ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ ની આજેેે ૬ ગદ્ય રચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવે છે
વિષય : રંગ,હોળી,ધુળેટી. પ્રસિદ્ધિ. દિવસ – ૨
www.janfariyadnews.com
Email: prdpraval42@gmail.com
What’s up calling No : 9824653073
તંત્રી/સંચાલક : પ્રદીપ રાવલ
રચના ચેક કરનાર : જયશ્રીબેન પટેલ
યુ ટ્યુબ ચેનલ : janfariyadnews
ન્યૂઝ પોર્ટલ : janfariyanews
વેબ સાઈટ : janfariyadnews.com
NOG SS No : 0082
વિષય: હોળી
શીર્ષક: બુરાઈ પર સચ્ચાઈનો વિજય
પ્રકાર: ગદ્ય
સામાજિક જીવનમાં તહેવારો
દરેક માનવીને એક મિશાલ રૂપે જીવનનાં દરેક સપ્તરંગોને
માણવાની અનેરી તક અને આનંદ પૂરા પાડે છે,
બુરાઈ પર સત્યનો વિજય અને વસંતોત્સવનાં વધામણાં
એ હોળીનું મહાત્મ્ય છે,
હિન્દુ સનાતન ધર્મની સંસ્કૃતિ
નાં ઉજ્જવળ ભાગ રૂપે આ
અદભૂત તહેવાર આપણા જીવનમાં ઉપલબ્ધ છે,
અગ્નિ પૂજા, હોમહવન, ફૂલ પૂજા, આહુતિ, મંત્ર જાપ શક્તિ, આ બધાયનો યોગાનુયોગ એટલે હોળી.
આપણી હિન્દુ સંસ્કૃતિ એક ભવ્ય ઇતિહાસ અને માનવ કલ્યાણ માટે બુનિયાદી પાયાને રજૂ કરતી આખા વિશ્વની એકમાત્ર” અહિંસા
પરમો ધર્મ” નાં મૂળભૂત સિદ્ધાંતોને રજૂ કરે છે.
દુનિયામાં હિન્દુ ધર્મનાં મૂળ પાયાને હચમચાવી મૂકવા બીજા ધર્મો દ્વારા નિરંકુશ પ્રયત્નો કરવા છતાં તેના મૂળમાં રહેલ અસહિષ્ણુતાનાં ગુણો તેને મજબૂત ઈમારત રૂપે સ્થિર રાખે છે,
રંગોના તહેવાર ધુળેટીનાં આગમન પૂર્વે હોલિકા દહન કરી સૌ ભારતીય જન એક નવી સુંદર કલ્પનાનું સપનું જોઈને શિત લહર ને ત્યજી ઉષ્ણ પવનની લહેરોનાં વધામણાં કરવા ઉત્સુક થાય છે,
હોળી હોય મારવાડની કે
હોળી હોય ગુજરાતની,
પ્રસંગ કેરા સૌ જન ઝૂમે
રંગ ત્રાસ નગારાં સૌ બજવે,
આવ્યો ફાગણિયો વસંત કેરો
કેસુડાનારંગોમાં ભળી ખીલ્યો,
ધર્મ ધજા ફરકાવી સૌ કોઈ
નતમસ્તક હોળીને પૂજે
માનઅભિમાનનાવિષોને છોડી
નવ સંચાર માણે હોળીને સંગે,
હોળી રૂપી ઉષ્ણ ઊર્જાથી
નવ સંચાર કરે નવ રૂપે.
ડૉ અનિરુદ્ધ વ્યાસ
નડિયાદ
******************************************
NOG SS No :0055
પ્રકાર : ગદ્ય
ટુંકી વાર્તા
શીર્ષક: જીવનનો એક રંગ,
આવો પણ….
ભગત…..
અમદાવાદની કાળઝાળ ગરમીને જાણે પડકાર કરી રહી હોય એવી રૂપકડી અને નવ વિવાહિત લાગી રહી હોય તેવી વાતાનુકૂલિત શતાબ્દી એક્સપ્રેસ પ્લેટફોર્મ નંબર ૧ પર પધારી ચૂકી હતી, તેનો સમય ઉપાડવાનો સમય બપોરે ૨:૫૦ નો હોય હજુ પોણો કલાકની મારે રાહ જોવાની હતી, હું પણ ચુસ્તાયેલી અને સુસ્તાયેલી નજરે આજુબાજુ નજર કરવા લાગી. ભીડને જાણે કોરોના ગ્રસી ગયો હોય તેમ સ્ટેશન પર સાવ ઓછી હતી, જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ લોકોની ભીડ વધતી ગઈ અને મારા વિચારો પણ…
ક્યાં એ અંગ્રેજોનું ગુલામ, શોષિત અને કચડાયેલી દશાનું ભારત અને ક્યાં આજનું આધુનિક ,આત્મનિર્ભર ભારત….
કેટકેટલાય લીલા નાળિયેર હોમાય ગયા , કેટલાય ફાંસીનાં ફંદા….
ત્યાં તો અચાનક કોલાહલ થયો, એક અત્યાધુનિક અને ફેશનેબલ મિત્રોનું ટોળું ખૂબ જ ખરાબ રીતે ખિખિયાટા કરતા હસી રહ્યાં હતાં,થોડા વિદેશી યુવકો સાથે થોડા આપણા ભારતીય યુવાનો પણ હતા જે કમાવા વિદેશ જઈ રહ્યાં હતાં,તેઓ તેની ફ્લાઇટ મુંબઈથી પકડવાના હતાં તે તેના વાતચીત પરથી લાગી રહ્યું હતું, મે અનાયાસે જ તેમની સામે જોયું તો….
” Hey , this fool Indian people…will not understand this manners…you know they are so called bhagat…”
” હા , હા .. સાલા ભગતડા…
વાતે વાતે ભગવાન જ …”
” Thats why we rulled on them…” એક ધોળિયો યુવાન તુચ્છ કારથી બોલ્યો.
સૌ આશ્ચર્ય અને અચંબાથી ત્યાં જ તાકી રહ્યા. અચાનક જ ભીડમાંથી એક યુવાન આવ્યો , જે અત્યાર સુધી મૌન મક્કમતાથી આ બધું સાંભળી રહ્યો હતો. અમને સૌને રોષ પે ‘ લા ધોળિયા પર નહોતો, પણ પેલા આધુનિક યુવાઓ જે આની રંગતે રંગાઈને આ દેશ છોડી વિદેશ કમાવા જઈ રહ્યાં હતાં તેની પર હતો. તે દ્રઢતાથી આગળ આવ્યો અને બોલ્યો, ” Excuse me…we Indian are not fool but we are full of heritage and culture , we always give honour to other and can do sacrifice our lives for our mother India and we did it and that’ s why that today we are in main stream in each area of world. Anyway , I am scientist in ISRO and we reach on MARS in first attempt, Do you know that ?”
વાતાવરણમાં શાંતિ છવાઈ ગઈ , સૌના મો પર ગર્વ મિશ્રિત આનંદ છવાઈ ગયો, સૌ કોઈ તેને તાળીઓથી વધાવવા લાગ્યું અને ત્યાં જ તેનો જયજયકાર કરતી હોય તેમ શતાબ્દી ની વ્હિસલ વાગી, સૌ કોઈ શિસ્ત બદ્ધ સોશ્યલ ડિસ્ટનસ નું પાલન કરતા ટ્રેનમાં ચડી રહ્યાં હતાં સિવાય પેલા ભારતીય યુવાનો………
મે પણ ચાલુ થઈ રહી ટ્રેનનાં દરવાજેથી પે ‘ લા યુવાનને પૂછ્યું, ” બેટા… તારું નામ શું?”
એણે મને સહેજ હસીને કહ્યું
” ભગત ”
શ્રદ્ધા ભટ્ટ
વાપી
23/03/2021
***********************†*****************
NOG SS NO : 0001
વિષય :– રંગ , હોળી , ધૂળેટી
પ્રકાર :– ગદ્ય
શીર્ષક :-“ચાંદનીનાં જીવનનો રંગ”
ચાંદનીનો જન્મ રાજસ્થાનનાં જોધપુર જિલ્લાનાં એક નાનકડાં ગામમાં થયો હતો. ચાંદનીનાં માતા – પિતા જોધપુરમાં જ રહેતાં હતાં. ફગનમલ અને શ્યામાદેવીનું એકમાત્ર સંતાન એટલે ચાંદની. ફગનમલને સરકારી દવાખાનામાં નોકરી. કમ્પાઉન્ડરનું કામ કરે પણ દવાખાનામાં બધી નર્સોને જોઈને એણે પણ ચાંદનીને નર્સ બનાવી. ચાંદનીમાં નામ એવાજ રૂપ અને ગુણ , અને વળી પાછો એનો જન્મ જ ફાગણ સુદ પૂનમની રાત્રે જ થયો હતો એટલે જ એનું નામ પણ ચાંદની રાખ્યું હતું.
ચાંદનીને પણ સરકારી દવાખાનામાં નર્સની નોકરી મળી ગઈ. આજે હોળીનો દિવસ હતો , અને આમેય મારવાડમાં તો હોળીનો ઉત્સવ ખૂબજ ધામધૂમથી ઉજવાતો હતો.અને એમાંય ચાંદનીનો જન્મદિવસ પણ ખરોજ ને ! ચાંદની આજે ખૂબજ ખુશ હતી. ડૉ.પૂરવ એની સાથે જ ડૉકટર તરીકે કામ કરતાં હતાં બેઉ એકબીજાને પસંદ કરતાં હતાં. આજે બેઉએ નક્કી કર્યું હતું કે હોળીનાં રંગની ખુશીથી એમનું બેઉનું જીવન પણ રંગીન બનાવી દઈએ. ફગનમલ અને શ્યામાદેવી પણ ખૂબજ ખુશ હતાં.
બંને જણાં સાથે જ ઘરેથી દીકરીનાં હરખને વધાવવા માટે દવાખાને જવા નીકળ્યાં. રસ્તામાં ફાગ ખેલતાં હોળૈયાઓનો સમૂહ રંગોની છોળો ઊડાડતો અને નાચતો ગાતો જતો હતો. ફગનમલ અને શ્યામાદેવી પણ એમાં જોડાયા , અને બેવડા ઉત્સવનો આનંદ માણતાં માણતાં દવાખાનાં તરફ આગળ વધ્યાં
આ બાજુ પૂરવ અને ચાંદનીનાં સગપણને રંગોથી વધાવવા એમનાં બધાં જ મિત્રો ઉત્સાહિત હતાં. સૌ સાથે મળીને રંગ – ગુલાલથી હોળીનો આનંદ લૂંટતાં નાચતાં ગાતાં આનંદ કરતાં હતાં.
પણ વિધિની વક્રતાતો જુઓ ! ચાંદની અને પૂરવ એકબીજાને હૈયાનાં રંગે અને ગુલાલનાં રંગે રંગે છે અને ત્યાંજ પેલા હોળૈયાઓની ટોળી પણ ત્યાં આવી પહોંચી,અચાનક જ ફગનમલ નીચે ઢળી પડ્યાં,અને પૂરવનાં હાથમાંથી ગુલાબી ગુલાલની થાળી નીચે પડી ગઈ, ગુલાલ ઊડ્યો અને થોડોક ગુલાલ નજીકમાં જ ઊભેલી ચાંદનીનાં કપાળ પર લાગી ગયો એની સેંથીમાં ગુલાલનો રંગ લાગ્યો ,બેઉ દોડીને ફગનમલ પાસે જઈ પહોંચ્યા પણ ત્યાં સુધીમાં એમનો જીવનદીપ બુઝાઈ ગયો હતો,આનંદનાં અતિરેકમાં ફગનમલને એટેક આવી ગયો હતો.
એકબાજુ પૂરવનાં નામનું સિંદૂર ચાંદનીની સેંથીમાં પુરાયું તો બીજી બાજુ શ્યામાદેવીનું સિંદૂર ભૂંસાઈ ગયું !
આ તે કેવી વિધિની વક્રતા !
ચાંદનીનાં જીવનમાં પ્રેમનો રંગ પૂરાયો ત્યાંજ પિતાનાં પ્રેમનો રંગ ઊડી ગયો !
પ્રદિપ રાવલ ‘ સંચાલક ‘.
*******†*†****************************
*NOG SS NO:0004*
*વિષય: રંગ ,હોળી અને ધુળેટી*
*શીર્ષક : ફાગ*
*પ્રકાર: ગદ્ય અને પદ્ય(મિશ્રિત)*
કોયલ ટહુકે એટલે આંબે મોર ને ઋતુઓની રમઝટ શરૂ થાય. સવારનાં પહોરમાં કોયલરાણી ટહુકા કરવા લાગે ને સામે પેલો કોકિલ પણ તેનો વળતો જવાબ આપે. અરસિક માનવ કાન પર તકિયો મૂકી ગુસ્સે થાય ને રસિક માનવી તેની બોલીમાં નશો ચઢે.
રંગો તો વૃક્ષો પર સાક્ષી પુરાવા સાથે હાજર થાય. કેસૂડો ચારે બાજું લાલ ચટક રંગ ફેલાવે . બરસાનામાં રસિયા રમાય.. હોળી ખેલત હૈ નાં નાદ ગુંજે. આદીવાસી પ્રજા ઢોલ તાલ પર ફાગ ગાતા નીકળી પડે. ચારે બાજુ ખુશી છલકાય. રાધાને છોડી ચાલી ગયેલા કૃષ્ણ માટે રાધાનાં મોઢે વહાલા માટે ગીત સરી પડે.ઘર આંગણ રંગો દ્વારા કેવી ખુશી લઈને આવે.પણ ગોકુળ છોડી મથુરા ગયેલા શ્યામનો વિરહ રાધાને કેવો લાગ્યો..કે
તેણી સખી આગળ કાનાના પ્રેમનો એકરાર કરી બેઠી
*રાધા સખીને કહે છે…*
હે રી સખી!
કાનાના મોરપીંછનાં રંગ
મોહે સતાવે રે, નીંદર ન આવે,
દૂર દૂર નભ કેરા તારલિયા
મોહે ઝબકાવે રે, નીંદર ન આવે.
*સખીનો જવાબ છે*:-
રાધે રાધે કરત હોત કાન,
સખી, કિત કિત સંતાપિયો રે!
ગોકુળ મથુરા વૃંદાવન ભટક્યો,
તોહરી અંખિયનમેં કૌન બસિયો રે!
*રાધા સખીને કહે છે…*
હે રી સખી!
ઢૂંઢત ફીરી મૈં હર કુંજગલીયનમેં ,
નહિ મિલિયો શ્યામ ન બાંસુરી,
મુજ મન હરીત લિયો, કૈસે ખેલું રસિયાજી,
ગુલાલ ખોયો, અબીલ ન ભાયો!
કાનોજી કિથે જઈ બસ્યો રે.. બસ્યો..રે
હોળી તો હોલિકા અને પ્રહ્લાદની કથા કે બુરાઈ પર અચ્છાઈની જીત માટે છે પણ રંગોએ પ્રેમની સુંદર બૌછાર કરી અને રંગ રસિયાનો તહેવાર બન્યોને બરસાનામાં તો લાઠી ગોપિયોનાં હાથમાં ને માર ખાય ગોપ કેવી સુંદર કાનાની ચાલ..!
ચાલો સખીઓ બધાં તે રંગોને ઓળખો જે ખુશીનો તહેવાર છે! પણ સાચે જ મેં મારી જિંદગીને બધાં રંગોથી
દૂર રાખી છે. હું ક્યારેય હોળી નથી રમી કારણ જાણો છો.. કારણ કાનાએ મીરાંને રંગોથી વંચિત રાખી હતી.
જયશ્રી પટેલ
૨૫/૩/૨૧
********************†*********************
[*NOG SS NO. 0060*
*વિષય: રંગ, હોળી, ધૂળેટી.*
*શીર્ષક: હોળી*
*પ્રકાર: ગદ્ય-પદ્ય મિશ્ર.*
આપણો ભારત દેશ અનેક વિવિધતાઓથી ભરેલો છે. અલગ અલગ ધર્મ, જાતિ, પહેરવેશ, ભાષા, અને તહેવાર ઉજવતાં લોકો અહી વસે છે. તહેવાર વિશે જોઈએ તો તહેવારો આપણી રોજ-બ-રોજની ઘરેડમાંથી આપણને મુક્તિ અપાવે છે, નાવીન્ય લાવે છે. તહેવારો જિંદગીને રી-ચાર્જ કરવાનું કામ કરે છે! તેમાં પણ હોળીનો તહેવાર એટલે ધમાલ-મસ્તી! ફાગણના ફોરમતા ફાગમાં લોકો ચિંતા છોડીને હોળીનો તહેવાર આનંદથી ઉજવે છે! આમ તો આ વસંતઋતુનાં વધામણાં પણ કહી શકાય! ફૂટતી કૂંપળો, કૂંજતી કોયલ, પંખીઓનો મીઠો કલરવ, ખીલતાં ફૂલો અને ગુંજતા ભ્રમર….કુદરતની આ અદ્ભુત સૃષ્ટિ માણસ માત્રને ખુશ કરી દે છે! એટલું જ નહીં, હોળીનો તહેવાર આપણે વેરઝેર ભૂલીને મિત્રતાનો, માનવતાનો સંદેશ આપે છે.
રંગોનો અજવાસ – હોળી
ઉર તણો ઉલ્લાસ – હોળી
ફાગણિયાનોય ફાગ – હોળી
ખીલે વનમાં પલાશ – હોળી
કેસૂડાની કેસરી છાંટ – હોળી
મન મહીં મહેંકે મસ્તી – હોળી
ગુલ તણી સુવાસ – હોળી
ઉડે ચોમેર ગુલાલ – હોળી
ખેલે ગોપી સંગ કાન – હોળી
મનભાવન તહેવાર – હોળી
ગમતાંનો કરીએ ગુલાલ – હોળી
છોડો સઘળી ફરિયાદ – હોળી
સળગાવો સઘળા પરિતાપ – હોળી
મ્હોરે જો માનવતાનો રંગ – હોળી
ધરતી બની જાય સ્વર્ગ – હોળી
ભૂલો વેર-ઝેર, બનો એક પરિવાર – હોળી
‘વસુધૈવકુટુમ્બકમ’ આપે એ જ સંદેશ – હોળી
-ભગવતી પંચમતીયા ‘રોશની’
*******************************†**********
NOG SS NO : :0097
વિષય: રંગ,હોળી અને ધુળેટી
શીર્ષક: ફાગણોત્સવ(ત અને સ જોડાક્ષર વાંચવા)
વસંતપંચમી એટલે વસંતોત્સવ ની શરુઆત.અને હોળી એટલે ફાગણોત્સવ અને રંગોત્સવ વસંતોત્સવમાં નવી કૂંપણો ફૂટે. પાનખરની વિદાય અને વસંતની શરુઆત.
નવી કળીઓ પુષ્પમાં પરિવર્તીત થાય એટલે ફાગણ ફાલે અને ફાગણોત્સવ શરું થાય.ચોમેર વાતાવરણ મહેંકી ઉઠે. આ માદકતામાં યુવાધન કંઈ પાછું પડે?ફાગણોત્સવની માદકતામાં યુવાધન હિલોળે ચઢે અને રંગોત્સવ અવનવા રંગોથી રંગાય.નવ જીવનનાં મંડાણ મંડાય.ભાતીગળ જીવનની કલ્પનાઓ થાય.બે યુવા હૈયા ભેગા મળી સપ્તરંગી સ્વપ્નાઓથી દાંપત્ય જીવનનૈયા સંસાર સાગરમાં વહેતી મૂકે.
જીવનનાં સેઢે ઉભેલા વૃક્ષોમાં પણ ફાગણ ચૈતન્ય પૂરે.કેસૂડાનાં રંગોને સંભારીને આ વયસ્ક વડીલો સુખ
અને શાંતિનાં પ્રતિક લીલા અને સફેદ રંગોથી પરસ્પર રંગોત્સવની મઝા માણવાની તક ઝડપી જ લે.
યુવાનીમાં રાગ-દ્વેષ, ટીકા-ટિપ્પણી વગેરે હોળીમાં પધરાવવાની વાત થોડીક અવળી લાગે.પ્રયત્ન જરૂર
કરી શકાય.પરંતુ ઢળતી સંધ્યાએ વગર પ્રયત્ને સહજતાથી જ આ બધાં દ્વેષો હોળીમાં સમર્પિત કરી ધુળેટીમાં રંગોત્સવના નિર્મળ રંગોમાં રંગાઈએ.
વર્ષા દેસાઈ