GN_14-06-2022.
[6/13, 8:59 AM] Ghanshyam Nayak.MeM.NOG �ાઈ: NOG ૦૦૧૩
વિષય : આવ રે વરસાદ
પ્રકાર : પદ્ય
શીર્ષક :
મેહુલિયાના લેખા જોખા
વરસાદી માહોલ
આવને બાજુમાં બેસને,
જોને કેવો વરસાદી
માહોલ જામ્યો છે.
આ પોપટ કેવો
વરસાદમાં ઉડે છે,
તું પણ આવને,
આપણે પણ ઉડીયે.
આ ભૂલકાઓ પાણીમાં
કેવા છબછબીયા કરે છે
પ્લીઝ આવને,આપણે
પણ છબછબીયા કરીયે.
આ મેંઢક કેવો ડ્રાંઉં
ડ્રાંઉં કરીને બોલાવે છે.
મારું ડ્રાંઉં નથી સંભળાતું?
તું પણ હવે આવી જાને.
ચાલ વરસાદમાં આજે
તો બસ નીકળી જ જઈએ
એકબીજા ની સંગ આજે
સાવ ભીંજાઈ જોઈએ.
બસ આજે આ ધોધમાર
વરસાદમાં, તારી અંગડાઇ
સાથે તારી તન્હાઈ ને
પણ માણવી છે.
અરે મેહુલિયા
બસ બસ
તું વધારે નહીં પડતો.
જોને આ ઝૂંપડાની તિરાડમાંથી
કેવું પાણી નીતરે છે.
બિચારા લોકોને ખાવા – પીવાને સુવા નથી મળતું.
ઘરવખરી પણ તું કેવી
જબરદસ્તી કરીને ઝૂંપડા
સાથે તાણી જાય છે.
અરે અરે અમારી ગાડીઓ
પણ તું વગર ચાવી એ તાણી જાય છે ?
કેવો વિઘનસંતોષી છે ?
ઘનશ્યામ વ્યાસ.
[6/13, 9:05 AM] Bharat Sanghaani.MEM (Kaushik Shah): NOG:SS:NO.:0101
વિષય: આવ રે વરસાદ
પ્રકાર : પદ્ય
શીર્ષક : અષાઢની હેલી
રચના : ભરત સાંગાણી
અષાઢની હેલીનો ઘેઘૂર નાદ,
રણઝણે સ્મૃતિ કેરો આહ્લાદ!
આનંદે ભીંજાયે મૂકી બધા વાદ,
પલળતાં કરીએ વ્હાલાને સાદ!
ઊડે સુગંધકણ પડે વરસાદ,
અધર અધરનું મિલન યાદ!
નયનઅટારીએથી સર્યું બૂંદ,
હળવે તર્જનીએ ઝીલ્યું આબાદ!
હેતના હિલોળા ઊમટ્યાનો નાદ,
તરબતર સ્નેહે બાંધ્યો સંવાદ!
*રચના: ભરત સાંગાણી*