GN_22-4-22
[4/22, 8:21 AM] Pradip: N O G S S No. 0089
પ્રવિણા અવિનાશ
વિષય પડછાયો
પદ્ય
મારો હતો
———-
મારી સંગે સદા કોઈ હોય
તે મારો પડછાયો
જયાં હું જાંઉ સાથ નિભાવે તે મારો પડછાયો
–
પ્રભુતામાં પગલા પાડ્યા બની સાથીનો પડછાયો
અધવચે રિસાયો તેડું આવ્યું સદા સાથ છોડ્યો
—
તું કદી લાંબો હોય કે ટૂંકો
તે મારો પડછાયો
દિલના ભાવ કદી વાંચી ન શકે તે મારો પડછાયો
——
મારા ભાવ સાથે ન લેવા કે દેવા તે મારો પડછાયો
હરખ શોક ન સ્પર્શે તેને
તે મારો પડછાયો
—-
જીવનની યાત્રામાં કદમ મિલાવે તે મારો પડછાયો
ઠેસ વાગે તયારે હાથ ઝાલે
તે મારો પડછાયો
—-
પડું આખડું છાતી સરસો ચાંપે તે મારો પડછાયો
જીવનથી અંત સુધી નાતો
તે મારો પડછાયો
પ્રવિણા અમેરિકા
[4/22, 8:21 AM] Pradip: NOGss NO 73
વિષય. પડછાયો
પ્રકાર.ગદ્ય
શીર્ષક..પડછાયો.
માઇક્રોફિક્શન
જિંદગી ના પચાસ વર્ષ જેની સાથે કાઢ્યા એ શાંતાબા ધીરજલાલ ના ચશ્માં શોધે છે ને બબડે છે ક્યાં મૂકી દે છે કશું યાદજ નથી રાખતા!ને ધીરજલાલ કહે છે હવે આપણે બે જણે જ એક બીજાનું ધ્યાન રાખવાનું છે,આપણા પંખી તો ક્યારનાય ઉડી ગયા પણ માળો હજી ખાલી નથી થયો,એમને જણનાર તો હજી અહીંજ છે,એમનો પડછાયો બની રહેશે જીવશે ત્યાં સુધી..
નયના પટેલ..વડોદરા.
20.4.22
[4/22, 8:21 AM] Pradip: N.O G SS NO. 0026
વિષય- પડછાયો.
વિભાગ-પદ્ય ( ગઝલ)
શીર્ષક-રોજ ચર્ચાયો હતો..
રમલ છંદ. ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા.
હું નથી બસ એકલો, જાણીને મલકાયો હતો.
ચાલતો સંગાથ મારી એક પડછાયો હતો.
આંસુના દરિયા નજરનાં શુષ્ક રણ જેવાં થયાં,
સાવ ખાલીખમ છતાં હું કેવો છલકાયો હતો!
જિંદગી ઘેરે અડાબીડ કંટકોની વાડ સમ,
રાહ જોઈને સુંવાળી, સ્હેજ ભરમાયો હતો.
કદ સદાયે વામણું મારી જ હસ્તીનું રહ્યું,
પ્રેમમાં તારા પડીને રોજ ચર્ચાયો હતો!
જાત મૂકી ગીરવે ને ટુકડે ટુકડે તૂટતો,
સૌની ઈચ્છા પૂરી કરવા રોજ ખર્ચાયો હતો.
✍️ અંજના ગાંધી “મૌનુ”
વડોદરા
[4/22, 8:21 AM] Pradip: NOG SS NO 0037
વિષય – પડછાયો.
વિભાગ – પદ્ય.
શીર્ષક – પ્રભુ મારી સંગાથ.
રચના –
જન્મથી મૃત્યું સુધીનો અદ્રશ્ય સાથી.
સ્નેહી, સુખ દુઃખનો સાચો સંગાથી.
સ્વની ઓળખ, સ્વનું દર્પણ.
પગની પાંખે દોડે સજોડે.
કહે પડછાયો મુજને,
“નથી તું એકલો,
એકડો છો, અનંત સુધી વિસ્તરી શકે,
તુજમાં સામર્થ્ય અપાર, નિજને જાણ.”
કહે પડછાયો “તારી સુષુપ્ત શક્તિઓને,
જગાડ, સાથે તારી હર ક્ષણ છું.
હે, માનવ તુજમાં પ્રભુનો વાસ,
પડકારો ઝીલી શકે તું સઘળાં.
પ્રભુ તારી જોડે પડછાયા સ્વરૂપે
હું ” પડછાયો ” તારો,
પથદર્શક તારું હે માનવ,
કર્મ તારા, સાક્ષી હું માનવ.
હેમલતા દિવેચા ” હેમ ”
જૂનાગઢ.
[4/22, 8:21 AM] Pradip: NOG SS 0092
પ્રકાર:- પદ્ય
શિર્ષક:- પડછાંયો
મારી નાની હથેળીને,
સતત એ ઝાલતા રહયાં,
મારા પિતા પડછાંયો બની,
સદાય સાથે ચાલતા રહયાં.
પડતી, આખડતી ને વિખરાતી હું જ્યારે,
બની આધાર મજબૂતી આપતા રહયાં.
સંજોગો સામે લેવા ટક્કર,
હિંમત ને સાહસ વધારતા રહયાં.
કરાવી મારી સુષુપ્ત શક્તિઓનું ભાન,
આગળ ધપવાની પ્રેરણા દેતા રહયાં.
ઘેરી વળે નિરાશા ક્યારેક તો,
આશાનું કિરણ બનતા રહયાં.
ભીતિ, ભરમ ને ભાગેડુવૃત્તિને,
સદા મારાથી અળગા કરતા રહયાં.
છે સત્યના વિકટ રસ્તે જ વિજય,
સદા એ સમજાવતા ને ખુદ એ રીતે જીવતા રહયાં.
દુનિયાદારીને વહેવાર બખૂબીથી,
શિખવાડતા ને સમજાવતા રહયાં.
‘સદાય અંતરનો સુણજે પોકાર’ ,
એ જીવનમંત્ર રટાવતા ગયા.
ના કોઈથી તું જરાય ડરજે,
ના બીક તારી કોઈના મનમાં ઉપજાવજે.
જગત નિયંતાએ બતાવેલ રસ્તે,
ચાલવાનો જ મરમ સમજાવતા ગયા.
બધા પડછાંયા અંધકારમાં સાથ છોડે છે,
કદીક ટૂંકા, કદીક લાંબા બની શ્રદ્ધાને તોલે છે.
અવિરત તડકા છાંયામાં બસ એ જ નિશ્ચલ રહયાં,
મારા પિતા પડછાંયો બની સદાય સાથે ચાલતા રહયાં.
અલકા નવિનચંદ્ર મહેતા
ગાંધીનગર
૨૧/૦૪/૨૨.
[4/22, 8:21 AM] Pradip: NOG SS 0063
વિષય – પડછાયો
પ્રકાર – ગદ્ય( માઈક્રોફિક્શન)
શીર્ષક – ‘સુમી’
દેશનાં એક છેડેથી અહીં બીજાં છેડેય!
પોળના નાકે બેસતાં શાકવાળાના છોકરાને અહીં આ પાંચ હજાર કિલોમીટર દૂર બેંકમાં સામે ભટકાઈ જતાં જોઈ, સુચીનું હૈયું બે ધબકારા ચુકી ગયું.
એને થયું, ‘આટલે આઘે પણ!
એ પોળ, એ ઘટના,એ લોકો… શું મારો પીછો છોડશે જ નહીં?
હવે આ જો અહીં મારાં નામનો ઢંઢેરો પીટશે તો?’
સુમી ફફડી ઊઠી.
‘વળી, આ જગ્યા, આ નોકરી..’
‘કેટલું ભાગીશ?
ક્યાં ભગીશ?
સુમી, સૂરજની બદલાતી દિશા તારો પડછાયો નાનો મોટો કરશે પણ, સાવ ઓગાળી નાખે એવી વ્યર્થ આશા રાખી કેટલેક અને ક્યાં સુધી ભાગીશ?
પરીસ્થિતિનો સામનો કર..
લડ..
અને જીવનની એ ઘડીનુ નિર્માણ કર કે, તારો સૂરજ હંમેશાં મધ્યાહ્ને રહે..તારો વાંક ત્યારે પણ નહોતો, આજે પ..ણ નથી..દિલમાં ઘર કરી ગયેલાં એ ડરને મૂળસોતો ઉખાડી, ફેંક…’
સુમીનાં મને આજે પહેલીવાર હ્રદય વિરુદ્ધ બળવો પોકાર્યો.
✍️ – રીટા ભાયાણી.
[4/22, 8:21 AM] Pradip: *NOG SS NO:0112
*વિષયઃ પડછાયો*
*પ્રકારઃપદ્ય*
*શીર્ષકઃ પડછાયો
જીવનમાં આવે તડકો છાંયો, છતા સાથ ન છોડે એ પડછાયો,
નજીકના લોકો પણ દૂર ભાગે, સાથ ન છોડે એક પડછાયો.
ક્યારેક આગળ ક્યારેક પાછળ, ડગલે ડગલે પડછાયો,
ક્યારેક વિરાટ, ક્યારેક વામન, દેખાય સૌને પડછાયો.
વાદળ છાંયા વાતાવરણમાં, ગાયબ થાય પડછાયો,
મળતા થોડો જ પ્રકાશ ડોકીયુ કરી જાય પડછાયો.
જીવન જીવવુ રહ્યુ બની સદાય એકબીજાનો સહિયારો,
જેમ ચાલે આપણી સાથે કાયમ, આપણા સૌનો પડછાયો
રાજેશભાઇ વ્યાસ ” રાજ ”
ધ્રુવનગર,,, મોરબી
21/4/2022