ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ ની આજેેે ૬ પદ્ય રચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવે છે
વિષય : રંગ,હોળી,ધુળેટી. પ્રસિદ્ધિ. દિવસ – ૧
www.janfariyadnews.com
Email: prdpraval42@gmail.com
What’s up calling No : 9824653073
તંત્રી/સંચાલક : પ્રદીપ રાવલ
રચના ચેક કરનાર : જયશ્રીબેન પટેલ
યુ ટ્યુબ ચેનલ : janfariyadnews
ન્યૂઝ પોર્ટલ : janfariyanews
વેબ સાઈટ : janfariyadnews.com
આ*NOG SS No :0077*
*વિભાગ:પદ્ય મૌલિક*
*વિષય:રંગ*
*શિર્ષક: રંગોલ્લાસ*
હૈયાના હૂલ્લારે ફાગણીયો ય ઝૂમતો,
હું ય ઝૂમતીને મારા ઓરતાં ય ઝૂમતા…!
હરખના હિલ્લોળે કેસુડો ઝૂલતો ,
ને વ્હાલાજીની યાદોમાં કેસુડો
પ્રેમ બની રંગાતો …!
ફાગણી પૂનમનાં વાગ્યાં છે ઝંકાર,
મેં તો રંગોની હેલીએ કીધા છે શ્રૃંગાર…!
સખીઓ સહુ રમીએ સંગાથ,
ચાલને ભેરું રંગે રંગાઈએ હાથોહાથ…!
એકલતાના રંગ કાળજું કહેરે,
હોળીનાં રંગ દેખાતા મારા ચહેરે….!
દિલડું મારૂ નાચતું અપરંપાર,
હાલને ભેરું રંગાઈ જઈએ આરપાર…!
રંગો થકી કરીએ દૂર સૌ વ્યથા,
ચાલને ભેગા થઈ
ગાઈએ નવી ગાથા…!
રંગોની છે અવનવી દુનિયા મારા વહાલા,
મેઘધનુષી રંગે રંગાવા
કરું હું તો કાલાવાલા..!
ઋતંભરા વિશ્વજીત
*ઋત્વિશ્વ*
******************************************
NOG SS No : 0089
પ્રકાર : પદ્ય
– રેખા શુકલ
❤️ ભોળુડાં મનેખની ઝંખના … !! ❤️
રંગ હજી ઉતર્યોય નથી એમના ગુલાલ નો,
ને ફરી પાછી આ ધુળેટી આવી ગઈ…
❤️Do Me A Favor Let’s Play Holi ❤️
આયા હોલી કા ત્યોહાર, હોલી ખેલત નરનાર
જગ મેં ખુશિયોં કી ફૂંવાર સંગે નાચત રે નરનાર
બસંત પંચમી 40 દિનો તક કાન હવેલીમેં નરનાર
બાલગોપાલ ખેલે મેઘરંગ ભર પિચકારી નરનાર
ઉડી ધૂળ રંગ સંગ ખુશી ધૂળેટીમાં પણ ભળી
સત્યની જીત પ્રહ્લાદની, હોલિકાદહન થી મળી
રંગો મોહે ભક્તિ રસ રંગે, લાલ ચટક હું પલળી
નટખટ જા રે ન છેડ કરી જોરાજોરી, અવધમાં મળી
અરરર…. જા રે અરે નટખટ ના છૂ રે મેરા ઘૂંઘટ
પલટ કે દુંગી તુજે આજ ગાલી રે
મુજે સમજો ન તુમ ભોલીભાલી રે….. !!
—- રેખા શુકલ
મને બાળ રહેવું ગમે કા’ન
મને રાધા રહેવું ગમે કા’ન
વગાડે વાંસળી સૂરે કા’ન
ભૂલાય સાન ભાન કા’ન
મુગ્ધ સાંભળવું ગમે કા’ન
લઇ આવું પાથરણું કા’ન
ચાંદો લાવે ચાંદરણું કા’ન
કુંજ ગલી ટહુકી કૂક કા’ન
નભ રંગી કેસુડીયું કા’ન
રમવા રાસ બોલાવે કા’ન
—- રેખા શુકલ
***************************”*””**”*”***
NOG SS No : 0032
નામ:- મીના માંગરોલીયા મીનુ
વિષય:- રંગ, હોળી, ધૂળેટી
શીર્ષક:- *હોળી*
આમતો રોજ રમાય છે જીવનમાં,
ક્યાંકને ક્યાંક *હોળી*..
કોઈના આંખોનાં આસુંઓમાં,,
તો કોઇનાં ગાલોનાં ખંજનમાં,
તો કોઈની મીઠી નજરોમાં,
તો કોઇનાં તેજધાર કાજળમાં.
કયાંક પ્રેમની તો કયાંક સ્નેહની,
કયાંક મિલનની તો કયાક વિરહની.
ક્યાંક ઉગતી ઉષાની,તો ક્યાંક ઢળતી સંધ્યાની.
તો ક્યાંક હજારો રંગોની *હોળી*..
પણ રાધા કાના સંગ હોય જો *હોળી*,
જન્મો જન્મની મેઘધનુષી *હોળી*.
આમતો રોજ રમાય છે
જીવનમાં ક્યાંકને ક્યાક *હોળી*.
મીના માંગરોલીયા મીનુ
અમદાવાદ
23/3/2021
*****************************************
NOG સાહિત્ય સરિતા ( ૧ )
NOG SS No :. 0039
વિષય – રંગ
પ્રકાર – પદ્ય – અછાંદસ
શીર્ષક — જીવનના રંગ
તારીખ -૨૩-૩-૨૧
સોમવાર
ખેલી લેવો છે ખેલ, આકરાં છતાં પણ સુંદર જીવનનો!
ઘોળી લેવો છે રંગ, રોજ રોજના નિત નવા જીવતરનો!
રંગ વગરનું પાણી તો યે સૂર્યકિરણો આપે સાત રંગ!
રંગાઈ જાય જળ બધાંમાં ભળીને, અપનાવે બીજાનો રંગ!
નીલરંગી નભમાં ખીલે કેવું સપ્તરંગી મેઘધનુષ!
જા ની વા લી પી ના રાનું કેવું સુંદર સલોણું ધનુષ!
લાલ, પીળી મનસાઓ ને લીલી લીલી લાગણીઓ!
પ્રકૃતિ રંગાય અનેક રંગે, જીવતરના તો રંગ લાખો!
કૃષ્ણ સંગ રાધા રંગાઈ પ્રણયના આહ્લાદક રંગે!
ઓઢી કાળી કામળી, મીરાં રંગાઈ ભક્તિ કેરા રંગે!
બહાદુરીનો રંગ અનોખો, પ્રીત કરે લોહીના સંગે!
પ્રસવ જીવનો થાય ત્યારે લપેટાઈ આવે લાલ રંગે!
આવે ફાગણ ને ખીલે પ્રકૃતિ, મ્હેંકી ઉઠે પ્રીત કેરા રંગે,
ધીંગા મસ્તી કરતાં હૈયાં ઘેલાં બની હરખે વ્હાલનાં રંગે!
અદ્ભૂત રંગ હાસ્ય-રુદનનો, માનવ માણે ડગલે પગલે!
મૃત્યુનો પણ રંગ અનોખો, માણે મનુ જઈ એનાં પગલે!
સુખ-દુઃખના રંગ અનેરા, રંગ સોનેરી સપનાઓનો,
જન્મથી મૃત્યુ પર્યંત માણું, સઘળાં રંગો હરખે હરખે!
પ્રફુલ્લા “પ્રસન્ના”
અમદાવાદ
*****************************************
NOG SS No : 0019
વિષય..હોળી
શીર્ષક.. પ્રેમ રંગ
આજ આ લાગ્યો મુજ વદન પર ગુલાલ,
છે એક પ્યારો મલાલ!
તુજ પ્રેમ રંગ રંગી રાઝ અકબંધ કરી દે!
હવે શું શરમાવું, જ્યાં મુખની લાલિમા જ બની છે સાક્ષી!
અંતરના રંગથી ભીંજાઈ હવે નયન ચક્ષુ ને ખોલવા નથી,
બસ આમજ સત્યનાં વહેમમાં રહેવા દે!
જીવનનાં અન્ય રંગોથી રંગાઈ, બન્યાં પૂરક એકમેકનાં,
બસ એમ જ હાથનો સાથ રહેવા દે!
કલ્પના બેન ત્રિવેદી. સુરેન્દ્રનગર
***********************************†*****
NOG SS No :- 0038
વિભાગ :-પદ્ય
શીર્ષક :- હોળી
રમ્યાતા હોળી બાળપણમાં અમે
વર્ષો પછી આજે આવે છે
વિચાર મને…!
કેવા એ હશે રંગ કે જેનાથી
રંગાઈ ને અમે ખુશી થી
ઝૂમી ઉઠતા….!
આજે પણ જાણે આવે મહેક એની
કયું વપરાયું હશે કેમિકલ
એમાં…!
રંગાઈ રંગાઈ ને એવી તો
મસ્તી કરતા કે
ગામ આખું જાણે ગજવી મૂકતા…!
રંગો તો આજે પણ છે
અને એ રંગોથી રંગાઈ એ પણ છીએ
પણ જતી રહે છે તરત સુવાસ
એ આજના રંગોની…..!
✍️શીલા પટેલ “આકાંક્ષા”
******************************************
કૃષ્ણલીલા
મનડાંના મધુવનમાં રાસ લે રસીલી
શ્યામ સંગ શ્યામ રંગ રાધા રંગીલી—
જન્મકર્મ રંગોળી આંગણ સજેલી
મંડપમાં વૈરાગે આવી વહેલી—
આમંત્રે તત્વજ્ઞાન સહોદર સહેલી
સ્થીર ભાવ શાંત ચિત્ત નિર્ગુણ નવેલી—
આસક્ત એક રસ એક ધ્યાન ચેલી
કૃષ્ણ કૃષ્ણ રોમ રોમ ઘેલી અલબેલી—
વૃંદાવન ચિત્તવનમાં કૃષ્ણલીલા ખેલી
આત્મસાત જ્ઞાતાને અનુપમ સુખ હેલી—
— સરયૂ પરીખ .અમેરિકા