તા.02-12-2022
દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે બનાસકાઠાના કાંકરેજ ખાતે ચૂંટણી સભા સંબોઘી.
—-
પહેલા ચરણમાં ગુજરાતની જનતાએ ભારતીય જનતા પાર્ટીનો ડંકો વાગાડી દીધો છે.- શ્રી નરેન્દ્રભાઇ મોદી
—
ત્રણ ટાયરમાં ગમે તેટલી હવા ભરી હોય પણ એક ટાયર પંચર થાય તો ગાડી અટકી જાય તેમ બનાસકાંઠામાં એક કમળ ન ખીલે તો ગાડી જેવુ થાય બધા કમળ ખીલવા જોઇએ. – શ્રી નરેન્દ્રભાઇ મોદી
—-
કોંગ્રેસ સરદાર સરોવર ડેમ ન બને તેના માટે જેટલા રોડા નાખવા પડે તેટલા નાખ્યા અને જે લોકોએ સરદાર સરોવર ડેમને અટકાવ્યો તેમના ખભે હાથ મુકી કોંગ્રેસના નેતા પદ યાત્રા કરે. – શ્રી નરેન્દ્રભાઇ મોદી
—-
જેને પાણીને રોક્યુ હોય તેને માફ કરાય? ઘરમાંથી પાણીનો ગ્લાસ ભરી વટે માર્ગુ ને પીવડાવે તે બનાસકાંઠાના સંસ્કાર છે. – શ્રી નરેન્દ્રભાઇ મોદી
—-
આ કોંગ્રેસને જેમા પોતાનો સ્વાર્થ ન દેખાય, પોતાનું ભલુ ન થાય તેવા કામ કરવાના જ નહી તેવો સ્વભાવ છે. – શ્રી નરેન્દ્રભાઇ મોદી
—-
બનાસકાંઠાના ભાઇઓ લખી રાખો આ મોદી છે.. જે કહુ તે કરુ એનું નામ મોદી, જે નહી થાય તેવું હશે તો સામેથી કહીશ કે નહી થાય. – શ્રી નરેન્દ્રભાઇ મોદી
—-
અમે કામ કર્યુ હોય, અમે આપનુ ભલુ કરવા દિવસ રાત મહેનત કરી હોય ઇમાનદારીથી તમારી સેવા કરી હોય તો જ અમને મત આપજો, તમારા સંતાનોનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવું હોય તેના માટે અમે તમને ગેરંટી આપીએ છીએ.
– શ્રી નરેન્દ્રભાઇ મોદી
—-
ભ્રષ્ટાચાર બંધ કરાયો એટલે કોંગ્રેસ વાળા મોદીને ગાળો બોલે છે, ગરીબનું તમે લુટો તેની સામે મોદી લાલ આંખ કરે ને કરે જ. – શ્રી નરેન્દ્રભાઇ મોદી
—-
પશુ પાલકની આર્થિક તાકાત ગાય કેવી રીતે બની શકે તેની ચિંતા સરકારે કરી છે. – શ્રી નરેન્દ્રભાઇ મોદી
—-
કોંગ્રેસ નું તો કામ રહ્યુ છે કે લટાકવું,ભટકાવવુ અને અટકાવવું.
– શ્રી નરેન્દ્રભાઇ મોદી
—-
આજે આખુ હિન્દુસ્તાન બનાસકાઠાને બટાટા અને દાડમના કારણે ઓળખતુ થયું છે. – શ્રી નરેન્દ્રભાઇ મોદી
—-
દેશમાં એવું વાતાવરણ કોંગ્રેસે બનાવ્યું હતું કે ભ્રષ્ટાચાર વિના કોઇ કામ જ ન થાય, ભાજપની સરકાર ભ્રષ્ટાચાર સામે કઠોર કાર્યવાહી કરી રહી છે તેના કારણે કેટલાક લોકોને પેટમાં તેલ રેડાય છે. – શ્રી નરેન્દ્રભાઇ મોદી
—-
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે બનાસકાઠાના કાંકરેજ ખાતે ચૂંટણી સભા સંબોઘી ભાજપના ઉમેદવારોને જંગી મતોથી જીતાડવા સંકલ્પ કરાવ્યો.
પ્રધાનસેવકશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે સંબોધતા જણાવ્યું કે, આ વિશાળ સંખ્યામાં આજે દેવદરબારને આંગણે જનદેવતાનું સામર્થ્ય એક નવી ઉર્જા નવી તાકાત આપે છે. આજે ઓગડજી મહારાજના આશિર્વાદ પ્રાપ્ત કરવાની તક મળી, તેમની કૃપા આપણને સૌને સંકટમાં સાથ આપે છે. ઉત્તર ગુજરાતમા જયારે જયારે દુષ્કાળના દિવસો આવ્યા હોય ત્યારે ઓગડજી બાપાના આશિર્વાદ હંમેશા સાથે રહ્યા છે. પહેલા ચરણમાં ગુજરાતની જનતાએ ભારતીય જનતા પાર્ટીનો ડંકો વાગાડી દીધો છે. ગઇકાલે અમદાવાદમાં જન સાગરના દર્શન કરીને રાજભવન પહોંચ્યા ત્યારે પહેલા ચરણમાં જે મતદાન થયુ છે તેના સમાચાર મળ્યા છે કે ભૂતકાળના તમામ રેકોર્ડ તોડી ભારતીય જનતા પાર્ટી વિજય બનશે.
શ્રી મોદી સાહેબે વધુમાં જણાવ્યું કે, પહેલા ચરણમાં ખાસ કરીને પહેલી વખત મતદાન કરનાર યુવા મતદારોનો ઉમળકો ચૂંટણીના પરિણામ પાકા કરી દીધા છે. શ્રી મોદી સાહેબે કાંકરેજની ગાયની તાકાત વિશે વાત કરતા જણાવ્યું કે, વિપરીત સ્થિતિમાં પણ કાંકરજેની ગાય સ્વભાવ ન બદલે, અભાવમાં પણ તેનો ભાવ એવો જ રહે, અભાવમાં પણ તેના પાલક અને આજુબાજુના લોકોની સુખ સુવિઘા માટે કાંકરેજની ગાય શકય તમામ પ્રયત્ન કરે. આ ગાયનું વિદેશના લોકો સામે વર્ણન કર્યુ ત્યારે તેમને પણ જાણીને નવાઇ લાગી કે આવી પણ ગાય હોય છે. કાંકરેજની ગાય આપણું ગૌરવ છે. ભારત પાસે ગૌવ વંશની જે વિરાસત છે તે ખૂબ મોટી શક્તિ છે. ગૌ પાલનના વિકાસ માટે એક રાષ્ટ્રીય ગોકુલ મિશન બનાવ્યું છે જેનાથી ગૌ પાલનને પ્રોત્સાહન મળે. ભારતમાં ડેરી ઉદ્યોગ જે પહેલા માત્ર ગુજરાત સુધી સિમિત હતો, આજે સમગ્ર દેશમાં વધી રહ્યો છે. પશુ પાલકની આર્થિક તાકાત ગાય કેવી રીતે બની શકે તેની ચિંતા સરકારે કરી છે. દેશમાં જેટલુ અનાજ પેદા થાય છે તેના કરતા વઘુ રૂપિયાનું દૂધનું ઉત્પાદન આપણા દેશમાં થાય છે. બનાસડેરીનો વિસ્તાર પણ હવે વઘી રહ્યો છે,બનાસ ડેરીની બ્રાન્ચ હવે કાશીમાં આવી રહી છે. ટપક સિચાંઇએ આખા ગુજરાતમાં ખેતીની રોનક બદલી છે. આજે બનાસકાંઠામાં 70 ટકા ખેતી માઇક્રો ઇરીગેશનથી થાય છે. આજે આખુ હિન્દુસ્તાન બનાસકાઠાને બટાટા અને દાડમના કારણે ઓળખતુ થયું છે. છેલ્લા 20 વર્ષમાં ખાદ્યનું ઉત્પાદન પણ બે ગણુ થયું છે. સરકાર આજે સિંચાઇ પરિયોજના માટે કામ કરી રહી છે. કોંગ્રેસ નું તો કામ રહ્યુ છે કે લટાકવું,ભટકાવવુ અને અટકાવવું.
શ્રી મોદી સાહેબે વધુમાં જણાવ્યું કે, કોંગ્રેસ સરદાર સરોવર ડેમ ન બને તેના માટે જેટલા રોડા નાખવા પડે તેટલા નાખ્યા અને જે લોકોએ સરદાર સરોવર ડેમને અટકાવ્યો તેમના ખભે હાથ મુકી કોંગ્રેસના નેતા પદ યાત્રા કરે. આ ઉત્તર ગુજરાત પાણી માટે તરસતુ અને બનાસકાંઠાને ઘૂળની ડમરીઓ ઘમરોળતી હોય. જેને પાણીને રોક્યુ હોય તેને માફ કરાય?. ઘરમાંથી પાણીનો ગ્લાસ ભરી વટે માર્ગુ ને પીવડાવે તે બનાસકાંઠાના સંસ્કાર છે આવા બનાસકાંઠાને તરસ્યુ રાખ્યું તેના માટે કોંગ્રેસ જવાબદાર છે અને જેટલી સજા કરો તેટલી ઓછી છે. આ કોંગ્રેસને જેમા પોતાનો સ્વાર્થ ન દેખાય, પોતાનું ભલુ ન થાય તેવા કામ કરવાના જ નહી તેવો સ્વભાવ છે. આજે ભાજપ સરકારે નર્મદાનું પાણી ઠેર ઠેર પહોંચાડ્યુ છે. બનાસકાંઠાના ભાઇઓ લખી રાખો આ મોદી છે.. જે કહુ તે કરુ એનું નામ મોદી, જે નહી થાય તેવું હશે તો સામેથી કહીશ કે નહી થાય.
શ્રી મોદી સાહેબે વધુમાં જણાવ્યું કે, ખેડૂતોની તાકાત એવી છે કે પાણી આપો એટલે જમીનમાંથી સોનુ પેદા કરે જ. 2014માં આપે મને દિલ્હી મોકલ્યો ત્યારે ખેડૂતો માટે કામ કરવાનું શરૂ કર્યુ અને સિંચાઇના કામો અંગે કામ કરવાનું શરૂ કર્યુ . કોંગ્રેસે વર્ષો સુધી રાજ કર્યુ 99 સિંચાઇ યોજનાના કામો પુરા થયા જ નોહતા અને એક લાખ કરોડ રૂપિયા ખર્ચી 99 સિંચાઇ યોજનાને જીવતી કરી.સિંચાઇ પરિયોજના મોટા ભાગની યોજના કામ પુરા થયા.મોદી સાહેબે જનતાને કહ્યુ કે અમે કામ કર્યુ હોય તો જ અમને ચૂંટણીમાં મત આપજો, અમે આપનુ ભલુ કરવા દિવસ રાત મહેનત કરી હોય તો જ મત આપજો, ઇમાનદારીથી તમારી સેવા કરી હોય તો મત આપજો, તમારા સંતાનોનું ભવિષ્ય ઉજવળ બનાવવું હોય તો અમે તમને ગેરંટી આપીએ છીએ. દેશમાં એવું વાતાવરણ કોંગ્રેસે બનાવ્યું હતું કે ભ્રષ્ટાચાર વિના કોઇ કામ જ ન થાય, ભ્રષ્ટાચારીઓને કોઇ સજા પણ ન થાય, હજારો કરોડના ગોટાળા છાશવારે છાપામાં આવતા. આજે ભાજપની સરકાર ભ્રષ્ટાચાર સામે કઠોર કાર્યવાહી કરી રહી છે તેના કારણે કેટલાક લોકોને પેટમાં તેલ રેડાય છે. જે દેશને લુટી ગયા છે તેમણે દેશને પાછુ આપવુ પડે કે નહી તેમ સવાલ કર્યો. કોંગ્રેસ ગરીબોનું ખાય જાય છે એટલે લોકો તેને સજા આપે છે. ચાર કરોડ એવા રેશન કાર્ડ જેમનો જનમ જ નોહતો થયો તેમને રૂપિયા મળતા. ભૂતિયા નામથી ચાલકા કાર્ડના રૂપિયાનું અનાજ સગેવગે થતું. 20 કરોડ રેશન કાર્ડને ડિજિટલ ટેકનોલોજીથી જોડી દીધા.રાશન કાર્ડની દુકાનો ઇન્ટરનેટ સાથે જોડી દીધી છે. ભ્રષ્ટાટાર બંધ કરાયો એટલે કોંગ્રેસ વાળા મોદીને ગાળો બોલે છે, ગરીબનું તમે લુટો તેની સામે મોદી લાલ આંખ કરે ને કરે જ .
શ્રી મોદી સાહેબે વધુમાં જણાવ્યું કે, ઘરમાં કોઇ વ્યક્તિને ગંભીર બીમારી થાય તો તે ઘર પાંચ વર્ષેય ફરી બેઠુ થાય તેમ સવાલ કરતા જણાવ્યું કે, આ દેશમાં 100 વર્ષેય ન આવી હોય તેવી મોટી બિમારી આવી દેશને કેટલી તકલીફ પડી હશે. ઘરમાં એક જણ બિમાર હોય તો ઘરનો વડિલ કેટલો દુખી હોય તેમ મારા દેશમાં બિમારી આવી હોય તો દિવસો કેવા ગયાએ મને ખબર છે. આખી દુનિયા કોરોનાથી હલી ગઇ છે આપણા પગ હજી જમીન પર છે. કોરોનાની આફતમાં ગરીબ-મધ્યમ વર્ગના લોકોના ઘરમાં ચૂલો સળગે તે માટ 80 કરોડ લોકોને ફ્રીમાં અનાજ આપ્યું છે. કોરોનામાં દેશની જનતાને એક નહી બે-બે રસી ઉપલબ્ધ કરાવી અને ફ્રીમાં રસી આપી જનતાને સુરક્ષીત કરી છે. ખેડૂતો માટે પણ સરકારે કામ કર્યુ છે જેમાં પહેલા યુરિયા નામ પડે ખેડૂતનું અને જાય કેમિકલની ફેકટરીમાં, આપણે યુરિયાને નિમ કોટીંગ કર્યુ એટલે કેમિકલ વાળાની દુકાન બંધ થઇ.આ યુરિયા આપણે વિદેથી મંગાવીએ છીએ, તેની એક થેલીની કિમંત 2 હજાર રૂપિયાની છે, ખેડૂતોને 270રૂમાં મળે છે આ બધો બોજ તમારો દિકરો ઉપાડે છે. હવે નેનો યુરિયા બનાવી રહ્યા છીએ.
શ્રી મોદી સાહેબે વધુમાં જણાવ્યું કે, મહેસાણા-આબુ-અંબાજી તારંગા લાઇન અંગ્રેજોના સમયમાં ચર્ચા થઇ પણ કોંગ્રેસની સરકારે કામ જ ન કર્યુ અને ભાજપ સરકારે અંબાજી તારાગા રેલવે લાઇન બનાવી રહી છે જે આબુ સુધી જશે અને મહેસાણા જીલ્લાનો નવો ઉદય થશે. ગુજરાતમાં ભાજપ સરકારે પ્રવાસન સ્થળ વિકસાવ્યા છે. પહેલો પ્રધાનમંત્રી છે જેને કાંકરેજ ગામ વિશે ખબર છે. ત્રણ ટાયરમાં ગમે તેટલી હવા ભરી હોય પણ એક ટાયર પંચર થાય તો ગાડી અટકી જાય તેમ બનાસકાંઠામાં એક કમળ ન ખીલે તો ગાડી જેવુ થાય બધા કમળ ખીલવા જોયે. ચૂંટણીમાં મતદાન સમયે જૂના તમામ રેકોર્ડ તોડવા સંકલ્પ કરાવ્યો
જાહેરસભામાં જીલ્લાના પ્રમુખશ્રી ગુમાનસિંહ ચૌહાણ, મહામંત્રીશ્રી કનુભાઇ વ્યાસ,શ્રી ડાહ્યાભાઇ ,પ્રભારીશ્રી સુરેશભાઇ શાહ,સાંસદશ્રીઓ શ્રી પરબતભાઇ પટેલ,શ્રી દિનેશભાઇ અનાવાડીયા ઉમેદવારશ્રીઓ શ્રી શંકરભાઇ ચૌઘરી,શ્રી કિર્તીસિંહ વાઘેલા,શ્રી કેશાજી ચૌહાણ,શ્રી સ્વરૂપજી ઠાકોર સહિત પ્રદેશ અને જીલ્લાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.