડ્રોનથી અદ્ભુત ડ્રોન લાઇટ શો – ૩ અને ૪ સપ્ટેમ્બરે રાત્રે ૮:૩૦ કલાકે*
__________
*૨૮ પ્રસાદ કેન્દ્ર ખાતેથી ૩૦ લાખથી વધુ પ્રસાદ પેકેટનું વિતરણ – ૭૫૦ કારીગરો જોડાયા પ્રસાદ તૈયારીમાં*
___________
*મહામેળામાં સુરક્ષા માટે ૫૦૦૦ જવાનો – “Not Force but Facilitation” ના મંત્ર સાથે ફરજ બજાવશે જવાનો*
__________
(માહિતી બ્યુરો, પાલનપુર)

“આસ્થા તમારી વ્યવસ્થા અમારી”ના મંત્ર સાથે અંબાજી ભાદરવી પૂનમ મહા મેળામાં પદયાત્રીઓને આવકારવા બનાસકાંઠા વહીવટી તંત્ર સજ્જ છે. અંબાજી ખાતે ૧ થી ૭ સપ્ટેમ્બર ૨૦૨૫ દરમિયાન ભાદરવી પૂનમ મહામેળાની સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ કરાઈ છે. જિલ્લા કક્ષાની ૨૯ સમિતિઓ સહિત મંદિર ટ્રસ્ટ અને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સંયુક્ત ઉપક્રમે ચાલુ વર્ષે પદયાત્રીઓની સુવિધાઓમાં વધારો કરાયો છે.

અંબાજી મહા મેળામાં સાત દિવસ દરમિયાન ૩૦ લાખથી પણ વધારે યાત્રિકો આવતા હોય છે. બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એમ.જે.દવે, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી પ્રશાંત સુંબે અને અંબાજી વહીવટદારશ્રી કૌશિક મોદી દ્વારા ડિજિટલ માધ્યમ થકી દેશ અને રાજ્યના પદયાત્રી માઇભક્તોને અંબાજી પધારવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

*દર્શન માટે વિશેષ વ્યવસ્થા*

અંબાજી મહા મેળામાં તમામ દર્શનાર્થીઓને માઁ અંબેના સરળતાથી દર્શન થઈ શકે તે માટે વિશેષ વ્યવસ્થાઓ ઉભી કરાઈ છે. બસ સ્ટેન્ડથી લઈને મંદિર સુધી રેલીંગ ઊભા કરાયા છે. યાત્રાળુઓને લાઇનમાં પીવાના પાણીની સુવિધા મળશે. મંદિર દર્શન બાદ બહાર નીકળવા માટે અંબાજી શક્તિદ્વારની બાજુમાં યાત્રિક પ્લાઝા, હવન શાળાની બાજુનો ગેટ ૭ એ તથા ભેરવજી મંદિર તરફનો ગેટ નંબર ૮ રહેશે. દંડવત પ્રણામ, દિવ્યાંગ, વ્હીલ ચેર યાત્રિક, સીનીયર સીટીઝન તથા ગરબાવાળા યાત્રિકોને બસ સ્ટેન્ડથી મંદિર સુધી વચ્ચેની લાઈનમાંથી સીધા લઈ જવાની વ્યવસ્થા ઊભી કરાઈ છે. દર્શન પ્રવેશ સ્થળથી મંદિર સુધી વ્હીલ ચેર તેમજ ઈલેક્ટ્રીક વાહન -ઈ-રીક્ષાની વિશેષ સુવિધા ઉભી કરાઈ છે.

*પદયાત્રીઓ માટે નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા*

અંબાજી ખાતે આવતા યાત્રિકો માટે કુલ ચાર સ્થળોએ નિશુલ્ક ભોજનની વ્યવસ્થા કરાઈ છે. શ્રી અંબિકા ભોજનાલય અંબાજી, દિવાળી બા ગુરૂભવન દાંતા રોડ, ગબ્બર તળેટી અને વ્યંકટેશ માર્બલની બાજુમાં દાંતા રોડ ખાતે નિશુલ્ક ભોજનની વ્યવસ્થા કરાઈ છે.

*પદયાત્રીઓ માટે વિશેષ સુવિધાઓ*

મહામેળા દરમિયાન તમામ પદયાત્રીઓ રોડની ડાબી બાજુએ ચાલશે. રસ્તામાં પાણી, લીંબુ શરબત, મેડિકલ કેમ્પ, ટોયલેટ સહિતની સુવિધાઓ ઉભી કરાઈ છે. સેવા કેમ્પ થકી પણ પદયાત્રીઓને સુવિધાઓ આપવામાં આવશે. આ સાથે યાત્રિક મુખ્ય પ્રવેશ ડોમ ( એસ.ટી. સ્ટેન્ડ સંકુલ) ખાતે અને ગબ્બર તળેટી ખાતે લગેજ પગરખા કેન્દ્ર ઊભા કરાયા છે. અંબાજી થી ૬૦ કિલોમીટર અંતર સુધી સ્ટ્રીટ લાઇટની સુવિધા ઉપલબ્ધ રહેશે.

*અંબાજી પગપાળા યાત્રાળુઓ માટે વૉટરપ્રૂફ ડોમની સુવિધા*

અંબાજી મહામેળા દરમિયાન પગપાળા યાત્રાળુઓની સુવિધાને ધ્યાનમાં રાખીને આ વર્ષે ચાર અલગ-અલગ સ્થળોએ વૉટરપ્રૂફ ડોમ ઉભા કરવામાં આવ્યા છે. દાંતાથી અંબાજી આવતા માર્ગ પર પાન્છા ખોડીયાર-બ્રહ્માની માર્બલ સામે વીર મહારાજ વચ્ચેની ખુલ્લી જગ્યા, હડાદથી અંબાજી આવતા માર્ગ પર કામાક્ષી મંદિર સામેની જગ્યા, જૂની કોલેજ ખાતે આવેલ ખુલ્લી જગ્યા તથા માંગલ્ય વનની પાછળના ભાગની જગ્યા એમ કુલ ચાર સ્થળોએ આ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

આ ડોમમાં યાત્રાળુઓ માટે અંદાજે ૧૨૦૦ બેડની વ્યવસ્થા સાથે મલ્ટી પર્પઝ ડોમ, શૌચાલય, સીસીટીવી કેમેરા, મોબાઇલ ચાર્જિંગ સુવિધા, હાઉસકીપિંગ સર્વિસ, સાઈનેજિસ, ફ્લોર કાર્પેટ, ફ્લૅગ પોલ, પીવાના પાણીની વ્યવસ્થા, ઈલેક્ટ્રિફિકેશન, અગ્નિશામક સાધનો તેમજ સમાન મુકવાની સુવિધા જેવી આધુનિક વ્યવસ્થાઓ કરવામાં આવી છે.

*૩૫ સ્થળોએ પાર્કિગની વિશેષ સુવિધા*

અંબાજી ખાતે આવતા વાહનો માટે કુલ ૧ લાખ ૮૩ હજાર ૮૫૫ ચોરસ મીટર એરિયામાં કુલ ૩૫ જેટલા પાર્કિંગ ઊભા કરાયા છે જેમાં કુલ ૨૨૫૪૧ કરતા વધારે વાહનો પાર્ક કરી શકાશે. દાંતા રોડ પર ૨૩ તથા હડાદ રોડ પર ૧૨ પાર્કિંગ સ્થળો ઊભા કરાયા છે. ચાલુ વર્ષે શ્રદ્ધાળુઓ ઘરે બેઠા પાર્કિંગ બુક કરી શકે તે માટે Show my Parking એપ્લિકેશનની ઑનલાઇન સુવિધા ઉપલબ્ધ કરાઈ છે.

*પાર્કિંગ સ્થળ થી મંદિર જવા- આવવા માટે વિનામૂલ્યે બસની વ્યવસ્થા*

અંબાજી ખાતે આવતા માઇભક્તો માટે પાર્કિંગના સ્થળેથી મંદિર ખાતે જવા – આવવા માટે મંદિર ટ્રસ્ટ તરફથી વિનામૂલ્યે મીની બસ સેવા સર્વિસ આપવામાં આવશે. દાંતા રોડ પર પાંછા બસ સ્ટેશન પાસેના પાર્કિંગ થી તથા હડાદ રોડ માટે ચીખલા પાર્કિંગ પ્લોટથી દર્શનપથ સુધી મીની બસ સેવાની આવવા – જવા માટે વિનામૂલ્યે સુવિધા આપવામાં આવશે.

*૨૮ પ્રસાદ કેન્દ્રો થકી ૩૦ લાખથી વધુ પ્રસાદ પેકેટનું વિતરણ*

અંબાજી મહા મેળામાં જેટલું મહત્વ પદયાત્રા અને દર્શનનું છે એટલું જ મહત્વ માતાજીના મનભાવન પ્રસાદ મોહનથાળનું પણ હોય છે. મહામેળામાં પ્રસાદ વિતરણ માટે કુલ ૨૮ પ્રસાદ કેન્દ્રો ઊભા કરાયા છે. મેળા દરમિયાન કુલ ૧૦૦૦ થી ૧૨૦૦ ઘાણ જેટલી પ્રસાદ બનાવવામાં આવશે. ૧ ઘાણમાં કુલ ૩૨૬.૭ કિલોગ્રામ પ્રસાદ બનશે. ૭૫૦ જેટલા કારીગરો પ્રસાદ બનાવવાની કામગીરી કરશે. મેળા દરમિયાન ૩૦ લાખથી વધુ પ્રસાદના પેકેટ વિતરણ કરાશે.

*મહા મેળામાં ૫૦૦૦ જવાનો Not Force but facilitation તરીકે ફરજ બજાવશે*

અંબાજી મહા મેળાની સુરક્ષા માટે ત્રણ સ્તરના પોલીસ બંદોબસ્ત સાથે ૫૦૦૦ જવાનો સુરક્ષા સાથે Not Force but facilitation તરીકે ફરજ બજાવશે. ઘોડેસવાર પોલીસ, મહિલા “શી ટીમ” અને ખાસ મોનીટરીંગ ટીમો સાથે મેળામાં સુરક્ષા જાળવવામાં આવશે. ૩૩૨થી વધુ કેમેરા થકી સમગ્ર મેળાનું મોનીટરીંગ કરાશે. કાયદો અને વ્યવસ્થાના સુચારૂ અમલીકરણ માટે કંટ્રોલ રૂમ, વોચ ટાવર, બોડી વોર્ન અને ડ્રોન કેમેરા થકી સુરક્ષા કરાશે.

*સૌ પ્રથમવાર ૪૦૦ ડ્રોન થકી ભવ્ય ડ્રોન લાઇટ શો*

અંબાજી મહા મેળામાં સૌ પ્રથમવાર ૪૦૦ ડ્રોન દ્વારા ભવ્ય ડ્રોન લાઇટ શોનું આયોજન કરાયું છે, જેનું મુખ્ય આકર્ષણ ૩ અને ૪ સપ્ટેમ્બરના રોજ રાત્રે ૮:૩૦ કલાકે રહેશે. આકાશમાં રંગબેરંગી લાઇટોથી સજ્જ ડ્રોન દ્વારા માતાજીના મંદિરની છબિ, “જય માતાજી”નું લખાણ, ત્રિશૂળ તથા શક્તિના પ્રતિકોની અદભુત રચનાઓ થશે, જે ભક્તોને મંત્રમુગ્ધ કરી દેશે. આ અનોખા પ્રદર્શનથી અંબાજીની ગૌરવશાળી સંસ્કૃતિ, અધ્યાત્મ અને આધુનિક ટેકનોલોજીનો અનોખો સમન્વય પ્રદર્શિત કરાશે.

*સ્વચ્છતા ત્યાં પ્રભુતાના મંત્ર સાથે વિશેષ સ્વચ્છતા અભિયાન*

અંબાજી મહા મેળામાં સ્વચ્છતા ત્યાં પ્રભુતાના મંત્ર સાથે ૧૫૦૦ જેટલા સફાઈકર્મીઓ રાઉન્ડ ધ ક્લોક વિશેષ સ્વચ્છતા અભિયાનમાં જોડાયા છે. ટ્રેક્ટર દ્વારા અંબાજી સ્થિત અલગ અલગ સ્થળો ખાતેથી કચરાને એકત્રિત કરીને તેનો નિકાલ કરાશે.

*યાત્રાળુઓ માટે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ*

૧ સપ્ટેમ્બરના રોજ ગબ્બર તળેટી, અંબાજી ખાતે ગુજરાતના ખ્યાતનામ કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. સાંજે ૪ કલાક થી લઈને રાત્રિના ૧૦ કલાક સુધી ડાક ડમરૂનો નાદ, રાસ/ગરબા, લોક ડાયરો, ગણેશ વંદના, સરસ્વતિ વંદના, મહિસાસુર મદિની સ્તોત્ર, કનકધારા સ્તોત્રમ, લોકનૃત્ય, માતૃ શક્તિ પર લોક ડાયરા શકિત અંબાજી થીમ આધારિત સંગીતનો કાર્યક્રમ યોજાશે.

*અંબાજીમાં થીમ આધારિત લાઈટીંગ અને વિશેષ શણગાર*

અંબાજી ખાતે આ વર્ષે ગબ્બર રૂટ, અંબાજી મંદિર, પ્રવેશના ત્રણેય દ્વાર, ૫૧ શક્તિપીઠ સર્કલ તેમજ માર્ગ ઉપર અને આસપાસના વિસ્તારમાં વિશેષ રોશની કરાશે. માતાજીના સ્વરૂપ ઉપર આધારીત થીમ બેઝ લાઈટીંગ દ્વારા સમગ્ર વિસ્તારમાં એક સમાન અને ભવ્ય આભા ઊભી કરાઈ છે. જે યાત્રાળુઓને અનોખો અનુભવ કરાવશે. મુખ્ય મંદિરને સુંદર ફૂલોથી શણગારવામાં આવ્યું છે, જ્યારે રાત્રિના સમયે ચાચર ચોકમાં દીવાની ઝગમગતી લાઈટીંગ યાત્રાળુઓને આકર્ષિત કરશે.
***
[8/31, 6:05 PM] Dilip Gajjar.Mahiti.Press: *Watch Live*

*Date* *31-08-25* | *Time* *05:30* *PM*

*LIVE: માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના વરદ્હસ્તે ડાયલ 112 જનરક્ષક પ્રોજેક્ટ, નવનિર્મિત મકાનો તથા પોલીસ વાહનોનું લોકાર્પણ.*
*સ્થળ: ગાંધીનગર*

*Hon’ble UHM Shri Amit Shah launches Dial-112 Project; dedicates newly-built homes & police vehicles*

*YouTube*  :- https://www.youtube.com/watch?v=XK9QYHAzRBY

*YouTube*  :- https://www.youtube.com/watch?v=XjCNQDx4xro

*FB*       :- https://www.facebook.com/share/v/1CdZRWgpFK/

*FB*       :- https://www.facebook.com/share/v/16nfqYJHQN/

*Twitter*  :- https://x.com/CMOGuj/status/1962129764346650955

*Twitter*  :- https://x.com/Bhupendrapbjp/status/1962129764187316473

*CMO Gujarat Website*  :- https://cmogujarat.gov.in/en/watch-live
[8/31, 8:15 PM] Dilip Gajjar.Mahiti.Press: *મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના વિધાન સભા મતવિસ્તારમાં સાર્વજનિક ગણેશ મહોત્સવની મુલાકાત લીધી*
****
*બોડકદેવ વોર્ડમાં ‘બોડકદેવ કા રાજા’ અને ‘વસ્ત્રાપુર ગણેશ’ પંડાલની મુલાકાત લઈને મુખ્યમંત્રીશ્રીએ બાપ્પાના આશીર્વાદ મેળવ્યા*
****
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના ઘાટલોડીયા મતવિસ્તારના બોડકદેવ વોર્ડમાં સાર્વજનિક ગણેશ મહોત્સવની મુલાકાત લીધી હતી.
સમગ્ર રાજ્યમાં ઉલ્લાસ ઉમંગ પૂર્વક ગણેશ મહોત્સવ ની ઉજવણી થઇ રહી છે ત્યારે મુખ્યમંત્રી શ્રી પણ અમદાવાદ શહેરમાં વિવિધ વિસ્તારોમાં સાર્વજનિક ગણેશ ઉત્સવમાં લોકોના આનંદ ઉમંગમાં સહભાગી બને છે.

મુખ્યમંત્રીશ્રીએ રવિવારે સાંજે ‘બોડકદેવ કા રાજા’ અને ‘વસ્ત્રાપુર ગણેશ’ પંડાલની મુલાકાત લઈને બાપ્પાના આશીર્વાદ મેળવ્યા હતા.

તેમણે ભક્તિભાવપૂર્વક શ્રીજીની પૂજાનો લ્હાવો લઈને ધન્યતા અનુભવી હતી.

વસ્ત્રાપુર લેક અને જજીસ બંગલો ચાર રસ્તા પાસે શહેરીજનોએ મુખ્યમંત્રીશ્રીને અનેરા ઉત્સાહ સાથે આવકાર્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ પણ ગણેશ મહોત્સવમાં ઉપસ્થિત રહેલા નાગરિકોનું અભિવાદન ઝીલ્યું હતું તથા bભૂલકાંઓ તેમજ યુવાઓ સાથે વાર્તાલાપ પણ કર્યો હતો.

બંને સ્થળોએ ગણેશ પંડાલની થીમ, શ્રીજીના વાઘા અને તેમના શૃંગાર તથા ગણેશ સ્થાપનના આયોજનને મુખ્યમંત્રીશ્રીએ બિરદાવ્યા હતા.

મુખ્યમંત્રીશ્રીની આ મુલાકાત દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હોદ્દેદારો, સામાજિક અને રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
******
[8/31, 8:49 PM] Dilip Gajjar.Mahiti.Press: *કેન્દ્રિય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ:*
———
આપતકાલીન સેવાઓ માટે અલગ અલગ નંબર ડાયલ કરવામાંથી હવે મુક્તિ મળશે: માત્ર-૧૧૨ એક જ નંબર ડાયલ કરવાથી પોલીસ, ફાયર, એમ્બ્યુલન્સ, મહિલા હેલ્પલાઈન, ચાઈલ્ડ હેલ્પ લાઈન બધા માટે તત્કાલ મદદ મળશે
———-
*‘સોફેસ્ટીકેટેડ સોફ્ટવેર’ સંચાલિત જીપીએસ સુવિધા યુક્ત વાહનો દ્વારા ગુજરાતે*
*‘ન્યુ એજ સ્માર્ટ પુલીસિંગ’ની દિશામાં મહત્વના કદમ ઉઠાવ્યા*
———
*પ્રધાનમંત્રી શ્રી મોદીના શાસનકાળમાં ગુજરાતની સરહદો અભેદ કિલ્લા જેવી બની: આજે ગુજરાત કાયદો વ્યવસ્થામાં નંબર વન*
———-
*આતંકવાદ સામે ‘ઝીરો ટોલરન્સ’ના પરિણામે ઉત્તર-પૂર્વમાં ૧૦ હજારથી વધુ લોકો સરેન્ડર થયા: આગામી ૩૧ માર્ચ, ૨૦૨૬ના દિવસે સમગ્ર દેશમાંથી નકસલવાદ સમાપ્ત થશે*
*******
*મુખ્યમંત્રીશ્રી:*

‘એક નંબર, અનેક સેવાનો’ ડાયલ-૧૧૨નો જનરક્ષક પ્રોજેક્ટ રાજ્યમાં નાગરિક સુરક્ષા માટે સલામતી માટેનું સરકારનું વિઝનરી પગલું
———–
રાજ્ય પોલીસદળનું મનોબળ વધારવા સાથે આતંકવાદ,ગુનાખોરી અને અસામાજિક તત્વો વિરુદ્ધ ઝીરો ટોલરન્સની નીતિ અમે અપનાવી છે
———
તમામ ઇમરજન્સી સેવાઓના સંકલિત નંબર તરીકે ૧૧૨ના લોન્ચિંગથી ગુજરાતમાં ઇમરજન્સી સેવાઓ વધુ સુદ્રઢ અને અસરકારક બનશે: ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી
——-
તમામ ઇમરજન્સી સેવાઓને એક છત હેઠળ લાવવા માટે વેસ્ટર્ન ઝોનલ બેઠકમાં કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહે કરેલા સૂચનને ગુજરાતે માત્ર છ મહિનામાં પાર પાડ્યું

*******
કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહના હસ્તે ગાંધીનગર ખાતેથી વિવિધ સુરક્ષાલક્ષી પ્રકલ્પોનો શુભારંભ- પોલીસ આવાસોનું ઈ-લોકાર્પણ:
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિ
*******
રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય ઘટનાઓ અંગે આધુનિક ટેકનોલોજીના મદદથી પોલીસ ઈમરજન્સીના બનાવોમાં ઘટના સ્થળ ઉપર નાગરિકોને ત્વરિત મદદ મળી રહે તે માટે રાજય સરકારે નવતર અભિગમ દાખવ્યો છે.
કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયના નિર્દેશાનુસાર રાજ્યના ગૃહ વિભાગ દ્વારા “ડાયલ ૧૧૨ જનરક્ષક પ્રોજેકટ”તેમજ ગુજરાત પોલીસના નવ નિર્મિત મકાનો તથા પોલીસ વાહનોનું કેન્દ્રીય ગૃહ મંત્રી અને ગાંધીનગર લોકસભાના સંસદ સભ્ય શ્રી અમિત શાહે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજય મંત્રી શ્રી હર્ષ સંધવીની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગરથી વિવિધ સુરક્ષાલક્ષી પ્રકલ્પોનો આજે શુભારંભ- લોકાર્પણ કર્યું હતું.
જેમાં ડાયલ ૧૧૨ જનરક્ષક’ પ્રોજેકટ અંતર્ગત અદ્યતન કોલ સેન્ટર અને ૫૦૦ જન રક્ષક વાનનું પ્રસ્થાન તેમજ પોલીસની મોબિલિટી ઇમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામ હેઠળ નવીન ૫૩૪ જેટલી બોલેરો વાનનું લોકસેવા માટે પ્રસ્થાન- લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પ્રતિકાત્મક રૂપે મહાનુભાવોના હસ્તે પોલીસ વિભાગના ચાલકોને વાહનોની ચાવી અર્પણ કરવામાં આવી હતી.

આ ઉપરાંત ગુજરાત પોલીસ હાઉસિંગ દ્વારા ગૃહ વિભાગના રૂ. ૨૧૭ કરોડના ખર્ચે નવનિર્મિત રહેણાંક અને બિન- રહેણાંક મકાનોનું પણ કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહના હસ્તે ઈ-લોકાર્પણ તેમજ દેશમાં પ્રથમવાર ગાંધીનગરના માણસા પોલીસ સ્ટેશનને બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ દ્વારા આપવામાં આવેલ IS -૧૫૭૦૦ સર્ટીફીકેટ એનાયત કરવામાં આવ્યું હતું.

*કેન્દ્રિય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ*

કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે “જનરક્ષક – ૧૧૨”નું લોકાર્પણ કરતાં જણાવ્યું કે, આપતકાલીન સેવાઓ માટે અલગ અલગ નંબર ડાયલ કરવામાંથી હવે મુક્તિ મળશે: માત્ર-૧૧૨ એક જ નંબર ડાયલ કરવાથી પોલીસ, ફાયર, એમ્બ્યુલન્સ, મહિલા હેલ્પલાઈન, ચાઈલ્ડ હેલ્પ લાઈન બધા માટે તત્કાલ મદદ મળશે.સોફેસ્ટીકેટેડ સોફ્ટવેર સંચાલિત જીપીએસસી આ વાહનો દ્વારા ગુજરાત સરકારે ‘ન્યુ એજ સ્માર્ટ પુલીસિંગ’ની દિશામાં મહત્વના કદમ ઉઠાવ્યા છે. “જનરક્ષક – ૧૧૨”નું આધુનિક ટેકનોલોજીથી સજ્જ કંટ્રોલ રૂમ અમદાવાદમાં ૧૫૦ કર્મચારીઓ ૨૪x૭ સેવા આપશે અને રાજ્યના નાગરિકોને સેવા પૂરી પાડશે.
ગુજરાતની સુરક્ષા માટેના નવતર મહત્વપૂર્ણ કદમો માટે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ તથા ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવીની જોડીને બિરદાવી ગૃહમંત્રી શ્રી અમિત શાહે કહ્યું હતું કે, ગુજરાત દેશના સંવેદનશીલ સરહદી વિસ્તારમાંનું રાજ્ય છે. ગુજરાતનો સાગર કિનારો, કચ્છ કે બનાસકાંઠાની સરહદો પરથી અગાઉના સમયે અનેક અનિચ્છનીય ઘટનાઓ બનતી હતી. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના શાસનકાળમાં ગુજરાતની આ સરહદો અભેદ કિલ્લા જેવી બની છે. આજે ગુજરાત કાયદો વ્યવસ્થામાં નંબર વન ક્રમાંકે છે.

તેમણે ઉમેર્યું હતું કે, સુશાસનથી પ્રેરિત પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશની ધુરા સંભાળ્યા બાદ આતંકવાદ, ઘૂસણખોરી, નક્સલવાદ તમામ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. ગુજરાતમાં આજે નાર્કોટિક્સ, આતંકવાદ, સાઈબર ગુનાઓ વિરુદ્ધ કામગીરી કરીને નાગરિકોની સુરક્ષા તેમને તાત્કાલિક સેવાઓ પહોંચાડવા તેમજ કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવામાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ અને ગૃહ મંત્રી શ્રી હર્ષ સંઘવીએ કાબીલેદાદ કામગીરી કરી છે.

શ્રી શાહે આ પ્રસંગે રૂ. ૨૧૭ કરોડના ખર્ચે જેલ, હોમગાર્ડના કર્મીઓ માટે રહેણાંક અને બિન રહેણાંક મકાનોના ઈ-લોકાર્પણ કરતાં કહ્યું હતું કે,પોલીસ કર્મીઓને આપેલો કોલ પ્રધાનમંત્રીશ્રીએ સારી રીતે નિભાવ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી મોદીના ૧૧ વર્ષના કાર્યકાળમાં સમગ્ર વિશ્વમાં ભારતની સીમા અને સેના સાથે છેડખાની ન થાય તેમ પ્રસ્થાપિત થયું છે. ભારત આત્મરક્ષા માટે કોઈપણ સ્તરે જઈ સીમાઓની રક્ષા માટે સજજ છે. આતંકવાદ સામે ‘ઝીરો ટોલરન્સ’ની કામગીરીના પરિણામે ઉત્તર-પૂર્વમાં ૧૦,૦૦૦થી વધુ લોકો સરેન્ડર થયા છે તેમ જણાવી મંત્રીશ્રીએ આગામી ૩૧ માર્ચ, ૨૦૨૬ના દિવસે સમગ્ર દેશમાંથી નકસલવાદ સમાપ્ત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

*મુખ્યમંત્રી શ્રી*
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ‘એક નંબર, અનેક સેવાનો’ ડાયલ-૧૧૨નો જનરક્ષક પ્રોજેક્ટ રાજ્યમાં નાગરિક સુરક્ષા માટે સલામતી માટેનું સરકારનું વિઝનરી પગલું ગણાવ્યું હતું.

તેમણે કહ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વમાં રક્ષા શક્તિને વધુ સંગીન બનાવીને ટેકનોલોજીનો વધુને વધુ ઉપયોગ રાજ્યના પોલીસ દળમાં થઈ રહ્યો છે આ સમારોહ પણ ટેકનોલોજીના માધ્યમથી નાગરિકોની સેવા અને સુરક્ષાના ધ્યેયને સાકાર કરતો કાર્યક્રમ છે.

મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, વડાપ્રધાન શ્રી અને કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીએ રાજ્ય પોલીસદળનું મનોબળ વધારવા સાથે આતંકવાદ,ગુનાખોરી અને અસામાજિક તત્વો વિરુદ્ધ ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે,
એટલું જ નહીં પોલીસ પ્રશિક્ષણની આખી તાસીર બદલી નાખીને નવા પડકારોને પહોંચી વળવા પોલીસદળને આધુનિકતા સાથે સ્માર્ટ પોલીસીંગ માટે વધુને વધુ સજ્જ અને સક્ષમ બનાવ્યું છે.

તેમણે એમ પણ કહ્યું કે, આપણા પોલીસ જવાનો ઇન્ટેલિજન્સ, સર્વેલન્સ અને કન્વિકશન માટે સમયાનુસાર બદલાવ લાવીને સ્ટ્રીટ સ્પેસથી લઈને સાયબર સ્પેસ સુધી ગુનાખોરી ડામવા માટે કેપેબલ થયા છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પોલીસના ટેકનોસેવી જવાનો સ્વદેશી ટેકનોલોજી વિકસાવીને સ્માર્ટ ,સેઈફ અને સિક્યોર ગુજરાતથી વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

*ગૃહ રાજ્ય મંત્રીશ્રી*

ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ આજના દિવસને ગુજરાતની સલામતી અને સુરક્ષાની દિશામાં એક ઐતિહાસિક દિવસ ગણાવીને કહ્યું હતું કે, આજથી હવે રાજ્યના નાગરિકોએ પોલીસ માટે ૧૦૦, એમ્બ્યુલન્સ માટે ૧૦૮, ફાયર માટે ૧૦૧, મહિલા હેલ્પલાઇન અભયમ માટે ૧૮૧, ચાઇલ્ડ હેલ્પલાઇન માટે ૧૦૯૮ અને ડિઝાસ્ટર હેલ્પલાઇન માટે ૧૦૭૦/૧૦૭૭ એમ અલગ અલગ ઇમર્જન્સી હેલ્પલાઇન નંબર યાદ રાખવા નહીં પડે. આ તમામ ઇમર્જન્સી સેવાના નંબરને બદલે હવે તમારે માત્ર એક જ નંબર ૧૧૨ ડાયલ કરવાનો રહેશે. નાગરિકોને તેમની ઇમર્જન્સી મુજબ ત્વરિત મદદ માટેની જરૂરી ટીમ મોકલવાનું કાર્ય ૧૧૨ હેલ્પલાઇનથી થશે. તમામ ઇમરજન્સી સેવાઓના સંકલિત નંબર તરીકે ૧૧૨ના લોન્ચિંગથી ગુજરાતમાં ઇમરજન્સી સેવાઓ વધુ સુદ્રઢ અને અસરકારક બનશે.

મંત્રી શ્રી સંઘવીએ જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં પુણે ખાતે છ મહિના પહેલા યોજાયેલી વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની બેઠકમાં તેમણે વિવિધ રાજ્યોને આ પ્રકારની ઈમરજન્સી સેવાઓના ઇન્ટિગ્રેશન તેમજ પોલીસ રિસ્પોન્સ ટાઇમ ઘટાડવા સહિતના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી લૉ એન્ડ ઓર્ડરને વધુ સુદ્રઢ અને મજબૂત બનાવવા ખુબ બારીકાઇથી માર્ગદર્શન આપ્યું હતું. તેમના આ સૂચનને અનુસરીને, ગુજરાત સરકારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ટેક્નોલોજીયુક્ત ફર્સ્ટ રિસ્પોન્સ વ્હિકલ વધારવાની સાથે સાથે માત્ર છ મહિનામાં તમામ ઇમરજન્સી સેવાઓને એક છત હેઠળ લાવવાનું આ ભગીરથ કાર્ય આજે પાર પાડ્યું છે.

આ નવી વ્યવસ્થાથી નાગરિકોને ત્વરિત અને અસરકારક પ્રતિસાદ મળશે. મહત્વની વાત એ છે કે, જનરક્ષક વાહનોને કોઇ પોલીસ સ્ટેશન હદ નડશે નહિ, ઘટના સ્થળની સૌથી નજીક જે વાહન હશે તે સૌથી પહેલા પહોંચશે. કોલ કરનારનું સચોટ લોકેશન મેળવી ઇમરજન્સી સેવાની ટીમોનું તુરંત પ્રસ્થાન થઈ શકશે. આ સેવાઓમાં ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ કરવામાં આવ્યો છે.

મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું કે, પુણે ખાતેની વેસ્ટર્ન ઝોનલ બેઠકમાં રાજ્યના છેવાડાના નાગરિકોને સાયબર ક્રાઈમ અનુસંધાને ત્વરિત અને સચોટ પોલીસ સહાય મળી રહે તે માટે જરૂરી પગલાં લેવા અંગે પણ કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહે એક સૂચન કર્યું હતું. તે માટે પણ ગુજરાતમાં ડેડિકેટેડ સેન્ટર ફોર સાયબર એક્સલન્સ તૈયાર કરવા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

મુખ્યમંત્રીશ્રીના તેમજ ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસે ગૌરવ સાથે જણાવ્યું હતું, કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહ જ્યારે ગુજરાતના ગૃહ મંત્રી હતા ત્યારે તેમને રાજ્યના નાગરિકોની સુરક્ષા માટે લીધેલા પગલાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં અમે આગળ વધારી રહ્યા છીએ.જેના પરિણામે સ્વરૂપે ગુજરાત સૌથી સુરક્ષિત રાજ્યોમાંથી એક છે એટલું જ નહીં પણ ગુજરાતમાં નોંધપાત્ર રીતે ક્રાઈમ રેટમાં ઘટાડો જોવા મળ્યો છે. ગુજરાતના અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટનો દેશના સુરક્ષિત શહેરોમાં સમાવેશ થાય છે. આજના દિવસે ૫૦૦ વાહનો ૧૧૨ પ્રોજેક્ટ હેઠળ તેમજ ૫૩૪ વાહનો પોલીસને ફાળવવામાં આવતા ગુજરાત વધુ સુરક્ષિત રાજ્ય બનશે અને નવીન વાહનો- AIની મદદથી રિસ્પોન્સ ટાઈમ ઓછો થશે તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

શ્રી દાસે આ પ્રસંગે ઉમેર્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલ ત્રણ નવીન કાયદાના અમલીકરણમાં પણ ગુજરાત દેશમાં અગ્રેસર છે.
મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં આ કાયદા માટે સતત માર્ગદર્શન પણ આપવામાં આવી રહ્યું છે.

આ કાર્યક્રમમાં ગાંધીનગરના મેયર શ્રી મિરાબેન પટેલ, પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી શ્રી વિકાસ સહાય,ધારાસભ્ય સર્વે શ્રી રીટાબેન પટેલ, શ્રી અલ્પેશ ઠાકોર, શ્રી જે.એસ.પટેલ, શ્રી લક્ષ્મણજી ઠાકોર, શ્રી બલરાજસિંહ ચૌહાણ, ગૃહ વિભાગના અગ્ર સચિવ શ્રી નિપુણા તોરવણે, ઈ.એમ.આર.આઈ. ડાયરેકટર કે. ક્રિષ્ણમ રાજુ સહિત રાજ્યભરમાંથી પોલીસ વિભાગના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ‌, મહાનગરપાલિકાના કોર્પોરેટશ્રીઓ અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

******
[8/31, 8:49 PM] Dilip Gajjar.Mahiti.Press: 31-08-2025 Inauguration of Dial 112 Janakshak project, newly constructed houses and police vehicles at the presence of Honorable Union Home and Cooperative Minister Shri Amitbhai Shah.photo :https://photos.app.goo.gl/N1j5WQ1fZfVF9Rd89
[8/31, 8:52 PM] Dilip Gajjar.Mahiti.Press: *BOX*
*નાગરિકોને ઈમરજન્સી સેવાઓમાં વધુ ત્વરીત સુરક્ષા પુરી પાડવા સરકારનો નવતર અભિગમ*
——
*કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહના હસ્તે ગાંધીનગર ખાતેથી વિવિધ સુરક્ષાલક્ષી પ્રકલ્પોનો શુભારંભ- પોલીસ
આવાસોનું ઈ-લોકાર્પણ:
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિ*
——–
*વિવિધ પ્રકલ્પોની વિગતો*

ગુજરાત પોલીસ હાઉસિંગ દ્વારા ગૃહ વિભાગના રૂ. ૨૧૭ કરોડના ખર્ચે નવનિર્મિત રહેણાંક અને બિન- રહેણાંક મકાનોનું પણ કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહના હસ્તે ઈ-લોકાર્પણ તેમજ દેશમાં પ્રથમવાર ગાંધીનગરના માણસા પોલીસ સ્ટેશનને બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ દ્વારા આપવામાં આવેલ IS -૧૫૭૦૦ સર્ટીફીકેટ એનાયત કરવામાં આવ્યું હતું.

રાજ્યમાં કાર્યરત પોલીસ વિભાગની ડાયલ ૧૦૦, આરોગ્ય વિભાગની ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા, શહેરી વિકાસ વિભાગની ૧૦૧ ફાયર સેવા, મહિલા અને બાળ વિકાસની અભયમ ૧૮૧ મહિલા હેલ્પલાઈન, ડિઝાસ્ટર હેલ્પલાઈન ૧૦૭૦, ૧૦૭૭, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની ૧૦૯૮ ચાઈલ્ડ હેલ્પલાઇન વગેરે જેવી મહત્વની ઈમરજન્સી સેવાઓ મેળવવા ડાયલ ૧૧૨ નંબર કરવાથી ઉપરોક્ત તમામ સંકલિત (ઇન્ટીગ્રેટેડ) ઈમરજન્સી સેવાઓ ઝડપથી નાગરિકોને મળી રહે તે પ્રકારની વ્યવસ્થાઓ કાર્યાન્વિત ગૃહ વિભાગ અને EMRI GHS જે છેલ્લા ૧૮ વર્ષથી રાજ્યમાં ૧૦૮ સેવાનું સફળ સંચાલન કરી રહેલ સંસ્થા સાથે પીપીપી ધોરણે MoU કરવામાં આવ્યા છે.

૧૧૨ જનરક્ષક પ્રોજેકટની ખાસિયતો

• એક નંબર, અનેક સેવાઓ: પોલીસ (૧૦૦), એમ્બ્યુલન્સ (૧૦૮), ફાયર (૧૦૧), મહિલા હેલ્પલાઈન (૧૮૧), ચાઈલ્ડ હેલ્પલાઈન (૧૦૯૮) અને ડિઝાસ્ટર હેલ્પલાઈન (૧૦૭૦/૧૦૭૭) જેવી સેવાઓ માટે હવે માત્ર ૧૧૨ નંબર ડાયલ કરવાનો રહેશે.
• ત્વરિત અને અસરકારક પ્રતિસાદ: જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમ સાથે સજ્જ વાહનો દ્વારા ઘટના સ્થળ પર ઝડપી પહોંચ અને સમયસર મદદ મળી રહેશે. કોલ કરનારનું સ્થળ (લોકેશન) ડિટેકશન સિસ્ટમ દ્વારા સચોટ લોકેશન પ્રાપ્ત થતાં ઈમરજન્સી સેવાની ટીમોનું સીઘ્ર પ્રસ્થાન.
• ટેકનોલોજીનો ઉપયોગ: ડાયલ ૧૧૨ રિસ્પોન્સ સેન્ટરમાં કોમ્પ્યુટર એઈડેડ ડિસ્પેચ (CAD) સિસ્ટમ, વોઇસ લોગર, કોલર લોકેશન બેઝ સર્વિસિસ, જનરક્ષક વાનમાં મોબાઈલ ડેટા ટર્મિનલ્સ (MDT), વાયરલેસ સેટ અને બોડી વોર્ન કેમેરા જેવી અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને કામગીરી વધુ પારદર્શક અને જવાબદાર બનશે.

પ્રોજેક્ટના મુખ્ય ઘટકો
૧. સ્ટેટ ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર (SERC)
• કેન્દ્રિય સંચાલન: અમદાવાદ ખાતે કાર્યરત આ સેન્ટર ૨૪ કલાક કાર્યરત રહેશે. અહીં ૧૫૦ બેઠકોની ક્ષમતા ધરાવતું કોલ સેન્ટર છે, જે સમગ્ર રાજ્યભરમાંથી આવતા તમામ ઈમરજન્સી કોલ્સનું રિપોર્ટિંગ અને ઘટના સ્થળે જરૂરી ઈમરજન્સી સેવાની ટીમને ત્વરિત મોકલવાની વ્યવસ્થાનું સંચાલન કરશે.
• સંકલિત વ્યવસ્થા: અહીંથી કોલ્સને સંબંધિત ઈમરજન્સી સેવાઓ સાથે જોડીને ત્વરિત મદદ પૂરી પાડવામાં આવશે

* ડિસ્ટ્રિક્ટ ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર (DERC):*
• સ્થાનિક જિલ્લા/શહેર સ્તરે મોનિટરિંગ: દરેક જિલ્લા/શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં ખાતે જનરક્ષક કેન્દ્ર કાર્યરત રહેશે. અહીંથી સ્થાનિક પીસીઆર વાનોનું રિયલ-ટાઇમ મોનિટરિંગ અને સંચાલન કરી શકાશે.

‘ડાયલ ૧૧૨ જનરક્ષક’ પીસીઆર વાન
• વાહનોની સંખ્યા: હાલમાં ઉપલબ્ધ ૫૦૦ પીસીઆર વાન ઉપરાંત નવી ૫૦૦ વાન ઉમેરાતા હવે કુલ ૧,૦૦૦ ‘જનરક્ષક’ વાન પોલીસ ઈમરજન્સી સેવા માટે ઉપલબ્ધ રહેશે.
• ડાયલ ૧૧૨ જનરક્ષક ઈમરજન્સી વાનની સેવા માટે વાર્ષિક કુલ રૂ. ૯૨ કરોડ ખર્ચ માટે બજેટ જોગવાઈ.
વિશેષતાઓ:
• આ તમામ વાનો જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમથી સજ્જ છે, જેથી તેમનું લોકેશન અને મૂવમેન્ટ સતત ટ્રેક કરી શકાશે.
• વાહનોમાં લાઈટ બાર, પબ્લિક એડ્રેસ સિસ્ટમ, MDT, વાયરલેસ સેટ અને અન્ય જરૂરી સાધનો ઉપલબ્ધ રહેશે.
• દરેક વાનમાં એક શિફ્ટ દરમિયાન હેડ કોન્સ્ટેબલ/ASI, પોલીસ કોન્સ્ટેબલ અને ડ્રાઇવર એમ કુલ ત્રણ સભ્યોની ટીમ હાજર રહેશે.

• રિસ્પોન્સ ટીમના સભ્યો પાસે યુનિફોર્મ, લાઠી, હેલ્મેટ, અને બોડી વોર્ન કેમેરા ઉપલબ્ધ રહેશે.

સેવા અને સુવિધાઓ
• રિસ્પોન્સ ટાઈમ: સરકારનો ઉદ્દેશ્ય ઈમરજન્સી કોલ આવ્યા બાદ ત્વરિત ઘટના સ્થળે પહોંચવાનો છે. આ લક્ષ્યને હાંસલ કરવા માટે વ્યૂહાત્મક સ્થળોએ વાન તૈનાત કરવામાં આવશે.
• તાલીમબદ્ધ કર્મચારીઓ: આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા પોલીસ અને અન્ય કર્મચારીઓને ઈમરજન્સી રિસ્પોન્સ અને ડિજિટલ અપડેશન અંગે જરૂરી તાલીમ આપવામાં આવી છે.
• ડિજિટલ રિપોર્ટિંગ: દરેક કેસની વિગત MDT પર ફરજિયાતપણે નોંધવામાં આવશે, જેથી વધુ પારદર્શિતા જળવાઈ રહે.
• સફળતા: ફેબ્રુઆરી ૨૦૧૯ થી અત્યાર સુધીમાં ૧૧૨ ‘જનરક્ષક’ અંતર્ગત ૧.૫૫ કરોડથી વધુ કોલ્સને સફળતાપૂર્વક હેન્ડલ કરવામાં આવ્યા છે. જેમાંથી ૯૪,૭૧૭ કેસોમાં તાત્કાલિક સહાય માટે ઇમરજન્સી ટીમો મોકલવામાં આવી હતી. ડાયલ ૧૧૨ ‘જનરક્ષક’ પ્રોજેક્ટ ગુજરાતમાં નાગરિક સુરક્ષા અને ઈમરજન્સી મેનેજમેન્ટની દિશામાં એક ક્રાંતિકારી પગલું છે. આ પહેલથી લોકોમાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધુ વધશે અને એક સુરક્ષિત સમાજનું નિર્માણ થશે.

નવીન ૫૩૪ બોલેરો વાનનું લોકાર્પણ:

રાજ્યમાં પોલીસની નાગરિકો માટે સેવા વધારે સુદ્ઢ થતી રહે અને તેમાં ઉત્તરોત્તર વધારો થાય તે માટે પોલીસની મોબિલિટી ઇમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામ હેઠળ પોલીસના વાહનોનું સમયસર મેન્ટેનન્સ અને જૂના થયેલા વાહનોનું સમયસર રિપ્લેસમેન્ટ થઈ શકે તે માટેની સુગઠિત વ્યવસ્થાના ભાગરૂપે નવીન ૫૩૪ જેટલી બોલેરો વાન લોકોની સેવામાં લોકાર્પણ કરવામાં આવી છે .

જેના પરિણામે પોલીસની નાગરિકો સુધીની પહોંચ વધુ ઝડપી અને મૈત્રી પૂર્ણ બનશે તેમજ રાજ્યમાં કાયદો- વ્યવસ્થાની સ્થિતિને વધુ મજબૂત તથા પોલીસ સ્ટાફના અધિકારી અને કર્મયોગીઓને જરૂરી પરિવહન સગવડ રૂપે આ વાહનોની સંખ્યા -કાફલો એક મહત્વનો રિસોર્સ સાબિત થશે.
****
[9/1, 11:14 AM] Dilip Gajjar.Mahiti.Press: *ભાદરવી પૂનમ મહા મેળો ૨૦૨૫*
_________
*યાત્રિકોની સુવિધા માટે હેલ્પ લાઈન નંબર*
_______
(માહિતી બ્યુરો, પાલનપુર)

“આસ્થા તમારી વ્યવસ્થા અમારી”ના મંત્ર સાથે અંબાજી ભાદરવી પૂનમ મહા મેળાનો રંગે ચંગે પ્રારંભ થઈ ચૂક્યો છે. અંબાજી ખાતે આવતા પદયાત્રીઓની સુવિધા માટે મુખ્ય કંટ્રોલ પોઈન્ટ અંબાજી ખાતે હેલ્પ ડેસ્ક ઊભું કરાયું છે.

અંબાજી ખાતે આવતા પદયાત્રીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી જણાય તો નીચે મુજબના નંબર પર સંપર્ક કરવા વિનંતી છે. યાત્રિકો 02749-262040, 262041, 262042, 262043,262044,202045,262046,262047,262048,262049,262050 પર સંપર્ક કરી શકે છે.
***
[9/1, 11:52 AM] Dilip Gajjar.Mahiti.Press: *ગુજરાતના દરિયાકાંઠાના અનેક ખેડૂતો શ્રીફળનું વાવેતર કરીને શ્રીમંત બન્યા*
************************
*રાજ્યમાં છેલ્લા એક દાયકામાં નાળિયેરીનો વાવેતર વિસ્તાર ૫,૭૪૬ હેક્ટર વધ્યો; લીલા નાળિયેરનું (ત્રોફાનું) વાર્ષિક ઉત્પાદન ૨૬ કરોડ યુનિટથી પણ વધુ*
************************
*ગુજરાતમાંથી ઉત્પાદનના ૪૦ ટકા નાળિયેરની દિલ્હી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં નિકાસ: કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ*
************************
• દેશનો સૌથી લાંબો દરિયાકિનારો હોવાથી ગુજરાતમાં નાળિયેર ઉત્પાદનની શક્યતાઓ સૌથી વધુ

• ‘ગુજરાત નાળિયેરી વિકાસ કાર્યક્રમ’ માટે ચાલુ વર્ષે બજેટમાં રૂ. ૫૫૦ લાખની જોગવાઈ

• નાળિયેરીનું વાવેતર કરતા ખેડૂતોને વિવિધ ઘટકો હેઠળ કુલ રૂ. ૪૨,૫૦૦ સુધીની સહાય
************************
સમગ્ર વિશ્વમાં ૨ સપ્ટેમ્બરને ‘નાળિયેર દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. નાળિયેરમાં રહેલા ગુણોથી લોકોને જાગૃત કરવા તેમજ રોજગાર સહિત વિવિધ ઉત્પાદનોમાં નાળિયેરના મહત્વને સમજાવવા માટે આ વિશેષ દિવસની ઉજવણી કરવામાં આવે છે. નાળિયેરનું સૌથી વધુ ઉત્પાદન અને તેની નિકાસ કરતા પ્રથમ હરોળના દેશોમાં ભારત મુખ્ય સ્થાન ધરાવે છે. નાળિયેરના ઉત્પાદન અને નિકાસમાં ગુજરાત મહત્તમ ફાળો આપી શકે તેમજ નાળિયેરના વાવેતરથી ખેડૂતો મહત્તમ આવક મેળવી શકે તેવા ઉમદા આશય સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર નાળિયેરી વિકાસને પુષ્કળ પ્રોત્સાહન આપી રહી છે.

કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે નાળિયેર દિવસ સંદર્ભે જણાવ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં નાળિયેરી વિકાસની સુવર્ણ કેડી કંડારી હતી. જેના ફળસ્વરૂપે આજે ગુજરાતમાં નાળિયેરનો વાવેતર વિસ્તાર અને ઉત્પાદન સતત વધી રહ્યું છે. છેલ્લા એક દાયકામાં જ નાળિયેરીના વાવેતર વિસ્તારમાં ૫,૭૪૬ હેક્ટરનો વધારો થયો છે. વર્ષ ૨૦૧૪-૧૫માં નાળિયેરનો વાવેતર વિસ્તાર ૨૨,૪૫૧ હેક્ટર હતો, જે વર્ષ ૨૦૨૪-૨૫માં વધીને ૨૮,૧૯૭ હેક્ટર સુધી પહોંચ્યો છે. અત્યારે ગુજરાતમાં લીલા નાળિયેરનું (ત્રોફાનું) વાર્ષિક ઉત્પાદન ૨૬.૦૯ કરોડ યુનિટથી પણ વધુ છે.

*ગુજરાતમાં નાળિયેરી ઉત્પાદનની શક્યતાઓ પુષ્કળ*
ગુજરાત દેશનો સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતું રાજ્ય હોવાથી રાજ્યમાં નાળિયેરી ઉત્પાદનની શક્યતાઓ સૌથી વધુ છે. ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લામાં હાલ ૪૫.૬૧ લાખ હેક્ટર જેટલો વિસ્તાર ખેતી લાયક છે, જેને ધ્યાને રાખીને દરિયાકાંઠાના જિલ્લામાં નાળીયેરીનો વાવેતર વિસ્તાર ૨૮,૦૦૦ હેક્ટરથી વધીને ૭૦,૦૦૦ થી ૮૦,૦૦૦ હેક્ટર સુધી પહોંચવાની શક્યતા ધરાવે છે. હાલ ગુજરાતમાં નાળિયેરનું ઉત્પાદન મુખ્યત્વે ગીર-સોમનાથ, જૂનાગઢ, ભાવનગર, વલસાડ, કચ્છ, નવસારી અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં થાય છે. દરિયાકાંઠાના અન્ય જિલ્લાઓમાં પણ નાળિયેરીનું ઉત્પાદન વધે તે માટે નાળિયેરીના ઉત્પાદનને પૂરતું પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

*નાણાકીય સહાયથી નાળિયેર ઉત્પાદનને મળશે વેગ*
ગુજરાતમાં નાળીયેરીની ખેતી, ઉત્પાદન અને નાળીયેરી સંબંધિત ઉદ્યોગોના સંકલિત વિકાસને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકારે “ગુજરાત નાળિયેરી વિકાસ કાર્યક્રમ” અમલમાં મૂક્યો હતો. ગુજરાત નાળિયેરી વિકાસ કાર્યક્રમ માટે ચાલુ વર્ષે રાજ્ય સરકારે બજેટમાં રૂ. ૫૫૦ લાખ જેટલી માતબર રકમની જોગવાઈ કરી છે. આ કાર્યક્રમ અંતર્ગત ખેડૂતોને નાળિયેરીના વાવેતર વિસ્તાર માટે જે ખર્ચ થયો હોય, તેના ૭૫ ટકા મહત્તમ રૂ. ૩૭,૫૦૦ પ્રતિ હેકટરની મર્યાદામાં સહાય આપવામાં આવે છે.

સાથે જ, નાળીયેરીમાં સંકલિત પોષણ અને જીવાત વ્યવસ્થા૫ન માટે ખર્ચના ૫૦ ટકા મુજબ મહત્તમ રૂ. ૫,૦૦૦ પ્રતિ હેકટરની મર્યાદામાં સહાય આપવામાં આવે છે. આ તમામ સહાય ખેડૂત દીઠ અથવા ખાતા દીઠ ૪ હેક્ટરની મર્યાદામાં સીધી ખેડૂતોના બેન્ક ખાતામાં ચૂકવવામાં આવે છે. આ ઉપરાંત રાજ્ય પ્લાન યોજના અંતર્ગત નાળિયેરીના પ્લાન્ટીંગ મટીરીયલ્સ માટે પણ ખર્ચના મહત્તમ ૯૦ ટકા મુજબ રૂ. ૧૩,૦૦૦ પ્રતિ હેક્ટરની મર્યાદામાં ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે છે. રાજ્ય સરકારના નાળિયેરી વિકાસ માટેના સરાહનીય પગલાથી ગુજરાતના નાળિયેરી ઉત્પાદનમાં વધારો થશે.

*ઉનાળામાં નાળિયેરની માગ સૌથી વધુ*
ગુજરાતમાં ઉત્પાદન થતા કુલ નાળિયેરમાંથી મુખ્યત્વે નાળિયેરનું ત્રોફા તરીકે ઉત્પાદન થાય છે. ગુજરાતમાં ઉત્પાદિત થતા આશરે ૪૦ ટકા જેટલા નાળિયેરની દિલ્હી, પંજાબ, હરિયાણા રાજસ્થાન અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં નિકાસ કરવામાં આવે છે. બારે માસ મળતા નાળિયેરની માંગ ઉનાળામાં એટલે કે, માર્ચથી જૂન મહિના દરમિયાન સૌથી વધુ હોય છે. આ ઉપરાંત ૫ ટકા નાળિયેરનું ખેડૂતો પોતાના માટે અને બીજ તરીકે ઉત્પાદન કરે છે.

*નાળિયેરના મૂલ્યવર્ધન થકી મબલખ આવક*
ભારતીય સંસ્કૃતિમાં કલ્પવૃક્ષ સમાન નાળિયેરને શ્રીફળનો દરજ્જો પ્રાપ્ત થયેલો છે. નાળિયેર મનુષ્યના સ્વાસ્થ્ય વર્ધનમાં અનેક રીતે આશિર્વાદરૂપ હોવાથી તેનું મૂલ્યવર્ધન પણ કરવામાં આવી રહ્યું છે. રાજ્યના અનેક ખેડૂતો અને કૃષી એકમો નાળિયેરમાંથી તેલ, વર્જિન કોકોનટ ઓઈલ, નાળિયેરનું દૂધ, નાળિયેર પાણીનાં ટેટ્રાપૅક/બૉટલ, કોકોનટ કુકી, કોકોનટ બરફી, વિનેગર, ફ્લેક્સ, ચિપ્સ, ઓઈલ કેક અને નીરા વગેરે બનાવી, તેનું વેચાણ કરીને મબલખ આવક મેળવી રહ્યા છે.
**********************
નિતિન રથવી
[9/1, 2:43 PM] Dilip Gajjar.Mahiti.Press: *રાજ્યમાં ચાલુ વર્ષે ઓગસ્ટ માસમાં અંદાજે રૂ. ૧.૮ કરોડનો ૪૬ ટન અખાદ્ય ચીજ વસ્તુઓનો જથ્થો જપ્ત*
—–
*ખોરાક-ઔષધ નિયમન તંત્ર દ્વારા જપ્ત કરવામાં આવેલા જથ્થામાં મુખ્યત્વે ઘી, પામ ઓઈલ અને કુકીંગ મીડિયમ સામેલ*
—–
રાજ્યના નાગરિકોને શુદ્ધ ખાદ્ય ચીજવસ્તુઓ મળી રહે તે હેતુથી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ચાલુ વર્ષે ઓગસ્ટ માસમાં વિવિધ જિલ્લાઓમાં નિયમિત તપાસ ઉપરાંત ૧૦ જેટલા દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા દરમિયાન તંત્ર દ્વારા કુલ ૨૮ નમૂનાઓ લઈને અંદાજે રૂ. ૧.૮ કરોડનો ૪૬ ટન અખાદ્ય ચીજ વસ્તુઓનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. આ જપ્ત કરવામાં આવેલા જથ્થામાં મુખ્યત્વે ઘી, પામ ઓઈલ, કૂકિંગ મીડિયમ અને ચાંદીના વરખનો સમાવેશ થાય છે.

ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડૉ. એચ.જી.કોશિયાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અને આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલના નેતૃત્વમાં રાજ્યમાં ભેળસેળયુક્ત-ડુપ્લિકેટ ખોરાક બનાવનાર ઇસમો સામે સતત કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. વધુમાં, પવિત્ર શ્રાવણ માસ દરમિયાન જાહેર જનતાને શુદ્ધ અને સલામત ફરાળી ખાદ્યચીજો મળે તે હેતુથી તંત્ર દ્વારા રાજ્યવ્યાપી વિશેષ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડ્રાઈવમાં વિવિધ સ્થળોએથી ૭૭૪ નમૂનાઓ લઈને અંદાજિત રૂ. ૧.૭૭ લાખનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ૪૬૮ પેઢીઓની રૂબરૂ તપાસ થકી ૧૨ ટન જથ્થો જપ્ત કરવાની સાથે ૩૨ કિલોગ્રામ જથ્થાનો નાશ પણ કરવામાં આવ્યો હતો.

કમિશનરશ્રીએ ઉમેર્યું કે, ગુજરાતના નાગરિકોને શુદ્ધ અને સલામત આહાર મળે તે માટે તંત્ર સતત કાર્યરત છે. જે અન્વયે તંત્ર દ્વારા સમગ્ર માસ દરમિયાન જુદી જુદી ટીમ બનાવીને સુરત, અમદાવાદ, બનાસકાંઠા અને મહેસાણા જિલ્લા સહિત વિવિધ જગ્યાએ દરોડા પાડીને કડક કાર્યવાહી કરવામાં આવી હતી.

આ અંતર્ગત સુરતના એસ.આર.કે. ડેરી ફાર્મ ખાતેથી ઘીના ત્રણ અને એક બટરનો નમૂનો લેવામાં આવ્યો હતો તેમજ અંદાજે રૂ. ૬૫ લાખનો ૧૦ ટન જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. જે પૈકી ઘીના ત્રણ નમૂનાઓ લેબોરેટરીમાં સબસ્ટાન્ડર્ડ જાહેર થયા હતા. આ ઉપરાંત તંત્ર દ્વારા સુરતની શ્યામ એન્ટરપ્રાઈઝ ખાતે રૂ. ૬૨ હજારનો ૨૦૮ કિ.ગ્રા. વેજ ફેટ સહિતનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો હતો.

તેવી જ રીતે અમદાવાદના ન્યૂ આદિનાથ ડેરી પ્રોડક્ટ્સ ખાતેથી રૂ. ૨.૭૫ લાખનો ૪૪૮ કિ.ગ્રા. ઘીનો જથ્થો તેમજ મહાદેવ ડેરી ખાતેથી અંદાજે રૂ. ૧૦ લાખનો ૧૧ ટન ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો, જે બાદમાં સબસ્ટાન્ડર્ડ જાહેર થયા હતા. તદુપરાંત શિવમ ઓઈલ ઈન્ડસ્ટ્રીઝ, બાકરોલ-બુજરંગ, તા. દસક્રોઈમાંથી રૂ. ૭.૪૮ લાખનો ૫ ટન પામ ઓઈલ તેમજ પેઢી કેદાર ટ્રેડિંગ કંપની, દસક્રોઈ ખાતેથી રૂ. ૬.૫ લાખનો ૨.૭ ટન પામ ઓઈલ જપ્ત કરવામાં આવ્યો હતો.

વધુમાં, હેપ્પી ઓઈલ ઈન્ડસ્ટ્રીઝ, છત્રાલ ખાતેથી રૂ. ૧૬ લાખનો ૧૧ ટન આર.બી.ડી. પામ ઓઈલ તેમજ ફૂડ સર્વિસ નેટવર્ક, બિડજ, ખેડા ખાતેથી રૂ. ૭ લાખનો ૧.૭ ટન ટપન કુકીંગ મીડિયમ ૧ લિટરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. તદુપરાંત બનાસકાંઠા જિલ્લાની સુરભી ટ્રેડર્સ, વાવ અને તાસ્વી માર્કેટીંગ એન્‍ડ ડેરી પ્રોડકટસ, ડીસા ખાતેથી રૂ. ૫.૬૦ લાખનો ૮૨૪ કિ.ગ્રા. શંકાસ્પદ ઘી જપ્ત કરવામાં આવ્યું હતું. તેવી જ રીતે મહેસાણાના વિજાપુર ખાતે આવેલી મે. ડીવાઇન ફુડમાં રેડ કરીને રૂ. ૧.૩૦ લાખનો ૬૪૯ કિ.ગ્રા. પનીર તેમજ અંદાજે રૂ. ૩૨ હજારથી વધુનો ૨૩૮ કિ.ગ્રા. રિફાઈન્ડ પામોલીન ઓઈલ જપ્ત કરીને વધુ કાર્યવાહી કરવામાં આવી હતી, તેમ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.
—–
જીગર બારોટ
[9/1, 4:13 PM] Dilip Gajjar.Mahiti.Press: *મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિસ્તારમાં સારી સપાટીવાળા બારમાસી માર્ગો – ઓલવેધર રોડની સુવિધા આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય*

*રાજ્યના તમામ જિલ્લાઓમાં પંચાયત હસ્તકના પ્લાન રસ્તાઓના રિસરફેસિંગ અને આનુષંગિક કામગીરી માટે 2609 કરોડ રૂપિયા મંજૂર*

*:4196 કિલોમીટરના 1258 માર્ગોની રિસરફેસિંગ સહિતની કામગીરી હાથ ધરાશે:*

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ગ્રામ્ય વિસ્તારોને સુદ્રઢ રોડ-કનેક્ટિવિટી દ્વારા સારી સપાટીવાળા અને બારમાસી રસ્તા – ઓલ વેધર રોડની સુવિધા મળી રહે તેવો જનહિતલક્ષી અભિગમ અપનાવ્યો છે.

મુખ્યમંત્રીશ્રીએ આ હેતુસર રાજ્યના તમામ જિલ્લાઓના પંચાયત હેઠળના જરૂરિયાતવાળા પ્લાન રસ્તાઓના રિસરફેસિંગ અને આનુષંગિક કામગીરી માટે 2609 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.

આ માતબર રકમમાંથી જે માર્ગોના રિસરફેસિંગ સહિતના કામો થવાના છે, તેમાં ઉત્તર ગુજરાત વિસ્તારમાં 1609 કિલોમીટરના 487 માર્ગો, દક્ષિણ ગુજરાત વિસ્તારમાં 1528 કિલોમીટર લંબાઇના 499 માર્ગો અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં 1059 કિલોમીટરના 272 ગ્રામીણ માર્ગોનો સમાવેશ થાય છે.

મુખ્યમંત્રીશ્રી સમક્ષ જનપ્રતિનિધિઓ અને ગ્રામીણ નાગરિકો, અગ્રણીઓ દ્વારા બારમાસી રસ્તાની સુવિધા માટે કરવામાં આવતી રજૂઆતોનો ત્વરિત અને સકારાત્મક પ્રતિસાદ આપતાં તેમણે રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં 4196 કિલોમીટર લંબાઈના 1258 માર્ગોની મરામત તથા રિસરફેસિંગ કામો માટે આ નાણાંની ફાળવણી કરી છે.

આ માર્ગોનું રિસરફેસિંગ અને અન્ય અનુષંગિક કામગીરી પૂર્ણ થતાં ગ્રામીણ વિસ્તારોનું રોડ નેટવર્ક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંગીન થવાથી કનેક્ટિવિટી વધશે અને નાના ગામોમાં પણ આંતરિક તેમજ શહેરો સાથેના વાહન યાતાયાતમાં વધુ સરળતા મળશે.

[9/1, 4:15 PM] Dilip Gajjar.Mahiti.Press: *ગુજરાતના ફાર્માસ્યુટિકલ્સ ઉત્પાદનમાં ઉત્તર ગુજરાતનો ફાળો 12%*
***
*ફાર્મા મેન્યુફેક્ચરિંગ હબ તરીકે ઉભરી રહ્યું છે ઉત્તર ગુજરાત, વૈશ્વિક સ્તરે હાજરી મજબૂત બનાવવાનું લક્ષ્ય*
***
*ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં ગુજરાતની પ્રગતિ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સિસ (VGRC)માં પ્રદર્શિત થશે*
***
*ગાંધીનગર, 01 સપ્ટેમ્બર 2025:* ભારતના ફાર્માસ્યુટિકલ ક્ષેત્રના વિકાસમાં ગુજરાતનો નોંધનીય ફાળો છે. ગુજરાતમાં ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે જે પ્રગતિ થઈ છે તે સરકારની વિવિધ પહેલો અને રોકાણની તકોને આભારી છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં સન ફાર્મા, ઝાયડસ કેડિલા, ઇન્ટાસ ફાર્માસ્યુટિકલ્સ, એમનીલ ફાર્માસ્યુટિકલ્સ વગેરે ગ્લોબલ કંપનીઓ આવેલી છે.

*ગુજરાતના ફાર્માસ્યુટિકલ્સના ઉત્પાદનમાં ઉત્તર ગુજરાતનો ફાળો 12%*
ગુજરાતના કુલ ફાર્માસ્યુટિકલ્સના ઉત્પાદનમાં ઉત્તર ગુજરાતનો ફાળો 12% છે. મહેસાણામાં બલ્ક ડ્રગનું ઉત્પાદન, API, મધ્યસ્થી અને ફોર્મ્યુલેશનમાં નોંધપાત્ર તકો રહેલી છે. ટોરેન્ટ ફાર્મા જેવી જાણીતી કંપનીઓના કારણે આ તકોમાં વધારો થયો છે. કંપનીનો USFDA દ્વારા માન્ય પ્લાન્ટ ઇન્દ્રાદ (કડી, મહેસાણા) ખાતે આવેલો છે, જે 30 મિલિયન વાયલ (શીશી) વાર્ષિક ક્ષમતા સાથે API અને ફોર્મ્યુલેશન બંનેનું ઉત્પાદન કરે છે. આ પ્લાન્ટમાં ગ્લોબલ ઇન્સ્યુલિન ઉત્પાદક નોવો નોર્ડિસ્ક માટે ખાસ સુવિધા પણ છે. ટોરેન્ટ ભારતમાં એકમાત્ર કંપની છે જે નોવો નોર્ડિસ્ક માટે કરાર હેઠળ ઇન્સ્યુલિનનું ઉત્પાદન કરે છે.

પાટણમાં નાની અને મધ્યમ ફાર્મા કંપનીઓની મજબૂત હાજરી છે જે ઇન્જેક્ટેબલ અને ફોર્મ્યુલેશન પર ધ્યાન કેન્દ્રિત કરે છે. જિલ્લામાં મેડટેક ક્ષેત્રમાં પણ આશાસ્પદ વૃદ્ધિ જોવા મળી રહી છે, જેનું નેતૃત્વ વેસ્ક્યુલર ઇન્ટરવેન્શનલ ડિવાઇસ અને હોસ્પિટલ ટ્રોલી, સ્ટ્રેચર વગેરે જેવા આવશ્યક તબીબી ઉપકરણો બનાવતી કંપનીઓ કરી રહી છે.

ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ અને સાબરકાંઠા જિલ્લામાં GMERS (ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી) મેડિકલ કોલેજો આવેલી છે. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (પાટણ), ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી (સિદ્ધપુર), એસ. કે. પટેલ કોલેજ ઓફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ, ગણપત યુનિવર્સિટી (ખેરવા, મહેસાણા), બનાસ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (પાલનપુર), સિદ્ધપુર ડેન્ટલ કોલેજ એન્ડ હોસ્પિટલ અને આર્ડેક્ટા હોમિયોપેથિક મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ (ખેડબ્રહ્મા) જેવી સંસ્થાઓ આવેલી છે.

આ ઉપરાંત, સરકારી અને ખાનગી ક્ષેત્રની હોસ્પિટલોમાં વ્યાપક અને નિષ્ણાત તબીબી સેવાઓ ઉપલબ્ધ છે, જે ઉત્તર ગુજરાતના હેલ્થકેર ક્ષેત્રને સુદ્રઢ બનાવે છે. આ પ્રદેશમાં હેલ્થ કેર સેન્ટરનું મજબૂત નેટવર્ક પણ છે, જેમાં 318 PHC અને 75 કોમ્યુનિટી હેલ્થ સેન્ટર્સ (CHC)નો સમાવેશ થાય છે.

મજબૂત ઇકોસિસ્ટમ અને વ્યૂહાત્મક સ્થાન સાથે, આગામી વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ (VGRC) ફાર્માસ્યુટિકલ ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ રહેશે. આ કાર્યક્રમને સરકાર, ઉદ્યોગ અને યુનિવર્સિટીઓ વચ્ચેના મજબૂત સહયોગનો પણ લાભ મળશે. તેઓ દેશના ફાર્માસ્યુટિકલ ઉદ્યોગના ભાવિને આકાર આપવા માટે તૈયાર છે.

*X-X-X*
[9/1, 5:59 PM] Dilip Gajjar.Mahiti.Press: *નવી દિલ્હી ખાતે સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ ફેઝ-2ની પ્રગતિ અને ફેઝ-3ના આયોજન અંગે રાઉન્ડટેબલ કોન્ફરન્સ યોજાઈ*
******************************
*કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી. આર. પાટીલની અધ્યક્ષતા હેઠળ આયોજિત આ કોન્ફરન્સમાં રાજ્યના ગ્રામ વિકાસ મંત્રી શ્રી રાઘવજી પટેલ સહભાગી થયા*
******************************
*કોન્ફરન્સમાં ગ્રામ વિકાસ મંત્રીશ્રીએ SBM-G ફેઝ-2 હેઠળ ગુજરાતે હાંસલ કરેલી સિદ્ધિઓ વર્ણવી*
******************************
*:: મંત્રી શ્રી રાઘવજી પટેલ ::*
• SBM-Gના ફેઝ-2 હેઠળ ગુજરાતમાં ૪૪ લાખથી વધુ શૌચાલયોનું નિર્માણ થયું; ગોબરધન યોજના હેઠળ ૧૧,૨૨૩ બાયોગેસ પ્લાન્ટ બન્યા

• ૮,૦૦૦થી વધુ સામુદાયિક શૌચાલયો, ૫.૧૩ લાખ વ્યક્તિગત સોક પીટ અને ૧.૩૬ લાખ સામુદાયિક સોક પીટનું નિર્માણ

• ૧૧,૭૪૦ સેગ્રીગેશન શેડનું નિર્માણ અને ૨૦,૨૬૦ ડોર-ટુ-ડોર વેસ્ટ કલેક્શનના વાહનો સુવિધા ઉપલબ્ધ થઇ
******************************
નવી દિલ્હીના ભારત મંડપમ કન્વેન્શન સેન્ટર ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી. આર. પાટીલની અધ્યક્ષતા હેઠળ સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ (SBM-G) ફેઝ-2ની પ્રગતિ પર રાઉન્ડટેબલ કોન્ફરન્સ અને SBM-G ફેઝ-3 પર એક વિશેષ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત સરકારના જળશક્તિ મંત્રાલયના સ્વચ્છતા વિભાગ દ્વારા આયોજિત આ રાઉન્ડટેબલ કોન્ફરન્સમાં ગુજરાતના ગ્રામ વિકાસ મંત્રી શ્રી રાઘવજી પટેલ તેમજ ગ્રામ વિકાસ વિભાગના અગ્ર સચિવ શ્રી મિલિન્દ તોરવણે સહિતના ઉચ્ચ અધિકારીશ્રીઓ જોડાયા હતા.

આ પરિષદમાં ભારતના વિવિધ રાજ્યોમાં સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણના ફેઝ-2 હેઠળ થયેલી પ્રગતિની સમીક્ષા કરવા ઉપરાંત SBM-Gના ફેઝ-3ના આયોજન અંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી. આર. પાટીલ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ચર્ચા દરમિયાન વિવિધ પડકારો, તેના ઉકેલ અને અનુભવોનું આદાન-પ્રદાન કરવામાં આવ્યું હતું.

ગુજરાતના ગ્રામ વિકાસ મંત્રી શ્રી રાઘવજી પટેલે આ પરિષદમાં સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણના ફેઝ-૨ હેઠળ થયેલી નોંધપાત્ર પ્રગતિ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધીજીના સ્વચ્છ ભારતના સ્વપ્નને ખરા અર્થમાં સાર્થક કરવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં “સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ (SBM-G)”ની પ્રેરણા આપી હતી. આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશ હેઠળ સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણના અમલીકરણમાં ગુજરાત ટોચના રાજ્યો પૈકીનું એક બન્યું છે.

મંત્રી શ્રી પટેલે SBM-G હેઠળ ગુજરાતમાં થયેલી નોંધપાત્ર કામગીરીની વિગતો આપતા કહ્યું હતું કે, SBM-Gના ફેઝ-2 હેઠળ ગુજરાતમાં અત્યાર સુધીમાં આશરે ૪૪ લાખ શૌચાલયોનું નિર્માણ કરવામાં આવ્યું છે. પ્રવાહી કચરાના વ્યવસ્થાપન હેઠળ રાજ્યમાં ૮,૦૦૦થી વધુ સામુદાયિક શૌચાલયો, ૫.૧૩ લાખથી વધુ વ્યક્તિગત સોક પીટ અને ૧.૩૬ લાખથી વધુ સામુદાયિક સોક પીટનું નિર્માણ કરવામાં આવ્યું છે. જ્યારે, ઘન કચરાના વ્યવસ્થાપન માટે રાજ્યના ૨૦,૨૬૦ ડોર-ટુ-ડોર વેસ્ટ કલેક્શનના વાહનોની સુવિધા પૂરી પાડવા સાથે ૧૧,૭૪૦ સેગ્રીગેશન શેડનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ગોબરધન યોજના હેઠળ રાજ્યમાં ૧૧,૨૨૩ બાયોગેસ પ્લાન્ટ બનાવવામાં આવ્યા છે.

તેમણે ઉમેર્યું હતું કે, ગુજરાત રાજ્ય સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ યોજનાને પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના, સ્વચ્છ ગામ-સ્વસ્થ ગામ, મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન અને નિર્મળ ગુજરાત જેવી અન્ય યોજનાઓ સાથે જોડીને પરિણામલક્ષી કામગીરી કરી રહ્યું છે. આ ઉપરાંત ગુજરાતના દરેક ગામના ઈ-વ્હીકલને GPS સિસ્ટમ સાથે જોડવા માટે સુરત મહાનગરપાલિકા સાથે હાલમાં પાઇલટ બેઝ પર કામ ચાલી રહ્યું છે.

આ ઉપરાંત SBM-G હેઠળ ગટરના ગંદા પાણીને શુદ્ધ કરવા માટે બનાવાયેલા બનાસકાંઠા જિલ્લાના વેડંચા મોડેલને CIPS અને FICCI એવોર્ડ તેમજ ગોબરધન યોજના માટે પણ ગુજરાતને FICCI તરફથી એવોર્ડ પ્રાપ્ત થયા છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વ હેઠળ સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણના ફેઝ-૩ હેઠળ ગુજરાતના તથા ભારતના તમામ ગામોની સંપૂર્ણ સ્વચ્છતા સુનિશ્ચિત થશે, તેવો મંત્રીશ્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

આ પરિષદમાં ગુજરાતે સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ હેઠળ હાથ ધરેલી શ્રેષ્ઠ પ્રણાલીઓની વિસ્તૃત માહિતી આપતી પુસ્તિકા સૌને અર્પણ કરવામાં આવી હતી. સાથે જ, ગુજરાતના પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગના અગ્ર સચિવ શ્રી મિલિન્દ તોરવણેએ SBM-G યોજનાની શ્રેષ્ઠ પ્રણાલીઓ પર એક સંક્ષિપ્ત પ્રેઝન્ટેશન પણ રજૂ કર્યું હતું.

નિતિન રથવી

***********************†*****

(ગાંધીનગર જિલ્લા માહિતી ખાતાના સમાચારો)

[8/31, 9:42 PM] Neha Talaviya.Mahiti: *કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહે શિસ્તપ્રિય આચાર્ય શ્રી મહાશ્રમણજીના આશિષ મેળવ્યા*
.‌‌…..
*શ્રી અમિત શાહે આચાર્ય શ્રીને પ્રણામ કરી આશીર્વાદ મેળવ્યા બાદ વિવિધ વિષયો પર ચર્ચા કરી*
…….
*ગૃહમંત્રીશ્રીએ આચાર્યશ્રી દ્વારા કરવામાં આવતી માનવ સમાજની આધ્યાત્મિક સેવા અને તેરાપંથ સમાજ દ્વારા કરવામાં આવતા વિવિધ સામાજિક ઉત્થાન કાર્યોની પણ પ્રશંસા કરી*
‌………
કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ ગુજરાતના પાટનગર ગાંધીનગરના કોબા સ્થિત પ્રેક્ષા વિશ્વ ભારતી ખાતે વર્ષ 2025 ના ચાતુર્માસનું પાલન કરી રહેલા જૈન શ્વેતાંબર તેરાપંથી ધર્મ સંઘના અગિયારમા શિષ્ય યુગપ્રધાન આચાર્યશ્રી મહાશ્રમણજીની શુભ ઉપસ્થિતિમાં આશીર્વાદ મેળવવા પહોંચ્યા હતા. મુલાકાત અંતર્ગત શ્રી શાહે આચાર્યશ્રીના નિવાસસ્થાને પહોંચી અને આચાર્યશ્રીને વંદન કરી શુભ આશીર્વાદ મેળવ્યા હતા‌
આચાર્યશ્રીએ ગૃહમંત્રી સાથે ટૂંકી વાતચીત પણ કરી હતી. જેમાં આચાર્યશ્રીએ જૈન આગમ, સાધુચાર્ય, અહિંસા યાત્રા અને તેના ત્રણ સૂત્રો – સદ્ભાવના, નૈતિકતા અને વ્યસન મુક્તિ વિશે પણ માહિતી આપી.ગૃહમંત્રીશ્રીએ આચાર્યશ્રી દ્વારા કરવામાં આવતી માનવ સમાજની આધ્યાત્મિક સેવા અને તેરાપંથ સમાજ દ્વારા કરવામાં આવતા વિવિધ સામાજિક ઉત્થાન કાર્યોની પણ પ્રશંસા કરી હતી.

આ મુલાકાત અંતર્ગત તેમણે પ્રાકૃત ભાષાને ભારતની શાસ્ત્રીય ભાષા તરીકે પસંદ કરવામાં આવી હોવાનો અહેવાલ રજૂ કર્યો અને તેરાપંથ ધર્મ સંઘ દ્વારા કરવામાં આવતા આગમ કાર્યને એક મહાન કાર્ય પણ ગણાવ્યું હતું.

આ દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રી સાથે કલેકટર શ્રી ગાંધીનગર મેહુલ કે દવે સહિત જિલ્લા વહીવટી તંત્રના વિવિધ અધિકારીઓ અને જૈન સમુદાયના અનુયાયીઓ પણ મોટી સંખ્યામાં જોડાયા હતા.
…….
*નેહા તલાવિયા*
[9/1, 4:48 PM] Neha Talaviya.Mahiti: *”ગણપતિ બાપ્પા મોરિયા, અગલે બરસ તું જલદી આ…” આ વિશ્વાસ સાથે ભક્તો દ્વારા રાજભવનના બાપ્પાનું વિસર્જન*
……..
*ગાંધીનગર રાજભવન ખાતે પાછલા ૩૦ વર્ષથી બિરાજમાન થાય છે, રાજભવનના મહારાજા….*
…..
*જેટલી ભવ્યતાથી થાય છે, મહારાજા નું સ્થાપન તેટલી જ ભવ્યતાથી કરાયેલું બાપ્પાનું વિસર્જન*
…..
*હંમેશા માટીની મૂર્તિ અને પ્રકૃતિને થતું નુકશાન અટકાવવાના ધ્યેય સાથે રાજભવન યુથ કમિટીના સભ્યો ઉજવે છે ગણેશોત્સવ*
‌….
ગણેશોત્સવની દેશભરમાં ભક્તિભાવ પૂર્વક ભવ્ય ઉજવણી થઈ રહી છે, અત્યારે ગાંધીનગર જિલ્લામાં રાજભવન ખાતે છેલ્લા 30 વર્ષથી બિરાજમાન હતા “રાજભવનના મહારાજા”ની વાત જ અનોખી છે.

સંપૂર્ણ ભક્તિભાવ અને આનંદ ઉત્સાહ સાથે રાજભવન યુથ કમિટીના સભ્યો પ્રકૃતિનું ધ્યાન રાખતા માટી માંથી બનેલા ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરે છે.અને બાપ્પાનું વિસર્જન પણ સોસાયટીમાં જ કરે છે.

રાજભવન ના આ ગણેશોત્સવ દરમિયાન દર વર્ષે થતી થીમ આધારિત મહાઆરતી સૌથી મોટું આકર્ષણ છે‌.આ ઉપરાંત ગરબા, વેશભૂષા, નૃત્ય વગેરે જેવા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજવામાં આવે છે‌.

રાજભવનના બાપ્પાની પાંચ દિવસ આગતા સ્વાગતા અને આરાધના પછી, ભક્તોએ આવતા વર્ષે બાપ્પા ફરી જલદી પધારશે તેવી આશા સાથે અશ્રુભીની આંખે વિસર્જન કર્યું હતું‌
[9/1, 5:36 PM] Neha Talaviya.Mahiti: *તાલુકા પંચાયત ખાતે તા.30/08/2025 ના રોજ ગાંધીનગર તથા માણસા તાલુકા ખાતે કેશ ક્રેડિટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું*
……………
*કુલ 50 સ્વસહાય જુથોને 117.00 લાખના ચેક વિતરણ*
……..
*માણસા કેશ ક્રેડિટ કેમ્પમાં 35 સ્વસહાય જૂથો ને 78.00 લાખ ના ધિરાણ ના ચેક નું વિતરણ કરવામાં આવ્યુ*
………………

આજ રોજ 30/8/2025 ના દિવસે ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના તથા ગાંધીનગર તાલુકા વિકાસ અધિકારીશ્રી તથા તાલુકા પંચાયતના પ્રમુખશ્રીના અધ્યક્ષસ્થાને કૅશ ક્રેડિટ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું.

આ કેમ્પ અંતર્ગત તાલુકા વિકાસ અધિકારીશ્રી અને જિલ્લા લાઈવલીહૂડ મેનેજરશ્રી ના વરદ હસ્તે ગાંધીનગર તાલુકા ખાતે કુલ 50 સ્વસહાય જુથો ને 117.00 લાખ ના ચેક વિતરણ કરવામાં આવેલ.

જ્યારે જિલ્લાના માણસા તાલુકા પંચાયત ખાતે કેશ ક્રેડિટ કેમ્પનું આયોજન અંતર્ગત તાલુકા પંચાયત પ્રમુખશ્રી તથા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ડાયરેક્ટર શ્રી જિજ્ઞાસા વેગડા દ્વારા સહાય જૂથોની બહેનોને કેમ્પમાંથી લોન મેળવી પોતાની આજીવિકા ઊભી કરવા માટે સૂચન કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન કેશ ક્રેડિટ કેમ્પમાં 35 સ્વસહાય જૂથોને 78.00 લાખ ના ધિરાણના ચેકન
વિતરણ કરવામાં આવ્યા.
*વંદન સોલંકી*
[9/1, 5:51 PM] Neha Talaviya.Mahiti: *ગાંધીનગર કલેક્ટરશ્રી મેહુલ દવે ના માર્ગદર્શન હેઠળ ગાંધીનગર ભૂસ્તર તંત્ર દ્વારા ભૂમાફિયાઓ સામે કડક કાર્યવાહી હાથધરી*
…………….

*ગાંધીનગર જિલ્લામાં કુલ ૦૨ ડમ્પર વાહનોની આશરે ૬૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો*
……………
કલેક્ટરશ્રી, ગાંધીનગર મેહુલ દવે ના માર્ગદર્શન અને મદદનીશ ભુસ્તરશાસ્ત્રી પ્રણવ સિંઘ ની સુચના હેઠળ ગાંધીનગર જીલ્લાના મદદનીશ ભુસ્તરશાસ્ત્રીની કચેરી, ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતું ની ક્ષેત્રીય ટીમ દ્વારા કરવામાં આવતી બિનઅધિકૃત ખનીજ ખનન, વર્ઝન અને સંગ્રહની રાઉન્ડ ધ ક્લોલ રોડ ચેકિંગ અન્વયેની કામગીરી દરમ્યાન ક્ષેત્રિય ટીમ દ્વારા રોયલ્ટી પાસ વગર તથા રોયલ્ટી પાસ કરતા વધુ ઓવરલોડ ગેરકાયદેસર ખનિજ ભરી વાન કરતા કુલ ૦૨ ડમ્પર વાળનો પકડવામાં આવેલ જેમાં (૧) મોજે. દેલવાડ, તા.માણસા જી.ગાંધીનગરના દેલવાડ રોડ પાસેથી વાહન ડમ્પર નં. GJ-18-BW-5055 ના વાહનના માલિક દ્વારા ૩૮.૪૫ મે.ટન સાદીરેતી ખનિજના રોયલ્ટી પાસ વગર વર્ઝન કરતા પકડવામાં આવેલ. તથા (૨) મોજે. ઉવારસદ તા.જી.ગાંધીનગરના ઉવારસદ રોડ પાસેથી વાઉન ડમ્પર નં GJ-18-BV-9242 ના વાહન માલિક દ્વારા ૧૨.૮૭ મેં.ટન સાદીરેતી ખનિજનું રોયલ્ટી પાસ કરતા વધુ વાન કરતા પકડવામાં આવેલ આમ, કુલ ૦૨ ડમ્પર વાનોની આશરે કુલ ૬૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરી રકમ રૂ.૪.૯૩ લાખની દંડકીય વસુલાત કરવામાં આવેલ છે.

*વંદન સોલંકી*
[9/1, 6:35 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *મગફળી, મગ, અડદ અને સોયાબીનનું ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છુક ખેડૂતો આગામી તા. ૧૫ સપ્ટેમ્બર સુધી નોંધણી કરાવી શકશે*
૦૦૦૦૦૦૦
ગાંધીનગર તા.૦૧ સપ્ટેમ્બર- ખેડુતોને તેઓની ઉત્પાદિત જણસીઓના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬ના ખરીફપાકો મગફળી માટે રૂ.૭૨૬૩, મગ માટે રૂ.૮૭૬૮, અડદ માટે રૂ.૭૮૦૦ તથા સોયાબીન માટે રૂ.૫૩૨૮ પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવો જાહેર કરવામાં આવ્યા છે. બજારમાં જે તે જણસીઓના બજારભાવ ટેકાના ભાવ કરતાં નીચા રહે તે સંજોગોમાં ખેડૂતોને આર્થિક રક્ષણ મળી રહે તે માટે ભારત સરકારની પી.એમ. આશા (પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન) યોજના અંતર્ગત પીએસએસ હેઠળ રાજયમાં આ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે.
પ્રાઈઝ સપોર્ટ સ્કીમ અંતર્ગત ખરીફ ૨૦૨૫-૨૬માં મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવથી ખરીદવાનું આયોજન રાજ્ય સરકાર મારફત કરવામાં આવ્યું છે. જે માટે નાફેડના ઈ-સમૃધ્ધિ પોર્ટલ પર તા.૧૫-૦૯-૨૦૨૫ સુધી ખેડુતો જાતે અથવા ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતે વી.સી.ઈ (VCE) તેમજ ગ્રામ્ય કક્ષાની સહકારી મંડળીઓ મારફતે વિના મૂલ્યે ઓનલાઇન નોંધણી કરાવી શકશે. વધુ જાણકારી માટે સંબંધિત ગામના તલાટી, ગ્રામસેવક કે વી.સી.ઈ.નો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
૦૦૦૦૦૦
દિવ્યા ત્રિવેદી
[9/1, 6:35 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *મગફળીના ઉભા પાકમાં સંકલિત જીવાત વ્યવસ્થાપન અંગે જરૂરી પગલાં લેવા સૂચના*
*૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦*
ગાંધીનગર તા. ૧ સપ્ટેમ્બર- ખેડૂતોએ મગફળીના ઉભા પાકમાં સંકલિત જીવાત વ્યવસ્થાપન માટે જરૂરી બાબતોનું ધ્યાન રાખવા ખેતીવાડી અધિકારીશ્રી દ્વારા જરૂરી જાણકારી પુરી પાડવામાં આવી છે. જે અંતર્ગત મોલો મશી જીવાતના ઉપદ્રવનો પ્રાથમિક અંદાજો મેળવવા તથા નિયંત્રણ માટે ખેતરમાં પીળા ચીકણા ટ્રેપ (સ્ટીકી ટેપ) લગાવવા જોઈએ. મોલોને ખાઈ જનારા દાળિયાની વસ્તી જો ખેતરમાં વધુ જણાય તો જંતુનાશક દવા છાંટવાનું મુલત્વી રાખવું જોઈએ. ખેતરમાં લીલી ઇયળ (હેલિઓથીસ) અને પાન ખાનાર ઈયળના (સ્પોડોપ્ટેરા) નિયંત્રણ માટે હેકટર દીઠ ૫-૬ ફેરોમોન ટ્રેપ ગોઠવી તેમાં પકડાતા નર ફુદાંનો નાશ કરવો. સફેદ ધૈણના ઢાલિયા કીટકો પ્રકાશ તરફ આકર્ષાતા હોય છે ત્યારે રાત્રી દરમિયાન પ્રકાશ પિંજર ગોઠવી આકર્ષાયેલા ઢાલિયા ભેગા કરી નાશ કરવો.
ચૂસિયા જીવાતો, લીલી ઇયળ તથા પાન ખાનાર ઇયળના નિયંત્રણ માટે લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા લીંબોળીનું તેલ ૩૦-૪૦ મીલી અથવા લીમડા આધારીત તૈયાર દવા ૨૦ મિ.લિ. (૧ ઇસી) થી ૪૦ મિ.લિ. (૦.૧૫ ઇસી) ૧૦ લીટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવી જોઈએ.
લીલી ઈયળ તથા પાન ખાનાર ઈયળના જૈવિક નિયંત્રણ માટે બીવેરીયા બેસીયાના નામની ફૂગનો પાવડર ૪૦ ગ્રામ અથવા બેસીલસ થુરીન્જીન્સીસ નામના જીવાણુંનો પાવડર ૧૦ ગ્રામ અથવા આ જીવાતનું ન્યુક્લિયર પોલીહેડ્રોસીસ વાયરસ (એન.પી.વી.) ૧૦ મિ.લિ પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. મુંડાના અસરકારક નિયંત્રણ માટે ઉગાવાના ૩૦ દિવસ બાદ બ્યુવેરીયા બાસીયાના અથવા મેટારીઝીયમ એનીસોપ્લી ડ્રેન્ડિંગ દ્વારા ૫ કિ.ગ્રા./હેકટર પ્રમાણે જમીનમાં આપવું.
પાકમાં સ્થાનિક જીવાતો (એન્ડેમિક પેસ્ટ)નો વધુ ઉપદ્રવ જણાતા આપના કાર્યક્ષેત્રને લગત કૃષિ યુનિવર્સિટી દ્વારા ભલામણ કરેલ રાસાયણિક જંતુનાશક દવાઓનો જરૂરીયાત અને ભલામણ મુજબ ઉપયોગ કરવો. વધુમાં, જંતુનાશક દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે તે પાક માટે, આપવામાં આવેલા ડોઝ અને જે તે રોગ/ જીવાત માટેની દવાનો ઉપયોગ ભલામણ મુજબ સંકલિત જીવાત વ્યવસ્થાપનના ભાગરૂપે તબક્કાવાર અનુસરવા જણાવવામાં આવે છે.
આ અંગે વધુ જાણકારી માટે સંબંધિત વિસ્તારના ગ્રામસેવક /વિસ્તરણ અધિકારી/ ખેતી અધિકારી તાલુકા અમલીકરણ અધિકારી/ મદદનીશ ખેતી નિયામક/ જિલ્લા ખેતીવાડી અધિકારી/ નાયબ ખેતી નિયામક (વિસ્તરણ)/નાયબ ખેતી નિયામક (તાલીમ)નો સંપર્ક કરવા ગાંધીનગર જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
દિવ્યા
[9/1, 6:35 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી દ્વારા કપાસના ઊભા પાકમાં પેરાવિલ્ટ/ નવો સૂકારોના નિયંત્રણ માટે લેવાના પગલાં સૂચવાયા*
૦૦૦૦૦૦
ગાંધીનગર તા. ૧ સપ્ટેમ્બર- ગાંધીનગર જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી દ્વારા કપાસના ઊભા પાકમાં પેરાવિલ્ટ/ નવો સૂકારોના નિયંત્રણ માટે લેવાના પગલાં સૂચવવામાં આવ્યા છે. નિયંત્રણ માટે જમીનમાં સેંદ્રીય ખાતરો પુરતા પ્રમાણમાં આપવા. જમીનમાં નિતાર શક્તિ વધારવી, હલકી જમીનમાં જ્યારે જીંડવાની સંખ્યા વધુ પ્રમાણમાં હોય ત્યારે ટુંકા ગાળે પિયત કરતા રહેવું.
પિયત આપ્યા બાદ કે વધુ વરસાદ બાદ ધીમો સુકારો જોવા મળે તો વરાપ પ્રમાણે આંતરખેડ કરવી જેથી મુળ વિસ્તારમાં હવાની અવર જવર થઈ શકે. અસર પામેલ છોડની ફરતે ૧% પોટેશિયમ નાઈટ્રેટ અથવા ૨% યુરીયાનું દ્રાવણ રેડવાથી તાત્કાલિક સુધારો જોવા મળે છે. આ સુકારાના નિયંત્રણ માટે આ માવજત ખેતરમાં સુકારાની શરૂઆતનાં ૧૨ કલાકમાં જ કરવી. જેથી છોડ ફરીથી જીવિત થઇ શકે છે.
આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક/વિસ્તરણ અધિકારી/ખેતી અધિકારી/તાલુકા અમલીકરણ અધિકારી/મદદનીશ ખેતી નિયામક/જિલ્લા ખેતીવાડી અધિકારી/નાયબ ખેતી નિયામક(વિસ્તરણ)/ નાયબ ખેતી નિયામક(તાલીમ)નો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી ગાંધીનગરની યાદી દ્વારા જણાવવામાં આવ્યું છે.
૦૦૦૦૦૦૦
દિવ્યા

*****************************

આપની આસપાસ બનતી ઘટનાઓના સમાચાર વિડિયો ને ફોટાઓ અમોને અમારા અખબાર તેમજ ચેનલમાં પ્રસિદ્ધ કરવા અમારા whatsapp નંબર 6353019026 ઉપર મોકલી આપો.

અહીંયા કોઈપણ સમાચાર.ફોટાઓ.વિડિઓ માત્ર જન જાગૃતિ ન અભાગ રૂપે પ્રસિદ્ધ કરવામાં આવે ચેતેમ છતાં કોઈને પણ વાંધાજનક લાગે તો તંત્રી નો સંપર્ક કરીને ખરાઈ કરાવી,કરવી શકે છે.તંત્રી:પ્રદીપ રાવલ(9824653073)