ભારત ની આર્થિક કરોડરજ્જુ સમાન ભારત રત્ન સન્માનિત શ્રી રતન ટાટા નું નિધન(ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક તા:૯/૧૦/૧૧/૧૨-૧૦-૨૦૨૪ PDF FILE જુવો,janfariyadnews YouTube links જુવો.)

ભારત ની આર્થિક કરોડરજ્જુ સમાન પ્રમાણિક,નૈતિકતા ના શિરમોર અને પરોપકારની દીવાદાંડી સમાન ભારત રત્ન અલાંકરિત એવા શ્રી રતન ટાટા ના નિધન થી જન ફરિયાદ, ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક પરિવાર ઘેરા શોક ની લાગણી અનુભવે છે અને હૃદયદ્રાવક શ્રધ્ધાંજલી અર્પણ કરે છે.ભારત દેશ સદાય “અમર રહો રતન ટાટા” ગર્વ ની  અનુભૂતિ કરશે…..તંત્રી : પ્રદીપ રાવલ

NG-350 10-10-24 pdf

Ng-349-9-10-24 pdf

NG-352 12-10 24 pdf

NG-351-11-10-24 pdf

NG-350 10-10-24 pdf

Ng-349-9-10-24 pdf

 

પારસીઓ વચ્ચે જીવતા નેટ મિત્ર મુર્તઝા પટેલની એવણને શ્રધ્ધાંજલિ 

વ્હાલાંવ ડોસ્ટો,

આમ તો મુ એક વ્હોરો છેવ, પન વર્ષોથી પારસીઓની વચ્ચે રૈલો ચ્છ. એટલે એવન્ની લોકબોલીમાં મહરી સોજ્જી ભાવના સાઠે વ્હાલા ટાટાજીને ગઈકાલઠી કોન્ડોલન્સ આપીયા કરું છ.

ડીલમાં ગમ તો છે, પણ ફેવિકોલ જેવી મજબૂત જિંદગી જીવી ગૈલા માનસ પાછલ કેટલું રોવું ?

એ બાવો લાખ્ખો લોકો વાસ્તે શૂ શૂ કરી ગૈલો છ એનું લિસ્ટ ઘન્નું જ મોટ્ટું હોઈ સકે. ટો ભી ‘પર્સી બાવા’ની મેંરબાની સાહથે ‘રટન’ નામના મરડનું રટણ કરી એ પારસી પોઈરા વાસ્તે આ લ્યો થોરી દર્દીલી, નલ્લી, પન વઢારે મોજીલી પાહરસી કવિટા ઠપકારુ ચ્છ…

“ખોડાયજીનું ‘રટન’ હુટો ને ‘ટાટા’ કરી ગ્યો,
દેશ આખામાં ઉઢયોગો ને ‘વાટા’ કરી ગ્યો.

ઇન્સ્ટિટ્યૂટ, હોટેલ, ગારી ને સ્ટિલ લાવી,
કેટલાંય વેપાર-ઢન્ઢા ને ‘પાટા’ કરી ગ્યો.

નલ્લો રઇને ઈ પોરિયાએ તેના કામોથી
પન્નેલાં માનવલોકને મસમોટ્ટા કરી ગ્યો.

‘રટન’ ટુ બોવ યાદ આવસે ઓ ડીકરા,
ઓલા ‘માનેક’ની જ્યમ ગાટા કરી ગ્યો.”

સાહેબજી બાવાની ડુવા સાથે સલામ…બાય બાય ‘ટાટા’ !

નેટ પરથી એક યાદ ( સત્ય ઘટના)
સાભાર – નેટ મિત્ર શ્રી. હસમુખ કાકડિયા, સુરત

જ્યારે ભારતીય અબજોપતિ રતનજી ટાટાને રેડિયો પ્રસ્તુતકર્તાએ ટેલિફોન ઇન્ટરવ્યુમાં પૂછ્યું – “સર જ્યારે તમને જીવનની સૌથી ખુશી ની ક્ષણ મળી ત્યારે તમને શું યાદ છે?” રતનજી ટાટાએ કહ્યું : હું જીવન માં ખુશીના ચાર તબક્કા માં થી પસાર થયો છું. અને આખરે મને સાચા સુખ નો અર્થ સમજાયો –

પ્રથમ તબક્કો
સંપત્તિ અને સંસાધનો એકઠા કરવાનો હતો. પણ આ તબક્કે મને જોઈતું સુખ મળ્યું નથી

બીજો તબક્કો
કીમતી વસ્તુઓ એકત્ર કરવાનો . પણ મને સમજાયું કે, આ વસ્તુની અસર પણ ક્ષણિક હોય છે, અને કિંમતી વસ્તુઓ ની ચમક પણ લાંબો સમય ટકતી નથી

ત્રીજો તબક્કો
મોટો પ્રોજેક્ટ મેળવવાનો. તે સમયે મારી પાસે ભારત અને આફ્રિકામાં ડીઝલનો 95% પુરવઠો હતો. હું ભારત અને એશિયાની સૌથી મોટી સ્ટીલ ફેક્ટરીનો માલિક પણ હતો. અહીં પણ મને એ સુખ નથી મળ્યું જે મેં ધાર્યું હતું

ચોથો તબક્કો
જ્યારે મારા એક મિત્રએ મને કેટલાક અપંગ બાળકો માટે વ્હીલચેર ખરીદવાનું કહ્યું. લગભગ 200 બાળકો. એ મિત્રના કહેવાથી મેં તરત જ વ્હીલચેર ખરીદી. પરંતુ મિત્રે આગ્રહ કર્યો કે, હું તેની સાથે જાઉં અને બાળકોને વ્હીલચેર સોંપી દઉં. હું તૈયાર થઈને તેની સાથે ગયો. ત્યાં મેં આ બાળકોને મારા પોતાના હાથે આ વ્હીલચેર આપી. મેં આ બાળકો ના ચહેરા પર

ખુશી ની એક વિચિત્ર ચમક જો. મેં તે બધાને વ્હીલચેરમાં બેસતા, ચાલતા અને મજા કરતા જોયા. એવું લાગતું હતું કે, તેઓ કોઈ પિકનિક સ્પોટ પર પહોંચ્યા હતા – જ્યાં તેઓ વિજેતાઓને ભેટ વહેંચી રહ્યા હતા. મેં મારી અંદર વાસ્તવિક આનંદ અનુભવ્યો. જ્યારે મેં ત્યાં થી જવાનું નક્કી કર્યું, ત્યારે એક બાળકે મારો પગ પકડી લીધો. મેં ધીમે ધીમે મારા પગ છોડાવવાનો
પ્રયત્ન કર્યો; પરંતુ બાળકે મારા ચહેરા તરફ જોયું અને મારા પગને જકડી રાખ્યા
મેં ઝૂકીને બાળકને પૂછ્યું – “તમને બીજું કંઈ જોઈએ છે?”
આ બાળકે મને જે જવાબ આપ્યો, તેનાથી મને માત્ર આઘાત જ લાગ્યો નથી પરંતુ જીવન પ્રત્યેનો મારો દૃષ્ટિકોણ પણ સંપૂર્ણપણે બદલાઈ ગયો.
આ બાળકે કહ્યું :” હું તમારો ચહેરો યાદ કરવા માંગુ છું; જેથી જ્યારે હું તમને સ્વર્ગમાં મળીશ ત્યારે હું તમને ઓળખી શકું. અને ફરી એકવાર તમારો આભાર માની શકું.

અંદર વાસ્તવિક આનંદ અનુભવ્યો. જ્યારે મેં ત્યાં થી જવાનું નક્કી કર્યું, ત્યારે એક બાળકે મારો પગ પકડી લીધો. મેં ધીમે ધીમે મારા પગ છોડાવવાનો
પ્રયત્ન કર્યો; પરંતુ બાળકે મારા ચહેરા તરફ જોયું અને મારા પગને જકડી રાખ્યા
મેં ઝૂકીને બાળકને પૂછ્યું – “તમને બીજું કંઈ જોઈએ છે?”
આ બાળકે મને જે જવાબ આપ્યો, તેનાથી મને માત્ર આઘાત જ લાગ્યો નથી પરંતુ જીવન પ્રત્યેનો મારો દૃષ્ટિકોણ પણ સંપૂર્ણપણે બદલાઈ ગયો.
આ બાળકે કહ્યું :” હું તમારો ચહેરો યાદ કરવા માંગુ છું; જેથી જ્યારે હું તમને સ્વર્ગમાં મળીશ ત્યારે હું તમને ઓળખી શકું. અને ફરી એકવાર તમારો આભાર માની શકું.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *