*ટુંકુ ને ટચ પણ ફટાફટ સટાસટ*
*@ગયા વરસ કરતા આ વખતે રેકોર્ડ બ્રેક 4,51 લાખ યાત્રીઓ એ અમરનાથ ના દર્શન કર્યા*
*@ ખેડા જિલ્લામાં ભરપૂર વરસાદ, ઠેર ઠેર પાણી ભરાયાં,નડિયાદ માં જ્યા જુવો ત્યાં પાણી જ પાણી,તંત્ર પ્રિ મોન્સુન કામગીરી માં ઊંઘતું ઝડપાયું*
*@ હમિરગઢ રેલ્વે અંદર પાસમાં એસટી ની આખી બસ પાણીમાં ડૂબી, ફાઇબર કંડકટર જીવ બચાવવા બસની છત ઉપર ચડ્યા, સ્થાનિકોએ રેસ્ક્યુ કરીને બંનેના જીવ બચાવ્યા*
*@ સાબરકાંઠાના હિંમતનગરમાં નાળાઓની અંદર ભરાયેલા પાણી બહાર કાઢવાની કોઈ વ્યવસ્થા જ ઊભી કરવામાં આવી નથી. સ્થાનિકો પરેશાન*
*@ દિલ્હીના કોચિંગ ક્લાસ સેન્ટરમાં આઈએએસ ઓફિસર નો મોટો ખુલાસો અને કહ્યું કે યુપીએસસી ની તૈયારી દરમિયાન શું થયું હતું?*
*@ ખેર ખેર છે ચેકડેમો નું ધોવાણ થયું, અને ખેતરોમાં પાણી ઘૂસી ગયા ના સમાચારો*
*@ એક ઠેકાણે ભુવા પડવાના સમાચારો અને વાહન ધારકો ને પડતી મુશ્કેલીઓના સમાચારો નો વેપલો*
*@ મહેસાણામાં અંડર પાસમાં પાણી ભરાતા 30 બાળકોને રેસ્ક્યુ કરીને બચાવી લેવાયા*
*@ દેગામમાં 11 મંદિરો તોડી પાડવાની નોટિસ સામે વિશ્વ હિન્દુ પરિષદ લાલઘુમ અને મામલતદારને આવેદનપત્ર અપાયું*
*@ પ્રાંતિજમાં વરસાદી ધમાકેદાર બેટિંગમાં સાડા પાંચ ઈંચ વરસાદ પડતા પ્રાંતિજની સોસાયટીઓમાં પાણી ફરી વળ્યા, લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા*
*@ ભચાઉ રિઝર્વ પોલીસ દળના પૈસાની ઉચાપત 96.43 લાખની ઉચાપત અંકે ગુનો નોંધાયો કેશિયર અને સબ એડિટર સામે ગંભીર ફરિયાદ*
*@ 52 અબજ ના ક્રિકેટ સટ્ટા નો મામલો આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર થયા દુબઈ રહેતા તેમના ભાગીદારોના નામો પણ ખુલ્યા*
*@ રાહુલ ગાંધીએ સંસદમાં ચેલેન્જ સાથે કહ્યું કે હું બોલવા ઉભો થઈશ ત્યારે મોદીજી હાજર નહીં જોવા મળે*
*@ ગુજરાતમાં પાંચ વર્ષથી નાની ઉંમરના 39.73% બાળકો કુપોષિત છે*
*@ અંકલેશ્વર ની દીવા રોડ ઉપર આવેલી સ્વામી વિવેકાનંદ સ્કૂલમાં સખત દુર્ગંધ વચ્ચે બાળકો ભણી રહ્યા છે જો નિરાકરણ નહીં આવે તો ઉપગ્રહ આંદોલનની સ્થાનિકો ની ચીમકી*
*@સલાબતપુરામાં ન્યૂઝ ઓફ ફ્રન્ટ લાઈન ના પત્રકારની 35 ચાકુના ઘા મારીને અંગત અમદાવાદમાં હત્યા કરવામાં આવી ડીસીપી ગઢવી સાહેબે સખત પગલાં લેવાની બાંહેધરી આપી*
*@ સંસદની બહાર પત્રકારો ને આવવા ઉપર રોક લગાવી ચોથી જહાંગીર ઉપર સરકારી કંટ્રોલ બાબતે પત્રકારોનો હોબાળો, સમગ્ર ભારતના પત્રકારો ઉપર આ બાબતે અસર પડશે અને રાજ્યો ના સ્થાનિક પત્રકારો રોષ ઠાલવશે*
*@ગુજરાત ભાજપ માં ઠેરઠેર નેતાઓ,મળતીયાઓ,તેમના સગાવહાલા ના ગેરકાનૂની ધંધા મા સંડોવણી,કમલમ ના નેતાઓ નું ભેદી મૌન ભાવી ભાજપ સત્તામાં ગુજરાત માં રાજકીય વિનાસ ને નોતરશે*
*@અંબાજી નજીક છાપરી પોલીસ ચોકી પાસે કારમાંથી 9:5 કિલો ચાંદી ના દાગીના પકડાયા,અમદાવાદ ના રહેવાસી સુરેશ શાંતિલાલ સોની ની ધરપકડ કરી પકડી લેવામાં આવ્યો*
*@*સર્વ ધર્મ મહા સંમેલન શાંતિ સ્નેહ આનંદ પવિત્રતા જેવા આત્મગુણોના દર્શન માટે પરમાત્મ જ્ઞાન રાજ યોગા જીવનમાં આવશ્યક.દેશભરના વિધાન સાધુ સંતોનો સનાતનની ધર્મ બાબતે બ્રહ્માકુમારીઝ સેવા કાર્યોની પ્રેરણા લેવા અનુરોધ કરાયો.ભારતીય આદી સનાતની ધર્મની આધાર આધ્યાત્મિક જ્ઞાન અને રાજ યોગા છે જે સર્વ શાસ્ત્રો ગ્રંથો અને દિવ્ય સંસ્કૃતિના સનાતનની જ્ઞાનને જીવન આચરણમાં જ્ઞાન સરોવરની ભૂમિ પર અનુભવાયા આવા સુંદર અનુભવ સાથે ત્રિદિવસીય સર્વ ધર્મ સંમેલન આબુ ખાતે યોજાયું.બ્રહ્માકુમારીઝ મીડિયાના શશીકાંત ત્રિવેદીના જણાવ્યાનુસાર સનાતની ધર્મનો આધાર આધ્યાત્મિકતા પર પોતાના વિચાર દર્શાવી દેશભરમાંથી આવેલ વિશાળ સંખ્યામાં મહામંડલેશ્વર શ્રીઓ સાધુ-સંતો ગુરુમાતાશ્રીઓ તથા પીઠાધિસૉ એ એક મત થઈ બ્રહ્માકુમારીઝ ના સનાતાની ધર્મ આધારિત સત યોગી સૃષ્ટિની સ્થાપના ના કાર્યને સંપૂર્ણ સહયોગ આપવાની સર્વ સંમતિ દર્શાવી નારી શક્તિ ના અદભુત કાર્યને વેગવાન બનાવવા પોકાર કરેલ.સંસ્થાના વરિષ્ઠ સુદેશ દીદીએ આત્મ શાંતિ પવિત્રતા ઈશ્વરીય જ્ઞાન અને રાજયોગને જીવન શૈલી બનાવવા અનુરોધ કરેલ સર્વ ઉપસ્થિત દિવ્ય મહાત્માઓએ ત્રિદિવસીય રાજયોગા ભ્યાસ જ્ઞાન મંથન સત્રમાં વિશ્વ શાંતિ સદભાવ માટે સંગઠિત કાર્ય કરવા બ્રહ્માકુમારીઝના કાર્ય સાથે રહી કરવા એક મત દર્શાવી સનાતની ધર્મ માટે કાર્ય કરવા અનુરોધ કરેલ*
*છેલ્લાં એકાદ અઠવાડિયામાં જ આવી આઠ-નવ ઘટના નોંધાઈ છે, જેમાં ગુનેગારો ભાજપ સાથે સંકળાયેલા હોવાનું ખૂલ્યું છે. ટૂંકમાં, કેસરિયો ખેસ પહેરી ગુનાઇત કૃત્યો કરતાં તત્ત્વો પણ પક્ષના નામે પાપ ધોવા તત્પર બન્યાં છે. મહત્ત્વની વાત તો એ છે કે, કોઇ પણ ચમરબંધીને નહીં છોડાય તેવા તકિયાકલામ બોલતાં ગૃહમંત્રી કે કમલમ આ મામલે એક શબ્દ ઉચ્ચારવા તૈયાર નથી. બીજી તરફ, સત્તાના મદમાં ચૂર ભાજપના નેતાઓ ગુનાઇત કૃત્યો કરનારાં સાથે હાથ મિલાવી પક્ષની છબિ કલંકિત કરી રહ્યાં છે. પરિણામે સંનિષ્ઠ કાર્યકરો ચિંતાતુર છે, લાચાર છે. છેલ્લાં 30 વર્ષથી ગુજરાતમાં ભાજપનું એકહથ્થું શાસન છે ત્યારે હવે ભાજપના નેતાઓ પક્ષના નામે ગુનાઇત કૃત્યો કરી કાળી કમાણીના માર્ગે વળ્યાં છે. બીજી તરફ, વિશ્વની સૌથી મોટી પાર્ટી બનવાની લ્હાયમાં કમલમમાં જે રીતે ભરતી મેળો યોજાઇ રહ્યો છે ત્યારે કેસરિયો ખેસ પહેરનારા કોણ છે તેની ખરાઇ કરવાનો કોઇની પાસે સમય નથી. આ જોતાં કેસરિયો ખેસ ધારણ કરી ભાજપના નેતાઓ ભૂમાફિયા, ડ્રગ્સ માફિયા-પેડલર, બુટલેગર, લેભાગુ કોન્ટ્રાક્ટરની ભૂમિકા ભજવી રહ્યા છે. એટલું જ નહી, આ તત્ત્વો પક્ષની છબિ કલંકિત કરી રહ્યા છે. પરિણામે પાયાના કાર્યકરો પક્ષની સ્થિતિને લઇને અંદરને અંદર ગુસ્સો પણ અનુભવી રહ્યા છે.*
*ગુજરાતમાં હાલ એવી સ્થિતિ પ્રવર્તી રહી છે કે, કેસરિયો ખેસ ધારણ કરો અને કાળા કરતૂતો કરો. પક્ષના નામે ચારેકોર ગોરખધંધા ચાલી રહ્યા છે. ડ્રગ્સ-દારૂની હેરાફેરી હોય કે પછી છેડતી-બળાત્કારની ઘટના હોય, ગૌચર પચાવી પાડવાની વાત હોય કે પછી સરકારી અનાજ સગેવગે કરવાનું કૌભાંડ હોય. આ બધાય ગુનાઇત કૃત્યો કરનારા હવે કમલમનું શરણ લીધું હોય તેવુ ચિત્ર ઉપસ્યું છે કારણ કે, આ બધી ઘટનાઓમાં ભાજપના નાના મોટા નેતાઓ કે કાર્યકરોની જ સંડોવણી બહાર આવી છે.*
*@છેલ્લા એકાદ અઠવાડિયામાં બનેલી ગુનાઇત ઘટનામાં ભાજપના નેતાઓની સંડોવણી બહાર આવી છે તેના પર નજર કરવા જેવી છે. અમદાવાદ શહેર ભાજપના બક્ષી પંચ મોરચાના અધ્યક્ષના પુત્રના કારસ્તાન એવાં છે કે, પ્રિન્સ મિીએ લોકસભા 2024ની ચૂંટણીમાં પ્રચાર માટે કાર જોઇએ છે અને મહિને 35 હજાર ભાડું આપવાની બાંહેધરી આપી હતી. આમ કહી અંદાજે 400 થી વધારે કારો- વાહનો એકત્ર કર્યાં હતાં. આ વાતને ત્રણ મહિના કરતાં વધારે સમય થયો, પરંતુ હજુ ભાડે કરાયેલી કારોનું ભાડુ ચૂકવાયું નથી. એ તો ઠીક, પ્રિન્સ મિસ્ત્રીએ વાહન માલિકોને કાર પણ પરત કરતો નથી.*
*@રાજકોટમાં ભાજપના આગેવાનના પુત્ર અને તેના મિત્રને રૂ. 9.85 લાખના મેફેડ્રોન (એમડી) ડ્રગ્સ સાથે રાજકોટ શહેર એસઓજીએ ઝડપી લીધા હતા. આ બંને યુવાનો કોલેજિયન યુવાનોને ડ્રગ્સના રવાડે ચડાવતા હતા. થોડા દિવસ પહેલાં પોલીસે જસદણ ભાજપ અગ્રણીના પુત્રના ઘરે દરોડો પાડ્યો હતો. પોલીસને એવી બાતમી મળી હતી કે, પાર્થના પિતા દેવકુભાઈ નિવૃત શિક્ષક છે. પાર્થે બીસીએ સુધીનો અભ્યાસ કર્યો છે. તેણે મિત્ર સાહિલ સાથે મળી છેલ્લા પાંચેક મહિનાથી ડ્રગ્સનો કાળો કારોબાર શરૂ કર્યો હતો.*
@*આ ઉપરાંત સુરત ઓયો હોટલમાંથી એમ.ડી. ડ્રગ્સ સાથે ભાજપનો યુવા મોરચાનો સક્રિય કાર્યકર તેમજ હિંદુ યુવા વાહિની સુરત પ્રમુખ વિકાસ આહિર પકડાયો. વિકાસ ગૃહરાજ્ય મંત્રીના મતવિસ્તાર મજૂરામાં કાર્યકર છે. ભાજપના યુવા મોરચાના કાર્યકર વિકાસ આહિર સામે લૂંટ, મારામારી, રાયોટિંગ અને અપહરણના ગુના પણ નોંધાયા છે. ભાજપના અસારવા વોર્ડના પૂર્વ પ્રમુખ અને અમદાવાદ શહેર ભાજપ નેતા જયેશ ભાવસાર 25 જુલાઈએ વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી લેવાયા હતા. પોલીસે દારૂના હેરાફેરીમાં ભાજપના નેતા સામે કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટમાં ભાજપના નેતા મઘુ ટાઢાણી અને પરેશ રાદડિયા સામે વિદ્યાર્થીની પર બળાત્કારનો ગુનો નોંધાયો છે. સુરતમાં સરકારી અનાજ સગેવગે કરવામાં ભાજપ યુવા મોરચાના મહા મંત્રી મનિષ શાહ પકડાયો છે. રાજકોટ નજીક લોધિકામાં ભાજપના હોદેદાર કૌશિક કામાણી, મુકેશ તોગડિયા અને ભૂપત જાડેજાએ ગૌચરની જમીન પચાવી પાડ્યાની ફરિયાદ થઇ છે. તો નીટ પેપરલીક કૌભાંડમાં ગોધરામાં ભાજપના એક નેતા પકડાયો છે.* *@ગુજરાતભરમાં હાલમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે સરકાર અને અધિકારીઓ દ્વારા સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. ભારે વરસાદને પગલે સુરત, વડોદરા, ભરૂચ જેવા જિલ્લાઓમાં ભારે તારાજી થઈ છે. આ દરમિયાન એવા દૃશ્યો સુરતથી સામે આવ્યા જેને લઇને વિવાદ થઈ ગયો છે. સમગ્ર મામલો શું છે?*
*@માહિતી અનુસાર, સુરતના ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટિલ પૂરગ્રસ્ત વિસ્તારોનું આકલન કરવા નીકળ્યા હતા. આ દરમિયાન રસ્તામાં કાદવ-કીચડ જોવા મળ્યો હતો. તેને પાર કરવા માટે તે સબ ફાયર ઓફિસરના ખભા પર ચઢી ગયા હતા. આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.*
*@બે ફૂટથી વધુ કાદવ-કીચડ હતો.સુરતમાં ભારે વરસાદને પગલે જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. વરસાદ બાદ જ્યારે ઘણાં વિસ્તારોમાં પાણીનું સ્તર ઘટ્યું તો ભાજપ નેતા અને ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટિલ નિરીક્ષણ કરવા નીકળ્યા હતા. આ દરમિયાન ડેપ્યુટી મેયર વિવાદમાં ફસાઈ ગયા. જ્યારે તે રોડ પર પહોંચ્યા તો ફૂટપાથ અને રોડની વચ્ચે 2 ફૂટ જેટલું કાદવ હતું. કાદવથી બચવા માટે ડેપ્યુટી મેયર સબ ફાયર ઓફિસરના ખભા પર ચઢીને રોડના બીજા છેડાએ પહોંચ્યા હતા. સોશિયલ મીડિયા પર ઘટનાની તસવીરો સામે આવતા જ લોકોએ આકરી ટીકાનો મારો ચલાવ્યો હતો. ડેપ્યુટી મેયરના પગ કાદવમાં ન બગડે અને કપડાં પણ સારા રહે એ માટે તેમણે આવું કામ કર્યું હતું.*
*#Hepatitis B caused due to Tattoo: સોશિયલ મીડિયાના આજના સમયમાં વધુ લાઈક્સ મેળવવા કે મનગમતી સેલિબ્રિટીનું અનુકરણ કરવા માટે યુવાનોમાં ટેટૂ ત્રોફાવવાનું પ્રમાણ વધી રહ્યું છે. પરંતુ આ ટેટૂ અસુરક્ષિત રીતે કરાવવામાં આવે તે તેનાથી હિપેટાઇટિસ ‘બી’ થવાનું જોખમ પણ રહે છે. હિપેટાઈટિસ “બીં” પ્રસરવાના મામલે ગુજરાત સમગ્ર દેશમાં છઠ્ઠું સ્થાન ધરાવે છે. આવતીકાલે ‘વર્લ્ડ હિપેટાઇટિસ ડે’ છે ત્યારે હિપેટાઇટિસના વધતા કેસ અને તેના અંગે જાગૃતિનો અભાવ ચિંતાના વિષય સમાન બની ગયા છે.*
*@હિપેટાઇટિસ મામલે ગુજરાતમાં રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઉંચો સેરોપ્રેવલન્સ રેટ છે. દેશભરમાં હિપેટાઈટિસ બીનો સેરોપ્રેવલન્સ રેટ 0.95 ટકા છે જ્યારે ગુજરાતમાં તે 1.2 ટકા છે. હિપેટાઇટિસ સીની વાત કરીએ તો નેશનલ સેરોપ્રેવલન્સ રેટ 0.32 ટકા છે જ્યારે ગુજરાતમાં આ દર 0.19 ટકા છે. હિપેટાઈટિસ બીના મામલે ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં તેલંગાણા અને આંધ્ર પ્રદેશ પછી છઠ્ઠા ક્રમે છે. વધુ ચોંકાવનારી વાત એ છે કે, દેશની મોટાભાગની વસ્તી સંભવતઃ હિપેટાઇટિસ બીની બીમારી સાથે જીવી રહી છે અને ઘણીવાર તેમને પોતાની સ્થિતિ અંગે જાણ પણ હોતી નથી.ડોક્ટરોના મતે, અસુરક્ષિત રીતે ટેટૂ ત્રોફાવવાથી હિપેટાઈટિસ થવાનું જોખમ રહે છે. આ અંગે ડો. યોગેશ હરવાણીએ જણાવ્યું કે, “ટેટૂ ત્રોફાવવા વિવિધ લોકો માટે એક જ પ્રકારની સોયનો ઉપયોગ કરવાથી હિપેટાઈટિસ ‘બી’ અને ‘સી’ નો ચેપ લાગી શકે છે. ટેટૂ ત્રોફાવનારાઓમાં હિપેટાઇટિસ ‘બી’ના પ્રસારનો દર અંદાજે 3.30 ટકા છે. આ સાથે ડોક્ટરોએ ઉમેર્યું કે હિપેટાઈટિસના પ્રસારને અટકાવવા માટે સુરક્ષિત રીતે ટેટૂ મૂકાવવા અને કડક સ્ટરિલાઈઝેશન જીવલેણ બને નહીં માટે ડોક્ટરની પ્રોટોકોલ્સ ખૂબ જરૂરી છે.’ આઇઆનઆર લેવલ કે બદલાયેલું સેન્સોરિયમ ગંભીર હિપેટાઇટિસ હોવાનું સૂચવે છે. ગંભીર હિપેટાઈટિસ જીવલેણ બને તે માટે ડોક્ટર્સની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે.*
*@ કમળામાંથી પણ હિપેટાઈસિસ થઈ શકે
> જો યોગ્ય રીતે અને સમયસર સારવાર ન કરાય તો કમળામાંથી હિપેટાઇટિસ થવાની સંભાવના છે. હિપેટાઈટિસના લીધે લીવર ફેલ્યોરની સંભાવના 1થી 2 ટકા જેટલી છે.
> જે લોકોનો બોડી માસ ઇન્ડેક્સ ઊંચો છે અને ડાયાબિટીસના દદી છે તેવા લોકો પૈકીના લગભગ 40થી 50 ટકા લોકો જો તેઓ શરાબનું સેવન ન કરતા હોય તો પણ ફેટી લિવરનો ભોગ બની શકે છે. ગુજરાત ડાયાબિટીસનું કેપિટલ ગણાય છે ત્યારે ફેટી લિવરના કેસોના આંકડા વધી શકે છે જે ચિંતાજનક છે.
ગુજરાતમાં 10થી 15 વર્ષના ગાળામાં જેમનું નિદાન ન થયું હોય કે સારવાર ન થઈ હોય તેવા ફેટી લિવરની સમસ્યા ધરાવતા દદીઓ પૈકી 10થી 15 ટકાને સોરાયસીસ થઈ શકે છે.
> એવા અનેક લોકો છે જેમને ખરેખર હિપેટાઈટિસ થયેલો છે પણ તેમને તેની જાણ જ નથી. મોટાભાગના દર્દીઓને કમળો થાય કે પછી પગમાં કે પેટમાં સોજો આવ્યાનું નિદાન થાય ત્યારે સિરોસીસ થઈ ચૂક્યો હોય છે. પરંતુ જો સમયસર રોગનું નિદાન થાય અને સિરોસીસના પ્રારંભિક તબક્કાનો ખ્યાલ આવે (એટલે કે હિપેટાઈટિસ- બી છે કે હિપેટાઈટીસ-સી) તો તેમની એન્ટીવાયરલ દવાઓથી સારવાર થઈ શકે છે અને વહેલા નિદાનથી સિરોસીસને મટાડી શકાય છે.*
*@મનુએ આઠ શૂટર્સની ફાઇનલમાં 221.7 પોઇન્ટ સાથે ત્રીજા સ્થાને રહીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. દક્ષિણ કોરિયાની યેજી કિમ કરતાં તે માત્ર 0.1 પોઈન્ટ પાછળ હતી, જેણે આખરે 241.3 પોઈન્ટ સાથે સિલ્વર મેડલ જીત્યો હતો. કિમના જ દેશની યે જિન ઓહે 243.2 પોઈન્ટના ઓલિમ્પિક રેકોર્ડ ફાઈનલ સ્કોર સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. લંડન ઓલિમ્પિક 2012 પછી શૂટિંગમાં ભારતનો આ પહેલો ઓલિમ્પિક મેડલ છે. રિયો ઓલિમ્પિક 2016 અને ટોક્યો ઓલિમ્પિકમાંથી ભારતીય શૂટર્સ ખાલી હાથે પરત ફર્યા હતા અને મેડલ જીતી શક્યા નહોતા.શૂટર મનુ ભાકર ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતનાર પ્રથમ ભારતીય શૂટર છે. તેણે મેડલ જીત્યા બાદ કહ્યું હતું કે બહારની વસ્તુઓ તમે કંટ્રોલ નથી કરી શકતા. હું ભગવદ્ ગીતામાંથી આ શીખી છું. ભગવાન અર્જુનને કહે છે કે તમે તમારા કર્મ પર ધ્યાન આપો અને ફળ પર ધ્યાન ન આપો. મેં એને જ અનુસરવાનો પ્રયાસ કર્યો છે.*
*@હું તેમને A1, A2 કહીશ.
લોકસભા અધ્યક્ષે રાહુલ ગાંધીને અદાણી અને અંબાણીનું નામ લેવાની ના પાડતાં તેમણે કટાક્ષમાં કહ્યું કે, ‘હું તેમને A1, A2 કહીને બોલાવીશ.’ ત્યારે લોકસભા અધ્યક્ષે કહ્યું કે, ‘જે સંસદના સભ્યો નથી તેમના નામ ગૃહમાં લેવા જોઈએ નહીં.’
તો રાહુલે ગાંધીએ ફરી કહ્યું કે, ‘હું A1, A2 કહીશ. સરકારે A1, A2ની રક્ષા કરવી છે. ઉપરથી આદેશ આવ્યો છે, હું સમજી શકું છું. આ લોકતંત્ર છે સર, તે બચાવ કરી શકે છે. મંત્રી A1 અને A2નો બચાવ કરવા માગે છે, તો મને તેનો આનંદ છે સર.’
સત્તાપક્ષે હોબાળો કર્યો.આ દરમિયાન રાહુલ ગાંધીએ અંબાણી અને અદાણી સહિત 6 લોકોના નામ લીધા ત્યારે સત્તાપક્ષે હોબાળો મચાવવાની શરૂઆત કરી હતી. રાહુલ ગાંધીએ અદાણી અને અંબાણી વિશે ઘેરતાં કહ્યું કે ‘આ જે બે લોકો છે તે ભારતના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને અને બિઝનેસને કન્ટ્રોલ કરે છે સર. તેમની પાસે એરપોર્ટ છે, ટેલિકોમ છે, હવે રેલવેમાં જઈ રહ્યા છે સર. તેમની પાસે ભારતના ધનની મોનોપોલી છે. જો તમે કહો કે તેમના વિશે ન બોલી શકીએ તો આ અમને સ્વીકાર્ય નથી. અમે તો બોલીશું.’ ત્યાર પછી ગૃહમાં હોબાળો મચી ગયો હતો.*
*@Rahul Gandhi In Loksabha: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોમવારે બજેટ પર ચર્ચામાં ભાગ લેતાં સરકાર પર આક્ષેપો કર્યા હતા. જેના લીધે સદનમાં હોબાળો સર્જાયો હતો. રાહુલ ગાંધીએ સદનમાં અંબાણી અને અદાણીનો ઉલ્લેખ કર્યો હતો. આ મુદ્દે સંસદના કાર્યમંત્રી કિરેન રિજિજુએ વાંધો વ્યક્ત કર્યો હતો. રિજિજુએ કહ્યું કે, ‘વિપક્ષના નેતાને નિયમોની જાણકારી નથી લાગતી. રાહુલ ગાંધીએ સદનની ગરિમા જાળવવી જોઈએ.’ આ ઉપરાંત લોકસભા સ્પીકરે પણ રાહુલ ગાંધીને ટોક્યા હતા.*