ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ ની આજેેે ૧૩ પદ્ય રચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવે છે
વિષય : વિશ્વ કવિતા પ્રસિદ્ધિ તેમજ વિશ્વ રંગમંચ . દિવસ – ૬
www.janfariyadnews.com
Email: prdpraval42@gmail.com
What’s up calling No : 9824653073
તંત્રી/સંચાલક : પ્રદીપ રાવલ
રચના ચેક કરનાર : જયશ્રીબેન પટેલ
યુ ટ્યુબ ચેનલ : janfariyadnews
ન્યૂઝ પોર્ટલ : janfariyanews
વેબ સાઈટ : janfariyadnews.com
ન્યૂઝ ઓફ ગાંધીનગર
સાહિત્ય સરીતા
NOG no – 0063
વિષય – વિશ્વ કવિતા દિવસ
શીર્ષક – મારું વેકેશન
થાવ, હુંય રાજીનારેડ ને ખુશખુશાલ..
જ્યાં જીવું હું, ખરેખર.
અને મારે..નથી સાચવવાનો
ચાનો સમય,
વળી, નથી ટીફીનને અદકું અને સ્વાદિષ્ટ કરવાનું તરકટ.
નથી કોઈને પૂછવાનું:
સાંજે ભોજન ક્યા ભાવશે?
અરે, અહીં તો મહારાજ આવી અદબભેર પૂછશે..
અને..ઐ..ને..
આપણે તો સીફેસીંગ બાલ્કનીમાં
ટપકતાં વાળે, ધોળા બગલાસા રોબમાં બેઠા,
રુઆબભેર કહેશું:
‘વ્હોટ એવર યુ લાઈક.’
જમણટેબલ ઉપર ખોલી સમોસુ
ને કરશું મસાલાની તીખી સરખામણી
વળી, ઊંડે ઊંડે ઉમળકોય ઊઠશે.
ને મનોમન કહીશ:
‘મારા જેવી જમાવટ નહીં.’
રહું હું મારા સપનાંના દેશમાં, નિજાનંદ ને નિરંકારી વેશમાં,
ના હોય ઘર કે વરની ચિંતા
ને
ના હોય રામા કે રસોયાણીની બળતરા.
દૂધ આવ્યું કે દહીં મેળવ્યું એની મારે શી પંચાત?
ગેસ સિલિન્ડર કે ગિઝરની સ્વિચ,
પાછલો દરવાજો ને આગલી બારી બંધ કર્યા કે નહીં
એની મૂકી બબાલ.
કડક મીઠી સોડમદાર હાથમાં લઈ,
ને..
રાતે વાળેલા પાનાએ ફરી પડે સવાર.
હા..રે..
મનેય ગમે ,મળી જાય જો એક આવું વેકેશન.
– રીટા ભાયાણી
મીઠાપુર.
*****†******†****************************
NOG SS No : 0078
પ્રકાર પદ્ય
વિષય – કવિતા દિવસ
શીર્ષક – જો ના હોત આ કવિતા?
એક બંધ ઘર, ખુલ્લી બારી અને
એક એકલો બાળક,
એકલતામા પીસાઈ ગયો હતો….
એ રવીન્દ્રનાથ ટાગોરના નામે ક્યાંથી ઓળખાત?
બધી જ ફિલ્મો કોઈ ગીત સંગીત વિનાની હોત?
પ્રેમને આટલી અભિવ્યક્તિ ક્યાં મળી હોત?
અને પેલો પહેલો વરસાદ….
ટપટપ ટપટપ ચમકાર… શેનો? કોનો?
થીજી ગયેલી કોઈ ક્ષણો, પલાળતી કોઈ યાદો!
હૃદયની દિવાલ પર ટકોરા મારતી મૂંગી વ્યથા,
તેનું શું?? ક્યારેક વાણી દ્વારા અભિવ્યક્ત ન થતી કોઈ લાગણી ??
આટલા બધા અને સુંદર શબ્દોને ,
મૂંગા ભાવ લાગણીઓને વાચા
કોઈ વ્યક્તિ દ્વારા ઓળખ
કેવી રીતે મળત?
ને સાવ કોરા પેપર પર શબ્દો, છંદ, લય
અને સૂર -તાલનું મેઘધનુષ ..
કેવી રીતે બનત?
બધું જ અધૂરું લાગત ને?
જો ના હોત આ કવિતા?
– શ્વેતા તલાટી.
**†***************************************
NOG સાહિત્ય સરિતા
NOG SS NO :- 0090
પ્રકાર: પદ્ય
વિષય: અછાંદસ કવિતા
શીર્ષક:
કવિતાનો જન્મ/
/ દીપક જગતાપ
…………………………
…………………………
કવિતાનો જન્મ/
દીપક જગતાપ
…………………………
જ્યારે માતાના ગર્ભમાં શુક્રકોષ અને અંડકોષનુંપહેલું સમ્મિલન થયું હશે અને ગર્ભ જીવંત બન્યો હશે ત્યારે કવિતાનો જન્મ થયો હશે…
તારા જન્મ પછી પહેલો શ્વાસ જ્યારે તે લીધો હશે ત્યારે એ શ્વાસ નળીમાં કવિતાનો જન્મ થયો હશે…
તારા હૃદયનો પહેલો ધબકાર જ્યારે સંભળાયો હશે ત્યારે તારા ધબકતા હૈયામાં કવિતાનો જન્મ થયો હશે…
પછી
તો તારી નસેનસમા
ઉર્ફે શીરાઓ અને ધમનીઓમાં વહેતા લોહીનાં પહેલા ટીપાંનો આવિષ્કાર જ્યારે થયો હશે ત્યારે લીલી વાંસળીમાં લાલ રંગની કવિતાનો જન્મ થયો હશે…
પછી તો તારા રોમરોમમાં ઊછળતી કવિતા યુવાન બનીને ઉછળતી હતી…
ને પછી ઝરણાઓની જેમ પહાડોમાંથી ખળ ખળ વહેતી નદીનો પ્રવાહ બની ગઈ હતી કવિતા…
તારી આ કવિતાની સફર આજે પણ
દરિયાના મિલન સુધી વહી રહી છે ખળખળ..
આજે તું નદી મટી ને દરિયો બની ગઈ છે. તારી કવિતા દરિયાની ખારાશને પણ પી ગઈ છે…
આજે પણ તારી કવિતાનો દરિયો મારામાં ઘૂંઘવ્યાં કરે છે…
દીપક જગતાપ
********†*********************************
NOG સાહિત્ય સરિતા 1
NOG No-0050
પ્રકાર – મૌલિક રચના
શીષઁક – લખું કવિતા હ્રદયેથી.
………………………………..
કવિતાનાં ઉદગારો મુંજ હ્રદય
ગર્ભમાંથી નીકળતાં..!
જગત આખી કવિતા જ છે..!
પ્રકૃતિને લાગણીથી ભરેલી
પૂર્ણ વિશ્વ મને કવિતા મય લાગે..!
હું જ છું મારામાં જ છે કવિતા..!
મારા દિલનાં ગર્ભમાં સ્ફૂરતી
ગર્ભ તમન્નાઓનાં સ્પંદનો એવા કે એમા હર્ષ હોય, શોક પણ હોય ને ,
મારા મનઙાંની ગહનતા ભાવ પ્રગટે..!
પ્રકૃતિનાં સ્પંદનો તાલ ઉદભવે..!
ક, ખ, ગ, ના અક્ષરોથી શબ્દો બને ને ,
શબ્દોની માળા સંગ રચના બને..!
મારા ગર્ભનાં શબ્દો જાણે પરમાત્માની મૂતિઁની જેમ દર્શન કરાવે..!
અંતર ગૃહમાં સંતાઈ રહેલા શબ્દો , શકિતઓ પ્રકાશ પાઙે..!
મધ્યકાલીન યુગમાં પ્રેમાનંદ, મીરાં , નરસિંહ મહેતા એ પણ સાહિત્ય રચ્યુંતું..!
જાતજાતની મૌલિક કવિતાઓ
રચાતી મુંજ હ્રદયે ધબકતી..!
લય સમી..!
જીવન પટ પર ઉપસવા થનગની રહી છે..!
માત્ર મારા ભાવ પ્રગટ કરું છું!વિયારોમાં , ભીની લાગણીઓમાં , કલ્પનામાં, સંવેદનામાં મળી આવે..!
પેલા નામો, ક્રિયાપદો, હઠીલા શબ્દો , કવિતાની કલ્પના રોજ ઝંઝોઙે મને..!
ગર્ભ ગૃહેથી નીકળતાં શબ્દો
મને વળગે, અળગા કરું,
મારી નજર સામે થનગને..!
ભીતરનાં શબ્દો અંશ રૂપે
મુંજ ગર્ભમાં…..!
સામન્ય ભાવથી માંઙી ને
આનંદ ખાતર ઉદભવે કવિતા.!
માટે જ કવિતાઓ આંતરિક આનંદ આપે..!
મારો ખોરાક જ છે અણમોલ
મોતીનો ચારો મારો..!
મારી કવિતાઓ..!
રાગીની શુકલ”રાગ”
(મુંબઈ, કાંદિવલી.)
*******************†*”****†***************
NOG SS No: 0048
વિષય – કવિતા
વિભાગ – પદ્ય
*શીર્ષક – કવિતા*
અવ્યક્ત લાગણીઓની થઈ અભિવ્યક્તિ,
થયો અનોખો શણગાર શબ્દોનો.
નીરવતાનાં શૂન્યાવકાશ મધ્યે,
વ્યાપ્યો સંવેદનાનો રણકાર.
મિલન ને વિરહનાં અંતરાલે,
સ્મિત ને રૂદનનો અક્ષરનાદ.
એકાંતનાં ઓવારે દીઠું મૃગજળ,
સંગાથ ને સમપર્ણનાં સથવારે.
લાગણીઓનાં મેઘધનુષે,
રચી પ્રીતની સપ્તરંગી કવિતા.
પ્રકૃતિ ‘પ્રીત’
***†*********************†*****†*******
NOG SS NO 0098
विभाग: पध्
विषय: कविता
क्या है कविता?
कवि के भावों को अभिव्यक्त करने की वाणी है , कविता।
परिपूर्ण छंदों की वाणी है, कविता।
बंद की भाषा चित्रात्मक भाषा है , कविता।
कल्पना की अनुभूति की अभिव्यक्ति है, कविता।
शब्दों को गुँथना रसधारा में सराबोर करना है कविता।
शब्दों से खेलना भी तो है, कविता।
सौंदर्य बोध, अप्रस्तूत
सौंदर्य का विवरण है, कविता।
एक धैर्य है ,कविता।
हर एक के समझ से परे है, कविता।
✍️
लीना शर्मा
हालोल ।
******************************************
NOG SS No :0022
વિષય : વિશ્વ કવિતા દિવસ
વિભાગ : પદ્ય
પ્રકાર : કવિતા
શીર્ષક : ચાંદની
લેખક : જ્યોતિન્દ્ર દિનેશચંદ્ર મહેતા, પાલઘર
આવી છો મારા જીવનમાં જાણે ગગનથી ઊતરી ચાંદની,
સ્પર્શ છે તારો શીતળ જાણે હોય,
તું દૂત ચાંદની.
જગાવી છે ઉમંગો એટલી જાણે હોય, તરંગો સાગરની,
ખીલવી છે આશાઓ એવી જાણે કળીઓ ખીલી હોય બાગની.
બળતો હતો વિરહની આગમાં જાણે બળતી હોય જ્યોત શમાની,
વાગતાં હતા મનનાં તાર નીકળતી હતી બેસૂરી સુરાવલી.
શીતળતા અર્પી છે મને જાણે હોય છાંય લીમડાની,
આપજે સાથ હવે મને જીવનપર્યંત ઓ મારી ચાંદની
જ્યોતિન્દ્ર મહેતા
**************†**************************
NOG SS No : 0019
*વિષય…રંગભૂમિ*
*શીર્ષક* …
*રંગભૂમિ*
રંગભૂમિનું હું એવું પાત્ર,
મને ન આવડે કોઈ શાસ્ત્ર!
દુનિયામાં જન્મેલું છું હું કોરી પાટી વાળું છાત્ર,
ભજવી જાણું બસ આ પ્રભુએ આપેલું પાત્ર!
મારે નથી નાત, જાત કે ના કોઈ ગોત્ર,
ઓળખું મારી માવડીનું ધા્ત્ર!
નેમ રાખી ને ચાલવું સંસારમાં માત્ર
રાખ્યું છે બસ એક જ સૂત્ર,
પ્રેમની પરબનું છું એક માત્ર પાત્ર!
કલ્પના ત્રિવેદી. સુરેન્દ્રનગર
*******†**************************†*†***
NOG SS No: 0092
પ્રકાર:- પદ્ય
શીર્ષક:- ” હું પણ વિશ્વ રંગમંચનું એક પાત્ર”
“જે પાત્ર સોંપ્યું છે ઇશ્વરે, એ નિભાવી રહી છું,
હુંય વિશ્વ મંચની એક કલાકાર છું,
મારું પાત્ર નિષ્ઠાથી બજાવી રહી છું.
ક્યારેક તાળીઓનો વરસાદ,
તો ક્યારેક ટીકાઓની લહાણી,
જે મળે તે વધાવી રહી છું,
મારું પાત્ર નિષ્ઠાથી નિભાવી રહી છું.
જેને ખેલવું’તું એ ખેલી ગયાં,
જેને નીચા બતાવવું’તું એય બતાવી ગયાં,
એ સહુંને ઓળખ્યા છતાંય, અજાણ બની ફરજ બજાવી રહી છું
મારું પાત્ર નિષ્ઠાથી નિભાવી રહી છું.
જેણે ટેકો આપવાનો હતો તે ખરે ટાણે ખસી ગયાં,
તો કોઈ દૂર રહીનેય આધાર સ્તંભસા બની ગયાં,
સહ-પાત્રોની ખૂબીઓને ત્રુટિઓમાંથી શીખી રહી છું,
મારા પાત્રને નિષ્ઠાથી નિભાવી રહી છું.
એક દિવસ પડદો પડી જશે,
ખાતરી છે કે કેટલીય આંખો રડી જશે,
મને જે ઓળખે છે તેને મારી કમી નડી જશે,
ને એ જ કહેશે કે;
એ એનું પાત્ર નિષ્ઠાથી નિભાવી ગયી છે”.
અલકા મહેતા
ગાંધીનગર
૨૭/૦૩/૨૧.
**********†*****************************
NOG. SS. NO: 0026
આજે વિશ્વ રંગમંચ દિવસ નિમિત્તે.
રંગમંચ-એક મૌલિક રચના.
ખુદનાં અસ્તિત્વ સામે જરા નાટક કરી તો જો!
સંબંધોમાં મુકામ સ્નેહથી બેશક કરી તો જો!
કિરદારને નિભાવજે તારા તું છળ વગર,
દાતારને, દિલદારની માફક કરી તો જો!
લાગણી માંગતું આ જીવન નાટક,
અહમ્ સાથે પછી જરા રકઝક કરી તો જો.!
મુકામ પર ટકવાની આ તો વાત છે બધી,
રંગમંચ પર પ્રયાસ થોડો બેશક કરી તો જો!
નાટક ભલે એ લાગણીને સ્વાર્થનું રચે,
વિશ્વાસે તારા તું એને જ છક્ક કરી તો જો!
અંજના ગાંધી “મૌનુ”
વડોદરા
**********†*****************************
NOG SS No: 0044
વિભાગ:- પદ્ય
રંગભૂમિની શુભેચ્છા.
જગમાં ન કરે
કલાકાર
કોઈ
નારી જેવો અભિનય.
વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા.
૨૭-૩-૨૦૨૧
**************************†**************
NOG. SS. NO: 0032
આજે વિશ્વ રંગમંચ દિવસ નિમિત્તે.
રંગમંચ-એક મૌલિક રચના.
*રંગમંચ*
રંગમંચ પર નૃત્ય કરતા અમે બંને,
આભની અટારીએ ધરતીની ધરાએ.
સ્વર્ગની સીમાએ અપ્સરાના સ્વપ્ને,
રંગે રંગાયા ચંદ્રમુખી અને ચંદ્રશેખર.
ચંદ્રમુખીને હસાવે સંગીતની ઝલક,
રૂપ નિખર્યુ આજ સોળે કળાએ.
મનનો માણિગર,સાદગીનો સોદાગર,
સ્મિતનો સાજન, મૌનનો મોહતાજ
સંગીતનો સારેગમપ, પાયલનો રણકાર
નારાજગીનો ચાંદ, દિલનો દિલાવર..
જીવનની ઉંચી ઉડાન અમે ભરીએ,
આકાશગંગાની સાથે, જીવનમૃત્યુંની સાથે.
આત્મ અને વિશ્વાસ જો હોય સાથ સાથ,
જીત્યો ચંદ્રમુખી અને ચંદ્રશેખરનો સાથ સાથ.
રંગમંચ પર નૃત્ય કરતા અમે બંને,
આભની અટારીએ, ધરતીની ધરાએ.
મીના માંગરોલીયા મીનુ
અમદાવાદ.27/3/2021
**†*************************************
NOG SS NO : 0050
રંગ મંચ કિરદાર નિભાવું
………………………..
સ્ત્રી છું અનેક સ્વપ્નો જોઉં છું ..!
દરેક જાતનાં સ્વાંગ ભજવતી રહું છું..!
કોઈ મને તાળીએ વધાવતું નથી…!
બિરદાવતું નથી…!
એક સાથે અનેક કિરદાર નિભાવું છું..!
એકલી છું…!
નથી ડરતી નથી હારતી,
નથી થાકેલી,
સદાય હસતાં ચહેરે.. !
ખૂબ નિભાવું છું..!
આ જીવન એક રંગ જાણે …!
ખૂબ નિભાવું મારો કિરદાર…!
એ મારામાં કલા છે…!
મારી કલાની ,
હું કલાકાર છું માહીર…!
બની કઠપૂતળી હું…!
જાત જાતનાં વેશ ભજવું…!
હસતે મોઢે કરુ સવૅનાં કામ…!
ભજવતા આવે દરેક રોલ
જીવી લઉં હવે મારી જિંદગી…!
કરી લઉ સૌ સ્વપ્ન પૂરા..!
બની એક કલાકાર….!
રાગીની શુકલ”રાગ”
(મુંબઈ ,કાંદિવલી.)