[7/10, 5:11 PM] Ragini Shukla.MeM.NOG.Bombay: NOG SS NO – 0050
વિષય – મિત્રતામાં સંવાદ
……………………………….. દિવસેને દિવસે પ્રેમ વધતો જાય..!
ના કેવળ આશ્વાસન આપે સંકટ પણ ટળી જાય..!
દોસ્તી નવા સાથે કરીએ પણ જૂનાને ના વિસરીએ..! સમયને પરિવર્તનની એરણ પર લોહીના સંબંધ પણ છળી જાય છે..!
ત્યારે દોસ્તી તો પવિત્ર ધાગા જેવી..!
કાંઈ પણ કહેવાય સંબંધોમાં..!
પ્રભુએ કેવી અખંડતા આપી છે ..!
આવી જા દરવાજો ખુલ્લો જ છે દિલમાં અંદર…!
આવ પણ થોભી જા બહાર પગલુછણીયુ રાખેલું છે..!
તારો અહમ, ખંખેરીને આવજે..!
પેલી મની વેલને મધુમાલતી વિટળાયેલી છે ને,
ત્યાં તારી નારાજગીને વિટાળીને આવજે દોસ્ત..! પેલાં તુલસીનાં ક્યારેય મનની અતૃપ્તી ચડાવી દેજે..!
નકારાત્મકતા ઉતારી દે છે..! પેલાં ફળીએ બાળકો રમે છે નટખટ કેવાં..?
એવું નટખટપણું પાસે રાખજે..!
ખીલેલાં ફૂલો જેમ હસે તેમ
એમ એની પાસે બધી મૂંઝવણો આપી દે છે..!
હે પ્રિય દોસ્ત દિલની મારી ખુલ્લી જ છે ..!
મન મૂકીને દોડતો આવીજાને..!
સાંજ ઢળવા આવી આકાશે ક્ષિતિજ પર લાલીમાં છાંટી છે..!
પ્રેમને વિશ્વાસ ના ચાક ચઢાવી બેઠી છું..!
ઘુટડે ઘુટડે પીવા પ્રેમે આવજે..!
ગુસ્સો નેવે મુકીને તિલાંજલિ આપજે ..!
સખી થોડી બચકાઈ ગયેલી લાગણીઓને પ્રેમથી સીંચીએ..!
મસ્તીને મસ્તી સમજાવા વાળા દોસ્ત છો તમે મારાં..!
જેની સાથે બિન્દાસ કાંઈ પણ કહેવાય..!
મારાં મિત્ર મારા ખજાનો છે..!
દ્વારકાવાળો પણ ઘાયલ થયેલો,
સુદામા જેવાં દોસ્ત મેળવીને..!
જો તાજમલ પ્રેમનું પ્રતીક છે, તો અડધી ચા દોસ્તીનું પ્રતીક છે..!
ને દોસ્તીના સંબંધો તો મીઠાં મધ જેવાં મારાં..!
મિત્રતા મારી અંતરંગ સંબંધ જે એક ફાયર બ્રિગેડ જેવી છે.!
સદાય મૈત્રીની મહેક મહેકયા કરે મારી આવને દોસ્ત જલ્દી..!
રાગીની શુક્લ “રાગ”
મુંબઈ.
[7/10, 5:21 PM] Pradip: Nog SS no 002
વિષય મિત્રતાનો સંવાદ
વિભાગ ગદ્ય
*પરમ મિત્ર *
“મિત્ર” કોને કહેવાય?
જે તસ્વીરમાં નહીં પણ તકલીફમાં સાથ આપે એ મિત્ર…..
જીવનપંથ પર પગ લપશે તો, “ગભરાઇશ નહીં હું છું ને એ કહેનાર મિત્ર……
મારી ત્રેવડ ને તાકાત બધું તારું એ કહેનાર મિત્ર….
દોસ્તો મિત્ર એક એવો ચોર છે જે,
આંખોમાંથી આંસુ, મુખની મલિનતા,દિલ નો ખાલીપો,જીવનનાં દર્દ, હસ્તરેખામાંથી મોતની લકીર પણ ચોરી લે છે.
દોસ્તો મિત્રતાને કદી પૈસા થી ન આંકતા કારણ વફાદાર મિત્ર હંમેશા ગરીબ જ હોય છે.
જીવનમાં કોણ આગળ ને કોણ પાછળ? એ જાણવા કરતાં કોણ સાથે છે?એ જાણવું વધારે જરુરી છે.
ગૌતમબુદ્ધે પણ મિત્ર માટે ખુબ સરસ કહયું છે.
એમણે કહ્યું છે કે મિત્ર ચાર પ્રકારનાં હોય છે.
૧)સાચા પરોપકારી અને સંસ્કારી.
૨)સુખદુઃખમાં સાથ આપવાવાળા.
૩)જીવનનો સાચોમાર્ગ બતાવવાવાળા.
૪)સદા અનુકંપા કરવાવાળા…
જીવનમાં ભલે એકલાં ચાલવું પડે પણ મુર્ખ વ્યકિતની મિત્રતા કદી ન કરવી.
જીવનનીરાહમાં તમને કોઈ હોશિયાર, સુમાર્ગે ચાલવાવાળા, ધૈર્યવાન મિત્ર મળી જાય તો બધાંજ વિઘ્ન અને બાધાંઓથી મુક્ત થઈ શકીએ છીએ.
મિત્રનું નામ પડે અને કૃષ્ણ સુદામાને યાદ ન કરીએ એ કેમ ચાલે.એ વાત જુદી છે કે આજે સુદામા જેવા ગરીબમિત્ર કોઈને ગમતાં નથી .આમાં વાંક તમારો નથી નાનપણથી જ તમારા મગજમાં એ બીજ વાવી દીધાં છે કે મિત્ર તો સમોવડિયો જ હોવો જોઇએ. કોઈ ગરીબ સુદામા ને તમારો મિત્ર બનવાનો કોણજાણે કેમ હકક જ નથી.બધાંને પોતાના statusની જ પડી છે .statusનો મુખવટો પહેરીને બેઠેલો માનવી એ જાળવવા માટે ગાલ પર લાફો મારીને પણ ગાલ રાતા રાખે છે.
આપણે વાત કરતાં હતાં કૃષ્ણ સુદામાની.અહીં મને એક પ્રશ્ર્ન થાય છે કે શું કૃષ્ણ અને સુદામા સાચા મિત્ર હતાં?
જો સુદામા કૃષ્ણને મિત્ર માનતાં હતાં તો કૃષ્ણને પોતાનું દુઃખ કહેવામાં સંકોચ કેમ?કૃષ્ણ પણ સુદામાને મિત્ર માનતાં હતાં તો એમણે સુદામાની ભાળ કેમ ન લીધી?
સુદામાને મદદ માંગવા કેમ જવું પડયું?આમાં પણ તમે કહેશો કે સમય પહેલાં કોઈને કાંઈ મળતું નથી આથી કૃષ્ણ ન ગયાં પણ દોસ્તો મિત્રતાને સમય સાથે શું લાગેવળગે.
મારા માટે તો સાચો મિત્ર એટલે તારામારાનો ભેદભાવ ભુલીને એકબીજાને મદદરૂપ થાય પછી જરુરી નથીકે બે પુરુષ કે બે સ્ત્રી જ સાચા મિત્ર હોય શકે. ઘણીવખત વિજાતીય વ્યકિત પણ સાચામિત્ર હોય છે પણ આપણો સમાજ એને હંમેશા પ્રશ્નાર્થ ભરી નજરોથી જ જુએ છે.
શાસ્ત્રોમાં પણ એનાં ઉદાહરણ છે જેમ કે કૃષ્ણ અને દ્વૌપદી.
દોસ્તો કહેવાનો તત્પયઁ એ છે કે જીવનપંથ પર જયારે આવો સાચો મિત્ર તમને રાહ બતાવે તો એનો સાથ તમે જીવનભર નહીં છોડતાં. સમાજને અવગણીને આગળ વધજો………
જીજ્ઞા કપુરિયા “નિયતી ”
મુંબઈ
[7/10, 5:30 PM] Maya Desai.Bombay.MeM.NOG: NOG SS NO.0081
વિષય : મિત્રતામાં સંવાદ
શબ્દો:૩૪૯
પ્રકાર: ગદ્ય
શીર્ષક: પારદર્શક સંબંધ
મિત્રતાને આજે જેટયુગમાં એક માધ્યમ બનાવી દેવામાં આવ્યું છે. જો કોઈ પોતાને કામ લાગી શકે તો તેની મિત્રતા કરી લેવામાં આવે અને કામ પતી જાય ત્યારે તુરંત જ મિત્રને ભૂલી જવાનો એવી તાત્પૂરતી મૈત્રીનો જમાનો છે. એવાં જ કેટલાક લોકો એમ કહે છે કે મિત્રતા બરાબરી વાળા લોકો સાથે કરવી જોઈએ. ત્યારે એટલું જ કહી શકાય કે મિત્રતાને માધ્યમ માનવામાં ન આવે, એ તો ભાવનાઓનો અતૂટ સંબંધ છે જેમાં બંનેના આત્મા જોડાયેલા હોય છે. સહુથી સફળ મિત્રતા એ જ છે જેમાં મિત્રોને એકબીજાંને સમજવા માટે શબ્દોની આવશ્યકતા પણ ન રહે. મિત્રતાની સીમાને સમજવી અને તેને શબ્દોમાં વ્યક્ત કરવી બિલકુલ જરૂરી નથી. મિત્રતા જ્યારે અહંની ભાવનાને લીધે તૂટી જાય છે તેને જવા ન દો કારણ કે મિત્ર જ જીવનના દરેક કદમ પર સાથ આપી શકે છે.ખભે માથું મૂકી રડવા કે ખુશીમાં બાથ ભરવા એવો ઓછામાં ઓછો એક મિત્ર જરૂરી છે.
આ મિત્ર એટલે આપણી નારાજગી,આપણો ગુસ્સો કહ્યાં વિના સમજી જાય.આ સંવાદ હીન સંબંધ આપસી સમજનો હોય.
એક મિત્રે બીજાં મિત્રને ફોન કરી ,નંબર બદલાયાની જાણ કરી, ત્યારે ભાવનીતરતો જવાબ મળ્યો,” મારે તારાં નંબરની શું જરૂર દોસ્ત! તારો તો અવાજ જ મારાં દિલની હાર્ડ ડિસ્ક પર અંકિત છે, તું ગમે ત્યારે ફોન કરજે દોસ્ત!”
મૈત્રી તો કોર્ડલેસ ફોનની જેમ ગમે ત્યાં, ગમે ત્યારે તરંગો પકડી લે.પૈસા, રૂપિયા અહીં ગૌણ બની જાય છે, રહે છે એક વિશ્વાસ, ભરોસો કે ‘એ’ છે.
મિત્ર બધું ગુમાવી નાસીપાસ થઈ જાય છે ત્યારે ઘરની બહાર નોંધ લગાડી દે છે,” મારી પાસે કશું બચ્યું નથી, કોઈ મળવા ન આવશો.” કશેથી ખબર મળતાં જ જિગરી દોસ્ત દોડી આવ્યો. નિરાશ મિત્રે કહ્યું ,” કંઈ જ ન બચ્યું દોસ્ત! ” ત્યારે આવનાર મિત્રે કહ્યું ,” તું બચ્યો છે ને , હું તો તને મળવા આવ્યો છું,તારી અસ્ક્યામતને નહીં. હું છું ને!”
આ શબ્દો પણ ઘણી વાર વગર બોલ્યે , હાથમાં હાથ લઈ વહન કરી દેવામાં આવે છે. આમ ભૌતિક સંપત્તિની અધધધ રાશિ ધરાવતી વ્યક્તિ એક સાચા મિત્ર વિના પામર છે. કેફે કોફી ડે નાં માલિક વી જી સિદ્ધાર્થની આત્મહત્યા એવું જ વિચારવા પ્રેરે છે કે એક સાચો મિત્ર હોત તો આ કરોડોપતિની દુર્ઘટના નિવારી શકાઈ હોત.તેથી જ એક પારદર્શક સંબંધ જ્યાં ખુલીને વ્યક્ત થઈ શકાય એ છે મૈત્રી. જરૂર છે માત્ર અગાધ વિશ્વાસની!
#©️ માયા દેસાઈ
મુંબઈ ભારત.
[7/10, 5:46 PM] Dr. Manisha Vyas,AcharyaMeM.NOG: *NOGSS NO-* 0088
*વિષય-* મિત્રતાનો સંવાદ
*પ્રકાર-* ગદ્ય
*શીર્ષક-* મૈત્રીના સંવાદી રંગ
*નામ-* ડૉ. મનીષા વ્યાસ
*મિત્ર એવો શોધવો જે ઢાલ સરીખો હોય*
*સુખમાં પાછળ પડી રહે ને દુઃખમાં આગળ હોય*
*સંગ એવો રંગ*
*મૂર્ખ દોસ્ત કરતા શાણો દુશ્મન સારો*
આવી ઉક્તિઓ આપણે વારંવાર સાંભળીએ છીએ..
મિત્રતાના અનેક રંગ છે. જેના મુખ્ય બે પ્રકારોમાં સજાતીયમિત્રો અને વિજાતીયમિત્રો. સજાતીય મિત્રતામાં સહાધ્યાયીમિત્રો, શેરીમિત્રો, સ્નેહીમિત્રો, પિતરાઈમિત્રો વગેરે.
વિજાતીય મિત્રતામાં બે વિજાતીય પાત્રોની મિત્રતા. જેમાં સ્ત્રી-પુરુષ મિત્રતા, પશુપક્ષી સાથે માનવીય મિત્રતા હોઈ શકે.
હાલના ટ્રેન્ડમાં તેને બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ કહે છે. પ્રશ્ન એ છે કે શું દરેક વિજાતીયમિત્રતા શર્મસાર જ હોય?
*ના* આપણા ભારતીય સમાજમાં વિજાતીય મિત્રતા પરાપૂર્વથી ચાલી આવે છે જેનું શ્રેષ્ઠ ઉદાહરણ એટલે… *શ્રીકૃષ્ણ અને દ્રોપદીની મિત્રતા*. સંકટના સમયે દ્રોપદીએ જ્યારે જ્યારે હે! કેશવ.. હે! માધવ કહીને શ્રીકૃષ્ણને સમર્યા ત્યારે ત્યારે શ્રીકૃષ્ણરૂપી દિલોજાન મિત્રે પારાવાર મદદ કરી જ છે..
વાત અહીં અટકતી નથી… આપણી સામાજિક વ્યવસ્થાને રૂઢિચુસ્ત કહી વગોવતા પશ્ચિમીદેશોએ તેની બારીકાઇ જોઈ નથી.. આપણા ત્યાં છોકરા-છોકરીને પાત્રપસંદગી માટે અપાતો અવકાશ શું છે? તે છે એકબીજાનાં પરસ્પર શ્રેષ્ઠ મિત્રો બનવાની તક.. સાવ બે અજાણ્યાં હૃદયોને વાતચીતનાં સંવાદ થકી સામીપ્ય આણવાનું ટાણું.. તમે કહેશો આ તો હવે મોબાઈલ આવ્યા એટલે વાતો થાય બાકી પહેલાં ક્યાં એવું હતું?
થોડાઘણાં અંશે એ સાચું પણ છે.. છતાં લાંબુ વિચારીએ તો પૂર્વેથી બે હૃદયની સંવાદિતા સધાય એવી સગવડ સમાજ કરતો જ આવ્યો છે. લગ્ન સમારંભો, મેળાવડા, યુવકોત્સવ વગેરેમાં યુવાહૈયાં મળતાં ને પરસ્પરની પસંદગી કરતાં..
ઉપરાંત.. વર્ષાઋતુ એટલે મિલનની ઋતુ અને એમાં શ્રાવણીમેળા, ઉત્સવો ખૂબ હોય. એમાં યુવા હ્રદયો મળે.. સંવાદ સધાય અને પરસ્પર મૈત્રીભાવ જાગતાં શરમ-સંકોચ દૂર થાય. આ મિલનની ગોઠવણ પણ ગાઢમિત્રો જ કરે.
લગ્ન પછીના દાંપત્ય જીવનમાં બે પાત્ર વચ્ચેની મિત્રતા સહેજે ઓછી આંકી ના શકાય.. ઓછામાં ઓછા સંવાદ વચ્ચે વધુમાં વધુ સમજાતી પરસ્પરની વાતચીતનો મધુર સંવાદ ..
વર્ષોના ઐક્ય પછી માત્ર આંખો જ બોલતી હોય અને એ અશાબ્દિક સંવાદ પરસ્પર સમજાય પણ ખરો. જેમાં “એને આ બહુ ગમ્યું”.. આ બિલકુલ “ના ગમ્યું” રીસામણાં ને મનામણાં તો દરેક દંપતીએ ભરપૂર માણ્યાં જ હશે!
ગાઢમિત્રતામાં પરિપક્વતા મળે ત્યારે શબ્દોની જરૂર સંવાદ માટે નથી રહેતી. સાંકેતિક હાવભાવની ભાષાની સમજણ શ્રેષ્ઠ મિત્રતા સાબિત કરે છે.
✍️ *ડૉ. મનીષા વ્યાસ* ✍️
*અમદાવાદ*
[7/10, 5:59 PM] Vibhitiben Desai: NOGSS/0044
વિષય:- મિત્રતાનો સંવાદ
વિભાગ:- પદ્ય
શીર્ષક:- સાચા મિત્રો.
સંગ રહેતાં મિત્રો,
મારી અવદશા થતાં
થયાં મુજથી વિમુખ.
જોઈ રહ્યાં મારો તાલ
પારખ્યા સાચા મિત્રોને.
વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા.
[7/10, 5:59 PM] Nayana.MeM.NOG Patel: NOG..Ss.no.73
વિષય.. મિત્રતાના સંવાદ
આજે આખો દિવસ ઉદાસ રહેતા રાજને એકજ વાત નું દુઃખ થયું
કે મારી એવી કઈ ભૂલ હશે કે વર્ષોથી
ચાલતી મિત્રતાને અચાનક આમ ખોવી
પડી કેમ એવું થયું અમિતને એવું તો શું લાગ્યું કે એને સદંતર બોલવાનું બંધ કર્યું,જ્યારે ખબર પડી ત્યારે રાજને આંચકો લાગ્યો..મારા ધંધામાં ખોટ ચાલે છે ને હું એની પાસે પૈસા ન માગું એટલે…બસ .આટલાજ માટે દોસ્તી હોય..રાજ અમિતના ઘરે સામેથી ગયો ને કીધું દોસ્ત પૈસા તો આજે છેને કાલે નથી પણ દોસ્તી તો કાયમ રહેવી જોઈએ તું ચિંતા ના કર હું તારી પાસે પૈસા નહીં માગું.ને અમિત નું મો પડી ગયું..એણે કહ્યું મને માફ કરજે હું તને ના ઓળખી શક્યો….
નયના પટેલ..
[7/10, 6:57 PM] Pradip: NOG SS N0: 001.
પ્રકાર: ગદ્ય.
શિર્ષક : મિત્રતા નો સંવાદ. ” તેરે જૈસા યાર કહાં ….. કહાં ઐસા યારાના.. મેરી જિંદગી સવાંરી , મુઝકો ગલે લગા કે , બૈઠા દિયા ફલક પે ,મુજે ખાક સે ઊઠા કે….. ” યાર મારું એક કામ કરી દે,….તારે જ પાર પાડવાનું છે…..તને ના કહું તો બીજા કોને કહું ?તારા સિવાય હવે એવું બીજું રહ્યું જ છે ક્યા જેને અંગત વાત કરી શકું કે ઉભરો ઠાલવી શકું…કે મુશ્કેલી માં હોઉં ત્યારે વાત કરી ઉકેલ લાવી શકું… જ્યાં સામાજિક સંબંધો નો અંત ત્યાં મિત્ર સંબંધ ની શરૂઆત…મને યાદ છે કેં છેલ્લે ક્યાંય આરો ના હોય ત્યારે તને કહ્યું હોય અને તારે ગમે તે પરિસ્થિતિ માં મને આ કામ કરી આપવાનું છે..તું ગમે તેમ કરીને એડજેસ્ટ કરી ને પણ આ કામ તો પતાવી આપ…તારા ભરોસે છું…મને ખબર છે કે આ આપણી વાતો તું ઘરમાં કે ક્યાંય કરી શકે તેમ નથી . કેમકે આપણે પરસ્પર મિત્રતા માં શું શું કર્યું છે તે તું જાણે છે , કોઈ શું જાણે?…તારા શબ્દો ના સહવાસ થી તો અત્યાર સુધી અનેક વેતરણી પાર કરી છે….બસ તું જ મારો ભગવાન…તું જ મારી ભગવાન….(પારદર્શક રીતે અનુભૂતિ ના અહેસાસ થી સમજાતો સંબંધ એટલે મિત્ર)..સ્વચ્છ સંબંધો ની મિત્રતા ને કોઈ શું સમજે ? સમજે ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય…ક્યારેક ના સહેવાય કે ના કહેવાય છતાં સ્વચ્છ ભાવ થી પરસ્પર એક બીજાની સાત્વિક રીતે સારી ભાવનાથી ઘરમાં છુપાવીને પણ મદદ કરી એક બીજા નું કામ કાઢતા કૃષ્ણ.સુદામા જેવી મિત્રતા…..! એ પછી કોઈ સ્ત્રી મિત્ર હોય કે પુરુષ .. મિત્રતા નો સંવાદ એક સાર્વત્રિક અનોખું સાંત્વન….. જે ઈશ્વર જ જાણે…. કેટલાક મિત્ર સંબંધો ની વાત સમજી પતી પત્ની આંતરિક રીતે સમજીને પણ કરી ઋણ અદા કરી શકતા હોય છે.
સંચાલક : પ્રદીપ રાવલ