*વડોદરા કોર્પોરેશનનુ બજેટ: ભાજપના “અણધડ શાસકોની આંધળા વિકાસની બજેટની દૌડ..વડોદરાને ડુબાડશે”–શ્રીમતી અમી રાવત*(21,22,23 Feb.2025 ન્યુઝ ઓફ ગાંધીનગર દૈનિક,જન ફરિયાદ પેપર પીડીએફ ફાઈલ જુવો.(Janfariyadnews youtube channel links જૂવો)

NG-21-2-2025 pdf Ng-22-2-2025 pdf Ng-23-2-2025 pdf 23 jan fariyad pdf

*ભાજપના “અણધડ શાસકોની આંધળા વિકાસની બજેટની દૌડ..વડોદરાને ડુબાડશે”* –શ્રીમતિ અમી રાવત,પૂર્વ વિપક્ષી નેતા,મ્યુનિ. કાઉન્સિલર VMC.
વડોદરા કોર્પોરેશનના 2024-25 વર્ષનુ બજેટ પર પૂર્વ વિપક્ષી નેતા અમી રાવતે કર્યા આકરા પ્રહાર. 30-વર્ષના ભાજપ શાસકોના ભ્રષ્ટ વહીવટથી બીમાર વડોદરા કોર્પોરેશનનું ચૂંટણીલક્ષી અણઘડ બજેટ !ભાજપ શાસકોના દિશાવિહીન બજેટ અંગે આકરા પ્રહારો..પ્રતિક્રિયા…..

ભાજપના “અણધડ શાસકોની આંધળા વિકાસની બજેટની દૌડ..વડોદરાને ડુબાડશે”“એવું કહીને બજેટની સભામાં કોંગ્રેસનાં પૂર્વ નેતા અમી રાવતે ખુબ આક્રોશ પૂર્વક કહ્યું કે ભાજપ શાસકો દિશાવિહીન છે. તેમણે શહેરનો અભ્યાસ કર્યો નથી કે ભ્રષ્ટ શાસકો શહેરની વાસ્તવિક પરિશ્થિતીને સમજી શક્યા નથી તેઓ ચૂંટણી અને પ્રજાને ખુશ કરવા ખોટા નિર્ણયો લઈ શહેરને કાયમી નુકશાન કરી રહ્યા છે આ વર્ષના વિનાશક પૂરમાં વડોદરાને આશરે25000 કરોડથી વધારેનું નુકશાન થયું છે .

ભાજપના નેતાઓ કે તંત્ર પાસે નુકશાનનો અંદાજ પણ નથી અને વિકાસની ખોખલી વાતો વચ્ચે આંખો બંધ કરીને માંહે માંહે લડીને જેમાં ભાજપ સત્તાધીશો વડોદરાની પ્રજાને તદ્દન મુર્ખ બનાવીને વિકાસના નામે ધૂમ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે .

વડોદરા મ્યુની. કોર્પોરેશનના 2025ના વાર્ષિક બજેટની સામાન્ય સભામાં શહેરની ચિંતા કરતાં અને નાગરિકો પ્રશ્નો માટે હંમેશાં જાગૃત અભ્યાસુ નીડર એવા વિપક્ષનેતા શ્રી અમી રાવતે ઉઠાવ્યા સવાલ

બે મહિનામાં ત્રણ વિનાશક પુરમાં ભાજપ શાષિત વડોદરા કોર્પોરેશન દ્વારા શું કરવામાં આવ્યું તેના ગંભીર સવાલો અમે રજૂ કરીએ છીએ સૌપ્રથમ વિનાશક પૂરમાં
1.વિનાશક પૂરમાં વડોદરા શહેરમાં કોર્પોરેશનના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને નાગરિકોને ટોટલ કેટલું નુકશાનનો આંકડો આપો
2. વિનાશક પૂરમાં નાગરિકોને કેટલું નુકસાન થયું ? તેના આંકડા આપો
3. વડોદરા કોર્પોરેશનના ફ્ક્ત ઇન્ફ્રાસ્ટ્રક્ચરને કેટલું નુકસાન થયું ?
તેના આંકડા આપો
4. વડોદરા શહેરને ઇનડાયરેક્ટ નુકસાન કેટલું થયું જેમ કે ધંધા રોજગાર વિગેરે તેના આંકડા આપો
5. કોર્પોરેશન દ્વારા ગુજરાત સરકાર પાસે પૂર રાહતની કેટલી માંગણી કરી
6. ગુજરાત સરકાર દ્વારા પૂર રાહત માટે કોર્પોરેશનને કેટલા નાણા આપ્યા?
7. પ્રધાનમંત્રી શ્રી મોદી દ્વારા વિનાશક પૂરમાં પૂર રાહતમાં કેંદ્ર સરકારે કેટલા
ફાળવ્યા?
8.વડોદરાને કાયમી પુરથી બચાવવા પૂર-નિવારણ માટે કોર્પોરેશને કેટલા
રૂપિયા માગ્યા?
9.વિનાશક પૂરમાં કોર્પોરેશનને કેટલો ખર્ચ થયો એ ખર્ચ ક્યાંથી ચૂકવાયો ? તેના
આંકડા આપો
10.પુરથી બચાવવા પૂર-નિવારણ માટે 2025-26ના બજેટમાં કેટલા રૂપીયા
ફાળવ્યા.
11.કોર્પોરેશને પૂર રાહતમાં વડોદરાવાસીઓને કેટલા નાણા કેવી રીતે
આપ્યા ? આંકડા આપો .કોર્પોરેશનને ટોટલ પૂરનો ખર્ચ બતાવો
12.મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈએ આપેલ 1200 કરોડનું શું કર્યું. આવ્યા તો ક્યાં છે?
બજેટમાં 1200 કરોડ ક્યાં હેડમાં સમાવેશ કર્યો છે. તેમાથી થયેલ ખર્ચ જણાવશો

ભૂતકાળના 11 વખતના પૂર અને આવતા વર્ષે ફરીથી વડોદરામાં પૂર ન આવે તેનાથી બચવા માટેના કોઈ ઠોસ નિર્ણયો લેવાયા નથી. ભાજપનું કોપોરેશનમાં બજેટ તઘલખી નિર્ણયો અને વાતોના વડા જેવુ છે અત્યાર સુધીમાં વિકાસ ઉંધી દિશામાં થયો છે..તેને સ્વીકાર કરતું ફ્ક્ત બજેટની કાગળ પરના વાઘ જેવું અત્યંત અવાસ્તવિક આભાસી બજેટ..
આ ભ્રષ્ટ ભાજપના પરિણામે આ વર્ષના ત્રણ ત્રણ વખતના વિનાશક પૂરની તારાજીથી ભયભીત વડોદરા આ વખતે પણ 6 મહિના પછી ફરીથી ડુબશે એ નિશ્ચિત થઈ ચૂક્યું છે “ અવાઓ ઘટસ્ફોટ અમી રાવતે કર્યો હતો

આખા ગુજરાતમાં વડોદરામાં નાગરિકો પાસે સૌથી વધુ વેરો લે છે..અને ગુજરાતના તમામ શહેરોમાં વિકાસમાં સૌથી પછાત વડોદરા છે. જે કરુણ વાસ્તવિકતા.

બજેટ વર્ષ વિકાસ ના કામો વિકાસ માટેનો સાચો ખર્ચ કરોડમાં
વર્ષ Draft revised ટકાવારી ટોટલ બજેટ સાચો ખર્ચ
2017-18 1828.00 1038.00 22.83 3416.72 780
2018-19 1378.00 1048.00 20.02 3232.32 647
2019-20 1500.00 1053.00 15.78 3548.38 560
2020-21 1624.00 1070.00 17.61 3531.4 622
2021-22 1395.00 1102.00 18.45 3686.53 680
2022-23 1330.00 970.00 16.52 4243.24 700
2023-24 1510.65 1428.55 23.20 4761.93 1105
2024-25 1703.43 1555.62 22.83 6013.61 850
2025-26 1884.84 6219

2016ના બજેટમાં વડોદરાને 5-વર્ષમાં “સ્માર્ટ સીટી” બનાવવાની જાહેરાત, વડોદરા ગામડા જેવુ અવિક્સિત “સ્માર્ટ સીટી”ના નામે પ્રજા સાથે છેતરપીંડી. વડોદરા બન્યું અતિ અવિકસિત વડોદરા સ્માર્ટ સીટી બન્યું નથી.

• 2017ના બજેટમાં “એકશન 2020” ના નામે વડોદરાને સર્વશ્રેષ્ઠ શહેર બનાવવાની દિશામાં 4 વર્ષમાં મધ્યમગાળાના આયોજનની જાહેરાત, કશું જ થયું નહીં.
• 2018-19ના બજેટમાં ભવ્ય “ન્યુ વડોદરા”ની પરિકલ્પના સાથે શહેરને કાયાકલ્પ બદલવાની 15 જાહેરાતો. 2022 સુધી – 24×7 પીવાનું પાણી (24 કલાક પાણી) કશું જ થયું નહીં.
• 2020ના બજેટમાં સુધી ગંદા પાણીનો નિકાલ ફરજીયાત, કશું જ થયું નહીં.
• 2018ના બજેટમાં ડોર-ડોર -સંપૂર્ણ કચરાનો-ભીનો-સૂકો નિકાલ, કશું જ થયું નહીં.
• 2018ના બજેટમાં વિશ્વામિત્રી નદીનું પૂન:જીવન,ચોખ્ખી વહેતી થશેની જાહેરાત, કશું જ થયું નહીં.
• 2022 સુધી સ્લમ ફ્રી-સિટી ,ઝુંપડા મુક્ત બનાવવાની જાહેરાત
• 2018માં રખડતા ઢોરની સમસ્યાનો સંપૂર્ણ નિકાલની જાહેરાત.
• 2018માં સ્ટ્રીટ વેન્ડર પોલીસીનો અમલ. લારી-ગલ્લા સુવ્યવસ્થિતનો અમલ.

ભાજપના રાજમાં વિકાસના નામે મોટી વાતો સરવાળો શૂન્ય, નેતાઓ દ્વારા ભ્રષ્ટાચાર, અણઘડ વહીવટ અને કરોડોનો ભ્રષ્ટાચારથી શહેરને અકલ્પનીય નુકશાન..પૂર્વ વિપક્ષ નેતા અમી રાવતે રજૂઆત માં ‘આક્રોશ સાથે બજેટની ફેક્ટ અને ફિગર સાથે શહેરના વિવિધ બાબતોના આકડાઓ રજુ કરતાં સભામાં સન્નાટો…

• બિનજરૂરી ભ્રષ્ટ પ્રોજેક્ટો અને પ્રોજેક્ટ મંજુર કર્યા પછીનો અણઘડ વહીવટથી શહેરની મિલકતને હજારો કરોડનું વડોદરાને નુકશાન
• વિશ્વામિત્રીના નામે છેલ્લા 30 વર્ષથી વોટ માંગતા ભાજપ શાશકો ગંદકી અને ગટર મુક્ત કરવામાં નિષ્ફળ
• 30 વર્ષના ભાજપ શાશનમાં વિશ્વામિત્રીના વિકાસ કે રિવરફ્રન્ટ
ડેવલપમેન્ટ જેવી વાત ન થઈ અને મગરો માટેના અલગ ક્રોકોડાઈલપાર્ક વિગેરેમાં પ્રજાને મુર્ખ બનાવ્યા
• બજેટમાં શહેરની મુખ્ય પ્રાથમિક મહત્વની સેવા પીવાના પાણીની ઘેરી
સમશ્યા ઠેરની ઠેર
• પ્રાથમિક મહત્વની બીજી સેવા ડ્રેનેજની સમશ્યાઓ વકરી.
• શહેરને ગંદકી મુક્ત કરવામાં નિષ્ફળ..
• પીવાના પાણીનો સપ્લાય, ગટરોની નેટવર્ક, શહેરના રોડ-રસ્તાઓની હાલત, કચરો ઉઠાવવામાં ડોર ટુ ડોર નો ભ્રષ્ટાચાર,
• સંખ્યાબંધ આવાસ યોજનાઓમાં હ્જારો કરોડનો ભ્રષ્ટાચાર, 8 વર્ષ પહેલા તોડેલા હજારો નાગરિકોને ઘર આપવામાં નિષ્ફળ
• સરકારની સ્લમ ફ્રી સિટી બનાવવાની અને પ્રધાનમત્રી આવાસ યોજનાનિષ્ફળ

આ સહિત શહેરના સર્વાંગી વિકાસમાં વિવિધ હકારાત્મક પ્રગતિશીલ સૂચનો કર્યા

1.સ્માર્ટ સિટી-ની વાતો-મોડેલ બનાવવા માટે, સ્માર્ટ ગવર્નન્સ મોડલ ક્યાં છે?
2. સસ્ટેનેબલ સિટી વડોદરા ની વાતો કરો છો પણભવિષ્યની પેઢીઓ માટે તેને સુરક્ષિત અને સ્વ-નિર્ભર બનાવવા માટે,અમારા જળાશયોને પુનઃપ્રાપ્ત કરવા,અમારા ગ્રીન કવરનું સંચાલન કરવા,પાણી પુરવઠાના પૂરતા સ્ત્રોત,1005 વોટર ટ્રીટમેન્ટ વગેરેની ખાતરી કરવા માટે વડોદરા હજુ પ્લાનિંગ કે કોઈ ડેવલપમેન્ટ નથી

3. રિજીલીયન્ટ સિટી વડોદરાની વાતો ..એટલે પૂર અને દુકાળની સામે ટકી રહેવા સામે સમર્થ વડોદરા શહેર બનાવ્યું છે. પોકળ વાતો

4. હેરિટેજ સિટી વડોદરા – અદ્ભુત કળા સર્જનાત્મકતાનું પ્રતિક, તાંબેકર વાડ અને ન્યાયમંદિર એ એક સમૃદ્ધ વારસો હતો, જે નિર્ણય લેવાના અભાવને કારણે હેરિટેજ સ્ટ્રક્ચર્સને સૂચિત પણ કર્યું નથી, અમારી પાસે ભૂતકાળમાં એક ટુરિસ્ટ ઓફિસ હતી જેમાં માર્ગદર્શક અથવા પૂર્ણ સમયનો સ્ટાફ નહતો અને તેનો ઉપયોગ થાય તે પહેલાં તેને તોડી પાડવામાં આવ્યો હતો. હવે ફરી અમે આપણાં ના ખર્ચે પ્રવાસી ઓફિસની દરખાસ્ત કરી રહ્યા છીએ

5. એનર્જી એફિસિયન્ટ સિટી વડોદરા -ઉર્જા કાર્યક્ષમ સિટી , અમે EV પોલિસીઝને આવકારીએ છીએ, પરંતુ ભૂતકાળમાં અમે કરેલી ઊર્જા કાર્યક્ષમતા પ્રવૃત્તિઓ વિશે શું કર્યું?,અમે સ્ટ્રીટ લાઇટ પર પ્રયોગો કરી કરોડોનો ખર્ચ કરીને કેટલી બચત કરી? અમે તેનું નિરીક્ષણ જાંચ પડતાલ કેવી રીતે કરીશું? અમે કોરપોરરેશનમાં ઉર્જા કાર્યક્ષમતા માટે સેલ ઊભો કર્યો હતો તે શું કરે છે? ફક્ત વીજળી બચતની વાતો.

6. ક્લિન સિટી વડોદરા , રિલાયન્સના બાયો રિમેડિયેશન પ્લાન્ટ દ્વારા પ્રોસેસ કરવામાં આવતા 300 ટન સિવાય, અમારી પાસે ઘન કચરાને ટ્રીટ કરવા અથવા તેને હેન્ડલ કરવા માટે કોઈ સિસ્ટમ નથી, અમારી પાસે કચરાના નિકાલ માટે કોઈ સાઇન્ટીફીક લેન્ડ ફિલ સાઈટ નથી, બજેટમાં દર્શાવેલ વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ પ્રોજેક્ટ 2019 થી બન્યો નથી અને તેઓએ 11 લાખ ટનથી વધુ કચરાને પ્રોસેસ કર્યો નથી, જેના કારણે કોર્પોરેશનને લગભગ 150 કરોડનો ખર્ચ થશે. ડોર ટુ ડોર કલેક્શન માટેનું અમારું બજેટ પણ બમણું થઈ ગયું છે. છેલ્લા બોર્ડથી હું RTS (રિફ્યુઝ ટ્રાન્સફર સ્ટેશન) વિશે વાત કરું છું પરંતુ 5 વર્ષ પછી પણ તે આયોજનના તબક્કે છે.

7. ગ્રીન સિટી વડોદરા- મિશન મિલિયન વૃક્ષો અને વૃક્ષારોપણ અભિયાન છતાં ગ્રીન કવર બગડી રહ્યું છે, હું વર્ષોથી ટ્રી ઓડિટની માંગ કરી રહી છું, ઓછામાં ઓછા સંસ્થાકીય ઇમારતો અને VMC પરિસરમાં તે આવકારદાયક છે કે હવે સ્થાયી સમિતિએ પણ આ જ ભલામણ કરી છે,મે. કરીને આ પોલિસી લાવો. કોર્પોરેશનમાં વૃક્ષારોપણ માટે કુલ 260 કરોડ આરક્ષિત ભંડોળ પડી રહ્યું છે.તે માથી વ્યાજની રકમ વૃક્ષારોપણ માટે ખર્ચવાની અને તેને બગીચાના બાગાયત માટે વાપરવાની મારી માંગ છે.

8. સ્લમ ફ્રી સિટી વડોદરા કયા છે પ્રધાનમંત્રીની યોજના ક્યાં છે ?

9. પૂર મુક્ત વડોદરા ફ્લડફ્રી વડોદરાની ફકત પોકળ વાતો.

10. વોટર પ્લસ સિટી એટલે કે અમે 100% ગંદા પાણીને ટ્રીટ કરીએ છીએ અને તેનો ફરીથી ઉપયોગ કરીએ છીએ, એક પાયલોટ પ્રોજેકટ થી વોટર પ્લસ સિટી બનતી નથી એ તે દરજ્જોમળતો નથી, તેવા બણગાં ફૂક્યા કરીએ છીએ અમારા બજેટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે 8% વિસ્તાર ડ્રેનેજ નેટવર્કથી આવરી લેવામાં આવ્યો નથી અને 5.5% વસ્તી એટલે કે લગભગ 1.4 લાખ વસ્તી પાસે ડ્રેનેજ કનેક્ટિવિટી નથી. તેથી અમે ટેકનિકલી રીતે ODF શહેર પણ નથી. ત્યાં એક પણ તળાવ કે કાંસ નથી જ્યાં VMC જ્યાં ટોઇલેટના ગંદા પાણીનો નિકાલ કરતું ન હોય.

અમે વહીવટી ખર્ચમાં લગભગ 48.56% ખર્ચ કરીએ છીએ જે મોટો છે સાથે એ હકીકતને ધ્યાનમાં રાખીએ કે કોર્પોરેશના માંઅમારી પાસે 1/3 સ્ટાફની ખોટ છે અને અમારા ભંડોળનો માત્ર 4.09% ખરેખર મૂડી ખર્ચમાં જાય છે જે ખૂબ જ ઓછો છે.

સ્વપ્નદ્રષ્ટા મહારાજા સયાજીરાવની સ્વપ્નનગરીની ભાજપ શાસકોએ કરી છે દુર્દશા.

શાસકો નબળા પુરવાર થયા..વડોદરાના નાગરિકોને 30 વર્ષથી ચૂંટણીમાં બતાવ્યા ખોટા સપના અને કરી છેતરપિંડી અને બનાવ્યા મૂર્ખ… વડોદરા વિકાસની દ્રષ્ટીએ અતિ પછાત. વિકાસ શોધવો પડે તેવી પરિસ્થિતિ. સ્માર્ટ સીટીના નામે ભ્રષ્ટાચાર– સ્માર્ટ સીટી ન બની- સ્માર્ટ સિટીનો પ્રોજેક્ટ બંધ.આમ જોતા બજેટમાં આપણું વડોદરા આગળ વધે તેવું કશું જ નથી.બજેટ આંકડાઓની માયાજાળ અને ભાજપની છેતરપિંડી છે. ભાજપ શાસકો વહીવટ અને લોક્સુવિધાઓ ઉભી કરવામાં નિષ્ફળ અને વડોદરાની જનતા અને શહેરને નુકશાન કર્યું…ભાજપ શાશને કરેલા શહેરના નુકશાનને જોતા આવતી પેઢી કયારેય માફ નહી કરે,

– શ્રીમતી અમી રાવત વડોદરા મહાનગરપાલિકા
PRESS:વડોદરા કોર્પોરેશનનુ બજેટ:
ભાજપના “અણધડ શાસકોની આંધળા વિકાસની બજેટની દૌડ..વડોદરાને ડુબાડશે”–શ્રીમતી અમી રાવત

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *