વર્ષ ૨૦૨૪ની ભારત સરકારની રાજ્ય માટેની જાહેરાતો અને મહત્ત્વની પહેલ.(તા:૨૭/૧૨ થી ૩૧/૧૨ ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક PDF FILE જુવો.) janfariyadnews youtube channel links જૂવો.

NG-27-12-2024 pdf NG-28-12-2024 pdf 29 jan fariayd pdf NG-29-12-2024 pdf NG-30-12-2024 pdf-1 NG-31-12-2024 pdf…..

*****************†***********

વર્ષ ૨૦૨૪ની ભારત સરકારની રાજ્ય માટેની જાહેરાતો અને મહત્ત્વની પહેલ

➢ વડોદરામાં C-295 એરક્રાફ્ટના ઉત્પાદન માટે ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્સ થયું કાર્યરત.
➢ રૂપિયા ૧૨૩૮ કરોડના ખર્ચે તૈયાર થનાર નેશનલ મેરીટાઇમ હેરીટેજ કોમ્પલેક્ષ અને લાઇટ હાઉસ મ્યુઝિયમના નિર્માણને કેન્દ્રીય કેબિનેટે મંજૂરી આપી.
➢ કેન્દ્રીય કેબિનેટે સાણંદમાં કેયન્સ સેમિકોનના રૂપિયા ૩૩૦૦ કરોડના ખર્ચે નિર્માણ થનાર પ્લાન્ટને મંજૂરી આપી, જેની ક્ષમતા રોજની ૬૦ લાખ ચીપ્સ ઉત્પાદનની હશે.
➢ ધોલેરા-ભીમનાથ ૨૩.૩૩ કિલોમીટર નવી બ્રોડગેજ રેલવે લાઇન પ્રોજેક્ટ માટે કેન્દ્ર સરકારે રૂપિયા ૪૬૬ કરોડની ફાળવણી કરી. જેના કારણે ધોલેરાને સીધી રેલવે કનેક્ટિવિટી ઉપલબ્ધ થશે.
➢ રાજ્યમાં ૫૦૦ મેગાવોટના ઓફશોર વિન્ડ એનર્જી પાર્ક પ્રોજેક્ટની સ્થાપના માટેની વાયેબિલિટી ગેપ ફંડીંગ યોજનાને કેન્દ્રીય કેબિનેટે મંજૂરી આપી.
➢ ધોલેરામાં ટાટા ઇલેક્ટ્રોનિક્સ પ્રાઇવેટ લિમિટેડ અને પાવરચીપ સેમિકન્ડક્ટર મેન્યુફેચરીંગ કોર્પોરેશનના ૯૧૧ હજાર કરોડના રોકાણ સાથેની સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન યુનિટ, તેમજ સાણંદમાં સી. જી. પાવર, રેનેસાસ ઇલેકટ્રોનિક કોર્પોરેશન અને સ્ટાર્સ માઇક્રો ઇલેક્ટ્રોનિક્સના સંયુક્ત ઉપક્રમે ૭૬૦૦ કરોડના રોકાણના સેમિકન્ડક્ટર ATMP ફેબ્રિકેશન યુનિટને કેન્દ્રીય કેબિનેટે મંજૂરી આપી.
➢ રૂપિયા ૯ હજાર કરોડના ખર્ચે તૈયાર થનાર મુંદ્રા પાણીપત પાઇપ લાઇનનનો શિલાન્યાસ વડાપ્રધાનશ્રીના હસ્તે થયો.
➢ અમદાવાદ-ગાંધીનગર મેટ્રો કાર્યરત. આગળના ફેઝનું કામ પૂરગતિમાં કાર્યરત.
➢ દેશનો સૌપ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ગુજરાતમાં ઝડપથી આગળ વધી રહ્યો છે. ગુજરાતનું અમદાવાદ તથા મહારાષ્ટ્રનું મુંબઈ, એવા પહેલા શહેરો હશે, જે ઝડપી ગતિની આ બુલેટ ટ્રેનના પ્રત્યક્ષ સાક્ષી બનશે.
➢ રાજકોટ અને સુરત ખાતે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ થયાં કાર્યરત સાથે જ ઉડાન યોજના હેઠળ ભાવનગર, જામનગર, કંડલા, કેશોદ, મુંદ્રા અને પોરબંદર એરપોર્ટને કનેક્ટિવિટી મળી.
➢ જામનગર – બઠીંડા (ભટીંડા) ૧૩૧૬ કિલોમીટરના હાઇવેનું નિર્માણ જે બઠીંડા, બાડમેર અને જામનગર ત્રણ મોટી રિફાઇનરીઓને જોડે છે.
➢ દ્વારકાથી બેટ દ્વારકા સુધી ₹ ૯૭૯ કરોડના ખર્ચે સુદર્શન સેતુનું નિર્માણ કરવામાં આવ્યું છે. ૨.૩ કિમી લાંબા આ બ્રિજની સાથે-સાથે ૨.૪૫ કિમીના એપ્રોચ રોડ તથા પાર્કિંગની સુવિધા પણ વિકસિત કરવામાં આવી છે. તેના કારણે હવે દ્વારકાથી બેટ દ્વારકા સરળતાથી પહોંચી શકાશે.
➢ ₹ ૧૧૯૫ કરોડના ખર્ચે નિર્માણ થયેલ રાજકોટ AIIMSનું વડાપ્રધાનશ્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું.
➢ ₹ ૧૨૦૦ કરોડના ખર્ચે સાબરમતી ગાંધી આશ્રમનો પુનઃવિકાસ.
વર્ષ ૨૦૨૦૪ના રાજ્ય સરકારના મહત્ત્વના સકારાત્મક કાર્યો

➢ ગુજરાતની જનતા માટે ગરવું ગુજરાત, ગુણવંતુ ગુજરાત, ગ્રીન ગુજરાત, ગ્લોબલ ગુજરાત અને ગતિશીલ ગુજરાત એમ 5Gના મંત્ર સાથે સર્વગ્રાહી દિશાદર્શન કરતું ₹ ૩ લાખ ૩૨ હજાર કરોડનું માતબર બજેટ.
➢ વર્ષ ૨૦૨૪-૨૫માં જેન્ડર બજેટમાં મહિલા સશક્તિકરણની કુલ ૮૦૪ યોજનાઓ આવરી લેવામાં આવી.
➢ નારી ગૌરવ નીતિ ૨૦૨૪ જાહેર કરી.
➢ કુટિર ગ્રામોદ્યોગ પોલિસીની ઘોષણા કરવામાં આવી.
➢ ખરીદ નીતિ ૨૦૨૪ લાગૂ કરવામાં આવી.
➢ ગ્રીન હાઈડ્રોજન પોલિસી બનાવવામાં આવી.
➢ નવી ગુજરાત ટેક્સટાઈલ પોલિસી-૨૦૨૪ની જાહેરાત.
➢ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું ૧૦મા સંસ્કરણનું સફળતાપૂર્વક આયોજન અને ₹ ૪૫ લાખ કરોડથી વધુના ૯૮,૦૦૦ થી વધુ MoU થયા. સૌ પ્રથમ વખત જિલ્લા સ્તરે ‘વાયબ્રન્ટ ગુજરાત, વાયબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ’નું આયોજન.
➢ કેન્દ્રના નીતિ આયોગની પેટર્ન પર રાજ્યમાં ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્સફોર્મેશન (GRIT)ની સ્થાપના કરવામાં આવી. આ સંસ્થા રાજ્યની વિકાસ વ્યૂહરચનાઓને આગળ ધપાવશે.
➢ સપ્ટેમ્બર ૨૦૨૪માં નીતિ આયોગના જી-હબ ઇનિશિએટિવ હેઠળ સુરત ઇકોનોમિક ડેવલપમેન્ટ પ્લાન જાહેર.
➢ રાજ્યમાં શહેરીકરણ સુદૃઢ થાય તે માટે નવી ૯ મહાનગરપાલિકા અને ૧ નગરપાલિકાની રચના થશે.
➢ “કિસાન સૂર્યોદય યોજના” હેઠળ ૯૬ ટકા ગામના ખેડૂતોને દિવસે વીજળી મળતી થઈ. રાજ્યના ૧૮,૨૨૫ ગામ પૈકી ૧૭,૧૯૩ ગામમાં ૨૦.૫૧ લાખથી વધુ ખેતીવાડી વીજ જોડાણો કરાયા.
➢ ₹ ૨૮૦૦ કરોડથી વધુના મૂલ્યની વિવિધ કૃષિ પેદાશોની ટેકાના ભાવે ખરીદી.
➢ ૧૧મી નવેમ્બરથી ૯૦ દિવસ સુધી મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી કાર્ય આરંભાયું.
➢ ૨૪૬ તાલુકાઓમાં રવી કૃષિ મહોત્સવ દ્વારા ૨.૧૦ લાખથી વધુ ખેડૂતોએ મેળવ્યું આધુનિક ખેતીનું માર્ગદર્શન.
➢ ઇ-સેવાઓ વધુ સુલભ બને તે માટે PACS એટલે કે પ્રાથમિક કૃષિ ધિરાણ સંસ્થાઓને સામાન્ય સેવા કેન્દ્રો (CSCs) તરીકે વિકાસાવવા માટે GOIની પહેલ અન્વયે ૩,૨૩૩PACS ઓનબોર્ડ.
➢ નળકાંઠાના વિસ્તારમાં ૩૯ ગામોને સિંચાઈની સુવિધા મળી રહે તે માટે ₹ ૪૦૦ કરોડથી વધુના કામોનો પ્રારંભ.
➢ ‘શ્રમિક અન્નપૂર્ણા યોજના’ હેઠળ ૨ કરોડ ૬૮ લાખ લોકોને ભોજન વિતરણ.
➢ ‘શ્રમિક બસેરા યોજના’ની શરૂઆત, આગામી ત્રણ વર્ષમાં રૂ. ૧૫૦૦ કરોડના ખર્ચે ૩ લાખ જેટલા શ્રમિક બસેરાના નિર્માણનું આયોજન.
➢ રાજ્યની દીકરીઓ વધુ ભણે અને આગળ વધે તે માટે શરૂ કરાયેલી ‘નમો લક્ષ્મી’ યોજના દ્વારા લગભગ ૧૦ લાખ વિદ્યાર્થિનીઓને ₹ ૧૩૮ કરોડથી વધુની સહાય ચૂકવાઇ.
➢ વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહમાં ભણવા પ્રેરાય તે માટે શરૂ કરાયેલી ‘નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના’ અંતર્ગત ૨.૫ લાખથી વધુ વિદ્યાર્થીઓને ₹ ૨૮ કરોડથી વધુની સહાય ચૂકવાઇ.
➢ ‘નમો શ્રી યોજના’ હેઠળ ગર્ભવતી મહિલાઓને ૧૨ હજાર રૂપિયાની આર્થિક સહાય આપવાની યોજના દ્વારા ૧.૪૫ લાખ લાભાર્થીઓને સહાય.
➢ PMJAY-MA હેઠળ મળતી સહાય બમણી, હવે રૂ. ૧૦ લાખ સુધીની સારવાર નિઃશુલ્ક.
➢ પ્રધાનમંત્રી નેશનલ ડાયાલિસિસ પ્રોગ્રામ (PMNDP) અંતર્ગત ગુજરાતમાં નવા ૧૮૮ ડાયાલિસિસ કેન્દ્રો કાર્યરત
➢ રાજ્યમાં કુલ ૩૫ ડે કેર કીમોથેરાપી સેન્ટર્સ શરૂ કરવામાં આવ્યા. જેમાં ૬૩ હજારથી વધુ દર્દીઓના ૧,૬૯,૦૬૬ કીમોથેરાપી સેશન્સ
➢ સરકારી અને ગ્રાન્ટ-ઇન-એઈડ પ્રાથમિક શાળાના ૪૧ લાખ વિદ્યાર્થીઓને પૌષ્ટિક અલ્પાહાર આપવા માટે ‘મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના’નો આરંભ.
➢ સુરતમાં વિશ્વના સૌથી મોટા કોર્પોરેટ ઓફિસ હબ ડાયમંડ બુર્સનું લોકાર્પણ.
➢ કેન્દ્ર અને રાજ્ય સરકારની ૬૮૦ થી પણ વધુ યોજનાઓની માહિતી નાગરિકોને “મારી યોજના” એક જ ડિજિટલ પ્લેટફોર્મ પરથી મળી રહેશે.
➢ યુવાનોના ઇનોવેટીવ વિચારોને ગુડ ગવર્નન્સમાં સાંકળવાની દિશામાં “સરદાર પટેલ ગુડ ગવર્નન્સ ફેલોશીપ”ની શરૂઆત કરી.
➢ ગુજરાતમાં ‘એક પેડ માં કે નામ’ અંતર્ગત ૧૭ કરોડ ૧૯ લાખથી વધુ વૃક્ષોનું વાવેતર.
➢ મુખ્યમંત્રીશ્રીને મળતી ભેટ-સોગાદોના વેચાણ માટે પોર્ટલ લોન્ચ.
➢ રાજ્યના ૨૧ જિલ્લાઓના ૫૦ તાલુકાઓમાં સરકારી પુસ્તકાલયો શરૂ કરવાનો ઐતિહાસિક નિર્ણય
➢ ભ્રષ્ટ અને ગુનાહિત પ્રવૃત્તિઓ દ્વારા મેળવેલી સંપત્તિઓને જપ્ત કરવા માટે ગુજરાત સ્પેશિયલ કોર્ટ્સ ઍક્ટ, ૨૦૨૪ અમલી.
➢ ગુજરાત માનવબલિ અને બીજી અમાનુષી, અનિષ્ટ તેમજ અઘોરી પ્રથા, કાળા જાદુ અટકાવવા નિર્મૂલન વિધેયક સર્વાનુમતે પસાર.
➢ ગુજરાત પોલીસે તાજેતરમાં સુરતમાં તેના પ્રથમ એન્ટી-નાર્કોટિક્સ યુનિટનું ઉદઘાટન કર્યું.
➢ રાજ્યની ૩૪ નગરપાલિકાઓમાં સિટિઝન સિવિક સેન્ટર કાર્યરત થતાં આ નગરોના નાગરિકોને સરકારી સેવાઓ મેળવવામાં સરળતા રહેશે.
➢ ઓક્ટોબરથી ડિસેમ્બર ૨૦૨૪માં વસૂલાત પાત્ર ફ્યુઅલ સરચાર્જમાં ૪૦ પૈસાનો ઘટાડો.
➢ યુનાઇટેડ નેશન્સની એજન્સી વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઈઝેશન દ્વારા કચ્છનું ધોરડો ગામ “બેસ્ટ ટુરિઝમ વિલેજ” જાહેર.
➢ UNESCOના Prix Versailles એવોર્ડ અંતર્ગત ભુજનું સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ અને મ્યુઝિયમ વિશ્વના સૌથી સુંદર મ્યુઝિયમ્સની યાદીમાં સામેલ.
➢ છોટાઉદેપુરના હાંફેશ્વર ગામને કેન્દ્રના પર્યટન મંત્રાલય દ્વારા હેરિટેજ કેટેગરીમાં શ્રેષ્ઠ ગ્રામીણ પર્યટન સ્પર્ધા ૨૦૨૪નો એવોર્ડ.
➢ વાવકુલ્લી-૨ પંચાયતને દેશની સર્વશ્રેષ્ઠ “સુશાસન યુક્ત પંચાયત” તરીકે પ્રથમ પુરસ્કાર પ્રાપ્ત.
➢ ૭૫મા પ્રજાસત્તાક દિવસની પરેડમાં ગુજરાતનો ટેબ્લો સતત બીજા વર્ષે પીપલ્સ ચોઇસ એવોર્ડમાં પ્રથમ ક્રમે
➢ ૨૦૨૪ના વર્ષના પ્રથમ દિવસે સમગ્ર ગુજરાતમાં એક સાથે ૧૦૮ સ્થળો ઉપર ૫૦,૦૮૬ લોકોએ સૂર્ય નમસ્કાર કરીને નવો ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સ્થાપતિ કર્યો.

***************************

અહીંયા માત્ર જનજાગૃતિના ભાગરૂપે જ કોઈપણ પ્રસિદ્ધિ આપવામાં આવે છે તેમ છતાં કોઈને પણ માધાજનક લાગે તો તંત્રીનો સંપર્ક કરી શકે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *