(કોના બાપ ની.દિવાળી ?)૫૧ શક્તિપીઠ મહોત્સવના નામે મુખ્યમંત્રીશ્રી,મંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓને ૧૭૫૦/- રૂપિયાની જમવાની ડીશ અને ૭૨૦/- રૂપિયાની ચાની ચૂસકી(કલેકટરે બિલ ચૂકવવાનો ટ્રસ્ટ ને ઓર્ડર કર્યો)ભાજપ ના રાજમાં ધર્મસ્થાનો ભાજપ ની સુખ સાહ્યબીમાં લોક દાન ની ઉઘાડી લુંટ.. તા:૨૮/૮/૨૦૨૪ ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક PDF FILE જુવો.વાંચો.(janfariyadnews YouTube channel links)

NG-307- 28-8-24 pdf

અખબારી યાદી – તારીખ: ૨૭ ઓગસ્ટ ૨૦૨૪ ૫૧ શક્તિપીઠ મહોત્સવના નામે મુખ્યમંત્રીશ્રી,મંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓને ૧૭૫૦/- રૂપિયાની જમવાની ડીશ અને ૭૨૦/- રૂપિયાની ચાની ચૂસકી: હેમાંગ રાવલ કલેકટર બનાસકાંઠા અને સરકારે ચૂકવવાના રૂપિયા અંબાજી દેવસ્થાન ટ્રસ્ટે ચુકવ્યા.: હેમાંગ રાવલ એક તરફ 51 શક્તિપીઠમાં માતાજીને થાળ ધરાવવામાં આવતો નથી અને બીજી તરફ સરકારી નેતાઓની અને અધિકારીઓની લાખોની જયાફત: હેમાંગ રાવલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા અને મીડિયા કોર્ડીનેટર શ્રી હેમાંગ રાવલ અખબારી યાદીમાં જણાવે છે કે, અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ ૨૦૨૪નું આયોજન કરવામાં આવેલ. ૧૨મીથી ૧૬મી ફેબ્રુઆરી સુધી અંબાના ચરણોમાં ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ યોજાયેલ જેમાં મોટી સંખ્યામાં માઇ ભક્તો આ પરિક્રમામાં હાજર રહ્યા હતા. ઉપરોક્ત કાર્યક્રમની અંદર મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને તેમના મંત્રીશ્રીઓ અને ધારાસભ્યો પણ હાજર રહ્યા હતા તેઓના માટે ચા નાસ્તા તથા જમવાની વ્યવસ્થા પેટે કુલ રૂપિયા ૧૧,૧૨,૩૨૫ દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ચૂકવાયા હતા. જાગૃત નાગરિક દ્વારા આરટીઆઈ દ્વારા પ્રશ્ન પૂછવામાં આવતા માલુમ પડેલ છે કે હકીકતમાં ઉપરોક્ત જમવાનો ખર્ચ કલેક્ટર બનાસકાંઠાના અંડરમાં નાયબ ચૂંટણી કલેક્ટરશ્રીએ તેના ટેન્ડર મંગાવ્યા હતા. પરંતુ ત્યારબાદ કલેક્ટરશ્રીએ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અને સૂચન કરીને ઉપરોક્ત બિલ ચૂકવવા કહેલ. અંબાજી દેવસ્થાન ટ્રસ્ટને લાખો શ્રદ્ધાળુ પોતાની આસ્થાથી દાન આપી રહ્યા છે પરંતુ તેમના દાનનો આ પ્રમાણે દૂર ઉપયોગ થઈ રહ્યો છે અહીં આંખે ઉડીને વળગે તેવી બાબતે છે કે ૧૬ માર્ચ ૨૦૨૪ ના રોજ ચૂંટણી પંચે ચૂંટણી જાહેર કરી હતી. પરંતુ એ પેહલા આ સમયગાળામાં કોઈ ચૂંટણીઓ ન હતી છતાં તે પહેલા નાયબ ચૂંટણી અધિકારીશ્રીઓએ કોના આદેશથી ચૂંટણી પંચના લેટરપેડ ઉપર આવા પ્રકારનો વર્ક ઓર્ડર આપેલ હતો તે પણ એક મોટો તપાસનો વિષય છે. અને ચૂંટણી પંચના ખર્ચ હોય તો એ કેન્દ્રનું ચૂંટણી પંચ અથવા ગુજરાતનું ચૂંટણી પંચ ચૂકવે, ચૂંટણી પંચના લેટર પેડનો દુર ઉપયોગ કરીને ચૂંટણી પંચ બીલ અંબા માતા દેવસ્થાન ટ્રસ્ટને કંઈ રીતે મોકલી શકે? અને મોકલ્યું હોય તો પણ દેવસ્થાન ટ્રસ્ટ બિલ મંજૂર કરે એનું એક જ કારણ જીલ્લા ચૂંટણી અધિકારી હોદ્દાની રુએ બનાસકાંઠા કલેકટર અને અંબા માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન પણ હોદ્દાની રુએ પણ બનાસકાંઠા કલેક્ટર એટલે દલા તરવાડીની જેમ વેહેચણી કરી નાખવાની. મંજુર કરેલ ભાવ રૂપિયા હાઈ ટી (ગબ્બર ખાતે) ૩૬૦.૦૦ હાઈ ટી (સર્કિટ હાઉસ ખાતે) ૩૬૦.૦૦ ભોજન ૧૭૦૪.૦૦ ૧૪-૦૨-૨૦૨૪ ચૂંટણી પંચના લેટર પેડ પર (ELECTION URGENT) ચુંટણી અધિકારી દ્વારા વર્ક ઓડર ૧૫-૦૨-૨૦૨૪ રૂપિયા ૭૨૦ ની ચા તથા ૧૭૪૫ નું ભોજન આરોગાયું ૧૬-૦૨-૨૦૨૪ જિલ્લા ચુંટણી અધિકારીને કોન્ટ્રાકટરે ૧૧,૩૩,૯૨૪ નું બિલ મોકલાયું ૨૮-૦૬-૨૦૨૪ દેવસ્થાન ટ્રસ્ટે કલેકટર અને ટ્રસ્ટ ચેરમેનના સૂચનથી બિલ ચૂકવવા આદેશ કર્યો વિધાનસભાનાં અધ્યક્ષ આ બધા VVIP ને આમંત્રણ આપીને અંબાજી લાવ્યા હતા તો આ બધા અધ્યક્ષના મહેમાનો હતા તો આ ખર્ચ ખરેખર આસ્થા અને શ્રદ્ધાથી ભકતોના આવેલાં દાનના નાણાંથી ખર્ચવાને બદલે અધ્યક્ષશ્રીએ સ્વયં પોતાનાં નાણાં આપવાં જોઈએ અથવા સરકારમાંથી નાણા અપાવવા જોઈએ. પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવને પણ આ બિલની નકલ મોકલવામાં આવેલ છે. દેવસ્થાન ટ્રસ્ટ અને યાત્રાધામ વિકાસ બોર્ડ ભાવિક ભક્તજનોએ આપેલા દાનના નાણાંનો દૂર ઊપયોગ ના કરે તે હવે ગુજરાતની ધર્મપ્રેમી જનતા માગણી કરે છે. શક્તિપીઠ અંબાજી ખાતે મુખ્યમંદિર સિવાય બીજા ૬૧ મંદિરો (૫૧ શક્તિપીઠ સહિત) દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સંચાલન કરવામાં આવે છે. જેની મુર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા પણ કરવામાં આવી છે. ૫૧ શક્તિપીઠ મંદિરોનું લોકાર્પણ ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવેલ હતું. પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી પણ અંબાજી મંદિરમાં પરમ આસ્થા ધરાવતા હતા, આ શક્તિ મંદિરોમાં કોરોના પહેલા માતાજીને વિધિવત રીતે ભોજન થાળ ધરાવવામાં આવતો હતો પરંતુ કોરોના દરમિયાન મહામારીના બહાને ઉપરોક્ત રાજભોગ થાળ દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા બંધ કરી દેવામાં આવેલ હતો ત્યારબાદ માઇભક્તોની વારંવાર રજૂઆત બાદ પણ આ રાજભોગ ધરાવવા માટેના શાસ્ત્રોક્ત વિધિ વિધાન હજુ પણ શરૂ કરવામાં આવેલ નથી. સનાતન ધર્મી સમાજ, સંસ્થા અને માઇભક્તો તથા સ્થાનિક આગેવાનો દ્વારા રજૂઆત કર્યા પછી માત્ર ૮૦ ગ્રામ મોહનથાળનું ચોસલું ધરાવવાનું ચાલુ કરવામાં આવેલ છે પરંતુ આ એકપણ મંદિરોમાં માતાજીને થાળ કે રાજભોગ ધરાવવામાં આવતો નથી. શાસ્ત્રોક્ત વિધીવિધાન મુજબ પ્રાણપ્રતિષ્ઠા કરેલી મુર્તિઓને જીવંત ગણી તેમને થાળ ધરાવવો ફરજીયાત હોય છે. પરંતુ ૫૧ શક્તિપીઠ મંદિરમાં થાળ તો ઠીક માતાજીના વસ્ત્રો અને શણગાર પણ નિયમિત બદલવામાં આવતા નથી. કોરોના સમયે દેવસ્થાન ટ્રસ્ટે પરિપત્ર દ્વારા કોરોના વાયરસની પરિસ્થિતિ અંકુશમાં ન આવે ત્યાં સુધી ગબ્બર પરિક્રમા માર્ગના મંદિરોમાં તથા દેવસ્થાન હસ્તક દ્વારના પેટા મંદિરોમાં પ્રસાદ તરીકે રેવડી સિંગ સાકર ધરાવી માતાજીને શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી પ્રસાદ ભોગ ધરાવવાનું તેમજ પરિસ્થિતિ અંકુશમાં આવ્યા બાદ પુનઃ ખાતાના થાળ/રાજભોગ ચાલુ કરવાનું જણાવેલ હતું પરંતુ હજી સુધી કોઈ નિર્ણય લેવાયેલ નથી. અંબાજીના સ્થાનિકો તથા માઈ ભક્તોની રજૂઆતના આધારે ગુજરાત કોંગ્રેસ માંગણી કરે છે કે જો મુખ્યમંત્રીશ્રી અને ધારાસભ્યશ્રીઓને માટે ૧૭૪૫ રૂપિયાની જમવાની થાળી અને ૩૬૦ની ચાની ચૂસકી ધર્મપ્રેમી જનતાએ આપેલા દાનના રૂપિયાથી ચૂકવવામાં આવતું હોય અને માતાજી પોતે ભૂખ્યા રેહતા હોઈ તો ૫૧ શક્તિપીઠ મંદિરમાં માતાજીની આસ્થા સમાન રાજભોગની પણ પેહલાના સમયની જેમ કાયમી વ્યવસ્થા કરવામાં આવે. હેમાંગ મહિપતરામ રાવલ મીડિયા કોર્ડીનેટર અને પ્રવક્તા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ 9898233038 બીડાણ: ચૂંટણી પંચના લેટરપેડ પર જમવાનો અપાયેલ વર્કઓર્ડર, અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા રૂ. ૧૧,૧૨,૩૨૫ ચૂકવવાનો ઓર્ડર…

(પત્રકારોને પણ વિધાનસભાથી કહેવામાં આવ્યું હતું કે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી તરફથી તમને લઈ જવા માટે એસી લક્ઝરીઓની વ્યવસ્થા કરવામાં આવી છે અને લઈ પણ જવામાં આવ્યા હતા તેમને પણ આ મોંઘીદાટ ડીશ માં જમાડવામાં આવ્યા હતા અને ક્રેડિટ અધ્યક્ષ શ્રી એ લીધી હતી પણ આજે ખબર પડી કે આ બધું તો ટ્રસ્ટના ખભે થઈ ગયું છે) આમાં યાત્રાધામ વિકાસ બોર્ડ નો પણ પૂરેપૂરો વાંક કહી શકાય તેમ જ ભાજપ સરકાર અને બનાસકાંઠા કલેક્ટર એ પણ આવી રીતે ટ્રસ્ટને ઓર્ડર આપીને દાનના પૈસા લૂંટાવવા જોઈએ નહીં. ઘણા લાંબા સમયથી ગુજરાતની અંદર જે ધર્મસ્થાનો ઉપર ભારતીય જનતા પાર્ટીની સરકારનો વહીવટ છે ત્યાં બધી જ જગ્યાએ આવી ઉઘાડી દાન ન ખર્ચાઓ ની લૂંટ કહી શકાય તેવા છાસવારે સમાચારો સાંભળવા મળે છે.. દુઃખની વાત તો એ છે કે આજે પણ 51 શક્તિપીઠમાં માતાજીને થાળ ધરાવવામાં આવતો નથી અને આ ભાજપના ધારાસભ્યો અને મુખ્યમંત્રી ની આખી ટીમ આવી રીતે દાનના પૈસાની મહેરબાની કરે તે કેટલા ઊંચે યોગ્ય છે આ તો પાપ નહીં પરંતુ ભાજપનું મહા પાપ કહી શકાય.

અહી કોઈપણ સમાચારો/ફોટાઓ/વિડિયો રાગદ્વેષ વિના જન જાગૃતિ ના ભાગ રૂપે પ્રસિદ્ધ કરવામાં આવે છે.તેમ.છતાં.કોઈને પણ વાંધાજનક લાગે તો તંત્રી નો.સંપર્ક કરીને ખરાઈ કરાવી શકે છે.તંત્રી

*51 શક્તિપીઠ ઉજવણી માંઅંબાજી ટ્રસ્ટના લોક દાન ના પૈસા વેડફાયા નો કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલ નો આક્ષેપ*

https://youtu.be/n2REDrnGXvY?si=Z4ixo6ClXPy23Lfe