ગુજરાત વિધાનસભા ના ગોધરાના પૂર્વ ધારાસભ્ય, રાષ્ટ્રિય બજરંગ દળ સંયોજક,વિશ્વ હિન્દુ પરિષદ ના પૂર્વ લડાયક નેતા તેમજ શ્રી ગુજરાત સમસ્ત બ્રહ્મસમાજના પૂર્વ ગુજરાત અધ્યક્ષ રામ ભક્ત શ્રી હરેશ ભટ્ટ નું દુઃખદ અવસાન…એક સમય હતો કે જ્યારે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ના પ્રમુખ તરીકે હરેશ ભટ્ટ અને મહામંત્રી કથાકાર કનૈયાલાલ પંડ્યા જી ના સમય માં બ્રહ્મ સમાજ ની અનેક સામાજિક પ્રવૃત્તિઓ ધમધમતી હતી અને ગુજરાત સરકાર માં પણ સામાજિક મહત્વ દર્શાવી ગાંધીનગર સમસ્ત ગુજરાત બ્રહ્મ ભવન નિર્માણ માં મહત્વની કામગીરી અને બેઠકો નો દોર ચલાવવામાં આવ્યો હતો.ઉત્તર ગુજરાત,મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત માં શ્રી હરેશ ભટ્ટ ના પ્રમુખ પદ હેઠળ સમાજ ની અનેક પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી હતી અને શાશક સરકાર માં પણ બ્રહ્મ સમાજ ની નોંધ લેવાઈ હતી…જે સંગઠન ના હાલના પ્રમુખ ગુજરાત ના જાણીતા ધારાશાસ્ત્રી પિનાકીન રાવલ તેમજ સંગઠન ના ફાઇન્ડર મેમ્બર મહામંત્રી અનિલ શુક્લ સજીક પ્રવૃત્તિઓ આગળ ધપાવી રહ્યા છે..જેમાં શ્રી ગુજરાત સમસ્ત બ્રહ્મસમાજ મહિલા પ્રમુખ તરીકે શિક્ષણ વિદ ડો.ધારિણી બેન શુક્લ છે .સમજે ઉત્કૃષ્ઠ સેવક ને ગુમાવ્યા છે..સદગત સામાજિક લડાયક સેવક હરેશ ભટ્ટ જી ની આત્મા ને મહાદેવ શાંતિ અર્પે તેવી પ્રભુ ચરણો માં પ્રાર્થના..
જન ફરિયાદ દેશ વિદેશ સાપ્તાહિક , ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક, janfariyadnews (ન્યૂઝ ચેનલ).. janfariyadnews (ન્યૂઝ પોર્ટલ) પરિવાર સદગત ના આત્માને શાંતિ આપે તેવી મહાદેવ ચરણો મા પ્રાર્થના કરે છે..
પ્રદીપ રાવલ. પત્રકાર(ગુજરાત બ્રહ્મ સમાજ મીડિયા સેવક)
ગાંધીનગર.(મો.9824653046)