[2/9, 7:05 PM] Arjun Rathod.Kalol.ગઝલકાર: ન્યુઝ ઓફ ગાંધીનગર
સાહિત્ય સરિતા
NOG. SS: 0108
વિષય: વેલેન્ટાઈન ડે
શીર્ષક : પ્રેમનો પર્યાય એટલે તું
ન ઊપમાં આપશો તમે મને કવિ હોવાની
કવિતાની કોમળ કણિકા તો તમે જ છો.
ન શીખ આપશો સાચા પ્રેમની હવે,
પ્રેમનું અનમોલ મોતી તો તમે જ છો.
ન જામ આપશો ઘાયલ થવા હવે મને,
જખ્મો ને મલહમ લગાડનાર તો તમે જ છો.
ન ઓથ આપશો આશાના અજવાળાની,
પ્રકાશનું પહેલું કિરણ તો તમે જ છો.
ન દિલાશો આપો મારા દુઃખી હૃદયને,
સુખ કેરું સોનેરી સ્વપ્ન તો તમે જ છો.
ન જળ આપશો પ્યાસ બુઝાવવા મને,
તરસ્યા આ હોઠનું મૃગજળ તો તમે જ છો.
ન ચહ દેખાડશો પ્યારમાં તમે હવે મને,
દુઃખી આ દિલની દાસ્તાન તો તમે જ છો.
– અર્જુન પાનસર “વનવાસી”
[2/10, 5:24 PM] Pradip: ન્યુઝ ઓફ ગાંધીનગર
સાહિત્ય સરિતા
NOG. SS: 0089
પ્રકાર : પદ્ય
વિષય: વેલેંટાઇન ડે
શીર્ષક : પંખીડા
રેખા શુકલ- અમેરિકા
ઝાકળના ટીપાંની
કરું સ્યાહી,
ઝળકે જેમાંથી
પારદર્શકતા લાગણીની …
ગુલાબની પાંખડીઓ પર
લખું કંઇક એવું,
પરબિડીયું ખુલે,
ને અસ્તિત્વ મહેંકે…
વળી,પહેરાવું કવિતાના વાઘા
મારા એ શમણાંને,
કે જોઈ મને પ્રિતમ સંગ
સૂર્ય સવારનો રોજ મલકે…
પણ લખું તો યે શું લખું ?
ક્યાં છે લાગણીની એ ઉત્કટતા સમજનાર ?
ક્યાં છે શબ્દોની એ સુંદરતા મૂલવનાર ?
અને તો યે
લખવો છે મારે
લાગણીભીનો..
એક પ્રેમપત્ર…!
— રેખા શુકલ