*સ્કોટલેન્ડના ફર્સ્ટ મિનિસ્ટર શ્રીયુત જોન સ્વિની સહિત ડેલિગેશન ગુજરાતની 22 થી 25 ઓક્ટોબર.26 મુલાકાતે:*ગાંધીનગર ગિફ્ટ સિટી ના સર્વાંગી વિકાસ,રોકાણો થી પ્રભાવિત,Biotechnology uni. મુલાકાત*janfariyadnews you tube channel links juvo*

*સ્કોટલેન્ડના ફર્સ્ટ મિનિસ્ટર શ્રીયુત જોન સ્વિની સહિત ડેલિગેશન ગુજરાતની મુલાકાતે:*
———
*ગાંધીનગરમાં ગિફ્ટ સિટીના સર્વાંગી વિકાસ,નાણાકીય સેવાઓ, રોકાણ‌ તથા નિકાસના વિવિધ ક્ષેત્રોથી શ્રીયુત જોન સ્વિની પ્રભાવિત*
——-
ગિફ્ટ સિટીમાં અતિ આધુનિક યુટિલિટી ટનલની સુવિધાઓ નિહાળીને શ્રીયુત જોને કર્યા ટેકનોલોજીના વખાણ
———-
વારંવાર રસ્તાઓ ખોદવાની મુશ્કેલીમાંથી મુક્તિ: ગિફ્ટ સિટીએ અપનાવી વૈશ્વિક સ્તરની ‘યુટિલિટી ટનલ’ સિસ્ટમ
————-

ભારત અને દેશમાં વિકાસના રોલ મોડેલ તેમજ ગ્રોથ એન્જિન તરીકે ઓળખાતા ગુજરાતની સ્કોટલેન્ડના ફર્સ્ટ મિનિસ્ટર શ્રી જોનન સ્વિનીના અધ્યક્ષસ્થાને કુલ ૧૧ સભ્યોનું પ્રતિનિધિ મંડળ તા. ૨૨ થી ૨૫ ઓક્ટોબર દરમિયાન ગુજરાતની મુલાકાત આવ્યું છે.

તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગાંધીનગરમાં તૈયાર થયેલી વૈશ્વિક કક્ષાની ગિફ્ટ સિટીની શ્રીયુત જોનના નેતૃત્વમાં પ્રતિનિધિ મંડળે આજે પ્રત્યક્ષ મુલાકાત કરી હતી.

આ મુલાકાત વેળાએ ગિફ્ટ સિટીના સર્વાંગી વિકાસ,અલગ અલગ નાણાકીય સેવાઓ, રોકાણ તથા નિકાસના વિવિધ ક્ષેત્રો અંગેની જાણકારી મેળવીને શ્રીયુત જોન સ્વિની તેમજ પ્રતિનિધિ મંડળ પ્રભાવિત થયું હતું.

આ ઉપરાંત ગિફ્ટ સિટીમાં અતિ આધુનિક એવી ‘યુટિલિટી ટનલ’ની સુવિધાઓ નિહાળીને શ્રીયુત જોને એડવાન્સ ટેકનોલોજીના વખાણ કર્યા હતા.

*યુટિલિટી ટનલ’ સિસ્ટમ:*

ભારતની પ્રથમ આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવા કેન્દ્ર (IFSC) અને અદ્યતન સ્માર્ટ સિટી ‘ગિફ્ટ સિટી’ હાઇ-રાઇઝ ઇમારતો અને સઘન વસ્તીને ધ્યાનમાં રાખીને માળખાકીય સુવિધાઓના નિર્માણમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશ અને દુનિયા માટે એક નવો બેન્ચમાર્ક સ્થાપિત કરી રહી છે. વધતી વસ્તી સાથે વીજળી, પીવાનું પાણી, કૂલિંગ અને ટેલિકોમ્યુનિકેશન જેવી આવશ્યક સેવાઓની જરૂરિયાતોને પહોંચી વળવા માટે ગિફ્ટ સિટી દ્વારા અદ્યતન ‘યુટિલિટી ટનલ’ સિસ્ટમ વિકસાવવામાં આવી છે, જે શહેરની વાસ્તવિક કરોડરજ્જુ તરીકે કાર્ય કરી રહી છે.

સામાન્ય રીતે શહેરોમાં માળખાકીય સુવિધાઓના રિપેરિંગ કે નવનીકરણ માટે રસ્તાઓ વારંવાર ખોદવામાં આવતા હોય છે, જેનાથી નાગરિકોને અગવડ પડે છે અને શહેરનું સૌંદર્ય પણ બગડે છે. આ પરંપરાગત સમસ્યાના કાયમી ઉકેલરૂપે ગિફ્ટ સિટીએ વિશ્વના અગ્રણી સ્માર્ટ સિટીઝથી પ્રેરિત થઈને ભૂગર્ભ યુટિલિટી ટનલનું નિર્માણ કર્યું છે. આ સિસ્ટમ હેઠળ તમામ સેવાઓનું નેટવર્ક જમીનની અંદર સેટ કરવામાં આવ્યું છે, જેનાથી રસ્તાઓ પર ખોદકામ કરવાની જરૂર પડતી નથી.

*યુટિલિટી ટનલ સિસ્ટમની મુખ્ય વિશેષતાઓ:*

*જમીનનો આદર્શ ઉપયોગ:*
ટનલ માટે જમીનની એક નાની પટ્ટીનો જ ઉપયોગ થાય છે. તેની ઉપરની જગ્યાનો બસ સ્ટોપ, પેડેસ્ટ્રિયન વોક-વે, બેસવાની જગ્યાઓ તેમજ નાની દુકાનો કે કિઓસ્ક માટે ઉપયોગ કરી શકાય છે.

* સુવિધાઓનું વર્ગીકરણ:
વીજળીના કેબલ, પીવાના પાણીની પાઇપલાઇન, ડિસ્ટ્રિક્ટ કૂલિંગ પાઇપલાઇન, ઓટોમેટેડ સોલિડ વેસ્ટ પાઇપલાઇન, ઓટોમેશન કેબલ અને સંચાર કેબલ ટનલની અંદર ગોઠવવામાં આવ્યા છે.

* ટનલની રચના: ટનલના ઉપરના ભાગમાં બેકઅપ સિસ્ટમ ધરાવતા ઇલેક્ટ્રિકલ કેબલ અને નીચેના ભાગમાં પાણી, કચરા નિકાલ અને સંચાર લાઇન ગોઠવવામાં આવી છે.

*સમર્પિત કોરિડોર:*
સુરક્ષાના કારણોસર સીવેજ (ગટર), સ્ટોર્મવોટર અને ગેસ પાઇપલાઇનને ટનલની બહાર એક અલગ સમર્પિત કોરિડોરમાં મૂકવામાં આવ્યા છે.

* SCADA દ્વારા ડિજિટલ મોનિટરિંગ:*

સમગ્ર યુટિલિટી ટનલનું સુપરવિઝન સેન્ટ્રલ કંટ્રોલ રૂમમાંથી SCADA (Supervisory Control and Data Acquisition) ટેકનોલોજી દ્વારા ૨૪ કલાક કરવામાં આવે છે. જો કોઈ વિસ્તારમાં તકનીકી સમસ્યા સર્જાય, તો કંટ્રોલ રૂમ દ્વારા મેન્ટેનન્સ ટીમને ત્વરિત જાણ કરવામાં આવે છે, જેથી રસ્તા પર વાહનવ્યવહારને ખલેલ પહોંચાડ્યા વિના ઝડપી રિપેરિંગ શક્ય બને છે.

*ભવિષ્યલક્ષી આયોજન અને વિસ્તરણ:*
શહેરના ભાવિ વિકાસ અને નવી બનનારી ઇમારતોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ ટનલનું આયોજન કરવામાં આવ્યું છે.

વધુમાં સમગ્ર ગિફ્ટ સિટીમાં કુલ ૧૬ કિલોમીટર લાંબી યુટિલિટી ટનલ બનાવવાનું લક્ષ્યાંક છે.જે પૈકી ૫.૫ કિલોમીટર નેટવર્ક હાલમાં પૂર્ણપણે કાર્યરત છે. જ્યારે અન્ય ૫.૫ કિલોમીટર ટનલનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે.બાકી રહેલો ભાગ શહેરના તબક્કાવાર વિકાસ સાથે પૂર્ણ કરવામાં આવશે. નવી બનતી ઇમારતોને બેઝમેન્ટ દ્વારા સીધી જ આ ટનલ નેટવર્ક સાથે જોડી દેવામાં આવે છે.

ગિફ્ટ સિટીની આ યુટિલિટી ટનલ માત્ર એક ટેકનોલોજીકલ સિદ્ધિ નથી, પરંતુ તે પર્યાવરણ-અનુકૂળ, ટકાઉ, આધુનિક અને વિશ્વસ્તરીય નાગરિક સુવિધાઓ પ્રદાન કરવાની ગિફ્ટ સિટીની કટિબદ્ધતા દર્શાવે છે.
———–

*23102026 HON’BLE FIRST MINISTER OF SCOTLAND VISIT TO GIFT CITY- GNR PHOTOS LINK* :- https://photos.app.goo.gl/3tDoGMHC26smg2Tg9

##########################

*ગુજરાતની મુલાકાતે પધારેલા સ્કોટલેન્ડના ફર્સ્ટ મિનિસ્ટર શ્રીયુત જોન સ્વિનીએ ગાંધીનગર ખાતે બાયોટેકનોલોજી યુનિવર્સિટીની મુલાકાત લીધી*
—–
*શ્રીયુત જોન સ્વિનીએ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી શિક્ષણ,માનવ સંશોધન અને લાઇફ-સાયન્સ ક્ષેત્રના સહયોગ અંગે વિસ્તૃત ચર્ચા કરી*

************************

સ્કોટલેન્ડના ફર્સ્ટ મિનિસ્ટર શ્રીયુત જોન સ્વિની ગુજરાતની મુલાકાતે પધાર્યા છે. તેમની આ મુલાકાત દરમિયાન તેમણે ગાંધીનગર સ્થિત વૈશ્વિક કક્ષાની ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટીની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન બાયોટેકનોલોજી યુનિવર્સિટી અને યુનિવર્સિટી ઓફ એડિનબર્ગ સાથેની ભાગીદારી અંગે ચર્ચા કરી હતી. તેમજ શ્રી જ્હોન સ્વિનીએ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરીને શિક્ષણ, સંશોધન અને લાઇફ-સાયન્સ ક્ષેત્રના સહયોગ અંગે વિસ્તૃત ચર્ચા પણ કરી હતી. યુનિવર્સિટી ઓફ એડિનબર્ગના સ્નાતક એવા શ્રી જોને તેમના કોલેજ સમયના અનુભવો પણ વિદ્યાર્થીઓ સાથે શેર કર્યા હતા.

શ્રીયુત જોન સ્વિનીએ જણાવ્યું હતું કે સ્કોટલેન્ડ અને ભારત વચ્ચે આર્થિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક સંબંધોને વધુ મજબૂત બનાવવાની દ્રઢ નિષ્ઠા સાથે સ્કોટિશ પ્રતિનિધિ મંડળની આ ભારત મુલાકાત અત્યંત મહત્વપૂર્ણ છે. બંને દેશોની યુનિવર્સિટીના જ્ઞાન અને સંશોધનની આપલે દ્વારા કેન્સર જેવા જટિલ અને વૈશ્વિક પડકારોને ઉકેલવાની દિશામાં સંશોધનો વધુ સમૃદ્ધ બની રહ્યા છે. જે ભવિષ્યના ઉજ્જવળ સંબંધોની આધારશિલા બનશે.

ગ્લાસગો ખાતે સફળતાપૂર્વક કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કર્યા બાદ, હવે આગામી વર્ષ ૨૦૩૦માં ગુજરાત ખાતે યોજાનાર કોમનવેલ્થ રમતોત્સવ બંને દેશ વચ્ચે સાંસ્કૃતિક અને રમતગમતના ક્ષેત્રે નવો સેતુ બાંધશે. આ ઉપરાંત, ગુજરાતના વિશાળ દરિયાકિનારાની ક્ષમતાને ધ્યાનમાં રાખીને સ્વચ્છ ઊર્જા, વિન્ડ પાવર અને આબોહવા પરિવર્તન સામે લડવાના ક્ષેત્રે પણ પરસ્પર સહયોગ સાથે બને દેશ કામ કરશે.

આ મુલાકાત દરમિયાન ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટીના ડિરેક્ટર (ઇન ચાર્જ), ડીન (એકેડેમિક્સ) અને મેડિકલ બાયોટેકનોલોજીના હેડ પ્રોફેસર ડૉ. રાકેશ રાવલ, યુકે ગવર્મેન્ટના ગુજરાત અને રાજસ્થાન માટેના બ્રિટિશ ડેપ્યુટી હાઇ કમિશનર શ્રી સ્ટીવ હિકલિંગ ઉપસ્થિત રહ્યાં હતા.

આ ઉપરાંત, સ્કોટિશ સરકાર તરફથી ફર્સ્ટ મિનિસ્ટરના પ્રિન્સિપલ પ્રાઇવેટ સેક્રેટરી શ્રી જોન વેબસ્ટર તથા સ્કોટલેન્ડના ફર્સ્ટ મિનિસ્ટરના સિનિયર સ્પેશિયલ એડવાઇઝર, હેડ ઓફ કમ્યુનિકેશન્સ એન્ડ ઓફિશિયલ સ્પોકસ્‍પર્સન શ્રી રોસ ઇન્ગેબ્રિગ્ત્સેન પણ ઉપસ્થિત રહી બંને દેશો વચ્ચેના સંબંધોને બધું મજબૂત બનાવવા અંગે ચર્ચા કરી હતી.

*First Minister of Scotland Visit to GBU- GNR – Photo Link* :- https://photos.app.goo.gl/akHya2zYBj5ARFUj8

************************

www.janfariyadnews.com

આપના વ્યવસાયની જાહેર ખબર ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક ગાંધીનગર અને જન ફરિયાદ સાપ્તાહિકના દિવાળી 2026 ના અંકમાં આપીને બહોળા વર્ગમાં પ્રસિદ્ધિ મેળવી શકો છો તેમજ ન્યુઝ ચેનલ ઉપર પણ આપના સમાચારો અને વ્યવસાયની જાહેર ખબર આપી શકો છો તે માટે તંત્રી નો સંપર્ક કરો. 9824653073 તેમજ 7861038840

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *