*વાઘોડિયા રોડ ઉપર આવેલ સ્વામિનારાયણ મંદિર લોયાધામ વડોદરા ની અંદર આવેલા કેડ સમા પાણી ઉતરતા સંતો લાગી ગયા જનસેવા માં*
ભગવાન સ્વામિનારાયણના આદેશ અનુસાર
*દુઃખીઓ દેખી ન ખમાય દયા આણી રે..*
*દિન જન ને વિશે દયાવન* થવું એ જ અન્યાએ ચાતુર્માસ માં પોતાને વ્રત ઉપવાસ ચાલતા હોવા છતાય સંતો જાતે ખીચડી,કઢી,શાક,
500 થી 700 માણસની રસોઈ બનાવી વાઘોડિયા રોડ ,પર આવેલ અસરગ્રસ્ત વિસ્તાર જેવા કે તળાવ કિનારે રહેતા ઝૂંપડપટ્ટીમાં અનેક આપણા જ ભાઈઓ અને બહેનો પાણીથી પીડાતા પોતાની વ્યથા કોઈને ન કહી શકતા એવા વિસ્તારમાં જઈ સંતોએ જાતે ભગવાનના પ્રસાદ રૂપી ગરમાગરમ ભોજન સાંજ પડે જમાડિ ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત કરવાનું અને જનસેવા કરવાનું કાર્ય આરંભ્યું
*આ સેવાની પ્રેરણા પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી ઘનશ્યામપ્રકાશદાસજી સ્વામી લોયાધામ કરી હતી .*
*પૂજ્ય દર્શન સ્વામી સાથે સંતો ભક્તો સેવા કરતા નજરે પડી રહ્યા છે…*
આ સેવા કાર્ય હજુ સ્થિતિ નોર્મલ ન થાય ત્યાં સુધી સ્વામિનારાયણ મંદિર લોયાધામ વડોદરા વાઘોડિયા રોડ દ્વારા અવિરત ચાલુ રહેશે.
અહેવાલ કનુભાઈ ખાચર