બરોડાની જનતાની વિશ્વામિત્રી પુર સમયમાં તંત્ર દ્વારા 100 રૂપિયાથી 2500 સુધી રોકડ સહાય જાહેર કરી ક્રૂર મજાક કરી,પ્રજા આક્રોશ ફાટી નીકળતા રાજકીય રીતે પ્રજા આક્રોશ ને ડામી દેવા હવે તંત્રએ 5000 રૂપિયાથી 85000 રૂપિયાની રોકડ સહાય પાછળથી જાહેર કરી(ક્યા સુધી સનદી અધિકારીઓ રાજકીય નેતાઓના હાથ બની પ્રજા ઉપર અંગ્રેજ શાશન રૂપી રાજ કરશે?(પાટનગરમાં રાજકીય રીતે વૃક્ષો,રોડ રસ્તા રાતોરાત બનાવી કોમર્શિયલ નવરાત્રી ક્લબો ને ગ્રાઉન્ડ ફાળવી લહાણી?(સ્થાનિક વસાહતીઓ માં ,સિનિયર સિટીઝન મંડળી નો ભારે આક્રોશ) તા:૧૩/૯/૨૦૨૪ ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક PDF FILE જૂવો.janfariyadnews YouTube link જુવો.૪

NG-323-13-9-24 pdf

બરોડામાં 12 ઇંચ વરસાદ જ્યારે પડ્યો ત્યારે વિશ્વામિત્રી આખા બરોડાની અંદર પથરાઈ ગઈ અને લોકોના ઘરની અંદર ત્રણ ફૂટ થી વધારે પાણી ઘૂસીને લાખો કરોડો રૂપિયાનું નુકસાન થયું. ત્યારે શાસક સરકારના મંત્રીઓ અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ બરોડાની મુલાકાત લઈને નુકસાનનું મૂલ્યાંકન કરીને સરકારી સૂચના અનુસાર તંત્રએ સો રૂપિયાથી માંડીને ₹2500 સુધીની રોકડ સાહેબ જાહેર કરીને પ્રજાની ક્રૂર મજાત કરી જેની સામે બરોડાની જનતાનો આક્રોશ એટલી હદે ફાટી નીકળ્યો કે જાણે આખી શાસક સરકાર ડોલી જાય. બરોડાના ઉત્તર ઝોન નાગરિક સમિતિએ 500 થી વધારે સિનિયર સિટીઝનની એક મિટિંગ હોલમાં બોલાઈને વળતરના દાવા માટે કાયદાકીય કાર્યવાહીની ધમકી ઉચ્ચારી અને તંત્ર દ્વારા પ્રજા ના પ્રતિનિધિઓ ઉપર કાયદાકીય શકન જાઓ કરીને આક્રોશ ઠાલવાનો ખોટો પ્રયત્ન કર્યો ત્યારે પ્રજાનો  આક્રોશ વધુ ફાટી નીકળ્યો અને બરોડાના ધારાશાસ્ત્રીઓએ પણ તંત્રની સામે ખુલ્લા મોહે બોલવાનું શરૂ કર્યું અને પ્રજાને કહ્યું કે વર્તનના દાવાઓ અમે મફતમાં લડીશું ત્યારે તંત્ર નબળું પડ્યું અને હવે તંત્ર દ્વારા 5,000 થી માડીને 85 હજાર રૂપિયા સુધીની રોકડ આપવાનો નિર્ણય લીધો . પાછળથી આમ આવી સહાય ના નિર્ણયો તાત્કાલિક અસરથી બદલવા પાછળ રાજકીય તંત્ર જવાબદાર હોવાનું પ્રજામાં ચર્ચાએ રહ્યું છે આવું ક્યાં સુધી સ નદી અધિકારીઓ સરકારના અને રાજકીય નેતાઓના ખભે પ્રજા ઉપર રાજ કરશે તે પણ એક મોટો ચર્ચાનો મુદ્દો અત્યારે બરોડામાં ચર્ચાઈ રહ્યો છે. વિશ્વામિત્રીના દબાણો ની સામે પ્રજાનો આક્રોશ ફાટી નીકળ્યો અને કાયદાકીય લડતની જ્યારે વાત આવી ત્યારે હજુ પણ તંત્ર શાંત બેઠું છે અને કરોડો રૂપિયાની જમીનો ના ફાયદા બિલ્ડરોને કરાવી નાખ્યા હવે તેને પાછા લઈને તેમની સ્કીમો કેમ તોડવી તે પણ મોટો પ્રશ્ન ઉભો થયો છે અને હવે જ્યારે પ્રધાનમંત્રી ને ત્રણ દિવસ ગુજરાત મુલાકાત ગોઠવાઈ તે પૂર્વે પ્રજાનો આક્રોશ ઠાલવવા માટે અનેક નિર્ણયોમાં ફેરફારો આવી રહ્યા છે તે પણ પ્રજામાં ખૂબ જોર શોર થી ચર્ચાહી રહ્યું છે.

પાટનગર માં ફરી પાછું સેક્ટર 13 માં ગરબા ગ્રાઉન્ડ મોકળું કરવા વૃક્ષ છેદન ની અરજીઓ કોમર્શિયલ ગરબા ગ્રુપ કરી.

ગાંધીનગરમાં વર્ષોથી કોમર્શિયલ ક્લબના નામે લોકો પાસેથી ફી ઉઘરાવીને નવરાત્રીમાં ગરબા ના આયોજનો કરવામાં આવે છે અને જુદા જુદા મેદાનો પોતપોતાની સરકારી વગ દ્વારા મેળવી ને સેન્ટરની નવરાત્રી ખતમ થઈ ગઈ હોય તેમ હવે સેક્ટર ના ગ્રાઉન્ડ ઉપર આ લોકો કરવા લાગ્યા છે. સેક્ટર 13 ના વસાહતીઓએ સરકારમાં ફરિયાદ કરી છે કે આવા કોમર્શિયલ ગ્રાઉન્ડ તૈયાર કરવા માટે વૃક્ષો કાપવામાં ન આવે તેમ છતાં પણ તંત્ર હવે આ બાબતે શું આ કોમર્શિયલ ક્લબને લાભ આપશે કે પછી સ્થાનિક પ્રજાને ન્યાય આપશે. છેલ્લા ઘણા લાંબા સમયથી રામકથા મેદાન સેક્ટર 11 માં થતા વૈભવી ક્લબના ગરબા હવે સેક્ટર 13 માં આ ક્લબ પોતાના સભ્યોની ઉઘરાવેલી ફી ના અનુસંધાનમાં કરવા જઈ રહી છે પરંતુ સ્થાનિક લોકોની માગણી છે કે આ ક્લબ દ્વારા વૃક્ષોનું નિકંદન કાઢવામાં ન આવે અને સેક્ટરની શાંતિ હણાઇ ના જાય તે માટે પરસ્પર સરકારી ખાતામાં અરજીઓ કરવામાં આવી છે. ગાંધીનગરમાં આવી ત્રણ ચાર કોમર્શિયલ ક્લબ અને જુદા જુદા સંયુક્ત ફાઉન્ડેશન દ્વારા જોડાણ કરીને નવરાત્રી મહોત્સવ થઈ રહ્યા છે અને તેમની આંતરિક જૂથબંધી ની ખેચતાણમાં રાજકીય જુદા જુદા નાના મોટા નેતાઓ પણ આ જુદી જુદી ક્લબ ફાઉન્ડેશનમાં વહેંચાઈ ગયા છે તે પ્રજામાં ચર્ચાનો મુદ્દો છે કે આ વખતે કોણ ક્યાં હશે અને કોણ ક્યાં જશે અને કોણ કોને કેવી મદદ કરશે અને કોની નવરાત્રી સારી થાય છે નાની થાય છે કે મોટી થાય છે તેનું મૂલ્યાંકન પણ પાટનગર ની પ્રજા કરશે.
https://youtu.be/biFJV53fOyA?si=dpRADqWyNrN7gJRJ
https://youtu.be/5tmE1QB0cAk?si=dlb_xfN2lq9bip7s