અમદાવાદના બોપલમાં કબીર હોલ ખાતે વર્લ્ડ ડાન્સ ડેના અવસરે ધરોહર ડાન્સ એન્ડ મ્યુઝિક એકેડમી દ્વારા નૃત્ય-સંગીતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, આ કાર્યક્રમમાં નૃત્ય કલાકારોએ કત્થક નૃત્ય કરી world dance dayની ઉજવણી કરી. કાર્યક્રમનો આરંભ ગણેશ વંદનાથી કરવામાં આવ્યો, સાથે કલાકારોએ નૃત્યના માધ્યમથી કૃષ્ણ વંદના અને વિષ્ણુ વંદના કરી, આ કત્થક નૃત્ય કાર્યક્રમનું આયોજન જાણીતા કલાગુરૂ અલ્પા દેસાઈ શર્મા દ્વારા કરવામાં આવ્યું.