NG-334-24-9-24 pdf NG-335 25-9-24 pdf
વડોદરા શહેરમાં 26 ઓગસ્ટ વિશ્વમૈત્રીના વરસાદી પાણીના ભયાનકપુરના લીધે આખા શહેરમાં પાણી ફરી મળતા લોકોને કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું. સરકારે તાબડતો કલેકટરશ્રીને બારસો કરોડ રૂપિયા રોકડ આપવા માટે ફાળવી પણ દીધા હતા. કેમ છતાં બરોડાની જનતાનો આક્રોશ એટલો મોટો ફાટી નીકળ્યો કે સિનિયર સિટીઝન ધારાશાસ્ત્રીઓ તબીબો અને બુદ્ધિજીવી વર્ગોની મોટાપાયે મીટીંગો થવા લાગી હતી અને શાસક સરકાર સામે પુષ્કળ મોટાપાયે રોષ જોવા મળ્યો હતો. નિવૃત્ત જતી થી માડીને ધારાશાસ્ત્રીઓ પણ જાહેરમાં સરકાર વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે આવાહન કરી રહ્યા હતા.
એવામાં સરકાર તરફથી 1200 કરોડ ફાળવ્યા બાદ કલેક્ટરશ્રીએ સો રૂપિયા થી માંડીને 2500 રૂપિયાની રાહત જાહેર કરીને ઉચંતામાં પેદા કર્યું ન હતું અને પ્રજા કહેતી હતી કાં તો એક લોલીપોપ છે. કેમ કે ₹100 થી 2500 રૂપિયામાં તો પાણી ભરાયેલા ઘરોની અંદર લોકો સાફ-સફાઈ કરવા આવવાની પણ ના પાડે છે એટલે સરકારશ્રીએ ફરીથી નિર્ણય લઈને 5,000 થી લઈને 85 હજાર રૂપિયા સુધીની રોકડ સહી કરવા નવા આદેશો પણ કરવા પડ્યા હતા.
હવે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર દ્વારા સરકારના આદેશથી ડ્રોન દ્વારા વિશ્વામિત્રીના દબાણોનું 25 કિલોમીટર સુધીનો સર્વે કરાયો હતો અને હાલમાં અગોરા મોલ કાશીબા ચિલ્ડ્રન હોસ્પિટલ અને ગ્લોબલ સ્કૂલ શિવા દશેક મોટા જાહેર સાહસો જે દબાણ રૂપે ઉભા થઈ ગયા હતા તેમને 72 કલાકમાં આજથી તેમના દબાણો દૂર કરવા નોટિસ અપાઈ હતી અને જો આ દબાણો તેઓ દૂર કરે નહીં તો શુક્રવારથી મનપા દ્વારા આ દબાણો દૂર કરવામાં આવશે તેવી જાહેરાત પણ પ્રજામાં કરવામાં આવી હતી જેથી પ્રજામાં એક આનંદ અને ઉત્સાહની લાગણી અત્યારે આવી જાહેરાતોથી સાંભળવા મળી રહી છે.
કમિશનર શ્રી દિલીપરાણા નો આ મનપાનો સૌથી મોટો નિર્ણય આ વિશ્વામિત્રીના દબાણો દૂર કરવામાં જો સફળ થાય તો બરોડામાં ફરી પાછું ઉત્સાહનું મોટું ફાટી નીકળે અને લોકોને જે કરોડો રૂપિયાનું નુકસાન થયું છે તેમ છતાં પણ બરોડાની જનતા શાસક સરકાર ઉપર વિશ્વાસ મૂકે તેવું અત્યારે જોડ સોર થી સંભળાઈ રહ્યું છે.
લોકોમાં એવું પણ જોર સોર થી સંભળાઈ રહ્યું હતું કે નરેન્દ્ર મોદીને સૌપ્રથમ બરોડા થી દિલ્હી રાજગાદીએ મોકલવામાં આવ્યા હતા તેમ છતાં આટલું બધું કરોડોનું નુકસાન થયું તો પણ તેઓએ બરોડા માટે ક્યાંય પણ એક પણ શબ્દો ઉચ્ચાર્યો નથી કે કોઈપણ તેમણે તેમની લાગણી ટ્વિટ કરીને પણ બતાવી નથી પરંતુ આજે નિર્ણય લેવાયો તેમાં મોદીજી નો જ દોરી સંચાર હોય તેવું માની અને પ્રજામાં અત્યારે હાલ પૂરતી શાંતિનું વાતાવરણ જોવા મળે છે.
હવે જોવાનું રહ્યું કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન કેટલી સફળ આ વિશ્વામિત્રીના 25 કિલોમીટરના દબાણો દૂર કરવામાં થાય છે અને પ્રજાને ન્યાય આપે છે
ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક તંત્રી પ્રદીપ રાવલ
*****************************
અહીંયા કોઈપણ સમાચારો અમારા મીડિયા સોર્સથી પ્રાપ્ત થયેલ જનજાગૃતિના ભાગરૂપે પ્રસિદ્ધ કરવામાં આવે છે તેમ છતાં કોઈને પણ વાંધાજનક લાગે તો તંત્રીનો સંપર્ક કરીને કરઈ કરી શકે છે.