આસામ ના.પૂર્વ સાંસદ બદરુદ્દીન અજમલે વકફ બોર્ડ એમેન્ડમેન્ટનો વિરોધ કરતા સરકાર ઉપર આરોપ લગાવ્યો કે નવી સંસદ વકફ બોર્ડની જમીન ઉપર બની છે તે જમીન પાછી આપો ની સરકાર સામે માંગ(તા:૧૫/૧૬/૧૭-૧૦-૨૦૨૪ ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક PDF FILE જુવો.janfariyadnews YouTube channel links જૂવો)

 

NG_355 15-10-24 pdf NG-356-16-10-24 PDF NG-357 -17 -10-24 pdf

આસામના પૂર્વ સાંસદ બદરુદ્દીન અજમલે દાવો કર્યો છે કે નવી સંસદ ભવન વકફ જમીન પર બનાવવામાં આવશે. તેમણે વકફ બોર્ડ એમેન્ડમેન્ટ બિલનો વિરોધ કર્યો હતો અને આરોપ લગાવ્યો હતો કે સરકાર ફાઈવ સ્ટાર હોટલ બનાવવા માટે ઉદ્યોગપતિઓને વકફની જમીન આપી રહી છે.

આસામના ધુબરીથી પૂર્વ સાંસદ અને ઓલ ઈન્ડિયા યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટના પ્રમુખ બદરુદ્દીન અજમલે નવી સંસદ ભવન અંગે મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું છે કે નવી સંસદ ભવન વકફ જમીન પર બનેલ છે. અજમલે વક્ફ બોર્ડ એમેન્ડમેન્ટ બિલનો વિરોધ કર્યો છે. તેમણે આરોપ લગાવ્યો કે સરકાર વકફની જમીન હડપ કરવા માંગે છે.

મળતી માહિતી મુજબ, બદરુદ્દીન અજમલે વકફ બિલની વિરુદ્ધ બોલતા કહ્યું કે નવી સંસદ પોતે વકફ જમીન પર છે. તેમણે દાવો કર્યો હતો કે સરકાર વકફ બોર્ડની 9.7 લાખ વીઘા જમીન હડપ કરવા માંગે છે. તેમણે વકફની જમીન મુસ્લિમ સમાજને સોંપવાની માંગ કરી છે. મંગળવારે એક પ્રેસ કોન્ફરન્સમાં અજમલે કહ્યું કે સરકારે વક્ફની તમામ જમીન મુસ્લિમોને સોંપી દેવી જોઈએ. જો સરકાર અમને જમીન આપશે તો અમે પોતે મુસ્લિમ સમુદાય માટે શિક્ષણ, આરોગ્ય અને અનાથાશ્રમની વ્યવસ્થા કરીશું. આ માટે અમને સરકારની કોઈ ઉપકારની જરૂર નથી.

અહી કોઈપણ સમાચાર.ફોટાઓ કોઈપણ પૂર્વગ્રહ વિના જન જાગૃતિ ના ભાગ રૂપે પ્રસિદ્ધ કરવામાં આવે છે.તેમ છતાં કોઈને પણ વાંધાજનક લાગે તો તંત્રી નો સંપર્ક કરી શકે છે