શ્રાવણ માસ પૂર્વે સોમનાથ મંદિરના સોમપુરા કર્મકાંડી બ્રાહ્મણો માટે આજનો દિવસ કલંકિત/બ્રાહ્મણોનું આંદોલન/પોલીસ ધરપકડ(જુવો અહેવાલ)

સોમનાથ જ્યોતિર્લિંગના કર્મકાંડી બ્રાહ્મણો માટે આજનો દિવસ કલંકિત

વિશ્વના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર ખાતે આજે શાસ્ત્રો વર્ષોથી પૂજા વિધિ કરતા કર્મકાંડી બ્રાહ્મણો દ્વારા ટ્રસ્ટ સામે અને સરકાર સામે આંદોલન કરવાનો વારો આવ્યો હતો. કર્મકાંડી બ્રહ્મ સંગઠનના પ્રમુખ હેમલ ભટ્ટ આજે કર્મકાંડી બ્રાહ્મણોને પૂજા વિધિમાં થતા અન્યાયો વિશે પ્રેસ સંબોધિ હતી અને રાજકીય રાજનેતાઓના પગપેશારા અને ટ્રસ્ટની અંદર ચાલતી પ્રવૃત્તિઓથી બ્રાહ્મણોને અંકુશ કરીને જે રીતે કામ કરાવાય છે તેની સામે નારાજગી બતાવી હતી ત્યારબાદ મોટાભાગના કર્મકાંડી બ્રાહ્મણો આંદોલનમાં જોડાઈને સૂત્રોચાર કરતા સ્થાનિક પોલીસ દ્વારા તેમની ધરપકડ પણ કરવામાં આવી હતી અને ત્યારે હાફા ફાફા થઈ ગયેલા સ્થાનિક ધારાસભ્ય એવા વિમલ ચુડાસમા પણ પોલીસ સ્ટેશન દોડી ગયા હતા. વર્ષોથી સોમનાથ દાદાના ટ્રસ્ટને ભારતીય જનતા પાર્ટીએ રાજકીય અખાડો બનાવીને તેમના રાજનેતાઓને જ ટ્રસ્ટની મીટીંગો બોલાવીને અદલાબદલી કરીને એક રાજકીય અડ્ડો બનાવી દીધો હતો અને ત્યાં ગેસ્ટ હાઉસ ઓ અને રાજકીય મહેમાનોને પણ એ જ રીતે વીઆઈપી આમંત્રણ આપીને પૂજા અર્ચના કરાવતી વારે ઘડીએ જોવા મળે છે જેની સામે તેના સ્થાનિક કર્મકાંડી બ્રાહ્મણો એ બિલકુલ નારાજ હોવા છતાં પણ તેમનો મુખ્યત્વે આ વ્યવસાય હોવાથી ટ્રસ્ટ સામે આજદિન સુધી કોઈ બંડપોકાર્યો હતો નહીં જેનો ગેરફાયદો આ કહેવાથી ભાજપની હિન્દુ સરકારે ભરપૂર લીધો હતો. છેલ્લા 27 વર્ષથી ભાજપનું ગુજરાતમાં શાસન છે ત્યારથી કોઈ પણ વીઆઈપી કે પ્રધાનમંત્રી લેવલ કે ગૃહ મંત્રી લેવલ કે ભારતમાં આવેલા કોઈપણ અતિથિઓને એક રાજકીય રીતે સન્માનવા માટે આ મંદિરનો ભરપૂર ઉપયોગ દલા તરવાડી નીતિથી કરવામાં આવે છે જેની સામે આજે કર્મકાંડી બ્રાહ્મણોએ પોતાની રોજી ઉપર જ્યારે વાત આવી ત્યારે આંદોલન છેડ્યું છે અને એ પણ શ્રાવણ માસના પહેલા આ રીતે બ્રાહ્મણોને હેરાન કરવાની પ્રવૃત્તિ સરકારની એ જોઈ શકાય છે. ગુજરાતના જોકે સમસ્ત ના નામે ચાલતા ભાજપના અંકુશના સંગઠનો પણ આની સામે કોઈ અવાજ ઉઠાવી શકે તેવું લાગતું નથી કેમકે મોટાભાગના લોકો રાજકીય પ્રેરિત બ્રહ્મ સંગઠનો પોતાના હાથમાં લઈને બેઠા હોય તેવું વાતાવરણ છે,સમગ્ર ગુજરાત માં હાલમાં કોઈપણ સમસ્ત ના નામનું કોઈપણ એવું સંગઠન હાલમાં છે નહિ કે જેના મુખ્યાંઓ ભાજપ પ્રેરિત નેતાઓ ના અંકુશ માં ના હોય,જેના કારણે સમગ્ર ગુજરાત ના બ્રાહ્મણો પોતાના સામાજિક/આર્થિક/યુવા લક્ષી કોઈપણ પ્રશ્નો મુદ્દે સરકાર સામે બાંયો ચઢાવી શકતા નથી કેમકે મોટાભાગના ભાજપ ના બ્રાહ્મણો જ  સમાજ ના કોઈ પણ આંદોલન કે વિરોધ સામે ઢાલ બની ને પોતાનો રોફ ભાજપ ના ઉચ્ચ નેતાગીરી ને બતાવી પોતાના અને પોતાના પરિવાર ના સ્વાર્થ સાધી રહ્યા છે.જેનો ભોગ સમગ્ર ગુજરાત નો બ્રહ્મ સમાજ બની રહ્યો છે.શ્રાવણ માસ પહેલા શાસ્ત્રોક્ત કર્મકાંડ માં સર્વત્ર બ્રહ્મ પૂજનીય હોવા છતાં ધર્મ ક્ષેત્રે તમામ મોટા નાના મંદિરો માં બ્રાહ્મણ પૂજારીઓ ને આજે પણ સરકાર સામેની માંગણીઓ સંતોષાઈ નથી કે ધાર્મિક ટ્રસ્ટ પણ ન્યાય આપતા નથી.આ સિવાય સમાજ ન અનેક રાજકીય/સમાજિક/રાજકીય અવગણના ના પ્રશ્નો આજે પણ ત્યાંના ત્યાં છે..દ્વારકાધીશ ના મંદિર ના ગૂગળી સમાજ ના બ્રાહ્મણો પણ ખુદ મોદીજી સાથે ચર્ચાઓ કરીને પોતાના લઘુમતી સમાજ ને ન્યાય મળે તે માટે કગરવું પડ્યું હતું પરિણામે આજે આવા નાના સમાજ ન ભવન/ભોજનાલય અને અનેક સગવડો પોતાના સમાજ અને પરિવારો ને દ્વારકા માં મળી રહી છે જ્યારે સોમનાથ માં જેની આજીવિકા કર્મકાંડ અને સોમનાથ મંદિર દર્શને આવતા શ્રદ્ધાળુઓ છે તેની ઉપર ટ્રસ્ટ દ્વારા અંકુશ લાવીને આવા સોમપુરા બ્રાહ્મણો ને બહાર ના બ્રાહ્મણો ને પૂજા પાઠ,કર્મકાંડ ના અધિકારો આપી અન્યાય કરી રહ્યા છે જેની સામે આ આંદોલન કરવાનો વારો આવ્યો છે.સમાજિક પાપો માંથી મુક્ત થવા જો રાજકીય બ્રાહ્મણો ને મહાદેવ સદ્બુદ્ધિ આપે અને તેઓ સ્વેચ્છાએ જો પોતાના સ્વાર્થ પૂરા થઈ ગયા હોય અને બ્રહ્મ સંગઠનો ને પૂર્વજો ની માલિકી સમજી ને છોડે તો ગુજરાત ના બ્રાહ્મણો ના અનેક પ્રશ્નો ના તટસ્થ સંગઠનો સક્રિય બને અને પૂર્ણ સામાજિક સેવાઓ કરી શકે…તાંજેતર માં ગાંધીનગર મહાનગર પાલિકા માં છેલ્લા ત્રણ ટર્મ થી પૂરતી સંખ્યામાં કોર્પોરેટર ની સંખ્યા હોવા છતાં ભાજપ ના શાશન માં પટેલવાળી ચલાવી ને સીએમ,કમલમ,સ્થાનિક ધારાસભ્ય પરિવાર દ્વારા પોતાનો અંકુશ રાખવા મહાનગર પાલિકા નો એકાદ હોદ્દો એકાદ કોર્પોરેટર ને આપી સંતોષ આપવામાં આવે છે.પણ ભાજપ માં બેઠેલ ઉચ્ચ કક્ષાએ નેતાઓ ની પટાવાળી કરતા સમાજ ના સ્વાર્થી નેતાઓ કોઈ નીશકક્ષ પરિણામ સમાજ માટે લાવી શક્યા નથી..કે જ્યા ભાજપ ના સ્થાનિક પ્રમુખ બ્રાહ્મણ છે…આમ રાજકારણ પણ માત્ર ટેકા રૂપી બ્રહ્મ સમાજ નો ઉપયોગ કરવામાં આવે છે જેમાં સમાજ ના સ્વાર્થી નેતાઓ જવાબદાર છે..અને જાણે પૂર્વજો ની પેઢીઓ હોય તેમ સમસ્ત ના નામની સમાજ ની હાટડીઓ વર્ષોથી ચલાવી રહ્યા છે…અસંખ્યવાર કહેવા છતાં આવા નફ્ફટ લોકો માં આજદિન સુધી કોઈ સુધારો આવ્યો નથી સિવાય મહાદેવ તેમને સદ્બુદ્ધિ આપે.
ભારતીય દેશ વિદેશ બ્રહ્મ સમાજ.બ્રહ્મ સેવક.પ્રદીપ રાવલ(ગાંધીનગર)(9824653073)
તંત્રી: ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક/જન ફરિયાદ
****************************
ભારત માં.જ્યા જ્યા તીર્થ છે ત્યાં ત્યાં સ્થાનિક રોજી રોટી મેળવતા બ્રહ્મણ નો તેનો હક છે..સાઉથ ના તીર્થો માં આજેય સ્થાનિક બ્રાહ્મણો નું એટલે હદે વર્ચસ્વ છે કે ત્યાં બોર્ડ માર્યા છે કે ઉપવસ્ત્ર/પીતાંબર માંજ ગર્ભ ગૃહમાં પ્રવેશ અને માત્ર સનાતની હિન્દુ પ્રવેશ .
આપડી વર્ષો જૂની કરિયાણાની દુકાન છોડી Dmart/શોપિંગ મોલ માં ખરીદવા ગયા તે આપડે પારિવારિક અપનાવેલી આધુનિક સંસ્કૃતિ છે..જેની સામે પણ આંદોલનો થયા હતા.કેમકે વિદેશો ની સંસ્કૃતિ આપડે આપડી સ્થાનિક સંસ્કૃતી વચ્ચે આધુનિક પશ્ચિમી સંસ્કૃતિ નો ઓપ આપવા રાજકીય ખભે લાવ્યા.
સોમનાથ(સોમપુરા)દ્વારકા(ગૂગળી)મધ્ય,દક્ષિણ ગુજરાત ના તીર્થો માં (શ્રીગોડ) ઉત્તર ગુજરાત ના તીર્થો માં ઉત્તર ગુજરાત ના સિદ્ધરાજ જયસિંહ વખતના છેલ્લા સંસ્કૃતિ જાળવી બેઠેલા (શહેરી કારણ ને તરછોડી)પરિવારો ઠાકર(અંબાજી)સિદ્ધપુર,પાટણ,બનાસકાંઠા ના બ્રાહ્મણો….
 ઉપરોક્ત બ્રાહ્મણો આજે પણ ઘણા પરિવારો કર્મકાંડ ઉપર પોતાની આજીવિકા મેળવે છે…સરકારે જે મંદિરો પોતાને હસ્તક કર્યા તેમાં ટ્રસ્ટીઓ સ્થાનિક રાજકીય નેતાઓ ની જેમ બદલાતા જાય….અને મંદિર વહીવટ માં પોતાનો રોફ જમાવવા પોતાની રોજી રોટી કમાયા ને ગુજરાન ચલાવતા પૂજારી બ્રાહ્મણો ઉપર ટ્રસ્ટી/મેનેજર તરીકે રોફ જણાવતા જાય..તે ખોટું છે…અત્યાર સુધી તીર્થો ના સ્થાનિક બ્રાહ્મણો એ પોતાના હક્ક માટે અંબાજી,દ્વારકા,સિદ્ધપુર,ચાણોદ,ડાકોર,નાગેશ્વર..બધી જગ્યાએ લડી લડી ને પોતાના હક મેળવ્યા છે..અને જાહેર જનતાએ અને સરકાર પણ ધ્યાન માં રાખે કે આ બ્રાહ્મણો થકી શાસ્ત્રોક્ત પૂજા.વિધિ.કર્મકાંડ ટકી રહ્યું છે અને સત્ ટકી રહ્યું છે..યાત્રા ધામ વિકાસ બોર્ડ ના ચેરમેન અને તેની બધી કમિટી વાળા લોકો ની ફરજ માં આવે છે કે બધો વહીવટ ભલે રાજકીય વહીવટ નેતાગીરી એમના કહ્યા પ્રમાણે કરો પણ સ્થાનિક બ્રાહ્મણો સાથે છેડછાડ કરવાથી બ્રહ્મ સમાજ ની વર્ષો જૂની પરંપરાઓ કે જે( શાસ્ત્રોક્ત જગ વિખ્યાત છે અને જેના કારણે લોકો દેશ વિદેશ થી આવી આસ્થા પ્રમાણે પૂજા વિધિ કરાવી પારિવારિક શાંતિ મેળવે છે)તેની સાથે રાજકીય ચેંડા કરવા ના જોઈએ નહિ,નહિ તો બ્રહ્મ પાપમાં પડશો..ભૂતકાળ મા મોટા અંબાજી ખાતે રાજકીય નેતા ના પરિવાર નો ધંધો/રોજગાર ચલાવવા (ચીકી અને મોહનથાળ(મહાપ્રસાદ) બાબતે યુદ્ધ છેડાયું હતું અને કોંગ્રેસ/ભાજપ વાળી થઈ હતી અને ઉગ્ર આંદોલનો થયા હતા,ભાજપ સરકાર ની નામોશી પણ થઈ હતી,સત્તાના જોરે ધર્મ સ્થાનો ને રાજકીય હવાડો બનાવવા ભાજપ ની સમગ્ર નેતાગીરી ભાજપ માં રહેલા લાલચુ/સ્વાર્થી બ્રાહ્મણો ના ખભે રાજનીતિ કરવા નીકળ્યા હતા અને છેલ્લે વિશ્વ હિન્દુ પરિષદ ના અશોક રાવલ અંબાજી પાટીદાર માં આવીને ભાજપ સત્તાવાળાઓ ને માપ માં રાખવા કહેવું પડ્યું હતું ke ” આ તમારા બાપ ની પેઢી નથી” ત્યારે ભાજપ સત્તાવાળા ઢીલા પડ્યા હતા અને મહાપ્રસાદ વર્ષો જૂની પરંપરા ચાલુ કરાવી હતી અને બ્રાહ્મણો ની પૂજા વિધિ ના હક્ક આપવામાં આવ્યા હતા અને આજે પણ જૂના રથ ખાતે પરંપરા પ્રમાણ3 બ્રાહ્મણો ની પૂજા વિધિ/યજ્ઞ શાળા/અને તેમની ઠાકર પરંપરા ચાલુ રાખવા તેમના હક્ક તેમને પાછા આપવા પડ્યા હતા…આવા કલંકિત ઇતિહાસ બનાવવા કહેવાતી ભાજપ ની હિન્દુ સરકાર આજે પણ બનાસકાંઠા માં સાંસદ ની જગ્યા તેમના અહમ ખાતર ગુમાવી બેઠી છે કેમકે સ્થાનિક ભાજપ ના વર્ષો જૂના લોકો ને ટિકિટ નહિ આપીને પક્ષ પલટા પરિવાર ને ટિકિટ ફાળવતા નામોશી ઓઢીને ભાજપ બનાસકાંઠા માં પછડાયું છે..હજુ પણ ભવિષ્ય મા જો ભાજપ ધાર્મિક સ્થાનો માં યાત્રા વિકાસ ધામ બોર્ડ ના ખભે જો રાજકીય અખાડો ચાલુ રાખશે તો આગામી દિવસોમાં પરિણામો બહુ ખરાબ આવે તેમ છે.અને ગુજરાત ના બ્રાહ્મણો એ પણ આ ભાજપ પ્રેરિત વહીવટી “સમસ્ત”ના નામે ચાલતા સંગઠનો ના પૂર્વજો ની પેઢી સમજી ગયેલા લોકો થી દુર રહી બિન રાજકીય બ્રહ્મ સંગઠન ના નેજા હેઠળ આવી વર્ષો જૂની બ્રહ્મ સંસ્કૃતિ ને બચાવી ધર્મિક,સમાજિક,રાજકીય સંસ્કૃતિ ને બચાવવા મેદાનમાં આવવું પડશે….નહિ તો આ રાજકીય બ્રાહ્મણો બ્રહ્મ સમાજ ની ઘોર ખોદવામાં કાઈ બાકી રાખ્યું નથી અને ઘર ઘર ના ટ્રસ્ટ બનાવી બાપ ની પેઢીઓ ની જેમ સમાજ ને રાજ રંગ બતાવી રહ્યા છે…માર માનવા મુજબ સમગ્ર ગુજરાત ના બ્રાહ્મણો એ તીર્થ ધામો માં આજીવિકા ઉપર નભતા સ્થાનિક બ્રાહ્મણો ના હક્ક માટે સાથ સહકાર આપવો જોઈએ….અખિલ ભારતીય દેશ વિદેશ બ્રહ્મ સમાજ સંગઠન…બ્રહ્મ સેવક(પ્રદીપ રાવલ..ગાંધીનગર.9824653073)
*****************************
https://youtu.be/77wYs5ynu2E?si=9Pu-E6hldQrzgvwv