NG_239_19-6-2023 pdf final NG_240_20-6-2023 final NG_241_ 21-6-2023 pdf
આજરોજ કુડાસણ ખાતે SCAI સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલનો શુભારંભ થયો. આ પ્રસંગે ગાંધીનગર મહાનગરપાલિકાના માન. મેયરશ્રી હિતેશભાઈ મકવાણા ઉપસ્થિત રહી ડૉ.બોની ગજ્જર સહિત તમામ સ્ટાફને અભિનંદન સહ શુભકામનાઓ પાઠવી હતી. આ અવસરે મેયરશ્રી એ જણાવ્યું હતું કે અદ્યતન ટેકનોલોજીથી સજ્જ આ હોસ્પિટલમાં લોકોને તમામ સુવિધાઓયુક્ત સારવાર મળી રહેશે. આ દરમ્યાન મેયરશ્રી એ બી.એ.પી.એસ સ્વામિનારાયણ સંસ્થાના પરમ પૂજ્ય શ્રી વિવેકસાગર સ્વામી જીના આશીર્વચન પ્રાપ્ત કર્યા હતા.
આ વેળાએ ડેપ્યુટી મેયરશ્રી પ્રેમલસિંહ ગોલ તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.