NG_24-7-22
[7/22, 7:35 PM] Ramila Makvaana.MeM.: NOG સાહિત્ય સરિતા
NOG – નંબર -૧૨૦
વિષય – સૂ ર-તાલ-સૂરાવલી
પ્રકાર – પદ્ય – અછાંદસ
શિર્ષક – સંગીત
*સંગીત*
જીવનની અણમોલ શક્તિ છે સંગીત,
તન રહે નિરામય સાંભળીને સંગીત.
શાસ્ત્રીય સૂરોની સરગમ જો ગાઓ,
રોગ પણ મટી જાયે, સંગીતી અસર .
હર જીવને મોહ પમાડે રાગિય ગુંજ,
અનાહત નાદનું વાગે અનુપમ સંગીત.
મહેતા નરસિંહે ગાયો રાગ મેઘમલ્હાર,
ગરમ પાણી શીતળ કર્યું એ છે સંગીત.
મીરાં કૃષ્ણ ભક્તિના સુરતાલમાં સરી,
બની દરદ દીવાની, ઝેર પિયે સંગીત.
કર્ણપ્રિય લાગતું મીઠું મધૂરુ સંગીત,
મધુવનમાં ગૌધણ ચરાવતો ગોપાલ,
કાનાની વેણુના સૂરમાં રેલાતું સંગીત.
શાળાનાં બાળકો ગાતા મધુરા ગીત,
તબલાં મંજીરાના તાલમાં સંભળાતું સંગીત.
મનમાં ગણગણીએ ગીત,આનંદ આપે સંગીત
દૂધ દોહન સમયે વગાડીએ જો મધુર સંગીત,,
અધિક દુગ્ધ આપે પશુ વગાડતાં સંગીત.
માવલડીનાં ગીત ગાતાં પ્રિય લાગતું સંગીત.
આષાઢી વર્ષાએ મોર ટહૂકે તે સંગીત,
કોયલની કુકમાં કુકુ કરે પંચમનો સૂર.
વાદળ વરસે રીમઝીમ નાદે સંભળાય સંગીત.
પંખીઓના કલરવનું પ્રાંતઃ સમયનું સંગીત.
ભ્રમરના ગુંજારવમાં નિત્ય સંભળાતું સંગીત.
ગુણીજન ગાયે સંગીતસભર ભજન,
સંગત તબલા-હાર્મોનિયમના તાલે છે સંગીત.
રમીલાબેન ડી મકવાણા *રમા*
લાડુલા તા ભાભર
જિ બનાસકાંઠા
(ગુજરાત)
[7/23, 6:35 AM] Muktida Oza.MeM: Nog SS.no-106
NOG-સાહિત્ય સરિતા-ગ્રુપ
વિષય-‘સૂર સંગીત સૂરાવલી’
પ્રકાર- પદ્ય
શીર્ષક-“તું જ એ સૂર હતો”
—————–
સાત સૂર એક થયા!
મેઘધનુષી રંગે ભર્યા!!
ત્યારે તું બન્યો.
એકનો એક તું,
આલાપી,ગીત ગગનમાં ગૂંજી,
મારો બન્યો..
એ સૂર હતો!
સંધ્યા સમયે,સાધનાટાણે
દરિયાના ઘુઘવાટમાં
પવનના સૂસવાટમાં
એક નિ:શબ્દ સૂરાવલી વહાવતો..
એ.. સૂર હતો ..
સંગીત હતું
એ તું હતો
ગોધૂલી ટાણે,
ગાયની ડોકે વાગતી ઘંટડીમાં,
શમી સાંજે,
ઝાડના માળે પાછાં ફરતાં,
પંખીના કિલકિલાટ,
મધરાતે તમરાંના તનમનાટમાં,
એ સૂરાવલી સંગીતની વહાવતો તું હતો!!
વસંતની સુગંધ વહાવતા, ભમરાના ગૂંજારવમાં,
પતંગિયાંની પાંખોમાં ફરફર..
ઘમ્મર-વલોણું કરતી-ગાતી ગામની ગોવાલણીનાં ગીતોમાં…
સૂરાવલીનાં સંગીત પૂરતો,
માના હાલરડે,
ગાયકની કલાની સાધનામાં
સૂર સજાવી! આરોહ-અવરોહ આલાપના —
મંદ્ર સપ્તકથી તાર સપ્તક
સૂરમાં ..
તીવ્ર-કોમળ ‘તું હતો.’.
આ પૃથ્વી! આ બ્રહ્માંડ!
આ સૂરજ! આ ચંદ્ર! ચક્રાવે.. !
જે ધ્વનિ નીપજતો “ૐકાર” એ તું હતો..
એ સૂર હતો, તે તું હતો.
મારો હતો,બ્રહ્માંડમાં હતો
એ સૂર હતો,એ તું હતો.
[7/23, 12:58 PM] A Nishant Mother.MeM.NOG: NOG SS 0092
પ્રકાર :- પદ્ય
વિષય:- સંગીત, સૂર, સૂરાવલી
શિર્ષક:- જીવનનું સપ્તક
સા મને ખુબ લોભાવે,
સા થી સપનાં, સાથી ને સાહિત્ય.
સા થી શરૂ થતી સવાર ને સફર,
સા જ મારા વિકાસની પગથાર.
રે મને રાગમાં ખોવાડે,
રે થી રજની, રૂપ ને રાધા.
રે માં સૌન્દર્યની ઋજુતા,
રે માંથી મળતી રસિકતા.
ગ મને ગમતીલી બનાવે,
ગ થી ગીત, ગોવિંદ ને ગુરુ.
ગ માં ઠાવકાઈનો ભાવ,
ગ માં જ ઉર્ધ્વગતિનો પ્રવાહ.
મ મને મસ્ત બનાવે,
મ માં મા, મમતા ને મોજ.
મ થી જીવન ખુશહાલ,
મ જ દુઃખો સામેની ઢાલ.
પ મારામાં પ્રાણવાયુ પૂરે,
પ માં પિતા, પતિ, પુત્ર-પુત્રી.
પ થી જ બને પરિવાર,
પ જ મારા અસ્તિત્વનો આધાર.
ધ મારો આશરો ને ખોળો ખરે જ,
ધ થી ધરા, ધન, ધંધા ને ધુરા.
ધ થી જ જીવન ઐશ્વર્યવાન,
ધ ના પ્રતાપે જ સહું ધનવાન.
નિ મારી નિયમિતતાનો માપદંડ,
નિ માં નિયતિ, નિયમ ને નીતિ.
નિ થી જ જીવન શિસ્તબદ્ધ,
નિ થી જ જીવનગીત લયબદ્ધ.
સા મને સત્તા વિશે સમજાવે,
સા માં સત્તા, સંપત્તિ ને સામર્થ્ય.
સા થી જ લોકો આગળ- પાછળ,
સા મેળવવા કેટકેટલાં કપટ ને છળ.
સપ્તક આ જીવનનું,
દરેકેય અપનાવવું પડે છે.
આરોહ- અવરોહને સમજી,
જીવનનું મધુરું ગીત ગાવું પડે છે.
-અલકા નવિનચંદ્ર મહેતા
ગાંધીનગર
૨૨/૦૭/૨૨.