GN_15-06-2022.
[6/14, 7:57 AM] Muktida Oza.MeM: NOGSS-186
NOG-સાહિત્ય સરિતા-ગ્રુપ
વિષય:- “આવરે વરસાદ”
શીર્ષક:-“મેહૂલો ગાજે ને મનમોજી નાચે”
પ્રકાર:- પદ્ય
મુક્તિદા કુમાર
‘મનચલી’
શબ્દ:-140
*****************
આ વરસાદી વાતાવરણ!
ને શું કરુ હુ?
આનંદી માહોલમાં
શુ કરુ હુ?
જ્યારે..
તપતી અંગે અંગ ધરતી મેઘાથી હતી રુસણે!
હા! મેઘાથી રુસણે!
ત્યારે..
પ્રેમના ટીપે ધરતીને ભીંજવી મેઘલે?
ખુશ ખુશાલ ધરતી
અને
એ થકી ખુશખુશાલ હું.
આ વરસાદી વાતાવરણ !
ને શું કરું હું?
આનંદે!
ગરમ-ગરમ ભજિયાં, ને ફાફડા જલેબીથી
ગરમાગરમ ચા જેવી લિજ્જત !?
મેં તો માણી..
આ વરસાદી માહોલની મઘમઘતી માટીની જન્નત
મહેકતી હવાઓને સ્પર્શતાં રે સ્પંદન!
વરસાદી માહોલના અવિરત આનંદમાં
આનંદે રેલાઈ
ઊર્મિનુ શું કરૂં?
ધરતી તપ તપતી, પછી?
વરસાદી વાતાવરણ.
શું કરું?
આ વરસાદી રંગતમાં
શું કરું હું???
મેહુલો ગાજે ને મનમોજી નાચે ..
અનંત બ્રહ્માંડ આજ આનંદે રાચે!
ઓગનના પાણીને લોક જોવા ઊમટ્યા,
વારિને “રક્તતિલક” કરતા ધમાલ ત્યાં,
આનંદે ઊમટ્યા છે
એજ લોક આજે!
છે વરસાદી વાતાવરણમાં
મીઠી સુગંધ
મઘમઘતી માટીની
મીઠી સુગંધ
વરસાદી વાતાવરણ,
તો શું કરુ?હું??
વધામણે લાપસી,ભજિયાં ને મેઘલડ્ડુ !
સાથે મઘમઘતી માટીની
મીઠી સુગંધ
[6/14, 8:30 AM] Hemlatta Divecha.MeM: NOG SS NO – 0037
નામ – હેમલતા દિવેચા ( હેમ )
વિષય – આવરે વરસાદ.
વિભાગ – પદ્ય.
શીર્ષક – ઝાકળ ભીના સપના.
તા.૧૪/૦૬/૨૨
હે,ઇશ્વર,
સૃષ્ટી ચક્ર અવિરત ચાલતું રહે,
અવનવા સ્વરૂપે તારાં હોવાનો અહેસાસ થાય.
ચોમાસામાં ધોધમાર વર્ષે,
તો તને વરસાદ કહું…..!
ઉનાળે અગન જ્વાળામાં,
શીત લહેર બની આવે તો તને,પવન કહું…!
શિયાળાની ગુલાબી ઠંડીમાં,
સફેદ ચાદર ઓઢી આવે,
તો તને ઝાકળ કહું….!
સાગરના ખારાં જળ,
અમૃત બની વર્ષે,તારી અનુભૂતિ.
ઝાકળ ભીના સપના મારાં
તું સજાવે,તું. સાચાં કરે.
હેમલતા દિવેચા ” હેમ ” જૂનાગઢ.
[6/14, 9:00 AM] Mina Mangroliya.MeM.NOG: NOG SS NO – 0032
નામ – મીના માંગરોલીયા મીનુ
વિષય – આવરે વરસાદ.
વિભાગ – પદ્ય.
શીર્ષક – મન- મેઘધનુષ
શીર્ષક- *મન-મેઘધનુષ*
વરસાદી ટહૂકા કરે વાદળ અને વીજળી,
ધરતીથી વળતાં ટહૂકા કરે મોર અને ઢેલડી.
મોરના ટહૂકા લાગે મીઠાં, ઢેલડી શરમથી ઢળે,
વરસાદની રાહ જુવે ચકોર ચાતક આ પળે.
સાંજ ઢળે અને સૂતા વાદળ નીંદરમાંથી જાગે,
ગડગડાટ કરતાં આમતેમ જોઈને આજ ભાગે.
આવી છે મેહુલિયાની સવારી વાજતે ગાજતે,
લોકો સ્વાગત માટે છે તૈયાર વાજતે ગાજતે.
“આવ રે વરસાદ” છબછબિયા સાથે કરીએ,
એકબીજા સાથે આપણે ગપસપીયા કરીએ.
મેઘઘનુષ રંગાયુ છે આજ એના સપ્ત રંગે,
મન- મેઘઘનુષ રંગાયુ છે આજ મીનુનાં સપ્ત રંગે.
મીના માંગરોલીયા મીનુ
અમદાવાદ.
14/6/2022
[6/14, 2:00 PM] Pravina Kadakiya.MeM NOG Houston: N O G s s n 0089
વિષય વરસાદ
શીર્ષક મેહુલિયો
પ્રવિણા
——
વાદળ ઉમટયા ,ઘનઘોર ઘટા છાઈ , ઝરમર ઝરમર મેહુલિયો વરસ્યો .
અંગ અંગ ભિંજાઈ, ગ્રીષ્મ ને આપી વિદાય . ઢેલ નાચી ઉઠી , મોરલા એ કળા કરી .આભે મેઘ ધનુ રચ્યું .
આવી સુંદર ઋતુ આંગણે આવે ત્યારે હૈયું થનગની ઉઠે. આ ઉંમરે પણ વરસાદની હેલીમાં પલળવાનું મન થાય.
ચોપાટીના દરિયા કિનારે બચપનમાં શીંગ ચણા ફાકતા ચાલતા હોઈ એ તે દ્રશ્ય નજર સમક્ષ તરવરે.
તોફાની દરિયો અને તેમાં આવતા મોજા જાણે કિનારાને આલિંગન આપવા ઉત્સુકતાથી ધસી આવતા જણાય.
કોલેજથી ઘરે આવીએ ને મા સુંદર આદુ , ફુદીનો, મસાલો અને એલચીવાળી ચા પીવડાવે. રાતના ગરમા ગરમ વઘારેલી ખીચડી , ભાજીનું શાક અને પાપડ જમાડે .
આ ઋતુ ટાણે બાળપણમાં લટાર મારવાની મઝા આવે.
સ્લેટર રોડ પર ઘુંટણ સમાણા પાણી ભરાય , બસો બંધ પદયાત્રા કરતા ઘરે પહોંચવાનું.
આવ રે વરસાદ
ઘેબરિયો પ્રસાદ
ઊની ઊની રોટલીને
કારેલાનું શાક
બસ તું આવ, ધરતીને હરિયાળી બનાવ . તારા અમીથી ઉભરતા છાંટણાંની આતુરતા પૂર્વક રાહ જોવાયછે.
મેહુલિયા તું મન મૂકીને વરસ.
તું બુઝાવ મારી તરસ
[6/14, 3:58 PM] Prafulla Prasanna: NGO સાહિત્ય સરિતા (૧)
N G. No. — 39
વિષય – આવ રે વરસાદ
પ્રકાર – પદ્ય – અછાંદસ
શબ્દો – ૭૩
શીર્ષક — અમૃતધારા
આવ રે વરસાદ કહી આવકારું!
મોંઘેરા મેઘને ભજિયાની મોજ કરાવું!
રસ-રોટલી ને કારેલાનું શાક બનાવું!
વરસાદની વાછટને વ્હાલથી ઝીલું!
છંટાયા જળબુંદ ધરા પર,
આભેથી વરસ્યું અમૃત ધરા પર!
તપ્ત ધરાની તૃષા જોઈને,
મેઘરાજાએ કર્યું આગમન ધરા પર!
તૃપ્ત થશે આખી પ્રકૃતિ,
રિમઝિમથી રમ્ય લાગશે સૃષ્ટિ !
ગરમીનો દૂર થશે કાળો કહેર!
ઠંડકની લહેરાશે લહેર!
પશુપંખી હરખે કરે કલશોર,
મોરલો બને માનવમન!
ઝોલે ચઢશે યૌવન ભરપૂર,
નિસર્ગમાં ફેલાશે ઉમંગની લહેર!
પ્રફુલ્લા “પ્રસન્ના”
[6/14, 4:31 PM] Anjana Gandhi.MeM.NOG: N O.G.SS.NO. – 0026
વિષય – આવ રે વરસાદ!
વિભાગ – પદ્ય (એક ગીત)
શીર્ષક – મેહુલિયા હવે તો આવ!
સૂકાયા નીર સૌ નદીઓ, તળાવોનાં ને સૂકાયા કૂવા ને વાવ,
આંખેથી અશ્રુની ધારા વહે છે પણ સૂકાયા હ્રદયાના ભાવ,
મેહુલિયા હવે તો આવ!
સૂકાયાં વાવેલાં બીજો સૌ ખેતરમાં,
ખેડૂએ ખોઈ છે હામ,
અષાઢી આવીને ઊભો છે આંગણિયે,
તોયે ન તારા મુકામ!
ઝાડ, પાન, ઢોરાં ને માનવની આંતરડી ,
એવી તો ના કકળાવ,
મેહુલિયા હવે તો આવ!
ધખતી ધરાને આવી ટાઢી તું પાડ કેવો આકરો છે સૂરજનો તાપ,
પાણીનાં વલખાં ને હૈયાનાં હેતને તું ,
આવી રીતે ના સૂકાવ,
કાળી સૌ વાદળીઓ આવીને ઊડી જાતી,
વરસીને બતાવને પ્રભાવ,
મેહુલિયા હવે તો આવ!
✍️ અંજના ગાંધી ” મૌનુ”
વડોદરા
[6/14, 5:12 PM] Sweta Talati.MeM.NoG: NG 0078
વિષય – આવ રે વરસાદ..
પ્રકાર – પદ્ય ( ડબલ કાફિયા ગઝલ)
શીર્ષક – આવે તો…!
જો આ વર્ષે બધે જગમાં અલગ વરસાદ આવે તો?
અને એકેક ફોરાં ઐક્યનો સંવાદ લાવે તો?
ટપાટપ આભમાંથી વહાલ વરસાવે અનેરું જ્યાં;
ઉગે ત્યાં કૂંપણો એ પ્રેમનો બસ નાદ વાવે તો ?
છે ગોળો એક , એના કેટલા કટકા, વિચારો તો;
હવે એના ઉપર ના કોઈ પણ વિખવાદ ફાવે તો?
ગગન આવે ધરાની પાસ મહિનાઓ પછી એથી;
વિરહનાં અશ્રુઓનો છે ટીપાંનો સ્વાદ ભાવે તો !
બધાની આંખનો, હૈયાનો કર વરસાદ ભેગો ઈશ;
ધરા જીતે અગર મૂકે ગગનથી સાદ દાવે તો!
બરાબર દરવખત એનું કરે છે કામ વરસાદેય;
હતી સૂકી, ભીની થઈ એ જ “શ્વેતા” યાદ તાવે તો?
– શ્વેતા તલાટી