બરોડા વરસાદી પાણીના પૂરની પરિસ્થિતિ ની અંદર જ્યારે આખા બરોડા શહેરમાં પાણી ફરી વળ્યા હતા અને વિશ્વામિત્રી બે કાબુ બની ગઈ તી અને લોકોના ઘરોમાં અને સોસાયટીઓમાં પાણી ભરાઈ જઈને કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું તેવામાં મનીષા વકીલ નામના ધારાસભ્ય જ્યારે પણ પ્રજાની વચ્ચે ગયા અને ત્યાં કુલદીપ ભટ્ટ નામના વ્યક્તિના કોઈ શાબ્દિક ટિપ્પણી ની અંદર તેઓ ધારાસભ્યનો રોષ બન્યા. જે વાતને રાજકીય સ્વરૂપ આપીને પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ કરવાની જગ્યાએ રાજકીય દબાણોથી સીધી ડીસીપીમાં ફરિયાદ કરી અને પોલીસ સ્ટેશનનો જામીન લાયક ગુનો હોવા છતાં પણ તેને કોર્ટની અંદર રજૂ કરવામાં આવ્યો તેની સામે આજરોજ નામદાર કોર્ટે માત્ર 5000 રૂપિયા દંડ ઉપર કુલદીપ ભટ્ટ ના જામીન મંજૂર કરીને તપાસ અધિકારીનો ઉધડો લઈને તેમને ખખડાવ્યા અને આવી રીતે રાજકીય ઉપયોગ કરીને જે કેસ કરવામાં આવે છે તેની સામે રોષ પણ વ્યક્ત કર્યો અને કોર્ટની અંદર હાજર રહેલા ધારાશાસ્ત્રીઓ પણ બહાર આવીને મીડિયા સમક્ષ બેઢડક બયાન કર્યું કે ભારતીય જનતા પાર્ટીએ આ સત્તાનો બિલકુલ દૂર ઉપયોગ કરીને આ ખોટો કેસ કર્યો છે આ કેસ પોલીસ સ્ટેશનની અંદર જામીન આપી શકાય તેવો હતો તેમ છતાં રાજકીય સત્તા અને રાજકીય વર્ગથી મનિષાબેન વકીલે આજે જે કંઈ કરાયું છે તે નિંદનીય છે અને તેની સામે પ્રજાનો આક્રોશ રહેશે અને આ પૂરની પરિસ્થિતિની અંદર આવા કોઈ ગુસ્સામાં બોલી ગયેલા ટિપ્પણીના શબ્દોને માફ કરવા જોઈએ તેની જગ્યાએ રાજકીય ઉપયોગ કરીને તેમની સામે કેસ કરીને અંદર નાખીને પ્રજાને રાજકીય એક ધાક ધમકી બતાવવાનો પ્રયત્ન કર્યો છે. ધારાશાસ્ત્રીઓએ એમ પણ કહ્યું કે સુપ્રીમ કોર્ટે પણ જે કંઈ ચુકાદા આપ્યા છે તેની અંદર પણ સ્પષ્ટ ટાંકીને કહ્યું છે કે આવા ગુનાઓ તો પોલીસ સ્ટેશનની અંદર જ પૂરા થઈ જાય પરંતુ હાલમાં ભારતીય જનતા પાર્ટીએ બરોડાની અંદર જે રીતે રાજકીય વગ વાપરીને કામ કર્યું છે તે ખરેખર વિવાદાસ્પદ છે અને પ્રજા ખરેખર ત્રસ્ત છે. આ બાબતે નિવૃત્ત ન્યાયાધીશ અને જૈન મુનિઓ તેમજ બુદ્ધિજીવીઓ પણ કહી ચૂક્યા છે કે બરોડાની અંદર આગોતરું આયોજન નહીં કરવાને લીધે આ માનવસર્જિત આફત એ સત્તાવાળા પોતે લાયા છે અધિકારીઓ ગાંઠતા નથી અને પ્રજા પૂરના સમયની અંદર તંત્રને ફોન કરીને થાકી ગઈ કોઈએ ફોન ઉપાડ્યા નથી બોટ જ્યાં આપવાની હતી ત્યાં અપાઈ જ નથી અને લોકોની વચ્ચે કોર્પોરેટરો કે રાજકીય લોકો કે અધિકારીઓ સમયસર પહોંચ્યા નથી અને તેમને કોઈ પણ જાતની મદદ મળી નથી આવો આક્રોશ બરોડાના તમામ બોર્ડની અંદર પ્રજાના મુખે સાંભળવામાં મળે છે કેમકે હવે રાજકીય નેતાઓ,ધારાસભ્યો,કોર્પોરેટર સેવા કરવાના નાટક સાથે ફોટાઓ પડાવી રહ્યા છે ત્યાં પ્રજાનો આક્રોશ વધી રહ્યો છે અને માત્ર સરકારી આંકડાકીય હિસાબો કરવા માટે આ ફોટો સેશનનો કરીને ઉપરી સત્તાવાળાઓને અધિકારીઓના ખભે બતાવવા માટે ના ડોળ આ લોકો કરી રહ્યા છે અને તંત્ર અને રાજકીય સત્તા વાળા પણ મીડિયા ને ઘણી રીતે દોષિત કરીને દબાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ પ્રજામાંથી તેવું પણ સંભળાય છે કે મોટા અખબાર/મીડિયા ચેનલો પણ મીડિયા પણ ચાંપલોસી કરે છે અને એ પણ સરકારી પેરોલ ઉપર હોય તેવું અમોને દેખાય છે તેમ પ્રજા કહી રહી છે કેમકે સરકાર રાહત પેકેજ ની સ્ટોરી બનાવી મીડિયા માં દબાણ થી લેવડાવી ભ્રામક પ્રચાર કરે છે એટલે મીડિયાએ પણ તટસ્થ રહેવું જોઈએ પરંતુ આ સત્તાવાળાઓ મીડિયાના વિડીયોના આધારે હવે કેસ કરીને લોકોને ફસાવવાનો ગૃહ ખાતાનો નવો કીમિયો શરૂ થયો છે અને દબાવવાનો પ્રયત્ન કરી ગયા છે તેની સામે આજે નામદાર કોર્ટે ખુબ જ સરસ ચુકાદો નહીં પણ જામીન મંજૂર કરીને કુલદીપ ભટ્ટ નામના બ્રહ્મ સમાજના વ્યક્તિને એક ન્યાય આપ્યો છે.
છેલ્લા કેટલાય સમયથી કમલમના કોઈ નેતાઓ કે રાજકીય નેતાઓ બરોડામાં ફરક્યા નથી જે તેમના આકાઓ ને લઈને ઢોલ.નગારા વગાડી નકલી હિન્દુત્વ જગાવવાના રોડ શો ના તાયફાઓ કરતા હતા… આજકાલ બરોડાના સ્થાનિક વોર્ડના કોર્પોરેટરો,વોર્ડ પ્રમુખો પ્રજાના આક્રોશનો ભોગ બની રહ્યા છે. વોર્ડના પ્રમુખો પણ પ્રજાના આક્રોશ ના ભોગ બની મા બહેન સામેની ગાળો પણ સાંભળી રહ્યા છે. મીડિયા જ્યારે તટસ્થ રીતે ચોંફેર આવા વિડિયો પોતાની ચેનલમાં વાયરલ કરે છે ત્યારે રાજકીય સત્તાવાળાઓ અને અધિકારીઓ ના ખભે આવા મીડિયા કર્મીને પણ દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે પરંતુ મીડિયાના લોકો મક્કમ છે તેઓ સત્ય બતાવી રહ્યા છે અને સત્ય બહાર આવી રહ્યું છે કે વિશ્વામિત્રીના દબાણોના કારણે આ રાજકીય રૂપ આપીને એકમાત્ર ઉદ્યોગપતિ બિલ્ડરોને ફાયદો કરાવીને મોટા ફંડ રાજકીય રીતે ઉઘરાણા જે ચૂંટણી પહેલા કર્યા છે તેના કારણે આ માનવસર્જિત બરોડામાં હોનારત થઈ છે જેથી પ્રજા હવે બિલકુલ આક્રોશ સાથે બે કાબૂ છે અને આ સત્તાવાળાઓને કોઈપણ હિસાબે ચલાવી લે એવું હાલના સંજોગોમાં દેખાતું નથી… આજે કુલદીપ ભટ્ટના જામીન કોર્ટે મંજૂર કર્યા બાદ ધારાશાસ્ત્રીઓએ પણ કોર્ટની બહાર આવીને મીડિયા સમક્ષ મો ખોલીને પોતે પણ આક્રોશ વ્યક્ત કરીને કહ્યું છે કે આ માનવસર્જિત હોનારત છે અને કોઈપણ જાતનું સરકારી આગોતરું આયોજન હતું નહીં જેના કારણે બરોડાની જનતાનું કરોડો રૂપિયાનું નુકસાન થયું છે અને જેમાં પણ જે રાહત સરકારે જાહેર કરી છે તે માત્ર એક લોલીપોપ જેવી છે અને એક માત્ર બાળકોને સમજાવવાની જે રીત હોય તેવી રીતે પ્રજાને અત્યારે સરકારી અધિકારીઓના ખભે સમજાવવાની બાલીસ કોશિશ થઈ રહી છે તે.તે ખરેખર હાસ્યાસ્પદ છે.પરંતુ હવે આવી લોલીપોપ ની લાલચ મા હવે બરોડાની જનતા આવશે નહિ અને આ સરકારી તંત્ર અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સામે જ્યારે પણ પ્રજાએ કોઈપણ વળતર ના કેસો કરવા હોય તો તેની સામે તમામ ધારાશાસ્ત્રી અને વકીલો એ પ્રજાની સાથે રહેશે તેવું પણ તેમણે જાહેરમાં આવીને કીધું છે.
તંત્રી : ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક.ગાંધીનગર
Janfariyadnews.com janfariyadnews you tyub channel.
(અહીં કોઈપણ જાતના રાગ દ્વેસ્વીના કોઈપણ માહિતી કે સમાચારો ફોટાઓ પ્રસિદ્ધ કરવામાં આવે છે તેમ છતાં કોઈને પણ કંઈ પણ વાંધાજનક લાગે તો તંત્રીનો સંપર્ક કરીને કરાઈ કરી શકે છે)