“સર્જકો સામે સાહિત્ય પડકારો અને બદલાતું સાહિત્ય”NOG સાહિત્ય સરિતા ગ્રુપ (ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક 24/7/2024 PDF FILE (janfariyadnews.you tube channel link)

NG-274-24-7-24 pdf

(ઉપર મુજબ ના અખબાર ને ક્લિક કરવાથી ચારેય પાનાં ડાબી બાજુના ઉપર નીચે બતાવેલ એરા ઉપર ક્લિક કરવાથી ચાર પાનાં જોઈ શકાશે)

NOG સાહિત્ય સરિતા ગ્રુપ ના સભ્યો ની “સાહીત્ય સામે પડકારો અને બદલાતું સાહિત્ય” વિષય ઉપર ની સુંદર રચનાઓ બદલ સભ્યો ને ખૂબ ખૂબ અભિનંદન.
ફૂટી નીકળેલા અધકચરા પોતાની જાતે સંચાલક/એડમીન ટોળકી બનાવી સાહિત્ય લેખકો ને સહિયારા પુસ્તક લોક ફાળા થી બહાર પાડી તેમની રચનાઓ ની પ્રસિદ્ધિ ની લાલચ/સન્માન પત્ર અને એવોર્ડ ની છાસવારે સોશિયલ મીડિયામાં લહાણી કરતા કહેવાતા બહિર્મુખ સાહિત્ય/કવિઓ ને ઓળખવાનો સમય પાકી ગયો છે.પોતાની જાતે બધા ગ્રુપમાં કોઈ ના કોઈ હોદ્દાઓ મેળવી પોતાની જાતને મહાન સાહિત્યકાર ચિતરતા લોકો સાહિત્ય વર્તુળમાં બદી સમાન છે.વગર આવડતે નાના મોટા વર્તુળ બનાવી સાહિત્ય સભાઓ ની ટીમ ને ગુમરાહ કરી તેમને સન્માન ના નામે ભેગા કરી સર્જકોના સહિયારા મેળાવડાઓ નો આજકાલ રાફડો ફાટ્યો છે..સર્જકો ગુમરાહ થઈ રહ્યા છે.એકબીજા ગ્રુપ મા સભ્યો બનાવવાની ખેંચતાણ માં સાચું સાહિત્ય યોગ્ય પ્લેટફોર્મ વિના પીરસાતું નથી.નાના મોટા પ્રસિદ્ધિ વિનાના મીડિયા પ્લેટફોર્મ ને પોતાના પ્રસિદ્ધિ પ્લેટફોર્મ બનાવી નાહક ની હરીફાઈઓ આજકાલ બદલાતા સાહિત્ય મા જોવા મળે છે.મોટા ભાગે નિવૃત્તિ માં પ્રવૃત્તિ કરવા ટેવાયેલ આમતેમ દોડાદોડી કરતા આવા નવીન પ્રકારના લોકો સાહિત્ય નો વેપલો કરતા જોવા મળે છે…સાચા સાહિત્ય લેખકો ને વિનંતી કે આવા નવરાં પડેલા નિવૃત્તિ માં ખોટી પ્રવૃત્તિ માં વહેચાયેલા લોકો થી દુર રહી સાચા સાહિત્ય ના પ્લેટફોર્મ સાથે કાયમી જોડાઈ ને પોતાના સ્વ રચિત સાહિત્ય ને બચાવી પોતાનું નામ ખરડાવશો નહિ..મને સંચાલક તરીકે આમતેમ ગ્રુપના ફરીને આવેલા ઘણા સાહિત્ય લેખકો ના મેસેજ/ફોન આવે છે અને અનેક ફરિયાદો સાંભળવા મળે છે. કહેવાતા મોટા ગજાના સાહિત્યકારો પણ યોગ્ય પ્લેટફોર્મ જોયા વિના મહેમાનગતિ અને અતિથિ વિશેષમાં દોડી જાય છે અને એક માત્ર પોતાના સન્માન/રિટર્ન ગિફ્ટ/એવોર્ડ અને સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધિ ખાતર આવા ખોટા લોકોને પ્રોત્સાહન આપતા પણ નજરે પડ્યા છે…આજકાલ પોતાની જાતને સોશિયલ મીડિયામાં પ્રોફેશનલ રીતે ચગાવી નકલી સાહિત્ય જગતમાં મહાન બનેલા સાહિત્ય કારો પાછલે બારણે મોટી રકમો લઈને પોતાની ઉપસ્થિતિ ના સોદા કરતા પણ જોવા મળે છે…..સાહિત્ય ની આવી બદી માંથી સાહિત્ય સાચા લેખકો પોતાની જાતે સ્વ રક્ષણ મેળવે તે અત્યંત જરૂરી છે.આજકાલ મીડિયા સાથે સંકળાયેલ આવી નકલી/સમાજિક વેશભૂષા માં કોઈ ઈજ્જત/આબરૂ વિનાની કહેવાતી(પૈસા ના જોર બે ચાર પુસ્તકો કોઈની પાસે પૈસા થી લખાવી,વિમોચન કરી બહાર પાડતી) બેલડી ઑ પણ (સમાજિક ચિત્ર વિચિત્ર ઇતિહાસ ધરાવતી કલંક સમાન) સાહિત્ય પૂર્તિઓ બનાવી તેમા સાહિત્ય લેખકો ને લાલચો આપી આકર્ષતી જોવા મળી છે જેને મીડિયા સાથે કે સાહિત્ય સાથે દૂર દૂર સુધી કોઈ લેવા દેવા નથી તેવા લોકો પણ બે પૈસા ના જોરે આવા નાના મોટા સ્વૈચ્છિક સંસ્થાઓ ના બેનરો નીચે કાર્યક્રમો કરી આમ તેમ ભટકતા સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધિ કરતા બેનામી લોકો પણ જોવા મળ્યા છે.. ક્યારેક સ્વૈચ્છિક સંસ્થાઓ પણ આવા લોકો પાસેથી પૈસા લઈને પોતાની સંસ્થા ના બેનર હેઠળ આવા કાર્યક્રમમાં યોજીને તેમની સંસ્થાની કારકિર્દી બતાવતા જોવા મળે છે..ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ 2019 થી સ્વચ્છ પ્રતિભા ધરાવતા/બિન વિવાદી દેશ વિદેશ ના સભ્યો નું એક અનોખું ગ્રુપ છે.જેના અખબારી મીડિયામાં દેશ વિદેશ ના ચાર લાખ થી વધારે વાંચકો છે સમગ્ર ગુજરાત ના મોટાભાગના જિલ્લાઓ પત્રકારો સાથેનું નેટવર્ક પોતીકું છે..સાઉથ,ઉત્તર,દક્ષિણ,સૌરાષ્ટ્ર મા અખબારી બ્યુરો ચીફ સાથેનું પોતીકું નેટવર્ક ધરાવીએ છીયે,રાજકીય,સમાજિક,પ્રજા ઉપયોગી સમાચાર,ફરિયાદો અખબાર માં નિયમિત આવકારવામાં આવે છે.. અખબાર માં સભ્યો ની વિષયવાર નવીન રચનાઓ ફોટા સાથે પ્રસિદ્ધ કરીને કોપી રાઈટ ના લાભ અપાય છે.પ્રિન્ટ કોપી અને સોશિયલ મીડિયા/મેલ માં pdf દ્વારા નિયમિત અખબાર મોકલાય છે.#http/.janfariyadnews.com વેબ સાઈટ મા પણ રોજેરોજ અખબાર રેગ્યુલર અપલોડ કરવામાં આવે છે.જેને વિશ્વ મા જ્યા જ્યા ગુજરાતી વસે ત્યાં ત્યાં જોઈ શકે તે હેતુ જાળવવામાં આવે છે.અમેરિકા સ્થિત 41,000 થી વધારે સભ્યો ધરાવતા “સાહિત્ય સંગીત નું વિશ્વ” ગ્રુપ NOG સાહિત્ય સરિતા ગ્રુપ નું સમકક્ષ સહયોગી ગ્રુપ છે. જેમના આયોજક કૌશિક શાહ,રાજુલ શાહ દ્વારા રોજેરોજ સાહિત્ય સર્જકો ની રચના ના કોલાજ બનાવી આપવામાં આવે છે. સભ્યો પોતાની પ્રસિદ્ધિ જાતે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર કરી શકે તે માટે તેમને ખાસ મોકલવામાં આવે છે.વાર્ષિક સ્નેહમિલન,સાહિત્યિક વર્કશોપ જેવા કાર્યક્રમ નૈસર્ગિક વાતાવરણ મા પણ નિયમિત સાહિત્ય ના જાણકાર તજજ્ઞો ની હાજરી માં સભ્યો માટે કરવામાં આવે છે.નવોદિત સભ્યો ને સાહિત્યિક સુરક્ષિત રીતે આંતરિક એડમીન ટીમ દ્વારા પૂર્ણ માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે..આ ગ્રુપમાં પિયેચડી થયેલ ડોકટર/નિવૃત્ત શિક્ષણ જગત શાળા,કોલેજ ના પ્રિન્સીપાલ,પ્રોફેસર,87 વરસ સુધીના શિક્ષણ વિદ અને મુખ્યત્વે મોટાભાગના શિક્ષકો જોડાયેલા છે..સ્વચ્છ સાહિત્ય જગત ના લોકો ને આ ગ્રુપ સહર્ષ આવકારે છે.આ ગ્રુપ માંથી અનેક વિવાદિત લોકો ને દૂર પણ કરવામાં આવ્યા છે.આ ગ્રુપમાં નાની મોટી સર્જકો ની ભૂલો/કોઈની ખોટી દોરવણી થી ગ્રુપ છોડી ગયેલા ને ક્ષમ્ય ગણી ફરીથી આવકાર પણ આપવામાં આવે છે.આ ગ્રુપ સરકારી/બિન સરકારી/સ્વૈચ્છિક સાહિત્ય ની સંસ્થાઓ ને સમાન ધોરણે આવકાર આપે છે…આવો સૌ સાથે મળી સાહિત્ય બચાવ અભિયાન મા પોતાની ફરજ નિભાવીએ…અખબારી તંત્રી પ્રજાનો પ્રતિનિધિ કહેવાય તે હેતુથી પોતાની ફરજ સમજી ને આ ચોખવટ સાહિત્ય બચાવો અભિયાન ના ભાગ રૂપે કરવાની ફરજ પડી છે.કેમકે આવા લોકો ઉપર સરકારી સંસ્થાઓ ના મુખ્યાઓ અંકુશ ગુમાવી બેઠા છે અને તેઓ પણ માત્ર આ લોકો ના આમંત્રણ ને માન આપી આવા લોકો ના કાર્યક્રમો શોભાવી ખોટું પ્રોત્સાહન આપી રહ્યા છે./તંત્રી : પ્રદીપ રાવલ(જન ફરિયાદ, ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક.ગાંધીનગર)મોબાઈલ: 9824653073

અહીંયા કોઈપણ જાતના રાગ દ્વેષ વિના સમાચારો ફોટા સાથે પ્રસિદ્ધ કરવામાં આવે છે તેમ છતાં કોઈને પણ વાંધાજનક લાગે તો તંત્રીશ્રી નો સંપર્ક કરીને તેવા સમાચાર અને ફોટાઓ ખરાઈ કરીને અહીંથી દૂર પણ કરી શકાશે.તંત્રી(9824653073)