સુરતના ભાજપ ના કોર્પોરેટર હિમાંશુ રાઉલજી અને બાલકૃષ્ણ તબીબ પાસેથી સાધુ જે.કે. સ્વામીએ એક કરોડ ૧૪ લાખ ની છેતરપિંડી કરી પડાવી લીધા.ક્રાઇમ બ્રાન્ચના ફરિયાદ.(તા:૧૯/૭/૨૦૨૪ ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક PDF FILE જુવો.)

 

NG-279-29--7-2024 pdf

સુરત, તા.૨૮
સુરત મહાનગરપાલિકાના પાણી સમિતિના ચેરમેન હિમાંશુ રાઉલજી પાસેથી જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરના જે. કે. સ્વામી અને તેમની ટોળકીએ રીંઝા ગામે સ્વામિનારાયણ મંદિર અને ગુરુકુળના પ્રોજેક્ટ માટે ૭૦૦ વીઘા જમીન ખરીદવા નામે એક કરોડ રૂપિયા પડાવ્યા હતા. જે મામલે ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે. છેતરપિંડીના શિકાર બનેલા હિમાંશુભાઈએ જણાવ્યું હતું કે , સાધુઓને ધર્મ સાથે કઈ લાગતું વળગતું નથી, આ લોકો ભગવો પહેરીને બેસેલા એક પ્રકારના ષડ્‌યંત્રકારીઓ છે.
જૂનાગઢના જે.કે.સ્વામી સામે વધુ એક છેતરપિંડીનો ગુના દાખલ થયો છે. સુરત ક્રાઈમ બ્રાન્ચમાં ગુનો દાખલ થયો છે. સુરેશ શાર્દુલ, જયકૃષ્ણ સ્વામી ઉર્ફે જે.કે.સ્વામી, નીલકંઠ ડેવલોપર્સના પ્રો. ભરત પટેલ, અમિત પંચાલ, રમેશ પંચાલ, પાર્થ ઉર્ફે મન્સૂર, મૌલિક પરમાર સામે ગુનો નોંધાયો છે. વોર્ડ નંબર ૨૨ના કોર્પોરેટર અને પાણી સમિતિના ચેરમેન હિમાંશુ રાઉલજીએ વારંવાર રૂપિયાની માંગણી કરી હતી. પરંતુ રૂપિયાના અપાતા તેઓએ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ આપી હતી.

હિમાંશુ ઉપરાંત સુરતના તબીબ બાલકૃષ્ણ પાસેથી પણ ૧.૧૪ કરોડ રૂપિયા પડાવ્યા હોવાની વાત સામે આવી છે. પાણી સમિતિના ચેરમેન હિમાંશુ રાહુલજીએ ૭૧ લાખ રૂપિયા આપ્યા હતા.આ સાથે પિતા તેમજ મિત્રના પણ મળી કુલ એક કરોડ રૂપિયા તેઓએ જૂનાગઢના સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી જે .કે. સ્વામીને આપ્યા હતા. આ સમગ્ર મામલે આઠ લોકો સામે ગુનો નોંધાયો છે.

વધુમાં જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં જે લોકોના ફોન આવ્યા છે, તે મુજબ સાતથી ૮ લોકો સાથે આ છેતરપિંડી થઇ છે. આ લોકોએ કહ્યું કે, જમીનમાં પૈસા ફસાયા છે. તમને થોડા-થોડા કરીને પૈસા પરત આપી દેશું, એમ કરીને ઠાલાં વચનો આપતા હતા અને ૮થી ૧૦ વર્ષ આમાં મારા નીકળી ગયાં હતાં, તે પછી મને ખબર પડી કે, સુરતના એક તબીબે આની અંદર ફરિયાદ કરી છે. જેમાં આ જ લોકો હતા, દલાલથી લઈને સ્વામી બધા એ જ વ્યક્તિઓ છે. સેમ મોડસ ઓપરેન્ડી મારી સાથે પણ વાપરી હતી, ત્યારપછી મેં ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ આપી છે.(કર્ટ્સી: સીટી ટુડે દૈનિક)