[3/9, 3:41 PM] Dilip Gajjar.Mahiti.Press: *આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં “નારી ગૌરવ સંવાદ અને માતા યશોદા એવોર્ડ વિતરણ” કાર્યક્રમ યોજાયો*
————-
*મહિલા અને બાળ વિકાસ મંત્રી ડૉ. મનીષાબેન વકીલની પ્રેરક ઉપસ્થિતિ*
————-
*દેશના સર્વાંગી વિકાસમાં મહિલાઓનું અમૂલ્ય યોગદાન*
*નારીશક્તિ જાગૃત થાય છે, ત્યારે સમાજ અને રાષ્ટ્રમાં સકારાત્મક પરિવર્તન લાવે છે: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ*
————-
*મુખ્યમંત્રીશ્રીએ વિવિધ ક્ષેત્રની પ્રતિભાસંપન્ન અગ્રણી મહિલાઓ સાથે પ્રત્યક્ષ સંવાદ કરીને મહિલા ઉત્કર્ષ માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી*
————-
*મુખ્યમંત્રીશ્રીએ શ્રેષ્ઠ કામગીરી કરનાર મહિલાઓને “માતા યશોદા એવોર્ડ”થી સન્માનિત કરી*
————-
મુખ્યમંત્રી શ્રી ભપેન્દ્ર પટેલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા યોજાયેલા “નારી ગૌરવ સંવાદ અને માતા યશોદા એવોર્ડ વિતરણ” કાર્યક્રમમાં સ્પષ્ટ મત વ્યક્ત કર્યો હતો કે, રાજ્ય અને દેશના સર્વાંગી વિકાસમાં મહિલાશક્તિનું અમૂલ્ય યોગદાન છે.
આ કાર્યક્રમમાં રાજ્યના મહિલા અને બાળ વિકાસ મંત્રી ડૉ. મનીષાબેન વકીલ ઉપરાંત વિવિધ ક્ષેત્રની પ્રતિષ્ઠિત મહિલાઓ ઉપસ્થિત રહી હતી.
આ સમારોહમાં મહિલા કલ્યાણ માટે ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ એક શ્રેષ્ઠ સ્વૈચ્છિક સંસ્થા અને એક શ્રેષ્ઠ મહિલા કાર્યકરને “ગુજરાત મહિલા વિકાસ પુરસ્કાર”થી મુખ્યમંત્રીશ્રીએ સન્માનિત કર્યા હતા. આ ઉપરાંત રાજ્યના ચાર ઝોનમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર મુખ્ય સેવિકા, આંગણવાડી કાર્યકર તથા તેડાગર બહેનોને “માતા યશોદા એવોર્ડ” પણ એનાયત કરવામાં આવ્યા હતા.
રમત-ગમત, સામાજિક, સંરક્ષણ, ઉદ્યોગ, કલા-સંસ્કૃતિ અને શિક્ષણ સહિતના વિવિધ ક્ષેત્રોની મહિલા અગ્રણીઓ સાથે મુખ્યમંત્રીશ્રીએ પ્રત્યક્ષ સંવાદ કરીને મહિલા ઉત્કર્ષ માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી અને મહિલાઓના કલ્યાણ તથા સ્વાસ્થ્ય સુરક્ષા માટેની રાજ્ય સરકારની પ્રોત્સાહક યોજનાઓની છણાવટ કરી હતી.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળની સરકાર હંમેશા ‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ’ના મંત્ર સાથે મહિલાઓની પડખે ઊભી રહી છે અને ભવિષ્યમાં પણ રહેશે એવો વિશ્વાસ શ્રી ભૂપેન્દ્ર પટેલે આપ્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, મહિલાઓ જ્યારે ઘરનો ઉંબરો ઓળંગીને નવું સાહસ કરે છે, ત્યારે અનેક સામાજિક પડકારો સામે આવે છે. પરંતુ, આ અવરોધોને પાર કરીને સફળ થયેલી મહિલાઓ દેશની અન્ય લાખો બહેનો માટે પ્રેરણાનું કિરણ બને છે. તેમણે આ કાર્યક્રમમાં ઉપસ્થિત સાહસિક મહિલાઓને સમાજના સાચા ‘રોલ મોડેલ’ ગણાવ્યા હતા.
ગુજરાતમાં નારી સશક્તિકરણના મોડેલ અંગે વાત કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારથી જ તેમણે મહિલાઓના ઉત્કર્ષ માટે અનેકવિધ નવતર પહેલો કરીને રાજ્યની અનેક મહિલાઓને આત્મનિર્ભર બનાવવામાં સહાયતા કરી છે. રાજ્યમાં હાલ ૨.૭૦ લાખથી વધુ સખીમંડળો કાર્યરત છે. આ મંડળોના માધ્યમથી રાજ્યની લાખો બહેનોને કૌશલ્યવર્ધન તાલીમ આપીને રોજગારી સાથે જોડવામાં આવી છે. આ આંકડાઓ જ સાબિત કરે છે કે, મહિલાઓ રાજ્યના આર્થિક નિર્માણમાં મજબૂત ભાગીદાર છે.
ગુજરાતની દીકરીઓ વિજ્ઞાન અને એન્જિનિયરિંગ જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં ડંકો વગાડે તે માટે રાજ્ય સરકારની કટિબદ્ધતા વ્યક્ત કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રાજ્યની વધુમાં વધુ દીકરીઓ વિજ્ઞાન પ્રવાહ તરફ વળે તે માટે સરકારે ‘નમો લક્ષ્મી’ અને ‘નમો સરસ્વતી’ જેવી ક્રાંતિકારી યોજનાઓ અમલી બનાવી છે. આ યોજનાઓ હેઠળ ધોરણ ૯ થી ૧૨ના અભ્યાસ માટે વિદ્યાર્થિનીઓને રૂ. ૫૦,૦૦૦ થી રૂ. ૭૫,૦૦૦ સુધીની સહાય આપીને શિક્ષણ માટે પ્રેરિત કરવામાં આવે છે.
મહિલા ઉદ્યોગ સાહસિકોના સ્ટાર્ટઅપ્સને યોગ્ય પ્રોત્સાહન આપીને રાજ્યમાં એક મજબૂત ઇકોસિસ્ટમનું નિર્માણ કર્યું છે, તેનો અનેક મહિલા ઉદ્યોગ સાહસિકોને લાભ મળ્યો છે. રાજ્યની વધુમાં વધુ મહિલાઓને ઉદ્યોગ સાહસિકતા તરફ વાળીને તેમને ‘જોબ સીકરમાંથી જોબ ગીવર’ બનાવવાનો અમારો મક્કમ નિર્ધાર છે તેમ મુખ્યમંત્રીશ્રીએ દ્રઢતાપૂર્વક ઉમેર્યું હતું.
ખાસ કરીને ‘હોમ-બેઝ્ડ સ્ટાર્ટઅપ’ કરતી બહેનોને પ્રોત્સાહન આપવા માટે આગામી સમયમાં તેમને યોગ્ય કેટેગરીમાં સમાવી વધુ આર્થિક મદદ પૂરી પાડવાની દિશામાં સરકાર સક્રિય વિચારણા કરી રહી છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
આ પ્રસંગે મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ડો. મનીષાબેન વકીલે રાજ્યની નારીશક્તિના પ્રદાનને બિરદાવ્યું હતું. આ વર્ષના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની થીમ પર ભાર મૂકતા તેમણે જણાવ્યું હતું કે, જ્યારે આપણે સમાજને કંઈક આપીએ છીએ ત્યારે જ સાચા અર્થમાં આપણે ઘણું પાછું મેળવીએ છીએ. મહિલાઓ કુદરતી રીતે જ ત્યાગ અને સમર્પણની ભાવના ધરાવે છે. આ મંત્ર મહિલાઓને આર્થિક અને સામાજિક રીતે વધુ સદ્ધર બનાવવાની સાથે સમાજમાં તેમના યોગદાનને નવી ઓળખ અપાવશે.
મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું કે, રાજ્ય સરકાર મહિલાઓના શિક્ષણ, સુરક્ષા અને સ્વાસ્થ્ય માટે કટિબદ્ધ છે અને ‘નારી ગૌરવ સંવાદ’ જેવા કાર્યક્રમો દ્વારા મહિલાઓના પ્રશ્નો અને તેમના સૂચનો સીધા સરકાર સુધી પહોંચે અને યોગ્ય સુધારાત્મક ઉપાયો-પગલાંઓ લઈ શકાય તેવા ઉદ્દેશ્યથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
મુખ્યમંત્રીશ્રીએ પદ્મશ્રી એવોર્ડી મહિલાઓ, નીતિ આયોગ દ્વારા પુરસ્કૃત મહિલાઓ, સામાજિક ક્ષેત્રે કામગીરી કરતી મહિલાઓ, રમત-ગમત અને કલા જગતની ખ્યાતનામ મહિલાઓ, શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરી રહેલી મહિલાઓ ઉપરાંત રાજ્યની સાંસ્કૃતિક હસ્તકલા સાથે જોડાયેલી પ્રતિભા સંપન્ન મહિલાઓ સાથે પ્રત્યક્ષ સંવાદ કર્યો હતો.
આ નારીરત્નોએ પણ રાજ્ય સરકારના મહિલા કલ્યાણ માટેના અભિગમ અને આયોજનની સરાહના કરી હતી.
મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવ શ્રી રાકેશ શંકરે સૌનું શાબ્દિક સ્વાગત કરીને સમગ્ર કાર્યક્રમની ભૂમિકા આપી હતી.
ICDS કમિશનર શ્રી રણજીત કુમાર સિંહ તેમજ વિભાગના અધિકારીઓ આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા.
————-
[3/9, 3:41 PM] Dilip Gajjar.Mahiti.Press: 07032026 INTERNATIONAL WOMEN DAY AWARD PHOTO https://photos.app.goo.gl/RMY73nM3ojQVEnLH9
[3/9, 4:11 PM] Dilip Gajjar.Mahiti.Press: *‘રણ અને ભૂમિ’ની થીમ આધારિત લાઈટ એન્ડ સાઉન્ડ શો કચ્છના સાંસ્કૃતિક વારસા, ઇતિહાસ તેમજ ભૂકંપ પછીના વિકાસને રજૂ કરે છે: પ્રવાસન રાજ્ય મંત્રી શ્રી જયરામ ગામિત*
************************
કચ્છના ધોરડો ખાતે યોજાતા રણોત્સવ દરમિયાન લાઈટ એન્ડ સાઉન્ડ શો અંગે ગુજરાત વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં પ્રવાસન રાજ્ય મંત્રી શ્રી જયરામ ગામિતે જણાવ્યું હતું કે, વિશ્વના એક માત્ર એવા સફેદ રણમાં ઉજવાતા રણોત્સવ જેવા આંતરરાષ્ટ્રીય કાર્યક્રમને વધુ આકર્ષિત બનાવવા માટે રણોત્સવ દરમિયાન દરરોજ સાંજે લાઈટ એન્ડ સાઉન્ડ શોનું આયોજન કરવામાં આવે છે.
આ લાઈટ અને સાઉન્ડ શો ‘રણ અને ભૂમિ’ની થીમ પર આધારિત છે, જેમાં કચ્છના ઈતિહાસ, સંસ્કૃતિ અને પરંપરાઓનું જીવંત દર્શન કરાવવામાં આવે છે. શોમાં હડપ્પન સંસ્કૃતિ, ધોળાવીરાનું નગર આયોજન, કોટેશ્વર મંદિરનો પૌરાણિક ઈતિહાસ, ઝારાની લડાઈ તેમજ વર્ષ ૨૦૦૧ના ભૂકંપ પછી કચ્છના વિકાસની ગાથા રજૂ કરવામાં આવે છે. આ ઉપરાંત વર્ષ ૧૯૭૧ના યુદ્ધ દરમિયાન ભુજ એરસ્ટ્રીપને માત્ર ૭૨ કલાકમાં ફરી તૈયાર કરવામાં કચ્છની ૩૦૦થી વધુ મહિલાઓએ આપેલા અદભૂત યોગદાનને પણ દર્શાવવામાં આવે છે.
મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, આ લાઈટ અને સાઉન્ડ શો પ્રવાસીઓ માટે તા. ૨૬ ડિસેમ્બર ૨૦૨૩થી શરૂ કરવામાં આવ્યો છે. રણોત્સવ દરમિયાન દરરોજ બે શો યોજવામાં આવે છે અને એક સાથે આશરે ૨૫૦ પ્રવાસીઓ તેને નિહાળી શકે છે. ધોરડો ખાતે આ પ્રોજેક્ટની કામગીરી ૨૭ મે ૨૦૨૨ના રોજ શરૂ કરવામાં આવી હતી અને ૨૦ ડિસેમ્બર ૨૦૨૩ના રોજ પૂર્ણ થઈ હતી. પ્રોજેક્ટમાં પ્રોજેક્ટર, સાઉન્ડ સિસ્ટમ, વિવિધ પ્રકારની લાઈટિંગ, સ્ક્રિપ્ટ અને વોઈસ ઓવર જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે.
રણોત્સવ દરમિયાન આવનારા પ્રવાસીઓને વધુ આકર્ષણ મળે અને નાઈટ ટૂરિઝમને પ્રોત્સાહન મળે તે માટે આ લાઈટ અને સાઉન્ડ શો મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યો છે તેમ મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું.
———
[3/9, 4:38 PM] Dilip Gajjar.Mahiti.Press: *આત્મનિર્ભર ગુજરાત યોજના હેઠળ અમદાવાદ જિલ્લાના ૩,૨૮૩ MSME એકમોને રૂ. ૬,૨૮૩ લાખથી વધુ વ્યાજ સહાય ચૂકવાઈ: ઉદ્યોગ રાજ્ય મંત્રી શ્રી જયરામ ગામીત*
********************
• *અમદાવાદ જિલ્લામાં ૫.૮૫ લાખ સૂક્ષ્મ, ૧૩,૦૨૯ લઘુ અને ૧,૨૧૮ મધ્યમ એકમો મળી કુલ ૫.૯૯ લાખથી વધુ MSME એકમો નોંધાયા*
• *અમદાવાદમાં MSME ક્ષેત્રમાં ૨,૮૪૪ નવા એકમો દ્વારા કુલ રૂ. ૫૬૧૯.૮૦ કરોડનું નવું મૂડીરોકાણ થયું*
********************
ગુજરાત વિધાનસભાના સત્ર દરમિયાન પૂછાયેલા પ્રશ્નના જવાબમાં ઉદ્યોગ રાજ્ય મંત્રી શ્રી જયરામ ગામીતે જણાવ્યું હતું કે, MSME એકમો રાજ્યના આર્થિક અને સામાજિક વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ઓછા મૂડીરોકાણથી વધુ રોજગારી ઊભી કરતા આ એકમોને પ્રોત્સાહન આપવા માટે ‘આત્મનિર્ભર ગુજરાત યોજના–૨૦૨૨’ હેઠળ આર્થિક સહાય આપવામાં આવે છે.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં માત્ર અમદાવાદ જિલ્લામાં જ કુલ ૫.૯૯ લાખથી વધુ MSME એકમો નોંધાયા છે. જેમાં ૫,૮૫,૧૭૫ સૂક્ષ્મ એકમો, ૧૩,૦૨૯ લઘુ એકમો અને ૧,૨૧૮ મધ્યમ એકમો નોંધાયા છે.
મંત્રીશ્રીએ ઉમેર્યુ હતું કે, આત્મનિર્ભર ગુજરાત યોજના–૨૦૨૨ હેઠળ અમદાવાદ જિલ્લામાં MSME એકમોને વ્યાજ સહાય આપવાની યોજના અંતર્ગત છેલ્લા એક વર્ષ દરમિયાન કુલ ૩,૨૮૩ અરજીઓ મંજૂર કરીને તેમને કુલ રૂ. ૬૨૮૩.૨૦ લાખની વ્યાજ સહાય ચૂકવવામાં આવી છે.
મંત્રીશ્રીએ વધુમાં કહ્યું હતું કે, અમદાવાદ જિલ્લામાં તાલુકાવાર મંજૂર થયેલ ક્લેઇમ અરજીઓમાં અમદાવાદ તાલુકામાં લાભાર્થીઓને રૂ. ૩૫૦૧.૬૭ લાખ, દસક્રોઈમાં રૂ. ૧૮૨૦.૬૩ લાખ, સાણંદમાં રૂ. ૬૪૪.૮૫ લાખ, બાવળામાં રૂ. ૨૬૨.૨૦ લાખ, ધંધુકામાં રૂ. ૪૦.૨૧ લાખ તેમજ વિરમગામ તાલુકામાં રૂ. ૧૩.૬૪ લાખની સહાય ચૂકવવામાં આવી છે.
આ ઉપરાંત વર્ષ ૨૦૨૫ દરમિયાન અમદાવાદ જિલ્લામાં MSME ક્ષેત્રમાં ૨,૮૪૪ નવા એકમો દ્વારા કુલ રૂ. ૫૬૧૯.૮૦ કરોડનું નવું મૂડીરોકાણ થયું છે, જે રાજ્યના ઔદ્યોગિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે.
*******************************
[3/9, 4:39 PM] Dilip Gajjar.Mahiti.Press: *આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, બ્લોકચેન, સાયબર સિક્યુરિટી અને ઈમરજિંગ ટેકનોલોજી લો એન્ડ પોલિસીમાં ‘પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા કોર્સ’ શરૂ કરવા માટે GIL, DST અને GNLU વચ્ચે MoU*
———–
*ગાંધીનગર ખાતે સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયા અને શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાની ઉપસ્થિતિમાં MoU સંપન્ન*
————
ડિજિટલ ગવર્નન્સમાં ઉભરતી ટેકનોલોજીના હસ્તક્ષેપને વધુ સુદ્રઢ કરવાના એક મહત્વપૂર્ણ પહેલ અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), બ્લોકચેન, સાયબર સિક્યુરિટી અને ઈમરજિંગ ટેકનોલોજી લો એન્ડ પોલિસીમાં ‘પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા કોર્સ’ શરૂ કરવા માટે ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડ (GIL),વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (DST) અને ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી (GNLU) વચ્ચે આજે કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
ગાંધીનગર ખાતે આજે આયોજિત ‘ગુજરાત વાઇસ ચાન્સેલર્સ મીટ’ દરમિયાન આ એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી શ્રી અર્જુન મોઢવાડીયા, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા,
શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મુકેશ કુમાર, વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના સચિવ શ્રી પી. ભારતી તેમજ વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ હેઠળના તમામ વિભાગીય વડાઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય અને ગુજરાત રાજ્યની અગ્રણી યુનિવર્સિટીઓના ૨૦થી વધુ વાઇસ ચાન્સેલરોએ પણ ભાગ લીધો હતો, જે સરકાર અને શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચેના સહયોગને મજબૂત કરવા માટે રાજ્યની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
આ ભાગીદારી દ્વારા GIL ઉભરતી ટેકનોલોજી અને તેના નિયામક માળખા (regulatory frameworks) માં વિશિષ્ટ શૈક્ષણિક કાર્યક્રમોની રચના અને અમલીકરણમાં GNLU ને સહયોગ આપશે.સૂચિત કાર્યક્રમનો ઉદ્દેશ્ય ટેકનોલોજી અને કાયદામાં આંતર શાખાકીય કુશળતા ધરાવતા વ્યાવસાયિકો તૈયાર કરવાનો છે, જે AI ગવર્નન્સ, બ્લોકચેન રેગ્યુલેશન, સાયબર સુરક્ષા કાયદા, ડેટા પ્રાઇવસી અને ડિજિટલ ગવર્નન્સ માટેના પોલિસી ફ્રેમવર્ક જેવા જટિલ પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ પહેલ ગુજરાતની ઝડપથી વિસ્તરી રહેલી ડિજિટલ ઇકોસિસ્ટમને ટેકો આપવા સક્ષમ કુશળ કાર્યબળ (skilled workforce) ઉભું કરવામાં નોંધપાત્ર યોગદાન આપે તેવી અપેક્ષા છે તેમ, સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ દ્વારા જણાવ્યું હતું.
——————
[3/9, 5:01 PM] Dilip Gajjar.Mahiti.Press: *રાજકોટ જિલ્લામાં એક વર્ષમાં ૨,૯૧૩ લાભાર્થીઓને શ્રી વાજપેયી બેન્કેબલ યોજના અંતર્ગત લોન સહાય મળી : ખાદી, કુટીર અને ગ્રામોદ્યોગ રાજ્ય મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોરે*
……………….
વિધાનસભા ગૃહ ખાતે સભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં ખાદી, કુટીર અને ગ્રામોદ્યોગ રાજ્ય મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોરે જણાવ્યું હતું કે, શ્રી વાજપેયી બેન્કેબલ યોજના અંતર્ગત રાજકોટ જિલ્લામાં શ્રી તા. ૩૧-૧૨-૨૦૨૫ની સ્થિતિએ છેલ્લા એક વર્ષમાં કુલ ૪,૧૫૭ અરજી મળી છે, જે તમામ અરજીઓની બેન્કમાં ભલામણ કરવામાં આવી છે. જે પૈકી બેન્કો દ્વારા કુલ ૨,૯૧૩ અરજી મંજૂર કરીને લાભાર્થીઓને લોનનો લાભ આપવામાં આવ્યો છે.
તેવી જ રીતે, કચ્છ જિલ્લામાં પણ આ યોજના હેઠળ છેલ્લા એક વર્ષમાં ૧,૯૧૯ અરજીઓ મળી છે. તે પૈકીની ૧,૯૧૫ અરજીઓની બેન્કને ભલામણ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત બેન્કો દ્વારા કુલ ૧,૪૬૩ લાભાર્થીઓની અરજી મંજૂર કરીને લોનનો લાભ આપવામાં આવ્યો છે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યુ હતું.
તેમણે વધુ વિગતો આપતા જણાવ્યુ હતુ કે, શ્રી વાજપેયી બેન્કેબલ યોજના અંતર્ગત અગાઉ રૂ. ૮ લાખ સુધીની લોન અને તેના પર રૂ. ૧.૨૫ લાખની મર્યાદામાં સબસીડી સહાય આપવમાં આવતી હતી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ આ લોનની મર્યાદા હવે વધારીને રૂ. ૨૫ લાખ તેમજ લોન પર સબસીડી સહાયની મર્યાદા વધારીને રૂ. ૩.૭૫ લાખ સુધી કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, શ્રી વાજપેયી બેન્કેબલ યોજના હેઠળ નાગરિકોને નાના ધંધા- ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર માટે લોન અને સબસીડી સહાય આપવામાં આવે છે. આ યોજનાનો લાભ ૧૮ થી ૬૫ વર્ષની વયના અને લઘુત્તમ ધોરણ-૪ પાસ અથવા તાલીમ/અનુભવ ધરાવતા ગુજરાતના કોઈપણ નાગરિક લઈ શકે છે, જેમાં કોઈ આવક મર્યાદા રાખવામાં આવી નથી. પાત્રતા ધરાવતા ઉમેદવારો સત્તાવાર પોર્ટલ blp.gujarat.gov.in પર ઓનલાઈન અરજી કરી રાષ્ટ્રીયકૃત કે સહકારી બેંકો દ્વારા લોન મેળવી આત્મનિર્ભર બની શકે છે.
………………..
[3/9, 5:48 PM] Dilip Gajjar.Mahiti.Press: *વિદ્યાર્થીઓને જવાબદાર નાગરિક બનાવવા તથા રાષ્ટ્રભાવના જાગૃત કરવા સ્ટુડન્ટ પોલીસ કેડેટ યોજના કાર્યરત: રાજ્ય મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા*
*સરકારી અને અર્ધસરકારી શાળાના ધો. ૮ અને ૯નાં વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ લઈ શકશે.*
***********************
રાજ્યનું ભવિષ્ય એવા બાળકોમાં વિદ્યાર્થીકાળથી જ દેશસેવાની ભાવનાને વધુ ઉજાગર કરવાના ઉમદા આશયથી સ્ટુડન્ટ પોલીસ કેડેટ યોજના અમલી બનાવવામાં આવી છે. જેનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં કૌશલ્ય વિકાસ, સ્વયં શિસ્ત, કાયદાનું મહત્વ, સમાજના તમામ વર્ગો પ્રત્યે સહાનુભૂતિ જેવા જીવન ઘડતર ગુણોનું સિંચન કરવાનો છે તેમ, વિધાનસભા ખાતે સ્ટુડન્ટ પોલીસ કેડેટ અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાએ જણાવ્યું હતું.
રાજ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રાજ્યની સરકારી અને અર્ધસરકારી શાળાઓની પસંદગી કરી તે શાળાના ધોરણ ૮ અને ૯નાં વિદ્યાર્થીઓને સ્ટુડન્ટ પોલીસ કેડેટ યોજના અંતર્ગત પસંદ કરવામાં આવે છે. જેમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને જુનિયર વિદ્યાર્થી અને બીજા વર્ષના વિદ્યાર્થીઓને સિનિયર વિદ્યાર્થી તરીકે ઓળખવામાં આવે છે. જેમાં એક બેચમાં ૨૨ કુમાર અને ૨૨ કન્યા એમ મળીને કુલ ૪૪ વિદ્યાર્થીઓની પ્લાટુન બનાવાય છે.
તાલીમ બાબતે પૂછાએલા પેટા પ્રશ્નના જવાબમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આ યોજના હેઠળ દર અઠવાડિયે ૪ ક્લાસ ઈન્ડોર તાલીમ અને ૪ ક્લાસ આઉટડોર તાલીમ એમ એક અઠવાડિયામાં કુલ ૮ ક્લાસ લેવામાં આવે છે. વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓને ૨૪૦ કલાકની તાલીમ આપવામાં આવે છે. સ્ટુડન્ટ પોલીસ કેડેટના વિદ્યાર્થી-વિદ્યાર્થીઓને ઈન્ડોર આઉટડોર એમ બે પ્રકારે તાલીમ આપવામાં આવે છે. ઈન્ડોર તાલીમમાં ગુનાઓના નિવારણ અને નિયંત્રણ તથા વિવિધ સામાજિક દૂષણ અંગે જાગૃત્તિ જેવા વિષયો અંગે વકતૃત્વ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે.
આ ઉપરાંત આઉટડોર તાલીમમાં વ્યસનમુક્તિ, સ્વચ્છતા અભિયાન, માર્ગ સલામતી, ટ્રાફિક જાગૃતિ, પર્યાવરણની જાળવણી અને વૃક્ષારોપણ જેવા કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં જાગૃતતા લાવવામાં આવે છે. આ યોજના હેઠળ બે વર્ષમાં સુરત અને ભરૂચ જિલ્લાના વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે અનુક્રમે રૂ. ૧૨૧.૬૫ લાખ અને રૂ. ૧૦૭.૯૨ લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે.
*******************************.
[3/9, 5:50 PM] Dilip Gajjar.Mahiti.Press: *ગુજરાતનું પોલીસ તંત્ર ગુમ થયેલા બાળકોને શોધવામાં અત્યંત સંવેદનશીલતા અને ત્વરિતતાથી કામગીરી કરે છે: રાજ્ય મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા*
****************************
• *ગત બે વર્ષમાં જૂનાગઢ-ગીર સોમનાથ જિલ્લાના ગુમ થયેલા કુલ ૧૯૮ બાળકો પૈકી ૧૯૬ બાળકોને શોધીને તેમના પરિવારને સોંપવામાં આવ્યા*
• *નેશનલ ક્રાઈમ રેકર્ડ બ્યૂરોના વર્ષ ૨૦૨૩ના આંકડા પ્રમાણે બાળકો સામેના ગુનામાં ગુજરાત દેશમાં ૨૭માં ક્રમે*
****************************
ગુજરાત વિધાનસભા ખાતે સભ્યશ્રી દ્વારા ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં ગુમ થયેલ બાળકો-મહિલાઓ અંગે પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં રાજ્ય મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાએ જણાવ્યું હતું કે, એક પરિવાર માટે તેમનું બાળક જીવનની મૂડી સમાન હોય છે. આવા નાના બાળકો વિખુટા પડે, ત્યારે તેમના પરિવાર પર આભ ફાટી પડે છે. આ વિષયની ગંભીરતાને ધ્યાને રાખીને ગુજરાતનું પોલીસ તંત્ર ગુમ થયેલા બાળકો અને મહિલાઓના કિસ્સામાં અત્યંત સંવેદનશીલતા અને ત્વરિતતાથી કામગીરી કરી રહ્યું છે અને તેના સારા પરિણામો પણ મળી રહ્યા છે.
રાજ્ય સરકારની સફળતા વર્ણવતા મંત્રી શ્રી વેકરીયાએ જણાવ્યું હતું કે, પોલીસ તંત્રની સતર્કતાના પરિણામે જૂનાગઢ અને ગીર સોમનાથના ગુમ થયેલા બાળકોને શોધવામાં મોટી સફળતા મળી છે. છેલ્લા બે વર્ષમાં જૂનાગઢ જિલ્લામાં ૧૫૨ બાળકો અને ગીર સોમનાથ જિલ્લામાં ૪૬ બાળકો ગુમ થયાની ફરિયાદ મળી હતી. પોલીસ તંત્ર દ્વારા ગીર સોમનાથ જિલ્લાના તમામ ૪૬ બાળકોને શોધીને તેમના પરિવારને સોંપવામાં આવ્યા છે. તેવી જ રીતે, જૂનાગઢ જિલ્લાના પણ ૧૫૦ બાળકોને શોધીને તેમના પરિવારને સોંપવામાં આવ્યા છે. જ્યારે, અન્ય ૨ બાળકોની શોધખોળ હાલમાં ચાલી રહી છે.
મંત્રીશ્રીએ ગૃહમાં જણાવ્યું હતું કે, કોઈપણ વ્યક્તિ ગુમ થાય ત્યારે શરૂઆતના ૨૪ કલાકને ‘ગોલ્ડન અવર્સ’ ગણવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન ફરિયાદ દાખલા કરવામાં આવે તો, પોલીસ તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે CCTV ફૂટેજની તપાસ, સોશિયલ મીડિયાનો ઉપયોગ, મોબાઈલ CDR ટ્રેકિંગ તેમજ રેલવે સ્ટેશન, બસ સ્ટેશન અને હાઈવે પર નાકાબંધી કરીને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવે છે.
આ ઉપરાંત બાળકોને પોતાના પરિવાર સાથે મિલન કરાવવા માટે ભારત સરકારના ‘મિશન વાત્સલ્ય પોર્ટલ’નો પણ ગુજરાત દ્વારા અસરકારક ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે પણ કોઈ બિનવારસી બાળક મળી આવે, ત્યારે તેનો ફોટો પોર્ટલ પર અપલોડ કરવામાં આવે છે, જે સિસ્ટમ આપમેળે ગુમ થયેલા બાળકોના ડેટા સાથે મેચ કરે છે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
નોંધનીય છે કે, નેશનલ ક્રાઈમ રેકર્ડ બ્યૂરોના વર્ષ ૨૦૨૩ના આંકડા પ્રમાણે ગુજરાતમાં બાળકો સામેના ગુનાઓ એટલે કે, ચાઈલ્ડ ક્રાઈમ રેટ અન્ય રાજ્યોની સરખામણીએ ખૂબ જ ઓછો છે. ચાઈલ્ડ ક્રાઈમ રેટમાં ગુજરાત દેશમાં ૨૭માં ક્રમે, એટલે કે, એકદમ તળિયે છે, જે ગુજરાત સરકારની પ્રતિબદ્ધતા, પોલીસ તંત્રની સતર્કતા અને રાજ્યમાં સુરક્ષાની સુદ્રઢ સ્થિતિ દર્શાવે છે.
*****************************
[3/9, 6:04 PM] Dilip Gajjar.Mahiti.Press: *ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગ દ્વારા વિદ્યુત લોકપાલ તરીકે શ્રી રાજદિપસિંહ દેવધરાની ત્રણ વર્ષ માટે નિયુક્તી*
……………………………………
ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગ દ્વારા આજે શ્રી રાજદિપસિંહ ગુમાનસિંહજી દેવધરાને વિદ્યુત લોકપાલ, અમદાવાદ તરીકે ત્રણ વર્ષના કાર્યકાળ માટે નિયુક્ત કરવામાં આવ્યા છે.
ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગના ચેરમેન શ્રી પંકજ જોષી તેમજ આયોગના સભ્યશ્રીઓ સમક્ષ શ્રી રાજદિપસિંહ ગુમાનસિંહજી દેવધરાએ આજે શપથવિધિ પૂર્ણ કરી વિદ્યુત લોકપાલ તરીકે ફરજ સંભાળી છે.
તેઓએ વિદ્યુત લોકપાલશ્રીની કચેરી, સી.એમ.ટી.એસ. બિલ્ડીંગ, ટેલિફોન એક્ષચેન્જ, બીમાનગર, જીવનધામ રોડ, આંબાવાડી, અમદાવાદ ખાતે કાર્યભાર સંભાળ્યો હતો તેમ, ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
………………………
હરેશ્વરી રાબા
[3/9, 7:43 PM] Dilip Gajjar.Mahiti.Press: આરબીઆઇ અમદાવાદ દ્વારા ‘દરેક ચુકવણી ડિજિટલ’ મિશન હેઠળ છઠ્ઠા ડિજિટલ ચુકવણી જાગૃતિ સપ્તાહની ઉજવણી
આજે ભારતીય રિઝર્વ બેંક (RBI), અમદાવાદ કચેરીએ ચુકવણી અને નિપટાન પ્રણાલી વિભાગ, કેંદ્રીય કાર્યાલય, મુંબઈની આગેવાનીમાં રાષ્ટ્રીય પહેલ ‘દરેક ચુકવણી ડિજિટલ’ હેઠળ ડિજિટલ ચુકવણી જાગૃતિ સપ્તાહ (DPAW) 2026 નો શુભારંભ કર્યો. ચુકવણી જાગૃતિ સપ્તાહની ઉજવણી સમગ્ર ભારતમાં 09 થી 15 માર્ચ 2026 દરમિયાન કરવામાં આવસે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અનુસંધાનમાં RBI અમદાવાદ કચેરી દ્વારા આ કાર્યક્રમ 400 પ્રતિભાગીઓ માટે મહિલા-કેન્દ્રિત આઉટરીચ કાર્યક્રમ સાથે શરૂ કરવામાં આવ્યો, જેમાં સ્વયં સહાયતા સમૂહો (SHGs), આરસેટી (RSETI) તાલીમાર્થીઓ અને બેંક કર્મચારીઓનો સમાવેશ કરવામાં આવ્યો. આ કાર્યક્રમ ગુજરાત રાજ્ય સહકારી બેંક, નારણપુરા, અમદાવાદ ખાતે યોજાયો.
આ કાર્યક્રમનું ઉદ્ઘાટન આરબીઆઈ ગુજરાતના પ્રાદેશિક નિર્દેશક શ્રી અમરેશ રંજન દ્વારા કરવામાં આવ્યું હતું અને શ્રીમતી કલ્પના મોરે, આરબીઆઈ લોકપાલ (ગુજરાત), શ્રી પ્રમોદ કુમાર શર્મા, ચીફ જનરલ મેનેજર, બેંક ઓફ બરોડા અને શ્રી પ્રદીપ.એમ. વોરા, સીઈઓ, ગુજરાત રાજ્ય સહકારી બેંક અને અન્ય વરિષ્ઠ બૈંક અધિકારી વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા.
પ્રાદેશિ નિર્દેશક, આરબીઆઇએ ડિજિટલ ચુકવણી જાગૃતિ સપ્તાહની છઠ્ઠી વાર્ષિક ઉજવણીના અવસર પર પોતાના મુખ્ય ભાષણમાં ‘થોડું ધ્યાનથી’ (થોડી સાવચેતી) થીમ વિષે ભારપૂર્વક જણાવ્યું ડિજિટલ ચુકવણી સંબંધિત ચાર મુખ્ય સલામતી પગલાં પર પ્રકાશ પાડ્યો:
ક્યારેય કોઈની સાથે ઓટીપી (OTP), વ્યક્તિગત ઓળખ નંબર (PIN) કે પાસવર્ડ શેર કરશો નહીં.
ચુકવણી મેળવવા માટે ક્યૂઆર (QR) કોડ સ્કેન કરવાનું કે PIN દાખલ કરવાનું ટાળો.
“ખરેખર સાચી ન હોઈ શકે” તેવી ઓફરોને સાચી માનીને તેમાં પડવું નહીં.
વ્યવહારો શરૂ કરતા પહેલા રકમ અને લાભાર્થીનું નામ બે વાર ચકાસો.
પ્રાદેશિ નિર્દેશક, આરબીઆઇએ નોંધ્યું હતું કે જ્યારે ભારત લગભગ અડધા વૈશ્વિક ડિજિટલ ચુકવણીઓનું સંચાલન કરે છે, ત્યારે જાહેર જાગૃતિમાં નોંધપાત્ર ખામીઓ રહે છે, જે છેતરપિંડીની ફરિયાદોમાં વધારો કરે છે. તેમણે ભાર મૂક્યો હતો કે ડિજિટલ ચુકવણીઓ બજાર ઍક્સેસ વધારવા, મહિલા ઉદ્યોગસાહસિકોને સશક્તિકરણ કરવા અને નાણાકીય સમાવેશને પ્રોત્સાહન આપવા માટે મહત્વપૂર્ણ છે.
આ કાર્યક્રમમાં આરસેટી (RSETI) અમદાવાદના બે ઉદ્યોગસાહસિકોના સફળતાની વાર્તા રજૂ કરવામાં આવી હતી, જેમાં તેમણે સ્વનિર્ભરતા પ્રાપ્ત કરવા માટે આરસેટી (RSETI) તાલીમ અને ડિજિટલ ચુકવણીનો ઉપયોગ કરવાની તેમની યાત્રાઓ કહી સંભળાવી હતી. આ કાર્યક્રમમાં ઇલેક્ટ્રોનિક બેંકિંગ અને સાયબર સુરક્ષા પ્રથાઓ પર બે માહિતીપ્રદ સત્રો પણ યોજવામાં આવ્યા હતા, ત્યારબાદ સલામત બેંકિંગ પ્રથાઓ પર ક્વિઝનો સમાવેશ કરવામાં આવ્યો હતો. બેંકો અને સ્વયં સહાયતા સમૂહો (SHG) ના સહભાગીઓએ સત્રોમાં સક્રિયપણે ભાગ લીધો.
રિઝર્વ બેંકે એસએલબીસી (SLBC), બેંકો અને અન્ય હિસ્સેદારો સાથે સહયોગમાં સુરક્ષિત અને સમાવિષ્ટ ડિજિટલ ચુકવણી ઇકોસિસ્ટમ સુનિશ્ચિત કરવા માટે અઠવાડિયા સુધી જિલ્લાવ્યાપી જાગૃતિ અભિયાનનું આયોજન કરવાની પોતાની વ્યૂહરચનાની રૂપરેખા પ્રસ્તુત કરી હતી.
******
[3/10, 11:19 AM] Dilip Gajjar.Mahiti.Press: *રાજ્યના શહેરોમાં તળાવો અને હવાની ગુણવત્તા સુધારવા માટે ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન (GUDM) શરૂ કરશે “લેક એન્ડ એર વોચ” પહેલ*
***
*17 મહાનગરપાલિકા અને 152 નગરપાલિકા વિસ્તારોમાં એર ક્વોલિટી મોનિટરિંગ અને તળાવોના મોનિટરિંગ માટે સિસ્ટમ અમલમાં મૂકાશે*
***
*ગાંધીનગર, 10 માર્ચ, 2026:* વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ‘વિકસિત ભારત’ના વિઝનને સાકાર કરવા માટે ગુજરાત મુખ્ય ગ્રોથ એન્જિન તરીકે ઊભરી આવ્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાતના શહેરો ટકાઉ અને સ્માર્ટ બને એ માટે અવિરત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ જ પ્રયાસોના ભાગરૂપે, રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ હેઠળ ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન (GUDM) દ્વારા તળાવો અને હવાની ગુણવત્તાનું રિયલ-ટાઇમ મોનિટરિંગ સુનિશ્ચિત કરવા “લેક એન્ડ એર વોચ” પહેલ શરૂ કરવામાં આવશે.
*તળાવો અને હવાની ગુણવત્તાનું સતત મોનિટરિંગ કરવા માટે GUDM દ્વારા નવીન પહેલ*
ઝડપથી વધી રહેલા શહેરીકરણના કારણે તળાવોનું પ્રદૂષણ, પાણીની ગુણવત્તામાં ઘટાડો, ભૂગર્ભ જળના કુદરતી રિચાર્જમાં ઘટાડો અને ગીચ વિસ્તારોમાં હવાની ગુણવત્તા પર અસર થઈ રહી છે. આ પડકારોને ધ્યાનમાં રાખીને ‘લેક એન્ડ એર વોચ’ પહેલ અંતર્ગત વિવિધ વિભાગોમાં કાર્યરત મોનિટરિંગ વ્યવસ્થાઓને એકીકૃત કરવામાં આવશે જેથી સમયસર કાર્યવાહી સુનિશ્ચિત થાય.
આગામી સમયમાં ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન (GUDM) દ્વારા એક સંકલિત, ડિજિટલ અને રિયલ-ટાઇમ માહિતી આપતું પ્લેટફોર્મ વિકસાવવામાં આવશે, જેના માધ્યમથી રાજ્યના શહેરોમાં તળાવો તથા હવાની ગુણવત્તા પર દેખરેખ રાખી શકાશે અને સમયસર ચેતવણી મળ્યા બાદ કાર્યવાહી સુનિશ્ચિત કરી શકાશે. અંદાજિત ₹10 કરોડની જોગવાઈ સાથે આ પહેલ પર્યાવરણ સંરક્ષણને પ્રોત્સાહન આપવા માટે નોંધનીય ભૂમિકા ભજવશે.
*પર્યાવરણ સંરક્ષણ તરફ ગુજરાત સરકારનું મહત્વપૂર્ણ પગલું*
હાલ શહેરોમાં આવેલા તળાવોમાં પ્રદૂષણ, કાંપ ભરાવ અને પાણીની ગુણવત્તામાં ઘટાડો જેવી સમસ્યાઓ જોવા મળે છે. લેક એન્ડ એર વોચ પહેલ અંતર્ગત સેટેલાઇટ ટેક્નોલૉજી દ્વારા તળાવોના વિસ્તાર, ગંદકીના સંકેતો અને શેવાળ જેવા પરિબળોનું વિશ્લેષણ કરી સમયસર ચેતવણી આપવામાં આવશે, જેથી તળાવોના સંરક્ષણ માટે સમયસર કાર્યવાહી શક્ય બનશે.
આ ઉપરાંત, રાજ્યની 17 મહાનગરપાલિકા અને 152 નગરપાલિકા વિસ્તારોમાં એર ક્વોલિટી મોનિટરિંગ પોઇન્ટ્સ સ્થાપિત કરવામાં આવશે. આ ઉપકરણો દ્વારા રિયલ-ટાઈમ હવાની ગુણવત્તા (AQI) અંગેની માહિતી ઉપલબ્ધ થશે. AQIમાં વધારો થવા પર આપમેળે એલર્ટ જનરેટ થશે, જેના આધારે સંબંધિત વિભાગો તાત્કાલિક પગલાં લઈ શકશે. આ પહેલ શહેરી સ્તરના જીવન માટે મહત્વપૂર્ણ સાબિત થશે.
શહેરોના તળાવો અને હવાની ગુણવત્તાનું મૂલ્યાંકન કર્યા બાદ તેની માહિતી રાજ્ય કક્ષાએ એકત્ર કરવામાં આવશે. આ ડેશબોર્ડમાં મેપ્સ, ટ્રેન્ડ્સ, એલર્ટ અને કામગીરીની સ્થિતિ અંગેની માહિતી ઉપલબ્ધ થશે. પરિણામે, વિવિધ વિભાગો વચ્ચે સંકલન વધશે અને સમયસર કામગીરી સુનિશ્ચિત થશે. નાગરિકોને પણ પારદર્શક રીતે માહિતી ઉપલબ્ધ બનશે, જેના કારણે જનજાગૃતિમાં વધારો થશે.
“લેક એન્ડ એર વોચ” પહેલ રાજ્યમાં આબોહવા પરિવર્તન સામે શહેરોના ટકાઉ વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થશે.
***************************
[3/6, 4:36 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *ગાંધીનગર રોજગાર કચેરી અને BSFની નવી પહેલ: ગુજરાતી યુવાનો માટે સંરક્ષણ ક્ષેત્રે કારકિર્દીની સુવર્ણ તક*
*************
*ગુજરાતના યુવાનોને દેશની રક્ષા કાજે સજ્જ કરવા અને રોજગારી મેળવવામાં પથદર્શક સાબિત થઈ રહી છે નિ:શુલ્ક સંરક્ષણ તાલીમ*
*************
*૬ બેચના ૧૮૦ યુવાનોએ લીધી તાલીમ: ૩૬ યુવાનો બી.એસ.એફ., ગુજરાત પોલીસ તથા અગ્નિવીર પરીક્ષામાં થયા ઉત્તીર્ણ*
*************
*શારીરિક તાલીમ,લેખિત પરીક્ષાની પૂર્વ તૈયારી તથા સમય પાલન, શિસ્તતાના પાઠ સાથે સ્ટાઈપેન્ડ અને નિ: શુલ્ક નિવાસી સુવિધાઓ બદલ આભાર વ્યક્ત કરતા તાલિમાર્થીઓ*
*************
ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગ હસ્તકની ગાંધીનગર જિલ્લા રોજગાર કચેરી દ્વારા ગુજરાતના યુવાનો માટે સંરક્ષણ અને પોલીસ દળમાં જોડાઈ કારકિર્દી બનાવવા માટે એક પ્રેરણાદાયી પહેલ કરી સુવર્ણ તક પૂરી પાડવામાં આવી રહી છે. ખાસ કરીને સીમા સુરક્ષા બળ (BSF) સાથે મળીને શરૂ કરવામાં આવેલી ૩૦ દિવસીય નિઃશુલ્ક રહેવા-જમવા સાથેની તાલીમ શિબિર યુવાનોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી રહી છે. આ નવી પહેલ ગુજરાતના યુવાનોની કારકિર્દીને નવી ઊંચાઈ આપી રહી છે.
ગુજરાતના સાહસિક યુવાનો જેઓ દેશસેવા કરવા માંગે છે અને સંરક્ષણ ક્ષેત્રે (Defence & Police) પોતાનું ભવિષ્ય બનાવવા માંગે છે, તેમના માટે ગાંધીનગર જિલ્લા રોજગાર કચેરી એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવી રહી છે. આધુનિક સમયની જરૂરિયાતો અને ભરતીના કડક માપદંડોને ધ્યાનમાં રાખીને, જિલ્લા રોજગાર કચેરી, ગાંધીનગર અને સીમા સુરક્ષા બળ (BSF), ગાંધીનગરના સંયુક્ત પ્રયાસોથી સંરક્ષણ માટે યુવાનોની વિશેષ તાલીમનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
આ પહેલનો મુખ્ય હેતુ ગુજરાતના ગ્રામીણ અને શહેરી વિસ્તારોના યુવાનોને આર્મી, BSF, CRPF, અને ગુજરાત પોલીસ જેવી સુરક્ષા સંસ્થાઓની ભરતી પ્રક્રિયા માટે શારીરિક અને માનસિક રીતે સજ્જ કરવાનો છે. ઘણીવાર યુવાનોમાં ક્ષમતા હોવા છતાં યોગ્ય માર્ગદર્શન અને તાલીમના અભાવે તેઓ પસંદગી પામી શકતા નથી. યુવાનોની આ મુશ્કેલીના નિરાકરણ સ્વરૂપે આ નિઃશુલ્ક તાલીમ વર્ગોનું આયોજન કરવામાં આવ્યું છે.
હાલ સુધીમાં આ સંયુક્ત પહેલ હેઠળ કુલ ૬ બેચના ૧૮૦ તાલીમાર્થીઓએ તાલીમ મેળવી છે. આ તાલીમનું ગૌરવશાળી પરિણામ જોવા મળ્યું છે.તાલીમ મેળવ્યા બાદ બી.એસ.એફ.ની ભરતીમાં ૧૨, ગુજરાત પોલીસની ભરતીમાં ૧૭ યુવાનોએ શારિરીક કસોટી અને અગ્નિવીર ભરતીમાં ૭ યુવાનોએ પ્રાથમિક કસોટી ઉત્તીર્ણ કરવામાં સફળતા મેળવી છે.
ગાંધીનગર સ્થિત BSF કેમ્પસ ખાતે નિષ્ણાત ટ્રેનર્સ દ્વારા યુવાનોને તાલીમ આપવામાં આવતા તેમનામાં તાલીમ અંગે નવો અભિગમ કેળવાયો છે. આ તાલીમમાં ૩૦ દિવસ દરમ્યાન દોડ, કૂદ અને અન્ય શારીરિક કસોટીઓ માટે BSFના અનુભવી જવાનો દ્વારા પ્રશિક્ષણ આપવામાં આવે છે.
લેખિત પરીક્ષાની તૈયારી માટે સંરક્ષણ દળોની પરીક્ષામાં પૂછાતા સામાન્ય જ્ઞાન, ગણિત અને તાર્કિક કસોટીઓ (Reasoning), ભૂગોળ વગેરે વિષય માટે વિશેષ કોચિંગ પણ આપવામાં આવે છે. સમગ્ર તાલીમ દરમિયાન યુવાનો માટે સંરક્ષણ દળમાં જરૂરી શિસ્ત, સમયપાલન અને આત્મવિશ્વાસ વધારવા માટેનું વાતાવરણનું નિર્માણ કરવામાં આવે છે. ભરતી પહેલાં જરૂરી મેડિકલ ધોરણો વિશે પણ યુવાનોને જાગૃત કરવામાં આવે છે.
આ તાલીમ અંગે મૂળ ભાવનગરના વતની અને તાલીમાર્થી કિશન જાડેલાએ જણાવ્યું હતું કે, ગાંધીનગર રોજગાર કચેરી દ્વારા ગુજરાતના યુવાનો માટે BSF ગાંધીનગર ખાતે ૩૦ દિવસની રહેવા-જમવા સાથેની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. શરૂઆતમાં અમને નવાઈ લાગી હતી, તેમજ ૩૦ દિવસની તાલીમનો ખર્ચ પણ મોટો હશે તેમ વિચાર આવતો હતો, પરંતુ જ્યારે અમને જાણવા મળ્યું કે, આ તાલીમ સંપૂર્ણ નિઃશુલ્ક છે અને માત્ર જીવનજરૂરી સામાન જ સાથે લાવવાનો છે, ત્યારે અમે તેમાં જોડાયા હતા.
આ તાલીમ દરમિયાન અમને આર્મી અને પેરા-મિલિટરી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે યોગ્ય માર્ગદર્શન મળ્યું. ખાસ કરીને દોડવાની વૈજ્ઞાનિક પદ્ધતિ, ટેકનિક અને શારીરિક તાલીમ વિશે ઊંડાણપૂર્વક શીખવા મળ્યું. સૌથી મોટો ફાયદો ‘ટાઈમ મેનેજમેન્ટ’માં થયો, જેમાં સવારની ફિઝિકલ ટ્રેનિંગથી લઈને સાંજ સુધીના વાંચન અને અન્ય પ્રવૃત્તિઓનું યોગ્ય સંચાલન શીખવા મળ્યું. આ ઉત્તમ તક બદલ તેમણે ગુજરાત સરકાર, ગાંધીનગર રોજગાર કચેરી અને BSF હેડક્વાર્ટરનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
આ સાથે અન્ય તાલીમાર્થી મયુરભાઈ પરમારે પણ તાલીમની ઉપયોગીતા અને તાલીમ દરમિયાનના વાતાવરણ વિશે જણાવતાં કહ્યું હતું કે, મને અગાઉથી આર્મીમાં જોડાવવાની ઇચ્છા હતી જે માટે તૈયારી પણ કરતો હતો પરંતુ તેના વિશે સંપૂર્ણ માર્ગદર્શન અને પદ્ધતિસરનું પ્રશિક્ષણ મને અહીં આવીને મળ્યું છે. અહીં અમને હેલ્ધી ડાયટ સાથે અમારી તાલીમ માટે વિશેષ બે થી ત્રણ ટ્રેનર પણ આપવામાં આવ્યા છે. જે અમને શારીરિક તેમજ લેખિત પરીક્ષાની પદ્ધતિસરની તાલીમ આપે છે. સરકાર દ્વારા અમને અહીં ટ્રેકસૂટ, શૂઝ, મોજાનો તાલીમ ગણવેશ અને નિ:શુલ્ક રહેવા જમવા સહિત પ્રતિદિન રૂ.૧૦૦ લેખે કુલ ૩૦૦૦ સ્ટાઈપેન્ડ પણ આપવામાં આવ્યું છે. હું અગાઉ પણ આ માટે તૈયારી કરતો હતો પરંતુ અહીં આવ્યા બાદ પદ્ધતિસરની તાલીમ લેતા દોડની પરીક્ષામાં ખૂબ ઓછી મિનિટમાં પાસ થયો છું. આ તાલીમ થકી જ હાલમાં હું અગ્નિવીર અને ગુજરાત પોલીસની પરીક્ષાઓમાં શારીરિક કસોટીમાં પણ ઉત્તીર્ણ થયો છું, જે બદલ હું ગુજરાત સરકારનો ખૂબ આભારી છું.
આ તાલીમ પૂર્ણ કર્યા બાદ યુવાનોમાં નવો આત્મવિશ્વાસ જોવા મળી રહ્યો છે. આ પ્રકારની તાલીમ યુવાનોને માત્ર નોકરી જ નહીં, પરંતુ એક સશક્ત નાગરિક અને દેશભક્ત બનવાની તક પૂરી પાડે છે. આ શિબિરો ગુજરાતના છેવાડાના યુવાનોને દેશની રક્ષા કાજે તૈયાર કરવામાં અને રોજગારી મેળવવામાં પથદર્શક સાબિત થઈ રહી છે.
*કેવી રીતે અરજી કરવી?*
રસ ધરાવતા ઉમેદવારોએ ગાંધીનગર જિલ્લા રોજગાર કચેરીનો સંપર્ક કરવાનો રહેશે અથવા ઓનલાઇન પોર્ટલ (અનુબંધમ અથવા રોજગાર સેતુ) દ્વારા નોંધણી કરાવવાની રહેશે. ધોરણ 12 પાસ હોય તેવા આશાસ્પદ યુવાનો જેમની વયમર્યાદા ભરતીના નિયમો મુજબ હોય (સામાન્ય રીતે 18 થી 23-25 વર્ષ) તેવા ગુજરાતના કાયમી વતનીઓને આ તાલીમમાં જોડાઈ શકે છે.
આ તાલીમ શિબિરમાં ભાગ લેનાર યુવાનોને રહેવા અને જમવાની ઉત્તમ વ્યવસ્થા ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવે છે. તાલીમાર્થીઓએ માત્ર પોતાના પહેરવાના કપડાં અને પથારી જેવી પાયાની જરૂરિયાતનો સામાન જ સાથે લાવવાનો હોય છે, બાકીનો તમામ ખર્ચ સરકાર ભોગવે છે.
*************
*આલેખન: ડો.દિવ્યા ત્રિવેદી*
[3/6, 4:36 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *ગુજરાતમાં PM-RAHAT યોજનાના અસરકારક અમલીકરણ માટે ગાંધીનગર ખાતે રાજ્યસ્તરીય વર્કશોપ યોજાયો*
******
*માર્ગ અકસ્માત પીડિતોને ગોલ્ડન અવરમાં સારવાર સુનિશ્ચિત કરવા PM-RAHAT યોજના પર તાલીમ સત્ર*
*******
*PM-RAHAT યોજનાના અમલ અને સંકલન માટે અધિકારીઓને માર્ગદર્શન અપાયું*
*******
ગાંધીનગર તા.૦૬ માર્ચ- ગુજરાત રાજ્યમાં PM-RAHAT યોજનાના અસરકારક અમલીકરણને સુનિશ્ચિત કરવા માટે ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી દ્વારા ગાંધીનગર ખાતે એક દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.
વર્કશોપનો શુભારંભ કરતાં ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીના કમિશનરશ્રી એસ.એ.પટેલ એ PM-RAHAT યોજનાનો સંક્ષિપ્ત પરિચય આપી જણાવ્યું હતું કે માર્ગ અકસ્માત બાદ ગોલ્ડન અવરમાં મળતી સારવાર પીડિતનું જીવન બચાવવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. તેમણે આ યોજનાનો લાભ રાજ્યભરમાં અસરકારક રીતે અકસ્માત પીડિતો સુધી પહોંચાડવા વિવિધ વિભાગો વચ્ચેના સુમેળ અને સંકલનને મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
કાર્યક્રમ દરમિયાન સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચના આઈ.જી. શ્રી નિનામાએ માર્ગ અકસ્માત પીડિતોને કેશલેસ સારવાર ઉપલબ્ધ કરાવવા માટેની પ્રક્રિયામાં પોલીસ વિભાગની ભૂમિકા અંગે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું. તેમણે અકસ્માતની માહિતી, દસ્તાવેજીકરણ તથા હોસ્પિટલ સાથેના સંકલન અંગે મહત્વપૂર્ણ મુદ્દાઓ સમજાવ્યા હતા.
આ ઉપરાંત સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ એસ.પી. સાહિત્યા દ્વારા પણ યોજનાની કામગીરી અને અમલીકરણ સંબંધિત મુદ્દાઓ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. વર્કશોપ દરમિયાન માર્ગ અકસ્માત પીડિતોને સમયસર સારવાર ઉપલબ્ધ કરાવવામાં મેડિકલ ટીમની ભૂમિકા અને જવાબદારીઓ અંગે પણ આરોગ્ય વિભાગના અધિકારીશ્રીઓ દ્વારા વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, માર્ગ અકસ્માત પીડિતોને ગોલ્ડન અવર દરમિયાન તાત્કાલિક સારવાર મળી રહે અને માત્ર આર્થિક મુશ્કેલીના કારણે કોઈ વ્યક્તિએ જીવ ગુમાવવો ન પડે તે હેતુસર ભારત સરકાર દ્વારા PM-RAHAT યોજના અમલમાં મુકવામાં આવી છે. આ યોજના હેઠળ માર્ગ અકસ્માત પીડિતોને હોસ્પિટલમાં ૭ દિવસ સુધી રૂ.૧.૫ લાખ સુધીની કેશલેસ સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવે છે, જેથી તાત્કાલિક સારવાર માટે પૈસાની અછત અવરોધરૂપ ન બને અને દર્દીને જીવનરક્ષક સારવાર સમયસર મળી રહે.
વર્કશોપમાં ગુજરાતના તમામ જિલ્લાઓના રોડ સેફ્ટી નોડલ અધિકારીઓ, ગુજરાત પોલીસ અને આરોગ્ય વિભાગના વરિષ્ઠ અધિકારીઓ તેમજ સંબંધિત વિભાગોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
*********
*દિવ્યા ત્રિવેદી*
[3/6, 4:40 PM] Neha Talaviya.Mahiti: *ગાંધીનગર આયુર્વેદિક કોલેજ, કોલવડા ખાતે મહિલા સુરક્ષા અને સાયબર જાગૃતિ કાર્યક્રમ યોજાયો*
……
જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, ગાંધીનગર દ્વારા આયુર્વેદિક કોલેજ, કોલવડા ખાતે મહિલા સુરક્ષા અને સાયબર જાગૃતિ અંગેના એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ‘કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી (પ્રતિબંધ, પ્રતિષેધ અને નિવારણ) અધિનિયમ–૨૦૧૩’ તેમજ સાયબર ક્રાઈમ સામે સાવચેતી રાખવા અંગે ઉપસ્થિત મહિલાઓને વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમન ટીમમાંથી અશ્વિન જાસકિયા અને નસરીન ખલિયાણી, મહિલા સહાયતા કેન્દ્રમાંથી નીતાબેન પટેલ તથા પેથાપુર પોલીસ સ્ટેશનના મહિલા પોલીસ કર્મીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆતમાં અશ્વિન જાસકિયા દ્વારા કામકાજના સ્થળે મહિલાઓની સુરક્ષા માટેના ૨૦૧૩ના કાયદાની વિવિધ જોગવાઈઓ અને તે અંતર્ગત મળતા રક્ષણ વિશે ઊંડાણપૂર્વક સમજ પૂરી પાડવામાં આવી હતી. ત્યારબાદ, નીતાબેન પટેલે વર્તમાન સમયમાં વધતા જતા સાયબર ગુનાઓથી બચવા માટે જરૂરી સાવચેતીઓ અને ડિજિટલ માધ્યમોનો સુરક્ષિત ઉપયોગ કરવા બાબતે ઉપયોગી ટિપ્સ આપી હતી. આ સાથે જ નસરીન ખલિયાણીએ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ચલાવવામાં આવતી વિવિધ સરકારી યોજનાઓની રૂપરેખા આપી, મહિલાઓ આ યોજનાઓનો લાભ કેવી રીતે મેળવી શકે તે અંગે માહિતી આપી હતી. પેથાપુર પોલીસ સ્ટેશનના મહિલા પોલીસની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમનો હેતુ મહિલાઓને કાયદાકીય રીતે સશક્ત બનાવવાનો અને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવાનો રહ્યો હતો.
….
*નેહા તલાવિયા*
[3/6, 7:56 PM] Neha Talaviya.Mahiti: *UPSC સિવિલ સર્વિસ પરીક્ષા–૨૦૨૫માં SPIPAના ૩૪ ઉમેદવારોની નોંધપાત્ર સફળતા*
…
*પ્રિલિમથી લઈને પર્સનાલિટી ટેસ્ટ સુધી SPIPAની માર્ગદર્શિકા અને તાલીમથી ગુજરાતના યુવાનોને પ્રતિષ્ઠિત સેવાઓમાં સ્થાન*
….
*ગુજરાતનો ઉમેદવાર નિસાર દિશાંત સમગ્ર ભારતમાં ૧૯મા ક્રમે*
….
Union Public Service Commission (UPSC) દ્વારા લેવામાં આવેલી સિવિલ સર્વિસ પરીક્ષા–૨૦૨૫ના અંતિમ પરિણામમાં સરદાર પટેલ લોક પ્રસાશન સંસ્થા, અમદાવાદ ખાતે તાલીમ લીધેલા કુલ ૩૪ ઉમેદવારો અખિલ ભારતીય સેવા માટે પસંદગી પામ્યા છે, જે સંસ્થાની નોંધપાત્ર સિદ્ધિ ગણાય છે.
UPSC દ્વારા તા. ૨૩ મે ૨૦૨૫ના રોજ યોજાયેલી સિવિલ સર્વિસ પ્રિલિમ પરીક્ષાનું પરિણામ તા. ૧૧ જૂન ૨૦૨૫ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર ભારતમાંથી કુલ ૧૪,૧૬૧ ઉમેદવારો મુખ્ય પરીક્ષા માટે ક્વોલિફાય થયા હતા. તેમાં SPIPA ખાતે તાલીમ લીધેલા ૨૭૨ ઉમેદવારોનો સમાવેશ થાય છે.
ત્યારબાદ મુખ્ય પરીક્ષાનું પરિણામ તા. ૧૧ નવેમ્બર ૨૦૨૫ના રોજ જાહેર થયું હતું, જેમાં સમગ્ર ભારતમાંથી ૨૩૭૬ ઉમેદવારો પર્સનાલિટી ટેસ્ટ માટે પસંદ થયા હતા. તેમાં સ્પીપાના ૮૨ ઉમેદવારોનો સમાવેશ થયો હતો.
ડિસેમ્બર ૨૦૨૫થી ફેબ્રુઆરી ૨૦૨૬ દરમિયાન યોજાયેલા પર્સનાલિટી ટેસ્ટના આધારે યુપીએસસી દ્વારા તા. ૦૫ માર્ચ ૨૦૨૬ના રોજ જાહેર કરાયેલા અંતિમ પરિણામમાં સમગ્ર ભારતમાંથી ૯૫૮ ઉમેદવારો અખિલ ભારતીય સેવા માટે પસંદ થયા છે. આ આખરી ચયનમાં સ્પીપા ખાતે તાલીમ લીધેલા ૩૪ ઉમેદવારોનો સમાવેશ થાય છે.
પર્સનાલિટી ટેસ્ટ માટે સ્પીપા દ્વારા ઉમેદવારોને નવેમ્બર ૨૦૨૫થી ફેબ્રુઆરી ૨૦૨૬ દરમિયાન વિશેષ તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમમાં ૧૫ ‘મોક ઈન્ટરવ્યુ’ અને ૪ વિશેષ વ્યાખ્યાનોનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત ઇન્ટરવ્યુ માટે નવી દિલ્હી જનાર ઉમેદવારો માટે ગુજરાત ભવન ખાતે રહેવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.
સ્પીપા દ્વારા યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષા માટે ઉમેદવારોને વિના મૂલ્યે તાલીમ, અભ્યાસ સામગ્રી, પુસ્તકાલય, વાંચનખંડ તથા ઇન્ટરનેટ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. સંસ્થા દ્વારા ઉમેદવારોને માર્ગદર્શન અને શૈક્ષણિક સહાય પૂરી પાડવામાં આવતાં રાજ્યના યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મેળવવામાં મદદ મળી રહી છે.
રાજ્ય સરકાર દ્વારા ઉમેદવારોને પ્રોત્સાહિત કરવા વિવિધ પ્રકારની પ્રોત્સાહન સહાય પણ આપવામાં આવે છે. જેમાં પ્રિલિમ પરીક્ષાની તાલીમ માટે માસિક સહાય ઉપરાંત પ્રિલિમ તથા મુખ્ય પરીક્ષા પાસ કરનાર ઉમેદવારોને પણ નિર્ધારિત આર્થિક સહાય આપવામાં આવે છે.
સ્પીપા દ્વારા આપવામાં આવતી પ્રોત્સાહક સહાય મુજબ
પ્રિલિમ પરીક્ષાની તાલીમમાં પ્રવેશ મેળવનાર ઉમેદવારોને વધુમાં વધુ સાત મહિના માટે દર મહિને રૂ.૨,૦૦૦/- પ્રોત્સાહન સહાય આપવામાં આવે છે.
UPSC સિવિલ સર્વિસની પ્રિલિમ પરીક્ષા પાસ કરનાર યુવકોને રૂ.૨૫,૦૦૦/- અને યુવતીઓને રૂ.૩૦,૦૦૦/- પ્રોત્સાહન સહાય આપવામાં આવે છે.
UPSC સિવિલ સર્વિસની મુખ્ય પરીક્ષા પાસ કરનાર યુવકોને રૂ.૨૫,૦૦૦/- અને યુવતીઓને રૂ.૩૦,૦૦૦/- પ્રોત્સાહક સહાય આપવામાં આવે છે.
સિવિલ સર્વિસ પરીક્ષામાં અંતિમ પસંદગી મેળવનાર ગુજરાતના ડોમિસાઇલ ઉમેદવાર યુવકોને રૂ.૫૧,૦૦૦/- અને યુવતીઓને રૂ.૬૧,૦૦૦/- તેમજ નોન-ડોમિસાઇલ ઉમેદવાર યુવકોને રૂ.૨૧,૦૦૦/- અને યુવતીઓને રૂ.૩૧,૦૦૦/- પ્રોત્સાહક સહાય આપવામાં આવે છે.
છેલ્લા ત્રણ વર્ષના પરિણામો અનુસાર સ્પીપાની સફળતા નોંધપાત્ર રહી છે. વર્ષ ૨૦૨૩માં ૨૬, વર્ષ ૨૦૨૪માં ૨૭ અને વર્ષ ૨૦૨૫માં ૩૪ ઉમેદવારો યુપીએસસી સિવિલ સર્વિસમાં અંતિમ રીતે પસંદ થયા છે.
સ્પીપાના મહાનિદેશકશ્રી હારિત શુક્લા દ્વારા આપવામાં આવતા ગુણવત્તાસભર માર્ગદર્શન તથા દોરીસંચારના પરિણામે ગુજરાતના યુવાનોને દેશની સર્વોચ્ચ સિવિલ સેવાઓમાં સ્થાન મેળવવામાં મહત્વપૂર્ણ સહાય મળી રહી છે.
..
[3/7, 1:03 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: વિશેષ લેખ: ૮મી માર્ચ – આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ
*ગાંધીનગરના સેક્ટરમાં ગુંજતા બૂટના અવાજ: BSF કોન્સ્ટેબલ નીતાબેન પટેલની દાહોદથી ગાંધીનગર સુધીની પ્રેરણાદાયી ઉડાન*
********
*સંઘર્ષ, સમર્પણ અને સપનાઓની જીતનું પ્રતીક, દેશની સરહદો અને સુરક્ષા માટે સજ્જ ગુજરાતની દિકરી નીતાબેન પટેલ*
********
*ખેડૂત પિતાની લાડલીએ ITI ના અભ્યાસ બાદ રણમેદાન પસંદ કર્યું, પતિએ આપી પાંખો અને આજે ગાંધીનગરના આંગણે ગુજરાતનું નામ રોશન કરી રહ્યા છે નીતાબેન પટેલ*
*********
સામાન્ય રીતે ગુજરાતના યુવાનો સંરક્ષણ દળોમાં ઓછા જોવા મળે છે ત્યારે ગુજરાતની દીકરી સરહદની સુરક્ષા માટે તૈનાત હોય એ કોઈ મહાન સિદ્ધિથી ઓછું નથી. જ્યારે આખું વિશ્વ ૮મી માર્ચે ‘મહિલા દિવસ’ની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં એક એવી મહિલા શક્તિ ફરજ બજાવી રહી છે, જેનું જીવન સંઘર્ષ, સમર્પણ અને સપનાઓની જીતનું પ્રતીક છે. આ વાત છે દાહોદ જિલ્લાના દેગાવાડા ગામની દીકરી નીતાબેન પટેલની, જે આજે સીમા સુરક્ષા બળ (BSF) માં કોન્સ્ટેબલ તરીકે દેશની સરહદો અને સુરક્ષા માટે સજ્જ છે.
નીતાબેનનો ઉછેર દાહોદના એક સામાન્ય ખેડૂત પરિવારમાં થયો હતો. પિતા આખો દિવસ ખેતરમાં કાળી મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા. ભલે સુવિધાઓ ઓછી હતી, પણ નીતાબેનના સંસ્કારોમાં દેશભક્તિ વણાયેલી હતી. નાનપણથી જ જ્યારે તેઓ કોઈ સૈનિકને યુનિફોર્મમાં જોતા, ત્યારે તેમના મનમાં એક જ તમન્ના જાગતી: “મારે પણ વરદી પહેરીને ભારત માતાની સેવા કરવી છે.”
તેમણે અભ્યાસમાં ક્યારેય પાછી પાની કરી નહીં. ધોરણ ૧૨ પાસ કર્યા બાદ તેમણે ITI નો અભ્યાસ પૂર્ણ કર્યો, જેથી તેઓ આત્મનિર્ભર બની શકે. પરંતુ તેમનું અસલી લક્ષ્ય તો ડિફેન્સ ફોર્સમાં જોડાવાનું જ હતું. આ માટે તેમણે તૈયારી નો પ્રારંભ કર્યો પરંતુ ઘણા સમય સુધી સાચી દિશા મળતી નહોતી.
આ સમયમાં જ સામાજિક પરંપરા મુજબ નીતાબેનના લગ્ન થયા અને સમય જતાં તેઓ બે સુંદર સંતાનોની માતા બન્યા. સામાન્ય રીતે, લગ્ન અને બાળકો પછી મોટાભાગની સ્ત્રીઓ પોતાના સપનાઓને બાજુ પર મૂકી દેતી હોય છે. પરંતુ નીતાબેન માટે આ માત્ર એક નવી શરૂઆત હતી.
નીતાબેનની સફળતા પાછળ તેમના પતિનો સિંહફાળો છે. એક પત્ની અને માતા તરીકેની જવાબદારીઓ વચ્ચે જ્યારે નીતાબેને BSF માં જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી, ત્યારે તેમના પતિએ તેમને રોકવાને બદલે ‘પાંખો’ આપી. તેમણે ઘરની જવાબદારીઓમાં સાથ આપ્યો અને નીતાબેનને પ્રોત્સાહિત કર્યા કે તેઓ પોતાની મંજિલ સુધી પહોંચે.તૈયારી દરમિયાનમાં નીતાબેનની મિત્રના ભાઈએ બંને બહેનોને સંરક્ષણની પરીક્ષાઓ માટે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું અને નીતાબેન બી.એસ.એફ.ની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા.
પસંદગી થયા બાદ, તેમને તાલીમ માટે પંજાબ મોકલવામાં આવ્યા. પંજાબની કડકડતી ઠંડી અને શારીરિક રીતે થકવી દેનારી તાલીમમાં પણ નીતાબેન અડગ રહ્યા. પોતાના બે નાના બાળકોથી દૂર રહીને દેશસેવા માટે સજ્જ થવું એ કોઈ પણ માતા માટે ભાવનાત્મક રીતે સૌથી મોટી પરીક્ષા હોય છે, અને નીતાબેન તેમાં સુવર્ણ અક્ષરે ઉત્તીર્ણ થયા. વર્ષ ૨૦૧૪માં નીતાબેનનું પ્રથમ પોસ્ટિંગ રાજસ્થાન થયું.
આજે નીતાબેન પટેલ BSF ગાંધીનગર હેડક્વાર્ટર ખાતે કોન્સ્ટેબલ તરીકે કાર્યરત છે. ગાંધીનગરના શિસ્તબદ્ધ માહોલમાં તેઓ પોતાની ફરજ પૂરી નિષ્ઠાથી બજાવી રહ્યા છે. સવારે વહેલા ઉઠીને પરેડથી લઈને ઓફિસિયલ ડ્યુટી સુધી, તેઓ દરેક કામમાં માહિર છે.
ગાંધીનગરના સેક્ટરમાં જ્યારે તેઓ યુનિફોર્મમાં સજ્જ થઈને નીકળે છે, ત્યારે તે દ્રશ્ય માત્ર એક નોકરીનું નહીં પણ સ્ત્રી સશક્તિકરણનું જીવંત ઉદાહરણ પૂરું પાડે છે. તેમની આ સફર એ વાત સાબિત કરે છે કે જો મનમાં મક્કમતા હોય, તો અંતરિયાળ ગામડાની યુવતી પણ દેશના સર્વોચ્ચ સુરક્ષા દળમાં સ્થાન મેળવી શકે છે.
આંતરરાષ્ટ્રીય મહિલા દિને નીતાબેન પટેલની સંઘર્ષથી સફળતાની ગાથા દરેક સ્ત્રીને સંદેશ આપે છે કે,શિક્ષણ એ જ સાચી તાકાત છે. લગ્ન એ સપનાઓનો અંત નથી, પણ એક નવી શરૂઆત છે અને પરિવારનો સાથ ગમે તેવા અશક્ય કામને શક્ય બનાવી શકે છે. “દીકરી, વહુ અને માતા – આ ત્રણેય ભૂમિકાઓની સાથે ‘દેશના સૈનિક’ તરીકેની ભૂમિકા ભજવવી એ જ સાચી નારી શક્તિ છે.”
દાહોદની આ દીકરીએ આજે સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું છે. ગાંધીનગર હેડક્વાર્ટરના પટાંગણમાં ગુંજતા તેમના બૂટના અવાજમાં હજારો ગુજરાતી યુવતીઓના સપનાઓનો પડઘો સંભળાય છે.આ મહિલા શક્તિ જ સાચા અર્થમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની પ્રેરણામૂર્તિ છે.
************
*આલેખન:ડો.દિવ્યા ત્રિવેદી*
[3/7, 4:51 PM] Neha Talaviya.Mahiti: *આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ વિશેષ*
…..
*કોઈપણ મહિલા કર્મયોગી માટે માતૃત્વ અડચણ ન બને તે માટે માતૃત્વનેજ કર્મ બનાવી લેતી ઘોડીયાઘરની બહેનો*
…..
*’ઘોડિયાઘર’ યોજનાએ નોકરિયાત માતાઓના સપનાને આપી નવી પાંખો*
……
*સરકાર અને સમાજ સાથ આપે, તો એક સ્રી માટે માતૃત્વ ક્યારેય કરિયરની આડે આવતું નથી, બલ્કે તે પ્રગતિનો નવો માર્ગ કંડારે છે*
……
*અંહી બાળકોને અમે અમારા પોતાના સંતાન સમજીને સાચવીએ છીએ, જેથી તેમની માતાઓ ઓફિસમાં પૂરા આત્મવિશ્વાસથી કામ કરી શકે – ઘોડિયાઘર સંચાલિકા હેમાંગી મહેતા*
…..
*સરકારી નગરીમાં આ કેન્દ્ર માત્ર બાળકોને રાખવાની જગ્યા નથી, પણ ‘માની હૂંફ’ આપતું એક સંસ્કાર કેન્દ્ર છે- સીડીપીઓ ગાંધીનગર પ્રીતિ પટેલ*
…..
આજના આધુનિક યુગમાં સ્ત્રી ‘અબળા’ મટી ‘સબળા’ બની છે. આકાશમાં વિમાન ઉડાડતી પાયલોટ હોય કે સરહદ પર તૈનાત સુરક્ષાકર્મી, આજે મહિલાઓએ દરેક ક્ષેત્રમાં પોતાની મજબૂત હાજરી નોંધાવી છે. પરંતુ, આ ઉંચી ઉડાન પાછળ એક મૌન સંઘર્ષ છુપાયેલો હોય છે જે છે,ઘર, પરિવાર અને ખાસ કરીને નાના બાળકોની જવાબદારી.
ગાંધીનગર જેવા ‘સરકારી નગર’માં, જ્યાં અનેક મહિલાઓ પોતાના વતન કે સંયુક્ત પરિવારથી દૂર નોકરી અર્થે સ્થાયી થઈ છે, ત્યાં માતૃત્વ અને વ્યવસાય વચ્ચે સમતુલા જાળવવી એક પડકાર છે. આ પડકારને તકમાં બદલવાનું કામ કર્યું છે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સંચાલિત ‘ઘોડિયાઘર’ સુવિધાએ.
નિશ્ચિંત માતા, સુરક્ષિત બાળપણ
ગાંધીનગરના સેક્ટર-6 ની પ્રાથમિક શાળામાં કાર્યરત ઘોડિયાઘર આજે સેંકડો નોકરિયાત માતાઓ માટે આશીર્વાદરૂપ બન્યું છે. જાન્યુઆરી 2025 થી શરૂ થયેલું આ કેન્દ્ર માત્ર બાળકોને રાખવાની જગ્યા નથી, પણ ‘માની હૂંફ’ આપતું એક સંસ્કાર કેન્દ્ર છે.
આ ઘોડિયાઘરના સંચાલિકા હેમાંગીબેન મહેતા જણાવે છે કે,”એક મહિલા તરીકે હું બીજી મહિલાની વેદના સમજી શકું છું. જ્યારે એક માતા પોતાના નાનકડા બાળકને અમારા ભરોસે મૂકીને જાય છે, ત્યારે એ જવાબદારી અમે મમતાથી નિભાવીએ છીએ. અહીં બાળકોને અમે અમારા પોતાના સંતાન સમજીને સાચવીએ છીએ, જેથી તેમની માતાઓ ઓફિસમાં પૂરા આત્મવિશ્વાસથી કામ કરી શકે.”
ગાંધીનગર સીડીપીઓ શ્રી પ્રીતિબેન પટેલના જણાવ્યા અનુસાર, આ ઘોડિયાઘરમાં 6 મહિનાથી 5 વર્ષ સુધીના બાળકો માટે શ્રેષ્ઠ વ્યવસ્થા છે.બાળકોને બે સમયનો પૌષ્ટિક નાસ્તો અને એક સમયનું ભોજન આપવામાં આવે છે.રમત-ગમત સાથે પ્રાર્થના, બાળગીતો અને અક્ષરજ્ઞાન દ્વારા બાળકોના વ્યક્તિત્વનું ઘડતર થાય છે.
તાલીમબદ્ધ સ્ટાફના કારણે માતા પિતા નિશ્ચિંત બની બાળકોને અહીં મુકે છે.આ બાળકોને સાચવતી બહેનોને સમયાંતરે ખાસ તાલીમ આપવામાં આવે છે, જેથી બાળકોને માતૃસ્નેહની કમી ન વર્તાય.
સ્ત્રી જ સ્ત્રીના વિકાસનો પાયો છે,પણ સામાન્ય રીતે કહેવાય છે કે ‘સ્ત્રી જ સ્ત્રીની દુશ્મન છે’, પરંતુ આ ઘોડિયાઘરનું મોડેલ આ કહેવતને જડબાતોડ જવાબ આપે છે. અહીં કાર્યરત મહિલાઓ અન્ય નોકરિયાત માતાઓના બાળકોને સાચવીને પરોક્ષ રીતે દેશના અર્થતંત્ર અને સ્ત્રી સશક્તિકરણમાં બહુમૂલ્ય ફાળો આપી રહી છે. એક માતા જ્યારે બીજી માતાના બાળકને સુરક્ષિત રાખે છે, ત્યારે જ દેશની દીકરી ખરા અર્થમાં ઉંચી ઉડાન ભરી શકે છે.
ઉલ્લેખનીય છે કે, ગાંધીનગરમાં નવા સચિવાલય, જુના સચિવાલય,કલેકટર કચેરી અને ઉદ્યોગ ભવન જેવા કાર્ય સ્થળો પર પણ આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે.જેથી માતાઓ પોતાના બાળકો માટે નિશ્ચિત બની પોતાનું કાર્ય કરી શકે છે.
આ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે, આપણે એવી તમામ માતાઓને સલામી આપીએ જેઓ ઓફિસની ફાઈલો અને બાળકની દૂધની બોટલ બંનેને કુશળતાપૂર્વક સંભાળે છે. ગાંધીનગરનું આ ઘોડિયાઘર સાબિત કરે છે કે જો સરકાર અને સમાજ સાથ આપે, તો માતૃત્વ ક્યારેય કરિયરની આડે આવતું નથી, બલ્કે તે પ્રગતિનો નવો માર્ગ કંડારે છે.
…
*આલેખન:નેહા તલાવિયા*
[3/7, 5:14 PM] Neha Talaviya.Mahiti: https://drive.google.com/drive/folders/1agDf-7b_GoB3ypnr6yjlzKWGMq2hpcI9?usp=sharing
[3/7, 5:14 PM] Neha Talaviya.Mahiti: *છેવાડાના માનવી સુધી પહોંચ્યું શાસન: રેશનકાર્ડથી લઈને આધાર સુધીની તમામ સેવાઓ હવે તમારા ઉંબરે*
……
*ગાંધીનગરના સાદરા ખાતે ‘સેવા સેતુ’ કાર્યક્રમમાં ઈ.ચા. કલેક્ટરશ્રી જે.એન વાઘેલાએ સ્થળ વિઝીટ કરી કામગીરી નિહાળી*
….
*૧૦૦૦થી વધુ ગ્રામજનોએ ઘર આંગણે સરકારી સેવાઓનો લાભ લીધો*
……
રાજ્ય સરકારના પ્રજાભિમુખ અભિગમ હેઠળ છેવાડાના માનવીને કચેરીઓના ધક્કા ખાધા વગર પારદર્શક અને ઝડપી વહીવટી સેવાઓ મળી રહે,તે હેતુથી ગાંધીનગર તાલુકાના સાદરા ગામે ‘સેવા સેતુ’ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. વહીવટી તંત્રને પ્રજાના દ્વારે લઈ જઈને પ્રશ્નોના સ્થળ પર જ નિકાલની આ વ્યવસ્થા ગ્રામીણ જનતા માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય નાગરિકોને તેમના ઘર આંગણે જ વિવિધ સરકારી યોજનાઓ અને જરૂરી દસ્તાવેજોની સુવિધા ઉપલબ્ધ કરાવી તેમના સમય અને શક્તિનો બચાવ કરવાનો છે.
આ કાર્યક્રમ અંતર્ગત ગાંધીનગરના ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર શ્રી જે.એન. વાઘેલાએ સાદરા ખાતે રૂબરૂ મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે કાર્યક્રમને વધુ અસરકારક અને ગ્રામજનો માટે મહત્તમ લાભદાયી બનાવવા માટે ઉપસ્થિત સ્ટાફને જરૂરી સૂચનો કર્યા હતા. આ પ્રસંગે કલેક્ટરશ્રીના હસ્તે જરૂરિયાતમંદ લાભાર્થીઓને પોષણ કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
સેવા સેતુ શિબિરમાં પુરવઠા શાખાને લગતી સેવાઓ જેવી કે રેશનકાર્ડમાં નામ દાખલ કરવું, કમી કરવું કે સુધારો કરવો તેમજ રેશનકાર્ડ ધારકોની e-KYC જેવી કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત આવકના દાખલા, જાતિના દાખલા, નોન-ક્રિમિલેયર સર્ટિફિકેટ, નવા આધારકાર્ડ તેમજ આધાર સુધારણા, PMJAY કાર્ડ અને ઉંમરના દાખલા જેવી મહત્વની સેવાઓ એક જ સ્થળે ઉપલબ્ધ કરાવાઈ હતી. આરોગ્ય ક્ષેત્રે બીપી-ડાયાબિટીસ તપાસ તથા વીમા અને બેન્કિંગ સેવાઓનો લાભ પણ ગ્રામજનોએ લીધો હતો.
સાદરા અને આસપાસના ગ્રામજનો પોતાના દસ્તાવેજોમાં જરૂરી સુધારા-વધારા ઘર આંગણે જ કરાવી શકે તે માટે વહીવટી તંત્ર દ્વારા સુચારુ આયોજન કરાયું હતું. આ તકે ગાંધીનગર મામલતદાર શ્રી મહેશ ગોહિલ, ગાંધીનગર તાલુકા વિકાસ અધિકારી શ્રી મલય ભુવા સહિત વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહીને સેવારત રહ્યા હતા. અંદાજે ૧૦૦૦થી વધુ લાભાર્થીઓએ આ શિબિરનો ઉત્સાહપૂર્વક લાભ મેળવી વહીવટી તંત્રની આ કામગીરીને બિરદાવી હતી.
…..
*નેહા તલાવિયા*
[3/7, 6:36 PM] Neha Talaviya.Mahiti: *ગાંધીનગરની પ્રજાના પ્રશ્નોના નિરાકરણ માટે તા.૨૫/૦૩/૨૦૨૬ એ જિલ્લા સ્વાગત કાર્યક્રમ*
….
ગાંધીનગર જિલ્લાના પ્રજાજનોની ફરિયાદ કે પ્રશ્નોના નિરાકરણ માટે આગામી તા.૨૫/૦૩/૨૦૨૬ના રોજ સવારે ૧૧:૦૦ વાગ્યાથી શરૂ કરીને લોકો તરફથી મળેલ ફરિયાદ પ્રશ્નોના નિરાકરણ અંગે જિલ્લા કક્ષાએ કલેક્ટરશ્રી, ‘ ગાંધીનગરના અધ્યક્ષપણા હેઠળ કલેક્ટર કચેરી, ગાંધીનગર, સે.૧૧, પહેલા માળના સમિતિખંડમાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવનાર છે. આથી જિલ્લાની જાહેર જનતાને પોતાની ફરિયાદ કે પ્રશ્નો તા.૧૦/૦૩/૨૦૨૬ સુધીમાં કલેક્ટર કચેરી, ગાંધીનગરમાં મોકલી આપવા અનુરોધ કરવામાં આવે છે. ન્યાયની કોર્ટમાં ચાલતા વિવાદ, મહેસુલી કોર્ટને લગતા પ્રશ્નો, સબ જ્યુડીશીયલ પ્રશ્નો, સામુહિક રજુઆતો, નીતિ વિષયક પ્રશ્નો તથા સેવાવિષયક/નોકરીને લગતા પ્રશ્નો આ કાર્યક્રમમાં લક્ષમાં લેવામાં આવશે નહી.
…
*નેહા તલાવિયા*
[3/8, 1:33 PM] Neha Talaviya.Mahiti: *લગ્ન બાદ ઘરે પધારેલી ‘વહુ’ને પોતાની દીકરી માનીને આદર પ્રેમ આપવો જોઈએ: નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી*
……
*ગાંધીનગર ખાતે આયોજિત ઠાકોર સમાજના ૩૫મા સમૂહ લગ્નોત્સવમાં નવદંપતીઓને આશીર્વાદ આપતા મંત્રી શ્રી હર્ષ સંઘવી*
…..
*સમાજના આગેવાનોને રાજ્ય સરકારની યોજનાઓના લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવા મંત્રીશ્રીનું આહ્વાન*
……
*ઉપસ્થિત સૌને સામાજિક દૂષણો દૂર કરવા અને સ્વસ્થ સમાજનું નિર્માણ કરવા નાયબ મુખ્યમંત્રી શ્રી એ સંકલ્પ લેવડાવ્યો*
…..
તા.૮ માર્ચના રોજ ગુજરાત ઠાકોર ક્ષત્રિય સમાજ દ્વારા આયોજિત ૩૫મા સમૂહ લગ્નોત્સવ પ્રસંગમાં કલોલ ખાતે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ નવદંપતીઓને શુભકામનાઓ પાઠવી હતી.
આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, ઠાકોર સમાજ અને સરકાર વચ્ચેનો હૃદયથી જોડાયેલો અતૂટ સંબંધ છે.
મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, ઠાકોર સમાજના યુવાનોનો વિકાસ અને મજબૂત નેતૃત્વ એ સરકારનું મુખ્ય ધ્યેય છે. તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના શાસનકાળથી શરૂ થયેલી વિકાસયાત્રા આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ‘રોકેટ ગતિએ’ આગળ વધી રહી છે, જે સમાજના સહયોગ અને આશીર્વાદનું પરિણામ છે.
ઉપરાંત સરકારની વિવિધ યોજનાઓ જેવી કે આયુષ્માન ભારત, પ્રધાનમંત્રી આવાસ યોજના અને કિસાન સન્માન નિધિનો ઉલ્લેખ કરતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, “ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને ગંભીર બીમારીમાં સીધી મદદ મળે તેવા કાર્યો પહેલા માત્ર સપના સમાન હતા, જે આજે વાસ્તવિકતા બન્યા છે.” તેમણે અપીલ કરી હતી કે, છેવાડાનો કોઈ પણ પરિવાર આ યોજનાઓના લાભથી વંચિત ન રહી જાય તેની જવાબદારી સમાજના અગ્રણીઓની છે.
સામાજિક પરિવર્તન અને શિક્ષણ પર ભાર મુકતા મંત્રીશ્રીએ દીકરાઓની માતાઓને ભાવુક વિનંતી કરતા જણાવ્યું કે, “આજે લગ્ન બાદ ઘરે પધારેલી ‘વહુ’ને પોતાની દીકરી માનીને આદર પ્રેમ આપજો.”
સાથેજ ધારાસભ્ય શ્રી અલ્પેશજી ઠાકોર અને લક્ષ્મણજી ઠાકોરના પ્રયાસોથી સમાજ માટે નિર્માણ પામનાર શૈક્ષણિક ભવન અંગે તેમણે ખુશી વ્યક્ત કરી સૌને સામાજિક દૂષણો દૂર કરવા અને સરકારના સહયોગી બની સ્વસ્થ સમાજનું નિર્માણ કરવા સંકલ્પ લેવડાવ્યા હતા.
આ સમૂહ લગ્નોત્સવમાં ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય શ્રી અલ્પેશજી ઠાકોર, કલોલના ધારાસભ્ય શ્રી લક્ષ્મણજી ઠાકોર, જિલ્લા પ્રમુખ શ્રી અનિલભાઈ પટેલ, મુખ્ય યજમાન શ્રી કાંતિજી ઠાકોર સહિત સમાજના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
*….*
*નેહા તલાવિયા*
[3/9, 1:08 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *ફોટો કેપ્શન*
*નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ ગિફ્ટ ઇકોનોમિક ફોરમ ખાતે “મોડેલ સ્ટેટ ગુજરાત” પરિસંવાદમાં ગુજરાતના સર્વાંગી વિકાસ, રોજગારી, ન્યુ એજ ટેકનોલોજી, ગ્રીન એનર્જી, સ્ટેબલ સેક્ટર વાઈઝ પોલિસી અને હેલ્થ સેક્ટર તથા સ્પોર્ટ્સ સેક્ટરમાં વિઝનરી લીડ વિશે વિસ્તૃત સંવાદ કરી ગુજરાતની પરિશ્રમથી પારસમણી સુધીની સફર વિશે જણાવ્યું હતું.*
[3/9, 6:01 PM] Neha Talaviya.Mahiti: *દર્દીઓને ગુણવત્તાસભર સેવા માટે GMERS ગાંધીનગર ખાતેથી ‘આરોગ્ય સાથી’ પ્રોજેક્ટ હેઠળ સોફ્ટ સ્કીલ ટ્રેનિંગનો પ્રારંભ*
GMERS જનરલ હોસ્પિટલ ગાંધીનગર ખાતે આજે (તા. 9 માર્ચ) ‘આરોગ્ય સાથી’ પ્રોજેક્ટ અંતર્ગત સોફ્ટ સ્કીલ ટ્રેનિંગ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો. આ કાર્યક્રમમાં મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ડૉ. મીતાબેન પરીખ, ડૉ. આર. જી. શ્રિમાલી (એસોસિયેટ પ્રોફેસર, ડિવિઝનલ ટ્રેનિંગ સેન્ટર, બાવળા), ડૉ. અનિલ ચૌહાણ (DTT ટ્રેનિંગ સેન્ટર, ગાંધીનગર) તેમજ નર્સિંગ સુપરિન્ટેન્ડન્ટ ઉપસ્થિત રહ્યા હતા.
આ તાલીમ કાર્યક્રમમાં હોસ્પિટલના કુલ *445 નર્સિંગ સ્ટાફને* સામેલ કરવામાં આવ્યા છે. આ તાલીમનું આયોજન *GVK EMRI (108 ઇમરજન્સી સેવા)* ના સહયોગથી કરવામાં આવી રહ્યું છે.
રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા રાજ્યની વિવિધ સિવિલ હોસ્પિટલો અને સરકારી આરોગ્ય સંસ્થાઓમાં ‘આરોગ્ય સાથી’ પ્રોજેક્ટ અંતર્ગત આ તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પહેલનો મુખ્ય હેતુ દર્દીઓને વધુ સરળ, અસરકારક અને સંતોષકારક આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવાનો છે.
તાલીમ કાર્યક્રમ દરમિયાન *દર્દી પ્રત્યે સહાનુભૂતિ, ભીડ વ્યવસ્થાપન, ટીમ વર્ક તેમજ અસરકારક સંદેશાવ્યવહાર* જેવા મહત્વપૂર્ણ વિષયો પર વિશેષ માર્ગદર્શન આપવામાં આવશે.
…..
-કિશન જાદવ
[3/9, 6:19 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *ફોટો કેપ્શન*
*કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ ગિફ્ટ ઇકોનોમિક ફોરમ ખાતે “ધ કોઓપરેટીવ કેટેલીસ્ટ” વિષય પર પરિસંવાદ સાધ્યો હતો. જેમાં તેમણે ખેડૂતોની આવકમાં વધારો, સહકાર ક્ષેત્રે નવા પ્રયોગો, ખાતરની સપ્લાય, સપ્રમાણ ખાતરના વપરાશ અને પ્રાકૃતિક ખેતીના વ્યાપ વધારવા વિશે ચર્ચા કરી હતી. આ સાથે તેમણે પ્રમાણિત કૃષિ યુનિવર્સિટી દ્વારા થતા સંશોધનો, અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરી ખેતી કરવા ખેડૂતોને અપીલ કરી હતી.*
*******
[3/9, 9:06 PM] Neha Talaviya.Mahiti: *નિફ્ટ ગાંધીનગર ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ભવ્ય ઉજવણી: ‘વિકસિત ભારત @2047’ ના નિર્માણમાં મહિલા નેતૃત્વ પર અપાયો ભાર*
…..
નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ફેશન ટેકનોલોજી (NIFT), ગાંધીનગર દ્વારા કેમ્પસ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની વિશેષ ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મહિલાઓની સિદ્ધિઓ, નેતૃત્વ અને સામાજિક સમાનતા જેવા વિષયો પર અર્થપૂર્ણ ચર્ચાઓ કરવામાં આવી હતી, જેમાં સંસ્થાના નિયામક, આમંત્રિત મહાનુભાવો, ફેકલ્ટી અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
નેતૃત્વ અને સમાનતાનો સંદેશ
કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી નિફ્ટ ગાંધીનગરના નિયામક પ્રોફ. (ડૉ.) સમીર સૂદએ જણાવ્યું હતું કે, “નિફ્ટ જેવી સંસ્થાઓ સમાવીશક વ્યાવસાયિક પર્યાવરણ ઘડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતને ‘વિકસિત રાષ્ટ્ર’ બનાવવાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સપનું મહિલાઓની સક્રિય ભાગીદારી વગર શક્ય નથી.” તેમણે ટકાઉ વિકાસ માટેના ત્રણ ‘E’—Environment (પર્યાવરણ), Equity (સમાનતા) અને Economics (અર્થતંત્ર) પૈકી ‘Equity’ (સમાનતા) પર વિશેષ ભાર મૂક્યો હતો.
ટેક્સટાઇલ ક્ષેત્રમાં મહિલાઓનું પ્રદાન
ડૉ. સૂદે આંકડાકીય માહિતી આપતા જણાવ્યું હતું કે:
ભારતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં જોડાયેલા ૪.૫ કરોડ સીધા કાર્યબળમાં ૬૦ ટકા મહિલાઓ છે.
હેન્ડલૂમ ક્ષેત્રના ૩૫ લાખ કામદારોમાં ૬૫ થી ૭૫ ટકા મહિલાઓ છે.
હસ્તકલા ક્ષેત્રના ૭૦ લાખ કારીગરોમાં અડધાથી વધુ મહિલાઓ ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરી રહી છે.
ખુદ નિફ્ટમાં પણ ડાયરેક્ટર જનરલ અને ડીન જેવા ઉચ્ચ પદો પર મહિલાઓનું મજબૂત નેતૃત્વ રહ્યું છે.
સાયબર સુરક્ષા અને માનસિક દૃઢતા
મુખ્ય વક્તા ડૉ. લવિના સિન્હા (IPS, DCP – સાયબર ક્રાઈમ, અમદાવાદ) એ વિદ્યાર્થીઓને સાયબર સુરક્ષા અને ડિજિટલ જાગૃતિ અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, “સાચી લિંગ સમાનતા ઘરમાંથી શરૂ થાય છે. મહિલાઓએ સફળતા માટે પુરુષોની નકલ કરવાની જરૂર નથી, પરંતુ પોતાની અનોખી ક્ષમતાઓ પર વિશ્વાસ રાખવો જોઈએ.” તેમણે શારીરિક અને માનસિક તંદુરસ્તીને આત્મવિશ્વાસનો પાયો ગણાવ્યો હતો.
ઉદ્યોગસાહસિકતા અને સર્જનાત્મકતા
નિફ્ટના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને ‘રાસલીલા ટેક્સટાઇલ’ના સ્થાપક શ્રીમતી હેતલ શ્રીવાસ્તવએ પોતાની ઉદ્યોગસાહસિક યાત્રા વહેંચતા જણાવ્યું હતું કે, ડિઝાઇન ક્ષેત્રના લોકોએ દુનિયાને અલગ દ્રષ્ટિકોણથી જોવી જોઈએ. તેમણે મહિલા કારીગરોની અદમ્ય ઈચ્છાશક્તિના ઉદાહરણો આપીને સમજાવ્યું કે કરુણા અને દૃઢતા એ મહિલા નેતૃત્વના સૌથી મોટા હથિયાર છે.
કાર્યક્રમ દરમિયાન અહિલ્યાબાઈ હોળકર, રાણી લક્ષ્મીબાઈ અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ જેવા પ્રેરણાદાયી વ્યક્તિત્વોના વારસાને પણ યાદ કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સમાપન મહિલા સશક્તિકરણ અને સમાનતાના મૂલ્યોને આગળ ધપાવવાના સંકલ્પ સાથે કરવામાં આવ્યું હતું.
…
*નેહા તલાવિયા*
******************************
અહીં કોઈપણ વિડિઓ.ફોટાઓ.સમાચારો માત્ર જન જાગૃતિ ના ભાગ રૂપે પ્રસિદ્ધ કરવામાં આવે છે.તે3m છતાં કોઈને પણ કંઈપણ વાંધાજનક લાગે તો તંત્રી નો સંપર્ક કરીને ખરાઈ કરી શકે છે.તંત્રી
