GN_01-02-22.
[1/29, 3:23 PM] Muktida Oza.MeM: NOS – 106
પ્રકાર – ગદ્ય
વિષય:-“ગુજરાતી વાનગી રેસીપી”
શીર્ષક – “વધ/ઘટ વસ્તુઓ -સાચવી-સમજી વાપરીએ”
‘છાલનું શાક’
****************
નામ:- મુક્તિદા કુમાર ‘રુપલી’
મુંબઈ-મહારાષ્ટ્ર.
🙏🌹🙏
—————————
સમજી, સાચવી,સજાવીને
જીવન જીવીએ, માણીએ,ખાઈએ પીને મોજ કરીએ….
આ સાથે એક જોક કહું છું.
રાત્રે મોડા ઘરે આવ્યો તો પત્નીએ ખાવામાં દૂધ રોટલી તૈયાર રાખી હતી તો *”મેં” નાના નાના ટુકડા કરીને દૂધમાં નાખ્યા* અને *તેનો ફોટો પાડી “ફેસબુક પર અપલોડ”* કરી દીધો અને *ટાઈટલમાં* લખ્યું *”યમ્મી મિલ્ક ચપાટી.”*
*સવારે ઉઠીને “ફેસબુક ચેક”* કર્યું,ખૂબ લાઈક* મળી! **ઢગલાબંધ લોકોએ તેની “રેસિપી” વિશે પૂછ્યું* હતું.
(આ તો એક માત્ર “કટાક્ષ” છે.)
જે આજકાલ વૉટ્સમાં બહુજ ફરે છે.
રોટલી હાથથી તોડીને “ચોળવા”ની* કે *”ગ્રાઈન્ડર”માં?*
એક *રોટલી* માટે *”દૂધ” કેટલું લેવાનું?*
*દૂધમાં “ખાંડ”ની* જગ્યાએ *”ગોળ” નાંખી*
*ચાલો
જે હોય તે—-
આ.. યુગ પરિવર્તન છે ..
છતાં
હું
મારી રસોડાની રીત રજુ કરું છું…!
——–
**રાત્રે મગની પીળી દાળ અને ભાત વધ્યા હોય,તો સવારમાં તેની મસ્ત પેટીસ,
સવારે રાંધેલા ભાત, સાંજે વઘારેલા ભાત, દહીં ભાત, ભાતના મૂઠીયા,ભાતના થેપલા,મસાલા ભાત, ભાતનું ખીચું..ભાતની ફરફર,ભાતના ખીચીયા અ..ને .. ભાતની વડી!!
**વધેલી રોટલીના ખાખરા, વધેલી રોટલીમાંથી પાસ્તા,ચેવડો, મીઠી રોટલી, સેન્ડવીચ રોટલી,રોટલીનો ગોળ-ઘીવાળો લાડુ,અરે રોટલીના ટુકડા તળી રોટલી-પીઝા બનાવવાનો. રોટલીનુંશાક.
**વધેલી દાળ,– જુદી જુદી જાતની દાળમાંથી જુદી જુદી વેરાઈટી બનાવી શકીએ, (હું બનાવું છું.)
દાલ-સૂપ,દાલવડા, થેપલા,સંભાર.. વગેરે વગેરે..
એક જ વસ્તુને જુદું સ્વરૂપ આપી, જુદી જ વાનગીના રૂપમાં સમય, શક્તિ અને આર્થિક બચાવ કરવો,એ ભારતીય નારીનું ઘરેણું છે,અને હોશિયારી છે.
**શાક એકજ હોય. છતાં,શાકને જુદી જુદી રીતે તો બનાવીએ જ છીએ,(પાણી નાખીને,સૂકું સાંતળેલું)..પણ એટલેથી ના અટકતાં “છાલ”ને પણ આપણે છોડતાં નથી.!! **તૂરીયા,ગલકા,કારેલા,કેરીપપૈયા કેળા.
વનસ્પતિની છાલમાં જ વધારે તાકાત-વિટામિન્સ હોય છે…
તો..
આજે આપણે શીખીશું
“તરબૂચ (કલીંગર)ની છાલનું લોટવાળું શાક”.
***** ********* **** ***********
એક મોટા તરબૂચની છાલ. છાલને લાંબા/પાતળા ટુકડા કરી ધોઈ,બાફી લેવા.
કઢાઈમાં મોટા બે ચમચા તેલ મૂકી,
પાવ ચમચી રાઈ તફડાવી,
અર્ધી ચમચી જીરું
અને એક ચપટી હીંગથી વગાર કરવો.
એક ચમચી હળદર નાંખી,
બાફેલી તરબૂચની છાલને તેલમાં ખદખદવા મૂકવી. ચાર મોટા ચમચા ચણાનોલોટ ખદખદતાં શાક ઉપર ભભરાવી,
બે નાની ચમચી ધાણાજીરુ,એક ચમચી કાશ્મીરી લાલ મરચું,એક ચમચી શાકનો ગરમ મસાલો,શાક ઉપર ભભરાવવો.
દસ મિનિટ માટે શાક થવા દઈ ગેસ બંધ કરી દેવો.
આ શાક ખાવ ત્યારે એમજ લાગે કે ગાંઠીયા સાથે મળતો કાચા પપૈયાનો સંભારો જ ખાઈએ છીએ..!!
તો બસ કરકસર કરી,એક વસ્તુ વધારે મૂકી, થાળીની શોભા વધારીએ!!
[1/29, 4:29 PM] Puja Alka Kanani.Kutchh.Kananips.MeM.NOG: NOG SS No 0042
પ્રકાર – ગદ્ય
વિષય – ખાના ખજાના
શીર્ષક – કાઠિયાવાડી પીઠલું
લેખકનું નામ – પૂજા( અલકા)કાનાણી
સામગ્રી – ચણાનો લોટ – દોઢ કપ, દહીં – પોણો કપ,તેલ – પોણો કપ, પાણી – દોઢ કપ, લીલી ડુંગળી – બે ટેબલ સ્પૂન,લીલું લસણ – બે ટેબલ સ્પૂન,ક્રશ કરેલા સીંગદાણા- ત્રણ ટેબલ સ્પૂન,આદુ મરચાની પેસ્ટ- બે ટેબલ સ્પૂન, રાય,જીરું,હિંગ,મીઠું,ધાણાજીરું આ બધું પ્રમાણસર. મીઠો લીમડો- બે ટેબલ સ્પૂન,સૂકું લાલ મરચું – બે નંગ, સુશોભન માટે કોથમરી અને લીલું કોપરું.
રીત – સૌ પ્રથમ એક બાઉલમાં દહીં લઈ, પાણી ઉમેરી ચણાનો લોટ નાખવો. આ બધી સામગ્રી લમ્સ ન રહે એ રીતે મિક્સ કરવી. ત્યારબાદ ગેસ ચાલુ કરી એક કડાઈમાં તેલ મુકવું. તેમાં રાઈ જીરુ અને લાલ સૂકું મરચું, મીઠાલીમડાના પાન અને હિંગથી વઘાર કરવો. ત્યારબાદ તેમાં ઝીણી સમારેલી લીલી ડુંગળી અને લીલું લસણ નાખવાં. સતત હલાવી તેને સાંતળવું ત્યારબાદ તેમાં આદુ-મરચાની પેસ્ટ નાખવી અને થોડીવાર હલાવવું ત્યારબાદ ગેસની આંચને મધ્યમ રાખી ચણાનો લોટ ઉમેરતા જવું અને હલાવતા રહેવું. ત્યારબાદ તેમાં હળદર નાંખવી હળદર થોડી ઓછી નાખવી કારણકે ચણાના લોટનો કલર પણ પીળો હોય છે. ત્યારબાદ ક્રશ કરેલા સીંગદાણા ઉમેરવા અને હલાવતા રહેવું ત્યારબાદ તલ અને મીઠું અને ધાણાજીરું નાખવાં લગભગ ચાર કે પાંચ મિનિટમાં આ મિશ્રણ થીક થવા લાગે છે, જ્યારે એ થીક થવા લાગે ત્યારે ફરી બે ટેબલ સ્પૂન પાણી ઉમેરી હલાવવું જેથી બધા મસાલા ભળી જાય. ત્યારબાદ ગેસ બંધ કરી પીઠલું એક બાઉલમાં કાઢી તેના પર કોથમરી અને લીલા કોપરાનું સુશોભન કરવું.
શિયાળાની કડકડતી ઠંડીમાં બાજરાના રોટલા અને જુવારના રોટલા સાથે રાઈ વાળા આથેલા લીલા મરચાં જોડે ગરમા -ગરમ પીઠલાંની રંગત જામે. અન્ય ઋતુમાં રોટલી,ભાખરી કે પરોઠા જોડે પણ ખાઈ શકાય. પીઠલાંમાં દહીંને બદલે છાશ પણ લઈ શકાય અથવા લીંબુનો રસ પણ લઈ શકાય. લીલા લસણ અને લીલી ડુંગળી ના બદલે સુકી ડુંગળી અને સૂકું લસણ પણ લઈ શકાય.
કોથમરીની લીલી બોર્ડર સાથે પીળું પીતાંબર પહેરેલું પીઠલું દેખાવે તો સુંદર લાગે જ છે પણ તેમાં રહેલાં લીલા લસણ અને લીલી ડુંગળી,આદુ મરચાની પેસ્ટ સાથે સ્વાદમાં પણ લાજવાબ લાગે છે. એક વખત ખાધા પછી તેનો ટેસ્ટ જિંદગીભર ભૂલાય તેવો નથી. અમારે કાઠિયાવાડમાં ચોમાસાની ઋતુમાં શાકભાજી ન મળે ત્યારે ઝટપટ બની જતું પીઠલું નાના મોટા સૌ કોઈને ભાવે.
[1/29, 5:12 PM] Leena Sharma.MeM: NOG SS.NO.0098
પ્રકાર:- ગદ્ય
વિષય:- ખાના ખજાના
શીર્ષક:- ખસ્તા કચોરી
લેખિકા નામ:- લીના શર્મા
“ખસ્તા કચોરી”
સામગ્રી:- ૧ કપ અડદની દાળ
૨ ચમચા (મોટા) તેલ
૨ ચમચી વરિયાળી (સૌફ)
૨ ચમચી કાળી મરી પાવડર
૨ ચમચી લાલ મરચું પાવડર
૧/૨ ચમચી હિંગ
૧/૨ વાટકી લીલા ધાણા ને
લીલા મરચાં સમારેલા
૩ કપ મેંદો
૧ કપ સોજી ( રવો)
મીઠું સ્વાદ અનુસાર
રીત:– કચોરીમાં ભરવાનો મસાલો
(પીઠી કે માવો પણ કહેવાય)
સર્વ પ્રથમ અડદની દાળને ૩ થી ૪ કલાક સુધી પાણીમાં પલાળીને રાખવી.પછી દાળને બરાબર ધોઈને દાળનું પાણી નિતારી લેવાનું.અને દાળને મિક્સીમાં (ક્રશ ) અધકચરી જેવી પીસી લેવી.હવે ગેસ ચાલુ કરી ગેસ પર કઢાઈ મૂકો.કઢાઈમાં ૨ મોટાં ચમચા તેલ નાંખો.તેલ ગરમ થઈ જાય પછી તેલમાં હિંગ અને વરિયાળી (સૌફ) નાંખો.હવે ક્રશ કરેલી દાળ નાખો.હવે દાળને ધીમી આંચ પર બરાબર હલાવતાં રહો અને જ્યારે દાળનો રંગ બદામી થવા લાગે ત્યારે તેમાં કાડા મરીનો ભૂક્કો, લાલ મરીનો ભૂક્કો, ઝીણાં સમારેલાં લીલાં મરચાં, ધાણા અને મીઠું સ્વાદાનુસાર નાખીને બરાબર મિક્સ કરી લો. પછી ગેસ પરથી કઢાઈને નીચે ઉતારીને તૈયાર મસાલાને બીજાં વાસણમાં ૧૦થી૧૫મિનિટ સુધી ઢાંકીને ઠંડુ થવા મૂકી દો.
“લોટ બાંધવા ની રીત”
અેક મોટી થાળીમાં ૩ કપ મેંદાના લોટમાં ૧ કપ સોજી (રવો) નાંખી લોટ ને બરાબર મિક્સ કરી લો.એમા સ્વાદ અનુસાર મીઠું નાખો અને ૨ મોટા ચમચા તેલ નાંખી બરાબર મિક્સ કરી લો.
(મુઠ્ઠી બંધાય તેટલું તેલ નાંખવું) ને લોટમાં પાણી નાંખીને થોડી ઢીલો લોટ બાંધી લો.૫ મિનિટ સુધી લોટને ઢાંકીને મૂકી દો.
” ખસ્તા કચોરી “માં મસાલો (માવો) ભરી તળવાની રીત.
ગેસ પર કઢાઈ રાખી એમાં તેલ નાખો ને
ગેસ ચાલુ કરી ધીમી આંચ પર તેલને ગરમ થવા દો.લોટના મોટાં મોટાં ગુલ્લા
(લોઇ) બનાવી દો.હવે ગુલ્લાને પૂરીના આકારનું વણી લો ને એમાં મસાલો ભરીને પોચા હાથથી હથેળી વચ્ચે દબાવીને પૂરીનો આકાર આપો. ( એમ ન ફાવે તો હલકે હાથે વણી પણ શકાય) આમ ૩,૪ કચોરી ભરીને કઢાઈમાં ગરમ તેલમાં નાંખો અને ધીમી ધીમી આંચ પર તળી લો .બ્રાઉન કલરની થઈ જાય પછી કડાઈમાંથી કાઢીને સર્વિંગ પ્લેટમાં સજાવી દો.
મિત્રો તો તૈયાર છે આપણી ગરમાગરમ “ખસ્તા કચોરી”.
હવે કચોરીને મનપસંદ રીતે સર્વ કરો.
ખસ્તા કચોરીને ચા સાથે ખવાય.ગરમાગરમ પણ ખવાય ને કચોરીમાં લીલી ચટણી, મીઠી ચટણી,
મમરા,સેવ, નાંખીને મસાલા કચોરી બનાવીને પણ ખવાય.
તો દોસ્તો આ છે U.P.,M.P. ની શાહી ડિશમાં સ્થાન ધરાવતી “ખસ્તા કચોરી”
(નોટ:- “ખસ્તા કચોરી” નો સ્વાદ ૪,૫
દિવસ સુધી બગડતો નથી.)
✍️
લીના શર્મા
હાલોલ
[1/30, 2:56 PM] Maya Desai.Bombay.MeM.NOG: NOG SS No.0081
વિષય : રેસિપી
પ્રકાર : ગદ્ય
શીર્ષક : ડબક વડી
: ::::::ડબક વડી ::::::::
સામગ્રી :૧૫૦ ગ્રામ ચણાનો લોટ, દહીં.
મસાલા : તેલ,લીલાં આદું મરચાં વાટેલાં, લીલું લસણ ( મળે તો) લીલું કોપરું ( છીણેલું), કોથમીર,રાઈ , હિંગ, હળદર,મીઠુ
રીત : એક થાળીમાં ચણાનો લોટ લઈ એમાં તેલનું થોડું મોણ, દહીં , વાટેલાં લીલાં મરચાં,આદું,મીઠુ,હળદર નાંખીને ભજીયાંના ખીરા કરતાં ગાઢું ખીરું બનાવી લેવું.
એક તપેલીમાં વઘાર માટે તેલ લઈ રાઈ અને હિંગનો વઘાર કરી ત્રણેક કપ પાણી નાખવું. પાણીમાં પણ એનાં ભાગનું મીઠું અને વાટેલાં મરચાં આદું નાખી ઉકાળવું.
થાળીમાં બનેલાં ખીરામાંથી હાથની પહેલી બે આંગળી વાપરી નાની નાની ડબક વડી આ પાણીમાં મૂકવી.મધ્યમ આંચ પર આ વડીઓને ઉકળવા દેવી. થાળીમાં જરાક લોટ રાખી એમાં અડધો કપ પાણી ભેળવી આ ઉકળતી વડીમાં નાખવું.વડી મૂકવાની કળા છે, વધુ મોટી કે જાડી ડબક વડી સ્વાદ ફેરવી નાખે છે.
એકાદ બે વખત હલાવી ગેસ ધીમો કરી અડધું ઢાંકણ રાખી સીઝવા દેવું. લીલું લસણ નાખવું હોય હમણાં નાખી દેવું. લીલાં કોપરાનું ખમણ નાખવું. ૨૦ મિનિટ બાદ ગેસ બંધ કરવો .થોડી વાર બાદ કોથમીર ભભરાવી પીરસવું.
રોટલી,ભાખરી પરોઠાં કે રોટલા સાથે ખવાય. ડાયટ પ્રેમીઓ માટે ખૂબ અનુકૂળ. ઠંડી કે ચોમાસામાં સૂપની જેમ પણ લઈ શકાય.
#©️માયા દેસાઈ
મુંબઈ ભારત.
[1/30, 8:02 PM] Vibhitiben Desai: NOGSS/0044
વિષય:- રેસીપી
પ્રકાર:- ગદ્ય
શીર્ષક:- શેરવટો.
શબ્દો:-૧૭૨
મિત્રો,નામ વાંચીને નવાઈ લાગી? લાગે જ ને , મોટાભાગનાં મિત્રો પહેલી જ વાર સાંભળતાં હશે.
આપણે કૃષ્ણ જન્મ ખુબ ધામધૂમથી ઉજવીએ.જાતજાતનાં ભોગ ધરાવીએ પંજીરી તો ખાસ.કૃષ્ણ જન્મ ઉજવનારા રાધાજીનો જન્મદિવસ ભૂલી જાય એટલે જ આ શેરવટો નામ વાંચીને નવાઈ લાગે.
ભાદરવા સુદ આઠમ રાધાજીનો જન્મદિવસ રાધાષ્ટમી તરીકે ઉજવાય. એ દિવસે એમને આ શેરવટાનો પ્રસાદ ધરાવાય. રાધાજી આવી સીધી સાદી વાનગીમાં પણ ખુશ. સ્ત્રી નાની નાની વાતમાં પણ ખુશ એનું ઉત્તમ ઉદાહરણ.
ચાલો, આપની આતુરતાનો અંત લાવું આને શેરવટાની રેસીપી જણાવું.
સામગ્રી :ચોખાનો તાજો લોટ૩૦૦ ગ્રામ
તાજું માખણ ૨૦૦ ગ્રામ
શેકેલાં તલ ૫૦ ગ્રામ
એલચીના દાણા વાટેલાં ૨૦ગ્રામ
ચારોળી૧૦ ગ્રામ
દળેલી ખાંડ ૨૦૦ ગ્રામ.
ચોખાનો લોટ શેકવાનો નથી.ચોખાના લોટમાં માખણ નાંખતા જવું અને બે હાથે ફીણવતાં જવું.લોટ કાચો હોવાથી ખૂબ જ ફીણવવું,હલકો લાગે ત્યાં સુધી.બરાબર ફીણવાઈ જાય એટલે ઉપર લખ્યા મુજબની બધી સામગ્રી મિક્સ કરવી.બધું મિક્સ કર્યા પછી મિશ્રણ કડક લાગે તો થોડું દૂધ ઉમેરી લાડુ બનાવવા એટલે પોચા થશે.લાડુ ઉપર કોપરાની છીણ ભભરાવી ખાવું.આ સ્વાદિષ્ટ શેરવટો ફ્રીજની બહાર એક દિવસ સુધી રહી શકે.
✍️ વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા
[1/30, 9:25 PM] Hemlatta Divecha.MeM: NOG SS NO – 0037
વિષય – ખાના ખજાના.
વિભાગ – ગદ્ય.
વાનગીનું નામ – કાઠિયાવાડી માંડવીની કઢી.
સામગ્રી – માંડવી, ખાટી છાશ, હલદી પાવડર, ધાણા પાવડર, લીલા મરચાં,આદુ, લસણ, રાય, મેંથી, ધાણાભાજી, લીમડો, ટામેટાં,ખાંડ,મીઠું.તેલ.
રીત – સૌ પ્રથમ માંડવીનાં દાણાને થોડું પાણી ઉમેરી ક્રશ કરવા. ત્યારબાદ તેમાં ખાટી છાશ,લીલા મરચાં, ટામેટાં,આદુ લસણ પીસીને ભેળવવું.એક કડાઈમાં તેલ ગરમ મૂકી, રાય મેથી, લીમડાથી તૈયાર કરેલ મિશ્રણનો વઘાર કરવો.સ્વાદ અનુસાર ખાંડ,મીઠું નાખીને હળવી આંચે કઢી ઉકળવા દેવી.જોઈતા પ્રમાણમાં પાતળી,ઘટ રાખવા છાશનો ઉપયોગ કરવો.ઉપરથી લીલા ધાણા,ટોપરાનું છીણ નાખી સજાવો.
ખૂબજ સ્વાદિષ્ટ અને ઝડપથી તૈયાર થઈ જાય છે.દરેક ઋતુમાં ખાઈ શકાય છે.બીમાર વ્યક્તિ પણ હળવો ખોરાક હોય ખાય શકે છે.
હેમલતા દિવેચા ( હેમ )