(ગુજરાત રાજ્ય માહિતી ખાતાના સમાચારો)
[10/17, 10:38 AM] Dilip Gajjar.Mahiti.Press: *રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી સાથે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત* *રાજ્યપાલશ્રી સમક્ષ મંત્રી મંડળના સભ્યોની શપથવિધિ યોજવા બાબતે અનુમતિ માંગવામાં આવી* 17 ઓક્ટોબર 2025, શુક્રવાર ગાંધીનગરમાં રાજભવન ખાતે આજે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી સાથે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમ્યાન મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતના મંત્રી મંડળની વર્તમાન સ્થિતિ અંગે રાજ્યપાલશ્રીને માહિતગાર કર્યા હતા. તેમજ રાજ્યપાલશ્રી પાસેથી મંત્રી મંડળના સભ્યોની શપથવિધિ યોજવા અનુમતિ માંગી હતી. [10/17, 12:30 PM] Dilip Gajjar.Mahiti.Press: *WATCH LIVE* *Date* *17-10-25* | *Time* *12:35* *PM* *LIVE: ગુજરાત રાજ્યના પદનામિત મંત્રીશ્રીઓનો ગાંધીનગર ખાતે શપથવિધિ સમારોહ.* *LIVE: Swearing-in ceremony of the designated Ministers at Gandhinagar* *YouTube :-* https://youtube.com/live/S_OSUS662a8?feature=share *YouTube :-* https://youtube.com/live/5g59t-YJSvE?feature=share *FB :-* https://www.facebook.com/share/v/1HHs2aujz4/ *FB :-* https://www.facebook.com/share/v/17QTijqrpb/ *Twitter :-* https://x.com/CMOGuj/status/1979079243478032569 *Twitter :-* https://x.com/Bhupendrapbjp/status/1979079243591225378 *CMO Gujarat Website* :- https://cmogujarat.gov.in/en/watch-live *PLEASE LIKE SHARE AND SUBSCRIBE* [10/17, 2:39 PM] Dilip Gajjar.Mahiti.Press: *મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વના મંત્રી મંડળમાં સામેલ નાયબ મુખ્યમંત્રીશ્રી તથા મંત્રીશ્રીઓની શપથવિધિ સંપન્ન* ….. *નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી તથા નવા વરાયેલા મંત્રીશ્રીઓમાં 5 કેબિનેટ મંત્રીશ્રીઓ, રાજ્યકક્ષાના (સ્વતંત્ર પ્રભાર)ના 3 મંત્રીશ્રીઓ અને રાજ્યકક્ષાના 12 મંત્રીશ્રીઓનો સમાવેશ* ….. *રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ મંત્રીશ્રીઓને મહાત્મા મંદિર પરિસરમાં ગૌરવશાળી સમારોહમાં શપથ ગ્રહણ કરાવ્યા* ….. *કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, શ્રી ઋષિકેશભાઈ પટેલ, શ્રી કુંવરજીભાઈ બાવળીયા તથા રાજ્ય કક્ષાના શ્રી પરષોત્તમભાઈ સોલંકીને વર્તમાન મંત્રીમંડળમાં યથાવત રાખવામાં આવ્યા* .. .. .. .. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વના મંત્રીમંડળમાં નવા સમાવિષ્ટ થયેલા નાયબ મુખ્યમંત્રીશ્રી તથા મંત્રીશ્રીઓને હોદ્દા અને ગોપનિયતાના શપથ ગ્રહણ કરાવ્યાં હતાં. આ શપથવિધિ સમારોહમાં રાજ્યપાલશ્રી સમક્ષ નાયબ મુખ્યમંત્રીશ્રી તરીકે શ્રી હર્ષ સંઘવી તથા રાજ્ય મંત્રીમંડળના કેબિનેટ કક્ષાના 5 અને રાજ્ય કક્ષાના સ્વતંત્ર હવાલો ધરાવતાં 3 તથા રાજ્ય કક્ષાના 12 પદનામિત મંત્રીશ્રીઓએ ઈશ્વરના નામે શપથ લીધાં હતાં. કેબિનેટ મંત્રી તરીકે શ્રી જીતેન્દ્રભાઈ વાઘાણી, શ્રી નરેશભાઈ પટેલ, શ્રી અર્જુનભાઈ મોઢવાડીયા, ડૉ. પ્રદ્યુમ્નભાઇ વાજા અને શ્રી રમણભાઈ સોલંકીએ હોદ્દો અને ગુપ્તતાના શપથ લીધા હતા. રાજ્યકક્ષાના (સ્વતંત્ર પ્રભાર) ધરાવતા મંત્રી તરીકે શ્રી ઈશ્વરસિંહ પટેલ, શ્રી પ્રફુલ્લ ભાઇ પાનસેરીયા તથા શ્રીમતી મનિષા વકીલે શપથ ગ્રહણ કર્યા હતાં. જ્યારે રાજ્યકક્ષાના મંત્રી તરીકે શ્રી કાંતિલાલ અમૃતિયા, શ્રી રમેશભાઈ કટારા, શ્રીમતી દર્શનાબહેન વાઘેલા, શ્રી કૌશીકભાઈ વેકરીયા, શ્રી પ્રવિણકુમાર માળી, ડૉ. જયરામભાઈ ગામીત, શ્રી ત્રિકમભાઈ છાંગા, શ્રી કમલેશભાઈ પટેલ, શ્રી સંજયસિંહ મહિડા, શ્રી પી.સી. બરંડા, શ્રી સ્વરૂપજી ઠાકોર અને શ્રીમતી રિવાબા જાડેજાએ રાજ્યપાલશ્રી સન્મુખ શપથ ગ્રહણ કર્યા હતાં. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળના કેબનેટ મંત્રીઓ સર્વશ્રી કનુભાઈ દેસાઈ, ઋષિકેશભાઈ પટેલ, કુંવરજી ભાઇ બાવળીયા તથા રાજ્યકક્ષાના શ્રી પરષોત્તમભાઈ સોલંકીને આ નવા મંત્રીમંડળમાં યથાવત રાખવામાં આવ્યાં છે. આ શપથ વિધિ સમારોહમાં ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રીશ્રી જગતપ્રકાશ નડ્ડા, ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષશ્રી જગદીશ વિશ્વકર્મા, કેન્દ્રીય મંત્રી સર્વશ્રી મનસુખ માંડવીયા,સી. આર. પાટીલ, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, સંગઠનના પદાધિકારીઓ, વરિષ્ઠ અગ્રણીઓ, સાધુ સંતો અને સમાજના વિવિધ વર્ગોના અગ્રણીઓ તથા અધિક મુખ્ય સચિવશ્રીઓ, અગ્ર સચિવશ્રીઓ, પોલીસ મહાનિદેશકશ્રી તેમજ વિશાળ સંખ્યામાં શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય સચિવ શ્રી પંકજ જોષીએ આ શપથવિધિ સમારોહનું સંચાલન કર્યું હતું. —– [10/17, 2:40 PM] Dilip Gajjar.Mahiti.Press: *મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વના મંત્રી મંડળમાં સામેલ નાયબ મુખ્યમંત્રીશ્રી તથા મંત્રીશ્રીઓની શપથવિધિ સંપન્ન* ….. *નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી તથા નવા વરાયેલા મંત્રીશ્રીઓમાં 5 કેબિનેટ મંત્રીશ્રીઓ, રાજ્યકક્ષાના (સ્વતંત્ર પ્રભાર)ના 3 મંત્રીશ્રીઓ અને રાજ્યકક્ષાના 12 મંત્રીશ્રીઓનો સમાવેશ* ….. *રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ મંત્રીશ્રીઓને મહાત્મા મંદિર પરિસરમાં ગૌરવશાળી સમારોહમાં શપથ ગ્રહણ કરાવ્યા* ….. *કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, શ્રી ઋષિકેશભાઈ પટેલ, શ્રી કુંવરજીભાઈ બાવળીયા તથા રાજ્ય કક્ષાના શ્રી પરષોત્તમભાઈ સોલંકીને વર્તમાન મંત્રીમંડળમાં યથાવત રાખવામાં આવ્યા* .. .. .. .. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વના મંત્રીમંડળમાં નવા સમાવિષ્ટ થયેલા નાયબ મુખ્યમંત્રીશ્રી તથા મંત્રીશ્રીઓને હોદ્દા અને ગોપનિયતાના શપથ ગ્રહણ કરાવ્યાં હતાં. આ શપથવિધિ સમારોહમાં રાજ્યપાલશ્રી સમક્ષ નાયબ મુખ્યમંત્રીશ્રી તરીકે શ્રી હર્ષ સંઘવી તથા રાજ્ય મંત્રીમંડળના કેબિનેટ કક્ષાના 5 અને રાજ્ય કક્ષાના સ્વતંત્ર હવાલો ધરાવતાં 3 તથા રાજ્ય કક્ષાના 12 પદનામિત મંત્રીશ્રીઓએ ઈશ્વરના નામે શપથ લીધાં હતાં. કેબિનેટ મંત્રી તરીકે શ્રી જીતેન્દ્રભાઈ વાઘાણી, શ્રી નરેશભાઈ પટેલ, શ્રી અર્જુનભાઈ મોઢવાડીયા, ડૉ. પ્રદ્યુમ્નભાઇ વાજા અને શ્રી રમણભાઈ સોલંકીએ હોદ્દો અને ગુપ્તતાના શપથ લીધા હતા. રાજ્યકક્ષાના (સ્વતંત્ર પ્રભાર) ધરાવતા મંત્રી તરીકે શ્રી ઈશ્વરસિંહ પટેલ, શ્રી પ્રફુલ્લ ભાઇ પાનસેરીયા તથા શ્રીમતી મનિષા વકીલે શપથ ગ્રહણ કર્યા હતાં. જ્યારે રાજ્યકક્ષાના મંત્રી તરીકે શ્રી કાંતિલાલ અમૃતિયા, શ્રી રમેશભાઈ કટારા, શ્રીમતી દર્શનાબહેન વાઘેલા, શ્રી કૌશીકભાઈ વેકરીયા, શ્રી પ્રવિણકુમાર માળી, ડૉ. જયરામભાઈ ગામીત, શ્રી ત્રિકમભાઈ છાંગા, શ્રી કમલેશભાઈ પટેલ, શ્રી સંજયસિંહ મહિડા, શ્રી પી.સી. બરંડા, શ્રી સ્વરૂપજી ઠાકોર અને શ્રીમતી રિવાબા જાડેજાએ રાજ્યપાલશ્રી સન્મુખ શપથ ગ્રહણ કર્યા હતાં. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળના કેબનેટ મંત્રીઓ સર્વશ્રી કનુભાઈ દેસાઈ, ઋષિકેશભાઈ પટેલ, કુંવરજી ભાઇ બાવળીયા તથા રાજ્યકક્ષાના શ્રી પરષોત્તમભાઈ સોલંકીને આ નવા મંત્રીમંડળમાં યથાવત રાખવામાં આવ્યાં છે. આ શપથ વિધિ સમારોહમાં ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રીશ્રી જગતપ્રકાશ નડ્ડા, ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષશ્રી જગદીશ વિશ્વકર્મા, કેન્દ્રીય મંત્રી સર્વશ્રી મનસુખ માંડવીયા,સી. આર. પાટીલ, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, સંગઠનના પદાધિકારીઓ, વરિષ્ઠ અગ્રણીઓ, સાધુ સંતો અને સમાજના વિવિધ વર્ગોના અગ્રણીઓ તથા અધિક મુખ્ય સચિવશ્રીઓ, અગ્ર સચિવશ્રીઓ, પોલીસ મહાનિદેશકશ્રી તેમજ વિશાળ સંખ્યામાં શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય સચિવ શ્રી પંકજ જોષીએ આ શપથવિધિ સમારોહનું સંચાલન કર્યું હતું. —– [10/17, 3:45 PM] Dilip Gajjar.Mahiti.Press: https://photos.app.goo.gl/q9KJnpBLy77vCpSt7 [10/17, 4:34 PM] Dilip Gajjar.Mahiti.Press: *રાજ્ય મંત્રી મંડળના નવા સભ્યશ્રીઓનો પરિચય* *:: કેબિનેટ કક્ષાના મંત્રીશ્રીઓ ::* *૧. શ્રી જિતેન્દ્રભાઈ સવજીભાઈ વાઘાણી* બેઠક નંબર: ૧૦૫, ભાવનગર (પશ્ચિમ) મત વિભાગ (ભાવનગર શહેર) જન્મઃ તા. ૨૮મી જુલાઈ, ૧૯૭૦, વરતેજ. વ્યવસાય: ખેતી અને બાંધકામ સંસદીય કારકિર્દી: ૧૩મી અને ૧૪મી ગુજરાત વિધાનસભામાં સભ્ય તરીકે કાર્યરત હતા. ૧૪મી ગુજરાત વિધાનસભા દરમિયાન તા.૧૬ સપ્ટેમ્બર ૨૦૨૧ થી ૦૯ ડિસેમ્બર ૨૦૨૨ સુધી પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના મંત્રી તરીકે સેવાઓ આપી હતી. આ ઉપરાંત ૧૫મી વિધાનસભાના સભ્ય તરીકે ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિના પ્રમુખ તરીકે તા. ૨૦મી એપ્રિલ, ૨૦૨૩થી કાર્યરત છે. શોખ: વાંચન, સમાજસેવા, લોકસાહિત્ય, રમતગમત, પ્રવાસ *૨. શ્રી નરેશભાઈ મગનભાઈ પટેલ* બેઠક નંબર: ૧૭૬, ગણદેવી (અ.જ.જા.) મત વિભાગ (નવસારી જિલ્લો) જન્મઃ તા ૧લી જૂન, ૧૯૬૯, મોગરાવાડી, નવસારી. વ્યવસાય: ખેતી, વેપાર સંસદીય કારકિર્દી: ૧૨મી અને ૧૪મી ગુજરાત વિધાનસભામાં સભ્ય તરીકે કાર્યરત હતા. ૧૪મી ગુજરાત વિધાનસભામાં આદિજાતિ વિકાસ તેમજ અન્ન અને નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગના મંત્રી તરીકે સેવા આપી હતી. શોખ: વાંચન, લેખન, સંગીત, ક્રિકેટ. *૩. શ્રી અર્જુનભાઈ દેવાભાઈ મોઢવાડિયા* બેઠક નંબર: ૮૩, પોરબંદર મત વિભાગ (પોરબંદર જિલ્લો) જન્મઃ તા. ૧૭ ફેબ્રુઆરી ૧૯૫૭, મોઢવાડા, પોરબંદર. વ્યવસાય: સામાજિક પ્રવૃત્તિ અને ખેતી સંસદીય કારકિર્દી: ૧૧મી અને ૧૨મી ગુજરાત વિધાનસભામાં સભ્ય તરીકે કાર્યરત હતા. આ ઉપરાંત ઓગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ દરમિયાન શ્રીલંકા ખાતે યોજાયેલી કોમનવેલ્થ પાર્લામેન્ટરી એસોસીએશનના એશિયા વિસ્તારની બીજી કોન્ફરન્સમાં ગુજરાતના ડેલીગેટ તરીકે તેમણે ભાગ લીધો હતો. શોખ: વાંચન, ટેનિસ, વૃક્ષા રોપણ, યુવક પ્રવૃત્તિઓ, વ્યસન નિર્મૂલન. *૪. ડૉ. પ્રદ્યુમન ગનુભાઇ વાજા* બેઠક નંબર: ૯૨, કોડીનાર (અ.જા.) મત વિભાગ (ગીર-સોમનાથ જિલ્લો) જન્મઃ તા. ૧૮મી ઓગસ્ટ, ૧૯૬૯, કુતિયાણા. વ્યવસાય: ડૉક્ટર સંસદીય કારકિર્દી: ૧૨મી ગુજરાત વિધાનસભામાં સભ્ય તરીકે કાર્યરત હતા. પ્રવૃત્તિઓઃ ટ્રસ્ટી, નેશનલ મેડિકોઝ ઓર્ગેનાઇઝેશન શોખ: વાંચન, લેખન, પ્રવાસ, રમતગમત, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ *૫. શ્રી રમણભાઇ ભીખાભાઈ સોલંકી* બેઠક નંબર: ૧૦૯, બોરસદ મત વિભાગ (આણંદ જિલ્લો) જન્મઃ તા. ૨૮મી એપ્રિલ, ૧૯૬૫, વટાદરા, તા-ખંભાત વ્યવસાય: નિવૃત્ત શિક્ષક, ખેતી સંસદીય કારકિર્દી: ૧૫મી ગુજરાત વિધાનસભામાં નાયબ મુખ્ય દંડકશ્રી તરીકે તા. ૧૨મી ડિસેમ્બર ૨૦૨૨થી કાર્યરત હતા. પ્રવૃત્તિઓઃ વર્ષ ૨૦૦૫ થી ૨૦૧૦ જિલ્લા પંચાયતમાં સભ્ય તરીકે કાર્યરત હતા. આ ઉપરાંત ૨૦૨ ઠાકોર સમાજના મંત્રી તરીકે પણ સેવા આપી. શોખ: વાંચન *:: રાજ્ય કક્ષાના મંત્રીશ્રીઓ (સ્વતંત્ર હવાલો) ::* *૬. શ્રી ઈશ્વરસિંહ ઠાકોરભાઈ પટેલ* બેઠક નંબર: ૧૫૪, અંકલેશ્વર મત વિભાગ (ભરૂચ જિલ્લો) જન્મઃ તા. ૨૫મી જૂન, ૧૯૬૫, મુ પો. કુડાદરા, તા. હાંસોટ, ભરૂચ વ્યવસાય: ખેતી સંસદીય કારકિર્દી: ૧૧મી, ૧૨મી, ૧૩મી અને ૧૪મી ગુજરાત વિધાનસભામાં સભ્ય તરીકે કાર્યરત હતા. તેઓ સહકાર, રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં તા. ૨જી માર્ચ, ૨૦૦૯ થી ૧લી ફેબ્રુઆરી, ૨૦૧૧ દરમિયાન સંસદીય સચિવ રહ્યા હતા. આ ઉપરાંત તેઓએ તા. ૨જી ફેબ્રુઆરી, ૨૦૧૧ થી તા. ૨૫ મી ડિસેમ્બર, ૨૦૧૨ દરમિયાન સહકાર, રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રીશ્રી તરીકે સેવાઓ આપી છે, તા. ૭મી ઓગસ્ટ, ૨૦૧૬ થી તા. ૨૫મી ડિસેમ્બર, ૨૦૧૭ દરમિયાન સહકાર વિભાગનો સ્વતંત્ર હવાલો સંભાળ્યો છે તેમજ ડિસેમ્બર, ૨૦૧૭ થી સપ્ટેમ્બર, ૨૦૨૧ દરમિયાન સહકાર, રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સ્વતંત્ર હવાલા અને વાહન વ્યવહાર વિભાગના રાજ્ય મંત્રી તરીકેનું સેવાદાયિત્વ સંભાળ્યું હતું. વધુમાં તેઓએ, વિધાનસભાની જાહેર સાહસો માટેની સમિતિ, પંચાયતી રાજ સમિતિ તેમજ ખાતરી સમિતિના સભ્ય-પ્રમુખ તરીકે પણ સેવાઓ આપી છે. શોખ: વાંચન, વ્યાયામ, પ્રવાસ, રમતગમત, સમાજસેવા, વૃક્ષારોપણ. *૭. ડૉ. મનીષા રાજીવભાઈ વકીલ* બેઠક નંબર: ૧૪૧, વડોદરા (અ.જા) મત વિભાગ (વડોદરા શહેર) જન્મઃ તા. ૨૫મી માર્ચ ૧૯૭૫, વડોદરા વ્યવસાય: સુપરવાઈઝર અને શિક્ષક, બ્રાઈટ ડે સ્કૂલ સંસદીય કારકિર્દી: ૧૩મી અને ૧૪મી ગુજરાત વિધાનસભામાં સભ્ય તરીકે કાર્યરત હતા. તેમણે રાજ્ય કક્ષાના મંત્રીશ્રી તરીકે સપ્ટેમ્બર-૨૦૨૧ થી ડિસેમ્બર-૨૦૨૨ દરમિયાન મહિલા અને બાળ વિકાસ વિભાગનો સ્વતંત્ર હવાલો તેમજ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી તરીકે સેવાઓ આપી હતી. શોખ: વાંચન *:: રાજ્ય કક્ષાના મંત્રીશ્રીઓ ::* *૮. શ્રી કાંતિલાલ શિવલાલ અમૃતિયા* બેઠક નંબર: ૬૫, મોરબી મત વિભાગ (મોરબી જિલ્લો) જન્મઃ તા. ૮મી માર્ચ, ૧૯૬૨, જેતપુર, તા. જિ. મોરબી. વ્યવસાય: ખેતી, ઉદ્યોગ, શિક્ષણ સંસદીય કારકિર્દી: ૯મી, ૧૦મી, ૧૧મી, ૧૨મી તેમજ ૧૩મી ગુજરાત વિધાનસભાના સભ્ય તરીકે કાર્યરત હતા. શોખ: વાંચન, સમાજસેવા, પ્રવાસ, રમતગમત, ક્રિકેટ, ટેનિસ, તરણ *૯. શ્રી રમેશભાઈ ભુરાભાઈ કટારા* બેઠક નંબર: ૧૨૯, ફતેપુરા (અ.જ.જા.) મત વિભાગ (દાહોદ જિલ્લો) જન્મઃ તા. ૪થી મે, ૧૯૭૫, હિંગલા. વ્યવસાય: ખેતી સંસદીય કારકિર્દી: ૧૩મી અને ૧૪મી ગુજરાત વિધાનસભામાં સભ્ય તરીકે કાર્યરત હતા. આ ઉપરાંત તેમણે સપ્ટેમ્બર-૨૦૨૧ થી ડિસેમ્બર-૨૦૨૨ દરમિયાન વિધાનસભાના નાયબ મુખ્યદંડકશ્રી તરીકે સેવાઓ આપી હતી. પ્રવૃત્તિઓઃ સભ્ય, જિલ્લા પંચાયત-દાહોદ શોખ: વાંચન, સમાજસેવા *૧૦. શ્રીમતી દર્શનાબહેન મુકેશભાઈ વાઘેલા* બેઠક નંબર: ૫૬, અસારવા મત વિભાગ (અમદાવાદ શહેર) જન્મઃ તા. ૫મી સપ્ટેમ્બર, ૧૯૭૨, અમદાવાદ વ્યવસાય: પૂર્વ શાળા આચાર્ય પ્રવૃત્તિઓઃ અમદાવાદ મહાનગરપાલિકામાં બે સમયાવધિ સુધી કોર્પોરેટર રહ્યા હતા. આ ઉપરાંત તેમણે વર્ષ ૨૦૧૦ થી ૨૦૧૩ દરમિયાન અમદાવાદ મહાનગરપાલિકામાં ડેપ્યુટી મેયર તરીકે સેવાઓ આપી છે. તેઓ સફાઈ કામદાર નિગમના પ્રમુખ પણ રહી ચૂક્યા છે અને હાલમાં વાલ્મિકી ફાઉન્ડેશન સાથે જોડાયેલા છે. શોખ: વાંચન, વક્તત્વ *૧૧. શ્રી કૌશિકભાઇ કાંતિભાઇ વેકરિયા* બેઠક નંબર: ૯૫, અમરેલી મત વિભાગ (અમરેલી જિલ્લો) જન્મઃ તા. ૯મી જૂન, ૧૯૮૬, મોજે. ખીચા, તા. ધારી, જિ. અમરેલી. વ્યવસાય: ખેતી, વ્યવસાય (શ્રી દ્રોણેશ્વર પેટ્રોલિયમ) સંસદીય કારકિર્દી: ૧૫મી ગુજરાત વિધાનસભામાં નાયબ મુખ્ય દંડકશ્રી તરીકે તા. ૧૨મી ડિસેમ્બર ૨૦૨૨થી કાર્યરત હતા. પ્રવૃત્તિઓઃ ડિરેકટર, ગુજરાત સ્ટેટ કો.ઓ. હાઉસીંગ ફાઈનાન્સ બોર્ડ, તા. ૨૯/૦૩/૨૦૧૬ થી કાર્યરત. પૂર્વ ડિરેકટર, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, અમરેલી. શોખ: રાજપુરૂષોની જીવનગાથા અને વિશ્વના રાજકીય ઈતિહાસનું વાંચન, સામાજિક પ્રવૃત્તિઓ, જનસંપર્ક, પ્રવાસ, સિંહ દર્શન *૧૨. શ્રી પ્રવિણકુમાર ગોરધનજી માળી* બેઠક નંબર: ૧૩, ડિસા મત વિભાગ (બનાસકાંઠા જિલ્લો) જન્મઃ તા. ૮મી માર્ચ ૧૯૮૫, ડિસા. વ્યવસાય: ખેતી અને વેપાર પ્રવૃત્તિઓઃ સંયોજક, પ્રદેશ ભારતીય જનતા પક્ષ દસ્તાવેજીકરણ વિભાગ. ટ્રસ્ટી, મહાત્મા જ્યોતિબા ફુલે એજ્યુકેશન ટ્રસ્ટ, ડિસા. શોખ: વાંચન, સાયક્લિંગ, વોલીબોલ *૧૩. ડૉ. જયરામભાઈ ચેમાભાઈ ગામીત* બેઠક નંબર: ૧૭૨, નિઝર (અ.જ.જા.) મત વિભાગ (તાપી જિલ્લો) જન્મઃ તા. ૧લી જૂન, ૧૯૭૫, કટારાવાણ, તા. ઉચ્છલ (તાપી) વ્યવસાય: ખેતી અને પશુપાલન પ્રવૃત્તિઓઃ પ્રમુખ, ભારતીય જનતા પક્ષ, તાપી જિલ્લો શોખ: લેખન, વાંચન, સાંસ્કૃતિક કાર્યક્રમ *૧૪. શ્રી ત્રિકમભાઈ બીજલભાઈ છાંગા* બેઠક નંબર: ૪, અંજાર મત વિભાગ (કચ્છ જિલ્લો) જન્મઃ તા. ૧લી જૂન, ૧૯૬૨, રતનાલ, તા. અંજાર, જિ. કચ્છ વ્યવસાય: નિવૃત આચાર્ય પ્રવૃત્તિઓઃ વર્ષ ૨૦૦૦ થી ૨૦૧૦ સુધી અંજાર તાલુકા પંચાયતના સભ્ય તરીકે સેવાઓ આપી અને ત્યારબાદ વર્ષ ૨૦૧૦ થી ૨૦૧૫ સુધી કચ્છ જિલ્લા પંચાયતના સભ્ય અને પ્રમુખ તરીકે તેમણે સેવાઓ આપી હતી. શોખ: વાંચન *૧૫. શ્રી કમલેશભાઇ રમેશભાઈ પટેલ* બેઠક નંબર: ૧૧૩, પેટલાદ મત વિભાગ (આણંદ જિલ્લો) જન્મઃ તા. ૧૨મી એપ્રિલ, ૧૯૭૦, સંતોકપુરા, તા. બોરસદ વ્યવસાય: ખેતી અને નોકરી (આચાર્યશ્રી, શાહપુર હાઇસ્કુલ) પ્રવૃત્તિઓઃ તેમણે પેટલાદ તાલુકા ભારતીય જનતા પક્ષના પ્રમુખ, ચૌદ ગામ કેળવણી ઉત્તેજક ટ્રસ્ટના મંત્રી તેમજ પેટલાદ એજ્યુકેશન ટ્રસ્ટના સભ્ય તરીકે સેવાઓ આપી હતી. શોખ: વાંચન અને સમાજસેવા *૧૬. શ્રી સંજયસિંહ વિજયસિંહ મહિડા* બેઠક નંબર: ૧૧૮, મહુધા મત વિભાગ (ખેડા જિલ્લો) જન્મઃ તા. ૨૦મી ઓકટોબર, ૧૯૭૯, ત્રાણજા, તા. માતર વ્યવસાય: ખેતી અને વેપાર પ્રવૃત્તિઓઃ પ્રમુખ-તાલુકા પંચાયત-નડિયાદ, પૂર્વ ચેરમેન-કારોબારી સમિતિ-તાલુકા પંચાયત, તાલુકા સંગઠન મહામંત્રી ૨૦૨૦ સુધી, મંત્રી-મહિડા મેલડી માતાજી મંદિર સેવા સમાજ ટ્રસ્ટ, પૂર્વ કોષાધ્યક્ષ-જિલ્લા યુવા મોરચો, શિવાજી ફાઉન્ડેશન ખાતે સેવા પ્રવૃત્તિમાં સક્રિય. શોખ: વાંચન અને સંગીત *૧૭. શ્રી પુનમચંદ ધનાભાઈ બરંડા* બેઠક નંબર: ૩૦, ભિલોડા (અ.જ.જા.) મત વિભાગ (અરવલ્લી જિલ્લો) જન્મઃ તા. ૧લી જૂન, ૧૯૫૯, વાંકાટીંબા વ્યવસાય: ખેતી પ્રવૃત્તિઓઃ ભારતીય જનતા પક્ષના પ્રદેશ આદિજાતી મોરચાના મહામંત્રી તરીકે તેમણે સેવાઓ આપી. શોખ: વાંચન તથા રમત-ગમત *૧૮. શ્રી સ્વરૂપજી સરદારજી ઠાકોર* બેઠક નંબર: ૭, વાવ મત વિભાગ (બનાસકાંઠા જિલ્લો) જન્મઃ તા. ૧લી જૂન ૧૯૭૯, બૈયક વ્યવસાય: ખેતી, વ્યાપાર પ્રવૃત્તિઓઃ ઉપપ્રમુખ, ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના શોખ: વાંચન *૧૯. શ્રીમતી રીવાબા રવિન્દ્રસિંહ જાડેજા* બેઠક નંબર: ૭૮, જામનગર (ઉત્તર) મત વિભાગ (જામનગર જિલ્લો) જન્મઃ તા. ૫મી સપ્ટેમ્બર, ૧૯૯૦, રાજકોટ વ્યવસાય: સમાજસેવા પ્રવૃત્તિઓઃ સ્થાપક અને મેનેજિંગ ટ્રસ્ટી, માતૃશક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ. કન્યા કેળવણી, સ્ત્રી સશક્તિકરણ વગેરેને લગતી પ્રવૃત્તિઓ તથા તે અંગેની કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ સમાજ સુધી પહોંચાડવાની કામગીરી સાથે સંકળાયેલા છે. શોખ: વાંચન, પ્રવાસ અને સમાજસેવા ******************************* [10/17, 6:42 PM] Dilip Gajjar.Mahiti.Press: *રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી સાથે કેન્દ્રીય મંત્રીશ્રી જગત પ્રકાશ નડ્ડાની શુભેચ્છા મુલાકાત* *પ્રાકૃતિક કૃષિ તેમજ સ્વદેશી અભિયાન જેવા વિષયો પર વિસ્તૃત ચર્ચા* *17 ઓક્ટોબર 2025, શુક્રવાર* ગાંધીનગરમાં રાજભવન ખાતે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી સાથે કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ તથા રસાયણ અને ખાતર મંત્રીશ્રી જગત પ્રકાશ નડ્ડાએ શુભેચ્છા મુલાકાત કરી હતી. રાજ્યપાલશ્રીએ રાજભવન ખાતે કેન્દ્રીય મંત્રીશ્રીનું ઉમળકાભેર સ્વાગત તેમજ સાલ ઓઢાડી સમ્માન કર્યુ હતુ. આ પ્રસંગે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પ્રેરિત રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશન, હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી જેવા મુદ્દાઓ પર સાર્થક ચર્ચાઓ કરવામાં આવી હતી. રાજ્યપાલશ્રીએ ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિ મિશન અને તેના પ્રોત્સાહક પરિણામોથી કેન્દ્રીય મંત્રીશ્રીને માહિતગાર કર્યા હતા. [10/17, 7:42 PM] Dilip Gajjar.Mahiti.Press: રાજ્ય મંત્રીમંડળના મંત્રીશ્રીઓને વિભાગોની ફાળવણી ——– મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં મંત્રીશ્રીઓને તેમના વિભાગોની ફાળવણી કરી હતી. મંત્રીશ્રીઓને ફાળવવામાં આવેલા વિભાગો આ પ્રમાણે છે. [10/18, 9:21 AM] Dilip Gajjar.Mahiti.Press: *નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની અપીલ બાદ એક શુભેચ્છકની સરાહનીય પહેલ* *શુભેચ્છા માટે હોર્ડિંગ/બેનર લગાડવાને બદલે હોસ્પિટલમાં ૩૦ જરૂરિયાતમંદની નેત્ર સર્જરી માટે દાન કર્યું* *આ નેત્ર સર્જરીથી ૩૦ જરૂરિયાતમંદ લોકોના જીવનમાં કાયમી પ્રકાશ લાવશે* …. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી તરીકે શ્રી હર્ષ સંઘવીએ શપથ લીધા બાદ તેમણે રાજ્યના નાગરિકો અને કાર્યકર્તાઓને એક હૃદયસ્પર્શી અપીલ કરી હતી. તેમણે શુભેચ્છા માટે પોતાના અભિનંદનના હોર્ડિંગ્સ કે બેનરો ન લગાવવા વિનંતી કરીને, તેના બદલે જરૂરિયાતમંદ લોકોની સામાજિક સેવામાં યોગદાન આપીને તેમના જીવનમાં પ્રકાશ ફેલાવવાની અપીલ કરી હતી. શ્રી હર્ષ સંઘવીની આ નમ્ર અપીલનો એક સકારાત્મક અને ઉત્કૃષ્ટ પ્રતિભાવ મળ્યો હોવાનું એક બાબત ધ્યાને આવી છે. સુરત સ્થિત સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર સંસ્થાને એક શુભેચ્છક તરફથી એક અનોખું દાન મળ્યું છે. આ દાતાશ્રીએ નાયબ મુખ્યમંત્રીશ્રીને અભિનંદન આપતા હોર્ડિંગ બેનર લગાવવાના બદલામાં, ૩૦ જરૂરિયાતમંદ લોકોની નેત્રની સર્જરી કરાવી આપવા માટે સંસ્થાને દાન પૂરું પાડ્યું છે. નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ આ ઉમદા કાર્યને બિરદાવ્યું છે. શ્રી હર્ષ સંઘવીની સંવેદનશીલ અપીલને પગલે થયેલા આ દાનથી સ્પષ્ટ થાય છે કે, સન્માનના બદલે સામાજિક કલ્યાણને પ્રાધાન્ય આપવાની વિચારધારા સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે. એક તરફ જ્યાં શુભેચ્છાઓના હોર્ડિંગ્સ થોડા દિવસોમાં ઉતારી લેવાય છે, ત્યાં આ ૩૦ નેત્ર સર્જરી જરૂરિયાતમંદ લોકોના જીવનમાં કાયમી પ્રકાશ લાવશે. આ ઘટના સમાજને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે કે ‘શુભેચ્છા’ ખરા અર્થમાં ‘સેવા’ માં પરિવર્તિત થઈ શકે છે. …. [10/18, 12:57 PM] Dilip Gajjar.Mahiti.Press: *મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાનશ્રીના વિકસિત ભારતના સંકલ્પને ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ-રોડ નેટવર્ક દ્વારા વિકસિત ગુજરાતથી સાકાર કરવા ૧૨૪ કામો માટે ૭૭૩૭ કરોડ રૂપિયા ફાળવ્યા* — *ભારે ટ્રાફિક ધરાવતા રસ્તાઓને વઘુ સરળ, સલામત અને ઝડપી વાહનવ્યવહાર યોગ્ય રાખવા ૮૦૯ કિલોમીટર લંબાઈના ૯ ગરવી ગુજરાત હાઈસ્પીડ કોરીડોરનું ૫૫૭૬ કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ કરાશે* — *રાજ્યના માર્ગોને ક્લાઈમેટ રેઝિલિયેન્ટ અને નવી ટેકનોલોજીયુક્ત બનાવવા માટે રૂ.૧૧૪૭ કરોડ મંજૂર કરતાં મુખ્યમંત્રીશ્રી* — *આ વર્ષના બજેટમાં રાજ્યના રોડ નેટવર્કને વધુ સુદ્રઢ અને સંગીન બનાવવા માટે ગરવી ગુજરાત હાઈસ્પીડ કોરીડોર અંતર્ગત ૧૨ નવા હાઈસ્પીડ કોરીડોર વિકસાવવાની મહત્વપૂર્ણ જાહેરાતમાંથી ૯ હાઈસ્પીડ કોરીડોરના નિર્માણ માટેની મંજૂરી સાથે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો જે કહેવું તે કરવુંનો સંકલ્પ સાકાર થશે* — મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર નેટવર્કને વધુ સંગીન અને સુવિધાયુક્ત બનાવીને ઈઝ ઓફ ટ્રાન્સપોર્ટેશનથી વિકસિત ગુજરાત દ્વારા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાનો દ્રઢ નિર્ધાર કર્યો છે. મુખ્યમંત્રીશ્રીએ આ હેતુસર માર્ગ મકાન વિભાગને વિવિધ યોજના અંતર્ગત કુલ ૧૨૪ કામો માટે રૂ.૭૭૩૭ કરોડ ફાળવવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વિકાસ માટે માર્ગો અને પુલોની મહત્વતા ધ્યાને લેતા સમગ્ર ગુજરાતને સુવિધા સભર અને સલામત માર્ગોની કનેક્ટિવિટી દ્વારા છેવાડાના વિસ્તારો સુધી મજબૂત માર્ગોનું નેટવર્ક પુરુ પાડવાના દિશાનિર્દેશો માર્ગ મકાન વિભાગને આપ્યા છે. તેમણે રાજ્યમાં ભારે ટ્રાફિક ધરાવતા રસ્તાઓને ગરવી ગુજરાત હાઈસ્પીડ કોરીડોર તરીકે વિકસાવીને વધુ સરળ, સલામત અને ઝડપી વાહનવ્યવહાર યોગ્ય બનાવવા માટે ૮૦૯ કિલોમીટર લંબાઈના ૯ ગરવી ગુજરાત હાઈસ્પીડ કોરીડોર માટે ૫૫૭૬ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. તદ્અનુસાર બગોદરા – ધંધુકા – બરવાળા – બોટાદના ૯૨.૨૩ કિલોમીટર લંબાઈ માટે ૬૭.૪૩ કરોડ, બોટાદ – ઢસા – ચાવંડ – અમરેલી – બગસરા – બિલખા – મેંદરડાના ૬૭.૩૦ કિ.મી. માટે રૂ.૧૫૮.૬ કરોડ, મેંદરડા – કેશોદ – માંગરોળના ૪૮.૫૫ કિ.મી માટે રૂ.૮૧.૩૮ કરોડ, ઊંઝા-પાટણ-શિહોરી-દિયોદર-ભાભરના ૧૦૫.૦૫ કિ.મી રોડ માટે રૂ.૮૫૮.૩૯ કરોડ, કરજણ – ડભોઇ – બોડેલીના ૭૧.૧૦ કિ.મી રોડ માટે રૂ.૩૩૧.૧૬ કરોડ, દહેગામ – બાયડ – લુણાવાડા – સંતરામપુર – ઝાલોદના ૧૬૭.૫૪ કિ.મી. માટે રૂ.૧૫૧૪.૪૧ કરોડ, અમદાવાદ – હરસોલ – ગાંભોઈ – વિજયનગરના ૧૪૩.૩૦ કિ.મી. રોડ માટે રૂ.૬૪૦.૩૦ કરોડ, સંતરામપુર – મોરવા હડફ – સંતરોડના ૪૯.૯૦ રોડ માટે રૂ. ૮૬૧.૭૧ અને સંતરોડ – દેવગઢ બારિયા – છોટા ઉદેપુરના ૬૪.૦૫ કિ.મી. રોડ માટે રૂ.૧૦૬૨.૮૨ કરોડ મંજૂર કર્યા છે. આ નવા હાઈસ્પીડ કોરીડોરનું નિર્માણ થવાથી પરિવહન વધુ ઝડપી બનશે તેમજ પી.એમ. ગતિશક્તિ અન્વયે લોજિસ્ટિક્સ કાર્યક્ષમતામાં સુધારો અને ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થશે. હાઈસ્પીડ કોરીડોર બનવાના પરીણામે નવું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થશે અને તેની આસપાસના વિસ્તારોમાં આર્થિક વિકાસ તથા વેપાર-ઉદ્યોગને પ્રોત્સાહન મળશે. એટલુ જ નહિં, મહત્વના શહેરો સાથે ઝડપી જોડાણ મળતા અને મુસાફરી સરળ અને પ્રવાસનને પણ વેગ મળશે. મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના માર્ગોને ક્લાઈમેટ રેઝિલિયેન્ટ અને નવી ટેકનોલોજીયુક્ત બનાવવા માટે રૂ.૧૧૪૭ કરોડ મંજૂર કર્યા છે. તેમાથી૨૭૧ કિ.મી. લંબાઈમાં ૨૦ કામો હાથ ધરવામાં આવશે. આ ક્લાઈમેટ રેઝિલિયન્ટ અને નવતર ટેક્નોલોજીસભર રસ્તાઓના નિર્માણમાં વેસ્ટ પ્લાસ્ટિક, વ્હાઇટ ટોપિંગ, જીઓ ગ્રીડ અને ગ્લાસ ગ્રીડ, સિમેન્ટ/સ્ટેબીલાઈઝેસન, ફ્લાય-એશ, ગ્રીન ટેકનોલોજી જેવી નવી ટેકનોલોજીના ઉ૫યોગથી લાંબુ આયુષ્ય ઘરાવતા વધુ ટકાઉ અને મજબુત, લાઈફ-સાયકલ કોસ્ટમાં બચત થાય તેવા અને પર્યાવરણને અનુરૂપ માર્ગોનુ નિર્માણ થશે. આ ઉપરાંત તેમણે રાજ્યના રસ્તાઓની સપાટી સુધારણાના ૭૯ કામો ૮૦૩ કિ.મી.માં હાથ ધરવા માટે ૯૮૬ રૂપિયાની મંજૂરી આપી છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આ વર્ષના બજેટમાં રોડ નેટવર્કને વધુ સુદ્રઢ અને સંગીન બનાવવા માટે ગરવી ગુજરાત હાઈસ્પીડ કોરીડોર અંતર્ગત ૧૩૬૭ કિ.મી.ના ૧૨ નવા હાઈસ્પીડ કોરીડોર વિકસાવવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. તેમણે આ ૯ હાઈસ્પીડ કોરીડોરના નિર્માણ માટેની મંજૂરી સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો જે કહેવું તે કરવુંનો સંકલ્પ લોકોને ઈઝ ઓફ લિવિંગ આપીને પાર પાડવાનું મહત્વનું કદમ ભર્યું છે. — [10/19, 5:21 PM] Dilip Gajjar.Mahiti.Press: *મુખ્યમંત્રી શ્રી વિક્રમ સંવત ૨૦૮૨ના નૂતન વર્ષ પ્રારંભ દિવસે ગાંધીનગર-અમદાવાદમાં પ્રજાજનો સાથે શુભેચ્છા આપ-લે કરશે* ——————— *મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિપાવલી-નૂતનવર્ષ નિમિત્તેના શુભેચ્છા-સ્નેહમિલન કાર્યક્રમો* ——————— મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ વિક્રમ સંવત ર૦૮રના પ્રારંભ દિવસે તારીખ ૨૨ ઓક્ટોબર, બુધવારે નાગરિકો સાથે નૂતન વર્ષાભિનંદન શુભેચ્છાઓ નું આદાન પ્રદાન કરશે. મુખ્યમંત્રી શ્રી બુધવારે સવારે ૭:૦૦ કલાકે ગાંધીનગરમાં પંચદેવ મંદિરના દર્શન કરીને નૂતન વર્ષનો પ્રારંભ કરશે. તેઓ ૦૭:૩૦ વાગ્યે અડાલજ ખાતે ત્રિમંદિરમાં દર્શન પૂજન માટે જશે. મુખ્યમંત્રીશ્રી ત્યાર બાદ નૂતન વર્ષ નિમિત્તે મંત્રીમંડળ નિવાસ સંકુલમાં આવેલા કોમ્યુનીટી સેન્ટર ખાતે સવારે ૮:૦૦ કલાકે નાગરિકો-પ્રજાજનો સાથે શુભેચ્છાઓની આપ-લે કરશે. મુખ્યમંત્રીશ્રી ત્યાર બાદ ૮.૫૦ કલાકે રાજ ભવન ખાતે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી ને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવવા જશે. શ્રી ભૂપેન્દ્ર પટેલ સવારે ૧૦:૩૦ કલાકે અમદાવાદમાં એનેક્ષી સ્ટેટ ગેસ્ટ હાઉસ, શાહીબાગ ખાતે નાગરિકોને નવા વર્ષની શુભેચ્છાઓ માટે મળશે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ તે પહેલાં સવારે ૧૦:૦૦ વાગ્યે અમદાવાદમાં ભદ્રકાળી માતાના મંદિરે દર્શનાર્થે પણ જવાના છે. નૂતન વર્ષ દિવસે બપોરે ૧૧:૪૫ કલાકે શાહીબાગ ડફનાળા ખાતે પોલીસ ઓફિસર્સ મેસમાં વરિષ્ઠ પોલીસ અફસરો અને તેમના પરિવારોને નૂતનવર્ષની શુભકામનાઓ પાઠવવા માટે આયોજિત સમારોહમાં પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેવાના છે. ——————— [10/20, 10:18 AM] Dilip Gajjar.Mahiti.Press: *નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સુરત રેલવે સ્ટેશન પહોંચ્યા, સ્વાગત રેલી ન નીકાળવા આહવાન કર્યું* *દિવાળી પર્વના કારણે સામાન્ય નાગરિકોને અગવડતા ન પડે તે માટે સ્વાગત રેલી રદ કરાવી નાયબ મુખ્યમંત્રીશ્રી સીધા કાર્યક્રમ સ્થળે પહોંચશે* … રાજ્યના નવનિયુક્ત નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ નાયબ મુખ્યમંત્રી તરીકેનો પદભાર સંભાળ્યા બાદ આજે પોતાના મત વિસ્તાર સુરત પહોંચ્યા છે. જોકે, દિવાળીના પર્વ નિમિત્તે નાગરિકોને પરિવહન કે ટ્રાફિકની અડચણનો સામનો ન કરવો પડે તે ઉદ્દેશ્યથી તેમણે તેમની સ્વાગત રેલી ન નીકાળવા આહવાન કરી સૌ કાર્યકર્તા અને શુભેચ્છક નગરજનોને રેલવે સ્ટેશનથી સીધા જ નિર્ધારિત સ્વાગત કાર્યક્રમ સ્થળ પર પહોંચી રહ્યા છે. નાયબ મુખ્યમંત્રી સુરત પહોંચતા, સુરતના કાર્યકરો તેમજ શુભેચ્છકો તેમના ભવ્ય સ્વાગત અને અભિવાદન રેલી માટે મોટી સંખ્યામાં આતુર હતા. પરંતુ શ્રી હર્ષ સંઘવીએ દિવાળી પર્વના કારણે સામાન્ય નાગરિકોને અગવડ ન પડે તે માટે તેમની સ્વાગત રેલી ન યોજવા માટે સ્પષ્ટ જણાવી દીધું હતું. દિવાળીના માહોલમાં ખૂબ મોટી સંખ્યામાં સુરતના માર્ગો પર જો સ્વાગત રેલી યોજાય તો સામાન્ય જનતાને મોટી અગવડતા પડતી. જનહિતને પ્રાથમિકતા આપતા શ્રી સંઘવીના આ પગલાંને કાર્યકરો તેમજ નાગરિકોએ પણ આવકાર્યો છે. …. [10/20, 1:51 PM] Dilip Gajjar.Mahiti.Press: *મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની દીપાવલી પર્વ અને નૂતન વર્ષની શુભેચ્છાઓ* ————- *:: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ::* * વિક્રમ સંવત ૨૦૮૨નું નવું વર્ષ સૌ માટે વિકાસ અને સમૃદ્ધિનું વર્ષ બની રહે * ‘હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’ અને “Vocal for Local”ના મંત્રથી “આત્મનિર્ભર ભારત”નો સંદેશ ઘરે-ઘરે પહોંચાડવા સંકલ્પબદ્ધ થઈએ * વડાપ્રધાનશ્રીએ દિવાળીના પર્વે “Next Gen GST Reforms” દ્વારા ખુશીઓનું ડબલ બોનસ આપ્યું ————- મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સૌ નાગરિક ભાઈ-બહેનો અને વિશ્વભરમાં પથરાયેલા ગુજરાતી પરિવારોને દિવાળી અને વિક્રમ સંવત ૨૦૮૨ના નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી છે. તેમણે વિક્રમ સંવતના આ નવા વર્ષે સૌને નવા ઉત્સાહ, આનંદ અને સમૃદ્ધિના માર્ગે આગળ વધવાની શુભેચ્છાઓ વ્યક્ત કરી છે. મુખ્યમંત્રીશ્રીએ દિવાળી અને નવા વર્ષની શુભકામનાઓ પાઠવતા જણાવ્યું છે કે, દીપાવલીની દીપમાળા, અંધકારથી ઉજાસ તરફ જવાની પ્રેરણા આપે છે. આ પ્રેરણા સાથે ગુજરાત ‘સૌના સાથ, સૌના વિકાસ’ના સકારાત્મક દ્રષ્ટિકોણથી વિકાસ તરફની ઊર્ધ્વગતિ કરી રહ્યું છે. મુખ્યમંત્રીશ્રીએ નાગરિકોને અપીલ કરી છે કે, આ તહેવારોમાં સૌ નાગરિકો સ્થાનિક વેપારીઓ, કારીગરો અને ઉદ્યોગકારો પાસેથી ખરીદી કરવા સંકલ્પબદ્ધ થઈને ‘હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’થી “Vocal for Local” દ્વારા “આત્મનિર્ભર ભારત”નો સંદેશ ઘરે-ઘરે પહોંચાડે. તેમણે ઉમેર્યું છે કે, વડાપ્રધાનશ્રીએ દિવાળીના પર્વે “Next Gen GST Reforms” દ્વારા ખુશીઓનું ડબલ બોનસ લોકોને આપ્યું છે, તેના પરિણામે વ્યવસાયો વધુ સરળ બન્યા છે, વિકાસ તેજ ગતિથી આગળ વધી રહ્યો છે અને ગુજરાત વધુ સમૃદ્ધિના નવા શિખરો સર કરી રહ્યું છે. મુખ્યમંત્રીશ્રીએ શુભેચ્છા સંદેશમાં જણાવ્યું છે કે, ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના લક્ષ્યને સુસંગત વિકસિત ગુજરાત@૨૦૪૭ના વિઝનને સાકાર કરવા ‘એજન્ડા ફોર ૨૦૩૫’થી રાજ્યના સર્વાંગી વિકાસના લક્ષ્યો આપણે નક્કી કર્યા છે. વિક્રમ સંવતના આ નૂતન વર્ષે, વિકસિત ભારતના વડાપ્રધાનશ્રીના વિઝનને વિકસિત ગુજરાતથી પાર પાડવા સૌ ગુજરાતીઓ સંકલ્પબદ્ધ બને તેવી અપેક્ષા મુખ્યમંત્રીશ્રીએ દર્શાવી છે. ગુજરાતે ભારતના ગ્રોથ એન્જિન તરીકે આગવી ઓળખ ઊભી કરી છે. વર્ષ ૨૦૩૦માં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન અમદાવાદમાં થવા જઈ રહ્યું છે તે વધુ એક ગૌરવપૂર્ણ ક્ષણ છે. રાજ્યની સંસ્કૃતિ અને વિકાસ સમગ્ર દેશ માટે આવનારા વર્ષોમાં વધુ પ્રેરણારૂપ બને તેવી મંગળકામનાઓ તેમણે વ્યક્ત કરી છે. મુખ્યમંત્રીશ્રીએ રાજ્યની વણથંભી વિકાસયાત્રાને તેજ ગતિએ આગળ ધપાવવાના દ્રઢ સંકલ્પ સાથે સૌ કોઈ વિક્રમ સંવતના નૂતન વર્ષે વિકાસ માર્ગે વધુ ગતિમય બને તેવી અંતરની શુભકામનાઓ પણ પાઠવી છે. ————— [10/20, 8:24 PM] Dilip Gajjar.Mahiti.Press: *ખેડૂતોના હિત માટે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજય સરકારનો વધુ એક ખેડૂતલક્ષી મહત્વનો નિર્ણય : કૃષિમંત્રીશ્રી જીતુભાઈ વાધાણી* ● *ઓગસ્ટ અને સપ્ટેમ્બર-૨૦૨૫ માસમાં થયેલ ભારે વરસાદથી થયેલ પાક નુકસાન માટે અસરગ્રસ્ત ખેડૂતોને સહાય પેટે SDRF ની જોગવાઈ મુજબ રૂ.૫૬૩ કરોડ અને રાજ્ય બજેટ માંથી કુલ રૂપિયા રૂ.૩૮૪ કરોડની વધારાની સહાય ઉમેરી કુલ રૂ.૯૪૭ કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર* ● *રાજ્ય સરકાર દ્વારા ૫ જિલ્લાઓના ૧૮ તાલુકાઓના નુકસાનગ્રસ્ત ખેડૂતોને સહાય ચૂકવાશે* ● *વાવ-થરાદ અને પાટણ જીલ્લાના નીચાણ વાળા વિસ્તારોમાં ભારે વરસાદથી પાણી ભરાવવાની સમસ્યા રહેતી હોય છે એવા ખેડૂતોની સમસ્યા ના નિવારણ માટે સૌ પ્રથમવાર અલગથી રૂ.૨૫૦૦ કરોડની જોગવાઈ કરાશે અને વધુ જરૂર પડશે તો રૂ.૫૦૦૦ કરોડ કે તેથી વધુની જે જરૂર પડે એની પણ જોગવાઈ કરાશે* ********* કૃષિમંત્રીશ્રી જીતુભાઈ વાધાણી એ જણાવ્યું છે કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી એ ખેડૂતોના હિત માટે અનેકવિધ પગલાંઓ લીધા છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી ખેડૂતોના હિતને વરેલી રાજય સરકારે ખેડૂતોને કુદરતી આપત્તિમાં બેઠા કરવા માટે ઓગસ્ટ અને સપ્ટેમ્બર-૨૦૨૫ માસમાં થયેલ ભારે વરસાદથી થયેલ પાક નુકસાન માટે થયેલ નુકસાની ભરપાઈ કરવા સહાય આપવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. મંત્રીશ્રી વાધાણી એ કહ્યુ કે, દિવાળીના તહેવારોમાં પણ મુખ્યમંત્રીશ્રી એ ખેડૂતોની ખાસ ચિંતા કરીને અધિકારી ઓ સાથે બેઠકો યોજી છે.તથા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી સાથે કૃષિ વિભાગ અને અમે ચર્ચા કરીને એમનુ પણ માર્ગદર્શન મેળવ્યુ છે અને આ મહત્વનો નિર્ણય કર્યો છે. કૃષિ મંત્રીશ્રી વાધાણી એ ઉમેર્યુ કે, ઓગસ્ટ અને સપ્ટેમ્બર- ૨૦૨૫ માસમાં થયેલ ભારે વરસાદથી થયેલ પાક નુકસાન માટે અસરગ્રસ્ત ખેડૂતોને સહાય રૂપ થવા SDRF ની જોગવાઈ મુજબ રૂ.૫૬૩ કરોડ રાજ્ય બજેટ માંથી કુલ રૂપિયા રૂ.૩૮૪ કરોડની વધારાની સહાય ઉમેરી કુલ રૂ.૯૪૭ કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે.જેમાં ૫ જિલ્લાઓના ૧૮ તાલુકાઓના નુકસાનગ્રસ્ત ખેડૂતોને આ સહાય ચૂકવાશે મંત્રીશ્રી એ આ અંગે મિડીયાને વિગતો આપતા કહ્યુ કે, ઓગસ્ટ અને સપ્ટેમ્બર-૨૦૨૫ માસમાં થયેલ ભારે વરસાદથી થયેલ પાક નુકસાન માટે અસરગ્રસ્ત ખેડૂતોને સહાય ચુકવવામાં આવનાર છે. જેમાં જુનાગઢ, પંચમહાલ, કચ્છ, પાટણ અને વાવ-થરાદ જીલ્લામાં પાક નુકસાનીના અહેવાલો મળતાં જીલ્લા વહીવટીતંત્ર તરફથી ૫ જીલ્લાના ૧૮ તાલુકાઓના ૮૦૦ ગામોમાં સર્વે કરી પાક નુકસાનીના અહેવાલો મળ્યા છે. જેમાં ખરીફ ઋતુમાં વાવેતર કરેલ પાકો પૈકી મુખ્યત્વે દિવેલા, ઘાસચારો, બાજરી, કપાસ, મગફળી, શાકભાજી અને કઠોળ પાકોમાં તેમજ બહુવર્ષાયુ દાડમ જેવા બાગાયતી પાકોમાં નુકસાન થયાનું જણાયું છે. મંત્રીશ્રી એ ઉમેર્યુ કે, રાજ્ય સરકાર દ્વારા આ ૫ જિલ્લાઓના ૧૮ તાલુકાઓ ના નુકસાનગ્રસ્ત ખેડૂતોને સહાય ચૂકવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેના માટે SDRF ની જોગવાઈ મુજબ રૂ.૫૬૩ કરોડ અને રાજય સરકારશ્રી દ્વારા ઉદાર અભિગમ અપનાવી રાજ્ય બજેટ માંથી કુલ રૂપિયા રૂ.૩૮૪ કરોડની વધારાની સહાય ઉમેરી કુલ રૂ.૯૪૭ કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કરાયું છે. તેમણે ઉમેર્યુ કે, વાવ-થરાદ અને પાટણ જીલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં વિશેષ ભૌગોલિક પરિસ્થિતિના કારણે ભારે વરસાદ અને નદીઓના પુરની પરિસ્થિતિમાં વારંવાર ખેતીલાયક જમીનમાં લાંબા સમય સુધી પાણી ભરાવવાની સમસ્યા ઉપસ્થિત થાય છે. આ સમસ્યાના કાયમી ઉકેલ/નિવારણ માટે Flood Mitigation Measures તરીકે ખાસ પ્રોજેક્ટ (Special Project) રાજ્ય સરકારશ્રી દ્વારા અમલમાં મુકવાનું નક્કી કરેલ છે. આ વિસ્તારના અસરગ્રસ્ત ખેડૂતોની સમસ્યા ના નિવારણ માટે રાજયમાં સૌ પ્રથમવાર અલગથી રૂ.૨૫૦૦ કરોડની જોગવાઈ કરવામાં આવશે અને વધુ જરૂર પડશે તો રૂ.૫૦૦૦ કરોડ કે તેથી વધુની જે જરૂર પડે એની પણ જોગવાઈ કરાશે તેમ તેમણે ઉમેર્યું હતું. રાજ્ય સરકારે પાક નુકસાની સહાય માટે નિયત કરેલા ધોરણો આ મુજબ રહેશે. અ) ખરીફ ૨૦૨૫-૨૬ ઋતુના વાવેતર કરેલ બિનપિયત ખેતી પાકોમાં ૩૩ % કે તેથી વધુ નુકસાન માટે SDRF ના નોર્મ્સ મુજબ વાવેતર વિસ્તારની મર્યાદામાં પ્રતિ હેક્ટર મળવાપાત્ર રૂ.૮,૫૦૦/- ની સહાય તેમજ રાજ્ય બજેટ હેઠળ રૂ.૩,૫૦૦/- એમ કુલ રૂ.૧૨,૦૦૦/- પ્રતિ હેકટર લેખે ખાતાદીઠ મહત્તમ ૨(બે) હેકટરની મર્યાદામાં સહાય. બ) વર્ષાયુ/પિયત પાકોના ૩૩ % કે તેથી વધુ નુકસાન માટે SDRF ના નોર્મ્સ મુજબ વાવેતર વિસ્તારની મર્યાદામાં પ્રતિ હેક્ટર મળવાપાત્ર રૂ.૧૭,૦૦૦/- ની સહાય તેમજ રાજય બજેટ હેઠળ રૂ.૫,૦૦૦/- એમ કુલ રૂ.૨૨,૦૦૦/- પ્રતિ હેકટર લેખે ખાતાદીઠ મહત્તમ ૨(બે) હેકટરની મર્યાદામાં સહાય. ક) બહુવર્ષાયુ બાગાયતી પાકોમાં ૩૩ % કે તેથી વધુ નુકસાન માટે SDRF ના નોર્મ્સ મુજબ વાવેતર વિસ્તારની મર્યાદામાં મળવાપાત્ર રૂ.૨૨,૫૦૦/- ની સહાય તેમજ રાજય બજેટ હેઠળ રૂ.૫,૦૦૦/- એમ કુલ રૂ.૨૭,૫૦૦/- પ્રતિ હેકટર લેખે ખાતાદીઠ મહત્તમ ૨(બે) હેકટરની મર્યાદામાં સહાય. ડ) આ ઉપરાંત, વાવ-થરાદ અને પાટણ જિલ્લામાં ભારે વરસાદને કારણે હજુ સુધી પાણી ભરાયેલ હોય તેવા વિસ્તારોના અસરગ્રસ્ત ખેડૂતોને વધુ આર્થિક સહાય મળી રહે તે માટે રાજ્ય સરકારશ્રી તરફથી ઉદાર અભિગમ અપનાવીને આ વિસ્તારના અસરગ્રસ્ત ખેડૂતોને જમીન સુધારણાની કામગીરી માટે રાજ્ય બજેટ માંથી ખાસ કિસ્સામાં ઉદાર હાથે રૂ.૨૦,૦૦૦/- પ્રતિ હેક્ટર લેખે ખાતાદીઠ મહત્તમ ૨(બે) હેકટરની મર્યાદામાં સહાય ચૂકવાશે તેમ તેમણે ઉમેર્યુ હતું. ******** [10/20, 8:24 PM] Dilip Gajjar.Mahiti.Press: *રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીની રાજભવન ખાતે શુભેચ્છા મુલાકાત* *20 ઓક્ટોબર 2025, સોમવાર* ગાંધીનગર, રાજભવન ખાતે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી સાથે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ શુભેચ્છા લીધી હતી. રાજ્યપાલશ્રીએ વિધાનસભાના અધ્યક્ષશ્રીનું પુષ્પગુચ્છથી સ્વાગત તેમજ શાલ ઓઢાડી સમ્માન કર્યું હતું. રાજ્યપાલશ્રી અને અધ્યક્ષશ્રીએ એક બીજાને દિપોત્સવ પર્વની શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ દેશમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પ્રેરિત રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશન, આત્મનિર્ભર ભારત, સ્વચ્છતા અભિયાન જેવા વિષયો પર અધ્યક્ષશ્રી સાથે ચર્ચા કરી હતી. અધ્યક્ષશ્રીએ ગુજરાત વિધાનસભા દ્વારા કરાયેલા નવીનત્તમ પ્રયાસોની રાજ્યપાલશ્રીને માહિતી પુરી પાડી હતી. —– [10/22, 3:40 PM] Dilip Gajjar.Mahiti.Press: *નૂતન વર્ષ નિમિત્તે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી સાથે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે કરી શુભેચ્છા મુલાકાત* *રાજ્યપાલશ્રીએ મુખ્યમંત્રી સહિત તમામ ગુજરાતીઓને નવવર્ષની શુભકામનાઓ પાઠવી* *22 ઓક્ટોબર 2025, બુધવાર* વિક્રમ સંવત ૨૦૮૨ના નૂતન વર્ષના પ્રથમ દિવસે ગાંધીનગરમાં રાજભવન ખાતે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. રાજભવન ખાતે પધારેલા મુખ્યમત્રીશ્રીનું રાજ્યપાલશ્રીએ સ્વાગત કરીને નવ વર્ષની અંત:કરણ પૂર્વક શુભેચ્છાઓ પાઠવી હતી. રાજ્યપાલશ્રી સમગ્ર ગુજરાતીઓને નવ વર્ષની શુભેચ્છા પાઠવતા જણાવ્યું કે, નવા વર્ષનું આગમન આપણા જીવનમાં નવી ઊર્જા, નવી ઉમંગ અને નવા સંકલ્પ લઈને આવે છે. આ શુભ અવસરે લોકોએ જીવનમાં નૈતિક મૂલ્યો, સામાજિક જવાબદારી અને પર્યાવરણ પ્રત્યેની સંવેદનશીલતાને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ લેવો જોઈએ. તેમજ સ્વદેશી અપનાવીને પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીજીના આત્મનિર્ભર ભારતના સંકલ્પને ચરિતાર્થ કરવા મહત્તમ યોગદાન આપવું જોઈએ. —— [10/22, 3:40 PM] Dilip Gajjar.Mahiti.Press: *રાજભવન ખાતે વિક્રમ સંવત ૨૦૮૨ના નૂતન વર્ષના પ્રથમ દિવસે ‘નૂતન વર્ષ મિલન સમારોહ’નું આયોજન* ———- *22 ઓક્ટોબર 2025, બુધવાર* રાજભવન, ગાંધીનગર ખાતે વિક્રમ સંવત ૨૦૮૨ના નૂતન વર્ષના પ્રથમ દિવસે ‘નૂતન વર્ષ મિલન સમારોહ’નું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત સરકારના વરિષ્ઠ અધિકારીઓ, વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ, રાજભવનના કર્મચારીગણના પરિવારજનો તેમજ નાગરિકોએ રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજીને મળી નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. રાજ્યપાલશ્રીએ પણ તમામ લોકોનું નવું વર્ષ મંગલમય, આનંદમય અને સુખમય અને સ્વાસ્થ્યપ્રદ રહે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. —- [10/22, 3:41 PM] Dilip Gajjar.Mahiti.Press: https://we.tl/t-owZuwmFrJQ [10/22, 3:41 PM] Dilip Gajjar.Mahiti.Press: https://drive.google.com/drive/folders/1UVbOWwaiM3GSy1DoJ4fxXb8eOeBDq6Hv?usp=sharing [10/22, 3:41 PM] Dilip Gajjar.Mahiti.Press: *મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે વિક્રમ સંવત ૨૦૮૨ના પ્રારંભે રાજ્યના તમામ નાગરિકોને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી* ****** *મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે નૂતન વર્ષે અમદાવાદના ભદ્રકાળી માતાજીના મંદિરે પૂજા-અર્ચના કરી, રાજ્યના વિકાસ અને સૌ નાગરિકોના કલ્યાણ માટે પ્રાર્થના કરી* ***** *મુખ્યમંત્રીશ્રીએ અમદાવાદના નાગરિકો તેમજ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને તેમના પરિવારો સાથે નવ વર્ષની શુભેચ્છાઓનું આદાન-પ્રદાન કર્યું* ****** મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના સૌ નાગરિકોને વિક્રમ સંવત ૨૦૮૨ના પ્રારંભે નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. આ નવું વર્ષ સમગ્ર ગુજરાત માટે સુખદાયી અને સમૃદ્ધિમય બને તેમજ ગુજરાત પ્રગતિનાં નવાં શિખરો સર કરે તેવી અભ્યર્થના વ્યક્ત કરી હતી. આ સાથે મુખ્યમંત્રીશ્રીએ ‘હર ઘર સ્વદેશી’ અને ‘વોકલ ફોર લોકલ’ના મંત્રને આત્મસાત કરી, આત્મનિર્ભર ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્નમાં સહભાગી બનવા સૌ નાગરિકોને અનુરોધ કર્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ નૂતનવર્ષના પ્રારંભે અમદાવાદના લાલ દરવાજા પાસેના ભદ્રકાળી માતાજીનાં દર્શન-પૂજન કરી, રાજ્યના નાગરિકોનાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે ભદ્રકાળી માતાજીને પ્રાર્થના કરી હતી. ત્યાર બાદ મુખ્યમંત્રીશ્રીએ એનેક્ષી સરકીટ હાઉસ, શાહીબાગ ખાતે શહેરના શ્રેષ્ઠીઓ અને સામાન્ય નગરજનોને મળીને નવા વર્ષની શુભેચ્છાઓનું આદાન-પ્રદાન કર્યું હતું. આ અવસરે પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વકર્મા, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા, સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણા, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં મેયર શ્રીમતી પ્રતિભા જૈન, સ્થાનિક ધારાસભ્યશ્રીઓ, આગેવાનો અને નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યાર બાદ મુખ્યમંત્રીશ્રીએ નૂતન વર્ષ નિમિત્તે શાહીબાગ ડફનાળા ખાતે પોલીસ ઓફિસર્સ મેસમાં વરિષ્ઠ પોલીસ અધિકારીઓ તથા તેમના પરિવારોની મળીને નૂતનવર્ષની શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી, મુખ્ય સચિવ શ્રી પંકજ જોશી, રાજ્ય પોલીસવડા શ્રી વિકાસ સહાય, અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી જી.એસ. મલિક સહિતના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ તથા તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. ****** [10/22, 3:41 PM] Dilip Gajjar.Mahiti.Press: *મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે વિક્રમ સંવત ૨૦૮૨ના પ્રારંભે રાજ્યના તમામ નાગરિકોને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી* ****** *મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે નૂતન વર્ષે અમદાવાદના ભદ્રકાળી માતાજીના મંદિરે પૂજા-અર્ચના કરી, રાજ્યના વિકાસ અને સૌ નાગરિકોના કલ્યાણ માટે પ્રાર્થના કરી* ***** *મુખ્યમંત્રીશ્રીએ અમદાવાદના નાગરિકો તેમજ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને તેમના પરિવારો સાથે નવ વર્ષની શુભેચ્છાઓનું આદાન-પ્રદાન કર્યું* ****** મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના સૌ નાગરિકોને વિક્રમ સંવત ૨૦૮૨ના પ્રારંભે નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. આ નવું વર્ષ સમગ્ર ગુજરાત માટે સુખદાયી અને સમૃદ્ધિમય બને તેમજ ગુજરાત પ્રગતિનાં નવાં શિખરો સર કરે તેવી અભ્યર્થના વ્યક્ત કરી હતી. આ સાથે મુખ્યમંત્રીશ્રીએ ‘હર ઘર સ્વદેશી’ અને ‘વોકલ ફોર લોકલ’ના મંત્રને આત્મસાત કરી, આત્મનિર્ભર ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્નમાં સહભાગી બનવા સૌ નાગરિકોને અનુરોધ કર્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ નૂતનવર્ષના પ્રારંભે અમદાવાદના લાલ દરવાજા પાસેના ભદ્રકાળી માતાજીનાં દર્શન-પૂજન કરી, રાજ્યના નાગરિકોનાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે ભદ્રકાળી માતાજીને પ્રાર્થના કરી હતી. ત્યાર બાદ મુખ્યમંત્રીશ્રીએ એનેક્ષી સરકીટ હાઉસ, શાહીબાગ ખાતે શહેરના શ્રેષ્ઠીઓ અને સામાન્ય નગરજનોને મળીને નવા વર્ષની શુભેચ્છાઓનું આદાન-પ્રદાન કર્યું હતું. આ અવસરે પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વકર્મા, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા, સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણા, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં મેયર શ્રીમતી પ્રતિભા જૈન, સ્થાનિક ધારાસભ્યશ્રીઓ, આગેવાનો અને નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યાર બાદ મુખ્યમંત્રીશ્રીએ નૂતન વર્ષ નિમિત્તે શાહીબાગ ડફનાળા ખાતે પોલીસ ઓફિસર્સ મેસમાં વરિષ્ઠ પોલીસ અધિકારીઓ તથા તેમના પરિવારોની મળીને નૂતનવર્ષની શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી, મુખ્ય સચિવ શ્રી પંકજ જોશી, રાજ્ય પોલીસવડા શ્રી વિકાસ સહાય, અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી જી.એસ. મલિક સહિતના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ તથા તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. ****** [10/22, 3:41 PM] Dilip Gajjar.Mahiti.Press: *વિક્રમ સંવત ૨૦૮૨ ના નૂતન વર્ષનાપ્ પ્રથમ દિવસ અને કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી શ્રી અમિત ભાઇ શાહના જન્મ દિવસ બેય નો સુભગ સુયોગ રચાયો છે* *આ અવસરે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી , મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ, વિધાન સભા અધ્યક્ષશ્રી શંકર ભાઇ ચૌધરી, પ્રદેશ ભાજપા અધ્યક્ષશ્રી જગદીશ વિશ્વકર્મા અને નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિત ભાઇ શાહને અમદાવાદમાં તેમના નિવાસસ્થાને પ્રત્યક્ષ મળીને નૂતનવર્ષાભિનંદન અને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી.
[10/16, 3:43 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *मानक: पथप्रदर्शक:*
*વિશ્વ માનક દિન નિમિત્તે ભારતીય માનક બ્યુરો અમદાવાદ દ્વારા આઇ.આઇ.ટી. ગાંધીનગર ખાતે માનક મહોત્સવ યોજાયો*
०००००००००
*માનક મહોત્સવ અંતર્ગત રેલી, પ્રદર્શન તથા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા*
૦૦૦૦૦૦૦૦૦
*માનક સંસ્થાઓ વૈશ્વિક સ્તરે લોકોને ગુણવત્તાલક્ષી ઉત્પાદનો પૂરા પાડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે: મેમ્બર સેક્રેટરી શ્રી નરોત્તમ સાહુ*
૦૦૦૦૦૦૦૦૦
ગાંધીનગર તા. ૧૬ ઓક્ટોબર- સમગ્ર વિશ્વમાં દૈનમ દિનંમાં ઉપયોગમાં લેવાથી વસ્તુઓથી માંડી વૈશ્વિક સ્તરે મહત્વ ધરાવતી ધાતુઓની પણ ગુણવત્તાને માનાંક આપવામાં આવે છે. આ સંસ્થાઓની કામગીરી પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવા માટે વિશ્વ માનક દિવસની ઉજવણી કરવામાં આવે છે. આજરોજ ગાંધીનગર આઇ.આઇ.ટી. ખાતે ભારતીય માનક બ્યુરો અમદાવાદ શાખા દ્વારા માનક મહોત્સવ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો.
માનક મહોત્સવ પ્રસંગે ગુજકોસ્ટના એડવાઈઝરી અને મેમ્બર સેક્રેટરી શ્રી નરોત્તમ સાહુએ બી.આઈ.એસ.ને તેમની વિશિષ્ટ કામગીરીઓ બદલ ધન્યવાદ પાઠવી જણાવ્યું હતું કે, માનક સંસ્થાઓ વૈશ્વિક સ્તરે લોકોને ગુણવત્તાલક્ષી ઉત્પાદનો પૂરા પાડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ સાથે તેમણે કાર્યક્રમમાં ઉપસ્થિત કેન્દ્રીય વિદ્યાલયના ધો.૧૨ સાયન્સના વિદ્યાર્થીઓને બોર્ડની મહત્વની પરીક્ષા, પિયર પ્રેશર અને પોતાના સપનાઓ પૂરા કરવા માટેના ધ્યેય તરફ આગળ વધવા માટે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને પૂર્વ રાષ્ટ્રપતિ અને વૈજ્ઞાનિક સ્વ. અબ્દુલ કલામજીના જીવનને ધ્યાનમાં રાખી જીવનમાં ઉચ્ચ ધ્યેયો રાખી તેને પ્રાપ્ત કરવા સતત પરિશ્રમ કરવા સલાહ આપી હતી.
કાર્યક્રમમાં આઇ.આઇ.ટી. ગાંધીનગરના સેન્ટર ફોર ક્રિએટિવ લર્નિંગ ડિપાર્ટમેન્ટના પ્રોફેસર શ્રી મનીષ જૈનએ ૧૦ થી ૧૨ પ્રકારના વિવિધ વૈજ્ઞાનિક પ્રયોગ સાથે માનકો વિશે જ્ઞાન, વજનનાં માપન વિશે વિસ્તૃત સમજણ આપી હતી તથા સેન્ટર ફોર ક્રિએટીવ લર્નિંગ વિભાગ દ્વારા શોધ કરાયેલા વિવિધ સાધનોનું નિદર્શન પણ કર્યું હતું.
સમારોહમાં ભારતીય માનક બ્યુરો અમદાવાદના ડાયરેક્ટર શ્રી સુમિત સિંઘલે સ્વાગત ઉદબોધનમાં આઈ.એસ.ઓ., આઈ.ઈ.સી અને આઈ.ટી.યુ. માર્કા વિશે તથા બી.આઈ.એસ. સંસ્થા વિશે વિસ્તૃત માહિતી આપી હતી.
માનક મહોત્સવમાં ઉજવણી અંતર્ગત કેન્દ્રીય વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી તેમજ વિદ્યાર્થીઓએ માનક સંસ્થા વિશે જાગૃતિ લાવવા રેલી યોજી હતી. આ સાથે જ મહાનુભાવોના હસ્તે માનક પ્રદર્શનને ખુલ્લું મુકવામાં આવ્યું હતું.
આ પ્રસંગે આઇ.આઇ.ટી. ગાંધીનગરના સ્ટાફગણ, કેન્દ્રીય વિદ્યાલય શાહીબાગ તથા સાબરમતી, કેન્દ્રીય વિદ્યાલય-૧ ગાંધીનગરના શિક્ષકો અને વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦૦૦૦
*દિવ્યા ત્રિવેદી*
[10/17, 2:31 PM] Neha Talaviya.Mahiti: મધ્યપ્રદેશમાં યોજાયેલા રાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમમાં ગુજરાતની ગૌરવપૂર્ણ હાજરી
****************
ગુજરાતના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતને મધ્યપ્રદેશમાં “બેસ્ટ ફાર્મર એવોર્ડ”થી સન્માન
******************
શ્રી નરેન્દ્ર મંડીરનું આ સન્માન માત્ર વ્યક્તિગત સિદ્ધિ નહીં પરંતુ ગુજરાતના પ્રાકૃતિક ખેતી ક્ષેત્રના સતત વિકાસ અને પ્રેરણા નું પ્રતીક
********************
ગાંધીનગર,૧૭ ઓક્ટોબર
ખેતી અને ખેડૂત કલ્યાણ વિભાગ, નવી દિલ્હી (Department of Agriculture and Farmers Welfare, New Delhi) તેમજ વિભાગીય જૈવિક અને પ્રાકૃતિક ખેતી કેન્દ્ર, નાગપુર (Regional Centre for Organic and Natural Farming – RCONF), રાજ્ય કૃષિ વિસ્તાર અને તાલીમ સંસ્થા, ભોપાલ (State Institute of Agriculture Extension and Training – SIAET) અને મધ્યપ્રદેશ સ્ટેટ ઓર્ગેનિક સર્ટિફિકેશન એજન્સી (MPSOCA) — આ ચારેય પ્રતિષ્ઠિત સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે મધ્યપ્રદેશના પાટનગર ભોપાલ ખાતે વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ દરમિયાન ગુજરાત રાજ્યના પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે અનોખું યોગદાન આપનાર ખેડૂતશ્રી નરેન્દ્ર એલ. મંડીર, બી.એસસી. (એગ્રી.), પ્રાતેનમા પ્રાકૃતિક ફાર્મ, મુ. શિહોલી મોટી, તા. જી. ગાંધીનગરને “બેસ્ટ ફાર્મર એવોર્ડ”, પ્રમાણપત્ર, મેડલ તથા સાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા.
આ કાર્યક્રમની અધ્યક્ષતા ડો. અજય સિંહ રાજપુત, અધ્યક્ષ – RCONF, નાગપુર દ્વારા કરવામાં આવી હતી.
આ અવસર પર મધ્યપ્રદેશ તથા મહારાષ્ટ્રના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોનું પણ સન્માન કરવામાં આવ્યું, જેમાં તારાચંદ બેલજી અને આકાશ ચોરસીયા જેવા પ્રતિભાશાળી ખેડૂતોનો પણ સમાવેશ થાય છે. શ્રી નરેન્દ્ર મંડીરનું આ સન્માન માત્ર વ્યક્તિગત સિદ્ધિ નહીં પરંતુ ગુજરાતના પ્રાકૃતિક ખેતી ક્ષેત્રની પ્રતિષ્ઠાને ઉજાગર કરતું ગૌરવપૂર્ણ ક્ષણ છે.
આ કાર્યક્રમમાં ભોપાલ અને નાગપુરના વિવિધ વિભાગોના અધિકારીઓ તથા પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
**********
અશ્વિન ઘટાડ
[10/18, 12:13 PM] Divya Hitendra Joshi.Jamnagar માહિતી ખાતું: *ગાંધીનગર ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી બી.જે.પટેલની અધ્યક્ષતામાં મળી જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક*
૦૦૦૦૦૦
ગાંધીનગર તા. ૧૯ ઓક્ટોબર- ગાંધીનગર જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી તથા ઈન્ચાર્જ કલેક્ટરશ્રી બી. જે. પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળી હતી.
સંકલન બેઠકમાં રજૂ કરવામાં આવેલા વેરા વસૂલાત, લગતા વિકાસકામો અંગેના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત બેઠક અંતર્ગત નિવૃત્ત થતા કર્મચારીઓના પેન્શન, સરકારી લેણાં, કર્મચારીઓને મળતા લાભ, લોક અરજીના નિકાલ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટરશ્રી નિશા શર્મા, ડી.આર.ડી.એ.ના નિયામક શ્રી વેગડા, જમીન સંપાદન અધિકારીશ્રી અર્જુનસિંહ વણઝારા, પ્રાંત અધિકારીશ્રીઓ સહિત જિલ્લા સંકલન સમિતિના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
૦૦૦૦૦૦૦૦
[10/18, 12:21 PM] Neha Talaviya.Mahiti: *ગાંધીનગર કચેરી દ્વારા વાહન પસંદગીના નંબરોની ઓનલાઈન ઓક્શન પ્રોસેસ સંબંધિત બાબતે*
…………………………
સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી દ્વારા જાહેર જનતાને જણાવવામાં આવે છે કે અત્રેની કચેરીમાં એઆરટીઓ ગાંધીનગર કચેરી દ્વારા ફોર વ્હિલરની નવી સિરિઝ GJ-18-EG અને જૂની સિરિઝ GJ-18-EA, GJ-18-EB, GJ-18-EC,GJ-18-ED,GJ-18-EEનું GJ-18-EF નું રિઓક્શન શરૂ કરવામાં આવનાર છે. આથી પસંદગીના નંબરો માટે રાજ્ય સરકાર દ્વારા પરિપત્ર ક્રમાંક એમવીપી/૧૪૬૨૦૧૨-૯૮/ભાગ-૧/૬૧૩૧,તા-૧૭-૦૮-૨૦૧૫ ના રોજ સૂચનાઓ આપવામાં આવેલ છે.આ પરિપત્રની સૂચનાઓ જેવી કે, ગોલ્ડન નંબરો, સિલ્વર નંબરો, બેઝ એમાઉન્ટ, રજીસ્ટ્રેશન ટેક્ષ, સી.એન.એ ફોર્મ વગેરેને મૂળભૂત રિતે યથાવત રાખી વાહન ૪.૦ માં ઉપલબ્ધ નાગરિક કેન્દ્રિત સગવડને લક્ષમાં રાખી સરકાશ્રીએ વાહનના નંબરોની હરાજી પારદર્શક, ઝડપી અને કાર્યક્ષમ બનાવવા માટે મે.વાહન વ્યવહાર કમિશ્નરશ્રીના પરિપત્ર નંઆઇટી/પસંદગી નંબર/ONLINE AUCTION/૭૪૨૧, તા: ૧૨/૧૦/૨૦૧૭ ની સુચના ONLINE AUCTION થી કરવાનું નક્કી કરેલ છે.
ઓનલાઈન ઓક્શનએ DYNAMIC AUCTION PROCESSES રહેશે. એટલે કે, અરજદારને વેબસાઈટ પર હરાજી પ્રક્રિયા દરમ્યાન વખતો-વખત હરાજીની રકમનો ઉમેરો કરવાનો રહેશે.આ ઉમેરો રૂ/- 1000 ના ગુણાંકમાં વધારવાનો રહેશે. હાલની ONE TIME BIDDING PROCESSES જેમ એક જ વખત BIDD PROCESSES કરી શકશે નહી
ઈ-હરાજી પ્રક્રિયા રજીસ્ટ્રેશન શરૂ થયા તા.10/10/2025,સમય 04:00:00 PM , રજીસ્ટ્રેશન પુર્ણ થયા તા.05/11/2025, સમય 03:59:59 PM , હરાજી શરૂ થયા તા.05/11/2025, સમય 04:00:00 PM, હરાજી પુર્ણ થયા તા. 07/11/2025, સમય 04:00:00 PM રહેશે ઈ ઓકશન નું પરિણામ તા.07/ 11/2025 04:00 PM જાહેર થશે.
ઓનલાઈન ઓક્શનમાં ભાગ લેનારની જવાબદારીઓ મા ભાગરૂપે અરજદારે મુખ્ય કામગીરી કરવાની રહેશે.આ માટે http:/parivahan.gov.in/ parivahan/ પર નોંધણી, યુઝર આઈ.ડી.પાસવર્ડ તૈયાર કરવો.તેમજ સદર વેબસાઈટ પર લોગઈન કરીને વાહન ખરીદીના દિવસ- ૭ ની અંદર ઓનલાઈન સી.એન.એ ફોર્મ ભરવાનું રહેશે.હરાજીની પ્રક્રિયામાં ભાગ લેનારે ચૂકવણું કરવું અને વાહન નંબર મેળવવો. આ માટેની વિગતવાર સૂચનાઓ APPENDIX-A ઉપર આપેલ છે. ( જે કચેરીના નોટીસ બોર્ડ અનંે રજીસ્ટ્રેશન શાખામાં રૂબરૂ જોવા મળશે.) અરજદારે હરાજીની પ્રક્રિયા પુર્ણ થયાના પાંચ દિવસમાં નાણા જમા કરાવવાના રહેશે. જો આ નિયત સમય મર્યાદામાં નાણા ચૂકવવામાં નિષ્ફળ જાય તો મૂળ રકમ (Base price) ને જપ્ત કરી ફરીવાર હરાજી કરવામાં આવશે. ઓનલાઈન ઓક્શનમાં દરમ્યાન અરજદારે આર.બી.આઈ દ્વારા નક્કી કરેલ દરે ચાર્જ ચુકવવાનો રહેશે. સિલ્વર નંબર તથા ગોલ્ડ નંબર માટે જરૂરી Base price ચુકવવાની રહેશે
હરાજીની પ્રક્રિયામાં સફળ થયેલાં અરજદારને સફળ ગણી બાકીના નાણાં દિન-૫ (પાંચ)માં ભરપાઈ કરવા માટે એસ.એમ.એસ કે ઈ-મેલ થી જણાવવામાં આવશે. હાલની મેન્યુઅલ પદ્ધતિ પ્રમાણે નાણાં પરત કરવાના રહેશે. એટલે કે Net banking, Credit card થી ચુકવણું કર્યુ હશે તો તે જ Mode થી નાણાં અરજદારના ખાતામાં SBI-e pay દ્વારા પરત કરવામાં આવશે.
*વંદન સોલંકી*
[10/18, 3:28 PM] Neha Talaviya.Mahiti: પંચેશ્વર મંદિરમાં બેસતા વર્ષે છપ્પન ભોગનો અન્નકુટ મહોત્સવ યોજાશે
********
કાળીચૌદશે હનુમાનજીનો જન્મોત્સવ અને દિવાળીના દિવસે પંચેશ્વર મંદિરના પટાંગણમાં સમુહમાં આતશબાજી યોજાશે
******
ગાંધીનગર , શનિવાર .
બેસતુંવર્ષ, તા. ૨૨-૧૦-૨૫ના દિવસે રાયસણના પંચેશ્વર મંદિરમાં ભગવાનનો છપ્પન ભોગ અન્નકુટ મહોત્સવ યોજાશે તો સમગ્ર ગાંધીનગર અને આસપાસના ગામોના સૌ નાગરિક ભાઇબહેનોને દર્શન અને અન્નકુટના પ્રસાદનો લાભ લેવા પધારવા પંચેશ્વર મંદિર સમિતિ તરફથી
જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.
બેસતાવર્ષના દિવસે પંચેશ્વર મંદિરમાં નિત્ય દર્શન અને અન્નકુટના વિશેષ આરતી દર્શનનો સમય આ મુજબ
રહેશે દર્શન લાભ લેવો સૌને ભાવભર્યું નિમંત્રણ છે.
● સવારે છ વાગે મંગળા આરતી.
● સવારે ૭ વાગે શ્રુંગાર આરતી.
● સવારે ૭.૧૫ થી ૭.૩૦ સમુહ સ્તુતિ પાઠ.
● સવારે ૮.૪૫થી ૯ સુધી મંદિરનું દ્વાર બંધ રહેશે.
● સવારે ૯ વાગ્યે ભવ્ય છપ્પન ભોગનાં દર્શન અને અન્નકુટ આરતી .
● અન્નકુટ દર્શન સવારે ૯ થી સાંજના ૪ વાગ્યા સુધી થશે.
● સાંજે ૭ વાગે સંધ્યા આરતી અને અન્નકુટના પ્રસાદનું વિતરણ.
● રાત્રે ૯ વાગે શયન આરતી .
કાળીચૌદશ એ હનુમાનજી મહારાજનો જન્મ દિવસ હોઇ પંચેશ્વર મંદિરમાં કાળીચૌદશના દિવસે સવારે ૧૦ વાગે
અને રાત્રે ૯ વાગે શ્રી સુંદરકાંડનું સમુહ ગાન કરવામાં
આવશે .
દિવાળીના દિવસે રાત્રે આ વિસ્તારના રહીશો સમૂહમાં પંચેશ્વર મંદિર આવીને મંદિરના પટાંગણમાં રંગબેરંગી ફટાકડા ફોડી આતશબાજી કરી દિવાળીની ઉજવણી કરવાનું આયોજન હોઇ રાયસણ રાંદેસણના રહીશોને
પંચેશ્વર મંદિરમાં આવીને સમૂહમાં ફટાકડા ફોડી દીપોત્સવને ઉજવવા જાહેર વિનંતી કરાઇ છે .
********
[10/21, 12:16 PM] Neha Talaviya.Mahiti: *નિમંત્રણ*
*કાર્યક્રમ*: *નવ નિર્મિત એમ.એલ.એ કવાર્ટર લોકાર્પણ સમારોહ*
*મહાનુભાવ*: *માન. કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ, માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
*તારીખ : *૨૩-૧૦-૨૦૨૫,ગુરૂવાર*
*સમયઃ *સવારે ૧૧.૦૦ કલાકે
*સ્થળ : *એમ.એલ.એ કવાર્ટર, સેકટર-૧૭, ગાંધીનગર*
આ કાર્યક્રમના કવરેજ માટે મીડિયાના મિત્રોને ઉપસ્થિત રહેવા નિમંત્રણ છે.
નોંધ : *દીપાવલીની જાહેર રજાઓ હોવાથી , પત્રકાર મિત્રોએ પોતાના કવરેજ ડયુટીના પાસ આજે જ 4 થી 7 દરમિયાન પોલીસ અધિક્ષક કચેરીએથી મેળવી લેવા વિનંતી છે*
*પાસ મેળવવા આપના બે પાસપોર્ટ સાઇઝના ફોટો, પ્રેસ આઈ.ડી, આધારકાર્ડ તથા એક્રેડેશન કાર્ડની નકલ સાથે રાખવી*
આભાર સહ,
*સંપર્ક: પારૂલ મણિયાર 9904530670*

આપની આસપાસ બનતી ઘટનાઓના વિડિયો ફોટાઓ અને સમાચાર આપોને અમારા અખબારમાં તેમજ ચેનલમાં પ્રસારિત કરવા માટે અમારા whatsapp નંબર 6353019026 ઉપર મોકલી આપો.
અહીંયા કોઈપણ સમાચાર ફોટાઓ અને વિડિયો માત્ર જનજાગૃતિના ભાગરૂપે પ્રસિદ્ધ કરવામાં આવે છે તેમ છતાં કોઈને પણ વાતાજ અને લાગે તો તંત્રીનો સંપર્ક કરીને ખરાઈ કરાવી શકે છે.
