[1/30, 12:54 AM] Pradip: NOG.S.S. NO 0032
પ્રકાર: ગદ્ય
વિષય: *ગુજરાતી વાનગી રેસીપી*
શીર્ષક:- *ભાતના સ્વાદિષ્ટ ભજીયા*.
નામ: મીના માંગરોલીયા મીનુ
*સામગ્રી*: 250 ગ્રામ ચોખા,એક નાની વાટકી ખાટું દહીં, ચણાનો લોટ એક નાની વાટકી, લીલો મસાલો જરૂરિયાત મુજબ કોથમીર ,પાંચ કે છ લીલા મરચાં, લીલુ કે સૂકું લસણ, 7 કે આઠ નંગ, આદુ નાના એવા બે કટકાં,ચપટી સાજીખાર, તળવા માટે સિંગતેલ કે તમે જે ખાવા માટે વાપરતા હોય એ તેલ.
*રીત*: સૌ પ્રથમ ચોખા રાંધી લો, પછી રાંધેલા ભાતને થોડો ઠંડો પડવા દો, પછી ભાતને દહીંમાં એક કલાક પલાળી રાખો,ત્યારબાદ એમાં બધો લીલો મસાલો, જેવો કે કોથમીર, લીલાં મરચા ક્રશ કરીને ,લીલુ લસણ અથવા સૂકુ લસણ ક્રશ કરીને, અને આદુ ક્રશ કરીને નાખો બધુ મિક્સ થાય ,ત્યારબાદ જરુર પ્રમાણે દળેલી હળદર, મરચું,, મીઠુ… ગળપણમાં થોડી ખાંડ અને એમાં ચણાનો લોટ નાખી ખીરું તૈયાર કરવુ . થોડો( ચપટી) સાજીખાર…પછી એમાં એક ચમચો થોડુ ગરમ થયેલુ તેલ નાખો. બધુ મિક્સ કરી તળવા માટે તેલ મૂકવુ. પછી તેમાં ખીરું તૈયાર કર્યુ એ ડબકા મૂકવા… ભજીયા ક્રિસ્પી કરવા હોયતો થોડો ચોખાની લોટ ભેળવી શકો છો. સ્વાદિષ્ટ ભાતના ભજીયા તૈયાર…. યમમયમ
આ ભજીયા ટોમેટો સોસ સાથે ખવાય…
*મીના માંગરોલીયા મીનુ*
અમદાવાદ
26/1/2022
[1/30, 12:54 AM] Pradip: ન્યુઝ ઓફ ગાંધીનગર
સાહિત્ય સરિતા
NOG. SS: 0089
પ્રકાર : ગદ્ય
વિષય: “ વાનગી રેસીપી “
શીર્ષક : ચુરમા ના લાડુ – બ્રહ્મ ભોજન
રેખા શુકલ- અમેરિકા
ગુજરાત માં ચુરમા ના લાડુ એ બહુ જ પ્રખ્યાત. કોઈ પણ પ્રસંગ હોય, તહેવાર હોય ચુરમા ના લાડુ તો હોય જ. લગન ના જમણવાર માં પણ ચુરમા ના લાડુ હોય. ઘરે પણ બહુ બધા લોકો ચુરમા ના લાડુ તો બનાવતા જ હશો. ઘણા લોકો ખાંડ નાખી ને ચુરમા ના લાડુ બનાવે તો ઘણા લોકો ગોળ નાખી ને ચુરમા ના લાડુ બનાવે. મેં અહીંયા ગોળ નાખી ને ચુરમા ના લાડુ બનાવ્યા છે. ગુજરાત માં ગણેશ ચોથ ના દિવસે બધા જ ઘર માં ચુરમા ના લાડુ બને. ગોળ ના ચુરમા ના લાડુ બહુ જ સ્વાદિષ્ટ લાગે છે અને જો બરાબર રીત થી બનાવા માં આવે તો બહુ જ સોફ્ટ પણ થાય છે. તો ફટાફટ જાણી લો ચુરમા ના લાડુ બનાવાની રીત અને કરી દો ઘર ના બધા ને ખુશ. જો આ રીતે બનાવશો ચુરમા ના લાડુ તો બનશે સરસ સોફ્ટ અને સ્વાદિષ્ટ, ઘર ના બધા નહિ થાકે તમારા વખાણ કરતા.
સામગ્રી : 1 1/2 કપ કરકરો ધંઉનો લોટ
4 ચમચી ઘી
1/4 ખમણેલું સૂકું નાળિયેર
2 ટેબલસપૂન તલ
3/4 કપ સમારેલો ગોળ
ઘી,તળવા માટે
ખસખસ, ઉપર લગાડવા માટે
ચુરમા ના લાડુ ની રીત
# STEPS
1. સૌ પ્રથમ ઘઉં ના જાડા લોટ માં મુઠી પડતું ઘી નું મોણ નાખી સહેજ હુંફાળા પાણી થી કઠણ લોટ બાંધો
2. પછી તેના મુઠીયા વાળો મુઠીયા દબાવીને વળી શકાય એવો કઠણ લોટ બાંધવો
3. પછી મુઠીયા તળવા માટે ઘી અથવા તેલ મૂકવું.
4. અને એકદમ ધીમા તાપે મુઠીયા તળવા જેથી અંદર કાચા ના રહે.
5. બધા મુઠીયા તળાયા પછી ઠંડા કરી મિક્સર માં પીસી (દરદરા) લેવા.
6. મુઠીયા પીસતી વખતે છેલ્લે તેમાં થોડી ઈલાયચી પણ સાથે પીસી લેવી
7. ત્યાર બાદ તૈયાર થયેલા ભુકા માં કાજુ, બદામ, કિસમિસ ના ટુકડા ભેળવી તૈયાર કરવું.
8. ત્યાર બાદ એક કઢાઈ માં ઘી ગરમ મૂકવું.
9. તેમાં ગોળ ને ચૂરો કરી નાખવો અને હલાવવું.
10. જયારે ગોળ બધો ઓગળી જાય અને ફૂલીને ઉપર આવી જાય ત્યારે તુરંત ગોળ ઘી નું મિશ્રણ મુઠીયા ના ભુકા માં રેડી દેવું.
11. અને તવેથા થી બરાબર હલાવી ભેળવી દેવું.
12. થોડું ઠંડુ થાય એટલે માપસરના લાડુ વાળી લેવા અને ઉપર ખસખસ લગાવતા જવું
13. તો તૈયાર છે “ચુરમા ના લાડુ “
આભાર
[1/30, 12:54 AM] Pradip: NOG SS no.- 0099
પ્રકાર : ગદ્ય
વિષય : ગુજરાતી રેસીપી
શીર્ષક : વેજિટેબલ્સ માર્બલ
(શાકભાજીની વડી)
લેખકનું નામ : ભાવનાબેન મિસ્ત્રી “અભય”
(વલસાડ)
આ વેજિટેબલ્સ માર્બલ એટલે શાકભાજીની વડી. બારડોલી તાલુકાની આખું વર્ષ ભરવા માટેની આ ખાસ વાનગી છે. લોકો પરદેશમાં વસતા સ્વજનો માટે ખાસ બનાવે છે. આ વડી બજારમાં મળતી નથી.
સામગ્રી :
(1) 100 ગ્રામ – લીલી તુવેરનાં દાણા, લીલા વટાણા, લીલી ચોળીનાં દાણા.
(2) 100 ગ્રામ – ચણાદાળ
100 ગ્રામ – સૂકી ચોળી
100 ગ્રામ – મગ
(3) 50 ગ્રામ – આદુ, લસણ, લીલા મરચાં, આંબા હળદર , ખાદ્યતેલ.(દરેક સામગ્રી 50 ગ્રામ લેવી)
(4) 500 ગ્રામ – મેથીની ભાજી, પાલકની ભાજી, તાંદળજાની ભાજી, કોથમીર. (દરેક ભાજી 500 ગ્રામ લેવી)
(5) 2 – નંગ સિમલા મરચાં.
10 – નંગ અળવીના પાન.
(6) 1ચમચી- મીઠું, હળદર, ધાણાજીરું, ગરમ મસાલો, હિંગ.
રીત :
સૌ પ્રથમ ત્રણેય કઠોળનો ઘરઘંટી કે ગ્રાઈન્ડરમાં કરકરો લોટ દળી લો. દરેક પ્રકારના લીલા દાણાં, સિમલા મરચાં, આદુ, લસણ, મરચાં, આંબા હળદર વગેરે ચીલી કટરથી સમારી લો. મેથી, તાંદળજો, કોથમીર, અળવીના પાન વગેરે ઝીણાં સમારી લો. ફક્ત પાલકની ભાજીને પાણીમાં બાફીને ઠંડી પડે એટલે મશીનમાં ગ્રેવી બનાવી લો.
હવે ત્રણેય કઠોળનો કરકરો લોટ એક મોટા પાત્રમાં લો. તેમાં મીઠું, હળદર, ધાણાજીરું, ગરમ મસાલો, હિંગ વગેરે નાખી લોટને બરાબર હલાવો. હવે તેમાં તેલ અને ચીલી કટરથી કાપેલા શાકભાજી, પાલકની ગ્રેવી વગેરે ઉમેરો અને લોટને બરાબર હલાવો. આ લોટ પાપડના લોટ જેવો તૈયાર થશે. હવે તેમાં દરેક પ્રકારની ઝીણી સમારેલી ભાજી ઉમેરો. પાણીનો ઉપયોગ કર્યા વિના લોટ તૈયાર કરીને પાંચથી છ કલાક સુધી ઢાંકી રાખો. ત્યારબાદ આ લોટને બરાબર હલાવી લો. પછી લખોટી જેવી ગોળ ગોળી બનાવો અને થાળી કે સૂપડાંમાં રાખીને એક અઠવાડિયા સુધી તડકામાં તપાવો. અઠવાડિયા પછી જુઓ સ્વાદિષ્ટ વિટામિન અને પ્રોટીનથી ભરપૂર સરસ મજાની વડી તૈયાર.
નોંધ : ઉપરોક્ત માપ પ્રમાણે સામગ્રી લેશો તો સુકાઈ ગયા બાદ ફક્ત 600 ગ્રામ વડી તૈયાર થશે)
તૈયાર થયેલ વડીનો તમે કાચની બરણીમાં કે સ્ટીલના ડબ્બામાં આખું વર્ષ સંગ્રહ કરી શકો છો, પેકિંગ બેગમાં ભરીને ફ્રિજમાં પણ રાખી શકો છો.
રીંગણ, બટાટા, ડુંગળી, ટામેટા, તુરીયા, દૂધી, ગલકા વગેરે ગ્રેવી બની શકે એવા શાકભાજીમાં આ વડી નાખીને સ્વાદિષ્ટ શાક બનાવી શકાય છે.
[1/30, 12:54 AM] Pradip: N.O.G. S.S. No. 0102
પ્રકાર. :- ગદ્ય. મૌલિક લેખ.
વિષય.:- ખાના ખજાના.
શીર્ષક.:- વેસણ નો શીરો.
લેખકનું નામ :-રતીલાલવાયડા.
સામગ્રી:-
૧. વેસણ (ચણાનો લોટ) ૨૫૦ ગ્રામ.
૨. દેશી ઘી. ૨૫૦ ગ્રામ.
૩. ખાંડ. ૧૫૦ અથવા ૨૦૦ ગ્રામ.
૪. દૂધ. અડધો લિટર.
૫. માવો ( મોરો.) ૧૦૦ ગ્રામ.
૬. કિસમિસ, એલચી ,જાયફળ ,પિસ્તા કાજુ.બદામ,થોડા પ્રમાણમાં.
બનાવવાની રીત:-
સૌપ્રથમ ચણાના લોટને ચાળી લો, ત્યારબાદ તેમાં બે ચમચી દેશી અને બે ચમચી દૂધ નાખી તેને ધાબો દેવો ધાબો આવી જાય ત્યાર પછી જરૂર પડે તો ફરી પાછો તેને ચારી શકો છો આ રીતે લોટ તૈયાર કરવાનો.
ત્યાર પછી કડાઈમાં દેશી ઘી નાખો. ઉપર જણાવેલા પ્રમાણે શરૂઆતમાં થોડું પણ ચાલે .ત્યાર પછી તેની અંદર ધાબો દીધેલો લોટને નાખી દો અને શેકવા લાગો જેથી તે નીચે બેસી ન જાય . જરૂરત પડે તો વધારે ઘી ઉમેરો .સેકતા લગભગ જ્યારે બદામી અને લાલાશ પડતો કલર આવે ત્યારપછી તેમાં દૂધ અડધા લીટર જેટલું દૂધ નાખી દેવાનું ,ત્યાર પછી હલાવવાનો ઘટ્ટ બરોબર જ થવા લાગે ત્યારે તેમાં ખાંડ નાખી દો .ખાંડનું પ્રમાણ આપેલું છે તમારે મીઠું જોતું હોય તે પ્રમાણે થોડો ઘણો ફેરફાર કરી શકો છો. આ રીતે જેમ હલાવતા જશો તેમ તેમ શીરો બનતો જશે અને ત્યાર પછી સતત હલાવતા રહો( જરૂર પડે તો તેમાં સો ગ્રામ જેટલો માવો નાખો ફરજિયાત નથી સારા સ્વાદ માટે નાખી શકાય),જેમ હલાવતા જશો તેમ તેમ શીરો ધાટો બનતો જશે અને તેમાંથી ઘી છૂટું પડવા લાગશે. જ્યારે ઘી છૂટું પડી જાય ત્યારે એમ સમજી લેવાનું કે તૈયાર થઈ ગયો છે. ત્યાર પછી તેની અંદર એલચી, કિસમિસ ,બદામ ,પિસ્તા ,થોડા થોડા નાખવા અને ત્યાર પછી શીરાને ઉતારી લો.
સર્વિંગ પ્લેટમાં તેને લઈ અને ઉપર ફરી પાછો ડ્રાય ફ્રૂટ નાખો કે તેથી ખૂબ જ શોભાયમાન સ્વાદિષ્ટ અને સુંદર લાગશે.
ઘરે તાત્કાલિક કોઇ મહેમાન આવે તો પંદરથી વીસ મિનિટની અંદર બની જતી આ સુંદર સ્વાદિષ્ટ વાનગી છે. ઘરના સૌને ભાવે. અને,મહેમાન ખુશ થઈ જાય છે .
લેખક:-
રતીલાલ વાયડા
૨૭/૧/૨૦૨૨. નવી મુંબઈ.
[1/30, 12:54 AM] Pradip: NOG SS no.- 111
પ્રકાર: ગદ્ય
વિષય: ગુજરાતી રેસીપી
શીર્ષક: કોબીનો ચેવડો
લેખિકા: ભાવના દેસાઈ ‘ભાવુ’
કહે છે ને- ‘જેની સવાર સુધરી, તેનો દિવસ સુધર્યો.’
હું આજે એવીજ એક સરળ, સ્વાદિષ્ટ અને ઝડપથી બનતી વાનગીની રીત આપની સમક્ષ રજુ કરું છું, જે સવારથી લઈ સાંજ સુધી કોઈ પણ સમયે માણી શકાય છે.
સામગ્રી : ૧ ૧/૨ કપ પૌંઆ
૧ ૧/૨ કપ પલાળેલા સાબુદાણા (૧૦ મિનિટ પલાળી છાપા/ કપડાં ઉપર સૂકવવા)
૩ કપ કોબી સમારેલી
વઘાર: ૩ ટેબલસ્પૂન તેલ, ૧ ચમચી રાઈ, હીંગ, ૮ લીમડાના પાન, ૨ લીલાં મરચાં મોટાં કટકા કરીને.
મસાલો : મીઠું પ્રમાણસર, ૪ ચમચી સાકર, ૨ લીંબુનો રસ, ૨ ચમચી વાટેલાં આદુ મરચાં, ૧/૨ નાળિયેર ખમણેલું, ૧/૨ કપ કોથમીર સમારેલી.
અન્ય સામગ્રી: ૧/૪ કપ દાળિયા, ૧/૪ કપ શીંગદાણા,
૧/૪ કપ કાજુ, ૧/૪ કપ કિસમીસ
આ ચાર વસ્તુઓને તળી એકબાજુ રહેવા દેવી.
રીત:. એક કઢાઈમાં તેલ ગરમ મૂકવું. વધારનો મસાલો
અંદર નાંખી દેવો. સમારેલી કોબી તથા જરા પાણી છાંટી કોબીને મધ્યમ તાપે ચડવા દેવી. પૌંઆને ધોઈ પાણી નિતારી લેવું. કોબી કાચી પાકી ચડી જાય એટલે અંદર ધોયેલાં પૌંઆ, પલાળી સૂકવેલા સાબુદાણા તથા બધો સૂકો મસાલો નાંખીને બરાબર મિક્સ કરી ધીમા તાપે થવા દેવું. અંદર તળેલાં દાળિયા, શીંગદાણા, કાજુ,કિસમીસ નાંખવા. આ કોબીનો ચેવડો ગરમ પીરસવો.
✍️ ભાવના દેસાઈ ‘ભાવુ’
૨૭/૦૧/૨૦૨૨.