કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહ ના 22 ઓક્ટોબર 2024 ના કાર્યક્રમમાં એન ડી ડી બી સ્થાપના દિવસ, લેજિસ્ટ્રેટિવ ડ્રાફ્ટિંગ તાલીમ વિધાનસભા ભવન, ગાંધીનગર મહાનગર નવીન શ્રી કમલમ ખાત મુહર્ત તેમજ 14 મુ હોમગાર્ડ રાષ્ટ્રીય અધિવેશન મહાત્મા મંદિર ના અહેવાલો જુઓ (તા:૨૨/૧૦/૨૦૨૪ ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક PDF FILE જુવો.janfariyadnews You tube channel links જુવો)

BJP Gandhinagar Loksabha
Pressnote 01
Dt. 22/10/2024
———
રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ(NDDB)ની સ્થાપનાના ૬૦ વર્ષની ઉજવણી નિમિત્તે આયોજિત હીરક જયંતિ વર્ષ સમારોહમાં ઉપસ્થિત રહી રૂ.૩૦૦ કરોડના વિવિધ ખેડૂતલક્ષી પ્રકલ્પોનો શુભારંભ કરાવતા ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહ
——–
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ દુરદર્શી નિર્ણય લઈને ગોબરધન યોજનાને જમીન પર ઉતારી જેનાથી જમીન સંરક્ષણ સાથે ઉપજની ગુણવત્તા વધી અને પર્યાવરણ શુદ્ધિનું કાર્ય થયું હોવાનું જણાવતાશ્રી અમિતભાઈ શાહ
——–
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીજીના નેતૃત્વમાં શ્વેત ક્રાંતિ 2.0 ની SOP જાહેર, 1 લાખ નવી અને હાલની ડેરીઓને સશક્ત બનાવીને મિલ્ક રૂટ્સનો વિસ્તાર કરવામાં આવશે.
———
શ્રી ત્રિભુવનદાસ પટેલે સ્વ ને પીઘાળી યશની અપેક્ષા સિવાય દેશના ગરીબ કૃષકો અને પશુપાલન સાથે જોડાયેલી મહિલાઓના સશક્તિરણ માટે કાર્ય કર્યું હોવાનું જણાવતા શ્રી અમિતભાઈ શાહ
———
છેલ્લા 60 વર્ષોમાં NDDBએ ખેડૂતો તેમજ માતાઓ અને બહેનોને સશક્ત અને સંગઠિત કર્યા હોવાનું જણાવતા શ્રી અમિતભાઈ શાહ
———-
સહકારી ઉત્પાદનોનું બ્રાન્ડિંગ કરીને તેમને કોર્પોરેટ ઉત્પાદનો સાથે સ્પર્ધા માટે તૈયાર કરવા એ આપણી સફળતા છે.
– શ્રી અમિતભાઈ શાહ
———-
NDDB દ્વારા શાકભાજીનું પ્રોસેસિંગ શરૂ કરવાથી ખેડૂતો દ્વારા ઉત્પાદિત શાકભાજી આખી દુનિયામાં જશે અને નફો સીધો ખેડૂતો સુધી પહોંચશે
– શ્રી અમિતભાઈ શાહ
———-

ગાંધીનગર લોકસભા ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહે આણંદ ખાતે રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ(NDDB)ની સ્થાપનાના ૬૦ વર્ષની ઉજવણી નિમિત્તે આયોજિત હીરક જયંતિ વર્ષ સમારોહમાં ઉપસ્થિત રહી રૂ.૩૦૦ કરોડની ખેડૂતલક્ષી વિવિધ લોકકલ્યાણકારી પ્રકલ્પોનો શુભારંભ કરાવ્યો હતો. શ્રી અમિતભાઈ શાહે શ્રી ત્રિભુવનદાસ પટેલની જન્મજયંતી નિમિત્તે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને NDDB પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું.

આ તકે સંબોધન કરતા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે, આજે શ્રી ત્રિભુવનદાસ પટેલનો જન્મદિવસ છે. હું પણ ગુજરાતનો જ છું અને શ્રી ત્રિભુવનદાસ પટેલ અને NDDB એ ગ્રામીણ વિકાસના અર્થતંત્રને જે ઐતિહાસિક ગતિ આપી તેનાથી સુપેરે પરિચિત છું. શ્રી ત્રિભુવનદાસ પટેલના કર્મઠ જીવનના પરિણામસ્વરૂપ દેશના ૫ કરોડ પશુપાલકોનું જીવન સમૃદ્ધિના રસ્તા પર પ્રશસ્ત છે. તેઓએ સ્વ ને પીઘાળી યશની અપેક્ષા સિવાય દેશના ગરીબ કૃષકો અને પશુપાલન સાથે જોડાયેલી મહિલાઓના સશક્તિરણ માટે યત્ન, પ્રયત્ન કર્યા અને સફળતા પ્રાપ્ત કરી. ત્રિભુવનદાસજીએ એક નાની સહકારી સંસ્થાની રચના કરી જે આજે 2 કરોડ ખેડૂતોને સહકારી ક્ષેત્ર સાથે જોડીને હજારો કરોડ રૂપિયાનો વ્યાપાર કરી રહી છે.

શ્રી શાહે જણાવ્યું હતું કે, ભૂતપૂર્વ વડાપ્રધાનશ્રી લાલ બહાદુર શાસ્ત્રી 1964માં અમૂલ ડેરી જોવા ગયા હતા અને તેમણે નિર્ણય લીધો હતો કે માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશના પશુપાલકોને આ સફળ પ્રયોગનો લાભ મળવો જોઈએ. આ પછી શાસ્ત્રીજીએ NDDB બનાવવાનું નક્કી કર્યું. તેમણે કહ્યું કે 60 વર્ષોમાં NDDBએ સમગ્ર દેશમાં સહકારી, ખેડૂતો અને માતાઓ અને બહેનોને માત્ર સશક્ત અને સંગઠિત કર્યા નથી, પરંતુ તેમને તેમના અધિકારો માટે જાગૃત કરવાનું કામ પણ કર્યું છે. તેમણે કહ્યું કે જ્યારે સહકારીતા દ્વારા પશુપાલન થાય છે ત્યારે માત્ર ખેડૂત જ સમૃદ્ધ નથી થતો પરંતુ દેશના કુપોષિત બાળકો માટે પણ કામ થાય છે. અમૂલ દ્વારા બનાવવામાં આવેલ ટ્રસ્ટે માત્ર મહિલાઓને જ સશક્ત નથી બનાવી પરંતુ બાળકોને પોષણ આપીને મજબૂત નાગરિક બનાવવાનો પાયો પણ નાખ્યો છે. અમુલે આજે સમગ્ર વિશ્વમાં વિશ્વસનીયતા પ્રાપ્ત કરી છે.

શ્રી શાહે વધુમાં કહ્યું કે, NDDB એ ગ્રામીણ વિસ્તારો અને દેશના વિકાસને વેગ આપવા તેમજ કૃષિને આત્મનિર્ભર બનાવવા માટે કામ કર્યું છે. તેમણે કહ્યું કે ત્રિભુવનજીએ NDDBનો પાયો નાખ્યો હતો જે આજે માત્ર દેશમાં જ નહીં પરંતુ વિશ્વમાં એક મોટી સંસ્થા બની ગઈ છે. તેમણે કહ્યું કે તે 1987માં એક સંસ્થા બની અને 1970 થી 1996 સુધી તેણે ઓપરેશન ફ્લડનું આયોજન કરવા અને તેને શ્વેત ક્રાંતિમાં પરિવર્તિત કરવા માટે તેને અમલમાં મૂકવાનું કામ કર્યું. તેમણે કહ્યું કે 100 રૂપિયાની શેર મૂડી સાથે અમૂલ આજે 60 હજાર કરોડ રૂપિયાનો વાર્ષિક બિઝનેસ કરી રહી છે. શ્રી શાહે કહ્યું કે 1964માં જ્યારે લાલ બહાદુર શાસ્ત્રીજીએ NDDBની સ્થાપના કરવાનું નક્કી કર્યું ત્યારે કોઈને ખબર ન હતી કે એક દિવસ આ બીજ આટલા મોટા વટવૃક્ષ બની જશે. NDDBનું પ્રવાહી દૂધનું વેચાણ વધીને 427 લાખ લિટર પ્રતિ દિવસ, પ્રાપ્તિ 589 લાખ લિટર પ્રતિ દિવસ અને આવક રૂ. 344 કરોડથી રૂ. 426 કરોડ અને ચોખ્ખો નફો રૂ. 50 કરોડ થયો છે.

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રીએ કહ્યું કે, NDDBએ શાકભાજીની પ્રક્રિયા શરૂ કરી છે જેથી કરીને ખેડૂતો દ્વારા ઉત્પાદિત શાકભાજી સમગ્ર વિશ્વમાં જશે અને સહકારી મોડલ હેઠળ તેમનો નફો તેમને પહોંચશે. તેમણે કહ્યું કે ગોબરધન યોજના થકી આપણી જમીનનું સંવર્ધન અને સુધારો થયો છે, ઉપજમાં વધારો થયો છે, ખેડૂતોની સમૃદ્ધિ વધી છે અને પર્યાવરણ પણ શુદ્ધ થઈ રહ્યું છે. ગાયના છાણમાંથી ગેસ અને ખાતર બનાવવામાં આવે છે અને આપણી માતાઓ અને બહેનોને કાર્બન ક્રેડિટના પૈસા મળે છે. શ્રી શાહે કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ગોબરધન યોજનાના અમલ માટે દૂરંદેશીથી નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે NDDB એ 10,000 ખેડૂત ઉત્પાદક સંગઠનો (FPO) પણ નોંધ્યા છે.

શ્રી શાહે જણાવ્યું હતું કે, NDDBની પહેલ પછી હવે સમગ્ર ડેરી સેક્ટરના પ્લાન્ટ્સમાં સંયત્રો મેક ઇન ઇન્ડિયા હેઠળ ભારતમાં બનાવવામાં આવશે. તેમણે કહ્યું કે આજે 210 કરોડ રૂપિયાના ખર્ચે મધર ડેરીના ફળ અને શાકભાજીના પ્રોસેસિંગ યુનિટનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. આ સાથે ઉત્તરાખંડનું બદ્રી ઘી અને મધર ડેરી કેગીર ઘી બ્રાન્ડ પણ આજે લોન્ચ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે અમારી સફળતા કોઓપરેટિવની પ્રોડક્ટનું બ્રાન્ડિંગ કરવામાં, તેને બજારમાં ઉપલબ્ધ કરાવવામાં અને તેને કોર્પોરેટ સાથે સ્પર્ધા કરવા માટે તૈયાર કરવામાં સમાયેલી છે. આજે અમૂલ બ્રાન્ડ સમગ્ર વિશ્વમાં પ્રથમ સ્થાને છે અને આ અમારા માટે એક મોટી ઉપલબ્ધિ છે. તેમણે કહ્યું કે લદ્દાખના જરદાળુ ખેડૂતો, હિમાચલના સફરજન અને મેઘાલયના અનાનસના ખેડૂતોને પણ આજથી શરૂ કરાયેલી યોજનાઓનો લાભ મળશે.

શ્રી શાહે કહ્યું કે, સહકાર મંત્રાલયે ત્રણ નવી રાષ્ટ્રીય સ્તરની સહકારી સંસ્થાઓની રચના કરી છે. આ પ્રકારની નવી પહેલ ત્યારે જ થઈ શકે જ્યારે નેતૃત્વને ખેડૂતોની ચિંતા હોય. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સહકારી ક્ષેત્રમાં ઘણી પહેલ અને યોજનાઓ હાથ ધરી છે. સહકારી ક્ષેત્રમાં લગભગ 22 રાજ્ય સંઘો અને 231 જિલ્લા સંઘોની રચના કરવામાં આવી છે, 28 માર્કેટિંગ ડેરીઓ બનાવવામાં આવી છે અને 21 દૂધ ઉત્પાદક કંપનીઓ કાર્યરત છે.

શ્રી શાહે કહ્યું કે, મોદી સરકાર 2 લાખ નવી પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓ (PACS) બનાવવા જઈ રહી છે જે આપણા સહકારી માળખાને ખૂબ મજબૂત બનાવશે. તેમણે કહ્યું કે આ પગલું સહકારી અને સહકારી ક્ષેત્રના તમામ એકમોને મજબૂત બનાવશે. તેમણે કહ્યું કે ભારતે 231 મિલિયન ટન દૂધ ઉત્પાદન સાથે અમેરિકાને પાછળ છોડી દીધું છે અને આપણે વિશ્વમાં પ્રથમ સ્થાને છીએ. આપણા દૂધ ઉત્પાદનનો વિકાસ દર 6 ટકા છે જ્યારે વૈશ્વિક દૂધ ઉત્પાદનનો વિકાસ દર 2 ટકા છે. આજે દેશમાં આઠ કરોડ ગ્રામીણ પરિવારો દૈનિક દૂધનું ઉત્પાદન કરે છે, પરંતુ તેમાંથી માત્ર 1.5 કરોડ જ સહકારી ક્ષેત્ર સાથે સંકળાયેલા છે. સરકાર આવનારા સમયમાં દૂધ ઉત્પાદન સાથે સંકળાયેલા તમામ 8 કરોડ ખેડૂત પરિવારોને તેમની મહેનતના પૂરા પૈસા મળે અને તે બધા સહકારી ક્ષેત્રમાં જોડાઈ શકે તેવા પ્રયાસ કરશે.

શ્રી શાહે જણાવ્યું હતું કે, સહકારી સંસ્થાઓને મજબૂત કરવાના અભિયાનના પરિણામે દેશમાં દૂધની ઉપલબ્ધતા 1970માં માથાદીઠ 40 કિલો, 2011માં 103 કિલો હતી અને 2023માં વધીને 167 કિલો થઈ ગઈ છે. તેમણે કહ્યું કે વિશ્વમાં સરેરાશ માથાદીઠ દૂધની ઉપલબ્ધતા 117 કિલો છે.

આ તકે કેન્દ્રીય કેબિનેટ મંત્રીશ્રી રાજીવ રંજનજી, કેન્દ્રીય રાજ્યમંત્રીશ્રીઓ શ્રી એસ. પી. સિંઘ બઘેલ, શ્રી જ્યોર્જ કુરિયન, રાજ્ય સરકારના મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ, શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, NDDB ના ચેરમેન ડૉ. મીનેષ શાહ, સબંધિત અધિકારીગણ, વિવિધ સહકારી ક્ષેત્રના પદાધિકારીઓ અને સહકારી અગ્રણીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

ડૉ. બિમલ જોશી- કલ્પ પટેલ
મીડિયા
ગાંધીનગર લોકસભા ભાજપા

*****************************

Bjp Gandhinagar Loksabha
Pressnote:02
Dt. 22/10/2024
———-
ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રીશ્રી અમિતભાઈ શાહની વિશેષ ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે લેજિસ્લેટિવ ડ્રાફ્ટિંગ તાલીમ કાર્યક્રમ યોજાઇ ગયો
———–
આદરણીય શ્રી મોદીજીના માર્ગદર્શનમાં 10 વર્ષમાં ભારત આજે વૈશ્વિક આકાંક્ષાઓનું કેન્દ્ર બન્યું તેનું મૂળ આ સદનમાં હોવાનું જણાવતા શ્રી અમિતભાઇ શાહ
———–
મોટું રોકાણ લાવવું ઉદ્દેશ્ય ન હોઈ શકે પરંતુ દુનિયામાં બદલાતા સમય અનુસારના ઉદ્યોગો ગુજરાતમાં આવવા જોઈએ તેવી સંકલ્પના શ્રી મોદીજીએ કરી હોવાનું જણાવતા શ્રી અમિતભાઇ શાહ
———–
કાયદાઓમાં જેટલો ગ્રે એરિયા ઓછો તેટલી ન્યાયતંત્રની જરૂરિયાત ઓછી, આ માટે કાયદાઓ સ્વયં સ્પષ્ટ બનાવવા આવશ્યક – શ્રી અમિતભાઇ શાહ
————
ત્રણ નવા કાયદાઓના સંપૂર્ણ અમલ પછી ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમમાં ભારત સૌથી આધુનિક સિસ્ટમ ધરાવતો દેશ બનશે – શ્રી અમિતભાઇ શાહ
————
ગાંધીનગર લોકસભા ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદીમાં જણાયા પ્રમાણે આજે ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રીશ્રી અમિતભાઈ શાહની વિશેષ ઉપસ્થિતિમાં તેમજ વિધાનસભા ગૃહ, ગાંધીનગર ખાતે લેજિસ્લેટિવ ડ્રાફ્ટિંગ તાલીમ કાર્યક્રમ યોજાઇ ગયો હતો.
શ્રી અમિતભાઈ શાહે લેજિસ્લેટિવ ડ્રાફ્ટિંગ માટેના અભ્યાસ વર્ગમાં ઉપસ્થિત રહેવાની તક આપવા બદલ વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે સંવિધાનથી ચાલતા દેશ માટે કાયદાઓનું ડ્રાફ્ટિંગ ખૂબ જરૂરી કળા છે જે ધીમે ધીમે લુપ્ત થતી જાય છે. તેઓએ વિધાનસભા ગૃહમાં પોતાના ભૂતકાળના અનેક સંસ્મરણો યાદ કરતા કહ્યું કે તેઓ પાંચ ટર્મ માટે આ જ સદનમાં ધારાસભ્ય તરીકે રહ્યા, ગૃહ મંત્રી તરીકેની જવાબદારી પણ સંભાળી તેમજ ગુજરાતના વિકાસના અનેક સંકલ્પો અને કાયદાઓના સર્જનમાં તેઓ ભાગીદાર પણ બન્યા.
શ્રી શાહે જણાવ્યું કે ભાજપાની સરકાર બન્યા બાદ સામાન્ય માણસની ચિંતા કરી અને સુશાસનની દિશામાં સરકારની કામગીરી આગળ વધી. તેઓએ વર્તમાન વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીને આજ સદનમાં અનેક સંકલ્પો રજૂ કરતા જોયાનું ઉમેરતા કહ્યું કે ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં જ્યોતિગ્રામ યોજના થી 24 કલાક વીજળી લાવવાની શરૂઆત શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કરી હતી. આ ઉપરાંત કન્યા કેળવણી, સાગર બંધુ, વનબંધુ કલ્યાણ તથા શિક્ષણનો સમગ્રતયાથી વિચાર કરવાનો સંકલ્પ પણ શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આ જ સદનમાં થયો હતો. તેઓએ કહ્યું કે નુકસાન કરતા સરકારી જાહેર સાહસોને નફો કરતા કરવાના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ કરેલ પુરુષાર્થનું આ સદન સાક્ષી છે. જળસંચયના સંકલ્પ થકી ત્રણ મહિનામાં 1.5 લાખ ચેકડેમ, નર્મદા યોજના પૂરી કરવી, સૌની યોજનાથી સૌરાષ્ટ્રની તરસી ધરા સુધી પાણી પહોંચાડવું, ગુજરાતની ઔદ્યોગિક નીતિનો દસ્તાવેજ સહિતના પ્રકલ્પો આ સદનમાં સર્જિત થયા છે. તેઓએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સ્ટેટમેન્ટ ટાંકતા કહ્યું કે શ્રી મોદીજીએ કહ્યું હતું કે સૌથી વધુ કે મોટું રોકાણ લાવવું ઉદ્દેશ્ય ન હોઈ શકે પરંતુ દુનિયામાં બદલાતા સમય અનુસારના ઉદ્યોગો ગુજરાતમાં આવવા જોઈએ.
શ્રી શાહે ઉમેર્યું હતું કે 2014માં આદરણીય શ્રી મોદીજીના વડાપ્રધાન બન્યા બાદ 10 વર્ષ પછી ભારત આજે વૈશ્વિક આકાંક્ષાઓનું કેન્દ્ર બન્યું છે તેનું મૂળ આ સદનમાં રહેલું છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જન કલ્યાણના અનેક કીર્તિમાનો સ્થાપિત કર્યા છે. દેશના ૮૦ કરોડ ગરીબોને મફત અનાજ, શુદ્ધ પીવાનું પાણી, વીજળી, ગેસ સિલિન્ડર, શૌચાલય, પાંચ લાખ સુધીની નિશુલ્ક સારવાર, આવાસ તેમજ 25 કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર કાઢવાનું ભગીરથ કામ છેલ્લા દસ વર્ષમાં થયું છે. તેઓએ કહ્યું કે લેજિસ્લેટિવ ડ્રાફ્ટિંગમાં ખામીઓ હોય તો લોકશાહી રાજ્ય અને દેશનો તો નુકસાન થાય પણ સાથે જનતાનું પણ નુકસાન થાય કાયદો સમજ્યા વગર ડ્રાફ્ટ તૈયાર થાય તો તેનો ઉદ્દેશ્ય સિદ્ધ ન થાય બહુપક્ષીય સંસદીય પ્રણાલી આપણા દેશમાં સ્વીકારવામાં આવી છે અને કાયદાઓ બનાવવા માટે એક પ્રક્રિયા સુનિશ્ચિત પણ કરાઇ છે. જ્યાં સુધી લેજિસ્લેટિવ ડ્રાફ્ટિંગ બનાવવાની પ્રક્રિયા સંપૂર્ણ વૈજ્ઞાનિક ન હોય ત્યાં સુધી લોકતંત્ર સફળ ન થઈ શકે તેઓએ કહ્યું કે કઈ વાત કાયદામાં લેવી અને કઈ વાત નિયમમાં લેવી તે પણ સમજવી ખૂબ જરૂરી છે. ભારતના સંવિધાન નિર્માણ વખતે જનતા વચ્ચે 16 સેશન ઈન્ટરેક્શનના કરવામાં આવ્યા જેમાં 16 દિવસ માટે મૌલિક અધિકારો પર ચર્ચા થઈ હતી. ડ્રાફ્ટિંગ કલામાં સૌથી મહત્વપૂર્ણ અંગ સ્પષ્ટતા છે જેટલો તેમાં ગ્રે એરિયા ઓછો તેટલું ન્યાયતંત્રનો હસ્તક્ષેપ ઓછો થશે આ માટે કાયદાઓ સ્વયં સ્પષ્ટ બનાવવા આવશ્યક છે.
શ્રી શાહે કહ્યું કે લેજિસ્લેટિવ ડ્રાફ્ટિંગ વખતે દિશાની સ્પષ્ટતા હોવી ખૂબ જરૂરી છે આ ઉપરાંત સંસદ સભ્યો અને ધારાસભ્યોને પણ હિદાયત કરતા કહ્યું કે મૂળ ઉદ્દેશ પ્રત્યેની જાગૃતતા ખતમ ન થવી જોઈએ. તે માટે હંમેશા સચેત રહેવું જોઈએ વિધાનસભાનું કામ કાયદાઓ ઘડવાનું છે. ડ્રાફ્ટ બનાવતી વખતે ઐતિહાસિક તથ્યોનો અભ્યાસ ભાષાકીય શુદ્ધિ હોય તેમ જ તે સરળ સુસંગત અને તાર્કિક ભાષા પણ હોય તે જરૂરી છે આ માટે મંત્રીશ્રી હોય તેના વિશેષજ્ઞઓ નીતિનિર્માતાઓ અધિકારીઓ સાથે પણ ચર્ચા કરવી જોઈએ અને સાથે સાથે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય દ્રષ્ટિકોણને પણ નજર સમક્ષ રાખવા જોઈએ.
શ્રી શાહે વધુમાં જણાવ્યું કે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાન બાદ દેશમાં અંગ્રેજોના જમાનાના સો વર્ષ પહેલાના કાયદાઓ સમાપ્ત કરીને ત્રણ નવા ફોજદારી કાયદાઓ ઘડવામાં આવ્યા છે. આ કાયદાઓના હાર્દમાં નાગરિકોને દંડ આપવાનો નહીં પરંતુ ન્યાય અપાવવાનો ઉદ્દેશ્ય રહેલો છે. તેઓએ કહ્યું કે આ ત્રણ કાયદાઓના સંપૂર્ણ અમલ પછી ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમમાં ભારત સૌથી આધુનિક સિસ્ટમ ધરાવતો દેશ બનશે. શ્રી શાહે અંતમાં લેજિસ્લેટિવ ડ્રાફ્ટિંગ તાલીમ વર્ગના આયોજન માટે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી ઉપાધ્યક્ષ શ્રી જેઠાભાઇ આહીર સહિત સમગ્ર ટીમને અભિનંદન પાઠવી આભાર વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શ્રી વિઠ્ઠલભાઈ પટેલની પુણ્યતિથિ નિમિત્તે તેમણે નમન કરતા કહ્યું કે પ્રધાનમંત્રીશ્રી અને વૈશ્વિક નેતા શ્રી નરેન્દ્રભાઈ મોદીની લોક કલ્યાણકારી નીતિઓના પરિણામે આજે દેશની રાજ્યની વિકાસ યાત્રા અવિરત આગળ વધી રહી છે. દેશની આ વિકાસ યાત્રામાં કાયદો અને સુશાસન સ્થાપિત કરવામાં ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમ જ સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહનું ખૂબ મોટું યોગદાન છે. કાયદાઓના ઘડતર માટે આ તાલીમ વર્ગનું આયોજન કરવા બદલ તેઓએ વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી તેમજ તેની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા. તેઓ કહ્યું કે કાયદાઓના નિર્માણથી જાહેર પ્રશાસન માટેનું માળખું, નાગરિકોના અધિકાર અને ફરજો સુનિશ્ચિત થાય છે, તેમજ સારી રીતે તૈયાર થયેલા કાયદાઓ સુશાસનનો આધાર હોય છે. આઝાદી બાદ દેશના સંચાલન માટે નાગરિકોને કેન્દ્રમાં રાખીને બંધારણ ઘડવામાં આવ્યું અને તેમાં સમાંતર એ સુધારાઓની જોગવાઈ પણ કરવામાં આવી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અમૃતકાળમાં પંચ પ્રણ આપ્યા છે અને તેમાં એક પ્રણ ગુલામીની માનસિકતામાંથી મુક્ત થવાનો તેઓએ મૂક્યો જ આદરણીય શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં અંગ્રેજોના જમાનાના કાયદાઓ નાબૂદ કરી ત્રણ નવા ફોજદારી કાયદાઓ અમલમાં મુકવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ ભાઈ મોદીએ હંમેશા નાગરિક હિતને ધ્યાનમાં રાખીને સુશાસનની પરિભાષા ચરિતાર્થ કરી છે.
આ કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, ઉપાધ્યક્ષશ્રી જેઠાભાઇ આહીર, સંસદીય બાબતોના મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, મંત્રી પરિષદના સદસ્યશ્રીઓ, પૂર્વ મંત્રીશ્રીઓ સાંસદશ્રીઓ ધારાસભ્યશ્રીઓ તેમજ આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

ડૉ. બિમલ જોષી..મીડિયા

*****************************

Bjp Gandhinagar Loksabha
Pressnote:03
Dt. 22/10/2024
———-
ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહના હસ્તે અને મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગર શહેર ભાજપ કાર્યાલયનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
————
દેશની સુરક્ષાની, મંગળ પર પહોંચવાની કે દેશને ત્રીજા નંબરની અર્થ વ્યવસ્થા બનાવાની વાત હોય તો નાગરિકો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સામે મીટ માંડીને બેઠા હોવાનું જણાવતા શ્રી અમિતભાઇ શાહ
———
પોતાની જાતને આગમાં તપાવીને નિર્માણ થયેલ નેતૃત્વ આપણને આદરણીય મોદીજીના સ્વરૂપમાં મળ્યું હોવાનું જણાવતા શ્રી અમિતભાઇ શાહ
———–
કાર્યકર્તા અને કાર્યાલય એ ભાજપાનો આત્મા હોવાનું જણાવતા શ્રી અમિતભાઇ શાહ
———–
કાર્યકર્તા નિર્માણ,સંભાળ અને વિકાસ દ્વારા સંગઠન એ જ સેવા તે ભાજપાની કાર્ય સંસ્કૃતિ – શ્રી અમિતભાઇ શાહ
———–
ગાંધીનગર લોકસભા ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી પ્રમાણે આજે ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહના હસ્તે અને મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગર શહેર ભાજપ કાર્યાલયનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
શ્રી શાહે તેમના સંબોધનમાં કહ્યું હતું કે કાર્યકર્તા પદાધિકારી અને કાર્યાલય ભેગા થાય તો જ પાર્ટી બને. નેતા હોય અને કાર્યકર્તા ન હોય તો પાર્ટી ન ચાલે. પાર્ટીની કલ્પના શરીર તરીકે કરીએ તો મસ્તક એટલે કાર્યાલય છે. કોઈપણ પાર્ટી વિચારધારા અને કાર્ય સંસ્કૃતિ વિના ન ચાલી શકે અને ભાજપાની તો ક્યારેય પણ કાર્ય સંસ્કૃતિ અને વિચારધારા વિના કલ્પના પણ ન થઈ શકે. આ સ્થાપિત વિચારધારા અને કાર્ય સંસ્કૃતિને આગળ ધપાવાનું કામ કાર્યાલય કરતું હોય છે.
શ્રી શાહે ઉમેર્યું હતું કે સદસ્યતા અભિયાન અંતર્ગત અનેક સભ્યો બનાવ્યા છે અને આ સભ્યો એ આપણા શુભેચ્છકો છે આપણી કામગીરીના આધાર પર અને વિચારધારાની સ્વીકૃતિથી તેમને કાર્યકર્તા બનાવવાનું કામ કરવું અને કાર્યકર્તા નિર્માણની આ સતત જોડવાની પ્રક્રિયા કાર્યાલય કરતું હોય છે. તેઓએ કહ્યું કે તેઓ રાષ્ટ્રીય અધ્યક્ષ હતા ત્યારે એક અભિયાન આદર્યું હતું કે દરેક જિલ્લામાં ભાજપના કાર્યાલય હોવા જોઈએ અને આજે દેશમાં 92% જિલ્લાઓમાં તે કાર્યરત થયા છે અને 70% કાર્યાલયમાં લાઇબ્રેરી પણ બનાવવામાં આવી છે. જનસંઘ થી શરૂ કરીને આજ દિન સુધીના પાર્ટીના પારિત થયેલા બધા પ્રસ્તાવનો એક સંપુટ આ લાયબ્રેરીમાં ઉપલબ્ધ રહેશે. ભાજપાની વિચારધારાનો પરિચય કરાવનાર મેગેઝીનો, પુસ્તકો અને ચિંતન લેખો પણ આ લાઇબ્રેરીમાં હોય અને તેનો અભ્યાસ યુવા કાર્યકર્તાઓ કરીને આગળ આવે ત્યારે તેઓ પૂર્ણ કાર્યકર્તા બની જનસેવામાં સમર્પિત બની શકશે. ભાજપ માટે કાર્યાલય એ આત્મા છે. જેમાં સતત મળવું, ચર્ચા કરવી એક સમાન દિશામાં વિચારવાની આદત કેળવી વગેરે પ્રવિધીઓ નિર્મિત થાય છે. તે ભાજપાની પરંપરા પણ રહી છે. 1950 થી લઈ આજ દિન સુધી આ પરંપરા પાર્ટીએ સાચવી છે અનેક પરાજયો થયા છતાં પણ ભાજપા તૂટી નથી. જે પાર્ટીની બે સીટ આવે તો પણ કાર્યકર્તા પાર્ટીને ન છોડે તે પાર્ટીએ આજે બે 2014 થી 2024 સુધી પાછું ફરીને જોયું નથી. જે લોકો ઉત્તર અને પૂર્વમાં ભાજપનું અસ્તિત્વ નહોતા જોઈ રહ્યા તે ભાજપા આજે ઓરિસ્સા આસામ ત્રિપુરા અરુણાચલ સહિતના રાજ્યોમાં જનસેવામાં કાર્યરત છે.
શ્રી શાહે કાર્યકર્તાઓને કહ્યું કે ક્યાંય ઉત્સાહ ઓછો ન કરતા કોંગ્રેસ 2014, 2019 અને 2024 માં ભેગા થઈને પણ 240 સીટ લોકસભામાં લાવી શકી નથી. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વકફ બિલ લાવવામાં આવ્યું છે અને તે પસાર પણ કરાશે તેવો નિર્ધાર પણ શ્રી શાહે વ્યક્ત કર્યો હતો. તેઓએ કહ્યું કે 2014 થી ભાજપે જન કલ્યાણનો યજ્ઞ આદર્યો છે. 25 કરોડ ગરીબોને ગરીબી રેખા બહાર લાવવાનું તેમજ ૬૦ કરોડ ગરીબોને વીજળી, પીવાનું પાણી, શૌચાલય, નિશુલ્ક સારવાર, આવાસ, નિશુલ્ક અનાજ સહિતના પુરા પાડવાનું ભગીરથ કાર્ય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ પાર પાડ્યું છે.
શ્રી શાહે ઉમેરી હતું કે સમગ્ર દેશમાં આજે પણ દેશની સુરક્ષાની વાત હોય, મંગળ પર પહોંચવાની વાત હોય કે દેશને ત્રીજા નંબરની અર્થ વ્યવસ્થા બનાવાની વાત હોય તો નાગરિકો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સામે મીટ માંડીને બેઠા છે. પોતાની જાતને આગમાં તપાવીને નિર્માણ થયેલ નેતૃત્વ આપણને આદરણીય મોદીજીના રૂપમાં મળ્યું છે. તેઓએ કહ્યું કે તેઓ રાષ્ટ્રીય અધ્યક્ષ હતા ત્યારે આદરેલ પ્રત્યેક જિલ્લામાં કાર્યાલય નિર્માણનો અભિયાન પૈકી આ 271 માં કાર્યાલયનું નિર્માણ થયું છે. અંતમાં શ્રી શાહે 2017 માં પૂર્ણ વિકસિત ભારત બને અને દરેક ક્ષેત્રમાં ભારત પ્રથમ નંબર પર હોય તે માટે સંકલ્પબદ્ધ થવા માટે સૌને આહવાન કર્યું હતું.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે જૂજ કાર્યાલયથી શરૂ થયેલ ભાજપા આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સૌથી મોટી પાર્ટી બની છે. ગાંધીનગર લોકસભાના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ રાષ્ટ્રીય અધ્યક્ષ હતા ત્યારે આ બેંચ માર્ક સ્થાપિત થયેલ છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી તેમજ શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં લોકોનો ભાજપા પરનો વિશ્વાસ વધ્યો છે, હરિયાણામાં કમળનો કમાલ તેનું પ્રતિબિંબ છે. ભાજપા ની નીતિમાં વધુને વધુ લોકો સહભાગી બને તે માટે દરેક કાર્યકર્તા માટે જંક સંપર્ક મહત્વનો છે કાર્યકર્તાઓ માટે આ માટેનું માધ્યમ કાર્યાલય બનતું હોય છે. નો સ્થાપિત થનાર આ કાર્યાલય કાર્યકર્તાઓમાં નવો રોમ અને જુસ્સો પૂરું પાડવાની સાથે પાર્ટીના લોક કલ્યાણકારી કાર્યોને પૂર્ણ કરવા માટેનું એક ઉત્તમ માધ્યમ બનશે.
આ પ્રસંગે રાજ્ય સરકારના મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, મેયર શ્રીમતી મીરાબેન પટેલ, પ્રદેશો કોષાધ્યક્ષ સુરેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રીશ્રી રજનીભાઈ પટેલ, ધારાસભ્યશ્રીઓ, સંસદશ્રીઓ, ગાંધીનગર મહાનગર અધ્યક્ષ શ્રી રુચિર ભટ્ટ તેમજ ભાજપા પદાધિકારીઓ તથા નગરસેવકો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

ડૉ. બિમલ જોષી
મીડિયા પ્રભારી
ગાંધીનગર લોકસભા ભાજપા

****************************

Bjp Gandhinagar Loksabha
Pressnote:04
Dt. 22/10/24
———
ગાંધીનગરના લોકપ્રિય સાંસદ તેમજ કેન્દ્રિય ગૃહ તેમજ સહકારિતા મંત્રીશ્રી અમિતભાઈ શાહ અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં 14મુ અખિલ ભારતીય હોમગાર્ડ અને નાગરિક સુરક્ષા સંમેલન યોજાયું
———–
આદરણીય મોદીજીના નેતૃત્વમાં 2047 સુધીમાં પૂર્ણ વિકસિત રાષ્ટ્રની સંકલ્પપૂર્તિ માં સેવા અને સુરક્ષા અગત્યના બિંદુઓ હોવાનું જણાવતા શ્રી અમિતભાઇ શાહ
————
સુરક્ષા અને સેવા સાથે દેશને મજબૂત અને સુરક્ષિત બનાવવામાં સિવિલ ડિફેન્સ અને હોમગાર્ડ્સ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે – શ્રી અમિતભાઇ શાહ
————-
NCC, NSSની જેમ મોદી સરકાર હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સમાં પણ દરેક વિભાગના યુવાનોને સામેલ કરશે. – શ્રી અમિતભાઇ શાહ
————
શ્રી મોદીજીની સરકાર હોમગાર્ડઝ અને સિવિલ ડિફેન્સના ચાર્ટરમાં સમયસર ફેરફાર કરીને નવી વસ્તુઓ ઉમેરીને તેને વધુ સુસંગત અને ઉપયોગી બનાવશે. – શ્રી અમિતભાઇ શાહ
————-
આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને દેશના ગૃહ અને પ્રથમ સહકારિતા મંત્રીશ્રી અમિતભાઈની જોડીએ દેશમાં કાયદો અને વ્યવસ્થા સુદઢ અને સુનિશ્ચિત કર્યા – શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ
————
ગાંધીનગર લોકસભા ભાજપા મીડિયા વિભાગ અખબારી યાદીમાં જણાવે છે કે, આજરોજ ગાંધીનગરના લોકપ્રિય સાંસદ તેમજ કેન્દ્રિય ગૃહ તેમજ સહકારિતા મંત્રીશ્રી અમિતભાઈ શાહની વિશેષ ઉપસ્થિતિમાં 14મુ અખિલ ભારતીય હોમગાર્ડ અને નાગરિક સુરક્ષા સંમેલન યોજાઇ ગયું હતું . આ સંમેલનમાં રાજ્યના યશસ્વી મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહરાજ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી, કેન્દ્રિય ગૃહ સચિવશ્રી ગોવિંદ મોહનજી, અધિક મુખ્ય સચિવશ્રી એમ.કે.દાસ, મહાનિર્દેશકશ્રી વિવેક શ્રીવાસ્તવજી, ડાયરેક્ટર નાગરિક સુરક્ષા અને હોમગાર્ડ ગુજરાતશ્રી મનોજ અગ્રવાલજી સહિત ચૂંટાયેલા પ્રતિનિધિશ્રીઓ અધિકારીશ્રીઓ તેમજ હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સના જવાનો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
શ્રી અમિતભાઈ શાહે સૌ પ્રતિનિધિશ્રીઓને પોતાના મતક્ષેત્રમાં આવકારતા જણાવ્યુ હતું કે, આપ સૌ અહિયાં પધાર્યા છો અહિયાંથી જ 30 વર્ષથી ધારાસભ્ય અને સાંસદ જનપ્રતિનિધિ છું. આજે આપ સૌ દેશભરમાંથી અહિયાં આવ્યા છો ગાંધીની અને સરદારની ભૂમિ પર હ્રદય પૂર્વક આપ સૌનું સ્વાગત કરું છું. લગભગ ૨૦ વર્ષ પછી આ આયોજન માટે શ્રી શાહે શ્રી વિવેક શ્રીવાસ્તવને અભિનંદન પાઠવ્યા હતા. તેઓએ ઉપસ્થિત સૌને 14માં સંમેલનના માધ્યમથી નવી ઉર્જા, નવી પ્રતિજ્ઞા અને નવા રસ્તા પર આગળ વધવા અને આ મુહિમ ગામેગામ સુધી જીવંત કરવા અનુરોધ કર્યો હતો.
શ્રી અમિતભાઈ શાહે વધુમાં જણાવ્યુ કે, આદરણીય મોદીજીના નેતૃત્વમાં દેશની જનતાએ એક સંકલ્પ કર્યો છે કે 2047 સુધી ભારતને એક પૂર્ણ વિકસિત દેશ બનાવવાનો છે. જ્યારે આપણે પૂર્ણ વિકસિત રાષ્ટ્ર કહીએ છીએ ત્યારે આપણી પૂર્ણ વિકસિત રાષ્ટ્રની કલ્પના પાછળના વિચારો સાથે મેળ નથી બેસતો આપણી પૂર્ણ વિકસિત રાષ્ટ્રની કલ્પનામાં દરેક ક્ષેત્રમાં વિકાસ, દરેક ક્ષેત્રમાં ભારત સર્વપ્રથમ તો છે જ પણ એની સાથે આપણાં સંસ્કાર, સંસ્કૃતિ, પરંપરા અને આપણી ભાષાઓને સાચવીને પૂર્ણ વિકસિત રાષ્ટ્ર બનવાનું છે. આ સંકલ્પને ચરિતાર્થ કરવો હોય તો સેવા અને સુરક્ષા તેના બે મહત્વપૂર્ણ બિંદુ છે. સુરક્ષા દરેક વ્યક્તિ અને તેની સંપતિની, દરેક વ્યક્તિના ભવિષ્યની અને દરેક વ્યક્તિના અધિકારની. સિવિલ ડિફેન્સ અને હોમગાર્ડ એ બંને ગતિવિધિ સેવા અને સુરક્ષા સાથે જોડાયેલી છે.
શ્રી શાહે વધુમાં જણાવ્યુ કે, સિવિલ ડિફેન્સ અને હોમગાર્ડમાં મૂળ ભાવ સેવાનો છે, સ્વયં સેવકનો છે અને સ્વયં સમાજની સેવા કરવા માટે આગળ આવવાનો ભાવ છે. આ ભાવને જ આપણે કોઈ જજમેન્ટથી મારી નાખીશું તો આ સંગઠન મૃતપાય થઈ જશે. આ સંગઠન સમાજના વર્ગને સમાજની સુરક્ષા અને સેવા સાથે જોડી રાખવાનું કામ કરે છે અને આ ભાવને જાગૃત કરવો એ આપણાં સૌની એક જવાબદારી છે. વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ લીધો છે એ સંકલ્પને ત્યારેજ જીવંત રાખી શકીશું કે સેવા અને સુરક્ષા બંને પરિણામોને સિવિલ ડિફેન્સ અને હોમગાર્ડના માધ્યમથી આપણે ચરિતાર્થ કરીશું. આ સંમેલન બે દિવસમાં પાંચ સત્રમાં ચાલશે. આ સંમેલનમાં હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સનું સુદ્રઢીકરણ, ક્ષમતાનિર્માણ અને આપદા પ્રબંધનના અનેક બિંદુઓને જોડીને ચર્ચા થવાની છે. આ સંમેલનથી રાજ્યો-રાજ્યો વચ્ચે સંવાદનું માધ્યમ બનશે અને રાજ્યની ગુડ પ્રેક્ટિસસિસને અને મુશ્કેલીઓની આદાન પ્રદાનનું પણ કામ થશે અને તે માધ્યમથી મુશ્કેલીઓ દૂર કરવાની હિંમત વધશે અને ગુડ પ્રેક્ટિસિસને રાજયમાં રિપીટ કરવા માટે મોટી સરળતા થઈ જશે.

શ્રી શાહે વધુમાં જણાવ્યુ કે, આઝાદી પહેલાથી હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સ ચાલી રહ્યા હશે પરંતુ ૧૯૬૨ થી હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સને મહત્વની ભૂમિકા આપવાનું કાર્ય આપણાં પ્રધાનમંત્રીશ્રી લાલબહાદુર શાસ્ત્રીએ કર્યું હતું. અને ૧૯૬૨માં જ સિવિલ ડિફેન્સ મહાનિર્દેશાલય પ્રસ્થાપિત થયું અને ૧૯૬૮માં સિવિલ ડિફેન્સ એક્ટ પણ પાસ થયું હતું. ભુજની પટ્ટીના બોમ્બ હમલો તેના પર ફિલ્મ પણ બન્યું છે પણ એની અંદર હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સની ભૂમિકાને નહોતું બતાવવામાં આવ્યું. વાસ્તવિક્તામાં ભુજની બહેનોની ટ્રેનીંગનું અને પ્રેરણા આપવાનું કામ હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સના જવાનોએ જ કર્યું હતું. હવે એક સમય આવ્યો કે નવીન પ્રયાસો સાથે પુનઃઆગળ વધવાનું છે અને આપણાં કાર્યને ફરી એકવાર પાછળ ન જોઇને આગળની જરૂરિયાતો મુજબ ફરીથી આયોજન કરવાનું છે. હું દેશના ગૃહમંત્રી તરીકે દેશભરના સિવિલ ડિફેન્સ અને હોમગાર્ડના પ્રમુખોને અને પ્રતિનિધિઓએને કહું છું કે આગળના ચાર મહિનાઓની અંદર સમયાનુકૂલ પરીવર્તન કરી અને ઘણી નવી યોજનાઓને જોડી રિલિવંટ અને ઉપયોગી બનાવવાનો પણ પ્રયાસ કરીશું અને નવી ચેતના જગાડવાનું કાર્ય કરીશું. ૫૦ વર્ષની અંદર દેશમાં આમૂલચૂર પરીવર્તન આવ્યું છે. દેશ ખૂબ આગળ વધી ગયો છે.

શ્રી શાહે વધુમાં જણાવ્યુ કે, આપાતકાલીન સેવાઓમાં યોગદાન, યાતાયાત પ્રબંધનની ઇન્સ્ટિટ્યૂશનલ વ્યવસ્થા, સામાજીક જાગૃતતાના કાર્યક્રમો જેવા કે નશામુક્ત ભારત, સ્વચ્છ ભારત અભિયાન, વૃક્ષારોપણ અભિયાન, જનસંરક્ષણ જેવા સામાજિક જાગૃતતાના કાર્યક્રમો સહિત અન્ય સેવાઓ આપણાં ચાર્ટરમાં સમાવેશ કરવા જોઈએ. મહિલા સુરક્ષા માટે મહિલાઓમાં જાગૃકતા, સાઇબર સુરક્ષા તેમજ ડિજિટલ છેતરપિંડી માટે જાગૃતતા અભિયાન, પ્લાસ્ટિક મુક્ત ભારતમાં આપણી રચનાત્મક ભૂમિકા હોવી જોઈએ. કાયદો અને વ્યવસ્થામાં સહાયતા જેવી સેવાઓ આપણી સાથે જોડી અને મદદરૂપ બનવાનું છે. સમગ્ર દેશના હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સના સ્વયંસેવકોનો આભાર વ્યક્ત કરવા માંગુ છું. કોવિડના સમયમાં હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સના જવાનોએ ભૂમિકા નિભાવી અને લોકોની સેવા કરવાનો જે જૂનુન સમગ્ર વિશ્વને બતાવ્યો છે તે બદલ શ્રી શાહે સૌને લાખ લાખ અભિનંદન પાઠવ્યા હતા.

શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સંબોધન કરતાં જણાવ્યુ કે, વિશ્વ નેતા અને દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતની વિકાસ યાત્રામાં દેશની આંતરીક સુરક્ષા અને નાગરિક સુરક્ષાનો ખૂબ મોટો ફાળો છે. આપણાં કર્મઠ ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહના અથાગ પરિશ્રમથી આ શક્ય બન્યું છે. આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને દેશના ગૃહ અને પ્રથમ સહકારિતા મંત્રીશ્રી અમિતભાઈની જોડીએ દેશમાં સુદ્રઢ કાયદો અને વ્યવસ્થા સુનિશ્ચિત કરી છે. ગુજરાતને સતત ૨૩ વર્ષથી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનનો લાભ મળ્યો છે. આ 23 વર્ષમાં ગુજરાત શાંત, સલામત અને સુરક્ષિત રાજ્ય તરીકે ખ્યાતિ પામ્યું છે જેમાં, પોલીસની સાથે હોમગાર્ડનો પણ મહત્વનો ફાયદો રહ્યો છે. ગુજરાત દેશનુ ગ્રોથ એન્જિન બન્યું છે. વિદેશી મુળી રોકાણ આવી રહ્યું છે અને વિદેશી કમનીઓ ગુજરાતમાં આવી રહી છે તેનું મુખ્ય કારણ ગુજરાત સેફ, સિકયોર અને પીસફૂલ રાજ્ય છે.

શ્રી ભૂપેન્દ્રભાઈએ વધુમાં જણાવ્યુ કે, આપણે ત્યાં વધતાં શહેરીકરણની સાથે ટ્રાફિકની સમસ્યાઓ વધી રહી છે. ટ્રાફિક સંચાલન માટે હોમગાર્ડ દર અને તેના જવાનો ખૂબ મહત્વપૂર્ણ કામગીરી નિભાવી રહ્યા છે. ચૂંટણી, મેળાઓ કે ઉત્સવના દિવસોમાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં હોમગાર્ડ જવાનોની સેવા ખૂબ ઉપયોગી થઈ રહી છે તે આપણે સૌએ જોયું છે. ગુજરાત પાકિસ્તાન સાથે આંતરરાષ્ટ્રીય સરહદથી જોડાયેલું છે, સરહદની સુરક્ષા કરતી BSFના સહયોગ માટે બોર્ડરવિંગ હોમગાર્ડ કચ્છ અને બનાસકાંઠામાં કાર્યરત છે. હોમગાર્ડની જેમજ નાગરિક સંરક્ષણ (સિવિલ ડિફેન્સ)ની શરૂઆત આફતના સમયે લોકોના જાનમાલના રક્ષણ સાથે આપદા બાદ જાહેરજીવનને સામાન્ય બનાવવામાં ઉદ્દેશ્ય સાથે થયેલી છે. અગાઉ આવેલા બીપરજોય વાવાઝોડાના સમયે આફત પહેલા નાગરિકોને સલામત સ્થળે ખસેડવા અને વાવાઝોડા બાદ જનજીવન પૂર્વવ્રત કરવામાં સિવિલ ડિફેન્સના કાર્યકરો તંત્રની સાથે ખડેપગે ઊભા રહી નાગરિક ધર્મ સાથે આપદા પ્રબંધનનું ઉત્તમ ઉદાહરણ બન્યા છે. રાજયમાં 70 હજારથી વધુ નાગરિક સંરક્ષણ દળમાં અને 45 હજારથી વધુ હોમગાર્ડમાં માનવસેવા આપે છે.

ડૉ. બિમલ જોષી
મીડિયા