એન ઓ જી સાહિત્ય સરિતા ગ્રુપના સૌ મારા સાહિત્યિક વડીલ ગુરુજન એડમીન ટીમના સભ્યો તેમ જ ગ્રુપના સૌ સહયોગી સભ્યો ને ગુરુપૂર્ણિમા ની ખુબ ખુબ શુભકામનાઓ .સંચાલક : પ્રદીપ રાવલ.
NG_12-7-22
[7/11, 2:12 PM] R S. Vyas.MEM: NOG SS NO : 0112
પ્રકાર : ગદ્ય
વિષય : દ્રષ્ટિ
શીર્ષક : દ્રષ્ટિ દોષ
છતી આંખે આંધળા, દ્રષ્ટિ દોષ ઓળઘોળ છે,
સઘળામાં દિસે દોષ , તો એ દ્રષ્ટિ કમજોર છે.
દ્રષ્ટિ એ મનુષ્ય જીવનમાં અતિ મૂલ્યવાન બાબત છે, એક જુની કહેવત છે.
” જેવી દ્રષ્ટિ તેવી શ્રુષ્ટિ ”
જેવી આપણી દ્રષ્ટિ તેવુ જ઼ બધુ દેખાય છે, દ્રષ્ટિ સારી હોય તો સારુ અને દ્રષ્ટિ ખરાબ હોય તો દુનિયા આખી ખરાબ દેખાય છે.
ઘણા લોકો દરેક બાબત માં સતત નેગેટિવ વાત જ કરતા હોય છે અને દરેક વ્યક્તિમાં દોષ જ દેખાતો હોય છે.
પ્રત્યેક વ્યક્તિ, કુટુંબ,સમાજ, ગામ કે દેશ, સાંસારિક વહેવાર કે વ્યવસાયની વાત, દુઃખ, દર્દ કે કોઇ સારી વાત હોય પરંતુ જો આ બધી બાબત માં જો માત્ર દોષ જ જુએ અને નેગેટિવ વાત જ કરે તો સમજવુ કે એ વ્યક્તિ માં દ્રષ્ટિ દોષ છે.
દુર્જનનુ કામ હમેશા દોષ શોધવાનુ હોય છે, પરંતુ સજ્જન માણસ તો ખરેખર એને કહેવાય જે દોષને ઢાંકે.
ઈર્ષા મે અંગ જલે, રંગ દેખી રીઝે નહીં,
રાગ દ્રેષ રખે બ્હોત, દ્રષ્ટિ દોષ ખડો હૈ
સારી અને સાચી દ્રષ્ટિ ન હોય તો માણસ પોતેજ પોતાને અધઃ પતન તરફ દોરી જતો નજરે પડે છે.
રચના,,,,
રાજેશભાઇ એસ વ્યાસ “રાજ ”
ધ્રુવનગર,,,,,, મોરબી
[7/11, 3:47 PM] Sweta Talati.MeM.NoG: NG 0078
પ્રકાર – પદ્ય
શીર્ષક – દ્રષ્ટિની કરામત
1.
પરીક્ષા કર, પછી કહેજે મને;
દિવ્ય દ્રષ્ટિ છે જ ચોક્કસ, અંધમાં.
2.
દ્રષ્ટિ લંબાઈ નહીં કેમેય કે;
આંખથી મન લગ મનન ઓછું પડ્યું?
3.
ત્રિકોણીયું, સાધન તૈયાર બધા જ્યાં;
દ્રષ્ટિકોણ જ લંબાવીને બેઠી છું.
4.
જ્યાં કૂપમંડૂકોની પડ્યા કરતી દ્રષ્ટિ, ત્યાં!
મંડૂકતાને આંધી બની ક્રાંતિ છેતરે.
5.
અને દ્રષ્ટિમાં શું છે દ્રષ્ટિભ્રમ? ઓ “શ્વેતા”!
તને ને મને છળે છે, બધું બરાબર?
6.
દૃશ્ય પણ સૌને જુદું દેખાય, સૌને પૂછી જો;
દ્રષ્ટિને સમજાય છે એથી વધારે હોય શું ?
7.
છે એટલાં જ દ્રષ્ટિબિંદુ ભિન્ન કે હું શું કહું !
હું કહું સવાર ને ‘એ’ કહે છે રાતરી, શું થઇ શકે?
8.
લઘુ, ગુરુ કાટકોણો અંશ તો શોધ્યા ગણતરીથી;
આ દ્રષ્ટિકોણના અંશો હજી મળતા નથી ત્યારે?
9.
મરણ બાદ પણ જોવી છે મારી આંખેં જ દુનિયા!
તો તું દ્રષ્ટિનું દાન કર, માત્ર એક એ જ ઉપાય.
– શ્વેતા તલાટી
[7/12, 12:27 PM] Mina Mangroliya.MeM.NOG: NOG.S.S NO .0032
વિષય: દ્રષ્ટિ તેવી સૃષ્ટિ
શીર્ષક:મારી દ્રષ્ટિએ
અનેક પ્રશ્નોનો એક જ ઉત્તર હરિૐ.
સ્વર્ગ થી પણ સુંદર એટલે હરિ ૐ.
મારા દિયર જેનું છે મધુભાઈ નામ ,
મારી લાડલી દેરાણી વનિતા છે નામ.
ગુણિયલ છે બાળકો અને સંસ્કારોનો ભંડાર .
બાળકોના કિલકિલાટથી ગૂંજતું હરિૐ ધામ.
મારા દિયરની વાડી અને ગુણિયલ છે લાડી,
જાણે સ્વર્ગ થી પણ સુંદર લાગે વ્રજ ધામ.
આંબાની વાડીમાં કળા કરતો મોર અને એની
મીઠડી છે ઢેલ, આંબે લટકતું આમ્રફળ જાણે અમૃત કહેવાય.
હસતા ચહેરા બધાના જાણે હસ્તાક્ષર લાગે.
દિલથી નમન કરવાનું મન થાય એવું હરિૐ ધામ.
મીના માંગરોલીયા મીનુ.
અમદાવાદ
12/7/2022