[5/1, 4:12 PM] minaxi raval: NGO SS 0052
ન્યુઝ ઓફ ગાંધીનગર
સાહિત્ય સરિતા
વિષય : બિન્દાસ
પ્રકાર : પદ્ય
શીર્ષક : “બિન્દાસ પિતા”
કરે ડોળ બખૂબી રીતે ,
તોય હંમેશ હસતાં તેમને તમે જોયાં હશે,
બિન્દાસ રહેનારા પિતા દરેકે જોયાં હશે.
ફરિયાદ કર્યા વગર,
ફરિયાદો સાંભળતાં તેમને તમે જોયાં હશે,
બિન્દાસ રહેનારા પિતા દરેકે જોયાં હશે.
લૂગડાં લઘરવઘર પહેરે,
છતાં સંતાનોને અપ ટુ ડેટ કરતાં તમે જોયાં હશે,
બિન્દાસ રહેનારા પિતા દરેકે જોયાં હશે.
પોતે માઈલ સુધી ચાલે,
છતાં સંતાન માટે સ્કુટર ખરીદતા તમે જોયાં હશે,
બિન્દાસ રહેનારા પિતા દરેકે જોયાં હશે.
ખિસ્સા ભલે ખાલી રહે,
પણ સંતાન માટે ખુશીઓ ખરીદતા તમે જોયાં હશે,
બિન્દાસ રહેનારા પિતા દરેકે જોયાં હશે.
સંજય તરબદા “સાંજ”✍
વડોદરા
[5/1, 4:12 PM] minaxi raval: NOGSS-106
વિષય:-“બિન્દાસ”
NOG-સાહિત્ય સરિતા ગ્રુપ
પ્રકાર:- ગદ્ય
શબ્દ-290
શીર્ષક:-“અપભ્રંશ”
———————————
શબ્દ”બિન્દાસ” ગુજરાતી?
સમય / વાતાવરણની અસર !!
કેટલા બધા ફિલ્મી થઈ ગયા છીએ!તે…
બિન્દાસ સમજાય .
*****બિન-‘હિન્દી’,
અને ધાસ્તિ.’મરાઠી’.(બીક ,ડર.)
મરાઠી હિન્દીનું મિશ્રણ!(અપભ્રંશ)
હિન્દી ફિલ્મો,ટીવીની અસર આપણા જીવન/ ભાષા ઉપર છે.
તેની સાબિતી “બિન્દાસ”!
બિન્દાસ એ..ટ..લે..
— હર હાલમાં ખુશ ?
—જે છે તેને તેવી જ રીતે સ્વીકારવું,
બેદરકાર,
બેશરમ,
નિર્લજ્જ
બેફિકર
બહાદૂર,
હિમ્મતવાન
નીડર…
ઈશ્વર સમર્પણ …
—-રામ/રાવણ કોણ બિન્દાસ લાગે છે?
કૃષ્ણ/કંસ કોણ બિન્દાસ?
*
— જે ટૂંકા કપડાં પહેરે,
પરપુરુષના ખભે હાથ મૂકી દરિયા કિનારે-જલ્સા કરે!?
–પર સ્ત્રીને કામ માટે પોતાની કેબિનમાં બોલાવી, કામના બહાના હેઠળ નજરાવતા રહેતા પુરુષ? આ લોકો “બિન્દાસ” છે?? કે -‘લૉલૂપ’ ?
*પોતાને નોકરી,કામ/ ઘરમાં ‘સ્થાન જમાવવા’ –,-ખાસ પુરુષો (સામે) પોતે બહુજ હોશિયાર છે બતાવવા ફાંફા મારતી સ્ત્રી/ પુરુષ ‘પોતાના સાથીની અવહેલના કરતાં જોયાં છે?
.. “બિન્દાસ” દેખાવા માટે-આજના કૉમ્પ્યુટરે દાટ વાળ્યો છે.ઘરમાં સજીધજીને બેઠેલા, છબરડા કરતા લોકોને “મહાન” દર્શાવતી સીરીયલ, નગ્નતાની હદ વટાવી ચૂકેલી ફિલ્મોએ
“બિન્દાસ”ની વ્યાખ્યા બદલી દીધી!
સ્ત્રીઓ અંગ પ્રદર્શન.
*પુરુષ પોતાના sixab બતાવવા આતુર હોય છે.
જવાબદારીનું ભાન ભૂલાયું,
“પતિવ્રતા”શબ્દતો ગાયબ થઈ ગયો.
*પુરુષ બિન્દાસ બન્યો -ખોટાં કામ કરવામાં- ‘-પૈસા પાછળ ભાગવું,ઘરની જવાબદારીઓથી ‘અલિપ્ત’ રહેવું,પર સ્ત્રીગમન્-નશો. નિત્યક્રમ .
** બિન્દાસ એટલે??
સતત,’મેનકા’ની જેમ અંગ પ્રદર્શન કરી–સમાજને લલચાવતી સ્ત્રી??
* ખોટું બોલી જીભે મધલાળ રાખી-ખોટાં કામ કરી ભૌતિકતા પાછળ ભાગતો પુરુષ?
***
મારા મતે.
સત્યના રાહે ચાલે,
-સાચું- બોલે
-જવાબદારી ઉપાડે.
“બિન્દાસ” એટલે openminded?
“ગુજરાતીઓ”- મિલનસાર-
દરેકમાંભળીએ,
સદ્ગુણો,સંસ્કાર,
રીત-રિવાજો અપનાવીએ.
બહારની અસર દેખાય
**સમય,વાતાવરણ વ્યવસાયની અસર.
જુદાજુદા પ્રાંતની અસરો .
શિક્ષક,વેપારી,લેખક.. કારીગર.. દરેકની ગુજરાતી બોલી ઉપર છાપ! આજકાલ “બંબઈયા”બોલીની બોલબાલા છે!
ગુજરાતી ભાષા શીખતાં એક શબ્દ સાંભળ્યો છે,”અપભ્રંશ”!!
અને બીજું “બારગાઉએ બોલી બદલાય”
માનસન્માન,સંસ્કારના રાહ પર ચાલે.
સંસાર સાગરમાં અસંસ્કારી કીચડ નાંખી ગંદવાડ કરવાના બદલે
મીરાં/નરસિંહ,શકુબાઈની જેમ,
*મહાવીરની જેમ કર્મને સ્વીકારીને
બુદ્ધની જેમ ધર્મને સ્વીકારી,
સરળતાથી,સાદાઈથી ઈશ્વર સમર્પણ કરી, કાર્યે
જિંદગીને/જીભને શણગારે તેનું નામ “બિન્દાસ”
[5/1, 4:12 PM] minaxi raval: *NOGSS NO-* 0088
*વિષય-* બિન્દાસ
*પ્રકાર-* ગદ્ય
*શીર્ષક-* મૌજની દેવી
*શબ્દો-* ૩૪૦
*નામ-* ડૉ. મનીષા વ્યાસ
*બંદા યે બિન્દાસ હૈ.. બંદા યે બિન્દાસ હૈ..*
*રસ પીને કી પ્યાસ હૈ બંદા એ બિન્દાસ હૈ…*
દરેક ઉંમરના પડાવે કાંઈક નોખું અનોખું કરવાની ઈચ્છાઓ દરેકને થતી હોય છે.. ક્યારેક સાવ બેપરવા બની મોજ થી જીવી લેવું .. એ પણ ક્યાંય કોઈની રોકટોક કે દરમિયાનગીરીને સાંખ્યા વિના.. એજ બિન્દાસ પણું.. ગુજરાતીમાં કહે છે ને.. રોજે રોજ.. મોજે મોજ.. બસ એજ..
વાત કરવી છે એવી જ મૌજીલી એક સાંજે તરતી દરિયાની જળદેવીની બિન્દાસ મસ્તીની..
નકશો જોતાં લાગે મા ભારતીના બંને હાથ ફેલાયેલા છે ને જાણે.. પૂર્વના દરિયાઈ હસ્તથી તામ્રવર્ણો સૂર્યોદય નીકળી.. મધ્યાહ્ને સોના જેવો તપી.. ને ફરી પાછો લાલીમા ધરીને માના પશ્ચિમ દરિયાઈ હસ્તે જળમાં ડૂબતાં જ સમગ્ર જળરાશી તામ્રવર્ણી થઈ ઊઠે..
બસ આવા જ એક દરિયાકાંઠે બેસી પ્રકૃતિના સૌંદર્યના ઘૂંટ પી રહી હતી.. ત્યાં જ એક અલ્લડ પણ સુંદર કમનીય યુવતી આવી.. બિલકુલ બેફિકર.. પોતાની મસ્તીમાં મસ્ત.. આવી તેણે પોતાનો સામાન બેન્ચ પર ઢગલો કરી દીધો.. પોતાના ઉપર-નીચેનાં તમામ વસ્ત્રો જાણે કોઈ વૈરાગી સંસારનાં લોભ-મોહ ત્યાગી રહ્યો હોય તેમ કાઢી દીધાં.. માત્ર સાવ નાનાં અંત:વસ્ત્રો સાથે તેણે દરિયાઈ લહેરો સાથે ઝંપલાવ્યું..ત્યારે હાજર સૌએ ભવાં ચઢાવી મોં મચકોડીને અણગમો વ્યક્ત કર્યો..
સુંદરતાની દેવી જેવી મોહક તેને સૌ આડકતરી રીતે જોતાં હતાં.. પણ એને કોઈની બિલકુલ પરવા ન હતી.. તે તો દૂર ઊંચી ઉઠતી લહેરો સાથે જાણે ક્ષિતિજમાં ભળી જવા માંગતી કોઈ સુંદર જલપરી જેવી મસ્ત તરી રહી હતી..
અચાનક બૂમાબૂમ ઊઠી.. કોઈ બચાવો ..બચાવો.. નાનકડું બાળક તણાયું હતું.. અનેક મહારથીઓને પાછાં પાડી દે તેવી તે તૈરાતી દેવી ઝડપથી એ દિશા તરફ ગઈ ..ડૂબી રહેલા બાળકને બચાવી લાવી.. ત્યારે એની બાથમાં રહેલું બાળક અસ્સલ દરિયાઈ સીમા રૂપી રહેલી મા ભારતીની બાથમાં રમતાં ભારતીય એવાં આપણે બિલકુલ નિર્ભય લાગીએ છીએ.. તેવો જ એ નજારો હતો.. ત્યારે સૌ એને વંદી રહ્યાં.. એની ભવ્યતાને સંકુચિત માનસિકતા ભરી નગ્નતાથી જોઈ કરેલી સૂગ પ્રત્યે જાણે સૌ મનોમન લજ્જિત હતાં.. પણ.. તે તો જળદેવી જેવી વંદનીય માનવતાની સાક્ષાત્ દેવી સ્વરૂપા હતી.. માને બાળક સોંપી ફરી પાછી એ દરિયાઈ લહેરોમાં ઓગળી ગઈ..
✍️ *ડૉ. મનીષા વ્યાસ* ✍️
*અમદાવાદ*
*તારીખ:-* ૦૧/૦૫/૨૨
[5/1, 4:12 PM] minaxi raval: NOGSS/0044
વિષય:- બિન્દાસ
પ્રકાર:- ગદ્ય
શીર્ષક:- આદર્શ વહુ
શબ્દો:- ૩૪૫
નામ:- વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા.
દીકરી મોનાને ડગલેને પગલે બિન્દાસ રહેવાની સલાહ આપનાર રીટાબેન જમાઈ કેતનને ઓળખવામાં થાપ ખઈ ગયા.
લગ્ન પછી બિન્દાસ રહેવાની સલાહ ગાંઠે બંધીને આવેલી મોના એની મરજી મુજબ જીવે,
મનફાવે ત્યારે ઊઠે. સાસુ સુધાબેન એની બિન્દાસ્તા માટે મન મનાવે કે, ધીમે ધીમે ટેવાઈ જશે. તેને બદલે મોનાનાં માતાનો પગ પેસારો દીકરીના ઘરમાં થવા માંડ્યો અને પોતાનું ધાર્યું કરવા માંડ્યુ. મોના કીટી પાર્ટી, પિકનિકમાં વ્યસ્ત રહેવા લાગી.
આ બધું જોઈ રહેલા કેતને પોતાની બદલી સસરાને ગામ ગામે કરાવી એ પહેલાં માવતરને વિશ્વાસમાં લઈને કહ્યું,” તમે સહેજ પણ દુખી ન થતાં હું અલગ નથી થઈ રહ્યો પરંતુ આ મા
દીકરીને પાઠ ભણાવવા બદલી કરાવી છે.”
સાંજે મોનાને કહ્યું,” ખુશ ખબર છે મારી બદલી તારાં પિયરના ગામે થઈ છે એટલે કાલે જ આપણે જવું પડશે.”સાંભળી મોના તો ખુશખુશાલ.
બીજે દિવસે કપડાંની બેગ લઈ પહોંચ્યાં મોનાને પિયર. મોનાની મા ખુશ થઈ ગઈ.
એકાદ મહિનો થયો એટલે કેતનને ઘર શોધવાનું કહ્યું ત્યારે કેતને જવાબ આપ્યો,” આ ઘર આટલું મોટુ છે તો પછી બીજે શું કામ રહેવા જઈએ!”
કેતન એક પણ પૈસો સાસરામાં આપે નહીં મોના સાથે દસ વાગ્યે રૂમમાંથી બહાર આવે મોનાની માને કેતન માટે રસોઈ બનાવી પડે ઉપરથી કેતનની ફરમાઈશ મુજબ અવનવા નાસ્તા પણ બનાવવા પડે.
ત્રણ મહિનામાં ખ્યાલ આવી ગયો કે ખર્ચો વધી રહ્યો છે જમાઈ પૈસા પણ નથી આપતા અને જવાનું નામ પણ નથી લેતાં એટલે એક દિવસ મોનાનાં માવતરે કેતનને આ બાબતે વાત કરી.
કેતને બધાંની હાજરીમાં જ કહ્યું,” તમે આટલો વખતમાં ત્રાસ્યા જ્યારે મારા માવતર તો કેટલો બધો સમય થયો તો પણ કંઈ બોલ્યા નથી તમારી દીકરીનું બિન્દાસ પણુ ચલાવ્યું. હું અલગ રહેવા તૈયાર છું તમારી બિન્દાસ દીકરીએ ૧૫૦૦૦ રૂપિયામાં ઘર ચલાવવું પડશે.
સવારે વહેલા ઉઠી ચા નાસ્તો , રસોઈ બનાવવી, ઘરકામ કરવાનું.માત્ર ૧૫૦૦૦રૂપિયામાં ઘર ચલાવવાનું કંઈ કેટલી કસર કરવી પડે ત્યારે મોનાને સમજાયું કે, સાસરામાં તો કેટલી બિન્દાસ રહેતી !છતાં સાસુએ કોઈ દિવસ ફરિયાદ નથી કરી.
એકાદ વર્ષમાં બિન્દાસ મોના આદર્શ વહુ બની ગઈ ત્યારે ફરીથી કેતને પોતાના ગામે બદલી કરાવી.
મોનાએ સાસુ સાથે પ્રેમથી રહેવા માંડ્યું. પોતાની માતાની વાત સાંભળવાનું બંધ કર્યું એને મન હવે સાસરીયાં જ સર્વસ્વ.
© વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા
[5/1, 4:12 PM] minaxi raval: *NOG SS No* : *0110*
*પ્રકાર : *ગદ્ય-લધુવાર્તા*
*વિષય* : *બિન્દાસ*
*શબ્દો* : *૩૪૪*
*શીર્ષક* : *’બિન્દાસ બનો મનસ્વી નહીં’*
*લેખકનું નામ* : *નિખિલ કિનારીવાળા (અમદાવાદ)*
રૂપાલી અને પ્રીતિ બંને નાનપણથી જીગરજાન મિત્રો હતાં. બંને સહેલીઓ વચ્ચે ઘનિષ્ઠતા એટલી કે એકબીજાના માટે કાંઈ પણ કરી છૂટે અને એકબીજાને નાનામાં નાની વાતથી અવગત રાખે. રૂપાલીનું કુટુંબ પૈસે ટકે સુખી અને સંપન્ન પરિવાર ગણાય. જ્યારે પ્રીતિનું કુટુંબ મધ્યમવર્ગીય કહી શકાય. રૂપાલી અને પ્રીતિના સ્વભાવમાં આસમાન જમીનનું અંતર હતું. રૂપાલી એકદમ બિન્દાસ અને આખાબોલી છોકરી. મનમાં જે આવે તે કરનારી મનસ્વી વર્તનની માલિક. પોતાના જીવનમાં કોઈની પણ દખલગીરી તેને માન્ય નહીં. જ્યારે પ્રીતિ એકદમ ઠરેલ અને ઓછાબોલી છોકરી. રૂપાલી કોઈને પણ પોતાને યોગ્ય લાગે તે મોં પર કહી દે પછી તે નાનું હોય કે મોટું. જ્યારે પ્રીતિ ન ગમતી વાત સાંભળીને તરત પ્રતિભાવ ન આપી તેને અવગણે. સામે જવાબ ન આપતી પ્રીતિ સહુને ગમતી. તે પણ તેના વિચારોમાં મક્કમ હતી, પરંતુ વડીલોના આશીર્વાદથી અને સહુના સાથ અને સહકારથી તેના ધાર્યા કામ કરતી.
લગ્ન બાદ બંનેનો સુખી સંસાર શરૂ થયો. રૂપાલી અને પ્રીતિ બંનેને તેમના પતિ તરફથી ભરપૂર પ્રેમ મળતો હતો. પરંતુ થોડા સમય પછી રૂપાલીનો બિન્દાસ કહેવા અને કરવાવાળો સ્વભાવ ઘરનાં અન્ય સભ્યો સાથે સમસ્યાઓ સર્જવા લાગ્યો. પતિ પણ આમાં પીસાવા લાગ્યો. રૂપાલીને સમજાવવાના દરેક પ્રયત્નો નિષ્ફળ નીવડ્યા. રૂપાલી આ પરિસ્થિતિથી કંટાળીને થોડા સમય માટે પોતાના માતા-પિતા પાસે રહેવા આવી. પ્રીતિ પોતાના લગ્નજીવનમાં તેના મૃદુભાષી સ્વભાવને કારણે પોતાના પતિ તથા પતિના કુટુંબીજનો સાથે સુંદર રીતે ભળી ગઈ હતી. તેને અને તેના વાણી-વર્તનને તેઓ પ્રેમથી વધાવતાં. અવારનવાર વાતચીત કરતાં હોવાથી પ્રીતિને રૂપાલીની સમસ્યા ખબર પડી હતી. તે પોતાની પરમ સહેલી માટે ચિંતિત રહેવા લાગી.
પ્રીતિ રૂપાલીને મળવા આવી અને સમજાવ્યું કે તે ક્યાં ભૂલ કરી રહી છે. જો આમ જ ચાલશે તો તે તેના પતિ અને કુટુંબીજનોનો વિશ્વાસ ગુમાવી દેશે અને દૂર થતી જશે. રૂપાલી દિલની ચોખ્ખી છે,પરંતુ તેનો આખાબોલો અને મનસ્વી સ્વભાવ દરેકને સ્વિકાર્ય ન પણ હોય. માટે કાણાને કાણો ન કહેતાં એમ પૂછાય કે, ભાઈ તમે આંખ શીદને ગુમાવી? વાત એક જ છે પરંતુ શબ્દોની શાલિનતાથી સામેની વ્યક્તિનું માન જળવાય અને જે કહેવાનું છે તે કહી પણ દેવાય.
પરમ સહેલીની આ સોનેરી સલાહ રૂપાલીએ હવે જીવનસૂત્રની જેમ અપનાવી અને સ્વભાવને બદલી વાણી અને વર્તનમાં સંયમની લગામ નાખી. તેના જીવનમાં ચમત્કાર સર્જાયો. આપસી સંબંધો સુધરવા લાગ્યા અને પોતાને જીવનમાં યોગ્ય માન-સન્માન પ્રાપ્ત થયું.
નિખિલ કિનારીવાળા, અમદાવાદ
૩૦ એપ્રિલ ૨૦૨૨.
[5/1, 4:12 PM] minaxi raval: NOG SS No. 111
વિષય: બિન્દાસ
વિભાગ: ગદ્ય
શીર્ષક: બિન્દાસ – જીવનમંત્ર
‘ બિન્દાસ ‘ એટલે એવું વ્યક્તિત્વ, જે પોતાની શરતે જીવન જીવે. કોઈની પરવા ન કરે, એટલે ટૂંકમાં ખુશમિજાજી,અલ્લડ અને સ્વતંત્ર.
કેયા એવીજ ‘બિન્દાસ’ વ્યક્તિત્વ ધરાવતી યુવતી હતી. ખૂબજ વાતોડી, હસમુખી અને કંઈક અંશે આખાબોલી, ખુમારીવાળી. એ કોઈને ટપારે તો તેને બરોબર સમજાવી દે. સાથે સમજુ અને કોમળ સ્વભાવની હતી. બીજાને મદદ કરવા હંમેશા તૈયાર.તે જીવન ખુશહાલી જીવી રહી હતી.
હવે તે ૨૪ વર્ષની થઈ હતી. તેનાં માતા-પિતાને તેના લગ્નની ચિંતા હતી કે આવી અલ્લડ કેયાને તેના સ્વભાવ અનુરૂપ જીવનસાથી કે સાસરું મળશે કે નહીં? તેમણે કેયાને સમજાવી કે જીવનમાં ઘણીબધી બાંધછોડ કરવી પડે છે .તેણે પણ પરણીને બીજાં ઘરમાં જશે તો તેમની અપેક્ષા પ્રમાણે સ્વભાવ, રહેણીકરણી માં બાંધછોડ કરવી પડશે. પરંતુ કેયા જેનું નામ, હસીને વાત ઉડાવી દેતી.
કેટલીક જગ્યાએ તેનાં સંબંધ માટે વાત ચાલી પણ તેનાં આ ‘બિન્દાસ’ સ્વભાવની વાત પહેલાં જ પહોંચી જતી. કોઈને કોઈ રીતે વાત અટકી જતી. તે ઉછાંછળી ગણાવા લાગી.આ સાથે જ કેયાએ પણ નક્કી કર્યું કે તે કાંઈજ ખોટું નથી કરતી નથી.તેની સખીઓને તે મળતી તો બધાંજ જાણે કાંઈક અંશે મનને મારી જીવી રહ્યાં હતાં. તેમને લાગતું કે ઘરમાં બધાં તેમની પર નિયમોનાં બંધનો નાંખી મજા જ કરતાં હતાં.
કેયા એ આ સાથે ખૂબજ મનોમંથન પછી નક્કી કર્યું કે પોતે ક્યારે પણ પોતાનું વ્યક્તિત્વ દબાવીને નહીં જીવે ,જેનો તેને પાછળથી પસ્તાવો કરવો પડે.તેણે ભણીગણીને સફળ કારકિર્દી બનાવી.અનેક મિત્રો બનાવ્યાં.આજે આખી દુનિયામાં ફરતી પોતાની રીતે જીવતી ‘ બિન્દાસ’ યુવતી છે. જેનો તેને ખૂબજ સંતોષ છે.
તો મિત્રો, વિચારો કે શું પોતાની રીતે જીવવું બરાબર છે કે કોઈ શું કહેશે ? કે બીજાને ખાતર બાંધછોડ કરી તમે જીવવું પસંદ કરશો? આપણે કહીએ છીએ કે,જીવન કેટલું ? આમ જુઓ તો સડસડાટ પસાર થતું, પલકારામાં સમાપ્ત થતું એક સપનાં જેવું. એકલાં આવી,એકલા જ દુનિયા છોડી જવાની છે તો શામાટે પોતાની શરતે ન જીવવું ? ઈશ્વરની અણમોલ ભેટ જેવું જીવન વેડફી નાંખવું? જીવનરાહ માં જો તમારા સ્વભાવને અનુકૂળ સાથી મળે તો તમે નસીબદાર, નહીંતો ‘ બિન્દાસ’ એકલો જાને રે ! માટે ભરપૂર જીવો, ‘ બિન્દાસ’ જીવન ઉત્સવ મનાવો. ખુશીઓથી જીવન શણગારો. સાચા અર્થમાં માણો.
✍️ ભાવના આચાર્ય દેસાઈ ‘ભાવુ’
©️
૧/૦૫/૨૦૨૨
NOG SS NO. 0081
વિષય : બિન્દાસ
પ્રકાર : પદ્ય
શીર્ષક: માતાની શીખ
શબ્દો:૨૨૮
વિના કારણ વડીલોની ધાક,
એ આમન્યા કે નર્યો દંભ ?
સાચું હોય તો યે ન વદાય,
આ મૂંઝારો તો અંદર લાવા બની ફેલાય.
મા,માતામહ સૌએ સહ્યું,
તનયા સહે એ ન ગમતું.
કુરિવાજો, બળજબરી સામે થજે,
તું બિન્દાસ એની સામે પડજે.
બિન્દાસ બનજે,કોઈથી ન ડરજે,
સાચને કોઈ આંચ નહીં,હસી રમી લેજે.
મોંએ ચઢાવી મૂકી છે દીકરીને,
બિન્દાસ બનાવી શું રણે ચઢશે?
આટલી પેઢીઓની આ મૂક વેદના,
કો’ક તો ઉઠાવે બાણ , કોઈ ભગિની, કોઈ તનયા.
એક બિન્દાસ બીજી સો ને તારશે,
વિના ભીતિ, વિના ડરે સૌ વધશે,વધાવશે.
બિન્દાસ બેટી ભણે નિર્ભય થઈ,
તારે બંને કુળ, સંસ્કારને સાથે લઈ.
બિન્દાસ એટલે સ્વચ્છંદી કદી નહીં,
બિન્દાસ તો નિર્ભય,નવોદિત બની જઈ.
#©️માયા દેસાઈ
મુંબઈ ભારત.
.