રાજકોટમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. રાજકોટના ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર 1.80 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયા છે. એસીબીની ટીમે મહાનગર પાલિકાના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર મારું લાંચ લેતા ઝડપી પાડ્યા છે.
આ બનાવની મળતી વિગતો અનુસાર આ કેસના ફરિયાદી ફાયર સેફ્ટી ફીટીંગનું કામ કરતા હોવાથી રાજકોટમાં એક બિલ્ડીંગમાં કરેલ ફાયર સેફ્ટી અંગેની એનઓસી મેળવવા માટે ગયા હતા.
તેમણે રાજકોટ મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનના ચીફ ફાયર ઓફિસર અનિલકુમાર બી.મારૂનો સંપર્ક કર્યો હતો. ત્યારે ચીફ ફાયર ઓફિસર અનિલકુમાર બી.મારૂ ફરિયાદી પાસે રૂ.3,00,000ની લાંચની માંગણી કરી હતી.
જેથી ફરિયાદીએ તેમને રૂ.1,20,000 આપ્યા હતા. અને બાકીની રકમ ચાર પાંચ દિવસમાં આપવાનું નક્કી કર્યું હતું. તો બીજીતરફ ફરિયાદીએ આ અંગે એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી. જેને આધારે એસીબીના અધિકારીઓએ રાજકોટ મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોનની ચીફ ફાયર ઓફિસરની ઓફિસમાં છટકું ગોઠવ્યું હતું. અને મહાનગર પાલિકાના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અનિલકુમાર બી.મારૂ 1,80,000 રૂપિયાની લંચા લેતા રંગેહાથ ઝડપાયા હતા. હાલ આ મામલે એસીબીએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
(અહીંયા કોઈપણ સમાચારો અને ફોટાઓ જનજાગૃતિના ભાગરૂપે પ્રસિદ્ધ કરવામાં આવે છે તેમ છતાં પણ કોઈને પણ વાંધાજનક લાગે તો તંત્રી શ્રી નો સંપર્ક કરીને તેવા સમાચારો અને ફોટાની ખરાઈ કરી શકે છે. તંત્રી)