કુંભ સ્નાન પ્રયાગરાજ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી ના અનુયાયી સાધુ સંતો ઉપર પોલીસ દમનના વિરોધ માં હિન્દુ જનજાગૃતિના ભાગરૂપે બે દિવસના ધરણાં પ્રદર્શન(ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક 25/1 પીડીએફ)

भारत के चार प्रमुख शंकराचार्य के नाम और पीठ क्रमशः इस प्रकार है…
1_ स्वामी अविमुक्तेश्वरानंद सरस्वती, उत्तर पीठ ज्योर्तिमठ बदरी के शंकराचार्य है,
2_स्वामी सदानंद सरस्वती, द्वारिका पीठ के शंकाराचार्य है,
3_श्री जगद्गुरू भारती तीर्थ महास्वामी जी दक्षिणी पीठ श्रृंगेरी पीठ के 36वे शंकराचार्य है,
4_स्वामी निश्चलानंद सरस्वती पूर्वी पीठ गोवर्धन मठ पूरी के शंकराचार्य है…!

25 NG PDF-5 25-01-2026_04 Jan Fariyad

પ્રયાગરાજ કુંભ સ્નાન સંગમ ખાતે હિન્દુ ધર્મના સમ્રાટ કહી શકાય તેવા વિશ્વવિખ્યાત શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી ના અનુયાયીઓ અને સાધુ સંતો ઉપર શાસકો ની પોલીસ દ્વારા દમન ગુજારતા વિડીયો અને ફોટાઓ સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધ થતા ધર્મપ્રેમી જનતા સમગ્ર ભારતમાં આક્રોશ ફાટી નીકળ્યો હોય તેવું અંદરખાને જોવા મળે છે. યુવા સાધુની ચોટલી ખેંચીને પોલીસ ખેંચી રહ્યા હોય તેવા ફોટાઓ અને અન્ય આક્રોશ ભર્યા વિડીયો ધર્મ પ્રેમી સનાતની ના ગુરુ નું અપમાન સમાન છે. આ અંગે કેન્દ્રની મોદી સરકાર તેમજ ઉત્તર પ્રદેશની યોગી સરકાર ઉપર ધર્મ પ્રેમી જનતા ફિટકાર વરસાવી રહી છે. જે બાબતે ગુજરાતના ઉત્તર ગુજરાત પાટણ ખાતે જગન્નાથ મંદિરમાં સર્વ સમાજ ધર્મ પ્રેમી ઓ ના બે દિવસના ધરણા પ્રદર્શન યોજાઇ રહ્યા છે.

હિન્દુઓના સર્વોચ્ચ શંકરાચાર્ય ધર્મગુરુ સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી ના અપમાન બદલ પાટણ ખાતે જગન્નાથ મંદિર બે દિવસના ધરણાં પ્રદર્શન.
મોદી–યોગી સરકાર ના તેવર સામે સનાતની ઓ ની ટીકા ટિપ્પણી.

આજે આ કાર્યક્રમમાં પાટણની વિવિધ ધાર્મિક તથા સામાજિક સંસ્થાઓના આગેવાનો અને સનાતન ધર્મને વરેલા પ્રબુદ્ધ વરિષ્ઠ નાગરિકો મોટી સંખ્યામાં હાજરી આપી હતી.
સવારના ૯ વાગ્યાથી શરૂ થયેલ ધરણાં સાંજે ૪ વાગ્યા સુધી ઉપવાસ સાથે રાખવામાં આવેલ. આ કાર્યક્રમ મા ઉપસ્થિત આગેવાનોએ હિન્દુ ધર્મગુરુના અપમાનને સમગ્ર સનાતન ધર્મીઓનું અસહ્ય ગણાવી, કેન્દ્રની મોદી સરકાર તથા ઉત્તર પ્રદેશની યોગી સરકાર સામે ભારે રોષ ઢાલવ્યો હતો. ઉપસ્થિત વિવિધ ધર્મના,સમાજના લોકોએ આક્રોશ કરતા જણાવ્યું હતું કે રાજસત્તા દ્વારા ધર્મસત્તાને અવગણી ને અંકુશ માં રાખવાનો આ પ્રયાસ હિન્દુ સનાતની સમાજ ક્યારેય સ્વીકારશે નહીં.
શંકરાચાર્યજી ના સમર્થનમાં બે દિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જગન્નાથ મંદિરના ટ્રસ્ટી ગણ તેમજ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ, પાટણ જિલ્લા પ્રમુખ શ્રી પિયુષ આચાર્ય દ્વારા તમામ સનાતન ધર્મીઓને આ કાર્યક્રમમાં જોડાવા જાહેર અપીલ કરવામાં આવી હતી.
ધરણાં દરમિયાન શાંતિપૂર્ણ પરંતુ દ્રઢ મનોબળ સાથે સનાતની હિન્દુઓ ને સખત ભાષામાં આવાહન રાજકીય પક્ષાપક્ષી થી દૂર રહીને કરવામાં આવ્યું હતું. “ધર્મનું સન્માન કરો” અને “ હિન્દુ સમ્રાટ ધર્મગુરુ શંકરાચાર્યજી ના અપમાન બંધ કરો” જેવા વિવિધ નારા ગુંજ્યા હતા, જેના કારણે સમગ્ર વાતાવરણ ધર્મપ્રેરિત,ધર્મ નિષ્ઠતા અને સનાતન ધર્મ વંશપરંપરાગત સંસ્કૃતી ની જાળવણી ન વક્તવ્યો સાથે શાસકો સામે આક્રોશ વ્યકત કરીને તેમણે ભાન કરાવવાની ચર્ચા એરણે પહોંચી હતી…

અહીંયા કોઈપણ સમાચાર વિડીયો ફોટાઓ માત્ર જનજાગૃતિના ભાગરૂપે પ્રસિદ્ધ કરવામાં આવે છે તેમ છતાં કોઈને પણ વાંધાજનક લાગે તો તંત્રીનો સંપર્ક કરીને ખરાઈ કરાવી કરી શકે છે.તંત્રી