ગેરકાયદેસર ડ્રગ્સ ની ટેબલેટ બનાવીને આફ્રિકા દરિયાઈ માર્ગે મોકલવાનું આ કૌભાંડ પકડાયું છે જેમાં છત્રાલની બે ફાર્મા કંપનીના ત્રણ માલિકોની પણ ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવ્યા ના અહેવાલ છે. કુલ પાંચ આરોપી પકડાયા છે પરંતુ મુખ્ય બે સૂત્રધાર હજુ પકડાયા નથી.
પ્રતિબંધિત ડ્રામા ડોલ ટેબલેટ આફ્રિકામાં આતંકવાદીઓ ને મોકલવાના સમાચાર અખબારોમાં પ્રસિદ્ધ થયા છે. અત્યાર સુધીમાં 60 લાખ ટેબલેટ મોકલાયાના અહેવાલ દૈનિક અખબારમાં ઉપર પ્રમાણે જોવા મળે છે.
આ પહેલા પણ સાણંદ ખાતે એક ફાર્મા કંપનીમાં થી ડ્રગ્સ એક્સપોર્ટ ના અહેવાલ પણ પ્રસિદ્ધ થયેલા.
કોંગ્રેસના ધારાસભ્ય અને નેતા અમિત ચાવડાએ આ પહેલા પણ ગુજરાત નંબર વન ડ્રગ્સ નું હબ બન્યું છે તેઓ આરોપ શાસક સરકાર ઉપર મૂક્યો હતો અને 2014 થી 2022 સુધીમાં આખા ભારત દેશમાં 97 હજાર કરોડ નું ડ્રગ્સ પકડાયું તેમાં સૌથી મોટાભાગનું ડ્રગ્સ એ ગુજરાતના સૌરાષ્ટ્રને કચ્છના દરિયા કિનારાથી પકડવામાં આવ્યું હતું. જોકે ગુજરાત પોલીસની આ બાબતની કામગીરી ને ખૂબ બિરદાવવામાં પણ આવી હતી અને જેની નોંધ કેન્દ્રીય ગૃહ ખાતાએ પણ લીધી હતી.
ગુજરાતમાં ચિંતા નો વિષય એ છે કે ભાવિ પેઢીના યુવાઓ આ ડ્રગ્સ રવાડે ચડી જાય અને પોતાની જિંદગી બરબાદ થાય તેનાથી સામાજિક અનેક સમસ્યાઓ સર્જાય અને વાતાવરણ ડહોળાઈ જાય.જાણવા મળે છે કે આજના યુવાઓ અને યુવતીઓ પણ ડ્રગ્સ વાળી સિગારેટ નું સેવન કરતી થઈ ગઈ છે.અને અમુક ચોક્કસ જગ્યાએ આવા ગેરકાયદેસર વેચાણ ની સિગારેટ પણ ઘણ વખત પહેલાં જથ્થામાં પોલીસ દ્વારા પકડાઈ હતી અને કડક કામગીરી પણ કરવામાં આવી હતી..
અત્યાર સુધી મા સાણંદ અને છત્રાલ એમ ફાર્મા કંપનીઓ માં આવા ગેરકાયદેસર પ્રોડક્શન થઈ ને વિદેશ માં export ના બહાને વેપાર થાય તે ખુબજ ગુજરાત ની ગરિમા ને ઠેસ પહોચાડે તેવી બાબત છે.આ ગુજરાત ની બદનામી કહેવાય,આ બાબતે ફૂડ & ડ્રગ્સ નું સઘન ચેકીંગ સમયાંતરે ગુજરાત ના તમામ ફાર્મા કંપનીઓ માં થવું જોઈએ…તેવી પ્રજામાં માંગ ઉઠી છે..આમાં સરકારી અધિકારીઓ અને રાજકીય લોકો ની વગ અને થીલી નીતિ નું આ પરિણામ હોઇ શકે….આવા અખબારી અહેવાલો થી શાંતિપ્રિય વેપારી આલમ માં તરહ તરહ ની વાતો ચર્ચાય છે…
છાસવારે ડ્રગ્સ પકડાયા ના અહેવાલ અને ડ્રગ્સ export na સમાચારો સરકાર ની ઢીલી નીતિ નું પરિણામ હોય શકે..
આશા રાખીએ કે સરકાર જાગૃત થાય અને ગુજરાત ની પ્રજા ને આ બાબતે ન્યાય આપી પકડાયેલા લોકો ને કડક માં કડક સજા કરી દાખલો બેસાડે….
અહીંયા જનજાગૃતિના ભાગરૂપે સમાચારો અખબારી અહેવાલો અને ફોટાઓ પ્રસિદ્ધ કરવામાં આવે છે તેમ છતાં કોઈને વાંધાજનક લાગે તો તંત્રી નો સંપર્ક કરી વધુ જાણકારી મેળવી શકે.તંત્રી
Janfariyadnews YouTube channel