10,11 નવેમ્બર.2025. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક પીડીએફ જુવો (ગુજરાત રાજ્ય માહિતી ખાતાના સમાચારો)janfariyadnews youtube channel links જૂવો.

10 NG PDF-3 11 NG pdf-2

09-11-2025_43 Jan Fariyad

ગુજરાત રાજ્ય માહિતી ખાતાના સમાચારો 

[11/10, 11:47 AM] Dilip Gajjar.Mahiti.Press: પ્રેસ રીલીઝ
રાજભવન
તા.10/11/2025

*રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી સાથે ગુજરાત સરકારના મુખ્ય સચિવશ્રી મનોજ કુમાર દાસની રાજભવન ખાતે શુભેચ્છા મુલાકાત*

ગાંધીનગર રાજભવન ખાતે માન. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી સાથે ગુજરાત સરકારના મુખ્ય સચિવશ્રી મનોજ કુમાર દાસે શુભેચ્છા મુલાકાત લીધી. રાજ્યપાલશ્રીએ શ્રી મનોજ કુમાર દાસને મુખ્યસચિવ બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમજ તેમના કાર્યકાળ દરમ્યાન ગુજરાતની પ્રગતિ વધુને વધુ વિસ્તરતી રહે તેવી શુભેચ્છાઓ પણ પાઠવી હતી. રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, વહીવટી કામગીરી વધુ સરળ, સહજ અને જનઉપયોગી બની રહે તેવા પ્રયાસોને વેગ આપવો જોઈએ.

મુખ્યસચિવશ્રીએ જણાવ્યું કે, ગુજરાત સરકારના તમામ અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ નાગરિકોની સેવા માટે દિવસ રાત પોતાની ફરજ નિભાવી રહ્યા છે. તેમજ તેમાં દિનપ્રતિદિન નવીનતા તેમજ આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી અરજદારોની કામગીરી વધુ ઝડપી થાય તે માટે સતત પ્રયત્નશીલ છે.

રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, માન. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સમગ્ર દેશમાં ચાલી રહેલા એક પેડ માં કે નામ, પ્રાકૃતિક કૃષિ જેવા અભિયાનો સાથે વધુને વધુ લોકો જોડાય તેમજ જનજાગૃતિ આવે તેવા પ્રયાસોને વધુને વધુ પ્રોત્સાહન આપવુ જોઈએ.
———–
[11/10, 1:16 PM] Dilip Gajjar.Mahiti.Press: *સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ‘ભારત પર્વ’ની રોશનીમય ઉજવણી: એકતા નગર ઝગમગી ઉઠ્યું પ્રકાશના રંગે*
——-
*ભારતીય શૈલીની કલરફૂલ લાઈટિંગથી ઝળહળતું સ્ટેચ્યુ ઓફ યુનિટી*
——-
*પ્રકાશ પર્વ પેવેલિયનમાં લાઈટિંગ સાથે અધધધધ…સેલ્ફી લેતા પ્રવાસીઓ*
——-
*LED ડાયનેમિક લાઈટિંગથી પ્રકૃતિ અને ટેક્નોલોજી વચ્ચેનું પરફેક્ટ સિમ્ફની રચે છે*
——-
*લાઈટિંગની ઝગમગાહટમાં પ્રકાશિત થયો રાષ્ટ્રીય એકતા અને પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ*
——-
*સ્ટેચ્યુ ઓફ યુનિટીના આકાશી દ્રશ્યોનો અદભુત નજરો પ્રવાસીનું આકર્ષણઃ*
——-
*સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્થિત જંગલ સફારી, કેક્ટસ ગાર્ડન, બટરફ્લાય ગાર્ડન, સર્કિટ હાઉસ, એકતા મોલ, એડમીન બિલ્ડીંગમાં રંગબેરંગી લાઇટિંગથી ઝગમગ્યુ*
——-

ગાંધીનગર, તા.10 નવેમ્બર:
ભારતીય સંસ્કૃતિમાં ‘પ્રકાશ’નું સ્થાન અંધકાર દૂર કરવાની સાથે આધ્યાત્મિક ઉર્જા અને ઉત્સાહનું પ્રતિક માનવામાં આવે છે. વાર-તહેવાર કે ધાર્મિક ઉત્સવમાં પ્રકાશનું મહત્વ અડગ રહ્યું છે. આજના યુગમાં લાઈટિંગ એક આર્ટ બની ગયું છે અને ભારતીય લાઈટિંગ શૈલીની ઝલક પેરિસના ‘ફેસ્ટિવલ ઓફ લાઈટ્સ’ અને દુબઈના ‘લાઈટ ડોમ શો’માં જોવા મળે છે. લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ ખાતે ભારત પર્વની ઐતિહાસિક ઉજવણી થઈ રહી છે ત્યારે એકતા નગર કલરફૂલ લાઈટિંગ્સના પ્રકાશથી ઝગમગી ઉઠ્યું છે.
પ્રકાશ પર્વના અવસરે એકતા નગર, સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રકાશથી ઝગમગી ઉઠ્યું છે. જાણે એકતા નગર દુલ્હનની જેમ શણગારાયુ છે. સમગ્ર વિસ્તારને વિવિધ રંગબેરંગી લાઈટિંગથી ભારતની વિવિધ સંસ્કૃતિઓ અને પરંપરાઓની ઝાંખીઓથી શણગારવામાં આવ્યું છે. જ્યાં ભારતની વિવિધતામાં એકતાના દર્શન થાય છે.
૧૮૨ મીટર દુનિયાની સૌથી ઊંચી સરદાર વલ્લભભાઈ પટેલની ભવ્ય પ્રતિમાથી લઈને સરદાર સરોવર ડેમ સુધી દરેક સ્થળે તિરંગા રંગમાં લેસર લાઈટિંગથી ઝગમગાટ છવાઈ છે. પ્રકાશના વિવિધ રંગો ભારતીય સંસ્કૃતિની વિવિધતામાં એકતાનું પ્રતિક બની ઊભા રહ્યા છે. સ્થાનિક કલાકારો અને શિલ્પકારોએ પણ પોતાના હસ્તકલા કૃતિઓને લાઈટિંગના પ્રકાશ દ્વારા રજૂ કરી છે. આ લાઈટિંગમાં આધુનિક ટેક્નોલોજી સાથે પરંપરાગત ડિઝાઇનનો સુમેળ જોવા મળ્યો છે.
લાઈટિંગ અને ફોટોગ્રાફીનો સંબંધ એટલો અવિભાજ્ય છે કે, જ્યાં પ્રકાશ હોય ત્યાં કેમેરા સ્વયં આકર્ષાય છે. ભારત પર્વમાં લાઈટિંગ સાથે પર્યટકોએ હજારો સેલ્ફી અને ફોટો મોબાઈલમાં કંડાર્યા છે. લાઈટિંગથી શણગારેલ દરેક થીમ પોતાના અંદર કંઈક સંદેશો સમેટી રાખે છે, ક્યાંક રાષ્ટ્રીય એકતાનું પ્રતિબિંબ છે, તો ક્યાંક પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ ઝલકે છે.
નર્મદા નદીના નિર્મળ પ્રવાહ સમી આ પર્વની ઉજવણીમાં દેશના વિવિધ રાજ્યોની લોકકલા, લોકસંગીત, હસ્તકલા અને ભોજનની રસધાર વહેતી જોવા મળી છે. દરેક રાજ્યએ પોતાના પરંપરાગત વેશભૂષા અને કળા દ્વારા દેશની સંસ્કૃતિક સમૃદ્ધિને રજૂ કરી, જેનાથી ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની ભાવના જીવંત થઈ ઉઠી છે.આ ભાવનાને ઉજાગર કરવા માટે કેન્દ્ર તથા રાજ્ય સરકારના સંયુક્ત પ્રયાસથી ‘ભારત પર્વ’ની ભવ્ય ઉજવણી નર્મદા નદીના પવિત્ર કિનારે કરવામાં આવી છે.
આજના ડિજિટલ યુગમાં ‘લાઈટ ફેસ્ટિવલ’ જેવા પ્રસંગો સેલ્ફી કલ્ચરનો ભાગ બની ગયા છે. જ્યાં પર્યટકોને દરેક ફોટો પ્રકાશની, આનંદની અને ભારતીય સંસ્કૃતિની એક નવી વાર્તા કહે છે.

*પ્રકાશ પર્વ પેવેલિયનમાં ૫ પ્રકારની LED લાઈટિંગ ટેકનોલોજી દ્વારા ડેકોરેટિવ સુશોભન કરાયું:*

‘એકતા પ્રકાશ પર્વ’ પેવેલિયનમાં LED લાઈટ્સ, RGB LED Neon Flex Strip લાઈટ્સ, કલરફૂલ લેસર પ્રોજેક્શન લાઈટ્સ, સ્માર્ટ સિન્ક્રોનાઈઝ્ડ લાઈટ્સ, સોલાર-પાવર્ડ લાઈટિંગથી રાજાશાહી શૈલીના આર્કિટેક્ચરમાં જોવા મળતી ફૂલોની નાજુક કઢાઈ, સુવર્ણ આલંકાર, ક્લાસિકલ આકારોની લાઈટિંગની કૃતિઓ એકતા દ્વારથી લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીનો સાત કિલોમીટરનો વિસ્તારની સ્ટ્રીટ લાઇટ, ગેન્ટ્રી મોટીફ્સ, સરકારી ઇમારતો, પર્યટન આકર્ષણો, સર્કિટ હાઉસ, એકતા મોલ, એડમીન બિલ્ડીંગતેમજ મુખ્ય માર્ગ પરના વૃક્ષો પર વિવિધ લાઈટિંગ ડેકોરેશનથી સુશોભિત કરવામાં આવ્યું છે.
મુખ્ય માર્ગથી વેલી ઓફ ફ્લાવર્સ સુધીનો ૫૩૦ મીટરનો માર્ગમાં સીલિંગ લાઈટ્સ, વિવિધ પ્રકારની લાઈટિંગ આર્ટિકલ્સ અને થીમ આધારિત સેલ્ફી પોઈન્ટ્સ સાથે ફોટોબૂથ્સ આકાશગંગાની ઝાંખી આપતી જોવા મળે છે. આ સાથે ઈસરોની મિશન ચંદ્રયાન, ઓપરેશન સિંદૂરની થીમ્સ, પક્ષીઓ, પ્રાણીઓ, કલાત્મક રૂપો, વૃક્ષો, ફૂલો, ધાર્મિક ચિહ્નો, ગ્રહો અને સૌરમંડળ આધ્યાત્મિક ભારતની અદભૂત સંકલ્પનાઓને પ્રકાશના રૂપમાં વ્યક્ત કરવામાં આવી હતી.
વેલી ઓફ ફ્લાવર્સ પેવેલિયનમાં ૧૪૦ મીટર લાંબા વોક-વે ને ‘ગ્લો ટનલ’માં વિવિધ થીમ આધારિત કલરફૂલ લાઈટિંગથી સ્ટેચ્યુ ઓફ યુનિટી, જંગલ સફારી, કેક્ટસ ગાર્ડન, બટરફ્લાય ગાર્ડન, ઉત્તરવાહીની નર્મદા પરિક્રમા, સોમનાથ, દ્વારકા, ડાકોર જેવા વિવિધ ધાર્મિક સ્થળોની થીમ થી કૃતિઓ પ્રદર્શિત કરાઈ છે. સરદાર સરોવર ડેમ ખાતે ખાસ ડિઝાઇન કરાયેલ ડાયનેમિક ડેમ લાઇટ એન્ડ સાઉન્ડ શો અને સરદાર પટેલની પ્રતિમા પર સાંજે લેઝર શોનું આયોજન કરવામાં આવે છે. જેને જોવા માટે અહીં આવતા મુલાકાતીઓમાં વિશેષ આકર્ષણ જોવા મળતું હોય છે.
. . . . . . . . . . .
*(ખાસ લેખ: મહેશ કથિરીયા)*
-૦૦-
[11/10, 2:22 PM] Dilip Gajjar.Mahiti.Press: 10112025 LAUNCHING WEBSITE OF CENSUS GUJARAT – HON. CM SHRI BHUPENDRABHAI PATEL
https://photos.app.goo.gl/Nmyr7BfTPxZAw1Yx5
[11/10, 2:22 PM] Dilip Gajjar.Mahiti.Press: *મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જનગણના – સેન્સસ ગુજરાતની નવી વેબસાઈટ ગાંધીનગરમાં લોન્ચ કરી*
_*:: નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિ ::*_
————
*ડિજિટલ ગવર્નન્સ દ્વારા જનગણનાથી જન કલ્યાણનો વડાપ્રધાનશ્રીનો હેતુ પાર પડશે અને કલ્યાણ યોજનાઓના અસરકારક આયોજન-અમલથી સંતુલિત વિકાસને બળ મળશેઃ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ*
————
*જનગણના ગુજરાતની નવી વેબસાઈટમાં મોડર્ન એલિમેન્ટ્સ, ઈઝી મેનુ અને મલ્ટીલેંગ્વેજ ફંકશન સાથે યુઝર્સને સરળ એક્સેસ મળશે*
————
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં જનગણના-સેન્સસ ગુજરાતની અદ્યતન વેબસાઈટ https://gujarat.census.gov.in/નું લોન્ચિંગ કર્યું હતું.

ગુજરાત, દાદરા અને નગર હવેલી તથા દમણ અને દિવની જનગણના નિયામક કચેરી દ્વારા તૈયાર કરવામાં આવેલી આ વેબસાઈટમાં મોર્ડન એલિમેન્ટ્સ, ઇઝી મેનુ અને મલ્ટીલેંગ્વેજ ફંકશન સાથે યુઝર્સને સરળ એક્સેસ મળશે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ વેબસાઈટનું લોન્ચિંગ કરતા કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જનકલ્યાણની દરેક યોજનાઓના અસરકારક અમલ અને આયોજનથી સંતુલિત વિકાસનો જે ધ્યેય રાખ્યો છે તે જનગણનાથી જનકલ્યાણની ટેગ લાઈનને સુસંગત છે. નવી વેબસાઈટ લોન્ચિંગથી એને વધુ બળ મળશે તેમ મુખ્યમંત્રીશ્રી ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ આ વખતે દેશની આગામી જનગણના 2027 અંતર્ગત પ્રથમ વખત મોબાઇલ એપ્લિકેશન દ્વારા સંપૂર્ણપણે ડિજિટલ રીતે હાથ ધરવામાં આવી રહી છે તેની સરાહના કરતા કહ્યું હતું કે, નાગરિકો વેબ પોર્ટલ દ્વારા સુરક્ષિત રીતે તેમનો ડેટા સબમિટ કરી શકે તે માટે પ્રથમ વખત, સેલ્ફ એન્યુમરેશન એટલે કે સ્વ-ગણતરી સુવિધા પણ રજૂ કરવામાં આવી રહી છે. તેનાથી પાયલટ પ્રોજેક્ટમાં પસંદ થયેલા જિલ્લાઓમાંથી ફર્સ્ટ હેન્ડ એક્સિપિરિયન્સ મળશે.

રાજ્યના જનગણના નિયામક શ્રી સુજલ મયાત્રાએ આ વેબસાઈટની વિસ્તૃત વિગતો આપતા જણાવ્યું કે, આગામી 2027ની જનગણના માટે રિહર્સલ હાથ ધરવામાં આવ્યું છે અને વિવિધ મોબાઇલ એપ્સનો ટેસ્ટિંગ હાથ ધરવામાં આવ્યું છે.

આ જનગણના 2027ના પ્રિ-ટેસ્ટ માટે ગુજરાતના સુરત મહાનગરપાલિકાના 133 બ્લોક, દાહોદના દેવગઢબારિયા તાલુકાના 26 ગામોના 70 બ્લોક અને મોરબીના ટંકારા તાલુકાના 25 ગામોના 60 બ્લોક પસંદ કરવામાં આવ્યા છે. આ પસંદ કરાયેલા વિસ્તારોમાં જે પ્રિસ્ટેસ કામગીરી 10 થી 30 નવેમ્બર હાથ ધરવાની છે તેની જાણકારી પણ જનગણના નિયામકશ્રી આપી હતી.

આ વેબસાઈટ લોન્ચિંગ અવસરે મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસ, મુખ્યમંત્રીશ્રીનો અધિક અગ્ર સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ અને જનગણના નિયામક કચેરી ગુજરાતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
————
[11/10, 2:35 PM] Dilip Gajjar.Mahiti.Press: *ગુજરાત સરકારની ઉદ્યોગસાહસિકતા તાલીમ દ્વારા રાજ્યના આદિજાતિ યુવાનો બની રહ્યા છે આત્મનિર્ભર, છેલ્લા 4 વર્ષમાં 120થી વધુ યુવાનો સફળ ઉદ્યોગસાહસિક બન્યા*
***
*ડાંગના નિવાસી શ્રીમતી દક્ષાબેન બિરારીએ CEDની તાલીમ અને સખી મંડળના સહયોગથી કરી અંબિકા હળદર ફાર્મની સ્થાપના, ₹80 લાખથી વધુનું છે વાર્ષિક ટર્નઓવર*
***
*વડોદરા જિલ્લાના વાઘોડિયાના રહેવાસી શ્રી તરુણ વસાવાએ પ્લાસ્ટિક ઉત્પાદન ક્ષેત્રમાં કાઠું કાઢ્યું, ₹1 કરોડનું વાર્ષિક ટર્નઓવર*
***
• _છેલ્લા 4 વર્ષમાં ₹2 કરોડનો ખર્ચ કરીને 1,000થી વધુ આદિજાતિ યુવાનોને આપવામાં આવી ઉદ્યોગસાહસિકતા તાલીમ_
• _ઉદ્યોગસાહસિકતા તાલીમ માટે રાજ્યભરમાં 42 સ્કિલ અપ-ગ્રેડેશન સેન્ટર (SUCs) અને 9 પ્રાદેશિક સેન્ટર કાર્યરત_
• _વર્ષ 2021-22 થી 2024-25 દરમ્યાન 1300થી વધુ આદિજાતિ યુવાનોને કૌશલ્ય તાલીમ આપવામાં આવી, 223 લાભાર્થીઓને મળી રોજગારની તકો_
***
*ગાંધીનગર, 10 નવેમ્બર 2025:* વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ હંમેશા આદિજાતિ સમુદાય આત્મનિર્ભરતાના પથ પર અગ્રેસર બને એ સુનિશ્ચિત કર્યું છે. તેમના આ વિઝનને અનુસરીને ગુજરાત સરકાર રાજ્યના આદિજાતિ સમાજના આર્થિક સશક્તિકરણ અને આત્મનિર્ભરતા માટે અવિરત પ્રયાસો કરી રહી છે. ગુજરાતના ઉદ્યોગ કમિશનર કાર્યાલય હેઠળ કાર્યરત સેન્ટર ફોર ઑન્ટ્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ (CED ગુજરાત) આદિજાતિ યુવાનોના કૌશલ્ય, રોજગાર અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે ઘણાં વર્ષોથી ઉદ્યોગસાહસિકતા તાલીમ અને કૌશલ્ય વિકાસની સુવિધાઓ પૂરી પાડી રહ્યું છે.

*4 વર્ષમાં 1000થી વધુ યુવાનોને ઉદ્યોગસાહસિકતા તાલીમ, ₹2 કરોડનો ખર્ચ, 120 બન્યા સફળ ઉદ્યોગસાહસિક*
છેલ્લા ચાર વર્ષો (2021-22 થી 2024-25)માં ગુજરાત સરકારના ઉદ્યોગ કમિશનર કાર્યાલય હેઠળ કાર્યરત સેન્ટર ફોર ઑન્ટ્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ (CED) દ્વારા 14થી વધુ આદિજાતિ જિલ્લાઓમાં ઉદ્યોગસાહસિકતા વિકાસ કાર્યક્રમ (EDP) અને જાગૃતિ માટેના વર્કશોપ્સનું આયોજન કરવામાં આવ્યું છે, જેણે હજારો યુવાનોને આત્મનિર્ભર બનવા માટે પ્રેરિત કર્યા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારની આ વિશેષ પહેલ દ્વારા દર વર્ષે આદિજાતિ વિસ્તારોના લગભગ 200થી વધુ યુવાનોને વિવિધ ઉદ્યોગસાહસિકતા સંબંધિત વ્યાવસાયિક તાલીમ આપવામાં આવે છે, જેના કારણે રાજ્યના આદિવાસી જિલ્લાઓના લગભગ 30થી વધુ તાલીમાર્થીઓ સ્વરોજગાર અને આત્મનિર્ભરતાની દિશામાં આગળ વધી રહ્યા છે.

છેલ્લા ચાર વર્ષમાં રાજ્ય સરકારે ₹2 કરોડ ખર્ચીને 1,000થી વધુ આદિજાતિ યુવાનોને ઉદ્યોગસાહસિકતા તાલીમ પૂરી પાડી છે. આમાંથી આત્મનિર્ભર બનેલા 120થી વધુ યુવાનો હવે સફળતાપૂર્વક પોતાનો વ્યવસાય ચલાવી રહ્યા છે.

તે જ રીતે, કૌશલ્ય વિકાસના પ્રયાસના ભાગરૂપે 2021-22થી 2024-25 દરમિયાન 1,300થી વધુ આદિજાતિ યુવાનોને કૌશલ્ય વિકાસની તાલીમ આપવામાં આવી હતી. નોંધનીય બાબત એ છે કે, છેલ્લા ત્રણ વર્ષમાં 223 આદિજાતિ યુવાનોને તાલીમ પછી પ્રત્યક્ષ રોજગારની તકો મળી છે.

*ગુજરાત સરકારના પ્રયાસો સફળ થયા, આદિજાતિ યુવાનોએ દર્શાવ્યું ઉદ્યોગસાહસિકતાનું શક્તિશાળી મૉડલ*
ગુજરાતમાં કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા તાલીમના કારણે પાયાના સ્તરે પરિવર્તન જોવા મળ્યું છે. વલસાડ જિલ્લાના ગુંડલવ GIDCમાં રહેતા શ્રી હિતેશ પટેલે પણ રાજ્ય સરકારના CED થી બિઝનેસ ડેવલપમેન્ટ સંબંધિત તાલીમ મેળવ્યા બાદ સ્ટાન્ડર્ડ ઇક્વિપમેન્ટ સંસ્થાની સ્થાપના કરી. રાસાયણિક ઉદ્યોગમાં વપરાતા પ્રોસેસ પંપના નિર્માણમાં તેમની કંપની હવે અગ્રેસર બની ગઈ છે. આદિત્ય બિરલા ગ્રુપ અને MERCK જેવા દિગ્ગજ ગ્રાહકો, 15 સભ્યોની ટીમ અને ₹3 કરોડનું વાર્ષિક ટર્નઓવર એ દર્શાવે છે કે પ્રાદેશિક ઔદ્યોગિક વિકાસ માટે કૌશલ્ય આધારિત ઉદ્યોગસાહસિકતા કેટલી મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

ડાંગના આદિજાતિ વસ્તીના શ્રીમતી દક્ષાબેન બિરારીએ CEDની તાલીમ અને સખી મંડળના સહયોગથી અંબિકા હળદર ફાર્મની સ્થાપના કરીને પરંપરાગત હળદરની ખેતીને આધુનિક એગ્રો-બિઝનેસમાં પરિવર્તિત કરી છે. તેમનું વાર્ષિક ટર્નઓવર હવે ₹80 લાખથી વધુ છે, અને સાથે સ્થાનિક મહિલાઓને રોજગારી પણ આપે છે.

અન્ય એક ઉદાહરણ વડોદરા જિલ્લાના વાઘોડિયાના રહેવાસી શ્રી તરુણ વસાવાનું છે, જેમણે JSP પ્લાસ્ટિક્સના માધ્યમથી પ્લાસ્ટિક ઉત્પાદન ક્ષેત્રમાં મજબૂત ઓળખ સ્થાપિત કરી છે. 15 લોકોને રોજગાર આપતા તેમના યુનિટનું વર્તમાન વાર્ષિક ટર્નઓવર લગભગ ₹1 કરોડનું છે, અને હવે તેઓ સૌર ઊર્જા ઇન્સ્ટોલેશનના નવા વ્યવસાય સાથે પોતાના સાહસને વિસ્તૃત કરી રહ્યા છે.

તો અરવલ્લી જિલ્લાના મેઘરજના શ્રીમતી જયાબેન વરસતે ગુજરાત સરકારના CEDમાંથી તાલીમ લીધા બાદ જયશ્રી ઑર્ગેનિક ગૃહ ઉદ્યોગની સ્થાપના કરી છે. આજે તેઓ 25 લોકોને રોજગારી આપીને ગ્રામીણ મહિલા ઉદ્યોગસાહસિકતાનું શક્તિશાળી મૉડલ રજૂ કરી રહ્યા છે.

*આદિજાતિ સમુદાયના આર્થિક સશક્તિકરણ માટે ગુજરાતનું ઉદ્યોગસાહસિકતા તાલીમ મૉડલ શું છે?*
ગુજરાત સરકારના ઉદ્યોગસાહસિકતા તાલીમ મૉડલમાં 42 સ્કિલ અપ-ગ્રેડેશન સેન્ટર્સ, એન્કર ઇન્સ્ટિટ્યૂટ્સ, ઉદ્યોગ-આધારિત બ્રિજ અભ્યાસક્રમો અને સ્પેશ્યલાઇઝ્ડ કૌશલ્ય વિકાસ કેન્દ્રોનો સમાવેશ થાય છે. આધુનિક સાધનો, સ્માર્ટ વર્ગખંડો અને સ્થાનિક ઉદ્યોગો સાથેની ભાગીદારી દ્વારા આ કેન્દ્રોને એટલા સક્ષમ બનાવવામાં આવ્યા છે કે તાલીમ ઉદ્યોગસાહસિકતા અને રોજગારીમાં પરિવર્તિત થઈ શકે.

આ તાલીમ અભ્યાસક્રમો રાસાયણિક પ્રક્રિયા, ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ, વસ્ત્રો અને સિલાઈ, બ્યુટી અને વેલનેસ, લોજિસ્ટિક્સ, આઇટી અને ડેટા એન્ટ્રી તથા નવીનીકરણીય ઊર્જા સહિત વિવિધ ક્ષેત્રોને આવરી લે છે. રાજ્ય સરકારનું કહેવું છે કે આ કોર્સ માટેનો અભ્યાસક્રમ સ્થાનિક આર્થિક સંભાવનાઓ અને ઉદ્યોગની વાસ્તવિક જરૂરિયાતોને અનુરૂપ તૈયાર કરવામાં આવ્યો છે.

*X-X-X*
[11/10, 2:44 PM] Dilip Gajjar.Mahiti.Press: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાત છત્તીસગઢના મુખ્યમંત્રીશ્રી વિષ્ણુ દેવ સાંઈએ ગાંધીનગરમાં લીધી હતી.

તેઓ એકતાનગરમાં હાલ ચાલી રહેલા ભારત પર્વમાં 10મી એ રાત્રે થનારી છત્તીસગઢ રાજ્યની વિવિધ સાંસ્કૃતિ પ્રસ્તુતિના કલાકારોને પ્રોત્સાહિત કરવા ગુજરાત આવ્યા છે.

આગામી સમયમાં છત્તીસગઢમાં યોજાનારી રહેલી છત્તીસગઢ ઈન્વેસ્ટર્સ કનેક્ટમાં ગુજરાતના રોકાણકારોને પ્રેરિત કરવા છત્તીસગઢના મુખ્યમંત્રીશ્રી મંગળવારે અમદાવાદમાં તેમની સાથે બેઠકો પણ યોજવાના છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને આ કાર્યક્રમો પૂર્વે તેઓ મળ્યા હતા અને ગુજરાતે વાઇબ્રન્ટ સમિટની ઉત્તરોત્તર સફળતાને પગલે મોસ્ટ પ્રિફર્ડ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટનું સ્થાન મેળવ્યું છે તે વિશે જણાવવામાં ઊંડો રસ દાખવ્યો હતો.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે છત્તીસગઢના મુખ્યમંત્રીશ્રીને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં આ વર્ષે રિજનલ વાઇબ્રન્ટ કોન્ફરન્સના પ્રયોગ દ્વારા ગુજરાતના જિલ્લાઓમાં ઔદ્યોગિક રોકાણોને પ્રોત્સાહિત કરીને વોકલ ફોર લોકલ, લોકલ ટુ ગ્લોબલના ઉદ્દેશ સાથે વર્લ્ડ માર્કેટ આપવાના અભિગમથી માહિતગાર કર્યા હતા.

છત્તીસગઢના મુખ્યમંત્રી શ્રી વિષ્ણુ દેવ સાંઈએ ગુજરાતની ઇન્ડસ્ટ્રીયલ પોલિસીની વિસ્તૃત જાણકારી માટે ઉદ્યોગ અગ્ર સચિવશ્રી સહિતના વરિષ્ઠ સચિવો સાથે બેઠક પણ યોજી હતી.

એટલું જ નહીં, ગુજરાતમાં પબ્લિક ડિલિવરી સર્વિસીસ સિસ્ટમ અને જનહિત યોજનાઓના ટ્રાન્સપેરન્ટ તથા રિયલ ટાઈમ મોનિટરિંગ માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં વિકસાવવામાં આવેલા સીએમ ડેશબોર્ડની ગતિવિધિ અંગેની જાણકારી માટે શ્રી વિષ્ણુ દેવ સાંઈએ સી.એમ. ડેશબોર્ડની પણ મુલાકાત લીધી હતી. તેઓ રિયલ ટાઈમ મોનિટરિંગ અને જન સંવાદ કેન્દ્રના ફીડબેક મિકેનિઝમની કામગીરીની તલસ્પર્શી જાણકારી મેળવી પ્રભાવિત થયા હતા. ગુજરાતની આવી પહેલોને છત્તીસગઢમાં શરૂ કરવામાં પણ તેમણે રુચિ દર્શાવી હતી

આ મુલાકાત વેળાએ મુખ્યમંત્રીશ્રીના અધિક અગ્ર સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ, સચિવ શ્રી ડૉ. વિક્રમ પાંડે, ઇન્ડેક્સ ‘બી’ના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી કેયુર સંપત તથા સી.એમ. ડેશબોર્ડના વરિષ્ઠ અધિકારીઓ જોડાયા હતા.
——–
[11/10, 2:48 PM] Dilip Gajjar.Mahiti.Press: *નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ‘હર ઘર સ્વદેશી’ અભિયાનને મિશન મોડ પર લઈ જવા યોજાઈ મહત્વપૂર્ણ બેઠક*

*રાજ્યના તમામ વિભાગોના વડા-ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે ઉંડાણપૂર્વક ચર્ચા કરીને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું*

*વિભાગો દ્વારા આયોજિત થતા વિવિધ કાર્યક્રમોમાં પણ સ્વદેશી ઉત્પાદકો પ્રોત્સાહિત થાય તે હેતુસર લોકલ ફોર વોકલ ઉત્પાદનોનો મહત્તમ ઉપયોગ કરવા આહવાન*
….
દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘હર ઘર સ્વદેશી’ના અભિયાનને જન-જન સુધી પહોંચાડીને ચરિતાર્થ કરવાના ઉદ્દેશ્ય સાથે આજે ગાંધીનગર ખાતે રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ યોજાયેલી આ બેઠકમાં તમામ વિભાગોના વડા-ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકો મહત્તમ સ્વદેશી ચીજવસ્તુઓને અપનાવે તે પ્રકારની જનજાગૃતિ કેળવવાનો છે. તે ઉપરાંત બેઠકમાં અન્ય મહત્વની બાબતો પર ઉંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. જેમાં વિદેશી ચીજવસ્તુઓને બદલે સ્વદેશી ચીજવસ્તુઓની ખરીદી માટે લોકો પ્રેરાય તે પ્રકારની જનજાગૃતિ કેળવવી, સ્વદેશી ચીજવસ્તુઓની માંગ વધારવા માટે ગુણવત્તાયુક્ત ઉત્પાદનો તૈયાર કરવા પર ભાર મૂકવો, ‘હર ઘર સ્વદેશી’ મુહિમને મિશન મોડ પર લઈ જવા માટેની બારીક વ્યૂહરચના તૈયાર કરવા ચર્ચા કરવામાં આવી હતી.

નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ ‘બદલાવ સ્વયંથી’નો સંકલ્પ લઈને સૌ પ્રથમ તમામ વિભાગો સ્વદેશી વૈકલ્પિક ચીજવસ્તુઓ અપનાવે તે માટે ભારપૂર્વક સૂચન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે સરકારી વિભાગો દ્વારા સ્વદેશી ઉત્પાદનોના ઉપયોગની શરૂઆત થવાથી એક સકારાત્મક સંદેશ જનતામાં જશે અને આ મુહિમને વેગ મળશે.

આ પ્રસંગે આત્મનિર્ભર ભારત અભિયાનના પ્રદેશ ઈનચાર્જ શ્રી પ્રદીપસિંહ જાડેજા, અધિક મુખ્ય સચિવ શ્રી સુનૈના તોમર, ડૉ. અંજુ શર્મા, પ્રિન્સીપાલ સેક્રેટરી શ્રી અશ્વિની કુમાર, શ્રી આર.સી.મીણા સહિત વિવિધ વિભાગના વરિષ્ઠ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
….
[11/10, 3:05 PM] Dilip Gajjar.Mahiti.Press: *શ્રમ અને રોજગાર મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાની પ્રેરક ઉપસ્થિતિમાં કૌશલ્યા –ધ સ્કિલ યુનિવર્સિટીએ તાલીમ કાર્યક્રમો માટે વિવિધ ૦૬ ઉદ્યોગો સાથે MoU કર્યા*
*********************
*કૌશલ્યા –ધ સ્કિલ યુનિવર્સિટી – શીલજ ખાતે નવીન અભ્યાસક્રમોમાં પોતાનું યોગદાન આપવા વિવિધ ૦૬ કંપનીઓએ લેટર ઓફ ઇનટેન્ટ (LoI) અર્પણ કર્યા*
*********************
*યુવાધનને રોજગારી આપવામાં ગુજરાત હરહંમેશથી દેશમાં અગ્રણી :- શ્રમ અને રોજગાર મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા*
***************
• *AI/ML તથા સોફ્ટવેર ડેવલપમેન્ટ, ઔદ્યોગીક સલામતી અને ફાયર પ્રોટેકશનને લગતા અભ્યાસક્રમો ઉપરાંત વિવિધ સર્ટીફિકેટ, ડિપ્લોમાં, ડિગ્રી, સ્કીલ કોર્સિસ માટે MoU સંપન્ન*
*********
• *ફર્નિચર ડિઝાઈન, પ્લમ્બીંગ ટેક્નોલોજી, ઈન્ડસ્ટ્રીયલ ઓટોમેશન, રોબોટીક્સ ટેક્નોલોજી, ઈ.વી ટેક્નોલોજી, હેલ્થકેર, એડવાન્સડ સાયબર સિક્યોરીટી, ડિજિટલ ફોરેન્સિક, એગ્રી બાયો ટેક્નોલોજી ક્ષેત્રે એપ્લાઈડ રીસર્ચ, ઉદ્યોગ સાહસિકત્તા, ઈનોવેશન, હોસ્પિટાલીટી, ટુરીઝમ અને ફોરેન લેન્ગવેજ જેવા વિવિધ અભ્યાસક્રમો માટે LoI અર્પણ કરાયા*
**********

ગાંધીનગર ખાતે શ્રમ અને રોજગાર મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાની પ્રેરક ઉપસ્થિતિમાં વિવિધ ૦૬ ઉદ્યોગોએ પોતાના ઉદ્યોગ એકમો ખાતે જ નવા તાલીમ કાર્યક્રમો શરુ કરવા માટે કૌશલ્યા – ધ સ્કિલ યુનિવર્સિટી સાથે MoU સંપન્ન કર્યા છે. આ ઉપરાંત કૌશલ્યા – ધ સ્કિલ યુનિવર્સિટી અને ઉદ્યોગગૃહની સહભાગીતાથી યુનિવર્સિટીના શીલજ કેમ્પસ ખાતે બદલાતી ટેક્નોલોજીને અનુરૂપ નવા અભ્યાસક્રમો શરુ કરવા માટે વિવિધ ૦૬ ઉદ્યોગોએ લેટર ઓફ ઇનટેન્ટ (LoI) પર હસ્તાક્ષર કર્યા હતા.

આ પ્રસંગે શ્રમ અને રોજગાર મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું કે, કૌશલ્યા – ધ સ્કિલ યુનિવર્સિટી એ રાજ્ય સરકારની એફીલેટેડ યુનિવર્સિટી છે, જેની સ્થાપના રાજ્યના યુવાનોને સ્કિલ આધારિત શિક્ષણ – તાલીમ આપવા અને તેમનામાં ઉદ્યોગ સાહસિકતાનો વિકાસ કરવા માટે કરવામાં આવી છે. આ યુનિવર્સિટીનો મુખ્ય ઉદ્દેશ્ય નવી ટેક્નોલોજીને અનુરૂપ કૌશલ્યવાન માનવબળ તૈયાર કરીને રાજ્યના વધુમાં વધુ યુવાનોને રોજગારી પૂરી પાડવાનો છે.

વધુમાં મંત્રી શ્રી બાવળિયાએ ઉમેર્યું હતું કે, ઉદ્યોગ, રોકાણ અને કૌશલ્ય વિકાસના ક્ષેત્રે ગુજરાતે હરહંમેશ દેશના અન્ય રાજ્યોને પ્રેરણા આપી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ આજે ગુજરાત વાઈબ્રન્ટ ગુજરાત સમિટ દ્વારા વિશ્વભરના રોકાણકારોને આકર્ષી રહ્યું છે. જેના પરિણામે આજે ગુજરાતના યુવાનોને વૈશ્વિક રોજગારની તકો ઉપલબ્ધ થઈ રહી છે. ગુજરાત આજે કૌશલ્યા યુનિવર્સિટીના માધ્યમથી નવી ટેક્નોલોજીને અનુરૂપ કુશળ માનવબળ તૈયાર કરવા માટે વિવિધ ઉદ્યોગો સાથે સહભાગીતા કરીને તેમના એકમો ખાતે જ તાલીમ કેન્દ્રો શરુ કરીને યુવાનોને રોજગારી પૂરી પાડી રહ્યું છે.

વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનાં વિઝન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનના કારણે આજે ગુજરાતમાં થયેલા આર્થિક અને સામાજિક વિકાસના કારણે રોજગારીની વિપુલ તકોનું સર્જન થયું છે. યુવાધનને રોજગારી આપવામાં ગુજરાત દેશનો અગ્રણી રાજ્ય છે. ઉચ્ચ ટેકનીકલ અને મૂલ્યવર્ધન કરનારા ઉદ્યોગો, નવા સેવાકીય સેક્ટરો અને વૈશ્વિક બજારમાં કુશળ વર્કફોર્સની માંગને પહોંચી વળવા સરકારે યુવાધનને તાલીમબધ્ધ કરવાનો નિર્ધાર કર્યો છે.

આ કાર્યક્રમ દરમિયાન કૌશલ્યા –ધ સ્કિલ યુનિવર્સિટીએ AI/ML તથા સોફ્ટવેર ડેવલપમેન્ટના તાલીમ કાર્યક્રમો માટે રિષભ સોફ્ટવેર-વડોદરા સાથે, ઔદ્યોગીક સલામતી તથા ફાયર પ્રોટેકશનને લગતા અભ્યાસક્રમો માટે સ્યોર સેફટી પ્રા.લિ – વડોદરા સાથે તેમજ વિવિધ સર્ટીફિકેટ, ડિપ્લોમાં, ડિગ્રી, સ્કીલ કોર્સિસ માટે ટાટા ઇન્ડિયન ઇન્સ્ટી.ઓફ સ્કિલ્સ-અમદાવાદ, ટોપ્સ ટેકનો. સ્કિલ ડેવલોપમેન્ટ સેન્ટર-અમદાવાદ, વારી એનર્જીઝ લિ. તથા યશસ્વી સ્કિલ્સ લિ. સાથે MoU પર હસ્તાક્ષર કર્યા હતા.

આ ઉપરાંત કૌશલ્યા – ધ સ્કિલ યુનિવર્સિટી અને ઉદ્યોગગૃહની સહભાગીતાથી યુનિવર્સિટીના શીલજ કેમ્પસ ખાતે ફર્નિચર ડિઝાઈન, પ્લમ્બીંગ ટેકનોલોજીને લગતા કોર્સીસ શરુ કરવા પીડીલાઈટ ઇન્ડસ્ટ્રીઝ, ઈન્ડસ્ટ્રીયલ ઓટોમેશન, રોબોટીક્સ ટેકનોલોજી, ઈ.વી ટેકનોલોજીને લગતા કોર્સીસ શરુ કરવા મેન્ટ્રીક ટ્રેઈનીંગ એન્ડ કન્સલ્ટીંગ પ્રા.લિ, હેલ્થકેરને લગતા કોર્સીસ શરુ કરવા શેલ્બી એકેડમી, એડવાન્સડ સાયબર સિક્યોરીટી અને ડિજીટલ ફોરેન્સિકના અભ્યાસક્રમો શરુ કરવા AIIPL ટેક. પ્રા.લિ, એગ્રી બાયોટેકનોલોજી ક્ષેત્રે એપ્લાઈડ રીસર્ચ, ઉદ્યોગ સાહસિકત્તા, ઈનોવેશનમાં ઉચ્ચ કક્ષાની સ્કિલ ટ્રેનિંગ માટે એમ.વાય એગ્રીમોની પ્રા.લિ તથા હોસ્પિટાલીટી, ટુરીઝમ અને ફોરેન લેન્ગવેજ જેવા ક્ષેત્રોમાં કૌશલ્ય તાલીમ માટે ફાઈન્ડ જોબ્સ જેવા ઉદ્યોગોએ લેટર ઓફ ઇનટેન્ટ (LoI) પર હસ્તાક્ષર કર્યા હતા.

આ કાર્યક્રમમાં શ્રમ, રોજગાર અને કૌશલ્ય વિકાસ વિભાગના અગ્ર સચિવ શ્રી મોહમ્મદ શાહિદ, કૌશલ્યા- ધ સ્કિલ યુનિવર્સિટીના ડાયરેક્ટર જનરલ ડો.એસ.પી.સિંઘ, રજિસ્ટ્રાર સુશ્રી રેખા નાયર, ચીફ સ્કિલ કોર્ડીનેટર શ્રી પી.એ.મિસ્ત્રી, ઉદ્યોગકારો તેમજ કૌશલ્યા- ધ સ્કિલ યુનિવર્સિટીના અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

– પ્રિન્સ ચાવલા

***********
[11/10, 4:44 PM] Dilip Gajjar.Mahiti.Press: મતદાર યાદીની શુદ્ધતા અને સમાવેશિતા સાથે સરળતા ઉમેરતી પહેલ “બુક અ કોલ વિથ BLO”
………………..
ચૂંટણીપંચની “બુક અ કોલ વિથ BLO” પર 10,204 નાગરિકોએ
મેળવી મદદ
………………..
આવેલા કોલ્સ પૈકી 6,239 નાગરિકોને બુથ લેવલ ઓફિસર દ્વારા ત્વરિત માર્ગદર્શન
………………………
ગુજરાતનો કોઈપણ મતદાર ECINET વેબસાઈટ પર જઈને BLO સાથે કોલ બુક કરી શકે
………………………
સમગ્ર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ભારતના ચૂંટણીપંચના માર્ગદર્શનમાં તથા મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી હારીત શુક્લાની આગેવાનીમાં ગત તા. 27 ઓક્ટોબર 2025થી રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલી SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન) પ્રક્રિયા સંપૂર્ણ ચોક્કસાઈ સાથે તબક્કાવાર ચાલી રહી છે.
આ સમગ્ર પ્રક્રિયામાં મતદારને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન સર્જાય તથા ગેરસમજ ઉભી ન થાય તે માટે ભારતના ચૂંટણી પંચે ટેક્નોલોજીનો શ્રેષ્ઠત્તમ ઉપયોગ કરીને વિવિધ પહેલોને અમલમાં મૂકી છે. આ પહેલો પૈકીની એક પહેલ અટલે ‘બુક અ કોલ વિથ BLO’. આ સુવિધા એટલે મતદારોને SIR વિષયક મૂંઝવતા કોઈપણ પ્રશ્નનો ઘરે બેઠા જવાબ મેળવવાનો સૌથી સરળ માર્ગ.
રાજ્યનો પાત્રતા ધરાવતો કોઈ મતદાર રહી ન જાય અને પાત્રતા ન ધરાવતો મતદાર મતદારયાદીમાં સામેલ ન રહે તેવા ધ્યેય સાથે હાલ, રાજ્યભરમાં બુથ લેવલ ઓફિસર્સ (BLO) ખૂબ જહેમત ઉઠાવી ઘરે-ઘરે પહોંચીને ગણતરી ફોર્મ (એન્યુમરેશન ફોર્મ)નું વિતરણ કરી નાગરિકોને આ ફોર્મ ભરવામાં મદદરૂપ બની રહ્યા છે. આ સમગ્ર પ્રક્રિયામાં મતદારોને ‘બુક અ કોલ વિથ BLO’ સુવિધા પણ ખૂબ મદદરૂપ સાબિત થઈ રહી છે.
તા. 10.11.2025 સુધીમાં ગુજરાતના ખૂણે-ખૂણેથી કુલ 10,204 નાગરિકોએ ‘ecinet’ વેબસાઈટ પર જઈને આ સુવિધાનો લાભ મેળવ્યો છે. જે પૈકી 6,239 નાગરિકોનો બુથ લેવલ ઓફિસર દ્વારા માત્ર 48 કલાકના ટૂંકાગાળામાં સંપર્ક કરીને માર્ગદર્શન આપ્યું છે. જ્યારે અન્ય નાગરિકોનો સંપર્ક સાધવા માટેનો પ્રયાસ ચાલી રહ્યો છે.
કેવી રીતે થશે બુક અ કોલ વિથ BLO
• સૌથી પહેલા ecinet.eci.gov.in પર જાઓ
• હોમ પેજ પર દેખાતા બુક અ કોલ વિથ BLO વિકલ્પ પર ક્લિક કરો
• રજિસ્ટર્ડ મોબાઈલ નંબર/ EPIC નંબર નાંખી, OTP મેળવો
• ત્યારબાદ પોર્ટલ પર નોંધાયેલી તમારી વિગતો દર્શાવવામાં આવશે
• અંતે “બુક અ કોલ વિથ BLO” પર ક્લિક કરી કન્ફોર્મ કરો
તદુપરાંત એન્યુમરેશન ફોર્મ પર બુથ લેવલ ઓફિસરનો નંબર પણ આપવામાં આવે છે. જેના પર સંપર્ક કરીને મતદાર માર્ગદર્શન મેળવી શકે છે.
………………………
મતદારયાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ
‘પાત્રતા ધરાવતો મતદાર રહી ન જાય, અયોગ્ય મતદાર સામેલ ન થાય’
[11/10, 8:57 PM] Dilip Gajjar.Mahiti.Press: દિલ્હીમાં બનેલી કાર બ્લાસ્ટ ઘટના અનુસંધાને ગુજરાત પોલીસ દ્વારા એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

દિલ્હીમાં થયેલા કાર બ્લાસ્ટનું કારણ હજુ જાણી શકાયું નથી પરંતુ રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાય દ્વારા તકેદારીના ભાગરૂપે રાજ્યભરમાં એલર્ટ માટે આદેશ આપવામાં આવ્યા છે.

ખાસ કરીને મહાનગરો અને રાજ્યના એન્ટ્રી એક્ઝિટ પોઇન્ટ તેમજ શહેર જિલ્લાના તમામ એન્ટ્રી એક્ઝિટ પોઇન્ટ પર નાકાબંધી, વાહન ચેકીંગ, પોલીસ પેટ્રોલિંગ અને પોલીસ પ્રેઝન્સ માટે તમામ શહેર જિલ્લા પોલીસના વડાશ્રીઓને સૂચના આપવામાં આવી છે.
[11/10, 8:57 PM] Dilip Gajjar.Mahiti.Press: દિલ્હીમાં બનેલી કાર બ્લાસ્ટ ઘટના અનુસંધાને ગુજરાત પોલીસ દ્વારા એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

દિલ્હીમાં થયેલા કાર બ્લાસ્ટનું કારણ હજુ જાણી શકાયું નથી પરંતુ રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાય દ્વારા તકેદારીના ભાગરૂપે રાજ્યભરમાં એલર્ટ માટે આદેશ આપવામાં આવ્યા છે.

ખાસ કરીને મહાનગરો અને રાજ્યના એન્ટ્રી એક્ઝિટ પોઇન્ટ તેમજ શહેર જિલ્લાના તમામ એન્ટ્રી એક્ઝિટ પોઇન્ટ પર નાકાબંધી, વાહન ચેકીંગ, પોલીસ પેટ્રોલિંગ અને પોલીસ પ્રેઝન્સ માટે તમામ શહેર જિલ્લા પોલીસના વડાશ્રીઓને સૂચના આપવામાં આવી છે.
[11/11, 9:52 AM] Dilip Gajjar.Mahiti.Press: *રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ તાપી જિલ્લાના માણેકપુર ગામે સ્વયં ગાય દોહી*

*માહિતી બ્યુરો, તાપી તા. ૧૦*

તાપી જિલ્લાના પ્રવાસ દરમિયાન રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ઉચ્છલ તાલુકાના માણેકપુર ગામે સરકારી પ્રાથમિક શાળાના એક સામાન્ય ઓરડામાં રાત્રિ રોકાણ કર્યું હતું.

રાજ્યપાલશ્રીએ ગ્રામ્ય સંસ્કૃતિ, સાદગી અને લોકજીવન પ્રત્યેની પોતાની આત્મીયતા દર્શાવતા,વહેલી સવારે માણેકપુર ગામના ખેડૂત શ્રી રતિલાલભાઈ રેવજીભાઈ વસાવાના ઘરે પહોંચીને સ્વયં ગાય દોહી હતી.

રાજ્યપાલશ્રીએ ગૌ સેવા અને પ્રાકૃતિક ખેતીને જીવનનું ધ્યેય ગણાવતાં જણાવ્યું કે, ગાય માત્ર ધાર્મિક આસ્થા નથી, પરંતુ ભારતની કૃષિ અને આરોગ્ય સંસ્કૃતિની આધ્યાત્મિક માતૃશક્તિ છે. ગાયનું દૂધ, મૂત્ર અને છાણ આમ ત્રણેય પ્રકૃતિને પવિત્ર રાખે છે અને માનવ જીવનને નિરોગી બનાવે છે.
0000
[11/11, 10:29 AM] Dilip Gajjar.Mahiti.Press: કૃષિ રાહત પેકેજ-૨૦૨૫

*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ વાવ-થરાદ, પાટણ, કચ્છ, પંચમહાલ અને જૂનાગઢ જિલ્લામાં પિયત અને બિનપિયત બંનેમાં એક સમાન સહાય આપવાનો રાજ્ય સરકારનો વધુ એક ખેડૂત હિતલક્ષી નિર્ણય*
*****************************
*વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ ઊંડાણપૂર્વક રસ લઈને કરેલી રજૂઆત અને તેમના માર્ગદર્શન હેઠળ લેવાયો મહત્વપૂર્ણ નિર્ણય*
*****************************
*પિયત અને બિનપિયત બંને પાકોમાં ખેડૂતોને એક સમાન રૂ. ૨૨,૦૦૦ સહાય ચૂકવવામાં આવશે: કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી*
*****************************
* *પાંચ જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતો માટે આજ તા. ૧૧ નવેમ્બરથી કૃષિ રાહત પેકેજ પોર્ટલ ખુલ્લું મૂકાશે*

* *ખેડૂતો પોતાના ગામના VCE/VLEના માધ્યમથી આગામી ૧૫ દિવસ સુધી સહાય માટે પોર્ટલ પર અરજી કરી શકશે*
*****************************
*ઓગસ્ટ-સપ્ટેમ્બર-૨૦૨૫માં ભારે વરસાદથી થયેલી પાક નુકસાની સામે કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ પાંચ જિલ્લા માટે કરી હતી રાહત પેકેજની જાહેરાત*
*****************************
ગુજરાતમાં ગત ઓગસ્ટ-સપ્ટેમ્બર-૨૦૨૫ માસમાં વરસેલા અતિભારે વરસાદમાં જૂનાગઢ, વાવ-થરાદ, કચ્છ, પંચમહાલ અને પાટણ જિલ્લાના ખેતી પાકોમાં વ્યાપક નુકસાન જોવા મળ્યું હતું. આ નુકશાનમાં ખેડૂતોને આર્થિક મદદ પૂરી પાડવાના આશય સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક ધોરણે સર્વે હાથ ધરીને કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી દ્વારા રૂ. ૯૪૭ કરોડના કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી હતી.

આ કૃષિ રાહત પેકેજમાં અસરગ્રસ્ત ખેડૂતોને SDRFના ધારાધોરણો મુજબ ૩૩ ટકાથી વધુ નુકશાન હોય તેવા ખેડૂતોને સહાય આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેમાં બિનપિયત પાક માટે રૂ. ૧૨,૦૦૦ પ્રતિ હેક્ટર, પિયત પાક માટે રૂ. ૨૨,૦૦૦ પ્રતિ હેક્ટર તેમજ બહુવર્ષાયુ પાકો માટે રૂ. ૨૭,૫૦૦ પ્રતિ હેક્ટર સહાય જાહેર કરવામાં આવી હતી.

કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ આ સંદર્ભે લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણય અંગે જણાવ્યું હતું કે, વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ અસરગ્રસ્ત વિસ્તારમાં નુકશાનની તીવ્રતાને ધ્યાને લઈને સહાયમાં વધારો કરવા અંગે રજૂઆત કરીને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ બાબતે ઊંડાણપૂર્વક રસ લઈને ખેડૂતોના હિતને તેમણે પ્રાધાન્ય આપ્યું હતું. આ ઉપરાંત અસરગ્રસ્ત વિસ્તારના વિવિધ ધારાસભ્યશ્રી સહિતના અગ્રણીઓએ પણ સહાયમાં વધારો કરવા રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવી હતી.

આ રજૂઆતને હકારાત્મક વાચા આપતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન હેઠળ બિનપિયત અને પિયત પાક બંનેને એક સમાન રૂ. ૨૨,૦૦૦ પ્રતિ હેક્ટર સહાય બે હેક્ટરની મર્યાદામાં આપવાનો રાજ્ય સરકાર દ્વારા ખેડૂત હિતલક્ષી નિર્ણય કરવામાં આવ્યો છે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

આટલું જ નહીં, વાવ-થરાદ અને પાટણ જિલ્લામાં ભારે વરસાદમાં પાણી ભરાયેલા હોય તેમજ રવિ ઋતુમાં વાવેતર થઈ શકે તેમ ન હોય તેવા ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા ખાસ કિસ્સામાં રૂ. ૨૦,૦૦૦ પ્રતિ હેક્ટર લેખે ૨ હેક્ટરની મર્યાદામાં સહાય આપવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે.

ખેડૂતો આ કૃષિ રાહત પેકેજ હેઠળ સહાય મેળવવા અરજી કરી શકે તે માટે આજ તા. ૧૧ નવેમ્બરથી આગામી ૧૫ દિવસ સુધી કૃષિ રાહત પેકેજ પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. અસરગ્રસ્ત ખેડૂતોએ પોતાના ગામના VCE/VLEના માધ્યમથી સમયમર્યાદામાં કૃષિ રાહત પેકેજ પોર્ટલ પર અરજી કરવાની રહેશે.
******************
નિતિન રથવી
[11/11, 11:53 AM] Dilip Gajjar.Mahiti.Press: *રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી તાપી જિલ્લાના માણેકપુર ગામની મુલાકાતે*

*પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતના ખેતર પર હળ ચલાવ્યું: ખેતરમાં વૃક્ષારોપણ કર્યું*

*પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો સાથે આત્મીય સંવાદ સાધતા રાજયપાલશ્રી*

*રાજયપાલશ્રીએ આ મુલાકાત દરમિયાન બળદ ગાડું ચલાવ્યું*

*માહિતી બ્યુરો, તાપી તા. ૧૦*

તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના માણેકપુર ગામની મુલાકાતે પધારેલા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે પ્રાકૃતિક કૃષિ પ્રત્યે કાર્યરત ખેડૂત શ્રી રતિલાલભાઈ રેવજીભાઈ વસાવાના ફાર્મની મુલાકાત લીધી હતી.

રાજ્યપાલશ્રીએ ખેતર પર જઈને સ્વયં હળ ચલાવ્યું અને જમીનની ઉપજાઉ શક્તિ વધારવાના સ્વાનુભવી ઉપાયો ખેડૂતોને જણાવ્યા હતા. આ તકે રાજયપાલશ્રીએ ખેતરમાં વૃક્ષારોપણ પણ કર્યું હતું.

આ પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો સાથે આત્મીય સંવાદ સાધતા રાજયપાલશ્રીએ જણાવ્યું કે, પ્રાકૃતિક કૃષિ એ માત્ર ખેતી પદ્ધતિ નથી, પરંતુ પ્રકૃતિ સાથેના સહઅસ્તિત્વનો માર્ગ છે. ગાય આધારિત ખેતી જ જમીનનું આરોગ્ય, પાણીનું સંવર્ધન અને માનવનું સ્વાસ્થ્ય જાળવી શકે છે.

રાજ્યપાલશ્રીએ ખેડૂતોને પ્રોત્સાહિત કરતાં ઉમેર્યું કે, ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિ એક આંદોલન રૂપ ધારણ કરી રહી છે, જેમાં હજારો ખેડૂત જોડાઈને ધરતીમાતાને ફરી ઉપજાઉ બનાવી રહ્યા છે.

આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ ખેતર પર ઉપયોગમાં લેવાતા જીવામૃત, ઘનજીવામૃત, અને ગૌઆધારિત બાયો ઇનપુટ અંગે ખેડૂતોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

તેમણે જણાવ્યું કે, પ્રાકૃતિક કૃષિ દ્વારા ખેડૂતોને ઓછા ખર્ચે વધારે ઉપજ સાથે સ્વસ્થ અને ટકાઉ જીવનશૈલી પ્રાપ્ત થઈ શકે છે જે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના “આત્મનિર્ભર ભારત,વિકસિત ભારત”ના વિઝનને સાકાર કરે છે.

રાજયપાલશ્રીએ આ મુલાકાત દરમિયાન બળદ ગાડું ચલાવ્યું હતું.

0000
[11/11, 12:09 PM] Dilip Gajjar.Mahiti.Press: *પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન (પીએમ જનમન)ના અમલીકરણમાં ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંકે*
***
*નવી દિલ્હી ખાતે આયોજિત નેશનલ કોન્ક્લેવમાં પીએમ જનમનના શ્રેષ્ઠ અમલીકરણ માટે ગુજરાતને રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના હસ્તે ‘બેસ્ટ પર્ફોર્મિંગ સ્ટેટ’નો પુરસ્કાર*
***
*પીએમ જનમન હેઠળ ગુજરાતમાં પીએમ આવાસ-ગ્રામીણ યોજના અંતર્ગત 14,552 આવાસો મંજૂર કરવામાં આવ્યા*
***
*પીએમ જનમન હેઠળ રાજ્યમાં ખાસ નબળા આદિવાસી જૂથો (PVTG)ના 6630 ઘરોમાં વીજળી સુવિધા પૂરી પાડીને ગુજરાતે આદિજાતિ સમુદાયોના ઘરોમાં 100 ટકા વીજળીકરણ પૂર્ણ કર્યું*
***
*ગાંધીનગર, 11 નવેમ્બર:* પર્ટિક્યુલરલી વલ્નરેબલ ટ્રાઇબલ ગ્રુપ્સ (PVTGs) એટલે કે ખાસ નબળા આદિજાતિ જૂથોની ખૂટતી જરૂરિયાતો અને સુવિધાઓની પૂર્તિ કરીને તેમના સર્વાંગી વિકાસ માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી જનજાતીય આદિવાસી ન્યાય મહા અભિયાન (પીએમ જનમન) મિશન અમલી બનાવવામાં આવ્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં, પીએમ જનમનના અમલીકરણમાં ગુજરાત સમગ્ર દેશમાં ટોચનું રાજ્ય બન્યું છે. ભારત સરકાર દ્વારા પીએમ જનમનના અમલીકરણ સંદર્ભે દેશના જુદા જુદા રાજ્યોની પ્રગતિને ધ્યાને લઇને જે રેંકિંગ જાહેર કરવામાં આવ્યું છે, તેમાં ગુજરાત પ્રથમ ક્રમાંકે છે. ભારત સરકાર દ્વારા તારીખ 17 ઓક્ટોબર, 2025ના રોજ નવી દિલ્હી ખાતે આયોજિત નેશનલ કોન્ક્લેવમાં ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના હસ્તે ગુજરાત રાજ્યને “બેસ્ટ પર્ફોર્મિંગ સ્ટેટ”નો પુરસ્કાર આપવામાં આવ્યો છે. ગુજરાતની આ સિદ્ધિ દર્શાવે છે કે આદિજાતિના વિકાસ અને કલ્યાણ માટે રાજ્ય સરકાર મજબૂત પ્રયાસો કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે, ભારતના 18 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશમાં વસતા 75 પર્ટિક્યુલરલી વલ્નરેબલ ટ્રાઇબલ ગ્રુપ્સ (PVTG) એટલે કે ખાસ નબળા આદિજાતિ જૂથોનો સર્વાંગી સામાજિક-આર્થિક વિકાસ સુનિશ્ચિત કરવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ 15 નવેમ્બર, 2023ના રોજ ‘જનજાતીય ગૌરવ દિવસ’ નિમિત્તે પ્રધાનમંત્રી જનજાતીય આદિવાસી ન્યાય મહા અભિયાન (પીએમ જનમન) મિશનનો પ્રારંભ કર્યો હતો. આ મિશનનો ઉદ્દેશ નિશ્ચિત સમયમર્યાદામાં ખાસ નબળા આદિજાતિ જૂથો (PVTG)ને આરોગ્ય, શિક્ષણ, માળખાગત સુવિધાઓ, પાણી, વીજળી, આજીવિકા અને કનેક્ટિવિટી જેવી પાયાની સુવિધાઓ પૂરી પાડીને તેમનું સામાજિક ઉત્થાન કરવાનો છે. ગુજરાતમાં આવા 5 ખાસ નબળા આદિજાતિ જૂથો (PVTG) વસે છે, જેમાં કાથોડી, કોટવાળિયા, પઢાર, સિદ્દી અને કોલઘા જૂથોનો સમાવેશ થાય છે. આવા જૂથોને ખૂટતી પાયાની સુવિધાઓની પૂર્તિ કરવા માટે રાજ્ય સરકાર સતત કાર્યરત છે.

*પીએમ જનમન મિશન હેઠળ ગુજરાતે કરેલી પ્રગતિ*

પીએમ જનમન મિશન હેઠળ ખાસ નબળા આદિજાતિ જૂથો (PVTGs) ને ખૂટતી પાયાની સુવિધાઓની પૂર્તિ કરવામાં આવે છે, જેમાં આવાસ, રોડ-રસ્તાની કનેક્ટિવિટી, પાઇપ મારફતે પાણીનો સપ્લાય, આરોગ્ય અને શિક્ષણની સુવિધાઓ, મહિલાઓ માટે આંગણવાડીઓનું નિર્માણ, વીજળીકરણ, મોબાઈલ ટાવરનું ઇન્સ્ટોલેશન, વન ધન વિકાસ કેન્દ્રો તેમજ મલ્ટીપર્પઝ સેન્ટરોની સ્થાપનાનો સમાવેશ થાય છે. આ મિશન હેઠળ આ સમુદાયના લોકોના ઘર-પરિવારોનો સર્વે કરીને કોને કઈ સુવિધાની જરૂર છે, અને ક્યાં કેટલો ગેપ રહેલો છે, તે શોધીને તે મુજબ સુવિધાઓના લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યા છે, અને તે મુજબ તેમને પાયાની સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે.

ગુજરાત રાજ્યમાં પીએમ જનમન હેઠળ PVTG સમુદાયો માટે દ્વારા 14,552 આવાસોના નિર્માણ માટે મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત, રાજ્યમાં વસતા આ સમુદાયના લગભગ 2803 ઘરોમાં પાઇપલાઇન મારફતે પાણીની જરૂર હતી, અને આ તમામ એટલે કે 100% ઘરોમાં પાઈપ મારફતે પાણી પૂરું પાડવામાં આવ્યું છે. આ સમુદાયોને આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવા માટે 22 મોબાઈલ મેડિકલ યુનિટ કાર્યરત કરવામાં આવ્યા છે, અને 1.25 લાખથી વધુ લોકોએ આરોગ્ય સુવિધાઓનો લાભ મેળવ્યો છે. પીએમ જનમન મિશન હેઠળ, PVTG સમુદાયોની મહિલાઓ માટે આગામી સમયમાં 67 આંગણવાડીઓ કાર્યરત કરવાનો લક્ષ્યાંક છે, જ્યારે શિક્ષણના હેતુથી 13 હોસ્ટેલોના નિર્માણની મંજૂરી આપવામાં આવી છે.

આ મિશન હેઠળ, વીજળી નહોતી પહોંચતી એવા 6630 ઘરોમાં વીજળી પહોંચાડવામાં આવી છે, અને આ સાથે ગુજરાત રાજ્યએ પીએમ જનમન હેઠળ 100 ટકા વીજળીકરણ પૂર્ણ કર્યું છે. પીએમ જનમન હેઠળ આદિમજૂથ વસાહતોમાં મોબાઇલ નેટવર્કની સુવિધાઓ ઉપલબ્ધ કરવા માટે 36 નવા મોબાઇલ ટાવરના બાંધકામનું આયોજન કરેલ, જેમાંથી 21 ટાવર ઉભા થઈ ચૂક્યા છે અને 41 આદિમજૂથ વસાહતોમાં 4G સેવા કાર્યરત છે. વધુમાં, માર્ગ સુવિધા હેઠળ 45 નવા રસ્તાઓ (કુલ 94 કિ.મી.)ની મંજૂરી આપવામાં આવી છે, ખાસ કરીને નાની વસાહતોને પણ આ યોજના હેઠળ સમાવિષ્ટ કરવામાં આવી છે.

વધુમાં, વન પેદાશો પર પ્રાથમિક પ્રક્રિયા અને તેમના મૂલ્યવર્ધનમાં PVTG સમુદાયના લોકોના સક્રિય જોડાણ દ્વારા તેમની આજીવિકા અને આવકમાં વધારો કરવાના ઉદ્દેશથી આ મિશન હેઠળ 21 વન ધન વિકાસ કેન્દ્રો (VDVKs) કરવામાં આવ્યા છે, જેમાં કુલ 1050 લાભાર્થીઓ જોડાયા છે. આ કેન્દ્રો વન ઉત્પાદનોના મૂલ્યવર્ધન અને વેચાણ દ્વારા સ્થાનિક રોજગાર અને આવક વધારવામાં સહાયક બન્યા છે. આ ઉપરાંત, કૌશલ્ય તાલીમ, પોષણ, આરોગ્ય સેવાઓ, પુખ્ત શિક્ષણ અને સાંસ્કૃતિક કાર્યક્રમો વગેરે જેવી વિવિધ પ્રવૃત્તિઓ માટે PVTG સમુદાય માટે 39 મલ્ટીપર્પઝ સેન્ટરો સ્થાપિત કરવાની મંજૂરી આ મિશન હેઠળ આપવામાં આવી છે.

આ તમામ પાયાની સુવિધાઓ માટે ભારત સરકારના 8 મંત્રાલયો દ્વારા સહયોગ આપવામાં આવે છે, જેમાં ગ્રામ વિકાસ મંત્રાલય, જળશક્તિ મંત્રાલય, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, શિક્ષણ મંત્રાલય, મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, વિદ્યુત મંત્રાલય, સંચાર મંત્રાલય અને આદિજાતિ બાબતોના મંત્રાલયનો સમાવેશ થાય છે.

*X-X-X*
[11/11, 1:37 PM] Dilip Gajjar.Mahiti.Press: *બદલાતા જતા ઋતુચક્ર સામે હવે ખેડૂતોએ ‘ક્લાયમેટ સ્માર્ટ’ કૃષિ કરવી પડશે*

*રાસાયણિક ખાતરોના અતિરેકથી કડક બનેલી જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ વધારવું પડશે તો વરસાદી પાણી જમીન અંદર ઉતરશે*

*ક્લાયમેન્ટ રેઝિલયન્સ એવી બાયોટિક, એબાયોટિક જાતોની વાવણીથી વધુ ઠંડી કે ગરમીમાં પણ પાક ઉપજાવી શકાય છે*

*ક્લાયમેટ ચેન્જની અસર સામે ખેડૂતોએ સંકલિત પાક પદ્ધતિ અપનાવી આંતર, મિશ્ર પાક પદ્ધતિનો ઉપયોગ કરવો પડશે*

આલેખન – દર્શન ત્રિવેદી

વડોદરા સહિત સમગ્ર ગુજરાતના કેટલાક જિલ્લામાં ગત્ત ઓક્ટોબર માસમાં પડેલા માવઠાને કારણે કૃષિ ક્ષેત્રને નુકસાન થયું છે. ખેડૂતોની સ્થિતિને પારખીને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે રૂ. ૧૦ હજાર કરોડ જેટલી માતબર રકમનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે. પરંતુ, છેલ્લા પાંચ વર્ષમાં હવામાનની સ્થિતિ તપાસીએ તો માલૂમ પડશે કે આ વર્ષો દરમિયાન કમૌસમી વરસાદ, અતિવૃષ્ટિ, અછત જેવી સ્થિતિનો સામનો કરવો પડ્યો છે. જળવાયુ પરિવર્તનને કારણે બદલાતી જતી મૌસમની ચાલને સમજીને ખેડૂતોએ પણ પાક પદ્ધતિમાં બદલાવ કરવાનો સમય હવે પાકી ગયો છે.

આ બાબતે કૃષિ વિજ્ઞાન કેન્દ્રના તજજ્ઞ ડો. ભરત મહેતા પાસેથી જળવાયુ પરિવર્તનથી હવામાનમાં આવેલા બદલવાની કૃષિ પર પડતી અસર અંગે જાણવાનો પ્રયાસ કર્યો તો એમણે કેટલીક બાબતો કહી તે ખરેખર આંખ ખોલનારી છે. ડો. મહેતા કહે છે, ખેતરમાં ઓવર ફર્ટિલાઇઝેશન અને ઓવર ઇરિગેશનના કારણે જમીનને નુકસાન થયું છે.

તેઓ ઉમેરે છે, રાસાયણિક ખાતરોના વિવેકહિન ઉપયોગના કારણે જમીનની ફળદ્રુપતામાં ઘટાડો થયો છે. ગુજરાતમાં સર્વત્ર સામાન્યતઃ જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ ૦.૫ ટકા જેટલું થયું છે. હજુ પણ જો આપણે નહી સમજીએ તો રાસાયણિક ખાતરોના વધુ ઉપયોગથી જમીન બિનઉપજાઉ બની જશે. આ માટે તબક્કાવાર પ્રાકૃતિક કૃષિ કરીને જમીનની સ્થિતિ સુધારવી પડશે.

જમીનને કેવી રીતે નુકસાન થયું છે ? એ સમજીએ. જમીન કડક બની રહી છે. પહેલા માત્ર ૩૦ ડિગ્રી ખુણે કોશ રાખીને હળ ચલાવવામાં આવતા તો પણ જમીન આસાનીથી ખેડાઇ જતી હતી. તેના બદલે આવે આજે ટ્રેક્ટરથી પણ ખેડવામાં મુશ્કેલ પડે છે. જમીન કડક હોવાથી જમીનમાં પાણી ઉતરતું નથી. તેના કારણે ખેતરમાં લાંબો સમય પાણી ભરાઇ રહે છે અને પાકને નુકસાન થાય છે.

કૃષિને નુકસાન કરતા હવામાનના બદલાવ અંગે ડો મહેતા જણાવે છે કે, શિયાળાના દિવસો ટૂંકા થઇ રહ્યા છે અને શિયાળામાં પણ ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. ઉનાળા દરમિયાન હિટવેવ વધી રહ્યા છે. ઉનાળો ઉપરાંત ચોમાસા બાદ પણ વાવાઝોડા આવે છે. ચોમાસા દરમિયાન એક જ માસમાં આખી મૌસમનો વરસાદ વરસી જાય છે અને એ માસ પણ સતત બદલાતો રહે છે. એથી ચોમાસામાં બિનવરસાદી દિવસોનું પ્રમાણ વધી રહ્યું છે. ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર માસ દરમિયાન માવઠા પડી રહ્યા છે. આ બધી બાબતો જળવાયુ પરિવર્તનની અસરો સૂચવે છે.

આ બાબતોની મોટી અસર પરંપરાગત કૃષિ ઉપર થાય છે. જળવાયુ પરિવર્તનને સામે ખેડૂતોએ શું કરવું જોઇએ ? એ માટે નિવારાત્મક પગલા સૂચવતા તેઓ કહે છે, ખેડૂતોને સર્વ પ્રથમ તેમની જમીનની સ્થિતિ સુધારવી પડશે. રાસાયણિક ખાતરોનો ઉપયોગ ટાળીને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવી જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ વધે એવા પ્રયત્નો કરવા પડશે.

ખેડૂતોએ ક્લાયમેટ સ્માર્ટ એગ્રિકલ્ચર અપનાવી પડશે. જેમકે, બાયોટિક અને એબાયોટિક એવી જાતોની વાવણી કરવી જોઇએ જે વધુ ગરમી અને કે વધુ ઠંડીમાં સારી કરી પાકી શકે છે. આ દિશામાં સંશોધનો ચાલી રહ્યા છે અને કેટલીક જાતો બજારમાં આવી ગઇ છે.

ખેડૂતોએ સંકલિત કૃષિ પદ્ધતિનો અમલ કરવો પડશે. જેમાં મિશ્ર પાક, આંતરપાક, એક જ પ્રકારના પાક વાવવાના બદલે વર્ષે દહાડે પાક બદલતા રહેવા પડશે. આંતર પાક કે મિશ્ર પાકના વાવેતરથી આવા સંજોગોમાં નુકસાનીનું પ્રમાણ ઘટાડી શકાય છે. બાગાયતી ખેતીમાં આંતર પાક સરળતાથી થઇ શકે છે. ખેત પેદાશોનું મૂલ્યવર્ધન પણ કરવું પડશે. પશુપાલનને પ્રોત્સાહન આપવું પડશે.

આમ, ક્લાયમેટ ચેન્જને પણ કૃષિ માટે પડકાર સમજી તેનો સામનો કરવો પડશે. આ માટે કૃષિ યુનિવર્સિટીઓ, કૃષિ વિજ્ઞાન કેન્દ્રો દ્વારા યોજાતી તાલીમોમાં ભાગ લઇ કે તેનું સાહિત્ય વાંચી ખેડૂતોએ સજ્જ થવું પડશે.

૦૦૦
[11/11, 1:39 PM] Dilip Gajjar.Mahiti.Press: *‘હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’*
———–
*નવા સચિવાલય કેમ્પસમાં મહિલા મંડળ સંચાલિત સ્વદેશી ‘સખી નીર’ બ્રાન્ડ દ્વારા અંદાજે ૧.૨૦ લાખથી વધુ પાણી બોટલનું વેચાણ*
……………………..
 *પ્રતિ બોટલ રૂ. ૭ના દરે ચાર મહિનામાં રૂ. ૧૧ લાખથી વધુની કિંમતની બોટલનું વેચાણ*
 *પર્યાવરણના જતન માટે પ્લાસ્ટિક બોટલને સ્થાને કાચની બોટલનો ઉપયોગ*
……………………
‘હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’, મહિલા સશક્તીકરણ તેમજ પ્લાસ્ટિક મુક્ત રાજ્યને વધુ પ્રોત્સાહન આપવા ગુજરાત સરકાર દ્વારા અનેકવિધ નવતર પહેલ શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સચિવાલય-વિધાનસભા કેમ્પસમાં પર્યાવરણને ધ્યાને રાખીને ઇકો ફ્રેન્ડલી રિયુઝેબલ ગ્લાસ વોટર બોટલિંગ ફેસિલિટી-‘સખી નીર’નો જુલાઈ-૨૦૨૫માં પ્રારંભ કરાવ્યો હતો જેને વિવિધ સરકારી વિભાગો દ્વારા નોંધપાત્ર પ્રતિસાદ મળી રહ્યો છે.

નવા સચિવાલય કેમ્પસમાં ‘માં નર્મદા એકતા મહિલા મંડળ’ દ્વારા સંચાલિત આ ‘સખી નીર’ બ્રાન્ડ દ્વારા અત્યાર સુધીમાં એટલે કે, છેલ્લા ચાર મહિનામાં કુલ ૧.૨૦ લાખથી વધુ ‘સખી નીર’ પાણીની કાચની બોટલનું વેચાણ કરીને વડાપ્રધાનશ્રીના સ્વદેશી-પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાનને વધુ બળ આપ્યું છે. આ દરમિયાન સચિવાલય તેમજ કર્મયોગી ભવનમાં કાર્યરત વિવિધ વિભાગોએ મહિલા મંડળ પાસેથી મહિલા સશક્તીકરણ તેમજ સ્વદેશીને પ્રાધાન્ય આપવાના લક્ષ્ય સાથે કુલ રૂ. ૧૧.૨૦ લાખની કિંમતની ‘સખી નીર’ પાણીની બોટલ ખરીદી છે. આ પ્લાન્ટમાં ગાંધીનગર જિલ્લાની સખી મંડળની છ બહેનોને રોજગારી આપવામાં આવી રહી છે.

સચિવાલય અને વિધાનસભા કેમ્પસ ઉપરાંત કર્મયોગી ભવનમાં હવે આ ફેસિલિટી અંતર્ગત પ્લાસ્ટિક બોટલને બદલે કાચની બોટલમાં પ્રતિ બોટલ રૂ. ૭ના દરે ૩૦૦ એમ.એલ “સખી નીર”ના બ્રાન્ડ નેમથી નર્મદાનું પીવાનું પાણી આપવામાં આવે છે. આ પ્લાન્ટ કાર્યરત થતાં સચિવાલય-કર્મયોગી કેમ્પસમાં દરરોજ ઉપયોગમાં લેવાતી પ્લાસ્ટિક બોટલનો વપરાશ બંધ કરીને હવે નજીવા દરે કાચની બોટલમાં પીવાનું પાણી પૂરું પાડવામાં આવવાને પરિણામે પ્લાસ્ટિક વેસ્ટમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. માં નર્મદા એકતા મહિલા મંડળની બહેનો દ્વારા સંચાલિત આ પર્યાવરણલક્ષી પ્રકલ્પમાં જે ટેકનોલોજી અપનાવવામાં આવી છે તે પણ વડોદરાના યુવા સ્ટાર્ટઅપ પ્રતિક પટેલ અને ટીમે વિકસાવેલી છે.

રાજ્ય સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના સાવલી ટેકનોલોજી એન્ડ બિઝનેસ ઈન્ક્યુબેટર ખાતે યુવા સ્ટાર્ટઅપ અને સૃષ્ટિ લાઈફસાયન્સ પ્રાઈવેટ લિમિટેડના સ્થાપક શ્રી પ્રતિક પટેલ દ્વારા આ ટેકનોલોજી વિકસાવવામાં આવી છે અને તેમણે બે પેટન્ટ પણ સાયન્સ ટેકનોલોજી વિભાગની મદદથી મેળવ્યા છે.

આ પ્રકારનો પાયલોટ પ્રોજેક્ટ તાપી જિલ્લાના પદમડુંગરી ઇકો ટુરીઝમ સાઈટ ખાતે વન વિભાગ અને સખીમંડળની બહેનો દ્વારા ‘અંબિકા નીર’ બ્રાન્ડ નેમ સાથે ત્રણ વર્ષ પહેલાં શરૂ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ અન્વયે પ્લાસ્ટિક બોટલના બદલે કાચની બોટલમાં એ જ કિંમતમાં પાણી આપવામાં આવે છે. એટલું જ નહીં, અન્ય એક મોટો પાયલોટ પ્રોજેક્ટ સુપ્રસિદ્ધ શ્રી તિરુપતિના તિરુમાલા ખાતે પણ કરવામાં આવ્યો છે અને પ્લાસ્ટિક બોટલના ભાવનો જ કાચની બોટલમાં પીવાનું પાણી આપવાનો પ્રયત્ન
કરવામાં આવ્યો છે.
…………………………….
જનક દેસાઇ
[11/11, 1:49 PM] Dilip Gajjar.Mahiti.Press: *ભારત પર્વ–૨૦૨૫, સ્ટેચ્યૂ ઓફ યુનિટી, એકતા નગરઃ લોકકળાની લોકપ્રિય ઝલક કઠપુતળીની રમઝટથી ઝૂમી ઉઠ્યું એકતા નગર*
———–
*રાજસ્થાનની પરંપરાગત કઠપુતળી કળાએ ભારત પર્વમાં વિલસતી સંસ્કૃતિ અને એકતાનું રંગીન પ્રતિબિંબ આપ્યું*
——–
*પરંપરા, સંદેશ અને સર્જનાત્મકતાનો અનોખો સમન્વયઃ કલાકારોને સરકારની માન્યતા અને સહયોગ મળ્યો*
——–
*કઠપુતળી કળાના માધ્યમથી લોકો આનંદ પણ મેળવે છે, અને સરકારના સંદેશા પણ સરળતાથી સમજે છેઃ કલાકાર પવનભાઈ ભાટ*
——
*ભારત પર્વ- ૨૦૨૫ના મંચ થકી અમારા જેવા નાના કલાકારને મોટું પ્લેટફોર્મ મળ્યું છે, એ બદલ સરકારના આભારી છીએઃ કઠપુતળી કલાકાર*
——
*ગાંધીનગર, ૧૧ નવેમ્બર ૨૦૨૫:* “એક ભારત, શ્રેષ્ઠ ભારત” ના ધ્યેયને જીવંત બનાવતા ભારત પર્વ–૨૦૨૫માં લોકકળા અને આધુનિક સંસ્કૃતિનો અદભૂત સંગમ જોવા મળ્યો છે. એકતા નગરના સ્ટેચ્યૂ ઓફ યુનિટીના પરિસરમાં યોજાયેલા આ ભવ્ય પર્વમાં રાજસ્થાનની કઠપુતળી કળાએ સૌનું મન જીતી લીધું છે. રંગબેરંગી વેશભૂષા, પરંપરાગત સંગીત અને જીવંત પાત્રોની રમઝટ વચ્ચે ભારતની પ્રાચીન કળાએ ફરી એક વાર પોતાની ઓળખ નોંધાવી છે.

મૂળ રાજસ્થાનના નાગોર જિલ્લાના અને હાલ અમદાવાદમાં વસતા પવનભાઈ હરીભાઈ ભાટ તથા તેમના કાકા મહિપાલભાઈ નારણભાઈ ભાટ છેલ્લા પચ્ચીસ વર્ષથી કઠપુતળી કળાને જીવંત રાખી રહ્યા છે. પવનભાઈએ જણાવ્યું કે, “દાદા–પરદાદાના સમયથી કઠપુતળી કળા અમારી ઓળખ છે.પહેલા ગામે ગામે જઈ લોકોનું મનોરંજન કરતા હતા, આજે સરકારની યોજનાઓ પ્રચાર–પ્રસારનું માધ્યમ બની ગઈ છે. ભારત પર્વ–૨૦૨૫માં અમારી કળા રજૂ કરવાની તક મળી એ અમારા માટે ગૌરવની વાત છે. અહીં સરકાર તરફથી રહેવા–જમવાની સગવડ સાથે દૈનિક રોજગારી પણ મળી રહી છે.”

કઠપુતળીનો ખેલ માત્ર મનોરંજન નહીં, પરંતુ સામાજિક સંદેશ આપતું જીવંત માધ્યમ છે. આ કળા દ્વારા કલાકારો ગામડાંમાં સ્વચ્છતા, શિક્ષણ, આરોગ્ય અને સરકારની યોજનાઓ અંગે જાગૃતિ આપી રહ્યાં છે. પવનભાઈ કહે છે કે, “આ કળા એ લોકો સુધી પહોંચવાનો સૌથી સહજ માર્ગ છે, કારણ કે કઠપુતળીની ભાષા દરેક સમજે છે.”

કઠપુતળી શબ્દ સાંભળતાં જ બાળપણની મીઠી યાદો તાજી થઈ જાય છે, ફાનસના અજવાળે ગામની શેરીમાં ભેગા થયેલા બાળકો અને વડિલો વચ્ચે જીવંત થતી કઠપુતળી કળા, તે સમયના ટેલિવિઝન કે મોબાઇલ વિહોણા યુગમાં લોક મનોરંજનનું મુખ્ય સાધન હતી.

આજના ટેકનોલોજી યુગમાં ભલે મનોરંજનના સાધનો બદલાયા હોય, પરંતુ કઠપુતળી કળાએ પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. હવે આ કળા પપેટ થિયેટરના સ્વરૂપમાં શૈક્ષણિક અને સામાજિક સંદેશ આપવા માટે ઉપયોગમાં લેવાય છે.

ભારતમાં કઠપુતળીની કળા આશરે બે હજાર વર્ષ જૂની માનવામાં આવે છે. રાજસ્થાનની ધરતી આ કળાની જનની ગણાય છે. પાતળી દોરીથી નચાવવામાં આવતી કઠપુતળીઓ દ્વારા કલાકારો મહારાણા પ્રતાપ, અમરસિંહ રાઠોડ જેવા શૂરવીરોની શૌર્યગાથા અને લોકપ્રસંગોની જીવંત પ્રસ્તુતિ કરે છે. આ કળા રાજસ્થાનની સંસ્કૃતિ અને પરંપરાનું ગૌરવરૂપ પ્રતીક બની રહી છે.

ભારત પર્વ–૨૦૨૫માં દેશના વિવિધ રાજ્યોની લોકકળાઓએ ભારતીય સંસ્કૃતિની વૈવિધ્યસભર ઝલક પ્રગટ કરી છે. તેમાં કઠપુતળી કળાનું પ્રદર્શન લોકપ્રિય આકર્ષણ બની ગયું છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીના પરિસરમાં કઠપુતળી કળાની રમઝટ જોતા લોકો ઉત્સાહથી તાળી પાડી ઉલ્લાસ વ્યક્ત કરી રહ્યા છે.

સરકાર દ્વારા કલાકારોને રહેઠાણ, ભોજન સહિત રોજગારી પણ આપવામાં આવી રહી છે, જે લોકકળાઓના પુનર્જીવનનો ઉત્તમ પ્રયાસ ગણાય છે.પવનભાઈ કહે છે કે, “ભારત પર્વ અમને અમારી કળાને નવા મંચે રજૂ કરવાની તક આપી છે. લોકો આનંદ પણ મેળવે છે અને સરકારના સંદેશા પણ સરળતાથી સમજે છે.”

ભારત પર્વ–૨૦૨૫ માત્ર એક ઉત્સવ નથી, પરંતુ પરંપરા અને પ્રગતિ વચ્ચેનો જીવંત પુલ છે. અહીં લોકકળા, પરંપરાગત કારીગરી અને આધુનિક ભારતની ઝલક એકસાથે જોવા મળે છે. એકતા નગરમાં ગુંજતી કઠપુતળીની ધૂન એ સાબિત કરે છે કે ભારતીય પરંપરા આજે પણ જીવંત છે.
……….
*(ખાસ લેખઃમેહુલ વાંઝવાલા)*
-૦૦૦-
[11/11, 1:49 PM] Dilip Gajjar.Mahiti.Press: *ભારત પર્વ–૨૦૨૫, સ્ટેચ્યૂ ઓફ યુનિટી, એકતા નગરઃ લોકકળાની લોકપ્રિય ઝલક કઠપુતળીની રમઝટથી ઝૂમી ઉઠ્યું એકતા નગર*
———–
*રાજસ્થાનની પરંપરાગત કઠપુતળી કળાએ ભારત પર્વમાં વિલસતી સંસ્કૃતિ અને એકતાનું રંગીન પ્રતિબિંબ આપ્યું*
——–
*પરંપરા, સંદેશ અને સર્જનાત્મકતાનો અનોખો સમન્વયઃ કલાકારોને સરકારની માન્યતા અને સહયોગ મળ્યો*
——–
*કઠપુતળી કળાના માધ્યમથી લોકો આનંદ પણ મેળવે છે, અને સરકારના સંદેશા પણ સરળતાથી સમજે છેઃ કલાકાર પવનભાઈ ભાટ*
——
*ભારત પર્વ- ૨૦૨૫ના મંચ થકી અમારા જેવા નાના કલાકારને મોટું પ્લેટફોર્મ મળ્યું છે, એ બદલ સરકારના આભારી છીએઃ કઠપુતળી કલાકાર*
——
*ગાંધીનગર, ૧૧ નવેમ્બર ૨૦૨૫:* “એક ભારત, શ્રેષ્ઠ ભારત” ના ધ્યેયને જીવંત બનાવતા ભારત પર્વ–૨૦૨૫માં લોકકળા અને આધુનિક સંસ્કૃતિનો અદભૂત સંગમ જોવા મળ્યો છે. એકતા નગરના સ્ટેચ્યૂ ઓફ યુનિટીના પરિસરમાં યોજાયેલા આ ભવ્ય પર્વમાં રાજસ્થાનની કઠપુતળી કળાએ સૌનું મન જીતી લીધું છે. રંગબેરંગી વેશભૂષા, પરંપરાગત સંગીત અને જીવંત પાત્રોની રમઝટ વચ્ચે ભારતની પ્રાચીન કળાએ ફરી એક વાર પોતાની ઓળખ નોંધાવી છે.

મૂળ રાજસ્થાનના નાગોર જિલ્લાના અને હાલ અમદાવાદમાં વસતા પવનભાઈ હરીભાઈ ભાટ તથા તેમના કાકા મહિપાલભાઈ નારણભાઈ ભાટ છેલ્લા પચ્ચીસ વર્ષથી કઠપુતળી કળાને જીવંત રાખી રહ્યા છે. પવનભાઈએ જણાવ્યું કે, “દાદા–પરદાદાના સમયથી કઠપુતળી કળા અમારી ઓળખ છે.પહેલા ગામે ગામે જઈ લોકોનું મનોરંજન કરતા હતા, આજે સરકારની યોજનાઓ પ્રચાર–પ્રસારનું માધ્યમ બની ગઈ છે. ભારત પર્વ–૨૦૨૫માં અમારી કળા રજૂ કરવાની તક મળી એ અમારા માટે ગૌરવની વાત છે. અહીં સરકાર તરફથી રહેવા–જમવાની સગવડ સાથે દૈનિક રોજગારી પણ મળી રહી છે.”

કઠપુતળીનો ખેલ માત્ર મનોરંજન નહીં, પરંતુ સામાજિક સંદેશ આપતું જીવંત માધ્યમ છે. આ કળા દ્વારા કલાકારો ગામડાંમાં સ્વચ્છતા, શિક્ષણ, આરોગ્ય અને સરકારની યોજનાઓ અંગે જાગૃતિ આપી રહ્યાં છે. પવનભાઈ કહે છે કે, “આ કળા એ લોકો સુધી પહોંચવાનો સૌથી સહજ માર્ગ છે, કારણ કે કઠપુતળીની ભાષા દરેક સમજે છે.”

કઠપુતળી શબ્દ સાંભળતાં જ બાળપણની મીઠી યાદો તાજી થઈ જાય છે, ફાનસના અજવાળે ગામની શેરીમાં ભેગા થયેલા બાળકો અને વડિલો વચ્ચે જીવંત થતી કઠપુતળી કળા, તે સમયના ટેલિવિઝન કે મોબાઇલ વિહોણા યુગમાં લોક મનોરંજનનું મુખ્ય સાધન હતી.

આજના ટેકનોલોજી યુગમાં ભલે મનોરંજનના સાધનો બદલાયા હોય, પરંતુ કઠપુતળી કળાએ પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. હવે આ કળા પપેટ થિયેટરના સ્વરૂપમાં શૈક્ષણિક અને સામાજિક સંદેશ આપવા માટે ઉપયોગમાં લેવાય છે.

ભારતમાં કઠપુતળીની કળા આશરે બે હજાર વર્ષ જૂની માનવામાં આવે છે. રાજસ્થાનની ધરતી આ કળાની જનની ગણાય છે. પાતળી દોરીથી નચાવવામાં આવતી કઠપુતળીઓ દ્વારા કલાકારો મહારાણા પ્રતાપ, અમરસિંહ રાઠોડ જેવા શૂરવીરોની શૌર્યગાથા અને લોકપ્રસંગોની જીવંત પ્રસ્તુતિ કરે છે. આ કળા રાજસ્થાનની સંસ્કૃતિ અને પરંપરાનું ગૌરવરૂપ પ્રતીક બની રહી છે.

ભારત પર્વ–૨૦૨૫માં દેશના વિવિધ રાજ્યોની લોકકળાઓએ ભારતીય સંસ્કૃતિની વૈવિધ્યસભર ઝલક પ્રગટ કરી છે. તેમાં કઠપુતળી કળાનું પ્રદર્શન લોકપ્રિય આકર્ષણ બની ગયું છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીના પરિસરમાં કઠપુતળી કળાની રમઝટ જોતા લોકો ઉત્સાહથી તાળી પાડી ઉલ્લાસ વ્યક્ત કરી રહ્યા છે.

સરકાર દ્વારા કલાકારોને રહેઠાણ, ભોજન સહિત રોજગારી પણ આપવામાં આવી રહી છે, જે લોકકળાઓના પુનર્જીવનનો ઉત્તમ પ્રયાસ ગણાય છે.પવનભાઈ કહે છે કે, “ભારત પર્વ અમને અમારી કળાને નવા મંચે રજૂ કરવાની તક આપી છે. લોકો આનંદ પણ મેળવે છે અને સરકારના સંદેશા પણ સરળતાથી સમજે છે.”

ભારત પર્વ–૨૦૨૫ માત્ર એક ઉત્સવ નથી, પરંતુ પરંપરા અને પ્રગતિ વચ્ચેનો જીવંત પુલ છે. અહીં લોકકળા, પરંપરાગત કારીગરી અને આધુનિક ભારતની ઝલક એકસાથે જોવા મળે છે. એકતા નગરમાં ગુંજતી કઠપુતળીની ધૂન એ સાબિત કરે છે કે ભારતીય પરંપરા આજે પણ જીવંત છે.
……….
*(ખાસ લેખઃમેહુલ વાંઝવાલા)*
-૦૦૦-
[11/11, 2:22 PM] Dilip Gajjar.Mahiti.Press: *નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત*
*ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં ૮ હજારથી વધુ વિવિધ પ્રવૃતિઓ દ્વારા ૩૫ લાખથી વધુ નાગરિકોને જાગૃત કરાયા*
***********

સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા તા.૧૫ ઓગસ્ટ ૨૦૨૦માં દેશમાં ‘નશામુક્ત ભારત અભિયાન-NMBA’ શરૂ કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત રાજ્યના તમામ જિલ્લાઓમાં અંદાજિત કુલ ૮ હજારથી વધુ રેલીઓ, સાઈન અભિયાન, સેમિનાર, નશામુક્તિ રથ જેવી વિવિધ પ્રવૃત્તિઓ અને કાર્યક્રમો સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંદાજિત ૩૫ લાખથી વધુ નાગરિકોએ સહભાગી બનીને આ અભિયાનને બહોળો સહયોગ-પ્રતિસાદ મળ્યો છે.

રાજ્યમાં ‘નશામુક્ત ભારત અભિયાન’ અંતર્ગત તા.૧૫ ઓગસ્ટ ૨૦૨૦માં દેશના ૨૭૨ જિલ્લાઓમાં ગુજરાતના અમદાવાદ, વડોદરા, ભરૂચ, મહેસાણા, સુરત, રાજકોટ, જામનગર અને પોરબંદર મળીને કુલ આઠ જિલ્લાઓ, તા.૧૫ ઓગસ્ટ ૨૦૨૨માં બનાસકાંઠા, ભાવનગર, જૂનાગઢ, અમરેલી, વલસાડ, ગાંધીનગર તથા તા.૧૫ ઓગસ્ટ ૨૦૨૪થી દેશના બાકી તમામ જિલ્લાઓમાં નશામુક્ત ભારત અભિયાન (NMBA) ચાલી રહ્યું છે.

‘નશામુક્ત ભારત અભિયાન’નો મુખ્ય હેતુ નશીલા પદાર્થોના દુરુપયોગના નુક્શાન અંગે જન જાગૃતિ લાવવાનો છે. આ અભિયાન અંતર્ગત ગુજરાતના તમામ જિલ્લાઓમાં યુવાનો, વિદ્યાર્થીઓ, મહિલાઓ તેમજ સામાજિક સંસ્થાઓની સક્રિય ભાગીદારી સાથે વિવિધ વિભાગોની સ્થાનિક કચેરીઓના સંકલનમાં રહીને સમાજમાં નશીલા પદાર્થો અને માદક દ્રવ્યોના દુરુપયોગની સાથે તેની આડઅસરો અંગે જાગૃતિ લાવવામાં આવે છે. આ આભિયાન થકી સ્કૂલ, કોલેજ, રહેણાંક સંસ્થાઓ તેમજ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં રેલીઓ, સાઈન અભિયાન, સેમિનાર, નશામુક્તિ રથ, નશામુક્તિ અંગેના શપથ ગ્રહણ કાર્યક્રમો, સંબંધિત પ્રચાર-પ્રસાર સામગ્રીનું વિતરણ, ચિત્રસ્પર્ધા, નિબંધ સ્પર્ધા વગેરે પ્રવૃત્તિઓના માધ્યમથી નાગરિકોમાં જાગૃતિ લાવવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા ‘નશામુક્ત ભારત અભિયાન’ની પાંચમી વર્ષગાંઠ નિમિત્તે રાષ્ટ્રીય સ્તરે નાગરિકોમાં જાગૃતિ લાવવા માટે વિવિધ પ્રવૃત્તિઓ આયોજિત કરવામાં આવી છે. સામાન્ય નાગરિકોને આ અભિયાન સાથે જોડવા અને તેનો સંદેશ દેશભરના નાગરિકો સુધી પહોંચાડવાના હેતુસર આ મંત્રાલય દ્વારા https://nmba.dosje.gov.in/content/take-a-pledge વેબસાઇટના માધ્યમથી નશામુક્તિના શપથ લઇ શકશે તેમ સમાજ સુરક્ષા નિયામક – ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

– પ્રિન્સ ચાવલા
***************

*********************************

[11/9, 11:09 AM] Neha Talaviya.Mahiti: *ગાંધીનગર જિલ્લા કલેકટરશ્રી મેહુલ કે. દવે દ્વારા SIR-2025 અંતર્ગત દહેગામ શહેરી વિસ્તારમાં ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત રૂબરૂ મુલાકાત કરવામાં આવી*
……
*દહેગામ શહેરી વિસ્તારમાં આવેલ સોસાયટી ખાતે ફોર્મ વિતરણ કામગીરી દરમિયાન સોસાયટીના સભ્યોને SIRની કામગીરી અંગે કલેકટરશ્રી દ્વારા વિશેષ સમજ આપવામાં આવી*
……
*જરૂરી માર્ગદર્શન આપતા સુચારુ આયોજન માટે SIR ની કામગીરી સાથે જોડાયેલા દરેક કર્મયોગીઓને કલેકટર શ્રીએ પ્રોત્સાહિત કર્યા*
……

તા.૨૮ ઓક્ટોબરના રોજ ચૂંટણી પંચ દ્વારા ગુજરાત સહિત ૧૨ રાજ્યોમાં ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (Special Intensive Revision-2026)જાહેર કરવામાં આવ્યો છે.‌ જે અંતર્ગત ગાંધીનગર જિલ્લાના ૦૫ વિધાનસભા મતવિસ્તાર ૩૪-દહેગામ, ૩૫-ગાંધીનગર દક્ષિણ, ૩૬-ગાંધીનગર ઉત્તર, ૩૭-માણસા અને ૩૮-કલોલમાં Enumarationના તબકકામાં કુલ ૧૩૩૩ મતદાન મથકોના બી.એલ.ઓએ આજ રોજ તા.૪/૧૧/૨૦૨૫(મંગળવાર) થી ફોર્મ વિતરણની કામગીરીનો શુભારંભ કર્યો છે.
આ કાર્યક્રમ અંતર્ગત તા. 09 /11/ 2025 ના રોજ ગાંધીનગર જિલ્લા કલેકટરશ્રી મેહુલ કે. દવે દ્વારા (Special Intensive Revision) SIR-2025 અંતર્ગત દહેગામ શહેરી વિસ્તારમાં આવેલ, કલ્પના સોસાયટી વિભાગ-2 ખાતે ફોર્મ વિતરણ કામગીરી દરમિયાન રૂબરૂ મુલાકાત લેવા સાથે કામગીરી યોગ્ય રીતે થાય તે અંગે કાળજી લેવામાં આવી હતી.

આ મુલાકાત અંતર્ગત ક્રમ નંબર743ના મતદાર શ્રી હિતેશકુમાર જોશીના ઘરે જઈને, કલેકટરશ્રી દ્વારા તેમના પરિવાર તથા સોસાયટીના અન્ય સભ્યોને SIR-2025 અંતર્ગત થઈ રહેલી કામગીરી અને તેની મહત્તા અંગે અવગત કરવામાં આવ્યા હતા.
ઉપરાંત આ મુલાકાત દરમિયાન કલેક્ટરશ્રીએ બીએલઓ શ્રી, સેક્ટર અધિકારીશ્રી, મામલતદાર શ્રી દહેગામ સહિત સમગ્ર ટીમને SIR-2025ની કામગીરી અંગે જરૂરી માર્ગદર્શન આપતા સુચારુ આયોજન માટે SIR ની કામગીરી સાથે જોડાયેલા દરેક કર્મયોગીઓને પ્રોત્સાહિત કર્યા હતા.
….
*નેહા તલાવિયા*
[11/9, 12:11 PM] Neha Talaviya.Mahiti: *ટેકાના ભાવે ખરીફ પાકોની ખરીદીનો આજથી રાજ્યવ્યાપી શુભારંભ*
……..
*કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ ગાંધીનગરના દહેગામમાં ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ કરાવ્યો*
……
*શુભારંભ બાદ કૃષિ મંત્રીશ્રીએ ટેકાના ભાવે વેચાણ માટે આવેલા ખેડૂતો સાથે સહજ સંવાદ કર્યો*
…….
*બજાર કરતા વધુ ભાવે જણસીની ખરીદી કરવા બદલ ખેડૂતોએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો*
…….
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશ હેઠળ ખેડૂતો પાસેથી રૂ. ૧૫,૦૦૦ કરોડથી વધુ મૂલ્યની મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદીનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેના પગલે આજે ટેકાના ભાવે ખરીફ પાકોની ખરીદીનો રાજ્યવ્યાપી શુભારંભ થયો છે.

કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ આજે ગાંધીનગર જિલ્લાના દહેગામ ખાતે ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ કરાવીને ખરીદી માટેના સમગ્ર આયોજનની તલસ્પર્શી માહિતી મેળવી હતી તેમજ ખરીદી વ્યવસ્થાનું નિરીક્ષણ પણ કર્યું હતું.

તદુપરાંત, કૃષિ મંત્રીશ્રીએ વેચાણ કરવા આવેલા વિવિધ ખેડૂતો સાથે સહજ ભાવે પ્રત્યક્ષ સંવાદ પણ કર્યો હતો. આ સંવાદ દરમિયાન ખેડૂતોએ બજાર કરતા પણ વધુ ભાવે જણસીની ખરીદી કરવાના ખેડૂત હિતલક્ષી નિર્ણયની સરાહના કરીને કેન્દ્ર અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

સર્વ વિદિત છે કે, મગફળીના આશરે રૂ. ૫,૦૦૦ પ્રતિ ક્વિન્ટલના બજાર ભાવ સામે ભારત સરકાર દ્વારા મગફળી માટે રૂ. ૭,૨૬૩ પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે. જેના પરિણામે પોતાની જણસીના બજાર ભાવ કરતા આશરે રૂ. ૨,૨૬૩ પ્રતિ ક્વિન્ટલ વધુ ભાવ મળતા ખેડૂતો પણ ઉત્સાહભેર ટેકાના ભાવે વેચાણ કરી રહ્યા છે.

આ પ્રસંગે દહેગામ ના ધારાસભ્યશ્રી બલરાજસિંહ ચૌહાણ, ગાંધીનગર જિલ્લા કલેકટરશ્રી મેહુલ કે.દવે,કો-ઓપ.પ્રોસેસિંગ સોસા.લી. ના ચેરમેન શ્રી ચૌહાણ ધનવંતસિંહ, મેનેજર શ્રી અજીતસિંહ ચૌહાણ સહિત ખેતીવાડી વિભાગના અધિકારીઓ કર્મચારીઓ તથા લાભાર્થી ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
……
*નેહા તલાવિયા*
[11/9, 1:13 PM] Neha Talaviya.Mahiti: *SIRને લગતી કામગીરી અંતર્ગત મળેલા જનપ્રતિસાદને બિરદાવતા તા,મતદારોનો સંપૂર્ણ સહકાર આ કાર્યમાં મળી રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતાં કલેકટર શ્રી ગાંધીનગર*
……….

*ગાંધીનગર ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી મેહુલ કે.દવેએ શહેરી વિસ્તારમાં SIRને લગતી કામગીરીથી લોકોને અવગત કર્યા*
…….
ભારતના ચૂંટણી પંચે ગુજરાત સહિત કુલ ૧૨ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો માટે મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (Special intensive revision – SIR)નું સમય પત્રક જાહેર કર્યું છે.

જે અંતર્ગત આજ રોજ ગાંધીનગર જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી વ જિલ્લા કલેકટરશ્રી મેહુલ કે.દવેએ સેક્ટર 27 બુથ નંબર 207 થી 211, આનંદ નગર, ગાયત્રીનગર, સ્વાસ્તિક સોસાયટી, શિવ શક્તિ સોસાયટી, ઓમકારેશ્વર સોસાયટી તથા SRP ક્વાર્ટરના રહિશોને રૂબરૂ ઉપસ્થિત રહી SIRની કામગીરી અન્વયે માહિતી આપી હતી.

ઉલ્લેખનીય છે કે,SIR કાર્યક્રમને મળેલ જન પ્રતિસાદને બિરદાવતા કલેક્ટર શ્રી ગાંધીનગર મેહુલ કે. દવે દ્વારા SIR અંતર્ગત મતદાર યાદી સુધારણા કાર્યક્રમ દરમિયાન ગાંધીનગર શહેરી વિસ્તારના મતદારોને SIRને લગતી કામગીરીની માહિતી આપી, મતદારોનો સંપૂર્ણ સહકાર આ કાર્યમાં મળી રહેશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.

આ કાર્યક્રમ દરમિયાન SIRને લગતી તમામ વિગતોની વિસ્તૃત ચર્ચા કરી, આ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત મતદારોને પડતી મુશ્કેલીઓનું નિરાકરણ કરી, કામગીરીને વેગવંતી બનાવવા માટે પણ કલેક્ટરશ્રી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો.

આ અવેરનેસ કાર્યક્રમ દરમિયાન પ્રાંત શ્રી ગાંધીનગર પાર્થ કોટડીયા, મામલતદાર શ્રી ગાંધીનગર મહેશ ગોહિલ,સેક્ટર ઓફિસર શ્રી રાહુલ બી. ચૌહાણ, બી.એલ.ઓ શ્રી એ.ઝેડ મલેક આ કામગીરી સાથે સંકળાયેલા કર્મચારીઓ પણ જોડાયા હતા.
…..
*નેહા તલાવિયા*
[11/9, 1:36 PM] Neha Talaviya.Mahiti: *ગાંધીનગર જિલ્લામાં મતદારયાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) અંતર્ગત કલેકટર શ્રી દ્વારા વિવિધ સ્થળોની રૂબરૂ મુલાકાત કરવામાં આવી*

*મતદાર સુધારણાની ચાલી રહેલી કામગીરી રૂબરૂ નિહાળવા કલેકટરશ્રી મેહુલ કે.દવે નાગરિકોના ઘર સુધી રૂબરૂ પહોંચ્યા : લોકોને SIR અંતર્ગત ચાલતી મતદાર સુધારણા કામગીરીની મહત્તા સમજાવી*
……………………
ગાંધીનગર જિલ્લા કલેકટરશ્રી વ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી મેહુલ કે.દવેના વિશેષ માર્ગદર્શન હેઠળ ગાંધીનગર જિલ્લામાં, મતદારયાદી સુધારણા માટે જાહેર કરાયેલી માર્ગદર્શિકા મુજબ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.જેના સુચારું અમલીકરણ અને આયોજન બાબતે કલેકટર શ્રી મેહુલ કે.દવે દ્વારા આજે રૂબરૂ મતદાર યાદી સુધારણા અંતર્ગત ચાલતી કામગીરીની વિવિધ સ્થળે ચકાસણી કરવામાં આવી છે.
આ મુલાકાત દરમિયાન ગાંધીનગર શહેરી વિસ્તારમાં આવેલ બુથ નંબર 209, સેક્ટર 27 ની સોમેશ્વર સોસાયટી ખાતે ઘર નંબર 843માં રહેતા શ્રી રાજેશભાઈ ભીખુભાઈ વસાવાના ઘરે મતદાર સુધારણાની ચાલી રહેલી કામગીરી રૂબરૂ નિહાળતા, લેકટરશ્રી દ્વારા રાજેશભાઈના પરિવાર તથા આસપાસના લોકોને SIR અંતર્ગત ચાલતી મતદાર સુધારણા કામગીરીની મહત્તા સમજાવવામાં આવી હતી.
કલેક્ટરશ્રી દ્વારા લેવામાં આવેલી આ મુલાકાત દરમિયાન SIRની કામગીરી પ્રત્યે લોકોનો સારો પ્રતિસાદ જોવા મળતા તેમણે સંતોષ વ્યક્ત કરતા, આ કામગીરી સાથે જોડાયેલા તમામ કર્મયોગીઓને બિરદાવ્યા હતાં.
ઉલ્લેખની એ છે કે, કલેકટરશ્રીની આ મુલાકાત અંતર્ગત પ્રાંત શ્રી ગાંધીનગર પાર્થ કોટડીયા, મામલતદાર શ્રી મહેશ ગોહિલ, સેક્ટર ઓફિસર શ્રી રાહુલ ચૌહાણ, બી એલ ઓ શ્રી ફોરમબેન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
…………….
*નેહા તલાવિયા*
[11/9, 2:36 PM] Neha Talaviya.Mahiti: *ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થતાં લાભાર્થી ખેડુતોના શબ્દો અને આંખો બંનેમાં ખુશી સાથે સંતોષની ચમક દેખાઈ*
……..
*કમોસમી વરસાદને કારણે થયેલી નુકશાનીના વળતર ઉપરાંત સારા ટેકાના ભાવે સરકારે મગફળીની ખરીદી કરતા ખેડૂતોની ખુશી બેવડાઈ છે- લાભાર્થી ખેડૂત જનકકુમાર પટેલ*
……
ખેડૂતોને મગફળીના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તેવા ઉદ્દેશ્ય સાથે, આજથી સરકારશ્રી દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે.
જે અંતર્ગત દહેગામ તાલુકા કો-ઓપ.પ્રોસેસિંગ સોસા.લી.ખાતે મગફળીનું ટેકાના ભાવે વેચાણ કરવા પહોંચેલા ખેડુતોની આંખમાં ખુશીની ચમક સ્પષ્ટ જોવા મળી હતી.

આ દરમિયાન ગાંધીનગર જિલ્લાના, દહેગામ તાલુકાના પાલૈયા ગામના લાભાર્થી ખેડૂત પટેલ જનકકુમારે પોતાની ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે,”સારા પોષણક્ષમ ભાવ સાથે અહીં ખેડૂતો માટે સારી વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે,આ વર્ષે કમોસમી વરસાદને કારણે થયેલી નુકશાનીના વળતર ઉપરાંત સારા ટેકાના ભાવે સરકારે મગફળીની ખરીદી શરૂ કરતાં, ખેડૂતોમાં બેવડી ખુશીની લાગણી પ્રસરી છે.કારણકે જેની પાસે પાક છે,તેને સારો ભાવ મળી રહ્યો છે,અને જેને ખેતીમાં નુકશાન થયું છે, તેવા ખેડુતોને સહાય પેકેજ થકી સારું વળતર મળવાનું છે.”
…..
*નેહા તલાવિયા*
[11/10, 2:37 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *ગાંધીનગર જિલ્લા કલેકટરશ્રી મેહુલ દવેની અધ્યક્ષતામાં SIR-2025 અંતર્ગત નોડલ અધિકારીઓની બેઠક યોજાઇ*
……
*ગ્રામીણ તથા શહેરી વિસ્તારમાં ફોર્મ વિતરણ દરમ્યાન લોકોને SIR વિશે વિશેષ સમજ આપી, લોકતાંત્રિક પ્રક્રિયામાં સામેલ કરવા વિશે વિશેષ માર્ગદર્શન અપાયું*
……
*સુમેળભર્યા વાતાવરણમાં સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ  કરવા અંગે જરૂરી સુચનાઓ આપતા જિલ્લા સમાહર્તા શ્રી મેહુલ દવે*

ગાંધીનગર તા.૧૦ નવેમ્બર-,
    હાલમાં ગુજરાત સહિત ૧૨ રાજ્યોમાં ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીની ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (Special Intensive Revision-2026)જાહેર કરવામાં આવ્યો છે.‌ જે અંતર્ગત આજરોજ કલેકટર કચેરી ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી તથા કલેકટર શ્રી મેહુલ દવેની અધ્યક્ષતામાં નોડલ અધિકારીશ્રીઓની બેઠક યોજવામાં આવી હતી.
     આ બેઠકમાં કલેકટરશ્રીએ નોડલશ્રીઓને SIR સંદર્ભે સોંપવામાં આવેલ કામગીરી અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. તેમણે તમામ નોડલોને સોંપવામાં આવેલ કામગીરી સુચારુ રીતે સુમેળભર્યા વાતાવરણમાં સમયમર્યાદામાં પુરી થાય તે અંગે જરૂરી સુચનાઓ આપી હતી. ગ્રામીણ તથા શહેરી વિસ્તારમાં ફોર્મ વિતરણ દરમ્યાન લોકોને SIR વિશે વિશેષ સમજ આપી, લોકતાંત્રિક પ્રક્રિયામાં તેમને સામેલ કરવા વિશે વિશેષ માર્ગદર્શન અપાયું હતું.
    અત્રે ઉલ્લેખનીય છે કે, SIR અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં Enumarationના તબકકામાં ફોર્મ વિતરણની કામગીરી ચાલી રહી છે. કામગીરી દરમ્યાન
ગાંધીનગર જિલ્લા કલેકટરશ્રી મેહુલ કે. દવે દ્વારા ગ્રામ્ય  તથા શહેરી વિસ્તારોમાં રૂબરૂ મુલાકાત લેવા સાથે કામગીરી યોગ્ય રીતે થાય તે અંગે કાળજી લેવામાં આવી હતી.
………..
દિવ્યા ત્રિવેદી
[11/10, 4:25 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ધરતીપુત્રોને રાહત આપતું ગુજરાત સરકારનું કૃષિ રાહત પેકેજ*
……….
*પારસા ગામના પ્રહલાદભાઈ પ્રજાપતિએ જગતના તાતની વ્યથા સમજવા બદલ મુખ્યમંત્રીશ્રીનો માન્યો આભાર*
………
ગાંધીનગર તા.૧૦ નવેમ્બર –
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે પારાવાર મુશ્કેલીઓનો સામનો કરતા ધરતીપુત્રો માટે રાહત સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે માણસા તાલુકાના પારસા ગામના પ્રહલાદભાઈ પ્રજાપતિએ પોતાની વ્યથા સામે કૃષિ રાહત પેકેજ માટે આનંદની લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, આ વર્ષ ખેડૂતોએ ખૂબ સારા પાકની વાવણી કરી હતી પરંતુ કમોસમી વરસાદ, અતિવૃષ્ટિના કારણે પાક નિષ્ફળ ગયો અને ખેડૂતો પાયમાલ થઈ ગયા છે.
આપવીતી જણાવતા તેમણે ઉમેર્યું હતું કે, અમે પણ પહેલા જુવાર વાવી હતી, જે અતિવૃષ્ટિના કારણે નિષ્ફળ ગઈ. ત્યારબાદ અડદનું વાવેતર કર્યું જે પાક ખરા સમયે જ કમોસમી વરસાદના કારણે પલળીને નિષ્ફળ ગયો… કપાસ પણ નિષ્ફળ ગયો. આવા સમયે સરકારે જે રાહત પેકેજ જાહેર કર્યું છે તે બદલ મુખ્યમંત્રીશ્રી નો ખુબ ખુબ આભાર… આ સાથે જ હજુ ૧૫૦૦૦ કરોડની મગફળી વગેરેની ટેકાના ભાવની ખરીદી પણ થવાની છે જેનાથી પણ ખેડૂતોને ફાયદો થશે. આવી થોડી થોડી સહાયથી ખેડૂત મજબૂત બનશે અને આર્થિક રીતે પછાત ખેડૂત આગળ આવશે… આજે ખેડૂત મહેનત કરે છે તેની સામે બજારમાં પાકનો ખરો ભાવ મળતો નથી, હાલમાં મજુર મળતા ન હોવાથી તેના પણ ભાવ વધી ગયા છે ત્યારે ખેડૂતોને પાક સામે પડતર ખર્ચા ખૂબ વધી જતા હોય છે એમાં આવા કમોસમી વરસાદના કારણે પારાવાર મુશ્કેલીઓ વધી જતી હોય છે…. આવી સ્થિતિમાં મુખ્યમંત્રીશ્રીએ અમારી સ્થિતિ સમજી સારા ભાવ સાથે ટેકાની ખરીદી અને કૃષિ રાહત પેકેજ આપ્યું તે બદલ સરકારના આભારી છીએ.
……….
દિવ્યા ત્રિવેદી
[11/10, 4:27 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *કૃષિ રાહત પેકેજને આવકારતા માણસા એ.પી.એમ.સી.ના સેક્રેટરી શ્રી હિતેન્દ્રકુમાર પટેલ*
……….
*સીમાંત ખેડૂતોને ભીંસના સમયે જાણે મોટો ટેકો મળી રહ્યો હોય તેવો સંવેદનશીલ નિર્ણય: શ્રી હિતેન્દ્રકુમાર પટેલ*
……….
ગાંધીનગર તા.૧૦ નવેમ્બર –
ગુજરાતમાં હાલમાં થયેલ કમોસમી વરસાદના કારણે ખેડૂતોને પાક નુકસાન બદલ સરકાર દ્વારા કૃષિ રાહત પેકેજ જાહેર કરાયું છે જેને કૃષિ આગેવાનોથી લઈ અને સહકારી સંસ્થાઓના હોદ્દેદારો અને ખેડૂતો તમામે આવકાર્યું છે.
‌‌આ રાહત સહાય પેકેજને આવકારતા માણસા એ.પી.એમ.સી.ના ઇન્ચાર્જ સેક્રેટરી શ્રી હિતેન્દ્રકુમાર પટેલે કહ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા રાજ્યના કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતો માટે જે નિર્ણય લેવામાં આવ્યો છે, તે ખૂબ આવકારદાયક છે.
આ પેકેજથી સીમાંત ખેડૂતોને ભીંસના સમયે જાણે મોટો ટેકો મળી રહ્યો હોય તેવી આ સંવેદનશીલ સરકારે સહાય કરી છે. આ પ્રકારનું આવડું મોટું પેકેજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જાહેર કરવાથી નાના-મોટા તમામ ખેડૂતોને લાભ મળશે, જેનાથી તેઓને ફરી સધ્ધર થવામાં પણ મદદ મળશે.
………
દિવ્યા ત્રિવેદી
[11/10, 4:38 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત તા.૧૫,૧૬,૨૨ અને ૨૩ નવેમ્બરે બી.એલ.ઓ. મતદાન મથકે કાર્યરત રહેશે*
૦૦૦૦૦૦૦
*મતદારોના મેપિંગ, લિંન્કિંગ વગેરે પ્રશ્નોના કરશે નિવારણ*
૦૦૦૦૦૦૦
ગાંધીનગર તા.૧૦ નવેમ્બર –
ભારતના ચૂંટણી પંચની સૂચના અન્વયે હાલમાં તા.૦૧/૦૧/૨૦૨૬ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદીનો ખાસ સઘન સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે. જે અંતર્ગત મતદારોની ગણતરી અંગે તા.૧૫, ૧૬, ૨૨ અને ૨૩ નવેમ્બર-૨૦૨૫ ના રોજ તમામ મતદાન મથકો ઉપર સવારે ૦૯:૦૦ થી બપોરે ૦૧:૦૦ કલાક સુધી BLO ઉપસ્થિત રહેશે.
SIR અંતર્ગત જે મતદારોને મેપિંગ /લિંન્કિંગ કરાવવા તેમજ જે મતદારોનું નામ અથવા તેમના માતા-પિતા / દાદા-દાદીનું નામ વર્ષ-૨૦૦૨ની મતદારયાદીમાં ન હોય તેવા કિસ્સામાં કયા પુરાવા રજુ કરવા તે અંગે આ બન્ને દિવસોએ સંબંધિત મતદાન મથકોએ BLO ઉપસ્થિત રહેવાના હોવાથી મતદારોને તેનો લાભ લેવા શ્રી મેહુલ દવે, જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી, ગાંધીનગર તરફથી યાદી દ્વારા અનુરોધ કરવામાં આવે છે.
……….
દિવ્યા ત્રિવેદી
[11/10, 4:47 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: મતદાર યાદીની શુદ્ધતા અને સમાવેશિતા સાથે સરળતા ઉમેરતી પહેલ “બુક અ કોલ વિથ BLO”
………………..
ચૂંટણીપંચની “બુક અ કોલ વિથ BLO” પર 10,204 નાગરિકોએ
મેળવી મદદ
………………..
આવેલા કોલ્સ પૈકી 6,239 નાગરિકોને બુથ લેવલ ઓફિસર દ્વારા ત્વરિત માર્ગદર્શન
………………………
ગુજરાતનો કોઈપણ મતદાર ECINET વેબસાઈટ પર જઈને BLO સાથે કોલ બુક કરી શકે
………………………
સમગ્ર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ભારતના ચૂંટણીપંચના માર્ગદર્શનમાં તથા મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી હારીત શુક્લાની આગેવાનીમાં ગત તા. 27 ઓક્ટોબર 2025થી રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલી SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન) પ્રક્રિયા સંપૂર્ણ ચોક્કસાઈ સાથે તબક્કાવાર ચાલી રહી છે.
આ સમગ્ર પ્રક્રિયામાં મતદારને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન સર્જાય તથા ગેરસમજ ઉભી ન થાય તે માટે ભારતના ચૂંટણી પંચે ટેક્નોલોજીનો શ્રેષ્ઠત્તમ ઉપયોગ કરીને વિવિધ પહેલોને અમલમાં મૂકી છે. આ પહેલો પૈકીની એક પહેલ અટલે ‘બુક અ કોલ વિથ BLO’. આ સુવિધા એટલે મતદારોને SIR વિષયક મૂંઝવતા કોઈપણ પ્રશ્નનો ઘરે બેઠા જવાબ મેળવવાનો સૌથી સરળ માર્ગ.
રાજ્યનો પાત્રતા ધરાવતો કોઈ મતદાર રહી ન જાય અને પાત્રતા ન ધરાવતો મતદાર મતદારયાદીમાં સામેલ ન રહે તેવા ધ્યેય સાથે હાલ, રાજ્યભરમાં બુથ લેવલ ઓફિસર્સ (BLO) ખૂબ જહેમત ઉઠાવી ઘરે-ઘરે પહોંચીને ગણતરી ફોર્મ (એન્યુમરેશન ફોર્મ)નું વિતરણ કરી નાગરિકોને આ ફોર્મ ભરવામાં મદદરૂપ બની રહ્યા છે. આ સમગ્ર પ્રક્રિયામાં મતદારોને ‘બુક અ કોલ વિથ BLO’ સુવિધા પણ ખૂબ મદદરૂપ સાબિત થઈ રહી છે.
તા. 10.11.2025 સુધીમાં ગુજરાતના ખૂણે-ખૂણેથી કુલ 10,204 નાગરિકોએ ‘ecinet’ વેબસાઈટ પર જઈને આ સુવિધાનો લાભ મેળવ્યો છે. જે પૈકી 6,239 નાગરિકોનો બુથ લેવલ ઓફિસર દ્વારા માત્ર 48 કલાકના ટૂંકાગાળામાં સંપર્ક કરીને માર્ગદર્શન આપ્યું છે. જ્યારે અન્ય નાગરિકોનો સંપર્ક સાધવા માટેનો પ્રયાસ ચાલી રહ્યો છે.
કેવી રીતે થશે બુક અ કોલ વિથ BLO
• સૌથી પહેલા ecinet.eci.gov.in પર જાઓ
• હોમ પેજ પર દેખાતા બુક અ કોલ વિથ BLO વિકલ્પ પર ક્લિક કરો
• રજિસ્ટર્ડ મોબાઈલ નંબર/ EPIC નંબર નાંખી, OTP મેળવો
• ત્યારબાદ પોર્ટલ પર નોંધાયેલી તમારી વિગતો દર્શાવવામાં આવશે
• અંતે “બુક અ કોલ વિથ BLO” પર ક્લિક કરી કન્ફોર્મ કરો
તદુપરાંત એન્યુમરેશન ફોર્મ પર બુથ લેવલ ઓફિસરનો નંબર પણ આપવામાં આવે છે. જેના પર સંપર્ક કરીને મતદાર માર્ગદર્શન મેળવી શકે છે.
………………………
મતદારયાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ
‘પાત્રતા ધરાવતો મતદાર રહી ન જાય, અયોગ્ય મતદાર સામેલ ન થાય’
[11/11, 1:05 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *જીલ્લા રોજગાર વિનિમય કચેરી, ગાંધીનગર દ્વારા તા.૧૨/૧૧/૨૦૨૫ નાં રોજ રોજગાર ભરતીમેળો યોજાશે.*
…………..

જીલ્લા રોજગાર વિનિમય કચેરી, ગાંધીનગર દ્વારા રોજગારવાંચ્છુ ઉમેદવારોના લાભાર્થે તા.૧૨/૧૧/૨૦૨૫નાં રોજ સવારે ૧૧:૦૦ કલાકે કલ્પતરૂ પ્રોજેક્ટ ઈન્ટરનેશનલ લી., ૧૦૧, પાર્ટ-૩, જી. આઈ. ડી. સી., સેક્ટર-૨૮, ગાંધીનગર ખાતે રોજગાર ભરતીમેળો તેમજ સ્વરોજગાર શિબિરનું આયોજન કરવામાં આવેલ છે. આ રોજગાર ભરતીમેળામાં કલ્પતરૂ પ્રોજેક્ટ ઈન્ટરનેશનલ લી. દ્વારા કુશળ પુરૂષ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવશે. જેમાં ૧૮ થી ૨૮ વર્ષની ઉંમરના ડિપ્લોમાં મીકેનીકલા બી. ઈ. મીકેનીકલ ની લાયકાત ધરાવતા ફક્ત શારીરિક સશક્ત પુરૂષ ઉમેદવારો ભાગ લઇ શકશે. ઇચ્છુક ઉમેદવાર અનુબંધમ પોર્ટલ anubandham.gujarat.gov.in ઉપર રજીસ્ટ્રેશન કરી શકે છે. આ રોજગાર ભરતી મેળાનું અનુબંધમ જોબફેર આઇ.ડી 18799577764 છે. ભરતીમેળામાં અસલ પ્રમાણપત્રોની ઝેરોક્ષ નકલો અને બાયોડેટા સાથે લાવવાના રહેશે. આ ભરતીમેળામાં રોજગાર કચેરીમાં નામ નોંધણી કરાવેલ અને નોંધણી વગરના માત્ર ગાંધીનગર જીલ્લાનાં જ રોજગારવાંચ્છુ ઉમેદવારો ભાગ લઇ શકશે, એમ જીલ્લા રોજગાર અધિકારી દ્વારા જણાવાયું છે. વધુ માહિતી માટે ઇમેલ:dee-gnr@gujarat.gov. પર સંપર્ક કરવો.
[11/11, 2:52 PM] Neha Talaviya.Mahiti: *સરકાર દ્વારા થયેલ ઝડપી સર્વે ઉપરાંત સારા ટેકાના ભાવે મગફળીનું વેચાણ થતા સંતોષ વ્યક્ત કરતા દહેગામના ખેડૂત પટેલ ભાવેશકુમાર*
…..
ગાંધીનગર જિલ્લાના દહેગામ ખાતે આવેલા સરકારી ટેકાના ભાવે, મગફળી ખરીદી કેન્દ્ર ખાતે પોતાની 125 મણ મગફળીના વેચાણ માટે આવેલા,દહેગામના ખેડૂત પટેલ ભાવેશકુમાર કાંતિભાઈ આ અંગે જણાવે છે કે, 125 મણ મગફળી લઈને અમે અહીં વેચાણ માટે આવ્યા છીએ, અહીં આવીને સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા થઈ રહેલ મગફળી ખરીદી ની કામગીરી અને રાહત પેકેજ ની કામગીરીથી સંતોષ છે.
સરકારશ્રી દ્વારા આ સગવડ માટે તેઓ રાજ્ય તેમજ કેન્દ્ર સરકારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરતા ઉમેરે છે કે, રૂપિયા 1452 નો ભાવ મળતા તેમણે ખૂબ જ રાહત અનુભવી છે. આ ઉપરાંત જે 10,000 કરોડનું રાહત પેકેજ જાહેર થયું છે તે પણ ખેડૂતો માટે ખૂબ જ રાહતની વાત છે.
…..
*નેહા તલાવિયા*

********************************

આપની આસપાસ બનતી ઘટનાઓના સમાચાર વિડિયો અને ફોટાઓ મને અમારા whatsapp ઉપર મોકલી આપો જેથી અમે અમારા અખબારી માધ્યમો તેમજ ચેનલમાં પ્રસારીત કરી શકીએ.

અહીંયા માત્ર જનજાગૃતિના ભાગરૂપે સમાચારો વીડિયો અને ફોટાઓ પ્રસિદ્ધ કરવામાં આવે છે તેમ છતાં કોઈને પણ વાંધાજનક લાગે તો તંત્રી નો સંપર્ક કરી શકે છે