28 jan fariyad pdf (1) NG-278-28-7-24 pdf
ગૌરવ પ્રાપ્ત કરો. RTI ACT REFORM MOVEMENT INDIA ભારતનું સૌથી મોટું સંગઠ્ઠન. વકીલ મિત્રો , નિવૃત્ત પોલીસ અઘિકારીઓ, પંચાયત, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના મિત્રો, શિક્ષકો, આચાર્ય, પત્રકાર ભાઈ બહેનો, સામાજિક સેવક નવયુવાનો, ઈજનેર અને કિસાન પુત્રો, નિવૃત્ત જવાન સૈનિક, ડોક્ટર તેમજ જુદાં જુદાં પક્ષનાં કાર્યરત અને પુર્વ ઉમેદવાર પદાધિકારીઓનું, માનવ અધિકાર કાર્યકર્તાઓ, મહિલા સન્નારીઓનું ૧૫૦૦ કરતાં વઘુ નિડર, નિસ્પદ નિસ્વાર્થ,નિસ્પૃહ, સંવિધાન પ્રહરી સેવક સાથીઓનું સૌથી મોટું લોકતાંત્રિક સંગઠ્ઠન એટલે RTI ACT REFORM MOVEMENT INDIA. દોસ્તો ૨૦૨૨ રાષ્ટ્રીય સંમેલન મળ્યું હતું. જુદા જુદા રાજ્યના મિત્રો હાજર રહ્યાં હતાં. સવાર ૯ થી સાંજ છ સુધીની ભવ્ય પોગ્રામ સફળ બનાવ્યો હતો. ખુબ ખર્ચ થયો હતો આ વખતે પણ ખર્ચ થાશે. એક વાત યાદ રાખજો. નક્કી કરો, આ વખતે ૨૦૨૪ થી વધુ મિત્રો એ ભેગાં થવું છે. કોઈ એક વ્યક્તિનું કામ નથી. એક મેકના સહકાર યોગદાન સલાહ સુચન અને સક્રિય ભાગીદારી વગર શકય નથી. આપણી સંસ્થાનું આપણાં ખીસામાં ઓળખ કાર્ડ હશે. જુદાં જુદા જિલ્લા, તાલુકે ગામેગામ આપણાં સાથી સહ કાર્યકર હશે. આપણી હિંમત શક્તિ ૨૦૦૦ ગણી વધી જશે. એક વાત ધ્યાન રાખજો આપણી સંસ્થામાં કોઈ હોદ્દા વેચવામાં કે વહેચવામાં આવ્યા નથી કે વેચવામાં આવતાં નથી. આઈ કાર્ડ વેચતાં કે વહેંચતા નથી. જે મહેનત કરે એને એમના હક અધિકાર અવશ્ય મલે છે. આરટીઆઇ કાયદાનું તજજ્ઞો થકી માર્ગદર્શન અને સાથ મળે છે. જે નમ્ર ભાવે નિર્દેશ વિનંતી કરવામાં આવે એ સ્વીકાર કરજો . એનુ પાલન કરજો. કોઇને મનદુઃખ થાય એવું વર્તન કરશો નહીં. ૨૦૦૦ મિત્રો ભેગાં થાય મતભેદ અલગ અલગ હોવાના, વિચાર ભેદ રહેવાનો. મનભેદ વિતંડાવાદ, હુંસાતુંસી કરશો નહીં. સંમેલનમાં હાજરી ફરજિયાત રહેશે. આ દિવાળી વેકેશનમાં સાથે મળી પ્રકાશ રેલાવશું. આપણાં ધ્યાનમાં જે પણ સારા વ્યક્તિ હોય એમનું આપણાં સંગઠન વિશે ધ્યાન દોરશો. એમને સંગઠનમાં સામેલ કરવા પ્રેરિત કરશો. હું *માત્ર નિમિત્ત છું દિપક પટેલ નિવૃત્ત શિક્ષક. Rti Act Reform Movement INDIA સંયોજક ૯૯૦૪૦૧૨૧૬૯. જે મિત્રો* એ એમનું આખું નામ, આખુ પૂરું સરનામું અને વોટસઅપ નંબર લખી મોકલ્યાં છે એમને એ આપણું નવું 2024નું ગ્રુપ છે. એમને જ રજિસ્ટ્રેશન ફોર્મ મોકલાશે. જે પુરી વિગત પાસપોર્ટ ફોટા સાથે ભરી, ક્યાં?કોને?ક્યારે? કેવી રીતે? મોકલવાનું એની જાણ કરવામાં આવશે. ફાઈનલ હાજરી સંખ્યા સભ્ય નકકી થાય એ પછી *આગામી કાર્યક્રમ તારીખ જાહેર કરવામાં* આવશે. સમનેલ સુરતમાં વરાછા રોડ, સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ ભવન, વરાછા રોડ, મીની બજાર સુરતમાં દિવાળી વેકેશનમાં જરૂર જરૂર યોજાશે. આપણાં નવા ગૃપ RTI SAMMELAN 2024 માં આપને સામેલ કરવામાં આવ્યાં છે. થોડા દિવસ બાદ ગ્રુપમાં સૌ Admin હશો. સૌ પોતાના વિચાર રજૂ કરી શકશે. પરંતું જે લોકો આરટીઆઇ એક્ટ સિવાય, સંમેલન સફળ બનાવવાની સલાહ સુચન સિવાય અન્ય કોઈપણ પોસ્ટ કે ન્યુઝ, ફોટા યુ ટ્યુબ પોસ્ટ મુકશે કોઈપણ સૂચના આપ્યાં વગર ગ્રુપ માંથી રીમુવ કરવામાં આવશે . આ હું કોઇને આદેશ કરતો નથી માત્ર વિનંતિ છે. પછી જેવી આપની મરજી.